________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૪). તે ત્યારે કહો કે અદ્વૈતવાદી (વેદાંતી) આત્માને સર્વવ્યાપક માને છે, અને એક આત્મા સર્વને માને છે, તેને સમાવેશ જૈનધર્મમાં શી રીતે થાય છે?
ઉત્તર—હે ભવ્ય ! સાપેક્ષનય બુદ્ધિથી જોતાં જૈનદર્શનમાં એ વાત ઘટે છે, જ્યારે આત્માને જ્ઞાનધ્યાનાદિથી ચારિત્ર પાળતાં કેવળજ્ઞાન થાય છે. ત્યારે આમા લેકાલકને જાણનાર કેવલજ્ઞાનથી થાય છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ, આત્મવિભુ અર્થાત્ સર્વ વ્યાપક જૈને કહે છે. અને આત્માની અસંખ્ય પ્રદેશરૂપ વ્યક્તિની અપેક્ષાએ અવ્યાપક છે મધ્યમ પરિણામી છે અસંખ્ય પ્રદેશરૂપ માનો કદાપિકાળે નાશ થયે નથી, અને થવાને નથી કેઈ કહેશે કે, ઘટપટની પેઠે મધ્યમ પરિમાણવાળો આત્મા છે, તેને નાશ થવો જોઈએ ત્યારે તેના ઉત્તરમાં સમજવાનું કે, આકાશની પેઠે અરૂપી એવા મધ્યમ પરિમાણવાળા આત્માને અરૂપીપણાથી ત્રિકાલમાં પણ નાશ થતું નથી માટે કથંચિત્ આત્મા, જ્ઞાનાપેક્ષાએ વિભુ છે, એમ સિદ્ધ ઠર્યું, તથા સંગ્રહનયસત્તાથી સર્વ વસ્તુને એક કહેવામાં આવે છે. જેમાં માટીના હજાર ઘડા છે, જો કે તે પિતપોતાની વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે, તેથી વ્યક્તિ એટલે આકારની અપેક્ષાએ હજાર કહેવાય છે, પણ તે સર્વ ઘડાઓમાં મૃત્તિકાની સત્તા વ્યાપી રહે છે; માટીમાટી એવો વ્ય
For Private And Personal Use Only