________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩) આત્માને એકાંત અનિત્ય માનનારના પક્ષમાં પણ હિમાદિકને સંભવ થતું નથી. તેનું કારણ કહે છે હિંયની સાથે નાશનું જે નિમિત્ત ડાદિક કારણ, તેને સંબંધ નહીં હોવાથી હિંસાદિકની ઉપપત્તિ સિદ્ધ થતી નથી. શા કારણથી સંબંધ થતો નથી તેનું સમાધાન કરે છે કે વસ્તુને ફણીક માનવાના કારણથી.
ભાવાર્થધમતાનુયાયી સર્વ વધતુને ક્ષણીક માને છે, તેમની મતમાં એક ક્ષણમાં વરતુ રહે છે, બીજા ક્ષણમાં વસ્તુનો નાશ થાય છે. જડ અને ચૈતન્ય વસ્તુ પણ એક કાણમાં ઉત્પન્ન થાય છે, અને બીજા ક્ષણમાં (સમયમાં) નાશ પામે છે. જ્યારે આમ છે, ત્યારે હિંસનક્રિયા, હિંસ્ય અને હિંસાની સિદ્ધિ થતી નથી. જેમ ચિત્રે એક સમયમાં મિત્રને માર્યા. ચિત્રનો તથા મિત્રનો આમા બીજા સમયમાં નષ્ટ થશે. ત્યારે બીજા સમયમાં ઉપન્ન થએલા આત્માને પ્રથમ સમયમાં ચિત્ર કરેલા પાપનું ફળ લાગી શકે નહીં, કારણ કે બીજા સમયમાં ચૈત્રનો આત્મા નષ્ટ થયું છે. જ્યારે આ પ્રમાણે હિંસકે કઈ ઠર્યો નહી, તે હિંસા પણ સિદ્ધ થઈ નહિ, અને જ્યારે હિંસા સિદ્ધ થઈ નહીં, ત્યારે તેનું ફળ દુઃખ વિગેરે પણ સિદ્ધ થતું નથી. જે કહેશો કે પ્રથમના આત્માએ પાપ કર્યું, અને બીજા આત્માને તે લાગ્યું. તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે બીજા
For Private And Personal Use Only