________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮ )
ભાવ ત્યાગવા, ઇન્દ્રિયના વિકાશને કર્મમ ધહેતુ જાણી તેનાથી દૂર રહેા. પાતાના આત્માને ભવ્ય કહે કે, હે આત્મા ! તું તેા નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાસંગી છે. માટે અન્તરથી પરમાં ભળવાનો સંગ દૂર કર. રાગદ્વેષમય ચિત્તવૃત્તિથી પરમાં પરિણમવું, એ તારા ધર્મ નથી. જેમ હંસ મેાતીના ચાચરે છે, તેમ તું પણ તારા શુદ્ધધર્મના ભોગી છે. માટે પરવસ્તુમાં અહુત્વ, સુખત્વે બુદ્ધિથી પરિણમવું ચેાગ્ય નથી. હે ચેતન ! તુ પરસંગી થવાથી અનાદિકાળથી ભવમાં ભમે છે અને અપાર દુ:ખ પામે છે. અરેરે ! હજી ચેતન આવું સાંભળતાં સમજતાં છતાં પણ હજી સુધી તને વૈરાગ્ય આવતા નથી. હજી તારી પ્રથમના જેવી પ્રવૃત્તિ દેખાય છે. અરેરે ! તારી કેવી દશા થશે ! મળેલી સામગ્રી હારીશ નહિ. પોતાના સ્વરૂપમાં રમણતા કર, શુદ્ધસ્વરૂપી તું સદા છે, એમ અન્તર ઉપયેાગથી ધ્યાન કર. જ્ઞાનદર્શનરૂપ રત્નત્રયીના ભંડાર તુ છે. બાહ્યરત્નોથી ક્ષણીકસુખ મળે છે, અને આત્માની રત્નત્રયીથી તે અખંડ અન ́ત નિત્ય આત્મિકસુખ મળે છે. અર્થાત્ તુ રત્નત્રયીના ભંડાર છે. તારામાં એ રૂદ્ધિ છે, તેા કેમ હવે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી. પ્રયત્ન કરીને રત્નત્ર ચીને મેળવ. વચનઅગેાચર આત્મા છે. તેથી વાણીથી તારૂ શી રીતે વર્ણન કરી શકીએ ? હે ચેતન ! તું અકલ્પ છે
For Private And Personal Use Only