________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ ). છું. અન્ય મારૂં કઈ નથી. એ પ્રમાણે અદીન મનવાળા થઈ આત્માને ભાવે. એક મારે આત્મા શાશ્વત છે, અને તે રત્નત્રયી સમેત છે. બાકી શરીરાદીક બાહ્યભાવ પ્રપંચ, છે, સર્વ સંગ લક્ષણ રૂપ બાહ્યભાવોથી અહેવ મમત્વ ભાવ ત્યાગીને એક સ્વસ્વરૂપના ઉપગમાં રમણતા. કરવી. આમસ્વભાવ સન્મુખ થતી ચેતનાથી અનેક ભવનાં કરેલ કર્મને નાશ થાય છે. માટે રાગ દ્વેષ રહીત ચેતનાથી સ્થિર રસમ ભાવથી આત્માને ક્ષણે ક્ષણે ભાવ તે સંબંધી યુગ નિર્ણય નામના ગ્રંથમાં કહ્યું છે કે –
_| હોલ / दीपिका खलु निर्वाणे, निर्वाणपथदर्शिनी || शुद्धात्मा चेतना या च, साधूनामक्षयो निधिः ॥शा
એ પ્રમાણે શુદ્ધાત્મ ચેતનાનું અપૂર્વ માહાત્મ્ય જાણી, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ પિતાનું શુદ્ધ ચરણ છે. તથા પોતાના સ્વભાવમાં આવ્યાવિના ત્રણ લેકમાં કોઈ પણ ઠેકાણે તથા કોઈ પણ કાળે સુખ નથી. પોતાના સ્વરૂપમય થવું, એજ પરમ કર્તવ્ય મહાત્માઓ જાણે છે. પિતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન નિશ્ચય નયથી જાણીને આત્મામાં રમણતા કરવી. જગતમાં છે ચેતન ! તે અનેક જીનાં અનંત ભવમાં અનંત સગપણ
For Private And Personal Use Only