________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬ )
જુદા શરીરમાં પરિણમી શકે છે. આત્માને પયાયનયાપેક્ષાએ અનિત્ય માનતાં, કર્મસાથે પરિણમન ઘટી શકે છે. એકાંતનિત્ય માનતાં, કમસાથે પરિણમન થઇ શકતું નહોતું તે દોષના કથાચિત્ અનિત્ય માનતાં સર્વથા પરિહાર થાય છે. વળી કથાચિત્ દ્રવ્યાપેક્ષયા નિત્ય માનતાં, એકાંતઅનિ ત્યપક્ષમાં આત્માની ક્ષણમાં નષ્ટતા સિદ્ધ થતાં, હિંસાદિકની અનુપપત્તિ વિગેરે જેજે દોષ લાગતાહતા, તે સર્વના પરિહાર થાય છે. કારણ કે પચાયાથિક નયાપેક્ષાવડે આત્મામાં ક્ષણે ક્ષણે પયાયના વ્યય થાય, અને અન્યપર્યાયને ઉત્પાદ થાય, તેપણ દ્રશ્યરૂપે તે આત્મા નિત્ય હાવાથી, અને પર્યાયનુ ભાજન હોવાથી, બીજા ક્ષણમાં આત્માની અસ્તિતા સિદ્ધ થાય છે અને હિંસાદિકની પણ ઉપપત્તિ થઇ શકે છે. કારણકે, કૃતકર્મ, તથા પરિણામના કતા તથા ભક્તા આત્મા, દ્રબ્યાર્થિકનયની અપેક્ષાએ, સદાકાળ વિદ્ય માન છે-કર્મની પ્રકૃતિયા આત્માના પ્રદેશે સાથે સબધ ધરાવે છે, અને આત્મપ્રદેશે તે ધ્રુવ છે. દ્રવ્યપણે નિત્ય છે, તેથી કર્મ લાગવામાં તથા અન્યક્ષણ તથા અન્યભવમાં કર્મ ભોગવવામાં કોઈ જાતનો દોષ આવતા નથી. એકાંતનિત્ય આત્મા માનતાં, દેહનીસાથે આત્માને સંબધ થાય નહિ. એકાંતઅનિત્ય માનતાં, બીજા ક્ષણમાં આત્મા નષ્ટ થાય. પણ અનાદિકાળસિદ્ધ એવા નિત્યાનિત્ય પક્ષ આત્મામાં
For Private And Personal Use Only