________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૫ )
આત્મા અને પરમાત્માની ઐકયતા વા સ'પ કરાવનાર સો, છે, અને તે સોટ્ટ્થી આત્મભાવના પકવ થયાથી આન ંદ આનદ વ્યાપી રહે છે, અને તેથી દીનત્વના અને યાચકત્વના વિચારીને સદાને માટે જલાંજલિ મળે છે. નિયમ પણ એવે છે કે,—જેવી ભાવના કરશેા, તેવા તમે દેખાશેા. કાઈ પુરૂષ પેાતાને એમ માનશે કે, હું દરરોજ ક્ષીણ થતા જા" છું. એમ પ્રતિદિન ભાવના કરશે, તેા તે કેટલેક કાળે ક્ષીણ શરીરવાળા થશે. એક દુશ્મને પેાતાના વેરીને એક દીવસે જરા શેકમુદ્રાથી કહ્યું કે—તમારા શરીરમાં કંઇક રોગ થયા લાગે છે. પેલા પુરૂષ પોતાને રાગી માની કેટલેક દીવસે મહ માંદો પડયા, અને તેવી રાગની ભાવનામાં મૃત્યુ પામ્યા. મનમાં આંખલીની ભાવના કરવાથી મુખમાં પાણી છુટશે. સારી ભાવનામાં સારી શક્તિ રહી છે, અને નઠારી ભાવનામાં, નઠારી શકિતની વૃદ્ધિ થાય છે. ક્રોધ, માન, માયા લેાભ, હિંસા, વ્યભિચાર, વિશ્વાસઘાત, પ્રપચ, આદિના વિચાર કરવા તે નઠારી ભાવના છે. તેવીજ રીતે આત્માને પોતાના સ્વરૂપે સિદ્ધ સમાન માનવે દયા, દાન, ક્ષમા, સમતા, સમભાવધ્યાન, ધ્યાન, લય આદિના જે વિચારા કરવા, તે સારી ભાવના છે. નઠારી ભાવનાથી આત્માની અવનતિ થાય છે. અને તેથી નીચ ચેાનિમાં અવતાર ધારણ કરવા પડે છે. તેમજ સારી ભાવનાથી આત્માની ઉન્નતિ થાય છે.
For Private And Personal Use Only