________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬ર ). નશકિત પ્રગટે છે. ચિત્તવૃત્તિની એકાગ્રતા થતાં, પંચેન્દ્રિયવિષ્યમાં ઉપગ જડતો નથી. ત્યારે બહિર્મુખતાને પમતી જ્ઞાનશકિત અન્તર્મુખ કરે છે. અને પિતાના રવરૂપમાં વળેલી જ્ઞાનચેતનાથી આત્મગુણ સ્મરણયાનરૂપ કાર્ય થાય છે. તેના પ્રતાપે ચીકણું કર્મ પણ ભેદાય છે. અને જ્ઞાનના પ્રતાપે આત્મામાં થતા અનેક પ્રકારના સંયે પણ છેરાય છે. અન્તર્મુખ પામેલી ચેતનાથી પિતાનું રવરૂપ સ્પષ્ટ અનુભવાય છે. અને તેથી અન્તરના સત્યાનંદને ઝરો વહેવા માંડે છે. અને તેથી આનંદની છાયા મુખ ઉપર છવાય છે. અતર્મુખજ્ઞાનોપગથી સર્વ બાદાના વેપારની મારામારી શાંત થઈ જાય છે. અને તેથી આત્મા દુનીયાના - ષયિક સુખ કરતાં, અત્તરના અપૂર્વ સુખને ભોગ કરે છે આવી આત્માની સ્થિતિમાં નામાદિક સંજ્ઞામાં અહંવૃત્તિપણું કપેલું હતું, તે ટળી જવાથી, હું મારું છું કે હું વર્ધમાન છું તેનું ભાન રહેતું નથી. તેમજ જાતિ, કુળ, વંશ, કુટુંબ, શરીર, ધન વિગેરે બાહ્યવસ્તુનું ભાન ભૂલવાથી જાણે આત્મા વિના કશું નથી, એવું અતિ ભાન થાય છે. આવી ધ્યાનદશામાં કરોડોભવ સુધી ચારિત્ર, તપ, જપ કરવાથી જે કર્મને ક્ષય થતું, તેવા કર્મને ક્ષણમાં ક્ષય થઈ જાય છે. આવી દશામાં આત્મપ્રભુની પરાભક્તિ થાય છે. અને એવી પરાભક્તિથી રીઝીને આત્મપ્રભુ અનંત
For Private And Personal Use Only