________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮) છૂટ નથી. જગતમાં કોઈને ધનને રાગ હોય છે, કોઈને સ્ત્રીના ઉપર રાગ હોય છે. કોઈને કામ રાગ છે. કેઈને નેહરાગ હોય છે. કોઈને શરીર ઉપર રાગ હોય છે. ઈત્યાદિ સર્વ રોગને નાશ શ્રી સદ્ ગુરૂના ઉપદેશ વિગેરેથી થઈ શકે છે. પણ દ્રષ્ટિરાગત એવો પાપી છે કે તે મહાતમાઓને પણ દુર ત્યાજ્ય છે. કહ્યું છે કે
| ઋોફ્ટ છે. कामराग स्नहेरागाविषत्कर निवारणौ ॥ दृष्टिरागस्तु पापीयान् दुस्त्याज्यः महतामपि ॥१॥
દષ્ટિરાગથી મણિને બદલે કાચનું ગ્રહણ થાય છે. દષ્ટિરાગી પુરૂષ કપટીઓની કપટ જાળમાં ફસાઈ જાય છે. અને દષ્ટિરાગીથી સત્યાસચ ધર્મનો નિર્ણય થતો નથી. દષ્ટિરાણીનાં સત્યચક્ષુ મીંચાઈ જાય છે. દષ્ટિરાગી પુરૂષ વિષને અમૃત માની પાન કરે છે. દષ્ટિરાગી પુરૂષ ધોળા દિવસે આંધળો થઈ ચાલે છે. સત્ય ધર્મરૂપ સૂર્યને દેખવા દષ્ટિરાગી ઘુઅડની આચરણ કરે છે. વિવેકરૂપ મિત્રને દષ્ટિાગી ધકે મારી કાઢી મૂકે છે-મિથ્યાત્વરૂપ કુમિત્રને દૃષ્ટિરાગી પુરૂષ પ્રેમથી બોલાવે છે-કુમતિને સંગ કરી સુમતિને દષ્ટિરાગી દૂર કરે છે. દષ્ટિરાગી ભાંગ પીધેલાની પેઠે વા દારૂ પીધેલાની પેઠે આચરણ કરે છે. હારિલ નામનું પંખી કઈ
For Private And Personal Use Only