________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૬) ખાઈને, જે આનંદ પામો છે તેના કરતાં આત્માનુભવજન્ય સુખને અનુભવ થશે, તેથી અખંડ અનંત આનંદની પ્રાપ્તિ થશે. બાહ્ય જળથી જે આનંદ મળે છે, તે આ નંદ તે સમતા જળવાનના આનંદ આગળ હિસાબમાં નથી. બાહ્ય પદાર્થમાં ઈનિષ્ટબુદ્ધિથી તેમાં પોતાની મેળે તમે બંધાયા છે. અને કહે છે કે, અમને આત્માનંદની ખુમારી આવે; વાતોના તડાકા મારતાં, કંઈ તમને આત્માનંદસ્વાદ મળવાનો નથી. દુનીયાની ખટપટમાં તમે આખો દીવસ રાચી માચી રહે છે. એક ઘડી પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિચાર કરતા નથી. અને તમારે આત્માનો આ નંદ જોઈએ છીએ, તે શી રીતે મળશે? અધ્યાત્મનાં પુસ્તક વાંચી તેનું મનન કરવું. આત્માનંદી મુનિવરોની સંગતિ કરવી. અધ્યાત્મજ્ઞાનની હૃદયમાં ભાવના કરવી એમ પ્રતિદિન આત્મસ્વરૂપ જ્ઞાનાભ્યાસ કરતાં, આત્મરૂચિ પ્રગટશે. અને આત્મજ્ઞાનને જારી અભ્યાસ રાખીને, આત્મધ્યાન કરવાથી, કેટલેક કાળે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ અવરથા થશે. પક્ષાત્ અધ્યાત્મશબ્દને ભાવનાથી નિદિધ્યાસનથી, આત્મામાં રસ ઉતરશે. અર્થાત્ શબ્દ અધ્યાત્મથી ભાવઅધ્યાત્મની પ્રાપ્તિ થશે. પાત્ તેથી ખરેખર આનંદની ખુમારી પ્રગટશે. અધ્યાત્મનાં પુસ્તક વાંચ્યાં, અને ફક્ત આત્મા છે તે જ આનંદરૂપ છે. એટલું જાણ્યું, એટલે આત્મા
For Private And Personal Use Only