________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮) સુખ, વીર્યરૂપ અનંત ઘણું ધન કર્મરૂપ ધુળથી દટાએલું છે, તેથી જીવ પોતાને નિધન માને છે, અને પુદ્ગલ કે જે રૂપું, એનું, મેતી, વિગેરે છે, તેને ધન સમજી પગલે ભિક્ષા માગ્યા કરે છે. પણ જ્યારે પ્રાણીને શ્રી સલ્લુરૂને સમાગમ થાય છે, ત્યારે તેને ગુરૂ આત્મિક ધનજ્ઞાનચક્ષુ ઉઘાડી દેખાડે છે, તેથી આત્માને અનંત આનંદ સંપ્રાપ્ત થાય છે. અને પછી મનમાં વિચારે છે કે અહે સત્યધન તે મારા આત્મામાં છે. બાઘધન તે અનંત સિદ્વજીવોની એંઠ છે. તે તો જડવસ્તુ છે. મારું ધનતે જડવસ્તુથી ભિન્ન છે, એમ ખરેખર જ્ઞાનથી વિશ્વાસ થતાં
જીવની ધનાર્થે સુખાર્થે બાહ્યભાવમાં થતી પ્રવૃત્તિ સહેજે ટળે છે. અને આત્મા નિવૃત્તિમય બને છે. અને આત્મગુણ ભાવનાથી આત્માને ભાવતે ભેદજ્ઞાની આત્મા અનંતસુખને ભેગી બને છે. આત્માને શાંતભાવરૂપ અમૃતરસનું આ સ્વાદન કરતે છતે, આત્મા પૂર્ણ બ્રહ્મસ્વરૂપને અભ્યાસી બની, અનંત આનંદ રસને સમયે સમયે આસ્વાદ લે છે. બ્રાસવરૂપને આનંદ ભેગવી, આત્મા સાંસારીક સુખને વિષ્ટસમાન લેખે છે. અને ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્રની પદવીને પણ બાળચેષ્ટા સમાન ગણે છે. આત્મા પ્રભુનું ધ્યાન કરતાં પરમાત્મ સ્વરૂN પ્રગટે છે તે ઉપર શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે –
For Private And Personal Use Only