________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪) अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायते પતિ ||
ભાવાર્થ-નિગમ, સંગ્રહ, વ્યવહાર, એ ત્રણ નય પંચજ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને ગ્રહે છે. અને ચોથે રજુસત્રનય, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને વજીને છને ગ્રહણ કરે છે. અત્રે પ્રશ્ન કરે છે કે રૂજુમૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને કેમ ગ્રહણ કરતો નથી; અત્રે ઉત્તર કે, મતિજ્ઞાન છે, તે શ્રુતજ્ઞાનનું કારણ છે. અને મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાનનું ઉપકારક એટલે કારણ છે, માટે સારાંશ કે શ્રુતજ્ઞાન, અને શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરીને, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન નષ્ટ થઈ જાય છે. શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ બેને અંગીકાર કરે છે. અત્ર પ્રશ્ન કે, બાકીનાં ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને કેમ શબ્દનય વિષય કરતે નથી? પ્રત્યુત્તરમાં જાણવાનું કે મતિ, અવધિ, અને મનઃપર્યાવ, એ ત્રણ જ્ઞાનતો કૃતજ્ઞાનનાં ઉપકારક છે, અર્થાત્ કારણભૂત છે. તેથી તેનું ગ્રહણ કર્યું નથી. અને ત્રણ અને જ્ઞાનતે મિથ્યાષ્ટિને હોય છે. અને શબ્દનયત સમકિતને ગ્રહણ કરે છે. તેથી ત્રણ અજ્ઞાનને શબ્દનય ગ્રહણ કરતું નથી. શબ્દનયના પ્રતાપથીજ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આપ્તવચનમાં પ્રામાણ્ય આવે છે. ઇત્યાદિ સ્વરૂપ જાણવું.
For Private And Personal Use Only