________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૫ )
રૂતિ નવાગા દિદ્ધા રૂવાથ ૨ વિદ્ધા लौकिकविषयातीता स्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥ १॥
ઈત્યાદિ નયવાદ વિચિત્ર એટલે અનેક પ્રકારે છે. કયાંક વિરૂદ્ધની પેઠે જણાય છે, પરંતુ વરતુતઃવિશુદ્ધ છે. તે નયવાદ લિકિકવિષયાતીત છે. કારણકે નયવાદમાં બુદ્ધિમાન પુરૂષો પણ મુંઝાય છે. એ નયવાદ તત્વજ્ઞાનને માટે જાણવા ગ્ય છે, તિસાનથvમુ.
એમ દ્રવ્યાદિકની સ્વદ્રવ્યમાં અસ્તિતા અને પારદ્ર વ્યની સ્વદ્રવ્યમાં નાસ્તિતાનું સાપેક્ષપણે વર્ણન કરતાં પ્રસંગોપાત નયાદિકનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ વિષયને કહે છે. દરેક દ્રવ્યમાં સમયે સમયે રવદ્રવ્યાદિકની અનંતી અસ્તિતા વર્તે છે, અને પરદ્રવ્યાદિકની અનંતી નાસ્તિતા વર્ત છે. જે પરદ્રવ્યની નાસ્તિતા આત્મામાં ના આવે, તે પરદ્રવ્યની અસ્તિતાને નાશ થાય. વા આત્મદ્રવ્ય તે પરદ્રવ્યમાં અસ્તિરૂપે પરિણમવાથી સર્વ દ્રવ્ય એકરૂપ થઈ જાય. માટે પદ્રવ્યની નાસ્તિતા આત્મદ્રવ્યમાં વર્તે છે. અને આત્મદ્રવ્યની નાસ્તિતા પરદ્રવ્યમાં વર્તે છે. તેથી પ્રત્યેક દ્રવ્ય વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન વર્તે છે.
હવે આ પ્રમાણે પદ્રવ્યનું સ્વરૂપ જાણું આત્મદ્રવ્ય
For Private And Personal Use Only