________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ ) આદિ અને ત્યાગ કરતાં અંત થાય છે. પણ લેકાંત સિદ્ધક્ષેત્રના સિદ્ધજીને તત્રસ્થ આકાશપ્રદેશોની સાથે સંબંધ છે, તે આદિ અનંતમે ભાંગે જાણવો. લોકાકાશ અને પુગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે. આકાશ પ્રદેશની સાથે પુદ્ગલ પરમાણુને સાદિ સાંત સંબંધ છે. એમ આકાશની પેઠે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પણ સંબંધ જાણો. જીવ અને પુદ્ગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે, ભવ્યને પુદ્ગલને સંબંધ અનાદિ સાંત અને અભવ્યને અનાદિ અનંત સંબંધ છે. અત્ર સમજવું કે કર્મ જડ છે, તો પણ તે આશાની અશુપરિણતિગે આ માને લાગે છે, અશુદ્ધ પરિણતિ અનાદિકાળથી છે, તેથી કર્મપણ જીવને અનાદિકાળથી લાગ્યાં છે, અન્ય કોઈ કર્મ લગાડનાર નથી.
નિશ્ચયથી છએ દ્રવ્ય સ્વભાવ પરિણામે પરિણમ્યા છે. અને પ્રત્યેક દ્રવ્યનો સ્વભામાં પરિણામ શાસ્વત છે. તે પરિણામ અનાદિ અનંતમે ભાંગે છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય બે પરિણમ્યાં છે. તે વિભાવ પરિણામ છે. પુગલને પરિણામ સત્તાઓ અનાદિ અનંત છે. અને પુદ્ગલનું મિલવું વિખરવું સાદિસાંત છે, જીવદ્રવ્ય પુગલ સાથે મળેલ હોય. ત્યારે સક્રિય છે, અને કર્મરૂપ પુદ્ગલથી રહીત થાય ત્યારે અકિય છે. પુદ્ગલદ્રવ્ય સદા સક્રિય છે.
For Private And Personal Use Only