________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) ધ્યાત્વીને પણ હોય છે. શબ્દનય કહે છે કે, ધર્મનું મૂળ સમકિત છે. માટે સમકિત તેજ ધર્મ કહેવાય છે અને સમભિરૂઢનય કહે છે કે, જીવઅછવાદિ નવ તત્વ તથા છ દ્રવ્યને ઓળખીને જીવસત્તા ધ્યાવે, અછવને ત્યાગ કરે.
એ જ્ઞાનદર્શન ચારિત્રને શુદ્ધ નિશ્ચય પરિણામ તેજ ધર્મ છે. એ નય સાધક સિદ્ધના પરિણામ તેને ધર્મપણે લીધા. એવંભૂતના મતે શુકલધ્યાન રૂપાતીતના પરિણામ, ક્ષકશ્રેણિ કર્મક્ષયને કારણ તે ધર્મ. મોક્ષરૂપ કાર્ય ન કરે તે ધર્મ. એમ સાતનયથી ધર્મ જાણો.
હવે સાતન સિદ્ધપણું કહે છે. સર્વ જીવના આઠ રચકપ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ હોવાથી સર્વ જીવ સિદ્ધસમાન છે.
સંગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન હોવાથી સર્વ જીવ સિદ્ધ છે, એ સંગ્રહનયે પર્યાયાર્થિક કરી કર્મ સહિત અવસ્થાને ટાળીને દ્રવ્યાથિકન કરી સિદ્વ સમાન અવસ્થા સર્વ જીવોની અંગીકાર કરી. - વ્યવહાર નય કહે છે કે, વિદ્યાલબ્ધિ પ્રમુખગુણથી સિદ્ધ થયા તે સિદ્ધ. આ નયે બાહ્ય તપજ આદિ ધર્મ અંગીકાર કર્યો. રૂજુસૂત્રના મતે જેણે પોતાના આત્માની સિદ્ધપણાની સત્તા ઓળખી, અને ધ્યાનના ઉપગમાં વર્તે છે, તે સમયે તે સિદ્ધ જાણ. એ જે સમકિતી જીવ
For Private And Personal Use Only