________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૧ ) બીજા અધર્માસ્તિકાયના ચાર પર્યાય છે. એક કંધ: બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને અગુરુલઘુ. પુદ્ગલ, દ્રવ્યના ચાર પર્યાય છે. એક વર્ષ બીજો ગંધ, ત્રીજો રસ, અને ચોથો સ્પર્શ અગુરુલઘુસહિત. તથા આકાશાસ્તિકાયના ચાર પર્યાય છે. એક કંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને ચોથે અગુરુલઘુ. તથા કાલદ્રવ્યના ઉપચારે ચાર પર્યાય છે. એક અતીતકાલ, બીજે અનાગતકાલ, ત્રીજે વર્તમાન કાલ, ચે અગુરુલઘુ. તેમજ જીવદ્રવ્યના ચાર પર્યાય છે. એક અવ્યાબાધ, બીજો અનવગાહ; ત્રીજે અમૂતિક, ચેાથે અગુરુલઘુ. એ છ દ્રવ્યના પથ પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંતમે ભાંગે જાણવા.
એ છ દ્રવ્યના ગુણપયનું સામ્યપણું કહે છે. અગુરુલઘુ પર્યાય બદ્રવ્યોમાં સરખો છે. અરૂપીગુણ પગલદ્રવ્યને ટાળીને પંચદ્રવ્યમાં વર્તે છે. અચેતનગુણ પંચદ્રવ્યમાં વર્તે છે. સકિયગુણ પુદ્ગલ અને વ્યવહારથી છવદ્રવ્યમાં વર્તે છે. નિશ્ચયથી સકિયગુણ છવદ્રવ્યમાં વર્તતા નથી. ચલનસાહાસ્યગુણ એક ધર્માસ્તિકાયમાં છે. રિસાહાટ્યગુણ એક અધર્માસ્તિકાયમાં વર્તે છે. અવગાહના ગુણ એક આકાશ દ્રવ્યમાં વર્તે છે, બાકીના પંચદ્રવ્યમાં નથી. વર્તનાગુણ તે એક કાળદ્રવ્યમાં છે, તથા મિલનવિખરણગુણ તે એક પુગલદ્રવ્યમાં છે. અન્યદ્રવ્યમાં નથી. તથા જ્ઞાનચેતનાગુણ એક ૨૧
For Private And Personal Use Only