________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭) થ, તેમાં દ્રવ્યપણું તો પ્રથમ જેવું હતું, તેવું પરમાભદશા થતાં પણ છે, પણ પ્રથમ આત્માના જ્ઞાનદર્શનચારિત્રરૂપપર્યાય કર્મયોગે અશુદ્ધ હતા, તે કર્મ ટળતાં શુદ્ધપર્યાય તે જ વિશેષ પરમાત્માપણું જાણવું. આત્માને નિત્યપણે તથા અનિત્યપણે જાણ્યા વિના, તથા આત્માને એક પણે તથા અનેકપણે જાણ્યા વિના સમ્યક્ આત્મજ્ઞાન થતું નથી. નિત્યાનિત્વપણું દર્શાવે છે. પ્રથમ એકાંત પક્ષ દર્શાવે છે.
છો. तत्रात्मा नित्य एवेति, येपामेकान्त दर्शनम्; हिंसादयः कथं तेषां, कथमप्यात्मनोऽव्ययात्.
ત્યાં આત્મા નિત્યજ એકાંતે છે, એવું જેઓનું એકાંત દર્શન છે, એવા સાંખ્ય, વેદાંતી, નિયાયિક, મીમાંસકના માતમાં, હિંસાદિકની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે તેમના મતાનુસારે આત્માનો નાશ નથી. માટે કથંચિત્ આત્માને નાશ માનવામાં આવે તો હિંસાદિક થાય છે. પણ તે તો આત્માને નિત્ય માનનારા માનતા નથી. માટે તેમના માતાનુસારે હિંસાદિક નહી ઘટવાથી, દયાદિકની સિદ્ધિ થતી નથી. આત્માને નિત્ય એકાંતવાદી હિંસાદિકની સિદ્ધિ અર્થ ઉત્તર આપે છે તે નીચે મુજબ.
For Private And Personal Use Only