________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૬) धर्मसिद्धि नवनिधिहे घटमें, कहा ढुंढत जइ काशीही; जश कहे शांत सुधारस चाख्यो, पूरन ब्रह्म अभ्यासीहो. चि० ६
શ્રી ઉપાધ્યાયજી કહે છે કે પુગલથી ન્યારે ચિતન્ય સ્વરૂપ મારો અવિનાશી છે. પુલના મેલ સમાન ખેલ સર્વ વિનાશી છે. મારે જ્ઞાન આનંદસ્વરૂપ આત્મા તે અવિનાશી છે. અનાદિકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે તે પણ જીપણું નાશ પામ્યું નથી. અનંતકાળ જશે તો પણ જીવત્વપણું તેવું ને તેવું રહેવાનું. આત્મા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. ગતિ પર્યાયાદિક સર્વ અશુદ્ધ પર્યાય છે. રાગ દ્વેષ અષ્ટકર્મની વર્ગણ, પંચ શરીર, આદિ સર્વ પર્યાય છે, તે પુગલ સંબંધે છે. અને પુલના સંબંધ ગે, આત્માને જે વિભાવ પર્યાય બને છે, તેને અશુદ્ધ પર્યાય કહે છે. અભવ્ય જીને અશુદ્ધપર્યાયની રિથતિ અનાદિ અનંતમે ભાંગે છે. કારણ કે, અભવ્યજીવોને અશુદ્ધપર્યાય નહી બદલાવાને સ્વભાવ હોવાથી, પર્યાયની શુદ્ધિ થતી નથી, અને પર્યાયની શુદ્ધિ થયા વિના મુક્તિ નથી. ભવ્યજીવોને અશુદ્વપર્યયની સ્થિતિ અનાદિશાંત ભાંગે હોય છે. શુદ્ધપયાચની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ સાદિ અનંત છે, અને સમયે સમયે શુદ્ધ પર્યાયને પણ ઉત્પાદ વ્યય થાય છે, તેની અપેક્ષાએ સાદિ સાંત ભંગ જાવે. અમા પરમાત્માસ્વરૂપ
For Private And Personal Use Only