________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬૭ ). દેતાં. આંખો મીચી એક નિષ્ઠાથી પ્રવૃત્તિ કરજે. શુદ્ધપ્રવૃત્તિદ્વારા પરમાત્માવસ્થાની સિદ્ધિ, જગના જીવને રાજી રાખવાથી, થતી નથી. માટે આયુષ્ય અને પ્રાપ્ત સામર્થ્યને ઉપગ આત્મશુદ્ધિ માટે પૂર્ણ ધર્મ તથા ઉત્સાહથી કરે. જગત્ જીવોએ તે શ્રી તીર્થકર જેવાને પણ નિર્દોષ કહ્યા નથી, તો તમે તે શા હિસાબમાં આટલી વાત ધ્યાનમાં રાખે કે બીજા તમને કરેલાધિપતિ કહે, તેથી તમારા ઇરમાં કંઈ પચીસ રૂપૈયા પણ આવવાના નથી. તેમ અન્ય જગજજને તમને સારા કહેશે તે તમારા આત્માની જેવી સ્થિતિ છે, તે કંઈ કિંચિત્ પણ વૃદ્ધિ પામવાની નથી. તે પછી મનુષ્યને વ્યર્થ સંતોષ પમાડવા, તથા તમારા આત્માને વ્યર્થ સંતોષ પમાડવા, મનુષ્યકાળને દુરૂપયોગ કેમ કરે? બીજાઓને મરછમાં આવે તેમ બબડવા દો. તમારી શુદ્ધ પ્રવૃત્તિથી મંગલમાલા કંડમાં આરપાઈ છે, એમ નિશંકરીયા સમજજે, આત્મિકશુદ્ધપરિણતિ ઇચછનારની ગ્યતા સામાન્ય પ્રકારની નથી. તેને સોમણની તળાઈમાં શયન કરવાનું નથી. શુદ્ધ પરિણતિની તવેચ્છા, અને તે દ્વારા ઉત્પન્ન થતો અસાધારણ પુરૂષાર્થ, એ બંનેની અખંડ જાગૃતિથી શુદ્ધ પરિણતિના સન્મુખ ગમન થશે. શુદ્ધ પરિણતિ માટે સર્વપ્રકારની બાજુ ખેચ્છાઓ ત્યજીદેવાની જરૂર છે. ભસવું અને આટો ફાક એ બે કામ
For Private And Personal Use Only