________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭ર) તમારા હૃદયમાં સ્વાર્થરૂપ રાફડે કરી, તેમાં કપટરૂપ કાળનાગ વસે છે, તેને યુક્તિ પ્રયુક્તિથી દૂર કર, હૃદયમંદિર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્ન કરે, પણ કાર્યસિદ્ધિ થશે નહીં. તમારું હૃદયક્ષેત્ર અગ્યતા મલીનતારૂપ ખારી માટીથી ખરાબ બન્યું છે, ત્યાં સુધી તેમાં આમશુદ્ધ પરિણતિરૂપ ફલાળે, આત્મોપાસનારૂપ બીજ વાવશે, તે નકામું જવાનું છે. ખારી માટી સમાન દુર્ગુણ હદયક્ષેત્રમાં વાવેલું આત્મપાસનારૂપ બીજ નકામું જશે. બાહિરથી અનેક પ્રકારનાં ટીલા ટપકાં છાપ વિગેરે લગાવી માની લો કે મારા હૃદયમંદિરમાં ભગવાન પધાર્યા. પણ આ તમારૂ માનવું મંકજટાવત્ તથા મનુષ્યશૃંગવત ફેક છે. જ્યાં સુધી તમે સ્વાર્થ સાધક છે, અને વેર ઝેર નિંદા વિશ્વાસઘાત વિગેરે અપકૃત્યથી હૃદયમંદિરને ઇરાબ દુર્ગધી બનાવતા રહે છે, ત્યાં સુધી ઉપરનાં ટીલાં ટપકાં છાપ વિગેરે લાખે ચિન્હ લગાવે, મેરૂ પર્વતની જેટલી ભમ શરીરે ચોપડે. ફેનોગ્રાફ યંત્રની પિડે જડવત્ બની, અનેક પ્રકારનું ગાન કરે, પણ તેથી આત્મપ્રભુ સંતુષ્ટ થશે નહીં, અને હદયમંદિરમાં વાસ કરશે નહીં, એમ નક્કી સમજજે. હાથીના દાંત ચાવવાના જુદા, અને દેખાડવાના જુદા, એવી બે ભાવવાળી કપટવૃત્તિને તમે હદયમાં વાસ કરવા દે છે, ત્યાં સુધી હદયમંદિરમાં
For Private And Personal Use Only