________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ )
નેજ હૃદયસિહાસન ઉપર બેસાડવાથી કદી તે પુરૂષ સહજ શાશ્વતસુખના ભાક્તા થઈ શકતા નથી. તેવા અજ્ઞ પુરૂષ ચિંતામણિરત્ન મૂકીને કાચના કડકા ગ્રહણ કરે છે. વળી તે અમૃત મૂકીને વિષનું ગ્રહણ કરે છે. વળી તે કામધેનુ મૂકીને રાસભને ગ્રહે છે. વળી તે પરમેશ્વરનું પૂજન ત્યાગ કરી ભુતપ્રેતનું પૂજન કરે છે. કારણકે,જ્ઞાન સુખ વિગેરે આત્માના ગુણા છે. રાગ, શેક, દુ:ખ એ આત્માના ગુણે નથી. આત્માના ગુણાના ત્યાગ કરી, અન્યબહિરાત્મભાવના ધારણ કરે છે, તે અજ્ઞાની છે. તે પુદ્ગલા નદિ હાવાથી આત્મધર્મની ગંધપણ સમજતો નથી, એમ સમજી લેવું. શાતાવેદનીયના સયાગામાં અને અશાતાવેદનીયના સયાગામાં પણ, એ સયાગાથી આત્માને ભિન્ન ધારીને અન્તરથી આત્માના સુખાગુિણાની દ્રઢ નિશ્ચય ધૈર્યથી ભાવના કરવી કે જેથી શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થાય. હું શરીરી છું; પ્રાણી છું, એમ તમારૂ ધારવું મિથ્યા છે, શરીર વા પ્રાને ધારણ કરનાર વ્યવહારથી આત્મા કથાય છે, પણ નિશ્ચયથી જોતાં આત્મા ભિન્ન છે; અને શરીર પ્રાણ પણ ભિન્ન છે. હું અનંતજ્ઞાન દર્શનચારિત્રમય છું. એવી સતત ભાવના કરવી. આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે, એમ ધ્યાનથી અભેદપણું ચિંતવ્યા કરે કે જેથી અન તસુખનો પ્રકાશ તમારા અનુભવમાં આવે. તમે શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાને
For Private And Personal Use Only