________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રપ) તિદિન કયા કરવી. હે ભો! તમે યથાશક્તિ પ્રાપ્ત જ્ઞાનદ્વારા શુદ્ધ પ્રવૃત્તિ કરતા રહે. તમારી શુદ્ધ પ્રવૃત્તિનું સ્વરૂપ અન્યને સમજે નહી, તેથી નિંદા કરે, દોષ જુએ, તેથી તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિને નિર્દોષ ઠરાવવા, દેવી જનની આગળ કંઈ પણ પ્રયત્ન કરશો નહીં. દુનીયા દોરંગી છે, આજ કેઈની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિ સિદ્ધ કરી આપી, તે વળી કાલ હજારો પુછશે, તે સર્વ મનુષ્યની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિની સાબીતી કરતાં કરતાં થાકી જવાના, અને વળી તમે નિર્દોષ થવાને જે ઇચ્છા ધરાવે છે, તેથી જ હજી તમે આત્માભિમુખતા પ્રાપ્ત કરી નથી. જે આત્માભિમુખતા પ્રાપ્ત કરી હોય, તો ભલે કોઈ તમારી શુદ્ધ પ્રવૃત્તિને દોષવાળી કહે, તેથી તમારું કંઈ બગડવાનું નથી. દર્પણમાં જે જે વસ્તુઓનાં સારાં અગર બોટાં પ્રતિબિંબ પડે છે, તે જેમ દપણથી ન્યારાં છે, તેમ કેઈ આત્મસાધક પુરૂષની નિંદા કરે, અથવા સ્તુતિ કરે, તો પણ તેથી આત્મસાધકને કંઈ લાગતું નથી. તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિ અર્થે નિશંક રહે. તમને કોઈ સારા અગર ખોટા કહે, તે પણ તમે જરા માત્ર શબ્દોચારણ સંબંધી લક્ષ આપશે નહીં, તમારી શુદ્ધ પ્રવૃત્તિ આપોઆપ સૂર્યની પેઠે સર્વત્ર પ્રકાશ કરતી ભવ્યજીના હૃદયને આનંદ અર્પશે. શુદ્ધ પ્રવૃત્તિ કરનારા પુરૂની નિંદા કરે, એવા મનુષ્યની શું ઓછાશ છે? ના,
For Private And Personal Use Only