________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) ઉપાધ્યાય, રવિર વિગેરે પણ સાધુપદમાં સમાય છે. અને શ્રાવક ભકત કહેવાય છે. અને ભકતોને ઉદ્ધાર તો સ્વામિની આજ્ઞા માનવાથી થાય છે. ગુરૂરૂપ સાધુ મહારાજે બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારની ગ્રંથીને ત્યાગ કર્યો છે, માટે તે નિગ્રંથ કહેવાય છે, એવા નિગ્રંથને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. નરપતિ, ચક્રવર્તિ અને સુરપતિ પણ, જેમના ચરણકમલ સેવે છે, એવા નિગ્રંથને નમસ્કાર કરવાથી ચારિત્રમેહનીય ક્ષય થાય છે, અને આત્મા ચારિત્રસન્મુખતાને ભજે છે. જેણે સમકિતદાન આપ્યું છે, એવા સાધુરૂપ શુરૂ પાર્ટીમણિસમાન છે. જેમ પાર્શ્વમણિને સંગ થતાં, લોહ સુવર્ણતાને પામે છે, તેમ સદ્ ગુરૂ મુનિરાજની સંગતિથી, જીવરૂપ લેહ પરમાત્મરૂપ સુવર્ણતાને પામે છે. સર્વ ઉપકાર શિરોમણિ સગુરૂ મુનિરાજ છે. અન્નદાન, વરદાન, પ્રાણદાન, અનુકંપાદાન, ઉચિતદાન, સુપાત્રદાનાદિ સર્વ દાનમાં સમકિતનું દાન તે મેટામાં મોટું છે એવા સમકિત દાન દાતાર તથા ચારિત્ર દાન દાતાર નિગ્રંથને પુનઃ પુનઃ નસરકાર થાઓ. ધમૈદાન દાતાર સદ્ ગુરૂનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. સશુરૂને વિનય કેવી રીતે કરો, તે સંબંધી વિશેષ વર્ણન અમદીયકૃત અનુભવ પરિચશી નામના ગ્રંથમાંથી જોઈ લેવું.
For Private And Personal Use Only