________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાર ) થયાં છે એવા આ વિષમ કલિકાળ પંચમા આરામાં સૂર્યસમાન; સ્વપરપ્રકાશક, અલ્પષ્ણુરૂઓ હોય છે. બાકી ધામધુમ અને ઢંગમાં, ગીતાર્થ પરતંત્રતા વિના અજ્ઞાની છે વર્તે છે, અને અન્યને પણ પિતાની માયાજાળમાં ફસાવે છે. કેટલાક તે ગ્રહથાવાસમાં વસી પિતાને ગુરૂ મનાવી, ખમાસમણ દેવરાવે છે. તેવા માન પૂજાના અભિલાષી પામર જી જનાજ્ઞાવિરાધગધી પુનઃ પુનઃ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અન્ય જીવોને કરાવે છે. જનાજ્ઞાનું આરાધન કરનારા સગુરૂનું શરણ કરવું. તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. તેમને વિનય કરવામાં ખામી રાખવી નહીં', દેવ ગુરૂ અને ધર્મની પ્રાપ્તિ મહા દુર્લભ જાણી, ધર્મરાધક થવા માટે ગુરૂઉપદેશનું વારંવાર શ્રવણ કરવું. અજ્ઞાનીઓના પાસમાં ફસાવું નહીં. સગુરૂનાં ઉપદેશવચને હૃદયમાં ધારણ કરી, અંતમાં રમણતા કરવી. બાહ્ય દશાભરપુર કુગુરૂઓની સંગતિ કરવી નહીં. શ્રી મુનિ સુંદરસૂરિમહારાજાએ ઉપદેશરત્નાકર ગ્રંથમાં કુગુરૂ અને સુગુરૂઓનાં લક્ષણ બતાવ્યાં છે. તે જાણી સુગુરૂનું શરણ કરવું. બાહ્યગમાં અથવા. બાહ્યાચારમાં ધમ માની અંતરઆત્મસ્વરૂપમાં રમણ નહિં કરવાથી આત્મગુણરૂપ ધનનું આચ્છાદન થાય છે, તે જણાવે છે.
For Private And Personal Use Only