________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮) નાથી ભરપૂર હોય છે. વ્યવહાર વતનવિના શુષ્ક અધ્યામીઓને વૈરાગ્ય ફાતડાના વિલાપ જેવો લાગે છે. નિશ્ચયનય ફક્ત આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે પણ તે વ્યવહાર પ્રયત્ન વિના કંઈ પ્રાપ્ત થતું નથી. ઘડાનું સ્વરૂપ જાણ્યું, તેટલાથી જ કંઈ ઘટની પ્રાપ્તિ થતી નથી, પણ ઘટને બનાવવાની ક્રિયારૂપ વ્યવહારપ્રવૃત્તિ કરીએ તો ઘટ બને છે. તેમ આત્મા પરમાત્માસ્વરૂપ છે, એમ અનેક યુક્તિથી જાણ્યું, પણ આત્મા પરમાત્મારૂપ થાય, તેવી વ્યવહારધર્મકિયા નહી કરીએ, તો કર્મને ક્ષય શી રીતે થઈ શકે. માટે ભવ્યજીવોએ વિચારવાનું કે કાર્યની સિદ્ધિ અર્થ કારણનું અવલંબન કરવું જોઈએ. જેટલા પરમાત્મસ્વરૂપ થયા, તેમણે ભાવના, ધ્યાન, ધર્મક્રિયારૂપ કારણવિના મુકિતરૂપ કાર્ય ઉત્પન્ન કર્યું નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાયાવિના, ગુણસ્થાનકે ચઢાતું નથી. અને કર્મને ક્ષય થતો નથી. ઉપાદાનકારણ અને નિમિત્તકારણના જ્ઞાનવિના આત્મહિત થતું નથી. જે લોકે ઉપાદાનકારણને અવલંબવું માની, નિમિત્તકારણને ઉથાપે છે, તેઓ જીનેશ્વરને મત જાણતા નથી. માટી તેજ ઘટરૂપ થાય છે, પણ દંડચક કુંભાર વિગેરે ના હોય, તે એકલી માટી પિતાની મેળે ઘટરૂપ બની શકતી નથી. તેમજ આત્મા એકલા ઉપાદાન કારણથી પરમાત્માસ્વરૂપ બની શકતું નથી. દેવગુરૂ
For Private And Personal Use Only