________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
થવાથી, સ્વયમેવ અહંવૃત્તિ ટળતાં, આત્મા પિતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ વળે છે. અન્તરલક્ષ્યની ઉપેક્ષા કરતાં આત્માભિમુખતાની સિદ્ધિ થતી નથી. અધુના પંચમકાળમાં શ્રી સર્વરતીર્થકર મહારાજાએ કથન કરેલું યાદ્વાર દર્શન છેદાય છે. સ્યાદ્વાદદર્શનનું જ્ઞાન સૂકમ બુદ્ધિ વિના થઈ શકતું નથી. વીરલા ભવ્ય સ્યાદ્વાદદર્શનને સૂફમબુદ્ધિથી જાણે છે. ઉપદેશક પણ સૂક્ષ્મજ્ઞાનના અભાવે, સ્થળપદાર્થોનું વર્ણન કરનારા હોય છે. અને શ્રોતાઓ પણ ભૌતિક પદાર્થમાં સ્વાત્મોન્નતિ માનનારા હોય છે, તેથી સૂક્ષ્મતત્વજ્ઞાન ગુરૂગમ દ્વારા લેતા નથી. અને આપમતિથી છપાએલા ગ્રન્થો વાંચવાથી પરંપરા ચાલતો આવેલો અનુભવ, તથા પરંપરાએ ચાલતું આવેલું ગુરૂગમજ્ઞાન તેનો નાશ થાય છે. અંતરમાં ખરેખરી લાગણી થયા વિના અને આત્મશ્રદ્ધા પ્રગટયા વિના, સ્વામેન્નતિના શિખરે પહોંચાતું નથી. કાળના માહાસ્યથી જનદર્શનની ઉન્નતિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. ભએ સ્વપરપ્રકાશક એવું જ્ઞાન પ્રથમ સંપાદન કરવું જોઈએ. સત્યસ્યાદ્વાદજ્ઞાન પ્રાપ્ત કરવાથી, ભાતિક પદાર્થમાં મમત્વયેગે થતી અસ્થિરતાને નાશ થાય છે. અને અંતર્ આત્મસ્વરૂપમાં જ્ઞાનવડે સ્થિરતા થાય છે. પણ અજ્ઞાનથી તે ઉલટી અસ્થિરતા. જેટલું અજ્ઞાન, તેટલી અરિથરતા; જે જે અંશે આત્મજ્ઞાન તે તે અંશે સ્થિરતા. જ્ઞાન હોય પણ બાપાધિને સંસર્ગ
For Private And Personal Use Only