________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫ ) મેરૂ પર્વતને કંપાવવાનું સામર્થ્ય પણ અંતરાત્મપ્રભુની સેવાથીજ પ્રગટે છે. પૃથ્વીનું છત્ર કરવાનું સામર્થ્ય પણ અંતરામપ્રભુની સેવામાં સમાયું છે. અવધિજ્ઞાન તથા મન: ૫ ચૈવ જ્ઞાનની સંપદા પમાડનાર પણ અંતરાત્મપ્રભુની સેવાજ છે. શ્રીકૃષ્ણ અને શ્રેણક નૃપને મુક્તિપદની પ્રાપ્તિ થશે, તે પણ અંતરામ પ્રભુના ધ્યાનથી સમજવું. રામ તથા પાંચ પાંડવોએ મુક્તિપદ પ્રાપ્ત કર્યું તે પણ અંતરાત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાનું માહાસ્ય જાણવું. પિતાની ભગિનીને ભોકતા ચંદ્રશેખ. ૨ રાજા પરમપદ પામ્ય, તે પણ અંતરાત્મપ્રભુની સેવાથી જ. જાલી, માલી, અને ઉવયાલી પણ શત્રુને જય કરનાર અંતરામપ્રભુની સેવાથી મુક્તિપદ પામ્યા. કંધસૂરિના પંચશત શિ શાણીમાં પલાતા છતા મુક્તિપદ પામ્યા, તે પણ અંતરામ પ્રભુની દયાનરૂપ સેવાથી જ. જેટલા જીવ સિદ્ધ થયા થાય છે, અને ' થશે, તે સર્વ અંતરાત્મા પ્રભુની સેવાનું મહાતમ્ય જાણવું. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ અષ્ટાંગ યોગથી પણ આત્મપ્રભુનું સેવન કરવું પડે છે. એ અષ્ટાંગ યોગની સાધન કરતાં, અનેક પ્રકારની શક્તિ જાગે છે, તે પણ આત્મપ્રભુ સેવન માહાત્મ્ય જાણવું. અષ્ટ દ્રષ્ટિપણે અંતરાત્મપ્રભુની સેવનારૂપ જાણવી. મુનિરાજનાં પંચ મહાવ્રત ઉચરવાં, અને શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચરવાં, ઈત્યાદિ વ્રત
For Private And Personal Use Only