________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩) माया ममता योगथीरे, कदी न शान्ति होय; शांति वर्ते आत्ममारे, निश्चयथी अवलोय. जगत्मां . ७ आत्मध्याने आतमारे, शान्तिधी भरपूर, बुद्धिसागर शांतिमारे, रहे सदा मगरूर. जगत्मां . ८
સત્યાત્યંતર શાંતિનો અનુભવ કરવા ઉદ્યમ કરો: અને જ્ઞાનથી આત્મામાંજ શાંતિ છે, એમ નિશ્ચય કરી, સદાકાળ, સત્ય શાંતિ અર્થ, ધ્યાનસ્થિરતારૂપ પ્રયન જે સેવવામાં આવશે, તો અનુભવ આવશે. શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથના સ્તવનમાં શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયે સારી રીતે વર્ણન કરી બતાવ્યા છે. ત્યાંથી વિશેષ સ્વરૂપ જોઈ લેવું. ચારિત્રમેહનીયને ઉપશમભાવ તથા ક્ષયોપશમભાવ, તથા ક્ષાયીકભાવ થતાં, સત્ય સહજ આ ત્મિક શાંતિને લાભ મળે છે.
અન્તરની સત્યશાંતિ ઉપાસ્ય છે, એવા જ્ઞાન વિના બાહાકિયા ફકત માન પૂજાળું કપટ કરવામાં આવે છે તેથી ખરી શાંતિ પ્રાપ્ત થતી નથી તેમજ બાહ્યાવૈરાગ્ય વિગેરેથી, પણ આત્મજ્ઞાનવિના ખરી શાંતિ પ્રાપ્ત થતી નથી આત્મજ્ઞાનવિના બાહ્ય કિયાને આડંબર આત્મકલ્યાણાર્થે થત નથી, તે જણાવે છે.
દુહા ! क्रिया काण्डमां छद्मता, बाह्यपणे वैराग; आत्मनाण बिन आतमा, त्यजे न परगण छाग. ७८
For Private And Personal Use Only