________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ ) અને વૃથા મરે છે. પ્યારા પદાર્થોની ઉપર અપ્રિયતા રહી છે, અને શાતાજન્યસુખની ઉપર દુઃખ રહ્યાંજ છે; ક્ષણભંગુર પદાર્થોને વાંછી, અથવા મેળવી, રાજી થવું એ પણ વ્યર્થ છે” જે વિચિત્રલહમીઓને મેળવી મન બહુ રાજી થતું હોય, તો હું એમજ ધારું છું કે તે સંપત્તિ પણ ઘણાં કઇ વેઠવાથી મળે છે, પાછું તેઓનું રક્ષણ કરવામાં પણ ઘણું કષ્ટ છે; અને રક્ષણ કરતાં પણ અવશ્ય જતી રહે છે. માટે તેઓ સંપત્તિ નથી, પણ વિપત્તિજ છે. જેમ પતંગીયું અગ્નિની શિખાઓમાં લંપટ થાય છે, તેમ હું પણ વિષયસુખની જ્વાળાઓમાં લંપટ થયે છું. આખો સંસાર દુઃખભેગોની પરાકાષ્ટારૂપ કહેવાય છે, તો દેહથી સુખ મળેજ ક્યાંથી ? મનરૂપ વાનરાની લીલાઓ દેખવા માત્રજ રમણીય છે. પણ પરિણામે વિનાશ ઉપજાવનારી છે; એમ મારા જાણવામાં આવ્યું, આ મનરૂપી ચારે મને લાંબા કાળ સુધી કનડી, દુઃખ આપ્યું છે, માટે હવે હું મનના વશ થઈશ નહીં. આ દેહ હું છું, અને આ ધનાદિક મારાં છે, એ રીતે મારા મનમાં કુરેલા ખોટા વિચારનું પરિણામ મેં જાણ્યું. વળી વિચારતાં જણાય છે કે, આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે જેના પ્રયત્નમાં હું દેરાઉ ? કઈ પણ વસ્તુ સારભૂત લાગતી નથી. આ જગતમાં જેને ઉત્પાદ છે, તેને વિનાશ નજરે દેખાય છે. માટે હું કઈ
For Private And Personal Use Only