________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) કરીશ. અશુદ્ધવૃત્તિનાં કાર્ય વેશ્યા સમાન સમજી, શુદ્ધવૃત્તિનું સેવન કરીશ. રાગદ્વેષરૂપ અશુદ્ધ વૃત્તિને હવે હું કષ્ટપ્રદા સમજીશ. આ પ્રમાણે અંતરાત્માની વાણીના ઉદગાર સાંભળી, શુક્રવૃત્તિ પ્રમોદભા થઈને કહેવા લાગી કે હે આત્મપતિ ! તું હવે જ્યારે પોતાનું સ્વરૂપ સમજે, ત્યારે સુખી થયે. હે આત્મા તને ધન્ય છે કે આવી વિવેકબુદ્ધિની પ્રાપ્તિ તેં કરી. આત્મા કહે છે કે, “હે શુદ્ધવૃત્તિ સ્ત્રી શ્રવણ કર. હું તારા સંગમાં રહેતો નહોતો તેનું કારણ અજ્ઞાન જ હતું. અજ્ઞાને મને સંસારરૂપ નગરના ચોરાશી લાખ ચઉટામાં રખડા, અને મને મોહરૂપકેફનું પાન અશુદ્રવૃત્તિઓ કરાવી, જ્ઞાનદર્શનચારિત્રરૂપ લક્ષ્મી લૂંટી લીધી. અશુદ્ધવૃત્તિએ એવી ઇન્દ્રજાળવિદ્યા પાથરી કે મને તેમાં કંઈ ભાન રહ્યું નહીં. સગુરૂના ઉપદેશથી મારી અંતરદષ્ટિ ખુલી, તેથી જાણ્યું કે, અહો ! હું ક્યાં અને જડના ધર્મે ક્યાં ! હું કયાં! અને અશુદવૃત્તિ કયાં ! અરે અશુદ્ધવૃત્તિની જેટલી દુષ્ટતા કહું તેટલી ઓછી છે ” શુક્રવૃત્તિ કહે છે, “હે સ્વામિનાથ ! તમે અશુદ્ધત્તિ વેશ્યાના ઘેર રહેતા હતા, અને તે તમને ફસાવી તમારું કાળજું ફેલી ખાતી હતી, તે સર્વ મારા જાણવામાં હતું, પણ તમે તેના વશમાં હતા, તેથી મારૂં કંઈ ચાલતું નહતું. મારી પાસે આવ્યાથી હવે તેનું કંઈ ચાલવાનું નથી. આત્મા કહે છે ?
For Private And Personal Use Only