________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫). છે. શ્રી વીરભગવાન્ સંસારાવસ્થામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાને સહિત હતા. તે પણ ગૃહસ્થાવાસમાં ભોગાવલિ કર્મના ઉદયે રહ્યા હતા. અને પદ્રિય વિષયભોગની સામગ્રી ભેગવતા હતા, પણ વૈરાગ્યબળ અને જ્ઞાનબળથી અંતરથી ન્યારાવર્તી, ઉદાસીનપણે જલપંકજવતું અલેપ રહેતા હતા. અને જ્યારે ભેગાવલી કર્મને ઉદય ક્ષીણ થઈ ગયે, ત્યારે લટની પેઠે ગૃહસ્થાવાસને ત્યાગ કર્યો.
પશમની ઈન્દ્રિયો દરેક પિતપોતાનું કાર્ય કરી શકે છે, પણ તે ઈદ્રિના વિષયેમાં રાગ વા ઠેષભાવ ધારણ કરવાથી કર્મબંધ થાય છે. અજ્ઞાનીને ઈન્દ્રિયગ્રાહ્ય વિષયમાં રેચક વા અરોચકભાવ બંધાઈ ગયો છે. જ્ઞાનીને એમાંનું કશું નથી. જ્ઞાની પણ ખાય છે, અજ્ઞાની પણ ખાય છે, જ્ઞાની પણ ચાલે છે, અજ્ઞાની પણ ચાલે છે, જ્ઞાની જળ પીએ છે, અજ્ઞાની પણ જલ પીએ છે, જ્ઞાની દરેક રંગ દેખે છે, અને અજ્ઞાની પણ અનેક રંગ દેખે છે. પણ બંનેમાં એટલે ફેર છે કે, જ્ઞાનીની ભેદષ્ટિ ખુલી છે, અને અજ્ઞાનીની ભેદષ્ટિ ખુલી નથી. અજ્ઞાનીની દષ્ટિમાં બાહ્યપદાર્થોમાં સુખ ભાસે છે, ત્યારે જ્ઞાનની દ્રષ્ટિમાં અંતર્ આત્મસ્વરૂપમાં સુખ ભાસે છે. અજ્ઞાની બાહ્યપ્રતિષ્ઠામાં પિતાના જીવનની સાફલ્યતા સમજે છે, ત્યારે જ્ઞાની બાહ્યપ્રતિષ્ઠાને નાકના મેલ સમાન ગણી, આત્મસ્વરૂપની સ્થિ
For Private And Personal Use Only