________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮) મહા દુઃખ પ્રાપ્ત થશે. અને એવી તે ઘેન ચડશે, કે તેથી મરણ શરણ થવું પડશે. વળી હે ચેતન! માર્ગમાં ચાલતાં મેહરૂપ પલિપતિ આવે છે, તે અનેક પ્રકારે તને છેતરવા પ્રયત્ન કરશે; પણ તેથી તે છેતરાઈશ નહીં. અભિમાનરૂપ અજગર માર્ગમાં પડ્યા છે, તેથી સાવધાન થઈ ચાલજે, માર્ગમાં જતાં, પરભાવરૂપ સિંહ મહેકાનનમાં વરસે છે, તેનાથી દૂર રહી ચાલજે. પ્રમાદ દશારૂપ પિશાચ
ને અપ્રમત્ત મંત્રથી જીતી લેજે. વિવેકરૂપ ચશ્નથી, સિહા માર્ગે જોઈ જોઈને ચાલતાં,તું આત્મા સંખ્યપ્રદેશ નગરને પ્રાપ્ત કરીશ. આ નગર પ્રતિ કેટલાક પુરુષ ગમન કરવાની ઈચ્છા ધરાવે છે, પણ ગમન કરતા નથી જીવ. કેટલાક પુરૂષે કંઈક સમજીને ગમન કરે છે, પણ પંથમાં પૂર્વોક્ત પથમાં સપડાઈ જાય છે. કેટલાક ભળે પ્રમાદ દશામાં પૂર્વોક્ત નગરનું સ્વરૂપ પણ સમજી શકતા નથી. કેટલાક આસન ભવ્ય જીવે આવા સત્ય નગરપ્રતિ ગમન કરી, સ્વવાસ પ્રાપ્ત કરે છે, માટે હે ભવ્યજીવ! તું ચેત, અને આ છેલી બાજી જીતી લે. શા માટે મોહમાયાથી જન્મ મરણ કરે છે ? અમરપદ પ્રાપ્ત પુરૂષાર્થધીન છે. હે જીવ ! હવે ઝટપટ ચેતી લે, અને શુદ્ધ ચેતનાતને કરગરીને કહે છે કે પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કર. આવી શુદ્ધ ચેતનાની વિજ્ઞપ્તિ શ્રવણ કરી, આત્મા નિર્વાણ પ્રતિ લક્ષ આપવા લાગ્યો.
For Private And Personal Use Only