________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭) તેને સુખ ભાસતું નથી. જ્ઞાની આત્મા વિના અન્યત્ર સુખને લેશ પણ દેખી શક્તિ નથી. અજ્ઞાની પુદ્ગલાનંદી હોય છે, અને તે પગલાનંદીનાં લક્ષણ શ્રી અધ્યાત્મસારમાં પરમજ્ઞાની ઉપાધ્યજીએ સારી રીતે વર્ણવ્યાં છે. જ્ઞાની થવાથી કઈ શરીરમાં ફેરફાર થઈ શકતું નથી. જ્ઞાનીને ઓળખવા માટે બાહ્ય લક્ષણ આભૂષણાદિક નથી. પણ જ્ઞાનીને ઓળખાવનાર આત્મજ્ઞાન છે. માટે જે આત્મજ્ઞાનીએ આમસ્વરૂપમાં સુખ દી ડું છે, તેને બહારના કેઈપણ પદાર્થમાં સુખ પ્રતિભાસતું નથી; અને બાહ્યના પદાર્થોમાં ચાવતું પર્યત સુખબુદ્ધિ છે, તાવતુ પર્યત આત્મતત્ત્વમાં સુખની બુદ્ધિ થઈ નથી; એમ સમજવું. બાહ્યના ભેગાદિક પદાર્થોમાં સુખબુદ્ધિ જેને હોય છે, તે મિથ્યાત્વી કહેવાય છે. સત્ય અનંતસુખ આત્મામાં જ છે. એવી પૂર્ણ શ્રદ્ધા થઈ નથી. ત્યાં સુધી જીવ અજ્ઞાની જાણ. આત્મામાં જ જ્ઞાનીને પૂર્ણ સુખની શ્રદ્ધા હોય છે. તેથી તે સમકિતી કહેવાય છે. તેથી જ્ઞાનની ક્રિયા મોક્ષ માર્ગ સાધનારી થાય છે. આત્મામાં જ સત્ય પૂર્ણ સુખની દ્રઢ અવિચળ શ્રદ્ધા થવાથી જ્ઞાની ચારિત્રમોહની યાદિ કર્મને ક્ષય કરવા માટે, ઉપાધિભૂત સંસારાવસ્થા ત્યાગી, પંચમહાવ્રત અંગીકારરૂપ વ્યવહારચારિત્ર અંગીકાર કરી, નિવૃત્તિપદ સેવે છે. હવે વિચારે કે એવા જ્ઞાનીને બાહ્યપાગલીક બેગ તે
For Private And Personal Use Only