________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬) अन्नाणी कुणउ कहं संवेगपरायणो वि संतोवि ॥ जिणभणियं जइधम्मं सावयधम्मंच विहिपुव्वं. ॥२॥
જ્ઞાનરહીત કોઈ ચારિત્રમાં તત્પર હોય, તે પણ તે મેક્ષ નહીં પામતાં, આંધળાની માફક દોડતે થકો સંસારકુવામાં પડે છે. સંવેગમાં પરાયણ અને શાંત એવા અજ્ઞાની જીનેશ્વર કથિત યતિધર્મ અને શ્રાવક ધર્મનું શી રીતે આરાધન કરી શકે ? અર્થાત્ નજ કરી શકે માટે હમેશાં જ્ઞાન આપવું. દ્રવ્યાનુયોગ આદિજ્ઞાતા એવા મુનિરાજોને અનુસરવા, અને જ્ઞાનીની નિંદા કરવી નહીં. આત્મજ્ઞાની મુનિરાજોના ચરણ કમળની ઉપાસના કરવી. આત્મજ્ઞાન વિના ભવાંત થવાનો નથી. માટે શુદ્ધ સુગુરૂની સંગતિ કરી જ્ઞાનની પ્રાપ્તિ કરવી. સદગુરૂ ગમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સફળ જાણવું. સદગુરૂ પાસે જ્ઞાન શિખતાં વિવેક દ્રષ્ટીની જાગૃતિ થાય છે. અને તેથી પોતાના સ્વરૂપનું ભાન આવે છે. અને જ્યારે પોતાને આત્મ સ્વરૂપનું ભાન આવ્યું, ત્યારે સત્ય જ્ઞાનને પ્રકાશ હૃદયમાં ભાસે છે. અને આત્માનુભવોગે સ્થિરતાથી અનંત સુખની લહરીને વેદક આત્મા બને છે. અને આત્મ સુખ વિદતાં, આત્મ તત્ત્વને પૂર્ણ પણે વિશ્વાસ થાય છે, અને જડ વાદને દેશવટે મળે છે. અનુભવ જ્ઞાનથી, આત્મ સુખને ભેગ મળે છે; અને તેથી આત્મસ્વરૂપ રમણતામાં
For Private And Personal Use Only