________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪ ). નથી. પુદ્ગલના બનેલા દેથી આત્મા ત્યારે છે. પિતે પુદ્ગલમાં રહ્યા છે. તેનું કારણ કર્મ છે. જેમ શેરડી પરાળમાં ઢાંકી છુપાતી નથી, તથા જેમ છાબડીથી સૂર્યનું આચ્છાદન થઈ શકતું નથી, તેમ શરીરમાં રહેલે આત્મા જ્ઞાનીઓને દેખાયા વિના રહેતું નથી, કારણ કે જ્ઞાન અને દર્શન આત્માના ગુણો છે. તે સ્વતઃ પોતાના સ્વરૂપને જાણું તથા દેખી શકે છે, તેથી શ્રી ઉપાધ્યાયજી પક્ષ જ્ઞાનદ્વારા અનુભવટષ્ટિથી અને જ્ઞાનવડે કહે છે, કે અમારે પરમપ્રભુ આત્માથી અંતર નથી. અંતરનું કારણ બહિરાત્મદશા હતી. બહિરાત્મદશાનું કારણ અજ્ઞાન હતું. અજ્ઞાન ટળવાથી, સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે સમ્યગ જ્ઞાન કાંઈ આમાથી ન્યારૂં નથી. સમ્યગ જ્ઞાનમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, તો સાક્ષાત્ થયેલે આત્મા શી રીતે દૂર થઈ શકશે, અર્થાત્ તે દૂર થઈ શકનાર નથી, એમ પરમભક્તિ દ્વારા કહે છે. વળી આત્માનું સ્વરૂપ બતાવે છે. આત્મા કળારહિત છે. બાહ્યથી દેખાતી ચંદ્રાદિકની કળા વૃદ્ધિ અને ક્ષીણતાને પામે છે. આત્માની અકળ કળા છે. તે ઉપશમસમકિત, ક્ષયે પશમસમકિત અને ક્ષાયિકસમકિત પ્રાપ્ત થતાં પ્રતિભાસે છે. વળી આત્મા અલક્ષ્ય છે. સ્પર્શેન્દ્રિયના આઠ ગુણ છે, તે સ્પર્શને જાણી શકે છે, પણ અરૂપી આત્મસ્વરૂપને જાણી શકતા નથી. રસનેંદ્રિય
For Private And Personal Use Only