________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૧ ) तपसाप्यात्मविज्ञानहीनस्तत्तु न शक्यते ॥ १॥
આત્મઅજ્ઞાનથી પુગલ પદાર્થ કે જેવા શરીર, મનવાણી, લેહ્યાદિમાં આત્મત્વ ભ્રમ ધારણ કરતાં કમૅગ્રહણ તથા દુઃખ થાય છે. કહ્યું છે કે—મિચ્છતof somળ કટીક્સ વયો વૃધંતિ આત્મજ્ઞાનથી થએલાં દુઃખ, કષ્ટકિયા, તપ વિગેરેથી ટળતાં નથી, પણ જેમ હિમવિકારનું દુઃખ અગ્નિથી ટળે છે, તેમ આત્મજ્ઞાનજન્ય દુઃખ છે, તે આત્મજ્ઞાનથી ટળે છે; આતમજ્ઞાનના પણ બે ભેદ છે; એક ભેદજ્ઞાન અને બીજું અભેદજ્ઞાન. તેમાં દ્રવ્યગુણ પર્યાયની વહેચણ કરવી તેને ભેદજ્ઞાન કહે છે. આત્માના ત્રણ ભેદ પાડવા; અથવા જ્ઞાનાદિગુણ આત્માથી કથંચિત્ ભિન્ન કહવા, ઈત્યાદિ સર્વ ભેદજ્ઞાન છે. ગુણપર્યાય સહિત દ્રવ્ય અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ આત્મા છે, ઈત્યાદિ અભેદજ્ઞાન જાણવું, આત્મજ્ઞાની વિષમભાવમાં પણ સમભાવે જેનાર હોય. વિષયમભાવે જેવા કે કપટી, નિંદક, પાપી, કદાગ્રહી, દ્વેષી, લોભી, દુષ્ટમાં પણ સમભાવ રાખે. આત્મધ્યાનમાં રમણતા કરતાં, મુક્તિના સુખને સાક્ષાત્ અનુભવ થાય છે. જીવતાં જેને મુક્તિનાં સુખ પ્રાપ્ત થયાં, તેને મૃત્યુ બાદ પણ તે સુખની પ્રાપ્તિ થશે. માટે ભવ્યજીવે પૂત જ્ઞાનદ્વારા સમભાવે આત્માને ભાવી અહંવૃત્તિને નાશ કરી, આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અહંવૃત્તિ
For Private And Personal Use Only