________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ). જ્ઞાનીની આત્મામાં ધર્મ બુદ્ધિ નથી. પણ તેની તે જડમાં ઘર્મબુદ્ધિ વર્તે છે. તેથી અજ્ઞાની જીવ પોતાના આત્માની શુદ્ધિ કરી શકતું નથી. આત્માનું સ્વરૂપ જાણે નહીં, અને મનમાં આવે તેમ વર્તે તેથી આત્મહિત થઈ શકતું નથી. ઉપગે ધર્મ અને કિયાએ કર્મ, અને પરિણામે બંધ છે, એનું સ્વરૂપ અજ્ઞાની સમજી શકતો નથી. અજ્ઞાની જીવ પિતાની ભૂલ સમજી શકતો નથી. અહો ! હે ચેતન! જે તને શિવપુર પ્રાપ્ત કરવાને ભાવ છે, તે આત્મ સભુખ પ્રયત્ન કર. હે જીવ ! બાહ્યપ્રયત્નો રાગદ્વેષથી તે અનંતિવાર કર્યો, પણ તેથી તારું કાર્ય સિદ્ધ થયું નહીં. હે જીવ! વારંવાર આર્ય દેશ, મનુષ્ય જન્મ, દેવ ગુરૂ સામગ્રી પામીને, પણ હજી સુધી તું શ્રી વીરપ્રભુનાં પરમ શિવ સુખકારક વચનામૃતનું પાન કરતો નથી. હે જીવ ! હજી સમય ગયો નથી. ચેતેતે હજી તારા હાથમાં બાજી છે. આયુષ્ય અવધિ સમાપ્ત થતાં, તારું ડહાપણ ધૂળમાં ભળશે. સમજીને પણ કેમ પ્રમાદી થાય છે. એક દિવસ આ દેખાતું શરીર ધૂળમાં ભળી જશે. ધુમાડાના બાચકા સરખી મેહ માયાથી તારૂં હિત થનાર નથી. હે જીવ! તું અહંવૃત્તિના યોગે જ્યાં ત્યાં કુલણજીની પેઠે પુલી જાય છે. અને દુનીયાદારીના ગપાટા સપાટામાં તારૂ જીવન નકામું ગાળે છે, અને જાણે હું અમર છું; એમ
For Private And Personal Use Only