________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ ) રાજા હોય, પણ આત્મજ્ઞાનના અભાવે, બાહ્ય પદાર્થોમાં અહંવૃત્તિથી, રાચી માચી રહેવાથી, દુખપાત્ર અંતે બને છે; આ ભવમાં જે કર્મ કર્યા હોય છે, તે અવશ્ય પરભવમાં ભેગવવા પડે છે તેમાં કઈને છૂટકબારે થતા નથી. જેમ ધૂકમાં સૂર્યને દેખવાને સ્વભાવ નથી તેમ, અજ્ઞાની જીવ સત્ય તને દેખી શકતો નથી. ઉલટું સત્ય વસ્તુને અજ્ઞાની અસત્ય જાણે છે. ઠાણાંગ સૂત્રમાં મિથ્યાવનું સ્વરૂપ સારી રીતે બતાવ્યું છે. તેવું મિથ્યાત્વ પણ અજ્ઞાન મૂલક ભવ્ય છે એ જાણવું. પાંચ ભૂતના બનેલા શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, અને તેથી નાસ્તિક લોકે આત્મા શરીરથી ભિન્ન છે, એમ માનતા નથી અથવા કેટલાક છ આત્મા અને મન એક સમજે છે. વળી કેટલાક આત્મા અને મનને ધર્મ ભિન્ન સમજતા નથી; વળી કેટલાક આત્માને ઉત્પન્ન થયેલો માને છે; વળી કેટલાક આમાને પુણ્ય પાપ લાગતું નથી, એમ માને છે; એમ અનેક કુતર્કોના કરનારાઓ અજ્ઞાની જાણવા; અજ્ઞાની જીવ જડમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, તેમજ વળી જડમાં ધર્મ માને છે. જડમાં ત્રિકાલમાં પણ આત્મધર્મ નથી. જેમ અગ્નિને સ્વભાવ ઉષ્ણ છે; જલને સ્વભાવ શીત છે; તેમ જડને જડત્વ ધર્મ છે; અને આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ છે, તેમ અજ્ઞાની સમજી શકતા નથી. અને
ધમાં આત્મબુકિત અપાની જાણવા અને છે એમ
For Private And Personal Use Only