________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩ )
છે. ગીતાર્થના સેવનથી આત્મા શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરે છે, અને સત્ય આત્મજ્ઞાન હૃદયમાં પ્રકાશ કરે છે. આ કાળમાં જીનવાણીમાં અનેક પ્રકારના કુર્ત કરનારાઓ વર્તે છે. પાતાના વિચારની પુષ્ટિ માટે અનેક પ્રકારની ક્રુયુક્તિયાથી જીવાને ભ્રમાવે છે. અહા! સદ્ગુરૂ વિના જીવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એળખી શકે નહીં. માટે પુનઃપુનઃ ભલામણુ છે કે સદ્ગુરૂની ઉપાસના કરવી. શુદ્ધ નિરજન આત્મ રવરૂપની ઉપાસના કરવી. વ્યવહારથી આત્મા રૂપી છે. અને નિશ્ચયથી આત્મા અરૂપી છે. વ્યવહારથી જોતાં આત્મા અનેક પ્રકારે દેખાય છે. શબ્દ નયથી આત્મા સમતિ પ્રાપ્ત કરેલા કહેવાય છે. એમ દરેક નયથી આત્માનું સ્વરૂપ અવધારવું. નામ જીવ સ્થાપના જીવ દ્રવ્યજીવ અને ભાવજીવનુ સ્વરૂપ અવધારવું. વ્યવહારથી દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપના અતાવનાર ગુરૂરાજ છે. અને તેમજ નિશ્ચયથી દેવ ગુરૂધર્મના સમજાવનારા પણુ ગુરૂમહારાજ જ છે, નવતત્ત્વમાં પણ આત્માજ મુખ્યતાએ ઉપાદેય છે. જેણે આત્મની ઉપાસના કરી તેણે મેાક્ષની ઉપાસના કરી કારણ કે, મેક્ષ આત્માથી ભિન્ન નથી. સંવર પણ આત્માના ધર્મજ છે. રેતીમાં જેમ ખાંડ વેરાણી હાય, તેને કીડીઓ વેણી ખાય છે, તેમ સૂક્ષ્મ સ્વરૂપ દર્શી અન્તરાત્માએ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પુદ્ગલથી ન્યારૂ કરી આરાધી પ્રાપ્ત કરે છે. જેમ કમળ પત્રને જલને
For Private And Personal Use Only