________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧
)
પાપનાં પગલે પણ આત્માથી જુદાં છે. આત્મા પુણ્ય અને પાપથી ભિન્ન સમજી, તેમાં રમણતા કરવી. પુદ્ગલ દ્રવ્યના સ્કર્ધ અગ્ય અને અગ્રાહ્ય છે. પણ ચેતન વિભાવદશાથી, તેને ગ્રહણકર્તા તથા ભોક્તા અનાદિકાળથી બને છે; અભવી જીવને પુણ્ય પાપ અનાદિ અનંતમે ભાંગે છે, અને ભવ્ય જીવને પુષ્ય ને પાપ અનાદિસાંત ભાંગે છે. પુણ્ય સુવર્ણની બેડી છે, અને પાપ લેહની બેડી છે. પુણ્ય છાયા સમાન છે, અને પાપ તડકા સમાન છે. પુણ્ય વ્યવહારથી આદરવા લાયક છે અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે. પુગલ સ્કછે જે જે આત્માની સાથે લાગ્યા છે, તે સર્વ રાગ અને દ્વેષથી લાગ્યા છે. જ્યારે રાગ અને દ્વેષનો ત્યાગ કરવામાં આવે છે, ત્યારે કર્મ પુગલસ્કોનું આવાગમન આત્માની સાથે થતું નથી. રાગદ્વેષ પરિણતિથી કર્મ ગ્રહણ થાય છે, માટે તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરે જોઈએ. રાગ અને શ્રેષના પણ ચાર ભેદ છે. શુભરાગ, અને અશુભરાગ; અને શુભદ્રેષ, અને અશુભદ્રેષ; એ ચાર ભેદ છે તે પણ નિશ્ચયથી અગ્રાહ્ય સમજવા. રાગ અને દ્વેષ ગુણસ્થાનકની હદે નાશ થાય છે, માટે તેને ના કરવા વ્યવહાર ચારિત્રને અંગીકાર કરવું. શુભ રાગથી અશુભ રાગને નાશ થાય છે. અને શુભ ષથી અશુભ છેષને નાશ થાય છે. અનુકમથી રાગદ્વેષને
For Private And Personal Use Only