________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ ) દશા રહે છે. પરવસ્તુમાંથી મમત્વભાવ છુટી જતાં, જીવ નિર્ભય થાય છે. અનેક પ્રકારની મનવચન તથા કાયોગથી થતી ચંચળતા પણ અહંવૃત્તિના વેગે છે. આત્મા મોક્ષ પામ્યો નહીં, તેનું કારણ અહંવૃત્તિ છે. આત્મા વારંવાર કર્મ ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીર ગ્રહણ કરે છે, અને છોડે છે, તે પણ અહંવૃત્તિને જ પ્રભાવ છે. સંબંધમાં આવતા અનેક જીવોની સાથે કલેશ કરે છે, અને અનેક જેનો નાશ કરે છે, તેનું કારણ પણ અહંવૃત્તિ જ છે. હું શાણો છું, મારા જે કોઈ નથી, મારાવિના કોઈ કાંઈ કરી શકનાર નથી, મારી શક્તિના જેવી કે ઈની શક્તિ નથી, સર્વ સંસારી વ્યાપાર વિગેરે પ્રપંચમાં મારા જેવા બીજો કોઈ હુંશીયાર નથી, ઈત્યાદિ મનમાં વિચારવું. તે સર્વ અહંવૃત્તિની ચેષ્ટ છે. અહ! આશ્ચર્યની વાત છે કે અહંવૃત્તિથી જ આવા પ્રકારનાં વિચિત્ર :દુઃખ થાય છે, તો પણ મોહરૂપ મદિરાનું પાન કરનાર મૂઢ જીવે જરામાત્ર પણ ચેતી શકતા નથી. અહંવૃત્તિરૂપ મહાડાકિની દુઃખ શ્રેણી અર્ધનાર છે, એમ ભવ્ય છે જાણે અને તે ડાકિનીને સંગ નિવારો. આત્મજ્ઞાનરૂપ મંત્રથી અહંવૃત્તિ ડાકિની દૂરનાશી જશે. માટે આત્મજ્ઞાનરૂપ મંત્રના અર્ધનાર સશુરૂ મુનિરાજની ઉપાસના કરે. સશુરૂની આજ્ઞામાં રહે. પામરજીવ સદ્ગુરૂના ઉપદેશ વિના ધર્મતત્ત્વ સમજી શકતા
For Private And Personal Use Only