________________
(૩૫)
ધીરે ધીરે શાન્તિ શોધે છે. પણ ફરી ભોગમાં જ ભ્રાંતિમય શાંતિ શોધ છે. આમ, બે રીતે મન ઉપરામ અવસ્થાને પ્રાપ્ત થાય છે. છતાં એવા પણ વિષયાસક્ત છે કે તેમને વિષયભોગથી અસંતોષ નથી અને છતાં તેઓ સંતુમ પણ નથી; તેઓ સદા શોધે છે વિષયનો પાસ, આવાસ, અને નિત્ય નિવાસ વિષયના સંગનો. આવા વિષય-ઘેલાને નથી ઉપરામ, તો કયાંથી મળે રામ! તેમની સ્થિતિ તો પેલા કૂતરા જેવી છે જે એમ માને છે કે હું હાડકાનો ભોગ કરી રહ્યો છું. પણ હાડ' કૂતરાને ભોગ બનાવે છે.
શ્વાનને હાડથી પ્રીત લાગી ઘણી દ્વેિષથી ઝાડની ઓથે ધાયે;
દાઢથી સ્ત્રાવ જે થાય તે હાડનો માની મનમાં અતિ ખુશ થાય.”
-શ્રી રંગ અવધૂત અહીં સ્થિતિ વિપરીત છે. જે ભોગ્ય પદાર્થ છે તે જ ભોક્તાને ભોગ્ય બનાવે છે; વિષય જ વ્યક્તિને ખાય છે. કૂતરો માને છે કે હું હાડકું ચૂસી રહ્યો છું પણ પોતે ચુસાઈ રહ્યો છે તે ભૂલી જાય છે. કઠાણ હાડકું કૂતરાના તાળવામાંથી લોહી કાઢે છે અને રક્તભીનું થઈ વારંવાર કૂતરાને છેતરે છે. કૂતરો પોતે જ પોતાનું લોહી ચાટી મનમાં ખુશ થાય છે. તે તો ભ્રાંતિમાં છે કે લોહી હાડકામાંથી મળે છે. તેવી જ રીતે જેનું મન ઉપરામ નથી પામ્યું તે વિષયાસક્ત વ્યક્તિ પણ વિષયોને નિમંત્રણ આપી જાતે જ શોષય છે, ચોળાય છે, ચૂંથાય છે, ચૂરેચૂર થાય છે છતાં ભ્રાંતિમાં ભટક્યા કરે છે.
કૂતરાની તો નજર જ હાડકા પર હોય, તે તો તેનો સ્વભાવ છે. આમ તો સ્મશાનને રસ્તે ભૂલા પડવાની આદતવાળું કૂતરું અને ગીધ સ્વભાવે સરખાં જ ગણાય. કૂતરું ટેવાયેલું છે ડાઘુઓની પાછળ જવા. દોણીની દિશામાં તેની નજર છે, લાડવા મળે છે માં તે અસંતુષ્ટ જ રહે છે. કોઈ વાર તેને અથડાય છે હાડકું ત્યારે મહામૂલું રત્ન હોય તેમ તેને સંતાડી, આંબલીની આડમાં ભરાય છે. એ હાડમાં નથી રકત, નથી માંસ, નથી ચરબી. તેને વળગી છે રાખ. રાખવાળું અંતે તો સ્મશાનનું હાડકું ને! છતાં કુતરો હર્ષધિલો થયો; હાડની સંપત્તિમાં વિપત્તિનો કાંટો વિસરાઈ ગયો. શા માટે કૂતરું જ. પૂછીએ આપણી જાતને કર્યું છે શું?”