________________
(૩૨૮) ૦. “અહિંસાનો ધર્મ કેવળ ઋષિઓ અને સંતો માટે નથી. એ સામાન્ય
માનવીઓ માટે પણ છે. હિંસા એ જેમ પશુઓનો કાયદો છે તેમ અહિંસા એ માનવજાતનો કાયદો છે.” ૦ “દાનની જેમ અહિંસાની પણ ઘરમાંથી જ શરૂઆત થવી જોઈએ.”
૦ “આચારની અહિંસા સાથે જ વિચારની અહિંસા ન હોય તો તે લાંબો વખત ટકી શકે નહીં.”
૦ “હિંસા ઉપર કશું ચિરકાલીન રચી શકાય નહીં.”
૦ “હિંસા કાયદેસરની નથી તેમ છતાં જો આત્મરક્ષણ માટે કે અરક્ષિતના રક્ષણ માટે આચરાતી હોય તો એ કાયર શરણગતિ કરતાં ઘણું ઉત્તમ વીરતાનું કાર્ય છે.”
૦ “આખી જાતિ નપુંસક બની જાય એ કરતાં હું હિંસાનું જોખમ ખેડવાનું હજાર વાર પસંદ કરું”
૦. “હું અલબત્ત માનું છું કે જ્યાં કાયરતા અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યાં હું હિંસાની જ સલાહ આપું.” ૧ ૦ “હું માનું છું કે હિંસા કરતાંય અહિંસા અનંતગણી ચડિયાતી છે. સજા કરતાં ક્ષમા વધારે પૌરુષપૂર્ણ છે. ક્ષમા વીરનું ભૂષણ છે. પણ જયારે સજા કરવાની શક્તિ હોય ત્યારે જ સજા ન કરવી એ સમા છે. નિરાધાર પ્રાણી કે કાયર મનુષ્ય પાસેથી આવતી ક્ષમાનો કોઈ અર્થ નથી.”
ચમના એક અંગ તરીકે આપણે અહિંસા પર વિચાર કર્યો હતો. હવે યમના બીજા અંગ ઉપર વિચાર કરવાનો પ્રારંભ કરીએ. २. सत्य
અહિંસા અને સત્ય વિખૂટાં ન પાડી શકાય તેવાં એકબીજા સાથે ઓતપ્રોત થયેલાં અંગો છે.
સત્યનું સાચું સ્વરૂપ અસત્યની નિવૃત્તિ અર્થે જ સમજાવવામાં આવે છે. યોગશાસ્ત્રમાં તેની ઝીણવટપૂર્ણ મીમાંસા કે ચર્ચા છે.
આપણે જે વસ્તુને જેવી રીતે જોઈ હોય, અનુમાન કરી હોય અથવા શ્રવણ કરી હોય તે જ પ્રકારે તે વસ્તુને કહેવી એ સત્ય છે.