________________
(૪૯૦)
બ્રહ્માકાર જેવી પવિત્ર વૃત્તિ જ અજ્ઞાનનો નાશ કરી સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી છે. તેથી જ જે કોઈ આ વૃત્તિ જાણે છે, જાણ્યા પછી તેની વૃદ્ધિ કરે છે અને અજ્ઞાન દૂર કરે છે, તે ધન્ય છે. કારણ કે માત્ર તેને જ બ્રહ્મત્વ પ્રાપ્ત છે. અન્ય શબ્દવાદીને નહીં.
માટે જ કહ્યું છે કે જેમનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ બ્રહ્મમાં લીન થાય છે તેનું કુળ પવિત્ર થાય છે. તેની માતાને ધન્ય છે. પૃથ્વી પણ તેનાથી જ પાવન થાય છે.
कुलं पवित्रं जननी कृतार्था
वसुंधरा पुण्यवती च तेन । अपार संवित्सुखसागरेऽस्मिन् लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥
શાબ્દિક જ્ઞાનની નિંદા
બ્રહ્માકાર વૃત્તિવિહીન જે છે, પણ માત્ર શાબ્દિક જ્ઞાન ધરાવે છે તેમની ગતિ સમજાવી છે.
कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः । तेऽप्यज्ञानतया नूनं पुनरायान्ति यान्ति च । १२३ ।।
બ્રહ્મવાર્તાયામ્ પુરાતા:=બ્રહ્મવાર્તા કરવામાં કુશળ
પિવૃત્તિીના સુરાશિળ કૃતિ તે-અને બ્રહ્માકારવૃત્તિરહિત તથા અત્યંત રાગી તેવા તે પુરુષો
અજ્ઞાનતયા...=અજ્ઞાનથી
નૂનમ્ પુનાયાન્તિ યાન્તિ T=ખરેખર વારંવાર જન્મ-મરણને પામે છે.
જેઓ વિદ્વાન છે, પંડિત છે, વેદાન્તમાં આચાર્યની ઉપાધિથી અલંકૃત છે પણ જો તેમની વૃત્તિ બ્રહ્માકાર નથી તો તેઓ અજ્ઞાની જ છે. ભલે વેદાન્તની ચર્ચામાં નિપુણ હોય, તેથી તે આત્મજ્ઞાની છે તેવું ન જ કહી શકાય. શબ્દજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. જ્યાં સુધી અપરોક્ષ અનુભૂતિ થતી નથી ત્યાં સુધી તેવા વેદાન્તમાં વાચાળ વ્યક્તિ માટે જન્મ અને મૃત્યુનું ચક્ર નિશ્ચિત જ છે.