________________
(૪૯૪)
જીન, સેનો, પોપલીન, વોયલ, મલમલ અને ત્યાર બાદ દરજીએ આ કાપડમાંથી અનેક વસ્રો તૈયાર કર્યાં તેનાં પણ રૂપ, રંગ, નામ સર્વ કાંઈ જુદાં છે. છતાં રૂ તો એકનું એક છે. અને દરેક સુતરાઉ વસ્ત્રમાં તેનું કારણ રૂ અનુસૂત છે. પણ રૂ કે કપાસમાં નથી કોઈ વસ્ત્રો કે નથી કપડાંની જાત કે તેનાં નામ. આમ એક વાત નિર્વિવાદ છેકે
રૂ કે કપાસના પરિચયથી તમામ સુતરાઉ વસ્ત્રોનું જ્ઞાન થાય છે. પણ વસ્ત્રના જ્ઞાનથી રૂનું જ્ઞાન થતું નથી. તેમ જ માટીના જ્ઞાનથી માટીના તમામ આકાર કે કાર્યનું જ્ઞાન થાય છે. પણ ઘડાના જ્ઞાનથી માટીનું કે બંગડીના જ્ઞાનથી સોનાનું જ્ઞાન થઈ શકે નહીં. તેથી સિદ્ધાંત એવો સ્પષ્ટ છે કે કાર્યના જ્ઞાનથી કારણનું શાન ન થાય; પણ કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય. તેથી ઈશ્વર કારણ છે તેના જ્ઞાનથી, જગત જે કાર્ય છે તેનું જ્ઞાન થઈ શકે; પણ જગતના જ્ઞાનથી ઈશ્વરનું જ્ઞાન ન થઈ શકે.
આમ, કાર્યમાં કારણ વિદ્યમાન જ છે; અનુચૂત જ છે. જેમ વૃક્ષ કાર્ય છે તેમાં બીજ કારણ અનુસ્મૃત છે. પણ સાથે સાથે સમજવું જોઈએ કે કારણમાં નામ, રૂપ, રંગવાળું કાર્ય ન હોઈ શકે. છતાં પણ જે કાર્ય કારણમાં દેખાય છે તે પ્રતીતિ માત્ર જ છે.
કાર્ય-કારણમાં કલ્પિત નામ અને આકાર માત્ર છે. ઘડો, નળિયાં, ઈંટ વગેરે કાર્ય માટીમાં કલ્પાયેલાં નામ-રૂપમાત્ર છે. બંગડી, અછોડો, વીંટી આદિ કાર્ય સોનામાં કલ્પિત નામ અને આકાર છે. સંસારનાં પ્રાણી, પદાર્થાદિ કાર્ય ઈશ્વરમાં કલ્પિત, આરોપિત નામરૂપ છે. વાસ્તવમાં, હકીકતમાં કાર્ય છે જ નહીં...અર્થાત્ કાર્યમાં દૃશ્ય, નામ અને આકાર કલ્પિત છે. આરોપિત છે. ભ્રાંતિ છે, અધ્યાસ છે. તેથી અંતે તો જો કાર્ય જ નથી તો કારણ કયાં હોઈ શકે? અર્થાત્ કાર્યના જન્મ પૂર્વે કારણમાં કારણત્વ જ નહોતું. આમ વિચારતાં જયારે કાર્ય જ નથી તો કારણ પણ હોઈ શકે નહીં.‘ાર્યસ્ય અમાને વિશ્વાત: બાળત્યું મòત્'' કાર્યમાં જે ભેદ છે નામ અને રૂપના તે તો વાણી દ્વારા જ થયેલો વિકાર છે. બાકી તો માટી કે સોનું જ સત્ય છે. એમ પણ વિચારી શકાય કે જો કાર્યની ઉત્પત્તિ દોરીમાંથી ઉત્પન્ન થયેલા સર્પ જેવી ભ્રાંતિમય છે તો પણ કાર્ય સત્ નથી, અને કાર્ય જ જે સત્ નથી તો કારણ