Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 526
________________ (૫૦૭) રાજ્યોગ, વિચારમાર્ગ, જ્ઞાનમાર્ગ, વૃત્તિવિસ્મરણ રૂપ સમાધિ, બ્રહ્માકાર વૃત્તિ કે નિદિધ્યાસનવાળી સાધના ક્યારે ફળીભૂત થાય? ક્યારે સિદ્ધ થાય ? કેવી રીતે પ્રાપ્ત થાય ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે અહીં યથાર્થ શ્રુતિસંમત સમાધાન આપી ગ્રંથકારે પોતાની અભય દૃષ્ટિ સાથે હૃદયની નમ્રતાનાં અદ્ભુત દર્શન કરાવ્યા છે. “ગુરુવત મત્તાનાં સર્વેષા' અહીં અવો અર્થ અભિપ્રેત છે કે જે કોઈને ગુરુ અથવા ઇષ્ટદેવની કૃપા કે અનુગ્રહ ઉપલબ્ધ છે તે સર્વને આ રાજ્યોગની સિદ્ધિ વિના વિલંબે અને સરળતાથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. માટે કહ્યું છે કે “નવાત્ મુત્તમ:” અહીં એવી સ્પષ્ટતા પણ છે કે જેને જેને ગુરુ કે ઇટની કૃપા મળી છે અર્થાત્ જે કોઈ ગુરુ કે ઇષ્ટદેવના ભક્ત છે, અર્થાત્ જે કોઈ પોતાને ગુરુ કે ઇષ્ટદેવથી વિભક્ત નથી માનતો; તે સૌને નિદિધ્યાસનવાળી સમાધિ, સુલભ રીતે પ્રાપ્ત થાય છે. અહીં ‘“સર્વેષાં’ વપરાયું છે તેથી સ્પષ્ટ છે કે ગુરુ અને ઇષ્ટદેવનો કોઈ પણ ભક્ત -તેમાં વર્ણ કે આશ્રમના ભેદ પાડવામાં આવ્યા નથી, અર્થાત્ વર્ણાશ્રમભેદ વિના આ સમાધિનો અધિકારી છે. તેથી સ્પષ્ટ થયું કે આ સહજ સમાધિ માટે બ્રહ્મચારી કે સંન્યાસી થવું કે અમુક જાતિવાળા હોવું તે જરૂરી નથી. તેવું જ શ્રી સ્વામી વિદ્યારણ્યજીની ટીકામાં છે. “સર્વેષામિતિ વર્ણાશ્રમાવિ નિપેક્ષ મનુષ્યમાત્ર પ્રીતવ્યમ્' માત્ર વ્યક્તિ પાસે ભક્તનું હૃદય જરૂરી છે અને સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે, જેથી તે લાગણીતંત્રમાં ખેંચાઈ ન જાય અને પોતાને પ્રભુનો સદાય સેવક જ માને. પણ સાચો ભક્ત એટલે જ જે પ્રભુથી વિભક્ત નથી તે એવું સમજે તે સૌ આ રાજ્યોગના અધિકારી છે. માટે જ કહ્યું છે કે” ગુરુ અને ઇષ્ટદેવના સૌ ભક્તોને આ રાજ્યોગ સરળતાથી વિના વિલંબે પ્રાપ્ત થાય છે.” આ જ સંદર્ભમાં શ્રી વિઘારણ્ય સ્વામી પોતાની ‘દીપિકા ટીકા'માં દર્શાવ છે કે આવું અપરોક્ષ જ્ઞાન કે રાજ્યોગ કોને પ્રાપ્ત થાય ? જેને ઇષ્ટદેવ અને ગુરુમાં સમાન ભક્તિ હોય તેને, यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ । तस्येते कथितार्थाः प्रकाशन्ते महात्मनः ॥ ( શ્વેતારવતોપનિષત્ ) શ્રુતિ પણ એવી જ વાતને સમર્થન આપતાં દર્શાવે છે કે જેની ઇષ્ટદેવમાં પરાભક્તિ છે અને જેવી પરાભક્તિ ઇષ્ટદેવમાં છે તેવી જ ગુરુદેવમાં છે, તેને જ મહાત્માઓ શ્રુતિ-પ્રતિપાદિત આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરે છે. આ તો સર્વવિદિત અને નિર્વિવાદ હકીકત છે કે ગુરુકુપા અને ઇષ્ટદેવના

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532