Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 524
________________ (૫૦૫) તેથી તે દશ્ય છે મારું પ્રતિબિંબ. નેતિ નેતિ દ્વારા સર્વનો હું નિષેધ કરી શકું છું. પણ મારો નિષેધ થઈ શકે નહીં. હું કેવો છું તે ન કહી શકાય, પણ જેનો નિષેધ ન થાય તે હું જેનો અભાવ ન થાય તે હું આવી રીતે જે પોતાના સ્વરૂપને જાણે છે તેની બુદ્ધિ ચિસથી પૂર્ણ થઈ જાય છે. તે પરિસ્થિતિ કહેવાય છે. તે સ્થિતિમાં નથી હર્ષ કે વિષાદ, નથી ગ્રાહ્ય કે ત્યાય, નથી સુષુપ્તિ કે સમાધિ, નથી દંડ કે સામ, નથી પિંડકે બ્રહ્માંડ! ગ્રંથનો ઉપસંહાર હવે ગ્રંથની પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસંહાર કરી ગ્રંથની સમાપ્તિ કરે છે. एभिरंग: समायुक्तो राजयोग उदाहृतः। किञ्चित् पक्ककषायाणां हठयोगेन संयुतः ॥१४३॥ ઈમ મી સમયુર: =આ પંદર અંગોથી યુક્ત નિયા: ૩૯દા:રાજયોગ (જેમના રાગદ્વેષ નિર્મૂળ થયા છે તેમને માટે) કહ્યો છે. વિજિતુ વિષાયા જેમના રાગદ્વેષ શેષ રહ્યા છે તેના માટે હઠયોનિ સંયુતઃ 1નયોગ: વાદ: હઠયોગ સંયુક્ત રાજ્યોગ કહ્યો છે. અહીં સ્પષ્ટ સંકેત છે કે આ રાજયોગ જે નિદિધ્યાસનનાં પંદર અંગો સહિત સમજાવવામાં આવે છે તે સર્વને માટે નથી પણ માત્ર જેના અંત:કરણમાંથી રાગદ્વેષની નાબૂદી થઈ હોય તેના માટે છે. જેનું અંત:કરણ રાગદ્વેષથી સભર હોય તેણે તો હઠપૂર્વક પણ અંત:કરણની શુદ્ધિનાં સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. અર્થાતુ અંત:કરણની શુદ્ધિ માટેના વિવિધ માગોમાંથી ગમે તે એકને પસંદ કરી શકાય. યાદ રાખવું ઘટે કે ચિત્તશુદ્ધિના માર્ગ જુદા જુદા હોઈ શકે, આત્મશાનના નહી તેથી સમજી લેવું કે અંત:કરણશુદ્ધિનો એક માર્ગ હઠયોગ પણ છે. તે ઉપરાંત નિષ્કામ કર્મ પણ છે, જપયોગ અને ધ્યાનયોગ પણ છે. તેથી જ તો ભગવદ્ગીતાના ધ્યાનયોગ કે આત્મસંયમયોગમાં ભગવાને કહ્યું છે કે “કવિરારને ગુંચાતુ યોગનું આત્મવિલે', ત) આસન પર બેસીને અંત:કરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. તેથી જેનું અંત:કરણ અશુદ્ધ છે તેણે થાક્યા વિના, કંટાળ્યા વિના, હઠપૂર્વક પણ પ્રથમ અંત:કરણની શુદ્ધિના ઉપાય કરવા અને ત્યાર બાદ જ રાજ્યોગ જેને કહ્યો છે, તેવું ૧૫ અંગો સહિત નિદિધ્યાસન કરવું

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532