Page #1
--------------------------------------------------------------------------
________________
"રી૯૮(૬૯૯
- સ્વામી તદ્રુપાનંદ -
Page #2
--------------------------------------------------------------------------
________________
અપરોક્ષાનુભૂતિ
સ્વામી તનૂપાનંદ સરસ્વતી
Page #3
--------------------------------------------------------------------------
________________
2.
lers
મનન અભ્યાસ મંડળ
APAROKSHANUBHUTI
by Swami Tadrupanand Saraswati © 1996 Swamini Tanmayanand 0 પ્રથમ આવૃત્તિ, પ્રત -૨૦ચ્છ, ૧૯૮૫ ત્રીજી આવૃત્તિ, પ્રત - ૨૦૦, ૧૯૯૨
બીજી આવૃત્તિ, પ્રત - 300, ૧૯૮૭ ચોથી આવૃત્તિ, પ્રત - 30, ૧૯૯૬. 0 સંકલન
ક્ષમા ત્રિપાઠી, તરલિકા મહેતા 0 સંપાદન
મૃદુલા શાહ, જયરામ પટેલ 0 છબીકાર મુખપૃષ્ઠ - પૂ. સ્વામી તદ્રુપાનંદ
અંતર્ગત - શ્રી મધુસુદન પંચાલ 0 છબીકલા
કુ. તેજલ શાહ, શ્રી રાજેશ દલાલ. 0 મુદ્રક: પ્ર. પુ. ભાગવત મૌજ પ્રિન્ટિંગ બ્યુરો, ખટાવવાડી, ગિરગાવ, મુંબઈ - ૪૦૦ ૦૪. 0 પ્રકાશક:
મનન અભ્યાસ મંડળ, સરદારપુલ પાસે, ઝાડેશ્વર - ૩૯૨ ૦૧૧. ભરૂચ જિલ્લો, ભરૂચ ગુજરાત. ફોન નં. ૪૭૩૧૮.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃ સ્મરણીય પ.પૂ. પિતાશ્રી સ્વ. શ્રી છોટાલાલ વનરાવનદાસ ભુતા
તથા
પ.પૂ. માતુશ્રી સ્વ. કમળાબેન છોટાલાલ ભુતાને સાદર સમર્પણ
સૌજન્ય :
શ્રી પ્રાણલાલ છોટાલાલ શ્રીમતી ઇચ્છાલક્ષ્મી પ્રાણલાલ ભુતા
ભુતા
તથા
ભુતા પિરવાર
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
ryune
Bw
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વયંની નિર્બળતા સાથે સાક્ષાત્કાર કરવો જ સાચું શિક્ષણ છે.
પોતાના અજ્ઞાનનો નિખાલસ પરિચય મેળવવો જ યથાર્થ સ્વાધ્યાય છે.
તથા તૂટી અને દોષનું આત્મનિરીક્ષણ કરવું તે જ વિવેકપૂર્વક અધ્યયન છે.
બાકી દંભી જાહેરાતો અને મિથ્યાભિમાનના
પ્રદર્શનથી મોટું કોઈ પતન નથી.
nyume
a
Bw
સ્વામી તદ્રુપાનંદ
Page #8
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-'૮૩ થી તા. ૧૪-૩-'૮૩ સુધીનો અમદાવાદનો દિનેશ હોલ જાણે હિમાલયનો નારાયણ આશ્રમ બની ગયો હતો. ઊંચી આત્મસાધના તથા પહાડનિવાસીઓની ભક્તિભરી સેવા કરી રહેલા અદ્ભૂત સંત પૂ. સ્વામી હૂપાનંદ સરસ્વતીના સાનિધ્યમાં ભગવાન આદિ શંકરાચાર્યજી કૃત અપરોક્ષાનુભૂતિને આધારે અમદાવાને જીવનમુક્તિની પ્રેરણા પામવાનો અનેરો અવસર સાંપડ્યો.
મૂળ અમદાવાદ પાસેના સરખેજ ગામના વતની અને અમદાવાદની શ્રી સહજાનંદ કોલેજના માનસશાસ્ત્ર વિભાગના વડા એકદા પૂ. સ્વામી ચિન્મયાનંદજીનાં ગીતા-પ્રવચનો સાંભળીને, ભીતરમાંથી જીવનમુક્તિની સાધનાના સાદને આધારે બધું છડી મુંબઈ ખાતે ચિન્મય મિશનના સાંદિપની સાધનાલયમાં પહોંચી ગયા. પૂ. સ્વામી દયાનંદજી પાસે અભ્યાસ કરીને બ્રહ્મચર્ય દિક્ષા મેળવી બ્રા પ્રેમચૈતન્યજી બન્યા.
ક્યારેક હિમાલય છોડી ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ કે અન્યત્ર પરદેશમાં પણ આત્મસાધનાની ચિંતનપ્રસાદી પીરસતા જ્ઞાનયજ્ઞો તેઓ યોજતા રહ્યા અને યજ્ઞના પૂર્ણાહુતિ-પ્રસંગે રૂપિયા-પૈસા કે ચીજવસ્તુની ભેટને બદલે શ્રોતા-સાધકો પાસે જીવનશુદ્ધિના સંકલ્પની દક્ષિણા માગતા રહ્યા અને હજારોને જીવનશુદ્ધિ અને જીવનમુકિતની દિશામાં દોરતા રહ્યા.
આવા સુશિષ્ય પર રાજી થયેલા ગુરૂદેવ પૂ. સ્વામી દયાનંદજીએ એમને સંન્યાસ દીક્ષા પણ આપી અને એ સ્વામી કૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા.
સવિચાર પરિવારે એમને અધ્યાપક તરીકે જોયા છે, સૈતિક તરીકે જાણ્યા છે, આદિવાસીના સેવક તરીકે માણ્યા છે અને નારાયણ આશ્રમના સેવાયજ્ઞમાં સ્વયંસેવક તરીકે પ્રમાણ્યા છે.
આવા અપરિગ્રહી અને અદ્ભુત સંત સાથેની પ્રશ્નોત્તરીનો લાભ મેળવવા માટે દોઢ હજાર કરતાં વધુ શ્રોતા-સાધકો આ પ્રવચનોના જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ પછી અનેક બસો અને અન્ય વાહનો કરીને ગાંધીનગર જિલ્લામાં ઉવારસદ ખાતેના સદ્વિચાર પરિવાર સંચાલિત વિકલાંગ પુનર્વસ કેક્ની ધરતી પર દોડી ગયા હતા.
આવી અજબ મોહિની જે પ્રવચનમાળાએ ગાડી હતી એનો પાવન ગ્રંથ પ્રગટ કરતાં ખૂબ ખૂબ આનંદ થાય છે. આ ગ્રંથનો સ્વાધ્યાય સૌના હૃદયમાં જીવનશુદ્ધિની તેમ જ જીવનમુક્તિની ઝંખના જ્ઞાડતો રહે એ જ અભ્યર્થના.
૦ સદવિચાર પરિવાર
Page #9
--------------------------------------------------------------------------
________________
પુનર્મુદ્રણ વેળાએ....
કેવળ સમર્પણભાવપૂર્વક પ્રગટ કરેલી આ અદ્વિતીય ગ્રંથની પહેલી આવૃત્તિને અનેક દિશાએથી ડો આવકાર મળતાં અમારાં હૈયાંએ અજબ તૃપ્તિનો અનુભવ કર્યો.
એમાંય વળી, અમરેલી ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદે એને શ્રી હરિલાલ દેસાઈ પારિતોષિક આપીને પ્રેમથી પુરસ્કૃત કર્યો ત્યારે એક અદ્વિતીય સંતના સર્વપ્રથમ છતાં અતિીય ગ્રંથના પ્રકાશનનું નિમિત્ત બનવા માટે અમારું હૈયું ગજગજ ફૂલ્યું હતું.
આ અદ્વિતીય ગ્રંથની માગણી સતત ચાલુ રહેતાં એની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરતાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
આ આવૃત્તિ પણ ઘરઘરમાં પહોંચી જશે ને સ્વજનોને સ્નેહભેટ આપવાના રૂપમાં પ્રેમપૂર્વક વહેંચાતી રહેશે એવી શ્રદ્ધાપૂર્વક, વિશ્વસદભાવ-દિવસ તા. ૨૧-૧૨-'૮૭
૦ સવિચાર પરિવાર
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાશૂકરજ
અપરોક્ષાનુભૂતિ વિષય પરનાં દિનેશ હૉલ (અમદાવાદ)માં અપાયેલા મારાં સાડત્રીસ દિવસનાં પ્રવચનો પુસ્તકરૂપે પ્રગટ થાય તેવી ઇચ્છા ઘણા શ્રોતાઓ અને મુમુક્ષુઓએ મારી સમક્ષ વ્યક્ત કરી હતી. એ બધાં જ પ્રવચનોને શબ્દબદ્ધ કરી પ્રકાશનની જંજાળમાં પડવાનું કંટાળાભરલું કાર્ય મેં ટાળ્યું હતું છતાં ઈશ્વરેચ્છા બલિયસી.
કેટલાક સહૃદયી શ્રોતાઓએ પોતાના શ્રવણને અક્ષરોમાં અંકિત ક્ય, હું તેમાં સુધારો, યથાયોગ્ય પરિવર્તન અને રૂપાંતર કરવા નિમિત્ત બન્યો. અને તે સામગ્રી એ આ ગ્રંથ.
સવિચાર પરિવારના શ્રી હરિભાઈ પંચાલે પ્રકાશનનો બધો ભાર પોતાના માથે લેવાની તૈયારી બતાવી અને પછી તો જ્યાં જ્યાં જેની જરૂર પડે તેમ હતું તે સૌ અનાયાસે આવી મળ્યાં. તે સૌએ સ્વેચ્છાએ કામ ઉપાડવાની તત્પરતા દર્શાવતાં કામ આગળ ચાલ્યું. તે સૌનો વ્યક્તિગત આભાર શક્ય નથી અને જરૂર પણ નથી.
વધુ ના લખાય તોપણ શું? આટલું લખ્યું તે પણ મારા જેવા માટે વધારે ખતું નથી શું! અસ્તુ
- સ્વામી દૂપાનંદ સરસ્વતી
Page #11
--------------------------------------------------------------------------
________________
સંપાય
આ ગ્રંથનું સંપાદન અમારું સદ્ભાગ્ય છે- અમારું ગૌરવ છે. શ્રોતાસાધકોની પ્રાર્થના સ્વીકારીને પુસ્તક-પ્રકાશનની સંમતિ સ્વામીજીએ આપી તે આપણા સૌ માટે અપૂર્વ આનંદનો અવસર છે.
આ પ્રવચનોમાં લગભગ એક તપ એટલે કે ચૌદ વર્ષ સુધીના સતત અને કઠોર સંઘર્ષ પછી પ્રગટ થયેલી વક્તાની કેટલીક શ્રદ્ધા અને અનુભૂતિઓનો બુલંદ રણકાર સંભળાય છે. સુદીર્ઘ સમયના પટ પર વાગોળાયેલી અનુભૂતિઓને અંતે ટેલી આ વાચા પરંપરાગત હોવા છતાં તેની અભિવ્યક્તિ મૌલિક
આ વિષયનું આ પ્રકારનું ગુજરાતી ભાષાનું આ સૌ પ્રથમ પુસ્તક છે. સ્વામીજીએ શંકાનું સમાધાન કરતાં કરતાં કેટલી ધીરજથી, કેટલી સહિષ્ણુતાથી અને કેટલી આત્મશ્રદ્ધાથી “અપરોક્ષાનુભૂતિ” ને હસ્તામલકવત્ કરી મૂકી છે એનો તો આ પુસ્તકનું અધ્યયન કરનારને તરત જ ખ્યાલ આવશે. એ અપરોક્ષ-અનુભૂતિને આપણી સદાની સાથી અને ગુરુઓની પણ ગુરુ બનાવી શક્યાની અદભૂત ચાવી અહીં છે. જો એ ચાવી આપણને મળી જાય તો આપણે દyવ્યને જોતાં અને શ્રોતને સાંભળતાં થઈ જઈએ.
૦ સંપાદકો
Page #12
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશકીય : (ચોથી આવૃત્તિ)
ધન, વૈભવ, આધુનિક સવલતોની વચ્ચે રહેનાર મનુષ્ય જયારે સ્વયંને અતૃપ્ત અનુભવે છે ત્યારે તેની તૃષાને તૃપ્ત કરવા પ.પૂ.સ્વામીજીના ગ્રંથો પરબ બનીને આવ્યા છે. તેમાંય ‘અપરોક્ષાનુભૂતિ’ તો એક એવી ચૈત્ય પરબ છે કે જેનું પાન કરી સંતોષ પ્રાપ્ત કર્યા બાદ પણ જીવનભર તેના સંગી બની તેને સાથે જ રાખવાનું મન થાય. ભવરણમાં અમૃતનું પાન કરાવનાર આ ગ્રંથની ચતુર્થ આવૃત્તિ પ્રકાશિત કરતા અમે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. આવા અલૌકિક ગ્રંથોના પૂ. સ્વામીજીના યોગદાન બદલ ગુજરાતની જનતા તેમને અહર્નિશ નતમસ્તક રહેશે.
છેલ્લા એક વર્ષથી અલભ્ય બનેલા આ પુસ્તકની માગણી ખૂબ જ હતી. જેટલી પ્રબળ તેની માગણી હતી તેટલી જ સઘન આર્થિક ક્ષેત્રે અમારી મૂંઝવણ હતી. મુંબઈ નિવાસી ભાઈ શ્રી શૈલેષભાઈ ભુતાએ આ ગ્રંથના પ્રકાશન માટે ફાળો આપી અમારા એ મુઝારાને જાકારો આપ્યો અને પ્રકાશન પ્રવૃત્તિને વેગ આપ્યો છે. તેમના આ ભક્તિભાવ અને સેવા બદલ અમે તેમના ઋણી છીએ.
કુદરત પ્રેમી, કુદરત પારખુ અને કુદરતના સંગી - સાથી એવા પૂ. સ્વામીજીએ પોતે તો સૌંદર્યરસ પીધો, માણ્યો અને સાથે સાથે આ ગ્રંથના મુખપૃષ્ઠ દ્વારા આપણને સૌને વહેંચ્યો પણ છે. તે જ કારણથી આ ગ્રંથની ટીકા અને તેનું મુખપૃષ્ઠ પ.પૂ.સ્વામીજીના અનેરા, આગવા વ્યક્તિત્વનો આપણને પરિચય કરાવે છે.
પોતાના પ્રવચનમાં સૌને સ્વયંની વાણીમાં જકડનાર પૂ. સ્વામીજીને કેમેરાની ચાંપથી પકડનાર અમારા સાથી, શુભેચ્છક શ્રી મધુસૂદનભાઈ પંચાલનો અભિનંદન સાથે અત્રે આભાર પ્રગટ કરીએ છીએ. પુસ્તકની અંદર છપાયેલી પૂ. સ્વામીજીની છબી ઉપલબ્ધ કરી આપી તેમણે અમને કૃતાર્થ કર્યા છે.
આ ગ્રંથના મુખપૃષ્ઠ તથા અંતર્ગત ચિત્રની ચિત્રકલા તથા સુશોભન માટે સહાયભૂત થનાર બહેન કુ. તેજલ શાહ તથા શ્રી રાજેશભાઈ દલાલની સેવાને અમે બિરદાવીએ છીએ. ગ્રંથને અલંકૃત કરવામાં ચીવટપૂર્વકના કાર્ય બદલ અમે તેમના આભારી છીએ.
.
Page #13
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પ્રકાશનના સર્વ કાર્યમાં ઝીણવટપૂર્વકની જવાબદારી પાર પાડનાર, પ્રકાશન કાર્યના કેન્દ્ર સમાન પૂસ્વામિની તન્મયાનંદજીનો આભાર માનવો તે તેમના માટે અર્થહીન છે પરંતુ અમારું એ સદ્ભાગ્ય છે. પ્રકાશનકાર્ય માટે વારંવાર પ્રેસમાં જઈ કાર્યને વેગ આપી તેને સંપન્ન કરવામાં સહાયભૂત થનારા મનન પરિવારના મુમુક્ષુ ભાઈ શ્રી યોગેશ કોન્ટ્રાક્ટરના પણ અમે અત્યંત આભારી છીએ. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં સહકાર આપવા બદલ મૌજ પ્રકાશનના શ્રી માધવભાઈનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
પ.પૂ.સ્વામીજીના આ મહાન ગ્રંથની ચોથી આવૃત્તિને આધ્યાત્મપ્રેમી પ્રજા સમક્ષ પ્રગટ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
હરિ ૐ.
ટ્રસ્ટી મંડળ
મનન”
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૯
10
૫૫ ૫૬
વિષય વંદના પ્રાકથન સંપાદકીય અપરોક્ષાનુભૂતિ પરિચય મંગલાચરણ શીર્ષકની સાર્થકતા સાધનચતુષ્ટય નિર્દેશ વૈરાગ્ય વિવેક શમ તથા દમ ઉપરતિ અને તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન મુમુક્ષુતા સાધન-ચતુષ્ટયનું સમાલોચન આત્મવિચાર વિચારનું સ્વરૂપ વિચારની વિચારણા અજ્ઞાન પરિચય આત્મા અને અગ્નિ શરીર તાદાત્મ જ્ઞાનનું સ્વરૂપ આત્મશોધની મૂર્ખતા દેહાત્મભાવનું નિદાન આત્મા અને સ્થૂળ શરીર આત્મા અને સૂક્ષ્મ શરીર આત્મા સૂક્ષ્મ, સ્થૂળ શરીરથી મુકત ગત-બ્રહ્મ ઐકય mતની ઉત્પત્તિ અધ્યારોપ અને અપવાદ ગત-બ્રહ્મની અભિન્નતાનું દષ્ટાંત ભેદ એ જ ભય
૭૫
૧૧૫ ૧૧૮ ૧૨૩ ૧૫૩ ૧પ૯ ૧૭૫
૧૭૭
१७८
૧૮૯ ૨૦૧ ૨૮ ૨૧૦
) અનુકમ
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૧૧ ૨૧૫ ૨૧૭ ૨૨૦ ૨૨૪ ૨૩૨ ૨૩૮ ૨૪૩ ૨૪૮ ૨૫૦ ૨૫૪ ૨૬૮ ૨૦ ૨૮૧ ૨૮૭ ૨૯૪ ૨૯૭
વિષય
સ્વરૂપના અજ્ઞાનમાં જ વૈત શોક-મોહનો નાશ અદ્વૈત કૃતિસંગત છે અનુભવગમ સંસાર અસતુ છે ત્રણે અવસ્થા અસત્ છે ઐકય નિરૂપણ કર્મમાં જ બ્રહ્મનો મર્મ બ્રહ્મમાં કાર્ય-કારણ ભાવ જડ-ચેતનના ભેદ ભ્રાન્તિ છે દેહાત્મભાવની ભ્રાનિ આત્મામાં દેહની ભ્રાન્તિ અધ્યસ્તનો અધિષ્ઠાનમાં લય મનનશીલ મુમુક્ષુનું કર્તવ્ય જ્ઞાનીના પ્રારબ્ધનું નિરાકરણ અજ્ઞાનનાશથી પ્રપંચ-નાશ જ્ઞાન દ્વારા પ્રારબ્ધની નાબૂદી પ્રારબ્ધનો સ્વીકાર એ જ શ્રુતિ અને વેદાન્તનો ઇન્કાર છે નિદિધ્યાસન (જ્ઞાન-પ્રાપ્તિનું સાધન) યમ યમ (અહિંસા)-૧ યમ (સત્ય)-૨ યમ (અસ્તેય)-૩ યમ (બ્રહ્મચર્ય)-૪ થમ (અપરિગ્રહ)-૫ નિયમ નિયમ (શૌચ)-૧ નિયમ (સંતોષ)-૨ નિયમ (તપ)-૩ નિયમ (સ્વાધ્યાય)-૪
0 અનુકમ
૨૯૯ ૩૧૪ ૩૧૭ ૩૨૮ ૩૩૩ ૩૩૪ ૩૩૬ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૧ ૩૪૩
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૪ ૩૪૬
વિષય નિયમ (ઈશ્વર પ્રણિધાન)-૫ નિયમ (સજાતીય વૃત્તિપ્રવાહ)-૬ ત્યાગ
૩૬૧
મોન
૩૭૩ ૩૮૩ ૩૮૭
૪૦૧
૪૦૬
૪૦૮ ૪૧૨ ૪૧૫ ૪૩૫
૪૫૧ ૪૫૬ ૪૬૫ ૪૭૬ ૪૮૦ ૪૮૬ ૪૮૮ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૩ ૪૯૮
દેશ કળ આસન આસન (સિદ્ધાસન) મૂળબંધ દેહસાસ દષ્ટિની સ્થિરતા પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ નિદિધ્યાસનનાં પ્રકરણનો ઉપસંહાર સાધનમાં વિઘ્ન વૃત્તિ દ્વારા પૂર્ણત્વનો અભ્યાસ વૃત્તિવિહીનની નિંદા બ્રહ્માકાર વૃત્તિવાળાની પ્રશંસા શાબ્દિક જ્ઞાનની નિંદા બ્રહ્મનિષ્ઠાની સ્થિતિ બ્રહ્માકાર વૃત્તિની પદ્ધતિ અન્વય-વ્યતિરેક દ્વારા આત્મવિચાર બ્રહ્મભાવથી બ્રહ્મત્વ પ્રપંચમાં પરબ્રહ્મ દૃષ્ટિ દયથી અદશ્ય ગ્રંથનો ઉપસંહાર રાજયોગનો અધિકારી
૫૦
પ૦૦ પ૪ પ૦૫ ૫૦૬ .
૦ અનુકમ
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
અપરોક્ષાન્નુભૂતિ
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
મોક્ષાનુભૂતિ
(શ્રી આદિ શંકરાચાર્યની પ્રસાદી) અનાયાસે એકને એકાન્તમાં અદ્વૈતનો અભેદનો અસંદિગ્ધ અનુભવ થવો તેને અપરોક્ષ અનુભવ કે અપરોક્ષાનુભૂતિ કહે છે. આવી અનુભૂતિ તે એ” “મારા” દ્વારા લીધેલી મારી મુલાકાત અથ વિના પ્રયને સહજ રીતે મારા “સ્વ” સ્વરૂપ સાથે સાક્ષાત્કાર. આવો સાક્ષાત્કાર તે જ મારા નિજાનંદી સ્વરૂપ સાથે નગ્નાવસ્થામાં મેં કરેલું આલિંગન. આવી અલૌકિક અનુભૂતિને જ આત્મજ્ઞાન કહેવાય છે. “એ” “મારા” દ્વારા મેળવેલું મારું જ્ઞાન મારું
સ્વ-રૂપ સરૂપ, ચિરૂપ અને આનંદરૂપ છે તેવા અનુભવથી સર્વ અનર્થોની નાબૂદી થાય છે, પરમાનંદની પ્રાપ્તિ થાય છે, જન્મત્યુનું ચક સદાને માટે સમાપ્ત થાય છે, અધ્યાસનો નાશ અને અધિકાનની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિરૂપી શાંતિ નિર્મૂળ થાય છે ને સનાતન શાંતિ હસ્તગત અનુભવાય છે. આવી શાશ્વત ચિરંજીવી શાંતિની દિશામાં પગલાં પાડવા આપણે આદિ શંદરાચાર્યના ગહન, રહસ્યમય પુસ્તક “અપરોક્ષાનુભૂતિ’ વિશે ચિંતન કરવાનું સાહસ કરીશું.
આપ અને હું કોઈ ગુરુકૃપાથી વંચિત નથી. તેથી ચિંતન-મનનનો તરાપો લઈ અપરોક્ષાનુભૂતિ' જેવી જ્ઞાનનૌકા સમીપ પહોંચવાની હામ ભીડીએ અને શબ્દેશબ્દના સારને જીવનકિનારે આણીએ. મોક્ષાનુભૂતિમાં (૧) અપરોક્ષ
અને
(૨) અનુભૂતિ બે શબ્દોનો સુભગ સમન્વય સ્પષ્ટ સમજી શકાય છે. સામાન્ય માનવીની સંગૃહિત સ્મૃતિમાંથી સરી પડેલો આ “અપરોક્ષાનુભૂતિ’ શબ્દ શ્રવણ કરતાંની સાથે જ અજાણ્યો, અનભિજ્ઞ અને અજ્ઞાત છે તેવો ભાવ ઉત્પન્ન થાય છે. વાત ખોટી નથી. જીવનમાં અને mતમાં મને જેનો જેનો પરિચય છેતે કાં તો મારી પ્રત્યક્ષ છે અથવા પરોક્ષ છે. જે કંઈ પ્રત્યક્ષ છે, પ્રતિ = દરેક, મ = ઈન્દ્રિયનો અનુભવ છે તેને મેં પ્રયોગશાળાની કસોટીએ
સી-પ્રયોગશાળાના પરિણામે પારખી-જોયો, પણ ‘અપરોક્ષ' જેવું નજર ન આવ્યું. જે કંઈ “દશ્ય છે તેની ભૂગોળ ભમી આવ્યો. પણ ન જડ્યું મને કંઇ મારાથી ભિન્ન-અપરોક્ષ' જેવું. જે કંઈ ઉપરોક્ષ' છે તેના સીમાડે
Page #21
--------------------------------------------------------------------------
________________
(૨)
ચડીને મેં જોયું..છતાં ‘અપરોક્ષ’ હાથ ન આવ્યું. આમ જેને જેને હું જોણું છું તેનો હું જ્ઞાતા છું. જેને જોઉં છું તેનો દ્રા છું. હું જ્ઞાતા બન્યો, ા થયો ને સરવાળો ઊભો થયો કે હું અજાણ છું, અપરિચિત છું “અપરોક્ષ”થી. મૂંઝાયો કે ‘અપરોક્ષ’ છે શું? નિશ્ચય તે પ્રત્યક્ષ અને પરોક્ષની સીમાની પેલે પાર છે, જ્યાં ષ્ટિ કે મન ન પહોંચે તે જ છે. તો ચાલો ‘પ્રત્યક્ષ’-‘પરોક્ષ’ના બે કાંઠાઓને સમજી, પછી અપરોક્ષ ચૈતન્યપ્રવાહને સ્પર્શ કરવા પ્રયત્ન કરીએ.
પ્રત્યક્ષ : જે વસ્તુ, વિષય કે વ્યક્તિને હું મારી સમક્ષ જ્ઞાનેન્દ્રિયની મદદથી જાણું છું, ઓળખું છું તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે અને તે પ્રત્યક્ષ જ્ઞાન કહી શકાય. દા.ત.: સામે પર્વત, મકાન, વૃક્ષ છે. મહદ્ અંશે જે નામ અને આકારવાન છે તે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની શકે. અને જ્યાં કંઈ પ્રત્યક્ષ હોય ત્યાં મોટે ભાગે દૃશ્ય, દ્રષ્ટા અને દૃષ્ટિની ત્રિપુટી જન્મે છે.
પરોક્ષ: જે વિષય ઇન્દ્રિયથી સૂક્ષ્મ છે, જ્યાં જ્ઞાનેન્દ્રિય પહોંચી શકતી નથી અર્થાત્ જે ઇન્દ્રિયગમ્ય નથી તેને પણ હું જાણું છું. દા.ત.: તન્માત્રા, રાગ, દ્વેષ, સ્નેહ, તેને આકાર નથી તેથી દષ્ટિનો વિષય નથી, છતાં હું તેથી અજ્ઞાત નથી જ. આમ હું તેમને પરોક્ષ રીતે જાણું છું, જેવી રીતે હું મન, વીજળી, ગુરુત્વાકર્ષણને જાણું છું. તે ઇન્દ્રિયગમ્ય નથી, છતાં અનુમાનથી, મનથી, બુદ્ધિથી સમજી શકાય તેમ છે. આવું શાન પરોક્ષ છે, જ્યાં જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેયની ત્રિપુટી જન્મે છે.
આમ ‘પ્રત્યક્ષ’ અને ‘પરોક્ષ’ જ્ઞાનની મદદથી આપણી આસપાસ ચોમેર પથરાયેલા નામ અને આકારનાં દૃશ્ય અને ભૌતિક જ્ગતનો આપણે પરિચય મેળવી શકીએ છીએ અને જે કંઈ અસ્તિત્વમાં છે તેને જાણી શકીએ છીએ. પણ પ્રશ્ન થાય છે કે આ સૌને ‘જાણનાર' કોણ ? સર્વની હયાતીનો સાક્ષી કોણ? અને તેને કઈ રીતે જાણી શકાય ? જ્ગતને જો ઇન્દ્રિયો જાણે તો ઇન્દ્રિયોનો જ્ઞાતા કોણ? જે જ્ઞાતા મન, તો મનને જાણે છે કોણ ? જે જવાબ બુદ્ધિ હોય તો ‘બુદ્ધિ બહેર મારી ગઈ છે”, “બુદ્ધિ તેજસ્વી છે,” “બુદ્ધિ બગડી છે”, “હું બુદ્ધિમાન છું”, “હું મંદ બુદ્ધિવાળો છું”, વગેરે કહે છે કોણ ? બુદ્ધિનો જે શાતા હોય તે બુદ્ધિને જાણે છે આત્મા કે બ્રહ્મ અથવા ચૈતન્ય. જો આત્મા સૌને જાણે તો તેનો શાતા કોણ? આ આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ? આત્મા કે બ્રહ્મ ઇન્દ્રિયગમ્ય
Page #22
--------------------------------------------------------------------------
________________
(૩) નથી, તેથી કદાપિ તે પ્રત્યક્ષ થઈ શકે નહિ. મુંક' કૃતિ જણાવે છે કે ર વકુવા ગૃદિરે નવ વાવા ના દે તપાસ કર્યા વા “આત્મા નેત્ર, વાણી, ઈન્દ્રિય, તપ કે કર્મથી પ્રાપ્ત થતો નથી.” તેવી જ રીતે આ આત્મા અનુમાનગમ પણ નથી અર્થાત આત્મા કદી પરોક્ષ થઈ શકે જ નહીં. કઈ રીતે અંતરાત્મા મુજથી દૂર, ભિન્ન, પરોક્ષ હોઈ શકે? અનુમાન, તર્ક કે મન દ્વારા તે સિદ્ધ થઈ શકે તેમ નથી, તે સાધ્ય પણ નથી. તે તો સ્વયં સિદ્ધ છે. તેત્તિરિય ઉપનિષદ કહે છે કે આત્મા મનનો વિષય નથી. “યતો વાવો નિવર્તિને અાપ્ય મનસા સર” જ્યાંથી વાણી, ઈન્દ્રિયો, મન તેને પ્રાપ્ત કર્યા વિના પાછાં ફરે છે તે આત્મતત્વ છે. આમ, કૃતિનાં સંદર્ભમાં, શાસ્ત્રોના અનુસંધાનમાં અને જ્ઞાનીના અનુભવમાં એક વાત સ્પષ્ટ છે કે, આત્મા નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ અને છતાં તે નથી એમ નથી-તે તો સર્વ કાળે, સર્વ સ્થળે હાજરાહજૂર છે અને તેથી આત્મા નથી ઇન્દ્રિયગમ, નથી અનુમાનગમ, નથી દૂર, નથી પાસે, કારણ કે તે તો સાક્ષાત્ અપરોક્ષ છે. આમ જે અપરોક્ષ છે તે બ્રહ્મ કે આત્મા છે, અને જે બ્રહ્મ કે આત્મા છે તે જ માત્ર એક ‘અપરોક્ષ
આપણું “સ્વરૂપ' દી આપણાથી ભિન્ન, દૂર કે પરોક્ષ ન થઈ શકે. તેમ જ તેને પ્રત્યક્ષ પણ ન કહેવાય. કારણ કે દશ્ય પદાર્થોની જેમ
સ્વરૂપ” = આત્મા દશ્ય” બનતો નથી કે આપણે દૂર ઊભા રહી તેને જોઈ કે અનુભવી શકીએ. એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે કદી પણ, ભ્રમણા કે ભ્રાંતિમાં પણ, ‘આત્મા’નાં દર્શન થાય નહીં. રામ, કૃષ્ણ કે કાળીનાં દર્શન શક્ય છે, પણ બ્રહ્મ કે આત્માનાં નહીં. દર્શન હંમેશા બીજાના
થાય.
દર્શન જે “સ્વ”થી દૂર છે તેનાં થાય દર્શન મુજથી જે ભિન્ન છે તેનાં થાય દૂરની વસ્તુનાં દૂરથી થાય તે દર્શન આત્મા’ તો અંતર્યામી છે. ક્યાં છે તેમાં કોઈ પાસ’ કે દૂર? સર્વવ્યાખના સહજરૂપે જ્ઞાનચક્ષુથી દર્શન
સર્વ સ્થળે.
Page #23
--------------------------------------------------------------------------
________________
(૪)
મારું સત્ ચિત્ સ્વરૂપ ક્યાં મુજથી છે ભિન્ન!
કે
દર્શનની અપેક્ષા ધરું! એક થવા તિતિક્ષા કરું! સાચાખોટાની પરીક્ષા કરું! એકાન્તમાં પ્રતીક્ષા કરું!
―
મારે મારા દર્શન માટે, સ્વરૂપના, આત્માના સાક્ષાત્કાર માટે નથી દૂરદર્શક કે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર, નથી કોઇ સાધનની આવશ્યકતા. કારણ, બ્રહ્મદર્શન સાધનનિરપેક્ષ જ શક્ય છે. આવું દર્શન બીજાનું નહીં, મારા સ્વરૂપનું દર્શન, એટલે જ સ્વરૂપનું જ્ઞાન, કે જેના માટે માત્ર જ્ઞાનચક્ષુની જરૂર છે. “વિમૂઢા નાનુન્તિ પશ્યન્તિ જ્ઞાનવસુઃ” - “માત્ર જ્ઞાનચક્ષુવાળા જ તેને જાણે છે, અજ્ઞાની જન નહીં.” જ્ઞાન દ્વારા જ જે ‘અપરોક્ષ’ આત્મા છે તેને જાણી શકાય છે. કારણ કે આત્મા જ્ઞાનગમ્ય છે, શ્રુતિગમ્ય છે, જ્ઞેય છે. સ્મૃતિ કહે છે: “જ્ઞાન જ્ઞેય જ્ઞાનમાં દૈવિ સર્વસ્વ તિષ્ઠિતમ્”. આમ, ‘સ્વરૂપ’ કે ‘આત્મા' અપરોક્ષ છે માટે તેને જાણવા કે જોવા ઉપદેશની જરૂર છે. ગુરુ અને શાસ્ત્રની પરંપરાથી ચાલી આવતી શિક્ષણપ્રણાલિકા વિના સર્વના સાક્ષી, અપરોક્ષ આત્માની અદ્વિતીયતા જાણી શકાય તેમ નથી. અપરોક્ષાનુભૂતિના સંદર્ભમાં અપરોક્ષ એટલે જ આત્મા તેવી સમજ પશ્ચાત્ “અનુભૂતિ” વિશે ચિંતન કરીએ.
અનુભૂતિ : અનુભૂતિ અર્થાત્ અનુભવ. વિચારશીલ વ્યક્તિ પોતાના અનુભવ સાગરમાંથી પ્રેરણાપાન કરીને જ જીવનની દિશા નક્કી કરે છે. મોટા ભાગનાં ‘તારણો’ કડવા-મીઠા અનુભવોની જ પેદાશ છે.
જીવનમાં
“અનુભવથી બધું મળશે, ન મળશે તુજને વાચનથી; તડપવાનું છે સમજણથી, સમજવાનું છે જીવનથી.” આસિમ “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.”
જેવો જેનો અનુભવ તેવી તેની ભાવિ દિશા. સુખદ અનુભવ, સુખની પુનરાવૃત્તિ માટે વણથંભી આગેકૂચ કરશે, જ્યારે દુ:ખદ અનુભવ, દુ:ખ ઉત્પન્ન કરનારી દિશામાં કૂચ થંભાવી દેશે, અગર તેથી વિપરીત દિશામાં પ્રયાણ શરૂ કરશે. આમ, માનવમન સતત પ્રેરણાભાથું અનુભવથી મેળવે
Page #24
--------------------------------------------------------------------------
________________
છે છતાં સામાન્ય રીતે સુખપ્રાપ્તિ અને દુઃખમુક્તિ તે જ મનની સહજ પ્રવાસની દિશા રહી છે.
સુખ કે દુ:ખ મારી બહાર છે, |
દુખ કે સુખ બીજાથી જન્મે છે, તેવા ભ્રાંતિમય અનુભવથી વ્યક્તિ પીડાય છે માટે દુ:ખ દૂર કરવા જગતમાં પ્રયત્ન થાય છે, અને સુખ બીજેથી બહારથી આવે છે માટે સંસારમાં તેની શોધ ચાલુ રહે છે. માનવનું મન કાં તો કંઇ પ્રાપ્ત કરવા અથવા પ્રાપ્ત કરેલ વસ્તુથી ઉબાઈને તેનો ત્યાગ કરવા પ્રયત્નરત રહે છે. મન કાં તો વિષયવસ્તુને પોતાની સમીપ ખેંચે છે અથવા તે પરિસ્થિતિથી દૂર નાસવા પ્રયત્ન કરે છે. માનવમનની આ નાસભાગ-દોડાદોડ તેના પ્રયત્ન કે પરોક્ષ અનુભવ એટલે કે અનુભૂતિને આધારે જ થાય છે.
'પ્રત્યક્ષ અનુભૂતિ = અનુભવ ઉપરોક્ષ અનુભવ = અનુભૂતિ... દ્વારા જે કંઈ અનુભવાયું તેની પાછળ દોડાદોડમાં વ્યક્તિ અપરોક્ષ અનુભૂતિ જેવું કંઈ છે તેનો ખ્યાલ ચૂફી ગઈ. પ્રત્યક્ષ અર્થાત્ જે કંઈ દશ્ય છે તે, જે ઈન્દ્રિયો દ્વારા ભાગ્ય છે કે, સંપૂર્ણ સંસારનો જે અનુભવ કે અનુભૂતિ છે તે. અને જે અત્યારે દશ્ય નથી પણ શ્રાવ્ય છે અર્થાત્
સ્વર્ગની વાતો શ્રવણ કરી, અપ્સરાઓની કલ્પના હૃદયમાં કોતરી, જે કાલ્પનિક અનુભવ થાય તે પરોક્ષ અનુભૂતિ છે. “સ્વગીનો અનુભવ જે વાચન-શ્રવણથી મેળવ્યો તે પરોક્ષ છે. આપણે પ્રત્યક્ષ સંસારની પાછળ આંધળી દોટ મૂકી, દોટ આપણી સાચી હતી. દિશા ખોટી હતી. સત્યની અનુભૂતિ તો બાજુએ રહી પણ સમાજની સહાનુભૂતિ મેળવી આપણે થોભી ગયા અને ફરી ઉપરોક્ષ સ્વર્ગની અનુભૂતિ પામવા પુણ્યકર્મો તરફ દોડ્યાં પણ વાયા (તારા) પાપ-પુણ્ય તરફ જવાનો રસ્તો ન મૂક્યો અને આપણે પાછા ફર્યા.
આમ, ધરતી અને સ્વર્ગની જે દોડાદોડ છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભૂતિ કહી શકાય. છતાં મનુમતિની સમજણ માટે ત્રણ વિભાગ પાડવા યથાર્થ છે: (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ (૩) અપરોક્ષ.
(૧) પ્રત્યક્ષ અનુભૂતિ: જે અનુભવ ઈક્સિની મદદથી થાય તે, જેને ઈન્દ્રિયગમ્ય જ્ઞાન પણ કહે છે. જ્ઞાનેન્દ્રિયજન્ય અનુભૂતિ ઉપર પ્રયોગ
Page #25
--------------------------------------------------------------------------
________________
થઈ શકે, તે ઉપરથી ચકાસણી અને ફેરારની નોંધ થઈ શકે તેવી શક્યતા હોય છે. પ્રત્યક્ષ અનુભવ માટે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી.
(૨) પરોક્ષ અનુભૂતિ: જે અનુભવ ઈન્દ્રિયજન્ય નથી પણ અનુમાન કે તર્કગયું છે તેને પરોક્ષ અનુભવ કહે છે. અનુમાનની મદદથી જે અનુભવ પર અવાય છે તેમાં એક વસ્તુ શાત હોય છે તે ઉપરથી અજ્ઞાત વિશે અનુમાન કરવામાં આવે છે. આવી યિાને તાર્કિક કૂદકો અથવા “લોજિક્લ જમ્પ” પણ કહે છે. દા.ત.: સવારે ઊઠીને જમીન ભીની જોઈ તેથી નક્કી કર્યું કે રાત્રે વર્ષા થઈ હતી. રાત્રે થયેલી વર્ષા તે આંખો દ્વારા જોવાયેલ કે અનુભવાયેલ ઘટના નથી, તેનું પ્રત્યક્ષ જ્ઞાન નથી, પણ પરોક્ષ અનુભવ જરૂર છે. આમ, ભીની જમીન દશ્ય છે, શાત છે તેના આધારે જે વર્ષો અજ્ઞાત છે, અદશ્ય છે, તે ઉપર અનુમાન કર્યું અને રાત્રે વર્ષ થયેલી તેવો નિર્ણય ક્ય. આવી રીતે અનુમાન, તર્ક કે મનની મદદ દ્વારા જે અનુભવ થાય છે તેને પરોક્ષ અનુભૂતિ કહેવાય છે. ટૂંકમાં ઉપરોક્ષ અનુભૂતિ પણ 'પ્રત્યક્ષ’ના આધારે જ થાય છે. ઉપરનાં દ્રષ્ટાંતમાં “ભીની જમીન” પ્રત્યક્ષ છે. પરોક્ષ અનુભૂતિમાં મુખ્ય ત્રણ પ્રકારનાં અનુમાનનો સહારો લેવાય છે. :
अनुमान કાર્યથી કારણનું કારણ ઉપરથી
સાહચર્યથી અનુમાન કાર્ય વિશે અનુમાન
અનુમાન (૧) કાર્યથી કારણ વિશેનું અનુમાન
(૧) પુત્રને જોતા પિતાના અસ્તિત્વનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. આધુનિક યુગમાં ભલે પિતા “ટેસ્ટટયૂબ” હોય. ભલે અજ્ઞાત પણ કારણ તો હોય જ તેવું અનુભવાય છે.
(૨) વૃક્ષને જોતાં જ તેનું કારણ બીજ છે તેવું સર્વસામાન્ય અનુમાન કરી શકાય છે અને તેવો પરોક્ષ અનુભવ વ્યવહારમાં સાચો પણ મનાય
(૩) ભવન કાર્ય છે તો તેનું કારણ કડિયો હોવો જ જોઈએ. (૪) દાગીના કાર્ય છે માટે સોની છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
છે.
જે કંઈ અસ્તિત્વમાં છે તેનો રચયિતા જરૂર હોવો જ જોઈએ. પછી તે આપણો પ્રત્યક્ષ જોયેલો હોય તેવું જરૂરી નથી. માટે જ આપણા હાથે બાંધેલી ઘડિયાળનો બનાવનાર ક્યાંક કોઈ કારખાનામાં હશે જ. તે વિશે આપણે શંકા ઉઠાવતા નથી, કારણ ઘડિયાળ અસ્તિત્વમાં છે. તેમ જ
mત અસ્તિત્વમાં છે માટે તેનું કારણ જરૂર ક્યાંક હશે. જગત કાર્ય છે અને કારણ વિના કાર્ય હોઈ શકે જ નહીં માટે ઈશ્વર કારણ છે. ભલે તે પ્રત્યક્ષ ન હોય, પણ છે જરૂર તેમાં બે મત નથી.
આમ કાર્ય ઉપરથી કારણ ઉપર જવાની પ્રક્રિયાને શાતથી અજ્ઞાત વિશેનું અનુમાન કહેવાય છે, જે પરોક્ષ અનુભવ માટે જરૂરી છે. (૨) કારાણથી કાર્ય વિશેનું અનુમાન
બીજ' કારણ છે. તેને પ્રત્યક્ષ જોઈ ખેતી થશે, વૃક્ષ ઉગશે તેવું અનુમાન શકય બને છે; અને તેવા પરોક્ષ અનુભવથી જ ખેતી માટે ખેડાણનું સાહસ કરાય છે. તેમ જ માટી જોઈ ઘડાના અને સોનું જોઈ ઘરેણાના નિર્માણની શક્યતાઓ સર્જાય છે. આમ, કારણ પરથી પણ કાર્ય વિશે અનુમાન કરીને પરોક્ષ અનુભવ એકત્રિત કરી શકાય છે. (૩) સાહચર્યથી અનુમાન
(૧) લગભગ સાથોસાથ વિહાર કરનારાં સ્ત્રી-પુરષ પતિ-પત્ની હશે તેવું સાહચર્યથી અનુમાન થઈ શકે. (૨) ગ્રહની સાથે રહી આગળપાછળ પરિભ્રમણ કરનાર ઉપગ્રહ કે ચંદ્ર હશે તેવું અનુમાન કરી શકાય. (૩) વિદ્યાથીઓની સાથે સાથે ફરનાર પણ મોટી ઉમરવાળો શિક્ષક હોવો જોઈએ. (૪) જે મૉડ નાખી કન્યાદાન માટે તૈયાર છે તે કન્યાના મા-બાપ હોવાં જોઈએ તેવું સાહચર્યથી નક્કી થઈ શકે. આમ, અનુમાનની મદદથી જે અનુભૂતિ થાય છે તેને પરોક્ષ અનુભૂતિ કહે છે.
માનવજીવનનો પાયાનો, પ્રાથમિક, વણખેડાયેલો પ્રશ્ન છે કે આત્માનો અનુભવ કઈ રીતે થાય? આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ? અનંત સમયથી ચાલી આવતી આ સમસ્યાની આજે પણ શોધ ચાલુ છે. ઈશ્વરની ખોજ, ભગવાનનાં દર્શન માટે મુમુક્ષુ ભટકી રહ્યો છે. તેની દોટ સાચી છે, દિશા ખોટી છે. તેની સ્વરૂપસાક્ષાત્કારની તલપ સાચી છે, તલાશ
ખોટી છે. આત્માની શોધ પેલા ચોર જેવી છે જે ચોર પોતે જ પોલીસનાં કપડાં પહેરીને ચોરની શોધમાં દોડાદોડ કરી રહ્યો છે. એક હકીકત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભૂતિ કદી
Page #27
--------------------------------------------------------------------------
________________
(૮) પણ આત્મા તરફ લઈ જઈ નહીં શકે, એટલું જ નહીં પ્રકૃતિ કે શ્વર પણ પરોક્ષ થઈ શકે તેમ નથી, તો પછી જે મારું સ્વરૂપ છે, જે અંત ચૈતન્ય છે તે કઈ રીતે મારાથી ભિન્ન થઈ મને દર્શન દે! તે કદાપિ પ્રત્યક્ષ ન થઈ શકે તેમજ જે મુજથી અભિન્ન છે તે પરોક્ષ પણ ન થઈ શકે.
આત્માની )
પ્રત્યક્ષ અનુભૂતિ ન થઈ શકે. બ્રહ્મની સ્વ-સ્વરૂપની ]
કારણ, આત્મા કદી દરય થઈ શકતો નથી. જે દરથ હોય તે રૂપવાન, આકીવાન હોય અને તેથી જ ચહ્યું તેને ગ્રહણ કરી શકે. આત્મા નિરાકાર છે, એટલું જ નહીં, જેને આકાર છે તેને નામ છે. જે સાકાર અને નામી છે તેનો જન્મ છે; જ્યારે આત્મા તો અજન્મા છે. ન જાય યિતે વા વારિત્ નાયમ્ મૂતા પવિતા વા ન મૂય: “આ આત્મા જન્મતો નથી, મરતો નથી તેમ જ કોઈ પણ વખત ન હોઈને ફરીથી થવાનો છે તેમ નથી. તેમ જ જન્મ્યો છે તે ભાવિમાં નથી રહેવાનો તેમ પણ નથી.” જ્યારે તેથી વિપરીત જે દશ્ય છે તે નાશ પામવાના સ્વભાવાળું છે. તૂટ: નર્ટ: સ્વભાવ: આમ, જેની જેની પ્રત્યક્ષ અનુભૂતિ છે તે નાશવાન છે. જ્યારે આત્મા આત્મા અવિનાશી છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ સ્વપ્નમાં પણ શક્ય નથી. વિના તુ તતિ પેન સર્વવુિં તત૬/ તદુપરાંત આત્માને શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શ વગેરે ગુણો નથી તેથી તે ઈન્દ્રિયોથી પકડાય તેમ પણ નથી. તેથી આત્માને પ્રત્યક્ષ અનુભવવા મથતા વૈજ્ઞાનિક, તાર્કિકોને ખબર નથી કે કેટલા યુગો કે જન્મો સુધી પ્રયોગશાળાની પરિકમા કર્યા કરવી પડશે! અંતરાત્માને પોતાની બહાર શોધનારા, પ્રત્યક્ષ જોવા માગતા કદી સફળ થવાના નથી. જેમ તલની અંદર તેલ છે તે બહાર કેમ દેખાય! ચકમકનો અગ્નિ તેથી ભિન્ન દ્રશ્ય નથી. આંખ કીકીને શોધવા ભટક્યા કરે તેવી જ ભ્રાંતિમય શોધ આત્માને પોતાથી પૃથક પ્રત્યક્ષ અનુભવનાર ચલાવી રહ્યા છે. કબીરની ભાષામાં આવો પ્રયત્ન કેવો છે?
“જ્યાં તિલ મહી તેલ છે, જ્યાં ચકમકમેં આગિ; તેરા સાંઈ સુઝમેં, જાગિ સકે તો જાગિ.
જ્યો નૈનનમેં પૂતરી યોં ખાલિક ઘટ માંહિ; મૂરખ લોગ ન જન હીં, બહાર લૂંટન જાહિ.”
Page #28
--------------------------------------------------------------------------
________________
(૯)
આત્મા-હા
ની પરોક્ષ અનુભૂતિ શક્ય નથી.
સ્વ-સ્વરૂપ
પરોક્ષ અનુભવમાં અનુમાનની મદદ લેવાય છે અને એક જ્ઞાત વસ્તુ પદાર્થ કે દ્રવ્ય પરથી અજ્ઞાત વસ્તુ વિશે અનુમાન થાય છે. જેમ કે, ધુમાડો દૃશ્ય છે તેથી ત્યાં અદશ્ય અજ્ઞાત અગ્નિ હશે તેવા અનુમાનમાં ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે તે નક્કી થયેલ હોઈ અગ્નિના અસ્તિત્વ વિશે થન કરવામાં સરળતા છે; જ્યારે આત્માને નથી કોઈ કારણ કે નથી આત્મા કોઈનું કારણ; નથી આત્મા પોતે કાર્ય કે નથી તેનું કોઈ કાર્ય કે જેથી આત્માનું કાર્ય જોઈ કંઈ અનુમાન થાય. આત્મામાં નથી કંઈ પૂર્વે કે નથી પશ્ચાત્ કે જેથી જેવી રીતે ધૂમ પૂર્વે અગ્નિ હોય. આત્માને નથી કોઇ અંગ, નથી કંઈ નિશાની, નથી ધૂમ જેવું ‘લિંગ’ કે જેને જોઈ આત્મા વિશે અનુમાન થઈ શકે. આત્મા જેવું બીજું કંઈ જ અસ્તિત્વમાં નથી, જેથી ઉપમા કે દ્રષ્ટાંત પણ આપી શકાય. તે તો એક અને અદ્વિતીય છે. આત્મામાં કોઈ દિશા નથી, તે તો સર્વવ્યાપ્ત છે તેથી આત્માનું કોઇ નિશ્ચિત સ્થાન પણ નકકી થઈ શકે તેમ નથી. બીજમાંથી વૃક્ષ ભવિષ્યમાં થશે તેમ, આત્મા અમુક સમયે આવશે તેવું નથી, તે તો કોઈ સમયે નહોતો તેવું નથી. આત્મા સર્વ સમયે, સર્વ સ્થળે, જડ-ચેતન સર્વમાં છે અને છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકાય તેમ નથી. તે જ આશ્ચર્યોનું આશ્ચર્ય છે. માટે જ સ્મૃતિ તેને આશ્ચર્ય કહે છે: આશ્ચર્યવત્પતિ વેિનમ્ આશ્ચર્યવધતિ તથૈવ ચાન્ય:। (ગી.અ.૨)
પરોક્ષ અનુભૂતિમાં ચિત્ત કે મનની મદદ લેવાય છે, પણ આત્મા તો મનથી પણ સૂક્ષ્મ છે, વાણીથી અગમ્ય છે તેથી મન ત્યાં પહોંચી શકે તેમ નથી; નિરાકાર છે તેથી ચક્ષુ પકડી શકે તેમ નથી. માટે જ કેન શ્રુતિ કથે છે:
न तत्र चक्षुर् गच्छति न वाग् गच्छति
न मनो न विद्यो न विजानीमो यथैतदनुशिष्यात् ॥
આત્મા એ તત્ત્વ છે કે જ્યાં વાણી, ઇન્દ્રિયો અને મનની દોડ થંભી જાય છે; અનુમાન કે તર્કનું ત્યાં સાહસ ચાલે તેમ નથી.
“પોથા તણો ના વિષય એ, ના તર્કની ત્યાં તો ગતિ; અગમ અગોચર પંથ એ, ગુરુગમ બધી ચાવી રહી !”
-રંગ અવધૂત
Page #29
--------------------------------------------------------------------------
________________
(૧૦)
તો પછી રખે કોઈ માને કે સાહચર્યથી આત્મા સમજી શકાય. જેમ ગરમી વધે તો પારો ઊંચે જાય; ઉષ્ણતામાન ઘટે તો પારો નીચે આવે, આમ, પારાના સાહચર્ય પ્રવાસ દ્વારા ઉષ્ણતામાન વિશે જેમ નિર્ણય લેવાય છે તેવું ભ્રાંતિરૂપ અનુમાન પણ આત્મતત્ત્વ વિશે શક્ય નથી. કારણ, આત્માને કોઈ સાથે સંબંધ જ નથી; તે તો અનામી, અરંગ, નિ:સંગ, અસંગ તત્ત્વ છે. મસો ફ્રિ મયં પુરુષ: (બુ.ઉ. ૩-૪-૧૫) પછી તેને કોઈ સાથે સાહચર્ય-સંબંધ કેવો !
આમ એક વસ્તુ સુસ્પષ્ટ છે કે આત્મા = બ્રહ્મ કે ‘સ્વ’ સ્વરૂપ કદી પરોક્ષ અનુભૂતિનો વિષય બની શકે નહીં. કારણ કે સ્વ-સ્વરૂપ સદાસર્વદા અપરોક્ષ જ હોય. જેની પાસે સ્થૂળ દષ્ટિ છે તેને કોઈની મદદ કે ઉપદેશ વિના જ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે, એ સંસારની અનુભૂતિ છે. જે સતત પ્રયત્ન અને સાધના કરે છે તેને સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત થાય; તે અદૃશ્ય, અજ્ઞાતને પણ અનુમાન દ્વારા સ્વીકારે અને પરોક્ષ અનુભૂતિ મેળવે, પણ ‘અપરોક્ષ અનુભૂતિ' તો માત્ર તત્ત્વ-દષ્ટિથી જ ઉપલબ્ધ છે તે નિર્વિવાદ છે. આવી તત્ત્વષ્ટિ માત્ર ઉપનિષદ અને વેદાન્તથી જ પ્રાપ્ય છે. આવી તત્ત્વદષ્ટિ તે જ અખંડ, અદ્વૈત કે અભેદ દૃષ્ટિ; આવી દૃષ્ટિ તે જ અપરોક્ષાનુભૂતિ. આ ઈષ્ટ લૌકિક કે પારલૌકિક નથી પણ અલૌકિક છે. માટે જ ઉપનિષદનો શિષ્ય નિ:શંક થઈ ખુમારીથી લલકારે છે કે “હું બ્રહ્મને જાણું છું અને નથી જાણતો.” “હું બ્રહ્મને સમ્યક્ રીતે જાણું છું તેમ નથી માનતો, છતાં હું તેને નથી જાણતો તેમ પણ નથી.”
नाहं मन्ये सुवेदेति नो वेदेति वेद च
જો નસ્તર્ વેક્ તવ્ વેદ્ નોન વેલેતિ વેલ ૨(કન ઉ)
ઉપનિષદની કેવી જ્ઞાનગર્જના! હું બ્રહ્મને જાણું છું પણ વિષય તરીકે નહીં અર્થાત્ પ્રત્યક્ષ અનુભૂતિના વિષય તરીકે નહીં, ઇન્દ્રિયગમ્ય તરીકે નહીં, મારાથી ભિન્ન છે તેમ નહીં, તે દૃશ્ય અને હું દ્રષ્ટા તેમ જાણતો નથી; અને બ્રહ્મને હું પરોક્ષરૂપે પણ જાણતો નથી, છતાં હું બ્રહ્મથી અજ્ઞાત છું, તેને નથી જાણતો, તેવું પણ નથી. હું આત્મા કે બ્રહ્મને ‘જ્ઞાત’ ‘અજ્ઞાત’થી પર છે તેવી રીતે જાણું છું. હું તેને મુજથી અભિન્ન, અભેદ છે તેમ અપરોક્ષ રીતે જાણું છું.” આમ, શ્રુતિ પાસે જે વાચાતીત છે તેને વાચાથી સમજાવવા ગેબી, અલૌકિક, અદ્ભુત પરંપરા છે શબ્દોનો પ્રયોગ કરી-શબ્દો પાછા ખેંચી-સાર ... હૃદયમાં મૂકવાની. “હું તેને નથી જાણતો તેમ પણ નથી અને જાણું તેમ પણ માનતો નથી.”
Page #30
--------------------------------------------------------------------------
________________
ચિંતન-મનન દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આત્માનુભૂતિ પ્રત્યક્ષ કે પરોક્ષ નહીં પણ માત્ર અપરોક્ષ જ શક્ય છે. અપરોક્ષાનુભૂતિ એટલે જ આત્મજ્ઞાન કે બ્રહશાન કે સ્વ-સ્વરૂપશાન-saif Knowledge. માટે જ આપણી પરંપરામાં ‘સ્વ'ની શોધ, ખોજ, “હું કોણ?” તેવા જ્ઞાનને ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ સ્થાન આપી, આત્મજ્ઞાનને પરમ પુરુષાર્થ ગણવામાં આવે છે. આત્મજ્ઞાનનું સ્થાન ધર્મ, અર્થ અને કામ કરતાં ઉન્નત અને ઉચ્ચ છે. જ્ઞાન પાસે સર્વ સિદ્ધિઓ, ચમત્કારો અને અનુભવો પાંગળા અને અપંગ ભાસે છે.
જ્યાં ઈન્દ્રિય કે બુદ્ધિ અથવા મન પ્રમાણ છે તેવા અનુભવો સંસારના ! છે અસંસારીના નહીં. તેવા સર્વ અનુભવો જડ સાથે છે, ચેતનનો તેને સ્પર્શ પણ નથી. આવો કોઇ અનુભવ ‘અનંત સાથેનો નથી, તમામ " નાશવાન પદાર્થોના ભ્રમણાત્મક પરિચયનો પ્રપંચ માત્ર છે. મન, ઈન્દ્રિય કે બુદ્ધિનો અનુભવ અંતિમ ન હોઈ શકે. કારણ, જેવું જેનું પ્રમાણ તેવો તેનો અનુભવ. જો પ્રમાણ જ અંતવાન હોય, Limited મર્યાદાયુક્ત હોય તો તે કદી અનંત કે અમર્યાદિત Limitless અનુભવ ન કરી શકે. . માટે એક વસ્તુ યાદ રાખીએ.
હજારોનો, અનેકનો અનુભવ એક માટે પણ શાન ન થઈ શકે જ્યારે માત્ર એકનું જ્ઞાન લાખો કે અગણિત લોકોનો અનુભવ થઇ શકે (એક્સપિરિયન્સ ઓફ થાઉસસ ઓફ પીપલ કેન નોટ બીકમ નોલેજ ફોર એ સિંગલ ઈન્ડિવિજ્યુઅલ બટ નૉલેજ ઓફ એ સિંગલ ઈન્ડિવિજયુઅલ કેન બીકમ એકસપિરિયન્સ ફોર મિલિયન્સ ઓફ પીપલ). આવી સ્પષ્ટ વાત છે છતાં સમાજ આજે અનુભવની પાછળ ગાંડો બન્યો; ઘેલો થઈ નાશવાન અનુભૂતિ પાછળ દોડયો. - થોડું વિચારીએ કે આપણા અનુભવ કેટલા ભ્રામક અને હાસ્યાસ્પદ છે:
(૧) મોટા ભાગનાનો સદેહે સગી આંખે જોયેલ અનુભવ છે કે સૂર્ય પૂર્વમાં ઊગી પશ્ચિમમાં આથમે છે. આવા લોકોનો તોટો નથી. આ દેશમાં તો આવું કથન કરનારા બહુમતીમાં જ મળશે. છતાં વિચારવાન સમજી શકે તે જ્ઞાન અનુભવથી તદ્દન વિપરીત છે. હકીકતમાં સૂર્યનો નથી ઉદય, નથી અસ્ત. પૃથ્વીના પરિભ્રમણથી ભાસ અને આભાસ થાય છે કે ઉદય અને અસ્ત સૂર્યના છે અને તે પણ પૂર્વ અને પશ્ચિમમાં જ્ઞાનમાં ઉદય
Page #31
--------------------------------------------------------------------------
________________
(૧૨) કે અસ્ત નથી; પણ હજારોના અનુભવમાં એ છે. હવે એક સાચો કે અનેક! આપ જ નક્કી કરી લો. પ્રત્યક્ષ અનુભવ કરનારા અનેક છે અને મૅરિટીમાં છે તેથી આપણું શું ચાલે! મેજોરીટી હંમેશા મૂખાઓની જ હોય ને! શાની તો રડયોખયો જવલ્લે જ મળે. આઈન્સ્ટાઈન, ગેલેલિયો, ન્યૂટન, સોક્રેટિસ, કૃષ્ણ, કાઈસ્ટ, બુદ્ધ કે ગાંધી કંઈ સમૂહમાં જન્મ લેતો નથી, છતાં તેમણે આત્મસાત્ કરેલી વાત અનેકને ગળે શુગર કોટિંગ વિના સહજતાથી ઉતરી જાય છે, અને ન ઊતરે તો પણ તેનું જ્ઞાન કદી અજ્ઞાન થતું નથી.
(૨) આકાશ વાદળી છે તેવો અનેકનો પ્રત્યક્ષ અનુભવ છે; છતાં જ્ઞાનમાં આકાશ રંગરહિત છે. નથી કોઈ રંગમાં આકાશ કે આકાશમાં રંગ નથી તે નિર્વિવાદ હકીકત છે. સ્પેસ ઇઝ ફી ફોમ ક્લર અથતું આકાશમાં જે વાદળી રંગ દેખાય છે તે પ્રતીતિ માત્ર છે. જેની પ્રતીતિ થાય તેનું યથાર્થ અસ્તિત્વ છે તેવું નથી; અને જેનું યથાર્થ અસ્તિત્વ છે તેની પ્રતીતિ થાય જ તેવું જરૂરી નથી. આકાશમાં રંગ દેખાય છે; પણ જે જે દેખાય તે હોય જ તેવું નથી તે જ્ઞાન છે.
(૩) ક્ષિતિજમાં ધરતી અને આકાશનો સંયોગ, સમન્વય કે મિલન દેખાય છે, અનુભવાય છે. અને આવા અનેકના અનુભવ ખોટા છે તેવું માત્ર એકનું જ્ઞાન છે. સત્યમાં ક્ષિતિજ જ ભ્રાંતિ છે. આમ, જેનો જેનો અનુભવ થાય છે તે વાસ્તવિકતાથી કેટલે દૂર છે તે સમજાય છે અને અનુભવ અને જ્ઞાનનો તફાવત સ્પષ્ટ થાય છે.
(૪) ચંદ્રમાં વધઘટ થતી અનુભવાય છે, જે આપણા રોજિંદા જીવનની સમસ્યા છે. છતાં જ્ઞાનષ્ટિમાં નથી ચંદ્ર વધતો, નથી ઘટતો છતાં અનુભવથી માનવી છેતરાય છે. ઇન્દ્રિયોના અનુભવ કેવા છે ઠગારા!
(૫) ઉનાળામાં હાઈવે ઉપર પી વાહનમાં પ્રવાસ કરતાં સડક ઉપર દૂર પાણી દેખાય છે, રણમાં મૃગજળ દેખાય છે; પણ પાણીનો એ અનુભવ કદી તૃષાને તૃપ્ત કરી શકે તેમ નથી. માટે જ તો ઝાંઝવાનાં જળ કહેવાય છે. કેવી અનુભૂતિની અજાયબ રચના! જે નથી તે દેખાય અને જે છે તે ન અનુભવાય!
(૬) ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ખેતરો ઊડતાં, વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં અનુભવાય, છતાં સમજાય છે કે ગતિ અને પ્રવાસ વિનાનાં ખેતરો કે વૃક્ષોમાં ગતિનો કેવો આરોપ અનુભવાય છે!
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૩)
(૭) કાચના વાસણમાં પાણી ભરી તેમાં ઊભી કરેલી લાકડી દૂરથી વાંકી દેખાય છે. બિચારી લકડીનો ક્યાં છે વાંક! તે જેવી છે તેવી નથી દેખાતી તેના સ્વરૂપને કુરૂપ કરવાનો કોણે આપ્યો પરવાનો કહોને! અરે, સૃષ્ટિનું પણ તેવું છે. તે ખરેખર જેવી છે તેવી જણાતી નથી, પણ ોનારાને પોતાના પ્રમાણ જેવી, દ્રષ્ટિ જેવી, સરળ કે વક્ર દેખાય છે.
સાર માત્ર એટલો જ કે અનુભવ એ જ્ઞાન નથી અને આત્મજ્ઞાન એ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવનો વિષય નથી. આપણા અનુભવો મર્યાદિત છે. કારણ, અનુભવ પ્રાપ્ત કરાવનાર સાધન કે પ્રમાણ ઇન્દ્રિય કે મન અંતવાન છે. તે કદી અનંતની યાત્રા કરી શકે નહીં. પણ જો કોઇ જ્ઞાનરૂપી અનુભવ હોય કે જે જ્ઞાનમય અનુભૂતિમાં શાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી સમાપ્ત થઈ ગઈ હોય તો તેવી અનુભૂતિ જ માત્ર અનાદિ અનંતને સ્પર્શ કરીને પોતે પણ અનંત અનાદિ અનુભૂતિ થઈ શકે. અને તેર્વો જે જ્ઞાનરૂપી અનુભવ છે તેને જ અપરોક્ષ અનુભૂતિ નામ આપવામાં આવે છે.
અપરોક્ષાનુભૂતિને જ બ્રહ્માનુભ વ, અભેદાનુભવ, અદ્વૈતાનુભવ કહે છે. અપરોક્ષ અર્થાત્ સાક્ષાત્ અને અનુભૂતિનો અર્થ છે સ્વ-સ્વરૂપ. આમ, અપરોક્ષાનુમૂર્તિ એટલે જ ‘સ્વ’ સ્વરૂપનો સાક્ષાત્કાર. સત્યના સંદર્ભ અને યથાર્થ અનુસંધાનમાં અનુભૂતિ માત્ર એક છે, જે કદી ક્યાંય આવ-જા કરતી નથી. પણ દરેક ઘટનાની પાછળ સાક્ષી તરીકે અસ્તિત્વમાં રહી દરેકને પ્રકાશિત કરે છે, દરેકનું જ્ઞાન કે ભાન કરાવે છે. આવી જે અનુભૂતિ છે તે નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ; પણ છે માત્ર અપરોક્ષ. શ્રોતા, વક્તા બન્ને એકબીજા માટે પ્રત્યક્ષ છે પણ અચાનક વક્તા ઊઠી ચાલતો થાય, શ્રોતા બેસી રહે તો વક્તા માટે શ્રોતા પરોક્ષ થયો કહેવાય. પણ મારું સત્, ચિત્ આનંદ સ્વરૂપ મને પ્રત્યક્ષ મારી સામે દેખાય ! અગર “હું શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિત્ય આત્મા છું” તે જ્ઞાન કઇ રીતે પરોક્ષ થાય ? જેનાથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેની પ્રતીતિ થાય, જે સર્વના સાક્ષી સમાન હાજરાહજૂર છે તે જ અનુભૂતિ છે. આવી અનુભૂતિ જ તત્ત્વદ્રષ્ટિ, અભયદ્રષ્ટિ, અભેદષ્ટિ, અખંડદ્રષ્ટિ કે અદ્વૈતદ્રષ્ટિ છે જે અપરોક્ષાનુભૂતિનું જ નામ છે. તેવી દ્રષ્ટિથી જીવ – બ્રહ્મ ઐક્ય પ્રાપ્ત થાય છે અને મોહ, શોક જીવનમાંથી સદાને માટે સમાપ્ત થાય છે.
તંત્ર જો મોહ : શો: ત્વમનુપયત: (ઈશોપનિષદ)
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૪)
પોતાનુક્તિ મોક્ષસ્વરૂપ છે. તેથી સર્વ અનર્થોની નિવૃત્તિ થાય છે અને પરમાનંદપ્રાપ્તિ થાય છે, આધિ, વ્યાધિ, અને ઉપાધિની નાબૂદી થાય છે અને અધિષ્ઠાન-પ્રાપ્તિ થાય છે.
અપરોક્ષાનુભૂતિ જેવી અદ્ભુત અલૌકિક અનુભૂતિમાં નથી સ્વર્ગ કે નરક, નથી ગ્રહણ કે ત્યાગ નથી જવાનું કે આવવાનું નથી આવકાર કે તિરસ્કાર; નથી વ્યક્તિ કે વિરાટ; નથી કાર્ય કે કારણ; નથી પ્રત્યક્ષ કે પરોક્ષ; નથી પિંડ કે બ્રહ્માંડ નથી પુણ્ય કે પાપ; નથી વ્યક્ત કે અવ્યક્ત; નથી સાકાર કે નિરાકાર, નથી સગુણ કે નિર્ગુણ, નથી નામી કે અનામી; નથી વ્યષ્ટિ કે સમષ્ટિ, નથી કોઈ બંધ કે કોઈ મુ; નથી સાધક કે કેઈ સિદ્ધ, નથી કોઈ ભેદ કે અભેદ.
અપરેશાનુભૂતિ સાપેક્ષતાની દીવાલોથી દૂર છે. નિરપેક્ષની પેલે પાર છે. દેશ-કાળ-વસ્તુની ક્ષિતિજોથી જોજન દૂર છે.
ભેદની રેખાને જ્યાં સ્થાન નથી ત્યાં છે માત્ર અસ્તિત્વ, અભેદ, આનંદ, અભય-એક-અદ્વિતીય-નિજ સ્વરૂપ
મંગલાચરણ આ દેશ, સમાજ અને તેના આધ્યાત્મિક સાહિત્યની એક આગવી પરંપરા રહી છે કે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં કાર્ય નિર્વિધ્ધ પાર પડે માટે ઈશ્વર, સૂષ્ટિ-રચયિતા કે દેવની પ્રાર્થના કરી કાર્ય શરૂ કરવું. અને મોટેભાગે મંગલાચરણ દ્વારા નિરાકાર અનામી તત્વના આશીર્વાદ માગવાનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે. આદિ શંકરાચાર્યજી પણ તેવા જ વિનમ્ર શ્રદ્ધાયુક્ત પ્રયત્નથી આ દિવ્ય ગ્રંથનો શુભારંભ કરી મુમુક્ષુના હૃદયમાં જ્ઞાનજયોત પ્રગટાવે
श्रीहरि परमानन्दमुपदेष्टारमीश्वरम् ।
व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्॥१॥ પરમાનના પરમ આનંદરૂપને સર્વતોનાં સર્વલોકના ૩૫લેટા ઉપદેશ આપનારને Rપકારણને = ન્ગતનિયંતાને
તમ્ શ્રીન્િતે શ્રીહરિને વ્યાપ = સર્વવ્યાપકને
અહમ્ નમામિ = હું નમન કરું છું.
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૫)
આ મંગલાચરણમાં ગુરુ અને ઈશ્વર બેનો અભેદ છે તેવો ભાવ પણ છે. તેથી અર્થ એમ પણ થઇ શકે કે શ્રીહરિ જે પરમાનન્દસ્વરૂપ, જગતનિયંતા, સર્વવ્યાપક અને સર્વલોકનું કારણ છે (તેના) ઉપદેશકને હું નમન કરું છું.
ભગવાન શંકરાચાર્યની વિવેકી અને નમ્ર દ્રષ્ટિમાં ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ = હરિ અને મહેશ્વર છે અને તે જ સાક્ષાત્ પરબ્રહ્મ પણ છે. તેમની આત્મદ્રષ્ટિમાં નથી ભેદ કે ભ્રાંતિ. તેથી તેમણે “તેં અહમ્ નમામિ” કહ્યું. પણ નમનમાં તેમનો અર્થ માત્ર શરીર ઝુકાવવાનો નથી. ‘ન-મન’ જ્યાં મન નથી અર્થાત્ અહંકાર નમી ગયો છે, ઓગળી ગયો છે; જ્યાં હું નથી તો મારું ક્યાં? તેવી જ્ઞાનપૂર્વકની નમ્રતા તે નમન. તે નમે છે શ્રીહરિ અને તેના ઉપદેશક ગુરુને. આમ એક કાંકરે બે પક્ષી મારી ગુરુદેવ અને પરબ્રહ્મરૂપ શ્રીહરિ બંનેને વંદન કરે છે. ભગવાન શંકરાચાર્યની સમત્વદષ્ટિમાં “ગુરુ સાક્ષાત્ ાં બ્રહ્મ” છે. અને “શ્વર-ગુરુમાં ભેદ લગાર
ન માને તે સમજે સાર.’
શ્રીહરિને નમન કરી ભગવાન શંકરાચાર્ય એવું સ્પષ્ટ સૂચન સંકેત કરે છે કે તેમને મન હરિ = વિષ્ણુ પણ પૂજ્ય છે અને શંકર પણ પૂજ્ય છે. તેમનું અદ્વૈતાનુભૂતિનું જ્ઞાન સંપ્રદાયની દીવાલોમાં કેદ નથી; એટલું જ નહીં તેમની સાંકેતિક ભાષાથી સ્પષ્ટ થાય છે કે વાડાઓમાં, ધર્મના પ્રપંચ-પંથોમાં, સંપ્રદાયોના સીમાડામાં રહેનારને સત્ય કદી નહીં સમજાય. માટે તેમણે શ્રીહરિને પણ વંદન કર્યા છે અને ભગવાન શંકરની સ્તુતિ પણ કરી છે અને અધિકારી ભેદને લક્ષ્યમાં રાખી શક્તિ ઉપર સ્તોત્રો પણ લખ્યા છે; વેદાંતના સાધક અને મુમુક્ષુ માટે ‘પરાપૂજા’ પણ લખી અને ‘માનસપૂજાની’ રચના પણ કરી અને સામાન્ય કક્ષાની વ્યક્તિને પ્રેરણા આપવા ‘ચર્પટ પંજરિકા’ સ્તોત્ર રચ્યું. “મનોવિન્દમ્ મન ગોવિયમ્ ગોવિન્દમ્ મન મૂળમતે” તેવું ઉપદેશાત્મક સ્તોત્ર પણ સમાજને અર્પણ કર્યું. તેમણે શબ્દોને છોડી સારને અને વિવાદને ત્યાગી વિવેકને જ મહત્ત્વ આપ્યું છે. તેમણે સૌની સ્તુતિ કરી, સૌને વંદન કર્યા. કારણ, તેમને મૂર્તિના બાહ્ય આકાર કરતાં તત્ત્વમાં જ રસ છે, છતાં નમન કરવાનું કોઈને ચૂક્યા નથી. વ્યષ્ટિને સમષ્ટિમાં ડુબાડી દેવું. વ્યક્તિને વિરાટમાં ગુમનામ કરવી તે જ સાચું નમન છે અને તેવું નમન જ ભગવાન શંકરાચાર્યને અભિપ્રેત છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧૬)
શીર્ષકની સાર્થકતા अपरोक्षानुभूति प्रोच्यते मोक्षसिद्धये।
सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः॥२॥ अपरोक्षानुभूति
સદ્ધિ વિક સજજનોએ તો માર્ચ = આત્માની
પ્રયત્નન= પ્રયત્નપૂર્વક અનુભૂતિ = અનુભૂતિ (અથવા “સ્વ” મુહુ મુહુઃ = વારંવાર
| સ્વરૂપનો સાક્ષાત્કાર) મૌલી સિયે પ્રોચ = મોક્ષની સિદ્ધિ માટે વીસળીયા = વિચારવા કે ચિંતન કરવા
' કહેવાય છે. યોગ્ય છે. છે અહીં ભગવાન શંકરાચાર્યે સ્પષ્ટતા કરી કે આ ગ્રંથનો હેતુ મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ અર્થે જ છે. તેમણે માત્ર હેતુ સ્પષ્ટ કર્યો તેથી ગ્રંથનો અનુબંધ સમજાઈ જાય છે. જો આ ગ્રંથનો હેતુ મોક્ષસિદ્ધિ છે તો સામાન્ય પ્રશ્ન થાય કે મોક્ષનો અધિકારી કોણ? અને કેવી સંપત્તિવાળો હોવો જરૂરી છે? જે યોગ્ય અધિકારી હોય અને ગુરૂ હાજર હોય તો વિષય શું હોઈ શકે? અને તે વિષયનો જ અભ્યાસ થાય તો તેનું પ્રયોજન શું? જો પ્રયોજન સમજાય તો પછી અધિકારી અને મોક્ષનો અંતે શું સંબંધ છે તેવી શંકા જાગે. આપણે શંકાઓના જન્મ પહેલાં ગ્રંથ-અનુબંધનાં મુખ્ય ચાર પાસાઓ વિશે સમાધાન શોધી લઈએ: [૧] અધિકારી
(૧) મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરનાર સાધનચતુટ્ય-સંપન્ન અધિકારી હોવો જોઈએ. તે સાધન નીચે મુજબ છે: (૧) વિવેક = આત્મા અને અનાત્માનો વિવેક. (૨) વૈરાગ્ય = આ લોક ઉપર અને પરલોકના તમામ સુખ, વૈભવ, ભોગ પર વિરાગ. (૩) ટ્યપત્તિ: (૧) શમ = મન ઉપર નિયંત્રણ (૨) દમ = ઇન્દ્રિય વશ રાખવી. (૩) ઉપરતિ = વૃત્તિઓને વિષયમાં ભટકવા ન દેવી (૪) તિતિક્ષા = સહનશીલતા. (૫) શ્રદ્ધા = વિશ્વાસ (૬) સમાધાન = બુદ્ધિની સ્થિરતા (૪) મુમુક્ષુતા= મોક્ષની = મુક્તિની ઇચ્છા.
(૨) મોક્ષનો અધિકારી ધર્મ, અર્થ અને કામમાંથી ઉપરામ થયેલો જોઈએ. ઉપરના ત્રણ પુરુષાર્થમાંથી જેની વાસના તૃપ્ત થયેલી છે તેને જ પરમપુરષાર્થ મોક્ષમાર્ગનો અધિકારી જાણવો.
(૩) અધિકારી એવો જોઈએ કે જેનામાં મળ અને વિક્ષેપ નિર્મૂળ
Page #36
--------------------------------------------------------------------------
________________
(૧૭)
થયાં હોય. મળ અર્થાત્ રાગદ્વેષ અને વાસનારૂપી મળ; અને વિક્ષેપ અર્થાત્ મનની ચંચળતા, તે દૂર થયાં હોય અને હવે જેની સાધનામાં વિદન માત્ર એક આવરણ = આત્મ-અજ્ઞાન હોય તેવા અધિકારી ઝડપથી “સ્વ” સ્વરૂપની યાત્રા કરી શકશે. [૨] વિષય
ગ્રંથ-અનુબંધમાં અધિકારી પછી આવે છે વિષય. જીવ-બ્રહ્મની એકતા જણાવવી અને “સ્વ” સ્વરૂપનો બોધ કરાવવો, આ જ વિષય “અપરોક્ષાનુભૂતિ'નો છે અને તે જ વિષય વેદાન્તનો છે. [૩] સંબંધ
અહીં બે પ્રકારના સંબંધની અપેક્ષા રાખી શકાય: (૧) પ્રસ્તુત ગ્રંથ અને તેનો વિષય, (૨) અધિકારી અને મોક્ષ કે મુક્તિનો સંબંધ (૧) પ્રસ્તુત વિષયને જે પ્રતિપાદિત કરે તે ગ્રંથને પ્રતિપાદક કહેવાય છે. અને ગ્રંથનો વિષય આત્મા કે બ્રહ્મ પ્રતિપાદન કરવા યોગ્ય છે માટે ‘પ્રતિપાઘ કહેવાય છે. આમ, ગ્રંથ અને વિષયનો સંબંધ પ્રતિપાદક અને ‘પ્રતિપાદનો છે.
(૨) બીજા સંબંધમાં અધિકારી અથતુ મોક્ષ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે તેને પ્રાપક' કહે છે અને મોક્ષ તે પ્રાપ્ત કરવાની આત્મવસ્તુ છે તેથી તેને પ્રાપ્ત કહેવાય છે આવો સંબંધ પ્રાપક અને પ્રાપ્ત'નો છે. ૪િ] પ્રયોજન
પ્રસ્તુત ગ્રંથ કે વેદાન્તનું પ્રયોજન સમાન છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ પ્રકારનાં દુ:ખની નિઃસંશય આત્યંતિક (ફરી ન જન્મે તેવી) નિવૃત્તિ ... અને નિજાનંદ, સહજાનંદ, પરમાનંદસ્વરૂપ મોક્ષ કે સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ.
પ્રોચ મોસિદ્ધયે ભગવાને તો સ્પષ્ટતા કરી કે ગ્રંથનું ઉબોધન હું મોક્ષસિદ્ધિ માટે કરું છું તે તો તેમનો ઉપકારક ઉદ્ઘોષ; કલ્યાણકારી પાવન દ્રષ્ટિ. પણ પ્રશ્ન થાય છે કે આજે ખરેખર મોક્ષાથી કેટલા? વિદ્યાથી આજે અર્થાથી થયા; મોક્ષાથી મમતાથી બન્યા! આશ્રમ-વ્યવસ્થા કોને યાદ નથી! પણ મનના માળિયે લટકાવવા માટે જ, કદાચ અકસ્માતે સભ્યસમાજમાં
Page #37
--------------------------------------------------------------------------
________________
(૧૮) ચર્ચા સમયે કામ આવે માટે ચાર આશ્રમ અને ચાર વેદનાં નામ દરેકની
સ્મૃતિમાં ક્યાંક ખૂણેખાંચરે પડેલાં હોય છે. પણ વ્યવસ્થાનો સાર, સૂર અને સત્વ હણાઈ ગયાં છે, તે દિવ્ય વ્યવસ્થા વિસરાઈ ગઈ; ચૂંથાઈ ગઈ; સમાજે અને સરકારે તેને ચકડોળે ચડાવી! માટે જ આત્મજ્ઞાનના ઉપદેશ માટે આજે કોઈ અજાણ્યા સંન્યાસીના ચરણોમાં બેસવું પડે છે. જો આશ્રમ-વ્યવસ્થા જીવંત હોય તો કદાચ ઘેર ઘેર એક સંન્યાસી હોત અને બાળકો સ્વાભાવિકતાથી રમતગમતમાં મોત કે મુક્તિના બોધપાઠ લેતાં હોત. આજે પણ ઘેર ઘેર ગામેગામે સંન્યાસી નથી તેવું નથી, પણ તે મા” અને છોકરાંનાં મનમાં છે! છોકરાને ચૂપ કરવાનો રેડીમેઈડ કીમિયો “બાવો પકડી જશે.” ખરેખર વૈરાગ્ય પકડાવનાર બાવો તો પિતા છે, જે સંન્યાસ આશ્રમમાં પ્રવેશી તેવા સંસ્કાર બાળકને આપતો જાય. તે હતી આપણી અલૌકિક પરંપરા જ્ઞાનની, વૈરાગ્યની. પણ ભગવાને કહ્યું તેમ તે નષ્ટ થઈ; મૃતપાય થઈ.
एवं परंपराप्राप्तमिमं राजर्षयो विदुः।
જ તેને મહા યોજે છે. પરંત-IIભ.ગી. ૪-૨ જે આપણી દિવ્ય પરંપરા ચાલુ હોત તો ભૌતિજ્વાદ પાછળ આપણી નવી પેઢી ગાંડીઘેલી થઈ બાવરી ન બની હોત અને સમાજ હતાશા, નિરાશા, ભગ્નાશા અને નિષ્ફળતાનો ભોગ પણ ન બન્યો હોત. પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ હોત તો “અમુક વર્ષ પૂર્વે લગ્ન ન કરવાં તેવો કાયદો ન આવ્યો હોત”; સંતતિ-નિયમનનાં પાટિયાં કે રેડિયો-પ્રસારણો ઓછાં હોત. દરેક વ્યક્તિ ગૃહસ્થજીવન પછી જો વાનપ્રસ્થ ભોગવતો હોત તો ચોમેર ચર્ચામાં 'જનરેશનગેપ'નામુદ્દા ન ચર્ચાત. કારણ યુવાનો અને વૃદ્ધોને સાથે રહેવાનો સમય ઓછો હોત અને હોત તો પણ પોતાના આશ્રમમાં પોતે વ્યસ્ત. આજે તો વાનપ્રસ્થાશ્રમની ઉમરવાળા પુનર્લગ્નની યોજના કરે છે! પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશવાની વાત કેવી! મેં કહ્યું, “મુમુક્ષુ મમતાથ બન્યો છે.” આજે આપણે જ્યાં કોઈ સંન્યાસી મળે તેને નમન કરીએ, સ્વીકારીએ, આવકારીએ, સત્કારીએ છીએ માટે આપ સૌ અહીં ઉપસ્થિત છો. પણ સંન્યાસીના સત્કારમાં જે આનંદ છે તેના ઊંડાણમાં તો જરા ઉતરો.... આપણે સંન્યાસીને વધાવીએ છીએ કારણ તે બીજી માનો દીકરો છે. તમે પૂછો તમારી જાતને, તમને કોના માટે માન છે? સંન્યાસ માટે? સંન્યાસી માટે? મોક્ષ માટે? શા માટે? અને જે ખરેખર
Page #38
--------------------------------------------------------------------------
________________
(૧૯) મનમાં સન્માન છે તો કેમ ખચકાવ છો તમારાં પુત્ર-પુત્રીને સંન્યાસી, શાની કે વૈરાગી બનાવતાં? દરેકને પોતાના છોકરાને ડૉકટર, એન્જિનિયર, વેપારી, એક્ટર, પ્રધાન બનાવવો છે; પણ કોઈને બાળકો મુમુક્ષુ બને, સંત બને, સંન્યાસ ગ્રહણ કરે તેવી ઇચ્છા નથી, ને છતાં બીજાના છોકરા સંત હોય તો ત્યાં ભીડ ભડાકો અને મેળા ગોઠવવાનું કોઇ ચૂકતા નથી. તેથી જ પ્રશ્ન છે આજે મોક્ષાર્થી છે કયાં? અને જે કોઇ પૂર્વના પુણ્યપ્રારબ્ધ હોય તો તેવા માટે આ સૉંથ હું કહી રહ્યો છું તેમ ભગવાને કહ્યું: “કોચ મોસિયે”
सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः તે જ સંદર્ભમાં ભગવાન કહે છે કે જો કોઈ સજન કે સભાવનાવાળો મોક્ષાથીં હોય તો તેવા માટે આ ગ્રંથ વારંવાર ચિંતન કરવા યોગ્ય છે. તેણે સતત નિરંતર શોધતા જ રહેવું કે મુક્તિ શું છે? કેવી છે? તેનું સ્વરૂપ શું? મને તે કેવી રીતે મળે? અપરોક્ષ અનુભવ અને મારો આત્મા એક છે કે જુદો? હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવા નીકળ્યો છું? ક્યાં અટવાયો છું? જીવનનું અંતિમ ધ્યેય શું? બંધન શું? વગેરે પ્રશ્નો ઊભા કરી ગ્રંથના આધારે જે વિચારમાર્ગ અપનાવશે તે ખરેખર ઉન્નતિનાં ઉચ્ચ શિખરો પર આરોહણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકશે. વિચાર, ચિંતન, ઈક્ષણ = વીક્ષણ = આત્મ-અવલોકન કે જ્ઞાન વિના મોક્ષ નથી, તેવું સ્પષ્ટ કરતાં શંકરાચાર્ય ભગવાને ‘વિવેક ચૂડામણિ'માં કહ્યું:
“માત્મયોપેન વિના નિ સિધ્ધતિ વહાશતીનો પા દા બ્રહ્મ અને જીવાત્મા એક જ છે એવા જ્ઞાન વિના સો બ્રહ્મા થઈ જાય તેટલા કાળે પણ મુક્તિ થતી નથી.” માટે જ તેમણે કહ્યું કે વારંવાર આવા ગ્રંથનું વલણ = અવલોકન કરવું જોઈએ.
ભગવાન અહીં એવો અણસાર પણ રજૂ કરે છે કે “અપરોક્ષાનુભૂતિ જેવા સૉંથો આજે દટાઈ ગયા છે; શોધ્યા જડે તેમ નથી. જેવી રીતે ચોમાસામાં જ્યાં ત્યાં ઘાસ ઊગી નીકળે અને સીધા, સ્વચ્છ રસ્તાઓ ટંકાઈ જાય તેમ આધુનિક યુગમાં અનેક અવનવા સંપ્રદાયો, પંથો, વાડાઓ, ધમાં ટી નીકળ્યા છે. તેથી સીધા રસ્તા જેવા આવા સગ્રંથો દટાઈ ગયા છે અને વાતાવરણમાં ભૂત-ભૂવા-જાદૂટોણા, સિદ્ધિઓ અને ચમત્કારોનાં વાદળાં ઘેરાઈ રહ્યાં છે, અને જે પ્રકાશ દેખાય તો તે વાદવિવાદ અને પાખંડની વીજળી સમાન ચમકી જાય છે. માટે આ પારસમણિ જેવા ગ્રંથનું સદા સેવન કરવું.
Page #39
--------------------------------------------------------------------------
________________
(૨૦)
સાધનાચતુટય નિર્દેશ स्ववर्णाश्रमधर्मेण तपसा हरितोषणात्।
साधनं च भवेत् पुंसां वैराग्यादि चतुष्टयम्॥३॥ સ્વવત્રમથન = પોતપોતાના વણશ્રમના ધર્મ પાળવારૂપી (તિ) તપ = તપ કરીને હરિતોષાત્ અને પરમાત્માની ભક્તિથી પ્રભુને સંતુટ કરવાથી) વેરાવ તુટયં સાધન વૈરાગ્યાદિ ચાર સાધન (સાધનચતુષ્ટય) પુસT() વેત્ મનુષ્યોને પ્રાપ્ત થાય છે.
સર્વસ્વનો સ્વીકાર તે જ અનુપમ ત્યાગ છે તેવા સૂત્ર સાથે વર્તન અને વિચારનું સામ્ય કરી જીવન જીવવા માટે અંત:કરણની શુદ્ધિ આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે; અને તેની શુદ્ધિના સાધનનો અહીં ભગવાન નિર્દેશ કરે છે.
જીવનને મર્યાદામાં રાખી, સમાજને સુવ્યવસ્થિત કરી અને દરેકને પરમ પુરષાર્થ તરફ દોરી જવા માટેની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ વર્ણાશ્રમવ્યવસ્થા. વણમાં ચાર: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તે જ પ્રમાણે આશ્રમ પણ ચાર છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. અહીં સૂચન છે કે જે વ્યક્તિ જે વર્ણ કે આશ્રમમાં છે ત્યાં રહી તેણે આશ્રમધર્મનું મર્યાદાપૂર્વક પાલન કરી જીવવું તે જ તપશ્ચર્યા છે. તેવા તપથી જ પ્રભુ સંતુષ્ટ થાય છે અને તેની કૃપારૂપે સાધનચતુટયની પ્રાપ્તિ થાય છે. કોણે ક્યાં જન્મ લેવો તે ક્યાં કોઇની પસંદગીની વાત છે! તે તો ઈશ્વર-અનુગ્રહની વાત છે. જે વર્ણ કે આશ્રમ મળે તેને પ્રભુનો પ્રસાદ માનવો. કોઈ પ્રશ્ન કરે કે શરીરમાં હૃદય મહત્વનું કે ફેફસાં? પગ કે માથું? જઠર કે આંખ? આંખ વિના બધું વ્યર્થ છે અરે, જો જઠર ખાવાનું ન પચાવે તો? ફેફસા શ્વાસ ન લે તો જઠર કેમ ચાલે? આ વાહિયાત વાતો છે. ખરેખર બધાં જ અંગ એકબીજાના પૂરક છે. એટલું જ નહીં, અવિભાજ્ય છે. તેમ જ કોઇ વર્ગ ઊંચી કે કોઈ નીચી નથી; કોઇ આશ્રમ ઈષ્ટ કે અનિષ્ટ નથી. પ્રભુના પ્રસાદમાં સારું કે ખરાબ વુિં? ઈશ્વર તેની રચનામાં સર્વવ્યાપ્ત છે. તે તો કણકણમાં ખોવાઈ ગયો, જન જનમાં વિખરાઈ ગયો.” પછી ક્યાં કોઈ ઊંચ કે નીચ? હકીકતમાં તો ઊંચ-નીચના વિચારોનું આરોપણ કરનાર જ શુદ્ર છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
હલકા વિચારવાળો હલકી જ વાત વિચારે. હલકા વિચારના વંટોળમાં યા વિના વ્યક્તિએ માનવજન્મની મહાનતાને બિરદાવતાં શીખવી તે જ જીવનસાફલ્યની સાચી સચોટ જડીબુટ્ટી છે. જેને માનવદેહના, મનુષ્ય જીવનના સારમાં રસ છે તે ઊંચ-નીચ, રાગ-દ્વેષમાં પડતો નથી. વિવેકી તો શરીરને પરમ પુરુષાર્થનું સાધન ગણી મોક્ષને માર્ગે જવામાં તેનો સઉપયોગ કરે છે, અગર શરીરમાં હતુ ઘર્મ સાધન સમજી ધમર્થેિ શરીરને લઈ જાય છે.
જેને પ્રભુપ્રાપ્તિની ધૂન લાગી છે, જેને આત્મજ્ઞાન જોઇએ છે, જેને પદાર્થ નહીં પણ પરમાત્માની તાલાવેલી છે તેવા કોઈ ભક્તને, સંતને, જ્ઞાનીને તેમનો ઉદેશ પાર પાડવામાં વર્ણ કે આશ્રમ વચ્ચે આવ્યો નથી; વિનરૂપ બન્યો નથી. નથી કોઈ મુશ્કેલી પડી રોહીદાસને કે નથી પડી સજન કસાઇને, ન તેમને વચ્ચે વિM બન્યું કર્મ, ન વર્ણ; ન સંત કબીરને વણકરનું કાર્ય કે વર્ણ વચ્ચે આવ્યાં, એટલું જ નહીં અગત્યમુનિ તો વેશ્યાપુત્ર હતા તેવી વાત સાંભળવામાં આવી છે. અને કહેવાય છે કે વેદવ્યાસ માછણના પુત્ર હતા આમ છતાં તેઓની દષ્ટિમાં વર્ણનું મહત્ત્વ નહોતું. માનવજન્મનું સદ્ભાગ્યે જ તેમણે નજર સમક્ષ રાખેલું સમજવાનું તો અને તે જ છે કે વર્ગનાં લેબલ મને લાગ્યાં નથી અને જે શરીરને તે લેબલ મળ્યા છે તે હું નથી; હું આશ્રમમાં નથી પણ તમામ આશ્રમ ! મારામાં છે. જે પોતાને આશ્રમમાં માને છે તે આશ્રમમાં નહીં, આ-શરમમાં
આમ છતાં જો વર્ણ અને ધર્મમાં શંકા થાય તો સમજી લઈએ, પઠન વેદાધ્યયન, દાન આપવું. યજ્ઞ કરવો, નિત્યકર્મ સંધ્યાવંદનાદિ કરવાં તે બ્રહ્મણનો ધર્મ છે. અને યજ્ઞ કરાવવો, દાન લેવું, વેદાભ્યાસ કરાવવો, વિદ્યા શીખવવી તે બ્રાહ્મણનો ધર્મ નથી, આજીવિકાનું સાધન છે.
આમ, વિવેકપૂર્વક ધર્મ, કર્મ સ્પષ્ટ સમજી પોતાના વર્ણ અને આશ્રમની મર્યાદામાં રહી કોઈ પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના જીવવું તે તપ છે. અને તે તપથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. આવી સ્વધર્મપાલનની વાત કૃષ્ણ પરમાત્માએ પણ ગીતાના સંદર્ભમાં કહી છે:
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात्। વર્ષે નિધનં યઃ પરથમ મચાવ૬: II ભ. ગી. ૩-૩૫ા સારી રીતે આચરણ કરેલ પોતાનો ધર્મ ગુણરહિત હોય છતાં પરધર્મ
Page #41
--------------------------------------------------------------------------
________________
(૨૨) કરતાં વધારે કલ્યાણકારક છે. પોતાનાં ધર્મમાં મૃત્યુ પણ કલ્યાણકારી છે; જ્યારે પાકો ધર્મ ભય ઉપજાવનાર છે.”
“વારિ તુટય” અહીં સાધનચતુષ્ટયનો ઉલ્લેખ કર્યો છે જે વર્ણાશ્રમ ધર્મ પાળવારૂપી તપથી પ્રાપ્ત છે. સામાન્ય રીતે જ્યાં “સાધનચતુટયરની વાત છે ત્યાં કમમાં પ્રથમ વિવેક અને પછી વૈરાગ્ય આવે છે. જેમ કે પોતાના પુસ્તક “વિવેક ચૂડામણિ”માં આચાર્યશ્રી દશવિ છે:
विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः। मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता॥१७॥ આમ છતાં અહીં તેમણે કમ બદલી વૈરાગ્યને મહત્વ આપ્યું છે. ચાર સાધનમાં વૈરાગ્ય એક એવું સાધન છે કે જે તે જીવનમાં આવે તો બીજા ત્રણ સાધનો જેવાં કે વિવેક, સંપત્તિ, મુમુત્વમું આપોઆપ પાછળ ખેંચાઈ આવે છે. જેમ ખાટલાના ચાર પાયા પોતાની તરફ ખેંચવા ચારેચારને પકડી ખેંચવા પડતા નથી, એક પકડી ખેંચો એટલે બાકીના ત્રણ પાયા પરવશ થઈ પાછળ ખેંચાઈ આવે છે.
વૈરાગ્ય ખૂબ જ પ્રબળ સાધન છે. એટલું જ નહીં પણ સાચા અભયનો જન્મ પણ વૈરાગ્ય દ્વારા જ થાય છે. શ્રી ભર્તુહરિ જણાવે છે:
भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयम्। मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम्। शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद् भयम्। सर्वे वस्तु भयान्वितं भुवि नृणां वैराम्यमेवाभयम्।। ३८॥ “ભોગમાં રોગનો ભય છે, કુળમાં લાંછનનો ભય, ધનમાં રાજાનો ભય, મૌનમાં દીનતાનો ભય, બળમાં શત્રુનો ભય, અને રૂપમાં વૃદ્ધાવસ્થાનો ભય છે. શાસ્ત્રમાં વાદવિવાદનો ભય, ગુણમાં દુર્જનનો ભય, શરીરમાં મૃત્યુનો ભય. આવી રીતે ગતમાં સઘળી વસ્તુ માનવી માટે ભયયુક્ત છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે.”
Page #42
--------------------------------------------------------------------------
________________
(૨૩)
વૈરાગ્ય ब्रह्मादिस्थावरान्तेषु वैराग्यं विषयेष्वनु। यथैव काकविष्टायां; वैराग्यं तद्धि निर्मलम्॥४॥ # વિષયાં યથા પ્રાપ્ત ] =કાગડાની વિટ્ટામાં જેવો વૈરાગ્ય છે તેવો જ तथाएव દ્રાવિ રાવરાન્તપુ વિષયેy=બ્રહ્માથી માંડીને તૃણ સુધીના સ્થાવર, પશુ, .
પક્ષી તમામ વિષયોમાં વૈરાગ્ય થાય. તત રાજ્ય હિ નિર્મત =સે જ શુદ્ધ વૈરાગ્ય છે. “બ્રહ્માથી લઈને (વાણ સુધીના) તમામ સ્થાવર વિષયોમાં (સત્યલોક, મર્યલોકાદિનાં સર્વ ભોગસાધનોમાં) વૈરાગ્ય હોવો જોઈએ. જેવો તટસ્થ વૈરાગ્ય કાગડાની વિઝામાં છે તેવો સર્વ વિષયોમાં થાય તે જ નિર્મળ વૈરાગ્ય છે.”
વૈરાગ્ય સમજાવતાં ભગવાન શંકરાચાર્ય “વિવેક ચૂડામણિમાં જણાવે છે કે “હામુત્ર નમોવિયા આ લોક અને પરલોકના કોઈ વિષય ભોગની ઇચ્છા ન થવી તે વૈરાગ્ય છે-“દ વમોms છાદિત્ય .” જે “સ્વ”
સ્વરૂપના સાક્ષાત્કારની યાત્રા કરવા તત્પર થાય છે તેને સ્વરૂપના વિચારો જકડી રાખે છે અને આત્મજ્ઞાનની તાલાવેલીમાં ચિંતન કરતાં સમજાય છે કે “સ્વરૂપને ખોઈને જે મારા આત્મજ્ઞાનના ભોગે, પોતાને ગુમનામ કરીને મોટામાં મોટો સૂષ્ટિનો વૈભવ કે બ્રહ્માનો ખજાનો પ્રાપ્ત થાય તો પણ તે શા ખપનો? નિજાનંદના ભોગે સૃષ્ટિની સમસ્ત સલ્તનત કે દોલત વ્યર્થ છે, અનર્થ છે, નિરર્થક છે. અને તૃણમાત્ર પણ ન હોય છતાં જો મને મારું નિજ સ્વરૂપ મળે તો જ જીવન સાર્થક છે. જે સ્વ-રૂપ સમજાય તો શું મારું નથી? મમત્વના - મમતાના વર્તુળમાં જ, મમ-માવના કૂંડાળામાં જ અજ્ઞાનથી મેં મારી જાતને “વ્યષ્ટિ' તરીકે કેદ કરી છે. હું કેમ ભૂલ્યો કે મમત્વના વર્તુળને વીંધી હું સમષ્ટિ થઈ શકું તેમ છું અને મન-માવના કુંડાળાને તોડું તો હું વ્યક્તિથી વિરાટ છું. સમષ્ટિ અને વિરાટ ભાવના પાસે શું નથી કે તે વિષયભોગની ઇચ્છા કરે? અરે, વિષયદોડ છે વૈરાગ્યના અભાવમાં, ભય છે વૈરાગ્યના વિયોગમાં, આસક્તિ છે વૈરાગ્યની અનુપસ્થિતિમાં.
વૈરાગ્યનો અર્થ વિરાગ ન જ થાય. રાગ અર્થાત્ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિની સમીપ દોડવું અને વિરાગ અર્થાત્ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિથી વિરુદ્ધ દિશામાં દોડવું. બન્નેમાં મનની દોડ ચાલુ છે. રાગમાં આકર્ષણ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨૪) વૈરાગ્યને ભૂલથી પણ ફ્લેષ સાથે ન સરખાવી શકાય, નહીં તો સંસાર, તેના વિષયો અને વ્યક્તિ તરફ નફરત ઊભી થશે અને નફરતથી મન શાંતિ નહીં જ મેળવે - ઉદ્વેગ મેળવશે તો તેવા દ્રેષયુક્ત વૈરાગ્યનો શો અર્થ? રાગ અને દ્વેષ બન્ને અંત:કરણનો મળ છે, કચરો છે. વૈરાગ્યપ્રાપ્તિ કરી આપણે કચરો વીણવાનો પ્રયત્ન નથી જ કરતા. તેથી સાચો વૈરાગ્ય એ જ છે જ્યાં નથી રાગ, નથી જ. વ્યક્તિ વ્યક્તિના સ્થાને, વસ્તુ વસ્તુના સ્થાને, વિષય વિષયના સ્થાને અને હું મારા સ્વરૂપમાં મારા
સ્થાને, જેવી રીતે રસ્તે જતાં કાગડાની અઘાર - વિઝા નજરે ચડે તો નથી તે પર આપણને રાગ, નથી કેષ કે નફરત. પણ તેને જોયું-ન જોયું કરી ચાલતા થઈએ છીએ. વિષ્ટા તેના સ્થાને, હું મારા સ્થાને તેને આપણે મહત્ત્વ જ નથી આપતા, નથી તેને “સિલેક્ટ કરતા, નથી “રિજેક્ટ કરતા પણ પ્રતિક્રિયા વિના “નિગ્લેક્ટ કરીએ છીએ, ઉપેક્ષા કરીએ છીએ, તેવી જ રીતે અંત:કરણના મળ તરફ ઈષ્ટિ ન કરતા રાગદ્વેષથી મુક્ત થઈ, બ્રહ્માથી માંડીને તૃણ સુધીના તમામ વિષયો અર્થાત્ સમગ્ર સૃષ્ટિ પરથી દષ્ટિ ખેંચીને “સ્વ” સ્વરૂપમાં ગોઠવી દેવી; સુષ્ટિ તેના સ્થાને અને આપણે આપણા સ્વરૂપમાં પ્રવાસ કરવો તે જ સાચો વૈરાગ્ય છે. ટૂંકમાં, પદાર્થમાંથી નજર ફેરવી પરમાત્મામાં સ્થિર કરવી તે વૈરાગ્ય છે. કાકવિઝા જેમ સંસારની ઉપેક્ષા અને સર્જનહારની અપેક્ષા કરવી તે વૈરાગ્ય છે. જેની ભોગની દિશામાં કે તેથી વિરુદ્ધ દિશામાં દોડ સમાપ્ત થઈ ગઈ છે તેનો જ વૈરાગ્ય નિર્મળ છે.
ધન કે સ્ત્રી સમીપ દોડે તે “રાગી છે. ધન અને સ્ત્રી જોઈ ભડકે, સ્પર્શ પણ ન કરે અને તે બન્નેથી વિરુદ્ધ દિશામાં દોડે તે “વિરાગી છે. બન્ને દોડે છે. એકની દોડમાં રાગ છે; બીજામાં દ્વેષ છે. બન્નેમાં અંત:કરણનો મળ છે; કોઈ “નિર્મળ” નથી. પણ જેના મનની દોડ જ થંભી ગઈ છે, નથી તે કોઈની સમીપ દોડતો (તથી નથી રાગી), નથી દેષથી તે કોઈથી દૂર દોડતો (તેથી નથી તે વિરાગી), પણ જેણે વિષયદોડ થંભાવી દીધી, મનની માગ મિટાવી દીધી તે “વીતરાગી' છે. જેના જીવનમાં નથી આ લોક-પરલોકની ઈચ્છા, નથી પુત્રેચ્છા, નથી વિરેચ્છા, નથી લોકેચ્છા [=માનમરતબો, પ્રતિષ્ઠા, મોભો, પ્રખ્યાતિ તે જ વૈરાગ્યવાન છે અને તેનો જ વૈરાગ્ય નિર્મળ છે – “તત વરા ફિ નિર્મત',
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨૫) આજે અસ્તિત્વમાં છે વાતો વૈરાગ્યની અને લાતો ઉપદેશની. “હેશે વહિત્ય” જેવી દશા છે.
ત્યાગ વૈરાગ્યની ઠેકડી સહુ કરે; ‘મુંડને મોક્ષ એ સૂત્ર સોધું થયું, ભોગમાં મસ્ત થઈ ગત ડોલે
વ્યાસ શાંડિલ્ય ગમ કોણ દોડે? ગુરુતણો રાફડો ચોદિશે ફાટીઓ આપપંથી બધા આત્મ નવ ઓળખે જેહને જે ગમે તેને મૂડ,
દેવને ભૂલી મંદિર પૂજે.”
-શ્રી રંગ અવધૂત નિર્મળ વૈરાગ્ય તો હતો નચિકેતાનો. તેને કાગડાની વિઝાની જેમ સમગ્ર બ્રહ્માંડના ભોગ તુચ્છ જણાયા. તેને લગની લાગી આત્મજ્ઞાનની; તેને જાણવું હતું રહસ્ય જીવનું, આત્માનું મૃત્યુનું અને તે પણ સાક્ષાત્ કાળ પાસેથી, યમરાજ પાસેથી. કઠોપનિષદમાં તેણે યમરાજને જ મૃત્યુનું રહસ્ય પૂછી મૂંઝવી નાખ્યા – આ તો ટ્રડ સિક્રેટ', સૌની “ફાઈનલ ફોર્મ્યુલા.” નચિકેતાનો પ્રશ્ન હતો કે મૃત્યુ પામેલાના વિષયમાં એવો જે સંદેહ છે કે મરણ પામ્યા બાદ આ આત્મા રહે છે – અને કોઈ કહે છે રહેતો નથી. હું આપના દ્વારા જ સમજવા માગું છું કે ખરેખર છે શું? આ જ મારું ત્રીજું વરદાન છે.” પ્રશ્ન સાંભળી યમરાજ આશ્ચર્ય પામ્યા. છતાં નચિકેતાને વિષય-લાલચ આપી અને ટ્રડ સિક્રેટ” સાચવી રાખવાના હેતુથી તેમણે કહ્યું : “જિતો મi માનુBક્ષ' 'નચિકેતા, મરણ સંબંધી પ્રશ્ન ન પૂછીશ.” તેના બદલામાં હું તને મનુષ્યલોકમાં દુર્લભ છે તે સર્વ આપીશ. તે બધું તું સ્વચ્છંદતાથી માગી લે. આ રમણીઓ, અપ્સરાઓ, વાજિંત્રો, રથ, અરે “મામિ મwત્તામિક પરિવાયત્ત્વ' મારા દ્વારા અપાયેલ (આ નારીઓ) થી તું તારી સેવા કરાવ. પણ મરણ સંબંધી પ્રશ્ન ન પૂછ.' નચિકેતા તો વૈરાગ્યનો સાક્ષાત્ અગ્નિ હતો. તરત જ કહ્યું: “પિ સવ નીતિમત્વમેવ તવ વાહિતવ નૃત્યતે – આ સંપૂર્ણ આયુષ્ય પણ અલ્પ જ છે, માટે આપની અપ્સરાઓ, વાહનો, રથો, નાચગાન આપની પાસે જ રહેવા દો.”
જ્યાં સુધી વિવેક દ્વારા જન્મેલો આવો વૈરાગ્ય નહીં જાગે ત્યાં સુધી અપરોક્ષાનુભૂતિના આંગણમાં પણ પ્રવેશ બંધ દેખાશે અને દરવાજા ખૂલેલા દેખાશે દૂરથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨૬)
વિવેક વૈરાગ્યનો પરિચય આપી હવે ગ્રંથ ગતિ કરે છે વિવેકની સમજૂતી માટે. રસ્તો આગળ ધપે ને માઈલસ્ટોન મૂક્યો જાય તેમ ગ્રંથની ગતિ સમસ્યા મૂકી જાય છે. વૈરાગ્ય તો સમજાવ્યો પણ તે જાગે કઈ રીતે? પ્રથમ તો આપણી પાસે સારાસારનો, નિત્ય-અનિત્યનો વિવેક જોઈએ, જેને ‘પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ટુ નો રિયલ એન્ડ અનરિયલ કહેવાય છે. ખરું-ખોટું જાણ્યા પછી જ વૈરાગ્ય આવે – તો પછી કેમ અહીં કમ જુદો છે? વિવેક અને વૈરાગ્ય બન્ને એક જ પંખીની બે પાંખો છે. સતુ-અસહુના વિવેક વિનાનો વૈરાગ્ય તો દૂધના ઊભરા જેવો, સ્મશાનવૈરાગ્ય જ ગણાય. વિવેકરહિત વૈરાગ્ય પાંગળો છે, પણ સાથે જ વૈરાગ્ય વિનાનો વિવેક આંધળો છે. વૈરાગ્યહીન વિવેક માત્ર વાકપટુતા કે વાણીનો વ્યર્થ શ્રમમાત્ર છે. વૈરાગ્ય માટે જેમ પરિપક્વ વિવેનો પાયો જરૂરી છે, તેમ યથાર્થ વિવેક માટે રાગ અને દ્વેષથી મુક્ત, રાગ-વિરાગના વમળથી નિર્મળ થયેલું અંતકરણ પણ આવશ્યક છે. અને રાગ-દ્વેષરૂપી મળથી મુક્ત મન તે જ ઈચ્છા-અપેક્ષારહિત વૈરાગ્યપૂર્ણ મન. જે મન વૈરાગ્યસભર છે, મનની માગોથી શાંત છે તેમાં જ જન્મે છે – સારાસાર-વિવેક.
नित्यमात्मस्वरूपं हि दृश्यं तद्विपरीतगम् एवं यो निश्चय: सम्यग्-विवेको वस्तुन: स वै॥५॥
આત્મિસ્વરૂપ દિ નિત્ય =આત્માનું સ્વરૂપ નિત્ય છે દૃશ્ય તમ વિઘામુ દશ્ય અર્થાત્ જગત તેથી વિરુદ્ધ સ્વભાવવાળું અનિત્ય છે.
હવે ય નિય: તેવો જે નિરચય છે. સ: જે વસ્તુન: તે લખ્યો જ આત્મવસ્તુનો સમક વિવેવ =વિવેક કહેવાય છે. વિવેકના વિચારમાં ઊતરતાં પૂર્વે ભગવાને તત્વબોધ” અને “વિવેક ચૂડામણિમાં આપેલી વિવેકની વ્યાખ્યા પર નજર નાંખી આગળ પ્રવાસ કરીશું “નિત્ય वस्तु एकं ब्रह्म तद् व्यतिरिक्तं सर्वमनित्यम्।अयमेव नित्यानित्यवस्तुविवेकः॥"
“બ્રહ્મ એક જ વસ્તુ નિત્ય છે અને તે સિવાયની બધી જ અનિત્ય છે – આમ સમજવું તે જ નિત્યાનિત્યવસ્ફવિવેક છે.”
–“તત્વબોધ”
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૭) ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवं रूपो विनिश्चयः । તોડ્યું નિત્યનિત્યવહુવિવેઃ સમુદત: ‘વિ. ચૂડામણિ'
બ્રહ્મ સત્ય છે અને જગત મિઆ છે તેવો જે નિશ્ચય છે તેને નિત્યાનિત્યવસ્તુવિવેક કહેવાય છે.”
પરંપરાગત શબ્દનો કેવો છે પરચો!
આ જ છે ખૂબી પરંપરાગત શિક્ષણપ્રણાલીની. વિવેકનો કેવો અજબ-ગજબનો, આતમરંગી અર્થ! અને આપણે ઊભી કરી અનર્થોની, વ્યર્થોની જમાત. વિવેક શબ્દનો આપણે કેવી રીતે દુરુપયોગ કરીએ છીએ, “જોયું ને, મેં તમને જવાની ના પાડી હતી. તેમણે ચા તો શું પાણીનો ભાવ પણ ન પૂછયો. તદ્દન અવિવેકી છે. “મને આશ્ચર્ય થયું! ગઈ કાલે સ્વામીજી આપણે ઘેર ભિક્ષા લઈ ગયા અને છતાં આપણે પ્રવચનમાં થોડા મોડા પડ્યા કે સૌની વચ્ચે ધમકાવી નાંખ્યા, જરા પણ વિવેક રાખ્યો નહીં.”અરે, તેમાં શું? બિચારા સ્વામીજી કેટલાના ચોકા યાદ રાખે? ભૂલી ગયા હશે” –“હવે ડાહી થા મા. શ્લોકો અને ઉપનિષદો કેટલાં યાદ રાખે છે. ચાલો હવે યાદ રાખજો. પ્રથમ “શિક્ષા” મળી.” “તું પણ યાદ રાખ, સ્વામીજીને પણ આ ઘેર છેલ્લી ભિક્ષા મળી. આ સાધુ, સંતો, મહંતોને વ્યવહાર અને વિવેકનો ખ્યાલ જ હોતો નથી.”
હકીકતમાં તો દરેક શબ્દ તેના સંદર્ભ અને અનુસંધાનને લઈ અનુપમ અર્થ આપે છે. જો શબ્દરૂપી વાહનમાંથી સાર તારવતાં આવડે તો સામાન્ય શબ્દમાંથી પણ પરમ અર્થ હૃદયમાં ઉતારી શકાય. દશ્ય અદશ્ય
વ્યક્ત અવ્યક્ત સઅસત્
નામી-અનામી વિનાશી અવિનાશી જડ ચેતન સાકરનિરાકાર
આત્મા–અનાત્મા
અને
નિત્ય –અનિત્ય વસ્તુ વચ્ચે ભેદ પારખવાની શક્તિને વિવેક કહેવાય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
(૨૮)
વિવેક અર્થાત પૃથફ કરવાની ક્રિયા
જન્મથી જ. આપણો યોગ થઈ ગયો છે અનાત્મા સાથે. અનાત્મા અર્થાતુ જડ સાથે, નામી સાથે. આકાર સાથે. સાથ-સંગાથ શોધી આપણે શરુ કર્યું છે સંશોધન નિરાકારનું, જે આપણને સરિયામ નિષ્ફળતામાં ડુબાડી દેશે. બચવાનો, તરવાનો માત્ર એક જ ઉપાય છે કે અનાત્માના યોગથી વિયોગ મેળવીએ. જે શરીર સાકાર છે, દશ્ય છે, નાશવંત છે, અનિત્ય છે તેને મેં વિવેકના અભાવમાં મારું માન્યું. એટલું જ નહીં, “હું જ શરીર છું” તેમ માની જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિનું એક સ્વીકારી લીધું અને ખોટા તાદાથી અનાત્માને આત્મા જાગ્યો, અનિત્યને નિત્ય માન્યું. આવી ભ્રાંતિ કે ભ્રમણા માત્ર વિવેક દ્વારા જ ન થઈ શકે. “ચમ્ તત્ વિપરીતા” જે જે દશ્ય છે તે આવેલું – જન્મેલું છે કારણ કે તે નામી અને સાકાર છે; તેથી જ તે નાશ પામનારું –જનારું છે – અનિત્ય છે; જ્યારે તેથી ભિન્ન સ્વભાવ નિત્યવસ્તુ આત્માનો છે. તે અદશ્ય – અનામી – નિરાકાર – અજન્મા છે; જે નથી આવતો કે જતો; જે છે, હતો અને રહેવાનો.
આમ,બન્ને વિરુદ્ધ સ્વભાવવાળા, સંસારી અને અસંસારી, શરીરી અને અશરીરી, આત્મા અને આનાત્માનો મોહ ભ્રાંતિ અને ખોટા તાદાત્મથી યોગ થઈ ગયો છે, ગોટાળો થઈ ગયો છે, બે વચ્ચે ગૂંચ પડી ગઈ છે. અને તે બન્નેનો ભેદ જાણી તેમને છૂટા પાડવાની ક્ષિા વિવેક દ્વારા કરવાની છે. તેમનો અથ ખોટા યોગનો – દશ્યના સંયોગનો –-વિયોગ કરવો તે જ વિવેક છે, આવા સમ્યક વિવેકને જ ભગવાન પણ સમર્થ યોગ કહે છે. શ્રીકૃષ્ણની ભાષામાં અનાત્માથી વિયોગ તે જ યોગ છે.
તે વિદ્યા સંયો વિયોગ યોગાસરિતા (ભ.ગ.અ. ૬–૨૩)
પોતાને શરીર સમજવું અવિવેક છે, ભ્રાંતિ છે – મૂર્ખતાની પરાકાષ્ઠા છે; જ્યારે પોતાના શરીરથી ભિન્ન આત્મા સમજવો વિવેક છે.
જે છે તે કદી ય ન થાય. હું કદી ‘આ’ ન થઈ શકું. હું તો ક્ટા છું – ચેતન છું અને ‘આ’ ઘર, ‘આ’ પૃથ્વી તરીકે જે મને દશ્ય છે તે તો જડ છે. ‘આ’ શરીર દ૨ય છે, જડ છે. તેના મૃત્યુ પછી પણ હું તો રહું જ છું તો પછી હું =મદઅને ‘આ’=લ,દય ને દ્રષ્ટા એક કઈ રીતે હોઈ શકે? અને જો એક થઈ
Page #48
--------------------------------------------------------------------------
________________
(૨૯)
ગયાં છે તો માત્ર ભ્રમણા, અજ્ઞાન, કે અધ્યાસથી જ. આવો વિચાર કરી નિત્ય-અનિત્યનો સમ્યફ નિશ્ચય કરવો તે વિવેક છે.
“સાધુ મેરે સબ બડે અપની અપની ઠૌર;
શબ્દ-બિબેકી-પારખી સો માથે કે મૌર.” પોતપોતાને સ્થાને સર્વ સંત મારે માટે મોટા છે પણ શબ્દબ્રહ્મને પારખનાર વિવેકશીલ સંત તો માથાના મુગટ સમાન વંદનીય જ છે.
શમ તથા દમ સાધનચતુષ્ટયનો સંકેત આપ્યા બાદ વૈરાગ્ય અને વિવેકનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. હવે આવે છે ત્રીજું સાધન ષટ્સમ્પત્તિ, જેમાં (૧) શમ (૨) દમ (૩)ઉપરતિ (૪) તિતિક્ષા (૫) શ્રદ્ધા (૬)સમાધાન જેવો કમ
આ શ્લોકમાં પ્રથમ શમ-દમની સમજૂતી છે.
सदैव वासनात्याग: शमोऽयमिति शब्दितः।
निग्रहो बाह्यवृत्तीनां दम इत्यभिधीयते॥६॥ સ ાવ વાસનાલ્યા :=સદા વાસનાનો ત્યાગ કરવો તે મયનું શમ તિ શન્દ્રિત =શમ કહેવાય છે વાઈવૃત્તીનામુ નિપ્રદ=બાહ્ય ઈન્દ્રિયોનો નિગ્રહ તુમ તિ મિીિય િ=દમ” નામથી ઓળખાય છે.
વાસનાયાગને શમ એવું નામ આપવામાં આવ્યું છે. વાસનાયાગનો અર્થ જ મનની માગ મૂકી દેવી; મનને સતત નિરંતર દોડતું અટકાવવું; મન ઉપર નિયંત્રણ કરવું કે ચિત્ત પર કાબૂ કરવો. મન પર સંયમ તે જ શમ કહેવાય છે. જ્યાં સુધી મન વાસનાથી સભર છે ત્યાં સુધી તેની વિષયાભિમુખ વણથંભી દોટ અટેકે તેમ નથી. વાસના જ મનની નિરંતર પ્રવૃત્તિની પ્રેરણા છે. વાસના જ કર્મ કરાવે છે, ફળયોગ કરાવી મનને સુખી કે દુ:ખી કરે છે અને મનની વાસના જ નવા શરીરને ગ્રહણ કરાવી પુનઃ જન્મમૃત્યુના ચક્રમાં નાખે છે. વાસનાનું સ્મશાન તે જ મોક્ષદ્વાર છે. વાસનાનો અંત એ જ જન્મ મૃત્યુના ચક્રનો અંત છે. વાસનાનો વિનાશ તે જ કર્મ, ફળ, ભોક્તા અને કર્તાનો સંહાર છે. આવો સંહાર તે જ સર્જન છે મુક્તિનું વૈવિધ્યપૂર્ણ વાસના મનને બહેકાવી “સ્વરૂપ”-થી ભિન્ન દિશામાં દોડાવી રહી છે. વિષયની આસક્તિથી મનની દશા અને
સરકારની
નક
તપ ,
Page #49
--------------------------------------------------------------------------
________________
(૩૦)
દિશા બદલાઈ ગઈ છે. તે દોડે છે દોલત અને દેહ પ્રતિ; તે માગે છે પ્રતિષ્ઠા, સત્તા અને મહત્તા; તેની ચાહ છે મદ, મોહ, મરતબો....આમ મન પોતાની ચાહ - માગ પૂરી કરવા સહારો લે છે ઈન્દ્રિયોનો. ઇન્દ્રિયો વિના તે પોતાની દિશામાં આગેકૂચ કરી શકે તેમ નથી. તેથી મન બન્યું લાલચથી લાચાર અને ગુલામી સ્વીકારી ઈન્દ્રિયોની, કારણ કે પોતાનો કમાન્ડ ખોયો “ડિમાન્ડ ને ચાલુ રાખવા. અને અંતે મન બન્યું ભિખારી સુખના સામ્રાજ્યની ખોજમાં. વાસનાથી વિહવળ બનેલું મન ભૂલ્યું કે આનંદની અમરતખાણ તો પોતાની અંદર છે; સુખનો ચૈતન્યસાગર તો હદયમાં ઘૂઘવી રહ્યો છે. છતાં બહિર્મુખી મન નિજાનંદ માટે શરણું શોધે છે વિષયનું, વ્યક્તિનું, સંસારનું, નશ્વર mતનું અનેક વાસનાથી ઘેરાયેલું, માગણીઓથી મૂંઝાયેલ મન માને છે કે મારામાં કંઈક કમી છે, કોઈ ઊણપ છે, હું અપૂર્ણ છું. હું અધૂરો છું – “આઈ એમ સફરિંગ ફોમ. ફિલિંગ ઓફ ઈનકમ્પ્લિટનેસ”. આવી માન્યતા જ્યારે દઢ થાય છે, મનમાં ઘર કરે છે ત્યારે મન આવેશમાં, અવિવેકમાં, આવેગમાં વેગથી પ્રયત્ન કરે છે પૂર્ણ થવાનો – ઊણપ મિટાવવાનો – સમૃદ્ધ થવાનો. અને તેવા પ્રયત્નમાં આપણે સૌએ વિષયોને લીધા બાથમાં, વ્યક્તિને સાથમાં અને વસ્તુને સંગાથમાં. ખ્યાતિનાં શિખરો સર કર્યો પણ સરવાળે સમજાયું કે સમૃદ્ધ દેખાતી આપણી જીવનઈમારતને અધૂરાઈ, અપૂર્ણતા અને ઊણપની ઊધઈ કોરી રહી છે; ઊંચી દેખાતી ઈમારત અંદરથી ખોખલી છે; જીવન બોદું થઈ ગયું છે.
વાસનાયુક્ત અને શમરહિત જે અસંયમી મન છે તેને વિષયોના સાથમાં વિષમાત્ર હાથમાં આવે છે. વિષ અને વિષય સ્વભાવે સમાન છે. છતાં ‘વિષ” તો એક જ વાર મારે છે; જ્યારે વિષય તો વારંવાર મારે છે. વિષય તો ચારે તરફ વાસનાનો અગ્નિ પેટાવી સતત તપાવ્યા કરે છે. આપણે વિષયનો ભોગ કરતા નથી પણ તે જ આપણને ખાય છે, ખાઈ ખાઈને ખતમ કરી નાખે છે. વિષયો ઈન્દ્રિયોને જીર્ણ કરે છે અને ધીમી ગતિએ વ્યક્તિને મૃત્યુ સન્મુખ લાવવાનો પ્રયત્ન કરે છે. વિષયના ભોગમાં, વાસનાના વિહારમાં, જીવન તો અપરિચિત જણાય છે; પણ મોતનો પરિચય થતો દેખાય છે. સતત મરવાની પ્રક્રિયા ચાલે છે અને ધીમે ધીમે જીવાય છે. સદ્ભાગ્યે કોઈકને સાનમાં સમજાય છે કે સંપત્તિ એ વિપત્તિ જ છે. રંગરાગ અને રાખ છે. સ્વરૂપને છોડી જે સંસારને પકડે છે તે અંતરાત્માનો તિરસ્કાર કરે છે. ભૌતિક પદાર્થોને આદર એ પરમાત્માનો
'
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૧) અનાદર છે. માટે, સાધકે, મુમસુએ વિષયવાસના ત્યાગીને સંયમથી મનને ‘સ્વરૂપમાં સ્થિર કરવા રૂપી સંયમ કેળવવો તે જ શી કહેવાય છે.
સંત કબીર કહે છે: “જે દ્વિધામાં રહે છે, જેને ભોગ અને યોગ બને જોઈએ છે તે ન તો જગતને માણી શકે છે, ન જગન્નાથને જાણી શકે છે.”
ચીંટી ચાવલ લે ચલી બીચમેં મિલ ગઈ દાર,
કહત કબીર દોઉ ના મિલે એક લે દુજી ઠાર,” કીડી (જીવ) ચોખાનો દાણો (નિર્મળ આત્મતત્ત્વ) લઈ જતી હતી. વચમાં દાળનો દાણો (રંગીન સંસાર) મળ્યો. બન્ને એકસાથે રખાય તેમ નથી, એક છોડે તો જ બીજું પકડાય. તેવી જ રીતે સંસારનો ભોગ અને પ્રભુનો યોગ સાથે ન થાય. જગતની વાસનાઓ છૂટે, શમ આવે તો જ જગતનિયંતા મળે.
“સાગર! જગ જોયું બધું, અગમ - નિગમની વાત
પણ મનને ખોયા વિના, દર ન આવે હાથ. “મન મારો–મન” સહુ કહે, એ સહુ શબ્દપ્રપંચ; સાગર! મન મરવું ખરું, ઊઠે ન ઇચ્છા સંચ.”
- શ્રી સાગર દમ: ઇન્દ્રિયો પર સંયમ તે દમ કહેવાય છે. ઇન્દ્રિયોને તેના વિષયોથી વિમુખ કરવી, પાછી બોલાવવી તે દમ છે. આમ કરવા માટે તેને સમજાવવાની જરૂર છે. સાંસારિક વસ્તુની અનિત્યતા અને વિષયભોગની વ્યર્થતા સમજાવવાથી જ તે શક્ય બને છે. સંસારના તમામ ભોગ અંતે ઇન્દ્રિયોના તેજને હણનાર છે. “મોને મયમ્' તેવો ભય પણ બતાવવો પડે અને છતાંય ન માને તો ઇન્દ્રિયોને ઉપદેશ આપવો પડે કે “મવસુચ્છે ટોષોડનુસંધીયતામુ” - સંસારના સુખમાં દોષ જોવાનો પ્રયત્ન કરવો. તેથી વિષયાસક્તિમાંથી મુક્તિ મેળવી શકાય. મનને સમજાવવું કે જે શરીરમાં તને મોહ છે તે અંતે તો માંસ, ચરબી, રક્ત અને હાડકાંના સમૂહ સિવાય કંઈ જ નથી. તે તો મળમૂત્રની ગટર છે, આંખમાં પિયા, મોંમાં ઘૂંક, કાનમાં પરું છે. તું બહારના પેકિંગથી છેતરાઈશ નહીં. તું વિચાર તો કર કે નારીનાં સ્તન એ માત્ર માંસ અને ચરબીનો વિકાર છે. તે માટેનો મોહ કે આવેશ મિથ્યા છે
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૨)
“नारीस्तनभरनाभिनिवेशं मिथ्यामायामोहावेशम् । एतन्मांसवसादिविकारं मनसि विचारय वारंवारम्" ॥
આમ, ‘દમ' પ્રાપ્ત કરવા ભગવાન દોષનું અનુસંધાન કરવાનું સૂચન કરે છે, જ્યારે શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે:
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते
આદ્યન્તવન્ત: જોન્તેય ન તેવુ મતે દુધઃ ।।(ભ.ગી. ૫-૨૨)
જે સુખ કે ભોગ ઈન્દ્રિય અને વિષયના સંસ્પર્શથી-સંબંધથી જન્મે છે-આવે છે તે આદિ અને અંતવાળાં છે, માટે હે કૌન્તેય !જ્ઞાની તેમાં રમણ કરતા નથી. જ્ઞાની અને શમદમયુકત યોગી તો શાશ્વત અને અનંત આત્મસુખમાં જ રમણ કરે છે. ઇન્દ્રિયસુખ ક્ષણભંગુર છે. તે વિષય સાથે આવે છે અને જાય છે. તેવા સુખના ભોગે વ્યક્તિ અનંત સુખ ગુમાવે છે માટે વિવેકીએ દમ ગ્રહણ કરી આત્માનંદ માટે જ પ્રયત્ન કરવો. ‘વિવેક ચૂડામણિ’માં’ સુદંર દૃષ્ટાંત છે:
शब्दादिभिः पञ्चभिरेव पञ्चः पञ्चत्वमापुः स्वगुणेन बध्धाः । कुरङ्गमातङ्गपतंत्रमीनभृङ्गा नरः पञ्चभिरञ्चितः किम् ॥७८ ।।
હરણ, હાથી, પતંગિયું, માછલી અને ભ્રમર જે માત્ર એક એક ઇન્દ્રિયથી આકર્ષાઈ ઈન્દ્રિયદોડમાં મરણ પામે છે, તો મનુષ્ય તો પાંચ વિષયોથી ઘેરાયેલ છે; તે મરે તેમાં કયાં નવાઈ? (૧)હરણ વાંસળીના સૂરમાં-શબ્દમાં મોહ પામી ઊભું રહે છે, કાન સરવા કરી તે દિશામાં સંગીતમુગ્ધ બને છે અને શિકારી શિકાર કરે છે. (૨)હાથી ઋતુગમન કાળે હાથણી સાથે સ્પર્શ કરતો સ્પર્ધાનુભૂતિમાં મગ્ન હોય છે; રસ્તામાં ખાડો કરીને, ઉપર મૂકેલાં ડાળાં-પાંદડાં જોતો નથી અને અંદર પડી કેદી બને છે. (૩)પતંગિયું દીપકના રૂપને આલિંગન કરવા જતાં ભસ્મીભૂત થાય છે. (૪) માછલી રસાસ્વાદ લેવા જતાં કાંટામાં ફસાય છે, તેનું તાળવું ફાટે છે, તે મોતને ભેટે છે. (૫) ભ્રમર સુગંધથી આકર્ષાઈ કમળમાં ભરાય છે અને સંધ્યાટાણે પણ ઊડતો નથી. સૂર્યાસ્ત થતાં કમળ બિડાય છે અને તે અંદર ગૂંગળાઈ મરે છે. આમ તો ભ્રમર લાકડાના મોટા પાટડાને પણ કોરી પેલે પાર નીકળવાની તાકાત રાખે છે પણ કોમળ કમળપત્રમાં કેદ થાય છે. કારણ કે વિષયની આસક્તિ છે, માનવીને જ્યારે પાંચે ઇન્દ્રિય પાંચે દિશામાં ખેંચે તો કઈ રીતે વિનાશથી બચી શકે?
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૩)
માનવી તો વિષયભોગમાં બેહોશ થઈ, બેહાલ થઈ, ધીમે ધીમે વિનાશ તરફ વહી રહ્યો છે, વિષયો તરફ વળી રહ્યો છે, વિવેક છોડી રહ્યો છે,‘દમ’ તોડી રહ્યો છે. કારણ કે વિષયની આસક્તિ એ ‘સ્લો પોઈઝન' છે. ધીમું ઝેર છે. વિષય-ભોગની ભયંકર અસરને ધ્યાનમાં લઈને જ શાસ્રો અને સંતોએ એક જ વાતનું વારંવાર પુનરુચ્ચારણ કર્યું કે સાધક અને મુમુક્ષુએ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખી, સંયમી જીવન દ્વારા દમ અને શમ કેળવવા જોઈએ.
અષ્ટાવક્રમુનિ પણ રાજા જનકને ઉપદેશતાં તેવી જ સલાહ આપે છે-જે સદા સ્મરણીય છે:
मुक्तिमिच्छसि चेत्तात् विषयान् विषवत् त्यज । क्षमार्जवदयातोषसत्यं पीयूषवद् भज ||२||
અનુવાદ
" यदि चाहते हो मुक्ति प्रिय ! विषसम विषय सब परिहरो । शम दम तितिक्षा यम नियम साधन सुधा सेवन करो ।। " ઉપરતિ અને તિતિક્ષા
ઈન્દ્રિય પર દમન કરી ‘દમ’ કેળવવો સરળ છે. વિષયોથી દૂર રહી શકાય કે ઇન્દ્રિયોને ત્યાં જતી રોકી શકાય. પણ ‘શમ’ સૂક્ષ્મ છે; વાસનાત્યાગ વિના ચંચળ મન કાબૂમાં રહે તેમ નથી. વાસનાનો સંપૂર્ણ સંહાર થતો નથી. તે માટે સતત અભ્યાસ આવશ્યક છે. તે આપણે વિચારી ગયા છતાં જો શંકા જાગે કે ‘શમ’ ‘દમ' તો છે પણ સાથે સાથે સંગ્રહવૃત્તિ પણ છે હિંગની ડબી ખાલી કર્યા છતાં પણ તેની ગંધ અંદર છે; મન એકત્ર કરે છે. અર્થ અને કામ, કારણ કે હજુ ધર્મ, અર્થ અને કામમાંથી મન ઉપરામ નથી થયું. અને જ્યારે વિપરીત સંજોગો આવે છે ત્યારે ચિત્ત ચિંતનમાં રહેતું નથી. ગરમીમાં ખૂબ ગરમી છે-“તાપ-તાપ” પોકારી ઊઠે છે, “બળી ગયા”, “અસહ્ય”, ઠંડીમાં “બસ ભાઈ બસ, હૂંઠવાઈ ગયા”, “ચિમળાઈ ગયા”, “કાતિલ ઠંડી હવે ઝંપે તો બસ”, “આપણે તો ઢીંગરાઈ ગયા”; અને વર્ષામાં “ક્યારે ઉઘાડ નીકળે”-બસ “ધામ-ધામ-અંધારું” “ધોરંભો ઘાલ્યો છે; હવે અતિ થઈ ભાઈ”, “બારે મેહુ ખાંગા થ્યા છે”, “આ તો ઘેલી છે હેલી.” માત્ર જ્યારે પૈસો ઘરમાં ખૂબ આવે છે ત્યારે કોઈ હો-હા કે બુમરાણ મચાવી “બસ બસ બહુ થયું” કહેતું નથી; પણ આચાર્યશ્રી ઉપરતિ અને તિતિક્ષા દ્વારા થોડી
-
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૪)
શંકાનું સમાધાન કરે છે:
विषयेभ्यः परावृत्तिः परमोपरतिर्हि सा । सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ||७|| વિષયેમ્ય: પાવૃત્તિ:=વિષયોમાંથી પાછા વળવું (આસક્તિરહિત થવું) સા પરમા ૩પતિ:-તે ઉત્તમ ઉપરતિ કહેવાય છે. સહનમ્ સર્વ દુઃવાનામ્=સર્વ પ્રકારનાં દુ:ખ સહન કરવાની શક્તિને સા ગુના તિતિક્ષા મતા=સારી (શ્રેષ્ઠ) તિતિક્ષા કહેવાય છે. ઉપરતિ:વિષયોની વ્યર્થતા વર્તાય, જગતની ક્ષણભંગુરતા સમજાય, ભોગની ભ્રાંતિ પકડાય; વિવેકથી સંસારનું મિથ્યાત્વ મનાય તો મન ઉપરામ થાય છે. ધર્મ, અર્થ અને કામથી અંતે માત્ર પ્રયત્ન આદરે છે પરમ પુરુષાર્થ મોક્ષ માટે. જે મનને વિષય કે ભોગ માટેની ઇચ્છા, વાસના કે અપેક્ષા જ નથી તે ઉપરિત છે.
આ તો
આવી રીતે ‘વિષય: પાવૃત્તિઃ”વિષયો તરફ પૂંઠ કરીને ઊભા રહેવું, મુખ મોડી લેવું કે જ્ઞાન દ્વારા તેની ઉપેક્ષા કરવી તે જ મનની ઉપરામ દશા છે. એક વાર આવું મન વિષયોથી અનાસક્ત થાય છે તે કદી ફરી વિષયાભિમુખ થતું નથી. અને જેમ એક વાર સર્પ પોતાની કાંચળીનો ત્યાગ કરે છે પછી તે તરફ પાછું વળી તે જોતો પણ નથી. તેવું જ બને છે ઉપરતિને પ્રાપ્ત મનનું. તે કદી વિષય પ્રતિ પ્રવાસ કરતું જ નથી. તેનું લક્ષ્ય તેને સમજાઈ ગયું છે- તે છે માત્ર મુક્તિ મને ઉપરતિને પ્રાપ્ત કરી જ્ઞાનથી. પણ ઘણી વાર ભોગ ભોગવીને પણ મન ભોગથી ઉબાઈ જાય છે; તેને એટલું ધન મળ્યું કે તે ધનથી ગૂંગળામણ અનુભવે છે; એટલી સારવાર- સંભાળ મળે છે કે તેને હવે તે કેદ લાગે છે; એટલી ખ્યાતિ મળી કે પોતે એકલો ક્યાંય ફરી શકે નહીં-ટોળેટોળાં ફરી વળે છે અને પ્રખ્યાતિ સજા બની જાય છે. એટલું બધું જ્યારે માન અને મહત્ત્વ મળે છે ત્યારે પણ તે વ્યક્તિની સુરક્ષા માટે ચોમેર શસ્ત્રધારી પોલીસો ફરતી હોય છે અને જ્યારે ભોગવિલાસ ખૂબ અધિક મળે છે ત્યારે પણ તેનું એક સેચ્યુરેશન પૉઈન્ટ = સંતૃપ્ત બિંદુ (કક્ષા) હોય છે. એક સીમા હોય છે ભોગની પણ. તે આવી ગયા પછી મન આપોઆપ તે વિષયભોગથી વિરામ ચાહે છે- આરામ માગે છે અને તેવી મનની અવસ્થા પણ ઉપરામ જેવી જ છે. આજે તેવી સ્થિતિ અમેરિકાની છે- તેને ધન, વૈભવ અને ભોગના હવે ઊબકા આવે છે. તેઓ પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩૫)
ધીરે ધીરે શાન્તિ શોધે છે. પણ ફરી ભોગમાં જ ભ્રાંતિમય શાંતિ શોધ છે. આમ, બે રીતે મન ઉપરામ અવસ્થાને પ્રાપ્ત થાય છે. છતાં એવા પણ વિષયાસક્ત છે કે તેમને વિષયભોગથી અસંતોષ નથી અને છતાં તેઓ સંતુમ પણ નથી; તેઓ સદા શોધે છે વિષયનો પાસ, આવાસ, અને નિત્ય નિવાસ વિષયના સંગનો. આવા વિષય-ઘેલાને નથી ઉપરામ, તો કયાંથી મળે રામ! તેમની સ્થિતિ તો પેલા કૂતરા જેવી છે જે એમ માને છે કે હું હાડકાનો ભોગ કરી રહ્યો છું. પણ હાડ' કૂતરાને ભોગ બનાવે છે.
શ્વાનને હાડથી પ્રીત લાગી ઘણી દ્વેિષથી ઝાડની ઓથે ધાયે;
દાઢથી સ્ત્રાવ જે થાય તે હાડનો માની મનમાં અતિ ખુશ થાય.”
-શ્રી રંગ અવધૂત અહીં સ્થિતિ વિપરીત છે. જે ભોગ્ય પદાર્થ છે તે જ ભોક્તાને ભોગ્ય બનાવે છે; વિષય જ વ્યક્તિને ખાય છે. કૂતરો માને છે કે હું હાડકું ચૂસી રહ્યો છું પણ પોતે ચુસાઈ રહ્યો છે તે ભૂલી જાય છે. કઠાણ હાડકું કૂતરાના તાળવામાંથી લોહી કાઢે છે અને રક્તભીનું થઈ વારંવાર કૂતરાને છેતરે છે. કૂતરો પોતે જ પોતાનું લોહી ચાટી મનમાં ખુશ થાય છે. તે તો ભ્રાંતિમાં છે કે લોહી હાડકામાંથી મળે છે. તેવી જ રીતે જેનું મન ઉપરામ નથી પામ્યું તે વિષયાસક્ત વ્યક્તિ પણ વિષયોને નિમંત્રણ આપી જાતે જ શોષય છે, ચોળાય છે, ચૂંથાય છે, ચૂરેચૂર થાય છે છતાં ભ્રાંતિમાં ભટક્યા કરે છે.
કૂતરાની તો નજર જ હાડકા પર હોય, તે તો તેનો સ્વભાવ છે. આમ તો સ્મશાનને રસ્તે ભૂલા પડવાની આદતવાળું કૂતરું અને ગીધ સ્વભાવે સરખાં જ ગણાય. કૂતરું ટેવાયેલું છે ડાઘુઓની પાછળ જવા. દોણીની દિશામાં તેની નજર છે, લાડવા મળે છે માં તે અસંતુષ્ટ જ રહે છે. કોઈ વાર તેને અથડાય છે હાડકું ત્યારે મહામૂલું રત્ન હોય તેમ તેને સંતાડી, આંબલીની આડમાં ભરાય છે. એ હાડમાં નથી રકત, નથી માંસ, નથી ચરબી. તેને વળગી છે રાખ. રાખવાળું અંતે તો સ્મશાનનું હાડકું ને! છતાં કુતરો હર્ષધિલો થયો; હાડની સંપત્તિમાં વિપત્તિનો કાંટો વિસરાઈ ગયો. શા માટે કૂતરું જ. પૂછીએ આપણી જાતને કર્યું છે શું?”
Page #55
--------------------------------------------------------------------------
________________
સ્મશાનની ગોદમાં વિરામ મળે ત્યાં સુધી કદી આપણે શોધ્યો છે આરામ બિસ્તરમાં? આપણે તો કામે લગાડ્યો “કામ” નિંદરમાં, જેણે ઊંઘ કરી હરામ જીવનમાં, પછી ક્યાં જડે રે રામ સમજણમાં! અંધારાની ઓથે આપણે પણ હાડ અને માંસના લોચા ચૂંથવામાં કયાં પાછા પડયા છીએ કતરાથી! કુતરું તો માંસ વગરના હાડ સાથે ગેલ કરે છે તો પછી આપણે માંસયુકત હાડપિંજરને રમાડીએ તેમાં શું નવાઈ!
તરાએ પકડેલ હાડને વાચા હોત તો તેણે કહ્યું હોત,“બેહોશ થા મા, સાનમાં સમજ; કો દી હું પણ માનવ હતો. મારા મોંમાં પણ કંઈક જળચરો, જાનવરોનાં હાડકાં ચૂસાતાં હતાં. મેં કંઈકનાં હાડપિંજર હાટમાં વેચાતાં દીઠાં'તાં. આજે મેં મારાં હાડ રાખમાં રઝળતાં દીઠાં છે, તારી લાળમાં તરબોળ જોયાં છે. તું છોડી દે તારી લાળથી નીતરતા હાડને. યાદ રાખ આ તો માનવીનું હાડકું છે- હજુ અતુમ છે-તે તારું તાળવું ચીરશે; તારા જ લોહીથી લાલ બની તને જ લોભાવશે-ભરખી જશે તને. તું જાણે છે એ હડકું? એને સ્મશાન રિટર્નનું અભિમાન છે. તારાં હાડ તે હાડ ને ચામ તે ચામ; પણ મારા હાડકાને સ્મશાન રિટર્ન થયા પછી
લ કહેવાય છે. તારે જોવું હોય તો જો હાડને છોડી પેલી આંબલી પાછળ સંતાઈ જા- હમણાં જ જે મારાં વહાલાં નથી તેવાં સગાં મારાં હાડકાંને વીણવા આવશે, જેમ ધીરેથી વીણી વીણી થેલીમાં ભેગાં કરશે; ઘેર લઈ જશે; દરવાજાને ટોલે મને ચડાવશે-સૌ જોશે આ લ છે. ભલે જીવનભર મારી કંટકની જેમ તેમણે ઉપેક્ષા કરી મને આવળ, બાવળ, થોર કેરાં કટકો સમજી જડમૂળથી ઉખેડવાની જહેમત કરી; અંતે કદી મને જેમ સ્વીકાર્યો નથી, પણ જ્યારે હું વેરાન બન્યો, ત્યારે મારા અંતિમ અવશેષોને વીણી વીણીને ફ્લ જેમ ભેગાં કરે છે. તું જાણે છે કે પછી તેઓ શોકમગ્ન મહોરાં પહેરીને મને ત્રિવેણી સંગમની યાત્રા કરાવશે; પણ મારી વૃદ્ધાવસ્થામાં મને કોઈ ઘરથી મંદિરના રસ્તે તો શું - અંધારી
ઓરડીમાંથી ઓટલા સુધી દોરતું નહોતું. પછી તેઓ તારી જેમ જ તાકી તાકીને જોયા કરશે ત્રિવેણી સંગમ પર. જેમ તારી નજર હાડકામાં, તેમ તેઓ મારા હાડને ફૂલ ગણી ડુબાડી દેશે અને તેમની અતુમ નજર મિત્ર તરફ રહેશે. ભલે, ભાઈ! કુતરાજી, મારી અંતિમ-અધૂરી વાત તમે સાંભળી. હવે તું ઊભો ન રહીશ, જે પેલા મને વીણવા આવી રહ્યા છે. તું મને (હડને) છોડી ચાલી જાનહીં તો અંતે એ તો માનવીની ભૂખી
Page #56
--------------------------------------------------------------------------
________________
(૩૭).
નજર ભરખી જશે. જયાં જ્યાં તેની નજર પડી, બસ સંહાર, નાશ, વિસર્જન, ક્રોધાગ્નિ, કામાગ્નિ, વિષયાનિ, બસ આગ-આગ ને આગ, ને કરેલ અંગાર પર ફૂલ ને કબર પર ઘીના દીવા, હા, તું જા અને સુણતો
* કે
* *
*
*
* *
*
“સાગર જાદૂની જહાં-જૂઠા પર શો રાગ; નામ, રૂપ, ગુણ સબ ગલત! જાગ! જાગ! મન જાગ!”
-શ્રી સાગર તરું એ જ મન છે. જે વફાદાર હોય તો દાનો દોસ્ત બની દિલને દેવત્વની દાસ્તાન સંભળાવી દેવતા બનાવે અને જે મન હડકાયું થાય તો માલિકનું પણ વેરી બની કરડી ખાય. માટે વિષયોથી પાછું બોલાવવા કૂતરા જેવા ચંચળ અને વિષયાસક્ત મનને ઉપદેશથી, સમજાવટથી, દોષદષ્ટિથી, વિવેકથી, ઉપરામના રસ્તે વાળવું આવશ્યક નહીં, અનિવાર્ય છે. તિતિમા:
सहनं सर्व दुःखानाम् तितिक्षा सा शुभा मता॥ “સર્વ પ્રકારનાં દુ:ખ સહન કરવાની શક્તિને તિતિક્ષાના નામથી ઓળખાવી છે.” આવી સહનશીલતા સાધકના જીવન માટે સવોત્તમ રત્ન સમાન છે. જેવા જતાં સહન કોણ નથી કરતું? સૌને કોઈ ને કોઈ કાળે કંઈક સહન કરવાનું આવે જ છે. છતાં જે રોતાં, કકળતાં અને પ્રતિક્રિયા સાથે સહન કરતાં જાય છે અને રોદણાં રોતાં જાય છે તેનું નામ તિતિક્ષા હરગિજ નથી, તેવી જ રીતે જે કોપાયમાન થઈ સહન કરે છે તે પણ તિતિક્ષા નથી અને જે ભયભીત થઈ સહન કરે છે તે પણ સહનશીલતા નથી. સાચી તિતિક્ષાનો ઉપદેશ આપણે વૃક્ષોથી લેવાનો, પચાવવાનો અને જીવનમાં ઉતારવાનો છે. શસ્ત્ર લઈ જયારે કોઈ તેનું છેદન કરવા તત્પર | થાય છે ત્યારે વૃક્ષ ભયથી નાસી જતું નથી; તેમ જ એક ડાળું કોઈ છે કાપે છે ત્યારે કોધિત થઈ વૃક્ષ બીજું ડાળું તે વ્યક્તિ પર પટકતું નથી. પણ ઊલટું પથ્થર મારનારને ફળ આપે છે; શસ્ત્રનો ઘા કરનારને છાંયો આપે છે; વૃક્ષ મૌનમાં તિતિક્ષાનો સંદેશ આપે છે અને સર્વ સહન કરે છે પ્રતિક્રિયા વિના; અને લોકો તેને શું આપે છે તેનો વિચાર છોડી પોતે માથે તડકો સહી છાંયો આપે છે અને આપવામાં સહનની યાતના તે ભૂલી જાય છે, આનું નામ તિતિક્ષા.
શાનમાર્ગના પથિકે પણ આવી તિતિક્ષા જીવનમાં ઉતારવી જોઈએ.
નક
-
"
#ક ન#';
[
4
-
*** *
- નાજા
Page #57
--------------------------------------------------------------------------
________________
(૩૮)
કન
અને ઠંડી-ગરમી, સુખ-દુ:ખ, માન-અપમાન, સ્તુતિ-નિંદા, તમામ ધંધોને ચિંતાવિલાપ પ્રતિકાર વિના સહન કરવાં તે જ તિતિક્ષા છે તેમ ભગવાન શંકરાચાર્યજીએ ‘વિવેક ચૂડામણિમાં જણાવ્યું છે:
सहनं सर्वदुःखानाम् अप्रतिकारपूर्वकम्।
चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते॥ તિતિક્ષા જીવનમાં ઉતારવા રાજા હરિશ્ચન્દ્રને યાદ કરીએ, દેવી સીતાજીનું
સ્મરણ કરીએ, એકલવ્યની સાધના અને અંગૂઠાની ભેટ તફ નજર કરીએ, સોક્રેટિસે પીધેલું ઝેર અને ઈસુએ સ્વીકારેલી ફાંસી, ગાંધીજીએ ખાધેલી ગોળી અને મજૂરના કપાતા હાથપગ... આવા પ્રસંગો તિતિક્ષાનાં બેનમૂન દાંતો છે. જીવનમાં જે સહન નથી કરી શકતો તે કંઈ કરી શકે તેમ નથી અને જે સહન કરી શકે તે દુ:ખને દોલત બનાવી શકે છે.
“સહનની આવડત હો તો, મુસીબતમાંય રાહત છે,
હૃદય જે ભોગવી જાણે તો દુ:ખ પણ એક દોલત છે.” દુ:ખ સહન કરવાની તાકાત નહીં આવે ત્યાં સુધી સત્યનો સંકેત સમજાશે નહીં. સમજણની વાણી સાંભળવી હોય તો અર્જુનનો વિષાદયોગ જોઈએ. કગની મોરલી સાંભળવી હોય તો રાધાની વ્યાકુળતા જોઈએ. દ્રૌપદીની જેમ હૃદયમાંથી નિ:શ્વાસ નીકળે તો કૃષણ પરમાત્મા ચીર પૂરવા આવે. એમ સાચી દષ્ટિ રાખી અંતરથી દુ:ખ સહેવાની તાકાત કેળવવી જોઈએ. સાચી તિતિક્ષા જોઈએ.
જ્યમ જથમ દરદ આવ્યા કરે; ખૂબ ખૂબ ખુશી ત્યમ માણવી 4 સમજી જવું કે દિલબરે કંઈ ભેટ આપી નવી નવી.”
શ્રી સંત સાગર સાચી સહનશીલતા કે તિતિક્ષા જ સાધકથી સિદ્ધની અને વાલિયાથી વાલ્મીકિ સુધીની યાત્રા કરાવી શકે છે. જીવથી બ્રહ્મની સફર યાતના વિના શક્ય
નથી. અને તિતિક્ષા વિના તે તો અશક્ય જ છે. માટે જ કહ્યું છે: છે સહન કરે તે સાધુ છે. જેને ફરિયાદ નથી તે સાધુ, દુ:ખ-દર્દ યાદ
નથી તે સાધુ કોઈ જેને પજવી ન શકે તે સાધુ કારણ કે વૃક્ષની કે જેમ તે નથી કોધ કરતો, અનાયાસે આવેલ વિપરીત સંજોગથી કે નથી
ભયથી નાસી જતો. ઊભો રહે છે પ્રતિકૂળતામાં, સહન કરે છે તેથી તે તિતિક્ષાની સાક્ષાત્ મૂર્તિ છે. સહન કરનારે વૃક્ષ પાસેથી એક જ જીવનસૂત્ર, ? એક મંત્ર યાદ રાખવાનો અને અડગ ઊભા રહેવું જીવન ઝંઝાવાતમાં.
ને
*
Page #58
--------------------------------------------------------------------------
________________
(૩૯). _ "वृक्ष इव तिष्ठासेच्छिद्यमानोऽपि न कुप्येत् न कम्पेत्" “વૃક્ષ જેમ સ્થિર રહો, કપાઓ પણ ન કોધ કરો, ન ભયથી કાંપો.”
શ્રદ્ધા અને સમાધાન તિતિક્ષાનો સૂક્ષ્મ સંદેશ આપ્યા પછી જ ગ્રંથ શ્રદ્ધાની વાત કરે છે. જેને
જીવનમાં, ઘરમાં, સંસારમાં આગ દેખાય છે તે કોઈ પણ યાતના વેઠી તેમાંથી બચવાનું સાહસ કરે છે. જેને તાલાવેલી છે જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવાની, બેયની તલાશમાં જે બેચેન અને બાવરો બન્યો છે, જેના રોમરોમમાંથી એક જ પોકાર ઊઠે છે “અંતિમ ધ્યેય”, “આ પાર કે પેલે પાર', તે અનુકુળ સંજોગોની રાહ જોવા થોભતો નથી, કોઈની સલાહ પૂછતો નથી, તે સતત કૂદતો જ રહે છે અને જેવો સંજોગનો ઘોડો પસાર થયો કે તે તેના પર સવાર થયેલો જ હોય છે. નીકળ્યા પછી તો એવા દઢ સંકલ્પથી તે વિદાય લે છે કે જેમ સરિતા કદી પર્વતભાણી પાછું વાળીને જેતી નથી. અથડાય, કુટાય, વેરવિખેર થાય, પટકાય છતાં તેની દોટ પ્રિયતમ સાગર તરફની દી થંભી નથી તેમ મુક્તિના પંથે પ્રયાણ કરી ચૂક્યા બાદ મુમુક્ષુને ધ્યેય સિવાય કંઈ દેખાતું નથી. પ્રયાણનો આંનદ એટલો મહાન છે કે કોઈ વિધ્ધ તેને અટકાવી શકે તેમ નથી. તેની તિતિક્ષા જ પ્રબળ નિર્ણય છે, જેને કોઈ પાડી શકે તેમ નથી. તેવાનું જીવનસૂત્ર છે:
કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” ધ્યેય માટે જે સ્પષ્ટ છે, જે નિશ્ચિત છે, જે અડગ છે, તે હજારને રસ્તો પૂછવામાં નાનમ, શરમ નથી અનુભવતો. તે બીજાના અનુભવનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. પણ જેનો અહંકાર ખૂબ જ મજબૂત છે તે બીજાના જ્ઞાનનો લાભ લેવાનું ચૂકી જાય છે. કેટલાક બીજાને વાગેલી ઠોકર જોઈ રસ્તો બદલે છે, જયારે કોઈ અહંકારી રસ્તો બદલતાં પૂર્વે ઠોકર વાગવાની રાહ જુએ છે. આત્મજ્ઞાનની વાત જવા દઈએ. પણ જો હિમાલયની યાત્રાએ જશો અને અહંકારમાં કોઈને રસ્તો નહીં પૂછો તો, તમારો જ અહંકાર તમને ભટકાવશે, રઝળાવશે. લોથપોથ થયા બાદ ફરી પૂછો અહંકારને કે “તારે જાતે જ રસ્તો શોધવો છે કે કોઈની મદદ લેવી છે?” મદદ લેશો ભોમિયાની તો મિનિટોમાં, ક્લાકમાં કામ પતી જશે; નહીં તો અહંકારની તુમાખીમાં ગુમનામ થવું પડશે. એવરેસ્ટ
Page #59
--------------------------------------------------------------------------
________________
(૪૦)
આરોહણમાં સિદ્ધ પર્વતારોહી પણ સાથે ભોમિયો લે છે પછી નવા શિખાઉની તો વાત જ ક્યાં? દત્તાત્રેય ભગવાન જેવાએ પણ એક નહીં ચોવીસ ગુર કર્યા. પણ આજે “મૉડર્ન અત્યાધુનિક બનવાની ખ્વાહીશમાં; પોતે જુનવાણી વિચારોનાં પોટલાં નથી તેવું સાબિત કરવાની ગાંડી ધૂનમાં ઘણા કહે છે, “રસ્તો ભૂલી જઈશું તો શું થયું? મોડો મોડો પણ જાતે જ શોધીશું. અમે કોઈને કંઈ પૂછવા તૈયાર નથી, શું અમે નથી જાણતા?” ટૂંકમાં તેમનું કહેવું છે કે “હું કોઈને ગુરુ બનાવવા માગતો નથી” “શિષ્ય મારે હોય પણ હું શિષ્યત્વ સ્વીકારતો નથી. ગુરુની જરૂર નથી.” આવાં વિધાનો રજૂ કરનાર ધ્યેયપ્રાપ્તિમાં કાં તો ખૂબ જ ધીમા છે અથવા ઉત્સુક નથી. જીવનમાં કદી કોઈના શાનનો લાભ લઈ શકતા નથી તેઓ. કારણ કે તેમનો અહંકાર વચ્ચે આવે છે. જ્યાં સુધી તાડના ઝાડ જેવો અહંકાર વચ્ચે છે ત્યાં સુધી શ્રદ્ધાની યાત્રા થઈ શકે તેમ નથી. પણ જીવનના કોઈ ઝપાટામાં-તોફાનમાં જયારે 'તાડ’ તૂટે છે ત્યારે રસ્તો સરળ દેખાય છે. વંટોળમાં ઘાસ નમી જાય છે, તેથી ફરી ઊભું થાય છે અને નહીં નમનાર તાડ જડમૂળથી ઉખડી જાય છે. જે નમે તે પ્રભુને ગમે. જ્યાં નમન છે ત્યાં શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ છે, “ન- મન’ છે ત્યાં જ શ્રદ્ધાનું પ્રાગટ્ય છે. જ્યાં મન છે ત્યાં શ્રદ્ધા સુષમ છે, અપ્રગટ છે, અવ્યક્ત
હવે શ્રદ્ધા અને સમાધાન વિશે ગ્રંથ પાસેથી શ્રવણ કરીએ-શ્રદ્ધાયુક્ત
થઈને
निगमाचार्यवाक्येषु भक्ति: श्रध्देति विश्नुता।
चितैकाम्यं तु सल्लक्ष्ये समाधानमिति स्मृतम्॥८॥ निगमाचार्यवाक्येषु
= વેદ તથા ગુરુવાક્યમાં પતિ :
= શરણાગતિ, ભક્તિ (ને જ) श्रद्धा इति विश्रुता
= શ્રદ્ધા તરીકે ઓળખવામાં આવે છે.
= અને સત્ત વિચ પામ્ય = પરમાત્મા કે પરબ્રહ્મરૂપી લક્ષ્યમાં
ચિત્તની એકાગ્રતા કરવી તે समाधानम् इति स्मृतम्
સમાધાન કહેવાય છે. શ્રદ્ધા: જીવનના કોઈ પણ ક્ષેત્રમાં શ્રદ્ધા વિના સિદ્ધિ શક્ય નથી.જે
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૧)
લોકો વિદેશમાં ફરવા જાય છે, હાઈકિંગ, ટ્રેક્નિ, હન્ટિંગ ગમે ત્યાં જવા તેઓ પ્રથમ પર્યટન વિભાગની માહિતી કચેરીનો સંપર્ક સાધે છે. “ટૂરિસ્ટ ઈન્ફરમેશન બ્યુરો પાસેથી કાં તે ભાડે ગાઈડ કે ભોમિયો સાથે લે છે અગર નકશા અને માહિતી પુસ્તિકા લઈ નીકળી પડે છે. જયાં શંકા જાગે ત્યાં નકશાનો ઉપયોગ કરી આગળ જાય છે. અજાણ્યો મુસાફર કે સાચો યાત્રી કદી પણ માઈલસ્ટોન કે રોડ સાઈન પર શંકા નથી કરતો, બલકે નકશા કે માઈલસ્ટોન પર વિશ્વાસ રાખી, પ્રવાસ આગળ ધપાવે છે. માટે જ ગંતવ્યસ્થાને પહોંચે છે. આમ, “ટુરિસ્ટ ઈન્ફરમેશન બ્યુરોની માહિતી પુસ્તિકા, નકશો અને માઈલસ્ટોન જેવા જ આપણા ગ્રંથો છે, વેદો છે, શાસ્ત્રો છે અને અનુભવી ભોમિયા જેવા આપણા ગુરજનો કે આચાય છે. તેમની વાણીમાં નિશંક અપરંપાર વિશ્વાસ, ભક્તિ તે જ શ્રદ્ધા છે. અને તેવી અખંડ શ્રદ્ધા વિના કદી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. માટે જ ભગવાન કૃષ્ણ કહ્યું “શ્રદ્ધાવાન તમને જ્ઞાન”શ્રદ્ધાયુકતને જ્ઞાન પ્રાપ્ત છે. અને સાથે જ કહ્યું કે જેને શાસ્ત્ર અને ગુરમાં અશ્રદ્ધા છે અને જેનું માનસ શંકાયુક્ત છે તે વિનાશને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેવો અજ્ઞાની લ્યાણથી ભ્રષ્ટ થાય છે.
__ अज्ञश्चाश्रद्धानश्च संशयात्मा विनश्यति॥४-४०॥ આત્મજ્ઞાનની વાત તો ગહન છે, સૂક્ષ્મ છે, શ્રદ્ધાયુક્ત પ્રયત્ન વિના અભેદ્ય છે. પણ સામાન્ય રોજિંદો વ્યવહાર પણ શ્રદ્ધા વિના ટકી શકે તેમ નથી. ‘ઈર્પોટેડ વસ્તુના મોહમાં ને વિદેશી માલની ઘેલછામાં આપણે શું ખરીદતા નથી? અને તે પણ બિલ વિનાની બ્લેડ જ સવારે પ્રથમ પુણ્યનું કામ કરે, પછી આવે “આફ્ટર શેવ લોશન'. આ બધું ખરીદતાં કોણ કોના પર રાખે છે વિશ્વાસ!
ધારો કે તમે બિલ સાથે ડયૂટી પેઈડ ઈમ્પોર્ટેડ સીવવાનો સંચો “સિંગર લઈ આવ્યા કે હોન્ડા મોટર-સાઈક્લ લાવ્યા. પણ તમે તેનાથી પરિચિત નથી કે કઈ રીતે મોટર-સાઈક્લ ચાલે! ગિયર કયાં? પાછલી-આગલી લાઈટ ક્યાં? કિક અને સ્પિડ ઈન્ડિકેટર વિશેનો ખ્યાલ મેળવવો હોય તો, અગર પેલા મશિનમાં પોતાની મેળે ઑટોમૅટિક ગાજ કઈ રીતે થાય તેની માહિતી મેળવવી હોય તો? ત્રણ રંગીન દોરાથી સ્વયંસંચાલિત રીતે ભરત-ગૂંથણ કેમ થાય? આવી શંકા ઊભી થાય ત્યારે તમે મોટરસાઈકલ લઈ જાપાન તો જઈ ન શકો તેથી કાં તો જે વ્યક્તિ હોન્ડા મોટરસાઈકલ ચલાવવાનું
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૨)
જાણતી હોય તેના અનુભવની મદદ લેવી પડે. પણ જો તેમાં અહંકાર આડે આવે તો માત્ર એક રસ્તો છે અને તે સીવવાનો સંચો કે મોટર સાઈકલ જોડે એક નાની પુસ્તિકા હોય છે તે સાહિત્ય કે લિટરેચરની સહાય લેવી પડશે. તેવા પુસ્તકમાં ચિત્રો સાથે માહિતી હોય છે. પણ યાદ રાખીએ કે આવી પુસ્તિકા કે લિટરેચરમાં જે અનંત વિશ્વાસ નહીં હોય તો તે સચિત્ર માહિતી પણ નકામી થઈ જશે. આપણે કદી ન ભૂલીએ કે આ તો માનવરચિત યંત્રો છે, બેશક જટિલ યંત્રો છે. જે તેને સમજવા માણસને કોઈ સાહિત્યની જરૂર પડે છે, તો શું આ અખિલ બ્રહ્માંડને સમજવા તેને કોઈ સાહિત્ય, લિટરેચર કે પુસ્તકની અપેક્ષા નથી? કઈ રીતે સમજાય નિત્ય નિરંતર-ગ્રહોની ગતિ? કઈ રીતે સમજાય આ અનંત, અખંડ, વૈવિધ્યપૂર્ણ સર્જનનો એક સર્જનહાર? આ અગણિત તારલાની ટોળીઓ કોણે રચી? ખીલવે છે કોણ આ રંગબેરંગી પુષ્પોને સમાન ધરામાં? લાવે છે કોણ નિશ્ચિત સમયે પાનખરને? કોની પ્રેરણાથી “ઓવર ટાઈમની માગણી ક્ય વિના સૂર્ય નિત્ય-નિરંતર-ઉષા ને સંધ્યાની સાચી ખબર આપે છે? હડતાળ કે “ધરણા વિના કેમ તુ પ્રમાણે નિયમિત ગ્રીષ્મ, વસંત, શિશિર, પાનખર આવે છે ને નિયમ મુજબ ફળ-ફૂલ લાવે છે?
આ એકતામાં વૈવિધ્ય કોણે ભર્યું? અને વૈવિધ્યમાં એકતાનો સૂર કોણે રેલાવ્યો? જો સર્જનહાર એક, તો સમાનતા કયાં? સર્જક વિના સંસાર કેવો? જો સર્જનહાર છે, તો કેમ છુપાઈને બેઠો છે? આવી સમસ્યાના સમાધાન માટે આપણે કોનો સંપર્ક કરવા જઈશું? આ તો સામાન્ય માનવીના રોજબરોજના પ્રશ્નો છે.
આંખમાં ઊંધને ભરે છે કોણ? ને સપન થઈને વિસ્તરે છે કોણ? લીલું લીલું વિકસતું કોણ અહીં? પીળું પીળું સતત ખરે છે કોણ? હું તો ઊંધી રહ્યો છું બિસ્તરમાં, ખાલી ઘરમાં પછી ફરે છે કોણ?
હું હતો, છું અને રહેવાનો; રોજ પ્રશ્નો મને કરે છે કોણ?
– આદિલ
Page #62
--------------------------------------------------------------------------
________________
(૪૩)
આવા અનેક પ્રશ્નો આપણને ઊઠે છે જ્ગત વિશે, જીવ વિશે, ઈશ્વર વિશે. શું તેના સમાધાન માટે કોઈ પુસ્તકની જરૂર નથી? જીવ, ગત અને ઈશ્વરની સમજ માટે જે સાહિત્ય છે તે જ આપણા વેદ, તે જ આપણાં શાસ્ત્રો, જેને અહીં ‘નિમ’ કહ્યું છે. જે તેમાં શ્રદ્ધા નહીં હોય તો ન તો આપણે આપણું સાચું સ્વરૂપ જાણી શકીશું, ન જગતનું રૂપ પારખી શકીશું અને જીવન વ્યર્થ ચાલ્યું જશે. તેથી વેદ અને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી વેદવાક્યના પ્રકાશમાં સ્વરૂપ તરફ ગતિ કરવામાં જ માનવજીવનની સાર્થકતા છે.
“વેદ-શાસ્ર સાચાં છે તેની સાબિતી શું?”
“ભાઈ સાબિતી તો તારી ખુદની પણ નથી. તમારો જન્મ અમુક તારીખે અમુક સમયે થયો તેની સાબિતીનું તમારી પાસે શું પ્રમાણ છે?” “મારા જન્માક્ષરમાં બધું લખ્યું છે.”
""
‘તારા જન્મ વખતે શું તે જ્યોતિષ જાણનાર હાજર હતો ?”
<<
“ના, ના. સમય તો ડોક્ટરે કે નર્સે નોંધેલો.’’
તેનો અર્થ એટલો જ કે તમારી પાસે તમારા જન્મની સાબિતી નથી, તમારે તો જન્મસમય અને દિવસ-રાતની ખાતરી કરવા ડોક્ટર કે નર્સના વાક્ય પર શ્રદ્ધા જ અંતે રાખવી રહી. તો પછી શાસ્ત્ર કે વેદવાક્યમાં શ્રદ્ધા રાખવામાં વાંધો શું? તે પણ અગણિત ઋષિ-મુનિ-જ્ઞાનીઓની અપરોક્ષ અનુભૂતિ જ છે.
..
કદી આપણે વિચાર્યું છે કે અમુક વ્યક્તિ આપણા પિતા કેમ ? તે પિતા છે તેની સાબિતીને આપણે પડકારતા નથી, પણ આપણી માતાએ કહ્યું કે તે પિતાજી છે તેથી આપણે શ્રદ્ધાથી વિચાર્યા વિના સ્વીકારેલું છે. શ્રદ્ધામાં શંકાને કોઈ સ્થાન નથી. અને શંકાના સામ્રજ્યમાં શ્રદ્ધાનું અસ્તિત્વ નથી. જે વિષયમાં આપણું અજ્ઞાન હોય તેથી તે વસ્તુ, વિષય કે વ્યક્તિ “નથી” તેવું ન હેવાય. જે સાબિત ન થાય તે પણ હોય, અને હોય તેની સાબિતી ન પણ થાય. આધુનિક યુગમાં “ટેસ્ટ ટ્યૂબ બેબી” જન્મે. બાળક મોટું થાય છતાં તેને ખબર નથી કે તેના પિતા કોણ છે? આમ આ બાળકના અજ્ઞાનથી પિતા નથી તેવું ન કહી શકાય.. સંતાન છે કાર્ય છે તેથી તેનું કારણ જરૂર હોવું જોઈએ. જે અસ્તિત્વમાં છે તેનો રચયિતા જરૂર છે. તેમ જ્ગત અસ્તિત્વમાં છે તેથી ઈશ્વર તેનો
-
Page #63
--------------------------------------------------------------------------
________________
(૪)
સર્જક અને નિયંતા છે. આવી નિશ્ચયપૂર્વકની સમજ કેળવવા માટે તેમ જ જીવ, mત અને ઈશ્વરને જાણવા માટે વેદવાક્યમાં, ગુરમાં પ્રથમ શ્રદ્ધા રાખવી અને ત્યાર બાદ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી અને તેની સાથે ઐક્ય સાધવા આત્મશ્રદ્ધા કેળવવી ખૂબ જ જરૂરી છે. સાચી શ્રદ્ધાથી થતી જીવનયાત્રામાં ક્યારેય, ક્યાંય, “અશક્ય”, “અસંભવ'નો અણસાર પણ નથી.
“ક્ષિતિજોને આંબવાની હામ જે હૈયાને હશે; ગગનનો ધ્રુવતારો પંથનો સહારો થશે.”
શ્રદ્ધા કયારે ન ફળે? શ્રદ્ધાના જન્મ, વિકાસ અને દઢતાનાં એકબે પરિબળો સાધકે સમજી લેવા જેવાં છે. અર્વાચીન ભણતરની એક નવી ફળશ્રુતિ ઘણી વાર દેખા દે છે કે ભણેલાને, ખૂબ ખૂબ ઉપાધિ - ડીગ્રીઓથી ઘેરાયેલાને, ભણતરનું એવું અભિમાન બહેકાવી મૂકે છે કે તે કોઈને ગુરુ માનવા તૈયાર નથી, તે તો ઠીક પણ ગુરુ શબ્દ માટે એલર્જી સમાજે ઊભી કરી છે. કંઈ વાંધો નથી; તેના બદલે તમે કેન્ડ, ફિલોસોફર કે ગાઈડ' શબ્દપ્રયોગ કરો, પણ “સ્વરૂપને પહેચાનો એટલે બધું જ સમાઈ ગયું. ગુરુના બદલે શિક્ષક, આચાર્ય, માર્ગદર્શક શબ્દ વાપરવામાં વાંધો નથી, પણ જેની પાસેથી કંઈક મેળવવું છે તેના માટે આદરભાવ, પૂજ્યભાવ, સન્માન નહીં જાગે તો જીવન સમર્પણ નહીં થઈ શકે. અને તે વિણ “ગુરુ-શિષ્ય-ટિચર એન્ડ ટોટ વચ્ચે આત્મીયતાનો સેતુ નહીં સર્જાય. રિપોર્ટ એસ્ટાબ્લિશ નહીં થાય અને આત્મીયતા અને લાગણીના અભાવમાં સંવાદ કદી જન્મ નહીં લઈ શકે. ત્યાં તો વાદ, વિવાદ, વિતંડાવાદ, જલ્પ વગેરે જ હાહાકાર મચાવશે અને તેવી શબ્દોની રમઝટમાંથી પેદા થશે ઘર્ષણ, પ્રકાશ કદી નહીં. માટે સૌ પ્રથમ સાધક કે મુમુક્ષુએ - જ્ઞાનમાર્ગના પથિકે પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરવો. બધી જ ઉપાધિ અને ડીગ્રીઓને ડુબાડી નમ્રતાથી ગુરચરણમાં ઉપસ્થિત થવું. કારણ, mતનાં પ્રમાણપત્રો અને ધૂળ બરાબર છે - આત્મજ્ઞાનના પંથે તેનું અભિમાન વ્યર્થ છે.
“વૃથા ગુમાન ભણતરનું ભણ્યો તે ના ભણ્યો આંહી; નિરક્ષરની સદારતા પ્રભુને પ્રાણપ્રિય, ભાઈ.” -શ્રી રંગ અવધૂત
Page #64
--------------------------------------------------------------------------
________________
(૫) “ભણ્યો અંગ્રેજી! તેથી શું?!
વકીલ-દાક્તર બન્યાથી શું?! ક્લા-કવિતા એ શું? શું આવ્યું ત્યારું સફળ થાશે?!
લગાડી લે અસલ લગની,
મહોબત છોડ મિટ્ટીની: ન કિમ્મત હારી કૌડીની ક્યામત પર કબૂલાશે!”
-શ્રી સાગર પ્રશ્ન થાય કે પહેલાં ગુરુનો સ્વીકાર થાય પછી શ્રદ્ધા જાગે કે શ્રદ્ધા પ્રથમ જાગે પછી કોઈ વ્યક્તિને ગુરુ બનાવી શકાય?
ગુરુ શોધવાની-બનાવવાની વસ્તુ નથી. તે તો પુણ્ય - પ્રારબ્ધ -યોગે પ્રાપ્ત થાય છે. એક વસ્તુ આપણા હાથમાં છે તે શિષ્ય બનવું. શિષભાવે શિષ્યત્વ સ્વીકારવાથી શ્રદ્ધાના વિકાસ અને દઢતામાં મદદ મળે છે. પણ ફરી સંશય જાગે કે કોની સમીપ શિષ્યત્વ સ્વીકારવું? સામાન્ય રીતે મન
તો થોડા પરિચિતમાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખવા પ્રેરાય છે, કાં તો તદ્દન અપરિચિત વ્યક્તિ આગળ નમન કરવા દોરાય છે. પછી વિચિત્ર મન જેને નમન કરે છે તેના ભૂતકાળમાં ડોકિયાં કરવા આતુર બને છે. કાં તો તેની વર્તમાન જીવન પદ્ધતિનો ચોકીપહેરો રાખે છે અને પોતાના નિરીક્ષણ ઉપરથી ગુરુ “સારા”,“ખરાબ”,“અયોગ્ય’,‘ચાલે તેવા’, ‘ધ્યાની’, ‘જ્ઞાની', ત્યાગી', “મૌની' તેવા નિર્ણય પર આવે છે. સાચા સાધકે માત્ર જ્ઞાન ) પૂરતી જ ગુર પર નજર રાખવી તેની જીવનચર્યા કે ભૂતકાળમાં રસ લેવો નહીં. તેમ કરવાથી શ્રદ્ધા ખંડિત થવાનો ભય રહે છે.
અંતે એક મહત્ત્વની વસ્તુ યાદ રાખવી કે અતિપરિચિતને ગુરુ ન બનાવવા; નહીં તો તેમની જ્ઞાનની ઉચ્ચતમ કક્ષાને પામ્યા વિના આપણે ખાસા જ રહેવાના. માનવનું મન જે ખૂબ જ પરિચિત હોય તેને આત્મજ્ઞાની તરીકે ઝડપથી સ્વીકારવા તૈયાર થતું નથી. તમે જેને સારી રીતે ઓળખો છો. જેની સાથે રમ્યા છો, જેની સાથે ભણ્યા છો, જમ્યા છો તે વ્યક્તિ આટલી મહાન થઈ જાય અને તમે ત્યાંના ત્યાં જ રહી જાઓ તેવું માનવા અહમ તૈયાર નહીં થાય. તેથી જો કોઈ સંત કે જ્ઞાનીનો પૂર્વે-પરિચય હોય તો તેવી વ્યક્તિને ગુરુ બનાવતાં ખૂબ ખૂબ વિચારજો; જલદી શ્રદ્ધા ઢ
Page #65
--------------------------------------------------------------------------
________________
(૪૬) નહીં થાય.
તમે જે છોકરાને શેરીમાં રમતો જોયો હોય કે જે છોકરીને તમે ભણાવી હોય, જેને તમે તમારા નગરમાં સામાન્ય કાર્યમાં ગૂંથાયેલો જયો હશે કે જે તમારાથી ઉંમરમાં ખૂબ નાનો હશે તેને પણ તમે જલદીથી ગુરુ તરીકે હૃદયમાં સ્થાપિત નહીં કરી શકો. માટે જ અજાણ્યો કે પરગામનો ગુર જ નામ - આકારથી ગુમનામ કરવામાં કામ આવે તેવું કહેવાય છે. કહેવત છે કે “ઓળખીતો વૈદ્ય ઓછા કામનો અને પારકી મા જ કાન વીધ’, તેમ પૂર્વ-પરિચય કે અતિપરિચય પણ શ્રદ્ધાનો દીપક હૃદયમાં ઝડપથી નહીં પ્રગટાવી શકે. તે સમજવા બે પ્રાંત લઈએ:
કહેવાય છે કે એક વાર અચાનક ભગવાન બુદ્ધ પોતાના જ ગામમાં આવ્યા. બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયેલાં, લોકોની નજરમાં તો અવકાશનો કોઈ સિતારો ધરતી પર આવ્યો હોય તેમ બધે જ પ્રકાશ ફેલાતો જણાયો, માનવમહેરામણ ઊભરાયો, દર્શનની પડાપડી. જ્યારે બુદ્ધ પોતાના જ ગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે પિતાજીએ કહ્યું, “બેશક તું અપરાધી છે, તે મને ખૂબ નિરાશ ક્ય, યાતના આપી છતાં અંતે હું બાપ છું. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તને ક્ષમાની ભીખ આપવા તૈયાર છું પણ તારા આ ભિક્ષાપાત્રને સ્વીકારવા હરગિજ નહીં. તારી ભૂલ પર પસ્તાવો કર, પ્રાયશ્ચિત કર, ફેંકી દે આ સ્વાંગ, માફી તને મળેલી જ છે; સંભાળી લે આ રાજ્ય, જે તારું જ છે.” બુદ્ધે કહ્યું, “પિતાજી, જે વૈભવ-રાજ્ય-મહેલનો મેં ત્યાગ કર્યો, જેમાં મને આગની જવાળાઓ દેખાતી હતી અને જેનો આપે સંગ્રહ કર્યો છે તે હળાહળ ઝેરથી ભરેલો નાગ છે. પિતાજીએ કહ્યું, “હવે આ ગાંડપણ બંધ કર. તું મને ઉપદેશ આપે છે?” બુદ્ધે કહ્યું, “કૃપા કરી મારી સામે જુઓ. શું હું તે જ છું જે ઘર ત્યાગી ગયો હતો? જે હાલ અહીં મોજૂદ છે તેનો જન્મ તમારા ઘરમાં થયો નહોતો. થોડો વિચાર કરો, પિતાજી.”
પિતા કહે, “તું મને છેતરી નહીં શકે. તને તો હું પારણામાંથી ઓળખું છું, તારો તો મને ખૂબ પરિચય છે. તારી શબ્દજાળથી હું ભુલાવામાં પડવાનો નથી. તારી ચાલને-શબ્દને-રમતને-તને-સર્વને-હું સારી રીતે જાણું છું.” બુદ્ધ કહે છે, “હું તો મને જ ઓળખતો નથી. હું મારાથી અજ્ઞાત
Page #66
--------------------------------------------------------------------------
________________
છું અને તમે મને જાણો છો? પિતાજી જેને તમે જાણો છો તે હું નથી અને જે હું છું તેને હું જ જાણતો નથી; તમે કેવી રીતે જાણો છો? પણ આપનો દાવો પેલા પુલ જેવો છે. જેટલા યાત્રી તેના ઉપરથી પસાર થયા તેને તે પુલ કહે છે હું જાણું છું. હું આપના દ્વારા જગતમાં આવ્યો, આપની ઉપરથી પસાર થઇ ગયો, આપના પ્રયોગમાં હું ઉપયોગમાં આવ્યો, તેથી નથી તમારો, કે નથી તમે મારા; જેથી તમને મારો પરિચય હોય! જેમ આપના દ્વારા આ સમયે અહીં આવ્યો તેમ આપના પહેલાં પણ હું હતો. અનેક પિતા અને માતા દ્વારા હું પૂર્વે પસાર થઈ ચૂક્યો છું - મારી આ યાત્રા અનંત સમયથી ચાલે છે.”
છતાં પિતા પુત્રને સંત તરીકે સ્વીકારી શકે તેમ નથી; પુત્રમાં એક સંતનાં દર્શન પિતાને ન જ થાય - શ્રદ્ધા - ન જ જન્મે તેનાં બે કારણ છે. એક: પિતાનો અહંકાર ઘવાય છે કે પુત્રમાં આટલો મોટો ત્યાગ? આવું અલૌકિક જ્ઞાન? અશક્ય! અને બીજું કારણ: અતિપરિચયથી પણ શ્રદ્ધાનાં પાયા ડગમગે છે, જેને મેં રમાડયો-ધમકાવ્યો-મારી સામે મોટો થયો તે જ આ સિદ્ધાર્થ? શંકા જાગે છે, સંશય શ્રદ્ધાને ટકવા દે તેમ નથી.
અતિપરિચયથી જ પયગંબર ઈશને પણ તેમના જ ગામના લોકોએ તિરસ્કૃત કર્યા, અવગણ્યા, કારણ કે તેમની નજરમાં શ્રદ્ધાનું બીજ નહોતું તેથી માત્ર શંકાનું વટવૃક્ષ જ નજરે ચડયું. જ્યારે ઈશુ પોતાના જ ગામમાં પ્રવેશ્યા ત્યારે ન તો કોઈનું ધ્યાન દોરાયું, ન કોઈએ પ્રશ્ન કર્યો. દર્શનની વાત તો બાજુએ રહી, ન સામાન્ય અતિથિ જેવો સત્કાર થયો. કારણ સૌને તેમનો પરિચય હતો અને તે પણ પૂર્વપરિચય જે શ્રદ્ધામાં વિઘ્ન તરીકે ઘણી વાર કામ કરે છે. સૌને થયું : અરે, આ તો પેલા જોસેફ સુથારનો છોકરો - જે રોજ લાકડાં લઈ જતો અને ગામમાં સુથારનું કામ કરતો હતો તે જ આજે આવ્યો છે! જે અહીંના આંગણાની ધૂળ-માટીમાં છોકરાં સાથે તોફાન-મસ્તી કરતો તો તે જ આજે પરમાત્માનો પયગંબર થઈને આવ્યો છે! જરૂર કંઈ છેતરપિંડી હશે. આમ જિસસના ગામમાં તેને માટે ચોમેર શંકાનાં વાદળો ધસી આવેલ - જ્યારે તેમની ત્યાં પ્રથમ મુલાકાત હતી; પછી શ્રદ્ધાની તો વાત બાજુએ રહી.
Page #67
--------------------------------------------------------------------------
________________
(૪૮) ટૂંકમાં, શાનમાર્ગે શ્રદ્ધાના વિકાસમાં અતિપરિચય વિન પણ થઈ શકે છે અને આશીર્વાદને બદલે શાપમાં પરિણમે છે. તેથી સાધકે શ્રદ્ધાની જ્યોત પ્રજ્વલિત કરતાં પહેલાં સાવધાની રાખવાની જરૂર છે.
સમાધાન
ભગવાન શંકરાચાર્યજી સમાધાનનો સામાન્ય વ્યવહારુ અર્થ સમજાવવામાં રુચિ રાખતા નથી. તેમની દષ્ટિ સદા પરમાર્થ પર સ્થિર રહી છે અને જીવનના પરમ પારમાર્થિક લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ લક્ષ્યનાં સંદર્ભમાં, અંતિમ ધ્યેયના અનુસંધાનમાં દરેક શબ્દની વ્યાખ્યા કે અર્થ સમજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. કારણ કે શરૂઆતમાં જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ગ્રંથ તો મોક્ષની સિદ્ધિ અર્થે જ છે-“મોસિયે પ્રો. તેથી જેનું મન ધર્મ, અર્થ અને કામમાંથી ઉપરામ પામ્યું છે તેને રામનું દર્શન કરાવવાના હેતુથી - સ્વરૂપનું જ્ઞાન કરાવવાના ઉદ્દેશ્યથી જ શબ્દના ગૂઢાર્થ - ગર્ભથિને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે.
અહીં જે સમાધાનની વાત છે તે જીવનના આંતરિક અંતિમ સમાધાનના સંદર્ભમાં છે. દરેકના જીવનમાં એક આંતરિક સંઘર્ષ જાણે અજાણે ચાલ્યા જ કરે છે. “હું યુવાન હતો; યુવતીના વિચારમાં વિહાર કરતો; તે મળી. બાળકો નહોતાં તે પણ મળ્યાં, અઢળક ધન સાચવવાની ચિંતા આવી; પ્રતિષ્ઠા દોડતી આવી અને હું મૂંઝાયો. મારા જ પ્રશ્નનો ઉકેલ મારી પાસે નથી. બધું મળ્યું ન મળી શાંતિ! જે બધું જ મેળવવાથી પણ સંતોષ-શાંતિ ન મળે, મનને સમાધાન જ ન થાય તો શા માટે કંઈ પણ એન્ન કરવું? અરે જે કંઈ જ ન કરીએ તો કરીએ શું? ક્યાં જવું? શું કરવું? બધે જ અંધાર!” એમ, આપણે આપણા જ ઊભા કરેલા ભાવગતમાં અટવાઈ પડીએ છીએ, કારણ કે જીવનમાં કોઈ બેય નથી; લક્ષ્ય નજરે ચડતું નથી ધીમો ધીમો ધૂંધવાયેલા અગ્નિની જેમ સંઘર્ષ ચાલ્યા જ કરે છે. દરેક વ્યક્તિ પ્રવાસમાં છે, પ્રવાહમાં છે, દોડમાં છે, પણ ક્યાં જવાનું છે તે કોઈને ખબર નથી. બસ કર્મ, ક્રાંતિ, કૌશલ્ય ને કરામત દ્વારા દરેક સ્પર્ધામાં ઉતરી પડયા છે. કોઈને પૂછો તો ખરા કે કેમ આ સ્પર્ધા? ક્યાં જશો? “હું ઊભો નહીં રહું વાત કરવી હોય તો દોડતા દોડતા કરો.” મારે તો એટલું જ પૂછવું છે કે પ્રયાણ
Page #68
--------------------------------------------------------------------------
________________
(૪૯) ક્યાં? “અમને કંઈ ખબર નથી; અમે તો બીજાને માત્ર પાછળ પાડવા દોડીએ છીએ.”આમ, ધ્યેયહીન, દિશા વિનાની દોડ ક્યાં લઈ જશે, પ્રગતિ વિનાની યાત્રા કે પ્રવાસ ક્યાં પહોંચાડશે? કોઈને ફરસદ નથી. સ્થિતિ છે આપણી ઘાંચીના બળદ જેવી - દોડી દોડીને જૈસે થે - હતા ત્યાંના ત્યાં. આવા પ્રયત્નનો અર્થ બસસ્ટેન્ડ પર ઊભા રહેવું અને જે બસ આવે તેમાં ચડી જવું. “જવું છે જ્યાં તે મને ખબર નથી. મારે તો બસયાત્રા મંજૂર છે.” આમ ભટકનારને જન્મ-મૃત્યુ, સ્વર્ગ-નરક, સ્થાવર-જંગમ અનેક યોનિઓમાં ભટકવું પડશે અને છતાં સ્મશાન અને ગર્ભથી તેનો છુટકારો નહીં થાય.
કેટલાકને જીવનનું લક્ષ્ય ખબર છે પણ તે પ્રયત્ન કરતા નથી; કેટલાક પ્રયત્ન કરે છે પણ તેમની દિશા સાચી નથી; કેટલાક સાચી દિશામાં છે પણ તેમનાં સાધન અયોગ્ય છે. યોગ્ય સાધન અને સાચી નિશ્ચિત દિશામાં પ્રવાસ કરી અંતિમ પારમાર્થિક ધ્યેયને પ્રાપ્ત કરવા કોઈનો સંપર્ક કે માર્ગદર્શન જરૂર આવશ્યક છે. ઘર બનાવવા જેમ કલાકોનું ચિંતન કરીને પછી એન્જિનિયર, આર્કિટેકટ અને કોન્ટેક્ટરનો સંપર્ક સાધી તેમના સૂચન ને માર્ગદર્શન મુજબ આગળ વધીએ છીએ તો આ તો પારમાર્થિક પરમ પુરુષાર્થ સાધવો છે. આ લક્ષ્ય તો ઘરની જેમ લૌકિક વિનાશી નથી, અવિનાશી છે; સ્વર્ગની જેમ પારલૌકિક લક્ષ્ય નથી કે જ્યાંથી પુણ્ય ક્ષય થતાં પાછા ફરવાનું હોય. આ તો જીવનનું અલૌકિક લક્ષ્ય છે જ્યાં ગયેલો - પહોંચેલો કદી જન્મ-મૃત્યુના ચક્રમાં પાછો ફરતો નથી. આ તો અંતિમ ધ્યેય છે. જીવનનું તે દેશ-કાળ-વસ્તુથી પર અલ્ય - અવિચ્છિન્ન બ્રહ્મ છે. શું તેની પ્રાપ્તિ માટે કોઈના સંપર્કની જરૂર નથી?”
જીવનના આવા પરમ લક્ષ્ય કે ધ્યેય પર ચિત્તને એકાગ્ર કરવું તેનું નામ જ સમાધાન છે. આવું સમાધાન તે જ જીવનના આંતરિક સંઘર્ષનો આત્યંતિક અંત.
આ સમાધાન એટલે જ ચિત્તનું નિર્વિષય થવું પછી ક્યાં છે પ્રવાસ? | ક્યાં છે દોડ? ક્યાં છે પ્રગતિની હોડ?
“જિતજયં તુ સક્સ' ચિત્તનું લક્ષ્યમાં એકાગ્ર થવું એટલે જ એક+અગ્ર =ધારદાર =એક
Page #69
--------------------------------------------------------------------------
________________
(૫૦)
અદ્વિતીય પરબ્રહ્મમાં ચિત્તને અથવા જીવને તીવ્ર બનાવવું, તેની સાથે એક કરવું ઐકય સાધવું તેવો અર્થ છે.
એકાગ્ર અર્થાત્ જે માત્ર એક તત્ત્વ છે તેમાં જ આગળ વધવું અને વિષયવાસનાની દિશાનો ત્યાગ કરવો. તે સિવાય જીવનમાં નથી સમાધાન કે શાન્તિ. સામાન્ય અર્થમાં વાસના, ઇચ્છા, કામના, મહેચ્છાપૂર્તિ તે જ શાન્તિ અથવા ખરાબ ઇચ્છાની - અનિચ્છનીય ઇચ્છાની નિવૃત્તિ તે શાન્તિ છે. સાચી શાન્તિ કે સમાધાન માત્ર ઇચ્છા કે વાસનાના આત્યંતિક અંતમાં છે અને તે માત્ર પરબ્રહ્મરૂપી લક્ષ્યનું જીવ કે ચિત્ત સાથે ઐકય સ્થાપવાથી જ શકય છે. આવું ઐકય સ્થાપવું કઈ રીતે ? ઋષિ યાજ્ઞવલ્કય તેનો સર્વોત્તમ રસ્તો મૈત્રેયીને ઉપદેશતાં બૃહદારણ્યક ઉપનિષદમાં નીચે મુજબ જણાવે છે:
‘‘આત્મા વા ગરે દદવ્ય: શ્રોતવ્યો મંતવ્યો નિવિધ્યાસિતવ્ય:’-અરે! મૈત્રેયી, આ આત્મા દર્શનીય છે (જો જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થાય તો પોતાથી અભિન્ન અનુભવવા જેવો છે), આત્મા શ્રવણીય છે (શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા), આત્મા મનનીય છે (ચિંતન – મનન દ્વારા જાણવા યોગ્ય છે.) આત્મા ધ્યાન કરવા યોગ્ય છે (જ્ઞાતા - જ્ઞેય - જ્ઞાનની ત્રિપુટીને સમાપ્ત કરી બ્રહ્માકાર વૃત્તિ દ્વારા.)’'
ઋષિ યાજ્ઞવલ્ક્યનો સંદેશ જેને સમજાય, સંકેત જેને પકડાય તેણે સમાધાનની દિશામાં ક્ષણમાત્ર પણ થોભ્યા વિના પ્રયાણ કરી દેવું જોઈએ. કોઈ સંજોગની, મુહૂર્તની કે કોઈની સલાહની તેમાં જરૂર નથી, જે સંકેત પકડાયા હોય તો ! ઘર બાંધવામાં સલાહસૂચન જરૂરી છે પણ છોડવા માટે નિરર્થક છે. કારણ, જેને પેલા લક્ષ્ય પરત્વેના સંકેત પકડાયા જ નથી - તે તમને શું સલાહ આપશે? જે ખુદ તરવૈયો નથી - તરેલો નથી - તે શું તારે ? “સ્વયં તીર્ણ: · પાન્ તારયતિ' માટે કોઈ લાલ સિગ્નલથી થોભશો નહીં - લીલી ઝંડીની રાહ જોશો નહીં; જીવનનો સમય તો વીજળીના ચમકાર જેટલો જ છે. તૈયાર રહેજો એક હાથમાં જીવાત્મારૂપી દોરો અને બીજામાં પરબ્રહ્મરૂપી મોતી લઈને જેવી વીજળી ચમકે કે દોરો પરોવી ઐકયની અદ્વિતીય અલૌકિક અનુભૂતિ કરી લેજો. વીજળી ચમકે ત્યારે દોરાને વળ ચડાવવા રહેશો તો સુખદુ:ખના વમળમાં ઘુમ્યા જ કરશો. ‘ચમકે વીજળી આતમ ઉજાસની ત્યારે રખે ચશ્મા શોધતા.' તૈયાર, તત્પર અને એકાગ્ર
Page #70
--------------------------------------------------------------------------
________________
(૫૧)
રહેજો. તો જ અણમોલ માનવજન્મ વ્યર્થ નહીં જાય.
ઝબકતી વીજ અજવાળે! પરોવી મોતી લે-લે-લે,
ચલી-ચલી ઓ ચલી જાશે! પછી તું વ્યર્થ પસ્તાશે.” અને તેવો જ આદેશ મા - શ્રતિ મુંડકોપનિષદ દ્વારા આપે છે. પ્રમાદ છોડીને જીવનના લક્ષ્યમાં તત્પરતાથી એકાગ્ર થઈ જાઓ - તો જ ! સમાધાન શક્ય છે.
प्रणवो धनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते।
अप्रमत्तेन वेधव्यं शरवत् तन्मयो भवेत्॥४॥ પ્રણવ = ઓમકાર ધનુષ્ય છે, જીવાત્મા બાણ છે, પરબ્રહ્મ તેનું લક્ષ્ય ! છે. માટે તત્પરતાથી કારની ઉપાસના દ્વારા બાણને ધારદાર બનાવ, એકાગ્ર કર અને પછી પ્રમાદ વિના લક્ષ્યને વેધી તન્મય થા, તકૂપ થઈ બાણ અને લક્ષ્યના અભેદભાવનો અનુભવ કર.
આમ, પરબ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા તે જ ચિંતન. સતત-નિરંતર-અવિરત, ! લક્ષ્યનું મનન-ચિંતન-મનોમન્થન કે વિચાર - તે પરબ્રહ્મ સિવાય બીજાનો ચિત્તમાં પ્રવેશ બંધ કરવો. જે દેશ, કાળ, વસ્તુથી પર છે તેનું ચિંતન કરવાનો માત્ર એક જ રસ્તો છે અને તે ચિત્તને નિર્વિષય કરવું. અચિંતન એ જ બ્રહ્મચિંતન છે. આવું ચિંતન જ જન્મોજન્મના ખોટા તાદાત્મને દૂર કરી શકશે - અધ્યાસ મિટાવી શકશે - જૂના વાસનાયુક્ત સંસ્કાર ભૂસી નિર્વાસનિક સ્થિતિમાં લાવી શકશે. બાકી તો જગતમાં નાટકી રેગ છે, જે અરંગી તત્વને નહીં પામી શકે.
શું થયું વેદવાણી બક્યાથી ઘાણી?
શું થયું શાસ્ત્ર ને પુરાણ વાંચે?
શું થયું સ્નાન ને દાન દીધા થકી? શું થયું તીર્થ તે હાણ પૂજે? શું થયું ગદ્ય ને પદ્ય રચના થકી?
શું થયું શુષ્ક હરિનામ લીધે? વેદના મૂળને, શાસ્ત્રના સૂરને, જગત કિરતારને જો ન જોયો. વ્યર્થ નર અવતરી, માતયૌવન હરીફ રંગચિંતામણિ જન્મ ખોયો. '
-શ્રી રંગ અવધૂત “કરોડરજજુ સીધી રાખો, આંખો સ્થિર કરો, નાક પર દષ્ટિ એકાગ્ર
Page #71
--------------------------------------------------------------------------
________________
(પર) કરો, ચિત્ત એકાગ્ર કરો-તો પ્રભુ મળશે.” આવી વાતો તો એકડિયા-બગડિયાની છે; કે.જી. ક્લાસ માટે છે. અને નાગા થઈને નાચવાથી, બૂમો પાડવાથી, ધ્યાનમાં બેહોશ થવાથી પરબ્રહ્મ મળશે, ચિત્ત શાન્ત થશે તે તો બુદ્ધિ જોડે બહારવટું ખેલવાની બાલિશ વાત છે. વધુ શું કહેવાય?
જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષી-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.”
-નરસિંહ મહેતા
નીકો :
-
+ = + .
મુમુસુતા संसारबंधनिर्मुक्ति: कथं मे स्यात् कदा विभो। इति या सुदृढा बुद्धिर्-वक्तव्या सा मुमुक्षुता ॥९॥
વિમોહે (મો)= પ્રભુ! સંતાન્યાહૂ નિમુક્તિ = સંસારનાં બંધનથી મારી મુક્તિ થશે? વર્ષ યાત્ સવા રાત્િર કેવી રીતે અને ક્યારે રૂતિ ય સુદૃઢ વદ્ધિઃ= એવી જે સુદઢ બુદ્ધિ કે વિચાર છે તને)
સા મુમુક્ષતા વક્તવ્ય= તેને મુમુક્ષતા કહેવાય છે. સાધનચતુટયના સંદર્ભમાં આપણે વિચાર કરી રહ્યા હતા. ત્રણ સાધનો પર ચિંતન કર્યું - જે છે વૈરાગ્ય, વિવેક અને સંપત્તિ. હવે અંતિમ સાધન છે મોક્ષની - મુક્તિની અદમ્ય ઈચ્છા. બર્નિંગ ડિઝાયર ઓફ લિબરેશન'. જેને ગ્રંથ મુમુક્ષુતાનું નામ આપે છે.
ધારો કે સાધક કે મુમુક્ષુ ત્રણ સાધનથી યુક્ત હોય પણ મોક્ષની ઇચ્છા જ ન હોય તો બધું જ વ્યર્થ છે. પ્રશ્ન થાય છે, મોક્ષની ઈચ્છા થાય કોને? શા માટે સૌને થતી નથી?
(૧) મોટેભાગે પદાર્થની ઇચ્છા થાય, પરમાત્માની નહીં ગત જન્મની જેવી જેવી વાસના, જેવા પૂર્વસંસ્કાર, જેવું જેનું પ્રારબ્ધ તેવી જ ઈચ્છા તેને થાય છે. સરિતાની જેમ નામ અને આકારનું સમર્પણ કરી નામશેષ થનારા ઓછા છે. મોટે ભાગે નામ-આકાર એકત્ર કરનારા છે. માટે જ સૌને મોક્ષની ઇચ્છા થતી નથી.
(૨) મોક્ષની ઇચ્છા તો તેને થાય જેને સંસાર અગ્નિની જવાળામાં જલતો દેખાય.
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૩)
(૩) મુક્તિનો વિચાર તેના મનમાં જાગે જેને mત-જીવન બંધનરૂપ ભાસે છે. જેને બંધનનો અનુભવ નથી તેને બંધનથી છૂટવાની જરૂર જણાતી
જ નથી.
(૪) નિર્વાણ કે આત્મજ્ઞાનની ઝંખના તેના જ હૃદયમાં સુરે છે જેને અજ્ઞાનની અંધારી દીવાલોમાં જાત કેદ જણાય છે.
(૫) આત્મસાક્ષાત્કારની તાલાવેલી તેના જ ચિત્તને કોરી ખાય છે કે જેને આત્મસાત કરેલી સર્વ વિદ્યા શુષ્ક જણાય છે. તેની સમક્ષ ઊભેલી સર્વ સમૃદ્ધિ, સંપત્તિ અને સાક્ષાત્ ભોગની મૂર્તિઓ તેને જડ, ચેતનહીન અને નિરર્થક જણાય છે. એવું જણાયું નચિકેતાને સ્વર્ગનાં ભોગોને માટીના ઢેફાંની જેમ ગાવી દીધાં. અને તેવું અનુભવાયું મૈત્રેયીને; માટે જ તેણે પ્રશ્ન પૂછયો.
“स होवाच मैत्रेयी। यन्नु म इयं भगो: सर्वा पृथिवी वित्तेन पूर्णा स्यात्कथं तेनामृता स्यामिति।
-હે ભગવન્! જે આ ધનથી પૂર્ણ સમગ્ર પૃથ્વી મારી થઈ જાય, તો શું હું તેનાથી અમર થઈ શકું?”
"नेति होवाच याज्ञवल्क्य। अमृतत्त्वस्य तु नाशास्ति वित्तेनेति। યાજ્ઞવલ્સે કહ્યું ના (ના) ધનથી અમૃતતત્વની (અમરતાની)તો આશા
જ નથી.”
આ ઉત્તર સાંભળતાંની સાથે જ મૈત્રેયીની મોસની અપૂર્વ ઉત્સુકતાનો અલૌકિક સૂર સંભળાયો
"येनाहं नामृता स्याम् किमहं तेन कुर्याम्
यदेव भगवन् वेद तदेव मे ब्रूहीति।" -જેનાથી હું અમર ના થાઉ તેને લઈને હું શું કરું? જે કંઈ અમરતાનું સાધન આપ જાણો છો તે જ હે ભગવાન, મને કહો.”
આમ, જેને કાંચન-કામિની માટી જેવાં દશ્ય થાય તેને આત્મસાક્ષાત્કારની ઝંખના જાગે.
(૬)અથવા જે કોઈ યોગભ્રષ્ટ હોય તેના જીવનની શરૂઆત જ સ્વરૂપના વિચારથી, અંતિમ ધ્યેયની ખોજથી, નિજાનંદની શોધથી કે પરબ્રહ્મની અનન્ય ભક્તિથી શરૂ થાય છે; તે તો મુમુક્ષુની આકૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ લઈને જ જન્મે છે.
(૭) કોઈને દેવયોગથી જો સદ્ગુરુનો ભેટો થઈ જાય અને પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષની પ્રેરણા મળી જાય તો તેઓ કઈ ક્ષણે જિજ્ઞાસુમાંથી મુમુક્ષુ થઈ જશે તે કહી શકાય તેમ નથી. એવા કેટલાય દાખલા છે કે જેઓ
Page #73
--------------------------------------------------------------------------
________________
(૫૪) સંતોની મજાકમશ્કરી કરવાના હેતુથી જ પ્રશ્નપેપર લઈને પૂછવા ગયા હતા અને જ્યારે પાછા ફર્યા ત્યારે માથે મુંડન, હાથમાં કમંડળ અને ભગવાં વસા લઈને પાછા આવ્યા. જવાબ અને પરિણામ (રિઝલ્ટ) તેમને સાથે જ મળ્યાં.
જે આપણે મુમુક્ષુ છીએ કે થવાનો પ્રયત્ન કરીએ છીએ તો સતત આપણી જાતને આપણે પ્રશ્નો પૂછવા જોઈએ. પેપરસેટર આપણે જ બનાવાનું પરીક્ષાર્થી પણ આપણે જ, સુપરવાઈઝર પણ આપણે જ રહેવાનું આપણી જાતના અને પેપર પણ જાતે જ તપાસવાનાં અર્થાત્ એક્ઝામિનર પણ આપણે જ આપણા થવાનું અને અને આપણું પરિણામ પણ આપણે જ જાહેર કરવાનું રખે નંબર બીજાને જેવા મોક્લતા, પરિણામ જાતે જ હાજર રહી મેળવવાનું - આ છે અદ્ભુત પરીક્ષા! જો પ્રયોગ કરશો તો તરત જ સમજાશે કે આપણામાં વૈરાગ્ય કેટલો, વિવેક કેવો અને કેવી છે શ્રદ્ધા. તિતિક્ષા કે પરીક્ષાના ભયથી ગૃપ લીધો છે? પળવારમાં સમજાઈ જશે.
પણ પ્રશ્નો કેવા પૂછવા જોઈએ જેથી મુમુક્ષતા દિવસે દિવસે તીવ્ર
બને?
જગત એટલે શું? જીવ કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો? બંધન શું છે? શું બંધન નિત્ય છે? મુક્તિ એટલે શું? મારી મુક્તિ સંભવ છે?
તો તેનાં સાધન ક્યાં? મોક્ષ ઉત્પન્ન થાય? તેનો નાશ થાય? ઈશ્વર છે?
હા, તો ક્યાં? આવા પ્રશ્નોની હારમાળા જેના ચિત્તમાં રમતી હશે તે સંસારને હાર આપી, હાર-જીતની પેલે પાર પહોંચી જશે. આવા પ્રશ્નો તે જ જીવનના અંતિમ લક્ષ્ય માટેનો સુદઢ વિચાર -“તિ યા તા લુદ્ધિ” અને આવા વિચાર જ આપણને “સ્વ” સ્વરૂપની અપરોક્ષ-અનુભૂતિની દિશામાં આગળ લઈ જશે. ત્યાં ન તો કર્મ, દાન, તપ, સ્નાન,કે પૂજાપાઠ કામ આવશે
Page #74
--------------------------------------------------------------------------
________________
(૫૫)
અગર ન તો સેંકડો પ્રાણાયામ મદદ કરી શકશે. પણ સંતોનાં હિતકારક વચનોનો વિચાર કરવાથી જ આત્મરૂપ વસ્તુનો દૃઢ નિશ્ચય થઈ શકે છે"अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः । न स्नानेन न दानेन प्राणायामशतेन वा ॥ १३ ॥
-વિ, ચૂડામણિ
વેદાન્તના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે અને તે પછી સંસારના દુ:ખનો અત્યંત નાશ થાય છે. માટે મુમુક્ષુએ તીવ્ર મુમુક્ષુતા પ્રાપ્ત કરવા વિચારમાર્ગે પ્રયાણ કરવું.
वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । તેનાત્યન્તિ તાલુકાનાશો મવત્યનુ ॥ ૪૭ ।।વિ.ચૂ.
સાધન-ચતુષ્ટયનું સમાલોચન
અથવા
(જ્ઞાનનાં બહિરંગ સાધનની સમાપ્તિ)
અત્યાર સુધી ચર્ચેલા ચાર સાધન: (૧) વૈરાગ્ય (૨) વિવેક (૩) ષસંપતિ-શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન (૪) મુમુક્ષુતા-આ બધાં જ જ્ઞાનપ્રાપ્તિનાં બહિરંગ સાધન ગણવામાં આવે છે અને આ સાધનસંપન્નઅધિકારી મોક્ષમાર્ગે સફ્ળતાપૂર્વક આગળ વધી શકે છે. આત્મજ્ઞાનપ્રાપ્તિની પૂર્વ શરતો કે લાયકાત જો આ સાધનને ગણવામાં આવે તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. જીવનના અંતિમ ધ્યેય પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરવા ઇચ્છતા મુમુક્ષુ કે સાધકે ક્ષણે ક્ષણે સિંહાવલોકન કરી આ બધાં જ સાધનને માઈલસ્ટોનની જેમ નિહાળવાં જોઇએ. આપણી આધ્યાત્મિક પ્રગતિમાં બીજાના દોષ જેવા કરતાં આપણામાં કેટલાં સાધન કેટલા પ્રમાણમાં હસ્તગત થયાં છે તેનો વિચાર કરવાથી પ્રગતિ ઝડપી થશે અને ખોટા ખ્યાલોમાં સમય વેડછાશે નહીં. આસાધનોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ જ સાધકની-મુમુક્ષુની પ્રગતિની પારાશીશી છે.
પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને સદાસર્વા તેની પ્રેરણા પ્રાપ્ત થતી રહે અને આપણે સાધ-ચતુષ્ય-સંપન્ન અધિકારી બની શકીએ. જો આપણે તેવા અધિકારી હોઇશું તો સાક્ષાત્ પરમાત્માએ કોઇ ને કોઇ રૂપે, પંચમહાભૂતનો મેકપ કરી માનવદેહમાં ગુરુનું સ્થાન શોભાવવું જ પડશે તેવી અનંત શ્રદ્ધા સાથે વાણીને વિરામ આપીએ.
-
Page #75
--------------------------------------------------------------------------
________________
(૫૬) આત્મવિચાર સાધનયુન, વિવF: પુરુષે ક્રિો कर्तव्यो ज्ञानसिद्धयर्थमात्मन: शुभमिच्छता ॥१०॥
नोत्पद्यते विना ज्ञानं, विचारेणान्यसाधनैः ।
यथा पदार्थभानं हि, प्रकाशेन विना क्वचित् ॥११॥ #સાધનયુન = ઉપર દશવિલ સાધનથી યુકત થઈ ૩ન્તસાધનયુક્તન = ઉપર દશવલ સાધનથી યુકત થઇ માત્મનઃ સુમન્ છતા પુરા = પોતાનું કલ્યાણ ઇચ્છતા પુરુષે જ્ઞાનશિયર્થ = જ્ઞાનની સિદ્ધિ કે પ્રાપ્તિ માટે વિવાદ: વર્તવ્ય = વિચર કરવો જોઈએ યથા = જેવી રીત પ્રણોન વિના = પ્રકાશ વિના દિ = ખરેખર પવાર્થમાનમ્ ત્િ = પદાર્થનું ભાન કદી થતું નથી, તેવી રીતે વિના વિવાળ = વિચાર ક્યાં વિના અચાને જ્ઞાનં ન ઉત્પતે = બીજા કોઈ અન્ય સાધનથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
માનવમાત્ર વિચારવાનું છે. કદી કોઈ વિચારથી મુક્ત હોતું નથી. | exist because I think. વિચાર એ એના અસ્તિત્વનો પુરાવો છે. ઘણી વાર વિચાર વ્યક્તિની દિશા નકકી કરે છે. જ્યારે કદી કદી માનવી દિશા નક્કી કરી વિચારને બહેલાવે છે. જાગ્રત મન પણ વિચાર કરે છે. અજ્ઞાનમાં પણ કંઈક તેવી ક્રિયા ચાલતી હોય છે. જેવી જેની અભિરુચિ કે રસ તેવી તેના વિચારની દિશા. છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે વિચાર જીવનનું કેન્દ્ર છે. કોઈ રમતનો દિશા છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે વિચાર જીવનનું કેન્દ્ર છે. કોઈ રમતનો શોખીન ચાલુ પ્રવચને સ્કોર” પૂછી લે અને કોમેન્ટીનો વિચાર કરે; વેપારી ભાવતાલનો વિચાર કરે, ચૂંટણીના ઉમેદવાર હારજીતનો વિચાર કરે. વિચારના ચગડોળે ચડેલો સમાજ અને વિચારના વંટોળે વ્યક્તિ ક્યાં છે વિચારથી મુકત?
Page #76
--------------------------------------------------------------------------
________________
(૫૭)
વિદ્યાર્થી પેપર ફોડવાનું વિચારે ! ન ફોડી શકે તો કૉપીનું વિચારે ! નિષ્ફળ વિદ્યાર્થી ભણતર છોડવાનું વિચારે! સફળ બિચારો! નોકરીની લાગવગ વિચારે !
ઉપવાસી પારણાનું વિચારે! પ્રતિષ્ઠાઘેલો સિદ્ધિ વિશે વિચારે!
લોભી રાતોરાત લખપતિ થવાનું વિચારે!
સ્લેક સિઝનમાં ડોકટર દર્દીનું વિચારે!
દવા-કંપની ડૉકટરનું વિચારે!
નેતાઓ સાચાં દેખાતાં જુઠ્ઠા સ્લોગન-સૂત્ર-વચનનું વિચારે! વિરોધપક્ષો સરકાર ઉથલાવવાનું વિચારે!
સરકાર વિરોધપક્ષોને દબાવવાનું વિચારે ફંડફાળા ઉઘરાવનાર શ્રીમંતોનું ‘કરી નાખવાનું’ વિચારે! શ્રીમંતો, ક્યાં પ્રમુખપદ કે પ્રતિષ્ઠા હશે તેનું વિચારે! રાજકારણી તે બન્નેનું વિચારે! કામી પુરુષ સ્ત્રી વિશે વિચારે!
સાજ-ખાંપણ વેચાર રોજ મરણનું વિચારે! ગાયનોકોલોજિસ્ટ નિત નવા જન્મનું વિચારે! કોન્ટ્રાકટર ટેન્ડર પાસ કરનારનું વિચારે! ટેન્ડર પાસ કરનાર ‘વજનદાર પેપર વેઇટ’ નું વિચારે! ચોર કે ખૂની વકીલ વિશે વિચારે! વકીલ ચોરના ખીસાનું વિચારે
પુણ્ય પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ કે પંડિતનું વિચારે! બ્રાહ્મણ કે પંડિત દક્ષિણાનું વિચારે! સાધુસંતો ભક્તોનો વિચાર કરે!
કંટાળેલા શ્રોતા ‘ટુચકા-જોક્સ’ દાંતનું વિચારે!
પણ મુમુક્ષુ કોનું વિચારે?
મુમુક્ષુ ‘કોઈનું’ ન વિચારે!
મુમુક્ષુએ બીજા કોઈનો વિચાર કરવાનો રહેતો નથી. કારણ કે તેણે તો પોતાનો જ વિચાર કરવાનો બાકી રહે છે. પોતે
કરે છે વિચાર
Page #77
--------------------------------------------------------------------------
________________
(૫૮)
પોતા દ્વારા આપે છે જાતે જ મુલાકાત પોતાની જાતને જાત દ્વારા કરે છે વાર્તાલાપ પોતાની સાથે અને થોડી વાર શ્રોતા, થોડી વાર વક્તા અને ક્ષણભર બન્નેનો દ્રષ્ટા. આમ, મુમુક્ષુ “સ્વ” સ્વરૂપથી અન્યને વિચારના વમળમાં ડુબાડી જાતે તરતો રહે છે નિજ વિચારમાં. મુમુક્ષુને સ્પષ્ટ છે કે જે હું બીજા કોઈને ભૂલી જાઉં તો કોઈ યાદ કરાવે; પણ જે હું મને જ ભૂલી જાઉં તો કરાવે યાદ કોણ?
મારે જાતે જ મારી જાતને શોધવી પડે, મારે જ મારી યાદ મને, મારા દ્વારા તાજી કરાવવી પડે, પણ મને શોધે કોણ? મારાથી અન્ય હરગિજ નહીં. હું જ મને શોધું, મારી જ શોધનો શોધક છે. અને જો શોધ સફળ થાય તો ન રહે શોધક, ન રહે શોધ; બચે શોધનો સાર કે હું જ મારો શોધક છું. અંતે અન્યનો સહારો નિરર્થક છે. હું હું ને દ્વારા જ પામી શકીશ. માટે જ અન્યના વિચારો દફનાવી દઈ મારે વિચાર કરવો જોઈએ મારો- “સ્વ” સ્વરૂપનો; નિજાનંદનો, બ્રહ્માનંદનો, આત્માનંદનો, સહજાનંદનોનિત્યાનંદનો. આવો જે વિચાર છે તે જ મોક્ષનો-મુક્તિનો સુવિચાર છે. તેને જ આત્મવિચાર કહે છે-કાં તો મુમુક્ષુ કંઈ ન વિચારે,
ને જે મુક્તિના વિચારે ચડે, તો નિશ્ચય જગત પડે,
કો દી તે ના રહે,
અંતે ગન્નાથને જઈ અડે. વિચારમાં અદ્ભુત શક્તિ છે, પ્રેરણા છે. માટે ભગવાન શંકારાચાર્યે વિચારને જ્ઞાનની પ્રાપ્તિનું અલૌકિક સાધન ગણું છે.
“કારિતા વિવ: વર્તવ્ય એટલું જ નહીં પણ સ્પષ્ટતા કરી છે કે વિચારમાત્ર જ્ઞાનપ્રાપ્તિનું, આત્મજ્ઞાન કે સાક્ષાત્કારનું એક સાધન છે. “અન્ય સાધને જ્ઞાનં ર ૩ શ્રુતિ પણ લગભગ તેવો જ સંદેશ આપે છે “તમેવ વિલિત્વાતિમૃત્યુનેતિ નાન્ય: વસ્થા વિદાયનાથ ” “તે બ્રહ્મને જાણવાથી જ મુક્તિ મળે છે તે માટે બીજો કોઈ રસ્તો નથી.” અને બ્રહ્મજ્ઞાન માટે વિચાર માત્ર એક સહજ સરળ રસ્તો છે. જેવી રીતે પ્રકાશ વિના mતના પદાર્થો હાજર હોય છતાં અદશ્ય અને અજ્ઞાત રહે છે તેમ આત્મસ્વરૂપ સચરાચર વ્યાપ્ત છે; ક્યાંય નથી તેમ નથી; તે સર્વ નામ-આકારનું સત્વ છે; તત્વ છે; પ્રાણ
Page #78
--------------------------------------------------------------------------
________________
(૫૯).
છે; સર્વનો આધાર અને અધિષ્ઠાન છે. છતાં પણ વિચાર વિના તે અંતરાત્માનું જ્ઞાન કે ભાન થતું નથી. અને “સદા પાસે છતાં આધે અભાગીને અરે દીસતો” તેવી સ્થિતિમાં આપણે મુકાઇએ છીએ. માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે “વિચાર” એટલે શું? અદ્વિતીય આ પ્રસંગ, વિચારકોની વચ્ચે હું વિચાર કરીને કહું છું કે આ વિચારયજ્ઞ છે. તેમાં વિચારની વિચ્ચે હું વિચાર કરીને કહું છું કે આ વિચારયજ્ઞ છે. તેમાં વિચારની]
આહુતી આપી આપણે વિચારની પેલે પાર જવાનો પ્રયત્ન કરવાનો છે. તેવા પ્રયત્નમાં પ્રથમ વિચારીએ કે વિચાર એટલે શું?
વિચાર-વિ=વિરુદ્ધ દિશામાં ચાર ચાલવું. અર્થાત્ આપણા પ્રતિ ચાલવું. અન્યની દિશામાં તો વિચારવા આપણે ટેવાયેલા છીએ-અને તેથી જ વિષય, વસ્તુ, વ્યક્તિનો વિચાર કરી આપણે બહિર્મુખ બનીએ છીએ. હવે આંતરનિરીક્ષણ- ઈન્ટ્રોસ્પેકશન” કરવાનું અંતર્મુખી બનવાનું અને વિચારવાનું કે વિષયોને ભોગ્ય પદાર્થોને જાણે છે કોણ? માણે છે કોણ? જો ઈન્દ્રિયો ભોક્તા અને જ્ઞાતા છે તો ઈન્દ્રિયોને વિષયમાં જવાની પ્રેરણા પ્રદાન કરે છે કોણ? જે મન છે સ્ત્રોત પ્રેરણાનું તો મનને ચલિત-ઉત્તેજિત કરે છે કોણ? જે પ્રાણ, તો કોના ઇશારાથી પ્રાણ આવજા કરે છે? કોની ચેતનાથી વાણી શબ્દોચ્ચાર કરે છે? આવા પ્રશ્નો વિચારો તે વિરુદ્ધ=વિ, દિશાનો પ્રવાસ-ચાર છે, માટે તે વિચાર છે. વિરુદ્ધ દિશામાં ચાલવું તે જ રિવર્સ ડ્રાઈવિંગ છે.
આવું ડ્રાઈવિંગ અભ્યાસ વિના અઘરું છે, પછી તો સરિતાની જેમ વિના પ્રયત્ન ઢાળમાં ઢળી જવા જેવું છે. રીવર્સ ડ્રાઈવિંગ કે વિરુદ્ધ દિશામાં ચાલવું.
તે જ દશ્યથી-અદશ્યની આગેકૂચ વ્યક્તથી-અવ્યક્તની યાત્રા પદાર્થથી-પરમાત્માનો પ્રવાસ
કાર્યથી-કારણની સફર વિનાશીથી-અવિનાશીનું પ્રયાણ
અને આરોપથી-અધિષ્ઠાનની પરિક્રમા છે, વ્યક્તિથી-વિરાટની વણથંભી દોટ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
(૬૦) આમ વિચાર તો વ્યષ્ટિને પોતામાં જ સમષ્ટિનું દર્શન કરાવવાની તાકાત રાખે છે અને મૃત્યુથી અમરતા સુધી પહોંચાડવાની ખાત રાખે છે; જે વિચારની કળા આવડે તો.
“મોતની તાકત શું મા શકે? જિંદગી! તારો ઇશારો જોઈએ .
જેટલે ઊંચે જવું હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ.”
વિચાર એ જ આપણા સાચા માર્ગદર્શક છે. જે વેદનનાં વાક્યોનો વિચાર કરતાં આવડે-મહાવાક્યોનું ચિંતન કરતાં આવડે તો કોઈ સાથે કે સહારા વિના બંધનની ભ્રાંતિથી મુક્ત થઈ શકાય અને મુક્તિના અમૃતનું પાન કરી શકાય.
“વિચારો એ જ તારી જિંદગીના સુકાની છે. વિચારીને વિચારોમાં અમર રહેતી પ્રભા લેજે.”
– “સગીર' સાધક અને મુમુક્ષુ માટે વિચાર જેવું બીજું કોઇ જ સાધન નથી. વિરુદ્ધ દિશામાં ચાલવારૂપી વિચાર કરવો તે જ પોતે પોતા પર કરેલું આક્રમણ છે. આમક થયા વિના પોતા પણ આહમણ કરવું તે જ પ્રતિકમણ છે. શત્રુ પોતાની અંદર જ છે-રાગ, દ્વેષ, લોભ, મોહ, મમત્વ, કત્વ, ભોકતત્વ અને શત્રુનો સેનાપતિ અહં આ સૌને માત કરવાની શક્તિ વિચારમાં છે. વિચારથી તેઓ વિના યુદ્ધ પડી જવાના.
શ્રી રમણ મહર્ષિ પોતાની અપરોક્ષ અનુભૂતિને વાચા આપતાં જણાવે છે કે, “અહંકાર આવે છે કયાંથી?” તેવો વિચાર કરવાથી અગર અહંકારના કારણનો વિચાર કરવાથી અહંકાર નાશ પામે છે. આ જ વિચારમાર્ગ
अहमयं कुतो भवति चिन्वतः। આ િપતાં નિર્વિવારણ II ઉદેશ સારમું - ૧લા આવા વિરુદ્ધ દિશાના વિચારને, આત્મવિચારને, સ્વરૂપના વિચારને, કારણના વિચારને જ શ્રી રમણ મહર્ષિ સેલ્ફ ઈન્કવાયરી અથવા સ્વ-સંશોધન કહે
Page #80
--------------------------------------------------------------------------
________________
(૬૧)
છે. તેઓ પણ દૃઢતાપૂર્વક નિ:શંક સમજાવે છે કે આત્મવિચાર કે વિચાર વિના હુ કોણ છું તેનું જ્ઞાન કી થઈ શકે તેમ તથી. તેવું જ શંકરાચાર્યજી કહે છે કે વિચાર વિના જ્ઞાન ઉત્પન્ન થઈ શકે તેમ નથી. ઉપનિષદ પણ આવા વિચારમાર્ગને જ સંમતિ આપે છે.
केनेषितं पतति प्रेषितं मनः
न प्राणः प्रथमः प्रति युक्तः । षितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति ॥
કેનશ્રુતિ વિચારની પદ્ધતિ દર્શાવે છેકોની પ્રેરણાથી મન વિષય તરફ; કોની પ્રેરણાથી પ્રાણ ઊર્ધાદિ સ્થાન પ્રતિ; કોની પ્રેરણાથી વાણી ઉચ્ચાર ભણી જાય છે? ક્યા દેવ ચક્ષુ અને શ્રોત્રને દૃશ્ય કે શબ્દ તરફ પ્રેરે છે?
જેને વિચારમાર્ગની-સ્વરૂપચિંતનની કળા આવડી જાય છે તે કદી મોક્ષ માટે, સાક્ષાત્કાર માટે, સામાનાર માટે, રૂપદર્શન માટે ઉતાવળ કરતો નથી; “શોર્ટકટ’ શોધતો નથી, ક્યાંય ભાગદોડ કરતો નથી. કારણ કે વિચારથી તેને બધું જ જ્યાં છે ત્યાં જ ત્યારે જ પ્રાપ્ત છે.
“ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની હકીકતથી વધુ સુંદર હકીકતના વિચારો છે.”
ભગવાન શંકારાચાર્ય તો જણાવે છે કે જે વેદાન્તનાં વાક્યોમાં રમણ કરે છે, વિચારોમાં ગમન કરે છે તે ભલે માત્ર લંગોટી પહેરતો હોય
પણ પરમભાગ્યશાળી છે “જોવિનવન્ત: વત્તુ માયવન્ત:' ભગવાને વિચારમાર્ગવાળાને, આત્મચિંતન કરનારને પરમ ભાગ્યશાળી એટલા માટે કહ્યો છે કે મોક્ષનું, અપરોક્ષ અનુભૂતિનું જે માત્ર એક અને સર્વોત્કૃષ્ટ સાધન છે, તે જ તેને ઉપલબ્ધ છે. અને તે જ ઉત્તમ સાધન ૠષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા પણ ઉપદેશાયેલું છે કે,
आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः ।
-
અરે, આ આત્મા દર્શનીય, શ્રવણીય, મનનીય [અર્થાત્ ચિંતન અને વિચાર] અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે.” તેથી શ્રી શંકરાચાર્યજીની વાત શ્રુતિસમ્મત છે. તેમના ક્થનમાં શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિનો રણકાર છે
Page #81
--------------------------------------------------------------------------
________________
માટે તેઓ ગર્જના કરી વિવેક ચૂડામણિમાં પડકાર કરે છે કે
___चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये।
वस्तुसिद्धिर्विचारेण न किंचित्कर्मकोटिभिः ॥११॥ કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે; તત્ત્વજ્ઞાન માટે નથી - તત્ત્વજ્ઞાન તો વિચારથી જ થાય છે; કરોડો કમથી કાંઇ થતું નથી.
| વિચારનું સ્વરૂપ હવે પછી શ્લોક ૧૨થી ૧૬ સુધી વિચારની પ્રક્રિયા અથવા પદ્ધતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિચારનું મહત્ત્વ ચચ હવે યથાર્થ વિચાર કેમ કરવો તે કમબદ્ધ સમજાવવામાં આવે છે.
कोऽहं कथमिदं जातं, को वै कर्ताऽस्य विद्यते।
૩૫લનું વિમસ્તીદ, વિવાદ:ોડયમીદશ: III મામ્ = હું કોણ?
મ્ થ નાતમ્ = આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? વૈ અરે મરસ અ વિદતે આ જ્વતનો કર્તા કોણ? (ચ નાત:) ૩૫લાનમ્ વિમ્ મતિ આ જગતનું ઉપાદાન કારણ શું છે? (કોણ છે?) : અય : વિર: આવા પ્રકારનો વિચાર તે જ વિચાર છે.
ગતમાં જ્યાં જયાં, જે કોઈ વિદ્યાશાખા કે મહાવિદ્યાલયમાં, યુનિવર્સિટી કે રીસર્ચ ઈન્સ્ટિટયુટમાં, સંશોધન-કેન્દ્રમાં જે અભ્યાસ થાય છે, જે પ્રયોગ -એક્સપરિમેન્ટ થાય છે, જે નિરીક્ષણ- ઓબ્ઝર્વેશન થાય છે, ત્યાં દરેક સ્થળે અભ્યાસનો વિષય અને અભ્યાસી, નિરીક્ષણનો પદાર્થ અને નિરીક્ષક બન્ને જુદા છે, એકબીજાથી ભિન્ન છે, એકબીજાથી દૂર છે. દૂર રહ્યા રહ્યા તારા અને ગ્રહો દેખાય અને પ્રયોગશાળામાં પણ પ્રયોગનું નિરીક્ષણ અને પરીક્ષણ થોડે દૂરથી જ થાય છે, ભલે તે બે ટકે બે ઈંચનું અંતર હોય.
Page #82
--------------------------------------------------------------------------
________________
(૬૩)
આમ, જે વ્યક્તિ પદાર્થ, વસ્તુ, દ્રવ્ય, પરિસ્થિતિ કે ગ્રહો, તારા, નક્ષત્ર, નિહારિકાઓનો પરીક્ષક કે નિરીક્ષક (observer) છે તે કોણ છે? નિરીક્ષક કોણ? દષ્ટા કોણ? સર્વનો જ્ઞાતા છે કોણ? તેનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી તે દષ્ટા કે શાતાએ એન્ન કરેલું mતનું જ્ઞાન કદી યથાર્થ નહીં હોય. આપણી કેળવણીમાં પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા કે તર્ક દ્વારા પરોક્ષ અનુભવનું જ જ્ઞાન અપાય છે. વિચારક, મુમુક્ષુ અને વૈજ્ઞાનિકમાં મોટો તફાવત એ જ છે કે એક વ્યક્તિ માટે જીવનની તમામ ઘટના તેની બહાર જગતમાં બને છે અને પોતે દૂરથી નિરીક્ષણ-પરીક્ષણ કરે છે તે વૈજ્ઞાનિક છે. જયારે આત્મવિચાર કરનાર માટે ઘટના જે કંઈ ઘટે છે તે આંતરિક છે અને તે સદા દષ્ટા, જ્ઞાતા અને સર્વ ઘટનાનો સાક્ષી હું છું કોણ? તેમ વિચારે છે. પોતે પોતાને સમજે છે અને પછી જ જગત સાથેનો પોતાનો રિતો, નાતો, સંબંધ તે નકકી કરે છે. “સ્વ”ના જ્ઞાનથી, હું કોણ? તેવા વિચારથી તે જીવ, જગત અને ઈશ્વરની વણઊકલી સમસ્યાને ઉકેલી શકે છે. પણ વૈજ્ઞાનિકને કદી પરમાત્મા મળવાનો નથી, કારણ કે તે પોતાની બહાર, પોતાથી ભિન્ન, દૂર ઊભો રહી પરમાત્માનું નિરીક્ષણ કરવાની અપેક્ષા રાખે છે. આઈન્સ્ટાઈન સાચું જ કહી ગયો કે “મેં દૂરના તારા શોધ્યા; તેમનું અંતર શોધી કાઢયું,ગ્રહો ગયા; પણ તે સૌનો શોધક કોણ તે હું શોધી શક્યો નથી. એક વાર તેમનાં પત્નીને કોઈ પત્રકારે પૂછયું કે “તમારે તેમની શોધ માટે શું કહેવું છે?' તેમણે મંદ સ્મિત સાથે કહ્યું “આઈન્સ્ટાઈને શું શોધ્યું છે તેની મને ખબર નથી, પણ મેં તેને શોધી કાઢયો છે તેમાં બે મત નથી.”
જે પોતાની મુલાકાત ઈચ્છે પોતા દ્વારા તેણે અનેક વાર જાત વિશે શંકા ઉઠાવવી કે શું હું માત્ર ઈન્દ્રિય છું? કે જન્મનાર-મરનાર શરીર છું? જો શરીર છું, તો પુન:જન્મ લે છે કોણ? જે હું સૂક્ષ્મ શરીર છું તો તેને ગર્ભમાં જવા પ્રેરે છે કોણ? જો નિત્ય ચૈતન્યમય આત્મા પ્રેરે છે તો કઈ રીતે? સત્તા અને ચૈતન્ય પ્રદાન કરી જે પ્રેરે છે તો તે આત્મા પોતે કેવો છે?
મારા જેવો. તો હું કેવો છું ?
Page #83
--------------------------------------------------------------------------
________________
(૬૪)
ઈશ્વર જેવો.
ઈશ્વર કેવો છે?
વિરાટ વિશ્વ જેવો.
વિરાટ વિશ્વ ક્યાંથી આવ્યું?
માયામાંથી.
તો માયા ક્યાંથી આવી ?
ઈશ્વરથી ઉત્પન્ન થઈ.
અર્થાત્ ઈશ્વર જ કારણ છે?
હા, ઈશ્વર જ જ્ગતનું અભિન્ન નિમિત્ત-ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ એટલે શું?
કોઈ પણ સર્જન માટે વસ્તુ કે મટિરિયલ જરૂરી છે. દા. ત., ઘડો બનવવા માટી; વજ્ર માટે રૂ; દાગીના માટે સોનું. આ માટી, રૂ અને સોનું તે ઉપાદાન કારણ કહેવાય. તેના વિના સર્જન શક્ય નથી.
જે આ સત્ય છે કે કોઈ પણ સર્જન માટે ઉપાદાન કારણ કે મટિરિયલ કોઝ અથવા વસ્તુ જરૂરી છે તો આ જ્ગત બનાવવા કઈ વસ્તુ વાપરવામાં આવી? અને જેમ માટી, રૂ, સોનું ધરતીમાંથી મળે છે તેમ જગતની વસ્તુ કોણ ક્યાંથી લાવ્યું?
ભૌતિક પદાર્થોના સર્જન માટે માનવી સ્વતંત્ર નથી, પણ પરતંત્ર છે-પરાધીન છે. રૂ, માટી, સોનું મેળવવા તેને ધરતીનો સહારો લેવો પડે છે. જ્યારે ઈશ્વર ઉપાદાન વસ્તુ કે મટિરિયલ માટે પરાધીન, પરતંત્ર નથી બલકે સ્વતંત્ર છે અને જ્ગતના સર્જનનું વસ્તુ મટિરિયલ કે ઉપાદાન ‘માયા' છે. તમામ દૃશ્ય કે જ્ઞેય પદાર્થો અંતે માયાથી બન્યા છે. આ ‘માયા’ ઈશ્વરની શક્તિ છે, જે ઈશ્વરે જ જાતે પેદા કરી છે. બીજેથી આયાત કરવામાં આવી નથી; પોતાની અંદરથી જ તેમણે માયાશકિત ઊભી કરી અને તેમાંથી જ્ગત બન્યું છે. માટે જ જ્ગત માયિક છે અને ઈશ્વર માયાવી કહેવાય છે.
=
જો આ સાચું જ હોય તો દૃષ્ટાંત આપી સમજાવો.
જેમ કરોળિયો જાળું બનાવવા તાર બીજેથી લાવતો નથી, પણ પોતાની
Page #84
--------------------------------------------------------------------------
________________
લાળથી જ તાર ઉત્પન્ન કરે છે, જાળું બનાવે છે અને ઇચ્છે ત્યારે તાર ગળી જઈ જાળાનું વિસર્જન પણ કરે છે તેમ ઈશ્વરે માયા પોતાની અંદરથી પેદા કરી અને તે માયા દ્વારા ક્વતની રચના કરી છે.
છે તેવું જ હોય તો માયા અને ઈશ્વર બે ભિન્ન થયા કે નહીં? ના-ના, તે બન્ને અભિન્ન છે.
જેમ સૂર્ય અને તેનો પ્રકાશ બે કહેવાય પણ સૂર્યને પ્રકાશથી છૂટો ન પડાય અને સૂર્ય વિનાનો પ્રકાશ હોઈ શકે નહીં, પ્રકાશ વિનાનો સૂર્ય પણ હોઈ શકે નહીં. જેમ અગ્નિ અને તેની ગરમી, નર્તકી અને નૃત્ય, ચંદ્ર અને ચાંદની અભિન્ન છે તેવી જ રીતે ઈશ્વર અને માયા એક અને અભિન્ન છે. તેથી જ તો ઈશ્વરને અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવાય છે.
એટલે ઈશ્વર જ કર્તા અને કારણ છે mતનો? હા, તેમ જ છે. તો આટલા મોટા જગતમાં તે ક્યાં છુપાયો છે? અરે ભાઈ! તે જાહેરમાં બધું જ છુપાયો છે. થોડી ચોખવટ કરશો?
જેમ ઘડાનું કારણ માટી, વસ્ત્રનું રૂ અને દાગીનાનું કારણ સોનું છે તેમ તમામ નામ અને આકારનું કારણ ઈશ્વર છે. હવે તમે જ જવાબ આપો કે ઘડામાં માટી ક્યાં?
કેવો પ્રશ્ન! જ્યાં જ્યાં ઘડો ત્યાં ત્યાં માટી. માટી ઘડાથી કેટલી દૂર છે?
કેવી હાસ્યાસ્પદ વાત કરો છો? માટી પોતે જ ઘડો બની ગઈ પછી વળી તે દૂર કઈ રીતે થાય?
હવે સમજવા, તમારી સમજ પાકી છે. જેમ માટી જ ઘડો થઈ ગઈ અર્થાતું કારણ જ કાર્ય બની ગયું તેમ ઈશ્વર પોતે જ કારણ છે-તે કાર્ય બની ગયો છે. અને જેમ માટી ઘડાથી દૂર નથી- ભિન્ન નથી; બલકે જયાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે, બસ તેમ જ.
બીજ અને વૃક્ષ દેખાય જુાં પણ એક છે. બીજ જ વૃક્ષ બને,
Page #85
--------------------------------------------------------------------------
________________
પછી કયાં ગોટલી આંબાથી દૂર!જ્યાં જ્યાં વૃક્ષ ત્યાં ત્યાં બીજ.
તેવી જ રીતે ઈશ્વર પોતે જ દરેકે દરેક નામ અને આકારમાં ગુમનામ થઈ ગયો છે. ફળ, ફૂલ, પર્વત, સરિતા, સાગર, પશુ પંખી, માનવ, ધરા, આકાશ, અગ્નિ, જળ, પ્રકાશ-જે કંઈ દશય અને અદશ્ય છે, જડ અને ચેતન છે તે ઈશ્વરનાં જ અવનવાં રૂપ છે : વિવિધ નામ છે. જેમ માટી જ ઈંટ, નળિયાં, કોડિયાં, ક્લાડી વગેરે નામ ધારણ કરે છે તેમ ઈશ્વર પણ છે
જન-જનમાં ખોવાઈ ગયો, કણ-કણમાં વિખરાઈ ગયો. શોધી શકો તો આવજે. નિરાકારનો આકાર છું
ને અનામીનું હું નામ છું. ટૂંકમાં, ઈશ્વર પોતે જ ગત બની ગયો છે. હવે આપ જ જવાબ આપો, ઈશ્વર છે ક્યાં?
આટલી સમજ પછી, સમજાવટ પછી પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં જ આપીશ અને આપને કહીશ કે ઈશ્વર ક્યાં નથી? જયાં જયાં જ્ઞાત છે ત્યાં ત્યાં ઈશ્વર છે. જયાં ક્યાં કાર્ય હોય ત્યાં ત્યાં કારણ હોય.
માફ કરોહિવે નહીં પૂછું. સમજાઈ ગયું. જેમાં માટી-ઘડો જુદાં નથી, માત્ર આરોપેલાં આકાર ને નામ જુદાં છે, મિથ્યા છે તેમ ઈશ્વર અને ન્ગત જુદાં નથી, તે બન્ને એકબીજાથી દૂર નથી, દૂર જઈ શકે તેમ નથી. જેમ માટી ઘડાથી તસુમાત્ર દૂર નથી તેમ ઈન્વર, સર્જનહાર તેના સર્જનથી કદી દૂર નથી. ભિા નથી અને હવે સમજાયું કે હું પણ સર્જનહારનું એક નાનકડું સર્જન છું, હું પણ અનેકમાંનું એક નામ, એક આકાર છું. અને જો હું તેની રચના, તો રચયિતા કયાં છે મુજથી ભિન્ન? જે હું કાર્ય, તો કારણ ઈશ્વર ક્યાં છે મુજથી દૂર?
હવે જણાયું હું કોણ?' હું જીવ જે ઈશ્વરથી અભિન. હું જ બબ્બર જે ગતથી અભિન્ન હું જ mત જે મારાથી ના ભિન્ન.
Page #86
--------------------------------------------------------------------------
________________
(૬૭)
ભગવાન શ્રીકૃષ્ણ પણ તેવો જ પોકાર કરે છે.
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्।७-१० હે પાર્થ, તું જાણે કે હું જ સર્વ ભૂતોનું સનાતન કારણ છું.
આમ હું કોણ? તેવા વિચારથી જ ચિંતનની શરૂઆત થાય તો અને સમજાય કે જીવ, mત અને ઈશ્વર એક છે, પણ નામ જુદાં
હું તો ભ્રાંતિમાં રહ્યો કે મને ઉત્તર મળી ગયો કે હું કોણ છું! કેમ શું થયું?
નવો પ્રશ્ન થયો કે જીવ, mત અને ઈશ્વર એક છે તેવું કહેનાર હું કોણ?
તમે, ત્રણેના સાક્ષી, ત્રણેથી જુદા છો તે. અર્થાત્ હું ત્રિપુટીમાંથી એક પણ નહીં? ના, તમે ત્રણેનું અધિષ્ઠાન છો. એટલે હું જ પરબ્રહ્મ કે આત્મા છું તેમ જ ને! હા, તેમ જ. તો હું બ્રહ્મ જગતનું કારણ ને! હા, તમે બ્રહ્મ જ સર્વનું કારણ છો. તો બ્રહ્મસ્વરૂપ મુજથી જ જગત ઉત્પન્ન થયું? તદન ખોટી વાત. એટલે હું ઝૂતનું કારણ નથી?
બ્રહ્મ તરીકે તમે કારણ જરૂર છો, પણ સમજી લો તમે કે બ્રહ્મ ગતનું વિવર્ત (ભ્રાંતિરૂપ) ઉપાદાન કારણ છો.
કૃપા કરી સ્પષ્ટ કરશો?
બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું નથી, પણ અહમાં જગત વિવર્તરૂપે ભાસે છે.
તો પછી સૃષ્ટિનું ઉપાદાન છે ક્યાં?
Page #87
--------------------------------------------------------------------------
________________
(૨૮).
આપની અંદર. ઉપાદાન મારી અંદર! આશ્વર્ય! હા..હા...હા..એક હજાર ને એક વાર આપની અંદર. માત્ર એક વાર કહો-ફરી નહીં પૂછું.
જયારે બ્રહ્મનું અજ્ઞાન હોય ત્યારે mતનું શાન હોય; જ્યારે અધિષ્ઠાનનું અજ્ઞાન હોય ત્યારે આરોપનું ભાન હોય; જ્યારે આપને આપનું અજ્ઞાન હોય ત્યારે સંસાર હોય; જેમ જાગ્રતનું જ્ઞાન થતાં સ્વપ્ન જગત રહેતું નથી તેમ સ્વરૂપનું જ્ઞાન થતાં સંસાર રહેતો નથી. પણ અશાનમાં જ સંસાર mત જન્મે છે.
હવે આપ જ ઉત્તર આપો, mત ક્યારે હોય? સમજયો, અજ્ઞાન હોય ત્યારે. અજ્ઞાન તમારી અંદર છે કે બહાર? મારી અંદર છે. તો mતનું કારણ તમારી અંદર કે બહાર? ઓ હો...અજ્ઞાન મારી અંદર. અને તે જ છે કારણ mતનું... તેથી જગતનું ઉપાદાન કારણ પણ મારી અંદર જ છે.
માફ કરજે, અંતિમ પ્રશ્નો જગતની ઉત્પત્તિનું કારણ મારી અંદર તો mતનો સંહારક ક્યાં છે?
તમે જ છો સંહારક સુષ્ટિના કારણ કે અજ્ઞાન તમારી અંદર છે. તેનો નાશ તમે જ આત્મજ્ઞાન દ્વારા કરવાના. અજ્ઞાન નહીં હોય તો ગત ક્યાં? આથી યાદ રાખો.
સુષ્ટિના સંહારક તમે. સુષ્ટિના સર્જનહાર તમે
સુષ્ટિના ઉપાદાન કારણ તમે. સુષ્ટિનો કર્તા, ભોકતા, સર્વ કંઈ હું અને છતાં સર્વથી મુક્ત હું
Page #88
--------------------------------------------------------------------------
________________
(૬૯). ને સ્પર્શે મને રચના કે રચયિતા, ન હું કારણ કે કાર્ય, ન હું દેહ કે દેહી. અપિતુ હું આ નથી, તે નથી તેવું કહેનાર હું નથી તેવું નથી; હું છું, હતો અને રહેવાનો પણ ક્યાંય જવાનો તેમ નહીં. કારણ, સર્વ સ્થળે સમત્વથી સર્વવ્યાપી છું. કોઈ સમયે નહોતો તેવો હું નથી. તો હું કેવો?
સમયમાં ન સમાય તેવો. સ્થળમાં ન પુરાય તેવો.
વસ્તુમાં ન વરતાય તેવો. હવે તમે જ કહો
“હું કેવો?” આ છે વિચારની પ્રકિયા.
આ છે આત્મવિચારનું સ્વરૂપ સંસાર કે mત શું? ધ્વર કોણ? mતનો કર્તા કોણ? ભોક્તા કોણ? જીવ ભોકતા તો હું કોણ? આમ વિચાર કરતાં સૌ પ્રથમ હું કોણ? તેની જ શોધ જરૂરી છે. અને તેની પદ્ધતિ અહીં દશવિ છે.
ના ભૂતકાળ હો, નારં વાસણ તથા एतद्विलक्षण: कश्चिद् विचार: सोऽयमीदृशः ॥१३॥ પૂતાનામ : ભૂતોનો સમૂહ (પંચમહાભૂતનો) રૂતિ વેહઃ અ ર એવો દેહ હું નથી. તથી તેવી રીતે મલા: ૪-ઈન્દ્રિયોનો સમૂહ પણ નથી. તતિક્ષણ બજેથી અન્ય કોઈ છું. સમય આવા પ્રકારનો વિચાર. વિરહને જ વિચાર છે. આ વિચારવશ છે. થોડું વિચારો. ઘડામાં માટી છે કે માટીમાં ઘડો છે? ઘડાની અંદર જ માટી છે; જયાં ઘડો ત્યાં માટી. ના, તદ્દન ઊંધી વાત થઈ આ. ઘડામાં માટી નથી, ઘડો કદી માટી
Page #89
--------------------------------------------------------------------------
________________
(૭૦)
નથી. ઘડો' તો નામ છે. તેને એક આકાર છે. નામ અને આકાર માટીમાં કલ્પિત છે. જન્મ તો આકારનો જ થાય, તેનું નામ અપાય તેથી તે બન્ને આવનારાં છે, જ્યારે માટી ઘડા પહેલાં હતી અને રહેવાની. એટલે નામરૂપ મિથ્યા છે? હા, હવે બરોબર. તે માટીમાં આરોપિત છે; તે માટીમાં કલ્પિત છે. કુંભારે જ ઘડ્યા આકાર ને આપ્યાં નામ. માટે જ અજન્મા એક જ સત છે, એમ જ ને? હા, જે સત છે તે જ આત્મચૈતન્ય છે અને નામ, રૂપ, દેશ, કાળ, વસ્તુ તેમાં કલ્પિત છે. દેશ, કાળ, આકાર કે વસ્તુમાં તે નથી. કલ્પિત એટલે જ આરોપિત? હા, તેથી દશ્ય તમામ અધિકાન આત્મા પર આરોપિત છે, પછી તે મારો, તમારો, આપણા સૌનો આકાર હોય કે સૌનું નામ હોય. હવે સ્પષ્ટ થયું. મારે સમજવું કે હું માનવીના આકારવાળો નથી અને દશ્ય શરીર મારું નથી. બસ! બસ! આ રીતે વિચારણાની ટેવ પાડવી તે જ આત્મવિચાર. “વાર્દ મૂતા:” ન તો હું ભૂત છું, ન તો ભૂતોનો સમૂહ છું. અર્થાત્ પંચમહાભૂતમાંથી જે શરીર બન્યું છે તે હું કદી નથી. કારણ કે શરીરને તો નામ અને આકાર છે, તેનો તો જન્મ છે; જ્યારે કહેવાય છે કે હું તો જન્મ પૂર્વે પણ બીજા શરીરમાં હતો અને આ શરીર છૂટી જતાં પણ રહીશ. તો પછી એક વાત નિર્વિવાદ છે કે હું શરીર તો નથી જ, તેથી અન્ય એવો હું તેમાં નિવાસ કરનાર કોઈક છું, ' હવે સમજણ પડી. આખરે પકડાયું! હું શરીરથી ભિન્ન છું પણ શરીર મારું છે! અરે ભાઈ, જો જો શરીર તમારું માનતા! અને માનવું હોય તો વિચારો કે તે શરીરમાં હાડ, માંસ, રક્ત છે તેમાં તમે શું બનાવ્યું? એ બધું તો હું જન્મ સાથે જ લાવ્યો. તો કહો જોઈએ, શરીરમાં જે પૃથ્વી તત્વ છે, અગ્નિ છે, વાયુ છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
(૭૧)
આકાશ છે, જળ છે તેમાં તમારું પોતાનું શું છે? તમે શેના માલિક છો?
ના, તે બધું તો ઈશ્વરનું જ છે.
જે તે પંચમહાભૂતના માલિક તમે નથી તો તેથી બનેલું શરીર તમારું કઈ રીતે ?
ખરો તમારો વિચાર !ખૂબ અજબ-ગજબની વાતો કરો છો કે હું શરીર નથી અને શરીર પણ મારું નથી.
હવે યાદ રાખજે.
હા, હવે ભૂલ કરે તે બીજા.
જો તમે તમારી જાતને શરીર માનશો તો કેદ થશો.
અર્થાત્ શું?
જે આપણે શરીર છીએ તો જન્મેલા છીએ અને જન્મેલા એટલે આવેલા છીએ. અર્થ એ જ કે આપણે ભૂતકાળમાં નહોતા, ભવિષ્યમાં નહીં રહીએ. આપણે શરીર તરીકે તો માત્ર વર્તમાનકાળમાં જ છીએ. આમ આપણે આપણી જાતને શરીર તરીકે સ્વીકારીને સમયમાં કેદ કરી, સમજાયું? આપણે આપણી જાતને શરીર માનીએ તો શું હાનિ ?
અરે, જે આપણે શરીર તો આપણને ભૂત, ભવિષ્ય, વર્તમાન છે. જે આપણે શરીર તો જ આપણને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા છે. જે આપણે શરીર તો જ આપણે કોઈના સગા છીએ અને કોઈ આપણું સગું છે.
જો શરીર તો જ કોઈ આપણું વડીલ છે કે આપણે કોઈથી નાના છીએ. જે ક્ષણે સમજાય કે હું શરીર નથી તે જ પળે પકડાય કે
નથી મારે દિશા,
નથી મારે સમય,
નથી મારે દેશ,
નથી મારે જન્મ,
નથી મારે સ્નેહી,
Page #91
--------------------------------------------------------------------------
________________
(૨) પછી શોક કોનો? નથી હું સ્નેહી પછી મારો વિયોગ કેવો? નથી હું કોઈનો, નથી મારું કોઈ, નથી હું શરીર તો મારી સ્વાવસ્થા કેવી? નથી મારે સ્વપ્ન કે નિદ્રા તો મારે જાગૃતિ કેવી? નથી હું શરીર, ઇન્દ્રિય સહિત જગતનો કટા, તો દશ્ય (mત) કેવું? નથી, નથી, હું નથી'માં કંઈ નથી ને છતાં સૌનો ઈન્કાર કરનાર નથી તેવું નથી. એવો હું અસંગ- નિસંગ છું, સત્ સ્વરૂપ છું. તો પછી હું શરીર છું તેવી ભ્રાંતિ આવી ક્યાંથી?
આ ભ્રાંતિ સંસળંધ્યાસની પેદાશ છે. જેમ શ્વેત રંગવિહીને સ્ફટિક પાસે લાલ જપાકુસુમ પડ્યું હોય તો સંસર્ગદોષથી કસમનો રંગ નિર્મળ સ્ફટિકમાં • દેખાય છે તેમ હું નિરાકાર, અનામી, અસંગી, અરંગી, નિત્ય આત્મચૈતન્ય
છું પણ શરીરના સંગથી ભ્રાંતિ થઈ કે હું શરીર છું, ભ્રમણા થઈ કે હું જન્મ-મૃત્યુના શરણે જવાવાળો છું, હું ઈન્દ્રિયોવાળો છું, સમયમાં કેદ છું. આમ, શરીરનો સ્વભાવ ભૂલથી સંસર્ગથી મેં મારો જાગ્યો, માવ્યો અને હવે પસ્તાયો છું. જે સંસર્ગદોષથી હું મને શરીર તરીકે સ્વીકારું તો પછી તે દોષ દૂર કઈ રીતે થાય? | માત્ર વિચારથી. આપણે સતત વિચારણા ચાલુ જ રાખવી જોઈએ કે
ન તો હું, તમે કે આપણે શરીર છીએ કે ન શરીર આપણું છે. માત્ર શરીરથી સંસર્ગ છોડવાનો છે. શરીર તો માત્ર થોડા સમય માટે સાથી તરીકે આપણને મળ્યું છે. તેમાં મોહ કરવા જેવો નથી. નહીં તો આપણા શરીરને કદરૂપું જોઈ દુખી થઈશું અને રૂપવાન જોઈ અહંકારને મજબૂત કરીશું. કાં તો આપણા કુરૂપને સુરૂપ બનાવવામાં, સૌંદર્ય અને શોભા વધારવામાં
જીવનનો અમૂલ્ય સમય વીતી જશે. અગર જે રૂપવાન છે તે શરીરને વૃદ્ધ થતું અટકાવવાના કીમિયા શોધવામાં સમય વેડફાઈ જશે અને ચિંતનનો સમય ચિતા સુધી પહોંચીશું ત્યાં સુધી નહીં મળે. માટે શરીરનો સાથ-સંગાથ, સંગ- સંસર્ગ છોડી દેવો, શરીરની આસક્તિ અને મમતા મૂકી દેવી ને વિચારવું કે નથી હું સુરૂપ, નથી કુરૂપ, નથી કોઈ રૂપ, નથી કોઈ રંગ,
Page #92
--------------------------------------------------------------------------
________________
(૦૩) હું જ છું, તેનું જ મારે નિત્ય સ્મરણ કરવું જોઈએ.
प्रात: स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगति तुरीयम्।
यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं
तद्ब्रह्म निष्कलमहं न च भूतसंघः॥ હું પ્રાત:કાળે હૃદયમાં સ્કુરિત થતા આત્મતત્ત્વનું સ્મરણ કરું છું, જે સચિત-આનંદ છે અને પરમહંસોનું પ્રાપ્તસ્થાન છે. જે સ્વખ, જાગ્રત, સુમિ ત્રણે અવસ્થાને જાણે છે તે જ બ્રહ્મ હું છું. પંચમહાભૂતનો સંઘ=સમૂહ દેહ હું કદાપિ નથી. આવા નિત્ય વિચાર કરવાથી જ સમજાશે કે હું કોણ છું અને અનાત્માનો સાથ છૂટી જશે. હું શરીર નથી, તો ઇન્દ્રિય તો હોઈ શકું જ નહીં. જો આપણે આપણી જાતને ઇન્દ્રિય માનીશું તો જ આપણે બહેરા થયા; આપણને મોતિયો આવ્યો; આપણે પોતાને મન માનીશું તો જ સુખી-દુ:ખી થવાનો પ્રશ્ન ઊભો થશે. જે આપણે બુદ્ધિ છીએ તેવું માનીશું તો જ આપણે વિદ્વત્તાના અહંકારમાં ફુલાઈશું કે મૂર્ખ કે મંદબુદ્ધિની મૂર્ખામી વહોરી, હતાશા અનુભવીશું. માટે વિચાર દ્વારા મક્કમ નિશ્ચય પર આવવાની જરૂર છે કે નથી હું શરીર, નથી ઇન્દ્રિય, નથી મન કે બુદ્ધિ; પણ તે સર્વનો કટા સાક્ષી આત્મતત્વ છું. આપણે આત્મતત્ત્વ થવા કંઈ જ કરવાની જરૂર નથી. પોપટ કે કોયલને પંખી થવા શું કરવું પડે? ગાય કે ઘોડાને જાનવર થવા શું કરવું પડે? હિંદુ, મુસ્લિમ, પારસીને માણસ થવા શું કરવું પડે? વ્યષ્ટિને સમષ્ટિ થવા શું કરવું પડે? વ્યક્તિને વિરાટ થવા શું કરવું પડે? બસ, તેવી જ રીતે જીવને બ્રહ્મ થવા માત્ર જીવત્વ છોડવું પડે; વ્યકિતને વિરાટ થવા વ્યક્તિત્વ છોડવું પડે. ન તો કોઈ વિરાટ થઈ શકે, ન બ્રહ્મ બની શકે.
બ્રહ્મ તો આપણે છીએ જ થવાનો પ્રશ્ન નથી. જે આપણે ન હોઈએ તે જ થઈ શકીએ ડૉકટર થઈ શકાય, એન્જિનિયર થઈ શકાય, પૈસાદાર થવાય, મકાનમાલિક થવાય, બાપ કે માતા થઈ શકાય (મુખ
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૪) ન થવાય! કારણ કે આપણે છીએ જ, નહીં તો આટલી લાંબી ચર્ચા ન કરતા હોત!). જે આપણું સ્વરૂપ છે તે પ્રયત્નથી ન તો પેદા થઈ શકે, ન ક્યાંથી આવી શકે. જે આત્મસ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ હોય તો માત્ર વિચાર દ્વારા જ પાછી લાવી શકાય. અને જો સ્વરૂપની સ્મૃતિ તાજી થાય તો શંકા, સમસ્યા અને સંદેહ જીવનમાંથી સદાને માટે ચાલ્યાં જાય અને ક્ષણે ક્ષણે “સ્વ” સ્વરૂપમાં જ રમણ થાય, સ્વરૂપનું જ સ્મરણ થાય, સ્વરૂપમાં જ વ્યક્તિ મગન હોય. તેવું નિ:સંદેહ શાન હતું હસ્તામલકનું એવું કહેવાય છે કે તે નાનો બાળક નાની વયથી જ મૂંગો રહેતો, સ્વરૂપમાં મગન રહેતો. માબાપ ચિંતાતુર હતાં. અનાયાસે આદિ શંકરાચાર્યજી તે ગામમાં આવ્યા અને માબાપે પ્રાર્થના કરી કે ગુરૂદેવ, તમે કંઈ પૂછી જુઓ કેમ તે શાંત, મૌન, પ્રવૃત્તિહીન છે. અને શંકરાચાર્ય ભગવાને તે નાના બાળકને પૂછયું, “તું કોણ છે?ક્યાં જવા નીકળ્યો છે? તારું નામ શું છે? ક્યાંથી આવ્યો છે?
"कस्त्वं शिशो कस्य कुतोऽसि गंता
किं नाम ते त्वं कुत आगतोऽसि।" પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ હસ્તામલકની અવ્યકત વાણીમાંથી વીજળીના ચમકારની જેમ વાણી સરી પડી:
"नाहं मनुष्यो न च देवयक्षौ न ब्राह्मणक्षत्रियवैश्यशूद्राः। न ब्रह्मचारी न गृही वनस्थौ।
મિત્ર વાદ વિનોધ:.” : - તો હું મનુષ્ય છું; ન દેવ કે યક્ષ છું; ન હું બ્રાહ્મણ છું કે ન ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છું. . નથી હું બ્રહ્મચારી; નથી ગૃહસ્થાશ્રમી:
નથી સંન્યાસી કે વાનપ્રસ્થી, કે હું તો જ્ઞાનસ્વરૂપ (અનંત આત્મા) છું.
Page #94
--------------------------------------------------------------------------
________________
(૭૫) વિચારની વિચારણા
अज्ञान प्रभवं सर्व ज्ञानेन प्रविलीयते ।
संकल्पो विविध: कर्ता विचार: सोऽयमीदृशः ॥१४॥ સર્વનું અજ્ઞાનેન ઝમવ૬ = આ સર્વ અશાનથી ઉત્પન્ન થયું છે જ્ઞાનેન વિત્તીયતે = અને તે જ્ઞાનથી લય પામે છે. વિવિધ સંન્ધ: = વિવિધ પ્રકારનો સંકલ્પ જ કર્તા છે અથવા
વિવિધતા સંકલ્પ દ્વારા જ ઉત્પન્ન છે સ: મહેમુ : વિવાદ આવો વિચાર તે જ વિચાર કહેવાય
સ્વ” સ્વરૂપના ચિંતનપ્રવાહમાં વહન કરતાં ઘણી વાર પ્રવાહ વિરૂદ્ધ-પ્રવાહ સામે જવાનો પ્રસંગ પણ આવે અને તેવું મનન કરવાનો આ સ્થળે સમય આવી ગયો છે.
વિચારનું સ્વરૂપ સમજાવતાં ભગવાને પ્રથમ કહ્યું: “હું કોણ? જગત ! ક્યાંથી આવ્યું? તેનો કર્તા કોણ? તેમ વિચારો.” પછી સમજાવ્યું કે, “હું ) દેહ-ઇન્દ્રિયથી વિલક્ષણ છું તેવું મનન કરો,” હવેની વિચારણામાં કહે છે કે, “કોઈ જાતનો સર્જક નથી; સર્જન ભાસે છે પણ તેનું સાચું અસ્તિત્વ નથી. તેથી જેને સંસાર દેખાય છે તે તેના અજ્ઞાનનું કારણ છે. વ્યક્તિના અજ્ઞાનથી જ સંસાર ઉત્પન્ન થાય છે.”
વ અજ્ઞાનેન ઝમવ” વિચારસાગરમાં ડૂબકી મારતાં અને એક જ નિશ્ચય પર અવાય છે કે જ્ઞાની માટે તો જગત નથી જ અને ઘણી વાર અજ્ઞાનીને પણ તેવો અનુભવ થાય છે. જ્ઞાનીનો સમજપૂર્વકનો અલૌકિક અનુભવ છે; અશાનીનો પરિસ્થિતિ નિર્મિત લૌકિક અનુભવ છે.
(૧) અજ્ઞાનીને જ્યારે આપત્તિરૂપી આફત આવે છે, જ્યારે તે મુશ્કેલીમાં મુકાય છે, હતાશા, નિરાશા અને નિષ્ફળતાના વાદળોથી ઘેરાય છે ત્યારે તે પણ ક્ષણિક અનુભવે છે કે સંસાર મિથ્યા છે; જગત માયિક છે, બધે અંધેર છે. ક્યાં છે કોઈ નિયંતા! ક્યાં છે ન્યાય! સંસાર સંતાન છે, દુનિયા ઠગારી છે, ચાલ, છોડી દઈએ. આમ, પળભર અજ્ઞાનીને પણ સ્મશાન-વૈરાગ્યનો વાયરો સ્પર્શ કરી જાય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
(૭૬)
(૨) જ્યારે જ્ઞાનીના જ્ઞાનની તો અલૌકિક અનુભૂતિ જ છે, સ્વરૂપના અજ્ઞાનમાં સંસારનો જન્મ છે અને આત્મતત્ત્વના જ્ઞાનમાં સંસારનો પ્રલય છે. ભગવાન શંકરાચાર્યએ કહ્યું કે:
वयसि गते कः कामविकार:
शुकः कासारः । नष्टे द्रव्ये कः परिवारो
રાતે તત્ત્વ : સંસાર ||
તત્ત્વનું જ્ઞાન થયા પછી ક્યાં છે સંસાર? જાગ્રત થયા પછી સ્વપ્ન કયાં? પણ સ્વપ્ન છોડવા જાગવું પડે. જાગવા “કંઈ નહીં કરવાનું” કરવાનું. અચિંતન જેવું ચિંતન તે એક જ રસ્તો છે. આમ જોતાં જ્ઞાની-અજ્ઞાની બન્નેના અનુભવ તો એક જ સરખા છે કે “સંસાર મિથ્યા છે.”
વિચારતાં સમજાય છે કે અજ્ઞાનીને સંસાર કે જગત મિથ્યા જણાય છે, પણ છૂટી શકતો નથી. કારણ, ‘સ્વ' સ્વરૂપનું તેને જ્ઞાન નથી; જ્યારે જ્ઞાનીના આત્મજ્ઞાનમાં સંસાર ટકી શકે તેમ નથી અર્થાત્ આત્મજ્ઞાનમાં સંસારનો પ્રય છે અને આત્મઅજ્ઞાનમાં જ જન્મ છે. માટે જ ગ્રંથ કહે છે
“સર્વ અજ્ઞાનેન મવમ્” = સર્વ કંઈ અજ્ઞાનથી જન્મે છે. ચાલો ફરી વિચારણા કરીએ.
અજ્ઞાનથી જ મેં સ્વીકાર્યું કે હું શરીર છું.
શરીરભાવ મેં પેદા ર્યો તેથી કોઈ મારી પત્ની, કોઈ બાળકો, કોઈ મારાં માતા-પિતા અને ઘણાં સ્નેહીઓ, સંબંધીઓ શરીરનાં થયાં. સૌને મેં આવકાર્યા. આમ, ‘હું શરીર થયો' માટે કોઈ મારા થયાં; જે ‘મારા’ ન થયા, તે તારા' થયા. આમ, હું, ‘મારું’ ‘તારું’ ‘આપણું” ‘પરાયું’ સૌનો જન્મ થયો. અહમ્ આવે એટલે મમભાવ-મમત્વનો જન્મ - થાય અને સાથોસાથ મમત્વનું લક્ષ્ય દર્દ પણ આવે જ. આમ, સ્વરૂપના અજ્ઞાનથી જ ‘મારા' માટેનો મોહ જાગ્યો, પરાયા માટેનો દ્વેષ જન્મ્યો. મમતાથી દર્દ પેદા થયું અને અહમ્ ભાવથી અહંકાર આવ્યો. આ બધું જ સુખ-દુ:ખ રાગ-દ્વેષ અજ્ઞાનની જ પેદાશ છે તે જરા સમજીએ. સ્મશાનમાં જે લાકડાં વેચે છે તેને કાઠી વેચતાં જરા પણ દર્દ નથી. કારણ, તેનું કોઈ મર્યું નથી; પરાયાના મોતમાં ક્યાં છે શોક? તે તો જોખી-જોખીને લાકડાં આપે
Page #96
--------------------------------------------------------------------------
________________
(૭૭) છે, સલાહ પણ આપે છે -“શરીર મોટું છે, ઓછાં પડશે.” ડાઘુઓ લાકડામાં કસર કરતા નથી. કારણ, અવશેષ પણ રહે તેમ કોઈ ઈચ્છતું નથી; પણ મરનારનો પુત્ર કે પુત્રી તો માત્ર એક ઘાસનો પૂળો મૂકી આઘા ખસી જાય છે. કારણ કે, તેમનું કોઈ મર્યું છે. હવે વિચારો કે મૃત્યુથી દર્દ છે, શોક છે, ગમગીની છે કે મમત્વથી? જે મમતાથી, સ્નેહથી, સગપણથી દર્દ થાય છે તો મમતા જન્મી ક્યાંથી? શરીર મારું છે તેવા અશાનથી શરીરનાં સગાં આવ્યાં અને વિદાયની દુ:ખવેળા લાવ્યાં. આમ, અજ્ઞાન જ કારણ છે સુખનું અને દુ:ખનું.
એક કાપડિયો રોજ ર્તિથી કાપડ વેચે છે. એકસાથે અનેક ગ્રાહક સાથે વાતો કરે છે. જે માત્ર કુહલથી જેવા જ દુકાને ચડ્યા હોય તેને પણ ગ્રાહક બનાવે છે. એક પ્રાત:કાળે તેનાથી દુકાનનો દરવાજો પણ મુશ્કેલીથી ખૂલે છે, મીટરનું માપ પણ ઉપડતું નથી અને એક નાનો લાલ ટુકડો ફાડવા જતાં 'ગજ પડી જાય છે, આંખથી ધાર વહે છે, કપડું પણ આજ કાતું નથી. જે કફન માટેના તાકા ને તાકા રોજ વેચે છે તેનાથી એક કફનનો ટુકડો ફાટતો નથી, કારણ કે આજે પોતાની પત્ની માટે ફાડવાનું છે. દુ:ખ ન તો કફનના કપડામાં છે, ન મોતમાં છે, ન સ્ત્રીમાં છે; પણ “મારી પત્ની મારી છે તે મમત્વ જ દર્દ જન્માવે છે, જે અજ્ઞાનનું કાર્ય છે.
આમ, અજ્ઞાનથી જ દુ:ખ જન્મે છે અને રોજ કફનના મોટા વેપારથી સુખ મળતું તે પણ અશાનથી જ.
“સાનેન વિતીચ” શાનથી (જેનો જન્મ છે તેનો પ્રલય થાય છે.
જે જ્ઞાન થાય કે, “ન તો હું શરીર છું, ન શરીર મારું છે, તો પછી નથી કોઈ સગું, નથી કોઈ વહાલું; નથી મમત્વ કે નથી મોહ; નથી હું કોઈનો, નથી કોઈ મારું તો અજ્ઞાનથી જે સુખદુ:ખ જન્મ છે તેનો નાશ થાય. માટે જ કહ્યું છે કે ભ્રાંતિમય દુ:ખ, દર્દ કે સુખ શાનથી નાશ પામે છે. માટે જ ખોટા ખોટા સંકલ્પ ત્યજી દેવા જોઈએ. કારણ કે સંકલ્પ જ સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, અહંભાવ-મમભાવ, કર્તા-ભોક્તા વગેરેને ઉત્પન્ન કરે છે. “વિવિય: સંવ:વસ્ત” હું શરીર છું તેવા સંકલ્પથી મુક્ત થાઓ. “હું કત કે ભોક્તા છું” તેવો સંકલ્પ જ આપણને પાપી કે પુણ્યશાળી બનાવશે, તેવો સંકલ્પ જ ફળ આપશેફળ ભોગવવા
Page #97
--------------------------------------------------------------------------
________________
(૭૮) માટેનો સંકલ્પ જ નવી નવી યોનિઓમાં ફેરવશે, નવાં નવાં શરીરો જન્માવશે. માટે વિચારથી કે વિચાર દ્વારા સંકલ્પથી મુક્ત થવું જે વ્યક્તિ જીવનમાં કંઈ પણ કરી શકે છે તે કદી સંકલ્પ કરતી નથી. એ જ સાચો વિચારમાર્ગ છે. આત્મશાનમાં સંકલ્પના પણ લય છે.
“વ માને ખવં સાનેન વતી” તે મહામંત્ર ઉપર-તત્વજ્ઞાનના સર્વશ્રેષ્ઠ સૂત્ર પર-હવે ગહન ગંભીર વિચારણા કરીએ.
mત અશાનથી જ અસ્તિત્વમાં છે. સાચું જણાય છે, છતાં સ્વપ્નવતુ
mત નથી તેવું નથી, છે પણ સતું નથી; છે પણ એક જ કાળે વર્તમાન કાળમાં છે.
mત છે પણ અજ્ઞાન કાળે જ છે. ' mત છે પણ ભ્રાંતિ ને ભ્રમણામાં જ છે.
mત છે પણ વ્યવહારમાં છે. mત છે પણ મિથ્યા છે. ગત છે પણ આરોપ છે. ગત છે પણ અધ્યાસ છે. mત છે પણ મનોમય છે. mત છે પણ માયામય છે.
છે ગત પણ કેવું? ! “યહ સંસાર કાગદ કી પુડિયા, બુંદ પડે ધુલ જાના હૈ, કે યહ સંસાર કટિકી બાડી, ઉલગ પુલઝ મરી જાના હૈ ? યહ સંસાર ઝાડ ઔ ઝાંખર, આગ લગે બરિ જાના હૈ,
કહત કબીર સુનો ભાઈ સાધો, સતગુરુ નામ ઠિકાના હૈ” આમ, ગત એક વાર નહીં હજાર વાર છે. પણ આપણે સ્પષ્ટ સમજી લેવાનું કે જ્જત પ્રતીતિમાત્ર છે. જેની પ્રતીતિ થાય તે હોય જ તેવું નથી અને જેની પ્રતીતિ ન થાય તે નથી તેવું નથી. સંસાર અનુભવગમ્ય છે પણ જે ઈન્દ્રિય અને મનેથી અનુભવાય છે જ
માં સાચાં નથી ત્યાં તેનો અનુભવ ક્યાં સાચો હોય! જેવું પ્રમાણ તેવું પ્રમેય. આપણે વિચારી ગયા છીએ કે જે ન હોય તેનો પણ અનુભવ થાય છે. દા.ત. રંગીન આકાશ, સૂર્યોદય-સૂર્યાસ્ત, રણમાં જળ, પાણીમાં
Page #98
--------------------------------------------------------------------------
________________
(૭૯)
વાંકી લાકડી, જમીન-આકાશનું ક્ષિતિમાં મિલન, ચંદ્રમાં વધઘટ આ બધું અનુભવાય છે, છતાં નથી. તેથી કોઈએ સંસાર બાબતમાં પોતાની માનેલી ઇન્દ્રિયો કે બુદ્ધિ પર મદાર બાંધવાની જરૂર નથી. જૂનું ખરતું જાય છે, નવું આકાર લેતું જાય છે. સંસારની ભ્રામક ધારણાઓ બદલાતી જાય છે. અને સંસારનો અર્થ જ એવો છે કે જે નિત્ય નિરંતર બદલાયા કરે છે. ‘સમ્ સરિત ઈતિ સંસાર : નિરંતર જે બદલાયા કરે છે, જેમાં ફેરફાર થાય છે તે નિત્ય કઈ રીતે હોય ? નિત્ય તો માત્ર એક જ વસ્તુ છે જે અપરિવર્તનશીલ છે, જે પરિવર્તનની પેલે પાર છે. સત્ય ક્વી નવું ન હોઈ શકે; કારણ કે, સત્ય કદી જૂનું નહોતું કે આજે નવું થઈ શકે; તે તો પૂર્વે જે હતું તે જ આજે છે અને તેવું જ તે રહેવાનું. સત્ય સા-સર્વદા મુક્ત છે પરિવર્તનથી; ‘થ ઈઝ નોટ સબ્જેક્ટ ટુ ચેન્જ.' તેથી જ સંસારની ધારણાઓમાં કોઈ ‘લેટેસ્ટ' થીયરી કે સંસારના પદાર્થોમાં કોઈ લેટેસ્ટ પદાર્થ પેદા કરી શકાય, ફેશનમાં કંઈ લેટેસ્ટ લાવી શકાય, પણ કદી ન ભૂલીએ કે જે આજે લેટેસ્ટ છે તે આવતી કાલે જૂનું-પુરાણું થવાનું; અરે, એટલું જૂનું કે ‘એન્ટિક’ થઈ પછી માત્ર ‘મ્યુઝિયમ (અજાયબઘર)માં જ કેદ થવાનું; ‘મમી'ની લાઈનમાં સૂઈ જવાનું; કારણ કે, તે ‘શ્રેષ્ઠષ્ટ હતું. સત્ય દર્દી લેટેસ્ટ નથી, થઈ શકે નહીં. કારણ, તે ગ્રેટેસ્ટ છે, શ્રેષ્ઠષ્ટ છે. જે સૌથી મહાન છે તેમાં પરિવર્તન નથી અને જે સૌથી સૂક્ષ્મ છે તેમાં પરિવર્તનને અવકાશ નથી.
આપણો આત્મા તેવો જ છે, સૌથી શ્રેષ્ઠ અને મહાન છે, (શ્રેષ્ઠષ્ટ) અને સૌથી સૂક્ષ્મ પણ તે જ છે. કઠોપનિષદ કહે છે કે.
"अणोरणीयान् महतोमहीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् ॥२०॥
“અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આ આત્મા હ્રદયની ગુફામાં રહેલો છે.” તેથી સ્પષ્ટ છે કે સૌથી મહાન અને સૌથી સૂક્ષ્મ છે તેમાં કદી કોઈ પરિવર્તનની શક્યતા નથી. તે નિ:શંક સનાતન સત્ય છે. તે ઉપરથી એક વાળીચોળીને ભેગી કરેલી એક વાત હાથમાં આવી જાય છે. જેમ મંથન કરતાં અમરત મળે, તેમ મનોમંથન કરતાં સ્પષ્ટ થાય છે કે જેમાં ફેરફાર નથી, વધઘટ નથી, જૂનું-નવું નથી, પરિવર્તન નથી, તે પહેલાં પણ હતું, આજે પણ છે અને સદાય રહેવાનું પણ
Page #99
--------------------------------------------------------------------------
________________
'
(૮૦)
છે. અર્થાત્ તે સમયથી મુક્ત છે, સમયમાં આવેલું નથી, સમયમાં જવાનું નથી. અર્થાત્ ઉત્પત્તિ અને લયરહિત છે. અને માત્ર તે જ તત્ત્વ-સત્ત્વ એક અદ્વિતીય ‘સત્ છે. સત્ અર્થાત્ કાળથી પર અને કહેવું હોય તો ત્રણે કાળમાં છે. “ત્રિનેઽપિ તિવ્રુતિ કૃતિ સત્' પણ હકીકતમાં ત્રણે કાળની ભ્રાંતિ સત્ પર આરોપિત છે. આમ, એક્માત્ર આત્મા કે બ્રહ્મ સિવાય સર્વ કંઈ અસત્ છે. તેથી નિષ્કર્ષ કે નિચોડ અમાસની રાતે અંધને પણ દૃશ્ય છે, કે, જ્ગત છે પણ અસત્ છે. એક અજ્ઞાનીને જ અસત્ જ્ગત સત્ દેખાય છે. અજ્ઞાનથી જ સત્ પરમાત્મા અદશ્ય છે અને અસત્ સંસાર અનુભવગમ્ય છે. માટે ભગવાને સત્ય જ કહ્યું: “અજ્ઞાનેન પ્રમવું " અને જે વાત શંકરાચાર્ય ભગવાને કહી તે શાસ્રસંગત છે. તેવી જ ઘોષણા માંડૂક્ય કારિકાએ કરી છે.
“આલાવો ૬ યજ્ઞાન્તિ વર્તમાનેઽપિ તત્તથા।।”
“આદિ અને અંતમાં જે નથી તે વર્તમાનમાં પણ નથી.” અર્થાત્ જે જન્મપૂર્વે નહોતું, ઉત્પત્તિ પહેલાં નહોતું, મૃત્યુ પછી કે પ્રલય પછી નહીં હોય, તે ભલે વર્તમાનમાં દેખાય, વર્તમાનમાં અનુભવાય છતાં નથી તેમ જ સમજવું.
કેવી
કેવો
કેવો
ગહન છે આ
અજબ, ગજબનો
સૂક્ષ્મ છે
છે
અમર
કેવો
અદ્ભુત કેવો અજર,
આ
આ
આ
ઘોષણા!
સંદેશ!
સંત!
આદેશ!
ઉપદેશ!
જેને માટે એમ કહેવાય કે તે એક કાળે સત્ નથી, સાચું અસ્તિત્વ નથી. પણ જેને તેવું છે, રિલેટિવ ટ્રુથ છે, સાપેક્ષ સત્ય છે, નિરપેક્ષ સત્ છે, એબ્સોલ્યુટ ટુથ છે તે કદી નહોતું તેમ નથી, કદી નહીં હોય તેવું થવાનું નથી, તે તો છે, હતું અને રહેવાનું.
નહોતું-તે કદી નિત્ય નથી, એપરન્ટ રિયાલિટી કહેવાય નિરપેક્ષ કદી નહીં. જે
આવી ઊંડાણની ભૂમિકા તૈયાર કર્યા પછી વિચાર દ્વારા અનંતના ઉશ્યનની તૈયારી કરીએ; ચાલો, હવે વિચારણામાં ઉતરીએ; ઊંચે જવા ડૂબકી મારીએ; અનિત્યને ડુબાડીએ અને વિના તરાપે ‘નિત્ય’ને તરવા દઈએ.
Page #100
--------------------------------------------------------------------------
________________
(૮૧)
જેનો જેનો જન્મ કે ઉત્પત્તિ છે તે સમયમાં કેદ છે. સમયમાં જ તેનો ઉદય થયો અને સમયમાં જ તેનો અસ્ત થવાનો. આવી સર્વ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે રચના અંતવાન છે, નાશવાન છે, ‘લિમિટેડ’ છે. કારણ કે, તેમને આદિ=શરૂઆત છે અને જેને શરૂઆત છે તેને અંત પણ હોય છે. આવી તમામ સજેલી વસ્તુ માટે વિધાન કરી શકાય કે તેમના સર્જન પહેલાં અર્થાત્ ભૂતકાળમાં તે નહોતી, અને તેમના નાશ પછી ભવિષ્યમાં નહીં હોય. અને છતાં જો તે વસ્તુ વર્તમાનમાં દય હોય-અનુભવગમ હોય તો પણ તેનું સાચું અસ્તિત્વ ન જ કહેવાય, તે સત્ ન જ ગણાય. કારણ કે, એક જ કાળે - માત્ર વર્તમાનમાં અનુભવાય છે; તેની પ્રતીતિ એક જ સમયે થાય છે. તેથી તેનું હોવાપણું' નિત્ય નથી. અને જે નિત્ય નથી, તે નથી તેમ જ સમજવું જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં હોય તે જ વાસ્તવમાં છે અને સતુ છે તેમ સમજવાની જરૂર છે. આપણું શરીર પણ જન્મેલું જ છે. તેથી જન્મપૂર્વે આદિમાં નહોતું, મોત પછી અર્થાત્ અંત પછી પણ નહીં હોય. તે માત્ર વર્તમાનમાં દશ્ય છે માટે તે સત્ નથી. તેથી તે નથી તેમ જ માનવું અગર મિથ્યા સમજવું. તારણ એટલું જ છે કે જે વચ્ચે વચ્ચે દેખાય છે અને ભૂત ભવિષ્યમાં . અદશ્ય થાય છે તેનું અસ્તિત્વ સાચું નથી. આમ જોતાં શરીર સાચું નથી તો તેના સંબંધો ક્યાંથી સાચા હોય? શરીરના સગા તો કલ્પનામાં પણ સાચા નથી. “ન્ગિરજાન દોસ્ત”, “જનમ-જનમનો સાથી” એ તો આંધળાના હાથી જેવી ભ્રાંતિ છે.
આગળ વિચારીએ તો સ્પષ્ટ થાય છે કે જે કંઈ આપણે અનુભવીએ છીએ તેમાં ફક્ત અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન અને સુમિ. જાગ્રતમાં જે કંઈ અનુભવાય છે તે અનુભવ પર્વતનો, સાગરનો, સરિતાનો, અવકાશનો, ગ્રહો કે તારાઓનો, પ્રાણી-પદાર્થ કે વ્યક્તિનો, દાન, દ્રવ્ય કે દઈનો, અહંતા, મહત્તા કે સત્તાનો જે અનુભવ થાય છે તે અનુભવ તેવા જ રૂપે, તેવી જ સ્થિતિમાં સ્વપ્નમાં રહેતો નથી. જાગ્રતનો બાપ સ્વપ્નમાં નથી. નથી જાગ્રતની માલ-મિલકત કે ખજાનો! સ્વપ્નમાં ભિખારી હોઈએ પણ જાગ્રતના ધનમાંથી પાઈ પણ ખપમાં નથી આવતી. જાગ્રતમાં મિત્રોના મેળા ભરાતા હોય, શુભેચ્છકેની કતાર લાગતી હોય, અનુયાયીઓનાં ટોળાં ઊભરાતાં હોય, પણ સ્વપ્નમાં ઘરમાં આગ લાગે તો કોઈ દેખાતું નથી! અર્થાત્ સ્વપ્નાવસ્થામાં જાગ્રત અવસ્થા જ અદશ્ય થાય છે તો પછી જાગ્રત અનુભવ તો ક્યાંથી
Page #101
--------------------------------------------------------------------------
________________
(૮૨)
રહે?
સમજવાનું એ જ છે કે જાગ્રત અવસ્થા પોતે જ સાચી નથી, સત્ નથી, નિત્ય નથી. કારણ કે, સ્વપ્નમાં તે રહેતી નથી અને સુષુપ્તિના અનુભવમાં તો તે હતી જ નહીં. તેથી આદિ અને અંતમાં જે જાગ્રત અવસ્થા નહોતી તે વર્તમાન સમયે માત્ર જાગૃતિમાં જ અનુભવાય છે, તેથી તે પણ નથી જ, અને છે તો સાચી નથી. આમ, જે જાગ્રત અવસ્થા જ સાચી નથી, તો તેમાં જે કંઈ, જે કોઈનો અનુભવ થયો, તે તમામ ખોટા છે, મિથ્યા છે.
હવે વિચારીએ કે જેવી રીતે જાગ્રત અવસ્થાનો સ્વપ્નમાં બાધ થાય છે અર્થાત્ તે રહેતી નથી, તેવી જ રીતે સ્વપ્ન અવસ્થાનો જાગ્રતમાં બાધ થાય છે, તેથી સ્વપ્નાવસ્થા પણ ણે કાળમાં રહેતી નથી તેથી તે પણ સત્ નથી; અનિત્ય અને મિથ્યા છે. જાગ્રત અને સ્વપ્નનો બાધ સુષુપ્તિમાં છે તેથી સુષુપ્તિની અવસ્થા કે તેનો અનુભવ સત્ છે તેમ રખે માનતા! સુષુપ્તિ અને તેનો અનુભવ જાગ્રતમાં બાધિત થાય છે અને સ્વપ્નમાં તો સંકેત પણ સુષુપ્તિનો નથી. આમ, ત્રણે અવસ્થા સત્ નથી. તો તે ત્રણે અવસ્થામાં જે કંઈ અનુભવાય છે તે એક યા બીજા સમયે બાધિત થઈ જાય છે તેથી સ્વપ્ન, સુષુપ્ત કે જાગ્રત અવસ્થા સત્ તો નથી જ પણ મિથ્યા છે, માયિક છે. આરોપ છે, આભાસ છે, નિચોડ એટલો જ કે સર્વ અનુભવો અસત્ અને મિથ્યા છે. કારણ કે, ત્રણ અવસ્થા સિવાય કોઈ કંઈ અનુભવતું નથી અને ત્રણે અવસ્થા અસત્ છે.
...તે જ વિચારદિશામાં પ્રયાણ કરતાં પકડાય છે કે સંસારને પણ ઉત્પત્તિ અને લય છે. તેથી સમગ્ર જગત પણ આદિ અને અંતમાં નહોતું, તે માત્ર વર્તમાનમાં અનુભવગમ્ય છે, તેથી સંસાર પણ અસત્ છે. ગતનું સાચું અસ્તિત્વ નથી, તે તો મિથ્યાભાસ છે. જ્ગત એટલે જ નામ અને આકાર. અને જેમ ઘડો, નળિયાં, ઈંટ વગેરે નામ અને આકાર માટી પર આરોપિત છે તેમ જ સંસારનાં તમામ નામ અને આકાર નિરંજન, નિરાકાર, અનામી આત્મા પર આરોપિત છે. આત્મા જ એક સત્ છે, અધિષ્ઠાન છે. બાકી બધું જ અજ્ઞાનથી, સંકલ્પથી દેખાય છે, અનુભવાય છે અને અજ્ઞાની અનાત્મા નામ અને આકારને સત્ય માને છે. માટે જ ગ્રંથે સચોટ નિર્દેશ કર્યો કે “સર્વ અજ્ઞાનેન પ્રમ' અને વિવિધ સંપ
:
:
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્ત' મારે જે શાની છે તેને તો માત્ર એક અદ્વિતીય આત્મા જ જણાય છે. જેને અધિષ્ઠાન પકડાય તેની ક્વતરૂપી ભ્રાંતિ સરી જાય છે છે; જે જ્ઞાનમાં જાગી જાય છે તેની સ્વપ્નવત્ જગતની ભ્રમણા તૂટી જાય છે. તેથી “જ્ઞાનેન વિનીયતે” ઉક્તિ પણ શાનમાર્ગના પથિકને દીવાદાંડી સમાન છે.
પોતાની સ્વસ્વરૂપની અનુભૂતિ કરનાર અષ્ટાવક્ર મુનિ પણ તેવી જ વાણી ઉચ્ચારે છે જેનો ભાવાનુવાદ નીચે મુજબ છે:
“ચિન્માત્ર મેં હી સત્ય હું યહ વિશ્વ વંધ્યાપુત્ર છે! નહીં વાંઝ સુત જનતી કભી; તબ વિશ્વ કહને માત્ર હૈ! જબ વિશ્વ કુછ હૈ હી નહીં; સંબંધ ક્યા ફિર વિશ્વસે! સમ્બન્ધ હી જબ હૈ નહીં છોડું કિસે? પકડું કિસે?
શ્રી ભોલેબાબા જે ઝૂતનો આપણે અનુભવ કરીએ છીએ, જેમાં આપણે સુખી-દુ:ખી થઈએ છીએ, જે જગતના પદાર્થો પાછળ ઘેટ મૂકીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ કે અમે તો રહ્યા ગૃહસ્થી; અમારાથી ત્યાગ-વૈરાગ્યની વાત જ શક્ય નથી. એ ગૃહસ્થીએ કદી વિચાર કર્યો છે કે પોતે સ્થિર છે કે ઘર સ્થિર છે? પોતે અસ્થિર છે કે ઘર અસ્થિર છે? અંગ્રેજીવાળા કહેશે: “અમે તો હાઉસહોલ્ડર છીએ.” વાસ્તવમાં તો “ધ આર હેલ્ડ બાય હાઉસ. છે નેવર હોલ્ડ હાઉસ.” સર્વસામાન્ય ઉહાપોહ સર્વત્ર સંભળાય છે: “અમે તો સંસારી છીએ.” અરે! કોઈ વાર તો વિચારો! “સંસાર છે ખરો? જે સંસાર હોય તો કોઈ સંસારી કહેવાય. અરે! સંસાર જે આપણા અજ્ઞાનની પેદાશ છે તો વિચારો કે અજ્ઞાન છે ખરું? અવિદ્યા કે અજ્ઞાનની શરૂઆત કયારે થઈ! કોઈ જાણતું નથી. અજ્ઞાન છે શું? છે ક્યાં? તેવી વિચારણા કરતાં “અજ્ઞાન’ અદશ્ય થાય છે. “અજ્ઞાનની શોધ થતાં, જ્ઞાનની દષ્ટિ પડતાં જ જે તે ભસ્મ થાય તો સંસાર માં બચે? અજ્ઞાન કારણ છે, mત કાર્ય છે. બીજ બળે તો વૃક્ષ ક્યાં રહે? આવી જ વિચારણાને અભિપ્રેત કરવા શ્રી રંગ અવધૂત પોતાની અવધૂતી મસ્તીમાં લલકારે છે કે,
Page #103
--------------------------------------------------------------------------
________________
(૮૪)
કોક વિરલા
“તાત નપુંસક માતા તૂત, બેથી દેખી મોટા મોટા ભમે; મોટું અચરજ મોટા લડે; નાસ્તિ તેની માને રડે. બાળક ફોસલાવવાની વાત; મની પુત્રી કાળી રાત. મિથ્યા કહેનારો તું કૂણ ? નિર્ગુણ માંહે ક્યાંથી ગુણ? મૂળ ગુણ ના, ક્યાં નિર્ગુણ? ભૂત નહીં ત્યાં ભૂવો ફૂગ ?' જ્યાં મૂળ જ નથી શાખા (ડાળી) કેવી? જે સંસાર જ નથી તો સંસારી (જીવ) કેવો? અને સંસારના સર્જનહારની ભ્રાંતિ ક્યાં? કેવી? જે સંસાર ખરેખર છે જ નહીં તેની મા કેવી? જેની મા’ નથી તેના રડનારા કેવા ? કેવું ગહન સત્ય સરળ ભાષામાં “નાસ્તિ -- અસ્તિ તેની માને રડે.” આ તો બાળક બુદ્ધિવાળા, અપરિપક્વ, મંદમતિવાળાને ફોસલાવવા માટે જ જ્ગત, તેનો રચયિતા, ઈશ્વર અને જગતમાં રહેનાર જીવ તેવી રચના છે. જ્ઞાનમાં નથી કોઈ રચયિતા નથી કોઈ રચના, નથી કોઈ જીવ કે જે બને શિવ; નથી સંસાર કે કોઈ તેને તરે ને કોઈ તેમાં ડૂબે; ને મારા જેવો કિનારે રાહ જુએ! જે છે જ નહીં તે મિથ્યા પણ નથી જ. જે એક અદ્વિતીય છે, જ્યાં બીજો નથી ત્યાં આ સત્ છે, તેમ કહેનાર પણ નથી જ.
માટે જ ‘વિવેક ભગવાને ઉચ્ચારી છે
ઉપજ્યું
મોટું ભૂત.
અંદર રમે.
જ્યાં કાર્ય જ નથી કારણ ક્યાં ? રચના જ નથી રચયિતા કેવો ?
જ્ગત નથી તો ઈશ્વર ક્યાં?
ભૂત નહીં ત્યાં ભૂવો કૂણ?
ચૂડામણિ'માં અંતિમ સત્યની અગમ્ય વાણી શંકરાચાર્ય
“પારમાર્થિક સત્યમાં વાસ્તવિકતામાં નથી કોઈનો નાશ કે ઉત્પત્તિ, નથી કોઈ બદ્ધ કે કોઈ મુક્ત, નથી કોઈ મુમુક્ષુ કે ન સાધક.
न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधक: ।
न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ॥ ५७५ ॥ "
Page #104
--------------------------------------------------------------------------
________________
(૮૫) આવી વિચારણા તે જ આત્મવિચાર છે, જે મોક્ષનું દ્વાર છે અને જેનું લક્ષ્ય પણ મુક્તિ જ છે, આગળના શ્લોકમાં જે કહ્યું કે “વિવિધ સંવત્વ: વર્તા” અને “સર્વ માને છમ તે અજ્ઞાન અને સંકલ્પ રહે છે ક્યાં? તેવો પ્રશ્ન ઊભો થાય તે પહેલાં તેનું સમાધાન દશવિ છે. આ જ છે આપણી અમર, અજર પરંપરાનું અદ્ભુત શૈક્ષણિક લક્ષણ કે શિક્ષક, ગુર, આચાર્ય પોતે જ શંકા ઊભી કરીને તેનું નિદાન પણ કરે, અર્થાત ગુરૂ શિષ્ય થઈ પ્રશ્ન ઉઠાવે અને પછી ઉત્તર આપે જેથી વિદ્યાથીની સમજ તીવ્ર અને સ્પષ્ટ બને.
एतयोर्यदुपादानमेकं सूक्ष्मं सदव्ययम्।
यथैव मृद्घटादीनां विचार: सोऽयमीदृशः॥१५॥ ચ=જેવી રીતે પટાલીનામુ મૃત્ પર્વ ૩૫લાનમ્ = ઘડો [>, નળિયાં, કોડિયા) વગેરે
માટીનાં વાસણોનું ઉપાદાનકારણ
માત્ર એક માટી છે. एतयो: यद् उपादानम्
(તવી રીતે) આ બન્નેનું અર્થાત (સંકલ્પ અને અજ્ઞાનનું)
ઉપાદનકારણ સૂક્તમ્ સત્ અવ્યયમ્ = એક, સૂક્ષ્મ, સત્ અને અવ્યય છે.. - અચ : વિર: = આ પ્રમાણે વિચાર કરવો, તે જ
“વિચાર” છે. આપણે આ શ્લોક પૂર્વે વિચારસાગરમાં ડૂબકી મારી ચિંતન કર્યું અને સમજવાનો પ્રયત્ન કર્યો કે દુખ સંકલ્પનું જ કાર્ય છે. સંકલ્પથી જન્મેલ દર્દ આપણી બહાર નથી તેથી mતમાં તે દર્દીની શોધ કરી તેનું નિકંદન કાઢવાના પ્રયત્નમાં તો સરિયામ નિષ્ફળતા જ હાથ લાગશે. તેથી સંતો પોતાના અનુભવથી કહે છે કે તેનું મૂળ અંદર છે, જે “હું કર્તા-ભોક્તા છું તેવો સંકલ્પ” છે. જે મૂળને અંદર પોષણ-પુષ્ટિ મળતાં રહે તો બહાર
Page #105
--------------------------------------------------------------------------
________________
(૮૬) દદરૂપી પાંદડાં કે કાળાં કાપવાનો ક્યાં છે કોઈ અર્થ? વિચારતાં સમજાઈ જશે કે બીજામાં બીજાને લીધે આવેલ દુ:ખ અને દઈ આપણી જ વાસના, અપેક્ષા અને મહત્વાકાંક્ષાને લીધે ઉપડેલી મીઠી ખણખૂજલી છે. આ દદ-દુ:ખને ભસ્મીભૂત કરવા વિચારનો અરિ પેટાવવાની જરૂર છે જે ડાળાં-પાંદડાં સહિત મૂળને નિર્મૂળ કરી શકશે. ચાલો, વિચારાગ્નિને પેટાવીએ-પ્રગટાવીએ!
જેમ અનેક ઘરેણાંનું ઉપાદાન સોનું માત્ર એક છે અને માટીનાં વાસણોનું ઉપાદાન માટી માત્ર એક સતુ છે તેમ જ અનેક સંકલ્પો અને અજ્ઞાનનું ઉપાદાન નિ:શંક એક છે, સત્ છે, સૂક્ષ્મ અને અવ્યય છે.
___ एकं सूक्ष्मं सत् अव्ययम् इति અનેકનું કારણ એક છે તે તો સમજાયું, પણ હવે પુનઃ જાગે છે પ્રશ્ન કે અજ્ઞાન અને સંકલ્પનું રહેઠાણ કયાં? અને કઈ રીતે બન્ને એક જ સ્થળેથી જન્મે છે? તે સમજાય તો જ બન્નેનું ઉપાદાન એક છે તેવું સ્વીકારી શકાય. ઘણી વાર જીવનમાં એવું જ બને છે કે સમજાય ખરું પણ સ્વીકારાય નહીં અને જે સ્વીકારેલું છે તે સમજાયેલું નથી હોતું. કંઈ વાંધો નહીં. હું પ્રયત્ન કરું છું સમજાવવાનો. આપ સૌ આસ્તિક બુદ્ધિથી જ નહીં, પણ ગ્રાહ્યબુદ્ધિ સાથે ગુણગ્રાહ્ય દષ્ટિ રાખીને શ્રવણ કરે. સમજવું-સમજાવવું બુદ્ધિનું કાર્ય છે. સ્વીકારવામાં કે ઈન્કારવામાં તો અહંકાર આડો આવે છે. ચાલો, સારા શ્રોતા થઈ પ્રતિક્રિયારહિત મન વડે- વીથ ધ હેલ્પ ઓફ રિસેપ્ટિવ માઈન્ડ' સાંભળીએ નહીં પણ શ્રવણ કરીએ-નોટ ઓન્લી હિયરિંગ બટ લિસનિંગ’...સંકલ્પ અને અજ્ઞાનનું કારણ એક છે તે સ્પષ્ટ કરવા આપણે મનની અવસ્થાઓ જાણવી પડશે. કારણ કે સંકલ્પોનો પ્રવાહ મન દ્વારા જ અભિવ્યક્ત થાય છે.
મનને મુખ્ય બે અવસ્થા છે: ગ્રહણાત્મક અને અગ્રણાત્મક અને જે ગ્રહણાત્મક અવસ્થા છે તેની પુનઃ બે શાખા છે: યથાર્થ ગ્રહણ અને વિપરીત ગ્રહણ અથવા અન્યથા ગ્રહણ, જે નીચે મુજબ દર્શાવી શકાય:
Page #106
--------------------------------------------------------------------------
________________
अ
ગ્રહણાત્મક
અવસ્થા
'
અન્યથા(=વિપરીત
ગ્રહણ)
ગ્રહણ સ્વપ્નાવસ્થામાં થાય તે. જ્યાં જે વસ્તુ જ નથી છતાં દૃશ્ય છે.
જે રાત, દિવસ, સમય
અનુભવાય છે તે નથી છતાં વિપરીત ગ્રહણ થાય છે.
(07)
મન
ब
યથાર્થ ગ્રહણ
જાગ્રતમાં ગ્રહણ
થાય તે
ઇન્દ્રિયગમ્ય પદાર્થો અને માનવસર્જિત
સમય
અગ્રહણાત્મક
અવસ્થા
↓
અર્થાત્
મનની
શાંત
અવસ્થા
જે સુષુપ્તિ છે,
“જ્યાં કંઇ
ગ્રહણ નથી’ તેવું માત્ર
સ્મૃતિરૂપ
ગ્રહણ છે=જગત
કે સંસારનું
અગ્રહણ છે.
આવી મનની અવસ્થા સમજ્યા બાદ વિચારવાનું કે જ્યારે મન જાગૃતિ કે સ્વપ્નમાં જે કંઈ ગ્રહણ કરે છે તે સર્વ સંકલ્પથી જ ગ્રહણ થાય છે. જાગૃતિમાં હું પાપી, પુણ્યશાળી, મિલમાલિક, તવંગર, ગરીબ, ડૉકટર, એન્જિનિયર, નેતા, અભિનેતા, રૂપાળો, રૂપો છું તેવું જે કંઈ ગ્રહણ થાય છે તે સર્વ સંક્લ્પનું જ કારણ છે. પ્રથમ મેં સંકલ્પ કર્યો કે હું શરીર, અને વિકલ્પ ઉઠ્યો કે ‘ના ના-માત્ર શરીર નથી, કર્તા-ભોક્તા પણ છું. એટલું જ નહીં, શરીરભાવે નાનો, મોટો, યુવા કે વૃદ્ધ પણ હું જ છું. આમ, અનેક વિચારોને મેં ગ્રહણ કર્યા અને જે હું નથી તે તે સર્વ હું છું એવું ઠસાવી દીધું. આ તો જાગ્રતનું નાટક! પણ બીજો અંક શરૂ થાય સ્વપ્નમાં અને ત્યાં જે સમય, જે રૂપ, રંગ, દેશ વસ્તુ કે કાળ નથી તે સર્વનું વિપરીત ગ્રહણ પણ મનના સંકલ્પને જ આભારી છે. અને અંતે છેલ્લા-ત્રીજા અંકમાં “મને કંઈ ગ્રહણ નથી’-‘હું કંઈ જાણતો નથી’ ‘આઇ ડોન્ટ નો એનીથિંગ’ ‘અમ્ વિષ્મપિ ન નાનામિ તેવી અગ્રહણાત્મક
Page #107
--------------------------------------------------------------------------
________________
(૮૮)
વૃત્તિનું ગ્રહણ પણ સંકલ્પને જ આભારી છે અને સ્વરૂપના અજ્ઞાનની તેને સંમતિ છે. આમ, ત્રિઅંકી નાટકમાં વિચારવાનું કે નથી હું નાટક, નથી તેનું પાત્ર, નથી તેનું સ્ટેજ, નથી ત્યાં પ્રેક્ષકોની સંમતિ કે મતિ.
હું તો ત્રિઅંકી નાટકનો અદશ્ય, અસ્પૃશ્ય, અરંગ, અસંગ, નિ:સંગ, દ્રષ્ટા ' કે સાક્ષીમાત્ર છું. જો હું નથી તો નથી અન્યથા ગ્રહણ, નથી યથાર્થ ગ્રહણ કે નથી અગ્રહણ.
અથવું વિચારાગ્નિ પ્રગટાવવાના સંદર્ભમાં વિચારવાનું કે હું છું અધિષ્ઠાન ત્રણે અવસ્થાના આરોપનું હું જ છું આધાર સ્વપ્ન, જાગૃતિ અને સુમિનો; છું હું જ સવધાર મારા મનનો, મનના સંકલ્પોનો અને તેની યથાર્થ ગ્રહણ, વિપરીત ગ્રહણ કે અગ્રહણાત્મક અવસ્થાનો.
હવે વિચારવાનું કે.. જો હું નથી તો મન નથી, મન નથી તો કંઈ નથી ને છતાં “કઈ નથી' કહેનાર નથી તેવું નથી. સર્વનો ઈન્કાર કરનારનો ઈન્કાર થઈ શકે તેમ નથી. તેથી છું હું જ અધિષ્ઠાન સ્વપ્ન, જાગ્રત, સુમિનો, અરે, સ્વપ્નમાં સંકલ્પ જ ઘડે છે સર્જન.. તેનો હું જ્ઞાતા છું. જાગૃતિમાં વિધ્યદોડ છે સંકલ્પ જેનો હું સાક્ષી છું. આમ, સંકલ્પના જ્ઞાતા હું એક છું. ‘હમ્ સંકલ્પનો આધાર; મનને સત્તા પ્રદાન કરનાર સંત છું. “સતું હવે સમજાયું કે સુષુમિમાં... અગ્રહણનો, સુષુપ્તિમાં mતના અજ્ઞાનનો
Page #108
--------------------------------------------------------------------------
________________
(૮૯) જ્ઞાતા પણ હું જ છું. આમ, “સંકલ્પ” “અજ્ઞાનનો જ્ઞાતા હું અવ્યય છું... અવ્યયમ્ અને જ્ઞાનાને તો છું હું સાક્ષી... સંકલ્પ' અને મારા “અજ્ઞાન'નો. સંકલ્પ “અજ્ઞાન જીવે છે મારા પર. જેમ જીવિત છે સર્પ દોરી પર. આમ, મારા આરોપનો હું સાક્ષી સૂક્ષ્મ છું.. સૂક્ષ્મમ્ તેથી અજ્ઞાન, સંકલ્પનું ઉપાદાન હું.. કેવો છું?
હું “gવં સૂક્ષ્મ સવ્યયમ્” – એક, સૂક્ષ્મ, સત, અવ્યય છું તેમ જ મારે વિચાર કરવો જોઈએ.
તો જ સમજાય કે સંકલ્પ, અજ્ઞાનનું જે એક માત્ર કારણ છે તે મુજથી ભિન્ન નથી અને અનેકનું ઉપાદાન એક હોઈ શકે તેવું સ્વીકારવામાં વાંધો નહીં આવે.
જેવી રીતે દોરી ઉપર જે વ્યક્તિને સર્પ દેખાય છે તેને જ દોરીનું અજ્ઞાન પણ દેખાય છે. અર્થાત્ દોરીનું “અજ્ઞાન” અને સર્પનું જ્ઞાન એક જ વ્યક્તિને થાય છે. દોરીનું અગ્રહણ અને સર્પનું ગ્રહણ થાય છે તેનું કારણ એક જ છે. એટલું જ નહીં પણ ભ્રાંતિ નષ્ટ થતાં તે જ વ્યક્તિને પાછું દોરીનું ગ્રહણ થાય છે = અર્થાત્ દોરીનું જ્ઞાન થાય છે. આમ
દોરીનું જ્ઞાન = ગ્રહણ દોરીનું અજ્ઞાન = અગ્રહણ સર્પનું ભાન = વિપરીત ગ્રહણ
ત્રણેનું ઉપાદાન એક જ છે. ત્રણેનું કારણ માત્ર સત એક છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૯૦).
અને જે એક અને સત્ છે તે જ હું છું. તેવો હું કેવો છું? જ્ઞાનસ્વરૂપ, સર્વનો શાતા છું. માટે જ જાગ્રતમાં ગતનું ભાન (-યથાર્થ ગ્રહણ) મને જ થાય છે. સ્વપ્નમાં જ્યતનું (વિપરીત ગ્રહણ) શાન મને જ થાય છે.
સુમિમાં જ્જતના અભાવનું શાન (ગ્રહ) મને જ થાય છે. આમ યથાર્થ ગ્રહણ, અગ્રહણ, વિપરીત ગ્રહણનો શાતા એક જ છે. જાગ્રતમાં સંસારનું અસ્તિત્વ કે ભાવ છે તેવો આભાસ, સ્વપ્નમાં સંસારનો વિપરીત ભાસ કે સુમિમાં સંસારનો ભાસ-આભાસ ન થવો, આ બધું જે “સૂમ, વિ, સત્ સત્તામાં થાય છે, તે જ સત્તા અને ર્તિ અથતું અસ્તિત્વ અને ચૈતન્ય હું જ છું-તેમ વિચારવું, સમજવું અને સ્વરૂપને સ્વીકારવું
વિચારોહનમાં દોલત હાથ લાગી કે હું જ છું કારણ અજ્ઞાન’ અને સંકલ્પનું છતાં મુક્ત હું કર્ય-કારણથી એવું છું અધિષ્ઠાન એક હું આવી વિચારણામાં જે કોઈને શંકા થાય કે જે અજ્ઞાનનું કારણ હોય તે ઘોર અજ્ઞાની જ હોય અથવા જે સંકલ્પનું કારણ હોય તે તો સદાય પરિવર્તનશીલ જ હોવું જોઈએ... અને સંકલ્પો જેવી ચંચળતા જ તેના કારણમાં હોવી જોઈએ. આવી શંકાના સ્વીકારમાં થયો હું જ ચંચળ, વિકારી, અશાની,...પણ ભગવાન શંકરાચાર્યજી આવી સમસ્યા પેદા થતાં પૂર્વે જ તેનું દમન કરે છે અને જણાવે છે કે,
अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्ययः
તલનાત્ર સહો વિવાહ રોડયમી દાદા મજ વળી મહ : સૂમ =હું એક, સૂક્ષ્મ અને સાત સાત સત્ અ શાતા, સાક્ષી, સત્ અને અવ્યય છું. મન ન લેશે બાબતમાં સંદેહ કરવા જેવું નથી. : અચ : વિવાદ આવા પ્રકારનો વિચાર તે જ સાચી તત્વ
વિચારણા છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
(૯૧).
મોત, સાક્ષાત્કાર, આત્મજ્ઞાન, સ્વસ્વરૂપદર્શન, મુક્તિ કે અપરોક્ષાનુભૂતિના અંતિમ સાધન તરીકે વિચારની વિચારણા ચાલી હતી. તેના અનુસંધાનમાં વિચારમાળાનો આ અંતિમ અને પ્રથમ મેરુ જેવો મણકો છે.
અન્ન = સંક' વિચારણા સંદેહમુક્ત હોવી જોઈએ; શ્રદ્ધાયુક્ત હોવી જોઈએ; સ્પષ્ટતા અને સાતત્ય સંયુક્ત હોવી જોઈએ; કૃતિસંમત તદ્દી સશકત હોવી જોઈએ. તો જ તેને સવિચારણા કહેવાય, આત્મવિચારણા કહેવાય, તત્વવિચારણા કે વિવેકવિચારણા કહેવાય. જે વિચારમાં સાતત્ય અને સ્પષ્ટતા નથી, ચિંગિ વિધાઉટ ક્લેરિટી ઍન્ડ કન્સિસ્ટન્સી. તેના પાયામાં જ સદેહ છે અને તેને દિવાસ્વપ્ન કે “ટ્રિમિંગ” કલ્પના કહી શકાય, વિચારણા ક્કી નહીં.
માટે મુમુક્ષુએ વિવેક દ્વારા અનાત્મવિચાર ત્યાગી સદેહ સમાપ્ત કરી શ્રદ્ધાવાન થઈ વિચારવું કે.
'अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्यय : હવે અનુક્રમે વિચારણા આરંભીએ....
અ૪મુ : હું એક છું... એક, એક તો ઘણા હોય-સૂર્ય એક, પૃથ્વી એક વગેરે. પણ હું તેવો એક નથી. સૂર્ય જેવા તો અનેક તારા છે, પૃથ્વી જેવા અનેક ગ્રહ છે. હું માત્ર એક નથી પણ એક અને અદ્વિતીય છું. મારા જેવો બીજો નથી તેવો હું એક છું. માટે જ હું અદ્વિતીય છું. આઈ એમ નોનડયુઅલ સુપ્રીમ રિઆલિટી.
હું એક છું. અર્થાતુ અનેકમાં હું એક છું. માટે જ મારું મહત્ત્વ છે. વૈવિધ્યમાં એકતા તે જ હું એક છું છતાં અનેકમાં અભિન્ન હું અર્થાત્ ઐક્યમાં વૈવિધ્ય પણ હું જ છું. અનેમાં એકની શોધ છે, માટે જ શાસ છે. શ્રુતિ છે, ગુરુ છે. માટે જ મુમુક્ષુને મોક્ષ છે. તેથી જ નિર્દેશક અને નિર્દેશ છે. જયાં હેત છે તે તો સ્પષ્ટ છે, તેમાં પ્રમાણની. ગુરની શારાની જરૂર નથી. ભેદ તો નરી આંખે આંધળાને પણ દશ્ય છે. અનેકમાં એક અભેદતત્વ હું છું. તે સમજવા જ ગુરુ-શિષ્ય પરંપરાની જરૂર છે અને વેદ જેવી અનાદિ બ્રહ્મવિદ્યાની અનિવાર્યતા છે. મનું . હું એક છું કહેવાનો અર્થ જ એ થાય કે હું અપૂર્ણ
Page #111
--------------------------------------------------------------------------
________________
(૯૨) નથી-પણ પૂર્ણ છું. કદી કયાંય બે પૂર્ણ ન હોઈ શકે. તેથી હું એક તેનું ગંભીર રહસ્ય એ જ કે “હું પૂર્ણ છું.”
જે પૂર્ણ છે તે માત્ર એક અદ્વિતીય છે. પૂર્ણ અર્થાતું તેનાથી કંઈ ભિન્ન દૂર નથી. જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ તેનામાં સમાવિષ્ટ છે. અથાત્ જે કંઈ છે તે બધું પૂર્ણ દ્વારા આચ્છાદિત છે. “એવરીથિંગ ઍન્ડ એનીથિંગ ઈઝ પરેડ બાય નોનડયુઅલ રિયાલિટી અથવા પૂર્ણ દ્વારા સંપૂર્ણ ભ્રાંતિરૂપી સર્જન વ્યાપ્ત છે. સમજાવવા કહી શકાય કે કોઈ વસ્તુ આકાશથી બહાર નથી, સર્વ આકાશથી વ્યાપ્ત છે. તેથી સાપેક્ષ ઈષ્ટએ આકાશ પૂર્ણ છે. તારા, ગ્રહો, સૂયાં બ્રહ્માંડ માત્ર આકાશમાં જ છે. તેથી આકાશ દી બે ન હોય. જે બે આકાશ હોય તો બન્ને એકબીજાથી અપૂર્ણ થઈ જાય, મર્યાદિત થઈ જાય, અંતવાન થઈ જાય; અનંત ન હોઈ શકે. દૈતમાં બન્ને એકબીજાથી મર્યાદિત છે. ઈન ડયુઆલિટી બોથ આર લિમિટેડ બાય ઈચ અધર” તેથી વિચારવાનું કે હું “એક” તો છું જ, પણ “પણ” છું. અપૂર્ણતા મને સ્પર્શે તેમ નથી. મારામાં કંઈ ઉમેરી શકાય નહીં, ન તો કંઈ બાદ થઈ શકે, ‘એક’ માં જ્યાં અન્ય નથી ત્યાં કોણ ઉમેરે? અને ક્યાંથી લાવે? જે બીજું હોય તો ત્યાંથી ઉમેરણ લાવે! તેમ જ એકમાં જયાં બીજે દશ” નથી ત્યાં બાદ કરી મકે ક્યાં? અને તેવો પ્રયત્ન કરે કોણ? માટે જ કહ્યું કે જે એક
અને પૂર્ણ છે તેમાં જે કંઈ ઉમેરીએ તો પણ તે પૂર્ણ જ રહે, વધે કે નહીં અને કંઈ બાદ કરતાં ઘટે નહીં પૂર્ણ જ રહે. કારણ કે ઉમેરવાની વસ્તુ પણ પૂર્ણમાંથી લેવી પડે અને તેમાં જ ઉમેરવી પડે. અર્થાત બાદ કરવાનું કે ઉમેરવાનું ત્યાં શક્ય જ નથી. જેમ કે “લિમિટલેસ માઈનસ વન મિલિયન ઇકવલ ટુ લિમિટલેસ અને લિમિટલેસ પ્લસ ટેન મિલિયન ઈકવલ ટુ લિમિટલેસ.” આમ, અનંતમાં ઉમેરવાથી કે બાદ કરવાથી કોઈ ફેરફાર થતો નથી. તેથી હું એક, અતિીય અને એવું પૂર્ણ તત્વ છું કે જેમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી.
આઈ એમ ચેલેસ એન્ટિટી આવી તત્વવિચારણામાં સ્પષ્ટ થાય છે કે જે હું એક એટલે પૂર્ણ છું, તો પછી મારું એક શરીર પડે કે હાર પડે, અત્યારે તત્કાળ પડે કે હજારો વર્ષ પછી પડે, મારી પરિપૂર્ણતામાં શરીરની જ્યાં ભ્રાંતિ જ નથી, ત્યાં ક્યાં હોય શોક! ક્યાં રહે શરીરનો મોહ? આ શરીર ગમે તેટલાં વર્ષોનું કેમ ન હોય! ઘણા યોગી, મહર્ષિ
Page #112
--------------------------------------------------------------------------
________________
(૯૩)
સંતો, લાંબા આયુષ્યના વહેમમાં જીવે છે. અરે, જ્યાં હું પૂર્ણ છું, અનંત છું, ત્યાં લાંબી આયુ મને ક્યાં આંબી શકે? અને હું તો અપરિવર્તનશીલ એક છે. શરીરને વૃદ્ધિ અને વિકાર છે, પરિવર્તનશીલતા છે, તેનો મને મોહ ક્યાં? છતાં આજે પૂજાય છે ભ્રાંતિ. “જોયું ને એમની ઉમર તો વરતાતી જ નથી! કોઈ ૪૦૦, ૫૦૦ હે છે. એ તો યોગી છે.” “આટલી મોટી ઉમરે પણ જોયું ને મુખનું તેજ!-એક કરચલી નથી માં પર!” આવા સૌ હાડ, માંસ અને શરીરના આકારને જ જોનારા, ચામડીને, જ ભાખનારા, ઋષિ અષ્ટાવકની ભાષામાં તો ચમાર માત્ર છે. તેઓ પોતાની પૂર્ણતા, એકતા, અદ્વિતીયતા ગુમાવી બેઠા છે. માટે વિચારવું કે હે પ્રભુ, મને આકારથી મુક્ત કર, દેહથી ભિન્ન કર, રૂપની અનેકતાથી અલગ કરી અને “સ્વ” સ્વરૂપની એકતા, પૂર્ણતા, અભેદતાથી એક કર, કારણ કે હું એક અતિય આત્મતત્વ છું.
મદમ્ સૂક્ષ્મ.. હું સૂક્ષ્મ છું.’
હું સૂક્ષ્મ છું એટલે હું સૌથી મહાન છું તેવો ગૂઢાર્થ આ નાના વાક્યમાં અભિપ્રેત થાય છે. શ્રવણ કરતાં આશ્ચર્ય થાય તેવી આ વાત છે છતાં હકીકત છે. તેથી કોઇએ લઘુતાગ્રંથિથી પીડાવાની જરૂર નથી. જે સૂક્ષ્મ થઇ શકે તે જ સર્વવ્યાપ્ત થઈ શકે. તેથી વિચારવું કે હે પ્રભુ, જે નાનો છું તો મને એટલો નાનો બનાવ કે મારાથી નાનું કોઈ ન હોય, હું એટલો સૂક્ષ્મ થાઉં કે સૃષ્ટિના કણ કણમાં, ગગનના અંગેઅંગમાં સમાઈ જાઉં. વ્યાપક થવા માટે સૂક્ષ્મતા એક જ રસ્તો છે. અને ખરેખર તો
જ્યાં કોઈ રસ્તો જ નથી તે જ મારું અંતિમ લક્ષ્ય છે. મારો આત્મા સર્વવ્યાપ્ત છે, ક્યાંય નથી તેવું નથી. અરે, જેને હું મારો આત્મા’ કહું છું તે જ હું છું. તે માત્ર જડ, મૃત શરીરની સીમાઓમાં જ કેદ નથી; તે અતિસૂક્ષ્મ, નામ-આકારની પેલે પાર છે તેવું સમજાતાં સ્પષ્ટ થાય છે કે..
હું સૂક્ષ્મ છું. જેમ આકાશ સૂક્ષ્મ છે, માટે સર્વવ્યાપ્ત છે. હું તો આકાશથી પણ સૂક્ષ્મ છું. આકાશનું પણ કારણ છું. તેથી આકાશથી પણ મહાન હું વિરાટનો વિરાટ છું.
Page #113
--------------------------------------------------------------------------
________________
(૯૪) જે જે સ્થૂળ શરીરધારી છે તે એક સ્થળે છે. ગુરુ જેવા ગ્રહ કે સૂર્ય પણ કોઈ સ્થળમાં છે. હું નિરાકાર છું માટે સ્થળ-દેશમાં કેદ નથી. આકાર સૌ દ૨ય છે. હું અદશ્ય સૂક્ષ્મ તત્વ છું. હવે સમજાયું કે સૂક્ષ્માતિસૂક્ષ્મ હું તેથી સર્વવ્યામ હું સર્વવ્યાપ્ત હું માટે જ નિરાકાર હું. નિરાકાર છે તેથી તો અદશ્ય હું અદશ્ય એવો છું કે આંખનો અવિષય હું હું વિષય નથી તેથી જ વિશેષણોથી મુક્ત હું. અનામી હું, છતાં સૂક્ષ્મ કહી ઓળખે સૌ. મને માપવા, મારી સૂક્ષ્મતાને આંકવા છે માત્ર રસ્તો એક. લોકોએ મને માર્યું લેબલ એક સર્વવ્યાસ.” હું સર્વવ્યાપ્ત મારી સૂક્ષ્મતાને માણવા.
મારી ક્ષિતિજોને આંબવા વ્યાપકતાનું પરિમાણ શોધાયું. જે સૌથી વધુ વ્યાપક તે જ સૌથી સૂક્ષ્મ હોઇ શકે અગર સૂક્ષ્માતિસૂક્ષ્મ જ સર્વવ્યાપક હોઈ શકે. આમ, લેબલ મારવાની સુટેવવાળા સમાજે મને અજાણતાં કહ્યું, “હું સૂક્ષ્મ છું.” પણ રહ્યો હું વિચારક. સમજી ચૂક્યો કે આ તો mતની સમજાવવાની એક ભાષા છે, જેમાં મર્યાદા છે. હું વાચાતીત, અમર્યાદિત તત્ત્વ છું. ‘સૂક્ષ્મ” શબ્દ પણ કોઇના સંદર્ભમાં વપરાય તો હું સાપેક્ષ થઈ જાઉં પણ વિચારતાં સમજાયું કે હું સૂક્ષ્મ, સર્વવ્યાસ, અદ્વિતીય એવો એક છું. mતની સાપેક્ષ પરિભાષાથી મુક્ત નિરપેક્ષ તત્વ છું.
અહમ્ જ્ઞાતા હું જ્ઞાતા છું. વિચારણા કેવું અદ્ભુત અમોઘ શસ છે કે જેના દ્વારા મારી લઘુતાગ્રંથિનું વિણ પ્રયત્ન છેદન થઈ ગયું. મને તો એમ કે હું કંઈ જાણતો નથી. અજ્ઞાની, મૂઢ, અલ્પમતિ છું. અમોઘ શસ્ત્રના સાન્નિધ્યમાં આજે સમજાયું કે મારી આવી ધારણા જ સાબિત કરે છે કે હું મારી મહતાનો, મારા અશાનનો, મારી અલ્પમતિનો જ્ઞાતા છું, અર્થાત્ હું જાણનાર છું. નથી હું અજ્ઞાન કે નથી અજ્ઞાન મારું, જે તેવું કહે છે તે મન અને બુદ્ધિનો પણ હું શાતા.. અહા! આ જાણતાં જ હું ઉછળ્યો અનંતમાં! અરે,
Page #114
--------------------------------------------------------------------------
________________
(૫) મારી અંદર જ કૂદીને હું મને સંસ્પર્શ કરી શક્યો. જેમ સૂર્યન અંધકારનો પરિચય જ નથી • તેમ હું તો શાનસ્વરૂપ છું. ક્યાં છે મને સ્પર્શ અજ્ઞાનનો! ના મને પરિચય મૂઢતાનો, મુખતાનો, અજ્ઞાનનો. એ તો જેમ સૂર્યપ્રકાશના અભાવને લોક અંધાર કહે છે. તેમ જ “સ્વ” સ્વરૂપાનુભવના અભાવમાં જ લોકો પોતાને અજ્ઞાની કહે છે, “સ્વ” સ્વરૂપના સાથ ને સંગાથમાં, તેના દિવ્ય પ્રકાશમાં હું સાક્ષાત્ શાન છું. આઈ એમ અવેરનેસ, કૉન્સિયસનેસ. હું નિત્ય ચૈતન્ય છું. ચૈતન્યઘન એવો હું સર્વનો જ્ઞાતા છું. મારા માટે કયારેય કાંઇ પણ અજ્ઞાત અને અનભિન્ન નહોતું, નથી, નહીં રહે એવો નિત્યચૈતન્યસ્વરૂપ હું જ્ઞાતા છું સમસ્ત બ્રહ્માંડનો અને બ્રહ્માંડ મારા માટે શેય વિષય છે. જે જે શેય છે તે તે દૃશ્ય, સાકાર અને આદિ - અંતવાળું છે. જ્યારે હું અદશ્ય, નિરાકાર, અનાદિ અનંત, સર્વનો જ્ઞાતા છું.
જેનો હું જ્ઞાતા છું, જે મારા માટે શેય છે, તેથી તદ્દન ભિન્ન હું... અને સૌ દશ્ય અને તમામ શેય પદાર્થોનો પ્રકાશક જ્ઞાનસ્વરૂપ હું.
ત્રણ અવસ્થાઓ-જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ-નો;
ત્રણ શરીરો-સ્થૂળ, સૂક્ષ્મ, કારણ-નો;
ત્રણ ગુણ-સત્વ, રજન્સ, તમસ-નો; પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, પંચમહાભૂત-અને જ્યાં ; જ્યાં પંચ-નો પ્રપંચ હોય તે સર્વ દશ્યપ્રપંચનો જ્ઞાતા હું જ છું. ત્રણ-ત્રણની ત્રિપુટી ભલે પછી તે દશ્ય, કટા, દ્રષ્ટિ કે જ્ઞાતા, જ્ઞાન, શેય હોય -હું તેવી ત્રિપુટીનો જ્ઞાતા-તમામ ત્રિપુટીથી ભિન્ન અસ્પૃશ્ય તત્વ છું. જ્ઞાનસ્વરૂપ હું, માટે જ સર્વનો જ્ઞાતા અને સર્વને સ્કૂર્તિ = ચૈતન્ય પ્રદાન કરનાર હું અજર, અમર, અનામી, અભેદ, અભય, અનંત, સર્વજ્ઞ, જ્ઞાનસ્વરૂપ સર્વનું અંતિમ અદ્વૈત લક્ષ્ય હું.
૬ તાલી”. હું સર્વનો સાક્ષી છું. આ તો પારમાર્થિક વિચારણા ચાલે છે, ત્યાં વ્યાવહારિક કોઈ પ્રસંગના સાક્ષીની વાત નથી, નથી કોઈ ઘટના કે બનાવના સંદર્ભમાં સાક્ષી કોઈ. પણ આત્મવિચારમાં વિચારનો કે જે કોઈ ઘટના, પ્રસંગ, બનાવ સર્જાય છે તે સૌ સમયની અંદર બને છે તે સમયનો, કાળનો હું સાક્ષી છું, અર્થાત નથી હું સમયમાં, નથી સમય મારામાં. હું કાળથી ભિન્ન તેનો સાક્ષી છે. તેથી જ હું સમયથી મુક્ત છું. સમયની પેલે પાર હું આઈ. એમ કહી ફોમ ટાઇમ. નથી હું સમયમાં આવ્યો, નથી સમયમાં જવાનો;
Page #115
--------------------------------------------------------------------------
________________
(૯૬)
પણ સમયમાં જન્મનારાં અને મરનારાં તમામ શરીરોનો હું સાક્ષી છું. આ છે પારમાર્થિક વિચારણા. સાક્ષી એટલે શું? હું સાક્ષી “સમય” કે ‘કાળા’નો, તેથી કાળ” યમરાજનો પણ હું સાક્ષી છું. માટે “આયુષ્યથી મુક્ત હું મને આયુ કે ઉમર કેવી? તે તો શરીરની છે. તો પછી વર્ષગાંઠ કેવી! તે તો આરોપની છે. તો પછી સંતો, મહંતો, ધર્મધુરંધરોનો પણ જન્મદિવસ, પુણ્યતિથિ ઉજવાય છે, ઉત્સવ મનાવાય છે તે શું? અરે ભાઈ! આ તો આરોપના, પડછાયાના, શરીરની ભ્રાંતિના ઉત્સવોને ભ્રાંતિમાં જ સાચા માની ભ્રમણામાં બધું ઉજવાય છે અને અજાણ્યે જ જન્મ મૃત્યુના પરિભ્રમણને આવકારાય છે. મુમુક્ષુએ, વિચારકે વિચારવું કે હું તો કાળનો સાક્ષી, તો નથી મારે આયુ કે ઉમર, તો કેવી મારી પુણ્યતિથિ કે ક્યાં રહી કોઈ પાપી તિથિ? અરે! શરીરમાત્ર છે અતિથિ ધરતી પર. તિથિ, અતિથિ નિર્ભર છે કાળ પર! હું તો કાળનો પણ કાળ. તેથી નથી કાળ સાચો. અરે, નથી મારે યુવાની કે વૃદ્ધત્વ. હું અજન્મા નિત્ય શાશ્વત છું.
સાક્ષીનું જે “સાક્ય છે તે કદી સત્ય નહોતું નથી અને નહીં રહે, તો પછી શરીરસાશ્ય જ ખોટું છે તો તેની આવવાની તિથિ ક્યાંથી સાચી હોય? અને જવાની પણ સત્ય નથી. અરે ભ્રાંતિમાં વળી પૂણ્યતિથિ કેવી? અને અપુણ્ય કેવી? હું તો પાપ-પુણ્ય, સુખ-દુ:ખ, આદિ-અંતનો સાક્ષી છું તેટલું જ નહીં પણ અતિથિ થઇ શરીરમાં રહેલા જીવનો પણ સાક્ષી હું જગતનો પણ સાક્ષી અને જગતí ઇશ્વરનો પણ સાક્ષી છું. માટે જ જીવ, mત, ઈશ્વર મારા માટે સાક્ય છે, સત્ કદી નહીં હું ભિન્ન છું ત્રણેથી, માટે જ અધિષ્ઠાન છું જીવ, જગતુ અને ઈશ્વરનું સાક્ષી...હું માત્ર કાળનો જ સાક્ષી નથી, પણ દેશનો પણ સાક્ષી છું, અર્થાત્ “આઈ એમ વિટનેસ ઓફ ટાઈમ ઍન્ડ સ્પેસ.” તેથી દેશથી મુક્ત હું અર્થાત્ એક સ્થળે દેશમાં સ્પેસમાં હું જન્મ્યો નથી; શરીર જન્મેલું છે. ઘરના ખૂણામાં કે દવાખાનાના ઑપરેશન થિયેટરમાં - અરે, સુવાવડખાતામાં જે જીવનું ખાતું ખૂલેલું તે નથી જીવ હું, નથી શરીર હું નથી તે જન્મનું સ્થળ છે છતાં બધે જ ફોર્મ ભરવા માટે પ્રશ્નો હોય છે કે “પ્લેસ ઓફ બર્થ - જન્મસ્થળ અને બીજા કોલમમાં પ્રશ્ન હોય બર્થ ડેઇટ’ - ‘જન્મ-તારીખ હવે હું કેમ સમજાવું કે નથી મારે જન્મ, કારણ, હું કાળનો સાક્ષી છું; નથી મારે જન્મસ્થળ, કારણ, હું દેશનો સાક્ષી
Page #116
--------------------------------------------------------------------------
________________
(૯૭)
શું કરું! મને સમાજે એવા પ્રશ્ન પૂછવા! અને જેવા ને તેવા જવાબ અપાયા. મને જો હું ભૂલથી આભાર માનું તો જ મારે જન્મ, અને જે જન્મ મારો તો જ મારે જન્મસ્થળ અને જે એક સ્થળે આવ્યો તો નિશ્ચિત બીજા સ્થળે પડવાનો. પણ મને સમજાયું કે હું તો દેશનો સાક્ષી. તેથી દેશમાં હું આવ્યો નથી, દેશમાં કોઈ સ્થળે પડવાનો નથી. જે આકાર, સાકાર છે તે જ દેશની કેદમાં કેદ છે. ઓલ ફોર્મ્સ આર લિમિટેડ બાય સ્પેસ. એનીથિંગ વિચ ઇઝ બાઉન્ડ બાય સ્પેસ ઇઝ નથિંગ બટ ફર્મ. પણ હું તો નિરાકાર છું, અજન્મા છું, દેશની ક્ષિતિજો, સરહદોનો સાક્ષી છુંમાટે જ દેશથી, કાળથી મુક્ત છું.
આ સાલી.રખે કોઈ માને કે હું દેશ-કાળનો સાક્ષી છું તેથી વસ્તુમાં-ઓજેકટમાં કેદ છું. હું તો “વસ્તુનો પણ સાક્ષી છું. અર્થાત્ હું વિષયનો સાક્ષી અવિષય છું. ઈક્સિ, મન અને બુદ્ધિનો જે વિષય કે વસ્તુ છે તેમાં તો ભેદ છે, એક આકાર બીજા આકારથી જુદો છે, એક વસ્તુ બીજાથી ભિન્ન છે; પણ હું તો સર્વનું કારણ-સર્વ કાર્યથી અભિન્ન છું. ભિન્નતા અને ભેદનો સાક્ષી હું ભેદથી એક કઈ રીતે હોઇ શકે? ભિન્નતા તો સાક્ય છે તેથી તે સતું નથી અને અસત્ વસ્તુનો સાક્ષી સતુ હું. અને સાક્ષી જ માત્ર સત્ છે, કાળથી પર છે અને કહેવું હોય તો ત્રણે કાળમાં છે. અને સત્ એટલે જ કે જે દેશ, કાળ, વસ્તુથી મુક્ત હોય, અપરિચ્છિન્ન હોય અને જે એવું અપરિછિન છે તે જ છે સાક્ષી ત્રણેનું...અને એવું છે કોણ? મારા સિવાય બીજું કોણ હોઈ શકે?
છું હું જ વસ્તુનો સાક્ષી. માટે મારામાં નથી સ્વગત, સ્વજાતીય કે વિજાતીય ભેદ. હું અભેદ, અભય છું. ભેદમાં જ ભય! જે અભેદ, તે અભય. આમ, હું સાક્ષી દેશ, કાળ વસ્તુનો. પણ યાદ રાખીએ કે નથી કોઈ સાક્ષી મારો.
સાલીનો સાક્ષી કોઇ નથી. - છું હું સાક્ષી મારો;
માટે જ હું એક અદ્વિતીય છું. માત્ર એક વેદાન,
Page #117
--------------------------------------------------------------------------
________________
(૯૮). ફક્ત યુતિ, બસ સ્મૃતિ જ અદ્વિતીયત્વ પ્રતિપાદન કરી શકે તેમ છે.
અહં સત્ અવ્યય: હું એક સાક્ષી સમયનો તેથી જ સત્ છું. હું હતો, છું અને રહેવાનો એવું શાશ્વત અસ્તિત્વ હું, હું સત્ શાશ્વત છું તેથી મારો વ્યય થઈ શકે નહીં. તેથી અવ્યભિચારી, અચળ, નિશ્ચળ, અવ્યય, આત્મતત્ત્વ હું..
નથી વ્યય મારો દેશમાં, નથી કાળમાં અને હું નિરાકાર તેથી નથી વ્યય વસ્તુમાં નથી મારો અંત દેશ, કાળ કે વસ્તુ દ્વારા, તેથી અનંત હું... અનંત છું માટે જ અવ્યય છું. આમ, વિચારણાના અમોધ શસે ક્ય સંહાર મારા સર્વ સંશયોનો કે અનેક હું સ્કૂળ હું, અજ્ઞાની હું, સમયમાં કેદ હું અસ અને વિનાશી છું. આવી તમામ ભમાણાને ભસ્મીભૂત કરી મેં મારા વિચાર દ્વારા. જગતના ઉપાદાન કારણ માયાને મારી, તેના ત્રણે ગુણને બાળી, તેની નિશાની રૂપે ભસ્મના ત્રણ લીટા કપાળે કર્યા છે કે હું જ છું દશ્યપ્રપંચનો સંહારક, છું હું જ અજ્ઞાન વિનાશક, છું હું જ દેશ, કાળ અને વસ્તુને દફનાવનાર... એવો હું કેવો? કોઇ મારો સાક્ષી ન બને તેવો હું.
એક, સૂમ, શાતા, સાક્ષી, સત, અવ્યય છું __ "अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्ययः" આવો બ્રહ્મવિચાર, આત્મવિચાર, સ્વરૂપવિચાર જે કોઈ કરી શકે છે તે પરમ ભાગ્યશાળી છે. સૉંથોએ તો આવા ચિંતન-મનન અને વિચાર કરનારની સ્તુતિ કરતાં કહ્યું કે “જે પુરુષ ક્ષણમાત્ર પણ બ્રહ્મ સંબંધી (આત્માના) વિચારમાં સ્થિરતા રાખે તે પુરુષે સકળ તીર્થના જળમાં સ્નાન કર્યું છે એમ સમજવું; તેણે સકળ પૃથ્વીનું દાન કર્યું એમ સમજવું. તેણે હજારો યજ્ઞ કરી સર્વદવોનું પૂજન કર્યું છે એમ સમજવું અને તેણે પોતાના પિતૃઓનો ઉદ્ધાર પણ કર્યો છે તે પુરુષ ત્રણ લોકમાં વંદનીય છે.”
स्नातं तेन समस्त तीर्थसलिले; सर्वाऽपि दत्ताऽवनि:! यज्ञानां च सहस्रमिष्टमखिला; देवाश्च संपूजिता:!! संसाराच्च समुद्धृता: स्वपितरस्-त्रैलोक्यपूज्योऽप्यसौ! यस्य ब्रह्मविचारणे क्षणमपि; स्थैर्य मन: प्राप्नुयात्!!
Page #118
--------------------------------------------------------------------------
________________
(૯૯ )
અજ્ઞાન પરિચય
હવે ગ્રંથ નવો પંથ લે છે. આ પૂર્વે આત્મવિચાર કેમ કરવો તે સમજાવવાનો પ્રયત્ન થઈ ગયો. હવે પછી શ્લોક ૧૭થી ૨૧ સુધી આત્માની દેહ સાથે તુલના કરી અજ્ઞાન એટલે શું તે સમજાવવા ગ્રંથે પોતાના પ્રવાહને વેગ આપ્યો છે.
आत्मा विनिष्कलो ह्येको देहो बहुभिरावृतः । तयोरैक्यं प्रपश्यन्ति किमज्ञानमतः परम् ॥ १७ ॥
આત્મા વિનિતઃ ફ્રિ ઃ= =(આત્મા કળારહિત એક છે) આત્મા નિરવયવ એક છે,
બેઠ: વૃમિ: આવૃત:-દેહ અનેક અવયવો અને આકારોથી ઘેરાયેલ છે.
તયો: મૈવયં પ્રશ્યન્તિ=(પણ) લોકો આ બન્નેને એક સમજે છે અર્થાત્ દેહ એ જ આત્મા છે’ તેમ માને છે,
અત: પમ્ અજ્ઞાનમ્ વિજ=આનાથી વધુ મોટું અજ્ઞાન કર્યું ?
અહીં એક વાત સ્પષ્ટ છે કે દેહમાં અનેકતા છે અને આત્મા -જેના જેવો બીજો નથી તેવો એક છે. પ્રથમ દેહની અનેક્તાનો વિચાર કરતાં સમજાય છે કે દેહ ત્રણ છે. (૧)સ્થૂળ શરીર (૨)સૂક્ષ્મ શરીર (૩)કારણ શરીર
-
સ્થૂલ દેહ (ફીઝિકલ ગ્રોસ બોડી)-જે આકાર સાથે જન્મે છે અને મૃત્યુ પામે છે તેને નામ અપાય છે અને નામધારીનો નાશ થાય છે. આ સ્થૂળ દેહમાં હૃદય, ફેફસાં, મગજ, જઠર, આંતરડાં એમ અનેક અવયવ છે, તેમાં અનેક તંત્રો પણ છે; પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે.
આમ સ્થૂળ દેહની અનેકતામાં શંકા નથી. દેહની અંદર પણ અનેકતા અને દેહમાં પણ વિભિન્નતા. દેહના આકાર જુદા, તેમના રંગ જુદા, તેમનાં નામ અનેક. અરે! ઊંચાઈ, વજન અને સ્વભાવની ભિન્નતાથી ક્યાં આપણે અપરિચિત છીએ?
સૂક્ષ્મ શરીર (સટલ બોડી)-સૂક્ષ્મ શરીર જેને ડાઘુઓ ઉપાડી લઈ જતા નથી પણ વાસનાના સમૂહુરૂપે તે નવા ગર્ભમાં પ્રવેશ કરી કર્માનુસાર સુખ-દુ:ખ
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
| ભોગવવા વારંવાર જન્મ લે છે. આ સૂક્ષ્મ શરીરમાં પણ અનેકતા છે. તે કુલ ૧૭ અવયવોનો સૂક્ષ્મ સંધ છે. પાંચ જ્ઞાનેન્દ્રિય + પાંચ કર્મેન્દ્રિય + પાંચ પ્રાણ + મન બુદ્ધિ. સૂક્ષ્મ શરીરને લિંગદેહ પણ કહેવાય
કારણ શરીર (કોકલ બોડી)-કારણ શરીર અર્થાત જે સ્થળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે. તેને અજ્ઞાન પણ કહી શકાય. આમ એક જ શરીરમાં ત્રણ શરીરો તે જ અનેકતા છે.
આમ વિચારતાં શરીરની અંદર પણ અનેક્તા અને શરીરોમાં પણ ભિન્નતા જોવા મળે છે. જ્યારે આત્મા તો એવો એક છે કે તેના જેવો બીજો નથી માટે તો તેને અદ્વિતીય કહે છે. હવે આ અનેકતાથી ઘેરાયેલ શરીરને કોઈ આત્મા સમજે તે તો ઘોર અજ્ઞાન જ કહી શકાય. એક અનેક કઈ રીતે થાય અને અનેકને કેવી રીતે એક સમજી શકાય?
જે આત્મા અને દેહ પરસ્પર વિર૮ ધર્મવાળા છે તેનું ઐક્ય સંભવી શકે તેમ નથી. છતાં આ તો ભાઈ, ભેળસેળનો જમાનો! ગાય-બકરીની ચરબીને લોકો ઘી સમજી ખાવા લાગ્યા, ભગવાનનો પણ ડર નથી તેવા દુષ્ટ, પાપી વેપારીઓ ઘીમાં સસ્તી ચરબી ભેગી કરી વેચવા લાગ્યા...મરચાંમાં લાકડાનો રંગીન વહેર, પાપડમાં મરીને બદલે પપૈયાનાં બી એવું તો કંઈક ભેગું કરાયું. અજ્ઞાનથી લોકોએ ખાધું ભેળસેળના જમાનામાં વગર ખર્ચે જે અનામી, નિરાકાર, નિરવયવી, એક આત્માને શરીર જોડે ભેળવી શકાય તો કોણ અટકે? અને શરીરને આત્મા જ જાણી અમરતાનો આનંદ મફત મળે તો કોણ છોડે? આપણે યાદ રાખીએ કે શરીરને જ આત્મા માનવું તે તો આરોપને અધિષ્ઠાન સમજવા જેવું સપને દોરી માનવા જેવું, છીપને ચાંદી સમજવા જેવું પડછાયાને “સ્વસ્વરૂપ માનવા જેવું પથ્થરને હીરો અને પિત્તળને સોનું સમજવા જેવું છે. અને તેવી જ રીતે આત્માને શરીર માનવું તે અધિષ્ઠાનને આરોપ, દોરીને સર્પ, હીરાને પથરા, સ્વરૂપને પડછાયો અને સોનાને પિત્તળ સ્વીકારવા જેવું જ અજ્ઞાન છે. આવા અજ્ઞાનથી જ વારંવાર આપણે સ્મશાનમાં વિરામ લઈએ છીએ અને ગર્ભમાં આરામ કરીએ છીએ. અનેક યોનિઓમાં પ્રવેશ કરીએ છીએ. પુનઃજન્મના દરવાજે
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
ફ્તાર કરીએ છીએ.
આત્મા વિનિા: --આત્મા નિરવયવ છે.
" विनिष्कलो विशेषेण निर्गतकलो निरवयव इत्यर्थः "
તાનો અર્થ જે ‘કાળ’ કરીએ તોપણ ‘કાળ’ અને કણ કણથી બનેલો દેહ તે બન્ને શરીરને જ છે, આત્માને નહીં. માટે આત્મા વિનિવૃત્ત તેવું કહ્યું છે.
હું શરીર છું અથવા આત્મા જ શરીર છે તેવી ઘોર ભ્રાંતિ જ વ્યક્તિને અજ્ઞાનના ઘનઘોર અરણ્યમાં ઘસડી જાય છે. ‘હું શરીર છું” તેવી માન્યતા જ મને ‘પાપી, પુણ્યશાળી' બનાવે છે, ‘નાનો મોટો' ઘડે છે, ‘સુખી, દુ:ખી' સર્જે છે. શરીરભાવની ભ્રમણા જ આપણને જડ બનાવે છે. આપણે તો ચૈતન્યઘન કે ચેતનના સમુંદર છીએ....છતાં અજ્ઞાનથી મોતના ચક્કરમાં ડુબીએ છીએ. રખે આપણે માનીએ કે આપણે ચેતન વ્યક્તિ છીએ, પરંતુ સાક્ષાત્ ચૈતન્ય જ આપણું સ્વરૂપ છે. ચૈતન્ય તત્ત્વ કે સત્ત્વ જ મારું અલૌકિક રૂપ છે.
આત્મા અને દેહને ભિન્ન કરવાની દિશામાં પ્રયાણ કરવું તે જ આત્મવિચારણા, તે જ પંથ છે પાવન સાક્ષાત્કારનો, તે જ સ્વરૂપ ખોજની આંતરઝંખના છે. આત્મા અને દેહ અજ્ઞાનથી ખૂબ ભળી ગયા છે. તેમને છૂટા કરવા નીચેની રીતો વિચારીએ.
ગતમાં માત્ર બે જ વસ્તુ છે:
(૧)જ્ઞતા, (૨)જ્ઞેય. (૧)જ્ઞાતા અર્થાત્ જાણનાર, (૨)જ્ઞેય અર્થાત જાણવાની કે જણાયેલી વસ્તુ. જ્ઞાતા એક છે અને જ્ઞેયમાં અનેા છે. જે જ્યુ છે તે કદી શાતા નથી અને જે ચેતન છે તે કદી જ્ઞેય થઈ શકે નહીં. અર્થાત્ ઇન્દ્રિયનો વિષય કે વસ્તુ થઈ શકે નહીં. શાતા એટલે જ આત્મા, જે દરેક વ્યક્તિમાં ‘હું, અહમ, ‘આઈ” મેં તરીકે જાણીતો છે અને ‘હું' જે જાણું છું તે ‘આ’, મ્, “ધીસ', ‘હ' કહેવાય છે. આ ઘર, આ વૃક્ષ, આ પર્વત, આ આંખ, આ શરીર, આમ જે મને જણાય છે, જેને હું જાણું છું તે મારા માટે શેય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) જે જે શેય પદાર્થ છે તે જ છે. જે જે “લ છે તેમાં અનેકતા છે. જે જે અનેકરૂપે છે તેને શાતા “અમે છે. “મણે માત્ર એક છે. અર કે હું એ જ શાતા. હું શાતા ચેતન છું. “આ દેહ જડ છે. હું અપરિવર્તનશીલ છું. “આ દેહ વિકારી છે. સ્વપ્નદ્રષ્ટા હું દમ , સ્વપ્નસૃષ્ટિ આ દ્ધ છે. હું સ્વપ્નનો શાતા છું, સ્વપ્નસૃષ્ટિ શેય છે. હું રહું છું; સ્વપ્નસૃષ્ટિ ચાલી જાય છે. હું આવતો-જતો નથી; “આ” “તમે સર્વત્ર આવે-જાય છે. હું શાતા શાનરૂપે રહું છું; શાનમાં ‘આ’ mત રહેતું નથી. ‘મહ હું બ્રહ્મ છું. “આ” “ સર્વ ભ્રાંતિ છે. શરીર સૌ ‘આ’ “લ છે.
૫ ‘આ’ શેય છે. ભ્રાંતિ છે. ભ્રાંતિ કદી બ્રહ્મ થઈ શકે નહીં. છતાં શરીરને જે આત્મા માને, ભ્રાંતિને બ્રહ્મ જાણે, કદી તે શાનિ હૃદયમાં ન આણે.
आत्मा नियामकश्चान्तर् देहो बाटो नियम्यकः।
तयोरक्यं प्रपश्यन्ति; किमज्ञानमत: परम्॥१८॥ માત્મા નિયામક = અના:આત્મા નિયામક અને દેહની અંદર છે. તે વાત નિયષ્ય દેહ બહાર અને નિયમ છે. તય દેવયં પ્રપત્તિ =સે બન્નેને એક માનનાર માટે અતઃ પ મસાન વિ? =આનાથી વધુ અજ્ઞાન ક્યાં? આત્મા નિયામ:' =આત્મા નિયામક છે.' આત્મા નિયામક છે તે એક સંકેત છે. કોઈ જ્યારે નિયામક હોય, નિયંતા હોય, ત્યારે બીજે જરૂર નિયમ હોય અને તેનો કોઈ નિયમ પણ હોય. અર્થ એવો છે કે એક
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
‘ફુલર’ અને બીજો ‘ફુલ' છે. રાજા કંઈ કરે નહીં પણ બીજા પાસે કાર્ય કરાવે છે. રાજાના માત્ર ઈશારાથી જ પ્રધાનો, મંત્રીઓ, તંત્રીઓ, કાર્ય ચલાવે અને નગરનું રાજતંત્ર ચાલે. તેમ આત્મા પોતે કંઈ કરતો નથી. તેને તો ઈશારાની પણ જરૂર નથી. માત્ર તેની હાજરીથી, અસ્તિત્ત્વથી જ શરીર પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે તંત્રોને ચલાવે છે. તેથી જ કહ્યું, ‘શરીર, નિયમ્ય છે.’ ‘વેહ નિયમ્ય’
જે આત્મા પોતે કાર્ય કરે તો તો કર્તા થઈ જાય. તે તો સાક્ષીમાત્ર છે. શરીર જગત સાથે સંદેશાવ્યવહારનું તમામ કાર્ય કરે છે. તથા આત્મા અકર્તા, અભોક્તા છે. તેથી જ કૃષ્ણ પરમાત્માએ પણ ભગવદ્ગીતામાં કહ્યું કે “નવ દારે પુરે પેઢી નેવ વંન્ ન જાયન્’॥ (ભ.ગી. ૫.૧૩)
આત્મા તો નવ દ્વારવાળા પુરમાં, શહેરમાં રહે છે અને તે નગર તે જ શરીર. આમ, આત્મા શરીરથી ભિન્ન છે તેવું માનનાર પોતે કંઈ જ કરતો નથી, કરાવતો નથી.
તેથી અહીં વિપરીત અર્થ ન લેતાં આત્મા નિયામક છે અર્થાત્ તે કર્તા છે તેવું નહીં. તે શરીર પાસે કાર્ય કઈ રીતે લે છે નહીં સમજાય તો આપણે આત્માને કર્તા માનવી ભૂલ કરી બેસીશું.
સમજાવવા આત્માને નિયામ ઉપાધિ બક્ષી, જે ખરેખર નિરુપાધિક તત્ત્વ છે. પણ સમજવાનું કે દેહને પોતાને સત્તા અને સ્ફૂર્તિ નથી, એક્ઝિસ્ટન્સ (અસ્તિત્વ) એન્ડ કોન્સિયસનેસ નથી. દેહ તો જડ છે. તે કઈ રીતે કાર્ય કરી શકે? પણ આત્મા તેને સત્તા અને સ્મ્રુતિ પ્રદાન કરે છે માટે
જ આત્મા નિયામક છે અને દેહ નિયમ્યજ
નિયમમાં રહી કાર્ય કરનાર
છે.
=
‘આત્મા અંતઃ ઃ વાઘ’ ‘આત્મા અંદર છે અને દેહ બહાર છે.' તેમ કહેવાનો અર્થ એવો નથી કે આત્મા અંદર છે તેથી બહાર નથી. અંતઃ એટલે અંદર નહીં પણ સૂક્ષ્મ છે. અને શરીર હોવાઇ એટલે દૃશ્ય છે, સ્થૂળ છે તેવો અર્થ છે. આત્મા અન્નમયકોશ, પ્રાણમયકોષ, મનોમયકોષ, વિજ્ઞાનમયકોષ અને આનંદમયકોષથી પણ સૂક્ષ્મ છે માટે તેને અંતઃ અંદર કહ્યો છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૦) શરીર અને તેના કોષ
38
આત્મા
અાવાદ
નામ
હ કાંs
રાણમય કોષ,
Lelo
નાણ
ભય કોષ -
સૂક્ષ્મતાના દષ્ટિકોણથી આત્મા પાંચકોષવાળા શરીરની અંદર છે તેવું કથન છે. બાકી તો તે સર્વવ્યાપ્ત છે. અંદર બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, સર્વત્ર તેનું જ સામ્રાજ્ય કે અસ્તિત્વ છે.
આમ આત્મા સૂક્ષ્મ છે તેથી જ અંતર અંદર છે તેથી અદશ્ય છે માટે જ નિરાકાર છે. આકાર નથી તેથી એક જ સ્થળે નથી પણ સર્વ સ્થળે બામ છે. આમ અંદર એટલે જ સૂક્ષ્મ સૂક્ષ્મ અર્થ વ્યાસ. સમજાવવા કહેવાય કે બરમાં પાણી છે, પાણીમાં વરાળ છે. વરાળમાં વાયું છે તેવું જ અહીં કથન છે. દેહ બાહ્યા છે તેથી સ્થળ છે...દય છે. માટે સાકાર છે...માટે અવયવી છે તેથી તેનો જન્મ છે....જન્મેલાને નામ છે.... નામનો નાશ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) આમ દેહ અને આત્મા બન્ને એકબીજાથી ભિન્ન અને જુદા છે. એક સૂક્ષ્મ, એક ખૂળ; એક દશ્ય, એક અદશ્ય, એક નિયામક, એક નિયમ. આ છતાં જે કોઈ પંચકોષવાળા દશ્ય જડ શરીરને આત્મા માને તો તે વાત દવ” કે પ્રભુને ભૂલીને, છોડીને સિમેન્ટ, ઈટ, પથ્થરના મંદિરને જ દેવ” માનવા જેવું છે. આ તો મકાન ને કે “ભવન’ને ભગવાન માની માલિકને ભૂલવાની ભયંકર ભૂલ કરવા જેવું છે, પણ અત્યારે આવી ભૂલ-ભ્રાંતિ-ભ્રમણામાં સમાજ ભૂલો પડ્યો છે. આત્માને છોડી હાડમાંસ-ચામની જ પૂજા શરૂ થઈ છે. તેથી શ્રી રંગ અવધૂતજી કહે છે:
“આપપંથી બધા આત્મ નવ ઓળખે
દેવને ભૂલી મંદિર પૂજે.” “માત્મા મંતઃ' એ એક બીજો સંકેત આપી જાય છે કે તેને બહાર શોધવાની જરૂર નથી. તે બધે જ છે તેને માટે તીર્થોની યાત્રા નિરર્થક નીવડશે. જે નાના શરીરમાં જ જડતો નથી તે લાખો-કરોડોના ખર્ચે બાંધેલ, અનેક એકરમાં પથરાયેલા કે બહુમાળી મકાનોમાં, ઊંચી ઊંચી ઇમારતોમાં કઈ રીતે તમે શોધી શકશો? અને કેવી મૂર્ખતા! ૧૪ ભુવનનો માલિક; ૧૪ માળની ઈમારતમાં આવશે? સંતો, મહંતો, ધર્મધુરંધરોના પ્રપંચે બંધાયેલા પથ્થરોમાં તે કેદ થશે? પણ પથ્થરને પરમાત્મા સમજી બેઠેલા તમને પથ્થરનો જ પરિચય કરાવશે. કારણ કે ચેતનને તો તેઓ પણ જાણતા નથી. ભૂલેચૂકે જે જાઓ હરદ્વાર તો ઘોડાગાડીવાળા કોઈ સૂચના વિના આવાં મંદિરોની મુલાકાત કરાવશે. કારણ તેમને પણ મહિને યાત્રી દીઠ કમિશન મળતું હોય છે. તેથી જ તો શંકરાચાર્ય ભગવાને કહ્યું “આત્મા મંત: તેને બહાર તો અજ્ઞાનીઓ અમાસના અંધારામાં, કાળા ચશમાં પહેરી, કાળી બિલાડીની જેમ શોધી રહ્યા છે, સમાજની આવી દુર્દશા જોઈ સંત કબીરની વાણી વીજળી જેમ પ્રકાશ અને કડાકા સાથે ત્રાટકે છે:
“ો નેનનમેં પૂતરી, યાં ખાલિક ઘટમાંહિ,
મૂરખ લોગ ન જાનહીં, બાહર ટૂટન જાહિ” “જેમ આંખમાં કીકી છે તેમ દેહમાં mતનો નાથ વસેલો છે. મૂખન તેનું જ્ઞાન નથી. માટે તેને શોધવા બહાર ભટકે છે.” આગળ કહે છે કે “જેમ તલમાં તેલ રહેલું છે અને ચર્મમાં અરિા સમાયેલ છે તેવી
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૬) જ રીતે તારો પરમાત્મા પણ તારી અંદર રહેલો છે. માટે ભ્રમ ભાંગી જાગી શકે તો જાગ.”
“જ્યાં તિલ માંથી તેલ છે, જ્યાં ચકમકમેં આગિ; તેરા સાંઈ તુઝમેં જાગિ સકે તો જાગિ.” आत्मा ज्ञानमय: पुण्यो देहो मांसमयोऽशुचिः।
तयोरेक्यं प्रपश्यन्ति किमज्ञानमत: परम्॥१९॥ માત્મા જ્ઞાનમય: પુખ્ય: = આત્મા જ્ઞાનસ્વરૂપ અને પવિત્ર છે. તે માંસમય: અનિઃ =દેહ માંસમય અને અપવિત્ર છે. તો દેવચન આપત્તિ =સે બન્નેનું ઐક્ય જેનાર માટે અત: પનું અજ્ઞાન વિ? =આથી વધુ અજ્ઞાન કેવું? ‘માત્મા જ્ઞાનમય: પુષઃ” “આત્મા જ્ઞાનમય અને પુણ્ય છે.” આ તો શ્રુતિ અને સ્મૃતિનો અમરધોષ સુણાવતું અમરકોષ જેવું સનાતન સૂત્ર છે. આત્મા શાની નહીં પણ “જ્ઞાન” પોતે જ છે. જ્ઞાનસ્વરૂપ છે.અર્થાત્ તે ચૈતન્ય છે જેને “અવેરનેસ”, “કોન્સિયસનેસ' એવું પણ સમજાવવા માટે કહી શકાય. જે તે ચૈતન્ય, ચેતનાશક્તિ નથી તો અજ્ઞાની-શાનીનો ભેદ પણ નથી. તો તો નથી ક્યાંય મૂર્ખતા કે મૂઢતા, નથી ક્યાંય વિતા, નથી કોઈ કુશાગમતિ કે કોઈ મંદમતિ. “અરે ક્યાંય કંઈ નથી” તેવું જાણવા પણ કોઈની જરૂર છે અને જેની જરૂર છે તે જડ ન હોવું જોઈએ. છતાં અસ્તિત્વમાં હોવું જોઈએ તેટલું જ નહીં પણ “હું જડ નથી તેવું જાણવાની શક્તિયુક્ત હોવું જોઈએ. અર્થાત્ જ્ઞાનમય હોવું જરૂરી છે. અને તેવો માત્ર એક આત્મા છે જે જ્ઞાનસ્વરૂપ છે અને જડ નથી. અર્થાતુ જ્ઞાતા છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે માટે જ તમામ શરીરોને ર્તિ આપે છે અને પોતાને ત્રણ શરીરથી, શરીરની ત્રણ અવસ્થાથી, પંચમહાભૂતથી, પંચકોષથી, પંચજ્ઞાનેન્દ્રિયથી, પંચકર્મોનિયથી, પંચવિષયસમૂહથી, પંચપ્રાણથી અને તમામ દક્ષપ્રપંચથી પોતાને જુદો જાણે છે. જે જે શેય છે તે તો જવાવાળું છે તેથી જ તે જણાય છે. જે જાણેલું (જન્મેલું) છે તે જ જણાય અને જણાય તે જાય અને જે જાણેલા અને જણાયેલાને જાણે છે તે આત્મા, નથી જતો, નથી આવતો અને જે કોઈ આવાગમનરહિત આત્માને જાણે છે, પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં પણ અપરોક્ષ રીતે જાણે છે તે
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) કદી આત્માથી ભિન્ન થતો નથી, ભયને પ્રાપ્ત થતો નથી. કારણ કે જેને તે જાણે છે તે જ તે છે તેવું તેને સમજાય છે. અર્થાત જ્ઞાનને સ્પર્શે છે તે સ્વયં જ્ઞાનમય છે તેવું અપરોક્ષ રીતે અનુભવે છે અને આવી ? અનુભૂતિ જ તેનામાં જાણવાની જિજ્ઞાસાને જૈહર જેમ જાતે જ જલાવી દેવાની જ્યોતિ પ્રગટાવે છે. જેના દ્વારા બધું જ જાણી શકાય તેને જ જે જાણી લે, તેને બાકી રહે શું જાણવાનું? જ્ઞાતાના શેયને જે જાણે તેના જીવનમાં શેય શેષ રહેતું જ નથી. માટે જ કહ્યું છે કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થઈ જાય છે. આ છે પ્રતાપ જાણવાનો! છે આ ચમત્કાર જ્ઞાનમય આત્માનો! કે જે આત્માના જ્ઞાનમય સ્વરૂપને જાણે તે પણ આત્મા જેવો જ્ઞાનસ્વરૂપ, સસ્વરૂપ અને અનનાસ્વરૂપ થઈ જાય. આત્મા છે કેવો? શ્રુતિએ કહ્યું “સત્ય જ્ઞાન અને બ્રહ્મ” તે સત્ જ્ઞાન અને અનન્ત સ્વરૂપ છે. તે સૌને જાણે છે પણ તેનો જ્ઞાતા તેથી પર અન્ય કોઈ નથી. માટે આત્માને જ્ઞાનમય કહ્યો છે.
હવે શંકા થાય છે કે આત્મા જ્ઞાનમય છે તેથી તેને દાચ પવિત્ર પુષ્ય: કહ્યો હશે પણ શરીરને અશુટિ અપવિત્ર હેવાની જરૂર શી? શરીર તો મોક્ષનું સાધન છે તો અપવિત્ર શા માટે? સમાધાન: શરીર કર્મનું ફળ છે. કર્મ વાસનાપ્રેરિત છે. વાસના જ માનવીને જુદી જુદી યોનિઓમાં લઈ જાય છે અને વારંવાર મળમૂત્રના સંગમ જેવા ગર્ભમાં કેદ કરે છે. એ સંગમમાંથી નીકળેલ ગમગીન દેહ, કરેલાં કર્મનું ફળ ભોગવી સુખીદુ:ખી થયા કરે છે તેથી જ તે અપવિત્ર છે. જ્યારે આત્માને નથી ગર્ભવાસ તેથી પવિત્ર છે. નથી આત્મા કર્યા તેથી નથી દુ:ખ કે સુખ જેવી ભ્રાંતિ. તેથી જ તે પાવન છે. જ્યારે શરીરમાં કર્મનું બીજ પડેલું છે. યાદ રાખીએ કે શરીર પોતે ફળ છે ગત જન્મના કર્મનું પણ જેમ દરેક ફળમાં બીજ હોય તેમ દેહમાં કર્મનાં બીજ છે. તેથી શરીર એક વાર ફળ ભોગવી અટકતું નથી પણ કર્મબીજથી ઉત્તેજાય, પુન: કર્મ કરી તેના ફળ ભોગવવા વારંવાર યોનિ - શરીર પ્રાપ્ત કરે છે. અને શરીરનો “પુના નનને પુનાજ મા પુન નનન નરેયન”
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
એવો ક્રમ ચાલ્યા જ કરે છે. કબ્રસ્તાનથી સ્તનપાન, સ્તનપાનથી કબ્રસ્તાન એ પંથ દેહથી છૂટતો જ નથી. માટે જ શરીરને ‘અત્તિ' અપવિત્ર કહ્યું છે. ઉપરાંત દેહ તો માંસ, મજ્જા, લોહી, ચરબી, આંખે પિયા, મોંમાં થૂંક, નાકમાં લીંટ, પેટમાં મળમૂત્ર આમ વિચિત્રતાનો સમૂહ, સુંદર પેકિંગ સાથે મોહ પમાડે તેવો છે. સંસારસાગરમાં ડુબાડે તેવો છે તેથી જ તો અપવિત્ર કહ્યો છે.
શંકા: આત્મા જે અસંગ છે તો તેને પુછ્યું કે પાપ કેવું? શા માટે તેને ‘આત્મા મુખ્ય:’ કહ્યું?
સમાધાન: ‘આત્મા પુણ્યશાળી છે', પવિત્ર છે કારણ કે તે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન એટલે જ અગ્નિ. જેમ અગ્નિ સોનાને પણ મળરહિત-પાવન કરે છે તેમ ‘જ્ઞાન' પણ અપવિત્રતાને બાળી નાખે છે. અપવિત્ર એ જ અજ્ઞાન. અજ્ઞાન બળે તો બચે જ્ઞાન. ‘જ્ઞાન’ જ આત્મા છે.
આ જ્ઞાનમય આત્મા શરીરમાં પડેલા અપવિત્ર બીજરૂપી કર્મને બાળી નાખે છે. દરેક બીજમાં તેના સંસ્કાર હોય, મરચાંના બીજમાં તીખાશ તે સંસ્કાર છે, કાતરામાં આંબલીની ખટાશ તે સંસ્કાર છે. એટલા બધા તીવ્ર સંસ્કાર કે બીજો કાતરા ખાય ને આપણી આંખ બંધ થાય. જેવા બીજના સંસ્કાર તેવું તેનું ફળ. આમ શરીરમાં કર્મરૂપી બીજ પડયાં છે. અને તે બીજમાં અનેક દેહ પેદા કરવાના સંસ્કાર છે, ફ્ળ ભોગવવાના સંસ્કાર છે. જો આ કર્મરૂપી બીજને સળગાવી દેવામાં ન આવે તો જન્મમૃત્યુનું આ ચક્ર અટકે તેમ નથી. સુખ-દુ:ખના સંસારનો અંત આવે તેમ નથી. અને જ્ઞાન એક જ અગ્નિ એવો છે કે જે કર્મરૂપી બીજને બાળીને ભસ્મીભૂત કરે છે અને વ્યક્તિને સંસારસમુદ્રથી તારે છે. જન્મ-મૃત્યુથી મુક્તિ અપાવે છે. ગર્ભથી છોડાવે છે. કારણ બીજનો જ નાશ થાય તો વૃક્ષ કે શરીરરૂપી ફળનો પ્રશ્ન જ રહેતો નથી. શરીરમાં પડ્યાં છે સંચિત, આગામી અને પ્રારબ્ધ કર્મરૂપી બીજ. પલકમાત્રમાં ‘જ્ઞાનમય’ આત્માનો સ્પર્શ કે આત્મજ્ઞાન થતાં તે બળીને ભસ્મીભૂત થાય છે. તે જ કારણથી આત્માને પવિત્ર “આત્મા મુખ્યઃ” તેમ કહ્યું છે. કૃષ્ણ પરમાત્માએ તો હ્યું કે
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
“સનામિક સર્વવનિ મમ્મત ગુલે ત” (ગી.અ૪) જેમ લાકડાંઓને અરિ બાળી ભસ્મીભૂત કરે છે તેમ જ્ઞાનારિા કે આત્મદર્શન તમામ કર્મોને ભસ્મીભૂત કરે છે.
આમ વિચારતાં આત્મા ‘શાનમય' છે માટે પવિત્ર છે. જે પુણ્ય પવિત્ર છે તે જ અપવિત્ર શરીરની શંખલાથી સદા માટે મુક્ત કરાવી શકે તેમ છે. આત્માનું સ્વરૂપ જ શાન છે. અને ‘શાન” તે જ આત્મા છે. તેથી ભગવાને ગીતામાં કહ્યું કે
“નહિ અને ઉi વિ ઇ વિદ્ય' (ગી.અ. ૪) આ સંસારમાં શાનથી વધુ પવિત્ર કોઈ નથી, કાંઈ નથી. માટે આત્મજ્ઞાનને, સ્વરૂપના શાનને, સાચા સ્વરૂપને જણાવતી વિદ્યાને રાજવિદ્યા કહી અને તેને પવિત્ર કહેવામાં આવે છે, સર્વોત્તમ પણ કૃતિ દ્વારા કહેવાઈ.
“વિદા રાગગુ€ પવિમુર્હત્તમ” (ગી.ઓ. ૯). આમ વિચારતાં આત્મા પરમ પવિત્ર, જ્ઞાનમય ચૈતન્ય; જ્યારે શરીર અપવિત્ર, જડ, શાનરહિત બેનું ઐકય કેમ સંભવે? છતાં જે કોઈ ઐક્ય દર્શન કરી શરીરને જ આત્મા સમજે તો માનવું કે તેણે જીવતાં જ પોતાની ચિતા સળગાવી છે.
आत्मा प्रकाशक: स्वच्छो देहस्तामस उच्यते।
तयोरक्यं प्रपश्यन्ति किमज्ञानमत: परम्॥२०॥ માત્મા પ્રારા: વ: આત્મા પ્રકાશક અને સ્વચ્છ છે, તે તામસ =દહ તમોગુણનું કાર્ય છે, તો કપત્તિ =સે બન્નેનું ઐક્ય જેનાર માટે અતઃ મું અજ્ઞાન વિષ્ણ? =આથી વધુ અશાન કયું?
આત્મા પ્રારા છે: આત્મા પ્રકાશક છે અર્થાત્ સર્વનો શાતા છે તે વાત આગળ ચર્ચાઈ ગઈ. પ્રકાશક હોવાથી જ આપણે ત્રણ શરીર, ત્રણ અવસ્થા તથા મન, બુદ્ધિ, ઈન્દ્રિયોના શાતા તેઓથી ભિન્ન છીએ. જેમ સૂર્ય ગંગાજી અને ગટર બન્નેને પ્રકાશિત કરે છે છતાં નથી તે પવિત્ર કે અપવિત્ર થતો તેમ આત્મા સારા-નરસા, પાપી-પુણ્યશાળી સૌને પ્રકાશિત કરે છે છતાં તેમનાથી અસંગ રહે છે. સુખદુ:ખને પ્રકાશિત કરે છે છતાં આત્મા નથી સુખી નથી દુ:ખી, અને જે વ્યક્તિ પોતાને આવો પ્રકાશક આત્મા માને છે તે પણ સુખદુ:ખથી પર થઈ જાય છે. આત્મામાં રાગ રૂપી અહંતા-મમતા રૂપી મળી નથી તેથી જ તે સ્વચ્છ છે, શુદ્ધ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧૦)
રાળ
મનોમય
Rutilat શબ્દ
તેજલ્સ
પ્રારા
*)ફત
Saia S
) -
ત્મિકમાય
માયા
GAL
ળ
U
U
ક HIT
U
U
U
-
सष्य
- વાણી
હાથ
માત્ર CLAU નેત્ર ઘાણ How
=
જન્મ
સવ સર્વ સત્ત્વ
૩૦ )
પગ ગુદા ઉપર
હજ
સવાલ
તમ જ છે
૨સ ના સરવાળા,
માંથી
html"
uિjથનાનroller
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૧)
સૌના પ્રકાશક આત્માને કેનોપનિષદે શ્રોત્રનો શ્રોત્ર, મનનું પણ મન, વાણીની વાણી, પ્રાણનો પણ પ્રાણ, આંખની આંખ છે તેમ કહ્યું અને તે રીતે જે આત્માને જાણે છે તે અમરતા પામે છે તેવી ઘોષણા કરી.
"श्रोत्रस्य श्रोत्रं; मनसो मनो यद् वाचोहवाचं स उ प्राणस्य प्राण: चक्षुषः चक्षुः अतिमुच्य धीराः
प्रेत्यास्माद् लोकात् अमृता भवन्ति ॥ ‘હિતામસ દેહને તમસનું કાર્ય કેમ કહ્યું? એ પ્રશ્નના સમાધાન માટે સામેના પાના ઉપર આપેલ નકશા તરફ નજર ફેરવો. તેથી સરળતા રહેશે.
સૃષ્ટિની ઉત્પત્તિનો કમ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. ઉત્પત્તિ માટે માયા” જ ઉપાદાન કારણ છે તે સમજ ઉપરથી આગળ વધીએ. જે માયામાંથી માયા દ્વારા સર્વસ્વ સર્જયું હોય તો સ્વાભાવિક છે કે માયાના ત્રણ ગુણમાંથી જ શરીર બન્યું હશે. પણ માયાના ત્રણ ગુણ સત્ત્વ, રજસ અને તમસમાંથી ક્યું કર્યું શરીર બન્યું તે જાણવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ કે તમસ ગુણમાંથી કઈ રીતે સ્થૂળ શરીર (ફિઝિકલ ગ્રોસ બોડી)બન્યું.
શ્રુતિના સંદર્ભમાં વિચારતાં પ્રથમ આકાશ, તેમાંથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી એમ પંચમહાભૂત સર્જાયાં.
"तस्माद्वा एतस्मादात्मन आकाशस्संभूतः।
आकाशाद्वायुः। वायोरनिः। अनेरापः।
અર્થ: કૃથિવી (તત્તિરીય ઉ. -બ્રહ્માનન્દવલ્લી) સૃષ્ટિના આરંભમાં આ પાંચે તત્ત્વો સૂક્ષ્મરૂપે હતાં તેથી અપચીત પંચમહાભૂત કહેવાયાં. પછી જીવોના સુખભોગ માટે ઈશ્વરના સંકલ્પથી પાંચે અપંચીકત પંચમહાભૂતોનો પરસ્પર એકબીજામાં મેળાપ થયો અને સ્થળ સુષ્ટિની રચના થઈ. આવા પંચમહાભૂતના મેળાપને પંચીકરણ કહેવાય છે. હવે આ પંચભૂતોમાંથી શેમાંથી શું બન્યું તે જાણવાથી સમજાશે કે સ્થૂળ શરીર કેવી રીતે તમોગુણનું કાર્ય છે.
અપંચીકત પંચમહાભૂતને સૂક્ષ્મ ભૂતો અથવા તન્માત્રા પણ કહેવાય છે. જ્યારે આ પાંચે તત્ત્વો સૂક્ષ્મ રૂપે હતાં ત્યારે જ તેમાંથી સૂક્ષ્મ શરીરની
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧૨)
રચના થઈ. સૂક્ષ્મ શરીર ૧૭ તત્ત્વોનો સમૂહ છે. પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય (બરોબર પંદર) અને મન તથા બુદ્ધિ મળી કુલ સત્તર તત્વ થાય છે. તેમની રચના નીચે મુજબ છે.
શાનેન્દ્રિય સર્જન (૧)આકાશના સત્ત્વગુણમાંથી શોત્રેતિ સર્જાઈ, (૨)વાયુના સત્ત્વગુણમાંથી ત્વચા ઈન્દ્રિય સર્જાઈ, (૩)તેજ, અગ્નિના સત્વગુણમાંથી ચક્ષુ ઈન્દ્રિય સર્જાઈ, (૪)જળના સત્વગુણમાંથી રસનેન્દ્રિય સર્જાઈ (૫)પૃથ્વીના સત્ત્વગુણમાંથી ઘણેન્દ્રિય સર્જાઈ
કર્મોકિય સર્જન (૧)આકાશના રજસગુણમાંથી વઈજ્યિ સર્જાઈ, * (૨)વાયુના રસગુણમાંથી પાણિ (હાથ) ઇન્દ્રિય સર્જાઈ, (૩)તેજ, અગિના રજસગુણમાંથી પાદેન્દ્રિય સર્જઈ, (૪)જળના રસગુણમાંથી ઉપસ્થ ઈક્તિ સર્જાઈ, (૫)પૃથ્વીના રસગુણમાંથી ગુદા ઈન્દ્રિય સર્જાઈ.
અંત:કરણ સર્જન પાંચે અપંચીકા પંચમહાભૂતના સત્વ ગુણના અંશના સરવાળામાંથી અંત:કરણ બન્યું. અર્થાત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર (માણ વર્તા.અ શોમાં હું કર્તા-ભોક્તા છું તેવો ભાવ)નું નિર્માણ થયું.
અંત:કરણ
મન
અહંકાર
ચિત્ત અંતકરૂણ એક જ છે. છતાં કાર્ય જુાં છે તેથી ચાર નામ અપાયાં છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૧૩)
પ્રાણસર્જન
પાંચે અપંચીકૃત પંચમહાભૂતના રસગુણના અંશનો સરવાળો કરી તેમાંથી પાંચ પ્રાણનું નિર્માણ થયું. પ્રાણ એક જ છે. પણ કાર્ય જુદું જુદું કરે છે તેથી નામ બદલાયાં છે.
99 99
99 99
(૧)પ્રાણ....હૃદયપ્રદેશમાં છે (૨)અપાન....ગુદા (૩)સમાન....નાભિ (૪)દાન....કંઠ * ** (૫)વ્યાન....સર્વ શરીરમાં છે. સ્થૂળ દેહસન
આપણે જોયું કે અપંચીકૃત પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર બની ચૂક્યું અને તેના નિર્માણમાં સત્ત્વગુણ ને રગુણનો ઉપયોગ થઈ ચૂક્યો. હવે રહ્યો માત્ર તમસ ગુણ જેમાંથી સર્જન થયું નથી. ઉપરાંત ‘સ્થૂળ’ શરીરના નિર્માણ માટે સૂક્ષ્મ પંચમહાભૂત કે તન્માત્રાને પણ સ્થૂળ કરવાં પડે તેથી પંચીકરણ થયું....બધા જ પંચમહાભૂત પરસ્પર મળી ગયા અને સ્થૂળ બન્યા. તેથી પંચીકૃત પંચમહાભૂત કહેવાયા. અને હવે તે પંચીકૃત પંચમહાભૂતના તમસ ગુણમાંથી સ્થૂળ શરીરની રચના થઈ. માટે તમો ગુણ દેહનું કારણ ગણાય અને શરીર તમસ ગુણનું કાર્ય કહેવાય છે. તેથી શ્લોકમાં જણાવ્યું છે કે “વેદ: તામસ મુખ્યતે” = દેહ તમોગુણનું કાર્ય છે.”
આમ જે દેહ તમોગુણનું કાર્ય છે તે આત્મા કઈ રીતે કહેવાય ? આત્મા તો ત્રણે શરીરનો પ્રકાશક, સાક્ષી, શાતા ત્રણે ગુણથી ભિન્ન છે. આત્મા ગુણાતીત છે. અને દેહ ગુણનું સર્જન છે. આવી સ્પષ્ટ વાતને જે સમજતા નથી અને ઊલટું દેહને જ આત્મા માને છે તે અજ્ઞાની જીવો ભરબપોરે અજવાળું કરવા આગિયાની શોધ કરી રહ્યાં છે.
દ: તામસ દેહ તામસ છે.
બીજા અર્થ કે દૃષ્ટિકોણથી વિચારતાં તમસ એ જ અંધકાર. અંધકાર એ જ જડતાનો સ્વીકાર અને ચૈતન્યનો ઇન્કાર. આમ જે જડ શરીરને સ્વીકારે છે અને આત્માનો તિરસ્કાર કરે છે તે જીવતાં જ મોત આવકારે છે. કારણ ‘હું શરીર છું તે માન્યતા જ મૃત્યુ છે. જીવનનનો અંત છે. માટે જ શાન્તિપાઠમાં પ્રાર્થના કરીએ છીએ કે “તમસો મા ોતિર્ગમય'
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૪) અંધકારમાંથી પ્રકાશમાં હે પ્રભુ લઈ જા અર્થાત મૃત્યુથી અમરતામાં લઈ
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.” “સ્વ” સ્વરૂપનું અજ્ઞાન જ મૃત્યુ છે. અજ્ઞાન - અંધકાર છે, અંધકાર તમા છે.
“મા તે મૃત્યુ તાવીજ' आत्मा नित्यो हि सद्पो देहोऽनित्यो ह्यसन्मयः।
तयोरेक्यं प्रपश्यन्ति किमज्ञानमत: परम्॥२१॥ માત્મા નિત્યક=આત્મા નિત્ય છે. હિં સકૂપ: =અને સત્ રૂપ છે. લેક નિત્ય દિ અસન્મય: =દેહ અનિત્ય અને અસત્ રૂપ છે. તયો દેવય પ્રપતિ =સે બોનું ઐકય જેનાર માટે અત: પણ અજ્ઞાનમ્ વિષ્ણુ? =આથી વધુ મોટું અશાન ક્યું? ‘માત્મા નિત્ય: દિક્ષ: =આત્મા નિત્ય અને સત્વરૂપ છે.
આ કૃતિ અને સ્મૃતિ સંમત સત્ય છે. આત્મા હતો, છે અને રહેવાનો. તે તો કાળાતીત છે. માટે જ તેને સરૂપ કહ્યો છે. “ એટલે જ જે ત્રણે કાળે હોય તે “વિચ અગિસ્ટ ઈન ઓલ થી પિરીયલ્સ ઓફ ટાઈમ “ત્રિવારે તિતિ તિ સ” અને જે સત હોય તે જ નિત્ય હોય. નિત્યનો અર્થ છે અવિનાશી, અર્થાત્ જે વ્યકત-અવ્યક્તથી પર હોય, જે અપરિવર્તનશીલ હોય, અજન્મા હોય, અવ્યય હોય - તે નિત્ય હોય. શ્રીકૃષ્ણ પરમાત્માએ ગીતામાં સંદેશ આપ્યો
“વિનાશિન નિત્યં નમનવ્યય” •
નિત્ય દિ અસન્મ:' દહ અનિત્ય અને અસતરૂપ છે.” માત્ તેથી તદ્ધ નથી તેવું નથી. પણ જે માત્ર થોડા સમય માટે અસ્તિત્વમાં છે, જે જન્મ-મૃત્યુના સ્વભાવથી યુક્ત છે તે જે દેશ, કાળ, વસ્તુથી પરિચ્છિન્ન છે તે. અને આમ જે શરીર પરિવર્તનશીલ છે તેને જ અનિત્ય કહ્યું છે.
નિત્ય અર્થાત જે જન્મપૂર્વે અવ્યક્ત હોય, જન્મ પછી વ્યક્ત થાય અને મૃત્યુ પછી પુન: અવ્યક્ત થાય છે. ભૂતકાળમાં ન હોય, ભવિષ્યમાં
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૧૫) રહેનાર પણ ન હોય અને માત્ર વર્તમાનમાં દશ્ય હોય તે સર્વ અનિત્ય છે. જન્મ પૂર્વે દેહ નહોતો, મૃત્યુ પછી રહેતો નથી, માત્ર જન્મથી મૃત્યુની યાત્રા વચ્ચે જ દ૨ય છે. અર્થાતુ વર્તમાનમાં જ દશ્ય છે તેથી જ દેહને નિત્ય કહ્યો છે. આવા “અનિત્ન શરીરના સંદર્ભમાં ગીતાજીએ કહ્યું
अव्यक्तादीनि भूतानि व्यक्त मध्यानि भारत।
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना॥ હે અર્જુન, સર્વ જીવો=ભૂતો=પ્રાણીઓ જન્મપૂર્વે સૂક્ષ્મરૂપે =અવ્યક્ત હતાં, માત્ર વર્તમાનમાં વ્યક્ત દેહધારી દેખાય છે, મૃત્યુ પછી પાછાં અવ્યક્ત =અદશ્ય થઈ જાશે. ‘તત્ર વા વિના તેમાં શોક કેવો?
શરીર “નિત્ય છે કારણ કે, તેને આદિ અને અંત છે. તેને પ્રાગભાવ, પ્રધ્વસાભાવ છે. પ્રાયર નોન એકઝિસ્ટન્સ અને પોસ્ટિરીઅર નોન એકઝિસ્ટન્સ. અર્થાત્ જન્મપૂર્વે દેહનો અભાવ હતો અને મૃત્યુ પછી પણ અભાવ હોય છે. તેથી જ તેને અનિત્ય કહેવાય છે.
આમ શરીર અને આત્મા બે વિરુદ્ધ ધર્મવાળા છે, તેમનો સાથ ક્યાં? સંગાથ કેવો? સંગ શો? પ્રકાશ અને અંધકારને જ્યાં એકબીજાનો પરિચય જ નથી ત્યાં સંબંધ કેવો? છતાં કોઈ જડ શરીર સાથે પોતાનો સંબંધ માને તો તેથી વધુ મૂર્ખ કોણ?
આત્મા અને અગ્નિ आत्मनस्तत्प्रकाशत्वं यत्पदार्थावभासनम्।
नाग्न्यादिदीप्तिवद्दीप्तिर् भवत्यान्ध्यं यतो निशि ॥२२॥ થત પાનાનું અવમાનનમ્ પદાર્થોનું જે જ્ઞાન છે, તન માત્મ: પ્રીત્વમ્ તે આત્માનું પ્રકાશપણું છે, ચાલીનામું વહિવત્ મવતિ અગ્નિ આદિ બીજા તેજસ્વી પદાર્થોના પ્રકાશ
જેમ તસ્ય હિ રમવતિ (આત્મા) તેનો પ્રકાશ નથી. તેની જ્યોતિ નથી, યતત્તેથી જ નિરિત મધ્ય રાત્રે (આત્મા સાથે) અંધારું પ્રતીત થાય છે. વાંકા: આત્મા પ્રકાશસ્વરૂપ છે; તેથી શું તેનો પ્રકાશ દિવસેરાત્રે એક જ
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧૬) જેવો ભાસે? ઘણા વર્ણવે છે કે “મને રાત્રે વાદળાંની જેમ પ્રકાશનાં દર્શન થયાં; આખો રૂમ પ્રકાશિત થયો” તે શું આત્મદર્શન કહેવાય? આત્માનો પ્રકાશ દેખાય ખરો? સમાધાન: આવી ભ્રાંતિના સમાધાન માટે આ સુંદર શ્લોક છે. ન તો કોઈને પ્રકાશ જેમ આત્મા દેખાય, ન તો પ્રકાશિત આત્મા કે બ્રહ્મનાં દર્શન થાય. પણ તેવી ભ્રાંતિ જરૂર કોઈ આકારમાં દેખાય. અહીં સ્પષ્ટતા
_ “यत् पदार्थानाम् अवभासनम् तत् आत्मनः प्रकाशत्वम्" જુદા જુદા પદાર્થોનું જે ભાન થાય છે, જે જ્ઞાન થાય છે તેને જ આત્માનું પ્રકાશત્વ કે પ્રકાશસ્વરૂપ કહેવાય છે, અર્થાત્ પદાર્થો છે અને નથી તેવું જ્ઞાન જ પ્રકાશ છે. શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને સ્મૃતિઓમાં વાત આવી કે આત્મા પ્રકાશસ્વરૂપ છે તેથી શબ્દ પકડનાર અને તેનું રહસ્ય ત્યાગનાર ઘણા સમજ્યા કે આત્મા સાકાર વસ્તુ છે. તેને પણ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ કે બેટરી જેવો પ્રકાશ હશે. પણ તેવો કોઈ પ્રકાશ આત્માને નથી તેવી અહીં સ્પષ્ટતા છે. “ગમ માદ્ધિ સતત રીતિઃ મવતિ” “આત્માને અગ્નિ આદિ પદાર્થોની જેમ પ્રકાશ નથી” પણ જેનાથી આપણને જ્ઞાન થાય છે તે જ્ઞાન જ પ્રકાશરૂપ હ્યું છે. એનો અર્થ એ છે કે આત્મા જ્ઞાનમય
કે પ્રકાશમય છે. આત્માનો પ્રકાશ કદી અસ્ત થતો નથી જ્યારે બાહ્ય { પ્રકાશનો અસ્ત થાય છે. સૂર્ય અને ચંદ્રનો પણ ઉદય અને અસ્ત છે. વીજળી પણ અંધારામાં ચમકી ચાલી જાય છે. અગ્નિ પણ પેટાવ્યા પછી ઓલવાઈ જાય છે. જ્યારે આત્મપ્રકાશ તો સ્વપ્નમાં પણ અસ્ત પામતો નથી. સ્વપ્નસૃષ્ટિનું જ્ઞાન પણ તેના જ પ્રકાશથી થાય છે. અરે જાગ્રતમાં જે સંસારનું જ્ઞાન થયું તે પણ આત્મપ્રકાશથી અને તે જ જાણેલો - જોયેલો સંસાર સુષુપ્તિમાં નથી તેવું જે સંસારના અભાવ' (નૉન એકઝિસ્ટન્સ”)નું ભાન કે જ્ઞાન થાય છે તે પણ આત્માના પ્રકાશના લીધે જ છે. ઊંઘમાં આત્મા ઊંઘતો નથી એટલું જ નહીં પણ તે અંધકાર સાથે જાગે છે. બાહ્ય પ્રકાશની હાજરીમાં અંધકાર હોતો નથી જ્યારે આત્મા અને અંધકાર સાથે હોય છે. તેથી જ આપણે કહીએ છીએ કે “અહીં અંધારું છે.” આ અંધકારનો જ્ઞાતા કોણ? પ્રકાશક
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) કોણ? જ્યારે ચંદ્ર સૂર્ય, વીજળી, અગ્નિ ન હોય ત્યારે કહે છે કોણ કે અંધારું છે? માત્ર શાનસ્વરૂપ આત્મા.
હુ ઈસ ઈલ્યુમીનેટર ઑફ ડાર્કનેસ? અંધકારનો પ્રકાશક કોણ? અંધારું જાતે કહેતું નથી. અંધાર અંધારને ન જુએ. અને બાહ્ય પ્રકાશ તો અંધકારને જોઈ જ ન શકે કારણ કે પ્રકાશ અને અંધાર સાથે જીવી ન શકે. તેથી આત્માનો જ એક પ્રકાશ છે જે અંધારા સાથે અસ્તિત્વમાં હોય છે અને અંધારાને અર્થત પદાર્થોના “અભાવ-નૉન એકઝિસ્ટન્સને પણ તે જાણે છે. માટે જ શ્લોકમાં કહ્યું છે કે “માં થતો નિરિ"રાત્રે આત્માની સાથે અંધારું પ્રતીત થાય છે. અર્થાત્ આત્મા અજ્ઞાનનો, અભાવનો, અંધારાનો પણ શાતા કે પ્રકાશક છે. જે આપણામાં આત્મા નથી તો જાગ્રત, સ્વપ્ન, સુમિનું જ્ઞાન થાય કોને? હું (આત્મસ્વરૂપ) છું માટે જ શેય છે, જ્ઞાત કંઈ છે, દશ્ય છે. તેથી હું અને જ્ઞાન એક છીએ “જ્ઞાન” જ મારું સ્વરૂપ છે. છું હું પ્રકાશક સર્વનો. હું છું તેથી જ સૂર્ય પ્રકાશી રહ્યો છે, ચંદ્ર શીતળ ચાંદની પાથરી રહ્યો છે, વાદળથી ઘેરાયેલી રજનીના અંધારમાં ચમકી અને ચાલી જનાર વીજળીનો ચમકાર મારો છે. અરે, ઘનઘોર ઘટામાં સંતાકુકડી રમનાર સિતારાની આંખમાંનો તરવરાટ મારો છે. હું છું તેથી તો “અસ્તિત્વ છે. હું નથી તો કંઈ નથી. મારા પ્રકાશમાં નથી ઉદય, નથી અસ્ત. નથી મારા જ્ઞાનમાં વૃદ્ધિ, નથી અંત. એવો હું જ્ઞાનસ્વરૂપ છું, પ્રકાશરૂપ છું. અંધાર સાથે આવું છું. ઊંઘમાં હું જાણું છું. હું જાણું છું તેથી જ જ્જત જાગે છે. તેથી જ શ્રુતિએ કહ્યું ને તત્ર સૂર્યો મતિ વંત્રતા નેમા વિદ્યુતો માન્તિ कुतोऽयमग्निः। तमेव भान्तं अनुभाति सर्व, तस्य भासा सर्वमिदं विभाति॥ આત્માને પ્રકાશિત થયા ત્યાં નથી સૂર્ય, ચંદ્ર કે વીજળી. તો પછી અગ્નિની તો વાત જ ક્યાં? તે તો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. તે પ્રકાશે છે, ભાસે છે, પછી સૂર્ય, ચંદ્ર, વીજળી, અગ્નિ વગેરે ભાસમાન થાય છે. અને આત્મપ્રકાશથી જ જડ, ચેતન જે કંઈ છે તેના અસ્તિત્વનું ભાન થાય છે. અર્થાત્ સર્વ કંઈ પ્રકાશિત થાય છે. અને તેવું પરબ્રહ્મનું, આત્માનું સ્વરૂપ જ પરમધામ છે જ્યાં શશી, સૂર્ય કે અગ્નિનો પ્રકાશ નથી, માત્ર જ્ઞાનરૂપી આત્મપ્રકાશ છે. જે ત્યાં પહોંચે છે તે કદી જન્મમૃત્યુના આવાગમનચકમાં પાછો ફરતો નથી. તેથી કૃષ્ણ પરમાત્માએ ગીતામાં ઘોષણા કરી કે,
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) न तद्भासयते सूर्यो न शशांको न पावकः। यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम॥
શરીર તાદાભ્ય. અનેક જન્મોના સંસ્કાર એવા દઢ થયા છે કે આપણે જેના સાથ, સંપર્ક અને સાન્નિધ્યમાં આવ્યા તે જ હું છું તેમ સમજી બેઠા, જે ઘરમાં રહીએ છીએ તે ઘરને જ પોતાનું સ્વરૂપ સમજીએ તો ઘરને આગ લાગવાથી આપણે ભડકે બળશું, વરસાદમાં ભીંજાઈ જઈશું, તડકામાં તપી જઈશું, પવનમાં કપૂર જેમ ઊડી જઈશું, જીર્ણ થઈશું પડી જઈશું. આ તો માનને તલવાર સમજવાની વાત થઈ. પણ એવી જ ભૂલ અને ભ્રાંતિમાં જીવન અટવાઈ ગયું છે. તાદાત્મ એવું ગહન, ઘેરું થઈ ગયું છે કે ઊંધમાં પણ કોઈ શરીરનું નામ દઈ બોલાવે તો ઊભા થઈ જઈએ છીએ. અને દુ:ખમાં નામના નાશને યાદ કરી રોવા લાગીએ છીએ. કારણ, વિવેક દ્વારા નામી અને અનામીનો ભેદ સમજાયો નથી તે અહીં સમજાવવાનો પ્રયત્ન છે.
देहोऽहमित्ययं मूढो, धृत्वा तिष्ठत्यहो जनः।
ममायमित्यपि ज्ञात्वा घटद्रष्टेव सर्वदा॥२३॥ ઘટદ્રષ્ટા રૂવ મયમ્ રૂતિ સર્વલા જ્ઞાતા =ધડાને જેનાર જેમ કહે છે કે,
આ ઘડો મારો છે” એટલે હું ઘડાથી ભિન્ન છું તેમ દેહને જેનાર કહે છે કે “હું દેહનો દ્રષ્ટા છું “તેથી દેહ મારો છે” અને હું આત્મા દેહથી ભિન્ન છું. મપિ .... .... આમ છતાં મય : મર| તિઆ દેહ જ હું છું એવું મરો મૂઢ: નન: કૃત્વા તિષ્ઠતિ મૂઢ પુરુષ સમજે છે તે આશ્ચર્યની વાત છે. જે જે મારું છે તે હું નથી. જે જે આપણું છે તે “આપણે” નથી. જે જે તારું છે તે તું નથી. સદા મારું અને હું તારું અને તું; આપણે અને આપણું જુદા જ રહ્યા છે. એક થયા નથી. થઈ શકે તેમ પણ નથી. હું ઘડાનો દ્રષ્ટા છું. ઘડો દશ્ય છે. દ્રષ્ટા અને દશ્ય કઈ રીતે એક હોય! જગતમાં જોવાયેલું અને જણાયેલું જાણનાર અને જેનારથી ભિન્ન હોય છે. તદ્ઉપરાંત કેટલીક
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૧૯) જણાયેલી વસ્તુને મેં બજે કરી, માલિકીભાવ ઊભો કર્યો અને કહ્યું. આ મારી,’ ‘મારા,” “મારે છે. તેમાં શરીર પણ “મારું બની ચૂક્યું. તે જ સ્પષ્ટ કરે છે કે શરીર મારું છે પણ હું શરીર નથી. હજુ ઈશ્વરે એવો આશીર્વાદ આપ્યો નથી કે જેને “મારી,’ ‘મારા,” કે “મારું,’ કહીએ અને ભગવાન તથાસ્તુ' બોલે તે પૂર્વે જ આપણે તે થઈ જઈએ. નહીં તો “મારી પત્ની” કહેતાં જ પતિ પનીમાં ફેરવાઈ જાય. “મારી ભેંસ” હેતાં જ ભરવાડ ભેંસ થઈ જાય. “મારા ગધેડા” કહેતાં જ કુંભાર ગધેડો - “મને ખ્યાલ નહીં કે મારા શ્રોતાઓ ગધેડા જેવા મૂર્ખ હશે” કહેતાં જ માઈક સામે વક્તા ન મળે પણ...અને હોંચી...હોંચી સ્પીરમાંથી. છતાં ઈશ્વરની રચના તેવી નથી. ઊલટાનું જે મારું છે તે હું નથી અને જે મને દૃશ્ય છે તે પણ હું નથી. કટા દશ્યથી અને જ્ઞાતા શેયથી જુદો છે. તેથી જ તો ઘડાનો દ્રષ્ટા ઘડાથી, શરીટા શરીરથી ભિન્ન
સૂર્ય મને દશ્ય છે તેથી સૂર્ય હું નથી.
તારા મને ‘ય’ છે તેથી ચમકી અને તૂટી પડું એવો સિતારો હું નથી.
પૃથ્વી “મારું રહેઠાણ છે તેથી હું પૃથ્વી નથી. દોલત “મારી કીર્તિ છે તેથી હું નથી કીર્તિ, નથી દોલત. આ વરઘોડો ‘મારો” છે પણ નથી હું વર, નથી ઘોડો. આ ઘર, રૂમ, આસન, તે પર બેઠેલું શરીર મને દશ્ય છે. તેથી હું શરીરનો કટા, શરીરથી ભિન્ન છું. નહીં તો શરીરને કઈ રીતે જોઈ શકું? આંખથી ભિન્ન ન હોઉં તો કઈ રીતે આંખને જાણું? મનથી જો મુક્ત નથી તો કેવી રીતે ચંચળતા અને મનની શાંતિને પારખું? જો જુદો નથી હું બુદ્ધિથી તો કેમ મારી વિતા કે મૂર્ખામી જાણું? હું તો જુદો છું, ભિન્ન છું મુક્ત છું દશ્યથી, શેયથી, મારું,’ ‘મારા.” મારી,”થી અને મારો નિશ્ચય છે કે જેમ ઘડાનો કટા ઘડાથી જુદો તેમ હું આત્મા, શરીરનો કટા, શાતા શરીરથી જુદો, જેવી રીતે...
घटद्रष्टा घटाद्भिन्नः सर्वथा न घटो यथा। देहद्रष्टा तथा देहो नाहमित्यवधारयेत्॥
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૨૦)
પણ શાતા, કટા હું કોણ? જેમ ઘટનો શાતા ઘટ... જેમ પટનો શાતા પટશ.. જેમ મનો શાતા મઠા... તેમ સર્વનો શાતા હું સર્વશ છું. હું સર્વજ્ઞ એટલે જ સર્વનું અધિષ્ઠાન સધાર છું. હું આત્મસ્વરૂપ ધરતીને ધારણ કરનાર, ધરતી નહીં, ધરણીધર છું. બંસી ધારણ કરનાર કૃષ્ણ બંસી' નહીં, બંસીધર છે. ધનુષ ધારણ કરનાર રામ ધનુષ્ય' નહીં, ધનુધરી છે.
તો પછી.. શરીર ધારણ કરનાર “હું શરીર કેવી રીતે? છું હું શરીરધારી, પણ શરીર કદી નહીં.
છૂતા નહીં હૈ દેહ ફિર ભી દેહ તીનો ધારતા રચના કરું મેં વિશ્વકી નહીં વિશ્વસે કુછ વાસતા કર્તાર હું મેં સર્વકા; યહ સર્વ મેરા કાર્ય હૈઃ ફિર ભી ન મુઝમેં સર્વ હૈ,આશ્ચર્ય હૈ!આશ્ચર્ય હૈ!
(અષ્ટાવક્રગીતા, ભાવાનુવાદ, ભોલેબાબા) આમ દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં બુદ્ધિ જોડે બહારવટું ખેલી મેદાને પડેલા કહે છે કે “શરીર જ મારો સાથી છે” “શરીર મારું 'છે” “તે જ મારું સર્વસ્વ છે.”
માટે જ સૌએ વગર લાકડે ખડકાવી ચિતા “ચિંતાની' અને સૌ થયા ચિંતિત....ચિંતાની ચિતા પર. ચિંતાની ચિતા પર અસવાર થઈ કોઈ ઘેડે છે હોદા' તરફ, કોઈ સવાર થઈ ચિંતાની ચિતા પર બુદ્ધિ ને ‘ડિગ્રીઓ’ના ડુંગર ચડાવે છે. કોઈ શરીરને પોતાનું માની પહેલવાન બનાવવાની દિશામાં દોડે છે.કોઈ સત્તાની શોધમાં અરોહણ કરી બેઠા છે ચિતા પર ચિંતાની, અહંકારને
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૨૧)
સંતોષવા; અને કોઈ રાત-દિવસ ચિત્તને ધનવાન બનાવવા હૃદયમાં જ ચિંતાની હોળી સળગાવી બેઠા, વિપત્તિને, આપત્તિને સંપત્તિ માની દોલતની ઈમારત ચણવા બેઠા છે.અંતે આ તમામ દોડના પાયામાં પ્રેરણા પડી છે ખોટા તાદાત્મ્યની કે શરીર મારું છે. પણ કદી ભૂલીએ નહીં કે શરીરને પહેલવાન બનાવવાથી, મનને હોદ્દે અપાવવાથી, બુદ્ધિને ખૂબ ખૂબ ભણાવવાથી અને ચિત્તને ધનવાન બનાવવાથી કદી આપણે ચારિત્ર્યશુદ્ધિ કે શાન્તિ નહીં જ મેળવી શકીએ. ધનવાનોના મોહક મહેલોમાં ખારાં થયેલ જીવન કેદ છે.
“નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાં રહીને કહે છે જ્ગતને ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે સમુદ્રનાં જીવન ખારાં થઈ ગયાં છે.
માની લો કે “શરીર આપણું' છે. સમજાવી દો મનને કે હું શરીર નથી પણ શરીર મારું છે.
જો શરીર આપણું છે તો શા માટે આપણી બુદ્ધિને સાત્ત્વિક કરતા નથી? શા માટે મનને શાંત કરતા નથી? કેમ જીવનને સન્માર્ગે વાળતા નથી? ઇન્દ્રિયોને ક્ષીણ થતી કેમ અટકાવતાં નથી?...
વિચારી તો જુઓ કે શરીર આપણું કે પરાયું?
હવે જાણ્યું કે ભાડાના ઘર જેમ પરાયું છે... બરોબર વિચારી લો...
પાકો નિશ્ચય કે પાકું છે.
જો શરીર પણ પરાયું અને પાકું છે તો પછી...
આ અનાચાર કોના માટે?
કરચોરી, સેલટેક્સ ચોરી, દાણચોરી, પરીક્ષામાં પેપર ચોરી; ઇલેક્શનમાં કેન્ડિડેટની ચોરી, બેલેટબોક્સની ચોરી, અરે! મંદિરમાં દાનપેટીની ચોરી..., આ બધું કોના માટે? જો શરીર પણ પરાયું છે તો...વેડફાતા જીવનને જોતાં સમજાય છે કે...
1
“જોઉં છું હું આંસુમાં તો એટલું જોઉં છું: નેકી ડૂબી ગઈ ને પાપો ફ્ક્ત તરે છે.’
હું શરીર નથી, શરીર મારું નથી, તો પાપ કોના માટે? પવિત્રમાં
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨૨) પવિત્ર વિદ્યાધામોમાં પણ ચોરીની નવી નવી પદ્ધતિઓ કુલે છે, કાલે છે. પૂર્વાશ્રમમાં હું એક વાર કોલેજમાં સુપરવિઝન માટે વર્ગમાં પ્રવેશ્યો અને અનુભવ્યું. જેઉં છું હું વિઝન સુપરમાં તો એટલું જોઉં છું હું કે પેપર ડૂબી ગયા ને કોપી ફક્ત તરે છે. જ્યાં સદાચારની શિક્ષા અપાય ત્યાં જ અનાચાર ચોરી! પણ જ્યાં સુધી “સ્વસ્વરૂપની સાચી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આપણે શોધીશું સાથ સત્તા, મહત્તા, અને સંપત્તિનો..પણ...
“ભલા! તું કોણ? ને ક્યાંથી?
કબર પર કોણ સંગાથી?” જ્યારે એવો વિચાર જાગશે ત્યારે જ સમજાશે કે શું હું કોણ! ને ક્યાંથી?
“કળીમાં છું ન કોઈ ફૂલની સુવાસમાં અને છતાંય બાગના વિકાસમાં છું. મને ન શોધજો કે, હવે હું ક્યાંય નથી અને જુઓ તો તમારી આસપાસ છું. આ મારો દેહ નથી સાચી ઓળખાણ અને ખબર નથી હું બીજા ક્યા લિબાસમાં છું.”
-આદિલ આમ અંતે જે સમજાય વિચારણા દ્વારા કે હું ભ્રાંતિમાં પણ શરીર તો નથી જ અને તે મારું પણ નથી પણ પરાયું છે. જે તે પરાયું જણાય તો તેને પ્રભુની થાપણ માનીને સ્વીકારો. તેમાં મમત્વ ન રાખશો. એક જન્મ માટે વાપરવા મળ્યું છે...અને તૈયાર રહેજે-તેની થાપણ તેને પાછી આપવા અંત સમયે કાળદૂતના આગમન પૂર્વે જ કહેજે.પ્રભુ લઈ લે તારી થાપણ તારી પાસે...મને ચિંતામુક્ત કર. '! “ધણીની થાપણ ધણીને સોંપી; મટી ગયું સાચવવું આતમરામ નકરા થઈને; વાયુલહરતું ફરવું”
-શ્રી “સાગર' આમ દહ મારો છે; તે હું છું તેવી મૂઢમતિ છોડી, થાપણ તેને | સોંપી, પરમાર્થમાં હું, “મારું, પરાયું જલાવી દેવું અને સ્વરૂપમાં મગન થઈ, નગન તત્વમાં રહેવું જ સાર છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૨૩)
જ્ઞાનનું સ્વરૂપ સ્વરૂપના અજ્ઞાન અને શરીર સાથેના ભ્રાંતિ ભરેલા તાદાત્મની ચર્ચા થયા પછી હવે શ્લોક ૨૪થી ૨૮ સુધી ગ્રંથ વિચારપ્રવાહ સાથે આગળ પ્રવાસ કરે છે અને “જ્ઞાન” શું છે તે સમજાવે છે.
લૌકિક દષ્ટિએ વિદ્વતાને શાન કહેવાય છે. તો કોઈ માહિતી (ઈન્ફરમેશન) ને જ્ઞાન કહે છે. કોઈ પ્રયોગ અને નિરીક્ષણનાં તારણોને શાન કહે છે. વાસ્તવમાં અહીં જે જ્ઞાનની વિચારણા થશે તે કોઈ વિષય, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિનું જ્ઞાન નથી. આ એવું જ્ઞાન છે કે જેની પછી નોર્મની ‘’ અને ‘ના’ કે અંગ્રેજીમાં “ઓફ ન લાગી શકે. “ધીસ ઈઝ નોટ નોલેજ “ઓફ સમથિંગ - ધીસ ઈસ નોલેજ કેપીટલ કે ” અર્થાત આ તો ચર્ચા છે બીજાની નહીં; મુજથી દૂર છે તેની નહીં, મારી અંદર જ છે તેની પણ નહીં. જે સર્વસ્વ - સર્વ સ્થળે છે છતાં નથી દૂર કે પાસ, તેવા મારા આત્મમય નિજ સ્વરૂપની વાત છે. મારે મારું જ જ્ઞાન મેળવવાનું છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિક કહી ગયો, “મેં દૂર તારા શોધ્યા; નવા નિયમો - સિદ્ધાંતો શોધ્યા; પદાર્થો તોડયા; તેના રહસ્યો જાણ્યાં પણ સૌનો શોધક હું કોણ તે શોધી શક્યો નથી. તેથી કોઈ પણ વિષયની, પદાર્થની જાણકારી કે માહિતીનો સંગ્રહ “ઈન્ફરમેટિવ નોલેજ એ જ્ઞાન નથી. અને જે આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા છે તે તો નથી પ્રત્યક્ષ કે પરોક્ષ પણ અપરોક્ષ છે. જ્યારે બાકી બધીજ વિદ્યા કાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન આપે છે. સાચું જ્ઞાન તો એ જ છે કે જે દેશ', કાળ” અને “વસ્તુથી અપરિચ્છિન્ન આત્મતત્વને પોતાથી અભિન્ન, અભેદ જણાવી શકે. જીવ mત અને ઈશ્વરનું ઐક્ય બતાવી શકે; વૈવિધ્યમાં ઐક્ય અને ઐક્યમાં વૈવિધ્યનાં દર્શન કરાવી શકે. આવું નિઃશંક અભેદ અને અભય પ્રગટાવનાર આત્મજ્ઞાન જ જ્ઞાન છે, જેની ચર્ચા હવેના પાંચ શ્લોકથી કરવામાં આવી છે.
ब्रह्मैवाहं समः शान्त: सच्चिदानन्दलक्षणः।
नाहं देहो ह्यसपो ज्ञानमित्युच्यते बुधैः ॥२४॥ સમ: શાન્તિ: ત્રિલાલતા = સમ, શાજા અને સચ્ચિદાનંદ લક્ષણब्रह्म एव अहम्
= યુક્ત જે બ્રહ્મ છે તે જ હું છું,
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૨૪)
હિ . =અને માપ લે માર
= અસરૂપ - મિથારૂપી -જે દેહ છે તે હું
નથી, = તે જ શાન છે તેવું વિદ્વાનો - શાનીજનો
તત્ શાન મતિરિ તુ
उच्यते
- કહે છે. અ સમ:'
= હું સમ છે” સમ- અર્થાત વિષમભાવરહિત. બ્રહ્મ વિષમભાવરહિત છે, વિરોધરહિત છે, નિરોધમુક્ત છે. અને તે જ બ્રહ્મ હું છું અને સમ: શાન્ત: સ્વભાવયુક્ત હું જ બ્રહ્મ છું. આવી અપરોક્ષ અનુભૂતિ જ શાન છે. જ્યાં વિરોધ છે; વિષમતા છે ત્યાં ભેદ છે. હું વિષમભાવથી ભિન્ન છે તેથી જ અભેદ છું. જ્યારે શરીર વિષમભાવ અને ભેદથી યુક્ત છે. હું અભેદ છું, એક છું. એક્યાં વિષમ કે અવિષમ શું? સમત્વ અને અસમત્વ શું? જ્યારે શરીરને ભેદ છે - જાત, નાત, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ વળી દેહને ભેદ છે ત્રણ પ્રકારના સ્વગત, સ્વજાતીય, વિજાતીય, ઉપરાંત શરીર દેશ, કાળ અને વિષયથી બદ્ધ છે. જ્યારે હું તો “નિલ દિ સમ ત્રણ” ગીતામાં કહ્યા મુજબ નિયમ અને સમનું બ્રહ્મ છું. શરીરના દોષ મારામાં નથી અને હું તો જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ તેમ જ દેશ, કાળ અને વસ્તુથી મુક્ત; અપરિચ્છિન્ન બ્રહ્મ તત્વ હું છું. નથી મારે પુછ્યું કે પાપ નથી સુખ કે દુખ નથી સ્વર્ગ કે નરક નથી સગતિ-અવગતિ; નથી ધર્મ-અધર્મ નથી સ્વીકાર કે ત્યાગી અરે નથી મારા માટે કોઈ સજજન કે કોઈ દુર્જન - આવી વિષમતાનું હું અધિષ્ઠાન છું. ડાકુ અને દાનવીરના ભેદ તો મારા સ્વપ્નનાં પાત્રો જેવા ભેદ છે. એક જ મન સ્વપ્નમાં જેમ અનેક પાત્રો જેવા ભેદ પેદા કરે છે; પણ ભારતમાં તે અભિનય કરનાર મન જ ન રહેતાં ભેદ ભાગી જાય છે. પલકવારમાં પલક ખૂલતાં જ નથી રહેતો સ્વપ્નદ્રષ્ટા નથી રહેતી સ્વપ્નસૃષ્ટિ, નથી સ્વપ્નના ભેદ અને સમજાય છે કે બધું મન જ ઊભું કરે છે. ક્યાંય કોઈ વિષમતાં નથી. તેવી જ રીતે જ્યારે અવિદ્યાની નિદ્રા તૂટે છે ત્યારે જ શાન થાય છે કે હું નથી વિરોધ,
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૨૫) નથી નિરોધ, નથી વિષમ પણ હું તો અવિરોધ-સમત્વ “સમ:' છું. તેથી મારામાં નથી બંધન કે નથી મોક્ષ.
સવા કે સમત્વ ન મુક્તિને ન્યા. હું તો સમત્વ છું અને સમભાવમાં છે જ્યાં બંધન કે મુક્તિ? ક્યાં છે કઈ શિખ કે ગુર? ક્યાં કોઈ કારણ (પિતા) કે (કાય) પત્ર? કે ક્યાં જન્મ મારો કે મૃત્યુનો ભય? મને નથી બંધનની ભ્રાંતિ કે નથી મોક્ષની ચિંતા મને! મારા સ્વરૂપમાં મન નથી, તો તેની કલ્પના ક્યાંથી? અને મનની વિષમવિરોધી કલ્પના જ બંધન છે. તેથી મારે બંધન કેવું?
“યહ હૈ ભલા; યહ હૈ બૂરા; યહ પુણ્ય હૈ, યહ પાપ હૈ, યહ લાભ હૈ, યહ હાનિ હૈ, યહ શીત હૈ, યહ તાપ હૈ, યહ ગ્રાહ્ય હૈ, યહ ત્યાજ્ય હૈ, યહ આય હૈ યહ જાય છે
ઈસ ભાંતિ મનકી કલ્પનાબન્ધન યહી હલાય હૈ!” મારા શુદ્ધ સ્વરૂપમાં નથી વિષમ કલ્પના નથી વિરોધી સંકલ્પ; નથી' ભેદદશી મન. કારણ કે હું સમ: છું. સમતામાં નથી કંઈ ત્યાજ્ય, તેથી બંધનમાં ત્યાગની વ્યાકુળતા નથી. નથી સમત્વ ભાવમાં કંઈ પણ ગ્રાહ્ય, તેથી મુક્તિને સ્વીકારવાની આતુરતા નથી. આમ હું ગ્રાહ્ય-ત્યાજ્યથી મુક્ત નિત્યમુક્ત સમત્વ ચૈતન્ય છું તેવી અનુભૂતિને જ્ઞાનીજનો જ્ઞાન કહે છે. આવા જ્ઞાનની પરાકાષ્ઠા એટલે જ હું પરબ્રહ્મનું પરમધામ છું અને પરબ્રહ્મ જ મારું પરમપદ છે.
મામ્ પાન્તિઃ હું શાન્ત સ્વરૂપ છું, અથત મારામાં ચંચળતા નથી. મારામાં કોઈ પરિવર્તન નથી; નથી સંકલ્પોનો; ઉદય કે અસ્ત. આવી સમ શાન્ત મનની સ્થિતિ તે જ અ-મના પરિસ્થિતિ છે, અને વાસનાશૂન્ય અંત:કરણ છે જે આત્મજ્ઞાનનું અનિવાર્ય અંગ છે. ' આવી સ્થિતિ વિના સ્વરૂપનું જ્ઞાન થવું શક્ય નથી. આપણે વિચારીએ ! કે ઉગ આપણામાં ઊઠવો ન જોઈએ. જો હું શાન છું તો વિકારો ભલે મારામાં આવજા કરે પણ હું વિકારી ન થાઉં. જે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા વિકારોનો સંહાર કરવા, નિરોધ કરવા પ્રયત્નશીલ થઈશું, તેની વિરુદ્ધ પ્રતિક્રિયાનો મારો ચલાવીશું તો તત્કાળ આપણે અશાન્ત થઈશું વિકારી બનીશું. શાન સ્વરૂપથી દૂર ચાલ્યા જઈશું. તેથી વિકારોને દૂર
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૬) કરવાની ભાંજગડ છોડી, તેના સાક્ષી બની તેનાથી અળગા રહેવાથી જ તેના સહવાસમાં પણ અવિકારી રહી શકીશું. માટે સ્વરૂપ શાન જ સાચી શાન દષ્ટિ છે. હું જે ક્રોધ જોડે તાદાત્મ નહીં કરું તો હું ધી નહીં બનું કામ જોડે તાદાત્મ નહીં કરું તો કામી નહીં બનું આપણે સતત સજાગ રહી વિચારીએ કે લોભી મન, મોહાંધ બુદ્ધિનો હું સાક્ષી છું નથી તે મારી કે હું તેનો, તો જ વિકારોના તાદાત્મથી બચી શકાશે. “સાક્ષી તરીકે “શાન્ત’ હું તો વિકાર ઉત્પન્ન થતા પૂર્વે હતો, ‘વિકારના અસ્ત પછી પણ હોઈશ, વિકારની હાજરીમાં પણ છું, છતાં અસંગ છું. જે કોધ સાથે તાદાત્મ થાય તો હું શોધી આવવા-જવાવાળો પણ તેનો સાક્ષી કદી ક્રોધી ન હોય. અને હું તો સાક્ષી છું -સર્વ વિકારોનો. તેથી નથી અજંપો વિકાર-નાબૂદીનો, નથી ઝંખના વિકારોની ગેરહાજરીરૂપ શાન્તિની. કારણ, હું શાન્ત સ્વરૂપ છું. આ જ શાન છે, શાનીની દષ્ટિમાં....
_ 'अहम् सत् चित् आनन्द लक्षणः'
હું સત, ચિત, આનંદ લક્ષણયુક્ત છું. હું સત્ છું એટલે ત્રણે કાળમાં સ્થિત છું. અરે કાળનું પણ અસ્તિત્વ હું કાળથી પર હું હું કાળથી પર તેથી નથી મારે અસ્ત કે ઉદય એટલું જ નહીં, ક્યાંય ક્યારેય આપણો અભાવ હતો તેવું નથી. કોઈ પણ સ્થળે આપણી કદી અનઉપસ્થિતિ હોઈ શકે જ નહીં. પછી શા માટે દરેક પ્રસંગ કે ઉત્સવમાં હાજર રહેવાની ચિંતા? આપણે ક્યાં નથી કે જવું પડે? પણ સત્ સ્વરૂપ સમજાય તો.
આમ આપણે સ્વરૂપથી સત્ છીએ અર્થાત્ કાળથી પરિચ્છિન્ન નથી, નોટ બાઉન્ડ બાય ટાઈમ; બટ વી આર ફી ફોમ ટાઈમ! આપણે; હું, તમે, સૌ સ્વરૂપથી તો કાળથી અપરિચ્છિન્ન છીએ. કારણકે, સમયનો ભાવ કે અભાવ બન્નેના સાક્ષી આપણે અવિનાશી છીએ. ‘કાળ” જ સૌને મારે છે. પણ આપણું સ્વરૂપ તો અસ્પૃશ્ય છે કાળ માટે પણ. ‘મર વિરે હું ચિતસ્વરૂપ છું અથતિ હું ચૈતન્ય છું. જડ નથી. “આઈ એમ એવર કોન્સિયસનેસ, ધ અવેરનેસ એમ આઈ જે હું સત છું અને વિત નથી તો હું જડ થઈ ગયો. કરણ છું' તો ખરી; પણ જાણતો નથી. પણ મને ખ્યાલ છે કે હું જડ નથી, ચેતન છું. અર્થાત્ હું
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૨૭) જાણું છું કે હું ચેતન છું. આમ જાણવાની ચૈતન્યશક્તિ જ શાન છે. ' હું મને જાણું છું. તેથી જોય હું અને શાતા પણ હું તેથી ય શાતા જુદા નથી, એક છે. હું શું જાણું છું? હું સતુ હવ છે તે હું જાણું છું. મેં મારા સહુ સ્વપને જાણ્યું તેથી શેય સત છે અને જ્ઞાતા રિત છે. અને બન્ને એક છે. જે હું છું. તેથી હું સવિત છું.
હું ચૈતન્યરૂપ જ્ઞાનરૂપ વિતુર્વા છું માટે જ હું મને નિરપેક્ષ જાણું છું. મારા સત્ સ્વરૂપને જાણવા મુજથી ભિન્ન કોઈ સત્તાની જરૂર નથી. મારું અસ્તિત્વ મારાથી જ જાણી શકાય જ્યારે બીજાનું અસ્તિત્વ મારા લીધે જણાય છે. હું શાતા ચિસ્વરૂપ = શાન સ્વરૂપ છું. માટે જ કોઈ શેય છે. જો હું ચિતરૂપ શાતા નથી તો શેય નથી. હું છું માટે
જ્જત છે, નહીં કે જગત છે માટે હું છું. mત છે પણ તે જડ છે. તે જાતે કહેતું નથી કે હું જ્જત છું. જ્યારે શાતા જ નક્કી કરે છે કે શેય mત છે. આમ મારા સિવાય અન્યનું જ્ઞાન સાપેક્ષ છે. મારા ઉપર આધારિત છે મને શેયનું જ્ઞાન. જ્યારે હું પોતે જ ચિત્ સ્વરૂપ છું તેથી મારું જ્ઞાન નિરપેક્ષ છે. હું સસ્વરૂપ છું તેવું હું માત્ર મારા દ્વારા જ બીજાની મદદ વિના જાણું છું. કારણ ચિત્ પણ મારું જ સ્વરૂપ છે.
“મદનું માનું છું આનંદ સ્વરૂપ છું'. હું મારા દ્વારા મારામાં જ પૂર્ણ છું. અપૂર્ણતા, ઊણપ કે અધૂરાઈનો ખ્યાલ મને સ્પર્શ કરતો નથી. તેથી દુ:ખ કે દઈ મારી સીમામાં પ્રવેશ કરતાં નથી. સ્વરૂપે હું એવો છું કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી હું વંચિત નથી. પછી તો મારે બસ આનંદ, માત્ર આનંદ. જેનો વિરોધી કદી ન મળે તેવો આનંદ. ચિત્તરૂપે સર્વજ્ઞ માટે આનંદ. સત્ સ્વરૂપે અવિનાશી માટે આનંદ. આનંદ સ્વરૂપે દુ:ખથી મુક્ત માટે આનંદ. પ્રાપ્તિ પ્રયત્નથી સ્વતંત્ર માટે હું આનંદ સ્વભાવે, સ્વરૂપે હું અનંત માટે આનંદ, નથી અંત મારો દેશ, કાળ કે વસ્તુથી માટે મારો અનંત આનંદ છે.
આમ છું હું સચ્ચિદાનંદ લક્ષણયુક્ત. અજર, અમર, અવિનાશી “સત્ય જ્ઞાને મનનાં ત્ર' આવા સ્વરૂપના જ્ઞાનને જ શાન કહેવાય છે. પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો ક્યો? તેનો માત્ર એક જ રસ્તો અષ્ટાવક્શીતામાં
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
“ચૈતન્ય કો કર ભિન્ન તન સે, શાનિ સમ્યફ પાયગાા
હોગા તુરત તૂ હી સુખી સંસારસે છૂટ જાયેગા આગ્રામ તથા વણદિા કિચિત્ ન તૂ અભિમાન કરા. સંબંધ તજ દે દેહસે, હો જા અજર! હો જા અમરા”
(ભાવાનુવાદ, ભોલેબાબા) અસહુ દેહ હું નથી' એમ જો ચૈતન્યથી ડ દેહને છૂટો પાડી શકાય તો; અત્યારે અહીં જ આપણે આપણું શાન્ત મુક્ત સ્વરૂપ મેળવી શકીએ.
"यदि देहं पृथक् कृत्य चिति विश्राम्य तिष्ठसि। अधुनैव सुखी शान्त: बन्धमुक्तो भविष्यसि॥४॥
(ગટાવક્ર ગીત) निर्विकारो निराकारो निखद्योऽहमव्यय:!
नाहं देहो ह्यसपो, ज्ञानमित्युच्यते बुधैः ॥२५॥ 'મર| નિર્વિ: નિ :હું વિકાર અને આકાર રહિત છું.
મદ નિવા: અવ્યયઃ =હું નિર્દોષ કે નિષ્પાપ અને વ્યયરહિત છું. દિ અકૂપ: : મદ અસતરૂપ જે દેહ છે તે હું નથી. જ્ઞાનનું તિ ક્યો છે. તે જ શાન છે તેવું શાની જનો કહે છે.
શરીરમાં ભેદ છે, અનેક અલગતા છે, વૈત છે તે જાણવા જેમ કોઈ શાસની જરૂર નથી, ગુરુની આવશ્યકતા નથી તેમ શરીર દશ્ય છે તે પણ પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ શંકા થાય છે કે શરીર દ૨ય તો આત્મા કેવો? સ્વાભાવિક ઉત્તર છે કે અદશ્ય. પણ તેવું નથી. જે એક સમયે દ હોય; તે જ ભવિષ્યમાં અદશ્ય થઈ શકે. જે અદશ્ય છે તેમાં દયા થવાની શક્યતા છે. જેમ કે શરીર જન્મે છે ત્યારે દરથ, તે પૂર્વે અદશ્ય. આત્માને આજે અદશ્ય માનીએ તો દશ્ય થવાની શક્યતા સ્વીકારવી પડે. આત્મા કદાપિ દશ્ય નહોતો તેથી તેને અદય પણ કહી શકાય નહીં. આત્મા તો દરયાદશયથી પર છે. અને તે જ આત્મા હું છું. જે હું દક્ષાદશ્યથી પર તો શરીર કદી નહીં તેવો હું કેવો? “ નિ :”
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૨૯) હું આકારની ક્ષિતિજોમાં પુરાયેલ દેહ નથી માટે જ નથી દશ્ય કે નથી અદાય. જેવું મને દેખાય છે, તેવો હું નથી. અને જેવો હું છું તેવો કોઈને દેખાતો નથી. અરે અન્યને જેવો હું દેખાઉં છું તેવો પણ મને હું જોતો નથી.
લોકો મને એક સ્થળે જુએ છે. જેમ ઘેલછા અને અજ્ઞાનથી ઘણા ભગવાનને છોડી મંદિરને એક સ્થળે જુએ છે. જ્યાં મંદિર છે તેને પવિત્ર સ્થાન માને છે અને મંદિર નથી ત્યાં પ્રભુ નથી તેવું સમજી તેને અપવિત્ર સ્થાન માને છે. હું દેહ નથી. તેથી એક સ્થળે નથી. સર્વ સ્થળે છે તેથી દેહ નથી. અને તે જ કારણથી સાકાર નહીં પણ નિરાકાર છું. માટે જ દેશથી મુક્ત છું. ફી શૉમ સ્પેસ. છતાં મેં અનુભવ્યું કે મારા કદરૂપપણાની જ્યારે ટીકા થઈ ત્યારે હું રડ્યો! તમે સમજ છતાં દુ:ખી થયા! નિંદાથી! હું રડ્યો અર્થાત્ અંતર આંસુ વિના રોયું! મારી ટીકા એટલે જ મારા રૂપના ઘડવૈયા ઈશ્વરનું અપમાન. જે જે સમાજે જયાં જયાં, જ્યારે જ્યારે, કદરૂપ, કુરૂપ શબ્દનો પ્રયોગ કર્યો ત્યાં જ તે જ ક્ષણે તેણે ગતનિયંતાની ઉપેક્ષા, અવહેલના કરી. હવે જ્યારે એ સમાજ નિરાકારની દિશામાં લ્યાણકારી યાત્રા કરી શકશે? માટે જ રહ્યું અંતર મારું. એટલે જે સમાજે “સૌંદર્યને આવકાર્યું ત્યારે તમે હસ્યા” તેમ જ
ને!
ના, ના જ્યાં જયાં “સૌદય' માટે સ્પર્ધા યોજાણી, ઈનામો, ખિતાબો, ઈલકાબો જાહેરાત સાથે વહેંચાયાં ત્યાં ત્યાં ઈશ્વરનાં ભાડૂતી મકાનો જ ચર્ચાયાં, પ્રખ્યાતિ પામ્યાં. મિસ ઈન્ડિયા’, ‘મિસ યુનિવર્સી, ‘મિસ યુનિવર્સિટી.” આવી સ્પર્ધામાં પણ અજ્ઞાતપણે આકારની જ પૂજા સમાયેલી છે, સાકારની જ ઘેલછા દશ્ય છે. સૌંદર્યનો સ્વીકાર, આવકાર, સ્વાગત, સન્માન તે જ અજાણતાં કોઈને કદરૂપ’નું ટાઈટલ આપવાનું દુષ્કર્યો છે. પણ આ બધું જ સ્વરૂપના અજ્ઞાનમાં છે. દહ- સૌંદર્યના ચાહકો, આશકો, સન્માનકર્તાઓને પણ અંતરયામી પરમાત્માનો ખ્યાલ નથી; “સ્વ” સ્વરૂપનું ભાન નથી; અને દેહના આકારની, રૂપની ટીકા કરનાર પ્રભુની રચના અને સ્વયં પ્રભુથી જોજન દૂર છે. જે વ્યક્તિ પોતાને દેહ માને છે, સાકાર, આકાર માને છે તે કદી પરમાત્માને નિરાકાર રૂપે નહીં અપનાવી શકે. આવી ખૂબ વિસ્તાર પામેલી અજ્ઞાનતાનો લાભ લઈ ધર્મને નામે ઢોંગ ચલાવનારાઓએ ધાર્મિક સ્થળોએ સરિતાને કાંઠે સંગમ પર ટીલાટપકાં કરી પથરા ગોઠવ્યા.
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩૦). પથરા પર સિંદૂર લગાડી હનુમાન બનાવ્યા, પરમ ભક્ત હનુમાન અને ગમની ઠેકડી ઉડાડી. અશાનમાં ડહોળાયેલ માનવમન પણ સ્વચ્છ, શાંત, નિર્જન સ્થળ પણ જે મૂર્તિરહિત હશે તો ત્યાં નહીં જાય અને કોલાહલપૂર્ણ ગંદું, હોટલો, રેડિયો, બજાર અને મેળાની વચ્ચે, વેપારીની પેઢી કે કરિયાણાની દુકાન જેવાં ધંધાદારી સ્થળોએ જયાં મૂર્તિ હશે ત્યાં જ જશે. કરણ કે, જે પોતાને નિરાકાર સ્વીકારતો નથી તે પ્રભુને કઈ રીતે સ્વીકારે?
જેને નિજ શરીરમાં, જે માત્ર પાંચ ટનું છે તેમાં જ ઈશ્વરદર્શન થતાં 'નથી તેને ઊંચી ઈમારતોમાં ક્યાંથી થશે? તે ધાર્મિક ભવનોમાં તો તેનું રૂપ જ ખોવાઈ જશે! આત્મદર્શન માટે, સ્વરૂપના સાક્ષાત્કાર માટે કયાંય જવાનું નથી. કોઈ ક્યાંયથી આવવાનું નથી. માત્ર દેહભાવથી મુક્ત થવાનું છે. શરીરના આકારમાંથી છૂટા થવાનું છે-જેવા છૂટા થયા કે સ્વરૂપને મળ્યા. સ્વરૂપને મળ્યા કે સમજાયું... મારામાં આકૃતિ નથી.. ભ્રાંતિમાં પણ વિકૃતિ મારી નથી... પ્રકૃતિ ને સ્વીકૃતિ મારી નથી સુરૂપ-કુરૂપની સંસ્કૃતિ મારી નથી
વિકારનો હું દ્રષ્ટા છું. આકાર મારું રૂપ છે. નિરાકાર મારું સ્વરૂપ છે.
મદ નિર્વિવાદ હું નિરાકર છું.” આપણે આપણામાં આકાર માનીશું તો વિકર સ્વીકારવો જ પડશે. છે જે આપણે આપણી આકૃતિનો સ્વીકાર નહીં કરીએ તો કદી પણ વિકૃતિ આપણને સ્પર્શ નહીં કરી શકે.
ચાલો, આજે એક પવિત્ર નિર્ણય કરીએ. સૌ મને ઉત્તર આપે પોતાની જાતને પૂછીને-આપણે વિકારી છીએ કે વિકારરહિત નિર્વિકારી?
આપણે નાના હતા, મોટા થયા, વૃદ્ધ થયા. આ સૌ વિકાર છે આપણા માટે. આપણે વિકારી છીએ. યાદ રાખીએ જે આપણે વિકરી
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૩૧)
છીએ તોપણ મોતનો ભય નથી, દર્દનો ડર નથી, કારણ કે જ્ન્મથી આપણે ડરતા નથી, ગર્ભથી મુક્તિ તે જ વિકાર અને જન્મ, બાળપણથી યુવાનીમાં પ્રવેશ તે પણ વિકાર, યુવાનીથી વૃદ્ધાવસ્થા અને અંતે શરીભાવ કે શરીરની અવસ્થાનો ત્યાગ પણ વિકાર. આમ દેહ છોડવાની ક્રિયાને પણ સ્વાભાવિક્તાથી સ્વીકારવી જોઈએ. કારણ કે તે પણ એક વિકાર જ છે. માટે જે આપણે વિકારી છીએ તોપણ મોતના ભયથી મુક્ત છીએ, અને નિર્વિકારમાં તો - મોતની, જ્ન્મની, વૃદ્ધિની, ફેરફારની કોઈ શક્યતા જ નથી. વિકારો તો દેહને છે. હું દેહથી ભિન્ન નિર્વિકાર આત્મા છું તેવા જ્ઞાનમાં પણ ભય નથી મોતનો, દર્દ નથી રોગનું- કારણ રોગ સૌ શરીરને છે, મને નથી.
અહમ્ નિર્વિષ:-વિકાર એટલે ફેરફાર. વિકાર અર્થાત્ બગડવું. વિકાર એટલે જ સડો. પછી તે સડો પાણીમાં, પદાર્થમાં ખોરાકમાં કે શરીરમાં ગમે તેમાં હોય. અરે મનનો સડો એટલે કામનાનું તોફાન અને વિચારોનો સડો કે વિકાર એટલે વિષયચિંતન.
માનવસ્વભાવ કેવો વિચિત્ર છે! તેને વિકાર પસંદ છે. ખૂબ ખૂબ મહેનતથી તે વિકારો પેદા કરી તેનું સેવન કરે છે. આપણી જાણીતી જલેબી વિકારની પરાકાષ્ઠા. લોટ ખૂબ ખૂબ સડે, ગંધાય-પણ તળાય એટલે ગંધ પર સુગંધનું પડ ચડે અને પાછી ચાસણીમાં ડૂબકી મારે લેબી, ખાનાર વિકારમાં ડૂબે. તે જ પ્રમાણે લોટને સડાવવામાં આવે એટલે ખમણ થાય-તે પણ લોટનો વિકાર. દૂધનું દહીં થાય તે પણ વિકાર. દૂધમાં લાખો બેંકટેરિયા જંતુ થાય પછી જ દહીં થાય. પણ તમામ જંતુ સાથે એક ગ્લાસ લસ્સી પેટમાં જાય એટલે વિકાર અંદર જઈ શાંતિનો કરે સિસકાર. આપણે આપણી જાતને વિકારી માની તેથી બન્યા આપણે વિકારના ભોગી. ઢોકળાં, હાંડવો અને તમામ આથો આવે તેવી વસ્તુ વિકારી અને જે શરીરના અવયવો માટે મોહ ઊપજે છે તે નારીના સ્તન પણ માંસચરબીનો વિકાર જ છે. પણ મોહ લાગ્યો માનવને સડાનો, બગાડનો, વિકારનો; કારણ વિકારથી જ દેહનો જન્મ છે. બાળપણથી વૃદ્ધત્વની યાત્રા વિકારોની જ હારમાળા છે. અંતે મૃત્યુ પણ શરીરનો વિકાર છે. કામક્રોધ મનનો વિકાર છે. શરીરમાં પરું થાય, પાક થાય, ગૂમડાં લે તે પણ વિકારને જ આભારી છે.
આપણે સમજવાનું છે આત્મચિંતનથી કે હું નિરાકાર તો ક્યાં મારે વિકારની-વિકૃતિની સ્વીકૃતિ કરવી? તેવું આપણી સંસ્કૃતિમાં નથી. આપણે
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩૨).
પ્રયત્નશીલ બની આપણામાં સંસ્કાર દઢ કરવાના છે કે હું વિકારરહિત છે. જેમ વિના પ્રયત્ન વનસ્પતિ ઊગે છે, દાઢીના વાળ ઊગે છે, તેમ કંઈ નહીં કરીએ તોપણ વિકાર ઉત્પન્ન થશે. માટે સજાગ રહી આત્મચિંતન દ્વારા વિકારથી બચવાનો પ્રયત્ન અનિવાર્ય છે. “મનુ નિવા?’ હું નિષ્પાપ
અવાનો અર્થ પાપ થાય છે, હું પાપથી મુક્ત છું. પણ મને સ્પર્શ કરતાં નથી. કારણ કે હું અવયવરહિત છું. પાપ કે પુર્ણ કરવા માટે અવયવ જોઈએ. અશરીરીને પાપ કે પુણ્ય નથી. અને નથી હું કત કે મારે સંગ હોય સત્કર્મ કે દુષ્કર્મનો. પાપનો ખ્યાલ તો જે અસંગત, દુ:ખદાયી, બીજાને પીડા ઉપજાવનારું કર્મ કરે છે તેને જ છે. દરેક જાણે છે જેનાથી હું દુઃખી છું તે જ કર્મથી બીજે પણ દુ:ખી છે. તેથી તે પાપની ભાવનાથી, ગુનેગારની લાગણીથી, ગુનાહિત માનસથી પીડાય છે ને પોતાને પાપી માને છે. “ગીલ્ટફિલિંગ” વ્યક્તિ જાતે જ ઉપજાવે છે, સારાનરસાના ભાવ દ્વારા. આત્મા આવા તમામ ભાવ અને મનોદશાથી મુક્ત છે. ઉચિત-અનુચિત, સકામ-નિષ્કામ કર્મ આત્માને નથી. આત્મા તો અસંગ નિઃસંગ છે. તેથી મારે કર્મ સાથે સંબંધ નથી. હું આત્મસ્વરૂપે અસંગ છું. ભકતીનું મારે બંધન નથી.
મહદ્ અંશે લોકો પાપ છોડવા તૈયાર છે. પુણ્ય છોડવા તૈયાર નથી. તે પણ 'કમીની, સાત્વિક કર્મની સોનાની જેલ છે. પોતે પુણ્યશાળી છે તેની સૌ જાહેરાત કરે છે, પાપ છુપાવી રાખે છે. જયારે કંઈ ખરાબ કર્મ આપણાથી થાય ત્યારે કહીએ છીએ કે મેં તો બાળકો માટે, સગા-સ્નેહી માટે કર્યું. “ઈશ્વરે કરાવ્યું તે ખરું!” “મારા ખરાબ સ્વભાવનો હું ભોગ બન્યો.” “મેં કોધમાં આ બધું કર્યું.” “પ્રારબ્ધગત થયું.” આ અશાન જ આપણને “સ્વ” સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. આપણે આત્મા ન હોઈએ તો જ પુણ્યશાળી કે પાપી હોઈશું. આત્મસ્વરૂપે પાપપુણ્યથી મુક્ત નિષ્પાપ નિરવા જ આપણું સ્વરૂપ છે.
“અહમ્ અચ” “હું વ્યય-રહિત છું.' અર્થાત્ હું અપરિવર્તનશીલ છું. પરિવર્તનનો કટા છું. રૂપાંતર સર્વ સાકારમાં છે. હું નિરાકાર, મારામાં રૂપાંતર કદી નહીં.મારો વ્યય થતો નથી એટલે હું કદી મારા “સ્વ' સ્વરૂપથી જો ભિન્ન કે વિપરીત થતો નથી. “ व्येति न विपरीतं एति"
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૩૩)
અનેક કર્ણોની યાત્રા કરી ચૂકેલી સાંભળવામાં આવેલ એક થા આ સંદર્ભમાં યાદ આવી. મને તો ક્યાનું આંતરદય સ્પર્શી ગયું. એક વાર સંત કબીરજી એક સ્થળે થોભી ગયા. વિસ્મય પામ્યા. વિચારવંટોળમાં ઊડ્યા. ઘંટીના બે પડ વચ્ચે પિસાતા અનાજના દાણા જોઈ અરે, કોઈ ઘણો આ બે પડ વચ્ચે બચી શક્યો નથી તેમ જ કાળનાં બે ચક્રોમાં માનવજાત પિસાય છે. કોઈ તેમાંથી બચી શકે તેમ નથી. સંસાર માત્ર કાળચક્રમાં ચૂરેચૂરા થાય છે: આવા વિચારો કબીરની આંખમાં ઝળઝળિયાં લાવે છે. સંતના કરુણામય હૃદયમાંથી વાણી પ્રગટે છે:
“ચલતી ચક્કી દેખિકે દિયા કબીરા રોય,
તારી
"9
ત્યાં તો અનાયાસે પુત્ર માલ ત્યાં ઉપસ્થિત થાય છે અને વિસ્મય પામેલ પિતાને કહે છે કે આપની વાત તો સત્ય છે, કાળચક્રથી કોઈ બચ્યું નથી. પણ કેમ આપની દૃષ્ટિ ઘંટીનાં બે પડ વચ્ચેના ખીલા તરફ ગઈ નહીં? તે ખીલો અફર છે માટે જ બે પડ ફરે છે. તે અવ્યય છે, માટે જ ઘણાનો વ્યય છે. ખીલો પોતે પિસાતો નથી પણ તેના જ આધારે ઘણા પિસાય છે. અરે, કદી કેમ ભૂલાય કે જે ઘણા આ આધારરૂપી ખીલાને વળગીને રહે છે તે ક્દી પિસાતા નથી. કેમ કે, તેમને સાથ છે અવ્યય, અફર ખીલાનો. તેવી જ રીતે જે વ્યક્તિ અપરિવર્તનશીલ પરબ્રહ્મના સ્વરૂપમાં ખીલા જેમ સ્થિર ઊભો રહી શકે અગર સતત, સાથ કે સંગાથમાં પરબ્રહ્મમાં રહી શકે તે કાળના ચક્ર વચ્ચે, વ્યય અને ક્ષય થતાં સંસાર મધ્યમાં પણ અવ્યય રહી શકે તેમ છે.
જે અજ્ઞાની પોતાને દેહ માને છે તે તો વ્યયવાળા થઈ જાતે જ જાતને જડ બનાવે છે. શરીર અસત્ છે, કલ્પિત છે, અનાદિ છે, તેની નિવૃત્તિ આપો-આપ ન થાય. જ્ઞાન દ્વારા જ શરીરભાવ નષ્ટ થઈ શકે... જ્ઞાન માટે સતત ચિંતન “હું અવ્યય, નિરાકાર, અપરિવર્તનશીલ છું” તે જરૂરી છે.
निरामयो निराभासो निर्विकल्पोऽहमाततः ।
नाहं देहो सद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥२६॥ અગ્ નિમય: નિશામાસઃ- હું નીરોગી અને આભાસરહિત છું. (અમ) નિર્વિવત્ત્વ: આતત:
કલ્પનારહિત અને સર્વવ્યામ છું.
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) દિ .... અને અસત્ : કૃતિ રેહા મમુ નઃ અસરૂપ દેહ હું નથી. (તત) જ્ઞાન (ગતિ) કૃતિ તે વધે તે જ જ્ઞાન છે તેવું બુદ્ધિવાન
દ્વારા કહેવાય છે. શંકા: જયાં સુધી “હું નિર્વિકાર, નિરાકાર, આત્મા છું' તેવું જ્ઞાન નથી ત્યાં સુધી તો હું શરીર છું તેમ જ સમજવાનું કે નહીં?
સમાધાન: ના, કદી નહીં. જ્ઞાનમાં તો બીજું છે જ નહીં. તેથી બાર'; “મારા” “મારો વગેરે નથી. જો અજ્ઞાનમાં કોઈ પોતાને આત્મા અને અને વારંવાર જન્મમૃત્યુના ચક્રમાં આવવા-જવાવાળો માને તોપણ
સ્પષ્ટ છે કે તે “જીવ' છે. જીવ વાસના પ્રમાણે આગળ જવાનો; દેહ પાછળ છૂટી જવાનો. અર્થાત્ જે પાછળ છૂટી જાય, જેને ડાઘુ ઉપાડી જાય તે હું કે મારું કઈ રીતે હોઈ શકે? તે તો સ્મશાન જવા ગર્ભથી નીકળેલી હરતી-ફરતી લાશો, ત્યાં જ યાત્રા અટકાવે છે. કેટલીક લાશો બને છે નિશાન કબરોનું, કેટલીક સ્મરીને સરિતામાં ડૂબે છે. તેથી અજ્ઞાનમાં તમે જીવ છો તોપણ સુરક્ષિત છો, ચાલ્યા જાઓ છો. શરીરો કેટલાં વેડફાય છે! જમીનમાં ઊધઈ, પાણીમાં જળચર! નિર્જનમાં ગીધ“વલ્ચર’ની ખેંચાખેંચ અને સભ્ય સમાજમાં પોસ્ટમૉર્ટમ'ની ચૂંથાગૂંથ-અરે..મોતના હાથમાં પણ કયાં છે સુરક્ષિત શરીર! જે આટલું રઝળતું-રખડતું....તે હું કદી નહીં તે ભ્રાંતિમાં પણ મારું થઈ શકે તેમ નથી. હું તો આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત છું. સર્વવ્યાપ્ત છું.
‘ગર નિરામય' હું રોગરહિત નીરોગી છું.” નિ+ નામય નિરામય. મામય અર્થાત્ દર્દ કે રોગ. રોગ તો શરીરનો વિકાર છે. હું તો અશરીરી. મારે વિકાર કેવો? અને ઉપાધિના રોગને જો હું મારો માનું તો હું કેવો મૂર્ખ? હું મને શરીર માનું તો જ મારે વ્યાધિ=શરીરના રોગ છે. અને શરીરના રોગને મારો રોગ માનું તો મને વ્યધિક માનસિક ચિંતા-તે મનનો રોગ છે. અને આધિ, વ્યાધિના સ્વીકારમાં, માનસિક અને શારીરિક દર્દીના સ્વીકારમાં અજાણતાં જ મેં ઉપાધિનો સ્વીકાર કર્યો, આ તો બધું અજ્ઞાનમાં છે. જ્ઞાનમાં તો હું નિરુપાધિક, નિરાભાસ, નિર્વિકલ્પ, સર્વવ્યાપ્ત આત્મતત્ત્વ છું. તેથી જ હું આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત છું.
જો ભ્રાંતિ કે આભાસમાં પણ આપણે આપણી ઉપાધિની સ્વીકૃતિને
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૩૫) પ્રવેશ આપીશું મનમાં, તો માનસિક કે શારીરિક રોગના ભોગ થઈ પડશું. અર્થાત આપણે નીરોગી છીએ તેમ જ વિચારવું?
નાના-ના...“નીરોગી'નો વહેમ છોડો! રોગી-નીરોગી બન્નેમાં શરીરભાવ મોજૂદ છે. હું નીરોગી” છું. “નિરુપાધિક છું. અશરીરી છું.
જે “નીરોગી” છું તેમ માનશો તો તે શરીરભાવનો સ્વીકાર છે. " અને શરીરને દિવ્ય બનાવવા પ્રયત્નશીલ રહેશો.
શરીર પોતે જ ભ્રાંતિ છે. તો તે ભ્રમણાને દિવ્ય કરવાની વાત કેટલી ભૂલ ભરેલી છે તે તમે જાતે જ વિચારો! આ સમાજમાં આવી ભ્રાંતિ માટે ભ્રમણાત્મક વાતોનો ભંડોળ છે. કેટલાકનાં શરીર મૃત થયા પછી જાહેરાતો થાય છે, ફોટા છપાય છે, પુસ્તકો છપાય છે કે તેમનો દેહ હજુ તેવો જ છે. મોં પર કરચલી પણ નથી. એ તો ઠીક! પણ લોકોમાં વાતો પ્રસરે છે કે “એમના મોં પર હજુ તેવું જ તેજ ચમકે છે.” કેટલી મૂર્ખતા! ચેતન ચાલ્યા ગયા પછી તેજ કેવું અને જે ચેતન હોય-તેજ હોય તો તો એ મૃતદેહ કાચની પેટીમાંથી ઊઠીને ચાલતો ન થાય! ખેર!ખોટી વસ્તુને મોટી જોરદાર અસરકારક જાહેરાતની જરૂર હોય છે. સ્વયંસિદ્ધ સનાતન તત્ત્વને સાબિતી કે જાહેરાતની જરૂર નથી.
આ “રોગ” “નીરોગ”ના સંદર્ભમાં એક પ્રસંગ કહું આ વખતે એટલે ઑગસ્ટ મહિનામાં શ્રી અરવિંદના આશ્રમમાંથી શ્રી રમણાશ્રમમાં કેટલાક જિજ્ઞાસુઓ આવેલા હતા. તે વખતે બીજા કોઈએ એવો પ્રશ્ન કર્યો કે, પ્રશ્ન: શ્રી અરવિંદ એમ માને છે કે વિજ્ઞાનમય શરીર એવું થશે કે જેમાં રોગ આવશે નહીં. જે વૃદ્ધ થશે નહીં અને જે આપણી ઇચ્છા વગર મરશે નહીં. ઉત્તર: શરીર એ જ એક રોગ છે, એ રોગ લાંબો વખત રહે એવું ઇચ્છવું એ જ્ઞાની પુરુષોનું કામ નથી. કોઈ પણ રીતે દેહનું અભિમાન છોડવાનું છે. દેહ હું છું એ શાન જેમ આત્મજ્ઞાનને અટકાવે છે તેમ દેહ હું નથી એવું જ્ઞાન જેને બરાબર થાય તેની ઇચ્છા ન હોય તો મુક્ત થાય છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૩૬) શ્રી રમણ મહર્ષિ પરિચય અને બોધ” આવૃત્તિ પમી: ૧૯૭૮-પાનું ૬૩-૬૪ લેખક: બ્રહાલીન સ્વામી માધવતીર્થ
સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય આપણા વિચારો તે સ્વરૂપમાં સ્થિર નહીં થાય અને વિચારોની અસ્થિરતાથી બુદ્ધિનો રોગ થશે, મન કે ચિત્તમાં શ્રદ્ધા નહીં હોય અને સંશયશંકાથી સભર મન સદાય સંકલ્પ-વિકલ્પમાં ઝોલાં ખાશે તો મનનો રોગ થશે. અને જે વ્યક્તિ હકીક્તમાં તો આત્મસ્વરૂપે અભય છે તેને પણ અસલામતીની લાગણી સતાવશે. ફીલિંગ ઑફ ઈનસિક્યૉરિટી અસલામતીની લાગણી કે ભાવ-તેવી વ્યક્તિને ભયભીત કરશે. જે વ્યક્તિ નિસ્વરૂપે-આત્મરૂપે-સૌનું અધિષ્ઠાન છે તેને આરોપની, સંસારની ભ્રાંતિ પરેશાન કરશે અને મનનો રોગી તે એવું અનુભવશે કે હું તરછોડાયેલ છું, તિરસ્કૃત છું, મારું કોઈ નથી, કેવી મહાન ભ્રમણા! જે સર્વનો આધાર છે-તે માને છે કે હું ' તિરસ્કૃત છું, આ છે પીડા “ફીલિંગ ઑફ રિજેકશન”ની. કોઈ પીડાય છે લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રંથીથી, ઈન્ફિરિયૉરિટી કે સુપિરીયૉરિટી કૉમ્પલેક્સ'થી.
જ્યારે કોઈને હિસ્ટીરિયા કે એપીલેપ્સીની ફીટ આવે છે. કોઈ ભ્રમ, વિભ્રમ કે મતિ ભ્રમના ભોગ થઈ પડે છે. પણ આવા શરીરના, મનના કે બુદ્ધિના તમામ રોગ અજ્ઞાનમાં છે. અને “અજ્ઞાની” રોગોનો સરદાર છે, મૂળ છે. જ્યાં સમજાયું કે
मनोबुद्धयहंकार चित्तानि नाहं
વિલનનો શિવોહમ્...શિવોહમ્.... | હું મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત નથી પણ ચિત, ચૈતન્ય અને આનંદ સ્વરૂપ સાક્ષાત્ શિવ છું, ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ ભસ્મીભૂત થાય છે.
‘મનું નિરામસિ’ હું આભાસરહિત છું. સૌ ભાસ, આભાસ, પ્રતિભાસ મનમાં પડે છે. હું મન નથી તો ભાસ કેવો? નથી ભુજમાં ભાસ કે હું પાપી છું, નથી આભાસ કે પુણ્યશાળી છું. તેમ જ નથી દુષ્ટ કે દતા, નથી યોગી કે ભોગી, નથી મૂર્ણ કે પંડિત, નથી શાંત કે વિક્ષિણ, નથી પ્રસન્ન સમાધિથી કે નથી ચિંતિત અસમાધિથી, આ બધા જ ભાવ આભાસ કે ભાસ છે. મારામાં આવો કોઈ ભાસ નથી. હું નિરાભાસ છું.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૩૭). ઘણી વાર પૂજા, જપ, ધ્યાન, ચિંતનમાં આભાસ થાય છે કે હું ઊંચે ઊઠયો, ઊડયો, પ્રકાશનો સાક્ષી બન્યો. અરે અનાહત નાદનો શ્રોતા થયો, પૂજામાં મગન થયો, આનંદિત થયો. આ તો બધાં ધ્યાનમાં વિન છે. રસાસ્વાદ જેવા “લય' જેવા, જેમાં વ્યક્તિને ઝોકું આવે નિંદર આવે અને ભાસ' થાય કે સમાધિ આવી. આવનાર, જનાર, સમાધિ, ભાસ, આભાસ કે પ્રતિભાસ હું નથી. કેમ કે કોઈ સમયે હું ક્યાંય જતો નથી. અને સર્વ સ્થળે હાજરાહજૂર છું તેથી “ભાસ જેમ ઉત્પન્ન થવાનો કે કયાંયથી આવવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. હું આભારહિત આત્મતત્ત્વ . નિર્વિવ:' હું નિર્વિકલ્પ છું.
હું નથી કલ્પના, નથી પરિકલ્પના, નથી સૈદ્ધાંતિક કલ્પના, નથી હું સંકલ્પ કે વિકલ્પ, નથી શંકા કે સંશય. તે તો બધી અંત:કરણની વૃત્તિઓ છે. “સંવવિજ્યાભિ અત:વનગવૃત્તિ: હું અંત:કરણને સાક્ષી તેથી ભિન્ન છું. જાગ્રતમાં સ્થૂળ સૃષ્ટિના પદાર્થોન ગ્રહણ કરવાનો કે ત્યાગ કરવાનો સંકલ્પ મારો નથી. જાગ્રતની હતાશા, નિરાશા, ભરાશા, નિષ્ફળતામાંથી નાસી જવાનો કે દિવાસ્વપ્નના સામ્રાજ્યમાં પ્રવેશ કરવાનો સંકલ્પ પણ મારો નથી. મન_ જ ભાગેડુ વૃત્તિ ઊભી કરી મુસીબતમાંથી નાસી જવાનો કે પ્રયત્ન કરે છે. અને જો તેમાં નિષ્ફળ જાય તો મન ઈજજતભેર નિષ્ફળતામાંથી છટકવા “હિસ્ટીરિયાની ફીટ’ ‘તાણ” ઊભી કરે છે, જેથી લોકોની હમદદ પણ મળે છે અને પરિસ્થિતિનો માનપૂર્વક નિકાલ થાય છે આવા તમામ સંકલ્પો જે મન કરે છે. નિર્ણયો જે ચિત્ત લે છે, તેનો હું સાક્ષી છું તેથી જ તો હું નિર્વિકલ્પ છું.
સ્વપ્નમાં જાગ્રતની અધૂરી ઇચ્છા કે અતુમ વાસાનાને અવનવા સ્વાંગમાં રજૂ કરી અધૂરપ પૂર્ણ કરવાનો સંકલ્પ પણ મારો નથી. તેને તો પ્રોસેસ ઑફ વિશક્લિમેન્ટ' કહેવાય છે. મનનું પ્રક્ષેપણ કહેવાય છે. પ્રોજેકશન
ફ માઈન્ડ” અરે, સ્વપ્નસૃષ્ટિમાં જે નાટકીય તત્ત્વ છે ડ્રામેટાઈઝેશન તે પણ નથી મારો પ્રયત્ન નથી વિકલ્પ કે સંકલ્પ. મનની માનસિક રમત છે. હું તો સાક્ષી છું સ્વપ્ન અને જાગ્રતનો. અને તે જ પ્રમાણે રખે કોઈ માને કે સુષુમિની સંલ્પ-વિકલ્પરહિત સ્થિતિ હું છું. હું તો સુપુતિના અજ્ઞાનનો પણ સાક્ષી, અશાનથી મુક્ત જ્ઞાનસ્વરૂપ “અવસ્થાત્રયાણી
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) " આમ જાગ્રત અવસ્થા સાથે સંકળાયેલ સ્થળ શરીરનો કોઈ રોગ હું નથી તેથી નિરામય છું અને સ્વપ્ન અવસ્થા સાથે જોડાયેલ સૂક્ષ્મ શરીરનો કોઈ આભાસ નથી તેથી હું નિરાભાસ છું. તે જ પ્રમાણે સુષુપ્તિ સાથે સંલગ્ન કારણ શરીરની સંકલ્પ-વિકલ્પરહિત અશાનમય સ્થિતિ પણ હું નથી તેથી જ નિર્વિકલ્પ છે અને હું તે જ નિર્વિકલ્પ.
| ‘અર માતઃ' હું સર્વવ્યાપક છું. હું, તમે, “આપણે સૌ સર્વવ્યાપ્ત છીએ. સર્વવ્યાસ ન હોઈએ તો કદી | આપણે નિરાકાર કે સૂક્ષ્મ ન હોઈ શકીએ. એટલું જ નહીં પણ દેશ,
કાળ અને વસ્તુથી મુક્ત પણ ન હોઈ શકીએ. અને અજર, અમર, 'અભયની વાત આપણને સ્પર્શી પણ ન શકે.
આમ, સતત પ્રયત્નશીલ રહી શરીરભાવને નાબૂદ કરી વિચારવું કે હું અસત્ દેહ નથી પણ નિરામય, નિરાભાસ, નિર્વિકલ્પ, સર્વવ્યાપ્ત આત્મા છું, તેવી વિચારણા તે જ શાન કહેવાય છે. કેમ કે જેવી વિચારણા તેવી જ વ્યક્તિ થાય છે ....વિચારોની અનુભૂતિમાં વિચારો, વિચારક ગુમનામ થાય છે. બચે છે માત્ર જ્ઞાનરૂપી અનુભૂતિ.
જ્ઞાનના સ્વરૂપની ચર્ચામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કયું જ્ઞાન? કેવું જ્ઞાન? માત્ર હું દેહ નથી અથવા હું સાક્ષી છું તેટલું જ જાણવાથી જીવનનો પ્રશ્ન હલ થઈ જશે? આપણે જેટલું સમજીએ છીએ તેટલું એ સરળ નથી. જ્યાં સુધી જીવ અને બ્રહ્મનું ઐકય નહીં જણાય ત્યાં સુધી
જીવ જીવ રહેશે અને બ્રહ્મ બ્રહ્મની જગ્યાએ જ જણાશે, તનાબૂદી તે માટે ભેદ નિઃશેષ નષ્ટ થવો જોઈએ. જીવ એ જ બ્રહ્મ છે, બે જુદા 'નથી તો એક થવાનો પ્રશ્ન જ ન હોય; પણ અશાનમાં બ્રહ્મ જ જીવ ? જેમ ભાસે છે, જેમ અંધારામાં દોરી જ સર્પ ભાસે છે. જે ક્ષણે ભેદભ્રાંતિ
દૂર થશે તે જ ક્ષણે અવિદ્યા અને સ્વરૂપ અજ્ઞાનસહિત હું દેહ છું તે ભ્રાંતિ દૂર થશે. અદ્વિતબોધ તે જ જીવ-બ્રહ્મ ઐક્ય અને ઐક્ય-શાનથી જ હેત અજ્ઞાનની નાબૂદી થશે. તે જ દશવિ છે.
निर्गुणो निष्क्रियो नित्यो नित्यमुक्तोऽहमच्युतः। नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥ २७॥
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૩૯) : મક નિર્ણન: નિયિ: =હું નિર્ગુણ, નિરિ, નિત્ય નિત્યપુર: મતઃ =નિત્ય, નિત્યમુકત, અમૃત છું. દિ. . .. =અને અસત્ : હ: અ ર =અસત્ રૂપ દેહ હું નથી જ્ઞાનમ્ રતિ ડચ સુધઃ =બુદ્ધિમાન અને શાન કહે છે.
જે કોઈ કાળે અનાયાસે પ્રભુ મળી જાય અને પૂછે કે તમે તમારા સદ્ગણ અને દુર્ગુણ બેમાંથી શેનો નાશ ઇચ્છો છો?
તો આપણે શું કહેવાના? મોટા ભાગે દરેકને પુણ્ય સાચવવાં છે; પાપનો સંહાર કરવો છે. દુર્ગુણને ત્યાગી સદ્ગણ સંગૃહીત કરવા છે. જ્યારે ઘણાને પુણ્યશાળી, સદ્ગણીનો ડોળ કરવો છે, દેખાવ કરવો છે, પણ તત્ત્વની ષ્ટિમાં તો બન્ને કેદ છે. બન્ને બંધન છે. આપણે બસસ્ટેન્ડ ઉપર ઊભા હોઈએ ત્યારે ભિખારી વારંવાર માગે છે. મનમાં લાગે છે કે આ ગંદો, ગોબરો, માખો બણબણતો આઘો જાય તો સારુંતેને દૂર ખસેડવા જ કંઈ આપવાની. ઇરછા છે; નહીં કે ‘દયા’ છે. પણ દયા” છે; તેવું ઘા ની હરીમાં સાબિત થાય તો દાન” યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ ગણાય. આવા વિચારમાં આપણે ડૂળ્યા છીએ. અચાનક ધારો કે તમારા ભાવિ જમાઈ ત્યાં આવી ચડે તો તરત જ ભિખારીને બોલાવી તમે એક રૂપિયાની નોટ આપી દો છો તે ખરેખર ભિખારીને નહીં, તમારા ભાવિ જમાઈને ચાંલ્લો જ છે. છતાં ‘દયા’નો આવો ભાવ સત્વગુણની વૃત્તિ છે. “હું દયાળું ” તે દંભ છે, પણ તે રસગુણની વૃત્તિ છે, અથવા જો આપણામાં એવો વિચાર જાગે કે બસની આટલી મોટી લાઈન છે છતાં કોઈ ભિખારીને આપતું નથી, આજકાલ લોકો નિર્દય થયા છે. તો તે બીજા માટે હીનતાનો ભાવ તે તમોગુણની વૃત્તિ છે. આવા ગુણ અને તેની વૃત્તિ જ વ્યક્તિ પાસે કર્મ કરાવે છે. ગુણ માત્ર બંધન છે. પછી ' સત્ત્વગુણ કે રજોગુણ, સદ્ગણ કે દુર્ગુણ; પાપ કે પુણ્યનું બધું જ બંધન માત્ર છે. બંધનમુક્ત થવા નિર્ગુણ, નિરંજન, નિરાકારનું જ્ઞાન આવશ્યક છે. તે જ્ઞાન કેવું? ગુણાતીત જેવું. ગુણાતીત એટલે જ આ નિર્ણન: હું ગુણરહિત છું અર્થાત હું સત્વ, રજસ, તમસથી મુક્ત છું. અને કંઈ જન્મેલું છે, રચાયેલું છે, સર્જાયેલું છે તે સર્વ ગુણથી આચ્છાદિત
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૪૦)
છે. ગુણથી મુક્ત નથી. કારણ કે માયા જ ઉપાદાન કારણ છે સર્જનનું, અને માયા ત્રિગુણાત્મિકા છે. તેથી સર્જનમાં ત્રણ ગુણ છે. કૃષ્ણ પરમાત્માએ તો સ્પષ્ટતા કરી છે કે મેં ચાતુર્વર્સ્ટની રચના કરી છે, પણ ગુણ અને કમને ધ્યાનમાં રાખીને.અર્થાત ગુણ કર્મના વિભાગ પ્રમાણે “વાતુર્વષ્ય માં સૂઈ ગુગલ વિભાગ:” જે આ વાત સાચી છે તો પછી કઈ રીતે કોઈ ગુણથી મુક્ત થઈ શકે? વાત તો સાચી છે. માટે જ વ્યક્તિગત ભેદ છે. ‘ઈન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ” છે. સ્વભાવગત ભેદ છે. માટે જ દરેકના કર્મમાં ભેદ છે. છતાં આ તો શરીરભાવમાં છે. જે પોતાને સજયલ -જન્મેલ માને તેને માટે તે સત્ય છે. જે પોતાને માયાનું કાર્ય માને તેના માટે તે છે. આવી સ્વીકૃતિ આત્મઅજ્ઞાનમાં જ શક્ય છે. હું શરીર હોઉં તો જ હું તમસ ગુણનું કાર્ય છે અને સૂક્ષ્મ શરીર સત્વગુણનું કાર્ય; કર્મેન્દ્રિય રજસ ગુણનું કાર્ય પણ આત્માથી શરીરને વિખૂટું પાડતાં જ; હું શરીર છું ભ્રાંતિ નાશ પામે છે. અને સમજાય છે કે નથી હું કોઈનું કાર્ય, નથી મારે કોઈ કાર્ય, નથી હું કોઈનું કારણ નથી મારે કોઈ કારણ. હું અજન્મા છું. જન્મેલું સર્વ અતુ છે. તેનો મને સંગ નથી. પછી તેના ગુણો મારા કેવી રીતે હોય? અરે જે માયાના ત્રણ ગુણ છે તે માયા એટલે જ ય મ. યા=ણી મા =નથી તે. માથા પોતે જ ભ્રાંતિ તો તેના ગુણ ક્યાંથી અસ્તિત્વમાં હોય! હું તો માયાથી મુક્ત છું. નથી સુખનો અનુભવ કરાવતો સત્વગુણ મારામાં નથી કર્મ માટે પ્રેરતો રજ મારામાં નથી પ્રમાદથી ઘેરતો તમ મારામાં. હું તેથી જ ગુણાતીત અથ નિર્ગુણ છું. અભેદ તત્વ છું. મ્નતમાં જે ભેદ છે...તે ગુણના લીધે જ છે, પછી તે પદાર્થના ગુણ હોય; દ્રવ્યના હોય; વ્યક્તિના હોય કે ગમે તેના હોય. જન્મેલાને ગુણ છે, ભેદ છે, ભય છે. હું અજન્મા, નિર્ગુણ, અભેદ, અભય આત્મસ્વરૂપ છું.
| ‘અદકુ વિચિ:’ ‘હું કિારહિત છું.” આ તો કર્મનો જમાનો છે, કિયાનો યુગ છે. દરેકને કંઈ ને કંઈ કરવું છે. સામાન્ય જનમાં એવી જ ભ્રાંતિ ઘર કરી ગઈ છે કે કંઈ ન કરવું શક્ય જ નથી. જે કંઈ કામ ન હોય તો નવયુગનાં યુવા-યુવતીઓ
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૪૧). નવી સૂત્રાત્મક ભાષામાં વાત કરશે બોરીયત' બોરિંગ' “માખીઓ મારવી' બામ” “સવા નવ ને પાંચ” “હાઉ ઢ ક્લિ ટાઈમ ઈસ ધ ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ પણ આવા લોકો સ્વયં એક કોયડો’ છે. પ્રોબ્લેમ છે તેવું તે સમજતા નથી. ક્રિયા કે કર્મ કરવાથી શાન્તિ, સુખ, આનંદ મળશે તેવી માન્યતાના
સ્વીકારમાં તેમણે માન્યું છે કે સુખ, આનંદ, શાન્તિ ઉત્પન્ન થઈ શકે તેમ છે, પ્રયત્ન દ્વારા પેદા થઈ શકે તેમ છે. એટલું જ નહીં પણ બહારથી આવવાની વસ્તુ છે. તેથી તેઓ નિરંતર પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને શિખામણ પણ એવી જ અપાય છે કે “કિપ થોર માઈન્ડ એંગેજડ” “મનને કાર્યશીલ રાખો” “ગીવ ઓક્યુપેશન ટુ માઈન્ડ” આવી સમાજની ભ્રાંતિએ, યુવા અને વડીલોને ચિંતન, મનન અને મનોમંથનથી વંચિત રાખ્યા; બધે જ લાયન્સ” “ઈનર વ્હીલ” “રોટરી” ‘સ્પોર્ટસ ક્લબ” “ટુડિયો ર૯'; “નાઇટ ક્લબ’ ‘ચિત્રલોક સિને સક્લ’ અનેક સંસ્થા ખુલી. "ક્યાંય’ ‘ચિંતન..મનન’ની ક્લબ ન ખુલી...જ્યાં કંઈ નહીં કરવાનું કરવું તેવું શિક્ષણ અપાય. તેથી જ સમાજ ચંદ્રને સ્પર્શ કરી શક્યો; પણ પોતાના સ્વસ્વરૂપથી સદાય અસ્પૃશ્ય જ રહ્યો, કારણ કે કર્મની ક્રિયાની ધૂન પર સવાર થયો.
પ્રશ્ન એ થાય છે કે કર્મ કે યિા કરે કોણ? જેનામાં ઊણપનો, અપૂર્ણતાનો ભાવ છે તે જ કર્મ કરે. ફીલિંગ ઓફ ઈનકમ્પ્લીટનેસ' જ કર્મની પ્રેરણા આપે છે. આવી ભાવનાથી પીડાતા લોકોનો વળી બીજો પ્રશ્ન છે કે કેવું કર્મ કરું, સકામ કે નિષ્કામ? નિષ્કામ કમીના કર્મની પાછળ પણ કોઈ સકામ વાસના ડોકિયાં કરતી હોય છે. સામાજિક સંસ્થાઓ, પરોપકારી સંસ્થાઓ પણ કુદરતી આફતોના સમયે સેવા જરૂર કરે છે, છતાં જાહેરાત, પ્રોપેગેન્ડાથી મુક્ત થઈ શકતી નથી. ગવર્નર કે મુખ્ય પ્રધાનના હાથમાં દાનનો ચેક આપતા ફોટાઓ તમે વારંવાર અખબારના પ્રથમ પાને, મોટા મથાળા સાથે જોશો. આવી નિષ્કામ પ્રવૃત્તિમાં પણ ક્યાંક ખૂણેખાંચરે...પ્રતિષ્ઠા, સત્તા, મહત્તાની ભૂખ, ભિખારી બની ટૂંટિયું વાળી સૂતી હોય છે. તેથી ફોટામાં લાખોનો ચેક આપનાર દાનવીર, હૃદયમાં ભિખારી થઈ ફરતો હોય છે. આવા સમાજસેવકો, અને સામાજિક સંસ્થાઓ; જે કોઈ કાર્યક્ટો યોજે છે.તેના મૂળમાં અંતે તો ફંડફાળો જ મુખ્ય હોય છે. અર્થાત્ આવી
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૨)
પ્રવૃત્તિનો હેતુ રણ્ ગુણ દ્વારા સ્થપાય છે; તે પ્રવૃત્તિનાં ક્લેવર સત્વગુણ જેવાં સાત્વિક દેખાય છે. અને આવી પ્રવૃત્તિને વેગ પ્રતિષ્ઠા વધારવા માટે અપાય છે. મુમુક્ષુ, સાધક કે તત્વના ચિંતનમાં રસ ધરાવનારે સમજી લેવાનું કે કોઈ પ્રવૃત્તિ ગુણમુક્ત નથી. અને પ્રવૃત્તિ એટલે જ રજનો જીવતોજાગતો...પ્રવાહ અને સારામાં સારી પ્રવૃત્તિ પણ જો અંત:કરણશુદ્ધિને માર્ગે પ્રયાણ ન કરાવી શકે તો તે ત્યાજ્ય જ છે, કેટલાક સમજે છે કે પ્રવૃત્તિ હવે દુ:ખદાયક થઈ પડી છે. પણ હોદો, માન, મોભો પ્રવૃત્તિને ત્યાગી શકે તેમ નથી. તેમના જીવનમાં સંઘર્ષ છે. અને તેમની દલીલ છે કે સાત્વિક પ્રવૃત્તિમાં ક્યાં છે બાધ! ક્યાં છે નિષેધ નિષ્કામ કર્મનો!
પોતાની ઊણપ, અપૂર્ણતાનો ખ્યાલ; “ફીલિંગ ઓફ ઈન્કમ્પ્લીટનેસને પોષવા છાવરવા અને સમાજમાં મળતા “સન્માનને ટકાવવા તે કહે છે કે “મારું
જીવન શા માટે વેડફાય. ભલે લોકોના કલ્યાણ માટે...મારાં સમય, ધન, * શરીર નો ઉપયોગ થાય” આ જ છે નરી ભ્રાંતિ. જાણે ભગવાને તેને લોકોના કલ્યાણનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય. એક વાત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે જ્યાં સકામ, નિષ્કામ કર્મની વાત છે....ત્યાં “સ્વરૂપનું અશાન” છે. અને “હું શરીર છું” તેવું ભ્રમાણત્મક જ્ઞાન છે. “આ મારી ફરજ છે;”. “મારી પવિત્ર જવાબદારી છે” “મારે સમાજનું, કુટુમ્બનું વ્યક્તિનું, રાષ્ટ્રનું ણ ચૂક્વવાનું છે.”આવા સૂત્રો સાથે સમગ્ર સમાજ કર્મ, ક્ષિા કર્તવ્યની જવાળાઓમાં સળગી રહ્યો છે.
કર્તવ્ય જલતી આગ હૈ, સબકો જલાતી હૈ યહી સો વૃક્ષ કેસે હો હા હો આગ જિસમેં લગ રહી છે ક્તવ્યસે છૂટ જાય સો; ઈસ આગસે બચ જાય છે. * પીયુષધારા નિત પિયે; ભય શોક સબ ભગ જય હો
(‘અવગીતા'નો ભાવાનુવાદ) કર્તવ્યજવાળાથી દધ્ધ સમાજને અણાવમુનિ સંકેત આપે છે અષ્ટાવક્રગીતામાં
“વ્યકતમાdખવાતા ધાન્તાત્મના
कुत: प्रशमपीयूषधारासारमृते सुखम्॥१८/३॥ છે એટલું જ નહીં પણ નિષ્કામ અને સકામ કર્મની વચ્ચે સંઘર્ષમાં જીવતા
સૌ અજ્ઞાની જ છે કારણ કે જેને દેહાભિમાન છે, “હું શરીર છું”
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) તેવો પૂર્વગ્રહ જેનો ગયો નથી તેનો જ પ્રશ્ન છે કે ક્યું કર્મ કરું? સકામ કે નિષ્કામ?
“નિષ્ઠા રખું નિષ્કર્મ યા કમિ નિષ્ઠા ધરું! યહ પ્રશ્ન દેહાસક્તા હૈ ક્યા કરું ક્યા નહિ કરું! નિષ્કર્મસે નહિ હાનિ છે; નહિ કર્મ મેં કુછ અર્થ છે! અભિમાન દોનો ત્યાગ દે; યહ હી પરમ પુરુષાર્થ છે!
(ભાવાનુવાદ-અષ્ટાવક્સીતા). રાજા જનકને ઉપદેશતાં અષ્ટવક્સીતામાં ઋષિ અષ્ટાવક દ્વારા કહેવાયું કે
कर्मनष्कयनिर्बन्धभावा देहस्थयोगिनः। संयोगायोगविरहादहमासे यथासुखम्॥१३/४॥ ..
"देहाभिमानी कर्म या निष्कर्मका आग्रह करे। કુફ યોગ-વિયોગ કુછ સુલતે ત્ર ણે પરે”
(કાવ્યાનુવાદ -સ્વામી ઓમકારાનન્દ) જેને સ્વરૂપનું જ્ઞાન છે તેને ખબર છે કે હું તો નિરવયવી છું તો ' કર્મ કરું કેવી રીતે? નિરાકારને વળી કર્મ કેવાં? અરે હું તો સર્વવ્યાપ્ત છું. મને કંઈ અપ્રાપ્ય નથી. તો હું કેનામાં? ક્યાં? શું મેળવવા યિા કરું? હું તો મારામાં સંતુમ છું. સંતુષ્ટ છું. મને કર્મની સ્પૃહા કેવી? માતાની આ મૃદા! મારામાં સ્પૃહા, ઇચ્છા, વાસના, કામના નથી. મહત્વાકાંક્ષા અજ્ઞાનની નિશાની છે. મારા શાનમાં અજ્ઞાનનો અંશ નથી. મારા સ્વરૂપમાં કર્મનું અસ્તિત્વ નથી. મારી પરમપૂર્ણતામાં અપૂર્ણતાની, ઊણપ'ની ભ્રાંતિ નથી માટે જ હું... હું નિષ્ક્રિય છું “મુ નિક્રિયા
મારો નિ:સંદેહ નિશ્વય છે કે અર્થ, કામ કે કોઇ પણ કર્મ કદી શાનિ નહીં આપી શકે. એ જ ભાવ અષ્ટાવકમુનિ જનકને ઉપદેશતાં અભિવ્યક્ત કરે છે.
“अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा। પ્રશ: સંસારનાર વિશ્રામમૂન્મ: ૨૦/૦ || "क्या अर्थसे क्या कामसे शुभकर्मसे भी क्या हुआ।
संसार बनमें ही भ्रमा मन शान्त इससे ना हुआ॥" જેને નિજ સ્વરૂપ સમજાય છે તેને સ્પષ્ટ થાય છે કે હું નિરાકાર, નિરવયવી નિષ્ક્રિય છે. મારામાં વૃદ્ધિ કે હાનિ નથી. તેથી મને કર્મ કરવાથી !
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૪)
નથી ફાયદો કે વૃદ્ધિ, સૂઈ રહેવાથી નથી હાનિ.
स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा।
नाशोल्लासौ विहायास्मादहमासे यथा सुखम्॥ "सोते हुए भी हानि नहीं; नहीं यत्नसे कुछ सिद्धि है। सुखसे रहूं निश्चल सदा मुझमें न कुछ क्षयवृद्धि है॥
(અષ્ટાવક્રગીતા, ૧૩---૬) માટે જ આપણે સૌએ સતત વિચારણા કરવી રહી કે અનેક જન્મો, અનેક યોનિઓમાં પસાર થઈ આજે માનવજન્મની ઉત્કૃષ્ટ યોનિમાં જે આવી - ચક્યો છું તો શા માટે મારા સ્વરૂપના ચિંતનમાં જ સમય ન વિતાવવો...અને
સ્મરણ કરવું કે હું નિક્તિ, નિરંજન તત્વ છું. મન, વચન, કાયાથી અનેક વીતેલા જન્મોમાં કર્મ તો કર્યું જ છે. શા માટે હવે સ્વરૂપને, - અંતરાત્માને સમજી ઉપરામ ન થવું!
મદ અન્સ: “હું અતિરહિત છું.' છે જે સ્વરૂપની યાત્રા માટે મેદાને પડયો છે તેણે સતત સ્મરણ કરવું કે જે જે વસ્તુમાં ચંચળતા છે, પરિવર્તન છે, ફેરફાર છે, સ્મૃતિ છે, વૃદ્ધિ છે, ક્ષય છે તે હું નથી. તેટલું જ નહીં પણ તે સર્વ અનાત્મામાં, આકારમાં અને જડમાં છે. ચેતન સદા અતિરહિત છે. હું પરમ ચૈતન્ય છું -તમામ અતિનો કટા અને સાક્ષી છું. માટે જ હું મળ્યુત અતિરહિત
ચંચળતા મારા ચિત્તની વૃત્તિ છે. નથી હું વૃત્તિ, નથી ચિત્ત, અતિ છે સંસારમાં, સર્જનમાં નથી હું સજલ કે નથી હું સંસાર, અતિ છે માયામાં અને તેના ત્રણ ગુણમાં. પણ હું માયાથી પર, નિર્ગુણ, નિર્વિકાર, | નિરાકાર, આત્મા છું. શ્રીકૃષ્ણ નામ દૂર કરતાં શેષ રહે ચૈતન્ય; અને પરમ ચૈતન્ય એ જ અભુત તત્વ છે. તેથી જ કૃષ્ણ પરમાત્માનું નામ અશ્રુત છે. આમ જે જ્ઞાન દ્વારા જીવતાં જ નામ અને આકારને ફગાવી દઈ શકે. તે તે જ ક્ષણે અનુભૂતિ કરી શકે કે બચે છે માત્ર ચૈતન્ય અને ચૈતન્ય તે જ અચુત..હું.અને હું....એટલે જ અતિ, ક્ષયવૃદ્ધિરહિત અચુત.
‘મ નિત્યમુત્ત: હું નિત્યમુક્ત છું હું, ‘તમે” આપણે સૌ “સ્વ' સ્વરૂપના જ્ઞાનમાં તો માત્ર મુક્ત જ
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૫) નથી, પણ નિત્યમુકત છીએ. એવો કોઈ સમય નહોતો જ્યારે આપણે મુક્ત હતા, નથી, અને હોઈશું પણ નહીં
હું નિત્યમુક્ત છું અર્થાત મુક્તિસમયમાં માનવપ્રયત્ન દ્વારા, કોઈ દેશમાં પેદા થઈ શકે તેમ નથી. “લિબરેશન કેન નોટ બી ક્રિએટેડ ઈન ટાઈમ એન્ડ ઈન સ્પેસ બાય હ્યુમન એફર્ટસ. હર ક્ષણે હું મુક્ત છું. પણ હું જાણતો નથી. અજ્ઞાનના આવરણથી, શરીર સાથેના તાદાત્મથી, જીવ-બ્રહ્મના ભેદભાવથી, અને જન્મોના અવિદ્યાજનિત અનાત્મસંસ્કારથી મારી સ્વરૂપ છે વિશેની અજ્ઞાનતા કે સ્વરૂપની વિસ્મૃતિથી જ મારી અને બ્રહ્મની વચ્ચે ભ્રાંતિરૂપી ભેદ છે. ભ્રાંતિરૂપી ભેદથી મુક્તિ નષ્ટ થતી નથી જેથી તે ફરી ઉત્પન્ન થાય. આત્મા તો સદા દેશ, કાળ, વસ્તુથી, મુક્ત જ છે.' એવું જે ક્ષણે અપરોક્ષજ્ઞાન થાય અને તે આત્મા કે બ્રહ્મ હું જ છું, તેવું ભાન થાય ત્યારે અવિદ્યા, અજ્ઞાન હોતાં નથી. બન્ને પરસ્પર પૂર્ણ વિરોધી સાથે રહી શકે નહીં. આમ અજ્ઞાનનો નાશ તે જ સ્વરૂપનું જ્ઞાન છે. તેનો અર્થ જ્ઞાન કે મુક્તિ ઉત્પન્ન થઈ ગઈ તેમ નહીં જ. ધારો કે આપણી અને સૂર્યની વચ્ચે વાદળ છે. તેથી સૂર્ય દશ્ય નથી પણ વાદળાં ખસી જતાં સૂર્યદર્શન થાય. તેથી કંઈ સૂર્ય નહોતો અને પેદા થયો તેમ નહીં જ ગણાય. તેવી જ રીતે મુક્તિ પેદા ન થાય. આત્મસાક્ષાત્કાર માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયાં હોતાં નથી. તે અમુક સ્થળે અમુક રૂપે દેખાય, દર્શન દે; આ બધી વાતો, આવાં પુસ્તકોનાં વર્ણનો ભ્રાંતિ સિવાય કંઈ જ નથી. મુક્તિ તો અત્યારે અને અહીં જ મોજૂદ છે. “લિબરેશન ઈઝ હિયર; એન્ડ નાઉ મારે મને મળવા બીજે ન જવું પડે! આત્મા, ક્યાંકથી આવશે? માટે રાહ પણ ન જોવી પડે માટે જ સમજવાનું કે હું નિત્યમુક્ત છું. નથી મને કાળનું બંધન. હું હતો, છું અને રહેવાનો. નથી મને દેશનું બંધન કેમ કે હું નિરાકાર, સર્વવ્યાપ, સર્વ સમયે અને સર્વ સ્થળે મોજૂદ છું. નથી મને વસ્તુનું બંધન. કેમ કે મારામાં સ્વગત, સ્વજાતીય વિજાતીય ભેદ નથી. હું અભેદતત્વ છું.
આમ નિત્યમુક્ત હોવા છતાં જ્યારે અનાત્મા સાથે તાદાત્મ કરી અનુભવીએ છીએ કે હું બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય છું. હું ગૃહસ્થી કે સંસારી છું, હું
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૬) ' જન્મેલો છું, હું પાપી કે પુણ્યશાળી છું ત્યારે બંધનનો ભાવ ઊભો થાય
છે. જેમાં વાદળાં હોવા છતાં સૂર્ય છે તેમજ બંધનનો ભાવ હોવા છતાં મુક્તિ છે. છતાં તે મુક્તિની અનુભૂતિ વ્યક્તિને થતી નથી.
સ્મૃતિએ કહ્યું કે હું નિત્ય છું, અજન્મા છું. મારો ક્ષય કે મૃત્યુ નથી છતાં શરીરતાદાત્મથી ‘સ્વરૂપ” ન સમજાયું.
"अजो नित्यः शाश्वतोऽयं पुराणो
ન હન્યતે રમાને પાર' ર-ર | કૃતિ દ્વારા પણ એ જ ઉપદેશાયું છે કે હું નિત્ય મુક્ત છું. તેજોબિંદુ ઉપનિષદે ઘોષણા કરી કે
“સત્તાન તો મો વન' હું માત્ર ભાવરૂપ છું = અસ્તિત્વરૂપ છું. શુદ્ધ મોક્ષ મારું જ સ્વરૂપ
'नित्यः शुद्धो बुद्धमुक्तस्वभाव: सत्यः सूक्ष्मः
संविभूश्चाद्वितीयः। आनंदाब्धियः परः
सोऽहमस्मि प्रत्यग्धातुर्नात्र संशीतिरस्ति"॥१६॥ ' “સર્વના મૂળરૂપ જે પરમાત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ (શાન સ્વરૂપ) મુક્ત, સત્ય, સૂક્ષ્મ, સત્તારૂપ, વ્યાપક, અદ્વિતીય અને આનંદસમુદ્ર છે તે જ હું છું તેમાં સંશય નથી.”
મટુપનિષદ” (૧-૧૧) આપણે એ જ વિચારવું રહ્યું કે જો સ્વરૂપે, સ્વભાવે હું નિત્યમુક્ત છું તો કેમ બંધન અનુભવાય છે. મુખ્ય કારણ છે દેહાભિમાન; અને રૂપ સાથેનું ખોટું અભિસંધાન, કન્ડીશનિંગ અને અનાત્મા સાથેનું સદીઓ જૂનું તાદાત્મ. “રત્ન આઈડેન્ટીફીકેશન વીથ નોટસેલ્ફ” જ જવાબદાર છે બંધનના ભાવમાં જે દેહ સાથેનું તાદાત્મ તોડી વિચારે છે કે હું મુક્ત છું તેને મુક્તિ હસ્તામલવતું હાજરાહજૂર જણાય છે. જે દેહાભિમાન સાથે જીવી. પોતાને જન્મ-મૃત્યુવાળો, બંધનયુક્ત માને છે તે જાતે જ બંધનના ચક્રમાં પોતાને ધક્કો મારે છે. અષ્ટાવક્ર અષિ જનકને કહે
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૪૭)
"मुकताभिमानी मुक्तोहि बद्धो बद्धाभिमान्यपि किंवदंतीह सत्येयं या मतिः सा गतिर्भवेत्" અભિમાન રખતા મુક્તિકા સો; ધીર નિલય મુક્ત હૈ. અભિમાન રખતા બન્યા; સો મૂઢ બંધનયુક્ત હૈ જૈસી મતિ વૈસી ગતિ લોકોક્તિ યહ સચ માન કરા. ભવબસે નિર્મુક્ત હો; હો જ અજર! હો જ અમર
(ભાવાનુવાદ, ભોલાબાબા) “છે મુક્ત મુકતાભિમાની એ: બદ્ધાભિમાની બદ્ધ છે
જેવી મતિ તેવી ગતિ; લોકોક્તિ પણ એ સત્ય છે” મર્યા પછી નહીં, જીવતાં જ મુક્ત થવા માટેનો એક જ રસ્તો છે
દહને જે દૂર કરે તે સ્વરૂપનિષ્ઠા પામશે
તત્કાળ બંધનમુક્ત થઈ; આત્મસ્વરૂપ એ જાણશે.” આમ, અહીં, અત્યારે જ, મુકત થવાનો એક માત્ર ઉપાય; કે અસત્ : શરીર હું નહી; તે મારું નહીં; તેમ વિચારસરણી શરૂ કરવી. અનાત્માના નિષેધ દ્વારા સૌનો નિષેધક બચશે. માત્ર આત્મા જે નિર્ગુણ, નિષ્ક્રિય, નિત્યમુક્ત, અય્યત છે તે જ આત્મતત્વ હું છું. તેમ વિચારતાં વિચારતાં.. “હુંઅને હું બચશે. અને રહે છે.. અને પછી. કોઈ ત્યાં નથી તેમ કહેનાર કે માત્ર હું છું તેમ કહેનાર પણ નહીં બચે. જે હશે તે વાચાતીત... અનિર્વાઅ... અવિષયઅને તેવી અનુભૂતિ તે જ જ્ઞાન
निर्मलो निश्चलोऽनंतः शुद्धोऽहमजरोऽमरः।
नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥२८॥ અદમ્ નિર્માત: નિત: અનંતઃ શુદ્ધ: મન: મ =હું મળરહિત, દઢ,
અંતરહિત, શુદ્ધ,
અજર, અમર છું. દિ અને અસર : રેઢ: મા અસતરૂપ દેહ હું નથી. જ્ઞાન રતિ ૩ વધે આ જ જ્ઞાન છે તેમ વિદ્વાનો કહે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્લોક ૨૪થી જ્ઞાનના સ્વરૂપ વિશે જે વિચારણા ચાલી રહી હતી તે વિચારની પૂર્ણાહુતિ થાય છે.
- “અદકુ નિર્માતઃ હું મળરહિત છું' જે જે અવિદ્યા કે અશાનનું કાર્ય છે તે સર્વ મળે છે. હું તો જ્ઞાનસ્વરૂપ છું. જ્ઞાનને અજ્ઞાનનો કે અવિદ્યાનો સ્પર્શ ક્યાં? બન્ને પૂર્ણ વિરોધી, એક સમયે, એક સ્થળે અસ્તિત્વમાં ન જ હોઈ શકે. જો મારા સ્વરૂપમાં અજ્ઞાન કે અવિદ્યા જ નથી તો તેનું કાર્ય ક્યાંથી હોય! હું અવિદ્યાજન્ય કાર્ય જે મળે છે, તેથી રહિત છું.
હું સ્વરૂપે સ્વચ્છ, શુદ્ધ, શુભ, જ્યોતિર્મય છું જેમ સ્થૂળ શરીર તમ| ગુણનું કાર્ય છે, તેથી અસ અને અશુદ્ધ છે તેમ હું “આત્મસ્વરૂપ” કોઈ ગુણનું કાર્ય નથી. એટલું જ નહીં હું શરીર જેમ પંચમહાભૂતનો સંઘાત નથી. મારામાં કોઈનું સંયોજન કે મિશ્રણ નથી. હું તો અસંગ, નિઃસંગ મિલાવટરહિત નિર્મળ છું.
આત્મા અસંગ છે. તેથી જ કોઈ પણ પદાર્થ કે દ્રવ્યનો મળ તેને લાગી શકતો નથી. જેમ આકાશમાં વંટોળ ઉછે, મળ તેમાં દેખાય, પણ તેને સ્પર્શ કરતો નથી. | આત્મામાં શરીરભાવ, દેહાભિમાનરૂપી મળ નથી જે અવિઘાજનિત છે.
હું શરીર છું તે સ્વીકારતાં જ હું રૂપાળો, બળવાન, સુખી, રાજા, ધનવાન વગેરે ભ્રાંતિ ઊભી થાય છે. એટલું જ નહીં હું કત', કે હું ભોક્તા છું એવો અહંકાર પેદા થાય છે. જે કર્મ કરાવે છે અને અનેક યોનિઓમાં લઈ જાય છે. આ કર્મ એ જ માનવજીવનમાં મળે છે કારણ કે તે જ જીવાત્માને પતનના મહાસાગરમાં લઈ જાય છે. શ્રી રમણ મહર્ષિ કહે
છે કે
‘कृति महोदधौ पतनकारणम् ।
फलमशाश्वतं गतिनिरोधकम् ॥ કર્મનો મહાસાગર પતનનું કારણ છે. અનિત્ય ફળ આપનાર કમ) આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક છે. કર્મ કરાવે કોણ? અધૂરી અતુમ વાસના. તેથી વાસના પણ મળે છે. હું સ્વરૂપે તો વાસનરહિત છું. આત્મસ્વરૂપમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
હું અકામ, નિષ્કામ અને આત્મકામ છું. તેથી મારામાં વાસનારૂપી મળ નથી, અને વાસનાના અભાવે જ અંત સમયે મારા પ્રાણોનું ઉત્ક્રમણ થતું નથી પણ જે પોતાને શરીર માને છે, કર્તા, ભોક્તા માને છે તેનું ઉઠમણું નિશ્ચય થાય છે. અરે, કેટલાકનું તો રોજ-બરોજ ઉઠમણું થતું દેખાય છે. કારણ મમત્વ છે તેનામાં મોહ છે. શોક છે. આ તો સૌ મનના મળ છે. અંત:કરણની હૃદયગ્રંથિ જ મળસ્વરૂપ છે. જેમાં અવિદ્યા+કામ+કર્મ છે. જ્યાં સુધી આ હૃદયગ્રંથિનું છેદન ન થાય ત્યાં સુધી હું નિર્મળ છું તે ન સમજાય. નિર્મળ અર્થાત્ જેનામાં શોક, મોહ, કર્તા, ભોક્તા, દેહાભિમાન, વાસના, કર્મ અને અવિદ્યારૂપી મળી નથી તે. હું તેવો છું. પરબ્રહ્મ... મારા જેવો જ પરમાત્મા છે. તેથી જ પરાપૂજામાં ભગવાન શંકરાચાર્યે સ્પષ્ટ કર્યું કે
निर्मलस्य कुत: स्नानं वस्त्रं विश्वोदरस्य च।
अगोत्रस्य तु अवर्णस्य कुतः तस्योपवितकम्॥ નિર્મળને સ્નાન કેવું? સમગ્ર વિશ્વ જ જેના ઉદરમાં છે તેને વસ્ત્ર કેવું? જે ગોત્ર, વર્ણથી રહિત છે તેને યજ્ઞોપવીત કેવી?
અક્રમ નિત હું નિશ્ચળ છું. અર્થાત હું સ્થિર, અવિચળ, અચળ છું એટલું જ નહીં સર્વવ્યાસ અને પરિપૂર્ણ છું. તેથી ક્યાંથી આવ્યો નથી; કયાંય જવાનો નથી. નથી મારામાં શરીરની જેમ આવાગમનનો ફેરો, નથી મારામાં વૃદ્ધિ, નથી જીવન જેમ ઉત્ક્રમણ કે ગર્ભમાં પ્રવેશ. કારણ હું દેશથી મુક્ત, સર્વ સમયે, સર્વ સ્થળે રહેનાર છે. અરે, મારે તો શરીરો પણ બદલવાં નથી પડતાં. જે અવતારી હોય તેને પણ શરીરો બદલવાં પડે; હું અવતરતો નથી, અવતારી નથી. પણ દેશ, કાળ, વસ્તુથી અપરિચ્છિન્ન આત્મતત્ત્વ છું.
પીર, પયગમ્બર, અવતારીને, પડે શરીર બદલવું
સંતોનું મરવું એવું ભાઈ, મહાજળે જળ મળવું. હું નિશ્ચલ છું તેથી જ વૃદ્ધિ, ક્ષય, ક્રિયા, સદ્ગતિ કે અવગતિ મુક છું. અજ્ઞાની જીવને સ્વર્ગની પ્રાપ્તિ કે નરકનું ગમન છે.
“ના હમ નરલોક કો જાતે, ના હમ સરગ સિધારે હો;
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૫૦) સબહિ કરમ હમારા ક્વિા; હમ કરમનસે ન્યારે હો”
“સંત કબીર” હું મારામાં, મારા દ્વારા, પરિપૂર્ણ છું. અપૂણને જ અધૂરાઈ, ચંચળતા છે. સ્વરૂપમાં જે નિપુણ છે તેને નિત્ય, નિરંતર, નિશંક, નિર્દોષ, નિશ્ચલતા જ છે. નિવૃત્તતા જ મારું સ્વરૂપ છે. અને તેથી જ હું નિશળ છું 'अहम् निश्चल:'
“અર| મનન્તઃ' હું અનન્ન છું. અર્થાત્ મારો અંત નહોતો, નથી, થવાનો નથી. દેશથી મારો અંત નથી, કારણ હું શરીર કે સાકાર નથી. નિરાકારને, સર્વવ્યામને દેશની સીમા સ્પર્શ કરતી નથી. હું દેશથી મુક્ત છું.
કાળથી મારો અંત નથી. કારણ હું અજન્મા છું. જન્મે તે મરે અને મરે તે જન્મે. જેને આદિ છે તેને જ અંત છે. શરીરને, સંસારને આદિ=શરૂઆત છે. મારે આદિ નથી તેથી અંત નથી. આમ હું સ્વરૂપે અનાદિ અને અનંત છું.
વસ્તુથી મારો અંત નથી. કારણ હું અભેદ છું. મારામાં સ્વગત, સ્વજાતીય ભેદ નથી. ભેદ દશ્ય વસ્તુમાં છે. હું તો અદશ્ય જ્ઞાનસ્વરૂપ છું. લઈ: ન: માવ:' જે દેખાય છે તે નાશવાન છે.
હું તો જ્ઞાનેન્દ્રિય, મન-બુદ્ધિનો અવિષય, તેથી નથી શ્ય, નથી મારો નાશ કે અંત. હું તો હૃતિ સંમત સનાતન સત્ય છું.
“સાં સાનં અનન્ત ” (ત.ઉ) “હું સત્ય, જ્ઞાન અને અનન્તરૂપ બ્રહ્મ છું.” અથતુ હું દેશ, કાળ, વસ્તુથી મુક્ત અપરિચ્છિન્ન તત્વ છું. “અહમ્ શુદ્ધઃ' હું શુદ્ધ છું.”
અથત મારા જેવો બીજો નથી તેવો હું એક અને અલ છું. અશુદ્ધિ બહારથી આવે છે. અતિમાં નથી કંઈ બહાર, નથી કંઈ અંદર. નથી દૂર કે પાસ. કારણ એક અદ્વૈત તે જ ચૈતન્ય અને ચૈતન્ય એટલે જ જ્ઞાન. જે જ્ઞાનસ્વરૂપ છે તે અગ્નિ જેમ શુદ્ધ છે. માટે જ તેને જ્ઞાનાગ્નિ
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૫૧) હેવાય છે. જે શાનાગ્નિમાં કર્તા, કર્મ, ભોક્તા, પાપ, પુણ્ય, કોઈ અશુદ્ધિ પ્રવેશી શકે તેમ નથી. તેવા જ્ઞાનમાં તો કટા, દય, દષ્ટિ, ધ્યાતા, ધ્યાન, બેય; ઉપાસક, ઉપાસના, ઉપાસ્ય અને શાતા, શાન, શેયની ત્રિપુટી પણ છે ભસ્મીભૂત થઈ જાય છે. નથી ત્યાં શાતા; કારણ શુદ્ધ શાનમાં જોય સંસાર બચતો નથી તો શાતા કોણ? “ તે તત્વે : સંસાર?' જે સંસાર જ નથી, તો તેનો શાતા નથી અને ભ્રાંતિરૂપી સંસારનું જ્ઞાન પણ નથી. સંસારનું જ્ઞાન, શેય સંસાર અને તેના શાતા.. ત્રણે યુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા પર અધ્યારોપ છે, જ્ઞાન જ મારું સ્વરૂપ છે. વૈતભાવ, ભેદભાવ, ! ભયભાવ, જુદાઈ, પરિચ્છિન્નતા, અનેકતા જ જીવનની ભ્રાંતિમય અશુદ્ધિ છે. અને હું તે અશુદ્રિહિત છું, દ્વિતથી મુક્ત છું. એક, અતિ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છું.
| ‘અદકું મન: મમ:” હું અજર.. અમર છું.” અંધાર અને પ્રકાશની જેમ દેહ અને આત્મા પરસ્પર પૂર્ણ વિરોધી છે. તે બન્ને કદી એક ન હોઈ શકે. દેહ અસતુ જડ છે. આત્મા સતુ ને ચેતન છે. દેહને વૃદ્ધત્વ અને મૃત્યુ છે. આત્મા અજર અમર છે. દેહ અનેક અને શ્ય છે. આત્મા એક અને દયાદશ્યથી પર છે. દેહ મલિન છે, કાર્ય છે. આત્મા શુદ્ધ છે, કાર્ય કારાણથી પર છે. દેહ પરિવર્તનશીલ છે. આત્મા અપરિવર્તનશીલ છે. દેહ ચલ, ચંચળ છે. આત્મા અચલ, નિશ્ચળ છે. દેહને આદિ અંત છે. આત્મા અનાદિ અનંત છે.
તેથી અસંતુ દેહ કદી આત્મા ન હોઈ શકે. તે જ કારણથી હું સ્વપ્નમાં પણ શરીર નથી. છતાં જ્યાં સુધી આપણા જ્ઞાનમાં દઢતા નથી, જ્ઞાનનિષ્ઠા નથી ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિર થવાય તેમ નથી. જે જે સ્વરૂપમાં અસ્થિર છે, ચંચળ છે, તેમને જ તિભાવ સાથે અનેક સ્થળે ‘સ્વરૂપ” શોધમાં ભટકવું પડે છે.
આવા પોતાને, પોતાથી બહાર શોધતા લોકોને જોઈ સંત કબીર હસે .
પાની બિચ મીન પિયાસી
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫૨)
મોહિ સુન સુન આવત હાંસિ, આતમજ્ઞાન બિના સબ સૂના
કયા મથુરા ક્યા કાસી, ઘરમેં વસ્તુ ધરી નહિ સૂઝે
બાહર ખોજન જાસી, મૃગકી નાભી માંહી કસ્તૂરી
બન બન ખોજન જાસી, કહે કબીર સુનો ભાઈ સાધો
સહજ મિલે અવિનાસી. વાત તો દીવા જેવી સ્પષ્ટ જ છે કે નિજ સ્વરૂપ સહજાનંદ છે, સહજ સ્વરૂપ સહજતાથી જ મળી શકે તેમ છે. પણ તેનો રસ્તો કયો? બીજો કોઈ નહીં, જેમ “સ્વરૂપ” સહજ છે, તેમ જ જ્ઞાન પણ સહજ છે, કારણ કે જ્ઞાન પણ મારું જ સ્વરૂપ છે. બસ કાંઈ જ કરવું નહીં. માત્ર “પર” છોડ, “સ્વને જો... “જ” એટલે “જાણ'. દર્શન એટલે પોતાને માણ’. ‘જાણ’ એ જ છે આનંદની અનંત ખાણ. પછી ન બાકી રહે કોઈ ઓળખાણ. કર પરિચય પોતાનો, પોતાની જાતે, પોતાની જ
જ્યોત જલાવ, જ્ઞાનાગ્નિ પ્રગટાવ, સ્વયજ્યોતિ પ્રજ્વલિત કરી સ્વયંને જે. તો જ તને સમજાશે કે....
મેં શુદ્ધ હું, મેં બુદ્ધ હું; જ્ઞાનાગ્નિ ઐસી લે ભલા
મત પાપ; મત સંતાપ કર; અજ્ઞાન બનકો દે જલારા - જ્યોં સર્પ રસ્સીમાંહી જિસમેં; ભાસતા બ્રહ્માંડ ભરા
સો બોધ સુખ તુ આપ હે; હો જા અર! હો જા અંમરા. નિજ રૂપકે અજ્ઞાનસે; જન્મા કરે ફિર જાય મરા ભોલા! સ્વયંકો જાનકર; હો જા અજર; હો જા અમર
(અષ્ટાવક્રગીતાનો ભાવાનુવાદ, ભોલેબાબા)
નનનનન
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) આત્મશોધની મૂર્ખતા "आत्मा त्वं गिरिजा मति: सहचरा: प्राणा शरीरं गृहं
पूजा ते विविधोपभोगरचना निद्रा समाधिस्थितिः। ભગવાન શંકરાચાર્યજી પરાપૂજામાં જણાવે છે કે હે શંભો! “તમે જ આત્મા છો. બુદ્ધિ પાર્વતી છે. પ્રાણો આપની સાથે રહેનાર અનુચરો છે. શરીર આપનું મંદિર છે.” આમ જો શરીર જ મંદિર હોય, આત્મા અંદર બિરાજમાન હોય તો પછી આપણે ક્યાંય બહાર ફાંફાં મારવાની જરૂર ક્યાં છે? પણ ઘણી વાર એવું બને છે કે જે અત્યંત નિક્ટ હોય તે જ અતિ દૂર હોય છે. અને તેનાથી જ આપણે અનભિન્ન અને અજ્ઞાત હોઈએ છીએ. વાયુ કે હવા આપણી અંદર છે, બહાર છે, ઉપર, નીચે સર્વત્ર છે. છતાં તેના મહત્ત્વનો ક્યાં કદી આપણે વિચાર કર્યો છે? તેની ખૂબ નજીક છીએ માટે જ તેની પરવા નથી કરી. પણ પાંચ મિનિટ માટે નાક, મોં બંધ કરો. શરીરનું રૂંવેવું..વાયુનાં ગુણગાન ગાશે....અને તેના અસ્તિત્વનું ભાન પણ ક્ષણમાત્રામાં થશે, તેનું મહત્ત્વ પણ સમજાશે. આત્મા તો એ વાયુનો પણ પ્રાણ છે છતાં આપણે તેની શોધ શરીર બહાર કરી રહ્યા છીએ તે મૂર્ખામીની પરાકાષ્ઠા છે તેવું સમજાય
स्वदेहे शोभनं सन्तं पुरुषाख्यं च सम्मतम् ।
किं मूर्ख शून्यमात्मानं देहातीतं करोषि भोः॥२९॥ મો પૂર્વ =હે મૂર્ખ સ્વદે શોમન સન્તમ્ =નિજ શરીરમાં સત= રહેલો મંગળમય (સૌંદર્યમય) પુરૂષારા ૨ સમ્મતમ્ =પુરૂષનામધારી અને શ્રુતિસંમત દેહાતીતમ્ આત્માનમ્ –દેહથી પર આત્માને સૂચનું વિમ્ વો િ=શા માટે શૂન્યરૂપ માને છે.
હવે ભગવાનનો સંકેત પકડવાનો પ્રયત્ન કરીએ.
દે શોમાં સાં શરીરમાં મંગળમય રહેલો (આત્મા) જો વૈજ્ઞાનિકોને “સાબિતી વિના સ્વીકાર નહી? તેવા સૂત્રને વરેલી નવી યુવાન પેઢીને એમ કહેવામાં આવે કે આત્મા શરીરમાં જ છે....તો બસ
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૫) તેઓ ઉતાવળા થશે.. “ડીસેકશન માટે, પોસ્ટમોર્ટમ માટે, શરીરનો વાઢકાપ અને ચીરફાડ માટે રખેને હદય, મગજ, જઠર, જેમ આત્મા જેવું કંઈ મળી જાય પણ આવો પ્રયત્ન તેમની હતાશાની ભગ્ન જવાળાઓમાં ઘી હોમવાનું કાર્ય જ કરશે. શરીરમાં આત્મા છે, તેથી બહાર નથી તેવું નથી; પણ જેને શરીરમાં જ નહીં જણાય, તેને ગતમાં રખડવાથી પણ મળવાનો નથી. શરીરમાં અથ શરીરને સ્પર્શ ક્યાં વિના તેના સંહાર વિના પણ જાણી શકાય તેવો છે હોળીના તહેવારમાં બજારમાં ખાંડનાં રમકડાં વેચાતાં મળે છે. તેનાં અનેક નામ, અનેક આકાર હોય છે. ખાંડનાં રમકડાંમાં ખાંડ છે તેવું જાણવા, ખાંડનાં રમકડાંનું પોસ્ટમોર્ટમ કે “ડીસેકશન’ કરવાની જરૂર નથી. તે રમકડાંના આકારને યથાવત્ રહેવા દઈને જ તેમાં ખાંડ છે તે જાણવાની જરૂર છે. પણ કમનસીબે આપણે બન્યા પાગલ નામ અને આકારના mતમાં, તેથી નિરાકાર અને અનામી આત્માને ખોઈ બેઠા. પરમાત્મા નથી દેહની બહાર, નથી mતથી દૂર જરા ધ્યાનથી જોઈએ તો છે તે આપણી આસપાસ જે દેહમાં આત્મા છે....તે દેહમાં આપણે એટલી બધી આસક્તિ ઊભી કરી; શરીરના સાકાર રૂપની ઘેલછા એટલી વધી કે શરીરને જ આત્મા માની બેઠા અને આત્માની વિસ્મૃતિ થઈ ગઈ. આમ ને આમ આ સભ્ય, સુસંસ્કૃત અને શિક્ષિત વર્ગો દેવને છોડી મંદિરની પણ શરૂ કરી; પરમાત્મા છોડી પથરા પૂજવા લાગ્યા અને લાંબા સમયને અને પથ્થર જ પરમાત્મા એવી માન્યતા દઢ થઈ. અનીતિ અને અનાચારને રસ્તે આવેલી તમામ સંપત્તિ મોટે ભાગે મંદિરોના પાયામાં દટાવા લાગી. સંતો, કહેવાતા વિદ્વાનો, સાક્ષરો, સજજનો અને સમાજના પ્રતિષ્ઠાવાળા વર્ગોએ તેનો ન તો વિરોધ કર્યો, ન નિષેધ પણ સહકાર આપ્યો. સમાજકલ્યાણનું બેય લઈને બેઠેલી સંસ્થાઓએ પણ મૌન ધર્યું, કેમ કે સૌને અને જરૂર છે પૈસાની. સૌની પ્રતિ વણમાગે આવતો ધનપ્રવાહ અટકાવવા કોઈ તૈયાર ન થયું. દૂઝણી ગાયને કોણ ત્યાગે! બીજી મહેલાતોમાં કાળું ધન વપરાય તે તો ગજાહેર છે. પણ જ્યાં પરમાત્માનો વાસ છે તેવું માનનારા પણ પરમાત્માને પવિત્ર માનવા છતાં પણ અપવિત્ર ધન કેમ વાપસ્તા હશે તે આપણે જ વિચારવું રહ્યું! આવા લોકોને પણ ઊંડે ઊંડે ખ્યાલ છે કે પરમાત્મા તો હૃદયમાં જ છે, આ તો દેખાવ છે, વ્યવહાર છે,
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૫૫)
ગુણગાર છે....
મૂર્તિના શણગારથી, દેવાલયોના અલંકારથી જો પ્રતિષ્ઠા મળે અને દુરાચારી પ્રવૃત્તિ બળે, પાપ સૌ શણગાર અને અલંકાર પાછળ છુપાઈ જાય તો ધંધા-દારીઓને સર્વશ્રેષ્ઠ ‘ઈન્વેસ્ટમેન્ટ’-રોકાણ ગણાય.....આમ સમાજમાં ચતુર દેખાનારા સજજનતાનાં મહોરાં પહેરેલા આપણે સૌ આપણી જાતને કેવી રીતે છેતરીએ છીએ...તે તરફ જોવાનો પ્રયત્ન કરીશું...તો...દેવ અને દાનવ બન્નેને આપણી અંદર જોઈ શકીશું.
અહીં, આ શ્લોમાં તો સ્પષ્ટ સંકેત છે કે આત્માને મેળવવા શરીરનો ત્યાગ અનાવશ્યક છે. શરીર છોડવાથી આત્મા નહીં મળે. સ્વર્ગમાં જવાની જરૂર નથી. વૈકુંઠમાં જ પરમાત્મા છે અને અહીં, અત્યારે નથી તેવું પણ નથી. તેવું માનનારા આત્માને દેશ અને કાળથી પરિચ્છિન્ન, બદ્ધ “લિમિટેડ બાય ટાઈમ ઍન્ડ સ્પેસ' બનાવી દેશે. પણ આત્મા તો મુક્ત છે દેશ અને કાળથી. માટે સર્વવ્યાપ્ત છે. અને શરીરમાં પણ છે.
આત્મા સર્વત્ર છે તો કેવો છે?
‘શોમનમ્’. આત્મા. મંગળમય છે. સૌંદર્યોનું પણ સૌંદર્ય છે. તેના સૌંદર્યમાં નથી વૃદ્ધિ કે વૃદ્ધત્વ; નથી જરા કે રોગ; તે અનાદિ અને અનંત છે. જ્યાં જ્યાં જે જે મંગળમય, આનંદકર, સુખમય, સૌંદર્યમય જણાય છે...તે આત્માની જ વેરવિખેર થયેલી સૌંદર્યમય વિરાટ વિભૂતિ છે. શરીરમાં સૌંદર્ય છે...તે પણ આત્માનું. આમ જ્યાં જ્યાં અસ્તિત્વ છે ત્યાં ત્યાં આત્મા જ ઉપલબ્ધ છે. માટે જ કહ્યું કે તે સન્તમ્ છે. ‘હોવું’ ‘ભાવ’ ‘અસ્તિત્વ’ જ આત્માનો સ્વભાવ છે, તે કદી અભાવ નહોતો. ‘નૉન એકઝિસ્ટન્સ’ નથી, અને નહીં હોય. આત્માનાં સ્વરૂપ અને સ્વભાવમાં ‘પ્રાગભાવ’ કે ‘પ્રધ્વંસાભાવ’ નથી.
[પ્રાયર નૉન એક્ઝિસ્ટન્સ ઍન્ડ પોસ્ટિરિયર નૉન એક્ઝિસ્ટન્સ] અર્થાત્ નથી આત્માનો ઉદય અસ્ત; નથી આદિ કે અન્ત; માટે જ તે સન્તમ્ કહેવાયો છે.
પુરુષાણ્યમ્ આત્મા પુરુષ નામધારી છે. આત્માનું બીજું નામ કે પ્રત્યય
Page #175
--------------------------------------------------------------------------
________________
પુરુષ' કહેવાય છે. પુર કે પુરી અર્થત નગર કે શહેર અને તેમાં જે વસે છે તેને પુરુષ કહેવાય છે. આપણાં શહેરોના નામ પણ તેવાં જ છે. ન્ગન્નાથપુરી, દ્વારકાપુરી, કાનપુર, નાગપુર, શાહપુર વગેરે, તેવી જ રીતે શરીર પણ એક શહેર કે નગર છે. ગીતામાં કહ્યું કે તે નવ લરવાળું નગર છે, અને તેમાં જે રહે છે તે જ આત્મા છે જે પોતે કંઈ કરતો નથી કે કરાવતો નથી. શાની પોતાને આત્મા માની શરીરરૂપી નગરમાં તેવી રીતે જ રહે છે અને સર્વ ક્યનો ત્યાગ કરે છે. તેમાં જ તે સુખી રહે છે.
सर्व कर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥१३॥ આત્મા પુરુષ નામથી જાણીતો છે. તે વાત સૃતિસંમત છે. તેથી જ આત્માનું બીજું નામ “મમ્મત પણ છે. બૃહદારણ્યક કૃતિમાં જણાવ્યું છે કે “મનો દિ માં પુર” (૩-૪-૧૫) “આ પુરુષ અસંગ છે.” “માર્ચ : વાંmોતિષતિ” “આ અવસ્થામાં (સ્વખ) આ પુરુષ સ્વયંજ્યોતિ હોય છે.”
આત્માને પુરુષ કહે છે તેવું સ્મૃતિમાં પણ છે. તેથી આ શ્રુતિ-સ્મૃતિ-સમ્મત વાત છે. શ્રીમદ્ભગવદ્ગીતાના અધ્યાય ૧૫માં જણાવ્યું છે કે
૩ત્તમ પુત્વ: માત્મત્યુલા હતા.
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१७॥ “ઉત્તમ પુરુષ તો જુદો જ છે. જે ત્રણે લોકમાં વ્યાપીને સઘળાં પ્રાણીનું ધારણપોષણ કરે છે તે અવિનાશી, પરમેશ્વર, પરમાત્મા એમ કહેવાયેલ
“મનોમિ તો વેઢે જ પ્રતિઃ પુરુષોત્તમઃ Iટા
તેથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું.” આમ શાસોમાં, શ્રુતિ-સ્મૃતિમાં અને સંતોની વાણી દ્વારા પણ આત્માને પુરુષ નામથી ઓળખેલો છે. “પુષ્પ વસતિ પતિ પુષ” શરીરરૂપી પુરમાં રહેનાર પુરુષ છે; છતાં પોતાના ઘરને, પુરને અજ્ઞાનથી વ્યક્તિ પોતાનું સ્વરૂપ સમજી બેઠો છે. તે જ અજ્ઞાન છે. પુન:જન્મનું પ્રવેશદ્વાર છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૫૭)
'सम्मतम्
આત્મા પુરુષ નામધારી છે. નિત્ય છે, મુક્ત છે, દેહથી ભિન્ન છે. વિશ્વનો આધાર છે, અભય છે, નિર્લેન્દ્ર છે તે વાત શ્રુતિ, સ્મૃતિ, વેદ, શાસ્ત્ર-સમમત છે અને હું પણ તે જ આત્મા છું.”
અધ્યસ્ત તુઝમેં વિશ્વ હૈ તૂ વિશ્વકા આધાર હૈ સ્વચ્છન્દ હૈ, નિર્કન્દ હૈ ભયમુક્ત હૈ, ભવપાર હૈ કૃતિ સન્ત સબ હી કહ રહે, કહતા યહી પ્રભુ શ્યામ હૈ ભોલા નહિ હૈ દૂસરા, તો સોચકા ક્યા કામ હૈ”
_ 'भो मूर्ख आत्मानं शून्यं किं करोषि હે અજ્ઞાની મૂર્ખ, આત્માને શા માટે શૂન્ય રૂપ માને છે?”
એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટ છે કે જે આપણું સ્વરૂપ છે તેનો ત્યાગ ! કદાપિ આપણે ઇચ્છતા નથી, એટલું જ નહીં, સ્વરૂપનો ત્યાગ શક્ય પણ નથી. તેવું જ બીજું સત્ય છે કે જે આપણું સ્વરૂપ છે તે આપણને પ્રિય-છે અને જે આપણા સ્વરૂપથી ભિન્ન છે તે આપણને અપ્રિય છે.
જેના વિશે અરચિ, અપ્રિયતા, અણગમો છે, જેનો ભય છે તે આપણું સ્વરૂપ કદી નથી. આ એટલી સ્વાભાવિક અને સહજ ઘટના છે છતાં આપણે કદી તે વિશે વિચાર નથી કર્યો તેથી વાત સ્પષ્ટ થઈ નથી; અને ઊલટું સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં જીવનપ્રવાહ સરી ગયો. ઊડ્યા ત્યાંથી સવાર, સમજી ફરી વિચારીએ, સર્પ કદી પણ પોતાના ઝેરનો ત્યાગ કરતો નથી ઇચ્છતો પણ નથી. સર્પનું ઝેર બીજા માટે ઘાતક છે, સર્પ માટે આશીર્વાદ છે. તે તો તેનું જ સ્વરૂપ છે તેથી તેણે તે ઝેર ત્યાગવાનો કદી ન તો પ્રયત્ન કર્યો, ન તો ઇચ્છા કરી. તેમ આનંદ આપણું સ્વરૂપ છે માટે આનંદના ત્યાગની કલ્પના માનવીએ કદી કરી નથી. પણ સતત, નિરંતર દુખત્યાગ માટે માનવી પ્રયત્નશીલ રહ્યો. કારણ દુખ આપણું સ્વરૂપ નથી, રૂપ નથી. માટે જ તેના ત્યાગની તત્પરતા છે. જો દુ:ખ જ સ્વરૂપ હોત તો સૌ દુ:ખમાં મગ્ન થઈ જીવતા હોત. દુ:ખની વિદાય કોઈને દુઃખમય ન જણાઈ હોત. પણ આપણો અનુભવ તેવો નથી. છતાં
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૫૮).
જો શરીરને જ આત્મા માનીશું તો આત્મા શૂન્યવત અર્થાત્ શરીર જેમ જડ થશે, જન્મમૃત્યુવાળો થશે. માટે જ શરીરને આત્મા ન માનતા; આત્માને શરીરથી ભિન્ન, પુરુષ, મંગળમય, શ્રુતિસમ્મત, અસંગ, અજર, અમર માનવાની, સમજવાની, વિચારવાની જરૂર છે.
જે જે આપણને અપ્રિય છે તે પણ આપણું સ્વરૂપ નથી. મૃત્યુ, અજ્ઞાન, દુ:ખ, પરિચ્છિન્નતા, ભય, બંધન સર્વ આપણા માટે અપ્રિય છે-તેથી તે આત્મા નથી-અનાત્મા છે. માત્ર આત્મા જ પરમપ્રિય છે.
આપણો અનુભવ છે કે અપમાન, ગુલામી, વિરોધ, નિંદા તરફ આપણે કદી રુચિ દર્શાવી નથી. કેટલીક વસ્તુ જન્મજાત આપણામાં આવી છે તે પૂર્વના સંસ્કારનું જ દર્શને છે. આમ જન્મોજન્મથી અમુક વસ્તુ માટેની અરુચિ દશવિ છે કે તે આપણું સ્વરૂપ કદી નથી. આમ વિચારણાના પંથે પ્રવાસ કરતાં સ્પષ્ટ થાય છે કે આત્મા અર્થાત “સ્વરૂપ” સદાય મુજથી અભિન્ન છે, દેહથી પર છે, અભય છે. પણ જો તે નહીં સમજાય તો જ હું મારા જ સ્વરૂપને જીવતાં જડ ગણીશ. જાતે જ જાતની હત્યા કરીશ.
જેમ કોઈ પણ મૂર્તિમાં સોનું, રૂપું કે ધાતુ જુદી છે અને મૂર્તિ જુદી છે. આકારોમાં અનેકતા હોય, ધાતુ એક હોઈ શકે. આરસનો પથ્થર એક હોઈ શકે. આકારમાં અનેકતા સંભવી શકે. આકાર જન્મે છે. નાશ પામે છે. પછી તે માટી કે સોનું ગમે તે હોય. એટલું જ નહીં મૂર્તિ ઉપર જે પરમાત્માની પ્રાણ-પ્રતિષ્ઠા થાય છે તેની અને મૂર્તિની વચ્ચે પણ ભેદ છે. જેની પ્રતિષ્ઠા થાય છે તે પરમાત્મા અમૂર્ત છે, અદશ્ય છે, અનામી, નિરાકાર છે. તેમ જ આત્મા અનામી, નિરાકાર, અમૂર્ત, અદ્રશ્ય છે છતાં દૃશ્ય, સાકાર અને મૂર્તિ જેવા મૂર્ત શરીરમાં છે તે નિસંદેહ છે. શરીરમાં છે છતાં શરીરથી અસંગ, નિ:સંગ, અતીત, આત્મા છે, અને હું પણ તેવો જ અરંગી, અસંગી દેહાતીત છું; તે જ જ્ઞાન છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
દેહાત્મભાવોનું નિદાન ભગવાન શંકરાચાર્યજી હવે પુન: કૃપા કરી પૂર્વવિચારનું પુનરાવર્તન કરે છે. શાસ્ત્રોમાં એકના એક વિચારને દઢ કરવા પુનરુક્તિ અથવા પુન: ઉચ્ચારણની પ્રથા છે. તે શૈક્ષણિક પદ્ધતિનું પરંપરાગત લક્ષણ છે. જેમ ઘાસના મેદાનમાં એક જ જગ્યાએથી વારંવાર ચાલતાં ત્યાં કેડી પડી જાય અને ઘાસ ઊગતું નથી તેમ પુનરાવર્તનથી “ધારણ” “રીટેન્શન' સારું થાય છે. કારણ કેડી જેમ સ્મૃતિની રેખાઓ સ્પષ્ટ થાય છે. જે શિક્ષણનું ધારણ સારું હોય તેને વિના વિલંબે ઝડપથી સ્મૃતિપટ પર લાવી શકાય છે. અર્થાત્ જલદી, ધારીએ ત્યારે યાદ કે “રીકૉલ કરી શકાય છે.
પુનરાવર્તનનું બીજું કારણ શ્રોતાના માનસને તૈયાર કરવા માટે છે. મેન્ટલ સેટ તૈયાર હોય પછી કંઈ કહેવાય તો ઝડપથી ગ્રહણ થાય. શ્રોતા એટલે રેડિયો “રિસિવિંગ સેટ અને વક્તા અર્થાત્ “ટ્રાન્સમીટર-રેડિયોઘર.” ઘણી વાર આપણે અનુભવીએ છીએ કે કોઈ મહત્વનો કાર્યકમ આપણા મિત્રનો આવવાનો હોય અને જે રેડિયો ખામીયુક્ત હોય તો આપણે અનેક પ્રયત્ન વડે તેની સોય બધે ફેરવીએ છીએ. પાડોશીના ઘેર બરોબર સંભળાય છે પણ આપણા યંત્રમાં જ ખામી છે. ટ્રાન્સમીટરમાં ખામી નથી. અંતે જ્યારે આપણા રેડિયોમાં બરોબર ધ્વનિના પ્રવાહો પકડાવા લાગે છે ત્યારે પેલો કાર્યક્રમ સમાપ્ત થઈ જાય છે. રિડિયો’ આગળ વન્સમોર'-દુબારા'ની બૂમો પાડવાથી પણ પુન: પ્રસારણ થતું નથી. આવી નિરાશા શ્રોતાને ન થાય માટે પરંપરાગત શિક્ષણપ્રણાલિકામાં એક જ વિચારનું અવનવાં દષ્ટાંતો સાથે પુનરાવર્તન કરવાની પ્રથા ચાલી આવી છે. તેથી શ્રવણ કરતાં શ્રોતાની માનસિક સ્થિતિ એક વખત જો બરોબર ન હોય અને સ્પષ્ટ ગ્રહણ ન થયું હોય તો પણ ધીરજથી શ્રવણ કરવાની તિતિક્ષા જેનામાં છે તેની તમામ શંકા નિ:સંદેહ પુનરુક્તિથી દૂર થાય છે.
હવેના આઠ શ્લોકોમાં પુન: સમજાવ્યું છે કે આપણે ન દેહ છીએ: ન તો દેશકાળ વસ્તુથી પરિચ્છિન્ન જડ આકાર છીએ. ન તો આપણને જરા, મૃત્યુ સ્પર્શ કરે છે, ન તો આપણામાં વિકાર, પરિવર્તન કે અવયવો છે. આપણે સાક્ષાત, અપરોક્ષ, અજર, અમર, અભેદ, અભય, બ્રહ્મ કે આત્મસ્વરૂપ છીએ.
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૬૦)
स्वात्मानं श्रृणु मूर्खत्वं श्रुत्या युक्त्या च पूरुषम् । देहातीतं सदाकारं सुदुर्दर्श भवादृशैः ॥३०॥ મ્રુત્યા યુવન્ત્યા 7 = શ્રુતિ અને યુક્તિથી મૂર્ણ ત્વ સ્વાત્માનમ્ પૂવમ્ = હે મૂર્ખ! તું આત્માને પુરુષ; વેહાતીતમ્ સવાગતમ્ શુ = દેહથી પર; સદાકાર; સાંભળ મવારી: મુકુલમ્ = તારા જેવાને આત્મદર્શન થવું મુશ્કેલ છે.
અહીં કટાક્ષમાં ચાર્વાક અને તેના જેવા દેહાત્મવાદી પર પ્રહાર છે. ચાર્વાક શરીરને જ આત્મા માને છે. આજે પણ તેના વંશજો ઓછા નથી. માટે જ કહ્યું છે કે હે મૂર્ખ! શ્રુતિ-સ્મૃતિના સાંનિધ્ય વિના, ગુરુની કૃપા વિના હે દેહાત્મવાદી, તને આત્મદર્શન થવું મુશ્કેલ છે.
શ્રુતિ સ્પષ્ટ કહે છે કે દેહથી ભિન્ન મુક્ત અતીત આત્મા છે. તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનન્દ વલ્લીમાં સ્પષ્ટ છે કે “તસ્માદા પ્તસ્માલનાસમયાત્ અન્યોન્તર માત્મા પ્રાણમય:' નિશ્ચય જ તે આ અન્તરસમય શરીરથી ભિન્ન; તેની અંદર રહેનાર આ આત્મા પ્રાણમય પુરુષ છે. અને તે જ ઉપનિષદમાં ચર્ચાને અંતે પાંચે કોષથી આત્મા ભિન્ન છે, ત્રણે શરીરથી મુક્ત છે તેમ જણાવ્યું અને તેનું વર્ણન કરતાં કહ્યું, “જ્યારે પણ જીવ અદૃશ્ય, શરીરરહિત, નિર્દેશ ન કરી શકાય તેવા, બીજાના આશ્રરૂપ, અભયરૂપ આત્મસ્વરૂપને સ્થિતિને પામે છે ત્યારે તે અભયપદને પામે છે.” યા ह्येवैष एतस्मिन्नदृश्येऽनात्म्येऽनिरुक्तेऽनिलयनेऽभयं प्रतिष्ठां विन्दते । अथसोऽभयं गतो મવતિા
=
કઠોપનિષદમાં પણ સ્પષ્ટ છે કે “સ્થિર ન રહેનારાં વિનાશશીલ શરીરોમાં જે શરીરરહિત છે, તેમ જ અવિચળ ભાવથી સ્થિત છે, તે મહાન સર્વવ્યાપી પરમાત્માને જાણીને બુદ્ધિમાન પુરુષ કોઇ પણ કારણથી ક્યારેય શોક કરતો નથી.
“अशरीरं शरीरष्वनवस्थेष्ववस्थितम् ।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥ २२ ॥
આમ ભગવાન શંકરાચાર્યની વાત શ્રુતિસંમત છે, પોતે ઉપજાવી કાઢેલી
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૧) નથી તેવું શોતાના મનમાં ઢ થતાં તેની રદ્ધા મજબૂત થાય છે. એટલું જ નહીં પણ યુક્તિ - તર્કથી પણ તે જ સમજાય છે. કટા અને દય કદી એક ન હોય; શાતા અને શેય જુદ્ધ જ હોય છે. તે યુક્તિથી જોતાં શરીર દશ્ય છે માટે તેનો કરવાનીરથી ભિન્ન છે અને તે જ પ્રમાણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો દ્રા, અને હતા તેથી ભિક છે, તે યુક્તિ દ્વારા પણ પ્રમાણિત થાય છે. શાસ્ત્રની બીજી યુક્તિ જે ખૂબ જાણીતી છે તે નેતિ નેતિ.” સર્વનો નિષેધ કરતાં જે બચે તે જ આત્મા..? આવી યુક્તિ આત્મારકમાં ખૂબ પ્રચલિત બની છે.
मनोबुद्धयहंकार चित्तानि नाहं न च श्रोत्रविले माने॥ न च व्योमभूमिर्न तेजो न वायुः। चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥ આમ જોતાં ભગવાન શંકરાચાર્યે કદી પોતાના વિચારો મૌલિક છે તેવો દાવો કર્યો નથી. પણ એટલું સ્પષ્ટ કર્યું છે કે આ વિચારોને શ્રુતિ અને યુક્તિનો ટેકો છે. શ્રીકરણ પરમાત્માએ પણ ગીતાનાં સંદર્ભમાં કહ્યું કે આ બધું પરંપરાગત જ્ઞાન છે. મારું પણ મૌલિક નથી.
પર્વ પરંપરામ નો વિડો અ. ૪-૨ “એ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા.” તેથી વિરુદ્ધ આજના વર્તમાન યુગમાં સૌ દાવો કરે છે કે આ મારું મૌલિક પુસ્તક છે,” મૌલિક શાન છે” “મૌલિક વિચાર છે.” અંતે તો સર્વ કંઈ વ્યાસ ભગવાનનું ઉચ્છિષ્ટ જ છે છતાં હું મૉડર્ન છું, જુનવાણી કે ઑથેડિકસ નથી તેવું દર્શાવવા ઘણા કહે છે. શાસો, ઉપનિષદો તો જુનવાણી વિચારોનાં પુરાણાં પોટલાં છે. છોડો શાસ; મૂકો વેદ પડતા; પણ આવું સમજાવવા તેમણે પણ પુસ્તકો જ લખ્યાં છે; ઊધઈનું ભલું કરવા! એટલું જ નહીં જોરશોરથી પ્રવચન કરીને કેટલાંક કહે છે કે ગુરની જરૂર નથી, પ્રવચનથી આત્મા મળતો નથી! કેટલો વિરોધાભાસ! ગુરુ બન્યા સિવાય તેઓ ન શીખવી શક્યા કે ગુરની જરૂર નથી! પ્રવચનો વિના ન સમજાવી શક્યા કે પ્રવચનો નિરર્થક છે. જ્યારે પરંપરાગત શિક્ષણપ્રણાલીને અનુસરીને શંકરાચાર્ય ભગવાને તો કહ્યું કે શુતિ, યુક્તિનો આધાર લઈ હું તને ઓળખ; તારા સ્વરૂપને પિછાન! અનેકમાં ઐક્ય સમજવા કૃતિનું
Page #181
--------------------------------------------------------------------------
________________
સાનિધ્ય પ્રાપ્ત કર. શંકરાચાર્ય ભગવાને તો સાધનપંચકમાં ઉપદેશ આપતાં કહ્યું કે “મહાવાક્યના અર્થનો વિચાર કરો; મહાવાક્યનો આશ્રય લો; કુતર્ક કે ખોટી યુક્તિથી દૂર રહો અને શ્રુતિસંમત તકને અનુસરો.”
“વાવાર્થ વિનાચતાં જિ :: સમાત્રીયતti
दुस्तर्कात्सुविरम्यतां श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम्।" ખોટા કુતર્કથી કોઈ કહી શકે કે જે જે દશ્ય છે તે નાશ પામવાના સ્વભાવવાળું છે. “: નઈ: સ્વભાવ:” પણ આત્મા દશ્ય નથી, તેથી તે અવિનાશી છે. અને તેજ પ્રમાણે વાયુ, આકાશ અદશ્ય છે - માટે તે પણ અવિનાશી આત્મા છે. આવા કુતર્કથી બચવું જ રહ્યું - પણ જે તર્ક શ્રુતિસંમત છે તેનો સહર્ષ સ્વીકાર કરવો.
આવા ઉપદેશના સંદર્ભમાં જ કહેવાયું છે કે
“વાત્માન કૃણ મૂર્વ વં કૃત્ય યુવા.. કૃતિસંમત વાત આગળના શ્લોકમાં પણ ચર્ચાઇ ગઇ કે આત્મા પુરુષ નામધારી અને દેહથી ભિન્ન છે.
“મવારઃ સુર” “તારા જેવાને આત્મદર્શન મુકેલ છે.” અહીં ચાવક જેવા દેહાત્મવાદીઓને સંબોધી કહ્યું છે કે આત્મદર્શન મુક્લ
આપણે વિચારીએ કે કોના માટે મુકેલ છે. (૧) શાસા અને ગુરુમાં શ્રદ્ધારહિત છે તેને આત્મદર્શન મુકેલ છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે અને ગુરુ વિના આત્મજ્ઞાન નથી. ગુરુ હોય પણ શ્રદ્ધા ન હોય તોપણ નિરર્થક છે. કૃષ્ણ પરમાત્માએ પણ ગીતામાં કહ્યું કે “શ્રદ્ધાવાન તમને સાર” અને “સાંચાત્મા વિન ” શ્રદ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થાય છે; જ્યારે સંશયવાળાનો “વિનાશ નિશ્ચિત છે.
(૨) શાસકંમત વાત છે કે જેને આચાર્ય કે ગુરુ નથી તેને પણ આત્મદર્શન ખૂબ ખૂબ કઠિન છે. “વાર્યવાન પુરુષો વેરા”
(૩) જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ નથી તેને પણ આત્મદર્શન શક્ય નથી. સૂક્ષ્મ બુદ્ધિ અર્થાત નામ અને આકારને બાદ કરીને જોવાની બુદ્ધિ. કાર્યને
Page #182
--------------------------------------------------------------------------
________________
(
૧૩) છોડી સર્વના કારણને જોવાની વૃત્તિ; આરોપ છોડી અધિષ્ઠાનને પકડવાની સૂક્ષ્મ બુદ્ધિ. કઠ-ઉપનિષદે તો સ્પષ્ટ કહ્યું છે કે “સર્વભૂતોમાં રહેલો છતાંય; છુપાયેલ આ આત્મા પ્રત્યક્ષ થતો નથી. આ આત્મા તો કેવળ સૂક્ષ્મ તત્ત્વોને જેનારા પુરુષથી જ, પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે.
___ एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते। દૃશ્ય થયા ગુહા સૂક્ષ્મ સૂક્ષ્મવિિમ:II કઠ શ્રુતિ અહીં પ્રશ્ન થાય છે કે ચાર્વાક જેવા જે લોકો સ્થળ બુદ્ધિવાળા છે, અને શરીરને જ આત્મા માને છે - તેમને આત્મદર્શન ક્યાંથી થાય? | () જે વ્યક્તિ અભેદદશી નથી તેને પણ આત્મદર્શન શક્ય નથી. કારણ કે આત્મા અભેદ બુદ્ધિનો વિષય છે. તૈત્તિરીય ઉપનિષદ જણાવે છે કે “યા હોવૈષ તસ્મિન મન્ત સુતે અથ તી મયં મવતિ'
જ્યાં સુધી તે આત્મા સાથે જરાક જેટલો પણ ભેદ અનુભવે છે ત્યાં સુધી તે ભયને = જન્મ મૃત્યુનાં સંસારને જ પામે છે, અર્થાત્ તેને કદી પણ આત્મદર્શન શક્ય નથી.
(૫) જે ભેદદશી છે તેને તો ભ્રાંતિમાં પાણ બ્રહ્મદર્શન શક્ય નથી અને ભેદભાવનાથી પૂર્ણ વ્યક્તિને ભેટદર્શનથી જ મૃત્યુ દ્વારા મૃત્યુ જ પ્રાપ્ત થાય છે તેવું કઠ ઉપનિષદે કહ્યું છે:
“મનવેલમાપ્તવ્ય ને નનક્તિ વિશ્વના
मृत्योः सः मृत्युं गच्छति य इह नानेव पश्यति॥" આમ આત્મદર્શન તેને ખૂબ જ સરળ છે, જેની પાસે સૂક્ષ્મ, અભેદ બુદ્ધિ છે; જે શ્રદ્ધાવાન છે; જેને ગુરની કૃપા ઉપલબ્ધ છે; જે શ્રુતિ અને યુક્તિના સાંનિધ્યમાં છે. માટે જ કહ્યું છે કે તેવી ભાગ્યવાન વ્યક્તિ માટે આત્મા પાસેમાં પાસે છે. અને જે વ્યક્તિ દૂર છે. ગુરપાથી; આચાર્યના ઉપદેશથી; જે અભાગીને સત્સંગ નથી શ્રુતિનો; જે સ્થૂળ બુદ્ધિવાળો અને દેહાત્મભાવવાળો છે અને ભેદ દર્શનથી યુક્ત છે; કે યુક્તિ કે નથી વંચિત છે. તેવા માટે તો પાસેમાં પાસે હોવા છતાં આત્મા જોજન દૂર છે... તેના માટે આત્મદર્શન દુર્લભ છે. માટે જ કહ્યું “ત૬ ટૂઃ તત્તિ”
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
“સદા પાસે છતાં આધે અભાગીને અરે દીસતો સહુ રંગે અરંગી તું લહે તુજ રંગ કો અવધૂત” શ્રી રંગ અવધૂત”
જે આત્મા અજ્ઞાની માટે અત્યંત દૂર અને જ્ઞાની માટે નિજ સ્વરૂપ છે, તેના જ સંદર્ભમાં કહે છે કે શરીરમાં અનેક્તા છે. આત્મા એક છે; તેથી દેહ કદી આત્મા થઇ શકે નહીં.
अहं शब्देन विख्यात एक एव स्थितः परः । स्थूलस्त्वनेकतां प्राप्तः कथं स्याद्देहकः पुमान्॥ ३१॥
અહં શન્ટેન વિદ્યાતઃ- આત્મા ‘હું” એવા શબ્દથી પ્રસિદ્ધ છે. ya: ya : funt:- od als, zilell uz, auula zdal 9. સ્થૂલઃ તુ અને તાં પ્રાપ્ત:= અને સ્થૂળ શરીર તો અનેકતાને પામેલું છે. પુમાન વેઠવા વર્જ્ય સ્થાત્ = ત્યારે આત્મા દેહ કઇ રીતે હોઇ શકે? ‘અહં રાબ્વેન વિજ્ઞાત ’- ‘આત્મા અહમ્ શબ્દથી પ્રસિદ્ધ છે.’
ભગવાન શંકરાચાર્ય અહીં અહમ્ અને નોહું” અને ‘આ’ ને ‘આઈ “ઍન્ડ” ધીસ” નો; “મેં મારી “યહ નો ભેદ જણાવે છે. એક અહમ્ / એટલે અહંકાર; બીજો અહમ્ તે આત્મા માટે અંગ્રેજીમાં નાનો ‘આઈ’
અને કેપિટલ આઇ' એમ બે છે. જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે અહમ્ આત્મા સ્વયં જાતે જ પ્રકાશે છે.
अहमि नाशभाज्यहमहंतया । स्फुरति हृत्स्वयं परमपूर्णसत् ||२०||
(ઉપદેશસારમ્-રમણ મહર્ષિ) અમ્ વૃત્તિ અર્થાત્ અહંકારનો પ્રકાશ જેના પર પડે છે તે મારૂં થાય છે. જેના પર નથી પડતો તે પરાયું થાય છે. આમ મારા પરાયાની ભાવના બંધાય છે. સ્ વૃત્તિમાં ફેરફાર થાય છે, તેમાં અનેક્તા છે. પણ ‘અહમ્’ વૃત્તિ બદલાતી નથી. આમ છતાં ‘અમ્ વૃત્તિનો પણ જે પ્રકાશક છે તે આત્મા છે. જો અહંકાર નથી તો કંઈ, કોઈ, ક્યાંય, ‘મારું” નથી. અને જો મારું નથી તો પરાયું પણ નથી. અર્થાત્ દશ્ય ગત ‘ભૂ છે. ‘આ’ છે, “ધીસ' કે યહ કહેવાય છે તે ઈદમ્ કે
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૬૫)
‘આ જ્ગત” નથી છતાં ‘અમ્ આત્મા તો હોય છે જ. સુષુપ્તિમાં ગત અનુભવગમ્ય નથી, છતાં ‘નથી’ તેવું કહેનાર, કોઈ છે. તે કોણ? જે કોઈ નથી, કાંઇ નથી સુષુપ્તિમાં, તો કહે છે કોણ કે કોઈ નથી? ટૂંકમાં આત્માનો અભાવ કોઈ કાળે નથી. સૌની ગેરહાજરીમાં પણ તે સર્વ સ્થળે, સર્વ સમયે, હાજરાહજુર છે. કોઈ પૂછે કે સ્વપ્ન કોણે જોયું? સ્વપ્નદ્રષ્ટ કોણ? તો જવાબ છે અહમ્ કે ‘હું’. જાગ્રતનો અનુભવક્ત કોણ? ‘અમ્ આમ, ત્રણે અવસ્થા અને જે કંઇ ‘ત્ છે તેમાં પરિવર્તન છે. ‘અહમ્ ‘હું આત્મા અપરિવર્તનશીલ છું... નિત્ય છું. શરીરો ‘લ્મ છે. આત્મા અમ્ છે. તેથી શરીર અનિત્ય છે.
જે અનિત્ય છે, તેમાં અનેકતા છે.
ગતનાં દશ્યો અનેક આંખ એક...
આંખો... અનેક તેનો ા એક જે આંખની પણ આંખ કહેવાય છે “વધુ: પયું” વસુપરવતિમુખ્ય ધીરા:” (નોપનિષદ) તે જ એક આત્મા છે. ગંધ, સુગંધ અનેક પણ નાક એક, અનેક શરીરોના અનેક નાક. છતાં દરેકને સંધવાની શક્તિ પ્રદાન કરનાર આત્મા એક છે.
www
શબ્દ અનેક પણ... શ્રવણેન્દ્રિય એક. અનેમાં ભલે અનેક કાન દેખાય પણ સર્વ ઈન્દ્રિયોનો પ્રકાશક એક છે, જે આત્મા જ ચેતનાશક્તિ અને શ્રવણશક્તિ પ્રદાન કરે છે, જેને ગ્રોવ શ્રોત્ર' (નોપનિષદ) ‘કાનનો પણ કાન’ તેવું કહ્યું છે.
પ્રાણ પાંચ છતાં તેનો પ્રેરક આત્મા એક છે. ‘પ્રાપ્ય પ્રાયર' તરીકે | શ્રુતિમાં પ્રસિદ્ધ છે. આમ વિચારતાં સમજાય છે કે સ્વાદ અનેક, રસના એક અને વિચારો અનેક, નિર્ણયો અનેક, છતાં અંત:કરણ એકનું એક; અને અનેક તરીકે સૌ ‘દ કહેવાતા પરિવર્તનશીલ શરીરો અનેક છતાં આત્મા સૌમાં એકનો એક. માટે જ આત્મા કી દે થઈ શકે नहीं
...
अहं द्रष्टतया सिद्धो; देहो दृश्यतया સ્થિતા
ममायमिति निर्देशात्ः कथं स्वाद्देहकः पुमान् ॥३सा
અહં નવા શિલ્ડ હું આત્મા સાહીપણાથી સિદ્ધ છું.
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬)
તે દયા સ્થિત અને દેહ દીયપણાથી સ્થિત છે. મને અયન (ઇ) રતિ નિત્ : “આ દેહ મારો છે એમ ઘણીવાર
આપણે બોલીએ છીએ; તેથી. પુમા : સ્થમ્ C * આ આત્મા દેહ કઈ રીતે હોઈ શકે! વિચારમાર્ગે પ્રવાસ કરતાં આપણે સ્પષ્ટ નિર્ણય પર આવી ચૂક્યા છીએ કે કટા અને દશ્ય, શાતા અને શેય એકબીજાથી ભિન્ન છે. હું આત્મા
અને શરીર વિનાશી, જડ, મુજથી ભિન્ન છે. | “માં કરતા સિતા' હું સર્વનો ટા સાક્ષી છું. આમ જાણવા છતાં ઘણી વાર પૂછવામાં આવે છે કે તમે કોણ છો? ઉત્તરમાં આપણે આપણા શરીરનું જ નામ બોલીએ છીએ; શરીરના સઘન તાદાત્મના કારણે શાની વ્યવહારમયષ્ટિથી વાત કરે છે. છતાં પરમાર્થમાં તે સભાન છે કે ભ્રાંતિમાં પણ તે શરીર નથી; પણ શરીર, ઈક્યિો , પાંચ કોષ, પંચપ્રાણ, ત્રણ અવસ્થાનો દ્રષ્ટા કે સાક્ષી તેથી ભિન્ન છે.
જ્યારે મારી ઉપાધિ બ્રહ્મચારી પ્રેમચૈતન્ય કહેવાતી ત્યારે નવો નવો પ્રેમ ચૈતન્ય સાંદિપની સાધનાલયમાં પ્રસ્થાનત્રયીનો અભ્યાસ કરી, નર્મદાતટે શાન-સાધન આશ્રમમાં ગયો. ત્યાં એક પ્રસંગ મને સ્પર્શી ગયો. એક આશ્રમવાસી ભાઉદાદાના હુલામણા નામે જાણીતા. મારી પાસે આવ્યા. થોડી વાર પછી પ્રશ્ન પૂછવાની ઇચ્છા વ્યક્ત કરી મંજૂરી મેળવી.મને એમ હતું કે કંઈ
ઉપનિષદનો ભારે શ્લોક પૂછશે તો આપણા બાર વાગી જશે...ત્યાં તો ! વિચિત્ર પશ્ન પૂછયો..“તમને કોના જેવા થવું ગમે? પૂ. સ્વામી ચિન્મયાનંદજી કે દયાનંદજી?” ક્ષણવારના પણ વિલંબ વિના પ્રેમચૈતન્ય ઉત્તર આપ્યો “મને મારા જેવા થવું ગમે.” વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. અનાયાસે અચાનક અપાયેલા ઉત્તર તરફ જ્યારે વિચાર કરું છું ત્યારે સમજાય છે કે ગહન ચિંતન આકસ્મિક રીતે પણ કેવું સત્ય રજૂ કરી શકે છે.
આ જ સંદર્ભમાં ૫ સ્વામી અખંડાનંદજી એક પ્રસંગ નધિ છે, તે પણ આપને કહ્યા વગર રહી શકતો નથી: “એક વ્યક્તિને મહાત્માએ પૂછા....
ધ્વર કેસા હૈ?'
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૬૭) મહાત્મા..“તેરે જૈસા” વ્યક્તિ..“ કૈસા હું?” મહાત્મા....“ઇશ્વર જૈસા.” વ્યક્તિ....“હમ દોનોં કેસે હૈ?” મહાત્મા... “એક જૈસે.”
આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે ઉપાધિ હું નથી, ઉપાધિ મને દ્રશ્ય છે. હું ઉપાધિનો દ્રષ્ટા, ઉપાધિથી મુક્ત છું. પરમાર્થમાં તો કોઈ ભેદ જ નથી. છતાં કેટલાક માને છે કે શરીરમાં જે આત્મા છે તે શરીર જેવો છે. તેવું સ્વીકારતાં કીડીનો આત્મા નાનો થાય; હાથીનો મોટો થાય. તો તો આત્મા વિકારી થઈ ગયો કહેવાય. આવી ભ્રાંતિના લીધે જ સામાન્ય ભાષા, વ્યવહારમાં મોટો જીવ', ‘નાનો જીવ' વગેરે વપરાય છે. પણ જીવ જ બ્રહ્મ છે. પછી કયાં છે નાના-મોટાપણું? માટે જ વિચારવું કે આત્મા કોઈના જેવો નથી. પણ કહેવું જ હોય તો ઈશ્વર જેવો છે તેમ કહેવું. ઈશ્વર કેવો છે?-તો જગત જેવો.
જગત કોના જેવું છે? તો જેનાર જેવું. જગતની દ્રષ્ટા હું કેવો છું? તો મારા જેવો. જો દશ્ય પૂછે કે દ્રષ્ટા કેવો? તો કહેવું આપણે બે એક જેવા, અભિન્ન છીએ. અર્થાત્ 'તું' “આપણે સૌ અભિન્ન આત્મતત્ત્વ છીએ.
આત્મતત્વ એટલે આપણે મૂળમાં કેવા? મૂળમાં આપણે સૌ “મૂળ” વગરના છીએ.
આપણે નથી વ્યષ્ટિ નથી સમષ્ટિ... નથી વ્યક્તિ...કે વિરાટ.. નથી જીવ.કે શિવ... નથી નશ્વર...નથી ઈશ્વર... નથી આપણે પિંડ..કે બ્રહ્માંડ.. આપણે ઉપાધિ જ નથી તો શરીરની વ્યાધિ કયાં? ઉપાધિ-વ્યધિથી
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૬૮)
· વંચિતને આધિ કયાં? માટે જ વિચારવું કે હું નિરુપાધિક, નિ:સંગ, અસંગ, અરંગ આત્મતત્ત્વ છું.
આત્મા-અનાત્માને સમજાવતાં પૂર્વવિચારસૂત્રના સંદર્ભમાં કહેવાયું છે કે अहं विकारहीनस्तु; देहो नित्यं विकारवान् ।
इति प्रतीयते साक्षात्; कथं स्याद् देहकः पुमान् ॥ ३३॥ ...=વળી
....
અહં વિાદ્દીન:=હું વિકારરહિત છું.
વેદઃ નિત્યં વિધવાન્...=અને દેહ નિત્ય વિકારવાન છે. કૃતિ ક્ષાત્ પ્રતીયતે- એવું સાક્ષાત્ આપણે જોઈએ છીએ. પુમાન્ : થમ્ સ્વા= તેથી આત્મા દેહ કઈ રીતે થઈ શકે ?
!
દેહમાં વૃદ્ધિ અને વિસર્જન છે. વૃદ્ધિથી વિસર્જનની સતત ચાલતી પ્રક્રિયામાં ક્ષણે ક્ષણે વિકાર છે. શુક્રજંતુથી સ્થૂળ શરીરનો વિકાસ, સતત વિકારને આભારી છે. વજનમાં પ્રથમ વૃદ્ધિ થાય છે અને અંતે શરીર વજનશૂન્યતા તરફ આગળ વધે છે, આમ શૈશવ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ અને વિસર્જન સર્વ વિકારી શૃંખલા છે.
સૂક્ષ્મ શરીરમાં પણ ક્રોધ, લોભ, મોહ, કામ, કૃપા, દયા સૌ વિકારો જ છે.
હું સર્વ વિકારોનો ષ્ટા છું પછી તે ઇન્દ્રિયના, મનના કે શરીરના હોય. અને દૃષ્ટા છું તેથી જ દૃશ્ય શરીર નથી પણ નિર્વિકાર સ્વરૂપ, સત્ અને નિત્યાનંદ છું.
यस्मात्परमिति श्रुत्या तया पुरुषलक्षणम् । विनिर्णीतं विमूढेन कथं स्याद्देहकः पुमान् ||३४||
યસ્માત્ પરમ્ કૃતિ તૈયા મ્રુત્યા = જેનાથી પરમ્ અર્થાત્ પૂર્વ કે પછી કોઈ નથી તેવી શ્રુતિ વડે “યસ્માત્ × 7 અપરૂં અસ્તિ િિવત્ કૃતિ તૈયા શ્રુત્યા”
પુરુષ તક્ષામ્ = આત્માનું લક્ષણ
વિનિતિમ્ = નિશ્ચિત કરાયેલું જ છે.
પુમાન વેઠ : થમ્ સ્થાત્ = તેથી આત્મદેહ કઈ રીતે હોઈ શકે ?
યસ્માત્ પરમ્ ઇતિ શ્રુત્યા' આ ખૂબ જ પ્રસિદ્ધ શ્રુતિ છે. તૈત્તિરીય ઉપનિષદ્માં છે કે “યસ્માત્ પરમ્ ન અપાં અસ્તિ િિવત્" આવી શ્રુતિ દ્વારા આત્માનું લક્ષણ સિદ્ધ થયેલ છે કે આત્માની પૂર્વે કોઈ નહોતું. તેનો અર્થ એ જ કે આત્માનું કોઈ જ કારણ નથી. અને આત્મા
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૬૯) કોઈનું કાર્ય પણ નથી. માટે કહ્યું કે “માતુ પર ર” અને પછી કહ્યું છે કે “પરમ્ તિ ને વિંચિ” અર્થાત્ આત્માની પછી પણ કોઈ કાર્ય નથી. એટલે આત્મા પણ કોઈના સર્જન માટે કારણ નથી ! અને આત્માનું કોઈ કાર્ય નથી. ટૂંકમાં આત્માને કારણ નથી ને આત્માનું કોઈ કાર્ય પણ નથી. તેથી આત્મા કાર્ય-કારણ-રહિત છે. અર્થાત્ આત્મા કે બ્રહ્મ કારણ-કાર્યથી પર છે. વિવેક ચૂડામણિમાં આવે છે કે.
“कार्यकारणविलक्षणं परं ब्रह्म तत्त्वमसि भावयात्मनि" જે બ્રહ્મ કાર્ય-કારણથી પર, મુક્ત છે તે જ બ્રહ્મ તું છે તેમ તું ! મનમાં ધ્યાન કર'.
તત્વાર્થ જોતાં સમજાય છે કે પર= પૂર્વે અને સામાન્ય રીતે કારણ પહેલાં હોય, પછી કાર્ય આવે છે. બાપ-અને બેટો, એટલું જ નહીં કારણ સૂક્ષ્મ હોય છે-જેમ કે બીજ કે શુકજંતુ; જયારે કાર્ય સ્થૂળ રૂપે દેખાય છે.
= પછી...અને કાર્ય પાછળથી આવે છે જે સ્થળ છે. જેમ શરીર કાર્ય છે અને સ્થળ છે.
હવે સ્પષ્ટ થાય છે કે આત્મામાં સ્થળ કે સૂક્ષ્મ એવું કંઈ હોતું નથી કારણ કે એ બધું તો દેશમાં છે. આત્મા દેશથી મુક્ત છે. તેથી નાનું ‘મો’ પણ તેમાં નથી.
આત્મામાં કોઈ પહેલાં અને કોઈ પછી તેવું નથી. પૂર્વે-પછી સમયમાં હોય; આત્મા સમયથી અપરિચ્છિન્ન છે. કાળથી મુક્ત છે.
આત્મામાં નથી કાર્ય કે કારણ. તેવું સર્વ વસ્તુમાં, સાકારમાં હોય, | જેને જન્મ છે તેને કાર્ય-કારણ છે. આત્મા વસ્તુથી મુક્ત છે. માટે છે કાર્ય-કારણથી પર છે.
આમ જે આત્મા દેશ, કાળ, વસ્તુથી મુકત છે તે દેશ, કાળમાં બદ્ધ શરીર કઈ રીતે હોઈ શકે?
આગળના શ્લોકમાં નિર્દેશ થયો તે મુજબ કૃતિના સંદર્ભમાં જ વિચાર આગળ પ્રવાસ કરે છે. અને અહીં શ્વેતાશ્વતર ઉપનિષદના દૃષ્ટાંત દ્વારા જ સ્પષ્ટ બતાવ્યું છે કે શ્રુતિ સંમત તર્કનો અને વિચારનો સહારો લઈ આત્મવિચાર કરવો.
“यस्मात्परं नापरमस्ति; किंचित् यस्मानाणीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्ष વ સ્તબ્ધો ડિવિ તિકૃત્યે તેનેવું પૂર્ણ પુરુષેણ સર્વ” જેનાથી કાંઈ પૂર્વે નથી, કાંઈ પછી નથી; જેનાથી કોઈ વધુ સૂક્ષ્મ કે વધુ મોટું નથી; !
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
જે એક વૃક્ષ જેમ સ્વ-સ્વરૂપમાં અચળ છે, તે આત્મા વડે આ સર્વ ગત પૂર્ણ છે.
આત્મા કે જેને પુરુષ નામથી સંબોધી શાસ્ત્રોએ તેના સ્વરૂપની સ્પષ્ટતા કરી આપી છે. તે જ પુન: પ્રગટ કરે છે.
सर्व पुरुष एवेति सूक्ते पुरुषसंज्ञिते ।
अप्युच्यते यतः श्रुत्या कथं स्याद् देहकः पुमान् ॥३५॥ સર્વ પુષ વ= આ સર્વ પુરુષ જ છે,
કૃતિ પુરુષ સંક્ષિતે સૂવશે એવું રુદ્રીના પુરુષસૂક્તમાં (કહેવાયું છે)
મ્રુત્યા અપિ યતઃ ૐન્યતે શ્રુતિ દ્વારા પણ તેમ જ કહેવાયું છે, જુમાન્ રેહા જ્યમ્ સ્વા= તેથી આત્મા કે પુરુષ દેહ કઈ રીતે હોઈ
શકે?
'सर्व पुरुष एवेति सूक्ते पुरुष संज्ञिते
વેદના ‘પુરુષસૂક્ત’ ભાગમાં સ્પષ્ટ છે કે આ જે કંઈ સ્થાવર-જંગમ; દશ્ય-અદશ્ય; વ્યક્ત-અવ્યક્ત; જડ-ચેતન; સાકાર-નિરાકાર;સગુણ-નિર્ગુણ; નામી-અનામી છે; તે સર્વ આત્મા કે પુરુષ જ છે. સંસારનો આરોપ માનો તો પણ તે પરમ પુરુષના અધિષ્ઠાન વિના અસ્તિત્વમાં નથી. તેથી ગૃતમાં પણ જે સારું-નઠારું; દેવ-દાનવ; મિત્ર કે શત્રુ; સ્ત્રીલિંગ-પુલ્લિંગ કે નપુંસકલિંગ જે કંઈ છે તે આ પુરુષ જ છે. પુરુષમાં જાતિના, આશ્રમના, વર્ણના કોઈ ભેદ નથી. તેવી સ્પષ્ટતા માટે જ પુરુષસૂક્તમાં કહ્યું છે કે...
" पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥”
“પુરુષ વ ફ્લમ્ સર્વમ્” “આ સર્વ જે કંઈ છે તે પુરુષ છે. તેવી જ વાત બૃહદારણ્યક ઉપનિષદમાં પણ છે.” “માંનો ફ્રિ અપક્ પુરુષઃ આ પુરુષ= આત્મા અસંગ છે.” તો પછી તેનું શરીર ક્યાં? તેને નથી સાથ, સંગાથ કે સંગ. અરે જ્યાં પુરુષ એક, અભિન્ન, અદ્વૈત છે, જે તેના સિવાય બીજી વસ્તુ છે જ નહીં; તો શરીરનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૭૧) જેમ મોજાં ફીણ, પરપોટા, મોતી, માછલાં અને સાગર જ છે. સાગરમાંથી જન્મે છે; સાગરમાં જ તેમનું અસ્તિત્વ છે. અને સાગરમાં જ તે સૌ લય પામે છે. તે જ પ્રમાણે દશ્ય પ્રપંચ માત્રનું અધિષ્ઠાન પુરુષ જ છે. પુરુષમાં જ તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. જેમ સર્પનો જન્મ દોરીમાંથી, અસ્તિત્વ દોરી પર અને લય પણ અંતે દોરીમાં જ થાય છે છતાં પરંપરાગત શિક્ષણપ્રણાલિકામાં પ્રથમ આરોપ ઊભો કરવા ભેદ દર્શાવવામાં આવે છે. પછી નેતિ નેતિ' દ્વારા ભેદ દૂર કરી “અપવાદ દ્વારા એક, અભેદ, અતિનું દર્શન કરાવવામાં આવે છે. માટે પ્રથમ સર્જન, સ્થિતિ, લય, તેવો કમ પણ બતાવ્યો છે અને અને તે સર્વ ભ્રાંતિ છે તેવી વાત પણ શાસ્ત્ર કરી છે. જે ભેદ નથી, તો અપવાદ દ્વારા શું દૂર થાય? માટે જ અલૌકિક, અજબ, ગજબની શિક્ષણપ્રણાલિકા છે.
શંકા-જો આત્મા એક છે, સર્વવ્યાપ્ત છે, જડ-ચેતન સર્વમાં તે જ છે તો અદશ્ય કેમ છે? અદશ્ય છે તેથી તે સર્વવ્યાપ્ત નથી.
આ તકે અસંગત છે. ખરેખર સર્વવ્યાપ્ત હોય તે અદશ્ય જ હોય. વાયુ ક્યાં દેખાય છે? અરે! આકાશ કયાં દશ્ય છે? અંધ વ્યક્તિ પણ વાયુના અસ્તિત્વનો સ્વીકાર કરે છે સાચી વાત તો એવી છે કે, જે કહે છે કે, આત્મા અદશ્ય છે તેનો સ્વીકાર તો કરી જ લે છે. છતાં જે અંધ વ્યક્તિને સૂર્ય ન દેખાય તો તેમાં સૂર્યનો કોઈ ગુનો? શ્રીકૃષ્ણ પરમાત્માએ સ્પષ્ટ જ કહ્યું છે કે મુખે કે અજ્ઞાનીને અથવા મૂઢને આત્મા દેખાતો નથી. તે તો માત્ર જ્ઞાનચક્ષુવાળાને જ સુલભ છે, દેખાય છે.
“વિમૂઢા નાનુપતિ પત્નિ જ્ઞાનવલુક:” બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આત્માને અસંગ પુરુષ કહ્યો છે. તેથી આ બધા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે આત્મા દેહ કદી નથી. असंग: पुरुष: प्रोक्तो बृहदारण्यकेऽपि च।
अनन्त मलसंश्लिष्टः कथं स्याद् देहकः पुमान्॥३६||
રક અને વૃદલાયે પબૂહદારણ્યકમાં પણ પુ: અi: પ્રોસ્તા= આત્માને અસંગ ગણ્યો છે અને
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૭૨) અનંત મત ક્ષત્તિ ()- દેહ બહુ પાપના સંગવાળો માન્યો છે તેથી.
ચા લેવા પુમાન- આત્મા દેહ કઈ રીતે થઈ શકે? બૃહદારણ્યક કૃતિએ ઘોષણા કરી “અને દિ મય પુરુ?” જે આગળ ચર્ચા ગયા. આકાશમાં જ વાદળાં છે છતાં તે કોરુંકટ છે. તેને રંગ નથી વાદળનો, પાણીનો સંસ્પર્શ પણ નથી તેમ આત્મા શરીરમાં અને શરીર આત્મામાં જ ભ્રાંતિ દ્વારા આરોપિત છે, છતાં આત્માને તેનો સંગ નથી. સોનાના, ચાંદીના કે માટીના પાત્રમાં આકાશ તો એકનું એક જ છે. તેને ઉપાધિ સાથે સંબંધ નથી.
હું પણ આકાશ જેમ અસંગ છું. અસંગતા જ મારો સહજ સ્વભાવ છે. નથી મારામાં ધ્યાન, ધારણા કે સમાધિ; નથી મારી સાથે પુરુષ કે પાપ; નથી મારું નિશાન સ્વર્ગ કે નરક. અરે! જ્યારે સુમિમાં “મારું “મારા” “આપણા” કે “પરાયા' કોઈ નથી ત્યારે જ આનંદ છે. કારણ કે અસંગ જ મારો મૂળભૂત સહજ સ્વભાવ છે. હું અસંગ છું તેથી શરીરના પાપ-પુણ્યધર્મથી રહિત છું. દેહ તો રાગદ્વેષાદિ મળયુક્ત છે. હું અંત:કરણથી પણ સ્પર્થ નથી. વાણી, મન, ઇોિ મને સ્પર્શી શકતાં નથી. તેથી પણ હું અસંગ અને અસ્પૃશ્ય છું. મારામાં પાપ-મુક્તિની ખેવના નથી અને પુણ્ય પ્રાપ્તિની અપેક્ષા નથી તે સર્વ, ભ્રાંતિમય સંસારમાં ભ્રાંતિરૂપી પ્રવૃત્તિ જેવું છે. નથી મારે કર્મ, કિયા, કે ફળ. આ અસંગ પુરુષની વાત બૃહદારણ્યક ઉપનિષદમાં આવી છે. અસંગ પુરષ સાથે સંતોએ સાક્ષાત્કાર કર્યો. અરણયના સાનિધ્યમાં. તેથી શ્રુતિના એક ભાગનું નામ “આખ્યા છે. ખરેખર અરય જ શરણ છે. જે શરણ આપે તે અરાય. રાય એટલે જ્યાં યુદ્ધ છે તે. માટે જ ઝઘડા વખતે લૌકિક ભાષામાં પણ કહે છે કે “રણમેદાનમાં આવી જા. ઘર પાસે તો કૂતરું ભસે.” આમ રણ્ય એટલે યુદ્ધ અને અ=નહીં -ક્યાં યુદ્ધ નથી તે શાંત, શીતળ પ્રદેશ
જ શણ છે-અને તેવું શરણ જ અરણ્ય છે. આમ જે સ્થળે સંસારના રાગદ્વેષ, આંતરવિગ્રહ લેહ, ક્લેશ નથી તે સંતોને માટે યોગ્ય તપોભૂમિ છે. તેથી જ તે અરણ્ય કહેવાય છે. તેવી જ રીતે બૃહદારણ્યક જેવી શ્રુતિ પણ સાધક, મુમુક્ષુ, સંતો માટે આશ્રયસ્થાન છે. શાની માટે તે આત્મરમણનું મેદાન છે અને મુમુક્ષુ સાધક માટે ચિંતનનું આશ્રયસ્થાન છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૭૩)
આવા અરણ્યમાં રહીને જેને ચિંતન કરવાનું પ્રારબ્ધ પ્રાપ્ત થાય તે જ પોતાના અસંગ સ્વરૂપને જાણવા “અસંગ યાદેખ લેન છિન્ના” વૈરાગ્યરૂપી શસ્ત્રથી સંસારવૃક્ષનું દૃઢતાથી છેદન કરી શકે છે. સાવા અરણ્યનો સાથ તે જ શ્રુતિનું સાન્નિધ્ય, સમાગમ અને સત્સંગ છે. શ્રુતિના સત્સંગથી જ અંતે જીવનમુક્તિ સુધીની યાત્રા થઈ શકશે.
सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वम् । निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवनमुक्तिः ॥
અને જીવનમુક્ત દશા એટલે શરીરનો સંહાર નહીં; ત્યાગ નહીં શરીર સાથે મરવાની કળા-એ જ જીવનમુક્તિ છે. હું અસંગ આત્મતત્ત્વ છું-તે સમજતાં જ શરીર જ્વ પરથી પાંડું ખરે તો વૃક્ષ ચિંતિત ત્યાં જાય; ન હું શરીર છું, ન કેટલાંય શરીરો ખરી ગયાં હશે
નિષ્પ્રાણ થઈ જાય છે. પછી વૃક્ષ નથી...તેમ શરીરને જ્યાં જવું હોય તે મારું છે. ભૂતકાળમાં પાંદડાં જેમ પણ જ્યારે ખરવું હોય ત્યારે ખરી
પડે. પાનખરનો ડર પાંદડાંને...માળીનો ડર કળીઓને...હું તો કાળમુક્ત, કાળનો પણ કાળ છું.
·
तत्रैव च समाख्यातः स्वयंज्योतिर्हि पुरुषः ।
as: पर प्रकाश्योऽसौ कथं स्याद् देहकः पुमान् ॥३७॥
૨ તંત્ર = અને તે જ બૃહદારણ્યક શ્રુતિમાં પૂનઃ હિ= પુરુષ તો
સ્વયં જ્યોતિઃ સમાજ્ઞાતઃ- સ્વયંજ્યોતિ, સ્વયંપ્રકાશ કહ્યો છે.
અસો નઃ- આ દેહને જડ કહ્યો છે.
પર પ્રાયઃ- પરપ્રકાશિત કહ્યો છે.
જુમાન્ વેઠવા વયં સ્વાત્ તેથી આ દેહ આત્મા કઈ રીતે હોઈ શકે?
‘અશી નડ: પ પ્રાયઃ' શરીર જડ છે તેનું મુખ્ય કારણ જ કે તે પર-પ્રકાશિત છે. શરીરનું અસ્તિત્વ છે, હોવાપણું છે, ભાવ છે, સત્ છે, પણ ચિત્પણું પોતાનું નથી. અર્થાત્ આત્માની ચેતનતાથી જ તે કાર્ય કરે છે. જેમ ચંદ્ર પરપ્રકાશિત છે. તે પ્રકાશ નથી આપતો તેવું નથી,
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) પણ તે સૂર્યનો જ પ્રકાશ છે. પોતાનો નથી. જે ખરેખર શરીર પોતે જ સ્વયંપ્રકાશવાન, શાનસ્વરૂપ હોય તો..રાત્રે ઘરમાં ચોર આવે છે ત્યારે શરીર કેમ જાણતું નથી? અરે! ઈન્દ્રિય, મન, બુદ્ધિ સૌ છે પણ ઊંધ છે, અને જે પ્રાણ જાગે છે તેને પણ ચોરનું શાન થતું નથી. આમ જે શાતા નથી તે સૌ જડ છે, પરપ્રકાશિત છે.
દીપકને પણ પોતાનો પ્રકાશ નથી. દીવાસળી, રૂ, તેલ, ઑકિસજન વિના તે પ્રકાશ આપી શક્તો નથી.
મના પુ: સ્વયં ચરિવરિ” ““હદારણ્યક શ્રુતિ' આત્મા સ્વય પ્રકાશિત છે, જયારે બીજા બધા પ્રકાશિત છે પણ બીજાના આધારે. આત્માને પ્રકાશવા બીજાના પ્રકાશની જરૂર નથી. અહીં પ્રકાશનો અર્થ છે જ્ઞાનરૂપી પ્રકાશ અમાસની અંધારી રાત્રે પ્રયોગ કરવા રાહ જોવાની જરૂર નથી. જ્યારે જ્યારે આપણે સુમિમાં હોઈએ ત્યારે ત્યાં કોઈ પ્રકાશ નથી. સ્વપ્ન નથી એટલે મન વિરામમાં છે. નવો નિર્ણય થતો નથી તેથી બુદ્ધિ આરામમાં છે.
અર્થાતું નથી ત્યાં સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, મન, બુદ્ધિ, ઈન્દ્રિયો. છતાં કોઈ પ્રકાશે છે, જે જાણે છે કે હું કંઈ જાણતો નથી” “અહમ્ વિષ્ણ નાનાજ તે આત્મા છે. તેને પ્રકાશવા બહારના પ્રકાશની જરૂર નથી.
ઉપરાંત વાદળાંથી આકાશ છવાયેલું હોય, સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, વીજળી કંઈ ન હોય છતાં આપણે કહીએ છીએ કે “ઘોર અંધારું છે.” તો આ અંધારાનો પ્રકાશક કોણ? કોણે કેવી રીતે શેના દ્વારા જાણું અંધારાને? તે જ આત્મપ્રકાશ કે જે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. માટે શ્રુતિએ કહ્યું છે કે જ્યારે તે આત્મતત્વ પ્રકાશે છે ત્યારે જ સર્વ કાંઈ પ્રકાશિત થાય છે.
"तमेव भान्तं अनुभाति सर्व
तस्य भासा सर्वमिदं विभाति" તેથી સ્વયંજ્યોતિ આત્મા ડ પરકાશિત દેહ કઈ રીતે હોઈ શકે?
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૫)
આત્મા અને સ્થળ શરીર પૂર્વમીમાંસા અથતિ વેદનો કર્મકાંડનો વિભાગ. શ્રુતિ, સ્મૃતિ, સંતોનો અનુભવ અને યુક્તિથી જે વાત સિદ્ધ કરી છે તેના માટે હવે કર્મકાંડીઓ અર્થાત જેઓ કર્મમાં વિશ્વાસ ધરાવે છે તેમની વાત કરે છે. હિન્દુ ધર્મ સિવાય પણ બીજા ધર્મો કર્મની ફિલસુફી સ્વીકારે છે. અને તે મુજબ પણ કરેલાં કર્મનો બદલો ભોગવવા માટે પણ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે છે, શરીરને અગ્નિસંસ્કાર થાય, જળસમાધિ કરાય કે દફનાવાય તો પણ એવું કોઈ છે. જે કર્મનાં ફળ ભોગવે છે. શરીરના નાશ પછી પણ પૂર્વના સંસ્કાર મુજબ જન્મ લે છે. આમ જીવાત્મા અને આત્મા શરીરથી ભિન્ન છે તે નિર્વિવાદ હકીકત છે. તેવું જ કર્મકાંડમાં પણ વિધાન છે તેની વાત કરે છે.
प्रोक्तोऽपि कर्मकाण्डेन ह्यात्मा देहाद्विलक्षणः।
नित्यश्च तत्फलं भुंक्ते देहपातादनन्तरम्॥३८॥ દિ... ... . =અને વર્માડેન મા .... =કર્મકાંડમાં પણ માત્મા લેહા વિક્ષ: નિત્ય: =આત્માને દેહથી વિલક્ષણ અને નિત્ય પ્રોવર:
માન્યો છે. ર... ... .. અને ટપાતાતુ અનન્ત =દેહ પડયા પછી પણ તસ્ય કર્મ: પત્ત પુંવરે =જીવાત્માએ કરેલા કર્મનું ફળ જીવ ભોગવે છે. જે દેહમાં વસે છે તે દેહી છે અને તે નિત્ય છે. ગીતાજીમાં કહ્યું
"देही नित्यमवध्योऽयं देहे सर्वस्व भारत" હે ભારત, દેહી=આત્મા સર્વના શરીરમાં છે અને તે નિત્ય છે તેમ જ વધ ન કરી શકાય તેવો છે.
જે શરીરના નારા સાથે જીવાત્માનો પણ નાશ થાય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે સારાં-નરસાં કર્મ ક્યાં છે તેને ભોગવશે કોણ? તેથી સ્પષ્ટ છે કે કર્મનાં ફળ ભોગવવા શરીરના પતન પછી પણ જીવાત્માને યાત્રા કરવી જ પડે છે. અજ્ઞાનમાં જે જીવ છે તે જ શાનમાં આત્મા છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૬) શરીર કે ઉપાધિ સાથેના ગાઢ તાદાત્મથી અવિઘા તારા આત્મા જ જવરૂપે ભાસે છે. થતિમાં તો સ્પષ્ટ છે કે...
__ कामान्य: कामयते मन्यमानः सः कामभिर्जायते तत्र तत्र।
पर्याप्त कामस्य कृतात्मनस्तु इहैव सर्वे प्रविलीयन्ति कामाः॥२॥
ભોગોના વિષયોનું ચિંતન કરાનાર, તે કામનાઓના યોગથી જ્યાં તે * પ્રાપ્ત થાય છે ત્યાં જન્મ લે છે. પણ જેમની વાસના અહીં જ પૂરી થઈ ગઈ છે તેમની કામના વિલીન થયેલી માનવી; તેમનું ચિત્ત શુદ્ધ
જાણવું”
આ ઉપરથી સ્પષ્ટ છે કે આત્મા શરીરથી જુદો છે શરીરો બદલાય છે તે બદલાતો નથી અને વાસના મુજબ જીવાત્મા જન્મ લેવા આગળ વધે છે.
શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ તેવું જ સૂચન છે: "उत्क्रामन्तं स्थितं वापि भुन्जानं वा गुणान्वितम्।" શરીર છોડીને જતાં, શરીરમાં રહેલા અથવા વિષય ભોગવતા હોવા છતાં અશાની તેને જાણતા નથી. શાની, શાનચક્ષુવાળા જ તેને જાણે છે: વિમૂહ નવન્તિ પરન્ત નરસુદા” જે દેહથી આત્મા ભિક ન હોત તો સ્મૃતિમાં જે યોગસ્કની વાત છે; તે કદી સંભવી ન શકે અને શ્રીકવર પરમાત્માએ તેવો ઉપદેશ ન આપો હોત. અર્જુનની શંકાનું સમાધાન કરતાં ભગવાને કહ્યું છે કે યોગભ્રષ્ટ જીવાત્મા સદાચારી અને શ્રીમંતને ત્યાં અથવા બુદ્ધિમાન ગૃહસ્થ યોગીને ત્યાં જન્મ લે છે. તેથી સ્પષ્ટ છે કે શરીરથી આત્મા ભિન્ન છે અને આત્મા શરીર થઈ શકે નહીં
शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। अथवा योगीनाम् एव कुले भवति धीमताम्।
(અધ્યાય-૬, ગીત)
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૭૭)
આત્મા અને સૂક્ષ્મ શરીર
પૂર્વશ્લોકમાં ચર્ચા થઈ કે શરીરના પતન પછી પણ જીવાત્માની વાસનાનુસાર કે કર્મફળના ભોગ માટે યાત્રા ચાલુ રહે છે. આમ જીવાત્મા નાશવાન નથી. પણ તેથી તે જીવાત્મા કે સૂક્ષ્મ શરીર આત્મા પણ નથી. આત્મા તો ત્રણે શરીરો, ત્રણે અવસ્થાનો સાક્ષી તેથી ભિન્ન છે તે સમજાવે છે.
लिङ्गं चानेकसंयुक्तं चलं दृश्यं विकारी च । अव्यापकमसद्रूपं तत्कथं स्यात् पुमानयम् ॥ ३९ ॥
તિમાં ...... =અને લિંગ કે સૂક્ષ્મ શરીર પણ
અને સંયુવાં વતમ્ શ્યમ્ =અનેથી સંબંધવાળું ચલ, દૃશ્ય અને વિજાતી નમ્ર વિકારી છે.
અવ્યાપમ્ અસત્ રૂપમ્ =અવ્યાપક અને મિથ્યા રૂપવાળું છે. तत् अयम् पुमान् कथम् स्यात् સૂક્ષ્મ શરીર આ આત્મા કઈ રીતે હોઈ, શકે? સૂક્ષ્મ શરીર આત્મા કેમ નથી તેનાં કારણો નીચે મુજબ
છે:
=
(૧)સૂક્ષ્મ શરીર ‘અને સંયુત્તમ્ અર્થાત્ ઘણા અવયવોવાળું છે. પાંચ જ્ઞાનેન્દ્રિય + પાંચ કર્મેન્દ્રિય + પાંચપ્રાણ + મન+બુદ્ધિ એમ ૧૭ તત્ત્વોનું બનેલું છે.
=
જ્યારે આત્મા કોઈથી બન્યો નથી, આત્માથી કાંઈ બન્યુ નથી. એ તો એક અને અત્ છે. નિરવયવી છે, તેને અવયવ કે ઇન્દ્રિયો કેવી? તે અસંગ છે તેથી મનબુદ્ધિ પ્રાણોનો સ્પર્શ પણ નથી. તેથી અસંગ આત્મા કદી પણ સૂક્ષ્મ દેહ નથી.
(૨)સૂક્ષ્મ દેહ ‘વતમ્' છે. કેમ કે તેમાં મન છે. મન ચંચળ છે. વાસના મુજબ એક દેહ છોડી બીજામાં જાય છે. જ્યારે આત્મા અવિચળ છે. સર્વવ્યાસ છે. તેથી તેને ક્યાંય જવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તેથી પણ સૂક્ષ્મ દેહ આત્મા નથી.
(૩)સૂક્ષ્મ દેહ ‘વિાવી છે જ્યારે આત્મા અવિકારી છે. મનના વિકારો જાણીતા છે. કોઈ વાર શાન્ત, કોઈ વાર ઉદ્દેગપૂર્ણ ખિન્ન, તો વળી વાસનાથી યુક્ત બળવાન અને વાસનામુક્ત થાય તો નિર્મળ બને છે. જ્યારે આત્માને
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૭૮) આવા કોઈ વિકાર નથી તેથી વિકારી લિંગદેહ આત્મા નથી.
(સૂક્ષ્મ દેહ શાનથી દશ્ય છે કે તે એક સ્થૂળ દેહને ત્યાગી બીજે ધારણ કરે છે. જ્યારે આત્મામાં જવા-આવવાની ક્રિયા નથી તેથી સૂક્ષ્મ દેહ આત્મા નથી.)
(૫)સૂક્ષ્મ દેહ “વ્યા છે જ્યારે આત્મા સર્વવ્યા છે. સૂક્ષ્મ દેહ શરીર ભિન્ન છે, જ્યારે આત્મા અનેક, અનંત શરીરોમાં એક છે. સૂક્ષ્મ દેહ દેશ, કાળ, વસ્તુથી પરિચ્છિન્ન છે, જ્યારે આત્મા અપરિચ્છિન્ન છે. તેથી પણ સૂક્ષ્મ દેહ આત્મા નથી.
(૬)સમ દેહ “માતું રૂપ છે. અર્થાત તેનું ત્રણે કાળમાં અસ્તિત્વ નથી તેથી તે મિથ્યા છે. આત્મજ્ઞાન થતાં, વાસનાક્ષય થતાં, સૂક્ષ્મ શરીર નાશ પામે છે. માટે તે “સતું નથી. જ્યારે આત્મા ત્રણે કાળમાં રહેનાર, કાળનો પણ કાળ, કાળથી મુક્ત “સત્ સ્વરૂપ છે તેથી આત્મા સૂક્ષ્મ દેહ દી થઈ શકે નહીં.
આત્મા સૂક્ષ્મ, સ્થૂળ શરીરથી મુક્ત
एवं देहदयादन्य आत्मा पुरुष ईश्वरः ।
सर्वात्मा सर्वरूपश्च सर्वातीतोऽहमव्ययः॥४०॥ પર્વ =એ પ્રમાણે હયા = સ્થળ અને સૂક્ષ્મ શરીરથી મ: માત્મા પુરુષ: શિવદ =આત્મા અન્ય છે. તે પુરુષ, ઈશ્વર; સર્વાત્માનું સર્વપ, સતીત ] =સર્વાત્મા, સર્વનો અધિષ્ઠાતા; સર્વપ; अव्ययः इति अहम् ( સર્વથી પર; અવ્યય છે અને અહી
શબ્દથી ઓળખાય છે. પ્રકરણના અને ભગવાન શંકરાચાર્યજી આપણને આપણા જ સ્વરૂપની પિછાન કરાવે છે. દરેકે વિચારવું જોઈએ કે “ તરીકે ઓળખાય છે તે મારું નિજ સ્વરૂપ, સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરથી પર છે. પુરુષ નામધારી પુરુષોત્તમ છે. સ્વરૂપે હું ઉપાધિમુક્ત છું. છતાં ઉપાધિના ઈષ્ટિકોણથી ઈશ્વર
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૭૯) છું, કારણ છું, કાર્યamત મુજથી ભિન્ન નથી. તેથી જ તો હું ‘સર્વાત્મા છું. સૌનો અંતરાત્મા છું. “સૂવેળા વ શરીરો અનેક છતાં એક. જેમ અનેક મણકાંમાં સૂત્ર એક છે. હું સર્વરૂપ છું “સર્વર ઉપાધિથી હું કારણ છે. અભિન્નનિમિત્ત ઉપાદાનકરણ ઈશ્વર છું. અને જે જે દશ્યપ્રપંચ અસ્તિત્વમાં છે, તેમાં હું જ વ્યાપ્ત છું. મેં જ અનેક આકાર અને નામ ધારણ કર્યો છે. જેમાં માટી અને સોનું, માટીના વાસણ અને ઘરેણાંમાં એક છતાં અનેક રૂપધારી છે, તેમ હું સર્વરૂપ છું. જે નિરાકાર હોય તે જ સર્વ આકારોનો, સાકારોનો આધાર હોય. આકાશ નિરાકાર છે. માટે જ સર્વ આકારો તેમાં પરિભ્રમણ કરે છે. તેમ હું સવકાર સર્વનું અધિષ્ઠાન છું, મારા સ્વરૂપ માટે જ ઈશોપનિષદમાં કહેવાયું કે “
શિવમ સર્વ જિગ્ન નત્યિાં જતાં' “mતમાં જે કંઈ સ્થાવર, જંગમ છે તે સર્વ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે.” તેથી પણ મને સમજાય છે કે હું સર્વરૂપ છું.
હું સર્વાતીત અને અવ્યય પણ છું, સૌથી અતીત અર્થ સૌનો સાક્ષી છું. સૌથી અતીત અર્થાત્ સૌથી સૂક્ષ્મ છું. પંચકોષની અંદર છું, મનનું પણ મનન કરનાર છું. ષ્ટિની પણ દષ્ટિ હું. મને પગ નથી પણ સૌથી ઝડપી હું. કર્ણ વિના શ્રવણ કરું તે હું. અને હાથ વિના સ્પર્શ કરું તે હું સૌથી દૂર અને અત્યંત નજીક છે તે હું. આમ મારા સ્વરૂપનો વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે હું સર્વનો આધાર, અવિનાશી, અવ્યય, આત્મતત્ત્વ છું.
શરીર અને આત્માના વિભાજનમાં શાંકા-સમાધાન પરંપરાગત શિક્ષણપદ્ધતિમાં એક વિશિષ્ટ અને અનોખું તત્ત્વ એ છે કે ગુરુ કે આચાર્ય જ શિષ્ય માટે શંકા ઊભી કરે છે અને તેનું સમાધાન પણ ગુરુ કે આચાર્ય જ આપે છે. શક્ય છે કે શિષ્યને પ્રશ્ન પૂછવાની હિંમત ન હોય; અગર તેટલી પરિપક્વતા ન હોય અને બન્ને હોય છતાં આદરભાવથી મૌન સેવતો હોય. તેવાને માટે ગુરુ જ પ્રશ્ન પૂછે અને અતિ ઉત્તર પણ તે આપે છે. તેથી ભવિષ્યમાં જાગનારી તમામ શંકાનું જાગતાં પૂર્વે જ સમાધાન થઈ જાય. શાસ્ત્રની ભાષામાં આવી શંકાને પૂર્વપક્ષ
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૮૦) પણ કહે છે, જીવ-બ્રહ્મ ઐક્યનો અસ્વીકાર કરનાર અગર વિરોધી મત જે વિચાર રજૂ કરે છે તે પૂર્વપક્ષ તરીકે જાણીતો છે. અહીં પણ જે લોકો શરીર અને આત્મા બન્નેને સત્ય માને છે તેમની શંકા રજૂ કરી અને પછી તેનું સમાધાન પણ પછીના શ્લોકમાં આપવામાં આવે છે. શરીરને સત્ય માનનાર ચાર્વાક અને બીજા તર્કશારીઓના વિચારો આજે પણ અસ્તિત્વમાં છે.
ત્યાત્મિક માર પ્રવચન સત્યતા ____यथोक्ता तर्कशास्मेण तत: किं पुरुषार्थता॥१॥ यथा तर्कशास्त्रेण प्रपञ्चस्य- જેવી રીતે તર્કશાસાથી (નાયથી) પ્રપંચની सत्यता उक्ता
સત્યતા કહેવાઈ છે, તેથી તો શરીર સત થયું.
તેમાં નવું શું? અહીં પ્રયત્ન વેડાયો છે.) इति आत्मदेहभागेन
=આ પ્રમાણે આત્મા અને શરીરના ભેદ બતાવવાથી (તો પ્રપંચ સાચો થયો - જે
ન્યાયદર્શન માને છે), तत: किम् पुरुषार्थता
=સેથી આત્મતત્વ માટે પુરુષાર્થની જરૂર નથી. - અહીં પૂર્વપક્ષની દલીલ એવી છે કે શરીર અને આત્મા જુદા છે. તેમાં શાસે નવું શું કહ્યું? તે તો ન્યાયદર્શન, તર્ક દ્વારા સાબિત થયેલુ જ છે. શરીર અને આત્મા બે છે. જુદા છે. અને બને સત્ય છે. તેમ તો અમે તર્કવાદીઓ કહીએ છીએ. ત છે માટે જ બને છે અને સત્ય છે. આ તો તમે પ્રપંચને જ સત્ય ગણાવ્યું જે ન્યાયશાસને અને અમને પ્રથમથી જ સ્વીકાર્ય છે. તેથી તમે કોઈ વિશેષતા આપી નથી. આ તો વાંઝણો પુરુષાર્થ કહેવાય. ભેદ તો ક્નતમાં છે જ તેની સાબિતીની જરૂર નથી. તે આપોઆપ જ દ૨ય છે. પૂર્વપક્ષીની દલીલ છે કે આ પુરુષાર્થથી તો પરમાર્થ સમજતો જ નથી. તમારા જ કહેવા મુજબ શરીર અને આત્મા જુદા છે. અને તેથી જ બને સત્ય છે. જે શરીર અને આત્મા બને સત્ય છે તો મોક્ષ સંભવી શકે જ નહીં અને જે મોક્ષ જ અસંભવ છે તો તમારા સારાભ્યાસની જરૂર ક્યાં? કેવો ગાંડો પુરુષાર્થ!
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૮૧)
સમાધાન
ગ્રંથના અત્યાર સુધીના વિચારમાં જે ચર્ચા થઈ તેમાં મહત્ત્વનો એક જ મુદ્દો હતો કે શરીર અને આત્મા જુદા છે. આત્મા શરીર થઈ શકે નહીં. આ ભેદ તો સ્પષ્ટ રીતે સ્થાપિત થઈ ગયો. હવે પ્રશ્ન છે કે અજ્ઞાનમાં ‘હું શરીર’ અને જ્ઞાનમાં “હું શરીરથી મુક્ત” પણ “હું” એક છે કે બે? અર્થાત્ સત્ય કેટલાં છે? શરીર અને આત્મા બન્ને સત્ય છે કે માત્ર એક જ સત્ય છે-તેનું હવે સમાધાન કરવામાં આવે છે. કારણ કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિદ્ધ થઈ શકે તેમ છે, તેને માટે શાસ્ત્રની જરૂર નથી. અને જે પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાનનો વિષય નથી, તેને જો શાસ્ત્ર સમજાવી ન શકે તો શાસ્ત્ર નિરર્થક છે. પણ તેવું નથી. સાર્થકતા શાસ્ત્રની સમજવા પૂર્વગ્રહરહિત માનસ વડે, શરણે જવું પડે શ્રુતિના અને તેવા પ્રયત્નથી તમામ શંકાઓનું સ્મશાન આપણે આપણા ચરણો નીચે જ દટાયેલું જોઈશું.
જે સાક્ષાત્ અપરોક્ષ છે તેનું જ દર્શન કરાવવાનો શાસ્ત્રનો ઉદ્દેશ્ય છે, તાત્પર્ય છે. તેમાં જ વેદનું વેદત્વ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની જ્યાં સીમા આવે છે, ત્યાં જ શાસ્ત્રની, શ્રુતિની શુભ શરૂઆત થાય
છે.
હવે સમાધાન કરતાં સત્ય એક છે; અને શરીર અસત્ છે તેવી વાત કરે છે.
इत्यात्मदेहभेदेन देहात्मत्वं निवारितम् ।
इदानीं देहभेदस्य ह्यसत्त्वं स्फुटमुच्यते ॥ ४२ ॥
રૂતિ આત્મવે મેલેન=આ પ્રમાણે આત્મા અને શરીરનો ભેદ બતાવવાથી
વેહાત્મત્વમ્ [દ્દે આત્મત્વમ્]= દેહમાં આત્માપણાની બુદ્ધિનું કે દહ જ આત્મા છે” તે ભ્રાંતિનું
નિવારિતમ્... *નિવારણ થયું.
વાનીમ્ વેદમેવસ્ય ફ્રિ =હવે દેહરૂપી ભેદનું ચોકકસ રીતે
અસત્વમ્ મ્ હન્યતે =મિથ્યાપણું સ્પષ્ટ કહેવાય છે.
હવે સમાધાન પક્ષે થોડી દલીલોનું શ્રવણ કરીએ.
(૧) જો દેહ અને જ્ગત સત્ય છે તો ગૃતનો; મોતનો; દેહનો ભય સત્ય છે.
...
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૮૨)
જો ભય સત્ છે તો અભય અશક્ય છે.
તો પછી ભયનાબૂદીના તમામ પ્રયત્નો નિરર્થક છે.
અને શ્રુતિના મત મુજબ અભય શક્ય છે. અનેકને મળ્યો છે...મળી શકે તેમ છે.
માટે જ તૈત્તિરીય શ્રુતિએ ગર્જના કરી કહ્યું છે કે
यतो वाचो निवर्तन्ते । अप्राप्य मनसा सह । आनन्दं ब्रह्मणो विद्वान न बिभेति कुतश्चति ॥
“મન સહિત વાણી અને (ઇન્દ્રિયો) જેને સ્પર્શ કર્યા વિના પાછી રે છે તે બ્રહ્માનંદનો જ્ઞાતા કદાપિ ભયને પ્રાપ્ત થતો નથી.''
આ અભયસૂચક શ્રુતિથી સ્પષ્ટ છે કે શરીર અને સંસાર બન્નેની નાબૂદી શક્ય છે. તેથી તે સત્ય નથી. અને જે સત્ સ્વરૂપ બ્રહ્મ છે તેની પ્રાપ્તિથી જ અભય પ્રાપ્ત થાય છે, અને શરીરના મોતનો ડર નાશ પામે છે. ગતના મોહથી જન્મેલો ભય દૂર થાય છે.
તે જ શ્રુતિમાં અભયપદની સ્પષ્ટતા પણ છે.
यदा ह्येवैष एतस्मिन् अदृश्ये अनात्म्ये अनिरुक्ते अनिलयने अभयं प्रतिष्ठां विन्दते ।
“કારણ કે જ્યારે પણ આ જીવ આ અદૃશ્ય, અશરીરી નિર્દેશ ન કરી શકાય તેવા, બીજાનો આશ્રય ન લેનાર, અભય રૂપ આત્માને પામે છે, ત્યારે તે અભય પદને પ્રાપ્ત થાય છે.” “અથ સોમય થતો મવતિ”
(૨)તમે જે કહેતા હો કે અમે શરીર અને આત્માનો ભેદ બતાવી; ભેદ દર્શન કરાવ્યું છે તો તે પાયા વિનાની વાત છે.
અમે તો અત્યાર સુધી ઊંઘનારા અને ઊંઘવાનો ઢોંગ કરનારા માટે વિવેક જગાડવાનો પ્રયત્ન કર્યો છે. જેઓ શરીર સાથેના તાદાત્મ્યથી ‘શરીર જ હું ' અને ‘હું એટલે જ શરીર' તેવું માની બેઠેલા તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કદી અંધારું અને અજવાળું એક ન થઈ શકે. શરીર જડ છે, આત્મા ચેતન છે, તે બન્નેને એક સમજવું મૂર્ખતા છે. માટે ચેતનને જડથી દૂર કરવાનું સમજાવ્યું-તેને તમે ભેદદર્શન સમજો...તો તમને કોણ મદદ કરે ? બહેરાને વાદળાંનો ગડગડાટ કે ગર્જના ન સંભળાય તેમાં બિચારા વાદળ કે વીજળીનો શો વાંક?
ચૈતન્યથી જડતાને દૂર કરવાનો અમારો પવિત્ર પ્રયત્ન પણ આપનાથી
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૮૩) સહન થતો ન હોય તો જાતે જ જાતને દુ:ખી કરો.
(૩)જો તમે શરીર અને આત્મા બન્નેને જુદા અને સત્ય માનો છો તો ' પછી તમને ઘડો અને માટી; સોનું અને ઘરેણાં બન્ને સત્ય લાગતાં હશે અને બન્નેમાં ભેદ નહીં જણાતો હોય. જો તેમ જ હોય તો ક્યા કરી સોનું મને આપી, દાગીના તમે રાખો! બંગડી તમે રાખો, તેનું સોનું મને આપો!
મને સ્પષ્ટ ખ્યાલ છે કે તમે નહીં આપી શકો, વાતો જ જુદાઈની છે. છે ક્યાં જુદાઈ! અછોડો, બંગડી, વીંટી-નામ જુદાં છે, આકારમાં ભેદ જરૂર છે. છતાં સોનાથી ભિન્ન, દૂર, અળગું તેમનું અસ્તિત્વ ક્યાં? ઘડાથી માટી જુદી જરૂર છે. પણ માટીથી ભિન્ન ઘડાનું દર્શન કર્યું
છે?
સૂતર વિના કપડાં કેવાં? દોરી વિના સર્પ ક્યાં? અધિષ્ઠાન વિના આરોપ ક્યાં? પડદા વિના ચલચિત્ર કેવું? કોઈ આધુનિક, અર્વાચીન, લેટેસ્ટ ચાવક કહી શકે કે પડદા વિના મેં સિનેમા જોઈ છે. પૂછીએ ક્યાં? તો કહેશે સ્વપ્નમાં તો...તો..સર્વશ્રેષ્ઠ વાત થઈ.
જેમ સ્વપ્નમાં જે જોયું, તે જાગ્રતમાં રહેતું નથી, તેથી સર્વ અસત્ છે. તેમ જ સમજવાનું છે કે શરીર, જગત, સર્જન, સર્વ સ્વપ્નવત્ છે. અસત્ છે. ભ્રાંતિ છે. સત્ય કંઈ નથી. સ્વપ્નમાં જેમ ડાકુ-સાધુ વચ્ચે ભેદ નથી તેમ જાગ્રતમાં, જ્ઞાનમાં, સર્વ અભેદ છે. અને સમજવાનું એટલું જ કે જેમ માટી-ઘડામાં ભેદ છે પણ માટી વિના ઘડો સંભવી ન શકે; તેમ જ શરીર આત્માથી ભિન્ન જરૂર છે પણ આત્મા વિના શરીર સંભવી શકે નહીં. દશ્ય દ્રષ્ટાથી ભિન્ન છે. શેય શાતાથી ભિન્ન છે. પણ દ્રષ્ટાથી ભિન્ન, જ્ઞાતાથી દૂર શેય કદી નથી. કાર્યથી કારણ ભિન્ન છે. પણ કારણ વિના કાર્યનું અસ્તિત્વ હોઈ શકે નહીં.
અને....આત્મા દેહથી ભિન્ન જરૂર છે. પણ દેહ આત્માથી પૃથફ થઈ શકે નહીં. કારણ દેહને સાચું અસ્તિત્વ જ નથી. સર્પ દોરીથી જુદો, દોરી વિના
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૮) જીવી શકે જ નહીં.
દેહમાં જે ભેદ દર્શન થાય છે, તે સ્વપ્નનાં પાત્રો જેવો જ ભેદ છે. સમગ્ર સ્વપ્નસૃષ્ટિ જ્ઞાનરૂપ છે. અને જાગ્રત દાય-પ્રપંચ સતસ્વરૂપ છે. જે વિચારમાર્ગે સ્થિરતા આવશે તો સમજાશે કે નથી સ્વખ, નથી સુષુપ્તિ કે જાગ્રત...પણ હું જ ચિત્ અને સતસ્વરૂપ છું.
આમ વિચારતાં જે ભેદ અમે દર્શાવ્યા છે તે ભેદ અસત્ય છે સમજાવવા માટે જ છે. તેથી અમારો પુરષાર્થ નિરર્થક નથી. ભેદ ઊભો કરી; આરોપ ખડો કરી, તેનો અપવાદ કરી, એક્ય અતિ આત્મતત્વનું શ્રુતિ-સંમત દર્શન કરાવવું તે જ અમારો ઉદેશ્ય છે.
ભગવાન શંકરાચાર્યજી અહીં વેદાનની મહત્ત્વની પ્રક્રિયા સ્પષ્ટ કરે છે અને વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. પરમાર્થમાં નથી ઉત્પત્તિ, સ્થિતિ કે લય; નથી સાધક, સાધના કે સિદ્ધ, નથી કોઈ શિષ્ય, શિક્ષક કે શિક્ષા નથી બંધનનો ભ્રમ કે તેમાંથી છુટકારો; નથી કોઈ મુક્ત કે નથી મુક્તિ. આમ છતાં જે જ્ઞાતિની ઉત્પત્તિ દેખાય, અનુભવાય અને તેની સ્થિતિ અને લય સમજાય તોપણ ત્યાં ભેદ હોઈ શકે નહીં. જેમ સ્વપ્નસૃષ્ટિ જન્મ લેતી સ્થિતિમાં અનુભવગમ જણાય, જાગ્રતમાં તેનો લય પણ જણાય છતાં તે સર્વ અંતે તો છે જ નહીં. ભેદ અનુભવાય છતાં તે વાસ્તવિક ન હોય; તેવું જ mતનું છે. જે ભેદ અજ્ઞાનકાળે અનુભવગમ છે તે હકીકત નથી. અધિષ્ઠાન પોતે જ અજ્ઞાનથી નામ અને આકારમાં પ્રતિભાસિત દશ્ય થાય છે તેની અહીં સ્પષ્ટતા છે.
चैतन्यस्यैकरूपत्वाद् भेदो युक्तो न कहिचित्।
जीवत्वं च मृषा ज्ञेयं रज्जौ सर्पग्रहो यथा॥४३॥ તન્ય રૂત્વાતુ-આત્માનું એકરૂપપણું હોવાથી (જ્યાં જોઈએ ત્યાં બ્રહ્મ જ છે એમ માનવાથી)
મેલઃ ફૅિવિત્ર યુવર:કોઈ પણ રીતે ભેદ માનવો યુક્ત નથી.
નવત્વમ દિ મૃણા સેવનું યથા ની સહિ = જેમ દોરીમાં સર્પબુદ્ધિ મિથ્યા છે. તેવી જ રીતે (બ્રહ્મમાં) જીવબુદ્ધિ મિથ્યા છે.
रज्ज्वज्ञानात् क्षणेनैव यद्रज्जुर्हि सर्पिणी।
भाति तदच्चिति: साक्षात् विश्वाकारेणकेवला॥४॥ યવત્ જેવી રીતે જુઅાનાતુ લગેના પર્વ દોરીના અજ્ઞાનથી પણ માત્રામાં જ
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
રન્તુ: હિ સર્વિની માતિ = દોરી પોતે જ સર્પ રૂપે દેખાય છે.
તત્ત્વત્ = એ જ પ્રમાણે
વના વિતિઃ = કેવળ બ્રહ્મ જ साक्षात् विश्वाकारेण भाति
=
પોતે વિશ્વાકારે દેખાય છે.
માનવજીવનની નિર્વિવાદ વાસ્તવિકતા છે કે સ્વપ્નસમયે દેખાતી અનેકતા અને ભેદ ભ્રાંતિમય છે, મનોમય છે, મનનું પ્રક્ષેપણ માત્ર છે. અને તે જ રીતે રોજિંદા અનુભવથી દરેકે પોતે તારવેલું તારણ સુસ્પષ્ટ છે કે સુષુપ્તિમાં દ્વૈતનાશ છે. ભેદ અને જુદાઈની નાબુદી છે. છતાં કોઈ દુ:ખી થતું નથી. બલકે જ્યાં બીજું નથી તેવી સુષુપ્તિ કે “ડીપ સ્લીપ”ને સૌ આવકારે છે. તે જ સૂચિત કરે છે કે ભેદ, જુદાઈ, અનેકતા મારું સ્વરૂપ નથી. જે સ્વપ્નની જ નાબૂદી થાય તો કોણ દુ:ખી ન થાય? પણ સુષુપ્તિમાં તો દૃશ્યપ્રપંચની થોડા સમય માટેની નાબૂદી પણ આનંદ પ્રસરાવે છે અને આપણે કહીએ છીએ “આઈ હેવ સાઉન્ડ સ્લીપ’ “મને સુખચેનથી નિદ્રા આવી”. જે ભેદ કે અનેકતા જ સાચી હોત તો કોઈ સુષુપ્તિના આનંદ માટે કે “સાઉન્ડ સ્લીપ' માટે પ્રયત્ન ન કરે; પણ સૌનો અનુભવ જુદો છે. તેથી સ્પષ્ટ થાય છે કે દેહ અને જગત વિશેની આપણી શંકા-કુશંકા અજ્ઞાનની જ આડપેદાશ છે. જો શંકા જાગે કે જગત છે કે નથી? દેહ છે કે નથી? તો જગત કે દેહ હોય કે ન હોય પણ તેનો ઉત્તર જરૂર છે. અને તે ઉત્તર છે કે છે-છે અને નથી-નથી કે નથી-નથી અને છે-છે. અર્થાત્ અજ્ઞાન દશામાં જગત જગત છે. વ્યાવહારિક દૃષ્ટિમાં જગત છે ભ્રમણા કે ભ્રાંત્તિરૂપે જગત છે, આરોપ રૂપે જરૂર છે. જેવી રીતે સ્વપ્નસમયે સ્વપ્નસૃષ્ટિ જરૂર છે. તેટલું જ નહીં, સાચી પણ ભાસે છે. સ્વપ્નના દેશ, કાળ, વિષય, સુખદુ:ખ સાચાં લાગે છે. પણ જાગ્રતનું જ્ઞાન થતાં સાચું જણાયેલ સ્વપ્નજગત ભ્રાંતિ અને અસત્ જણાય છે. જેમ દોરીના અજ્ઞાનકાળે સર્પ સાચો અનુભવાય છે; ભય હોતો નથી છતાં જણાય છે. પણ દોરીનું જ્ઞાન થતાં, નથી સર્પ સાચો કે નથી તેનો ભય સાચો. તેવું જ જગત અને દેહ વિશે છે. છતાં વાસ્તવિતા સ્વીકારતાં ઘણો સમય લાગે છે. કપરું કાર્ય જણાય છે. અને જે અસ્તિત્વમાં જ નથી તેને સ્વીકારતાં પળ વાર પણ થતી નથી. જેમ કે ઝાંઝવાનાં જળ (મૃગજળ), સૂર્યોદય-સૂર્યાસ્ત, ચંદ્રની વધઘટ, આકશનો વાદળી રંગ વગેરે. તેનું મુખ્ય કારણ નામ અને આકારના સમાગમની સદીઓ જૂની આદત. નામી અને સાકાર સાથેની જ્ગો જૂની આસક્તિ. ભેદ સાચા માની તેની સાથે ભોગ કરવાની અનંત યોનિના પુરાણા સંસ્કાર. અને વર્તમાનમાં ‘સ્વ’ સ્વરૂપની
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૮૬)
થયેલી વિસ્મૃતિ જ જવાબદાર છે. બાકી તો જેમ જાગ્રતમાં સ્વપ્ન અસત્ જણાય છે; દોરીના જ્ઞાનમાં જેમ સર્પ ખોટો અને ભયરહિત દેખાય છે તેમ જ ‘સ્વ’સ્વરૂપના જ્ઞાનમાં દેહ અને જ્ગત ખોટાં અને અસત્ જણાય છે. માટે શંકરાચાર્યજીએ કહ્યું “જ્ઞાતે તત્ત્વ જ સંસાર” અને “વાતે સત્યવત્ માતિ પ્રોષે સતિ અસત્ મવેત્” વિવર્તવાદને સહજ રીતે સરળતાથી સ્પષ્ટ સમજવા વિચારીએ કે સર્પ સાચો કે દોરી ?
બન્ને સાચાં છે!
અંધારામાં સર્પ સાચો લાગે; સત્ જણાય. અજવાળામાં દોરી સાચી લાગે; સત્ જણાય. જો બન્ને સાચાં તો; તો દૈત જ સિદ્ધ થાય !
ના.....ના.....ના....
સર્પ અને રજ્જુ બન્ને ખોટાં છે.
બન્ને કઈ રીતે અસત્ હોય ?
અંધારામાં દોરી ખોટી ભાસે; અસત્ જણાય. અજવાળામાં સર્પ ખોટો ભાસે, અસત્ જણાય.
તો શું બન્ને અસત્ છે? છે જ નહીં, તેવું જ ને?
અરે! બન્નેને અસત્ કહેનાર તો છે જ!
અર્થાત્ બન્ને નથી તેમ નહીં; પણ એક આરોપ છે; બીજું અધિષ્ઠાન
છે.
તેથી બે દેખાય છતાં એક જ છે.
સર્પ આરોપ અને દોરી અધિષ્ઠાન છે.
અર્થાત્ દોરી પર સર્પ જણાયો તે મનનું પ્રક્ષેપણ કે આરોપ છે. તે સર્પ તો ભ્રાંતિ છે અને તે પણ અંધકાર સમયે જ છે. તેમ જ્ગત કે દેહ પણ ભ્રાંતિ છે. ‘સ્વ’-સ્વરૂપના અજ્ઞાન સમયે જ તે સત્ સાચાં જણાય છે. શરીરનો આકાર અને તે આકારનું નામ; નિરાકાર અનામી આત્મા પર આરોપિત છે. મનના પ્રક્ષેપણ જેવું જ છે. જેમ સર્પની ભ્રાંતિ પણ દોરીના અધિષ્ઠાન વિના શક્ય નથી; તેમ દેહ અને જ્ગતની ભ્રાંતિ પણ પરબ્રહ્મરૂપી અધિષ્ઠાન વિના શક્ય નથી. તેથી જેમ સર્પનો જન્મ ભ્રમણાત્મક છે, છતાં દોરી જ ભ્રાંતિનું કારણ છે તેમ જ્ગતનો
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૮) જન્મ પણ જમણાત્મક છે અને બ્રહ્મા જ mતનું વિવર્ત ઉપાદાન કારણ છે. જેમ દોરી પોતાના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કર્યા વિના પોતાનામાં વિકાર-સજર્યા વિના-સપન જન્માવે છેઅર્થાત્ દોરી પોતે
જ સફરે ભાસે છે; ઘેરીના જ અશાનથી. “વુિ માનતુ લોન પર્વ પ રિ સર્ષની મસિ” તે જ પ્રમાણે બ્રહ્મ પોતે જ નિરાકાર-અનામી પોતે જ પોતાના અશાનથી: સાકાર અને નામી mત રૂપે ભાસે છે “સાક્ષાત્ વિવારે નાસિ” તેથી જ જાને જગતનું વિવર્ત ઉપાદાન કરણ માનવામાં આવે છે. અને ક્વતને બ્રહ્મનું વિવત જાણવામાં આવે છે. હાલ જ ગતરૂપે ભાસે છે તેથી જ બે વસ્તુ નથી; &ત ભાસે છે પણ છે નહી અને ઘેરી જ સર્પ રૂપે જણાય છે, ભાસે છે. તેથી આયાન માત્ર સત્ છે. જે દોરી જ છે. માટે જ ભગવાન શંકરાચાર્યજી કહે છે,"જે સવરૂપ પરમેશ્વરમાં આ સમસ્ત સંસાર રજજુમાં સર્પની જેમ પ્રતિભાસિત થઈ રહ્યો છે, તે અજ્ઞાનાતીત, દિવ્ય તેજોમય, પૂર્ણ સનાતન પુરણને હું પ્રાત:કાળે નમન કરું છું.”
प्रातर्नमामि तमस: परमर्कवर्ण पूर्ण सनातन पदं पुरुषोत्तमाख्यम्।
यस्मिन्निदं नगदशेषमशेषमूर्ती
रन्च्वां भुक् इव प्रतिभासितं वै॥ જે જે ભાસે છે, પ્રતિભાસિત થાય છે, તે તે સાચું અસ્તિત્વ ધરાવે છે તેવું નથી. જેની પ્રતીતિ થાય તે સત છે તેવું ન માની શકાય. પ્રતીતિ થનાર સૌનું અસ્તિત્વ છે તેવું નથી અને જેનું અસ્તિત્વ છે તેની પ્રતીતિ થવી જ જોઈએ તેવું પણ નથી. જેમ દોરી જ સર્પ રૂપે દેખાય છે; રણની રેતી જ મગજળરૂપે ભાસે છે; છિપોલી જ ચાંદીની પ્રતીતિ કરાવે છે તેવી જ રીતે જહા જ જવરૂપે જગતરૂપે કે દેહરૂપે ભાસે
શા નું ખરેખર અસ્તિત્વ જ નથી, જે સ નથી તેની પ્રતીતિ શા માટે થાય છે?
સમાધન આવી શંકા કે સદેહ ખૂબ જ સ્વાભાવિક છે. તેનાં મુખ્ય બે કારણ છે: (૧)અશાન (૨)ભભ. (૧) વિશ્વનું અાન: અતિ દોરીનું અજ્ઞાન હોય તો જ સર્પનું જ્ઞાન
ન તો સર્પ ખરેખર જન્મેલો હોય; ન તો સાચોસાચ જીવતો હોય; ન તો પ્રકાશમાં આવતાં તેનો નાશ કે લય વાસ્તવિક હોય છતાં ત્રણે
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૮૮)
અવસ્થાની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે અધિષ્ઠાન આત્મા કે બ્રહ્મના અજ્ઞાન થી જ જીવ જન્મે છે, સુખીદુ:ખી થાય છે અને ચાલ્યો જાય છે. બ્રહ્મના અશાનમાં જ અનેક નામ-આકારવાળું ગત જન્મે છે, સ્થિતિમાં રહે છે અને પ્રલયને પ્રાપ્ત થાય છે.
(૨)ામ: દોરીને ‘દોરી' તરીકે ન જાણવી પણ સર્પ તરીકે જાણવી તે ભ્રમ છે. આમ ઘેરી કે ભ્રમને તદ્ન ન જાણવાં તે તો અજ્ઞાન છે પણ દોરીને સર્પ જાણવો કે બ્રહ્મને જીવ જાણવો તે તો શાન છે તેમાં શંકા નથી; પણ તે મિથ્યાજ્ઞાન છે. અને મિથ્યાજ્ઞાનના પ્રભાવે કે પ્રતાપે જે નથી તે દેખાય; જે અસત્ હોય તેની પ્રતીતિ થાય અને મિથ્યાજ્ઞાનથી મિથ્યા પણ ભાસિત થાય. મોટે ભાગે અજ્ઞાન અને ભ્રમ સાથે જ જન્મે છે. દા.ત. દોરીનું અજ્ઞાન હોય તો જ સર્પનું મિથ્યાજ્ઞાન હોય કે સર્પનો ભ્રમ હોય છે. અને સર્પનો ભ્રમ હોય ત્યારે જ દોરીનું અજ્ઞાન હોય છે. અર્થાત્ પરબ્રહ્મના=અાત્માના=અધિષ્ઠાનના=‘સ્વ’-સ્વરૂપના અજ્ઞાનમાં જ જીવભાવ હોય છે. “હું ર્ડા ભોક્તા છું” તેવી ભ્રાંતિ હોય છે. આમ “નૉન એપ્રિલેન્સન ઑફ રિયાલિટી ઍન્ડ મિસએપ્રિલેન્સન ઑફ ધ સેઈમ” સાથે જ અસ્તિત્વમાં આવે છે.
"
મોટા ભાગના સાકો પૂછે છે કે જીવ જન્મે છે કઈ રીતે? અને ક્યારે? જે ક્ષણે અજર, અમર, નિમુક્ત, એક, અદ્વૈત, આત્માનું અજ્ઞાન જણાય છે અને તે જ આત્મા ર્ડા, ભોક્તા, મનુષ્ય અને બ્રાહ્મણ વગેરે છે તેવો ભાસ શરૂ થાય છે; તે જ ક્ષણે બ્રહ્મ જીવ બને છે, તે જ જીવનો જન્મ છે.
આમ જેમાં માન અને ભ્રમ જ તને સર્જે છે. મિથ્યાવાન જ અનેકતા ઊભી કરે છે. ભેદ છે ભયમાં; ભમ છે હૈતમાં; હૈ છે અજ્ઞાનમાં અજ્ઞાન છે ભ્રાંતિમાં; ભ્રાંતિ છે સ્વરૂપની વિસ્મૃતિમાં, વિસ્મૃતિ છે નામ અને આકારના આવકારમાં; દશપ્રપંચના સ્વીકારમાં; સગાના અનુસંધાનમાં, અનાત્માના સાંનિધ્યમાં, આરોપના સંદર્ભમાં, બાકી અધિષ્ઠાનના દષ્ટિકોણમાં સર્વત્ર એક અદ્વૈત છે. પરમાર્થમાં તો ગૃત છે જ નહીં. અને જેને ભાસે છે તે પણ જલના વિવર્તીપે જ ભાસે છે.
“સિન્માન તૂ ભરપૂર હૈ; નહિ વિશ્વ તુઝસે મન હૈં। ફિર ત્યાગ મા કૈસા ગ્રહણ તુઝસે ન જન્મ કુછ અન હૈ! હૈ વિશ્વ તેરી કલ્પના; તે સિદ્ધ અમ તત્ત્વ હૈ। નહિ ભેદ હૈ; નહિ ત તૈયત હૈ એકત્વ હૈ”
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૮૯)
ગત- બ્રહ્યા ઐક્ય. उपादानं प्रपंचस्य ब्रह्मणोऽन्यन्न विद्यते। तस्मात् सर्वप्रपंचोयं ब्रह्मवास्ति न चेतरत् ॥४५॥
प्रपंचस्य उपादानम् =mતનું વિવર્ત ઉપાદાન કારણ વહાણ: અન્યત્ર વિદ્યતે = બ્રહ્મથી બીજું કોઈ નથી, તમા અયં સર્વ પ્રપંચઃ = તેથી આ સઘળું જ્ઞાત ब्रह्म एव अस्ति
= બ્રાહ્મ જ છે, च इतरत्न
= તેનાથી ભિન્ન નથી. માટી ઘડામાં છે; પણ ઘડો અથત નામ અને આકાર માટીમાં નથી. સૂાર કપડાંમાં છે; પણ વસો સૂતરમાં નથી. લાકડું ફર્નિચરમાં છે; પણ ફર્નિચર લાકડામાં નથી. ટૂંકમાં, કાર્યથી કારણ ભિન્ન છે; પણ કારણથી કાર્ય ભિન્ન નથી. કારણ કે ઘડા વિના માટી હોઈ શકે; પણ માટી વિના ઘડાનું અસ્તિત્વ નથી. પરપોટા, મોજ, ફીણ પાણી વિના ન હોઈ શકે; પણ તેમના વિના પાણી હોઈ શકે.
કર્થ જે કંઈ છે; તે દશ્ય છે. અને ટા દશ્યથી ભિન્ન છે. પણ દય કદી કટાથી ભિન્ન નથી. અંતે તો દષ્ટિ, દૃશ્ય અને કટા એક જ છે. દય કદી થિી ભિન્ન નથી. અને દષ્ટિ દશ્યમાં જ સમાયેલી છે, સ્થિત છે, તે દષ્ટિ કટાથી પણ ભિન્ન નથી, આમ જોતાં જેવી દષ્ટિ તેવી જ સુષ્ટિ. અને જેવો કટા તેવી જ તેની દષ્ટિ. તેથી કા, દશ્ય અને દષ્ટિ એક જ જણાય છે પણ આ વૈવિધ્યમાં ઐક્ય છે. દશ્યોમાં વિવિધતા, અનેકતા, ભિન્નતા છે છતાં તે સૌનો સાક્ષી કા તો એક જ
એક સાક્ષીના લીધે જ અનેક દૃશ્ય છે, અને તેમ છતાં દશ્યની ભિન્નતા, અનેકતા કટામાં નથી. તેથી જેવી રીતે દશ્યો કટામાં નથી તેવી જ રીતે દયપ્રપંચ કે પંચમહાભૂતથી નિર્માણ થયેલી સૃષ્ટિ પરબ્રહ્મમાં છે નહીં, ભૂતકાળમાં નહોતી, ભવિષ્યમાં રહેશે નહીં. છતાં ભાસમાન જરૂર થાય છે. આ ભાસમાન થાય છે તેને જ પ્રતીતિ કહેવાય છે.જે “એપરન્ટ ટૂથ” પણ કહેવાય. આ ઉપરથી સ્પષ્ટ છે કે જેની પ્રતીતિ થાય છે, જે ભાસે છે તે અસતું
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૯૮). છે, ખોટું છે, મિથ્યા છે. અને જે આટલું જ સમજાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. ખોટી વસ્તુની પ્રાપ્તિનો ખોટેખોટો ઉપજેલો આનંદ કે ખોટેખોટું ઉત્પન્ન થઈ નષ્ટ થનારું સુખ, સાચું ક્યાંથી હોય? એટલું જ નહીં પણ જે તમામ અસતું જ હોય તો તો જેમ બાળકો કહે છે “અમે તો ખાલી ખાલી રમીએ છીએ. બહેન પોલીસ અને હું ચોર... પણ મમ્મી ખોટે ખોટો ચોર... રમતમાં હું ચોર ખો!” આમ મિથ્યાત્વના ખ્યાલ સાથે ખોટા mતમાં સાચી વસ્તુ જ નથી ત્યાં ખોટેખોટું ભલે ખોવાઈ જાય, ખોટેખોટું ભલે ચાલ્યું જાય! ખોટેખોટું કોઈ ભલે મરે. ક્યાં છે શોક! અને શોક કરીએ તો પણ ખોટેખોટો, પડધ પરની સિનેમા જેવો કે નાટકના અભિનય જેવો. પછી આવા જ્ઞાનમાં ન અર્થે સુખ, ન દઈ પહોંચાડી શકે દુ:ખ, કારણ કે સુખ અને દુ:ખની પ્રતીતિ થાય છે. ખરેખરું તે નથી; આવા પરબ્રહ્મની ઉપાદાનતાના સૂત્રમાં; વિવર્ત ઉપાદાન કારણના સંદર્ભમાં; સત્યના સંકેતો પકડાઈ જાય તો કાં તો બધું જ પ્રતીતિમાત્ર લાગે અને બેડો પાર થઈ જાય; અગર માત્ર અધિષ્ઠાન જ દેખાય, ફકત બ્રહ્મદર્શન જ થાય; પ્રતીતિ પણ અદશ્ય થઈ જાય અને હાહાથી ભિન્ન કંઈ જ ન દેખાય; તો પણ જીવનમાંથી સદાને માટે શોક અને મોહ ચાલ્યાં જાય. “તત્ર છે મોહ : શો: hત્વમનુશ્યત:' (ઈશોપનિષદ)
અને આવા ઐક્યનાં દર્શન પછી તો નવી ઈષ્ટ મળી જાય કે જે થાય તે થવા દો; જે જાય તેને જવા ; જે આવે તેને માવવા દો; બધું જ પ્રતીતિ માત્ર છે. નથી કંઈ સુધતું; નથી કંઈ બગડતું પરપોટા ટવાથી, કિનારા સાથે અથડાઈ લહેરોનો લય થવાથી, સાગર રોતો નથી કારણ કે તે પોતાને અધિષ્ઠાન તરીકે અવિચળ જાણે છે. પોતામાંથી ઉઠેલી લહેર અને લય થતી લહેર પ્રતીતિમાત્ર છે. તેમજ હું ચૈતનસાગર છું. લહેરો જેમ ઉત્પન્ન થતાં અને નષ્ટ પામતાં શરીરો પ્રતીતિમાત્ર છે. હું તો ચૈતન્ય છું, આધાર છું, અધિષ્ઠાન છું. મારા નિર્વિકાર નિરાકર ચૈતન્યરૂપી અનંત સાગરમાંથી જ પરપોટા જેમ સાકાર, સાગવી, વિકરી દશ્યો, દોરીમાંથી સર્ષની જેમ ઉત્પન્ન થતાં ભાસે છે. મુજથી ભિન્ન દેખાય છે. છતાં મારાથી જુદાં નથી. હું જ તેમનું ભ્રાંતિરૂપી અસ્તિત્વ છું. તમામ
Page #210
--------------------------------------------------------------------------
________________
- (૧૯૧).
દશ્યો મારા પર પડદા ઉપર ચિત્રો જેમ આરોપિત છે. હું બ્રહ્મ અને દશ્યપ્રપંચ પણ બ્રહ્મમય જ છે. કારણ કે અધિષ્ઠાન વિના આરોપ પણ અસ્તિત્વમાં ન હોઈ શકે.. જેવી રીતે..
જેસે તરંગે ઝાગ બુદબુદ; સિંધુસે નહીં ભિન્ન કુછ; મુઝ આત્મસે ઉત્પન્ન જ્ઞ; મુઝસે નહીં હૈ અન્ય કુછ,
જ્યાં તંતુઓસે ભિન્ન પટકી; હું નહીં સત્તા કહીં; મુઝ આત્મસે ઈસ વિશ્વકી; ત્યોં ભિન્ન સત્તા હૈ નહી.”
(વેદાંત શૃંદાવલી) આમ જ્યારે ઐયદર્શન થાય ત્યારે જ જગતકર્તા અને જગતનો ભેદ ચાલ્યો જાય. અંતવાન અને અવિનાશીની જુદાઈ સમાપ્ત થઈ જાય. ન રહે કોઈ કારણ, ન રહે કોઈ કાર્ય. પરમાત્મા પ્રથમ હોય અને પ્રપંચ પછી હોય તેવી ભ્રમણા નષ્ટ થઈ જાય. આગળ-પાછળ, ઉપર-નીચે, પૂર્વ-પશ્ચિાતું, નાનો-મોટો એવી સાપેક્ષતા સદંતર નામશેષ થઈ જાય. અને તેનું જ્ઞાન અને શિક્ષણ આપે તે જ ગુર, સાચો ગુરુ ન તો બીજાને મહાન રાખી પોતે પામર બને; ન તો પોતાની આરોપિત મહાનતાને-જાળવવા સદાય શિષ્યને પામરતામાં પરોવી રાખે. કે ન તો શિષ્યને શિષ્ય જ રાખે નિરંતર તેને કર્મની શિક્ષા આપી. પોતાનું કાર્ય જ તેની પાસેથી કઢાવે રાખે. અને અંત:કરણશુદ્ધિના પ્રવૃત્તિચકમાં એવો તો શિષ્યને ચાકડે ચડાવે કે એના શરીરના તમામ ચક્રો ઢીલાં ન પડે ત્યાં સુધી તે થંભી જ ન શકે. આમ જીવનભર જે શિષ્યને શિષ્યની ભૂમિકામાંથી બહાર જ ન કાઢે તે ગુરુ પોતે જ પામર છે. પછી ભલે તેની પાસે શિષ્યોની વણજાર હોય. ગુરુની મહાનતા શિષ્યનું શિષ્યત્વ સમાપ્ત કરવામાં છે. ગુરુનું ગુરુત્વ પોતાની ગુરુતા ભૂલવામાં છે. જે ગુરુ પોતે “ગુરુ” છે તેવું ભૂલી ન શકે તે ઈશ્વરની મહાનતા પણ ભૂલી ન શકે અને તે જ કારણથી તો “જીવને સદા જીવ જ રહેવા દેશે... જે ગુરુ જીવ ઈશ્વર બન્નેને મિટાવી દેશે તે જ ‘શિષ્ય-ગુરુ'ના નાટકનો ઝડપી અંત આણી દેશે. અને સમજાવી દેશે કે ચોર અને રાક્ષસમાં પણ ચૈતન્ય છે-તેટલું જ નહીં પણ તેઓ ચૈતન્યથી ભિન્ન કદી નથી. રામ અને રાવણમાં ગાત્રો અને નામ જ ભિન્ન છે બાકી “અંતે તો હેમનું હેમ હોયે”. તે જ પ્રમાણે ઉત્પત્તિ, સ્થિતિ અને
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૨) લયનું માત્ર ઊભું કરાયેલું નાટક જ છે. જ્યાં બધું જ ભલા છે તાં કોણ બને “કારણ” અને રૂપ લે કોણ “ક” નું? સહિ કણ? અને સર્જે કોણ? જ્યાં ભેદ જ નથી ત્યાં અંત:કરણ કેવું? તેની શુદ્ધિ કેવી? તેની શુદ્ધિ માટે કર્મ કેવું? તે ર્મનો માર્ગ ચીંધનાર ગુરુ કેવો? અને તે ચીધેલા માર્ગે ચાલનાર શિષ્ય કોણ? અને ચાવી-ચાવીને શુદ્ધ થયો તે કોણ? અરે! જ્યાં અંત:કરણ પોતે જ એક ઉપાધિ તેમાં વળી પ્રતીત થતી શુદ્ધિ-અશુદ્ધિની ભાવના સાચી કઈ રીતે હોય! અરે! અંત:કારની ઉપાધિમાં જે કંઈ દેખાય, તે ઉપાધિ લરા જે જણાય, તે પાણ ઉપાધિ જ હોય. તે પણ દેશ, કાળ, વસ્તુમાં કેદ છે તેથી ભિન્ન નિરુપાયિક તત્વ કદી નથી. જે અંત:કરણ પોતે જ અલગ છે તો ઉપાય છે, તે તે નિરૂપાધિક તત્ત્વને પહોંચી નહીં શકે. તો તેવા અંત:કરણના બગાડની ચિંતા કે સુધારવાની વ્યથા કેમ છોડી ન શકાય! જે આખું ગ્ગત પ્રતીતિમાત્ર છે તો અંત:કરણને પણ કેમ પ્રતીતિ ન સમજાય? અને જે તે પ્રતીતિ જ છે તો વર્ષોનાં વર્ષો તેને સુધારવા કર્મ કેમ? સાચો મુમુકુ કે ચિંતક ન તો આવા કર્મની ભાંગડમાં પડે છે કે ન તો સુષ્ટિના સર્જનની માથાકૂટમાં વર્ષો વેડફી નાખે છે.
પોતાને જ પોતા દ્વારા મળવા નીકળેલો ન તો નાયિકને મળે છે કે ન તેની વાતનો વિરોધ કરે છે. જે તે કહે કે ઈશ્વર જ સુટિ બનાવે છે-તો ચિંતક કે મુમુક્ષ કહેશે. “બનાવવા ઘે” જે તેને બ્રેઈ છે કે ઈશ્વર જ mતરૂપ થઈ ગયો છે તો તે કહેશે “થવા દે” પોતા લા પોતાનો પરિચય જેને કરવો છે તેને બીજામાં રસ નથી. તેને તો છે કે નથી હું ઈશ્વર-નથી mત. તે બન્નેનો સારી અને તે બને પ્રતીતિમાત્ર છે. જેનાથી ઝૂત થાય છે કે જે કઈ mતમાં થાય છે તે સર્વ દશ્ય છે. જે દરય હોય તેમાં જ ફરક્ષર થાય, પરિવર્તન થાય, રૂપાંતર થાય. મારામાં રૂપાંતર નથી. હું તો ચૈતન્ય છે. દમ નહીં અને દષ્ટિનો વિય પણ નહીં. સર્જનનું ક્યું કે વિસર્જનનું કાર્ય મારાથી ન થાય કેમ કે જે દરય અને જડ હોય તે જ કંઈ કરી શકે. નથી હું જડ, નથી દૂ૨૫. માટે જ હું સાક્ષી. નથી મારામાં રૂપાન્તર, નથી પરિવર્તન કે નથી મારું કોઈ પરિણામ. જો હું જ બદલાઈ જાઉં તો મારા રૂપાન્તરનો
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૯૩) સાક્ષી કોણ? માટે હું તો રૂપાન્તરનો, વિકારોનો, પરિવર્તનનો સાક્ષી-અપરિવર્તનશીલ : અને અવિકારી નથી હું કોઈનું પરિણામ કે નથી કોઈ મારું પરિણામ. તેથી જ છું હું મુક્ત કારણ અને કાર્યથી અને પરિણામથી. માટે જ હું બ્રહ્મ છું સાક્ષી છું. સાક્ષી રહેવું તે જ મારો સ્વભાવ છે. આમ મારામાં ન તો અધિષ્ઠાન તરીકે પરિવર્તન છે, ન પરિણામ તેથી હું જગતનું કરણ છું. છતાં વિવર્ત ઉપાદાન કારણ છું અને તેથી જ મુજથી ભિન્ન કંઈ નથી.
હવે પછીના ત્રણ શ્લોકમાં ગ્રંથકાર અનેકતા અથવા ભેદ અસત્ છે. તેવું પુરવાર કહે છે. જે ભેદ અને અનેક્તા પ્રતીત થાય તે પ્રતીતિને પુરવાર કરનાર ઈન્દ્રિયો પોતે જ પ્રતીતિમાત્ર છે. આંખ એક, પણ દશ્યો અનેક, નાક એક, ગંધ અનેક. રસના એક, સ્વાદ અનેક. આમ અનેકતાને પારખનાર ઈન્દ્રિય એક નથી. તેમાં પણ એનકતા જ છે. ઈક્યિોમાં પણ ભિતા જ છે. અને તે ભિન્નતા પણ સત્ય નથી. પ્રતીતિ માત્ર જ છે. કારણ કે ઇન્દ્રિયો અનેક છે તેવો અનુભવ સુષુપ્તિમાં રહેતો નથી અને આંખ નાકની ભિન્નતા ત્યાં રહેતી નથી. ઈન્દ્રિયોની ભિન્નતા અને અનેકતા મન જાણે છે. છતાં મનના અનેક સંશયોને-શંકાને બુદ્ધિ જાણે છે અને બુદ્ધિના સારા-નરસા નિર્ણયોને મૂઢ, મંદ અને સૂક્ષ્મ બુદ્ધિની ભિન્ન કક્ષાને જાણનાર માત્ર એક છે, અસ્તિીય છે તેવી વાતમાં કોઈ ભેદ કે ભિન્નતા નથી.
व्याप्य व्यापकता मिथ्या समात्मेतिशासनात् ।
इति ज्ञाते परे तत्वे भेदस्यावसरः कुतः ॥४६॥ સર્વ માત્મા તિ શાસનતંત્ર સર્વ બ્રહ્મ જ છે એવી શાસ્ત્રની આજ્ઞાથી ચાણ વ્યાપતા મિથ્યા = વ્યાસ અને વ્યાપકપણું મિથ્યા છે, તિજ્ઞા જે ત = આ પ્રમાણે પરમ તત્વનું જ્ઞાન થવાથી
મેચઃ અવસર: : = ભેદનો અવસર જ ક્યાં છે? “ચાળ ચાવતા મિ' આ વિચાર શંકરાચાર્ય ભગવાને તેજોબિંદુ ઉપનિષદમાંથી લીધો છે. અને તે દ્વારા જે ભેદવાદી ભેદને જ કે ભિન્નતાને જ, અનેકતાને જ સાચી માનનારા છે, તેમના વિચારની અસંગતતા અને અસત્યપણું દર્શાવવાનો પ્રયત્ન છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) ભેદભાવી માને છે કે mત કે સુષ્ટિ અરિામાં તપેલા લોહપિંડ જેવી છે. તેમાં પરમાત્મા અરિની જેમ વ્યાપક છે અને લહપિંડ વ્યાપ્ય છે.
આમ mત અને તેનો રચયિતા જુદો છે, એક વ્યાપક અને બીજું વ્યાખ છે તેવો ભેદ કે ભિન્નતા તેમને સ્વીકાર્ય છે તે સૌ ભેદવાદી છે. ભેદવાદી ઉપાધિના ભેદને સાચા ભેદ માની બેઠા છે. પ્રતીતિને પૂર્ણ સત્ય જાણી ચૂક્યા છે. કારણ કે “સ્વ” સ્વરૂપને શરીર સમજી બેઠા તેથી ભેદવાદી નામ-આકારમાં કેદ થયા અને માટે જ પોતાને વ્યષ્ટિ તરીકે સ્વીકારી ચૂક્યા પછી સમષ્ટિનો ઇન્કાર ન જ થાય. જે પોતાને વ્યક્તિ માટે તેણે વિરાટને
સ્વીકારવું જ પડે. આમ ભેદ તેમને સ્વીકાર્ય થઈ પડ્યા અને પોતાની પામરતા દૂર કરવા ઈશ્વરની મહાનતાને ભેદદશીએ આવકારી. ઉપાધિ તેમણે પોતાની અને ઈશ્વરની સાચી જાણી. પોતે કાર્ય અને અવિદ્યાની ઉપાધિથી જીવ બન્યા, અને ઈશ્વરને કારણ અને માયાની ઉપાધિથી ઈશ્વર બનાવ્યો. ત્યાર બાદ પોતાની સમજ દ્વારા ભેદદશઓએ કહ્યું કે જીવ અને ઈશ્વર જુદા છે પણ હકીકતમાં જીવ અને ઈશ્વરમાં ચૈતન્ય તો એક જ છે-જે ઉપાધિ દૂર કર્યા વિના ન સમજાય. અને ભેદદશ દ્વારા નિરુપાધિક તત્વ નથી સમજાયું માટે જ તેમણે વ્યાપ્ય અને વ્યાપકતાના ભેદ ઊભા કર્યા છે. તેમની વિચારધારામાં તો ઘટાકાશ વ્યાપ્ય છે અને મહાકાશ વ્યાપક છે. ખરેખર આકાશ તો એક અનંત છે. તેમાં કંઈ વ્યાખ કે વ્યાપક તેવા ભાગલા ન થઈ શકે. ઘડો બન્યો તે પૂર્વે પણ આકાશ હતું. ઘડો ઘડાઈ રહ્યો છે ત્યારે પણ આકાશ છે. અને ઘડાના ધ્વંસ પછી પણ તે રહે છે જ. હકીકતમાં તો આકાશમાં જ ઘડો ઘડાઈ રહ્યો હતો. ઘડો બન્યા પછી આકાશે ઘડામાં પ્રવેશ કર્યો નથી કે જેથી બન્નેમાં ભેદ પાડી શકાય. તેવી જ રીતે શરીરરૂપી ઘડો બન્યા પછી તેમાં આત્માએ પ્રવેશ કર્યો નથી કે ચિત્તરૂપી ઘડાના નિર્માણ પછી ચૈતન્ય અંદર પ્રવેશ લીધો નથી. ચૈતન્ય કે આત્માના અધિષ્ઠાન ઉપર જ શરીર કે ચિત્તરૂપી ઘડો આરોપિત છે. તેથી તે બન્ને આત્માથી જુદા છે, ભિન્ન છે તે ભ્રાંતિ છે જ્યારે આપણે શરીરને આત્મા માની લઈએ ત્યારે જ ભિન્નતા કે અનેકતા સર્જાય છે. પણ આત્મા અધિષ્ઠાન છે; જેના પર ભિન્નતા આરોપિત છે; અનેકતા પ્રતીતિ માત્ર છે તેવી સમજ આવતાં જ “હું પરબ્રહ્મ
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૯૫) છું તે સમજાય છે, અને જે હું બ્રહ્મ છું તો હું માત્ર એક નહીં પણ સર્વવ્યાપ્ત અદ્વિતીય છું અને તેવા સ્પષ્ટ જ્ઞાનમાં ક્યાં છે ભિન્નતાની ગંધ? ક્યાં છે અનેકતાની આશંકા? છે ક્યાં ભેદનો અવસર? માટે જ કહ્યું છે: “વિસાવસર: ચુતઃ”
વેદાન્તીને તો સ્પષ્ટ છે કે “સર્વ ત્નિ ” “આ સર્વ બ્રહ્મ જ છે.” બાકી પ્રતીતિ માત્ર છે. “સર્વ પ્રપંચો દ્રવ ગતિ ન રેતરત સર્વ પ્રપંચ પણ બ્રહ્મ જ છે-ભિન્ન કંઈ જ નથી” અને વેદાન્તી જે સમજે છે તે શ્રુતિસંમત તક છે. માટે આ શ્લોકમાં પણ કહ્યું છે કે
“સર્વ માત્મા તિ શાસનાતિ તેથી વેદાન્તીને માટે વ્યાપ્ય અને વ્યાપકતાના ભેદ મિથ્યા છે. અસહુ છે. ભેદ માત્ર તેને અસ્વીકાર્ય છે. ભેદ બોલાય કે કહેવાય પણ અંતે તો અભેદ સમજાવવા માટે જ તેનો પ્રયોગ થાય છે. જેમ કે સૂર્ય અને તેનો પ્રકાશ એમ બે કહેવાય પણ સૂર્યથી તેનો પ્રકાશ છૂટો પાડી ન શકાય. બન્ને અભેદ છે. તેવી જ રીતે અગ્નિ અને તેની દાહકતા વિશે પણ છે. ગરમી અભિન્ન છે. છતાં જુદી બોલાય છે. ઘટાકાશ અને મહાકાશ તેવા શબ્દ વપરાય છે કારણ કે આકાશ એક છે તેવું સમજાવવું. સમજાવવા કહેવાય ખરું કે માટીના પિંડમાં માટી વ્યાપક છે; પણ માટી વિના પિંડ કેવો? કે માટી વિના ઘડો કેવો? સોનું અને દાગીના જુદા બોલાય છે પણ છૂટા પડી શકે નહીં. તેથી વ્યાપ્ય અને વ્યાપકતાના ભેદ મિટ્યા છે, અસત્ છે. આત્મા જ જગતનું અધિષ્ઠાન છે. જગત આત્મા કે બ્રહ્મનું વિવર્ત છે તેમ કહેવાથી બે વસ્તુ કે દ્વત થતું નથી. ભેદ તે જ ભ્રાંતિ, ભ્રમ કે આરોપ. જેનું કદી સત્ અસ્તિત્વ નથી તેથી જ તો ભેદ ભ્રમ-સર્વ કાંઈ મિથ્યા છે તેમ કહ્યું છે.
આગળના શ્લોના સંદર્ભમાં ચર્ચાઈ ગયું કે વ્યાખ અને વ્યાપકતા મિથ્યા છે. તો પછી અલ્પજ્ઞ કેવી રીતે કોઈ હોઈ શકે? અને જો અલ્પજ્ઞ જ નથી તો ઈશ્વર સર્વજ્ઞ કેવો? જો જીવ અલ્પશક્તિમાન જ નથી તો ઈશ્વર કઈ રીતે સર્વશક્તિમાન? જો જીવ એકદેશીય નથી તો ક્યાં હોય સર્વદેશીય ઈશ્વર! આમ વ્યાખ વ્યાપકના ભેદ જ ભ્રાંતિ છે તો જીવ અને ઈશ્વરનો
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૯૬)
ભેદ કેવો? હું જ જીવ અને હું જ ઈશ્વર તેટલું જ નહીં પણ મારા અધિષ્ઠાન ઉપર જ જીવ, .જ્ગત અને ઈશ્વરની રમત રમાય છે. હું તો એક અને અદ્વિતીય છું તેમાં કોણ કારણ અને કોણ કાર્ય? તેમાં ક્યાં છે દૃશ્ય અને દ્રા? છે ક્યાં ભોક્તા અને ભોગ્ય પદાર્થ? એ બધું તો માત્ર મારા જ સત્ સ્વરૂપના નિરૂપણ માટે મારા ઉપર જ આરોપાયેલી કલ્પનામાત્ર છે. હું તો ક્લ્પનાથી પર; છતાં મારા સ્વરૂપના અજ્ઞાનમાં જ મારી અને ઈશ્વરની વચ્ચે કાલ્પનિક દીવાલો ઊભી કરવામાં આવી અને આ દીવાલો ઊભી કરનારા સંપ્રદાયોના રખેવાળો ભ્રાંતિમાં ડૂબી બીજાને ડુબાડવાનો પ્રયત્ન માત્ર કરી રહ્યા છે. જેઓ સંપ્રદાયની દીવાલોમાં બંદી બની સત્ય શોધે છે તેઓ ભલે સ્વપ્નમાં સત્યને ડુબાડી સંપ્રદાયને તરતો રાખે; પણ સાક્ષાત્ શ્રુતિ, મુમુક્ષુ પર કૃપા કરી, કરુણા કરી, પોકાર કરે છે કે જે ભેદદર્શન કરે છે તે મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં જ પ્રવેશ કરે છે. શ્રુતિનાં આ વચનો ઉપનિષદની આ ગર્જનાઓ તો ચોમાસામાં ફૂટી નીકળેલા ઘાસ જેવા સંપ્રદાયો પૂર્વે પણ હતી છે અને રહેવાની. ઉપનિષદો તો અપરોક્ષ-અનુભૂતિ કરી ચૂકેલા ઋષિ-મુનિઓ અને વિચારકોની અલૌકિક વિચારણા છે જે વાડા, વંડા, સંપ્રદાયનો અને ધર્મોની તાળાબંધીથી મુક્ત છે. અને તેની જ સ્પષ્ટતા કરવા ભગવાન શંકરાચાર્યજી શ્રુતિસંમત વાત સમજાવવા શ્રુતિના મુખે જ સત્ય સમજાવે છે.
श्रुत्या निवारितं नूनं नानात्वं स्वमुखेन हि ।
कथं भासो भवेदन्य: स्थिते चाद्वयकारणे ॥ ४७॥
નં=ખરેખર
સ્વમુàન હિ-પોતાના મુખથી જ
શ્રુત્યા=શ્રુતિ દ્વારા
નાનાત્વ નિવારિત=સર્વ પ્રકારના ભેદનું નિવારણ થયું છે, ==અને વળી
અન્ય જાળે સ્થિતે અદ્વિતીય કારણ સિદ્ધ કરેલ હોવાથી
અન્ય: માત: થમ્ મવેત્-બીજો કોઈ ભેદ-ભાસ કઈ રીતે સંભવે ?
दोषोऽपि विहितः श्रुत्या मृत्योर्मृत्युं स गच्छति ।
इह पश्यति नानात्वं मायया वंचितो नरः ॥ ४८ ॥
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૯૭)
માયા વંચિતઃ નર = જે પુરુષ માયાથી ગાયલો હોય તે જ દ પતિ નાનાવિં= આ બ્રહ્મમાં નાનાત્વ =ભેદ જુએ છે. સઃ કૃત્યોઃ મૃત્યુ તિ- તે પુરુષ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં
પ્રવેશે છે. રોષ: જિ= બ્રહ્મમાં ભદદર્શન જ દોષ છે. કૃત્ય વિદિત કૃતિએ =ઉપનિષદ [ભદદર્શન દોષ છે તેમ સ્વીકારેલ
શ્રુતિના સાર જેવો, વેદના રહસ્ય જેવી, શાસ્ત્રના સૂક્ષ્મ સંત જેવી શર્કરાચાર્યજીની આ અમર સહજ ઘોષણા છે તેને શ્રુતિનો સાથ છે; બૃહદારણ્યક ઉપનિષદમાં ૪-૪-૧૯માં કહ્યું છે કે
"मनसैवानुद्रष्टव्यं नेह नानास्ति किंचन। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥
[જે આ બ્રહ્મમાં ભેદ જુએ છે તે મૃત્યુ દ્વારા મૃત્યુને જ પામે છે) અને તે જ વિચાર કઠોપનિષદમાં પણ છે.
मनसैवेदमाप्तव्यम् नेह नानास्ति किंचन।
मृत्योः स मृत्युं गच्छति य इह नानेव पश्यति॥ [જે બ્રહ્મમાં નાનાત્વ=ભેદ જુએ છે તે મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં અર્થાત્ જન્મ-મૃત્યુના ચક્યાં જ પ્રવેશે છે.].
જે વ્યક્તિ માયાથી ઠગાયેલ છે તે જ બ્રહ્મમાં ભેદ જુએ છે. “માયા વંતિઃ ઃ : ૪ પતિ નત્વિ' અને જેને જેને ભેદ દશ્ય છે, જુદાઈ ભાસે છે, અનેકતા દશ્ય છે તેને જ ભય પ્રાપ્ત થાય છે. શ્રુતિ કહે છે કે ભેદમાં જ ભય છે. જ્યાં બીજુ નથી, અન્ય નથી, ત્યાં ભય નથી. “દિતીયા મયં મસિ' જ્યાં ભેદ છે, બીજો છે ત્યાં જ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે મોહ છે. માટે જ તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. અને પ્રાપ્ત જે કાંઈ થાય તેના રક્ષણની ચિંતા થાય છે. કારણ કે પ્રાપ્ત થયેલામાં આસક્તિ બંધાય છે અને જેમાં જેમાં આસક્તિ છે તેના વિયોગથી શોક પણ થાય છે. આમ શોક અને મોહ બન્ને ભેદ છે માટે જ પેદા થાય છે. જ્યાં ભેદ નથી ત્યાં એકત્વદર્શન છે. અને
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૯૮) ઐક્યમાં કયાં છે શોક, કયાં છે મોહ? “તત્ર વજે મોઃ : શો:
ત્વમ્ અનુપરસ્થા” (ઈશોપનિષદ) તેવી જ સ્પષ્ટતા બુ. ઉ.માં કરેલી છે કે અજ્ઞાનમાં, અવિઘામાં, “સ્વ-સ્વરૂપની વિસ્મૃતિમાં જ દૈત જેવું ભાસે
યત્ર ફિ તમિવ મવતિ... જ્યાં અવિઘામાં કૅત જેવું ભાસે છે. તતિ હતાં નિતિ.... ત્યાં જ અન્ય અન્યને સૂધે છે. તતિ ફાતાં પતિ. ત્યાં જ અન્ય અન્યને જુએ છે. તતિત કૃતિ ત્યાં જ અન્ય અન્યને સાંભળે છે. તતિ ત મવતિ. ત્યાં જ અન્ય અન્યનું અભિવાદન કરે
તવિતા તમે મનુતે. ત્યાં જ અન્ય અન્યનું મનન કરે છે. ત્યાં જ અન્ય અન્યને જાણે છે. વિતા તમ વિનાનાતિ પરંતુ, જેના માટે સર્વસ્વ આત્મા જ થઈ ગયું છે ત્યાં કોણ કોને સૂધે? यत्र वा अस्य सर्वमात्वैवाभूतत्केन कं जिप्रेत् ? તન પ.. કોણ કોને કોના દ્વારા જુએ? તત્ શ્રyયા.. કોણ કોને કોના દ્વારા સાંભળે? તત ન વ મવલે... કોણ કોનું અભિવાદન કરે?. ત ન મન્ચ... જેનું મનન કરે? તત્વ ન વિનાનીયા... કોણ કોના દ્વારા કોને જાણે?
જોવાનું જાણવાનું, સાંભળવાનું સ્વાગત, સન્માન, અપમાન-આ સર્વ અવિદ્યામાં છે, અજ્ઞાનમાં છે, તદર્શનમાં છે. અને તદર્શન જ મોટામાં મોટો દોષ છે. “લોપોડપિ વિદિતઃ કૃત્ય' “બ્રહ્મમાં હેત કે ભેદ દર્શન જ દોષ છે તે શ્રુતિસંમત વાત છે.” કવિ બોટાદકર તે જ સંદર્ભ અભિવ્યક્ત કરતાં કહે છે કે “હજુ હું તું તણો દિલમાં રહ્યો છું તે મત તુજને!”
સમાની યાચના તે ક્યાં ક્ષમા કરનાર કો બીજે, વિનયની પૂરણી માગે અધૂરી એટલી પ્રીતિ, પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને.
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૯૯)
શાસ્ત્રોએ, કવિઓએ અને સંતોએ એ જ વિચારને અવનવી રીતે વાચા આપી છે. શ્રીરંગ અવધૂત લખે છે કે સામન્ય માનવી જ નહીં પણ મહાન તપસ્વી અને યોગીઓ પણ ભેદદર્શનથી સંસારચક્રમાં અટવાયા કરે છે. અને જન્મમૃત્યુના સાગરમાં વારંવાર ગોથાં ખાધા જ કરે છે.
કોક
" नानानेह કથે શ્રુતિ એક અનેક સર્વ દત્ત કહે કોઈ તને; રામકૃષ્ણ દિનમણિ શિવશકત્યાદિ તું નામરૂપ મહાતપસ્વી યોગીઓ ભેદે ગોથાં “નાનાઐક્ય” જ્ઞાનથી રંગ પાર થઇ
ફોક !
ખાય !
જાય.”
વળી
સહુ
શ્રુતિએ જે કહ્યું તે જ અનુભવનિષ્ઠ સંતોએ અભિવ્યક્ત કર્યું. તેવું જ ગીત કવિઓએ ગાયું. અને તેનું જ પ્રતિપાદન સ્મૃતિએ પણ કર્યું. ભેદ મિથ્યા છે. અને સનાતન સત્ય, નિર્વિવાદ, અધિષ્ઠાન તો માત્ર એક અદ્વૈત પરબ્રહ્મ જ છે તેવી સ્પષ્ટતા કૃષ્ણ પરમાત્માએ પોતાને સ્વમુખે કરી પછી ક્યાં છે સંદેહ? ક્યાં રહી શંકા? ભગવાને કહ્યું કે
“पिताहमस्य जगतो माता धाता पितामह: ।
વેદ્યું પવિત્રમાંા: રૃ સામ યનુોવ ૬ ૫૯-૧૭૫
અહીં ભગવાને સ્પષ્ટતા કરી છે કે જે કંઇ છે તે હું જ છું. પરબ્રહ્મ સર્વનું અધિષ્ઠાન તે હું જ છું. મુજથી ભિન્ન કંઇ જ નથી તે સમજાવવા કહે છે કે જગતનો પિતા, માતા, ધારણકર્તા, પિતામહ, પવિત્ર ૐકાર, ઋક્, સામ અને યજુર્વેદ હું જ છું. એટલું જ નહીં પણ
" गतिर्भता प्रभुः साक्षी निवास : शरणं सुहृत् ।
પ્રમનઃ પ્રતય : સ્થાન નિધાનં નીગમવ્યયમ્॥ (ગી.અ.૯-૧૮) I
હું . જ સર્વની ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ્થાન, શરણ અને સુહૃદ છું તેમ જ (જગતની) ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, નિધાન અને અવિનાશી બીજ પણ હું જ છું.”
આત્મતત્વની એકતા, અસંગતા, પરિપૂર્ણતા, વ્યાપક્તા, અખંડિતતા એટલી સહજ અને સરળ છે છતાં અનેક જન્મોના ભેદદર્શનના થીજી ગયેલા સંસ્કારોથી તે સમજાતી નથી. અને બીજું, જેનું પૂર્વગ્રહયુક્ત માનસ છે,
Page #219
--------------------------------------------------------------------------
________________
(૨૦૦) જેઓ સંપ્રદાયની દીવાલોમાં કેદ છે, અવિદ્યાની નિદ્રામાં ઘરે છે તેમને પણ તે સહજ સ્વીકાર્ય નથી. તે જ મહાન દઈ છે, દુ:ખ છે, જેની કોઈ દવા નથી, કારણ કે તને સાબિત કરવાની જરૂર નથી તે તો
સ્પષ્ટ જ છે. ભેદ તો નરી આંખે દેખાય છે. નથી તેને સૂક્ષ્મ બુદ્ધિ કે તર્કની જરૂર, નથી સમય કે શાસોની આવશ્યકતા. અને અનેમાં એક જેવાની કળા પણ સહજ છે. રોજિંદા સ્વપ્ન અને સુપ્તિના અનુભવથી સ્પષ્ટ છે કે ભેદ સ્વપ્નવત છે અને સુમિમાં બીજું નથી માટે આનંદ છે. છતાં જે ખૂબ સરળ, જે રોજ અનુભવાય તે જ સમજાતું નથી! તે જ મહાન આશ્ચર્ય છે. તદર્શનની માત્ર એક જ દવા, સ્વપ્નવત્ ભેદની નિદ્રામાંથી જાગવું. છતાં કોઈ દવા નહીં-ભ્રાંતિની વળી દવા કેવી?
“હું દુઃખ સારા મેં કોઈ નહીં ઉસકી દવા યહ દય સારા હૈ મૃષા, ફિર વૈત કેસા વાહ વાહ ચિન્માત્ર હું મેં એકરસ; મમ કલ્પના યહ દશ્ય હે
મેં કલ્પનાસે બાહ્ય હું આશ્ચર્ય હે! આશ્ચર્ય છે!! ચર્ચાના સારમાં, મનનવિચારના સાગરમાં ડૂબકી મારી અને જે નિર્ણયમોતી હાથ આવ્યું છે એ જ કે દૈતદષ્ટિની નાબૂદી માટે વિચારવું કે જે કંઈ ભાસે છે, દેખાય છે. અનુભવગમ્ય છે, જેની જેની પ્રતીતિ થાય છે તે સર્વ મિથ્યા છે. અને જો અતિમાં નિષ્ઠા દઢ કરવી હોય કે અદ્વૈતનું પ્રતિપાદન કરવું હોય તો વિચારવું કે જેની પ્રતીતિ થતી નથી તે અને થાય છે તે સર્વ કંઈ બ્રહ્મમાત્ર જ છે. અથતિ દય અને અદશ્ય, વ્યક્ત અને અવ્યક્ત, સર્વ બ્રહ્મ છે તેવી શાનીની દષ્ટિમાં નથી રાગ, નથી દુષ, બ્રહ્મમાં ક્યાં છે રાગ, ક્યાં છે દ્વેષ? અને જે જ્ઞાની તારણ પર આવે, નિષ્કર્ષ પર આવે, અપરોક્ષ-અનુભૂતિથી નિચોડ કાઢે કે જીવ અને આત્માનો કે પિંડ અને બ્રહ્માંડનો ભેદ જ નથી તો ઐક્યમાં પણ નથી શોક કે મોહ, તેથી સ્પષ્ટ છે કે ઐક્યદર્શન કે બ્રહ્મદર્શનમાં.
જન્મ-મરણ નથી. કારણ, ‘સમય’, ‘કાળ” નથી સ્વર્ગ કે નરક નથી. કારણ, દેશ', 'સ્પેસ” નથી. પિંડ-બ્રહ્માંડનો ભેદ નથી. કારણ, વસ્તુ નથી.
રાગ-દ્વેષ નથી. કારણ, અન્યનો આભાસ નથી. આમ તત્વજ્ઞાની કે આત્મવિચારણાને વરેલો આત્મજ્ઞાની જીવનમુક્ત થાય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૦૦૧) જગતની ઉત્પત્તિ: અધ્યારોપ અને અપવાદ પૂર્વ શ્લોકની ચર્ચાથી આપણે નિષ્કર્ષ પર આવ્યા કે સર્વ કંઈ બ્રહ્મ જ છે જેની જેની દશ્ય કે અનુભવગમ પ્રતીતિ થાય છે તે સર્વ મિથ્યા
જે બધું જ બ્રહ્મ છે તો mત આવ્યું ક્યાંથી?
એ માનવજાતનો સદીઓથી, યુગોથી ચાલ્યો આવતો પ્રશ્ન છે. આવી શંકાના સમાધાન માટે જ્ઞાની, સંતો, શાસ્ત્રો અને ઉપનિષદોના આર્ષદ્રષ્ટા ઋષિ, મુનિ અને આચાયોએ પોતાના સ્વાનુભવ, યુક્તિ અને શ્રુતિના આધારે એક શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી. તે પરંપરાગત જ્ઞાન છે અને તે જ જ્ઞાનની સરિતા આજે પણ આ દેશમાં અખ્ખલિત વહી રહી છે. બ્રહ્મની અખંડિતતા અને એક્તા સમજાવવા જાણીજોઈને જેની ઉત્પત્તિ થઈ નથી તેનું કારણ દર્શાવવામાં આવ્યું, ઉત્પત્તિ બતાવી અને સ્થિતિ અને લયનો સિદ્ધાંત પણ સમજાવવામાં આવ્યો. અને કાર્ય-કારણરહિત બ્રહ્મનું કારણ બનાવવામાં આવ્યું -આને “અધ્યારોપ” કહેવાય છે. કાર્ય-કારણ પૂર્વે-પછી, અવ્યક્ત-વ્યક્ત, કારણ સૂક્ષ્મ-કાર્ય સ્થૂળ; જગત કાર્ય અને બ્રહ્મ કારણ, એવી ઊભી કરેલ ભ્રમણાઓ શિક્ષણ દ્વારા, જેમ ડોક્ટર ઈંજેક્ષન આપીને દવા શરીરમાં મોક્લે તેમ દષ્ટાંતો અને તર્ક દ્વારા શિષ્યના મનમાં મોક્લી ભેદ ઊભો કરવામાં આવે છે. પણ ભેદ ઊભો કરવાનો હેતુ તેની સ્થાપના હરગિજ નથી.- અભેદનાં દર્શન કરાવવા માટે જ ભેદ ઊભો કરાય છે. અધિષ્ઠાનના જ્ઞાન માટે જ આરોપની ભ્રાંતિ સર્જાય છે. અને એક દિવસ ભેદની ભ્રાંતિ દૂર કરવા ગુરુ શિષ્યને કહે છે કે જેની જેની પ્રતીતિ થાય છે, જે જે દશ્ય છે, જે જે વિકારી છે, જેમાં જેમાં અનેકતા -ભેદ અને વૃદ્ધિ છે તે મિશ્રા છે અને અન્ય સત્ય તો માત્ર એક અને અદ્વૈત છે.
આવી શિક્ષણપ્રણાલિકાને “અધ્યારોપ અને અપવાદ” કહેવામાં આવે છે જ્યાં પ્રથમ ભેદની ભ્રાંતિનો સ્વીકાર થાય છે અને પછી તેનો ઈન્કાર કરી સત્યનો સંકેત કરાય છે. જે દ્વૈતનો ઇન્કાર છે - તે જ અપવાદ કહેવાય છે.
આમ જગતની ઉત્પત્તિ વિશે બ્રહ્મને કારણ કહેવામાં આવે છે, કારણ કે મોટા ભાગના લોકો જગતની ઉત્પત્તિમાં રસ ધરાવતા હોય છે. કારણની
Page #221
--------------------------------------------------------------------------
________________
(૨૦૨) શોધ વિના તેમને સાંત્વના કે ચેન મળતાં નથી. એટલું જ નહીં, મહ અંશે લોકોને જગતના નિયંતા કે રચયિતામાં રસ નથી, તેની રચનામાં જ રસ છે. રચના રચાઈ ક્યારે, તેનું કારણ કોણ તેવો પ્રશ્ન પૂછી પાછો નવી રચનામાં રોપો થઈ જાય છે અને રચયિતાને ભૂલી જાય છે. લૌકિક અનુભવે પણ સ્પષ્ટ છે કે સામાન્ય માનવીને કિસ્મતમાં રસ છે. કિસ્મતના ઘડવૈયામાં નથી. માટે જ ઉપનિષદોએ પણ ઉત્પત્તિ વિશેની વાતો અને રહસ્યો સમજાવ્યાં અને અધ્યારોપ કર્યો. વિજ્ઞાને પણ ઉત્પત્તિ વિશે અનેક સિદ્ધાંતો આપ્યા છે. શાસ્ત્રસંમત ઉત્પત્તિની વાત અહીં સમજાવવામાં આવી છે.
ब्रह्मणः सर्वभूतानि जायन्ते परमात्मनः।
तस्मादेतानि ब्रह्मैव भवन्तीत्यवधारयेत् ॥ ४९।। પરમાત્માન: ગ્રહણ: = બ્રહ્મમાંથી જ સર્વભૂત (પ્રાણી=પદાર્થ) ઉત્પન્ન થાય સર્વભૂતાનિ નાયને છે. તાત્ તાનિ (સર્વમૂતનિ) બ્રહ્મ પુર્વ મવતિ = તેથી આ પ્રાણી, પદાર્થો
| સર્વ બ્રહ્મરૂપ છે, તિ વધારયેત્ =તેમ જિજ્ઞાસુએ સમજવું જોઈએ. “બ્રહળ: સર્વભૂતાનિ નાય?” બ્રહ્મમાંથી જ સર્વભૂતો ઉત્પન્ન થયાં છે. આ કથનને સમર્થન આપતાં કથન ઉપનિષદમાં પણ છે. જેને ઉત્પત્તિ સમજવામાં રસ છે તેમને તેવું સમજાવવા માટે જ મા શ્રુતિનો આ અધ્યારોપ સ્વીકાર્ય પ્રયત્ન છે. તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે,
“यतो वा इमानि भूतानि जायन्ते। येन जातानि जीवन्ति। यत्प्रयन्त्यभिसंविशन्ति। तद्विजिज्ञासस्व।" ।
“तस्माद्वा एतस्मादात्मन आकाशस्संभूतः आकाशाद्वायु: वायोरग्निः મોરા : મખ્ય પૃથિવી વૃથિવ્યા મોષધયા મોષીખ્યોત્રમ્ અન્નપુરૂષ:” (તૈત્તિરીયોપનિષદ) નિશ્ચય જ સર્વપ્રસિદ્ધ આ પરમાત્માથી જ સૌ પ્રથમ આકાશ ઉત્પન્ન થયું. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી અને પૃથ્વીથી ઔષધિ અને ઔષધિથી અનાજ તથા અત્રથી પુરષ ઉત્પન્ન થયો છે. “આ ઉત્પત્તિનો કમ જે ઉત્પત્તિ થઈ નથી તેને સમજાવવા માટે શ્રુતિએ આપ્યો, જેથી સામાન્ય માનવીના મનની શંકાનું સમાધાન થાય અને વિચારક માટે, મોક્ષાર્થી માટે અધ્યારોપ
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૦૩) દ્વારા ભેદ સર્જી તેને નાબૂદ કરવાની તક મળે, ઉત્પત્તિ માટે પરબ્રહ્મ કારણ છે તેવું સમજાવવા માટે મુંડક ઉપનિષદમાં પણ જણાવવામાં આવ્યું
"यथोर्णनाभिः सजते गृह्णते च यथा
___ पृथिव्याम् ओषधयः सम्भवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि
तथाऽक्षरात् सम्भवतीह विश्वम् । ७॥ જેવી રીતે કરોળિયો જાળ બનાવે છે ને તેને ગળી જાય છે, જેવી રીતે પૃથ્વીમાં ઔષધિઓ ઉત્પન્ન થાય છે, અને જેવી રીતે જીવતા પુરુષમાં વાળ અને રૂંવાડાં ઊગતાં હોય છે તેવી જ રીતે અવિનાશી પરબ્રહ્મથી આ સૃષ્ટિ અને તેમાં સર્વ કંઈ ઉત્પન્ન થાય છે.”
"एतस्मात् जायते प्राणो मन: सर्वेन्द्रियाणि च। खं वायुयॊतिराप: पृथिवी विश्वस्य धारिणी॥३॥
(મુંડકોપનિષદ) “આ પરબ્રહ્મથી જ સુષ્ટિકાળમાં, પ્રાણ, મન, તેજ, જલ અને સર્વ પ્રાણીઓ ધારણ કરનારી પૃથ્વી આ પાંચે ભૂત વગેરે ઉત્પન્ન થયાં છે.”
આમ ઉત્પત્તિને સમજાવવા અને અધ્યારોપ કરવા શ્રુતિએ, શાસ્ત્ર, સંતોએ અને ભગવાન શંકરાચાર્યજીએ ત્રણ ભેદ સ્વીકાર્યા છે. (૧)કારણ અને કાર્યનો ભેદ
આવો ભેદ સમયમાં છે. કેમ કે કાર્ય ભવિષ્યમાં જન્મે છે, જ્યારે કારણ કાર્યની પૂર્વે અસ્તિત્વમાં હોય છે. આમ પૂર્વે અને પછી સમયમાં જ હોય છે, જ્યારે પરબ્રહ્મ તો સમયથી પર છે. “TRUTH IS FREE FROM TIME" એ સમજાવવા જ પ્રથમ કાર્યકારણનો ભેદ સ્વીકારી પછી કહેવામાં આવશે કે બ્રહ્મ નથી કોઈનું કાર્ય કે નથી કોઈ માટે કારણ, તે તો કાર્યકારણથી મુક્ત છે, વિલક્ષણ છે. "कार्यकारणविलक्षणं स्वयं ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६१॥
|
(વિ.સ્.). આ તો કાર્ય-કારણનો અપવાદ થયો. પણ તે પૂર્વે કાર્ય-કારણનો સ્વીકાર પણ તે જ શ્લોકમાં થયેલો છે: "एकमेव सदनेककारणं कारणांतर निरासकारणम्'
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૦૪)
જે પોતે એક જ છે, છતાં અનેક પદાર્થોનું કારણ છે. અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ
નથી.”
આમ કાર્ય-કારણના અપવાદ દ્વારા ભેદ નાબૂદ કરીને બ્રહ્મ કાળની પેલે પાર છે, કાળથી મુક્ત છે તેમ બતાવવાનો સુંદર પ્રયત્ન થયો છે. (૨) અંદર-બહારનો ભેદ
આત્મા કે બ્રહ્મ અંદર છે અને જગત બહાર છે. અર્થાત્ કારણ અવ્યક્ત છે, કાર્ય વ્યક્ત છે. બ્રહ્મ સૂક્ષ્મ છે, જગત સ્થળ છે. આ અંદર-બહારનો ભેદ હંમેશા દેશમાં-સ્પેસમાં, આકાશમાં હોય છે ખરેખર તો અંદર-બહારના ભેદમાં બે વસ્તુના ભેદનો સ્વીકાર કરવો પડે. જ્યારે આત્મા કે બ્રહ્મ એક અદ્વૈત અને સર્વવ્યાપ્ત છે. સર્વવ્યાસમાં કોણ અંદર? કોણ બહાર? અરે, એકમાં વળી અંદર અને બહાર કેવું? છતાં આ દેશના ભેદ સ્વીકારવામાં આવ્યા. અને અધ્યારોપની મદદ લીધી. કારણ સામાન્ય માનવની ધારણા-માન્યતા છે કે જગત આપણી બહાર છે અને આત્મા શરીરની અંદર છે. આવી ધારણાનું મુખ્ય કારણ જડથી જ ઉત્પત્તિ થાય તેવું સમજવાના સંસ્કાર માનવીમાં ખૂબ પ્રબળ થઈ ગયા છે. અને તેવા અભ્યાસથી જ તે માને છે કે જેની ઉત્પત્તિ થાય છે તે દશ્ય છે અને આપણી બહાર છે, એટલું જ નહીં પણ ઉત્પન્ન થયેલ જગત બહાર છે અને જડ છે. બ્રહ્મ ચેતન છે અને આપણી અંદર છે.
આવા ભેદ ઊભા કરી તેનો ઈન્કાર પણ શ્રુતિએ જ કર્યો છે. જેથી સમજાય કે બ્રહ્મમાં નથી કંઈ અંદર, નથી બાહ્ય. અને તે દેશથી મુક્ત છે. બૃહદારણ્યક કૃતિ જણાવે છે કે “બ્રહ્મ ન પ્રાણ છે, ન મુખ છે, ન માપ છે, ન તેમાં અંદર છે, ન બહાર છે.” "अप्राणममुखममात्रमनन्तरमबाह्यम्"
(બુ.ઉ. ૩-૮-૮) (૩) કટા-દશ્ય ભેદ
સમજાવવા માટે કહ્યું કે જગત દશ્ય છે અને બ્રહ્મ દ્રષ્ટા છે. આ સ્વીકારેલ અધ્યારોપ છે. જ્યાં દશ્ય તમામ ભ્રાંતિ છે ત્યાં સાચો દષ્ટા કેવો? કંઈ ઉત્પન્ન જ થયું નથી ત્યાં દ્રષ્ટા કેવો? અન્ય હોય તો કોઈ દશ્ય અને કોઈ દ્રષ્ટા હોય પણ જ્યાં બીજી વસ્તુ જ નથી ત્યાં દશ્ય-દ્રષ્ટાનો
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૦૫).
ભેદ ક્યાં? ભાવ ક્યાં? બે વસ્તુમાં જ ભેદ છે. અને જે વસ્તુ હોય તેમાં સ્વગત ભેદ પણ હોય. અર્થાત્ વસ્તુ દશ્ય હોય, દશ્યને નામ-આકાર હોય અને તેનાં અનેક અંગ કે વિભાગ હોય. જ્યારે આત્મા કે બ્રહ્મ વસ્તુ નથી; તે દશ્ય નથી; તેનો જન્મ નથી; તે તો નિરાકાર-એક-અદ્વિતીય તત્ત્વ છે. તેમાં કટા કે દશ્યની ભ્રાંતિ ક્યાં છે? આમ અધ્યારોપ કરવા, ઉત્પત્તિ સમજાવવા, પ્રથમ દેશ, કાળ અને વસ્તુ દ્વારા ભેદ સ્વીકારવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે -
શિવતવિષયતિર્લિ યજ્ઞ તત્ત્વમસિ માવત્મિ7િ' જે બ્રહ્મ દેશ, કાળ, વસ્તુ-વિષયથી મુક્ત છે તે જ તું છે -આમ તું ચિત્તમાં વિચાર કર. આવી રીતે પ્રથમ દેશ, કાળ, વસ્તુના ભેદ સ્વીકારાય છે માત્ર ઈન્કારવા માટે અને દેશ, કાળ, વસ્તુથી મુક્ત અખંડ આત્માની અદિતીયતાનો નિર્દેશ કરવા માટે. આ છે પરંપરાગત પદ્ધતિ અધ્યારોપ અને અપવાદની, જેના સહારે ઉપરના શ્લોકમાં કહ્યું છે કે બ્રહ્મમાંથી સર્વભૂત અર્થાત્ સર્વ પ્રાણી, પદાર્થો ઉત્પન્ન થયાં છે અને પંચમહાભૂત પણ તેમાંથી જ નીપજ્યાં છે. માટે જ તે સૌ પણ બ્રાહ્મરૂપ જ છે. આમ અંતે તો તે જ કહ્યું કે સર્વ કાંઈ બ્રહ્મમય છે. અને બ્રહ્મ સિવાય કોઈ વિકલ્પ કે ભેદ અસ્તિત્વમાં નથી. આમ અહીં અધ્યારોપ માટે સુષ્ટિની ઉત્પત્તિનો સ્વીકાર થયો છે. તેને રખે કોઈ સાચી, વાસ્તવિક ઉત્પત્તિ માને; રખે બ્રહ્મને કોઈ સાચું કારણ માની બેસે.
આ mતની ઉત્પત્તિ માટે તો અનેક વાદ-વિવાદ અને મત-મતાંતર છે. વિજ્ઞાને પણ ઘણી લાંબી યાત્રા કરી “એક્સપેરિમેન્ટેશન” “વેરિફિકેશન” અને “કરેશન”નો ઉપયોગ કરી અવનવા સિદ્ધાંતો આપ્યા છે. વિજ્ઞાને આપેલ ઉત્પત્તિનો ખ્યાલ જોતાં અગાઉ તે સિવાયના ખ્યાલ પણ જોઈ, વિજ્ઞાનનો ઉત્પત્તિ વિશેનો અભિગમ કેવો તેનો વિચાર કરીએ.
મુસ્લિમ વિચારધારામાં સુષ્ટિની ઉત્પત્તિ સ્વીકાર્ય છે પણ અન્ન નહીં; જ્યારે બૌદ્ધ અભિગમમાં ગત કે સંસાર અનાદિ છે, પણ અન્તવાન છે તેમ માનવામાં આવે છે. જૈન ધર્મની માન્યતામાં સર્જન અનાદિ અને અનન્ત માનવામાં આવે છે.
વેદાન કહે છે કે હું છું માટે ગત છે. અર્થાત્ mત જો દશ્ય છે તો કટા તેની પૂર્વે છે. અર્થાત્ માંમા પ્રથમ છે. તત્પશ્ચાત્ વંભાવ
Page #225
--------------------------------------------------------------------------
________________
(૨૦૬)
આવે છે. જો હું અહંકાર નથી, દ્રષ્ટા નથી, તો દશ્ય પણ નથી.
વિજ્ઞાને તો આપણને વાંદરાના અવતારો કહ્યા અને વાંદરાને આપણા પૂર્વજો કહ્યા અને ડાર્વિન જેવાએ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમજાવી સતત વિકાસની પ્રક્રિયા દર્શાવી. ડાર્વિનના વિચારો પર જડવાદી સંસ્કૃતિની ઘેરી અસર હતી. પાશ્ચાત્ય વિચારણામાં જડ વસ્તુનું અસ્તિત્વ મૌલિક, પોતાની જાતે જ સ્વયંભૂ મનાયેલ છે, જ્યારે પૂર્વની વિચારણામાં ચૈતન્યને સ્વયજ્યોતિ અને અનાદિ, અનંત, સ્વપ્રગટ માનવમાં આવે છે. જો જડને સ્વતંત્ર અસ્તિત્વ હોય અને જડ જાતે જ ઉત્પન્ન થાય તો પછી ચૈતન્ય અર્થહીન નિષ્ક્રિય થઈ જાય, એટલું જ નહીં પણ ચેતન અને જડના અસ્તિત્વમાં ફેર જ ન રહે. તે તો ઠીક પણ જડવાદી પાશ્ચાત્ય વિચારકોમાં ડાર્વિને આપેલ સિદ્ધાંત આધુનિક છે જ્યારે જગતનું સૌથી પ્રાચીન સાહિત્ય વેદ છે. તેમાં કયાંય કોઈ, વાંદરો માણસ બન્યો છે તેવો ઉલ્લેખ નથી. ઉપરાંત જે વિકાસની પ્રક્રિયા ચાલુ જ હોય અને તે રહેવી જ જોઈએ. કારણ, પ્રક્રિયા એટલે જ જેને પૂર્ણવિરામ નથી તે. તો પછી તે જ પ્રક્રિયાના સંદર્ભમાં માણસમાંથી પણ વિકાસ દ્વારા કંઈ બીજુ બનવું જોઈએ. છતાં છેલ્લાં હજારો વર્ષોથી માનવી જ અસ્તિત્વમાં છે. અને માણસથી આગળ નવો સુધારો થવો જોઈતો હતો કે ઉત્ક્રાંતિના અંતિમ શિખર પર માણસ નહોતો હોવો જોઈતો, જે છેલ્લા હજારો વર્ષોથી છે. આમ વિચારતાં ઉત્ક્રાંતિવાદની પ્રક્રિયા કે સિદ્ધાંત “સુગરકોટેડ કેસુલની જેમ ગળે ઉતારી શકાય તેમ નથી.
આ તો માનવની વાત થઈ પણ વિજ્ઞાન જગતની ઉત્પત્તિ વિશે ઘણા અભિગમો આપ્યા; તે બદલાયા અને હજુ બદલાય તો નવાઈ નહીં. કારણ કે વિજ્ઞાનનો પાયો પ્રયોગ, નિરીક્ષણ, ચકાસણી અને સુધારો છે. ' - વિજ્ઞાને તારણ કાઢ્યું કે જે કંઈ છે તે અંતે એટમ પરમાણુ છે. અને પ્રત્યેક પરમાણુ=એટમ બ્રહ્માંડનું પ્રતીક છે. આવા વિચારો ૧૯૩૧માં રુથરફોર્ડે પરમાણુનું વિભાજન કર્યું પછી દઢ થયા. અને એટમની વચ્ચે પ્રોટોન છે અને તેની પ્રદક્ષિણા કરતા સૌ ઇલેક્ટ્રોન છે. ત્યાર બાદ ૧૯૩૨માં પ્રોટોનનું વિભાજન થયું અને નવા નવા સિદ્ધાંતો - શબ્દો શોધાયા જેવા કે પ્રોટોન, એન્ટી-પ્રોટોન, ન્યૂટ્રોન, એન્ટી-ઇલેકટ્રોન વગેરે. આ બધી શોધ પૂર્વે મનાતું કે ઉત્પત્તિ માટે જવાબદાર મૂળ ૯૨ તત્ત્વો છે. પછી સુધારો થયો કે ૧૦ તત્વથી ઉત્પત્તિ થઈ છે. પછી ડાલ્ટને એટમને = પરમાણુને
Page #226
--------------------------------------------------------------------------
________________
(૨૦૭)
જગતનું મૂળ કહ્યું પણ અવિભાજિત છે તેમ કહ્યું. ત્યાર બાદ એટમનું વિભાજન થયું. અને ત્યાર બાદ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ અસ્તિત્વમાં આવ્યો અને લોકો દશ્ય જગતના દ્રષ્ટા વિશે વિચારતા થયા. આઈન્સ્ટાઈને “ટાઈમ-એસેસરી ફોર્થ ડાયમેન્શન” અને “થિયરી ઓફ રિલેટિવિટી” દ્વારા નવા વિચારો જગતને આપ્યા. તેથી ખળભળી ઉઠેલું વૈજ્ઞાનિક જગત વિચારના ચકે ચઢ્યું અને તેણે શોધી કાઢ્યું કે જે એટમ જગતનું મૂળ છે તે પ્રોટોન+ઈલેક્ટ્રોન+ન્યૂટ્રોન+તમામ પરિવર્તનશીલ છે. માટે જડ છે અને વિનાશી છે. અને જે વિનાશી અને જડ છે તે જગતનું કારણ નથી. અને અંતે વિજ્ઞાનનો અંતિમ નિચોડ કંઈ આવો છે કે જડ પદાર્થ કે ઇનર્ટ મેટર જગતનું કારણ નથી. ઉત્પત્તિનું મૂળ નથી, પણ ચોક્કસ એનર્જી કે ચૈતન્ય જ જગતનું કારણ છે. પોતાના આવા નિષ્કર્ષને, સિદ્ધાંતને, અભિગમને સમજાવવા વિજ્ઞાને જે સિદ્ધાંત કે થિયરી આપી તેને તેઓ “પ્રિન્સિપલ ઓફ ઈનડિટરમિનેબિલીટી” કહે છે. અર્થાત્ જે ‘એનર્જી' કે શક્તિ જગતનું કારણ છે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી. આ કેવી આશ્ચર્યમય વૈજ્ઞાનિક ઘટના છે કે આપણે પણ બ્રહ્મ વિશે તેમ જ કહીએ છીએ કે બ્રહ્મ વિશે કંઈ કહેવાય નહીં. કરણ તે વાચાતીત છે. વાણી, ઈન્દ્રિય કે મન દ્વારા અગમ્ય છે, તે જ વસ્તુ માટે તેમણે પણ કહ્યું કે જેના વિશે કંઈ ‘ડિટરમાઈન” ન થાય તેવી “એનર્જી =શકિત્ત વિશેનો સિદ્ધાંત તે જ “પ્રિન્સિપલ ઓફ ઈનડિટરમિનેબિલિટી". આવું નામ રાખવા પાછળ વિજ્ઞાનનો આશય એ જ કે જે શક્તિને તેઓ એનર્જીના નામે ઓળખે છે તે આંખે અદશ્ય છે, અનામી છે, સર્વવ્યાપ્ત છે;, ગુણધર્મરહિત છે છતાં ત્રણે કાળે અસ્તિત્વમાં છે. અને આપણે પણ બ્રહ્મ માટે તેવું જ માનીએ છીએ. જેમ વિજ્ઞાને કહ્યું કે દરેક એટમ=પરમાણુ બ્રહ્માંડનું સૂક્ષ્મ પ્રતીક છે, અર્થાત્ જે કંઈ એટમમાં છે તે જ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે. સૂર્યમંડળમાં જેમ સૂર્ય વચ્ચે છે અને ગ્રહો આગળપાછળ ફરે છે તેમ જ એટમની વચ્ચે પ્રોટોન છે અને ઈલેક્ટ્રોન આગળપાછળ ફરે છે. આ જ વિચારને વિના પ્રયોગ, વિના સંશોધને, લેબોરેટરી કે બાહ્ય નિરીક્ષણ વિના ભારતના
ઋષિમુનિઓએ ચિત્તને-મનને પ્રયોગશાળા બનાવી, માત્ર એકાંતના સહારે ચિંતનમનન અને મનોમન્થનના આધારે નક્કી કરી, નિ:સંદેહ ઘોષણા કરી કે “યથા પિંડે તથા બ્રહ્માંકે' જે કંઈ આ શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે. અને સૃષ્ટિનું અધિષ્ઠાન-કારણ આ પિંડમાં જે ચૈતન્ય છે, તેથી ભિન્ન નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
અને જે ચૈતન્ય પિંડમાં છે તે જ સર્વવ્યાપ્ત પરિપૂર્ણ બ્રહ્માંડમાં પણ છે. અને તેથી ભિન્ન કંઈ જ નથી. આમ વિજ્ઞાન અને તત્વજ્ઞાન આજે એક જ નિષ્કર્ષ ઉપર આવી પહોંચ્યાં છે. પણ માત્ર બન્નેની ભાષા જુદી છે. પારિભાષિક શબ્દો ભિન્ન છે. જે બન્ને એક ટેકનિક્લ ટર્મિનોલોજી અપનાવે તો બે જુદા દેખાતા અભિગમો એક થઈ જાય. કરણ બંનેનું તારણ એક જ છે. નામ-આકાર અને કર્મ બ્રહ્મ છે.
ब्रह्मैव सर्व नामानि रूपाणि विविधानि च।
__कर्माण्यपि समग्राणि, बिभर्तीति श्रुतिर्जगौ॥५०॥ સર્વ નામાનિ વહ્ય = સર્વ નામો અને સર્વ રૂપો બ્રહ્મરૂપ જ
૨ =અને વિવિધ સમાળિ વર્માન જુદાં જુદાં સંપૂર્ણ કર્મોન બ્રહ્મ જ ધારણ કરે પિ ઈ ઇવ નિમર્તિ =છે. તિ શ્રુતિઃ ન = આવું શ્રુતિએ કહ્યું છે.
જો બ્રહ્મથી જ સૃષ્ટિની ઉત્પત્તિ માનીએ તો બ્રહ્મ કારણ કહેવાય અને જે કાર્ય છે તે બ્રહ્મથી ભિન્ન ન જ હોય. તેથી ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે હું વચમ્ વં સર્વ વત્ વિવિ નત્યિાં નાત/ ઉપરાંત, શ્રુતિની સ્પષ્ટતા છે કે બ્રહ્મ નિરાકાર -અનામી છે. છતાં નામ અને આકાર તેના પર આરોપિત છે અને આરોપ પણ અધિષ્ઠાન વિના જીવી ન શકે. તેથી નામ અને આકાર પણ બ્રહ્મમય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં નામ, આકાર અને કર્મને બ્રહ્મરૂપ જ કહ્યાં છે. ત્રયં વા વં નામ " વર્ગ અને ગીતાના ચતુર્થ અધ્યાયમાં પણ કમનિ બ્રહ્મરૂપી કર્મ કહ્યું છે -"હાર્મ સમાધના”
આમ જેને નામ, આકાર અને કર્મ પણ બ્રહ્મરૂપ જણાય છે તેની દષ્ટિ બ્રહ્મરૂપ બની જાય છે અને તેથી અભેદ અદશ્ય તેને, અભેદ જ સર્વ જણાય છે. તેથી જ તે અભયને પ્રાપ્ત કરે છે અને તેવી અભયદષ્ટિ તે જ પ્રપંચની નાબૂદી અને પરબ્રહ્મનો સર્વત્ર સહજ સ્વીકાર છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
(૨૦૯)
જગત બ્રહ્મની અભિન્નતાનું દૃષ્ટાંત सुवर्णाज्जायमानस्य सुवर्णत्वं च शाश्वतम् । ब्रह्मणो जायमानस्य ब्रह्मत्वं च तथा भवेत् ॥ ५१ ॥ સુવîત્ નાયમાનસ્ય=સોનામાંથી જન્મેલ ઘરેણાનું સુવર્ણત્વમ્ ગારવતમ્ ૬= સોનાપણું શાશ્વત છે. તથા ચક્ર તે જ પ્રમાણે
બ્રહ્મળ: નાયમાનસ્ય બ્રહ્મત્વ મવે- બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ પ્રાણી પદાર્થોનું બ્રહ્મપણું પણ શાશ્વત છે.
“સુવર્વાંત્ નાયમાનસ્ય' અહીં ઘરેણાં જન્મે છે સોનામાંથી, તેમ કહ્યું તે સમજાવવા માટે છે. અર્થાત્ આકાર કે રૂપનો જ જન્મ થાય છે. સોનું જન્મતું નથી અને જે આકાર જન્મે છે તે આકારમાં જ વૃદ્ધિ છે, વિકાર છે, પરિવર્તન છે, ક્ષય છે અને તેનો નાશ પણ છે. દાગીનાના આકારમાં રૂપાંતર થઈ શકે, સોનામાં નહીં. તેમાંનું સોનું તો શાશ્વત જ છે. જેમ આકાર બદલાય, લીન થાય, તેમ આકાર પર થોપાયેલ આરોપિત નામ પણ નષ્ટ થાય. બંગડીને ઓગાળતાં નામ અને આકાર નષ્ટ થશે; સોનું શાશ્વત રહેશે જ. તે જ પ્રમાણે બ્રહ્મથી ઉત્પન્ન થયેલ જીવોમાં, પ્રાણીઓમાં, માનવીમાં અને જગતમાં જ ફેરફાર કે રૂપાંતર થઈ શકે, તેનો જ નાશ થઈ શકે કારણ કે તે જન્મેલ છે. જગતમાં કે શરીરમાં જે બ્રહ્મત્વ છે તે તો સોના જેમ શાશ્વત છે. અહીં ખરેખર વાસ્તવિક રીતે જગતનો જન્મ બ્રહ્મથી થાય છે તેમ નહીં; પણ જન્મ થતો પ્રતીત થાય છે; ભાસે છે. ખરેખર તો જેમ ‘ઘડો' નામ અને તેનો ‘આકાર’ માટી પર આરોપિત છે, ‘બંગડી' નામ અને તેનો ‘ગોળાકાર’ સોના પર આરોપિત છે તેમ જ જગતના તમામ નામ+આકાર નિરાકાર બ્રહ્મ પર આરોપિત છે. અને તે આરોપને સત્ય માનવું તે જ જગતનો જન્મ છે. દા. ત. સામે વૃક્ષ છે તે આકાર પણ તે ‘લીમડો' છે તે નામ છે. હવે ‘નામ’ અને ‘આકાર' બાદ કરીએ છતાં બચે છે મનમાં વૃક્ષનું જ્ઞાન. નામ અને આકારના નાશ પછી પણ “નામનો નાશ છે” તે જ્ઞાન નાશ પામતું નથી. તેથી જ તો જ્ઞાનનું બીજું નામ બ્રહ્મ છે. અને બ્રહ્મને જ્ઞાન કહેવાય છે. “સત્ય જ્ઞાનં અનાં દ્રા.' તત્ત્વજ્ઞાનમાં તત્ત્વમય બનેલા આપણા લોકપ્રિય કવિ નરસિંહ મહેતા કેટલી સરળ ભાષામાં સહજતાથી કહે છે કે:
“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે,
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૧૦) દેહમાં દેવ તું તેજમાં તત્ત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે; વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે.”
ભેદ એ જ ભય __स्वल्पमप्यन्तरं कृत्वा जीवात्मपरमात्मनोः।
य: संतिष्ठति मूढात्मा भयं तस्याभिभाषितम्॥५२॥ નીવાત્મપત્મિનો = જીવ અને પરમાત્માને (ઈશ્વરનો) સ્વ મ = થોડો પણ ભેદ સમજીને (જીવે છે) મારી ત્વી = એિટલે હું અને ઈશ્વર ભિન્ન છીએ ય: મૂહાત્મા =જે મૂઢ પુરુષ સંતિષ્ઠતિ =જીવન જીવે છે માં ગમમાત તણું તે પુરુષને [જન્મ-મૃત્યુના ચકનો ભય રહે છે.
અહીં પોતાની અને ઈશ્વરની વચ્ચે થોડો પણ ભેદ જાણનારને મૂઢ કહ્યો છે. “: સંતિષ્ઠતિ મૂહાત્મા” જે મૂર્ખ છે તેને તો સુધરવાની તક છે; અર્થાત્ તે અજ્ઞાની છે. જે ખરેખર અવિદ્યાની નિદ્રામાં સૂતો છે તેને ક્યારેક કોક જ્ઞાડી શકશે; પણ જે ઊંઘવાનો ઢોંગ કરે છે તેને કોણ જ્ઞાડી શકે? અને આવો ઢોંગ કરનાર મૂઢ છે. જે માત્ર અજ્ઞાની છે તેમ નહીં; પણ પોતે તિ દર્શન કરનાર છે; ભેદદશી છે છતાં પોતાના અજ્ઞાનને અજ્ઞાન તરીકે તો ઓળખતો નથી જ, પણ પોતાની જાતને જ્ઞાની માને છે. આવા વૈત કે ભેદદશએ પુન: જન્મનું રિઝર્વેશન કરાવી લીધું છે. આ જન્મે તો તેને કોઈ બચાવી શકે તેમ નથી કારણ કે તે મૂર્ખ છે. અને મૂર્ખતા સ્વીકારવા તૈયાર નથી. પોતે ડૂબે છે અને ડૂબતાને કહે છે કે અહીં આવો; હું તમને સરળતાથી ડુબાડી શકીશ. મરવાનું તો છે જ, હું સુખથી મરીશ અને મરવા માટે ભવિષ્યમાં પણ તમારે તકલીફ ન લેવી પડે માટે હું જ તમારું બુકિંગ કરાવી દઈશ, તમારે તો જયાં છો ત્યાં રહી ભેદર્શન કરતા રહેવું! આવા દર્દીની દશા આંધળો આંધળાને દોરે તેવી છે. આવા ભેદદશ તમને તેમના વિમાનમાં મફત ટિકિટ, ખાવાનું અને સેવા માટે પરિચારિકા પણ આપશે; પણ વિમાન ઊડ્યા પછી કહેશે કે ખાસ કોઈ તક્લીફ નથી, માત્ર વિમાન પડવાનો જ ભય છે. આમ “શ્રુતિ” કે ઉપનિષદોની વાતો જેમને સરળ
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૧૧) અને સ્પષ્ટ હોવા છતાં સમજાઈ નથી અથવા સમજાઈ છતાં સંપ્રદાયના વાડાઓમાં કેદ થયેલા તેઓ સત્ય સ્વીકારી શકે તેમ નથી, કારણ કે તેમ કરતાં સંપ્રદાયે આપેલી સત્તા-મહત્તા નષ્ટ થઈ જાય. તેઓ મઢ સત્તાને ભોગે જન્મમૃત્યુના ચક્રમાં ખરા ખાવાનું પસંદ કરે છે પણ મહત્તા છોડતા નથી. ભય અને ભ્રમને સ્વીકારે છે પણ બ્રહ્મને નહીં. તૈત્તિરીય શ્રુતિએ સ્પષ્ટતા કરી છે કે: ___“यदा ह्येष एतस्मिन् उदरम् अन्तरम् कुरुते अथ तस्य भयं भवति।" “ક્યાં સુધી જરાક જેટલો પણ પરમાત્મા સાથે ભેદ કરે છે ત્યાં સુધી તેને ભય રહે છે.” અને બૃહદારણ્યક કૃતિએ તો કહ્યું જ છે કે “ભય તો વૈતમાં જ છે” “ફિતીયા મયં મવતિ” જ્યાં સુધી જીવ-ઈશ્વરનો ભેદ સમાપ્ત ન થાય ત્યાં સુધી કદી ભય દૂર થાય તેમ નથી કારણ જે જીવ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, જન્મવાની છે તે તેવો જ રહે છે અને પોતાને દેશ, કાળ, વસ્તુથી પરિચ્છિન્ન જ માને છે. ભેદમાં ઈશ્વરદર્શન શક્ય જ નથી. અને સાચા ઈશ્વરદર્શન જીવ અને ઈશ્વરની ઉપાધિના નાશમાં જ છે. અને તે બંને ઉપાધિનો નાશ તે જ સ્વરૂપનાં દર્શન છે, તેવું શ્રી રમણ મહર્ષિ સમજાવે છે.
“શાનીવયોવૈષધીમિલા સમાવતો વ વતન” “જીવ અને ઈશ્વરમાં માત્ર વેશનો જ ભેદ છે. પરમાર્થમાં સત્ વસ્તુ તો એક જ છે.”
- “વેષદનતિ: સ્વાત્મદર્શનમ્ | વિનં વાત્મપતો” જીવ અને ઈશ્વરનો જો વેશ અર્થાત્ ઉપાધિ દૂર થાય તો જ સ્વાત્મદર્શન થઈ શકે, સ્વ-સ્વરૂપનાં દર્શન જ ઈશ્વરદર્શન છે. અને આવા ઈશ્વરદર્શન કે સ્વસ્વરૂપ દર્શનથી જ ભેદ, ભય અને દ્વિત નાશ પામે છે.
સ્વરૂપના અજ્ઞાનમાં જ દૈત જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે તેને સ્પષ્ટ છે કે જે આત્મતત્વ મારામાં છે તે જ આત્મા કે ચૈતન્ય પ્રાણીમાત્રમાં સરખું અને સર્વવ્યાપ્ત છે. જડ અને ચેતનમાં ચૈતન્ય તો એક જ છે. વ્યક્ત અને અવ્યક્તમાં ચૈતન્યની દષ્ટિએ કોઈ ફેર નથી. તેવું જાણનાર માટે ક્યાંય કોઈ ભેદ શકય નથી. તેની દૃષ્ટિમાં સર્વ કંઈ અભેદ, અખંડ અને એક જ છે. આવી અભેદ દષ્ટિમાં જે થોડો પણ ભેદ દશ્ય થાય તો પ્રથમ ‘હું ‘ગદં= નવ જન્મે છે. અર્થાત “હું કર્તા છું; ભોકતા છું, શેઠ છું, બ્રાહ્મણ છું, ધનવાન
Page #231
--------------------------------------------------------------------------
________________
(૧૨) છું, બળવાન છું, વિદ્વાન છું અગર નિર્ધન, નિર્માલ્ય અને નિર્બળ છું. પણ હું કંઈક છું તેવા અહમ્ ભાવમાંથી જ જે મારા જેવો છે; તે મારો છે. મારા સગા છે તે મારા છે; અમારા છે; અમારાની જ્ઞાતિ, અમારી છે. અને મારા-અમારાના કુંડાળાની બહાર છે તે પરાયા અને પારકા છે, પણ સૌની વચ્ચે હું કંઈક છું તેવો ભાવ તે જ અહંકાર છે. જયાં અહમૃભાવ છે ત્યાં મનમાવ છે. આમ ભેદની શરૂઆત થાય છે તેમાંથી મારા માટે મોહ જન્મે છે; પરાયા માટે દ્વેષ જન્મે છે. પણ તેનું મૂળ તો “સ્વ-સ્વરૂપના અજ્ઞાનમાં જ છે તે જ અહીં સમજાવવાનો પ્રયત્ન થયો છે.
यत्राज्ञानाद्भवेद्वैतमितरस्तत्र पश्यति।
आत्मत्वेन यदा सर्व नेतरस्तत्र चाण्वपि॥५३॥ યા તમારે જે દૈતભાવવાળી અવસ્થામાં અજ્ઞાન તમે મત =અજ્ઞાનથી તબુદ્ધિ દેખાય છે. તત્ર તિર મચી ત: પરસ્થતિ =અન્ય અન્યને જુએ છે.
યા સર્વ આત્મત્વેન [પતિ]= જયારે સર્વમાં આત્મા કે પોતાપણું દેખાય છે.
તત્ર મ મ ત ર પસ્થતિ ત્યાં પોતાથી ભિન્ન અણુમાત્ર પણ જોતો નથી. “તત્ર મg: પિ હતાં પરિ” જ્ઞાનમાં જયારે પોતાનાથી ભિન્ન કે આત્માથી ભિન્ન કંઈ જ દેખાતું નથી ત્યારે ભેદ કે ભયનું કારણ અજ્ઞાન પણ રહેતું નથી. પણ આવી સ્થિતિ થાય ક્યારે? અને કઈ રીતે થાય? તે સ્વાભાવિક પ્રશ્ન છે. આવી આત્મદર્શનની સૂક્ષ્મ દષ્ટિ પ્રાપ્ત કરવા ગહન ચિંતનની જરૂર છે, બ્રહ્મભાવ કે આત્મભાવ દ્ધ કરવાની જરૂર છે. જો ચિંતનનો આપણામાં અભાવ હોય તો હું બ્રહ્મ છું” તે ભાવ સ્થિર ન થાય અને હું અને સર્વ પરિચ્છિન્ન જ જણાય. ચિંતન કરતાં જ ન આવડે અને પ્રશ્ન થાય કે ચિંતન-મનન શેનું કરવું? તેણે શ્રવણ કરવું જોઈએ. શ્રવણથી “વિવેક જાગશે અને આત્મા-અનાત્માનો ભેદ સમજાશે. એટલું જ નહીં, આત્મા શું છે તેનું જ્ઞાન થશે અને પોતાના સ્વરૂપ વિશેનું મિથ્યા જ્ઞાન કે અજ્ઞાન દૂર થશે. પછી ચિંતન કે મનનનો રસ્તો સરળ થશે.
(૧)તત્વનું કે આત્માનું અજ્ઞાન દૂર કરવા શ્રવણ આવશ્યક છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૧૩) (૨)આત્માનું કે સ્વરૂપનું અજ્ઞાન દૂર થયું હોય છતાં તેવા પરોક્ષ જ્ઞાનમાં જો શંકા જાગે તો શ્રવણ પછી મનન કરવું જરૂરી છે.
(૩)આવા પ્રયત્ન છતાં “સ્વ”-સ્વરૂપના જ્ઞાનમાં વિપર્યાય જણાય તો નિદિધ્યાસન કરવું જરૂરી છે.
અને નિદિધ્યાસનના સહારે જો “સ્વ”સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય તો જ સ્પષ્ટ થઈ શકે કે બીજામાં પણ આત્મસ્વરૂપે હું જ બિરાજમાન છું. હું જ જગતનું અધિષ્ઠાન છું અને મુજથી ભિન્ન કોઈ નથી. ભલે વ્યવહારમાં ભેદ ભાસે, પ્રતીત થાય, પણ પારમાર્થિક દષ્ટિમાં તો ઐકય જ જણાય. અને તેવી ઐકયની દૃષ્ટિથી જ હનુમાનજી શ્રી રામચંદ્રને કહે છે કે હે રામજી, દેહબુદ્ધિથી હું આપનો દાસ છું, જીવબુદ્ધિથી હું આપનો અંશ છું. આપ ભગવાન અને હું ભક્ત છું. પણ આત્મબુદ્ધિથી ન તો આપ રામ છો; ન હું હનુમાન છું. આપણે અભેદ છીએ. આવી રીતે આત્મબુદ્ધિ કે અદ્વૈતાવસ્થામાં, સૂક્ષ્મ બુદ્ધિ કે પરમાર્થમાં, ઉપાધિના લયમાં કે આત્મઅજ્ઞાનની નાબૂદીમાં, કદી અણુમાત્ર પણ ભેદ દેખાતો નથી.
આત્મ-અજ્ઞાનમાં જ હું પીડા પામી શકે અને અન્યને પીડા પહોંચાડી શકું. હું અપમાન કરી શકું અને અપમાનિત થઈ શકે, હું પરાજિત કરી શકું, પરાજયથી દુ:ખી થઈ શકું. હું અન્યની નિંદા કરી શકું, નિંદા સાંભળી દર્દ અનુભવી શકું, પણ જો “સ્વ'ના જ્ઞાનથી હું મને બીજામાં જોઈ શકું તો, મારી નિંદા કેવી રીતે કરું? મારું અપમાન હું શા માટે કરું? બીજામાં જો હું જ છું તો હું મને મારા દ્વારા પીડા કે પરાજિત ન જ કરું. અને જો તેવું દુષ્કૃત્ય કરું તો તે મારો જ પરાજય, મારી જ નિંદા, મારું જ અપમાન અને મને જ પીડા છે મારા દ્વારા. તત્ત્વ સમજાય, આત્મસ્વરૂપની એકતા સમજાય તો તમામ પશુ, પંખી, પ્રાણી માત્રમાં મને મારું જ સ્વરૂપ દેખાય. પછી ભલે રૂપ જુદું હોય. તે રૂપની જુદાઈ તો વસ્ત્રોની જુદાઈ છે. દરેક માનવીમાં, જીવમાં, આત્મા તરીકે હું જ છું. છતાં મેં જુદા જુદા આકારના, રૂપનાં શરીર રૂપી વસ્ત્રો ધારણ કર્યા છે. અગર જેમ પાર્ટીમાં જવા કોઈ વાર બીજાનો સૂટ કે સાડી ધારણ કરીએ તેવી જ રીતે અનેક જીવોએ કપડાં બીજાનાં પહેર્યા છે છતાં તેમાં ચૈતન્ય તો હું જ છું. મારી જાતનાં દર્શન કરવા; પંચમહાભૂતના રંગે રંગાયેલ માત્ર વસ્ત્ર જ ફેંકી દેવાની જરૂર છે. પછી તો બધે હું, હું અને હું જ.
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૪) સૌરાષ્ટ્રના એક ગરીબ ખેડૂતે મગફળી વેચી. મુશ્કેલીને અંતે દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો. ત્યાર બાદ ઘરની પરિસ્થિતિ બગડી. જેમ પાક સારો થયો નહીં દેવું ચૂકવવા ઘરબાર વેચ્ય અને દુકાળમાં અધિક માસની જેમ ગરીબ ખેડૂતને કૅન્સરનો રોગ થયો. લોકોની સલાહ લઈ તે પત્નીને કહ્યા વિના સારવાર માટે મુબંઈ ગયો અને એક હોસ્પિટલમાં ઝાડુ મારવાની નોકરી શોધી અને ઈલાજની તપાસમાં ફરવા લાગ્યો. એક દિવસ તેણે જાયું કે તે કામ કરતો હતો તે જ હૉસ્પિટલમાં એક સેમિનાર ભરાવાનો છે અને અમેરિકાથી એક ડકટર કેન્સર ઉપરની નવી શોધ પર પ્રવચન આપવાના છે. તેણે વિચાર્યું કે ચાલો તે જ ડૉક્ટરને પૂછીશ કે મારો કોઈ ઈલાજ છે કે નહીં? સેમિનારમાં તો ભાષણ જ થાય, ઈલાજ નહીં પણ સેમિનારની પૂર્ણાહુતિના દિવસે જ તેના રોગમાં અસહ્ય વધારો થયો અને તેણે પેલા ડૉકટરને મળવા વારંવાર વિનંતી કરી પણ કોઈ દાદ ન મળી. છેવટે સેમિનારના સભાગૃહના મુખ્ય દ્વારે તે સૂતો અને પૂર્ણાહુતિની આભારવિધિ પછી જ જીવનના છેલ્લા ભારની વાત તેણે ડૉકટરને કરવી તેમ વિચાર્યું. પૂર્ણાહુતિ, આભારવિધિ પતી. પછી સૌ ભોજન-સમારંભ માટે ઊભા થયા. પેલા વૃદ્ધ ખેડૂતની વેદના ઘણાએ સાંભળી અને છતાં ગણકારી નહીં. કેટલાકે ભોજન-સમારંભમાં વિદન તરીકે વેદનાને ગણી તરછોડી. મુખ્ય ડોક્ટરને કોઈએ કહ્યું તો તેમણે જણાવ્યું કે ઍપોઈન્ટમેન્ટ લઈને આવજો. તેવામાં જ વૃદ્ધ પ્રાણ છોડયા અને સૌ ભેગા થયા. સેમિનારના મુખ્ય પ્રવચનકાર ડૉકટરે પણ કુતૂહલથી કેન્સરના અભ્યાસની દૃષ્ટિથી જરા પૂછ્યું કે શેનું કૅન્સર હતું ત્યાં તો ખબર પડી કે ગળાનું જેના ઉપર અમેરિકાથી આવેલ ડૉકટરે પેપર વાંચેલું અને તેઓ રિસર્ચ કરતા હતા તેઓ તરત જ દર્દીને જોવા ઊપડ્યા. તપાસ કરતાં જણાયું કે તે તો તે જ ડૉકટરના પિતા હતા અને સેમિનાર પછી ડૉક્ટર પોતાને ગામ જવાના હતા. એપોઈન્ટમેન્ટની વાત કરનારને અજાણે મરેલા બાપની મુલાકાત થઈ ખરી! જે ડૉકટરે બીજાના દર્દીને પોતાનું માન્યું હોત, બીજામાં પોતાને જોવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ પિતાને પહેલાં મળી શક્યા હોત. પણ પરાયો હશે કોઈ આવા તો કેટલાયે દર્દી આવે છે! આવી વિચારસરણીમાં તે મળી શક્યા માત્ર દુ:ખને. પિતાને નહીં, પણ પશ્ચાતાપને ભેટી શક્યા. આમ “સ્વ'નું અજ્ઞાન અને ભેદનું, જુદાઈનું પરાયાનું ભાન જ દુખ અને દર્દીને આવકારે છે, “સ્વ'નું જ્ઞાન દુ:ખ, ભ્રાંતિ, અજ્ઞાન અને ભયનો નાશ કરે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
(૧૫)
શોક-મોહ નાશ यस्मिन् सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः।
न वै तस्य भवेन्मोहो न च शोकोऽद्वितीयतः॥५४॥ સ્મિન તમારે અતિ ભાવવાળી અવસ્થામાં રહીને સર્વાન મૂતાનિ દિ આત્મત્વેન વિજ્ઞાનતા સર્વભૂતોને આત્મભાવથી જાણનારા
તે પુરુષને અદિતીયત: અદ્વૈતતાને લીધે મોદ: ન જવેત્ શોઃ ર ર મ =શોક કે મોહ થતા નથી.
શાવાસ્ય” શ્રુતિમાંથી ઐક્યનો અલૌકિક સંદેશ લઈ ગ્રંથકારે અદ્વૈત અખંડ અભેદ દષ્ટિનો પરમ લાભ જીવનમાં કયો હોય તે સમજાવ્યું છે. વાત પણ સ્પષ્ટ છે કે જીવનમાં કદી આપણે આપણા માટે આસક્તિ ધરાવતા નથી. મને મારા માટે મોહ ન હોઈ શકે. આસક્તિ, પ્રાપ્તિની ઈચ્છા, રક્ષણની અપેક્ષા, રક્ષાની આકાંક્ષા કે ત્યાગની તત્પરતા હંમેશા બીજા માટે હોય. હું જે મારો બચાવ કે રક્ષા ઇચ્છે તો તે શરીરની રક્ષા કે સલામતી માટેની પ્રવૃત્તિ પાછળ મોહ બેઠો છે, આસક્તિ છે, કારણ કે શરીર “મારું” છે. જે પરાયાનું શરીર બીમાર હોય, દુકાળમાં રઝળતું હોય, પરદેશમાં પરાયાં શરીરો યુદ્ધમાં કપાતાં હોય તો દર્દ નથી કારણ કે તે માનવી કે દેશ માટે મોહ નથી; તેથી ઈરાન-ઈરાક યુદ્ધ માટે આપણે વ્યથિત નથી. ભારતની સરહદે લડાઈ થાય તો ચિંતા નથી. જે સૈનિકો સાથે તાદાત્મ અનુભવીને પોતાને સૈનિકો માને તેને જ યુદ્ધનું દુઃખ થાય અને વિજયનો આનંદ પણ થાય. આમ છતાં જે યુદ્ધમાં પોતાનો સગો સૈનિક તરીક હોય તો રોજ યુદ્ધના સમાચાર સાંભળવાની ઈચ્છા થાય. કારણ કે ત્યાં “મારો” છે, સગો છે, આસક્તિ છે, મોહ છે. અને અર્જુનનો પ્રશ્ન એ જ મોહમાંથી ઉદ્ભવ્યો છે. તે કહે છે કે.... “વેમં વનને કૃષ્ણ યુયુત્સુ સમુસ્થિતYI ૨૮.
“રનિ મમ ત્રીજ”! “હે કૃષ્ણ, લડવાની ઇચ્છાથી ઊભેલાં આ સગાને જોઈને, મારાં અંગો શિથિલ થાય છે.”
યુદ્ધમાં શસ્ત્ર લઈને યુદ્ધે ચઢવા તૈયાર થયેલ સૈનિકનાં આ વચનો નથી,
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૧૬).
તેવું આપણને સમજાય છે. છતાં તે હકીકત છે. અને અર્જુન જેવો પરાક્રમી સેનાધિપતિ પણ યુદ્ધભૂમિ છોડવાની વાત કરે છે કારણ કે તે મોહગ્રસ્ત છે. સામે ઊભેલા જો બીજા હોય, કોઈ લોહીની સગાઈ કે આસક્તિ જો તેઓ માટે ન હોય તો અર્જુનને તેમનો સંહાર કરવામાં નથી કોઈ આપત્તિ, નથી કોઈ પાપભાવ, નથી કોઈ સંકોચ, નથી સંદેહ. પણ આ તો સામે ગુર છે, ભાઈ છે, સ્નેહી ને સગા છે, પોતાના અને પારકા તેને દેખાય છે, તે છતી આંખે મોહાંધ છે, આ મોહનું મૂળ કારણ ભેદદષ્ટિ છે. હું મારનાર છું અર્થાત્ કર્તા છું, કોઈ મરનાર છે એટલું જ નહીં પણ જે મરશે તે “મારા” છે. પરાયા નથી, આમ ભદદર્શનથી જ મોહ જાગે છે. અને તેથી જ અર્જુન શોકગ્રસ્ત છે. અર્જુન જેવી જેની જેની ભેદમય દષ્ટિ છે તેને જ યુદ્ધભૂમિ ત્યજવા વિચારવું પડે, અને જેને બીજાની ધરતી, રાજ્ય, સત્તા પચાવી પાડવાં હોય, તેને પણ આક્રમણ કરી સત્તાસંપત્તિ માટે પ્રયત્ન કરવો પડે; પણ બન્નેને ભેદદષ્ટિ હોવી જોઈએ. જે અભેદ દષ્ટિથી જગતને જોવાનો પ્રયત્ન કરે તેને કોઈ પર આક્રમણ કરવાનું મન જ ન થાય, કારણ કે બધું તેનું જ છે, પછી કાં કોઈનું પડાવી પાડવું? બધામાં તેવો અભેદદશી પોતાને જ જુએ પછી પોતાને ન પોતાનો રાગ હોય, ન લે. પોતે સ્વરૂપે નિરાકાર, અજન્મા, અવિનાશી આત્મા, પછી ક્યાં છે અવિનાશી માટે શોક? અરે એકમાં પૂર્ણતા છે. તેથી નથી કોઈ માટે મોહ! કે ન તો કાઈનો સ્વીકાર કે ત્યાગ થઈ શકે!પૂર્ણમાં ઊણપનો અજંપો નથી. તેથી પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી. પૂર્ગમાં કોઈ વસ્તુ કે વ્યક્તિના નાશથી અપૂર્ણતા જન્મ લેતી નથી. તેથી નથી કોઈનો શોક કે નથી પૂઈને વસ્તુ, વ્યક્તિ, સત્તા, અને મહત્તા માટે મોહ. એકત્વ દર્શન પછી તે સર્વ કર્તવ્યથી મુક્ત થઈ જાય છે.
હોતા જહાં પર મોહ હૈ ભય શોક રહતે હૈ વહાં રહતા નહીં જહાં મોહ છે; ભય શોક આતે નહીં તિહાં | નિર્મોહ જો નર હો ગયા; સંસાર સે સો તર ચૂકા
કરના ઉસે નહીં શેષ હૈ, સબ કર ચૂકા સબ ધર ચૂકા જ્યાં શોક અને મોહ છે ત્યાં જ ભેદદષ્ટિ છે અને તેવી વ્યક્તિ માટે છે મારું ને મારા; આપણે આપણા ને અમારા છે; મારી અને અમારી પ્રતિષ્ઠામાં જ સંઘર્ષ છે. મારા અને પાયામાં જ મોહ છે. મારો અને પારકો, વેપારમિલકત, વૈભવ તેવા ભાવમાં જ સ્પર્ધા છે. મારી સ્ત્રી,
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૧૭)
બાળકો અને પરાયાં બાળકો તેમાં જ વેર-ઝેર અને આસક્તિ છે, કારણ કે જ્યાં મારું આવે ત્યાં તે જ ક્ષણે તારું-પરાયું જન્મે છે અને જીવનની શાંતિને હણે છે. તેવો ભાવ જ “સ્વ-સ્વરૂપની વિસ્મૃતિનું કારણ બને છે. જ્યારે હું મારા જ સ્વરૂપને, સર્વ નામ અને આકારમાં જોઈ શકું ત્યારે એક જ પ્રશ્ન થાય કે હું ક્યાં નથી?
જ્યાં જ્યાં ગઝલ ને કાવ્ય છે તે શબ્દમાં હું શૂન્ય છું. મહેફિલ ઊઠી ગઈ છે છતાં કાનમાં ગુંજ્યાં કરું તે હું જ છું.
પડતા પાનખરના પાંદડામાં પતન તરીકે હું જ છું.
કોમળ કળીમાં લ થઈને મહેકનારો હું જ છું. સાગર છતાં વાદળ બનીને વ્યોમમાં ઘૂમનારો હું જ છું. પ્રશાંત પગલે અવતરી ઝાકળ મહીં ઊંધનારો હું જ છું.
સતત વિચરતા વિચારોમાં ગતિ તરીકે હું જ છું. નિરંતર દોડતી નદીઓનો સ્થિર કિનારો હું જ છું. લઈ ધરાના સાથીઓને આંધીમાં ઊડનારો હું જ છું.
થીજી ગયેલ તોફાન બરફ જેમ તે હિમાલય હું જ છું. જન જનમાં ખોવાઈ ગયો, કણ કણમાં વિખરાઈ ગયો, શોધી શકો તો આવજે, અનામીનું હું નામ છું, નિરાકારનો આકાર છું, આમ મને મારો પરિચય મારાથી મળે તે જ અદ્વૈત ઈષ્ટિનો લાભ છે.
અદ્વૈત શ્રુતિસંગત છે. अयमात्मा हि ब्रह्मैव सर्वात्मकतया स्थितः।
इति निर्धारितं श्रुत्या बृहदारण्यकसंस्थया॥५५॥ સર્વાત્મકતા સ્થિત =સર્વાત્મા રૂપે રહેલ મામ્ માત્મા હિ વહ gવક આ આત્મા ખરેખર બ્રહ્મ જ છે, રૂતિ વૃદલાવથસંચય કૃત્ય નિતિં બૃહદારણ્યક કૃતિમાં આ નિર્ધારિત
થયેલ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૧૮) અહીં શંકરાચાર્યજીની નિખાલસતા અને નમ્રતાનાં અદ્ભુત દર્શન થાય છે. જે વિચાર તેઓ સમજાવે છે, તે પોતાનો મૌલિક છે તેવો અહંકારભરેલો દાવો તેઓ કરતા નથી. પણ ઊલટું જણાવે છે કે ઉપનિષદમાં જ આવું સમજાવ્યું છે, જેવું મેં અનુભવ્યું છે. અને ઉપનિષદ તો અગણિત શાનીઓની અપરોક્ષ અનુભૂતિનો નિષ્કર્ષ છે. તેથી ઐય, અભેદ અને અતિની વાસ્તવિકતા ઉપજાવેલી નથી, કે સંપ્રદાયની દીવાલોમાં ગૂંગળાયેલું તથાકથિત સત્ય નથી. એ તો સહજ, સ્વાભાવિક, સ્વયંસિદ્ધ, સનાતન અને શાવિત સત્ય છે. અને પરંપરાથી એ સત્યના સંકેતો શ્રુતિ અને સ્મૃતિ દ્વારા, અવિરત જ્ઞાનપ્રવાહ દ્વારા ગતને મળતા જ રહ્યા છે. તેથી જ સ્વયં કુરણ પરમાત્મા પણ સ્વમુખે “જ્ઞાનકર્મસંન્યાસયોગના સંદર્ભમાં કહે છે કે આ શાન કે શાનયોગ પરંપરાથી પ્રાપ્ત થયો છે. નથી તે મારું મૌલિક જ્ઞાન કે નથી બીજાનું,
pf RBIH Sાનો વિટા” આજે ક્યાં છે ભગવાન શંકરાચાર્યની નિખાલસતા? ક્યાં છે સ્વંય કૃષ્ણ પરમાત્માની પરંપરાગત અણીશુદ્ધ સ્પરતા? આજે તો સૌ શાનને પોતાનું આગવું મૌલિક ગણાવે છે. પોતાની પ્રાઈવેટ પર્સનલ સાક્ષાત્કાર માટેની યુક્તિ, પ્રયુક્તિ અને ટેકનિક માટે કેટલાય સંતો જાણીતા બન્યા છે. સેકંડમાં સમાધિ અને સ્યોર સજેશન” અને “ટેકસ ઈન ટુ ડેઈઝ” જેવાં ચોપાનિયાં, જાહેર ખબરો, પોસ્ટરો આજે શહેરોમાં જોવા મળશે. શાળા કે કોલેજના શિક્ષણ છતાં ઉઘડેલા પ્રાઈવેટ ક્લાસિસ જેવા, સમાધિના, કુંડલિની જાગ્રત કરવાના, શક્તિનો પાત કે પોતાનો તે નહીં જાણનાર માટે શક્તિપાતના વર્ગો, અને જ્ઞાન માટે પણ અનેક ધર્મોના, સંપ્રદાયોના યૂશન ફી લઈ વર્ગો શરૂ થઈ ગયા છે. જાણે કે આત્મજ્ઞાન એ મહાપુરુષો, સંતો, મહાત્માઓ, યોગીઓ કે આચાર્યોની મોનોપોલી ન હોય!
ખરેખર તો મૌલિકતાના દવા, સંપ્રદાયની દીવાલો, ધર્મના વાડાઓ, મહાપુરુષોની મોનોપોલી જેવી ટેકનિકો, જાદુના ખેલ કરતા મદારી જેવા મહાત્માઓના ચમત્કારો કે ટયૂશન ફી સાથે અપાતું આત્મજ્ઞાનનું યોગનું સમાધિનું સેમ્પલ વગેરે છોડીને આપણે સૌએ આપણી અજબગજબની, અલૌકિક પરંપરાને આત્મસાત કરવા મા શ્રુતિના શરણે જવાની જરૂર
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૧૯)
છે. પરમ શ્રદ્ધા અને નિ:સંદેહ મન હશે, તર્કનો અંત હશે, બુદ્ધિની નિશ્ચળતા હશે, શરણાગતિની સરિતા હૃદયમાં વહેતી હશે તો ચૈતન્યના સાગર જેવી મા શ્રુતિમાં નામ અને આકારની જીવનનદીની આહુતિ અનાયાસે અપાઈ જશે. ચૈતન્યસાગરમાં નિમગ્ન થઈ આપણે ચૈતન્યમય બની જઈશું. અને આત્મા અને બ્રહ્મનું ઐક્ય સમજી સઘળા ભેદને ડુબાડી શકીશું. ગર્જના કરી શકીશું કે “અયમ્ આત્મા ફ્રિ બ્રહ્મ વા” એલાન કરી શકીશું કે
“અક્ષર ગૂંથે અક્ષર જ્ઞાન ક્ષર અક્ષરથી પર એ જાણ યથા પિંડ બ્રહ્માંડ તેમ સંત કહે છે જાણી એમ.”
આ શ્લોકમાં ગ્રંથકારે બૃહદારણ્યકશ્રુતિનો દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે શ્રુતિમાં છે તે જ હું કહું છું. શ્રુતિમાં કહ્યું છે કે
“સ ના અયમ્ આત્મા બ્રા વિજ્ઞાનમયા’
તે આ વિજ્ઞાનમય=જ્ઞાનસ્વરૂપ આત્મા જ બ્રહ્મ છે.’
શ્રુતિ અને વેદોએ અનેક વાર ઐક્યનાં, અભેદનાં, અભયનાં, અદ્વૈતનાં ગીત ગાયાં છતાં ભેદભાવે પંથો, સંપ્રદાયો ચોમાસાના ઘાસની જેમ ધરતી પર પથરાયા અને શ્રુતિઓ, વેદોની ઉક્તિઓ તેથી ઢંકાઈ ગઈ, ઘેરાઈ ગઈ, વિસરાઈ ગઈ. તેથી ભેદદીઓએ પરમાર્થ ખોયો . અને સ્વાર્થ સાધ્યો.
“વાદી વખાણે નાના ભેદ નેતિ નેતિ કહી થાકે વેદ, ગિરિવર જેવા ભાખે ગ્રંથ
પેટ કારણે થાપે પંથ,
તેથી સ્વારથ શો રંધાય
રગો રેત તેલ નવ થાય.”
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૨૦)
અનુભવગમ્ય સંસાર અસત્ છે
अनुभूतोऽप्ययं लोको व्यवहारक्षमोऽपि सन् । असद्रूपो यथा स्वप्न उत्तरक्षणबाधतः ॥ ५६ ॥
અયં તો:=આ સંસારલોક
અનુભૂત : અપિ-અનુભવાય છે; (છતાં) વ્યવહાલમ: અપિ સન્=વ્યવહારગમ્ય છે છતાં પણ યથા સ્વપ્ન:=જાગેલા પુરુષને જેમ સ્વપ્ન ખોટું લાગે છે તેમ જ ૐત્તરક્ષળવાધત: =છેવટની ક્ષણોમાં, અર્થાત્ શાનને અંતે
अयम् તો : અસત્પ:=આ સંસાર અસત્ જણાય છે. ગતમાં જે કંઈ વ્યવહારમાં ઉપયોગી જણાય છે, જેનાથી જગતનો વ્યવહાર શક્ય બને છે, તે તે વસ્તુ સારી હોય કે નરસી, ઉપયોગી હોય કે નકામી, પુણ્ય હોય કે પાપ, સ્વર્ગ હોય કે નરક, અનુભવગમ્ય હોય, સાક્ષાત્ હોય, ઇન્દ્રિયગમ્ય હોય છતાં પણ તે કદી ‘સત્' નથી. ‘સસ્તું તો માત્ર એક છે, અને તે તો અપરિવર્તનશીલ છે અને પૂર્ણ છે. તેમાં પરિવર્તન, રૂપાંતર કે સુધારો ન થઈ શકે તો પછી જગતમાં ક્યાંય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માટે સુધારાને ફેરફારને સ્થાન જ નથી. છતાં કોઈ માને કે આત્મા કે બ્રહ્મમાં સુધારો કે પરિવર્તન ન થાય; પણ જગતમાં તો થાય અને તે માટે પ્રયત્ન જરૂરી છે તો તે પણ વાહિયાત વાત છે. જ્ગત જો સ્વપ્નવત્ છે, ભ્રાંતિ છે, તો તેના સુધારાની ભાંગડ કેવી? ભ્રાંતિમાં વળી ફેરફાર કેવો ? સ્વપ્નને કોણ બગાડી કે સુધારી શકે? અને જે જાગ્રતમાં રહેતું નથી તેના માટે વ્યર્થ આંસુ ખેરવાનો કોઈ અર્થ ! તેના માટે કોઈ પરિશ્રમની શક્યતા ખરી ? અને જો કોઈ પ્રયત્ન કરે તોપણ સ્વપ્નવત્ જ્ગતને સુધારવાનો પ્રયત્ન પણ સ્વપ્ન જેવો ખોટો જ ને? કારણ કે “જાગીને જોઉં તો જગત દીસે નહીં (ઊંધમાં=અવિદ્યાની નિદ્રામાં) ઊંઘમાં અટપટા ભોગ ભાસે.”
સ્વપ્નસૃષ્ટિના વિષયો, પદાર્થો ચિત્તનો જ વિહાર છે, આરોપ છે, પ્રક્ષેપણ છે, પ્રોજેકશન છે અને તે જ ચિત્તનો વિલાસ જ તે જાગ્રત અવસ્થાની વ્યક્તિઓ, વસ્તુઓ અને પરિસ્થિતિઓ છે. તેમાં કોઈ ફેર નથી છતાં ભેદ દેખાય છે. સ્વપ્ન અંદર દેખાય છે અને જાગૃતિના પદાર્થો બહાર દેખાય છે. આમ છતાં હકીકત છે કે બન્ને દેખાય છે. અને દેખાય છે માટે
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૨૧). બન્ને પદાર્થો અસત છે. નથી સત્ અંદર દેખાય તે, નથી બહાર દેખાય તે, અરે, જ્યાં ચિત્ત ચૈતન્ય જ જુદાં નથી ત્યાં તેમણે કલ્પલા, આરોપિત કરેલા પદાર્થો કયાંથી સાચા હોય? તેથી જ તો નરસિંહ મહેતાએ ગાયું...
“ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” જાગ્રત અને સ્વપ્નના પદાર્થોને કલ્પના પણ ચિત્ત; તેની સાથે ભોગ કરનાર પણ ચિત્ત; ભોગથી સુખી-દુ:ખી થનાર પણ ચિત્ત; ચૈતન્યથી અભિન્ન છે, છતાં વિષયાસક્ત થઈ, વાસનાગ્રસ્ત થઈ ભેદ ભાસે છે. આમ અદ્વૈતભાવમાં, ઐકયદર્શનમાં અન્ય નથી, સમાજ જ નથી તો સમાજ-સેવક કયાં? સંસાર જ નથી તો સંસારી કેવો? કોઈ બગડ્યું જ નથી તો સમાજસુધારક કેવો? અભેદમાં, મારા શુદ્ધ ચૈતન્યમાં અંત:કરણ નથી તો શુદ્ધિ કેવી? આમ છતાં સમાજસેવા અને સુધારાની વાતોએ જોર પકડ્યું તેની પાછળ એક ભ્રાંતિ જીવંત છે કે પુણ્યકર્મથી પાપ ધોવાઈ જશે. જો આ ભ્રાંતિ સાચી જ હોય તો પછી પાપનું કારણ પુણ્ય કહેવાય અને પુણ્યકર્મ કરવાથી દુ:ખ દૂર થશે અને આનંદ મળશે. પણ એવું જોવા મળતું નથી. પુણ્યકર્મ કરનારા દાતાઓ અને સેવકો, સુધારકો, બેચેન, અશાંત અને દુ:ખી જોવા મળે છે. તેમની પાસે સુખ છે, સગવડ છે, પણ શાંતિ કે આનંદ નથી. સુખ અને સગવડનાં સાધનો શાંતિના-આનંદના બાધકો છે. સમાજસેવાની પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ કરતાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે તેમાં શંકા નથી. પણ તેવી સાત્વિક કે પુણ્યપ્રવૃત્તિથી દુ:ખ દૂર થશે તે નરી ભ્રાંતિ છે. દુ:ખ કે દર્દનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન આપણી અંદર છે. તેના નાશથી આનંદ પણ અંદરથી જ ઉદ્ભવશે, બહારથી આવશે નહીં. બહારની પુણ્ય કે સાત્વિક પ્રવૃત્તિ આંતરિક દર્દનો નાશ કરવા માટે નિષ્ફળ જશે તે સ્પષ્ટ સમજી લેવું. લોકકલ્યાણની વાત બાહ્ય જગતમાં જગત માટે જ થાય છે અને લોકકલ્યાણ તે પણ વ્યવહાર છે. તે વ્યવહાર જગતમાં જ થાય છે છતાં અહીં સ્પષ્ટ છે કે જે જે વ્યવહારમાં ઉપયોગી છે; વ્યવહારમાં અનુભવગમ્ય છે-તે જગત પણ જ્ઞાનકાળે બાધિત થાય છે, જેમ જાગૃતિકાળે સ્વપ્નસૃષ્ટિ બાધિત થાય છે. તેથી પુણ્યની, સેવાની, કલ્યાણની, ઉદ્ધારની પવિત્રમાં પવિત્ર પ્રવૃત્તિ લોકવ્યવહાર છે. અને જ્ઞાન થતાં તે સર્વ બાધિત થાય છે. કારણ કે જગત, વ્યવહાર, સર્વ કંઈ અસત જ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૨૨)
“ઉત્તરક્ષળ વાપત : અયમ્ લો : અસપ:’ તેથી ભગવાન શ્રીકૃષ્ણ પણ લોકકલ્યાણની વાત કરે છે. “તોસંપ્રમેવાપિ સંપશ્યન્તુમસિ ।” ।।૨-૨૦૦
“લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે.” આમ કલ્યાણની પ્રવૃત્તિ સારી છે, સાત્ત્વિક છે. પણ અંતે બાધિત થનારી જ છે તે નિ:સંદેહ છે, માટે જ ભગવાને ગીતામાં તે જ અધ્યાયમાં સ્પષ્ટતા પણ કરી છે કે...
“આત્મત્યેવ ૨ સંતુષ્ટસ્તસ્ય વ્હાય ન વિદ્યુતે ॥ ૩-૧૦ ||
“(જે) આત્મામાં જ સંતોષ પામેલો (હોય) તેને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી.” જેને આત્મજ્ઞાનને અંતે જ્ગત અસત્ જણાય તેના માટે પ્રવૃત્તિ કરવાનું કે નિવૃત્તિ સ્વીકારવાનું કોઈ પણ પ્રયોજન હોતું નથી.
‘“નવ તસ્ય તેનાથી ના તેનેહ વરવના” ારૂ-૬૮મા
જો જ્ગત અસત્ છે, તો કર્મ કરો કે ન કરો કંઈ જ મહત્ત્વનું નથી. તો પછી શા માટે ભગવાને ધર્મની સ્થાપના કરવાની પ્રવૃત્તિ સ્વીકારી અને કહ્યું કે સાધુના પરિત્રાણ માટે ધર્મની સ્થાપના માટે યુગેયુગે મારા સ્વરૂપને પ્રગટ કરીશ.
" परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥४-८॥
આપણે કદી ન ભૂલીએ કે ઈશ્વર કે ભગવાન તો અવતારી પુરુષ છે. અવતાર છે. તે ઇચ્છે ત્યારે, ઇચ્છે ત્યાં, પોતાના અવ્યકત સ્વરૂપને રૂપ આપી શકે. અર્થાત્ પોતે પોતાની માયા દ્વારા પોતાને પ્રગટ કે વ્યક્ત કરી શકે. નિરાકારથી સાકાર અને અનામીથી નામી, અદશ્યથી દશ્ય થઈ શકે અને ધારે ત્યારે અંતર્ધાન પણ થઈ શકે. આમ અવતારીનું અવતરણ વિશિષ્ટ પ્રયોજન માટે જ થાય છે. ખાસ હેતુ માટે જ થાય છે. સામાન્ય જીવની જેમ અતૃપ્ત વાસનાને લીધે કે કર્મનાં ફ્ળો ભોગવવા જન્મ થતો નથી. તેથી યાદ રાખીએ કે સાધુનો ઉદ્ધાર કરવો અર્થાત્ સજજન=સત્ જનનું પરિત્રાણ કરવું તે અવતારીનું કર્મ છે. ધર્મની સ્થાપના કરવી તે તેમનો ધર્મ છે. માટે જ તેમને અવતાર લેવા પડે છે, શરીર બદલવાં પડે છે. જ્યારે સંત કે જ્ઞાની પોતે જ બ્રહ્મ છે. “બ્રહ્મવિદ્ બ્રોવ મતિ” તેથી પોતે સ્વરૂપે અકર્તા, અસંગ, નિ:સંગ, આસકામ, આત્મકામ સર્વનો
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૨૩)
સાક્ષી છે. માટે જ તેણે કર્મ કરવાની જરૂર નથી.
જે જ્ઞાનીને કર્મની આવશ્યક્તા નથી તો પછી સંતો અને જ્ઞાનીઓ શા માટે ઉપદેશ કરે છે?
આવી શંકાના સમાધાન માટે જ કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે
“નવ તસ્ય તેના”નાતેને રચના” ારૂ-૧૮મા
“આ લોકમાં તે પુરુષને કર્મ કરવાથી કે નહીં કરવાથી કોઈ પણ પ્રયોજન નથી.”
આથી જ આ ભૂમિ પર ઉપદેશ કરનારા સંતો પણ થઈ ગયા અને નિવૃત્તિપ્રિય જ્ઞાની પણ થયા જેવા કે દત્તાત્રેય, શુદેવ, વામદેવ વગેરે.
આમ જેને જગત સ્વપ્નની જેમ ખોટું દેખાય છે, અનુભવગમ્ય વ્યવહારમાં ઉપયોગી છતાં બાધિત થતું જણાય છે, તેઓ જગતની ભ્રાંતિને સુધારવામાં સમય બરબાદ કરતા નથી. પણ ‘સ્વ’ સ્વરૂપને જાણી, આત્મરૂપી અધિષ્ઠાનમાં, બાહ્ય દેખાતી આરોપ જેવી સૃષ્ટિનો પોતાની અંદર જ લય કરે છે.
તે સમજાવતાં સંતશ્રી સાગર જણાવે છે કે
“કોઈ ભલો મૂર્જ્યો હતો! વ્રત લીધું એવું નવું કંઈ! જ્ગ રંગું લાલ બધું જ તો, બસ જોઉં યા જીવું નહીં! લાખ્ખો બજેટ બનાવતો! કંઈ ભાવતાલ પૂછાવતો પત્તો ન તોયે લાગતો ! બરબાદ સૌ મહેનત થઈ, ગુરુ જાણભેદુ વચન કહ્યાં, અય મૂર્ખ! જગ રંગાય ના! અજી લાલ ચશ્માં પહેર આ! મૂર્ખા! ઉંમર એળે ગઈ! બધી પૃથ્વી ચર્મ મ્હઢાય ના, જાતે જૂતી પહેરાય હાં! ના ના જહાં બદલાય ના, પણ થાય લય પોતા મહીં!! શી મૂર્ખતા એ ઊંધની! અજી ! હું નહીં તો જ્ન્મ કહીં ?”
(દીવાને સાગર)
આમ દૃશ્યપ્રપંચ અવિઘાની ઊંઘમાં ઊંઘનારને જ દેખાય છે. અને તે નિદ્રાનો ઢોંગ કરનારને દૃશ્યપ્રપંચ સાચો લાગે છે. પણ વિચારકને સમજાય છે કે જો ‘અહંકાર' ‘હું” જ નથી તો જગત ક્યાં? જે હું જ્ગતનો ભોક્તા સાચો, ા સાચો, તો જ દૃશ્ય અને ભોગ્ય જગત સાચું છે. પણ જ્યાં અહંકાર લય પામે છે ત્યાં જ પ્રલય થાય છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૨૪)
ત્રણે અવસ્થા અસત્ છે
અનુભવગમ્ય ત્રણે અવસ્થાનું મિથ્યાત્વ અહીં બે શ્લોક દ્વારા આચાર્યશ્રી સમજાવે છે. તાત્પર્ય એ જ છે કે જે બાધિત થાય તે મિથ્યા અને જે તત્વ ત્રિકાલાબાધિત છે તે જ સત્ છે.
स्वप्न जागरणेऽलीक : स्वप्नेऽपि न हि जागर : । द्वयमेव लये नास्ति लयोsपि भयोर्न च ॥५७॥
जागरणे स्वप्न : अलीक:
हि स्वप्ने जागरः अपि न ये
द्वयम् एव नास्ति
च उभयो: हि
लय अपि न
=જાગ્રતમાં સ્વપ્ન મિથ્યા છે
=અને સ્વપ્નમાં જાગ્રત પણ નથી, =તેમ જ સુષુપ્તિમાં
=તે બન્ને અવસ્થા નથી,
=અને જાગ્રત તેમ જ સ્વપ્ન બન્નેમાં =સુષુપ્તિ પણ નથી.
त्रयमेवं भवेन्मिथ्या गुणत्रयविनिर्मितम् ।
अस्य द्रष्टा गुणातीतो नित्यो ह्येकश्चिदात्मकः ॥५८॥
एवं
गुणत्रयविनिर्मितम् त्रयम् भवेत् मिथ्या
अस्य द्रष्टा हि गुणातीतः નિત્યઃ : વિવાભઃ
=ઉપર પ્રમાણે
=ત્રણ ગુણ દ્વારા ઉત્પન્ન થયેલ ત્રણ અવસ્થાઓ =મિથ્યા ઠરે છે. (અસત્ જણાય છે) =આ ત્રણે અવસ્થાનો દ્રષ્ટા કે સાક્ષી =આત્મા તો ગુણાતીત છે, નિત્ય છે, એક અને ચેતનરૂપ છે.
તત્વની ગહન વિચારણાને અંતે હવે તો પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે એકમાં, અદ્વૈતમાં, અધિષ્ઠાનમાં, નિત્ય સાક્ષીમાં ભેદ કેવા? સગુણ-નિર્ગુણથી પર તેવા બ્રહ્મમાં ગુણ કેવા? નિરાકારમાં આકાર કેવો? અનામીમાં નામ કેવું? આમ છતાં જો દૈત કે ભેદ ભાસે તો, પ્રતીત થાય તો તે માયા માત્ર જ છે, વાસ્તવિક નથી. “માયામાત્રમિત્દ્વૈતમદંત પરમાર્થત '' |||| (આગમ પ્રકરણ માંડૂક્યકારિકા) દ્વૈત માયામાત્ર જ છે. પરમાર્થમાં તો અદ્વૈત જ છે. દ્વૈત ભાસે છે; વાસ્તવિક નથી તો પછી તેનો નાશ કેવો? જે ચાંદી છિપોલીમાં ભાસે છે તેનો સંહાર કેવો? અને તેના વિનાશનો પ્રયત્ન
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨૨૫)
કરનાર કેવો? જે સર્પ સાચો નથી તેનો લય ઘેરીમાં થાય તે લય પણ
ક્યાં સાચો છે! તેમ છતાં ભ્રાંતિ અને ભ્રમનો’ આરોપ કે ભાસનો અથવા દશ્યપ્રપંચનો નાશ એવું જે બોલાય છે. કહેવાય છે. તે જ અધિષ્ઠાનનું શાન છે. “આ દોરી છે” તેવું જ્ઞાન તે જ સર્પનો નાશ “દોરી જ સર્પ છે', “છિપોલી જ ચાંદી છે” “બ્રહ્મ જ દયપ્રપંચ છે” તેવું જ્ઞાન તે જ દશ્ય પ્રપંચનો લય, પ્રલય કે નાશ છે. પ્રલય નથી આપણી બહાર કે નથી અંદર. જેનું અસ્તિત્વ જ નથી તેમાં શું બહાર, શું અંદર? આમ ભ્રાંતિમાં, તેતમાં, માયામાં, આરોપમાં, મિથ્થામાં, અસતમાં, દશ્યમાં, વિકારમાં, બાધિતમાં જ હેત છે. પરમાર્થમાં બધું એક, અભેદ, અખંડ છે. તેની સમજ હવે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિના સહારે સમજીએ.
જો ભ્રાંતિથી દેખાતો સર્પ વાસ્તવિક રીતે, વ્યાવહારિક રીતે પણ સાચો જ હોય તો પછી તેની નિવૃત્તિ ન જ થાય અને જો ખરેખર તે સર્પનું અસ્તિત્વ હોય તો તો કંઈ પણ ન કરીએ છતાંય કાળક્રમે ભાવવિકારના ન્યાયે, તે સર્પનો સ્વત: જ નાશ થાય. પણ તેવું નથી થતું. તે સર્પના નાશ માટે દોરીનું જ્ઞાન આવશ્યક બને છે. અને સર્પનો બાધ થાય છે તે જ પ્રમાણ છે કે તે સર્પ વાસ્તવિક નથી. નહીં તો બાધ થાય નહીં. તે જ પ્રમાણે mત પણ ભ્રાંતિ છે, ભાસ છે. તેનું જે વાસ્તવિક અસ્તિત્વ હોય, તો તે પોતાની મેળે જ સ્વત: જ નાશ પામશે. જે તે વ્યવહારમાં પણ સાચું હોય તો તેની વિદ્યમાનતા વાસ્તવિક કહેવાય. અને તેનો બાધ ન થાય. પણ “ઝાતે તત્ત્વ : સંસ?” મુજબ તેનો બાધ થાય છે. ઉપરાંત તે ભ્રાંતિ છે માટે પ્રયત્નથી અજ્ઞાન દૂર કરવું પડે છે અને અજ્ઞાન દૂર થતાં કારાણના નાશથી જગતરૂપી કાર્ય પણ નાશ પામે છે તેમ કહેવાય છે. પણ અજ્ઞાન વિના તેનો ભાસ નથી તેથી નથી સંસાર શરૂ થયો, નથી તેનો લય થયો. ભ્રાંતિને નથી જન્મ, નથી મોત. આમ જે જગતની જ ઉત્પત્તિ નથી, તો પછી ગતમાં જ અનુભવાતી સ્વપ્ન, જાગ્રત અને સુપ્તિની અવસ્થાઓ અને તેના પદાર્થો ક્યાંથી વાસ્તવિક હોય? તેથી અનુભવાતી ત્રણ અવસ્થા માં તો મિથ્ય છે, કાં તો માયામય કે કલ્પલ મનોમય છે.
વનો નારો તીવ: વનેડ િર દિ ના”
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૨૬) અહીં જણાવ્યું છે કે સ્વપ્નના પદાર્થો ખોટા છે, મિથ્યા છે, કારણ કે જાગૃતિમાં તે બાધિત થાય છે. એટલું જ નહીં પણ જાગૃતિમાં જે કંઈ દશ્ય હોય છે તે સ્વપ્નમાં હોતું નથી. આમ સ્વપ્નના પદાર્થોનું અસત્યત્વ ગજાહેર છે. તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે:
(૧) તેઓ ત્રણે કાળે નથી હોતા. જાગ્રત અને સુષુપ્તિમાં તેનો બાધ થાય છે.
(૨) સ્વપ્નના પદાર્થો શરીરની અંદર દેખાય છે. અને મોટા પર્વતો, વૃક્ષો વગેરે શરીરની અંદર સમાઈ શકે નહીં તેથી તે સૌ અસત્ય છે,
(૩) તેવી જ રીતે સ્વપ્નમાં મુસાફરી કરતી વ્યક્તિ પોતાની મોટર, પ્લેન કે ટ્રેનમાંથી ઘણી વસ્તુ તેના શરીરની બહાર જુએ છે તે દશ્યો પણ મિથ્યા છે. આમ સ્વપ્નની અંદર અને બહાર જે કંઈ દશ્ય છે તે સર્વ અસત્ છે.
(૪) સ્વપ્નના પદાર્થો વ્યાવહારિક નથી માટે પણ મિથ્યા છે. જાગ્રતનું દેવું ભરવા સ્વપ્નની મિલકત નકામી છે. તેથી તે વ્યવહારગણ્ય પણ નથી. આમ અનુભવગય છે, છતાં વ્યવહાર થાય તેમ નથી માટે તે સૌ પદાર્થો મિથ્યા છે.
(૫) સ્વપ્નદર્શન અસતુ છે કારણ કે ખૂબ જ ટૂંકા સમયમાં ભારતમાં સ્વપ્ન જોતી વ્યક્તિ કઈ રીતે અમેરિકા, લંડન, આફ્રિકા કે જર્મની પહોંચી શકે? અમદાવાદમાં માણસ ઘાસલેટની લાઈનમાં ઊભો હોય અને ઝોકે ચડે અને જોતજોતામાં એફિલ ટાવર ચડી ગયો હોય, પેરિસમાં પહોંચી ગયો હોય તેનો વાંધો નહીં. સ્વપ્નમાં કદાચ પાસપોર્ટ કે વિસા વિના પહોંચી શકતા હોય પણ જ્યારે ઘાસલેટનો ડબ્બો હાથથી છૂટે છે તે જાગે છે, ત્યારે પાછો ભારતમાં જ કેમ જાગે છે? પેરિસમાં જાગવો જોઈએ. જો એમ પેરિસ પહોંચાતું હોત તો અમદાવાદીઓ ઘાસલેટની લાઈનમાં જ ઊભા હોય, કેમ? માટે જ સ્વપ્નદર્શનમાં દશ્ય થતા સૌ પદાર્થો અસત છે. ટૂંકા સમયમાં દૂરની યાત્રા શક્ય નથી,
(૬) સ્વપ્નમાં પદાર્થો અને કાળની ફેરબદલી થાય છે. તેથી પણ સ્વપ્નના પદાર્થો સાચા નથી. સૂતી વખતે રાત્રિ હોય અને અચાનક સ્વપ્નમાં
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૨૭). વ્યક્તિ દિવસે, ભરબપોરે રણમાં પાણી માટે દોડતી હોય. રજાઈ-કામળા લઈને સૂતેલી, રણમાં પરસેવે રેબઝેબ પોતાને જુએ છે. આમ કાળ અને પદાર્થો બદલાઈ જાય છે તેથી પણ સ્વપ્નના પદાર્થો અસત્ છે.
(૭) આમ, સ્વપ્નમાં દેખાતા પદાર્થો શરીરની બહાર કે અંદર ગમે ત્યાં દેખાય તે અસત્ય છે, કારણ કે સ્વપ્નના પદાર્થો સ્વપ્નસમયે સમયમાં જન્મે છે. સ્વપ્નદેશમાં જન્મે છે. આમ જે જે દેશ-કાળમાં જન્મે છે તે તે નાશવંત છે. ટૂંકમાં–
સર્વ દેશકાળમાં જન્મેલ પદાર્થો નાશવંત છે. તમામ દશ્ય પદાર્થો જન્મેલા છે. માટે સર્વ દશ્ય પદાર્થો નાશવંત છે. નાશવંત છે તેથી જ બાધિત થાય છે અને જેનો બાધ થાય તે અસત કે મિથ્યા જ કહેવાય. આ દષ્ટિએ કોઈ પણ પદાર્થ–પછી તે સ્વપ્નમાં દેખાય કે જગતમાં, જે દશ્ય છે તે અનિત્ય છે, કારણ દશ્યને જ આકાર છે, આકારને જ ઉત્પત્તિ છે, આકારને જ નામ છે. નામનો નાશ છે. આમ સ્વપ્ન કે જાગ્રતના પદાર્થોનો બાધ છે તેમનો આકાર છે. તે સૌ દશ્ય છે માટે સર્વ પદાર્થો અસત્ અને મિથ્યા છે.
(૮) તદ્દુપરાંત સ્વપ્ન અને જાગૃતિના પદાર્થોમાં વિકાર છે, વ્યભિચાર છે, તેથી પણ તે અસત્ છે. સ્વપ્નના પદાર્થોમાં ભેળસેળ જેવું અગર નાટ્યાત્મક રૂપ ((ડ્રામેટાઈઝેશન) પણ દેખાય છે. અડધું શરીર સ્ત્રીનું, અડધું માછલીનું. માણસને શિગડાં વગેરે જેવું કદી હોતું નથી. તેથી પણ સ્વપ્નના પદાર્થો ખોટા છે.
(૯) ઘણી વાર એવું ભાસે છે કે બહાર દેખાય તે સાચું અને અંદર દેખાય તે ખોટું. પણ સ્વપ્નમાં જે બહાર દેખાય છે તે પણ ખોટું
જ હોય છે. અને સ્વપ્નદ્રષ્ટાના સંકલ્પો પણ ખોટા હોય છે તેથી સાચાખોટા વિભાગો જ ખોટા છે. અને જેમ સ્વપ્નમાં અંદર-બહાર દેખાતું સર્વ કાંઈ અસત છે તેવું જ જાગૃતિમાં પણ અંદર-બહાર દેખાતું સર્વ કાંઈ દશ્યપ્રપંચ અસત જ, મિથ્યા જ છે. પણ જેમ જાગ્રતમાં આવીએ ત્યારે જ સ્વપ્ન અસત્ જણાય છે તેમ જાગૃતિ પણ અવિદ્યાની નિદ્રા છે. આ
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૨૮) તે તૂટે ત્યારે જ, જ્ઞાનકાળે જ જાગૃતિ પણ મિથ્યા જણાય છે. છતાં એક સ્પષ્ટતા સમજી લેવી:
(અ) અલ્પજીવી સ્વપ્ન કે દીર્ઘજીવી જાગ્રતના પદાર્થો કલ્પિત છે. બન્ને પદાર્થોનો જીવનકાળ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી.. કારણ કે. ગમે તેટલું દીર્ધ જીવન પણ અતિ અલ્પ જ છે, અનિત્ય જ છે. અસત્ અને મિથ્યા જ છે,
પર્વ તિમ"મેર” (કઠ કૃતિ, ૧-૨૫) (બ) વ્યક્ત-અવ્યક્ત બધું જ કલ્પના છે. (ક) જે જે આદિમાં અને અંતમાં હોતું નથી, તે તે વર્તમાનમાં દશ્ય હોય છતાં હોતું નથી.
અર્થાત્ જે માત્ર વચ્ચે વચ્ચે દેખાય તેનું વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. બીજા શબ્દોમાં જેને જેને પ્રાગભાવ કે પ્રધ્વસાભાવ પ્રાયર નોન-એકઝિસ્ટન્સ અને પોસ્ટીરિયર નોન-એકઝિસ્ટન્સ હોય તેને ઍબ્સોલ્યુટ એકઝિસ્ટન્સ-નિરપેક્ષ અસ્તિત્વ હોતું નથી. ટૂંકમાં, જે પહેલાં, પૂર્વે, ભૂતકાળમાં નહોતું અને પછી ભવિષ્યમાં રહેવાનું નથી તે ભલે વર્તમાનમાં દશ્ય હોય, ભાસે, પ્રતીત થાય છતાં હોતું નથી. અર્થાત્ વચ્ચે વચ્ચે માત્ર વર્તમાનમાં દેખાતા પદાર્થો વસ્તુઓ કે વ્યક્તિઓ નિત્ય હોતી નથી, ત્રણે કાળમાં રહેનારી હોતી નથી, ત્રિકાલાબાધિત હોતી નથી. માટે જ તેને અસત કે મિથ્યા કહેવાય છે. અને આપણા અનુભવમાં છે તે ત્રણે અવસ્થા-સ્વપ્ન, જાગ્રત અને સુપ્રિ-એક એક કાળે બાધિત થાય છે. તેથી તે અસત કે મિથ્યા છે. જે આ અવસ્થાઓ જ મિથ્યા છે. તો તેમાં દશ્ય પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ કઈ રીતે નિત્ય કે સત્ય હોઈ શકે? છતાં આપણે અસતુ પદાર્થો પાછળ, અનિત્ય પરિસ્થિતિ પાછળ, મિશ્રા સગાંવહાલાં અને સ્નેહ પાછળ, આસક્ત થયા, મોહિત થયા, શોકમગ્ન બન્યા કેટલી મૂર્ખતા. મૂઢતા.. અજ્ઞાનતા! માં કારિકામાં પણ આ જ સંકેત વૈતબ પ્રકરણમાં જોવા મળે છે:
માલવન્ત = ચન્નતિ વર્તમાનેડપિ તથા II “જે આદિ કે અંતમાં વિદ્યમાન ન હોય તે વર્તમાનમાં પણ તેવું જ હોય.” [અવિદ્યમાન જ હોય. આવું સનાતન સત્ય જેને સમજાયું
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૨૯)
છે તે અનિત્ય કે મિથ્યા પદાર્થોમાં રમણ ઇચ્છતો નથી કે નથી દીર્ઘ આયુષ્યની ઇચ્છા કરતો.
“અતિવીર્યે નીવિતે જે મેત્” કારણ કે ગમે તેટલું દીર્ઘાયુષ્ય અંતે તો અલ્પ અને નાશવાન જ છે. “યલાં તન્મર્ત્યમ્” (છાં.) “યમેવ મવેમિથ્યા।” ત્રણે અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ મિથ્યા રે છે, કારણ કે દરેક અવસ્થા માત્ર એક એક સમયે જ દૃશ્ય હોય છે એક કાળે તેમનો ત્રણેયનો બાધ થાય છે. દરેક અવસ્થા માત્ર વચ્ચે વચ્ચે જ જણાય છે. દા.ત. જાગ્રત અવસ્થા... સ્વપ્નમાં જણાતી નથી. જાગ્રતમાં આપણે કોઈના ભાઈ, માતા, પિતા, બ્રાહ્મણ ગમે તે હોઈએ તે જ્ઞાન સ્વપ્નમાં રહેતું નથી. તેથી આપણે નથી ભાઈ સાચા, નથી બાપ સાચા, નથી આપણું માતૃત્વ સાચું, નથી જાગ્રતનું ધન સાચું, કેમ કે જાગ્રતમાં, ધનવાન હોય અને સ્વપનમાં ભીખ માંગતો હોય, નથી ચારિત્ર્ય સાચું કેમકે જાગ્રતમાં ગુણવાન હોય, સ્વપ્નમાં ચોરી કરતો હોય. નથી જાગ્રતનો વૈભવ સાચો. જાગ્રતમાં એરકન્ડિશનવાળો બંગલો હોય, પણ સ્વપ્નમાં ઝાડ નીચે સૂતો હોય... એટલું જ નહીં, જાગ્રતમાં આપણી માલમિલક્ત, મિત્રો, નોકરી, સત્તા, જ્ઞાન, સ્નેહીજનો, ઉપાધિ, આધિ અને વ્યાધિ ગમે તે હોય, તેમાંનું કંઈ સુષુપ્તિમાં રહેતું નથી.
બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે સુષુપ્તિમાં પુરુષ અંદર-બહારના કોઈ વિષયને જાણતો નથી. અરે, સ્વપ્નના અને જાગ્રતના તમામ પદાર્થો અને વિષયોનો ત્યાં બાધ થઈ જાય છે. અરે, સ્વપ્ન અને જાગ્રત અવસ્થાનો જ સુષુપ્તિમાં લય થઈ જાય છે. “તમે યમ્ વ નાસ્તિ” માટે જ સુષુપ્તિમાં
" अत्र पिता अपिता भवति माता अमाता लोका अलोका देवा अदेवा વેલા અવેલા: તેનો અસ્તેનો મવતિ' સુષુપ્તિમાં પિતા અપિતા, માતા અમાતા, લોક અલોક, દેવ દેવ, વેદ અવેદ અને ચોર પણ અચોર બને છે. આમ જાગ્રત અને સ્વપ્નનો બાધ થાય છે તેથી તે બન્ને અવસ્થા અસત્ કે મિથ્યા છે, અને તે બન્ને અવસ્થા એક જ કાળે દેખાય છે. સ્વપ્નમાં જાગ્રત અવસ્થા નથી હોતી અને સુષુપ્તિમાં પણ તેનો લય હોય છે. તેથી જ જાગ્રતાવસ્થા મિથ્યા છે. તેવી જ રીતે સ્વપ્ન જાગ્રત અવસ્થામાં હોતું નથી અને સુષુપ્તિ સમયે બચતું નથી, તેથી મિથ્યા છે જ્યારે સુષુપ્તિ પણ
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૩૦)
બાધ પામનારી છે.
સુષુપ્તિનો અનુભવ “અહં વિપિન નાનામિ” (હું કંઈ જાણતો નથી) તેવી અવસ્થા જાગ્રતમાં રહેતી નથી. જાગ્રતમાં તો વ્યક્તિ પોતાને પિતા, માતા, વિદ્વાન, ગુણવાન, શેઠ, નોકર વગેરે ઉપાધિથી યુક્ત જાણે છે. આમ સુષુપ્તિની અનુભૂતિ સ્વપ્નમાં હોતી નથી, જાગ્રત અવસ્થામાં રહેતી નથી. તે તો માત્ર વચ્ચે વચ્ચે સુષુપ્તિ કાળે જ જણાય છે, તેથી સુષુપ્તિ પણ અસત છે, મિથ્યા છે અને તેનો અનુભવ પણ ખોટો અનિત્ય જ છે. આમ નિષ્કર્ષ એટલો જ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે અવસ્થા અસત અને મિથ્યા છે. કારણ કે ત્રણે કાળે રહેતી નથી અને માત્ર વર્તમાનમાં અનુભવાય છે. તેથી જે આદિ અને અંતમાં ન હોય છતાં વચ્ચે દૃશ્ય હોય તે અનિત્ય છે એ જ સિદ્ધાંત મુજબ તે ત્રણે અવસ્થા અસત અને મિથ્યા છે.
તે જ નિયમના આધારે જે જે જન્મેલું છે તે સર્વ કાંઈ મિથ્યા અને અનિત્ય છે. કારણ કે જન્મ પૂર્વે તે હોઈ શકે નહીં અને મૃત્યુ કે વિનાશ પછી હોતું નથી. તેમ જોતાં જ્ગત કે સંસારની જે ઉત્પત્તિ સાચી હોય તો તે પણ પૂર્વે નહોતું, મૃત્યુ પછી નહીં રહે અને વચ્ચે દેખાય છતાં અસત કે મિથ્યા જ ઠરે છે.
તે જ સિદ્ધાંતે શરીરનો જન્મ છે. અને તે પણ જન્મ પૂર્વે નહોતું, મૃત્યુ પછી નહીં રહે. માટે વચ્ચે દૃશ્ય છે છતાં મિથ્યા છે. જો શરીર સત્ નથી તો તેનાં સગાં સાચાં કઈ રીતે? માટે અંગ્રેજીમાં શબ્દો યોગ્ય વપરાયા છે. “ફાધર ઈન લૉ”, “મધર ઈન લૉ’, ‘બ્રધર ઈન લૉ” -કાયદાનો બાપ; કાયદાની મા...... કારણ કે જન્મ પહેલાં કોઈ બાપ નહોતું કે નહોતી મા. જન્મ થયો ત્યારે જ કોઈ બાપ બન્યું, કોઈ મા. કાયદાથી લગ્ન થયું ત્યારે જ કોઈ પત્ની બની, કોઈ પતિ. જો સામાજિક કે સરકારના કાયદા મુજબ કોઈ લગ્ન જ ન કરે તો ફાધર ઈન લૉ” જન્મે જ નહીં....
આમ જોતાં જેનો જેનો જન્મ છે, જેને જેને પ્રાગભાવ કે પ્રöસાભાવ છે, જેનો જેનો સમયમાં બાધ છે, જે માત્ર વર્તમાનમાં દૃશ્ય છે, તે
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૩૧) તે અસત છે, અનિત્ય છે, મિથ્યા છે. પછી તે ગત હોય, શરીર હોય, પદાર્થ હોય કે જાગ્રત, સ્વપ્ન, સુબુમિની પરિસ્થિતિ હોય.
“મા ત્રણ ગુણાતીત નિત્યો હોલિાત્મ?” આ ત્રણે અવસ્થાનો જે સાક્ષી છે, તણા છે, તે તો ગુણાતીત છે. એક છે, અને નિત્ય ચૈતન્યરૂપ આત્મા છે. જે ત્રણે પરિવર્તન પામતી, આવજા કરતી અવસ્થાનો સાક્ષી છે તે અપરિવર્તનશીલ છે, અવિચળ છે. તેથી જ તેને અવસ્થાત્રય સાક્ષી કહે છે. તે સાક્ષી આત્મા જ સર્વનો કષ્ટા છે, માટે જ દશ્યથી ભિન્ન છે. તે સાક્ષી સ્વરૂપે છે તેથી સર્વ અવસ્થાને જાણે છે. અને સર્વનો જ્ઞાતા છે માટે જ જ્ઞાનસ્વરૂપ છે. આત્મા નિત્ય છે તેથી જ અજન્મા છે અને દક્ષાદશ્યથી મુક્ત છે. અને તે ચૈતન્યસ્વરૂપ સર્વનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે જ એક પૂર્ણ અને અતસ્વરૂપ. એકમાં નથી સર્જનહાર કે સર્જન, નથી જગત કે ઈશ્વરના ભેદ. જે ઈશ્વર જ નથી, તો, તેની શક્તિ માયા ક્યાંથી હોય? અને જે માયા જ નથી તો તેના ત્રણ ગુણ સત્ત્વ, રજ, તમન્ તેનામાં કેવા? અધિષ્ઠાન આત્મા તો સર્વનો સાક્ષી છે અને કારણ કાર્યથી મુક્ત, ભિન્ન છે. માટે જ તે માયા, તેના ત્રણ ગુણ અને તેના સર્જનથી ભિન્ન, મુક્ત છે. તેથી જ ગુણાતીત છે. માટે જ શંકરાચાર્યે કહ્યું છે. “મી
ગુણાતિતા” નથી આત્મામાં ગુણ કે નથી તે નિર્ગુણ. નથી તેમાં ભેદ કે અનેકતા; નથી જીવ, mત કે ઈશ્વર, તે બધું તો માયામાં છે, મિથ્યામાં છે, અદ્વૈતમાં નહીં.
"मायामात्रमिदं द्वैतं अद्वैतं परमार्थतः॥
Page #251
--------------------------------------------------------------------------
________________
(૩૨)
એય નિરૂપણ અહીં બે શ્લોક દ્વારા જીવ બ્રહ્મનો અભેદભાવ અને જીવ બ્રહ્મમાં ભ્રાંતિ જ છે તે સમજાવ્યું છે. બ્રહ્મથી ભિન્ન જે કંઈ છે, આરોપ, કલ્પના, ભ્રમણા જ છે. यद्वन्मृदि षटभ्रान्तिःशुक्तौ वा रजतस्थितम्।
तद् ब्रह्मणि जीवत्वं वीक्ष्यमाणे न पश्यति ॥५९॥ થવ જેવી રીતે મૃતિ પટપરિમાટીમાં ઘડાની ભ્રાંતિ છે. વા==અથવા શુ તશિતમુછીપમાં રૂપાની ભ્રાંતિ છે. વીચા ન પર પણ ચકોર પુરુષ જોતો નથી. તત્વ, તેવી જ રીતે રહા વીવમુક(જ્ઞાની પુરુષ) બ્રહ્મમાં આવભાવ જોતો નથી.
* (પાઠભેદ નીવવં. “પ્રા પતિ ને સ્વત:” તેમ બ્રહ્મમાં બ્રાતિરૂપ અજ્ઞાનથી અજ્ઞાની જુએ છે.)
यथा मृदि घटो नामः कनके कुण्डलाभिधा।
शुक्तौ हि रजतख्याति वशब्दस्तथा परे ॥६०॥ યથા... જેવી રીતે કૃષિ૮: નામ માટીમાં ઘડો નામરૂપી ભેદ છે. અને ગુપ્તતામિષા ==સોનામાં કુંડળ નામરૂપી ભેદ છે. દિક=અને
વત્તા નિતિહયાતિ છીપમાં રૂપા રૂપી ભેદ દેખાય છે. તથા પt નીવરાજ તે પ્રમાણે પરબ્રહ્મમાં જીવ રૂપી ભેદ દેખાય છે.
અહીં એ જ આગળના વિચારનું પુન: ઉચ્ચારણ છે.
જેમ માટીમાં ઘડાનો “આકાર' અને ધડો' નામ આરોપિત છે અને તેથી માટી અને ઘડો ભિન્ન ભાસે છે, તેટલું જ નહીં અનેક ઘડા, અનેક નળિયાં, હજારો ઈંટો, લાખો કોડિયાં દેખાય છે, છતાં માટી તો એકની એક જ છે. તે જ રીતે કરોડો તાર-તાણાવાણા જણાય, અગણિત વસો
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૩૩) દેખાય, છતાં રૂ તો એકનું એક જ છે. પરપોટામાં આકાશ, નારિયેળમાં આકાશ, ઘડામાં ઘટાકાશ, મઠમાં મઠાકાશ, મેઘમાં મેઘાકાશ, હૃદયમાં હૃદયાકાશ, ગ્રહોમાં આકાશ, નક્ષત્રોમાં આકાશ અને તે સૌની બહાર, સૌની આજુબાજુ, ઉપર-નીચે, મહાકાશ, આમ છતાં આકાશ તો એકનું એક, અભેદ, અખંડ અને સર્વવ્યાપ્ત હોવા છતાં ભેદ ઉપાધિના છે, ભ્રાંતિના છે. તેવી જ રીતે પરબ્રહ્મ કે આત્મા ઇશ્વરના શરીરમાં સર્વજ્ઞ અને મહાન કહેવાય છે. અને જીવના શરીરમાં અલ્પજ્ઞ છે તે માત્ર ભ્રમ છે, ભ્રાંતિ છે, કલ્પિત ભેદ છે. નથી જેમ મઠાકાશ, ઘટાકાશ કે મહાકાશ, તેમ જ નથી જીવ,
mત કે ઈશ્વરનો ભેદ. જેમ એક જ આકાશ ભ્રમથી ભિન્ન ભાસે છે. જેમ એક જ લોટમાં પૂરી, રોટલી, ભાખરી, પરોઠા, સક્કરપારા વગેરે ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે; જેમ એક જ વાયુ પ્રાણ, અપાન, ઉદાન, સમાન, બાન તરીકે ઓળખાય છે; જેમ એક જ પાણી સમુદ્ર, નદી, સરોવર, કુવો, વાવ, વર્ષા, વાદળ, વરાળ, બરફ, “એચ ટુ ઓ” કહેવાય છે. તેવી જ રીતે એક અદ્વૈત બ્રહ્મને જ ભ્રાંતિથી અજ્ઞાની લોકો જુદા જુદા નામે જાણે છે, ઓળખે છે, અને ભેદ ઊભો કરે છે. અભેદ બ્રહ્મન જ ઝવ, ઈશ્વર અને જગતથી તેઓ જાણે છે. સર્વજ્ઞ, અલ્પજ્ઞ, સર્વશકિતમાન, અલ્પશક્તિમાન, એકદેશીય, સર્વદશીય.. તેવા ભેદ પણ ભ્રાંતિ જ છે.
દશ્યપ્રપંચ, જગત કે સંસારનો નિષેધ શ્રુતિના સાથમાં અને અનુભૂતિના સંગાથમાં મુક્તિનાથનો સંદેશ આપવા, અનેક યુક્તિ આચાર્યશ્રીએ આપણા હાથમાં સૂક્ષ્મ હથિયાર જેમ ધરી દીધી અને સંસારવૃક્ષને દઢતાથી, વૈરાગ્યથી મૂળ સહિત નિર્મૂળ કરવાનો સંકેત આપી દીધો. આમ હાથવેંતમાં અશ્વત્ય વૃક્ષ જેવો સંસાર છે અને હાથમાં હથિયાર છે. પછી રાહ શેની? પ્રતીક્ષા કોની? ઉઠાવ શસ! વાર કરતાં પહેલાં જ વૃક્ષ ઢળી જશે, કારણ કે તે કદી ઊભું જ નહોતું. સંસારવૃક્ષની ભ્રાંતિ હતી અને ભ્રાંતિરૂપી શસ્ત્રથી જ તે ભસ્મીભૂત થઈ ગઈ. “આ ભ્રાંતિ છે” તેટલી જ દઢતા જીવનમાં આવતાંવેંતા નથી ત્યાં જીવન, નથી સંસાર, નથી સંઘર્ષ કે નથી કોઈ સંસારી. જો સંસાર નથી તો સંસારી કોણ? સંસારી અને સંસાર નથી તો સર્જક કોણ? આમ ભ્રાંતિને ભ્રમણા
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૩૪)
તરીકે પારખી શાશ્વત શાન્તિનો સાક્ષાત્કાર કરવા પુન: થોડા સંકેતો આપવામાં આવ્યા છે. જેને ઓળખી ‘સ્વ’-સ્વરૂપની યાત્રામાં પ્રગતિ સાથે પ્રવાસ કરવાનો પ્રયત્ન કરીએ. બ્રહ્મ ન ઓળખાય તો વાંધો નહીં. ભ્રમને ભ્રમ તરીકે જાણીએ તો પણ બસ.
ભ્રમણા જ આવરણ ઊભું કરી ‘સ્વ’સ્વરૂપને કઇ રીતે ઢાંકે છે તે અહીં ચાર શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે.
यथैव व्योम्नि नीलत्वं यथा नीरं मरुस्थले । पुरुषत्वं यथा स्थाणौ तद्वद्विश्वं चिदात्मनि ॥ ६१ ॥
યથા વ=જેવી રીતે
યોનિ નીતત્વ આકાશમાં વાદળી રંગ દેખાય છે. મત્સ્યને નીમ્=રણમાં પાણીની ભ્રાંતિ (દેખાય છે) સ્થાળી પુરુષત્વમ્=ઠૂંઠામાં (વૃક્ષના થડમાં) પુરુષની ભ્રાંતિ (દ્રશ્ય છે.) તત્ત્વત્ વ=તે જ પ્રમાણે
વિલાત્મનિ વિશ્વમ્ ચૈતન્ય આત્મામાં જગતની ભ્રાંતિ ભાસે છે. यथा एव व्योम्नि नीलत्वम्
આપણા સૌનો પ્રત્યક્ષ અનુભવ છે કે આકાશનો રંગ વાદળી છે, પણ તે અનુભવ ભ્રાંતિપૂર્ણ છે. આકાશ તો રંગથી મુક્ત છે. છતાં સંધ્યા સમયે અને પ્રાત:કાળે ક્ષિતિજ પર અનેક રંગો ભાસે છે. અને તે સિવાયના સમયે આકાશ વાદળી લાગે છે. વંટોળિયાનો કચરો અને આંધી સમયે આકાશ ધૂંધળાયેલું દેખાય છે, પણ હકીકતમાં આકાશ દેખાય છે તેવું નથી. તે જ પ્રમાણે જે જગત આપણે જેવું જોઇએ છીએ તેવું કદી નહોતુ, નથી, રહેવાનું નથી. કારણ જે સ્વયં ભ્રાંતિ છે તેમાં વળી ‘કાળ’ કેવા ? સમયના ભેદ કેવા ? જે આકાશ ખરેખર વાદળી જ હોય તો સફેદ ઍરોપ્લેન નીચે ઊતરે ત્યારે રંગ બદલીને આવે! પણ ભ્રાંતિને નથી રંગ કે નથી તે અરંગ.
“મત્સ્યને નીમ્” તેવી જ ભ્રાંતિ રણમાં દેખાય છે. રણમાં હવા ગરમ થઈ ઊંચે જાય છે. પ્રકાશનાં કિરણો જ્યારે ગરમ હવામાંથી પસાર થાય છે ત્યારે વક્રીભવનના નિયમે વાંકા વળે છે અને તેથી જ જળ
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૩૫) જેવું ભાસે છે. તેવું જ સડક પર ડ્રાઈવિંગ કરતાં ઉનાળામાં ડ્રાઇવરને સડક પર દૂર પાણી દેખાય છે; પણ હોતું નથી.
“શાળા પુરુષત્વ” તેવી જ ભ્રાંતિથી સુકાયેલા વૃક્ષમાં માણસની આકૃતિ દેખાય છે. આમ જે કોઈ વસ્તુના લીધે બીજી વસ્તુ દેખાય તે ભ્રાંતિ જરૂર છે. પણ તેને ઈલ્યુઝન કહે છે. અને જ્યારે નજર સમક્ષ કંઈ જ ન હોય અને છતાં જે કંઈ દેખાય તો તેને હેલ્યુસિનેશન કહે છે. આમ માનવજીવન ભ્રમવિભમ તેમ જ મતિભમથી ભરપૂર છે અને તે જ કારણે પરબ્રહ્મનું દર્શન દુર્લભ થઈ પડયું છે.
આવી કોઈ જન્મોજૂની ભ્રાંતિ ઢ થતાં, અનાત્મા સાથે ખોટા તાદાત્મને લીધે નિત્યચૈતન્ય બ્રહ્મ, જડ ગત જેવું ભાસે છે અને અભેદ આત્મામાં અસંખ્ય ભેદ પ્રતીત થાય છે. તેથી શ્રી રંગ અવધૂત સૂચવે છે.
“દીસે કીકી મહીં કાળું ન તોયે એહ અંધારું, જુઓ નીલું બધું તોયે; સદા છે વ્યોમ એ ન્યારું રહો હરદમ હકીકીમાં, મિજાઝી મોત બહુ રંગી, સખુન છેલ્લો ન બસ આગળ રહેવું મૌન એકાંગી.”
यथैवशून्ये वैतालो गन्धर्वाणां पुरं यथा।
यथाऽऽकाशे द्विचन्द्रत्वं तद्वत्सत्ये जगत्स्थिति: ॥२॥ યથા વ જેવી રીતે
જે તાત: નિર્જન સ્થાનમાં ભૂતનો ભય; ગંધર્વાના પુરમુ આકાશમાં ગંધર્વનગરની ભ્રાંતિ; ચથી માવો દિવં ત્વમુકઆંખનો ખૂણો દબાવતાં આકાશમાં બે ચંદ્ર દેખાય
છે. છતાં તે સૌ મિથ્યા છે. તવત્ સો નાસ્થિતિ: તે જ પ્રમાણે સત્યમાં, બ્રહ્મમાં ક્વતની મિથ્યા
સ્થિતિ જ દેખાય છે. અજ્ઞાનીને જગત ભોગ્ય અને પોતે ભોક્તા તેવું માત્ર ભ્રમથી જ જણાય છે. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી કર્તા, ભોક્તા, કર્મ, કારણ, ફળ, જીવ, mત અને ઈશ્વરની ભ્રાંતિ નષ્ટ થશે નહીં. આત્મદર્શન માટે સ્વરૂપના સાક્ષાત્કાર માટે જ્ઞાનચક્ષુની... જરૂર છે. તે સિવાય
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૩૬)
જીવ જ બ્રહ્મ છે કે ભ્રાંતિમાં બ્રહ્મ જ જીવ જેમ ભાસે છે તે નહીં જાણી શકાય. વિમૂઢ નાનુપરન્તિ પતિ જ્ઞાનવલુક: (ભ.ગી. ૧૫-૧૦)
यथा तरंगकल्लोलैर्जलमेव स्फुरत्यलम्।
पात्ररूपेण तानं हि ब्रह्माण्डौधैस्तथात्मता॥ ६३॥ યથા જેવી રીતે નતમ્ પર્વ જળ જ ત ખ્તોલે નતિ મનમુતરંગ કે લહેર રૂપે ફુરે છે, દિ અને પત્રરૂપે તાપ્રત્રાંબું જ વાસણ રૂપે દેખાય છે, તથા બ્રહ્માડીઃ માત્મા (સ્પતિ) તેમ જ આત્મા બ્રહ્માંડ રૂપે દેખાય
જેવી રીતે જળ અનામી, અરંગી છે છતાં અનંતરૂપી અને અનેકનામી તરીકે ભાસે છે.
“ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છેક બહુરૂપી બહુનામમાં જળરૂપે સહુ એક”
-શ્રી રંગ અવધૂત તેવી જ રીતે અનેક નામ અને આકારમાં, અનંત મૂર્તિઓ અને અમૂર્તનાં દેવ અને દેવીઓમાં પરબ્રહ્મ પરમાત્મા તો એકનો એક જ છે.
ભ શું મૂરખ ભૂત અનેક; ઈશ્વર છે સઘળે એક પાણી, અંબુ જલ, વારિ, આપમાં; નામ વિના નહીં ભેદ બાષ્પ, બરફ રૂપે જુદા પણ અંતે વારિ સહુ એક”
-શ્રી રંગ અવધૂત જેમ એક જ ત્રાંબું અનેક વાસણ રૂપે દેખાય છે, સોનું ઘરેણા રૂપે દેખાય છે, ચલચિત્રોનો પડદો ચિત્રરૂપે તેમ અનેક નામ, આકાર, અનામી, નિરાકાર, અભેદ અખંડ આત્મા જ નામી, સાકાર, ખંડિત અને ભેદયુક્ત ભાસે છે, પણ વાસ્તવમાં ભેદ અસ્તિત્વમાં જ નથી. તેથી ગમે તે નામે ગમે તેની પૂજા કે પાઠ કરો, ફાવે તેને ઉપાસો
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૩૭)
પણ અંતે તો જે સૌ નામ-આકારનું અધિષ્ઠાન છે તેની જ તે જાણ્યે-અજાણ્યે આરાધના છે. અને તે અદ્વૈત તત્ત્વ જ સૌમાં અવ્યક્ત છે સર્વવ્યામ છે. માટે યાદ રાખીએ કે ભ્રાંતિ છે તો જ્ગત છે. અને ભ્રાંતિ નથી તો પરબ્રહ્મ છે. બ્રહ્મમયી દષ્ટિ હશે તો ભ્રાંતિના ભેદ પણ બ્રહ્મમય જ જણાશે.
“રામ કહો રહેમાન કહો કોઇ અઉરમઝદ કોઇ બુદ્ધ બખાના કૃષ્ણ કહે ક્રાઇસ્ટ કહે કોઉ, જીન કહે કોઉ પારસનાથા મહાદેવ કોઉ ગણપતિ દેવા; શક્તિ કાલિકા કો કર સેવા વસ્તુ એક કિન નામ અનન્તા: રૂપ મૃત્તિકા ઘટ ઘટ પેખા.”
- શ્રી રંગ અવધૂત
घटनाम्ना यथा पृथ्वी पटनाम्ना हि तन्तवः । जगन्नाम्ना चिदाभाति ज्ञेयं तत्तदभावतः ॥ ६४ ॥
યથા=જેવી રીતે
પૃથ્વી ઘટનાના=પૃથ્વી જ ઘડાના નામથી સિદ્ધ છે, દિ-અને
તન્તવ: પટનાના=તંતુઓ જ પટના નામથી સિદ્ધ છે,
ચિત્ નમન્નાના આમાતિ=(તેમ) ચિત્ત-ચૈતન્ય જગતના નામથી સિદ્ધ
છે,
તસ્ય અમાવત:=(માટે) નામના અભાવથી (કાર્યના અભાવથી)
તત્ જ્ઞેયક્=અનામીને (કારણને=અધિષ્ઠાનને) જાણી લેવું જોઇએ.
હવે આચાર્યશ્રી જે ભેદ છે, ભ્રાંતિ છે, આરોપ છે, અનેા છે, નામ છે, આકાર છે, દૃશ્ય છે, વ્યક્ત છે, જન્મેલું છે, પ્રાગભાવ કે પ્રધ્વંસાભાવયુક્ત છે જ્ઞેય છે, સાધ્ય છે, કાર્ય છે, પ્રતીતિ માત્ર છે, તે સર્વ નામી છે અને તેના અભાવથી જ અનામી અનંત, પરબ્રહ્મને જાણી લેવું જોઇએ.
જેમ એક માટી જ ઘડો, નળિયાં, કોડિયાં, ઈંટ, કલાડી રૂપે જણાય છે, અને ઘડો એટલે જ માટી તેમ જેવું પ્રસિદ્ધ છે, જેમ તંતુઓ જ અનેક વસ્રોના નામથી સિદ્ધ થયેલ છે તે જ પ્રમાણે એક અદ્વૈત બ્રહ્મ જ દરેક નામ અને આકારની પાછળ ચૈતન્ય તરીકે સિદ્ધ થયેલ હકીકત છે. નામ અને આકારનો લય થતાં, આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
થતાં, વ્યક્તિનો વિરાટમાં અને વ્યષ્ટિનો સમષ્ટિમાં વિલય થતાં, બચે છે માત્ર ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ અને તે બ્રહ્મ જ સર્વ નામ-આકાર-અને જીવોને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તેથી સૌનું અસ્તિત્વ બ્રહ્મને લીધે જ છે તેમ જાણી લેવું જોઇએ. “તત્ જ્ઞેય”
કારણ કે
કાર્યનું, નામ-આકારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
માટી વિના ઘડો
ક્યાં ?
વસ કેવાં?
તંતુ વિના બ્રહ્મ વિના સંસાર ક્યાં ?
માટે જ શ્લોકમાં કહ્યું છે કે “તક્ષ્ણ અમાવત: તત્ જ્ઞેયમ્।” કાર્યના=નામ અને આકારના અભાવથી કારણને જાણી લેવું, અનામીને જોઇ લેવું, આરોપના અપવાદથી તત્ત્વ સમજી લેવું કે નથી જ્ગત બ્રહ્મમાં (અને જો છે તો આરોપ કે અધ્યારોપ છે, જે છે તો ભ્રાંતિ રૂપે છે અને નથી બ્રહ્મ નામ અને આકારમાં અને જો છે તો સત્તા અને સ્ફૂર્તિ પ્રદાનકર્તા તરીકે છે, અધિષ્ઠાન રૂપે છે) તેવું જાણવું અને સમજવું કે
“ન નામ ઉસકા ન રૂપ ઉસકા સભી ઉીંક નવો કિસીકા અનંતરૂપી વો રૂપ એકા બેરૂપરંગા સમા રહા હૈ” -શ્રી રંગ અવધૂત
કર્મમાં જ બ્રહ્મનો મર્મ
જો બધું અભેદ જ છે તો પછી કર્મ પણ બ્રહ્મરૂપ જ છે. અને બ્રહ્મમાં કર્મદર્શન એ બ્રહ્મનાં જ દર્શન છે. અભેદ ભાવે કર્મમાં પ્રવૃત્તિ થતાં બ્રહ્મમાં જ પ્રવેશ થઇ જાય છે.
सर्वोऽपि व्यवहारस्तु ब्रह्मणा क्रियते जनैः ।
अज्ञानान्न विजानन्ति मृदेव हि घटादिकम् ॥ ६५ ॥
તુ=અને
ઘટાલિમ્ મૃત્ વ=માટીથી બનેલ ઘડો અંતે માટી જ છે એવું અજ્ઞાનાત્ ન વિજ્ઞાનન્તિ-અજ્ઞાનથી લોકો જાણતા નથી, તેમ જ સર્વ: વ્યવહાર: અવિસર્વ વ્યવહાર પણ
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૩૯)
નને બ્રહ્મા ચિત્તે બ્રહ્મથી જ લોકો દ્વારા થાય છે. (પણ અશાનથી
લોકો તેને જાણતા નથી.) ___ “अज्ञानात् न विजानन्ति मृद् एव हि घटादिकम्" ઘડો અને માટી જ છે તેવું અજ્ઞાનથી લોકો જાણતા નથી. અને કોઈ પૂછે કે શું ભરી લાવ્યા? આપણે કહીશું પાણી. શેમાં? ઘડામાં. પણ માટી જ ઘડાને ધારણ કરે છે. તે જેમ સહજતાથી સમજાતું નથી, અને માટીમાં જ પાણી ભરેલું છે જે પકડાતું નથી, તેવી જ રીતે સર્વ કર્મ બ્રહ્મ દ્વારા જ થાય છે તે પરખાતું નથી. ઘડાને સ્પર્શ કરતાં આપણે માટીને જાયે-અજાણે સ્પર્શ કરી જ લઈએ છીએ, બ્રહ્મના સદા સંસ્પર્શમાં હોવા છતાં તેને જાણતા નથી. જેવી રીતે વસ્ત્રને ધારણ કરતાં આપણે તંતુને જ ધારણ કરીએ છીએ છતાં અજ્ઞાનથી તંતુને જાણતા નથી તેવી જ રીતે તમામ કર્મો જ્ઞાનેન્દ્રિય, કર્મેક્સિ, વાણી, મન કે બુદ્ધિ દ્વારા થાય છે, અને તે સૌ જડ છે. તેમને સત્તા, સ્ફર્તિ તો બ્રહ્મ જ આપે છે ક્યાં કર્મો બ્રહ્મથી થાય છે તેવું અજ્ઞાનથી આપણે સ્વીકારી શક્તા નથી. તેનું મૂળ કારણ અજ્ઞાન છે. કારખાનામાં સ્વયંસંચાલિત મશીન વડે ભલે ઉત્પાદન થાય પણ તે મશીનના ચાલવામાં વીજળી જ કારણ છે છતાં વીજળીથી ઉત્પાદન થયું તેમ આપણે કહેતા નથી; અને નવા મશીનથી - લેટેસ્ટ યંત્રથી ઉત્પાદન વધ્યું તેમ કહીએ છીએ. વીજળીના અભાવમાં નવા-જૂનાં યંત્રો નિરર્થક છે તેમ જ ચૈતન્ય કે બ્રહ્મના અભાવમાં mતના સૌ વ્યવહાર અર્થહીન છે - શક્ય જ નથી.
આપણે ધારણ કરેલા સોના, ચાંદી, મોતી કે હીરાના દાગીના અંતે તો માટી જ છે, એટલું જ નહીં પણ જેના પર તે અલંકૃત થયા છે તે શરીર પણ માટી જ છે. માટે તેને પાર્થિવ શરીર કહ્યું છે. આમ માટી ઉપર માટીનો જ લેપ થયો છતાં આપણે ભેદ જોયો, આસક્તિ ઊભી કરી. રાગ-દ્વેષના, ક્રોધ-ક્લેશના, સ્વીકાર-ત્યાગના, સંગ્રહ-વિગ્રહના વમળમાં ફસાયા છીએ. જો શરીરરૂપી માટી પર માટીના લેપ કરવાનું પ્રયોજન સમજાઈ જાય તો, વ્યર્થ પ્રવૃત્તિ બંધ થાય અને વિકૃતનો ત્યાગ અને સ્વીકાનો સ્વીકાર સમાપ્ત થઈ જાય. સૌંદર્યનો હઠાગ્રહ અને કદરૂપતાનો પૂર્વગ્રહ નિર્મૂળ થાય, કારણ કે બધે માટી જ. માટી.. દેખાય. સર્વ માટીમય જણાય....
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૪૦)
પછી રહ્યું ક્યાં રૂપ કે કુરૂપ? તે જ ન્યાયે જો સર્વ કર્મ, પ્રવૃત્તિ અને વ્યવહાર બ્રહ્મમય દેખાય તો બ્રહ્મમાં નથી કંઈ સારું, નથી નઠારું; નથી પુણ્ય, નથી પાપ; નથી સદાચાર કે અનાચાર; નથી કુવિચાર કે સદ્વિચાર; નથી કંઇ અવ્યવહારિક કે વ્યાવહારિક, કારણ બધું જ બ્રહ્મમય છે. બ્રહ્મ જ બ્રહ્મ સામે બ્રહ્મ દ્વારા બ્રહ્મમાં રમણ કરે છે. ભોક્તા પણ બ્રહ્મ, ભોગ્ય પણ બ્રહ્મ, કર્તા, કર્મ, કારણ, ફળ બધું જ બ્રહ્મમય જણાય તો કર્મ પણ બ્રહ્મરૂપી સમાધિ જ થઇ જાય. આવી દૃષ્ટિમાં તેને સૃષ્ટિ ભાસે છે ખરી, પણ બળેલી દોરી જેમ. બળેલી કાથીની દોરીનો આકાર રખિયામાં દોરી જેવો જ જણાય છે, છતાં તેનાથી કાંઇ બાંધી ન શકાય. તેમ કર્મ અને વ્યવહારને પણ જે બ્રહ્મરૂપ જાણી પ્રવૃત્તિ કરે ત્યારે તે પ્રવૃત્તિ દેખાય છતાં બળેલી દોરી જેવી. તેમાં ફળ આપવાની શક્તિ ભસ્મીભૂત થયેલી હોય તેથી તે બાંધી ન શકે, પણ જેને જ્ઞાન નથી કે વ્યવહાર બ્રહ્મથી થાય છે તે પોતાને જ કર્તા માને છે અને કર્મળમાં બંધાય છે. આમ પોતાના સ્વરૂપને ન જાણવાથી કે ખોટું જાણવાથી જ બંધન છે. અને મિથ્યા જ્ઞાનના નાશથી બંધન નાશ પામે છે. બંધન ખોટું છે અને તેનો નાશ પણ ખોટો છે, જે ખોટી રીતે તૂટે છે.
એક વાર એક ગુરુ અને શિષ્ય ગાયોને લઇ યાત્રાએ નીકળ્યા. રસ્તામાં અંધારું થઇ ગયું. રાતવાસો કરવા તેઓ જંગલમાં એક વડલાના ઝાડ નીચે પડાવ નાખી બેઠા. ત્યાં તો એક શિષ્ય દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે આશ્રમમાં અતિથિ આવ્યા છે અને ગુરુજીને પાછા બોલાવવાનું કહ્યું છે. તેથી ગુરુએ ગાયોને ગળે હાથ ફેરવી દોરી બાંધતા હોય તેમ દેખાવ કરીને ગાયોને જુદા જુદા ઝાડ પાસે ઊભી કરી દીધી અને પ્રથમ આવેલ શિષ્યને લઈ તેઓ આશ્રમ તરફ ચાલી નીકળ્યા અને કહેતા ગયા કે રાત્રે ગાયોનું ધ્યાન રાખજે અને સવારે ચરવા લઈ જજે, સવારે શિષ્યે ઊઠીને જોયું તો ગાયો જ્યાં હતી ત્યાં જ ઊભેલી, પણ બાંધેલી નહીં... તેથી તેણે તો દરેકને લાકડી મારી જંગલમાં લઈ જવા પ્રયત્ન કર્યો પણ ગાય તો આગળ જ ન ચાલે. તેથી તે સમજ્યો કે ગુરુએ મંત્રથી ગાયોને બાંધી હશે. તે ગુરુજીની રાહ જોઈ બેસી રહ્યો. બીજે દિવસે બપોરે ગુરુજી પાછા ફર્યા અને જોયું તો બધી જ ગાયો ત્યાં જ ઊભેલી. તેથી શિષ્યને
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૪૧)
ઠપકો આપતાં કહ્યું કે કેવો મૂર્ખ છે, ગાયોને ભૂખી રખાતી હશે ? જંગલમાં લઈ જા... નવો શિષ્ય મૂંઝાઇ ગયો... તેણે કહ્યું કે ગાયો તો એવી બાંધેલી છે કે ખસતી જ નથી. ગુરુજી સમજી ગયા અને કહેવા લાગ્યા, “મૂર્ખ, તે તો બંધનમુક્ત છે. મેં ક્યાં બાંધી છે તે તને છોડી આપું?...” ઊભા થઇને તેમણે દરેક ગાયને ગળેથી દોરડું છોડતાં હોય તેવો દેખાવ કર્યો... પછી પીઠ થાબડી એટલે... ગાયો તો ચાલવા માંડી... ખોટું... બંધન... ખોટેખોટું... ખોટી રીતે જ... ખુલી શકે અને ખોટું બંધન દૂર થાય ત્યારે ખોટી જ મુક્તિ પ્રાપ્ત થાય. જેને ભ્રાંતિ છે કે પોતે કર્તા છે, ભોક્તા છે, તેને જ કર્મનું ખોટું ફ્ળ પણ છે. અને તે જ ફળની આસક્તિ -અપેક્ષાથી કર્મળમાં બંધાય છે અને પોતાને બદ્ધ માને છે. જે પોતાને ન તો કર્તા માને, ન કર્મ માને, પણ બ્રહ્મને જ કર્તા, કર્મ, ફળ બધું સમજે તેને બધું જ બ્રહ્મમય જણાય. તો ક્યાં રહ્યું ફળ અને ક્યાં છે બંધન કર્મફળનું?
આમ વિચારતાં સ્પષ્ટ છે કે જે દષ્ટિ બ્રહ્મમયી થઈ જાય તો બંધન અદૃશ્ય થઇ જાય, કારણ કે ઐક્યમાં નથી જ્ગત કે તેનો વ્યવહાર. અને જો છે તો તે બ્રહ્મમય છે. બ્રહ્મના જ્ઞાનમાં તો બ્રહ્મથી ભિન્ન કંઇ જ દેખાતું નથી. શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું કે
ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
બ્રોવ તેન ન્તિવ્યં બ્રહ્મવર્મસમાધિના | (ભ.ગી. ૪-૨૪)
“અર્પણ કરવાનાં સાધન બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મરૂપ છે, હોતા બ્રહ્મ છે. બ્રહ્મરૂપી કર્મમાં સમાધિસ્થ તે પુરુષ માટે પ્રાપ્ત કરવાનું પણ બ્રહ્મ જ છે.”
આવી બ્રહ્મમયી દષ્ટિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે, બ્રહ્મનો અનુભવ તો દરેકને છે કેમ કે સર્વ વ્યવહાર અને પ્રવૃત્તિ તેના દ્વારા જ થાય છે. પણ બધું બ્રહ્મથી થાય છે અને બ્રહ્મ જ સર્વને સત્તા સ્ફૂર્તિ આપે છે તેવું જ્ઞાન નથી. અને જ્ઞાન વિનાના સર્વ અનુભવો દરિદ્ર છે. દા.ત. આપણા આંગણામાં એક વૃક્ષ છે. રોજ તે આંખે દેખાય સૌ તેના છાંયે બેસીને આરામ કરે, સૌ તેની શીતળતાનો અનુભવ કરે.
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૪૨)
રોજ છોકરાં ઝાડ ઉપર ચડે-રમે. તેનાં લાક્ડાં કપાય છે. તેનાં પાંદડાં કપાય છે. બહેનો તેનાં લાકડાંથી રસોઈ બનાવે છે. આમ વૃક્ષનો અનુભવ સૌને છે છતાં તેની કિંમત કોઇને નથી. એક દિવસ જંગલ ખાતાના માણસે આવીને કહ્યું કે આ તો ચંદનનું વૃક્ષ છે. ત્યારે સૌને એની કિંમત સમજાઇ. હવે તે વૃક્ષની સંભાળ લેવાઈ; તેની પૂજા થવા લાગી. લાકડાં કપાતા બંધ થયાં. તેનાં લાકડાંથી હવે રસોઈ થતી નથી પણ તેને હવે તાળામાં સાચવવામાં આવે છે, કારણ કે તેનું જ્ઞાન થયું. એ જ પ્રમાણે જ્યારે જ્ઞાન થાય કે સૌ વ્યવહાર બ્રહ્મથી થાય છે ત્યારે સૌ સાકારમાં નિરાકાર દેખાય છે. મને મારા જ શબ્દોમાં પરબ્રહ્મ સૂરની જેમ સંભળાય છે. દરેક વ્યક્તિમાં વિરાટની જેમ તે દેખાય છે. પછી તો બ્રહ્મમયી દષ્ટિ, બ્રહ્મમયી સૃષ્ટિ, બ્રહ્મમય વ્યવહાર અને બ્રહ્મ એ જ પરમાર્થ જણાય છે. બ્રહ્મમય વ્યવહારમાં સંસાર મિથ્યા જણાતો નથી અને જો તે મિથ્યા જ જણાય તો તે રહેતો નથી અને બ્રહ્મ દેખાય છે. પણ મિથ્યા જણાવું એટલે જ ન જણાવું અર્થાત્ સંસાર... સંસાર ન દેખાય પણ બ્રહ્મરૂપે જ દેખાય. જગત બ્રહ્મમય થઇ જાય તેનો અર્થ જ એ છે કે ગત... ગત નથી રહેતું. નામ.... આકાર... આકર્ષણ આસક્તિયુક્ત તે રહેતું નથી. અને માટે જ સર્વ સંતોએ સાક્ષાત્કાર કર્યો છે. સંસારમાં રહી તેનો નિષેધ કરવા સૌએ વ્યવહારને બ્રહ્મમય સમજવા પ્રયત્ન કરવો જોઇએ... તેવી ઐક્ય દૃષ્ટિમાં પણ સંસાર કે વ્યવહાર નહીં રહે અને... બીજો રસ્તો છે... જગતના વ્યવહારને મિથ્યા... સ્વપ્નવત્ સમજી તેમાંથી મનને ઉપરામ કરવું...
“સાગર! જગ વ્યવહાર સૌ; કેવળ સ્વપ્ન સમાન, સુધરો કે બગડો! ભલા ! નહીં વૃદ્ધિ! નહીં હાણ. સાગર !
જહાં ! જૂઠા પર
શો રાગ?!
જાદુની નામ રૂપ ગુણ સબ ગલત! જાગ! જાગ!
મન! જાગ!”
- શ્રી સાગર
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૪૩) બ્રહ્મામાં કાર્ય-કારણ ભાવ
હવે બે શ્લોક દ્વારા ગ્રંથકાર ફરી બ્રહ્મને કારણ દર્શાવવા નિર્દેશ કરાયેલા વિચારનું પુનરાવર્તન કરે છે. પુનરાવર્તનથી વિચારોમાં સ્પષ્ટતા-દૃઢતા જરૂર આવે. પણ વિચાર સંશયમુક્ત ન બની શકે. શંકાને નિર્મૂળ કરવા, સંશયને સમાપ્ત કરવા, અવિઘા, કામ અને કર્મરૂપી હૃદયગ્રંથિનું છેદન કરવા તો પરબ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જ કામ આવે. અને જ્ઞાન વિના અવિદ્યા કે અજ્ઞાનની નિવૃત્તિ નથી. તે બન્ને પરસ્પર પૂર્ણ વિરોધી છે તેથી જેમ અંધકારમાં પ્રકાશ નથી અને પ્રકાશમાં અંધકાર નથી તેમ જ્ઞાન અને અજ્ઞાન સાથે ટકી શકે નહીં. તેથી જ ઉપનિષદે પણ પરબ્રહ્મના જ્ઞાનમાં જ સંશયની મુક્તિ અને શંકાની નાબૂદી જણાવી છે. માટે જ્ઞાનનું મહત્વ દર્શાવવા જ પુનરાવર્તન છે. ‘બધું બ્રહ્મ છે' તેવી માન્યતા અથવા શાસ્ત્રમાં શ્રદ્ધા, શંકાનું સમાધાન નહીં કરાવી શકે. શ્રદ્ધા જ્ઞાનપ્રાપ્તિના માર્ગે આવતાં વિઘ્નો સહન કરવાની અદ્ભુત તાકાત અને પ્રેરણા પૂરી પાડશે. ગુરુ અને શ્રુતિમાં અખંડ વિશ્વાસ ઊભો કરશે.. પણ જ્ઞાન વિના દેહથી છુટકારો નથી. સંદેહથી મુક્તિ નથી. તેથી જ મુંડકશ્રુતિ કહે છે કે
“भिद्यते हृदयग्रंथि : छिद्यन्ते सर्व संशया : क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् द्रष्टे परावरे
કાર્ય અને કારણરૂપ તે પરાત્પર પરબ્રહ્મને તત્ત્વથી જાણી લીધા પછી આ જીવની અવિદ્યારૂપી ગાંઠ ખૂલી જાય છે. તેના સઘળા સંશયો કપાઇ જાય છે. તેનાં સર્વ કર્મ નષ્ટ થાય છે. અને આવા જ હેતુને સિદ્ધ કરવા અહીં પણ એ વિચારનું વારંવાર...મનન કરવાનું સૂચન છે.
कार्यकारणता नित्यमास्ते घटमृदोर्यथा ।
तथैव श्रुतियुक्तिभ्यां प्रपंचब्रह्मणोरिह || ६६ ||
ઘટમૂવો: સાર્યવાળતા યથા નિત્યમ્ આસ્તે = ઘડા અને માટીનું જેમ
કાર્યકારણપણું નિત્ય છે.
તથા વ= તે જ પ્રમાણે
શ્રુતિયુત્તિભ્યામ્....= શ્રુતિ અને યુક્તિઓથી
૬૪= આ બાબતમાં
પ્રપંચત્રાળો: ાર્યજાળતયા નિત્યમ્ આસ્તે- પ્રપંચ અને બ્રહ્મનું કાર્ય
કારણપણું નિત્ય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૪) गृह्यमाणे घटे यद्वन्मृत्तिका याति वै बलात्।
वीक्ष्यमाणे प्रपंचेऽपि ब्रह्मैवाभाति भासुरम् ॥ ६७ ॥ યુવતુ= જેવી રીતે
રામા પટે= ઘડો પકડતાં Bત્તિ વતત જે યાતિ= માટી પોતાની મેળે સહજ સ્વભાવે પકડાય
છે, તે જ પ્રમાણે) વીચમા veગત પકડતાંની સાથે (પ્રપંચ જોતાંની સાથે જ) મામ્ વાહ્ય પિ= પ્રકાશવાન બ્રહ્મ પણ
પર્વ મામતિ = સાથે જ દેખાય છે. પ્રપંચ બ્રહ્મમાં અધ્યારોપ છે. અને તેથી જ આરોપ વિદ્યમાન નહોતો ત્યારે પણ અધિષ્ઠાન તો હતું જ અને આરોપ નહીં હોય ત્યારે પણ અધિષ્ઠાન તો હોય છે જ. આરોપના જ્ઞાન સમયે પણ અધિષ્ઠાન બ્રહ્મ તો છે જ, તેટલું જ નહીં પણ બ્રહ્મ જ પ્રપંચરૂપ ભાસે છે. એ દષ્ટિએ જો પ્રપંચ દશ્ય છે તો તેનું કારણ જરૂર છે, કારણ કે કારણ વિના કાર્ય હોઈ શકે નહીં. જે કોઈ કહે કે બ્રહ્મ' mતનું સાચું વાસ્તવિક કારણ નથી. તો પછી સ્પષ્ટ છે કે પ્રપંચ” કે “જગત” સાચું વાસ્તવિક “કાર્ય પણ નથી. અર્થાત્ કાર્ય-કારણ સાપેક્ષ છે અને સાપેક્ષતાના દષ્ટિકોણથી બન્ને નિત્ય છે. અને નિરપેક્ષ દૃષ્ટિકોણથી નથી કોઈ કારણ, નથી કોઈ
કાર્ય
જેવી રીતે ઘડો પકડતાં માટી જ હાથમાં આવે છે, ફીણ, પરપોટા, મોજાં પકડતાં પાણી જ હાથમાં આવે છે, તેવી જ રીતે જગતની કોઈ પણ વસ્તુ વ્યક્તિને આવકારતાં, સ્વીકારતાં પરમાત્માનો જ સ્વીકાર થાય છે, પરબ્રહ્મનો જ સંસ્પર્શ થાય છે અને વસ્તુ કે વ્યક્તિને ઇન્કારતાં, અપમાનિત કરતાં, પરમાત્માનો જ ઇન્કાર કે અપમાન થાય છે. જેમ કોઈને ઘરેણાં ન જોવાં હોય તેને સોનું ન જ દેખાય. ઘડાને ધિક્કારે
છે તે માટીને જ ધિક્કારે છે. તેમ સંસારના પદાર્થો, પ્રાણીઓ, માનવીઓનો તિરસ્કાર તે પરમાત્માનો જ તિરસ્કાર છે. જડ પદાર્થો પણ પરબ્રહ્મના ચૈતન્ય વગર પ્રકાશિત થતા નથી. mતને જાણવા જ્ઞાન જરૂરી છે. અને બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે. તેથી જ બ્રહ્મથી જે દેખાય છે તે પણ બ્રહ્મ જ છે, કારણ કે mત' કર્યું છે અને બ્રહ્મ કારણ છે. અને કાર્ય-કારણ અભિન્ન છે. તેથી જેમ કાર્યના દર્શનથી કારણના દર્શન થાય; તેમ mતનાં દર્શનથી જ બ્રહ્મનાં દર્શન થાય છે. અને માટે જ શ્રી રમણ મહર્ષિએ
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૪૫) કહ્યું છે કે જ્જતની સેવા એ જ ઈશ્વરની સેવા છે.
जगत ईशधीयुक्तसेवनम्
अष्टमूर्तिभृद्देवपूजनम् ॥ ५ ॥ mત ઇશ્વર છે તેવી બુદ્ધિથી તેની સેવા તે જ આઠ મૂર્તિવાળા દેવનું પૂજન છે.
જો બ્રહ્મ જ અસ્તિત્વમાં છે, તે સિવાય અન્ય છે જ નહીં, તો કઈ રીતે આપણે અનાત્માનો અનુભવ કરીએ છીએ? અને આત્માનો અનુભવ શા માટે નિરંતર થતો નથી? આવા સદેહના સમાધાનાર્થે આચાર્યશ્રી સ્પષ્ટતા કરે છે. આમ થવાનું કારણ વ્યક્તિગત ભિન્નતા છે. જ્ઞાનની કક્ષા ઉપર આ ભેટદર્શન આધારિત છે. દષ્ટિની પરિપક્વતા પર સૃષ્ટિની પરખનો આધાર છે. અને અભેદ દષ્ટિમાં તો પરિચય, પરિચિત અને પદાર્થો રહેતા જ નથી... અને નથી અપરિચિત કંઈ અદ્વૈત અને એકમાં, નથી આરોપ કે અધિષ્ઠાનની સાપેક્ષતા, નથી આધાર અને આધેયની ભ્રાંતિ. આમ છતાં એક જ વસ્તુ જેમ અનેક અંધજનને જુદી જુદી દેખાય છે તેવું જ કંઈ અહીં છે, તેની સ્પષ્ટતા થયેલી છે.
सदैवात्मा विशुद्धोऽस्ति ह्यशुद्धो भाति वै सदा।
यथैव द्विविधा रज्जुर् ज्ञानिनोऽज्ञानिनोऽनिशम्॥ ६८ ॥ યથા પર્વ = જે પ્રમાણે જ્ઞાનિક જ્ઞાનિનઃ gિ: નિરામુ દિવિધા મતિઃ તેની તે જ દોરી જ્ઞાનીને
દોરા તરીક અને અજ્ઞાનીને બીજા પ્રકારે (સર્પરૂપે) દેખાય
જ્ઞાનિનઃ માત્મા સલા પર્વ વિશુદ્ધ મસ્તિકતે જ પ્રમાણે જ્ઞાનીને આત્મા
સદાય વિશુદ્ધ દેખાય છે. દિક અને માનિનઃ સા રે માત્મા અશુદ્ધ મતિ= અજ્ઞાનીને આત્મા સદા અશુદ્ધ
દેખાય છે. ‘નિન: માનિનઃ નુ નિશ૬ વિધા મતિ એકની એક દોરી તે જેવી છે તેવી જ જ્ઞાનીને “દોરી જ દેખાય છે, જ્યારે અજ્ઞાનીને તે જ દોરી “દોરી' તરીકે તો નથી દેખાતી પણ
Page #265
--------------------------------------------------------------------------
________________
(૨૪૬)
ઊલટું તેથી વિપરીત ‘સર્પ’ તરીકે દેખાય છે. જીવનમાં પણ તેવું જ બને છે. ન જાણવું તે તો ઠીક છે. કોઇ પણ વસ્તુ, વ્યક્તિને ન ઓળખવી તેમાં ઉભયપક્ષે નુકસાન નથી. પણ તેને વિપરીત ઓળખવી તે જ આરોપણ છે. પોતાના વિચારોનું અન્ય પર પ્રક્ષેપણ છે. અને જ્યાં સુધી પોતે પેદા કરેલ પ્રક્ષેપણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ભ્રમ નીચે છુપાયેલ બ્રહ્મ ન જણાય. આરોપિત વસ્તુ પ્રયત્ન ન કરીએ છતાં દેખાય, ઊભા કરાયેલ ભ્રમ-વિભ્રમ કે ભય... ચોમેર આપણી જ પરિક્રમા કરતા દેખાય છે, કારણ કે તે આપણું જ સર્જન છે.. પણ જેના આધારે તે સર્જાય છે... તેનું ભાન ભૂલાય છે. માટે જ અનાત્મા ભૂલાતો જ નથી, આત્મા સ્મરાતો જ નથી.
એક જ ઘટનાનો જ્ઞાની સતત સાક્ષી અને જ્ઞાતા છે, જ્યારે તે જ ઘટના અજ્ઞાનીને અજ્ઞેય અને અજ્ઞાત છે. માટે જ શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું કે “હે અર્જુન! મારા અને તારા ઘણા જન્મો વીતી ગયા છે, પરંતુ તે સર્વેને હું જાણું છું, પણ તું જાણતો નથી.”
" बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन । तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप ॥५॥
(ગીતા-૪/૫)
શ્રીકૃષ્ણને ખ્યાલ છે કે પોતાના અવતારો બદલાય પણ પોતે બદલાય તેમ નથી. અવતારો આવજા કરે પણ પોતે ક્યાંય જતા નથી કે આવતા નથી. શરીર પડે પણ પોતે ી ન પડે તેવું અણનમ તત્ત્વ છે. શરીર તો પાંદડાંની જેમ ખરી પડે છે, પણ પાંદડા ખરવાથી વૃક્ષ ખરતું નથી. વૃક્ષે તો અનેક પાંદડા ભૂતમાં ખેરવ્યાં છે. હાલ ખેરવે છે, ભવિષ્યમાં ખેરવશે. છતાં નથી વૃક્ષને આગમન કે વિદાય, નથી ઉદય કે અસ્ત, નથી સ્વીકાર કે ત્યાગ, નથી ખરવાનું કે ખીલવાનું પણ તેવી જ સમજ અર્જુનમાં નથી. તેથી જ તો અર્જુનને વિષાદ છે. શરીરના નાશનો અહંકાર છે. કર્તા ભાવનો, પાપની ભાવનાનો ભય છે, ભોક્તા-ભાવથી. કારણ કે જે આત્માને કૃષ્ણ અકર્તા, અભોક્તા, અજન્મા, અજર, અમર માને છે તેને જ અર્જુન કર્તા-ભોક્તા, નાશ પામનાર માને છે. અને તેથી જ તે યુદ્ધમાં ઊભેલાનો સંહાર કરવાની ના પાડે છે. અર્જુન ભ્રાંતિમાં છે કે હું સંહાર કરનાર છું, કર્તા છું, અને સામે ઊભેલાનો નાશ કરનાર હું જ કારણ છું. તેથી હું જ પાપનો સર્જક છું. કેટલી ભ્રાંતિ છે
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૪૭)
કે હું મારી શકું તેમ છું, શરીરના નાશથી વ્યક્તિનો નાશ થઈ શકે તેમ છે. આમ નથી અર્જુન પોતાને ‘નિમિત્ત' સમજી શકતો, નથી આત્માને અવિનાશી સમજી શકતો. જ્યારે ભગવાન કહે છે કે “હે અર્જુન! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય અજન્મા, અવ્યય જાણે છે, તે પુરુષ કેવી રીતે કોને મરાવે છે તથા કોને હણે છે?”
" वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२१॥”
આમ એક જ આત્મા જ્ઞાની અને અજ્ઞાનીને ભિન્ન સ્વરૂપે ભાસે છે. તે જ અહીં શંકરાચાર્યજી સમજાવે છે કે જ્ઞાનીને દોરી ‘દોરી' તરીકે જ જણાય છે, જ્યારે અજ્ઞાનીને તે જ દોરી સર્પરૂપે જણાય છે. આત્મા એક જ છતાં જ્ઞાની તેને અવિનાશી અકર્તા જાણે છે. અને અર્જુન તેને વિનાશી અને કર્તા જાણે છે. માટે જ કહે છે કે હું ગુરુજનોની હત્યા કરવા કરતાં ભીખ માગેલું અન્ન ખાવું વધુ ક્લ્યાણકારી માનીશ. અર્જુનની માન્યતામાં ગુરુજનોની હત્યાથી જે અર્થ અને કામ ઉપલબ્ધ થશે તે લોહીથી ખરડાયેલા હશે અને તે ભોગો પ્રાપ્ત કરવા કરતાં યુદ્ધભૂમિનો, યુદ્ધનો, પાપકર્મનો ત્યાગ જ સર્વોત્તમ છે. માટે જ અર્જુન જીવનસંઘર્ષથી નાસી એપિઝમ છૂટવાનો પ્રયત્ન કરે છે: તેમાં તેની ભાગેડુવૃત્તિ છે, જે તેના પ્રજ્ઞાવાદથી જણાઇ આવે છે.
સ્પષ્ટ
“ગુરૂના ફ્રિ મહાનુમાવાનું શ્રેયો મો મેક્ષ્યમીદ સોવે” ॥ ગી.અ. ૨/૫
-
||
“ન ચ શ્રેયોઽનુપયામિ ત્વા સ્વનનમાવે” ।। ગી.અ. ૧/૩૧ ॥ “સ્વજનને મારીને (હું) ક્લ્યાણ પણ જોતો નથી”
-
ન જાણ્યે વિનય વૃધ્ધ ન ૬ રાખ્યું સુવાનિ ૪' ।।ગી.અ. ૧/૩૨॥ “હે કૃષ્ણ ! હું વિજ્ય, રાજ્ય તથા સુખ ઇચ્છતો નથી.”
અર્જુનના આવા મોહથી ઉપજેલા પ્રજ્ઞાવાદમાં તેનું આત્મ-અજ્ઞાન સ્પષ્ટ છે. આત્માને કર્તા માનવાની ભ્રાંતિથી જ તેણે જાતે જ પોતાની જાતને મૂંઝવી છે. આમ આત્મામાં અશુદ્ધિ જોવી તે જ અકર્તામાં કર્તા, અકર્મમાં કર્મ, અજન્મમાં જન્મ, અવિનાશીમાં વિનાશ જોવા જેવું છે. માટે જ શંકરાચાર્યજીએ કહ્યું.
“અજ્ઞાનિન: સલા ને આત્મા અશુદ્ધ: માતિા” “અજ્ઞાનીને આત્મા સદા અશુદ્ધ દેખાય છે.”
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૪૮)
જડ-ચેતનના ભેદ ભ્રાન્તિ છે આત્મા-અનાત્માના વિભાગો અવિવેકી છે. _यथैव मृण्मय: कुम्भस्तदेहोऽपि चिन्मयः।
आत्मानात्मविभागोऽयं मुधैव क्रियतेऽबुधैः ।। ६९॥ ચથી વ =જેવી રીતે
મ: મૃય = ઘડો માટીમય છે, તત્વ૬ માં વિન્મ - તેવી રીતે દેહ પણ ચૈતન્યરૂપ જ છે. મામ્ માત્માનવિમા નુ મુધા ઇવ ચિતે તેથી જડ અને ચેતનના આત્મા અને અનાત્માના વિભાગ જ્ઞાની દ્વારા મિથ્યા મનાય છે.
વેદાન્તની પરંપરાગત શિક્ષણ પદ્ધતિનું અહીં ઉમદા દષ્ટાંત છે. અજ્ઞાન, અધ્યાસ, ખોટું તાદાત્મ અને સ્થૂળ દષ્ટિના કારણે વ્યક્તિમાં શરીરભાવ જાગે છે, જન્મે છે અને તે પોતાને સાકાર, નામી અને શરીરવાળો જન્મેલો માને છે, અને ધીરે ધીરે દેહભાવ દઢ થાય છે અને તેમાં આસક્તિ થાય છે. શરીરના દુખે વ્યકિત દુ:ખી કે સુખી થાય છે. ભ્રાંતિમાંથી વ્યકિતને છોડાવવા વેદાન્ત એક પ્રક્યિા સમજાવી કે જે જે દશ્ય છે, જે જે શેય છે, તે તે દ્રષ્ટા અને જ્ઞાતાથી ભિન્ન છે. આમ ભેદ ઊભો ર્યો જેથી જ્ઞાતા દ્રષ્ટા કે આત્માને શરીરથી ભિન્ન દર્શાવી અને દેહબુદ્ધિથી વ્યક્તિને છુટકારો અપાવી શકાય. આમ જડ-ચેતનનો, દ્રષ્ટા-દશ્યનો, જ્ઞાતા-શેયનો, નામી-અનામીનો, સાકાર-નિરાકારનો, દશ્ય-અદશ્યનો, વ્યક્ત-અવ્યક્તનો, વિનાશી-અવિનાશીનો, અજન્મા-જન્મેલાનો અને આત્મા-અનાત્માનો ભેદ દર્શાવવાનો હેતુ વ્યક્તિમાં વિવેક પ્રગટ કરવાનો છે. જેથી વ્યક્તિ અનાત્મામાં ઊભી થયેલી આસક્તિ, રાગ, મોહ, આકર્ષણનો ત્યાગ કરી આત્મામાં રમણ કરી શકે અને આત્મસ્વરૂપને સ્પષ્ટ સમજી શકે. અને તેથી જ તયુક્ત દષ્ટાંત આપવામાં આવે છે કે
“घटद्रष्टा घटाद्भिन्न: सर्वथा न घटो यथा।
देहद्रष्टा तथा देहो नाहमित्यवधारयेत्॥ જેમ ઘડાને જોનારો ઘડાથી જુદો છે; કોઈ પણ પ્રકારે ઘડારૂપ ન થઈ શકે; તેમ જ દેહનો કટા જે હું આત્મા તે કદાપિ દેહરૂપ નથી એવો નિશ્ચય કરવો.”
હવે જો કોઈ સાધક કે મુમુક્ષુ આવી શિક્ષણ પદ્ધતિ કે વિવેક પ્રગટાવવાની કિયાને સિદ્ધાંત માની બેસે તો તે સમજનારની જ અપરિપકવતા ગણાય. તેથી અહીં ભગવાન શંકરાચાર્યજી કૃપા કરી સાધકની ભૂલ કે મુમુક્ષુની
Page #268
--------------------------------------------------------------------------
________________
(૪૯) ભ્રાંતિ સુધારવામાં મદદ કરવા અને ભ્રમણા દૂર કરવા કહે છે કે દેહ કોઈ પૃથક તત્વ નથી કે જે તેના દ્રષ્ટાથી ભિન્ન હોઈ શકે...જેમ કે ‘ધડો” નામ છે અને તેને એક આકાર છે. છતાં તે નામ-આકાર તો માટી પર આરોપિત છે. એટલે ઘડો માટીથી ભિન્ન હોઈ શકે જ નહીં. ઘડો માટીમય છે. તેવી જ રીતે શરીર પણ ચૈતન્યમય છે= ચિન્મય છે. ચૈતન્ય પર દેહનો આકાર અને નામ આરોપિત છે. તેથી દેહ અને તેના કચ્છ ભિન્ન હોઈ શકે જ નહીં. માટે જ દશય અને દ્રષ્ટા, જડ અને ચેતન કે આત્મા અને અનાત્મા એવા વિભાગો હોઈ શકે નહીં. આ ભેદ તો કલ્પેલા છે...સમજાવવા પૂરતા જ છે. વાસ્તવમાં તો બધું જ એક, અભેદ અને પૂર્ણ છે. આમ છતાં પરબાના સ્વરૂપને સમજાવવા માટે સામાન્ય ચૈતન્ય અને વિશેષ ચૈતન્ય એવા ભેદ પણ પાડવામાં આવે છે. આમ અને તો અભેદનો જ નિર્દેશ કરી અભયમાં પ્રવેશ કરાવવો તે જ સંતો-શાસ્ત્રોનો આશય છે. છતાં તેઓ ભેદ દ્વારા અભેદ, વિભાગ કે ખંડ ઊભા કરી અખંડિતતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે; અને તત્ત્વ સમજાઈ ગયા પછી નથી સમજાવવાની પદ્ધતિ, નથી સિદ્ધાંત, નથી શિક્ષક, શિક્ષા કે શિષ્ય.
જો ભેદ-વિભાગનો અભાવ થાય અને ચૈતન્યમાત્ર જ છે તેવું સ્વીકારી શકાય તો આપણે પરિપૂર્ણ છીએ તેવું સ્વીકારી શકાય અને આપણી પૂર્ણતામાં છે જ્યાં દોષ? ક્યાં રહે છે ઘેડ અન્ય ભણી? કેવો રાગ? કોના પ્રતિ? પૂર્ણતામાં પ્રતીક્ષા ક્યાં? અમિનો અણસાર ક્યાં? તૃમિનો આવિષ્કાર ક્યાં? પ્રવૃત્તિની પ્રેરણા ક્યાં? નિવૃત્તિની ઝંખના ક્યાં? આ જ છે ફળ વિનાની ફળશ્રુતિ અભેદ દષ્ટિના વિભાગના મિથ્યાત્વની.
આથી જ જે કોઈ માત્ર શરીરને જ આત્મા માને છે તે જાતે જ આત્માનો અનાદર કરી અપૂર્ણતા અને પરિચ્છિરાતાને આવકારે છે. આ તો ઘડાને જ માટી કહેવા જેવી મૂર્ખતા થઈ. પણ જે કોઈ શરીર પણ આત્મા છે, તેવું સ્વીકારે છે તેના માટે પોતે પૂર્ણ છે...અને જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ પરિપૂર્ણ જ છે. ક્યાંય કોઈ અપૂર્ણ નહોતું, નથી, નહીં હોય. આ છે શાનીની શાનમય દષ્ટિ, જેમાં ભેદ નથી, વિભાગ નથી, જુદાઈ નથી, દેશ અને કાળનું અંતર નથી. તે જ શાન કે ઉપાસનાનો મર્મ છે; ચિંતન-મનનનો નિષ્કર્ષ છે.
“સતતર અંતર નહિ; બાહ્યાંતર બ્રહ્મ; એમ જાણે તે ઉપાસના, એ છે મોટો મર્મ” [પ્રીતમની વાણી] આમ વિચારણાને અંતે નિર્વિવાદપણે સમજાય છે કે જે વસ્તુ જેમાં
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૫૦)
કલ્પિત હોય તે વસ્તુ તેનાથી ભિન્ન નથી. તેથી બ્રહ્મથી જગતનો વાસ્તવ અભેદ છે. માટે બ્રહ્મથી ભિન્ન જગતની સત્તા નથી.
દેહાત્મભાવની ભ્રાન્તિ
આગળ વિચારી ગયા કે જડ અને ચેતન કે આત્મા અને અનાત્માના વિભાગો મિથ્યા છે. તેનો અર્થ એ કે સર્વ કાંઈ આત્મા જ છે. તો પછી શરીર જ આત્મા છે તેમાં ખોટું શું છે? આવી વાત ખોટી જ નથી, મૂર્ખતા જ નથી, પણ મૂઢતાની પરાકાષ્ઠા છે. આમ કહેવાથી તો ઊલ્ટું ભેદ સાબિત થાય; સ્પષ્ટ થાય. કારણ કે શરીર જ આત્મા છે; અર્થાત્ તે સિવાયના અનાત્મા થાય. તેથી એમ સમજવું જોઈએ કે અનેકમાં, સર્વસ્વમાં અનંત નામ અને આકારમાં, વ્યક્ત અને અવ્યક્તમાં, દૃશ્ય અને અદૃશ્યમાં જેમ આત્મા છે, તેમ જ શરીરમાં પણ છે. આવી સમજ દૃઢ કરવા હવે પાંચ શ્લોક દ્વારા દૃષ્ટાંત આપવામાં આવે છે, જેનો મૂળ હેતુ ભ્રાંતિની નિવૃત્તિ છે. પણ આ ભ્રાંતિ અર્થાત્ શું? ભ્રાંતિ એટલે અધ્યાસ.
અધ્યાસ અર્થાત્ શું?
અધ્યાસ અર્થાત્ મિથ્યાજ્ઞાનનો વિષય જ અનિર્વચનીય હોય છે તે વિષય કે વસ્તુ અને તેનું જ્ઞાન તે અધ્યાસ છે. દા. ત. છિપોલીમાં રૂપાનો અધ્યાસ છે. જ્યાં છીપનું અસ્તિત્વ વ્યાવહારિક છે અને રૂપાનું અસ્તિત્વ પ્રાતિભાસિક છે. માટે છિપોલીમાં કલ્પિત રૂપું અને રૂપાનું મિથ્યાજ્ઞાન બન્ને અધ્યાસ કહેવાય છે.
‘પંચદશી’માં જણાવ્યા પ્રમાણે પોતાના અભાવવાળા અધિષ્ઠાન કે અધિકરણમાં પોતાની પ્રતીતિને અધ્યાસ કહે છે. જેમ કે છીપમાં રૂપાનો અભાવ છે છતાં અધિષ્ઠાન કે અધિકરણ છીપમાં રૂપાનો ભાસ કે પ્રતીતિ થાય તે અધ્યાસ કહેવાય.
રજજુમાં સર્પનો અભાવ છે છતાં રજજુમાં સર્પની પ્રતીતિ થવી તે અધ્યાસ છે. અધિષ્ઠાન કે અધિકરણ છીપ, રજજુ કે રણની જેમ વ્યાવહારિક પણ હોય અને આત્માની જેમ પારમાર્થિક પણ હોઈ શકે જેનો અધ્યાસ થાય તે રૂપું, સર્પ કે મૃગજળ, પ્રાતિભાસિક સત્તાવાળો વિષય કે વસ્તુ પણ હોઈ શકે.
આમ અધ્યાસ સમજ્યા બાદ એ સમજવું પડે કે આવો અધ્યાસ
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૫૧) સંસર્ગ-દોષથી પણ થાય છે જેને સંસર્વાધ્યાસ કહે છે. અને જયારે અનાત્માનું સ્વરૂપ આત્મા પર અધ્યસ્ત થાય ત્યારે સ્વરૂપાધ્યાસ કહેવાય છે. અથવા પદાર્થનું સ્વરૂપ જયારે અનિર્વચનીય જન્મે ત્યારે સ્વરૂપાધ્યાસ કહેવાય છે.
અહીં તેવા જ અધ્યાસની નાબૂદી માટે ભગવાન શંકરાચાર્યજી શ્લોક ૭૦થી૭૪ સુધી દષ્ટાંત આપે છે.
सर्पत्वेन यथा रज्जू रजतत्वेन शुक्तिका।
विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७० ॥ સત્યેન યથા વિમૂઢેન નૂ:= અજ્ઞાનીએ જેમ દોરીને સર્પ માન્યો કિ
| દોરીમાં સર્પપણું જોયું. રાતત્વેન વિત્તા વિનિર્નાતક રૂપાપણાથી છીપ જોઈ (અર્થાત્ છીપને
રૂપું જાણું) તથા વિમૂહેન સેઇન્ટેન માત્મતા વિનિર્ણતા= તેમ જ મૂઢ પુરુષે દેહપણામાં આત્મા જાણ્યો દિહને આત્મા માન્યો
આમ આરોપ, પ્રક્ષેપણ અને કલ્પિતને અધિષ્ઠાનને સમજવું તે ભ્રાંતિ અને અધ્યાત છે. અહીં દેહને આત્મા માનવો અર્થાત્ જે દેહ અધ્યસ્ત છે તેને અધિષ્ઠાન માનવું અને જે આત્મા અધિષ્ઠાન છે તેને અધ્યસ્ત માનવું તે નકકર અજ્ઞાન છે. કારણ આત્મા સત્ય છે. તે અધ્યસ્ત ન થઈ શકે પણ તેનો અનાત્મા વિશે જે સંસર્ગ છે તે અધ્યસ્ત છે. આત્માનો ધર્મ છે આનંદ અને અદ્વૈતપણું. જયારે શરીરનો ઘર્મ છે દુ:ખ અને અનેકતા કે દ્વૈતપણું. અજ્ઞાનથી જ્યારે દુ:ખ અને અનેકતા કે ભિન્નતા આત્મા પર સ્વરૂપથી અધ્યસ્ત થઈ આનંદ અને અદ્વૈતને ઢાંકે છે ત્યારે હું આનંદરૂપ છું કે અદ્વૈતરૂપ છે તેવી પ્રતીતિ થતી નથી. પણ ઊલટું હું દુ:ખી છું; ઈશ્વર કે આત્માથી ભિન્ન શરીર છું તેવી પ્રતીતિ થાય છે, જયારે તેથી વિરુદ્ધ આત્માના સત્ અને ચિત્ ધર્મો શરીરના અસત અને જડ ધર્મો ઉપર સંસર્ગ દ્વારા અધ્યસ્ત થઈ અસત અને જડને ઢાંકી દે છે ત્યારે વ્યક્તિ સમજી શકતી નથી કે શરીર નાશવાન છે, અસત છે, જડ છે, અભાન છે, તેને પોતાની તેવી પ્રતીતિ થતી નથી; પણ અજ્ઞાનથી તે શરીરને જ સત માને છે, શરીરને જ આત્મા માને છે, શરીરને જ ચૈતન્ય-અવિનાશી માને છે. તેથી જ શંકરાચાર્યજીએ કહ્યું છે કે “તથા વિમૂન દેહત્વે માત્મતા વિનિતા” “અજ્ઞાની દેહપણામાં પણ આત્મા માને છે.”
घटत्वेन यथा पृथ्वी पटत्वेनैव तन्तवः।
Page #271
--------------------------------------------------------------------------
________________
(ઉપર) विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७९॥ ચણા જેવી રીતે (ઈ) પૃથ્વી પરત્વે તંતવ: પરત્વેન પર્વઃ પૃથ્વીને ઘડો, તારને વસ માને છે. તથા વિમેન હત્વે આત્મતા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે, અગર દેહથી જ આત્મા નકકી કરે છે.
હું સ્વરૂપે તો દેશકાળથી અપરિચ્છિન્ન છું, મુક્ત છું, પણ જે અજ્ઞાનથી હું મને શરીર જ માનું કે મારા શરીરને જ સ્વરૂપ માનું તો હું દેશકાળથી પરિચ્છિન્ન થઈ જાઉં. આ તો સૂર્યકિરણને જ સૂર્ય અને પરપોટાને જ સાગર સમજવા જેવી મૂર્ખતા છે.
कनकं कुण्डलत्वेन तरंगत्वेन वै जलम्।
विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७२॥ ન ગુપ્તતત્વેન= જેમ કોઈ કુંડલને સોનું સમજે, તત્વેન રે નતમ્ =મોને જ જળ સમજે તથા વિમૂહેન રેહત્વે માત્મા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે. અગર દેહથી જ આત્મા નક્કી કરે છે.
દેહને જે આત્મા માનશે તે આત્માને નાશવંત કરશે, કારણ દેહને આકાર છે જે દશ્ય છે. આકારનું નામ છે જે શેય છે. અને દૃશ્ય અને શેય બન્ને નાશવાન છે.
पुरुषत्वेन यथा स्थाणुर्जलत्वेन मरीचिका।
विनिर्णीता विमुढेन देहत्वेन तथाऽऽत्मता॥७३॥ પુષત્વેર યથા સ્થાપુ= જેમ કોઈ ઝાડના પૂંઠાને માણસ માને, ગતત્વેન વિI= સૂર્યનાં કિરણોથી તપેલી જમીનને જળ માને તથા વિધેન લેહર માત્મતા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે.
___ गृहत्वेनैव काष्ठानि खड्गत्वेनैव लोहता।
विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७४॥ ગૃહ વિ જાનિ જેમ કોઈ લાકડાને જ ઘર માને, તોડતા કાન પર્વ અને લોઢાને ખગ્નરૂપે માને.
તથા વિમૂહેન લેહત્વે માત્મતા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૫૩)
આમ ઘરમાં લાકડું માનવું તે એક વાત છે, પણ લાકડાને જ ઘર માનવાથી તો ફર્નિચર, જંગલ, વૃક્ષ સૌ ઘર જ થઈ જાય. તેમ શરીરને જ આત્મા માનવાથી હું જે અજર-અમર-અવિનાશી-અવિકારી છું તે વિકારી અને નાશવંત થઈ જાઉં. આમ છતાં આ બધું જ ભ્રાંતિમાં દેખાય છે અને તેનો કોઈ ઈલાજ નથી, ‘શરીર જ આત્મા છે' તેથી વિકૃત કોઈ ભ્રાંતિ નથી. ઘણાને ભ્રમ થઈ જાય છે કે પોતે પયગંબર છે, વૈજ્ઞાનિક છે, રાષ્ટ્રપતિ છે, સેનાપતિ છે. કેટલાક એવા મતિભ્રમથી પીડાય છે કે તેઓ ઘોડો ગળી ગયા છે. તો એક વ્યક્તિને એવો ભ્રમ થઈ ગયો કે પોતે ચોખાનો દાણો બની ગયો છે. કેમે કરીને તે ભ્રમ દૂર ન જ થયો. ઉપચાર અને સારવારથી પૈસાનું પાણી થયું...અંતે એક મનોવૈજ્ઞાનિકની સારવારથી તેના મનમાં ઠસાવવામાં આવ્યું કે તે ચોખાનો ઘણો નથી, પણ બીજા જેવો માણસ છે. આમ ઘણી મહેનતને અંતે તે સમયો કે હવે મને કોઈ ચણી શકે નહીં. હવે હું પવનથી ઊડી શકું નહીં. આમ જૂની ભ્રાંતિ અને સંસ્કાર ભૂંસી તેને નવું શિક્ષણ આપવામાં આવેલું કે હવે તારે ડરવાની જરૂર નથી. અને તે સામાન્ય જીવન જીવતો થઈ ગયો. એક વાર તે પોતાના સ્નેહી અને મિત્રો સાથે પ્રાણીબાગમાં-‘ઝુ’માં ગયો. અને અચાનક તે પંખીઓના પાંજરા આગળ થંભી ગયો અને તેટલામાં એક કૂકડો બોલ્યો અને પેલા ભાઈએ દોડાદોડ શરૂ કરી.તરત જ મિત્રોએ સમજાવ્યું કે કેમ ડરે છે? તારો ભ્રમ હજુ ગયો નથી! તું ક્યાં ચોખાનો ઘણો છે? તું તો માણસ છે. તેણે જવાબ આપ્યો કે મને ખબર જ છે કે હું માણસ છું...પણ આ મરઘી કે કૂકડાને કેવી રીતે ખબર પડે કે હું માણસ છું?
આમ વર્ષો જૂના રીઢા થયેલા સંસ્કારો; ખોટું તાદાત્મ્ય; જન્મોજન્મની અવિઘાથી એવો અધ્યાસ અને ભ્રાંતિ થઈ છે કે ‘હું શરીર છું” અગર ‘શરીર તે જ હું છું’ તે ભ્રાંતિ સતત સ્વરૂપના ચિંતન, મનન કે નિદિધ્યાસન વિના નષ્ટ થાય તેમ નથી. આ તો એવી દુર્દશા છે કે વ્યક્તિ પોતે જ પોતાની જાતથી વિખૂટો પડયો છે. પોતાને જ પોતાની વિસ્મૃતિ થઈ છે. હવે યાદ કરાવે કોણ? બીજાની શોધ પોતે કરી શકે; પણ પોતાની શોધ કરે કોણ ? આવી શોધ માટે થોડું આંતરિક એકાન્ત; ચંચળતાનો અભાવ; વાસનાનો અંત અને વિચારસાગરમાં ડૂબકી...તે જ પ્રયત્ન વારંવાર...સતત સંશોધન; સદંતર વિષયવિસ્મૃતિ; નિરંતર સ્વરૂપની સ્મૃતિ.
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૫૪)
આત્મામાં દેહની ભ્રાન્તિ ભ્રાંતિ અથવા અધ્યાસનો ખ્યાલ મેળવતાં આપણે આગળના શ્લોક ૭૦થી ૭૪માં દેહમાં આત્માની ભ્રાંતિ અર્થાત્ જે સનાતન સત્ય છે તેને અધ્યસ્ત રૂપે જોઈ ગયા. ખરેખર અધિષ્ઠાન આત્મા અધ્યસ્ત થઈ શકે નહીં પણ આત્માનો અનાત્મા વિશે જે સંસર્ગ છે તે જ અધ્યારૂ થયો એમ આપણે સમજી ચૂક્યા છીએ. જેવી રીતે જપાકુસુમ અને સ્ફટિક પાસે પાસે હોવાથી, જે સ્ફટિક રંગવિહીન છે તેમાં રાતો રંગ ભાસે છે. અને કેસૂડાનાં ફ્લથી રંગેલા વસ્ત્રમાં રાતો રંગ દેખાય છે. આમ સ્ફટિક અને વસ્ત્ર રંગીન દેખાય છે. તે બન્ને રંગીન ભાસે છે. પણ વાસ્તવમાં સ્ફટિકમાં દેખાતા રાતા રંગનું તાદાત્મ તો પુષ્પ જોડે છે સ્ફટિક જોડે નથી. તેમ જ વસ્ત્રમાં રાતો રંગ જે ભાસી રહ્યો છે, પ્રતીત થાય છે તે રંગનું તાદાત્મ પણ કેસૂડાંનાં ફ્લ સાથે છે. આમ બન્ને દષ્ટાંતમાં રાતા રંગનો સંબંધ=સંસર્ગ ક્લમાં છે. અને છતાં વસ્ત્ર અને સ્ફટિકમાં જે સંસર્ગ કે સંબંધ ભાસે છે તે અનિર્વચનીય તાદાત્મ સંબંધ કે સંસર્ગ છે.
બન્ને દષ્ટાંતોમાં પુષ્પ અને વસ્ત્ર તથા પુષ્પ અને સ્ફટિક ઉભય વ્યાવહારિક છે, પણ તેમના સંબંધનું=સંસર્ગનું જ્ઞાન અનિર્વચનીય ઊપજે છે કે રાતું વસ અને રાતો સ્ફટિક આ અનિર્વચનીય સંબંધ કે સંસર્ગ જ અધ્યસ્ત થાય છે અર્થાત્ આત્મા અનાત્મા ઉપર કે આત્મા શરીર પર અધ્યસ્ત થતો નથી પણ તેનો અનિર્વચનીય સંબંધ જ અધ્યસ્ત થાય છે. આવા અધ્યાસને સંસર્વાધ્યાસ કે સંબંધાધ્યાસ કહેવાય છે.
હવે પછી આચાર્યશ્રી જે દષ્ટાંતો શ્લોક ૭૫થી ૮૬માં આપશે તેમાં આપણે આત્મા પર અનાત્માનો આરોપ કે અનાત્મા કઈ રીતે આત્મા પર અધ્યસ્ત છે તે દBતો દ્વારા જોવાનો પ્રયત્ન કમબદ્ધ કરીશું.
यथा वृक्षविपर्यासो जलाद्भवति कस्यचित्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥७५॥ યથા =જેમ
તવ તે જ પ્રમાણે વચ્ચરિત્ =કોઈને
માત્મનિ તેહત્વમ્ =આત્મામાં નાના =જળમાં
દેહપણું વૃક્ષવિપર: =વૃક્ષ ઊંધું
અજ્ઞાનયોતિઃ પતિ અજ્ઞાનને લીધે મવતિ =દેખાય છે.
દેખાય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૫૫)
સરોવરને કિનારે કોઈ ઝવેરીની જાહેરાતનું પાટિયું હોય, જેમાં કોઈ સ્ત્રીની છબી હીરાના ગીના સાથે ઊભેલી હોય અને તે જાહેરાતનું બોર્ડ પ્રતિબિંબરૂપે પાણીમાં દેખાય તે જોઈ પ્રતિબિંબને સાચી સ્ત્રી અને સાચા દાગીના માની જો પાણીમાં કૂદે તો શું હાથ આવે? બીજા તો ઠીક પણ પોતાની મૂર્ખતા પર પોતાને પણ હસવું આવે. તેવું જ જે વ્યક્તિ વૃક્ષના પડછાયાને વૃક્ષ સમજે તેના માટે અને આત્માને દેહ સમજે તેના માટે કહી શકાય. પડછાયો તો જ્ડ છે; અસત્ છે; અનિર્વચનીય છે; વૃદ્ધિ અને વિકાસ વિનાનો છે. જ્યારે વૃક્ષમાં વૃદ્ધિ છે, વિકાસ છે. પાણીમાં હલનચલન થવાથી પડછાયો હાલશે; જ્યારે વૃક્ષ તો સ્થિર જ ઊભું રહેશે. તેથી પડછાયાના હલનચલનનો આરોપ વૃક્ષ પર કરવો તે ભ્રાંતિ છે, કલ્પના છે. તેવી જ રીતે શરીર જન્મેલું છે, નામ અને આકારયુક્ત છે. તેનો અજન્મા, અનામી, નિરાકાર આત્મા પર આરોપ કરવો તે તો શરીરના ધર્મો આત્મા પર અધ્યસ્ત કરવા જેવું છે. અને અનાત્માનો આત્મા પર આરોપ એ જ સ્વરૂપાધ્યાસ કહેવાય.
આવો સ્વરૂપનો અધ્યાસ થાય છે ત્યારે જ શરીરના ધર્મો જેવા કે હું મનુષ્ય છું, બ્રાહ્મણ છું, પાતળો છું, જાડો છું, ગોરો છું, કાળો છું, કદરૂપો છું, રૂપાળો છું, બાળક છું, કમજોર છું, શક્તિશાળી છું વગેરેનો આરોપ અજ્ઞાન દ્વારા આત્મા પર થાય છે. અને તેથી આત્માના ધર્મની પ્રતીતિ થતી નથી; અને આત્મા શરીરના ધર્મોથી યુક્ત જણાય છે. તેથી વ્યક્તિ દુ:ખી બને છે. અલ્પતાનો, અલ્પશક્તિનો અને અપૂર્ણતાનો અનુભવ કરે છે. આવા અધ્યાસને દેહ ઉપહિત ચેતન વિશેનો અધ્યાસ કહેવાય
છે.
જેમ પડછાયા ઉપર કોઈ પગ મૂકે અથવા ફૂટપાથ પર ચાલનારના સડક પર પડતા પડછાયા ઉપર વાહન દોડે છતાં નથી પડછાયાને ઈજા થતી, નથી જેનો પડછાયો પડે છે તે શરીરને ઈજા થતી, જેમ પડછાયાને બાંધવાથી, પલાળવાથી, આગ ચાંપવાથી કે પ્રતિબિંબને પથરા મારવાથી બિંબને કંઈ થતું નથી તેમ શરીર પણ પડછાયા જેમ કે પ્રતિબિંબ જેમ જડ છે, તેનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. છતાં જે આત્માને શરીર માને છે તે સદા ભયને પ્રાપ્ત થાય છે. સમય અને દેશની કારાવાસમાં જાતે જ કેદ થાય છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૫૬)
पोतेन गच्छत: पुंस: सर्व भातीव चञ्चलम्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥७६ ॥ તેન તિઃ પુલ: =વહાણમાં જનારા પુરુષને વ યથા. ... =જેવી રીતે સર્વ શ્વતમ્ મતિ =સર્વ કાંઈ ફરતું દેખાય છે, તત્ માત્મતિ દેહત્વ =તે જ પ્રમાણે આત્મામાં દેહપણું માનયોતિ: પતિ =અજ્ઞાનના યોગથી દેખાય છે.
જેવી રીતે વહાણમાં મુસાફરી કરનાર વહાણની ગતિનો આરોપ કિનારે ઊભેલાં સ્થિર વૃક્ષો, મકાનો પર કરે છે, તેથી જ તેને વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે ને વૃક્ષોની અચળતા જણાતી નથી; તેવું જ બીજી વ્યક્તિ કહે છે કે હું વડોદરાથી અમદાવાદ ૧૦ ક્લિોમિટરની ઝડપે આવ્યો. આમ તેણે કારની” “મોટરની ઝડપનો આરોપ પોતા ઉપર કર્યો. ખરેખર તે વ્યક્તિ તો બેસી જ રહેલી અરે ઊંધી પણ ગયેલી! આમ ખોટા આરોપથી ભ્રાંતિ, અધ્યાસ અને મિથા જ્ઞાન ઉદ્ભવે છે. અને જે તેવું જ્ઞાન દઢ થઈ જાય તો તેનો નિકાલ જલદી થતો નથી અને સતત અભ્યાસ, વૈરાગ્ય, સ્વરૂપચિંતન અનિવાર્ય બને છે.
ઉપરના દષ્ટાંતમાં જેમ વૃક્ષની અચળતા-સ્થિરતા પર ગતિનો આરોપ છે, તેવું જ અજ્ઞાનથી જે આત્મા અચળ, અકર્તા, અભોક્તા છે તેના પર શરીરનાં, ઇજ્યિનાં કર્મોનો આરોપ થાય છે. અને તેથી જ વ્યક્તિ આત્માને પણ શરીર જેવો જ કર્તા, ભોક્તા, ચંચળ અને પરિવર્તનશીલ માનવા લાગે છે. આમ સ્વરૂપે આપણે જેવા છીએ તેવા નહીં, પણ તેથી વિપરીત અને વિકૃત ધર્મવાળા જણાઈએ છીએ. આ પણ અધ્યાત છે. પણ અંત:કરણના ધર્મો છે કર્તા અને ભોક્તા અને તેમના ધર્મો આત્મા પર અધ્યસ્ત છે તેથી આ અધ્યાસને અંત:કરણ ઉપહિત ચેતનનો અધ્યાસ કહી શકાય.
पीतत्वं हि यथा शुभ्रे दोषाद्भवति कस्यचित्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः॥७७॥ યથા.=જેવી રીતે વરિત્ =કોઈ પુરુષને તોષાત્ =આંખના દોષથી શુ વીતત્વ મવતિ =ધોળામાં પીળું દેખાય છે, તવ આત્મતિ દેહત્વ =તેમ જ આત્મામાં દેહપણું
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૫૭) મજ્ઞાનયોતિઃ પતિ =અજ્ઞાનના લીધે દેખાય છે.
“જીતવં ફિ થી શુ હોવાલુમતિ શક્તિ આંખના દોષથી જેમ ધોળામાં પણ પીળું દેખાય અર્થાત્ દષ્ટિદોષથી જે ઈષ્ટમાં જ અશુદ્ધિ હોય તો તે અશુદ્ધનું જ આરોપણ શુદ્ધ સ્વરૂપ પર પણ થાય અને સ્વરૂપ પણ અશુદ્ધ જ દેખાય. ટૂંકમાં અહીં એવો સંત જણાય છે કે જેવી ઈષ્ટ હોય તેવી જ સુષ્ટિ દેખાય. જેવું પ્રમાણ હોય તેવું જ પ્રમેય જણાય. જેવું સાધન હોય તેવું જ સાધ્ય જણાય. જો દષ્ટિ ભેદવાળી હોય તો mતમાં ભેદ જ દેખાય. ઈષ્ટ તિવાળી હોય તો દ્વતમય અને અનેકતાવાળું જ સર્વ દેખાય. જો સૂક્ષ્મ દષ્ટિ હોય તો જ સૂક્ષ્મ તત્વ જણાય. નામ-આકાર બાદ થઈ જાય અને માત્ર તત્વ દેખાય. જે સ્થૂળ દષ્ટિ હશે તો બધું જ સ્થૂળ શરીર વાળું અને આકારવાળું નામી જ દેખાશે. અને નિરાકાર અનામી આત્મા પણ દેહધારી જ જણાશે. જેવું શ્લોકમાં કહ્યું છે
"तद्वदात्मनि देहत्वं पश्यति अज्ञानयोगत:"॥ આમ જોતાં સ્પષ્ટ થાય છે કે જો આપણે કમળાના રોગથી પીડાતા હોઈશું તો બધું જ પીળું દેખાશે. લીલા ચશ્માથી બધું જ લીલું દેખાશે. અને દેહરૂપી ચશ્માથી બધું જ દેહમય કે સાકાર દેખાશે અને સર્વનું સૂક્ષ્મ, સર્વવ્યાપ્ત કારણ ઈશ્વર પણ સાકાર જ જણાશે. ચર્મચક્ષુથી ઈશ્વર અમૂર્ત, અવ્યક્ત અને અભિન્ન નિમિત્તોપાદાનકારાણ હોવા છતાં સાકાર મૂર્તિઓમાં વ્યક્ત અને મૂર્ત જ દેખાશે. અને અજ્ઞાનરૂપી ચશ્માથી કે દોષદષ્ટિથી તો જે નથી તે પણ દેખાશે. અને બ્રહ્મના બદલે ભ્રમ અને શાન્તિના બદલે ભ્રાંતિ જ દેખાશે. માટે જ ભગવાને ગીતામાં કહ્યું છે કે
વિમૂઢ નાગુપતિ પતિ જ્ઞાનવાદ:” આમ જેમની દષ્ટિ દેશ, કાળ અને વસ્તુમાં કેદ હશે તેમને જે કંઈ દેખાશે તે પરિચ્છિન્ન જ હશે દેશકાળ અને વસ્તુથી. અને ટિમાં મોટામાં મોટો દોષ એટલે જ આત્મામાં. પરિચ્છિન્નતા, અપૂર્ણતા અને મર્યાદિતતાનાં દર્શન કરવા અને આત્માને દેહ સમજી લેવો, અને દેહના ધર્મોનું “સ્વ” સ્વરૂપ પર આરોપણ કરવું છે.
એક વસ્તુ સ્પષ્ટ છે કે જેવી ઈષ્ટ હશે તેવી જ સુષ્ટિ દેખાશે. સુષ્ટિ જેવી છે તેવી દેખાતી નથી. એમ આત્માનું સ્વરૂપ છે તેવું નથી જણાતું
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૫૮)
પણ અનુભવ; સંસ્કાર; ખોટું તાદાત્મ્ય; અજ્ઞાન અને દૃષ્ટિના દોષથી દોષિત થયેલું જ ‘સ્વ’ સ્વરૂપ અનુભવાય છે.
માયાવાળી દષ્ટિથી સૃષ્ટિ માયામય જણાશે. મિથ્યા દષ્ટિથી સૃષ્ટિ મિથ્યામય જણાશે. ઈશ્વર દષ્ટિથી સૃષ્ટિ ઈશ્વરમય જણાશે. સ્વપ્ન દષ્ટિથી સૃષ્ટિ સ્વપ્નવત્ જણાશે. મનની દૃષ્ટિથી સૃષ્ટિ મનોમય જણાશે. પંચમહાભૂતની દૃષ્ટિમાં સૃષ્ટિ પંચમહાભૂતમય જણાશે. ભેદ દષ્ટિથી સૃષ્ટિ ભેદમય જણાશે. અભેદ દષ્ટિથી સૃષ્ટિમાં અભેદતા જણાશે. અભય દૃષ્ટિથી સૃષ્ટિમાં અભયતા જણાશે.
બ્રહ્મ દષ્ટિથી સૃષ્ટિ બ્રહ્મમય જણાશે. चक्षुभ्यां भ्रमशीलाभ्यां सर्वं भाति भ्रमात्मकम् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७८ ॥
પ્રમશીતાભ્યામ્ રક્ષામ્ =દરડી ખાવાથી જેની આંખો ભમી ગઈ છે; તે આંખોથી સર્વ પ્રમાત્મમ્ માતિ =સર્વ કાંઈ ભમતું; ફરતું દેખાય છે. તત્ત્વત્ આત્મનિ વેત્વમ્ =તે જ પ્રમાણે આત્મામાં દેહપણું અજ્ઞાનયોત: પતિ =અજ્ઞાનતાને લીધે જ દેખાય છે.
જેમ સ્ટીમરની મુસાફરીમાં બધું ડોલતું લાગે; પર્વતની મોટર-મુસાફરીમાં બધું ફરતું લાગે, ફૂદરડી ફર્યા પછી ફેર ચડવાથી બધું ભમતું લાગે; તેમ આત્મા. જન્મ-મૃત્યુના ચક્રમાં ભમતો નથી છતાં અજ્ઞાનને લીધે ભમતો, જતો-આવતો દેખાય છે. અશરીરી હોવા છતાં શરીર બદલતો જણાય છે.
अलातं भ्रमणेनैव वर्तुलं भाति सूर्यवत् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७९ ॥
યથા... =જેવી રીતે
પ્રમળેન વ... =માત્ર ફેરવવાથી જ અજ્ઞાતમ્...=સળગતું લાકડું = ઉંબાડિયું = ઉત્સુક, સૂર્યવત્ વર્તુત્વમ્ માતિ... =સૂર્ય જેવું વર્તુળ દેખાય છે. તત્વત્ આત્મનિ વેહત્વમ્... =તે જ પ્રમાણે આત્મામાં દેહપણું
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૫૯)
પતિ અજ્ઞાનયોગતઃ =અજ્ઞાનના લીધે જ દેખાય છે.
અહીં સમજાવ્યું છે કે જે નથી ભ્રાંતિથી તેવું દેખાય છે. જેમ કે સળગતું લાકડું; જલતી અગરબત્તી કે તારામંડળને જોરથી ગોળગોળ ફેરવવામાં આવે તો વર્તુળ રચાય છે....અને દેખાય છે. ખરેખર ત્યાં વર્તુળ નથી...છતાં અંધારામાં પ્રકાશિત પદાર્થની ફરવાની ઝડપને આંખ પકડી શકતી નથી તેથી આકાશમાં જ્યાં નથી તેવું વર્તુળ ભાસે છે. આ ભાસવું તે નેત્રદોષને કે દૃષ્ટિની મર્યાદાને આભારી છે. અને જાહેરાત કરનારા તેનો લાભ લઈ એવી લાઈટો ગોઠવે કે જે ઝડપથી બંધ થઈ અને ચાલુ થાય છે અને તેથી જ ત્યાં અવનવા આકાર અને ગતિ દેખાય છે. તેવી જ રીતે જે આદિ-અંતરહિત છે, અફાટ છે, અમાપ છે, અનંત બ્રહ્મની સરહદોને મન માપી શક્યું નથી અને તેથી જ અનંત આત્માને તે અંતઃવાન શરીર માની બેસે છે. કાળાતીત આત્માને આયુષ્યવાળું ક્ષણભંગુર શરીર માને છે. નિરાકાર આત્માને વિકારી અને સાકાર શરીર માને છે.
અહીં ‘અજ્ઞાતમ્’ =ઉંબાડિયું કે સળગતું લાકડું દૃષ્ટાંત તરીકે વપરાયું છે તેનો ગૂઢાર્થ, ગર્ભાર્થ અને મર્માર્થ સમજવા પ્રયત્ન કરીએ.
આજની ‘એટોમિક એઈ' કે અણુયુગમાં હવે લાકડાથી રાંધવાનો સંજોગ માત્ર ગ્રામજીવનના સંપર્કથી જ પ્રાપ્ત થાય. તેથી સળગતા લાકડા કે ઉબાડિયાના દાંત કરતાં આપણે સળગતી અગરબત્તી કે તારામંડળનું દૃષ્ટાંત લઈએ. જેને વાંકુંચૂકું, ત્રિકોણ, ચોરસ કે ગોળ જેવી રીતે ફેરવશો તેવો જ આકાર જન્મે છે તેવું ભાસે છે, પ્રતીત થાય છે. છતાં ખરેખર તે સ્થળે આકૃતિ હોતી નથી. આકૃતિ જન્મી નથી, જન્મી નહોતી; જન્મી શકે જ નહીં. તે આકૃતિમાં જે હલનચલન દેખાય છે...તે તો ભ્રાંતિ છે જ પણ ભાસતું વર્તુળ પણ ભ્રમણા જ છે. આમ જ્યાં કોઈ આકૃતિ જ નથી છતાં તારામંડળના ફરવાથી તેમાં ગોળ આકૃતિ, તે આકૃતિમાં ચલન =ચંચળતા અને ગતિ તથા વર્તુળની ઉત્પત્તિ જેવું ભાસે છે. એજ પ્રમાણે જે આત્મા જન્મરહિત છે, અચળ છે, અવસ્તુરૂપ શાન્ત છે, જ્ઞાનસ્વરૂપ છે તેમાં પણ શરીર જેમ ઉત્પત્તિ ભાસે છે. અવયવ જેમ હલનચલન પ્રતીત થાય છે. વસ્તુ જેમ અસ્તિત્વની ભ્રમણા થાય છે. અને જીવ જેમ ગતિનો અધ્યાસ થાય છે.
આમ અધિષ્ઠાન અજન્મા આત્મામાં અધ્યસ્ત પદાર્થની ઉત્પત્તિનો કે
Page #279
--------------------------------------------------------------------------
________________
શરીર જેમ જન્મનો ભાસ થાય તેને નાત્યામા કહી શકાય. જેમ કે છગન-મગનનો જન્મ. ખરેખર તો “છગન મગન” નામ છે. નામનો વળી જન્મ કેવો? અરે, જન્મ જેવું ભાસે છે. જે જન્મ જ નથી તો છગન મારો; અને મગન તમારો કેવો? અરે, મારા-તમારા જેવું ભાસે છે. ખરેખર તો કોઈનું કંઈ જ નથીકારણ કે કંઈ છે જ નહીં. પણ ભાસે છે. માટે કંઈ નથી” તે કહેવા જેવું પણ રહ્યું નથી.
આવ્યો નગન
જાવું નગન કોનો છગન!
કોનો મગન! આમ કંઈ ઉત્પન્ન થયું નથી. કોઈ કાળે કોઈ જન્યું જ નથી છતાં જેમ સળગતું લાકડું ફેરવવાથી વર્તુળ દેખાય છે, ભાસે છે, પ્રતીત થાય છે તેમ જન્મ ભાસે છે, ઉત્પત્તિ પ્રતીત થાય છે.
જેમ જન્મેલા જેવા ભાસતા છગન-મગનમાં હલનચલન ભાસે છે, તે ચાલતા જતા હોય તો ગતિ ભાસે છે. “છગન જાય છે” “મગન આવે છે' તેમ આત્મા પણ જતો-આવતો, જૂના શરીરને છોડતો, નવા શરીરને પકડતો કે શરીરમાં પ્રવેશ કરતો ભાસે છે. આવા આભાસને વતામાસ કહી શકાય.
અને એ જ પ્રમાણે વિચારતાં આત્મા તો વસ્તુથી મુક્ત છે...છતાં વસ્તુ જેવા જ સ્વગત, સજાતીય-વિજાતીય-ભેદ આત્મામાં ભાસે છે. અભેદ આત્મામાં ભેદ નથી અને છતાં પ્રતીત થાય છે. તઉપરાંત વસ્તુ જેવા ગુણ પણ આત્મામાં ભાસે છે. દા.ત. છગન ગોરો છે. મગન કદરૂપો છે. વાસ્તવમાં “છગન’ ‘મગન” પરમાર્થે તો -રૂપ, રંગ, ગુણથી મુક્ત છે. છતાં આત્મા વિશે આવા આભાસને સ્વામી (વસ્તુમામાસ) કહી શકાય.
આમ આત્મઅજ્ઞાનને લીધે જ આત્મા જન્મતો, આવજા કરતો, વસ્તુ જેમ ભેદ અને ગુણવાળો અને શરીર જેમ ગતિવાળો ભાસે છે. महत्त्वे सर्ववस्तुनामणुत्वं ह्यतिदूरतः।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८॥
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૬૧)
સર્વવસ્તુનામ્ મહì=સર્વ વસ્તુમાં મોટાપણું પણ
અતિર્ : અનુત્વમ્ ત્તિ-ઘણે દૂરથી જેમ નાનાપણું દેખાય છે. તત્વત્ આત્મનિ વેઠત્વમ્=જ પ્રમાણે આત્મામાં દેહપણું
પતિ અજ્ઞાનયોત:=અજ્ઞાનના લીધે જ દેખાય છે.
જેમ જેમ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનું અંતર દેશ અને કાળમાં વધતું જાય તેમ તેમ દૃશ્ય મહાન હોવા છતાં પણ નાનું દેખાય છે અને મોટી વસ્તુ જો નાની ન થતી હોત તો નાનકડી આંખની કીકીમાં તેનો સમાવેશ ન થઈ શક્યો હોત. પર્વત, સાગર, આકાશ અને તેમાં દેખાતા સૂર્ય કરતાં પણ મોટા તારાઓ અત્યંત નાના બને છે... કારણ કે તેમની અને દ્રષ્ટા વચ્ચે અંતર વધે છે
महत्त्वे सर्ववस्तुनामणुत्वं ह्यतिदूरतः "
“અતિવૃ: અનુત્વમ્ દિ'
સૂર્ય અને માનવી વચ્ચે તારાની સરખામણીમાં અંતર ઓછું છે તેથી તે તારા કરતાં મોટો દેખાય છે. છતાં જે કદનો છે તેના કરતાં લાખ ઘણો નાનો પણ તે ભાસતો નથી કારણ કે દૂર છે.
....
બસ એવી જ રીતે અજ્ઞાની માટે સૌથી મહાન; સર્વવ્યાપ્ત, આત્મા અત્યંત નાનો બની જાય છે. અને શરીરના જ આકારવાળો તેને દેખાય છે. કારણ કે અજ્ઞાની અને આત્મા વચ્ચે દેશ અને કાળનું અંતર ઘણું જ છે. અજ્ઞાની પોતાની જેમ જ આત્માને નાના આયુષ્યવાળો અને શરીરના કદવાળો માને છે. તેથી જ શરીર દૃષ્ટિથી, સ્થૂળ દૃષ્ટિથી તેવો અજ્ઞાની અંધકારમાં ખૂબ દૂર ચાલ્યો જાય છે અને સ્વયંપ્રકાશ આત્મા તેને પોતાનો પ્રકાશ પણ પહોંચાડી શકતો નથી. જ્યારે જ્ઞાની માટે આત્મા સૌથી નજીક છે એટલું જ નહીં પણ પોતાનો જ આત્મા છે; નિજ સ્વરૂપ છે. અને તે આત્મા સર્વવ્યાપ્ત છે માટે પોતે પણ સર્વવ્યાપ્ત સૌથી મહાન બને છે. આમ જ્ઞાની માટે આત્મા પાસે છે અને મહાન છે; જ્યારે અજ્ઞાની માટે દૂર છે અને શરીરના કદનો જ છે.
‘“સદા પાસે છતાં આધે અભાગીને અરે દીસતો સહુ રંગે અરંગી તું, લહે તુજ રંગ કો અવધૂત’'
-
શ્રી રંગ અવધૂત
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૬૨)
જે વ્યક્તિ અજ્ઞાન દૂર કરી આત્મા અને પોતાની વચ્ચેનો ભેદ નષ્ટ કરી “તે મહાન સર્વવ્યાપી પરમાત્માને જાણી લે છે, તે બુદ્ધિમાન પુરુષ કોઈ પણ કારણથી ક્યારેય કોઇ પણ પ્રકારનો શોક કરતો નથી” તેવું કઠોપનિષદમાં કહ્યું છે.
“મારૂં વિપુમાત્માને મત્વ થી ર શોરસિ” i ર-રા તાત્પર્ય એ જ છે કે વ્યકિતએ પોતાની અને આત્માની વચ્ચે અજ્ઞાનથી જે દેશ અને કાળનું ભ્રમણામય અંતર રચેલું છે તેનો નાશ કરીને આત્માને સૌથી સમીપ, પોતાના આત્મસ્વરૂપ તરીકે જાણવું જોઈએ. ગીતામાં કૃષ્ણ પરમાત્માએ તો કહ્યું છે કે અભેદ ભાવે ભક્તિ કરનાર જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે.
“જ્ઞાની ત્વર્ભિવ છે મ ”
(ज्ञानी तु आत्मा एव मे मतम्) અર્થાત્ ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્તોમાં સર્વ કોઇ ઉત્તમ છે તેમાં શંકા નથી. પણ આત્માને પોતાની સૌથી સમીપ અર્થાત્ આત્મસ્વરૂપ સમજનાર જ દેશ અને કાળનું અંતર સમાપ્ત કરીને આત્મમય બની જાય છે અને પોતે મહાન બને છે. અને આવો સર્વવ્યાપ્ત આત્મા ભગવાન કહે છે કે મારું પોતાનું સાક્ષાત્ સ્વરૂપ જ છે. આમ જ્ઞાની, કૃષ્ણ પરમાત્માના હૃદયમાં રહી પરમાત્માનું સ્વરૂપ બની ચૂક્યો જ્યારે અજ્ઞાનીએ અંતર ઊભાં ક્ય, અંતરાય સર્જી પરમાત્માથી વેગળો, છેટો ઊભો રહ્યો માટે નાના દેહવાળો સ્થૂળ શરીર બન્યો. માટે જ ભગવાને કહ્યું કે..
"तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८॥
सूक्ष्मत्वे सर्वभावानाम् स्थूलत्वं चोपनेत्रतः।
| (સર્વ વસ્તુનામ-પાઠભેદ)
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८॥ च सर्वभावानाम् सूक्ष्मत्वे
અને જેમાં સર્વ પદાર્થોના સૂક્ષ્મપણામાં (૨ સૂક્ષ્મત્તે સર્વવત્ના)૩૫નેત્રત: સ્થા . ચામાંથી ચૂળ કે મોટાપણું દેખાય છે,
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬૩)
તવત્ ત્મિર રેહત્વપૂતે જ પ્રમાણે આત્મામાં દેહપણું મજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ દેખાય છે. ૩૫નેત્રત: પૂતત્વમ્ અહીં ઉપનેત્ર અથતિ ચશ્મા, બાયનોક્યુલર, મોનૉક્યુલર, મેગ્નિફાઇંગ ગ્લાસ કે સૂક્ષ્મદર્શક યંત્ર ગમે તે લઈ શકાય. પણ અર્થ એ જ છે કે જેમ સૂક્ષ્મ પદાર્થો પણ ચશ્માં કે સૂક્ષ્મદર્શકમંત્રથી મોટા અને સ્થૂળ દેખાય છે. તેવી જ રીતે આત્મા સર્વવ્યાપ્ત છે. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. મળપળીયા કઠોપનિષદમાં કહ્યું છે કે ઈન્દ્રિયોના વિષયો ઈન્દ્રિયોથી સૂક્ષ્મ છે. તે વિષયો - શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શથી મન સૂક્ષ્મ છે. મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે અને બુદ્ધિથી સૂક્ષ્મ જો કોઈ હોય તો તે આત્મા છે.
इन्द्रियेभ्य: परा ह्या: अर्थेभ्यश्च परं मनः।
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥१०॥ આમ આત્મા સૌથી સૂક્ષ્મ છે. છતાં જેની દષ્ટિ સ્થૂળ છે; જેના ‘૫નેત્ર અર્થાત્ જોવાનાં સાધન - પછી તે ચશ્મા કે કોઈ યંત્ર ગમે તે હોય; તે સ્થૂળ હોય, અગર સાકારને જ જોવાની શકિતવાળાં હોય; અવયવીને જ પકડી શકે તેવાં હોય; ભેદરૂપી દોષથી યુક્ત હોય, તો તેવા અજ્ઞાનીને સૂક્ષ્મ; સર્વ વ્યાપ્ત આત્મા પણ સ્થૂળ દેહાકાર જણાશે. આત્માને જેવો છે તેવો જ જાણવા માટે તો ઉપનેત્રનો ઉપયોગ બંધ કરવો પડશે કે જેનાથી ભેદ, સાકાર, અવયવી અને મિથ્યા કે અનિર્વચનીય પણ પાસે અને મોટું સ્થૂળ દેખાય છે. આત્મદર્શન માટે ચર્મચક્ષુ નકામાં છે સ્થૂળતા દેખાડે તેવાં ઉપનેત્ર તો વ્યર્થ જ છે. સાર્થક છે માત્ર અભેદ દષ્ટિ અથવા સૂક્ષ્મ બુદ્ધિ કે જેના દ્વારા આત્મા જેવો છે તેવો “અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન “મોળીયાનું મદતો મદીયાન' જોઈ શકાય છે. તેવું જ શ્રુતિનું પણ કથન છે.
"दृश्यते त्वम्यया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः" । આત્મા આંખથી જોવાની વસ્તુ નથી, કારણ કે તે એક સ્થળે નથી, સાકાર નથી. તે તો માત્ર સૂક્ષ્મ બુદ્ધિથી પોતાથી અભિન્ન છે તેમ જાણી
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૬૪) શકાય છે. જો ઇન્દ્રિયનો કે દષ્ટિનો વિધ્ય આત્મા થઈ શકે તો તો અનેક ભ્રમ થવાની શક્યતા રહેલી છે. કારણ કે જેને “ઓપ્ટિકલ ઇલ્યુસન કે દષ્ટિભ્રમ કહે છે તેનાથી તો આત્મા છે તેવો તો નહીં જ દેખાય પણ કદાચ વિકૃત કે જુદો પણ દેખાય. જેમ કે ગાડીના સમાંતરે જતા પાટા ભેગા થતા દેખાય છે. ક્ષિતિજમાં ધરતી અને ગગનનું મિલન સર્જાય છે. અને નીચેની આકૃતિમાં બન્ને લીટી સરખી જ છે છતાં વિરુદ્ધ દિશામાં જતાં પાંખિયાંથી નાની મોટી દેખાય છે.
એટલું જ નહીં પણ જો ઍટમ, ઈલેક્ટ્રૉન અને ન્યુટ્રૉન દૃષ્ટિથી દેખાતા નથી છતાં બુદ્ધિ દ્વારા સમજાવી શકાય તો પછી આત્મા પણ દેખાતો નથી છતાં સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સમજાવી શકાય તેવો છે તેવું કહેવામાં
ક્યાં છે કોઈ દોષ? આ સૂક્ષ્મ બુદ્ધિ તે જ જ્ઞાનચક્ષુ છે જેથી આત્મા દશ્ય છે. પણ જેની પાસે અજ્ઞાનચક્ષુ છે તેને તે દેખાતો તો નથી પણ ઊલટું દેહ જેવો ભાસે છે.
"तद्वदात्मनि देहत्वं अज्ञानयोगतः पश्यति" काचभूमौ जलत्वं वा जलभूमौ हि काचता। तद्वदात्ममि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८२॥
વાવપૂણી નતત્વમૂત્રકાચની ભૂમિમાં જળપણું વા..=અથવા નમૂની દિ વાવતા=જળની ભૂમિમાં કાચપણું(જેમ દશ્ય છે.) તવત્ ત્મિનિ હૃત્વ=તે જ પ્રમાણે આત્મામાં દેહપણું અજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ દેખાય છે.
કાચની ભૂમિમાં જળ અને જળની ભૂમિમાં કાચ દેખાય તેવી ભ્રાંતિ ઊભી થઈ શકે તેમ છે. દષ્ટિભ્રમનાં અનેક દષ્ટાંતોમાં એવું જોઈ શકાય છે. જો કોઈ મનોવૈજ્ઞાનિક લૅબોરેટરીમાં પ્રત્યક્ષીકરણ અને દૃષ્ટિભ્રમના પ્રયોગો
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૬૫) જોઈ શકાય તો એવું અનુભવી શકાય કે.. પાણી નીચેથી ઉપર ચડતું હોય અને પદાર્થોની ગોઠવણીથી એક જ રૂમમાં બે ખૂણે ઊભેલા માણસોમાંથી નીચો માણસ છાપરાને અડતો દેખાય અને ઊંચો માણસ છાપરાથી કે સિલિંગથી દૂર જણાય. આ બધા જ દષ્ટિભ્રમના દાખલા છે મહાભારતમાં એવો એક સુંદર દાખલો જેમાં યુધિષ્ઠિરની રાજ્યસભાનું આયોજન એવી રીતે કરેલું કે દુર્યોધનને તેમાં પાણીનો ભ્રમ થઈ ગયો અને કહેવાય છે કે તેણે કપડાં ઊંચાં કરી લીધાં. અને એક સ્થળે એવી રચના હતી કે જ્યાં પાણી હતું છતાં દેખાય નહીં અને દુર્યોધન તેમાં પડી ગયો. જેમ દષ્ટિભ્રમથી યથાર્થ દર્શન થતું નથી તેમ જ માયાની અસર નીચે વ્યક્તિ નિરાકાર આત્મામાં સાકાર દેહ જુએ છે. આમ જેવું દષ્ટિભ્રમમાં મિથ્યાદર્શન થાય છે તેવું જ અજ્ઞાનકાળે આત્મા કે જે વૃદ્ધિ, વિકાર અને વિનાશથી રહિત છે છતાં તેવો દેહધારી દેખાય છે.
यद्वदग्नौ मणित्वं हि मणौ वा वह्निता पुमान्।
तद्वादात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८३॥ હિ...વત વળી જેવી રીતે "માનું અનૌ માત્વમૂક(કોઈ) પુરુષ અગ્નિમાં મણિપણું વા મળી વનિતી=અથવા મણિમાં અગ્નિ જુએ છે, તત્વત માનિ તેહત્વ=તે જ પ્રમાણે આત્મામાં દેહપણું મજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ જુએ છે.
ઘણી વાર અગ્નિના નાના કોલસામાં મણિ અને મણિમાં આગિયો કે અગ્નિ ભ્રાંતિથી દેખાય છે તેમ જ અજ્ઞાનથી શરીરમાં આત્મા અને આત્મામાં શરીર દેખાય છે.
अभ्रेषु सत्सु धावत्सु सोमो धावति भाति वै।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८४ ॥ મખેડુ સત્યુ થાવસ્તુ આકાશમાં વાદળાં દોડતાં હોય ત્યારે સોમ: ધાવત (તિ) વૈ મતિ ચંદ્ર પણ દોડે તેવું જરૂર ભાસે છે, તવત્ માત્મનિ ત્વમ્ તે જ પ્રમાણે આત્મામાં દેહપણું
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨૬૬) અજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ દેખાય છે.
ઉપરના દૃષ્ટાંતમાં સ્પષ્ટ છે ઈન્દ્રિયગમ્ય જ્ઞાન યથાર્થ નથી. કારણ કે ચંદ્ર દોડતો નથી છતાં દેખાય છે. કારણ કે વાદળાંની ગતિનું આરોપણ ચંદ્ર પર થાય છે. તેથી મિથ્યાજ્ઞાન જન્મે છે. તે જ પ્રમાણે શરીરના કાર્યથી અક-અકર્મ આત્મામાં પણ કર્મ અને કર્તા દેખાય છે. આ પણ મિથ્યાજ્ઞાન છે.
यथैव दिग्विपर्यासो मोहाद्भवति कस्यचित्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८५॥ યથા ઇવ વિવિપત =જેવી રીતે દિશાભ્રમ
રિત મોહાતિ મવતિ કોઈ વ્યક્તિને મોહથી થાય છે, તકલાત્મતિ દેહત્વમ્ તેવી જ રીતે આત્મામાં દેહપણાનું જ્ઞાન મશાનયાત: પતિ-અજ્ઞાનથી દેખાય છે.
यथा शशी जले भाति चञ्चलत्वेन कस्यचित्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥८६॥ ચથી વંત્રત્વેન જળમાં જેવી રીતે ચંચળતાથી
તુ કોઈ પુરુષને શશ (વત:) મતિ ચંદ્ર ડોલતો દેખાય છે, તવત્ માત્મનિ રેહત્વ તેમ જ આત્મામાં દેહપણું મજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનને લીધે દેખાય છે.
જેવી રીતે પાણીમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ પોતે હાલતું નથી છતાં પાણી હલવાથી, જળમાં તરંગો ઊઠવાથી; પ્રતિબિંબ ચલિત ભાસે છે જે પાણી ડહોળાયેલું હોય તે પ્રતિબિંબ પણ મલિન ભાસે છે અને પાણી સ્વચ્છ અને સ્થિર હોય તો પ્રતિબિંબ પણ સ્પષ્ટ, સ્વચ્છ અને સ્થિર દેખાય છે; તેવી જ રીતે પરબ્રહ્મનું અંત:કરણરૂપી જળમાં પડતું પ્રતિબિંબ પણ અંત:કરણની ચંચળતાને લીધે ચલિત ભાસે છે અને અંત:કરણની રાગદ્વેષાદિ મલિનતાથી મલિન દેખાય છે. આવી આત્માની મલિનતા કે ચંચળતા જે પ્રતીત થાય છે તે તો તેની ઉપાધિની છે છતાં અજ્ઞાનથી આત્માની ભાસે
Page #286
--------------------------------------------------------------------------
________________
(૨૬૭)
છે. અને તેથી જે આપણે માનીએ કે હું કર્તા છું; આવવા-જવાવાળો છું; ચંચળ છું; રાગદ્વેષાદિથી પૂર્ણ છું - અને તેથી જ મલિન છું, તો આપણે ધમ= અંત:કરણ સહિત અંત:કરણના ધર્મોનું આત્મા પર આરોપણ
કહેવાય. અને આ આરોપથી જ ભ્રાંતિ કે અધ્યાસ ઉત્પન્ન થયો; જેને ધર્મસહિત ધમનો અધ્યાસ કહેવાય છે.
આમ શ્લોક ૩૫ થી ૮૬ સુધીની જે વિચારણા આપણે કરી તેના નિષ્કર્ષમાં, નિચોડમાં કે તારણમાં સ્પષ્ટ થતી હકીકત નીચે મુજબ છે:
(૧) આત્મા અને દેહ પરસ્પર ભિન્ન છે. એક દ્રશ્ય છે, બીજો દ્રષ્ટા છે. એકને ક્ષેત્ર=શરીર કહેવાય છે, બીજાને ક્ષેત્રનો જ્ઞાતા=ક્ષેત્રજ્ઞ કહેવાય
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। પતો રેત્તિ તં પ્રદુ: ક્ષેત્ર તિ તદિવ: ભ.ગી.
૧૩/૧ / (૨) આત્મા અને શરીર પરસ્પર પૂર્ણ વિરોધી ધર્મવાળાં છે. શરીર અંતવાન છે: “મંતવંત મે ઢા: નિત્યચોવત્તા નિ:” . ભ.ગી. ૨/૧૮
જ્યારે આત્મા નિત્ય છે. શરીર જન્મે છે, જ્યારે આત્મા અજન્મા છે “મનો નિત્ય: શારવતોડ્ય પુરા' | ભ.ગી. ૨/૨૦ આમ પૂર્ણવિરોધી હોવાથી પ્રકાશ અને અંધકારની જેમ બન્ને એક જ સ્થળે, એક જ સમયે અસ્તિત્વમાં ન હોઈ શકે. (૩) આત્મા દેહથી મુક્ત છે.
કારણ કે દેહ એ તો પ્રતીતિમાત્ર છે. ભાસે છે, તેની સાથે આત્મા જન્મ મૃત્યુવાળો ભાસે છે. છતાં દેશકાળથી મુક્ત છે.
જ્ઞાનીને દેહ અદશ્ય નથી; દેખાય તો છે પણ પ્રતીતિ કે ભાસરૂપે.. તેથી તેની સમજમાં અધ્યસ્ત કે આરોપ પણ અધિષ્ઠાન આત્મા જ છે. બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. સર્વ કાંઈ આત્મા છે. અને આ જે કંઈ છે તે પણ આત્મા જ છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૬૮) અધ્યાસ્તનો અધિષ્ઠાનમાં લય
શાનમાં અશાનનો પ્રલય
પ્રતીતિ, ભાસ, અધ્યાસ, જાંતિની નિવૃત્તિ હવેના બે શ્લોક દ્વારા શ્લોક ૭૫ થી ૮૬ સુધીની વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે માત્ર આત્મજ્ઞાન દ્વારા જ ભ્રમણા કે અધ્યાસનો વિનાશ થઈ શકે તેમ છે. ભ્રમની નિવૃત્તિ એ જ અધિષ્ઠાનનું જ્ઞાન કે અધ્યાસના મિથ્યાત્વનું જ્ઞાન કહેવાય છે.
एवमात्मन्यविद्यातो देहाध्यासो हि जायते ।
स एवात्मपरिज्ञानाल-लीयते च परात्मनि ॥८७॥ પવમુક ઉપર પ્રમાણે વિદ્યાતિઃ દિકઅજ્ઞાનથી જ માત્મનિ દેહાધ્યાસ: ગાયતે આત્મામાં દેહનો ભ્રમ જન્મે છે. ૨ લ: લેહાધ્યાસ: ઇવ અને આત્મામાં થયેલ તે દેહનો અધ્યાસ=ભ્રમ પણ માત્મપરિજ્ઞાનાતુ..=આત્માના વિશેષ જ્ઞાનથી પ૨નિ નીયતે..=પરમાત્મામાં લીન થાય છે.
सर्वमात्मतया ज्ञातं जगत्स्थावरजंगमम् । अभावात् सर्वभावानां देहस्य चात्मता कुत: ॥८॥
[પાઠભેદ રેહાનામ્. થાવનિંગ રતિ સર્વ જતુ સ્થાવરન્ગમ સર્વ જગત માત્મતયા જ્ઞાતિ આત્મરૂપે જ જાણ્યું હોય તો સર્વમવિનામુ અમાવતિ=સર્વ ભાવોનો=પદાર્થોનો અભાવ થવાથી ર તેચ માત્મતા ૩i: [ર હેરાના દેહમાં પણ હુંપણું ક્યાં રહ્યું.
અહીં ઉપરોક્ત શ્લોકમાં આગળની ચર્ચાનો મર્મ કહ્યો કે આત્માના વિશેષ જ્ઞાનથી જ દેહાધ્યાસનો લય થાય છે અને સર્વ અનાત્મ પદાર્થોનો અભાવ થાય છે. માત્મપરિજ્ઞાની આત્માના વિશેષ જ્ઞાનથી કે “સર્વનાત્મતયા જ્ઞાત સર્વને આત્મરૂપે જાણવાથી સર્વ પદાર્થોનો અભાવ થાય છે અને દેહાધ્યાસની નિવૃત્તિ થાય છે. પણ શરત છે કે “જાણવાથી'; અહીં જ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે. કારણ કે અધ્યાસ, ભ્રમ કે ભાસ આત્મજ્ઞાનમાં છે. આત્મજ્ઞાનમાં અધ્યાસ જ નથી; mત જ નથી તો અભાવ કોનો? લય શેનો?
છતાં શ્લોકમાં જણાવ્યું છે કે પાનિ તીયસે તેથી લય છે-તેમ સમજનારે વિચારવું કે આરોપનો અધિષ્ઠાનમાં લય; નામનો અનામીમાં લય, સર્પનો દોરીમાં અને જગતનો બ્રહ્મમાં લય. જ્ઞાનમાં જ્યાં મારાથી ભિન્ન કંઈ છે
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૬૯) જ નહીં ત્યાં પદાર્થોનો અભાવ કેવો? પણ જેમ જણાવ્યું કે “સર્વમાવનાનું અમાવાનું તો સમજવું કે સ્વરૂપના સાચા જ્ઞાનમાં બ્રહ્મથી ભિન્ન કે આત્માથી જુદું કંઈ જ નથી તો શરીર કેવું? જે શરીર નથી તો તેનું નામ અને આકાર કેવાં? શરીરની જ હયાતી નથી અને અભાવ છે તો તેની ત્રણ અવસ્થા કેવી? જે તેની સ્વપ્ન જાગ્રત અને સુમિ જેવી અવસ્થા નથી તો તેનો સાક્ષી ક્વો? સાલ્ય હોય તો જ કોઈ સાક્ષી હોય. આમ અવસ્થાત્રયસાક્ષી એવું જે આત્મા માટે કહ્યું તે ખોટું નથી. પણ સમજવાનું કે સાક્ષી સાપેક્ષ છે. સાક્ય ન હોય તો તેની હયાતી નથી. જે સ્વપ્ન વગેરે જ પ્રાતિભાસિક હોય તો તેનો સાક્ષી કેવો હોય! અને વળી ત્રણ અવસ્થાનો સાક્ષી નથી; તેનો સાક્ષી કોણ? અર્થાત્ કોઈક જરૂર છે. અને તે અધિષ્ઠાન છે અને તેના જ્ઞાનમાં જ ત્રણ અવસ્થા; પંચમહાભૂત, અહંતત્ત્વ; મહત્તત્ત્વ પ્રકૃતિ; માયા; સર્વનો અભાવ સર્જાય છે; જણાય છે. આમ જ ભાવનો અભાવ સમજી શકાય.
ટૂંકમાં, પોતામાં જ સંસારનો લય કરવો હોય કે “સ્વ” સ્વરૂપમાં જ પદાર્થોનો અભાવ સમજવો હોય તો “આત્મવિજ્ઞાન આત્માનું વિશેષ જ્ઞાન જરૂરી છે. અગર સર્વમાં આત્મદષ્ટિ અનિવાર્ય છે. “સર્વ આત્મતિયા જ્ઞાતિ આ જ વાત અનેક સ્થળે સ્મૃતિમાં કહી છે જ્યાં જાણવું જ્ઞાન મુખ્ય છે તે દર્શાવ્યું છે.
ય યત્ તત્ પ્રવામિ યજ્ઞાત્વિા અમૃતમ્ અર7” [જે જાણવા જેવું છે અને જેથી અમરતા મળે તે કહું છું (ગી.એ. ૧૩/૧૨)
જ્ઞાનં ય જ્ઞાન ગમ હરિ સર્વસ્ય શિકિતમ્ II ગી.અ. ૧૩/૧૭ | (આત્મા) (જ્ઞાનરૂપ; શેયરૂપ અને જ્ઞાનથી જ જાણી શકાય તેવો સર્વના
હૃદયમાં છે). માત્મજ્ઞાનાતું... આત્માનું વિશેષ જ્ઞાન એટલે શું? તે સ્વાભાવિક પ્રશ્ન
છે.
વિશેષ જ્ઞાન અર્થાત્ આત્માને વિષય તરીકે ન જાણવો; દશ્ય કે શેય તરીકે ન જાણવો; પણ પોતાથી ભિન્ન નથી અને ઇન્દ્રિયોનો; મનનો; બુદ્ધિનો અવિષય છે તેમ જાણવો. શ્રુતિની ભાષામાં શ્રીકરણ પરમાત્માએ કહ્યું છે કે કઈ રીતે જાણવો:
“અનામિતું રહ્યું ન હતું જ મહત્વ ?”ગી.અ. ૧૩/૧૨ II
બ્રહ્મ અનાદિમત, દેશકાળવસ્તુથી પર છે. પણ તે નથી સત કે નથી અસત્ કહેવાતો. નથી વ્યક્ત કે અવ્યક્ત કહેવાતો; નથી કારણ કે
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૭૦)
કાર્ય કહેવાતો; આમ જાણવો તે વિશેષ રીતે જાણવું છે.
“સૂક્ષ્મત્વાત્તત્ મવિશેયમ્ સ્થમ્ ચ અન્તિ, ૨ તત્’॥ ગી.અ. ૧૩/૧૫॥
“આત્માને એવી રીતે જાણવો કે જે સૂક્ષ્મ હોવાથી અવિશેય=ન જાણી શકાય તેવો છે અને અજ્ઞાનીને દૂર હોવાથી પણ અવિશેય છે. જ્યારે જ્ઞાની માટે તે પાસેમાં પાસે છે.”
આવી રીતે જ્ઞાનીને સર્વ કાંઈ પોતાની અંદર અને પોતાના સ્વરૂપે જ જણાય છે ત્યારે એ અભેદ; અભય અને અદ્વૈતભાવમાં શરીર આત્મા જ છે તેવું કહેવા માટે પણ ભેદ રહેતો નથી. આમ જ્યાં શરીરભાવ નથી ત્યાં સ્વમાન; અપમાન; બહુમાન નથી. ગતિ, પ્રગતિ, અધોગિત નથી. અને જ્યાં હું” ‘અહમ્ એવો અહંકાર નથી તો સંસાર નથી. “અજી હું નહીં તો જગ કહીં ?”
મનનશીલ મુમુક્ષુનું કર્તવ્ય
આત્મવિચારણાના યાત્રીની જીવનદૃષ્ટિ आत्मानं सततं जानन् कालं नय महाद्युते ।
[મહામà-પાઠભેદ]
प्रारब्धमखिलं भुञ्जन् नोद्वेगं कर्तुमर्हसि ॥ ८९ ॥
દે મહાદ્યુતે હૈ (મહામત્તે)=હે મોટા ભાગ્યશાળી
આત્માનમ્ સતતમ્ નાન=આત્મા સંબંધી સતત જ્ઞાન મેળવતો મેળવતો જિતમ્ નય...=સમય પસાર કર,
અવિતમ્ પ્રારબ્ધમ્ મુન્ત્રમ્ =તારું પ્રારબ્ધ સંપૂર્ણ રીતે ભોગવતાં રદેશમ્ તુંમ્ ન અસિ=ઉદ્વેગ કે શોક કરવો ઇચ્છનીય નથી.
‘આત્માનમ્ સતતં જ્ઞાનમ્ અહીં ‘સ્વ’ની સાચી પરખ વિશે સંકેત છે. આત્મવિચાર દ્વારા; સ્વરૂપચિંતન દ્વારા; જીવ, જ્ગત અને ઈશ્વરના સંબંધો વિશે મનોમંથન દ્વારા તું તેને જાણ. જગતના ભૌતિક પદાર્થોને ઓળખવા તે જાણવું નથી. તે તો જ્ગતની માહિતી ભેગી કરવા જેવું છે. તે તો ‘ઈન્ફર્મેટિવ નૉલેજ’ છે. ‘માહિતીપ્રદ શાન છે’ અર્થાત્ તે તો કોઈ વસ્તુ; વ્યક્તિ કે પરિસ્થિતિની માહિતી છે. માહિતી માટે ‘નો’ ‘ની’ ‘નું” ‘ના’ અને અંગ્રેજીમાં ‘ઑક્’ વપરાય. દા.ત. વસ્તુ કે પદાર્થનું જ્ઞાન ‘નૉલેજ ઓર ઈન્ફરમેશન ‘ઑ' એન ઑબ્જેક્ટ. પણ અહીં જે જ્ઞાનની વાત
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૭૧) કરી છે તે તો “નોલેજ કેપિટલ ક” છે. અર્થાત અહીં પરબ્રહ્મ કે આત્મજ્ઞાનની વાત છે. જેમાં જાણનાર જ્ઞાતા શેયથી ભિન્ન નથી હોતો. અને આત્માને જાણનાર આત્મા જ થાય કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બને છે. શાસ્ત્ર અને આત્મચિંતનના સંદર્ભમાં “જાણવું' એ નિરીક્ષણ કે
ઓન્ઝર્વેશન' નહીં જ -અને “ઈન્ફર્મેશન’ તો સ્વપ્નમાં પણ નહીં. અહીં તો આત્મા સમગ્ર વિશ્વનું, બ્રહ્માંડનું અધિષ્ઠાન છે તેમ જાણવાનું છે. અને તે અધિષ્ઠાન હું પોતે જ છું તેવી દઢતા કાયમ કરવી તેને જ્ઞાનનિષ્ઠા હે છે. આવી જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરવા સતત, નિરંતર, ચિંતન કરતા રહેવું. અને સમજવું કે જે હું જગતનું અધિષ્ઠાન, તો અધ્યસ્ત “જગત” કે
જીવ'નો આરોપ કયાં છે મુજથી ભિન્ન? અને માટે જ હું જ ગત; હું જ જીવ અને ઈશ્વર પણ હું જ છું. મારા આધારે જ જીવ અને ઈશ્વરની સંતાકૂકડી જેવી શોધ ચાલી રહી છે. સર્જન અને વિસર્જનની રમત મારા ઉપર જ; મારા દ્વારા રમાઈ રહી છે. અને તેના સંદર્ભમાં અહીં સૂચન છે કે હે મહામતે; હે ભાગ્યશાળી; હે માનવદેહધારી; મુમુક્ષુ; તું આત્મવિચાર દ્વારા જાણ કે તું જ દશ્ય છે; તું જ કષ્ટા છે; તું જ દષ્ટિ છે. તારાથી ભિન્ન કંઈ નથી તેથી તું જ દશ્યરૂપ થઈ ગયો છે. છતાં તું જ તને કષ્ટારૂપે જોઈ રહ્યો છે. કેટલું આશ્ચર્ય છે કે હું જ દશ્ય અને કષ્ટા રૂપે મને જોઉં છું અને છતાં જાણું છું કે દૃશ્ય અને કટા બન્ને નથી છતાં ભાસે છે; પ્રતીત થાય છે. આ તો આશ્ચયનું આશ્ચર્ય... ખરેખર આત્મા પરમ આશ્ચર્ય જ છે. આમ વિચારતાં વિચારતાં સમય પસાર કરી અને સમય વિતાવતાં વિચારતો જા કે “તું કોણ?”
“મન ચહે તો જઈ નેપથ્યમાં સંતાય તું રંગમાં આવે તો જગતના મંચ પર દેખાય તું તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી દશ્ય તું અદશ્ય તું ઈશ્ય તું કટાય તું
‘कालं नय महाद्युते 'कालं नय महामते' અહીં મુમુક્ષુની; મનનશીલની; આત્મવિચારકની જીવનપદ્ધતિનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે તું આત્મવિચારમાં જ સમય વિતાવ, નહીં તો સમય તને વિતાવી દેશે અને કહેશે કે
જીવવા ખાતર ન્ગ જે જિંદગી જીવી ગયો એની જીવનવારતાનું મોત શીર્ષક હોય છે.”
Page #291
--------------------------------------------------------------------------
________________
(૨૭૨).
-ગની દહીંવાલા અહીં સમય આપણો સાક્ષી બને તે કરતાં આપણે જ સમયના સાક્ષી બનીએ તેવી પદ્ધતિ દર્શાવી છે અને તે પદ્ધતિ એટલે જ આત્મવિચારણાનો અલૌકિક પંથ માટે જ કહ્યું છે કે “ગાત્માનનું સાતમું જ્ઞાનનું #l નય મહા” હે ભાગ્યવાન! આત્મચિંતન દ્વારા જ; ભાગ્યવશાત્ જે માનવદેહ અને થોડું આયુષ્ય ઉપલબ્ધ છે; તેનો સદુપયોગ કરી લે તારા મનને નિરંતર વેદાનાનાં વાક્યોમાં પરોવી રાખ તારી બુદ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા સતત બ્રહ્મામાં જ રમણ કર અને સાચા અર્થમાં બ્રાહ્મણ કે બ્રહ્મચારી થા. જે આત્મચિંતનમાં સમય વિતાવે છે તેને મિા ભાસતા જગતમાં કંઈ ભેગું કરવા જેવું લાગતું નથી માટે તે કૌપીનધારી રહે છે. પ્રતીતિ રૂપે જણાતા પદાર્થો માટે મોહ નથી અને તેવા અસત પદાર્થોની વિદાયથી શોક નથી માટે તે ગોવન્ત: શWી મુક્ત રહે છે. જીવનયાત્રા માટે જ તેવી વ્યક્તિ પ્રયત્ન કરે છે, બાકી આત્મચિંતનમાં મગ્ન રહે છે. તેથી જ તે ભિક્ષામાત્રના અન્નથી સંતુષ્ટ છે. જ્ઞાતિના મિથ્યાત્વને ન જાણતાં સર્વને માટે તેના હૃદયમાં કરુણા છે માટે વિન્તઃ છે. તેમ જ પરમ ભાગ્યશાળી છે એવું શંકરાચાર્ય ભગવાને “કોપીન પંજ' માં કહ્યું છે.
"वेदान्त वाक्येषु सदा रमन्तो भिक्षानमात्रेण च तुष्टिमन्तः। अशोकवन्तः
करुणैकवन्त: જોપીનેવા: ઉ માવો.” ઈશ્વરની શોધમાં આપણે ભટક્યા કરીએ છીએ, પણ જગત શું છે તે અપાણે વિચાર્યું નથી. બાકી વિશ્વરચનાથી રચયિતા ક્યાં છે ભિન્ન? સર્જનથી સર્જનહાર ક્યાં છે દૂર? એવો જે વિચાર કરે તેની ઈશ્વરોધ
જ્યાં છે ત્યાં જ થંભી જાય. કારણ કે વૃક્ષમાં બીજની જેમ ક્રિએશન” અને “કિચરમાં જ ‘ક્રિએટર” મોજૂદ છે, હાજરાહજૂર છે. પણ વિચાર કરતાં આવડે તો જ; “મનન” સમજાય તો જ; “અહી” અને “અત્યારે ઈશ્વર રજૂ થઈ શકે તેમ છે. માટે જ કહ્યું કે આત્મચિંતનમાં તે ભાગ્યશાળી તે સમય વિતાવ.. માં પણ જે ન સમજાય તો નિરાશ ન થવું પણ ચિંતન ચાલુ રાખી.... આપણી જાતને જ આપણે પ્રશ્ન પૂછવો... અને ઉત્તર પોતાનો પોતાની જાતને જાતે સંભળાવવો...
ખરેખર ખુદા મળતો નથી! તો ખુદને ખોઈ દા.
Page #292
--------------------------------------------------------------------------
________________
(૨૭૩) ખામોશીથી ખુદના ખ્યાલોમાં ખુદને તો જોઈ લે! આવી રીતે ખુદ જ વિચારે કે ખલકના ખેલ જો ખોટા તો ખરી ક્યાં ખુમારી? ધન, માલ; ખજાનાની! તો પછી દ્રષ ખોટો, અને રાગ સાચો; કે ઠંદ્ર માત્ર ખોટાં; એવા સાચા-ખોટાના વિભાગ જ ખોટા છે, અરે! ખિલા પિલા કે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ” માટે જ પ્રિય-અપ્રિય; આપણાંપરાયાં, સુખ-દુ:ખ, જન્મ-મૃત્યુ; સત્કાર-પ્રતિકાર; વિજ્ય-પરાજ્ય; સંયોગ-વિયોગ; મિલન-વિદાય; સર્વ કાંઈ સમયના વહેણમાં વહી જતી સંજોગોની લહેરો છે. અને પ્રારબ્ધવશાત્ જે કોઈ સંજોગની લહેરો જન્મે તેને જન્મવા દેવી; સ્પર્શવા દેવી; વહી જાય તો વહેવા દેવી; તું પ્રારબ્ધગત આવેલ સંગથી ઉગ કે શોક ન કરીશ. અને કદી સંજોગોથી, પરિસ્થિતિથી, પ્રારબ્ધથી વ્યથિત ન થા, પણ આત્મવિચારમાં સમય વિતાવ અને પ્રારબ્ધનો પ્રતિકાર વિના સ્વીકાર કર. કારણ કે પ્રારબ્ધ ભોગવ્યા વિના નષ્ટ થાય તેવું નથી; ઇચ્છાથી છૂટે તેવું નથી તો પછી “છૂટે ના તે નિભાવી લે, પડયું પાનું સુધારી લે”
(ગો.મા. ત્રિપાઠી) પ્રારબ્ધવશાત્ જે કંઈ આવી પડે તેનાથી જલદી છૂટા થવાનો પ્રયત્ન કે તેવા સંજોગથી મુક્ત થવાની ઉતાવળ કરવી; તે તો કર્મફળદાતા ઈશ્વરની રચનાનો ઈન્કાર કરવા જેવું છે. જે પરમાત્માની પૂર્વ નિશ્ચિત યોજનાનો ઈન્કાર કરે છે, તે અજાણે પરમાત્માનો પણ ઈન્કાર કરે છે. જ્યારે જે મનનશીલ છે તે સમજે છે કે ઈશ્વરથી છે ક્યાં ભિન્ન તેની યોજના; અને ઈશ્વરે આપણા માટે જે કંઈ આયોજન કર્યું છે, તે પ્રત્યેક આયોજનમાં; સંજોગમાં, પરિસ્થિતિમાં; ઈશ્વરને જ જોઈને પરમાત્માનો જ વિચાર કરવો; તે ઈશ્વરદર્શનથી જરાય ઉતરતી કક્ષા નથી. કેમ કે ઈશ્વરના વિચારોથી ઈશ્વર ક્યાં દૂર છે! અને તેથી જ આત્મવિચારણાને પંથે નીકળેલો પથિક કદી ઉતાવળ નથી કરતો પ્રારબ્ધથી છૂટવામાં કે નથી તેને ઉતાવળ પ્રભુદર્શનની. તેનો ઢ નિશ્ચય છે કે,
“ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની હકીકતથી વધુ સુંદર હકીકતના વિચારો છે.”
'अखिलम् प्रारब्धम् भुजन् उद्वेगं कर्तुं न अर्हसि ગ્રંથનો નિર્દેશ છે કે “તારું પ્રારબ્ધ ભોગવી પૂર્ણ કર; ઉગ કે
Page #293
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
શોક કરવો ઇચ્છનીય નથી.” અહીં જ્ઞાની; અજ્ઞાની; ગૃહસ્થ કે સંન્યાસી; યોગી કે ભોગી, સૌ માટે એક મહત્વનો સંદેશ અપાયો છે કે શોક કે દુ:ખ અનુભવ્યા વિના પ્રારબ્ધ ભોગવી અને પૂર્ણ કરવું તે જ જીવન સાથે સમાયોજન કરવાની; ગત સાથે અનુકુળ થવાની સર્વોત્તમ ચાવી છે. જીવનસંગ્રામમાં સફળ થવા માટે; આત્મજ્ઞાનના પંથે પ્રગતિ કરવા માટે, સહજતાથી સમજદારી સાથે પ્રારબ્ધનો સ્વીકાર કરવો જ રહ્યો. જો પ્રારબ્ધનો સ્વીકાર સરળતા અને સ્વાભાવિકતાથી નહીં થાય તો માનસિક તંગ અવસ્થાનો મેન્ટલ ટેન્શન નો વ્યક્તિ ભોગ બનશે. અને દુ:ખ સહન કરવાની તેની શક્તિ ઓછી થશે. તિતિક્ષાની કક્ષા નીચી જશે. સતત ચિંતાના હુમલાથી તે ઘવાતો જ રહેશે. ચિંતા તેના ચિત્તને કોરી ખાશે. જીવન ખવાઈ જશે. ઉધઈના રાફડા જેવું બની જશે. અને તેવી વ્યક્તિ હતાશા, નિરાશા, નિષ્ફળતા, ભગ્નાશાની આંધીથી ઘેરાયેલો જ રહેશે. પ્રારબ્ધના ઇન્કારમાં કે તેની સામે બંડ પોકારવામાં, નથી પ્રારબ્ધનો નાશ થતો નથી પ્રારબ્ધ દૂર જતું.
“અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો ન માગે દોડતું આવે! ન વિશ્વાસે કદી રહેજે” (બાલાશંકર) પ્રારબ્ધને પ્રભુનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ જીવનની સાર્થકતા છે, જીવનની સ્વસ્થતા છે. પ્રારબ્ધવશાત્ જે કંઈ આવ્યું છે તે બધું અનાયાસે આવેલું ગણાય અને જે પ્રયત્ન વિના આવી પડ્યું છે તે કોઈ પ્રયત્નથી નાબૂદ કરી શકાય તેવું પણ નથી. તેથી બળાપો, ચિંતા, વિલાપ કે પ્રતિકાર ર્યા વિના જ સુખ-દુ:ખ જે કંઈ આવી પડે તેને સહન કરવું. ભોગવવું અને ભોગવવાથી જ તેનો નાશ થાય છે તેમ દઢતાપૂર્વક સમજવું. અજ્ઞાનીનાં પ્રારબ્ધકર્મ તો અજ્ઞાની દૂર કરી શકતો નથી અને સહજતાથી સહન પણ કરી શકતો નથી. પણ જ્ઞાની જેવો જ્ઞાની પણ પ્રારબ્ધકર્મનાં ફળ ભોગવ્યા વિના પ્રારબ્ધનો નાશ કરી શકતો નથી. કેમ કે તેનું પ્રારબ્ધ ખૂબ બળવાન હોય છે તેવું ‘વિવેક ચૂડામણિમાં સમજાવ્યું છે.
“પ્રાર્થે વનવત્ત હતુ વિ પોન અક્ષયઃ (વિ.ચૂ. ૪૫૪) અને એમ પણ કહ્યું છે કે જ્ઞાન થાય છતાં પણ પ્રારબ્ધકર્મનાં ફળ નાશ પામતાં નથી.
“જ્ઞાનયાહુબ્ધ વર્ષ જ્ઞાનાન્ન નરસિં” (વિ.૨૪૫૨) જ્યારે જ્ઞાનાગ્નિ દ્વારા સંચિત અને આગામી કર્મનો નાશ થાય છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
(૨૭૫)
“સભ્ય જ્ઞાનહુતાશનેન વિલય: પ્રાસંવિતાનામિનામ્ (વિ.ચૂ. ૪૫૪)
આમ એક વસ્તુ નિર્વિવાદ છે કે પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નાશ થતાં નથી અને ભોગવવાથી જ નષ્ટ થાય છે. જે થવાનું છે તે નથી થવાનું તેવું નથી.... તે તો થઈને જ રહેવાનું. અને જે નથી થવાનું છે તે કદી શકે તેમ નથી. તો પછી શા માટે ઉદ્વેગ! કે શોક! પ્રારબ્ધકર્મ તો હાથમાંથી છૂટેલા બાણ જેવું છે. બાણ છૂટી ગયા પછી જો સમજાય કે જેને લક્ષ્ય કરી બાણ છોડેલું તે તો વાઘ નથી; ગાય છે; તો પણ હવે તે બાણ વચ્ચે રોકાય તેમ નથી. હવે તો તે લક્ષ્યને વીંધે જ છૂટકો. એમ પ્રારબ્ધકર્મનું ફળ પણ મળવાનું શરૂ થાય પછી વચ્ચે અટકે તેવું નથી. જેવી રીતે રેલવેના શન્ટિંગ સમયે એન્જિન ડબ્બાને ધક્કો મારે છે પછી ડબ્બો પાટા પર દોડે છે..;. એન્જિન વિના તે દોડયા કરે છે... કારણ તેને ધકકો વાગી ચૂક્યો છે, એક પ્રકારની ગતિ મળી ચૂકી છે. હવે તે ડબ્બો, જ્યાં સુધી ગતિશક્તિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રોકાશે નહીં; પણ ધીરે ધીરે ગતિ ધીમી થશે એટલે જ ડબ્બો ક્યાંક અટકશે. આ ડબ્બો એ જ શરીર, તેને પ્રારબ્ધર્કમનો ધક્કો વાગી ચૂક્યો છે.. અને તેથી તે શરીરરૂપી ડબ્બો; જ્યાં સુધી પ્રારબ્ધર્કમનું ફળ ભોગવ્યા વિના સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ગતિમાં રહેશે. જીવનના પાટા પર દોડયા જ કરશે. અને જેટલો સમય તે દોડશે તેટલું જ તેનું આયુષ્ય ગણાશે. શરીરરૂપી ડબ્બો અંતે વૃદ્ધાવસ્થામાં ધીમો પડશે... અને પ્રારબ્ધકર્મ ભોગવાઈ જશે.. ત્યારે ત્યાં જ બંધ પડશે. પણ વચ્ચે અટકશે નહીં. તેથી જ સમજાવ્યું છે કે પ્રારબ્ધ ભોગવતા ઉદ્વેગ કે શોક કરવો ઇચ્છનીય નથી. ‘ટ્વેમાં તું ન અસિ જો પ્રારબ્ધને ઈશ્વરનો પ્રસાદ માનો તોપણ શોક કરવો નિરર્થક છે અને જો પોતાનાં જ કર્મોનું ફળ માનો તોપણ ઉદ્દેગ કરવો સાર્થક નથી. જેમ આપણે જ કોઈ વસ્તુ ખરીદીને મંદિરમાં લઈ જઈએ છીએ; અને તે જ વસ્તુ ‘પ્રસાદ’રૂપે પાછી મળે છે. તેમ અહીં પણ પ્રારબ્ધ જો ઈશ્વરનો; કર્મફળદાતાનો; કર્માધ્યક્ષનો પ્રસાદ છે તો પણ તે પ્રસાદ આપણો જ ખરીદેલો છે. અર્થાત્ આપણો જ માગેલો છે. આપણો જ સંગ્રહલો છે; આપણો જ વાવેલો છે. કારણ કે જેવાં કર્મ આપણે કર્યાં છે તેવું જ ફળ આપણને પ્રભુએ આપ્યું છે. જેવાં આપણાં કર્મ તેવાં જ ફ્ળ; જેવી વાસના તેવી યોની; અને જેવી મતિ તેવી ગતિ.. આ તો સર્વ-સ્વીકૃત સિદ્ધાંત છે. માટે મને મળેલું જીવન
Page #295
--------------------------------------------------------------------------
________________
મેં માંગેલું છે. મને મળેલું ઘર મેં જ રચેલું છે. આવી પડેલી વિપત્તિ, આપત્તિ અને સંપત્તિ મારાં જ કર્મની ફળશ્રુતિ છે. આમ જે સમજાય તો હું જ છું રચયિતા મારા વર્તમાન જીવનનો; ભાવિ સંપદાનો. તો પછી નથી ઈશ્વરનો; નથી નફરત સંજોગની; નથી દોષ અન્યનો મારી ખુશી નાખુશીમાં.
ક્યા સંપદા ક્યા આપદા પ્રારબ્ધવશ સબ આય હૈ | ઈશ્વર ઉન્હેં નહીં ભેજતા; નિજ કર્મવશ આજાય છે . ઐસા જિસે નિશ્ચય હુવા, રહતા સદા નિશ્ચિત છે ! નહીં હર્ષતા, નહીં શોચતા હોતા તુરત હી શાન છે |
જ્યાં સુધી આપણા મનમાં, આપણા સમાજમાં પ્રારબ્ધ વિશેની ભ્રમણા સમાપ્ત નહીં થાય અને તેની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી પ્રારબ્ધનો સહજ સ્વાભાવિક સ્વીકાર કે ઇન્કાર નહીં થાય. આમ પ્રારબ્ધના સ્વીકાર કે ઇન્કાર માટે પ્રારબ્ધનું જ્ઞાન જરૂરી છે. તેની થોડી સમજ મેળવવા પ્રયત્ન કરીએ.
કર્મને સમજવા તેના ઘણા વિભાગો છે જેમ કે વાણી; મન; ઈન્દ્રિયો; શારીરિક કર્મ અને માનસિક કર્મ જાગ્રત અને અજાગ્રત રીતે થતાં કર્મ. કર્મનાં પ્રચલિત નામોમાં નીચેનાં વારંવાર પ્રયોગમાં આવે છે:
કર્મ
...વિહિત કર્મ
નિષેધ કર્મ ..નિત્ય કર્મ
નૈમિત્તિક કર્મ વિકર્મ
અકર્મ
આગામી કર્મ . સંચિત કર્મ
પ્રારબ્ધ કર્મ નિષ્કામ કર્મ સકામ કર્મ કામ કર્મ -પ્રાયશ્ચિત કર્મ
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૭૭) જેમાં મુખ્ય ત્રણ છે૧. સંચિત કર્મ ૨. આગામી કર્મ ૩. પ્રારબ્ધ કર્મ.
કર્મ: કોઈ પણ કર્મ વહેલું કે મોટું ફળ જરૂર આપે છે. કર્મ અને ફળ સાથે જ જોડાયેલ છે. જ્યાં કર્મ છે ત્યાં કર્યા છે અને કર્તા હોય ત્યાં ભોક્તા જરૂર હોય છે. કર્મ વર્તમાનમાં થાય જ્યારે ફળ ભવિષ્યમાં મળે છે. કર્મ અને ફળનો ઈશ્વરરચિત કાયદો એવો છે કે તેમાં અપવાદ નથી.
સંચિત કર્મ: અનેક કર્મો એવાં છે કે જેનાં ફળ હજુ મળ્યાં નથી પણ મળશે તો ખરાં જ. આવાં કર્મ કર્તાના નામે જમા થાય છે. દા.ત. રોજ રમણલાલ ૫૦ કર્મ કરે છે અને તેમાંથી તેમને ૩૦ કર્મનું ફળ મળે છે અને ૨૦ કર્મનું ફળ બાકી રહે છે. આમ એક અઠવાડિયામાં ૧૪૦ કર્મો રમણલાલના નામે જમા થાય છે. અને એક મહિનામાં ૬ કર્મો ભેગાં થાય. આમ, એક વર્ષ અને આખા જીવનમાં કેટલાંય કર્મો જમા થાય. અને અનેક વીતેલા જન્મોનાં પણ જમા હોય છે. આમ, અનેક જન્મોનાં જે સંચય થયેલાં કર્યો છે તેને સંચિત કર્મ કહે છે. સંચિત કર્મ અર્થાતુ જે કર્મોનું ફળ ભોગવવાનું બાકી છે. ફળ ભોગવવા માટે યોની કે શરીરની જરૂર પડે છે. તેથી જીવાત્મા દર જન્મે નવું નવું શરીર કે યોની ધારણ કરે છે. કારણ કે ફળ ભોગવ્યા વિનાનાં સંચિત કમોમાંથી જેટલાં પરિપકવ થાય છે, તે સૌ ભેગાં થઈ, ફળ ભોગવવા, નવું શરીર વાસના મુજબ ધારણ કરે છે. આમ, વ્યક્તિ કે જીવાત્માનાં નહીં ભોગવાયેલાં કમનું બેંક બેલેન્સ તે જ સંચિત કર્મ કહેવાય છે.
આગામી કર્મ: વર્તમાનમાં જે કર્મ થાય અને ભવિષ્યમાં જેનાં ફળ આવવાના છે તે આગામી કર્મ કહેવાય છે. જે કર્મનું ફળ મળી ગયું અને ભોગવાઈ ગયું છે તે કર્મ તો ળ આપીને શાંત થયું હેવાય. પણ જેનું ફળ નથી મળ્યું. તે કર્મ શાંત થતું નથી પણ ફળ આપવા પ્રેરિત થાય છે તે આગામી કર્મ કહેવાય છે.
પ્રારબ્ધ કર્મ: સંચિત કર્મરૂપી બેંક બેલેન્સમાંથી જેટલાં કમ ફળ આપવા પરિપકવ થાય તેટલા કર્મ સમૂહને લઈને જીવાત્મા નવી યોની કે શરીરને ધારણ કરે છે. અને જન્મ પછી શરીર જે ફળ ભોગવે છે; સુખ-દુ:ખનો અનુભવ કરે છે.. તેને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. સંચિત કર્મ એ ધનુષ્ય છે અને પ્રારબ્ધ કર્મ એ બાણ છે. સંચિત કર્મરૂપી ધનુષ્યમાંથી છૂટેલું
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૭૮)
પ્રારબ્ધ કર્મરૂપી બાણ છૂટ્યા પછી વચ્ચે રોકાતું નથી. જ્યારે કર્મફળ ભોગવાઈ જાય છે ત્યારે જ તે બાણની ગતિ સમાપ્ત થાય છે... અને બાણ પડે છે. આ પ્રારબ્ધ કર્મ તે જ આયુષ્ય કહેવાય છે. પ્રારબ્ધ કર્મ પૂરાં થાય ત્યારે જ શરીરનો પાત થાય છે. અને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જ શરીર જન્મે છે. આમ જન્મથી મૃત્યુ સુધીની શરીરની યાત્રાનો આધાર પ્રારબ્ધ કર્મ ઉપર છે. કોણ કેટલાં કર્મનાં ફળ ભોગવવા આવે છે તે પર જીવનસફરની લંબાઈ આધાર રાખે છે. દા.ત. એક લાખ સંચિત કર્મમાંથી રમણલાલ એક હજાર પરિપકવ કર્મ લઈ તે ભોગવવા માટે એક માબાપને ત્યાં જન્મ લે તો તેનો અર્થ એ જ કે ‘રમણલાલ’ નામના શરીરમાં તે જીવ એક હજારકર્મનાં ફળ ભોગવશે ત્યાં સુધી રહેશે. અને આ એક હજાર કર્મનું નામ હવે સંચિતના બદલે પ્રારબ્ધ કહેવાશે. અર્થાત્ જે સંચિત છે તે જ કર્મ નવી યોનીમાં; નવા જન્મ પ્રારબ્ધ કર્મ કહેવાય છે.
હવે પ્રશ્ન થાય છે કે શરીરની જાતિ; યોની કે ભોગવિલાસ; સુખ-દુ:ખ કોણ નકકી કરે છે?
સમાધાન:
(૧) શરીરની જાતિ સ્ત્રી કે પુરુષ અને યોની પશુ; પક્ષી કે માનવી; તે વ્યક્તિની પૂર્વ અટ્ટમ વાસના મુજબ નકકી થાય છે. અને પૂર્વ વાસનાથી પ્રેરાઈને જ વ્યક્તિ કર્મ કરે છે. અને કર્મનાં ફળ ભોગવવા પુન: જન્મ લે છે. આમ અંતે સ્ત્રી કે પુરુષ નર કે માદા એવી જાતિ અને યોની પ્રારબ્ધ દ્વારા જ નકકી થાય છે.
(૨) આયુષ્ય પણ પ્રારબ્ધનું જ પરિણામ છે.
(૩) અને તે જ પ્રમાણે અર્થ અને કામ અર્થાત્ ભોગ અને વૈભવ સંપત્તિ પણ પ્રારબ્ધ દ્વારા જ ઉપલબ્ધ છે, કારણ કે જેવાં જેનાં કર્મ તેવું જ તેને ફળ મળે છે. તે ન્યાયે જ ‘અર્થ’ અને ‘કામ’ બે પુરુષાર્થ વ્યક્તિને સાંપડે છે. તેમાં પુરુષ-પ્રયત્નનું કામ નથી. ‘અર્થ’ અને ‘કામ’ પ્રારબ્ધાધીન છે. બાકી ગરીબ ખેડૂતો, મજૂરો, તનતોડ મહેનત અને અખંડ પરિશ્રમ કરે છે છતાં તેમને ધન તો નથી મળતું પણ અડધા પગારનો દારૂ પી તેઓ શરીરે અને અર્થે કંગાલ જ થતા જાય છે. જ્યારે કોઈ મિલમાલિકને ત્યાં જન્મે તો જન્મથી જ પૈસાપાત્ર ગણાય અને કેટલાંક તો જન્મ પૂર્વે ગર્ભથી જ શ્રીમંત થઈ જાય છે... તેમને ‘અર્થ’ પ્રાપ્તિમાં પુરુષાર્થ કરવો પડયો નથી પણ પ્રારબ્ધથી જ તેઓ પૈસાપાત્ર થયા છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
(૨૭૯). આમ પ્રારબ્ધથી જ જાતિ; યોની, આયુષ્ય, અર્થ અને ભોગ પ્રાપ્ત થાય છે. તેવું સમજી તે બાબતમાં કોઈએ શોક અને ઉગ કરવા જેવું નથી “ તું ન મસિ'
જેને પ્રારબ્ધ કર્મની સાચી સમજ છે તે સદા શાન્ત થાય છે, નિશ્ચિત
થાય છે.
“સુખ દુ:ખ ઔર જીવન મરણ સબ કર્મ કે આધીન હૈ ઐસા જિસે નિશ્ચય હવા; હોતા નહીં ફિર દીન હૈ || જો ભોગ આતે ભોગતા, હોતા ન ભોગાસક્ત હૈ નિર્લેપ રહતા કમસે; હોતા તુરત હી શાન્ત હૈ |
જેઓ પ્રારબ્ધ સમજતા નથી તેઓ પોતાની જાતિથી પીડાય છે. સ્ત્રીઓની કાયમની ફરિયાદ છે કે શા માટે સ્ત્રીનું શરીર મને મળ્યું! નથી અમને સ્વતંત્રતા! નથી અમારી પાસે સત્તા! નથી અભય! અમારે તો સદાય સમાજનું નિયંત્રણ! કુટુંબની જવાબદારી! અબળાની ઉપાધિ! રક્ષણની વ્યાધિ! આવા બળાપો કાઢતી સ્ત્રીઓ અને યુવતીઓથી સમાજ ભરાયેલો છે. તેમના ઉદ્ગારોમાં પુરુષોના વર્ચસ્વનો ચિત્કાર છે. પુરુષોની કઠોરતાનું દર્દ છે, પુરુષોની ભ્રમરવૃત્તિ માટે નફરત છે અને તેમની નિષ્ફરતા માટે ઘણા છે, આંતરિક અજંપો છે કે આના કરતાં પુરુષ હોત તો સારું. પણ પ્રારબ્ધ બદલાય તેમ નથી. માટે સ્ત્રીઓએ પોતાનાં વસ્ત્રો બદલ્યાં પુરુષનાં કપડાં પહેર્યાં; નોકરી લીધી; સત્તાનાં સૂત્રો પકડવા સ્પર્ધા શરૂ કરી. જાતિની સમાનતા આણવા સ્ત્રીએ શું નથી કર્યું? મોટર, પ્લેન ચલાવતાં શીખી, પૅરેશુટથી પડવાનું શીખી; પર્વતોનાં શિખરો સર કર્યા....બસ કેમ કરીને પુરુષ થવાય છે ખરું! સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ધૂનમાં જવાબદારીમાંથી મુકિત માટે વિદેશોમાં તો લગ્ન જોઈએ પણ બાળક જોઈએ નહીં, એવી પ્રથા અને ઝુંબેશ શરુ થઈ. આમ જાતિના અસ્વીકારમાં સ્ત્રીએ માતૃત્વ પણ ખોયું.... પણ તેથી આંતરિક શાંતિ તો ન જ મળી પણ અંજપો વધ્યો. જાતિ પ્રારબ્ધગત છે. છતાં સ્ત્રીએ પુરુષ થવા, પુરુષ સ્ત્રી થવા પ્રયત્નો આદર્યા. અને પૈસાદારે આયુષ્ય વધારવા પ્રયત્નો આદર્યા અને ગરીબે અથર્થિ પ્રયત્નો આદર્યા. પણ સૌના પ્રયત્નો અધૂરા જ રહ્યા છે, અને રહેશે. માટે જ આયુષ્ય, જાતિ, ધન અને ભોગ માટે તટસ્થભાવ રાખવો જરૂરી છે. શોક કરવો ઇચ્છનીય નથી. “ તું ન મસિ” જેને પોતાના પ્રારબ્ધ પર અચળ શ્રદ્ધા છે તેને કદી ધન કે વૈભવ, અર્થ કે ભોગ માટે અજંપો
Page #299
--------------------------------------------------------------------------
________________
(૨૮૦).
ન કરવો એ જ સનાતન સૂત્ર છે. કારણ કે તે મેળવવા પુરુષાર્થ નકામો છે. અને જે પોતાને અપૂર્ણ માને તે જ ધન કે ભોગથી, પોતાને પૂર્ણ કરવા પ્રયત્ન કરે. પ્રારબ્ધનો સંપૂર્ણ સહજભાવે સ્વીકાર કરનાર અથવા પ્રારબ્ધનો ઇન્કાર કરનાર જ્ઞાની જ આત્મચિંતન કરતાં કરતાં, પ્રારબ્ધ ભોગવી અથવા સંસારથી મુક્તિ મેળવી શકે.
જેને અતૂટ શ્રદ્ધા છે પ્રારબ્ધમાં તે કોઈની ખુશામત કરતો નથી કે પોતાના શરીરની પણ ચિંતા કરતો નથી. તેણે તો શરીર પ્રારબ્ધને સોંપી દીધું છે. અને પ્રારબ્ધ જ શરીરનું પોષણ કરે છે. પ્રારબ્ધાનુસાર જ શરીરને જરૂરની વસ્તુ યેનકેન પ્રકારે કોઈ નિમિત્ત દ્વારા મળી જાય છે. શ્રી રંગ અવધૂત કહે છે કે,
“વપુ(શરીર) પ્રારબ્ધ પોષે છે ખુશામત જહાં તણી શાને?
ફ અલમસ્ત સ્વાદે; ફિકર શ્વ:કાલની શાને? શંકરાચાર્યજી પણ એ જ વાત “વિવેક ચૂડામણિ”માં સ્પષ્ટ કરે છે કે “ર્થે પુષ્યતિ વધુ વપુ શરીરનું પોષણ પ્રારબ્ધથી જ થાય છે.
આમ જો સમજાય કે આયુષ્યનું નિયંત્રણ પ્રારબ્ધ કરે છે. શરીરની પુષ્ટિ કે આરોગ્ય પણ પ્રારબ્ધથી જ થાય છે. અર્થ; ભોગ અને જાતિ; સર્વ કંઈ પ્રારબ્બાધીન છે. તો પછી મને ભય શેનો? ચિંતા કોની? ધન, માલ, મિલકતની ચિંતા કેવી? ભોગોની અપેક્ષા કેવી? આ સર્વથી મુક્તિનો એક જ ઉપાય છે. મન અર્થ, ભોગ અને આયુષ્ય પાછળ દોડે છે તેને થંભાવી આત્મચિંતનને માર્ગે વાળવું અને જ્ઞાનના બળથી પ્રારબ્ધ ભોગવીને પૂર્ણ કરવું અને આવા પ્રારબ્ધક્ષયમાં જ અર્થથી છુટકારો છે. વિષયોથી વૈરાગ્ય છે. સંસારથી મુક્તિ છે.
“ધનકી જિસે નહીં ચાહ હૈ, નહીં મિત્ર કી પરવાહ હૈ
આસક્તિ વિષયો મેં નહીં; પ્રારબ્ધ પર નિર્વાહ . સબ વિશ્વ મટિયામેટ કર; જો આપ ભી હૈ મિટ ગયા!
મિટકર હુવા હૈ આપ હી; સંસારસે સો ફૂટ ગયા.” આમ પ્રારબ્ધ કર્મ ભોગવવાથી જ નાશ પામે છે જ્યારે આગામી કર્મ અને સંચિત કર્મ આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. હું બ્રહ્મ છું તેવા જ્ઞાનથી સંચિત કર્મ નાશ પામે છે કારણ કે સંચિત કર્મ જે જીવાત્માને નામે છે તે જીવનો જ નાશ થાય તો તેના નામે કર્મ કેવાં? બેંક બેલેન્સ જેના નામે છે તે જ મરી જાય તો “બેલેન્સ કેવું? આમ સંચિત કર્મનો
Page #300
--------------------------------------------------------------------------
________________
લય થાય છે. અને ‘હું છે. અને કર્તા જ નથી
?
(૨૮૧)
માં છું' તેવા જ્ઞાનથી કર્તાનો નાશ થાય તો કર્મ કેવું? અને કર્મ જ નથી તો ફળ
આમ આગામી કર્મ નો પણ નાશ થાય છે. આવી રીતે ત્રણે કર્મો જ્ઞાનાગ્નિમાં ભસ્મીભૂત થતાં; જન્મમૃત્યુના ચક્રનો અંત આવે છે અને જ્ઞાન દ્વારા મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનીના પ્રારબ્ધનું નિરાકરણ
उत्पन्नेऽप्यात्मविज्ञाने प्रारब्धं नैव इति यच्छ्रयते शास्त्रे तन्निराक्रियतेऽधुना આત્મવિજ્ઞાને તત્વને અપિઆત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પણ પ્રારબ્ધમ્ ન ડ્વ મુખ્વતિ-પ્રારબ્ધ કોઇને છોડતું નથી, રૂતિ યત્ રાત્રે બ્રૂયતે એવું જે કંઇ શાસ્ત્રમાં સંભળાય છે તત્ અથુના..... તેનું અત્યારે (હાલ) નિરાયિતે..... નિરાકરણ થાય છે.
મુખ્વતિા ॥ ९० ॥
तत्त्वज्ञानोदयादूर्ध्वं प्रारब्धं नैव विद्यते । देहादीनामसत्यत्वाद्यथा स्वप्नो विबोधतः ॥९१॥
( देहादीनाम् असत्यत्वात् तु यथा स्वप्नो विबोधत:) यथा विबोधत: સ્વપ્નઃ=જાગેલા પુરુષને જેમ લાગે છે તેમ જ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી
તત્ત્વજ્ઞાનસ્ય ઉદ્યાત્ વેહાવીનામ્ અસત્યા-દેહ આદિ તમામનું મિથ્યાત્વ જાણ્યા પછી પ્રાર્થં ન ડ્વ વિદ્યતે પ્રારબ્ધ રહેતું નથી (તેનો પણ લય થાય છે). कर्म जन्मान्तरीयं यत् प्रारब्धमितिकीर्तितम् ।
तत्तु जन्मान्तराभावात् पुंसो नैवास्ति कर्हिचित् ॥ ९२ ॥
સ્વપ્ન
મિથ્યા
સન્માન્તરીયમ્ યત્ વર્મ-પૂર્વજન્મનાં જે કર્મ છે તેને તત્ પ્રારબ્ધમ્ કૃતિ નીતિતમ્-શાસ્ત્ર પ્રારબ્ધ કર્મ કહ્યું છે
ુનન્માન્તરસ્ય અમાવા પણ (આત્મા)ને જન્મ નથી તેવું જાણ્યા પછી
પું
પુરુષને
તત્ નૈિચિત્ ન વ અસ્તિ=(પ્રારબ્ધ) કોઈ પણ પ્રકારે સંભવતું નથી.
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૮૨)
स्वप्नदेहो यथाध्यस्तस्तथैवायं हि देहकः ।
अध्यस्तस्य कुतो जन्म जन्माभावे हि तत्कुतः ।।९३ ॥ સ્વપન: યથા મધ્યત:સ્વપ્નદેહ જેમ સ્વપ્નમાં કલ્પાયો. તથા વ =
તે જ પ્રમાણે મય હજી: દિ આ જાગ્રત અવસ્થાનો દેહ પણ સમજવો, મળતી (દશ) સન્મ કુંત:કલ્પાયેલા અધ્યસ્ત દેહનો જન્મ કેવો? જન્મામાવે દિ તત સ્ત: =જે (શરીરને) જન્મ જ નથી, તો ત્યાં પ્રારબ્ધ
શકા: હવે એવી શંકા જાગે છે કે જે ભોગવ્યા વિના પ્રારબ્ધ કર્મ નષ્ટ ન થાય અને પ્રારબ્ધની સમાપ્તિ વિના શરીરનું પતન ન થાય... તો પછી શરીરના પતન પછી જ મુક્તિ મળે? જીવતાં જો કોઈને મોક્ષ જ ન મળે તો જીવનમુક્તિની વાત કેવી?
બીજી શંકા છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રારબ્ધનો નાશ થાય કે ચાલુ રહે? જ્ઞાન થતાંની સાથે જો પ્રારબ્ધ નષ્ટ થાય તો તો શરીર પણ નષ્ટ થઈ જાય. તો પછી કોઈ પણ વ્યક્તિ જ્ઞાનપ્રાપ્તિમાં ઉતાવળ શા માટે કરે ?
સમાધાન: આવી શંકાના સમાધાનાર્થે વિચારીએ. પ્રશ્ન– પ્રારબ્ધને જ્ઞાની-અજ્ઞાની સમાન રીતે ભોગવે છે? ઉત્તર– ના, તેવું નથી. તેમની ભોગવવાની રીતમાં ભેદ છે. પ્રશ્ન- ભેદ કઈ રીતે? પ્રારબ્ધભોગથી તો કોઈ બચે નહીં?
જેમ શ્લોકમાં કહ્યું છે કે “આત્મવિજ્ઞાને જ બન્યું ? एव मुञ्चति” ઉત્તર- હા, એ વાત સાચી છે. પ્રારબ્ધ કોઈને છોડતું નથી. પછી જ્ઞાની હોય કે અજ્ઞાની. પણ અજ્ઞાની માને છે કે હું દુ:ખ ભોગવી રહ્યો છું, પ્રારબ્ધ મારે છે. અને તે ભોગવે જ છૂટકો. તે પોતે દુઃખી, દદ છે તેમ માનીને ભોગવવામાં વધુ દુ:ખ, તક્લીફ, કષ્ટ અનુભવે છે. જ્યારે જ્ઞાની માને છે કે દુઃખ, દર્દ કે સુખ-વૈભવ જે કંઈ ભોગવાય છે તે બધું શરીર દ્વારા ભોગવાય છે. અને શરીરનું પ્રારબ્ધ ભલે શરીર ભોગવે, મારે તેમાં લેવા-દેવા નથી. નથી હું સુખી શરીરના પ્રારબ્ધથી, નથી દુ:ખી શરીરના દર્દથી. આમ બન્ને પ્રારબ્ધ ભોગવે છે. પણ ભોગવવા ભોગવવામાં
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨૮૩)
ભેદ છે. પ્રશ્ન- તેનો અર્થ એ જ થયો કે જ્ઞાન હોય તો પ્રારબ્ધ ભોગવાય છતાં દર્દ કે હર્ષ ન થાય. કારણ કે પ્રારબ્ધવાળા શરીર સાથે આપણે તાદાત્મ અનુભવતા નથી. અને તેથી પ્રારબ્ધ શરીરનું માનવું તે જ ઉચિત ગણાયને? ઉત્તર- હા, તમારી સમજ હવે સુધરી; પ્રારબ્ધ તો શરીરને જ છે. આપણે તો આત્મસ્વરૂપ છીએ. ઉપરાંત શરીરનો જન્મ કર્મથી જ થયો છે માટે પ્રારબ્ધ કર્મ પણ દેહનું જ સમજવું જોઈએ. “મા નિર્મિતો દુઃ પ્રારબ્ધ તસ્ય વ્યતાનું” (વિ. ચૂ. ૪૫૯) આત્મા કંઈ કોઈનું સર્જન નથી અને શરીરની જેમ કર્મથી આત્મા પેદા થયો નથી; “નવરાત્મક ઇવ આત્મા નિર્મિતઃ” તો પછી આત્માનું પ્રારબ્ધ કેવું? તેથી સમજવું કે કર્મનાં ફળ ભોગવવા જે શરીર જન્મેલું છે તેને જ પ્રારબ્ધકર્મ છે. પ્રશ્ન- તો પછી જો હું મને શરીર માનું તો જ મારે પ્રારબ્ધકર્મ છે, તેમ જ કહેવાયને! જો દેહભાવ નથી; તો પ્રારબ્ધ પણ નથી, તેમ જ
ઉત્તર- “હા, તેવું જ છે હું શરીર નથી તો પ્રારબ્ધ મારે નથી” અને જો શરીર જ હું છું તો મારે પ્રારબ્ધ છે. આમ અવિધા કે અજ્ઞાનની નિદ્રામાં સૂતેલો હોય; શરીરને જ પોતાનું સ્વરૂપ માનતો હોય, તેને શરીર પણ છે, પ્રારબ્ધ કર્મ પણ છે. પ્રારબ્ધ મુજબ આવતાં સુખ-દુ:ખ, દોલત-દર્દ છે અને તે ભોગવવા પોતે અજ્ઞાનમાં ભોક્તા પણ છે. ત્યાં ભોગ્ય પદાર્થો પણ છે. તે પદાર્થોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ છે. તે પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો તેનું દર્દ પણ છે. તે દર્દથી મુક્ત થવા પુન: ફળ છે. તે ફળ ભોગવવા પુન: જન્મ પણ છે. આમ અજ્ઞાનની નિદ્રામાં સૂતેલાને “ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” પણ જો અજ્ઞાનની નિદ્રામાંથી તે જાગીને સમજી શકે કે હું શરીર નથી; તો તેને પ્રારબ્ધ ક્યાં! પણ જાગીને જુએ તો જ સમજાય કે “જાગીને જોઉં તો જગત દીસે નહીં.” માટે જ
શ્લોકમાં પણ કહ્યું છે કે જેમ જાગ્યા પછી સ્વપ્ન અને તેના પદાર્થો મિથ્યા જણાય છે તેમ જે વ્યક્તિ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી અજ્ઞાનની ઊંઘમાંથી જાગી જાય છે તેના માટે દેહ આદિ તમામ પદાર્થો મિઆ બને છે. અને જેને દેહ જ અસત્ જણાય તેને પ્રારબ્ધ સાચું કઈ રીતે જણાય?
“તત્ત્વજ્ઞાનોદયાલૂર્વ પ્રમબ્ધ નવ વિદાતા”
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૮૪) આમ સ્પષ્ટ છે કે શાનમાં પ્રારબ્ધ રહેતું જ નથી. તેથી પૂર્વે જણાવેલી શંકા અસ્થાને છે કે શાન થયા પછી પ્રારબ્ધ ચાલુ રહે કે નષ્ટ થાય? અને પ્રારબ્ધનાશથી શરીરનો પણ નાશ થાય... વગેરે... જ્ઞાન થવાથી દેહ આદિનું મિથ્યાત્વ સમજાય છે; તેથી દેહ સાચો રહેતો જ નથી; પછી ક્યાં રહ્યો તેનો નાશ સાચો? આમ દેહ અને તેનો નાશ બન્ને ખોટાં તો તેનું પ્રારબ્ધ ક્યાંથી સાચું હોય?
એક ગરીબ યુવાને શેઠનું ખૂન કર્યું. કેસ ચાલ્યો. મરનારના વકીલે ખૂબ જોરદાર દલીલ કરી કે ખૂનીને ફાંસી જ મળવી જોઈએ. જ્યારે ખૂનીના વકીલે બચાવ પક્ષે તેને નિર્દોષ ઠેરવવા પુરાવા આપ્યા. અને તે ખૂનીને બચાવવા પ્રયત્ન કરતો રહ્યો. આપ વિચારો કે ક્યો વકીલ પુણ્યનું અને ક્યો વકીલ પાપનું કાર્ય કરી રહ્યો છે? કેસ ચાલતો હતો. ખૂબ ભીડ હતી. અચાનક અદાલતમાં મોટો ધડાકો થયો. અને પળવારમાં વકીલ, ખૂની, સાક્ષીઓ, ન્યાયાધીશ અને પ્રેક્ષકો હતા ન હતા થઈ ગયા. હવે વિચારો કે શું તે સૌનું પ્રારબ્ધ સરખું હતું? ના ભાઈ! ના! આ તો સ્વપ્ન હતું. સ્વપ્નનાં પાત્રોનું વળી પ્રારબ્ધ કેવું? જ્યાં વકીલ, ખૂની, ન્યાયાધીશ અને શેનો જન્મ જ ખોટો છે ત્યાં એવો પ્રશ્ન જ ન ઊભો કરી શકાય કે ક્યા કર્મથી એક શેઠ અને બીજો ગરીબ, ક્યા પ્રારબ્ધથી એક ન્યાયાધીશ અને બીજે વકીલ; અને ક્યા કર્મના ફળરૂપે શેઠનું ખૂન થયું? એટલું જ નહીં પણ સ્વપ્નનાં પાત્રોનું કર્મ... નથી પુણ્ય કે નથી પાપ, કારણ કે તે સૌ પાત્રો તેમનાં કર્મ; તેમનો જન્મ; તેમનું પ્રારબ્ધ, સર્વ કંઈ પ્રતીતિ છે; ભાસ છે; મિથ્યા છે. તેવું જ્ઞાન જાગ્રત થયા પછી જ થાય છે. અને જાગતાં સમજાય છે કે સ્વપ્નસૃષ્ટિ જ ખોટી હતી; ભ્રાંતિ હતી, ત્યાં ખૂનીને વળી ભાવિ જન્મ કેવો? સ્વપ્નના કોઈ પણ પાત્રને પૂર્વજન્મ નહોતો છતાં બધું ભાસતું હતું, જ્યાં સુધી સ્વપ્ન. ચાલું હતું. તેવી જ રીતે જ્યાં સુધી અજ્ઞાન અને તેની નિદ્રા છે ત્યાં સુધી જ દેહભાવ છે; દેહને કર્મ છે, દેહનાં કારણ છે અને અંત:કરણમાં કર્તાભોક્તા ભાવ છે. જ્યાં સુધી અવિદ્યાની નિદ્રા તૂટતી નથી ત્યાં સુધી કર્મફળ ભોગવવા નવી નવી યોની છે.... જન્મ છે. શરીર છે. અને તે શરીરને પ્રારબ્ધ છે. પ્રશ્ન- એટલે શરીરને જ પ્રારબ્ધ કર્મ છે તે ચોક્કસ છે; તેવું જ તમે કહેવા માગો છો?
Page #304
--------------------------------------------------------------------------
________________
(૨૮૫)
ઉત્તર- કૃપા કરી તમે હવે જાગીને સાંભળો! પહેલાં મેં કહ્યું હતું કે પ્રારબ્ધ શરીરને જ હોય!
પણ હવે કહું છું કે શરીરને પ્રારબ્ધ હોય છે તે પણ ભ્રાંતિ છે. " शरीरस्यापि प्रारब्धं कल्पना भान्तिरेव हि "
(વિ. ચૂ. ૪૬૨) જેવી રીતે સ્વપ્નનું શરીર દેખાય; અનુભવાય; સુખી- દુ:ખી થાય; જન્મે અને મરે છતાં તે સ્વપ્નદેહ ભ્રાંતિ છે. તેવી રીતે જાગ્રતનો દેહ પણ ભ્રાંતિ રૂપે જ પ્રતીત થાય છે. જાગ્રતના દેહની પણ હયાતી; જન્મ અને મૃત્યુ માત્ર પ્રતીતિ જ છે. અર્થાત્ દેહ કલ્પિત છે; આરોપ છે; અધ્યસ્ત છે. જો દેહના નામ અને આકાર અધ્યસ્ત હોય ચૈતન્ય પર, તો તે દેહનું સાચું અસ્તિત્વ જ નથી.
જો દેહને અસ્તિત્વ નથી તો જન્મ ક્યાં ?
જો દેહને જન્મ નથી તો પ્રારબ્ધ કેવું? ભ્રાંતિનો વળી જન્મ કેવો ?
જન્મ નથી તો નાશ કેવો ?
આમ, નથી જન્મ શરીરને કે શરૂઆત પ્રારબ્ધને, નથી અંત દેહનો કે પ્રારબ્ધનો,
અને આત્મા તો અનાદિ અનંત છે.
તેથી સ્પષ્ટ છે કે નથી પ્રારબ્ધ શરીરને... નથી પ્રારબ્ધ આત્માને...
હવે બીજી શંકા લઈએ કે જો પ્રારબ્ધનો ભોગ વિના નાશ નથી અને પ્રારબ્ધક્ષય વિના શરીરનું પતન નથી તેથી તો શરીરના પતન પછી જ મુક્તિ કે મોક્ષ મળે; અને જો તે સાચું હોય તો જીવનમુક્તિની જે વાત છે તે વ્યર્થ છે; ખોટી છે; તે જ સાબિત થાય છે.
સમાયાન
હકીકતમાં મુક્તિની વાત જે બંધનમાં છે તેના માટે છે. અવિદ્યાની નિદ્રામાંથી ગાડવા માટે છે. વાસ્તવમાં જે ‘સ્વ’સ્વરૂપને જાણી તેમાં સ્થિર થાય છે તેને માટે આત્મભાવમાં, કે ‘સમભાવમાં અર્થાત્ સમત્વ'માં, નથી બંધન કે નથી મોક્ષ...
19
“સા મે સમત્વ ન મુનિ બંધઃ
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૮૬)
આમ સમત્વમાં બંધન; મુક્તિ કે જીવનમુક્તિ નથી એટલું જ નહીં, પણ ત્યાં પ્રારબ્ધ કે વિદેહમુક્તિ પણ નથી એવું અષ્ટાવક્ર મુનિને રાજા જનક કહે છે.
क्व प्रारब्धानि कर्माणि जीवनमुक्तिरपि क्व वा । क्व तद्विदेहकैवल्यं निर्विशेषस्य સર્વથા ૮ ॥
(અ. વ. ગીતા-૨૦/૪) આમ ઉપરોક્ત ‘જીવનમુક્તિ' વિશેની શંકાનું નિવારણ થઈ ગયું. જ્ઞાની માટે તો પ્રારબ્ધ કે મુક્તિ કંઈ નથી.
આમ છતાં આજના સમાજમાં; સમયમાં જો આપણે ધર્મધુરંધરો; મહાત્માઓ; એકની શોધમાં ૧૦૦૮ અને અસંગની શોધમાં અસંખ્ય આશ્રમો; ચેલાઓ અને મતમતાંતરોની વચમાં બિરાજમાન થયેલા મહંતો; મહામંડલેશ્વરો; યોગી; મહર્ષિ; આચાર્યો કે ભગવાનોને પૂછીએ... શા માટે આપ સૌની પાસે અનેક સંસ્થાઓ; અનંત સંપ્રદાયો; મહેલો જેવા આશ્રમો; દેશ-વિદેશમાં તેની શાખાઓ; અગણિત સેવકો; ચાકરો; ભોગ-વૈભવ અને વિલાસનાં સાધનો છે? શું આ ઉપલબ્ધિ માટે આપે વૈરાગ્ય લીધેલો ? ગૃહસ્થાશ્રમ છોડેલો ? ઉપાધિ સ્વીકારેલી? અંતિમ આશ્રમ અપનાવેલો! તો તેઓ જવાબ આપશે કે “આ તો અમારું પ્રારબ્ધ અમે ભોગવીએ છીએ.’’
આવી વિભૂતિઓને પૂછવાની હિંમત કોણ કરે કે તમારા જ્ઞાનમાં તમારું પ્રારબ્ધ ભસ્મીભૂત કેમ ન થયું? જો તમારું ઘર, સગાં, બધું જ છૂટી ગયું... તો પ્રારબ્ધ કેવી રીતે ટકી ગયું! ખેર! બિલાડીને બાંધે કોણ ઘંટ! તે ધર્મધુરંધરોનો કે પૂજ્યપાદોનો ગમે તે ઉત્તર હોય છતાં જો પ્રારબ્ધ બચ્ચું હોય તો જરૂર અવિઘા બચી છે. જો દોરીને ‘દોરી' તરીકે જાણી હોય; પછી સર્પ બચે નહીં. મોં જાય અને પૂંછડી રહે તેવું થતું નથી.
શાસ્ત્ર; સંતો અને જ્ઞાનીઓ ક્હી ગયા છે, કહે છે અને કહેતા જ રહેશે. જેમ અષ્ટાવક્રગીતાએ ઉપર કહ્યું તેમ સમત્વમાં નથી બંધન; નથી મોક્ષ; નથી શરીર કે નથી પ્રારબ્ધ; નથી કર્મ, કર્તા, કે નથી ભોક્તા; નથી પૂર્વજન્મ કે નથી ભાવિ...પુનર્જન્મ; અને વર્તમાનમાં દેહ અને જગતમાં જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય ભાસે છે; પ્રતીતિ થાય છે; તે મિથ્યા છે, આરોપ છે, અધ્યાસ છે.
તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિમાં બ્રહ્મથી ભિન્ન કે અતિરિક્ત કંઇ જ નથી.
Page #306
--------------------------------------------------------------------------
________________
(૨૮૭)
અજ્ઞાનનાશથી પ્રપંચ-નાશ उपादानं प्रपञ्चस्य मृद्भाण्डस्येव कथ्यते।
अज्ञानं चैव वेदान्तैस्तस्मिनष्टे क्व विश्वता ॥९४|| ડ્રવ યથા= જેવી રીતે માંડચ ૩૫વાનમ્ કૃ માટી, વાસણનું ઉપાદાન કારણ છે, પ્રપન્ની ૩૫વિનમ્ માનમ્ પર્વ= તેવી રીતે પ્રપંચનું સંસારનું ઉપાદાન
કારણ અજ્ઞાન જ છે. ૪ વેલાન્તઃ સિન (માને) નષ્ટ =અને વેદાન્તના જ્ઞાનથી તે અજ્ઞાનનો
નાશ થતાં વિરવતા વ? =જગત ક્યાં? (કારાણના નાશથી કાર્યનો નાશ છે.).
यथा रज्जु परित्यज्य सपं गृह्णाति वै भ्रमात्।
तद्वत् सत्यमविज्ञाय जगत् पश्यति मूढधीः ॥ ९५॥ યથા =જેવી રીતે
ઝુમ્ રિન્ય =દોરીના અસ્વીકારથી પ્રમત કઈ વે ગૃતિ =તે જ દોરીને ભ્રમથી સર્પ મનાય છે. તવંતુ તે જ પ્રમાણે મૂઢથી: સત્યમ્ વિજ્ઞાય =મૂઢ પુરુષ દ્વારા સત્યને = આત્માને ન જાણતાં નાતુ પશ્યતિ =(ભ્રમથી) જગતને (સત્ય) તરીકે જોવાય છે.
.. रज्जूरूपे परिज्ञाते सर्पखंडं न तिष्ठति।
મધણાને તથા જ્ઞાતે પ્રપન્વ: શૂન્યતા તિ: // ૬૬ . ગૂજે રાતે =દોરડીનું યથાર્થ રૂપ જાણ્યા પછી. સવંદમ્ - તિતિ =(પાઠભેદ પ્રિનિર્વતિષતિ)=તેમાં અંશમાત્ર પણ સર્પ રહેતો નથી તથા ....= તે જ પ્રમાણે અધિકાને જ્ઞાતે = અધિષ્ઠાનનું = બ્રહ્મનું જ્ઞાન થવાથી પ્રપન્વ: શૂન્યતામ્ તિ: (પાઠભેદ પ્રપન્ન: શૂન્યતામ્ વ્રને)= પ્રપંચ જગત
નિ:શેષ થાય છે. અજ્ઞાન જ જગતનું ઉપાદાન કારણ છે, અને જ્ઞાનથી જ જગતનો લય થાય છે તે અહીં સ્પષ્ટ કરે છે. જે બીજ બાળી નાખવામાં આવે તો વૃક્ષ થઈ શકે નહીં. એમ કારણના નાશમાં કાર્યનો નાશ સમાયેલો છે. છતાં, જો કોઈ કાર્યસહિત કારણનો નાશ કરવો હોય તો માત્ર આત્મજ્ઞાન જ અનિવાર્ય છે. જેમ ખાંડનાં
Page #307
--------------------------------------------------------------------------
________________
(૨૮૮).
રકમડાં પાણીમાં ઓગાળવાથી નામ અને આકારરૂપી કાર્યનો નાશ થાય અને એ ખાંડવાળું પાણી પી જવાથી કારણનો પણ નાશ થાય. ટૂંકમાં, વસમાં રહેલ સૂતરને બાળવાથી વસ પણ બળી જાય છે. તેમ જ અજ્ઞાન
mતનું ઉપાદાન કરણ નષ્ટ થતાં ગત પણ અજ્ઞાન સાથે જ નાશ પામે છે. જાગી જવાથી સ્વપ્નસૃષ્ટિ અને સ્વપ્નદ્રષ્ટા બન્ને અદશ્ય થાય છે તેમ જ..અનાયાસે; વિના પ્રયત્ન દશ્ય પ્રપંચ નષ્ટ થાય છે.
જેવી રીતે દોરીનું અજ્ઞાન હોય તો જ સર્પનું ભાન હોય છે તેવી જ રીતે આત્મા જે અધિષ્ઠાન છે તેનું અજ્ઞાન હોય છે તેથી જ પ્રપંચ દેખાય છે. અજ્ઞાનમાં દોરી પોતે જ સર્પરૂપે દેખાય છે.
અજ્ઞાનમાં બ્રહ્મ પોતે જ બ્રહ્માંડ તરીકે ભાસે છે. દોરીનું અજ્ઞાન ન હોય તો સર્પ ન ભાસે
આત્માનું અજ્ઞાન ન હોય તો પ્રપંચ પણ ન ભાસે. દોરીના અજ્ઞાનથી જ સર્પ અને તેનો ભય જન્મે છે. પરમાત્માના અજ્ઞાનથી જ જીવ-જગત જન્મેલાં ભાસે છે. પ્રકાશમાં સર્પ અને તેનો ભય બન્ને પૂર્ણ રીતે નષ્ટ થાય છે.
તેમ જ અધિષ્ઠાન આત્માના અતના જ્ઞાનમાં ગત પ્રપંચ લેશમાત્ર રહેતું નથી. “ધિકાને જ્ઞાનને પ્રપન્નઃ તામ્ તિઃ”
ટૂંકમા, આત્મજ્ઞાનથી આત્મા ગતરૂપે ભાસતો હતો તેટલું જ નહીં પણ જગત-પપંચ-સત્ય જણાતું હતું, જેમ ભ્રાંતિરૂપી સર્પ સાચો લાગતો....અને તેનો ભય અનુભવાતો તેમ જ. પણ આત્મજ્ઞાન થતાં પ્રપંચનો અંશમાત્ર સત્ય જણાતો નથી. બધું જ પ્રતીતિ માત્ર જણાય છે. સ્વપ્નવતું જણાય છે. અગર સર્વસ્વ બ્રહ્મમય જણાય છે.
આમ જોતાં પ્રપંચ છે જ નહીં, સતુ નથી, તો તેમાં દેહ ક્યાંથી સાચો હોય! જે દેહ જ સાચો નથી તો તેના માટે શોધાતાં સુખ, વૈભવ
ક્યાં છે સાચાં! દશ્ય માત્ર અસતુ છે. છતાં સૌ પડ્યાં છે સંસાર રચવામાં રચેલા સંસારના જીર્ણોદ્ધારમાં; જે નથી તેમાં સૌ પડયા માટે જ કહ્યું છે કે સંસાર પ્રપંચ છે. જ્યાં જુઓ ત્યાં લોકો પાડવા માટે તલપાપડ, તત્પર થયા છે. લોકો પડવા પ્રયત્નશીલ છે. જેને પ્રપંચ દેખાય, સાચો અનુભવાય, તે ભલે પડે, અજ્ઞાની ભલે અનેકમાં પડે, અનેક વાર પડે
Page #308
--------------------------------------------------------------------------
________________
(૨૮૯).
પડી પડીને પડવામાં પણ જે એક નંબરનો બની શકે તો ભલે પડે: મેં સાંભળ્યું છે કે કોઈ પ્રેમ કરે તો કહેવાય છે કે તે પ્રેમમાં પડ્યો છે. પ્રેમમાં પડવાનું જ હોય છે. સાચું છે અજ્ઞાની હોય તેણે અને વાસના વધારવી હોય તેણે નિસંકોચ પડવું.....
મોહમાં પડી.. મોહાંધ થવું
કર્મમાં પડી...કામી થવું સંસ્થામાં પડી... સ્વાથ થવું
પ્રપંચમા પડી...પ્રપંચી થવું. ગામડામાં વીજળી ન હોય, કાદવ-કીચડનો રસ્તો હોય અને પડે છે..પણ શહેરોમાં પણ સાંભળ્યું છે કે લોકો સમૂહમાં પડે છે...ફલેટમાં પડે છે. ફ્લેટ થઈ જાય છે.
અભણ તો પડે!
આજે ભણેલા વિદ્વાનો પણ પડે છે...પોથામાં
પોથામાં પડી પંડિત થવું. “વાંચી વાંચી પંડિત મૂવા, ખોદી ખોદી મુવા ચૂવા, બાપ એ તો પડવાના
કૂવા.”
પડો; ભાઈ પડો; જે પ્રપંચ નથી; તેમાં જરૂર પડો; કર્મના મહાસાગરમાં પડવું હોય તોય પડો; વાસના વધારો; અને પોતાનું પતન કરો.” "कृति महोदधौ पतन कारणम् फलमशाश्वतं गतिनिरोधकम्'
-રમણ મહર્ષિ અજ્ઞાનીને પ્રવૃત્તિ કે કર્મમાં પડતો રોકવો નહીં તેવું ભગવદ્વચન ગીતામાં છે. કારણ, જ્ઞાન સમજશે નહીં, અને કર્મ છોડી દેશે....તો તેને હાનિ થશે.
“ દ્વિમેવું નનયેજ્ઞાન લીનામું' (૩-ર૬) કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો.”
તેથી જ તો સૌએ સ્પષ્ટ સમજી લેવું કે જે પ્રપંચ ખરેખર વાસ્તવિક નથી છતાં અજ્ઞાની તેમાં પડવા માગતો હોય તો...પડવા દેવો...રોક્યો નહીં અને ભૂલથી પણ તેને વાસનાક્ષયની, કર્મનિવૃત્તિની, કે જ્ઞાનથી જ કર્મો નષ્ટ થાય છે તેવી વાત ન કરવી. કારણ કે પ્રવૃત્તિમાં આસક્તિવાળા અજ્ઞાનીઓ
ક્ષીનામું અજ્ઞાની આવી વાત શ્રવણ કરવા ટેવાયેલા નથી. તેમને એવું જ શ્રવણ કરવું ગમે જેનાથી તેમની પ્રવૃત્તિને કે અહંકારને ગોબો
Page #309
--------------------------------------------------------------------------
________________
(૨૯૦).
ન પડે. પણ પ્રવૃત્તિથી જે પ્રતિષ્ઠા મળે, જે જાહેરાત થાય અને તેથી જે ખ્યાતિ મળે; તેવું જ કરવામાં અહમને પુષ્ટિ મળે છે. તેથી તેવું જ શ્રવણ કરવા તેઓ ટેવાયેલા છે.
પણ સાચા સાધકે. મોક્ષની લગની લાગી છે તાણે, વૈરાગ્યનો અગ્નિ જેના હૃદયમાં છે તેણે, અસંગનિ:સંગના ઉપાસકે
ક્યારેય કશાયમાં..પડવું નહીં અને જે પ્રપંચ હકીકતમાં નથી. તેમાં તો કદી નહીં....
આત્મચિંતન-મનન અને નિદિધ્યાસન એ જ સાધકનાં મુમુક્ષુનાં સાધન છે અને તે જ ચિંતન મનન જ્ઞાની માટે આત્મરમણનું મેદાન
આમ જ્ઞાનીને પ્રપંચ નથી; પડવાનો પ્રશ્ન પણ નથી અને જેને પ્રપંચ ભાસે તે પણ સાવચેતી અને સાવધાનીથી પડતાં પડતાં બચી જાય છે. અને પડ્યો હોય તો પણ ઈશ્વરકૃપાથી પુન: ઊભો થાય છે. પડવામાં નામોશી નથી, બદનામી નથી, પણ પડીને ઊભા નહીં થવામાં અધોગતિ છે, પતન છે. પ્રારબ્ધ અજ્ઞાનીને સમજાવવા માટે જ છે.
देहस्यापि प्रपञ्चत्वात् प्रारब्धावस्थिति: कुत: अज्ञानीजनबोधार्थ प्रारब्धं वक्ति वै श्रुतिः॥९७॥
દર્ય પ્રપષ્યત્વ =દેહમાં પણ પ્રપંચપણું છે, BRવ્યર્ચ મસ્થિતિ : =તો પછી પ્રારબ્ધની સ્થિતિ ક્યાં? અજ્ઞાનીનનોધાર્થ કૃતિઃ પ્રમ્ વત્તિ =માત્ર અજ્ઞાનીને સમજાવવા માટે જ શ્રુતિમાં પ્રારબ્ધની વાત છે.
શંકા: જો આત્મજ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થાય, તો તેની સાથે તેવું કાર્ય પ્રપંચ = ગત અને તેમાં રહેલો દેહ પણ નષ્ટ જ થાય છે; આમ જો કારણ અજ્ઞાનનો નાશ થતાં કાર્ય દેહ પણ નષ્ટ થાય તો જ્ઞાનપ્રાપ્તિ પછી જ્ઞાની અને કેવી રીતે? સમાધાન: આવી શંકાના સમાધાન અર્થે જ કૃતિમાં, વેદમાં વાત કરી છે કે “પ્રારબ્ધ જ દેહનું કારણ છે,” આ વાત માત્ર ઉપલક દષ્ટિથી કરી છે. તેથી કંઈ જ્ઞાનીને દેહ સત્ય છે તેવું નહીં, પણ અજ્ઞાનીને
Page #310
--------------------------------------------------------------------------
________________
(૨૯૧)
સમજાવવા માટે જ એવું ક્યું છે. “અજ્ઞાનીનનનોધાર્થમ્' બાકી શ્રુતિનું તાત્પર્ય અને હેતુ તો માત્ર એક અદ્વૈત પરબ્રહ્મનું વર્ણન કરવાનો જ છે. એક અદ્વૈત બ્રહ્મમાં અન્યની, ભેદની, બીજાની શક્યતા જ નથી; છતાં જો દેહ જેવું દેખાય; તે જન્મતો દેખાય તો તે માત્ર ભાસ કે પ્રતીતિ છે. દેહ જીવતો દેખાય છે પણ છે તો જડ; ચંદ્ર પ્રકાશતો દેખાય છે પણ પોતે પ્રકાશહીન છે. તેમ દેહમાં દેખાતું ભાસતું ચૈતન્ય તેનું સ્વયં નથી. તેથી જડ દેહને સાચું પ્રારબ્ધ માની શકાય નહીં. જેમ સર્પ પણ ભ્રાંતિ છે. છતાં હાલતોચાલતો ભય ઉત્પન્ન કરતો દેખાય છે. છતાં સર્પની સત્તા જેમ પ્રતિભાસિક છે તેવું જ દેહનું પણ છે. તેની સત્તા કદી પારમાર્થિક નથી. માટે દેહ અને તેનું ભાસતું પ્રારબ્ધ બન્ને મિથ્યા અને અસત્ છે.
તેને
આવા નિ:સંદેહ જ્ઞાન પછી જ્ઞાનીને શરીર જીવે કે મરે તેની ચિંતા જ નથી. તે શરીરના સંતાપે કદી સંતપ્ત થતો નથી. અને દેહની ભ્રાંતિથી કે સુખથી સુખી થતો નથી, સંદેહવિહીન અપરોક્ષ જ્ઞાન છે કે ‘હું જ આ આત્મા છું' પછી તે કદી કોઈ ઇચ્છાથી, કામનાથી, શરીર પાછળ સંતપ્ત થતો નથી; તેવું જ શ્રુતિ જણાવે છે. आत्मानं चेत् विजानीयात्
अयम् अस्मि इति पूरुषः ।
किम् इच्छन् कस्य कामाय
રરીરમ્ અનુસંòત્।। (બુ.ઉ.)
જ્ઞાનીને મન દેહ જડ છે એટલું જ નહીં પણ કલ્પિત છે, અધ્યસ્ત છે. તેથી તેને શરીરમાં નથી રાગ કે નથી દ્વેષ. જે વાસ્તવિક અસ્તિત્વમાં હોય તેના માટે જ આસક્તિ કે અનાસક્તિ હોય; તેના માટે જ મોહ કે શોક હોય પણ ભ્રાંતિ માટે તેવું શક્ય નથી. મૃગજળ લાંબુ ટકે કે અત્યારે જ તે ભ્રાંતિ નષ્ટ થાય તેથી જ્ઞાનીને હર્ષશોક નથી. અને તેવી જ ધારણા આત્મજ્ઞાનીના શરીર માટે પણ છે.
“યહ દેહ ઠહરે કલ્પ તક; યા આજ ઉસકા અન્ત હો। તેરા ન કુછ બિગ બને; યહ જાન કર નિશ્ચિંત હો॥
દિનરાત તુઝમેં હૈ નહીં; ના હિ સબેરા શામ હૈ। તૂ કાલ કા ભી કાલ હૈ; ફિર શોચ કા ક્યા કામ હૈ”
આમ જ્યાં શરીરની જ જ્ઞાનીને ચિંતા નથી, ત્યાં પ્રારબ્ધની ચિંતા ક્યાંથી હોય; અને તેને મન પ્રારબ્ધની સ્વીકૃતી જ સાચી હોતી નથી.
‘વૈહસ્ય પ્રવૃંત્રાત્’દેહ પણ પ્રપંચ જ છે. એવું આ શ્લોકમાં કહ્યું છે
Page #311
--------------------------------------------------------------------------
________________
(૨૯૨)
તેનો અર્થ કે શરીર પાંચ પાંચના પંચકથી બનેલું છે. દા.ત. શરીરમાં પાંચ પ્રાણ; પાંચ કોષ; પાંચ જ્ઞાનેક્યિો ; પાંચ કર્મેન્દ્રિયો અને શરીર પોતે પણ પંચમહાભૂતથી બન્યું છે. આમ પાંચ પાંચના સમૂહથી બન્યું છે તેથી દેહને પ્રપંચ કહે છે. ઉપરાંત જગત પણ પ્રપંચ છે, અને શરીર ગતનો જ એક અંશ છે માટે પણ પ્રપંચ કહેવાય છે.
આ પ્રપંચ સુષમિમાં અદશ્ય થાય છે તેથી પ્રપંચ સત્ય નથી. નિત્ય નથી, તેને પારમાર્થિક સત્તા નથી. પ્રપંચના અભાવમાં શરીર કે તેનું પ્રારબ્ધ પણ ટકી શકે નહીંઆમ છતાં શરીરની વ્યાવહારિક સત્તા છે તેમાં કોઈ મતભેદ નથી અને શરીર સાથે પ્રારબ્ધની પણ વ્યાવહારિક સત્તા છે. પ્રારબ્ધની વ્યાવહારિક સના:
જીવનવ્યવહારમાં વ્યક્તિ હતાશા નિરાશાનો ભોગ થઈ પડે છે; તેથી જ વ્યવહારમાં તે વ્યક્તિના દુ:ખમાં આશ્વાસન આપવા પ્રારબ્ધની વાત કહેવાઈ છે. માટે જ જેને આઘાત લાગ્યો હોય તેને કહેવાય છે કે સુખ-દુ:ખ બધું પ્રારબ્બાધીન છે. તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. અને માટે જ શોક કરવો વ્યર્થ છે. “વિધિના લેખ કદી મિથ્યા થઈ શકે નહીં.” “પ્રારબ્ધ તો સંતોને પણ હોય છે અને તેથી જ તો તેમને પણ કેવા કેવા ભયંકર રોગ થાય છે. (પણ સંત, જ્ઞાની માને છે કે પ્રારબ્ધ શરીર ભોગવે છે). આમ જે મહંતો, સંતો, જ્ઞાનીઓ મુક્ત નથી તો આપણે ક્યાં?” “જ્ઞાનથી તો આગામી અને સંચિત નાશ પામે છે, પ્રારબ્ધ તો કરેલાં કર્મનો બદલો છે તેથી તે ભોગવવાં જ પડે છે.” આમ, આવી અનેક વાતો વ્યવહારમાં પ્રારબ્ધના સંદર્ભમાં સંભળાય છે. તે માત્ર આઘાતને હળવો કરવા માટે છે. અજ્ઞાનીને આશ્વાસન આપવા માટે છે. અહીં શ્રુતિ, ઉપનિષદ,
સ્મૃતિ કે શાસ્ત્ર અથવા સંતો પણ લૌકિક કે વ્યાવહારિક દષ્ટિએ જ અજ્ઞાની માટે જ પ્રારબ્ધની વાત કરે છે.
કોઈએ ભૂલથી એવું સમજવાની જરૂર નથી કે પ્રારબ્ધની વાત પુરુષાર્થનો વિરોધ કરવા કે તેનો ઇન્કાર કરવા માટે છે. ખરેખર તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં વિવેક જરૂરી છે. શું પુરુષાર્થથી મળશે અને શેના માટે પ્રારબ્ધની જરૂર પડે છે? આગળ વિચારી ગયા કે અર્થ અને ભોગ પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે. જ્યારે ધર્મ અને મોક્ષ પુરષાથધીન છે. આત્મજ્ઞાન માટે પરમ પુરુષાર્થ મોક્ષ માટે અજ્ઞાનની નિવૃત્તિ આવશ્યક છે અને તેવી નિવૃત્તિ સતત ચિંતન-મનનરૂપી પુરુષાર્થ વિના શક્ય નથી. આમ ધર્મ અને મોક્ષ પુરુષાર્થધીન છે. જ્યારે અર્થ અને કામ પ્રારબ્બાધીન છે. બન્ને વાતો વ્યાવહારિક છે અને એકબીજાની વિરોધી નથી. તેથી સ્પષ્ટ
Page #312
--------------------------------------------------------------------------
________________
(૨૯૩) સમજી લેવું કે જે હું મને શરીર માનું તો મારે પ્રારબ્ધ છે. અને જે હું મને બ્રહ્મ માનું તો મારે પ્રારબ્ધ સાચું નથી.
જે કોઈ એવો પ્રશ્ન પૂછે કે આ શરીર, માબાપ વગેરે કેવી રીતે મળ્યા? તો તેવા પ્રશ્નના સમાધાન માટે પ્રારબ્ધ જ યોગ્ય જવાબ છે. જો તમે એવો જવાબ આપો કે શરીર શ્વરે આપ્યું છે...તો પછી કેમ કોઈને નીરોગી કે કોઈને રોગી; કોઈ ને સુંદર અને કોઈને કુરૂપ મળ્યું? જો ભગવાન જ અપે તો સૌને સમાન શરીર મળવા જોઈએ. અને જે તેવું થયું નથી તો ભગવાન પણ પક્ષપાતી કહેવાય. આમ ભગવાન પર દોષારોપણ ન થાય માટે વ્યવહારમાં પ્રારબ્ધથી શરીર મળે છે તેવો જવાબ અપાય છે.
કોઈ પૂછે કે માબાપ કોણે આપ્યાં? તેમાં પણ જવાબ આપવો પડશે કે પ્રારબ્ધ મુજબ મળ્યાં છે. તેમાં કોઈની પસંદગી ચાલતી નથી. નહીં તો સૌ પૈસાદાર, મિલમાલિકો અને ઉદ્યોગપતિઓને જ માબાપ બનાવે અને તેમના ઘેર જ નિશાળ અને પ્રસૂતિગૃહ ચાલે. પણ તેમ થવું શક્ય નથી. તેથી માબાપ પ્રારબ્ધથી મળે છે તેવું કહેવાય છે. જે ઈશ્વર આપે છે તેમ કહીએ તો કેમ કોઈને ગરીબ, કોઈને પૈસાદાર; કેમ કોઈને લાંબી ઉમર સુધી, કોઈને થોડા સમય માટે માબાપ મળે છે? કેમ કોઈનાં માતા કે પિતા અંધ? અને કોઈના રોગી? આવા પ્રશ્નોના નિરાકરણ અર્થે જ
પ્રારબ્ધની રચના થયેલી છે. માટે જ કહ્યું છે કે “અજ્ઞાનીનનોધાય” હવે જે એમ વિચારીએ કે આ પ્રારબ્ધ એ કર્મ છે કે ભોગ? જે આપણે તેને કર્મ માનીશું તો પ્રારબ્ધથી સુખ કે દુઃખ ન થવું જોઈએ. પણ સુખ-દુ:ખ થાય છે. જો પ્રારબ્ધ માત્ર કર્મ જ હોય તો પાપ અને પુણ્ય જ કર્મથી જન્મે. હવે જો પ્રારબ્ધને ભોગ માનીએ તો તેમાંથી માત્ર સુખ-દુ:ખનો જ ભાવ થવો જોઈએ. અને કોઈ પણ ભોગ ભોગવવાથી પાપ અને પુણ્યનો ભાવ ન પેદા થવો જોઈએ. પછી ભલે તે ભોગ વસ્તુ પ્રત્યેનો હોય કે શારીરિક હોય છતાં ભોગ ભોગવતાં પાપ-પુણ્યભાવ જાગે છે. તેથી પ્રારબ્ધ પૂર્ણરૂપે ભોગ કે પૂર્ણરૂપે કર્મ નથી. ખરેખર તો કોઈ પણ ક્યિા કત્વના અભિમાનથી થાય કે હું કર્તા છું તેવા ભાવથી થાય તો જ તે કર્મ બને છે. જે ત્યાં કતભાવ નથી તો પાપ-પુણ્ય કંઈ નથી અને જે ક્યિા ભોક્તત્વભાવે=ભોક્તાભાવે થાય તો જ ભોગ બને છે. જે ભોગવવાની ક્યિામાં હું ભોક્તા છું તેવો ભાવ નથી તો ભોગ ભોગવાય છતાં સુખ-દુઃખ ન જન્મે. આમ પ્રારબ્ધ નથી ભોગ છતાં તેવું ભાસે છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
(૨૯૪)
જ્ઞાન દ્વારા પ્રારબ્ધની નાબૂદી અહીં સ્વયં શ્રુતિના શબ્દો દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે કે જ્ઞાનમાં સર્વ કર્મો નાશ પામે છે. તો પ્રારબ્ધ બચી શકે નહીં તેવી જ વાત ગીતામાં તો સૂચિત છે જ.
જ્ઞાનાદિ સર્વમાં અમરત્યુત્તે તથા’ ૪/ _જેમ અગ્નિ લાકડાને બાળે છે) તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કમેન ભસ્મીભૂત કરે છે.” અને જે કોઈ જ્ઞાનરૂપી અગ્નિ પોતાના હૃદયમાં કે બુદ્ધિમાં પ્રજ્વલિત કરી જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મો બાળી નાખે છે તેને જ ગીતામાં પંડિત કહેવામાં આવે છે.
“જ્ઞાનબિલમાં તમાકુ: સુધાઃ” i૪/૧૬IL. આમ જે વાત સ્મૃતિએ કરી છે તેને અનુમોદન આપતી વાત શ્રુતિ પણ ઉચ્ચારે છે તે અહીં સમજાવ્યું છે.
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् द्रष्टे परावरे। ___ बहुत्वं तनिषेधार्थ श्रुत्या गीतं च यत्स्फुटम्॥९८॥ તનિ પજવે છે. આત્માનો સાક્ષાત્કાર થતાં મય જ ક્ષીયો =આ પુરુષનાં કર્મો નાશ પામે છે કૃત્ય થતું સુરમ્ વદુત્વમ્ તમ્ શ્રુતિથી જે બહુ સ્પષ્ટ અને બહુ કહેવાયું
તતુ નિષેધાર્થ પ્રારબ્ધના નિષેધ માટે જ છે,
જે શ્રુતિમાંથી અહીં એક પંક્તિ લીધી છે તે શ્રુતિ મુંડકોપનિષદ છે. અને બ્લોક નીચે મુજબ છે.
भिद्यते हृदयग्रंथि: छिद्यन्ते सर्व संशया:॥
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे॥८॥ [“કાર્ય અને કરણરૂપ તે પરાત્પર પરબ્રહ્મને તત્વથી જાણી લીધા પછી આ જીવની અવિદ્યારૂપી ગાંઠ ખૂલી જાય છે, સંશયો છેાઈ જાય છે, અને સર્વ કર્મોનો ક્ષય થાય છે.”]
આ કૃતિમાં સ્પષ્ટ છે કે જ્ઞાનીનાં સર્વ કર્મોનો નાશ થાય છે અને તેની હદયગ્રંથિ છેદાઈ જાય છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
(૨૫)
હૃદયગંથિ એટલે શું? અવિદ્યા + કામ + કર્મ મળીને હૃદયગ્રંથિ થાય છે. જેમ દોરીની ગાંઠમાં બે છેડા અને વચ્ચે ગાંઠ છે તેવું જ અહીં પણ છે. અવિદ્યા વચ્ચે છે અને કામ અને કર્મ આજુબાજુ છે. ગ્રંથિ છૂટે છે, ખૂલે છે. કે ભૂદાઇ જાય છે અર્થાત્ ગ્રંથિની ભ્રાંતિ દૂર થાય છે. ખરેખર ત્યાં અધ્યાસ છે, ગ્રંથિ કે ગાંઠ જેવું નથી છતાં ભાસે છે. જેમ ૨૬ મી જાન્યુઆરી કે ૧૫ મી ઓગષ્ટ ધ્વજવંદન વખતે, ધ્વજને ઉપર લઈ જતાં પહેલા ગાંઠ મારેલી હોય છે. અને જ્યારે દોરીથી ધ્વજ ઉપર ચડાવવામાં આવે છે; પછી બીજી દોરી ખેંચતાં જ ગાંઠ ખૂલી જાય છે. અને ધ્વજ ફરકે છે. જે આ ગાંઠ સાચી જ હોય તો ખૂલે જ નહીં પણ તે ખોટી હોય છે, તેથી ખોટી ખોટી ખૂલી જાય છે. અને ખોટી છતાં સાચી ભાસે છે. આ ગાંઠને સ્લિપ નોટ કે સરકતી ગાંઠ કહે છે. તેવી જ રીતે હૃદયગ્રંથિ પણ ખોટી ખોટી ગાંઠ જેવી જ છે. અને અવિઘાથી તે સાચા જેવી લાગે છે. જ્ઞાન થતાં જ અવિદ્યા રહેતી નથી અને તેથી અવિદ્યાના આધારે ટકેલાં કામ અને કર્મ પણ રહેતાં નથી. જ્ઞાન થાય કે “હું અકર્મ અકર્તા છું” પછી કર્મ કેવું? અને જ્ઞાનથી સમજાય કે “હું પૂર્ણ છું” પછી કોઈ પણ વસ્તુ માટે કામના કેવી? આમ આખી ગ્રંથિ જ જ્ઞાનમાં છેદાઈ જાય છે. તેથી જ “હું કર્તા છું” કે “ભોક્તા છું' હું કર્મથી બદ્ધ છું કે મુકત છું!” “પુણ્ય-પાપ કે પ્રારબ્ધ કર્મનો નાશ છે કે તે ભોગવવાં જ પડે.” આવા અનેક સંદેહ જ્ઞાનથી છેદાઈ જાય છે.
ક્ષીયૉ ગાર્ચ મણિ' કૃતિમાં જે સ્પષ્ટ કહ્યું કે જ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થાય છે. તે એટલા માટે જ કહયું છે કે કર્મો નષ્ટ થાય પછી કર્મ દેખાય, ભાસે, પ્રતીતિ થાય છતાં શરીરનાં, મનનાં કે ઇન્દ્રિયનાં કરેલાં કર્મો બંધનમાં નાંખી શકે નહીં. કારણ કે જ્ઞાનીએ ‘કત” નો જ સંહાર
ક્ય છે. “ક” ની કબર પર તે ઊભો છે. અને આવો જ્ઞાની કતભાવ વિના; કર્મના અભિમાન વિના જજે કર્મ કરતો જણાય તોપણ સમજવું કે તે કર્મથી બંધાતો નથી. જેમ બળેલી દોરી કાથીની દોરી, રખિયા રૂપે છે છતાં આકાર તો દોરીનો જ છે પણ હવે તેનાથી કંઈ બાંધી શકાય નહીં. તેવી જ રીતે જ્ઞાનીને ફળ ઉત્પન્ન કરવાની શક્તિથી વિહીન થયેલાં કર્મ બાંધી શકે નહીં. તઉપરાંત જ્ઞાની સ્વરૂપે તો સર્વવ્યાસ, નિરાકાર
Page #315
--------------------------------------------------------------------------
________________
(૨૯૬) આત્મા છે. જે આકાશ ન બંધાય તો આત્મા કેવી રીતે બંધાય? છતાં સર્વ સામાન્ય અનુભવ છે કે અમે કર્મથી બદ્ધ છીએ. જેને આવો અનુભવ છે બંધનનો તેઓ જ છૂટી શકે છે. જેવી રીતે સ્વપ્નમાં તમને કોઈ ચોર બાંધે.. તો છૂટવા તમારે કોની મદદ લેવી પડે? કેટલાં ક્લાક સુધી ક્યા પ્રયત્નો કરવા પડે? અરે! કંઈ કર્યા વિના, કોઈની મદદ વિના માત્ર સ્વપ્નમાંથી જાગી જવાથી જ સ્વપ્નના ચોરે બાંધેલું બંધન છૂટી જાય છે. હવે વિચારો, જાગવા માટે શું કરવું પડે? કંઈ જ નહીં તે માત્ર જાગીને જાણવાનું કે આ સ્વપ્ન નથી. તેવી જ રીતે અજ્ઞાનની નિદ્રામાંથી જાગીને જોઈશું તો કર્તા, કર્મ, કામ, અવિદ્યા કે સંશય કંઈ જ બચશે નહીં. અને જે કર્મ જ નહીં રહે તો પ્રારબ્ધ કેવી રીતે હશે? માટે જ કહ્યું છે.
“ક્ષીય વાસ્થ સ્મfજ” અહીં “મfજ એવું બહુવચન વપરાયું છે તેનો અર્થ તમામ કર્મ થાય. જેમાં સંચિત, આગામી અને પ્રારબ્ધ ત્રણે કર્મોનો સમાવેશ થઈ જાય છે. જ્ઞાનાગ્નિમાં બે કર્મો ભસ્મ થાય. અને પ્રારબ્ધ બચે તેમ થઈ શકે નહીં. અને તેથી જ અહીં બહુવચનનો પ્રયોગ છે. સ્વામી વિદ્યારણ્ય પણ તેવું જ પોતાની દીપિકા-વ્યાખ્યામાં જણાવે છે. “ તિ વહુર્વ યતપુર નીતિં તત્તત્રિધાર્થ પ્રવ્યામાવતિષવિના” તાત્પર્ય એ જ છે કે પ્રારબ્ધ કર્મ પણ જ્ઞાનથી નષ્ટ થાય છે તેવું દર્શાવવા માટે જ અહીં શ્રુતિએ બહુવચનનો પ્રયોગ કર્યો છે.
જ્ઞાનપ્રાપ્તિમાં જે કર્તા જ નથી તો કર્મ કેવું? જે કર્મ નથી તો પુણ્ય કે પાપ કેવું? તેમ જ કર્મ જ નથી તો તેનું ફળ કે ભોગ કેવાં? જે ફળભોગ નથી તો પ્રારબ્ધ ક્યાં? જો ભોગ નથી તો સુખ અને દુ:ખ પણ નથી. માટે જ કહ્યું છે કે જ્ઞાનમાં નથી કર્તા, નથી ભોક્તા; માટે નથી કંઈ પાપ કે પુણ્ય ને નથી સુખ અને દુઃખ; તેથી જ નથી સ્વર્ગ કે નક, નથી સદ્ગતિ કે અવગતિ... ત્યાં તો છે માત્ર એક અલા, સ્વસ્વરૂપ, પરબ્રહ્મ.
મગનલાલે પ્રથમ વારનાં લગ્ન ૧૯૬૦માં ક્યાં બીજી વાર ૧૯૭૫માં તેઓ પરણ્યા અને ત્રીજી વારનાં લગ્ન ૧૯૮૦માં થયાં અને અચાનક તેઓ હાલથી ૧૯૮૩માં ગુજરી ગયા તો સૌથી પ્રથમ વિધવા કોણ થયું...અને સૌથી છેલ્લું કોણ વિધવા થયું? અરે! ત્રણે ત્રણ એકસાથે જ વિધવા થાય, આગળપાછળ ન થાય અને કોઈ અવિધવા રહી શકે પણ નહીં.
Page #316
--------------------------------------------------------------------------
________________
(૨૯૭) તેમ જ આત્મજ્ઞાન થતાં કત પોતે જ મૃત્યુ પામે છે. અજ્ઞાનથી જ કર્તા હતો. હવે જ્યાં કર્તા જ નથી ત્યાં કર્મ કેવાં? પછી તે આગામી, સંચિત કે પ્રારબ્ધ હોય તેમાંથી કોઈ બચી શકે નહીં.
આ ચર્ચાના અંતે ફલિત થાય છે કે પ્રારબ્ધની ચર્ચા કે નિર્દેશ માત્ર અજ્ઞાની માટે છે. અને પ્રારબ્ધનો પણ જ્ઞાનમાં નાશ થાય છે માટે શ્રુતિમાં બહુવચન વાપરી સ્પષ્ટતા કરી છે કે “ક્ષીને વાચ વર્માન.”
પ્રારબ્ધનો સ્વીકાર એ જ યુતિ અને વેદાન્તનો ઈન્કાર
મોટા ભાગે જીવનમાં સૌને આશ્વાસનની જરૂર પડતી હોય છે. કાં તો જાતે જ મનને મનાવવા અથવા બીજાને મદદ કરવા તેમાં પ્રારબ્ધનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. અને ઉપયોગિતાની દષ્ટિએ પ્રારબ્ધનો સ્વીકાર કરવો તે જ ડહાપણભર્યું પગલું છે. તેવી શંકાના સંદર્ભમાં અહીં શ્લોકમાં જણાવ્યું છે કે ના, તે યોગ્ય નથી. તેમ કરવાથી તો આપણે જાતે જ વેદાન્તવિચારની વિરુદ્ધ જઈશું અને આપણે જ આપણા માટે હાનિકર્તા પુરવાર થઈશું.
उच्यतेऽज्ञैर्बलाच्वैतत् - तदानर्थद्वयागमः।
वेदान्तमतहानं च यतो ज्ञानमिति श्रुतिः ॥ ९९ ॥ તત્ વત્તા મ ૩જો = જો અજ્ઞાનીઓ બળપૂર્વક (પ્રારબ્ધ) સ્વીકારે તલા અનર્થયામ: = તો બે અનર્થ દોષ પ્રાપ્ત થાય, વેલાન્ત મતદાનમ્ = વેદાન્તના મતનું ખંડન થાય ૨ યત: જ્ઞાનમ્ રૂતિ શ્રુતિઃ - અને જે કૃતિથી આત્મજ્ઞાન થાય છે તે શ્રુતિ ખોટી ઠરે.
જે અજ્ઞાનપૂર્વક બળજબરીથી પ્રારબ્ધનો સ્વીકાર કરવામાં આવે તો શ્લોકમાં જણાવ્યું છે કે બે અનર્થદોષ પ્રાપ્ત થાય છે. તે સમજીએ.
| ‘તા મનWયામ:' (૧) પ્રથમ તો વેલાના મતદાનમ્ = વેદાન્તના મતનું ખંડન | વેદાન્તનો મત છે કે મોક્ષ છે અને તે માત્ર જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. હવે જે પ્રારબ્ધનો સ્વીકાર કરવામાં આવે તો જ્ઞાનપ્રાપ્તિની જરૂર રહે નહીં
Page #317
--------------------------------------------------------------------------
________________
(૨૯૮) અને પ્રારબ્ધ મુજબ દરેકને વહેલો કે મોડો મોક્ષ મળશે જ. જયારે વાત તો સ્પષ્ટ છે કે જો તે ન મુક્તિઃ' જ્ઞાન વિના મુક્તિ નથી અને “જ્ઞાનનું મુક્તિઃ' જ્ઞાનથી જ મુક્તિ થાય છે. હવે પ્રારબ્ધના સ્વીકારમાં જ્ઞાનનો ઈન્કાર છે. અને જો જ્ઞાન જ જરૂરી નથી તો તો મોક્ષ પણ જરૂરી નથી. કારણ જ્ઞાન સિદ્ધ ન થાય તો મોક્ષ પણ સિદ્ધ થતો નથી. જ્યારે વેદાન્ત મુજબ મોક્ષ છે. આમ મોક્ષ અસિદ્ધ થાય છે, તે જ વેદાના મતનું ખંડન છે.
આવી વાતો તો પડદા ઉપરનાં ચિત્રો જેવી છે. પડદા ઉપરનાં ચિત્રો દાવો કરે કે “પડદો સાવ ખોટો છે. જો જે છેતરાતા પડદાથી.” પણ પ્રેક્ષકો જાણે છે કે પડદાને ખોટો કહેનારાં ચિત્રો પોતે કેવાં છે.
અનેક ચિત્રો આવીને ચાલ્યાં ગયાં. ત્રણ ક્લાકમાં તો તેમની હસ્તી પણ ભૂંસાઈ ગઈ.. અરે.. પાવર ફેલ થતાંની સાથે જ બોલતાં બંધ થયાં; છતાં પડદો તો હતો ત્યાંની ત્યાં. ચિત્રો આવે ને જાય; પડદો નહીં! ચિત્રો ફલ જાય! પડદો નહીં. જેમ પડદો અધિષ્ઠાન છે, તેમ આત્મા અધિષ્ઠાન છે. અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેથી જ્ઞાન અસિદ્ધ થાય તેમ નથી. અને આરોપની વાતોથી પ્રારબ્ધ સ્વીકારાય તેમ પણ નથી. (૨) બીજે દોષ છે કે જે શ્રુતિથી જ્ઞાન થાય છે તે કૃતિઓ પણ ખોટી ઠરે “યત: જ્ઞાનં તિ શ્રુતિઃ”
મુંડક-શ્રુતિમાં સ્પષ્ટ છે કે જે કોઈ તે પરબ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મ જ થઈ જાય છે.”
“ ય ર રે તમં વહાવે દ્રવ મતિ” અને તે પણ સ્પષ્ટ છે કે તે ઉપરાવરના જ્ઞાનથી તમામ કર્મો નષ્ટ થાય છે. “ક્ષીયો વાય તસ્મિન છે પાર કર્યો નષ્ટ થાય છે કારણ કે આત્માના જ્ઞાનથી કર્તા નષ્ટ થાય છે. જે આપણે આત્માને જ કર્તા માનીએ તો તો તેનો મોક્ષ જ નથી. કારણ કે કર્તા હોય તો કર્મ હોય; કર્મને ફળ હોય; ફળ ભોગવવા કોઈ શરીર હોય; એક શરીરથી ફળ ન ભોગવાય તે બીજું લેવું પડે; તેથી પુનઃ જન્મ થાય; બીજા જન્મ ફળ ભોગવવા માટે પાછું કર્મ કરવું પડે, તેનું પુન: ફળ જાગે... આમ જન્મ=મૃત્યુના કે કર્મ-ફળના ચકથી કોઈ છૂટી શકે જ નહીં, અને કોઈ કદી મુક્ત જ થઈ શકે જ નહીં પણ જ્યારે શ્રુતિએ મુક્તિની
Page #318
--------------------------------------------------------------------------
________________
(૨૯૯)
અને જ્ઞાનની વાત કરી છે ત્યારે જ્ઞાન અને મોક્ષ બન્ને છે. શ્રુતિ ખોટી નથી. કારણ કે કર્તા અને કર્મનો નાશ છે. કર્મનો નાશ છે તેથી જ કહ્યું છે કે ન પુછ્યું ને પાપં ન સૌહ્યં ન વુ:વું" કર્મ નથી તેથી જ હું પુણ્ય કે પાપ નથી; ભોગ નથી તેથી હું સુખ કે દુઃખ નથી. આમ કર્મ નથી તે જ સૂચવે છે કે હું કર્તા નથી.
આમ વિચારતાં પ્રારબ્ધનો કદી સ્વીકાંર થઈ શકે નહીં. અને અનંત ઋષિમુનિઓની અપરોક્ષ અનુભૂતિ જેવી શ્રુતિઓનો ઈન્કાર પણ થઈ શકે તેમ નથી.
નિદિધ્યાસન: જ્ઞાનપ્રાપ્તિનું સાધન
त्रिपञ्चाङ्गान्यथो वक्ष्ये पूर्वोक्तस्य हि लब्धये । તૈશ્વ સર્વે: સવા બાર્ય નિવિધ્યાસનમેવ તુ।। ૧૦૦ ॥
પૂર્વોક્તસ્ય હિ તબ્વયે = પૂર્વે પ્રથમ કહેલા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે ત્રિપશ્ચાાનિ અથ: વક્ષ્ય = પંદર અંગો કહું છું ૩ = માટે
તૈ: સવૈ: = તે સર્વ (અંગો) થી
=
નિવિધ્યાસનમ્ વ્ સવા વ્હાર્યમ્ - સદા નિદિધ્યાસન કરવું જરૂરી છે. नित्याभ्यासादृते प्राप्तिः- न भवेत् सच्चिदात्मनः ।
तस्माद् ब्रह्म निदिध्यासेत् जिज्ञासुः श्रेयसे चिरम् ॥ १०१ ॥
નિત્યાભ્યાસાત્ તે = નિત્ય અભ્યાસ કર્યા વિના સન્નિવાત્મનઃ પ્રાપ્તિ: ન મવેત્ તસ્માત્ = જે સત્ ચિત્ સ્વરૂપ આત્મા છે તેની પ્રાપ્તિ નથી, તેથી.
=
जिज्ञासुः श्रेयसे ब्रह्म चिरम् निदिध्यासेत् જિજ્ઞાસુ કે મુમુક્ષુએ પોતાના શ્રેય માટે લાંબા સમય સુધી નિદિધ્યાસન કરવું જોઈએ. અત્યાર સુધી જ્ઞાનની ચર્ચા-વિચારણા કરી કે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. અને તે દૂર થતાં, ન રહે પ્રારબ્ધ, ન બચે કોઈ કર્મ, અને આવા અપરોક્ષ જ્ઞાનથી જ મુક્તિ મળે છે. આવી વિચારણા અત્યાર સુધીના શ્લોકો દ્વારા થઈ. આત્મજ્ઞાન શું છે તે સમજાયું... પણ તે જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે સમજવા હવે જ્ઞાનપ્રાપ્તિના સાધનોની ચર્ચા આવે છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
(૩૦૦)
જે નિદિધ્યાસનને જ્ઞાનપ્રાપ્તિનું મહત્ત્વનું સાધન અહીં કહેવામાં આવ્યું છે તે વાત આચાર્ય શંકરાચાર્યજીની જ નીપજ નથી. તેમની મહાનતા અને નમ્રતાનો અનુભવ તો આગળ પણ થઈ ગયો છે. તેઓ મોટા ભાગે શ્રુતિના સંબંધમાં, સંદર્ભમાં અને શ્રુતિ-સ્વીકાર્ય હોય તેવી જ વાત કરે છે. અને દૃષ્ટાંતો પણ શ્રુતિના જ શબ્દોમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપે છે. અહીં પણ નિદિધ્યાસનની વાત શ્રુતિસંમત છે. અને જ્ઞાનના અનિવાર્ય અને અંતિમ સાધન તરીકે ૠષિ યાજ્ઞવલ્કયજી પણ નિદિધ્યાસનને જ ગણાવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આ વાતનો ઉલ્લેખ ખૂબ જ સ્પષ્ટતા, દૃઢતા અને ગંભીરતાપૂર્વક કરવામાં આવેલો છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં બે પ્રખર બ્રહ્મવાદિની સ્ત્રીઓનો ઉલ્લેખ છે. જેમાં એક ગાર્ગી અને બીજી મૈત્રેયી. ૠષિ યાજ્ઞવલ્ક્ય જ્યારે અંતિમ આશ્રમમાં પ્રવેશવાના હોય છે તે પૂર્વે પોતાની બન્ને પત્નીઓ, કાત્યાયની અને મૈત્રેયીને પોતાની મિલકત વહેંચી આપવા બોલાવે છે. મૈત્રેયી ખૂબ જ વિવેકી અને વિચારશીલ હતી. તેણે વિચાર્યું કે યાજ્ઞવલ્કયજીને એવું તે શું મળ્યું છે કે જેથી તેઓ ધન, દોલત, પત્ની, ઘર બધું જ છોડી જવા તત્પર થયા છે? અને તેથી તેણે ધનનો સ્વીકાર ન કર્યો; કારણ ધનથી કોઈ અમર થઈ શકે તેમ નથી એવું તેણે યાજ્ઞવલ્ક્ય ઋષિના ઉપદેશથી જ સાંભળ્યું.
“अमृतत्त्वस्य तु नाशास्ति वित्तेनेति”
સાધન જ
અને અંતે મૈત્રેયીએ તો કહ્યું, “જે ધનથી અમરતાની આશા જ નથી તો પછી તે ધનને લઈને હું શું કરું? મને તો જેનાથી અમર થઈ શકાય તેવું જ કંઈ કહો. અમૃતત્ત્વનું અમરતાનું હું જાણવા માગું છું. મને બીજું કંઈ જોઈતું નથી.'' આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનની ચર્ચા શરૂ થઈ અને અંતે જે સાધન યાજ્ઞવલ્કયજીએ ચર્ચાને અંતે જણાવ્યું તે નીચે મુજબ છે, જેમાં નિદિધ્યાસનનો નિર્દેશ છે. યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું “અરે! મૈત્રેયી! આ આત્મા દર્શનીય છે, શ્રવણીય છે, મનનીય છે અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે.''
-
-
" आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः” દ્રષ્ટન્ય: અર્થાત્ દર્શનીય છે. અહીં દર્શન એટલે જોવું નહીં પણ જાણવાના અર્થમાં છે. અને ‘જોવું' તેવો ભાવ લઈએ તોપણ જ્ઞાનચક્ષુ દ્વારા
Page #320
--------------------------------------------------------------------------
________________
(૩૦૧)
જ દર્શનીય છે. “विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः"। અને જ્ઞાનચક્ષુ દ્વારા જેવું - તે જ જાણવું છે. એટલે દર્શનીય અર્થાત્ આત્મા પોતાથી જુદો નથી તેમ જાણવા યોગ્ય છે. સાક્ષાત્કાર
કરવા યોગ્ય છે. શ્રોતવ્ય: અથતું શ્રવાણીય છે. આત્મા શ્રોત્રિય બ્રાહ્મનિષ્ઠ ગુરુ દ્વારા શ્રવણ
કરવા યોગ્ય છે. શબ્દપ્રમાણ છે તેથી જ શ્રવણ દ્વારા અભેદ
અદ્વિતનું જ્ઞાન શક્ય છે. મંતવ્ય. અર્થાત્ આત્મા મનનીય છે. મનન, ચિંતન દ્વારા આત્મા “સ્વ
સ્વરૂપ છે તેમ જાણી શકાય તેમ છે. નિવિધ્યાતિવ્ય. અર્થાત્ આત્મા વિશે ધ્યાનનો પ્રયત્ન થઈ શકે તેમ છે.
“સ્વ”સ્વરૂપને કે આત્માને જાણવા ધ્યાન, ધ્યાતા, ધ્યેય એક
થઈ જાય તેવું ચિંતન શક્ય છે. આમ, નિદિધ્યાસન એક મહત્વનું સાધન છે તે વાત કૃતિમાં છે અને તેવી જ કૃતિસંમત વાતને શંકરાચાર્યજી પણ જ્ઞાનનું અંતિમ અને શ્રેષ્ઠ સાધન માને છે. માટે જ આ શ્લોકમાં તેમણે કહ્યું છે કે “નિવિધ્યાસન ઇવ સલiી - સદા નિદિધ્યાસન કરવું જરૂરી છે.” આમ જોતાં સમજાય છે કે જ્ઞાનપ્રાપ્તિનાં શ્રુતિસંમત સાધનોમાં મુખ્ય ત્રણ છે: (૧) શ્રવણ (૨) મનન (૩) નિદિધ્યાસન. આ ત્રણેમાં સાધન-શ્રેષ્ઠત્વની દષ્ટિએ નિદિધ્યાસન શ્રેષ્ઠ, ઉત્તમોત્તમ સાધન છે એવું શંકરાચાર્યજી “વિવેચૂડામણિ”માં દશવ
“કૃતેઃ રાતા વિદ્યાર્નનનું મનનારા निदिध्यासं लक्षगुणमनन्तं निर्विकल्पकम् ॥ ३६५ ॥ “શ્રવણ કરતાં મનન સો ગણું ઉત્તમ છે. મનન કરતાં નિદિધ્યાસન લાખ ગણું ઉત્તમ છે.”
આમ નિદિધ્યાસન સર્વશ્રેષ્ઠ સાધન છે. માટે જ તે નિદિધ્યાસન કરવાનું સૂચન અહીં પણ છે. એક વસ્તુ સદા યાદ રાખવી ઘટે કે ગમે તેટલાં પુસ્તકો વાંચો, કથાઓ સાંભળો, સંસ્કૃત ભાષાના ગમે તેટલા વિદ્વાન બનો, વ્યાકરણના આચાર્ય બનો, અથવા શાસો કંઠસ્થ કરો. પણ જ્યાં સુધી
Page #321
--------------------------------------------------------------------------
________________
(૩૦૨) નિદિધ્યાસન થશે નહીં ત્યાં સુધી સાક્ષાત્કાર, આત્મજ્ઞાન કે મુક્તિની દિશામાં પ્રગતિ થઈ શકશે નહીં. તેથી આત્મવિચાર કે મોક્ષમાર્ગે અંતે તો નિદિધ્યાસન જ કરવાનું છે. તો શા માટે અત્યારથી જ તેની શરૂઆત ન કરવી?
ઘણાને પ્રશ્ન થાય છે કે નિદિધ્યાસન ક્યાં સુધી કરવું? કેટલા દિવસ તેનું અનુષ્ઠાન કરવું કે ઉપાસના કરવી?
આવો પ્રશ્ન કરનારે વિચાર્યું નથી કે આપણું અજ્ઞાન કેટલું જૂનું છે! જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી નિદિધ્યાસન કરવું જરૂરી છે. પ્રપંચની નાબૂદી થાય કે અજ્ઞાન દૂર થાય, ત્યાં સુધી સતત નિદિધ્યાસન કરવું જોઈએ. તેવું સૂચન અહીં શ્લોકમાં જણાવ્યું છે કે “વિવિધ્યાસનમ gવ સ ફાર્ય” અથતુ જ્યારે હું કર્તા છું, ભોક્તા છું, દેહ છું, જન્મમૃત્યુવાળો છું તેવી ભ્રાંતિ સમાપ્ત થાય ત્યારે જ નિદિધ્યાસન સમાપ્ત કરવું... બાકી તેને સદાનું કાર્ય સમજી અનુસરવું. એ જ મુમુક્ષુનો અંતિમ માર્ગ છે. આથી ભક્ત કવિ નરસિંહે કહ્યું છે, જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” સાધકની અંતિમ સર્વશ્રેષ્ઠ સાધના નિદિધ્યાસન છે. એ જ સંચિત, આગામી અને પ્રારબ્ધ કર્મને ભસ્મીભૂત કરવાનો આખરી ઉપાય છે.
આપણા અનેક જન્મોના પૂર્વસંસ્કારો એટલા બધા દઢ થયેલા છે કે ઊંધમાં પણ કોઈ આપણું નામ બોલે તો આપણે જાગી જઈએ છીએ. આપણે કદી વિચારતા નથી કે આપણે નામ નથી અને તે નામવાળી આકૃતિ કે દેહ પણ આપણે નથી. એટલું જ નહીં પણ ખોટા તાદાત્મ દ્વારા એવા તો આપણે ભ્રમણામાં પડયા છીએ કે આપણે કંઈ કર્યું નથી; કંઈ કરી શકીએ નહીં; આપણે ખાધેલું અન્ન પણ આપણે પચાવી શકીએ તેમ નથી અને પચાવતા પણ નથી. ભગવાને તો ગીતામાં કહ્યું છે, “હું જ ચારે પ્રકારનાં અન્ન પચાવું છું” પારિ મન તુર્વિધ” છતાં આપણે માની બેઠા છીએ કે “હું પચાવું છું, હું જ ખાવાની ક્રિયા કરું છું આમ આપણે કર્તા બની બેઠા છીએ અને નરસિંહ મહેતા કહે છે તેમ “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જયમ શ્વાન તાણે” કર્તાના
સ્વીકારમાં જ કર્મ, ફળ અને ભોગ છે. હવે વિચારતાં સમજાય છે કે "હું તો શરીરના, મનના, ઈન્દ્રિયના કર્મનો સાક્ષી છું. અકમી અને અક
છું. છતાં દઢ તાદાસ્યથી રીઢા થયેલા સંસ્કાર નીકળતા નથી, અને આવા સંસ્કારોને નિર્મૂળ કરવા માટે બે-પાંચ દિવસના કે એકાદ માસના પ્રયત્નો
Page #322
--------------------------------------------------------------------------
________________
(૩૦૩). કામ નહીં આવે. તેથી જ અહીં જણાવ્યું છે કે “નિત્યાગાદિને ર મત સર્વાલામઃ” નિત્ય અભ્યાસ કર્યા વિના સત્ ચિત્ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જન્મોજન્મનાં, યુગોનાં બંધનો તોડવાં અને પરમાત્મા સાથે અજ્ઞાનને કારણે થયેલો વિયોગ જોડવા સતત, નિરંતર, લાંબા સમય સુધી જિજ્ઞાસુએ નિદિધ્યાસન કરવું તેમ કહયું છે. “નિસાસુ શ્રેય હું વિમ્ નિવિધ્યાત” તે ઉપર વિચાર કરીએ.
નિદિધ્યાસન એટલે શું? ધ્યાનનો પ્રયત્ન તે નિદિધ્યાસન કહેવાય છે. મોટા ભોગે લોકો નિદિધ્યાસનને ધ્યાન, સમજે છે. ધ્યાનમાં તો ભેદ છે. વૈત છે. ધ્યાન, ધ્યાતા અને બેય કે ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય દેવ; સાધક, સાધના અને સાધ્ય-એમ ત્રિપુટી છે. જ્યારે એક અદ્વૈત બ્રહ્મની અનુભૂતિમાં અન્યની શક્યતા જ નથી. તેથી જો બ્રહ્મનું કોઈ ધ્યાન કરે તો બેય વસ્તુ બ્રહ્મ એક, ધ્યાતા બીજો અને ધ્યાનની પ્રક્રિયા ત્રીજી એમ ત્રણ વસ્તુ થઇ. તેથી એક, અખંડ અદ્વૈતનું ધ્યાન ન થઈ શકે. પણ તેનું તો “સ્વ” સ્વરૂપે જ્ઞાન થઈ શકે. અદ્વિતીય ભાવમાં સ્થિર થયા પછી તો ત્યાં પૂજા પણ શક્ય નથી “સ્થિતે-દ્વિતીયમામિન થ પૂના વિવિયતે' તો પછી ધ્યાનનો તો પ્રશ્ન જ નથી-જયાં સર્વ એક-અભિન્ન થઇ ગયું છે ત્યાં કોણ કોનું કેવી રીતે ધ્યાન કરે? વિવિધ્યતન નિવિધ્યાસન અહીં નિ:=એ ઉપસર્ગ છે, અને વિધ્યાસનનો અર્થ ધ્યાનની ઈચ્છા એવો થાય છે. તેથી ધ્યાનની ઇચ્છાથી થયેલો એવો પ્રયત્ન તે નિદિધ્યાસન છે. પણ નિદિધ્યાસન તે ધ્યાન નથી. બ્રહ્મ કે આત્મા ધ્યાનનો અવિષય છે. વિષય તરીકે આત્માને જાણવો તે નહીં જાણવા જેવું જ છે. આત્મા ન તો દષ્ટિનો મનનો કે તર્કબુદ્ધિનો વિષય બની શકે તેમ છે. તેથી જેવી રીતે મોક્ષની ઇચ્છાને મુમુક્ષા કહેવાય છે, જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય છે; જીવવાની ઇચ્છાને જિજીવિષા કહેવાય છે તે રીતે ધ્યાનની ઈચ્છાને વિધ્યાસન કહેવાય છે. નિ ઉપસર્ગ આગળ મૂકવાથી વિવિધ્યાસન શબ્દ બને છે. અને એ શબ્દથી બ્રહ્મચિંતનનો પ્રયત્ન અવો અર્થ થાય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
(૩૦૪)
ધ્યાન અને નિદિધ્યાસનમાં શું તફાવત છે?
નિદિધ્યાસનનો અર્થ આપણે જોઈ ગયા, તેમાં ધ્યાન કે ચિંતનનો માત્ર પ્રયત્ન છે, પ્રયાસ છે. ધ્યાન શબ્દનો અર્થ છે-ચિંતન અને ધ્યાનના બીજા અર્થમાં ધ્યેય, ધ્યાન અને ધ્યાતા એવી ત્રિપુટીનો પણ સમાવેશ કરાય છે. ધ્યાન શબ્દ “ધ્યે ચિન્તાયામ્’ધાતુથી બન્યો છે.
જો કોઈ સાધક, મુમુક્ષુ કે વિચારક સબળ પ્રયત્નપૂર્વક આત્મચિંતનનો પ્રયાસ કરે, અગર ધ્યાનની ઇચ્છાવાળો પ્રયત્નમાત્ર કરે અથવા નિદિધ્યાસન કરે તો માત્ર આવી ચિંતનની ચેષ્ટા જ મોટા ભાગનાં વિઘ્નો દૂર કરી દે છે. અર્થાત્ ધ્યાન નહીં પણ તેનો પ્રયત્ન જ અસંભાવના અને વિપરીત ભાવનાને દૂર કરી આત્મજ્ઞાન તરફ વ્યક્તિની પ્રગતિ કરાવે છે.
અસંભાવના અર્થાત્ સંશય મુખ્ય સંશય બે પ્રકારના છે: (૧) પ્રમાણગત (૨) પ્રમેયગત. દા.ત. શ્રુતિ એ પ્રમાણ છે. તેથી શંકા થાય કે શ્રુતિ કે ઉપનિષદોમાં જીવ-બ્રહ્મના ભેદનો કે અભેદનો નિર્ણય હશે? આ શાસ્ત્રો ઉપજાવી કાઢેલાં હશે કે સાચાં હશે? આવી શંકા પ્રમાણગત છે. જ્યારે જીવ અને આત્મા ખરેખર જુા છે કે અભિન્ન છે તેવી શંકા પ્રમેયગત કહેવાય છે. આવા સંશયોને અસંભાવના કહે છે. સતત નિદિધ્યાસનથી આવી ભાવના નિર્મૂળ થાય છે.
અને જે વિપરીતભાવના વિઘ્ન તરીકે હોય જેવી કે “જીવ અને બ્રહ્મનો ભેદ સાચો છે.” “જીવ, ગત અને ઈશ્વર ત્રણે સાચાં છે”, “જીવ ક્વી ઈશ્વર કે બ્રહ્મ થઈ શકે જ નહીં”, “શરીર સત્ય જ છે” આવી ભાવનાને વિપરીતભાવના કહેવાય છે તો તે પણ નિદિધ્યાસનના બળે નિર્મૂળ થાય છે. અને પરબ્રહ્મ ‘સ્વ’સ્વરૂપથી અભિન્ન છે તેવી અપરોક્ષ અનુભૂતિ થાય છે. આ જ છે અલૌકિક પ્રભાવ નિદિધ્યાસનનો.
નિદિધ્યાસનનાં અંગો
ભગવાન શંકરાચાર્યજી અહીં પોતાની વિચક્ષણ બુદ્ધિ અને અગમ્ય વિવેક દ્વારા નિદિધ્યાસનનાં અંગો જણાવે છે. તેમણે ઉપયોગમાં લીધેલા યનિયમ જેવા શબ્દો કે નામ તદ્દન અપરિચિત નથી છતાં સર્વસામાન્ય વ્યવહારમાં પ્રચલિત પણ નથી. અર્થાત્ આ શબ્દો અર્વાચીન નથી, પ્રાચીન છે. પણ તે શબ્દોનું કે નામનું અર્થઘટન પુરાણું નથી. તેમણે કરેલી નામોની નવી વ્યાખ્યા કોઈ પણ વ્યક્તિ કે સંપ્રદાયની અંગત માલિકી નથી. [‘પર્સનલ પ્રાઈવેટ પ્રોપર્ટી ઑફ એ પરસન ઓર કલ્ટ”] યમ, નિયમ, ત્યાળ વગેરેના
Page #324
--------------------------------------------------------------------------
________________
(૩૦૫) તેમણે કરેલા અર્થો મુક્ત છે અને સાથે સાથે રૂઢિચુસ્ત નથી. તેમને તો જીવનના અંતિમ લક્ષ્યના સંદર્ભમાં દરેક નામનું તાત્પર્ય શું છે તેમાં જ રસ છે. મોક્ષમાર્ગના પથિકને કે બંધનમાંથી છૂટવા તરફડિયાં મારતા દરેક સાધકને કઈ રીતે મદદગાર થઈ શકાય, માર્ગદર્શન આપી શકાય, ખોટે રસ્તે જતો અટકાવી શકાય તે જ હેતુને ધ્યાનમાં રાખીને તેમણે નિદિધ્યાસનનાં વિવિધ અંગોની વ્યાખ્યા આપી છે. આપણે ત્યાં શબ્દોના અર્થો શોધવાને બદલે તેના અનર્થોનો વધુ ઉપયોગ થાય છે. દા.ત. “વિવેક શબ્દ આત્મા-અનાત્માનો ભેદ પારખવા વપરાય છે પણ આજે તો કોઈના ઘેર મહેમાન થઈએ. અને જે સામેની વ્યક્તિ ચા-નાસ્તો ન કરાવે એ તો ઠીક પણ જે પાણીનો ભાવ પૂછે પણ નહીં તો તે વિહીન કહેવાય. અને ચા પિવડાવવાની ઈચ્છા ન હોય છતાં પૂછે તે વિવેકી ગણાય. તેવું જ છે ‘મિથ્યા’ શબ્દનું-જે શબ્દ, સમગ દશ્યપ્રપંચ અનુભવાય છતાં સત્ નથી તેવું સમજાવવા વપરાય છે તે આજે જ્યાં નુકસાન થાય તે મિથ્યા; લાભ થાય તે સત્ તે અર્થમાં વપરાય છે. અને મિથ્યા શબ્દ રસોડામાં, બાથરૂમમાં શાકમાર્કેટમાં સૌ સ્થળે વપરાતો થઈ ગયો. તેથી ‘મિઆ' શબ્દનું ગાંભીર્ય પણ ‘મિથ્યા' જેવું જ થઈ ગયું છે. તેવું જ કંઈક આદિ શંકરાચાર્યજીના સમયમાં ચમ:,નિયમ:,ત્યા:દેશ, માન,માસનમું વગેરે નામ કે શબ્દો માટે થયેલું. દરેક સંપ્રદાયે તેના અર્થો ખોઈ અનર્થો સર્જયા તેથી સદેહના વંટોળ ઊમટયા અને સાચા અર્થો ખોવાઈ ગયા. ચિંતન-મનનરૂપી સ્વરૂપની સાચી સાધના અર્થ-અનર્થનાં વમળોમાં ભમવા લાગી. તેમાંથી આત્મવિચારણાને માર્ગે વળેલા લોકાને ઉગારવા માટે પ્રાચીન નામોની અહીં અર્વાચીન વ્યાખ્યા આપવાની આચાર્યશ્રીએ કૃપા કરી છે. આપણે જે “શબ્દો’ના-નામના સાચા અર્થો ગ્રહણ કરવા અને તે મુજબ સાધના કરવા તત્પર નહીં થઈએ તો કદાચ અર્થો, અનર્થોના અરણ્યમાંથી અને શબ્દની જંજાળમાંથી બ્રહ્મનો રસ્તો શોધી નહીં શકીએ
“અર્થના દુર્વ્યય થકી યા વ્યર્થ શંકાઓ વડે સત્યના ભેદો સહજમાં કોઈ દી'ના સાંપડે જીવ મારી સાધના કર એકધારી તો જ છે;
શબ્દની જંજાળમાંથી બ્રહ્મનો રસ્તો જડે” ચાલો આપણે સાચા અર્થને ગ્રહણ કરવા, નિદિધ્યાસનનાં પંદર અંગો જાણવાનો પ્રયત્ન કરીએ!
Page #325
--------------------------------------------------------------------------
________________
(૩૦૬) यमो हि नियमस्त्यागो मौनं देशश्च कालता। आसनं मूलबन्धश्च देहसाम्यं च दृस्थितिः॥१०२॥ प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा। आत्मध्यानं समाधिश्च प्रोक्तान्यङ्गानि वै क्रमात्॥१०३।। રે.... =એ પ્રમાણે
મ...કમથી (નિદિધ્યાસનના)
માનિ પ્રોવાનિ અંગો કહ્યાં છે. (૧)યમ (૨)નિયમ (૩)ત્યાગ (૪)મૌન (૫)દેશ (૬)કાળ (૭)આસન (૮)મૂળબંધ (૯)દેહસાઓ કે દેહની સમતા (૧૦)ષ્ટિની સ્થિરતા (૧૧) પ્રાણનો નિરોધ પ્રાસંયમનસ્ (૧૨)પ્રત્યાહાર (૧૩)ધારણા (૧૪)માત્મધ્યાનમુ-ધ્યાન (૧૫)સમાધિ નિદિધ્યાસન'ની મહત્તા શા માટે? પ્રશ્ન પાયાની વિચારણા માગે તેવો છે. સામાન્ય સમજ મુજબ આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે “આંખ દ્વારા હું જોઉં છું”, “કાન દ્વારા શ્રવણ કરું છું”, “નાક દ્વારા સૂછું છું” છતાં આપણે કદી વિચાર્યું નથી કે શ્રવણ કરવું, સુંઘવું અને જોવું એટલે શું? કાન, નાક અને આંખ તો મારા મડદાને પણ હશે ત્યારે શું તે જોતું અને સાંભળતું હશે? અરે, જ્યારે હું સુપુતિમાં હોઉં છું...ત્યારે મારો દેહ શબવતુ હોય છે...ત્યારેય સાંભળતો કે જોતો નથી તો પછી દેહના મૃત્યુ પછી તો કઈ રીતે સાંભળે? આમ જે ઇન્દ્રિયો જ જોતી-સાંભળતી હોય તો મૃતદેહને ઇન્દ્રિયો ક્યાં નથી? એનો અર્થ એ કે જગતનાં દશ્યોને જોનારું અને સુંધનારું તત્વ કોઈ બીજું જ છે. અને તે તત્વ સર્વને સ્પશીને પણ પોતે અસ્પૃશ્ય રહી શકે છે. સર્વને જોઈને પણ પોતે અદશ્ય રહી શકે છે. તમામ ગંધને ગ્રહણ કરીને પોતે અગ્રાહ્ય બની છપાઈ શકે છે. અનંત સ્વર ને અગણિત શબ્દને સાંભળે છે છતાં તેને કોઈ સાંભળી ન શકે તેવું તે તત્ત્વ છે, પણ આ તત્વ કેવું છે? કવિ ધીરાના શબ્દોમાં
“તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, તલને ઓથે જેમાં તેલ રહ્યું છે કાષ્ઠમાં હુતાશન,
દધિ ઓથે ઘા જ રે, વસ્તુ એમ છૂપી રહી.” જેમ આંખ દ્વારા બધું જ દેખાય પણ પોતાને પોતાની આંખ ન દેખાય. અરીસામાં દેખાય તે તો પ્રતિબિંબ છે અને પ્રતિબિંબ દેખાય છે રે જ સાબિતી છે કે તેને જોનાર બિંબ તેનાથી ભિન્ન છે. અરીસામાં
Page #326
--------------------------------------------------------------------------
________________
(૩૦૭)
પથ્થર મારશો તો પ્રતિબિંબ ફૂટી જશે અને બિંબ સાબૂત રહેશે. તેથી જ સ્પષ્ટ થાય છે કે જે અરીસામાં છે તે આંખ નથી. અને જે આંખ છે તે અરીસામાં નથી. જેનાથી બધું જ દેખાય છે તે આંખ જેમ અદૃશ્ય છે તેવી જ રીતે પ્રકાશ દ્વારા બધું પ્રશિત છે. આંખ હોય પણ રાત્રે પ્રકાશ ન હોય તો વસ્તુઓ અસ્તિત્વમાં હોય છે...છતાં જણાતી નથી અને પ્રકાશ આવતાં તે સર્વ વસ્તુઓ મોજૂદ હતી અને છે તેવું ભાન થયા વગર રહેતું નથી. આમ છતાં અદૃશ્ય હોય તે પ્રકાશથી દૃશ્ય થાય છે, તે પ્રકાશ પોતે દેખાતો નથી. પણ તેનાથી અનેક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ દેખાય છે તે જ બતાવે છે કે પ્રકાશ છે. આમ ‘પ્રકાશ’ અનેકને બતાવીને પણ પોતે દેખાતો નથી. પ્રકાશ જેને પ્રકાશિત કરે છે તેને નામ, આકાર, રૂપ, રંગ છે...તેથી જ તે બધા દેખાય છે. પણ ‘પ્રકાશ’ સ્વયં આંખથી પકડાતો નથી, કારણ તે આંખની મર્યાદા છે. આમ જો માનવીની આંખ પ્રકાશને ન જોઈ શકે, દષ્ટિથી મનને ન પકડી શકે, આંખ હોવા છતાં ગુરુત્વાકર્ષણનું બળ કે વિદ્યુત ન જોઈ શકે કે પવનનો આકાર આંખ ન કહી શકે તો એ આંખ આત્માની ઓળખાણ ક્યાંથી અને કેવી રીતે કરાવી શકે?
“કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં રે વાણી ન પહોંચે વિસ્તાર
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં”
-ધીરો
પરમાત્માની ઓળખાણ જે આંખ દ્વારા જ થતી હોત તો સંત શિરોમણી કવિ સુરદાસને કઈ રીતે થઈ? આત્મદર્શન જો આંખનો જ વિષય હોય તો આંખે ઓછું દેખાતાને; મોતિયાવાળાને કે દૃષ્ટિદોષયુક્તને પરમાત્મા પણ જુદો જુદો જ દોષસભર દેખાય! પણ સારું છે કે આત્મદર્શન એ દૃષ્ટિનો વિષય જ નથી. “દર્શન”એટલે “જોવું” નહીં પણ “જાણવું”, અને તે પણ જ્ઞાનચક્ષુ દ્વારા. તેથી ગીતામાં કહ્યું “વિમૂઢા નાનુવન્તિ પન્તિ જ્ઞાનચક્ષુલ:” આ જ્ઞાનચક્ષુ તે જ શુદ્ધ મન કે સૂક્ષ્મ બુદ્ધિ અને તેથી જ શ્રુતિએ ઘોષણા કરી કે “મનસા વ્ હું આપ્તવ્યું” શુદ્ધ મનથી જ એ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા કે જાણવા યોગ્ય છે, અગર સૂક્ષ્મ બુદ્ધિથી પણ જાણી શકાય તેમ છે. “સૂક્ષ્મયા સૂક્ષ્મશિમિ: આમ જ્યાં આત્મતત્ત્વને
Page #327
--------------------------------------------------------------------------
________________
(૩૦૮). પ્રાપ્ત કરવાની વાત અથવા લેવાની વાત આવે ત્યાં પણ જાણવાની જ વાત છે. કારણ કે “આત્મા પરમાત્મા’ કે ‘પરબ્રહ્મ” આપણાથી દૂર નથી. કવિ ધીરાના શબ્દોમાં “શાં શાં દોડી સાધન સાધે પોતે પોતાની પાસ.” અને પરબ્રહ્મ કે તેનું પરમ ધામ બન્ને એક જ છે. જો આત્મા આપણી અંદર છે તો તેનું પરમ ધામ પણ અંદર જ છે. તેથી ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી, ક્યાંયથી પાછા આવવાની પણ વાત નથી. છે તો “જાણવાનો જ નિર્દેશ; પણ સ્મૃતિની, શ્રુતિની આવી પરંપરાગત પ્રતીકાત્મક શૈલીમાં થયેલી વાતના સંકેતો ન પકડાય તો અનર્થ જરૂર ઊભો થાય. જેમ કે ગીતામાં કહ્યું “મિન 'તિ ન વિતતિ પૂ” “જેમાં ગયેલો ફરીથી પાછો આવતો નથી” તેથી કોઈ સમજે કે આત્મા દૂર હશે અને ત્યાં જવાનું હશે પણ વાસ્તવિકતામાં એમ કહ્યું કે આત્માને અજર, અમર, જાણીને પોતે પણ આત્મરૂપ બની ગયો છે તેને સંસારમાં ફરી આવવાનું રહેતું નથી. તે જ પ્રમાણે “યત્વ ન નિવર્તતે તદ્દા પર મ” “જે પરમ પદને પામેલો કે પરમ પદમાં ગયેલો પુરુષ પાછો સંસારમાં આવતો
નથી.”
આમ જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રશ્ન છે “જાણવાનો, પ્રાપ્ત કરવાનો, જવાનો, મેળવવાનો નહીં. ચર્મચક્ષુથી આત્માનાં દર્શન વગેરેનો તો માત્ર આભાસ, ભ્રમણા કે ભ્રાંતિ જ છે. કારણ કે આત્મજ્ઞાન કે બ્રહ્મદર્શનમાં ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, વિઘ્નકર બને છે. જ્યારે જ્જતના જ્ઞાનમાં તેઓ ઉપયોગી છે. ઈન્દ્રિયો દ્વારા તો, આંખ દ્વારા તો રૂપનાં દર્શન થાય, સ્વરૂપનાં કદી નહીં ‘સ્વીસ્વરૂપ સાથે સાક્ષાત્કાર કરવામાં; પરબ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ કરવામાં, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, તર્ક સૌ બાધક છે. એટલું જ નહીં પણ...
બ્રહ્મદર્શન સાધન નિરપેક્ષ જ શક્ય છે માટે જ નિદિધ્યાસનની મહત્તા છે. નિદિધ્યાસનમાં ધ્યાન, ધ્યાતા, બેયની ત્રિપુટી તો નથી જ પણ સાધન, સાધ્ય અને સાધકનો લય છે. સિદ્ધિ નામશેષ છે. કારણ કે બ્રહ્મ કે આત્માને મારે મારાથી ભિન્ન હોય તેમ, દૂર હોય તેમ, “વિષય” કે “વસુ' તરીકે તો જાણવાનો જ નથી. આત્મા સાધ્ય હોય અને તે સિદ્ધ કરવાનો છે તેવું પણ નથી. કારણ કે જે સિદ્ધ થાય કે જે સાધ્ય હોય, તે અનિત્ય છે.
'यत् साध्यम् तत् अनित्यम् इति" તેથી આત્મા “સાધ્ય હોય તો અનિત્ય થઈ જાય અને તે આંખે
Page #328
--------------------------------------------------------------------------
________________
(૩૦૯) દેખાય તેવો હોય તો નાશવાન થઈ જાય, કારણ કે જે જે દેખાય છે તે નાશ પામવાના સ્વાભાવવાળું છે. “કષ્ટ: નષ્ટ: સ્વમાવ:” તો પછી બ્રહ્મને જાણવો કઈ રીતે? બ્રહ્મને, આત્માને કે મારે 'મને' મન, બુદ્ધિ અને ઇન્દ્રિયના અવિષય તરીકે જાણવો. અને મારાથી ભિન્ન પદાર્થ કે વિષય તરીકે ન જાણવો. આમ જાણવું તે “ન જાણવા' તરીકે જાણવું તે જ સાચું જાણવું છે. અને તે જ સાધન નિરપેક્ષ બ્રહ્મદર્શન છે-જે નિદિધ્યાસનનું ફળ છે.
જાણવાની પરાકાષ્ઠા કેનોપનિષ દ્વારા વ્યકત થઈ છે. જ્યાં કહેવાયું
કે..
“નાદ મને સુવેતિ નોન વેતિ વેરા
યો ત વે ત વે નોન વેતિ વે રા” હું બ્રહ્મને સમ્યક રીતે જાણું છું તેમ હું માનતો નથી. છતાં હું નથી જાણતો તેમ પણ માનતો નથી. જે કે હું તેને જાણું છું છતાં (અપરોક્ષ રીતે) નથી જાણતો. હું તેને નથી જાણતો એમ પણ નથી. અને જાણું છું તેમ પણ નથી” આમ જાણવાની પ્રક્રિયા કેવી સુંદર! કેવી નિર્મળ! કેવી સ્પષ્ટ!
હું બ્રહ્મને “જાણું છું” અને “નથી જાણતો,” એમ માનતો નથી. અર્થાત્ “હું જાણું છું ખરો”
પણ બ્રહ્મ મારા માટે વિષય નથી. બ્રહ્મ મુજથી ભિન્ન રૂપે જ્ઞાત નથી.
હું બ્રહ્મનો દ્રષ્ટા છું તેવું જ્ઞાન નથી. મારે મન બ્રહ્મ ઇન્દ્રિયગમ્ય નથી. પરબ્રહ્મ અનુમાનગમ પણ નથી. છતાં હું જાણું છું કે નથી તે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી તે દશ્ય કે શેય;
નથી તે જ્ઞાત કે અજ્ઞાત છતાં જાણું છું હું કે તે જ્ઞાત-અજ્ઞાતથી
પર છે તેમ જાણીને પણ હું સમ્યફ રીતે જાણું છું પરબ્રહ્મને
Page #329
--------------------------------------------------------------------------
________________
(૩૧૦) તેમ હું નથી માનતો!
અને તદ્દન અજ્ઞાત છું બ્રહ્મથી તેવું નથી જાણતો! જાણું છું બ્રહ્મને ત્યાં “જાણનાર' નથી જણાતો!
જાણવું” “જાણનાર જણાયેલ જયાં જમીનદોસ્ત થાય, ત્યાં કોણ કોને કોના દ્વારા જાણે? જે “જાણવું જાણનાર જણાયેલ ત્રણેને જાણે છે તે સર્વનો જ્ઞાતા અન્યથી જણાતો નથી. જે જીવ, mત, ઈશ્વરને પોતાનાથી ભિન્ન જાણે છે; અને એ ત્રણેને જાણ્યા પછી તેમાંથી કોઈ બચતું જ નથી, રહે છે ત્રણેનો સાક્ષી ચૈતન્યમાત્ર, તેનો કોઈ સાક્ષી નથી. તે ચૈતન્યસ્વરૂપ હું છું તેમ મને હું જાણું છું. તેથી જ કહું છું કે...તદ્દન નથી જાણતો તેમ નથી. આમ.
નથી હું જાણતો તેમ નથી. આમ છતાં જાણું છું” એ જ છે સમ્યફ જાણવાની સાચી પ્રક્રિયા, જેમાં બ્રહ્મને અપરોક્ષ રીતે જાણવું તે જ બ્રહ્મસ્વરૂપ થવું તેમ સમજાવી શકાય. બાકી તો
“વિજ્ઞાતિ વિનાનાં વિજ્ઞાતિ વિજ્ઞાનતાણું” જે કહે છે કે “હું જાણતો નથી” તે જાણે છે અને જે કહે છે “હું જાણું છું” તે નથી જાણતો. તેથી જે કોઈ કહે કે હું બ્રહ્મને, આત્માને, મારા સ્વરૂપને પ્રત્યક્ષ જાણું છું...તે તો મૂર્ખ જ છે, પણ જે તેને પરોક્ષ જાણે છે તે પણ મહામૂઢ છે. અને તે પોતાને કે બ્રહ્મને કદી જાણી શકશે નહીં કારણ કે બ્રહ્મ કદી પરોક્ષ થઈ શકે જ નહીં, તે પરોક્ષ છે પણ નહીં. જે કહે છે કે હું “મને” અગર “બ્રહ્મને” પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણતો નથી તે જ ખરેખર જાણી શકશે.. અને તે જ કંઈ જાણે છે. કારણ કે બ્રહ્માદર્શન સાક્ષાત અપરોક્ષ છે અને તેવા દર્શન માટે જ નિદિધ્યાસન અનિવાર્ય છે કે જયાં હું “મને બીજા દ્વારા નહીં, મારા દ્વારા જ જાણવાનો પ્રયત્ન કરું અને અંતે હું જાણું મને', “મારા” દ્વારા અર્થાતુ ને હું દ્વારા હું જ જાણી શકે. તેથી જ્ઞાતા પણ હું અને ‘શેય” પણ હું અને જ્ઞાનસ્વરૂપ પણ હું. આ જાણવામાં જ “સ્વસ્વરૂપનો અપરોક્ષ અનુભવ છે. જે વાચાતીત છે. તેથી
“જાણું છું કહે એ નથી જાણતો જ ન જણું કહે છે કે જાણનારો; ગૂઢનું ગૂઢ છે; અગમ્ય ગમનું ગમે-અગમે છે તમારો બ્રહ્મમાગ”
-નાનાલાલ (ઉપનિષદપંચક)
Page #330
--------------------------------------------------------------------------
________________
(૩૧૧)
જો ‘જ્ઞાતા’ને ‘શેય'ન બનાવી શકાય તો જ્ઞાનપંથે કરેલા સર્વ પ્રયત્ન નિરર્થક છે. અને ‘જ્ઞાતા’ને જ્ઞેય' બનાવી શકાય તો ‘બ્રહ્મજ્ઞાતા' પોતે જ ‘બ્રહ્મ' બની જાય -“બ્રહ્મવિદ્ દ્રધ્રુવ મતિ” અને વ્યક્તિ પોતાને બ્રહ્મસ્વરૂપ જાણે તો સર્વ સંશય સમાપ્ત થાય; અવિઘા, કાળ અને કર્મનું સ્મશાન સર્જાય, પ્રારબ્ધ, આગામી અને સંચિતકર્મ ભસ્મીભૂત થાય...અને એ જ છે મર્મ નિદિધ્યાસનનો...એ જ છે...અંતિમ લક્ષ્ય નિદિધ્યાસનનું...તત્ત્વને જાણ્યા વિના; જન્મ...મરણના...ચક્રથી મુક્તિ નથી તે જ્ઞાને ન મુન્તિઃ અને જ્ઞાનાત્ મુક્તિ: જાણવાથી જ મુક્તિ છે તેવું કહ્યું છે.
“ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वाऽमृतमश्नुते ।”
જે જાણવા યોગ્ય (છે) તેને જાણીને (મનુષ્ય) અમરતાને પામે છે.આ વાતને હું સારી રીતે કહીશ.
અહીં ‘જાણવા’ ઉપર જ મહત્ત્વ અપાયું છે કારણ છે કે તે જાણ્યા સિવાય બીજો રસ્તો જ નથી. ‘નાન્યઃ પન્થા:' માટે જ શ્રીકૃષ્ણ વારંવાર ‘જાણવાની’ વાત ગીતામાં કહે છે. ક્ષેત્રમાંં ચાપિ મામ્ વિદ્ધિ સર્વક્ષેત્રેવુ માત !'' “મામ્ વિદ્ધિ” મને જ જાણ. અહીં પણ કહ્યું કે સર્વ શરીરોમાં મને જ જાણનાર=‘ક્ષેત્રજ્ઞ’ જાણ અને તેવું જ ચતુર્થ અધ્યાયમાં કહ્યું કે “નન્મ વર્મ 7 મે વિજ્યમેવ યો વેત્તિ તત્ત્વતઃ’
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥ ४-९॥
અહીં પણ ભગવાને “ય: વેત્તિ તત્ત્વત:” કહ્યું છે અર્થાત્ જે તત્ત્વથી જાણે છે પરમાત્માનાં દિવ્ય કર્મ અને દિવ્ય જન્મ તે શરીર છોડયા પછી ફરી પુન:જન્મને પામતો નથી. પણ પરમાત્માએ કહ્યું છે કે “મામ્ તિ’-મને જ પામે છે. અર્થાત્ સત્ વિદ્ઞાનન્દ્ર સ્વરૂપ પરબ્રહ્મને જ પામે છે. આવી ઘોષણામાં શરત છે ‘જે તત્ત્વથી જાણે છે તે' અર્થાત્ આત્મસ્વરૂપને જાણ્યા વિના જીવનનું અંતિમ લક્ષ્ય સધાય તેમ નથી. તથા પરબ્રહ્મના જ્ઞાનથી જ સંસાર બંધનમાંથી મુક્તિ મળે છે. અને મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી સ્પષ્ટતા પણ ભગવાને ગીતાના નવમા અધ્યાયમાં કરી છે. ત્યાં પણ મહત્ત્વની વાત જાણવાની જ છે “યજ્ઞાત્વા મોક્ષ્યસેઽશુમાત્। આત્મજ્ઞાન જાણીને તું અશુમાત્ -દુ:ખરૂપી સંસારથી કે બંધનથી મુક્ત થઈશ.
66
આમ આપણું ‘સ્વ’સ્વરૂપ તો સાક્ષાત્ અપરોક્ષ ‘જ્ઞાન’ છે. બ્રહ્મ તો ‘જ્ઞાન’સ્વરૂપ છે. “સત્ય જ્ઞાન અનન્ત બ્રહ્મ (તૈ.ઉ.) અને તે જ્ઞાન દ્વારા જ જાણી શકાય તેમ છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
(૩૧૨) ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम्॥१३-१७॥ માટે જ કૃષ્ણ પરમાત્માએ તેને જ્ઞાન ગમ્ય કહ્યું છે અને તે પ્રકાશમય છે, જ્ઞાનમય છે, “હરિ સર્વસ્ય ધિષ્ઠિત સર્વના હૃદયમાં વિશેષરૂપે રહેલો
તેમ છતાં જે અજ્ઞાન હોય તો તેનું માત્ર કારણ -આત્મઅશાન-અને અજ્ઞાનને દૂર કરવા જરૂરી છે માત્ર જ્ઞાન. જ્ઞાન સિવાય કોઈ અજ્ઞાનને હટાવી શકે તેમ નથી અને અજ્ઞાન કે અંધકારના ધ્વંસ વિના જ્ઞાનનું પ્રાગટય થઈ શકે તેમ નથી તેવું તો બાળકોને સમજાવવા જ કહેવાય છે. જ્ઞાન કંઈ આવતું નથી પણ અજ્ઞાન જતાં તેનું ભાન થાય છે. જ્ઞાન કદી અનુપસ્થિત કે ગેરહાજર હોતું જ નથી. તે તો ચૈતન્યસ્વરૂપ છે. સર્વ જ્ઞાનનું જ્ઞાન છે. તમામની અનુપસ્થિતિમાં તે ઉપસ્થિત છે.
અશેય નથી, હોય જ્ઞાનપરો એ, સૌ જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાન અજ્ઞાનનું એ”
-નાનાલાલ (ઉપનિષદપંચક) આમ જે તે બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે તો તેને જાણવા એવો વિચારમાર્ગ અપનાવવો પડે જયાં વિચારક ન બચે, એવું ચિંતન કરવું પડે જયાં ચિંતક ન રહે. અને એવી વિચારણા એટલે જ નિદિધ્યાસન એવી વિચારણા આત્મવસ્તુની હસ્તામલકવતુ પ્રાપ્તિ કરાવી શકે છે. તેથી જ કહ્યું છે કે ‘વિિર્વિવાળ આમ બ્રહ્મવિચાર કહો, બ્રહ્મભાવના કહો કે નિદિધ્યાસન, તેની પ્રક્યિા જ મહત્ત્વની છે. બ્રહ્મવિચારની પ્રક્રિયાને સમજાવતાં આચાર્ય શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણિમાં કહ્યું
जातिनीतिकुलगोत्रदूरगं नामरूपगुणदोषवर्जितम्।
देशकालविषयातिवर्ति यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि॥ જે બ્રહ્મ જાતિ, નીતિ, કુળ કે ગોત્રથી રહિત છે; નામ, રૂપ, ગુણદોષરહિત છે; દેશ, કાળ, વિષયથી ભિન્ન છે; તે જ તું છે-આમ તું ચિત્તમાં વિચાર કર. સ્વાભાવિક સહજભાવે કેળવાયેલી અને સતત જાગૃતિમાં થયેલી બહાવિચારણાને નિદિધ્યાસન કહે છે. રખે કોઈ તેને “સંમોહનની તંદ્રામાં અપાયેલ સૂચન માને. (હિપ્નોટિઝમની ટ્રાન્સમાં અપાયેલ સજેશન્સ) અગર
ટૉસજેશન્સ એટલે કે “સ્વયંને અપાયેલાં સ્વયંસૂચન” કહે કે તે સમજે. બ્રહ્મભાવના કે બ્રહ્મવિચાર એ નિરંતર જાગૃતિ છે. તેમાં સુમિ જેવો થોડા સમયનો દરશ્ય-પ્રપંચનો લય નથી કે નથી “સ્વસ્વરૂપનું અજ્ઞાન. સુમિમાં અજ્ઞાનનું જેને શાન છે તે અજ્ઞાત છે. જ્યારે બ્રહ્મવિચાર કે નિદિધ્યાસનમાં
Page #332
--------------------------------------------------------------------------
________________
(૩૧૩) જે કંઈ અજ્ઞાત નથી, કંઈ જ્ઞાત નથી; છે માત્ર સાત-અજ્ઞાતથી જે પર હોય તે. નિદિધ્યાસનનો નિષ્કર્ષ કંઈક આવો છે. 'मायाकल्पितदेशकालकलना
“શી મૂર્ખતા એ ઊંધની; અજી! હું નહીં તો ન્ગ કહીં?” “નહીં જ્ઞાન જ્ઞાતા જોયમેસે એક ભી હૈ વાસ્તવિક” જ્ઞાતે તત્તે : સંસદા
નામ, રૂપ,ગુણ, સબ ગલત! જાગ! જાગ! મન! જાગ!” “મનપણ, તનપણ, સગપણ
મિથ્યા જગપણ ને ક્યાં રહેવું રે? આતમ પણ ઊલસે એવું રે!ચૈિતન્ય સાગર ઘૂઘવે છે ... . . તન્મયતન્મય..તન્મય..છે;
પૃથિવી ને વ્યોમ” “સો...હં.હો...હં. વૃદ્ધો.. ૪. કુત્તોડ...૪...શિવોS...૬ સ્વયં જ્યોતિઃ
પs.૬ સત્ જિતુ માનવસ્વરૂપોડ ' નિદિધ્યાસનના નિષ્કર્ષ પર દષ્ટિપાત કર્યા બાદ હવે આપણે તેનાં અંગો પર વિચારણા આરંભીએ. આપણી વિચારણાનો કમકમે...કમે આગળ વધશે....અને ક્રમાંકના અંતિમ ચરણને સ્પર્શ કરતાં ત્યાં નહીં હોય અનુકમ કે અંત નહીં હોય શુભારંભ કે સમાપ્તિ અને છતાં અમ્મલિત, અખંડિત, વિચારણાના ‘પ્રવાહ સાતત્યને સમજવા નીચેના કમને અનુસરવાનો નમ્ર પ્રયાસ આપણે ચાલુ રાખવો પડશે. યમ
પ્રાણસંયમ નિયમ આસન
પ્રત્યાહાર ભાગ મૂળબંધ
ધારણા મીન
દેહામ દષ્ટિસ્થિરતા
સમાધિ
કાળ
ધ્યાન
દેશ
Page #333
--------------------------------------------------------------------------
________________
(૩૧૪)
સમ
सर्वं ब्रह्मेति विज्ञानात् इन्द्रियग्रामसंयमः । यमोऽयमिति संप्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः ||१०४|| સર્વ બ્રહ્મ રૂતિ વિજ્ઞાનાત્=સર્વ બ્રહ્મ છે તેવા જ્ઞાનથી ફન્દ્રિયગ્રામસંયમ :=ઇન્દ્રિયોના સમૂહને સારી રીતે રોકવો, અયં ચમ: રૂતિ સંપ્રોત્હ =તે,આ યમ છે તેમ કહેવાયું છે, અભ્યસનીય: મુઠુ: મુર્ત્ત:=(જે) રોજ અભ્યાસ કરવા લાયક છે.
નિદિધ્યાસનનાં અંગોની વિચારણામાં પ્રથમ સ્થાન યમ ને અપાયું કારણ કે જેના જીવનમાં ‘યમ છે તેના વિચારમાં સંયમ છે અને તેવો વિચારક કદી અવગતિને કે અધોગતિને પામતો નથી કે નથી પ્રાપ્ત કરતો પુનર્જન્મને. ‘ચમ’ યુક્ત ‘સંયમી’ તમામ દૃશ્યપ્રપંચને કેદ કરે છે પોતાની મુઠ્ઠીમાં અને ‘કાળ’ને ચડે છે પોતાનાં મોમાં. ઉપડે છે પ્રવાસમાં ‘કાળ’ ‘અકાળ’ની પેલે પારના. માટે જ તેવા યમનો અભ્યાસ વારંવાર કરવા જણાવ્યું છે.
‘અભ્યસનીય : મુર્ત્ત: મુદુ:’=રોજ અભ્યાસ કરવા લાયક છે.
જગતના ભૌતિક પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવા જો ચિત્તની એકાગ્રતાથી અભ્યાસ કરવાની જરૂર જણાય છે, તો પછી જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ બ્રહ્મ જ છે તેવું સમજવા પણ સતત અભ્યાસ આવશ્યક છે, તે વિશે બે મત ન જ હોઈ શકે. જેમ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અમુક શરતો અનિવાર્ય ગણાય છે તેમ અહીં આત્મજ્ઞાન માટે પણ ઇન્દ્રિયોના સમૂહને વિષય તરફ જતો રોકી, ‘યમ’નું સેવન કરવાનો નિત્યાભ્યાસ જરૂરી ગણવામાં આવે છે.
જેમ સરિતાની વણથંભી દોટમાં સાગરસમાગમનો કોઈ વિશેષ પ્રયત્ન નથી પણ ઢાળ હોય ત્યાં ઢળી જાય અને વળાંકમાં વળી જાય પાણી; તે તો સહજ અને સ્વાભાવિક છે. તેવી જ રીતે સ્વભાવગત જ ઇન્દ્રિયો પોતાના વિષય ભણી વિષયગામિની થાય છે, વિષયાસક્ત થાય છે, તેમાં નથી દોષ ઈન્દ્રિયોનો કે નથી ગુનો વિષયોનો કે તે સૌના સર્જનો. ભોક્તા અને ભોગ્ય પદાર્થો રચયિતાની રચનાનો અભિન્ન ભાગ છે. તેમાં પુણ્ય પાપની ભાવના ઊભી કરી, રાગદ્વેષાદિનું સર્જન કરવું તે મનનું સહજ, સ્વભાવગત કર્મ છે અને તેથી જ તેમને તેમના વિના પ્રયત્ને થતા સ્વાભાવિક કર્મમાંથી મુક્ત કરવા જે પ્રયત્ન આદરવો પડે તેને જ અભ્યાસ કહેવાય છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
(૩૧૫) જે નદીના પ્રવાહને પૂર્વનિશ્ચિત દિશામાં લઈ જવા પ્રથમ બંધ બાંધવામાં આવે છે અને તત્પશ્ચાતુ કેનાલ દ્વારા પાણી આગળ લઈ જવાય છે તેવી જ રીતે ઈન્દ્રિયો અને ચિત્તરૂપી નદીનો વિષયસમુદ્ર તરફ વહેતો પ્રવાહ રોકવા માટે સૌ પ્રથમ વિવેક દ્વારા જાગેલા વૈરાગ્યનો બંધ બાંધવો જરૂરી છે અને તેવા બંધથી જો વિષયાભિમુખ પ્રવાહ થંભે, તો તે સ્થિર થયેલા ચિત્તપ્રવાહને બ્રહ્મની દિશામાં વાળવા સતત અભ્યાસ કરાવવી પડે છે ને સર્વ કાંઈ બ્રહ્મ જ છે તેવો જ્ઞાનયુક્ત અભ્યાસ જ અહીં યમ શબ્દથી નિર્દેશિત છે. જેમ નદીનો બંધ નહેરોથી જોડાયેલ ન હોય અને માત્ર પાણી રોકાઈ રહેતું હોય તો બંધ બાંધવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કારણ કે રોલું પાણી ઉપયોગી નથી. તેવી જ રીતે માત્ર વૈરાગ્યરૂપી બંધથી ઇન્દ્રિય અને ચિત્તનો વિષયપ્રવાહ રાક્વો તે તો નિપ્રયોજન સિદ્ધ થાય, -તેમાં ‘સર્વ બ્રહ્મ છે તેવા જ્ઞાનયુક્ત અભ્યાસનો અભાવ હોય તો-તેથી માત્ર વૈરાગ્ય જરૂરી નથી પણ અભ્યાસ અનિવાર્ય બને છે, વિષયોની દોટ થંભાવવા-દોષદર્શનની કળા હસ્તગત થાય તેવો વૈરાગ્ય જ ખપનો છે; અને તેવા વૈરાગ્યથી જ ચિત્તમાં વિષયોની વિમુખતા સર્જાય છે અને યમ રૂપી અભ્યાસ દ્વારા સ્વરૂપમાં, જ્ઞાનમાં-બ્રહ્મમાં-દઢતા આવે છે. માટે જ તેનો નિત્ય અભ્યાસ કરવાનું સૂચન છે, તેવું જ સૂચન ગીતામાં જોવા મળે છે.
“ગગાલેન તુ સૌનેય વેરાયેળ ૨ પૃઢ” (અધ્યાય-૬-૩૫)
ભગવાને કહ્યું છે કે વિષયાસક્ત ચિત્ત કે મનની ચંચળતા ઓછી કરવા અને તેનો નિગ્રહ કરવા અભ્યાસ અને વૈરાગ્ય જરૂરી છે; તે દ્વારા મન વશ થઈ શકે તેમ છે. એક વસ્તુ સુસ્પષ્ટ અને અનુભવગમ્ય છે કે આપણે આજના સમયમાં અભ્યાસ કરતાં હોઈએ તેવું દેખાય છે, કારણ કે હવે વેદાન્ત કે તત્ત્વજ્ઞાન સમજવા ૧૨ વર્ષની તપશ્ચર્યા રહી નથી. લોકોમાં નવી જાગૃતિનું નિર્માણ થયું છે. જાણવાની ઇચ્છા અર્થાત્ જિજ્ઞાસા જાગી છે અને જિજ્ઞાસુઓનું મુમુક્ષુમાં રૂપાન્તર થતું દેખાય છે. શાસ્ત્રો સમજવાની સુવિધા વધી છે. મોટાં શહેરોમાં ક્યા કે પ્રવચનનો જાણે યુગ આવ્યો હોય તેવી હવા ઘુમવા લાગી છે. શ્રોતા-વક્તા વધ્યા છે. સંપ્રદાયો, મઠો, મંદિરો અને મહાત્માઓ દરિયાની ભરતી જેમ આપણા માનસ પર છવાતાં જાય છે. અને છતાં દરિયા જેવી ઓટ જણાતી નથી. યોગશિક્ષણના અને યોગાસનના -વર્ગો, ધ્યાનના સાધનાનાં કેન્દ્રો, કુંડલિની જાગ્રત કરવાની
Page #335
--------------------------------------------------------------------------
________________
(૩૧૬)
શિબિરો, જ્ઞાનયજ્ઞો, જપયજ્ઞો, બ્રહ્મસત્રો અને વેદાન્તના અભ્યાસક્રમ સાથેનાં સ્વાધ્યાયવર્તુળોની ક્યાંય કોઈ મોટા શહેરમાં કમી નથી. પરંતુ આવો અભ્યાસ હોવા છતાં આપણો વિક્ષેપ ઓછો થયો હોય તેવું જણાતું નથી. આપણી વાતમાં, વિચારમાં, આચારમાં કે આપણા મૌનમાં.. આપણી ક્ષિપ્ત, વિક્ષિપ્ત ખડર થયેલી મનોદશા વતઈિ આવે છે. આપણે આપણી ચંચળતાને અભ્યાસ દ્વારા દબાવવાનો પ્રયત્ન કરીએ. છતાં પણ જાણે-અજાણે આપણી આંતરિક અશાન્તિ અને સુબ્ધતા, અપૂર્ણતા અને અસ્વસ્થતા ડોકિયાં કરી જાય છે અને અભ્યાસ હોવા છતાં જીવન વિક્ષેપયુક્ત જણાય છે. તેથી સ્પષ્ટ સમજી લેવું કે એક્લો અભ્યાસ કે વૈરાગ્ય વિનાનો અભ્યાસ નકામો છે નિષ્ફળ
વૈરાગ્યના સદ્ભાવથી જ વિક્ષેપનો અભાવ અનુભવાય છે...
અને વિક્ષેપના અભાવમાં જ અભ્યાસની સુલભતા અને સાર્થકતા રહેલી છે.
વૈરાગ્યથી જેના વિક્ષેપ ઓછા થયા હોય તેનું જ વિક્ષેપરહિત મન અભ્યાસ માટે તત્પર બને છે; અભ્યાસના અનુષ્ઠાનની પ્રેરણા પ્રાપ્ત કરે છે. અને કંટાળો, થાક કે અરુચિ વિના સતત અભ્યાસમાં રત બને છે. સતત અભ્યાસ જ વૈરાગ્યને દઢ કરી શકે છે. આમ, વૈરાગ્યયુક્ત નિત્ય અભ્યાસ દ્વારા જ ચિત્તનદીને ચૈતન્યસાગર તરફ વાળી શકાય છે. ચિત્તને ચૈતન્યમય બનાવી શકાય છે. માટે જ કહ્યું છે કે નિત્ય યમરૂપી અભ્યાસ કરવા લાયક છે. અગસનીય મુહૂ: મુહુઃ |
પ્રયત્ન વિના ઉગતા વાળ અને રૂંવાટી કાપવા માટે જેમ પ્રયત્ન જરૂરી છે, વિના પ્રયત્ન થતો પરસેવો દૂર કરવા પ્રયત્નપૂર્વકનું સ્નાન જરૂરી છે અને કોઈ પણ આયામ વિના રોગ અને વૃદ્ધત્વ આવે છે તે માટે જેમ વ્યાયામ જરૂરી છે તેવી જ રીતે અંત:કરણના રોગ છે કામ, ક્રોધ, લોભ, મોહ, વાસના, રાગ અને દ્વેષ. તેમને દૂર કરવા યત્નપૂર્વકનો યમ રૂપી અભ્યાસ નિયમિત કરવો જોઈએ
પ્રથમ આપણે “પ શબ્દનો અર્થ યોગશાસના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર બાદ ભગવાન શંકરાચાર્યે આપેલા અર્થોનું ચિંતન કરીશું. હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મચર્ય વગેરે નિષિદ્ધ આચરણોથી
Page #336
--------------------------------------------------------------------------
________________
(૩૧૭) યોગીને અટકાવનાર અગર નિયમનમાં રાખનાર જે સંકલ્પ છે તેને ચમ કહેવામાં આવે છે. આમ જે વ્યક્તિનું નિયમન કરે તે યમ છે. જીવનમુક્તિવિવેકમાં પણ આવા જ નિયમનની વાત છે.
“હિંસોિ નિષિધર્મેચ યોનિ ચમચીરિ યમઃ”
શ્રી પાતંજલ યોગ દર્શન”માં સાધનપાદમાં આઠ યોગાંગનો નિર્દેશ ક્ય પછી સૂત્ર ૩૦માં યમની વ્યાખ્યા નીચે મુજબ આપી છે:
‘અરિંસારત્યાક્તર વાuિદા યમ:' રા. “અહિંસા, સત્ય, અસ્તેય, વિર્ય અને મર્યાદિ એ યમ છે.” આમ, અહીં પાંચ યમ જણાવ્યા છે, જ્યારે યાજ્ઞવલ્કય સંહિતામાં દશ યમ કહ્યા છે જે નીચે મુજબ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યક્ષમા, ઘર્મ, દયા, સરલતા, મિતાહાર, શૌચ “અહિંસા સત્યમત્તેયં બ્રવર્થ ક્ષમા વૃતિઃ |
યાર્ન મિતાહ: શૌર્વ વેવ યમ હશ: ”
યોગશાસ્ત્રમાં પાંચ યમ જણાવ્યા છે અને તેમાં “અહિંસા સૌ પ્રથમ છે. તેવી જ રીતે યાજ્ઞવક્ય સંહિતામાં યમ દશ ગણાવ્યા છતાં પ્રથમ તો અહિંસા જ છે. તેથી અહિંસાને પ્રાધાન્ય આપી આપણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. (૧) “હિં’:- પાંચ યમના કામમાં મોખરે અહિંસા છે. કારણ કે
અહિંસાની સિદ્ધિ માટે જ અન્ય ચાર યમોનું પ્રતિપાદન છે. આપણે યાદ રાખવું ઘટે કે અહિંસાનો વિરોધ કર્યા વિના, અહિંસાના સતત સાન્નિધ્યમાં જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગાહનું અનુષ્ઠાન કરવાનું છે. હિંસાનો સહારો લઈને જે ભૂલથી પણ કોઈ પણ એમનું અનુષ્ઠાન કરવામાં આવે તો તે અનુષ્ઠાનમાં સરિયામ નિષ્ફળતા જ છે.
શાસ્ત્રોમાં અહિંસાનું સ્વરૂપ કેવું છે? યાજ્ઞવલ્પસંહિતામાં અહિંસાનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે
“નર્મળા મનસા વારા સર્વ ભૂતેષુ સર્વલા |
મગન પ્રોસ્ટિંસ વૅન યોમિઃ ” “સર્વદા સર્વ ભૂતોને મન, વાણી અને કર્મ દ્વારા કલેશ કે દુ:ખ નહીં
Page #337
--------------------------------------------------------------------------
________________
(૩૧૮)
ઉપજાવવું તેને યોગીઓએ અહિંસા કહી છે.”
અહિંસા ઉપર ખૂબ ઝીણવટથી ને વિચક્ષણ બુદ્ધિથી આપણા આચાર્યો, સંતો, શાસ્ત્રો અને ઋષિઓએ ચિંતન કર્યું છે. માટે જ તેઓ માત્ર શરીરની નહીં, પણ માનસિક હિંસા વિશે પણ વિચારી શક્યા છે. મનથી અહિંસા
કોઈ પણ વ્યક્તિ વિશે જાણે-અજાણે રાગ કે દ્વેષ પ્રગટ કરવો તે તો હિંસા છે જ, પણ અપ્રગટ રાગદ્વેષને મનમાં સંગૃહીત કરવાં તે પણ સૂક્ષ્મ હિંસાની જમાવટ છે, જેમ બે મિત્ર જેવાં દેખાતાં રાષ્ટ્રો, સરહદ ઉપર લશ્કરની જમાવટ કરે તેવું જ તે અવ્યક્ત રૂપે છે. મનમાં જો કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હશે તો જ તેનું અપમાન કરવાનો કદી વિચાર આવશે. જેના પ્રતિ ષ હશે, તેને શિક્ષા આપવાનો, પાઠ ભણાવવાનો કે બદલો લેવાનો વિચાર મનમાં આવ્યા વિના નહીં રહે. તેથી બીજાને દુ:ખ પહોંચાડવાની યોજના મનમાં ઘડાયા કરશે. ભલે તમે કોઈને હજુ કંઈ પણ કર્યું નથી, છતાં કોઈ પણ પ્રાણીના અહિતનો વિચાર ટ્રેષમાંથી જાગે છે. તેથી દ્વેષ તો હિંસા છે જ, પણ રાગ પણ માનસિક હિંસાની પૂર્વ તૈયારી રૂપે જ છે. કોઈ પણ પ્રાણી કે જીવ વિશે જ્યારે અત્યંત રાગ હોય તો તે વ્યક્તિ કે પ્રાણીને ઇજા કરનાર પ્રત્યે દ્વેષ જાગે છે અને તેની તીવ્રતા ખૂબ ઊંચી હોય છે. એવું પણ બને કે જે વ્યક્તિ વિશે ખૂબ માન હોય, પૂજ્યભાવ હોય, પ્રેમ, સ્નેહ કે આસક્તિ હોય; અગર તે વ્યક્તિ આપણી ભાવિ આકાંક્ષાઓનું પ્રતીક હોય, જેને નજરમાં રાખી આપણે પ્રગતિના માર્ગે આગળ વધતા હોઈએ, તેવી વ્યક્તિનું અપમાન થાય, તેને કોઈ દ્વારા ઇજા થાય; તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે, તેમાં જો કોઈ વ્યક્તિનો હાથ છે તેવું જણાય તો આપણે તેના તરફ ધૃણા, દ્વેષ પ્રગટ કરીએ છીએ એટલું જ નહીં પણ તેને મન અને શરીરથી ઇજા પહોંચાડવાના પ્રયત્નમાં પણ અટકતા નથી. આમ એક વ્યક્તિ તરફની અત્યંત આસક્તિ કે આંધળો રાગ-બીજા માટે નફરત ઊભી કરે તે પણ એક પ્રકારની માનસિક હિંસા છે. આવી હિંસા રાજકીય અને ધાર્મિક નેતાઓના અનુયાયીઓમાં સ્પષ્ટ જણાઈ આવે છે. બે નેતાઓના વિચારોમાં મતભેદ હોવાથી ઘણી વાર તેના અનુયાયીઓ કોઈ પણ કારણ વિના પરસ્પર એકબીજાને દેશ અને દુશમનભાવે જુએ છે તે અપ્રગટ, અવ્યક્ત હિંસાનું જ સૂક્ષ્મ સ્વરૂપ છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
(૩૧૯) એ પ્રમાણે શરીરથી કોઈને ઇજા ન કરી હોય પણ ઇજા કરવાનું વિચારવું કે જેઓ તેવું વિચારતા હોય તેમાં મૂક સંમતિ આપવી તે પણ માનસિક હિંસા જ છે. સ્વપ્નમાં પણ તમે કરેલી હિંસા તમારી જાગ્રત વિચારણાનો અજાગ્રત પડઘો જ છે. કારણ કે સ્વપ્નમાં આપણે આપણા વિચારોનું જ પ્રક્ષેપણ પ્રોજેક્શન” અજાણતાં કરીએ છીએ. તેથી સ્વપ્નની હિંસા ભલે સીધી રીતે બીજાને નુકસાન ન કરે, છતાં તે પોતાના વ્યક્તિત્વને જ એક યા બીજા પ્રકારે ઇજા પહોંચાડે છે. બીજાને શારીરિક ઈજા ન પહોંચાડવી તે જ અહિંસા નથી, પરંતુ વ્યક્તિએ પોતાના શરીરને, મનને અને વિચારને પણ ઇજાયુક્ત કરવાની જરૂર નથી. જો આપણું મન અને શરીર ઈશ્વરની “અમાનત’ છે, થાપણછે અને માત્ર એક જન્મ માટે આપણને વાપરવા મળી છે તો તે કાયા અને મન ઉપર નાહકનાં કષ્ટ કે દઈ લાદવાની જરૂર નથી. કારણ કે તે તમારી માલિકીની તો નથી જ પણ મોક્ષ અને ધર્મની પ્રાપ્તિ માટેનું અમૂલ્ય માધ્યમ છે, શ્રેષ્ઠ સાધન છે. આમ પોતાના મન અને શરીરને પણ પીડા પહોંચાડવાનો આપણને હક નથી. અને જાહેરમાં તો કદી પણ નહીં, કારણ કે આપણે આપણા શરીરને ભલે ખીલા મારીએ, સાટકા મારીએ, કાંટા ભોંકીએ પરંતુ તે જોવાથી જો બીજાને માનસિક પીડા થાય તો આપણા શરીરને આપણે પહોંચાડેલી ઇજા પણ બીજા માટે માનસિક હિંસા જ છે. તેથી તેવાં પ્રદર્શનોમાં હાજરી આપી હિંસા કરનારને પ્રોત્સાહન આપવામાં પણ હિંસા જ સમાયેલી છે.
આમ જોતાં મન અને વિચાર દ્વારા પ્રગટ કે અપ્રગટ, જાણતાં કે અજાણતાં પણ અન્યને દુ:ખ કે આઘાત પહોંચાડવો તે મનની હિંસા જ છે. અને તેવી હિંસાથી જે દૂર રહે છે તે જ મનથી અહિંસા પાળી શકે છે. મનથી જેણે અહિંસા પાળવી હોય તેણે રાગ અને દ્વેષ બન્નેને છોડવાં જ ઘટે અને પ્રાણી માત્રમાં આત્મભાવ જગાડવો પડે, દરેકમાં પોતાને જોવાનો પ્રયત્ન કરવો પડે. જે હું મને જ બીજામાં જોઈ શકું તો કદી હું મારી જાતે.. મને... ઈજા પહોંચાડી શકતો નથી. દુઃખ, દર્દ કે ઇજા પહોંચાડવા. અન્યની, પરાયાની, પારકાની જરૂર પડતી હોય છે. મારા જ દાંત મારી જ જીભને જમતી વખતે ભૂલથી કચરી નાખે તો હું હથોડી લઈ દાંત તોડતો નથી.... કારણ ત્યાં જીભ, દાંત સૌ મારાં જ છે. જ્યારે પારકાનો તો ભીડમાં અજાણતાં વાગેલો ધક્કો પણ અહમને ગોબો પાડી જાય છે. તેથી જે ખરેખર અહિંસાનું પાલન ઈચ્છે તેણે
Page #339
--------------------------------------------------------------------------
________________
(૩૨૦) તો એકબીજામાં ભાઈ-ભાઈ જ નહીં પણ સર્વમાં પોતાને જ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તો જ કદી પોતે પોતાનો વેષ નહીં કરે. પોતે પોતાનું અપમાન નહીં કરે અને કદી પણ પોતે પોતાને દુ:ખી નહીં કરે. માટે જ શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે
__ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मत : ॥६/३२।। “હે અર્જુન, જે યોગી સર્વભૂતોમાં સુખ અથવા દુ:ખને પણ પોતાની ઉપમા કે પોતાના દષ્ટાંતથી સમાન જુએ છે તે યોગી પરમ (શ્રેષ્ઠ) માન્યો છે.”
આથી, બીજાનું દુ:ખ એ મારું જ છે એવું જ્યારે સમજાય છે ત્યારે જ આપણે મનથી અહિંસક બની શકીએ છીએ. વાણી દ્વારા અહિંસા
આપણે એવી વાણી ન ઉચ્ચારવી કે જેથી અન્યને અપમાન કે નિંદા જેવો અનુભવ થાય. અન્યને અનેકની હાજરીમાં વાણી દ્વારા હલકો ચીતરવો, ઉતારી પાડવો અને મજાક-મશ્કરી માટે પણ ટીકાનું કેન્દ્ર બનાવવું તે વાણીની હિંસા છે. અને આવી હિંસા ઘણી વાર શરીરની ઇજા કરતાં વધુ તીવ્ર અને ઘાતક નીવડે છે. શબ્દોના બાણથી જે વીંધાય છે તે ઘા જલદી રૂઝાતા નથી ને રૂઝાય તો ડાઘ રહી જાય છે. અને વેરઝેરની અનંત વૃત્તિઓને જન્માવે છે. તેથી વાણીના પ્રયોગમાં ખૂબ જ સાવધાનીની જરૂર છે.
વાણી દ્વારા કોઈની પણ લાગણી દુભાવવી તે હિંસા છે... તેથી જો તેવી દહેશત હોય; તો મૌનસેવન વધુ સારું.. અને માગ્યા વિનાના અભિપ્રાય આપવાની કુટેવ જો આપણામાં ઘર કરી ગઈ હોય... તો તેને દૂર કરવી ઘટે, નહીં તો આપણે વાણીથી હિંસા કરી બેસવાના. આપણે ઉચ્ચાર્યા નથી તે શબ્દોના આપણે માલિક છીએ પણ આપણે ઉચ્ચારી નાંખ્યા છે તે શબ્દોના આપણે ગુલામ બનવું પડે છે. શબ્દ તો તીર છે. છૂટી ગયા પછી તેનો કોઈ ઉપાય કે ઈલાજ નથી. તેનો અર્થ એવો હરગિજ નહીં કે બીજાને ગમે તેવું જ બોલવું, ગોળ ગોળ બોલવું કે સારું હોય તેવું બોલવું. જો “સાચા'ના ભોગે “સારું બોલાતું હોય તો તેનો ત્યાગ કરવો અને જો સત્ય કડવું જ બોલાય તેમ હોય, લાગણી
Page #340
--------------------------------------------------------------------------
________________
(૩૨૧) દુભાય તેવું જ હોય તો મૌન રહેવું. પણ “સાચા” ના ભોગે “સારું ન બોલવું વાણીથી સૌને ખુશ રાખવાનો પ્રયત્ન એ આકરી તપશ્ચર્યા છે. એક વસ્તુ વાણીની અહિંસામાં યાદ રાખવી ઘટે કે વાણી “મશાનની હોવી જોઈએ. જો વાણીથી કોઈને પણ ક્લેશ થાય તો તે વાણી દ્વારા થતી હિંસા જ સમજવી ઘટે. કર્મ દ્વારા અહિંસા
આશ્રમવિહિત નિત્યકર્મનો વિરોધ કર્યા વિના; સર્વકાલે; સર્વ અવસ્થામાં; સર્વ દેશમાં સર્વ પ્રાણીને; કાયાથી દુ:ખની ઉત્પત્તિ ન કરવી તે અહિંસા
કોઈ પણ પ્રાણીને આપણે સુખ ન આપી શકીએ તો વાંધો નથી, તળાવ, હવાડા, ચબૂતરો કે ધર્મશાળા ન બાંધી શકાય; શાળા, મંદિરો, મઠો કે અસ્પતાલો ન ખોલી શકાય તો વાંધો નથી. પણ કદી કોઈએ કોઈને દુ:ખ તો ન જ આપવું; કદી કોઈએ અન્યને ભયભીત તો ન જ કરવાં.... કારણ કે કોઈને દુ:ખ પ્રિય નથી; સૌને સુખ પ્રિય છે, તેથી જો એવું જણાય કે આપણા કર્મથી કોઈને દુ:ખ કે ભય પહોંચવાનો છે.. તો તે કર્મનો ત્યાગ કરવામાં કોઈ હાનિ કે આપત્તિ નથી; બલકે અહિંસાનું પાલન છે.
“सर्वाणि भूतानि सुखे रमन्ते सर्वाणि दुःखेषु तथोद्विजन्ति
तेषां भयोत्पादन जातखेदः। कुर्यान्न कर्माणि हि जातवेदः।" સર્વ પ્રાણીને સુખ પ્રિય છે. કોઈને દુ:ખ પ્રિય નથી. તેથી દરેક પ્રાણીને ભયની ઉત્પત્તિ કરવી ખેદકારક છે. એ જાણી યોગીએ બાહ્ય કર્મ ન કરવાં.”
જો અન્યને ભયભીત કરવામાં કે દઈ પહોંચાડવામાં હિંસા હોય તો પછી પ્રાણીનો સંહાર કે માનવીની હત્યામાં તો ઘોર હિંસા જ છે, અમાનુષી કર્તવ્ય જ છે, રાક્ષસી વૃત્તિ જ છે, મહાન પાપ જ છે તેમાં કોઈ શંકા નથી. કોઈની પણ હિંસા કરવાનો કોઈને શાસે પરવાનો આપ્યો નથી; કોઈ પણ કાળે તેમાં છૂટછાટ મૂકી નથી. હિંસાનો દરેક સ્થળે અને દરેક સમયે નિષેધ જ જણાવ્યો છે. અહિંસા પાલનમાં ક્યાંય કોઈ અપવાદ નથી.
માટે જ મને મહાવ્રત કહેવાય છે, જેમાં અહિંસાને પ્રાધાન્ય પ્રાપ્ત
Page #341
--------------------------------------------------------------------------
________________
(૩૨૨)
થયું છે. અને તેના પાલન માટે યોગશાસો સૂત્ર દ્વારા સૂચના આપી છે
- “જ્ઞાતિવેરાતસમયાવચ્છિન્ના: સાર્વમીમાં મહાવ્રત ”
જાતિ, દેશ, કલા અને સમયથી પરિચ્છેદને ન પામતા એવા, સર્વ અવસ્થામાં કર્તવ્ય રૂપે નિશ્ચિત થયેલા આ યમને મહાવ્રત કહેવાય છે.”
ટૂંકમાં, અહિંસાપાલનમાં કોઈ અપવાદ નથી. જાતિ, દેશ, કાળ કે અવસરના સંદર્ભમાં પણ અપવાદ નથી. અતિથી અપરિચ્છિન્ન અહિંસા
જે કોઈ એમ સમજે કે બ્રાહ્મણ અને ગાયની હત્યા ન કરવી; તો એવો અર્થ થયો કે બીજાની હત્યા કરવામાં વાંધો નથી. ગાય કતલખાને ન જવી જોઈએ તેનો અર્થ એવો ન થાય કે બીજાં પ્રાણી જવાં જોઈએ. આવી અહિંસા તો જાતિથી પરિચ્છિન્ન કે અવચ્છિન્ન થઈ કહેવાય. તેથી તેમાં અહિંસાનું આંશિક પાલન થયું કહેવાય. તેથી સાચા અર્થમાં હું કદી કોઈ પણ પ્રાણીનું હનન નહીં કરું અને તેમાં ભાગીદાર કે સાથી નહીં બનું. જીવમાત્રની હત્યાથી હું દૂર રહીશ તે જ જાતિ અપરિચ્છિન્ન અહિંસા
દેશથી અપરિચ્છિન્ન અહિંસા
જો કોઈ એવી પ્રતિજ્ઞા કરે કે હું તીર્થ, દેવાલયે કે ધર્મસ્થાનમાં હત્યા નહીં કરું, તો એવો અર્થ થાય કે બીજા સ્થળોએ તેને હત્યા કરવાની છૂટ છે. આવી અહિંસા દેશથી પરિચ્છિન્ન ગણાય છે. તે સાચી અહિંસા નથી. તેથી સૈનિક દ્વારા યુદ્ધના મેદાનમાં થાય છે તે પણ હિંસા જ છે યુદ્ધ વિના અરણ્યમાં પશુની હત્યા થાય છે તે પણ હિંસા છે. સમાજમાં વ્યક્તિની હિંસા તો કરપીણ ખૂન જ ગણાય છે. સૈનિકને યુદ્ધકાળે, તે દેશમાં, હત્યાની સંમતિ મળે છતાં તે હિંસા નથી તેવું ન જ કહી શકાય. માત્ર તે હિંસા માટે તેનો દેશ કે રાજ્ય તેને સજા કરતું નથી. પણ દુશ્મન દેશમાં તે સજાને પાત્ર બને છે. અહિંસાના પાલનમાં કોઈ સ્થળ કે દેશના સંદર્ભમાં ક્યાંયે છૂટછાટ ન હોવી જોઈએ. અને ન હોય તે જ દેશથી અપરિચ્છિન્ન અહિંસા કહેવાય છે. કાળથી અપરિચ્છિન્ન અહિંસા
અહિંસાપાલનમાં કોઈ સમયે હિંસાની છૂટ મળે તેવું નથી અને અમુક સમયે જ હિંસા ન થાય અને બીજા સમયે હિંસા થઈ શકે તેવું પણ
Page #342
--------------------------------------------------------------------------
________________
(૩૨૩)
નથી. કોઈ એમ સમજે કે ‘હું ચૌદશના દિવસે કે પવિત્ર દિવસે બેસતા વર્ષે હત્યા નહીં કરું.' આવું વ્રત આંશિક અહિંસા સૂચવે છે. તેવા વ્રતના પાલનમાં જે અહિંસા છે તે કાળ વડે પરિચ્છિન્ન કે અવચ્છેદ પામેલી જણાય છે. તેથી પૂર્ણ અહિંસામાં હું કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળે, કોઈની પણ હિંસા નહીં કરું તેવી સ્પષ્ટતાની જરૂર છે.
સમય અર્થાત્ અવસર કે પ્રસંગથી અપરિચ્છિન્ન અહિંસા
કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સામાન્ય સંજોગોમાં પ્રાણીની હત્યા કરતા નથી. પણ વિશેષ પ્રંસગે જ હત્યા કરે છે. જેમ કે કેટલાક આખું વર્ષ જુગાર ન રમે... પણ ગોકુળઅષ્ટમીને દિવસે તો જરૂર રમે, તેથી કંઈ તેઓ જુગારી નથી તેવું ન જ કહેવાય. જેમ કોઈએ એક જ વખત ચોરી કરી હોય અને પકડાય તો તે ચોર નથી તેવું ન જ કહેવાય. તેવી જ રીતે વિશેષ પ્રસંગમાં જે હત્યા કરે છે તે હત્યારો કે હિંસક નથી તેમ ન જ કહેવાય. ભલે તે હિંસા યજ્ઞ, યાગ કે દેવપ્રીત્યર્થે કરેલી હોય. તેથી કોઈ વ્રત લે કે “હું દેવતાને રીઝવવા માટે, યજ્ઞ માટે બલિ આપીશ; તે સિવાય હિંસા નહીં કરું” તો એવી અહિંસા અવસર, પ્રસંગ, ઉત્સવ કે સમયથી પરિચ્છિન્ન કે પરિચ્છેદ પામેલી ગણાય છે. તેથી સારા કે માઠા, પવિત્ર કે અપવિત્ર, સ્નેહી કે દેવતા, કોઈને પણ કોઈ પણ પ્રસંગે રીઝવવા કરેલી હિંસા સ્વીકાર્ય નથી. અને તેમાં અહિંસાનું પાલન નથી.
શ્રેષ્ઠ અહિંસા
પરમ સત્યના સાન્નિધ્યમાં વિકાસ પામેલી અહિંસા એટલે હું કોઈ પણ પ્રાણીને, કોઈ કાળે, કોઈ પણ સ્થળમાં, કોઇ પણ પ્રસંગ, ઉત્સવ કે અવસરમાં મન, વાણી અને કાયા દ્વારા દુ:ખ પહોંચાડીશ નહીં એવી પ્રતિજ્ઞા વડે પાળવામાં આવેલી અહિંસા જ જાતિ, દેશ, કાળ અને પ્રસંગ, અવસર કે સમયથી અપરિચ્છિન્ન અહિંસા છે.
અહીં અહિંસાની ચર્ચાના સંદર્ભમાં રખે કોઈ સમજે કે હિંસાના ભયથી નિત્યકર્મનો ત્યાગ કરીને અહિંસાનું પાલન કરવું.
નિત્યકર્મનું સાવધાનીપૂર્વક પાલન કરવા છતાં પણ શૌચાદિમાં ક્ષુદ્ર જંતુઓની નિરુપાયે ઇચ્છા વિના હિંસા થાય... તેથી શૌચાદિ ક્રિયાનો ત્યાગ કરવાની જરૂર નથી પણ તેવી હિંસાના ભયને દૂર કરવા સાધક યોગીએ નિત્ય
Page #343
--------------------------------------------------------------------------
________________
(૩૨૪) પ્રાણાયામાદિક પ્રાયશ્ચિત કરવું. પણ તેવી નિરુપાય હિંસાના ભયથી નિત્યકર્મત્યાગની વાત પણ ન કરવી જોઈએ.
અહિંસાપાલનને નામે મલિનતા વધારવી, સ્નાનાદિ કે શૌચાદિ ક્રિયાઓ છોડવી અને અન્યને પીડા કે સૂગ ઉપજે એમ વર્તવું તે વાસ્તવિક અહિંસાનું પાલન નથી. તેમ જીવવામાં કદી સુખ, આનંદ નહીં જણાય અને પાપની લાગણી ઘર કરી જશે. દહીંમાં બેકટેરિયા દેખાશે આથો આવેલી તમામ ખાવાની ચીજોમાં હત્યા જણાશે; નહીં પડખું ફેરવી શકાય, નહીં ચાલી શકાય, નહીં ખાઈ શકાય. તેથી વાસ્તવિક રીતે અહિંસાનું પાલન કરવું હોય તેમણે દરેકમાં પોતાને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મભાવ કે આત્મદષ્ટિ વિના, અભેદભાવ વિના અહિંસાનું પૂર્ણપણે પાલન શક્ય જ નથી. આથી આત્મભાવથી અહિંસાનું પાલન કરવું, અને આત્માના અક્તિભાવના, અર્ધાભાવનો ઉદય થવા દેવામાં જ જીવનની પૂર્ણ અહિંસા પ્રાપ્ત થઈ શકે તેમ છે.
આમ અહિંસાનું પાલન કરતાં કરતાં જો પૂર્ણતા હાથમાં આવી જાય તો આપણે અભેદ ભાવમાં, અતિ ખ્યાલમાં એકાકાર થઈ, આદિ-અંતરહિત સનાતન સત્યને પ્રાપ્ત કરી શકીશું. આ છે બળ અહિંસાપાલનનું. તેથી જ તેને આટલી મહત્તા મળી, પ્રધાનતા મળી, અને કહેવાયું અહિંસા પરમો ઘર્ષ: આમ અહિંસા રૂપી ધર્મ તે સાધન છે. સત્યની દિશાનું પરમ પુરુષાર્થનું અંતિમ લક્ષ્યનું કદી ન ભૂલીએ કે હિંસામાં જ બંધન છે, અહિંસામાં મુક્તિ છે. હિંસામાં ગતની જીત છે- પણ પોતાનો પરાજ્ય છે. જ્યારે અહિંસામાં mતની જીત નથી પણ પોતાનો પરાજ્ય પણ નથી. અહિંસામાં તો કોઈની હાર નથી. તે તો જીતની જીત છે, વિજયનો દિગ્વિજય છે.
સુધરેલા સમાજની સ્વચ્છ હિંસા
૨૦મી સદીની અદય હિંસા છે. જાણી સમજીને અન્યને પીડા પહોંચાડવી તે જ હિંસા છે અને હિંસાકાર્યમાં ભાગીદારી કે મૌન સંમતિ એ હિંસા નથી એવી સમજ નરી ભ્રાંતિ અને અજ્ઞાન સિવાય કંઈ જ નથી. આવી ભ્રાંતિને આજના સ્વાર્થી સમાજે જીવનનો સિદ્ધાંત બનાવ્યો. અને અથથ બની ચૂલો સમાજ પોતે સીધી
Page #344
--------------------------------------------------------------------------
________________
(૩૨૫). રીતે ન સંડોવાય તેવી રીતે અનર્થે અર્થ કમાવા લાગ્યો. રૂપિયાને લોહીના ડાઘા પડતા નથી તેમ માની, પોતે અહિંસક છે તેવો સંતોષ લેવા લાગ્યો. ધીરે ધીરે આપણા સમાજે અને આપણે કુરતા તરફ આગેકૂચ કરી, હિંસક કાર્યમાં ભાગીદાર બન્યા અને હિંસાને મૌન ટેકો આપ્યો.
મસ્યઉદ્યોગ ખીલવવા પ્રજાતંત્ર સરકાર લાખો રૂપિયા ખર્ચે બેંક માછીમારને બોટ ખરીદવા લોન આપે અને તે દ્વારા જે માછલાં પકડાય તે હિંસા માટે એક્લો માછીમાર જ જવાબદાર ખરો? કે પછી તે હિંસાના ભાગીદાર આપણે સૌ?
મરઘાંઉછેર, ડુક્કરઉછેર વગેરે દ્વારા જે હિંસા આડકતરી રીતે થાય છે તેનો ભાગીદાર કોણ? આ પ્રકારની થતી હિંસા-અહિંસાનો નિર્ણય લેશે કોણ? કારણ અહિંસાના સાચા અર્થમાં તો હિંસામાં ભાગીદારી કે મૌન પણ હિંસા જ. જયારે સાચી અહિંસામાં તો અનિષ્ટનો, અન્યાયનો, ઢતાપૂર્વક પ્રતિકાર જ છે. કાયરતાથી નહિ, લાચારીથી નહિ પણ આત્મબળથી, ઉપદ્રવ વિના, હત્યા વિનાનો પ્રતિકાર તે જ અહિંસા છે. આવી દષ્ટિએ વિચાર કરતાં હિંસા થાય તેવા કાયદા જે સરકાર રચે છે જે સભ્યો તે કાયદા રચવામાં ભાગ લે છે તે સૌ હિંસામાં ભાગીદાર કહેવાયા
આ જ હિંસાને હું સ્વચ્છ હિંસા કહું છું આ જ છે ૨૦મી સદીની અદય હિંસા કે ધોળી હિંસા. તેનાં થોડાં દષ્ટાંતો જોઈએ. ખોરાક દ્વારા થતી હિંસા
મટનટેલો યુક્ત વનસ્પતિ ખાનાર જ નહીં પણ તે ચરબી પ્રાપ્ત કરનાર, તેની આયાત કરનાર અને વનસ્પતિમાં તેની ભેળસેળ કરનાર સહુ હિંસાના અદશ્ય ભાગીદાર છે.
જેઓ પ્રાણીઓને જ મારીને ખાય છે તેઓ સીધી હત્યા કરે જ છે. તેઓ ભ્રાંતિથી માને છે કે શક્તિ માંસથી જ આવે છે અને તેથી તેઓ મડદાંઓનો સંગ્રહ પોતાના પેટમાં કરે છે. આવા હિંસક લોકો પોતાના પેટને કબ્રસ્તાન માનતા હોય તો નવાઈ જેવું નથી. જે જનાવર અન્યને મારીને ખાય તો તેને આપણે હિંસક પશુ કહીએ છીએ, જંગલી કહીએ છીએ, પણ માનવી પોતાના ભોજન માટે હત્યા કરે છતાં તે હિંસક કે જંગલી કહેવાતા નથી! ગાય, બકરી, ઘેટાં જેવાં પશુઓનું માંસ શક્તિદાતા છે, એવી માન્યતા છે પણ બાકી તે પશુઓ પોતે શક્તિ પ્રાપ્ત કરવા
Page #345
--------------------------------------------------------------------------
________________
(૩૨૬) ઈની હિંસા કરતાં નથી. તેઓ તો ઘાસચારો ચરે કે વનસ્પતિ ખાય છે! તો પછી આપણને તેવી શક્તિ વનસ્પતિજન્ય આહારથી કેમ ન મળે? કેટલાક એવી દલીલ કરે છે કે વનસ્પતિમાં પણ જીવ છે તો તેનો આહાર કેમ થાય?- જીવ છે એ વાત સાચી પણ પ્રાણી અને વનસ્પતિમાં એક તફાવત છે કે વનસ્પતિને જ્યારે આપણે કાપવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે પ્રતિકાર, કોધ કે નાસી જવાનો પ્રયત્ન કરતી નથી, જ્યારે પ્રાણીને મારવા જઈએ ત્યારે દર્દ અનુભવે છે, પ્રતિક્રિયા કરે છે. આથી તેમનો આહાર કરવામાં નિશ્ચિત હિંસા સમાયેલી છે.
આવી જ એક ભ્રાંતિ નિર્જીવ કે વેજિટેરિયન મનાતાં ઈંડાંના આહારમાં રહેલી છે, જે કહેવાતા સુધરેલા લોકોમાં ખૂબ જ પ્રચલિત છે.
આ ઉપરાંત આજની અદશ્ય હિંસામાં ખૂબ જ ચર્ચા પામેલી ખાદ્ય વસ્તુ છે “ચીઝ.” “ચીઝમાંથી અવનવી વાનગી બનાવી તહેવાર સુધારાય છે; પણ તેને મેળવવા માટે નિર્દોષ, નવજાત વાછરડાંનાં જીવન બગાડાય છે! હાલમાં માઈક્રો-બોઈલ રેનેટ નીકળ્યું છે જે વનસ્પતિમાંથી બને છે પણ તે ખૂબ પ્રચલિત નથી જયારે હિંસા દ્વારા બનાવાયેલી ચીઝનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. સૌદર્યપ્રસાધનનાં સાધનો માટે થતી હિંસા ખોરાક ઉપરાંત આપણી મોટા ભાગની ફૅશનની સામગ્રી-સૌંદર્યપ્રસાધન પણ આવી સ્વચ્છ ધોળી હિંસાથી રંગાયેલી છે. અલબત્ત તેમાં લોહીનો રંગ અદ૨ય છે. તેમાંથી થોડાંક પ્રસાધનો જેવાં કે શેમ્પ, આફ્ટરશેવ લોશન, સેન્ટ વિશે જોઈએ.
૧. રોજિંદા જીવનના વપરાશમાં લેવાતું શેમ્પતેની યોગ્યતા તપાસવા માટે સાણસામાં જકડી, ચીપિયાથી આંખો ખોલી, શેમ્પનાં ટીપાંની બળતરાથી ચીસાચીસ કરી, અંધ બનતાં અનેક સસલાને ભોગે માનવ ઉપયોગ માટે પ્રમાણિત અને યોગ્ય બનાવાય છે. શેમ્પના વાપરનાર આ હિંસામાં અદશ્ય રીતે ભાગીદાર ખરા કે નહીં?
૨. આફ્ટર શેવ લોશન-ગીનીપીગ જેવાં નાનકડાં પ્રાણીઓની ચામડી છોલી, તે પર આફટર શેવ લોશનનો પ્રયોગ કરી પ્રમાણિત કરાવી બજારમાં
Page #346
--------------------------------------------------------------------------
________________
(૩૨૭)
મુકાય. તેનો ઉપયોગ કરનાર આ હિંસામાં ભાગીદાર ખરાને?
૩. સેન્ટ-સ્લેન્ડર લોરિસ' નામનાં, કદમાં નાનાં છતાં આકર્ષક વાંદરાની આંખ અને હૃદય વાટીને બનાવાતાં સૌંદર્યપ્રસાધન; અને બિજુ નામના પ્રાણીને જીવતાં લાકડીથી મારી મારીને તથા તેને અન્ય ક્રૂર રીતે ઉત્તેજિત કરી, તેના શરીરમાંથી નીકળતા તૈલી પદાર્થ જે સેન્ટ તરીકે વપરાય છે તેનો ઉપયોગ કરનારના શરીરમાંથી સેન્ટની સુગંધને બદલે એ મૂક પ્રાણીની દર્દનાક ચીસ નથી સાંભળવા મળતી શું? અને તેનો ઉપયોગ કરનાર આ હિંસાના અદશ્ય ભાગીદાર ખરા કે નહીં?
શણગારનાં સાધનો માટે થતી હિંસા
સૌંદર્યપ્રસાધનમાં જ નહીં પરંતુ આપણે શણગાર-પછી તે દેહનો હોય કે ઘરનો તેમાં પણ અદશ્ય રીતે હિંસાના કેવા ભાગીદાર બનીએ છીએ ?
ઘરને સુશોભિત કરવા વપરાતાં હાથીદાંતનાં રમકડાં કે કલાત્મક કળાકૃતિઓ માટે થતી બેસુમાર હાથીની હત્યા, પર્સ બનાવવા થતી સાપ અને મગરની હિંસા અને કોટ બનાવવા ચર્મ માટે થતી સીલ માછલી અને રીંછની હિંસા તેમ જ કસ્તૂરી માટે થતી કસ્તૂરી મૃગની હિંસા-આ બધી ચીજોનો ઉપયોગ કરનાર હિંસાના ભાગીદાર ખરા ને? આ અદશ્ય હિંસાની ભાગીદારીમાંથી આપણે છટકી શકીએ તેમ નથી.
પૂજાની સામગ્રી માટે થતી હિંસા
પૂજામાં વપરાતું શુદ્ધ રેશમી અબોટિયું અનેક કીડાઓની હત્યા સાથે સંકળાયેલું છે તો પંચામૃતમાં વપરાતું મધ જે પવિત્ર ગણાય છે તે મધમાખીની ઊલટી જ છે. તથા માખીઓએ પોતાના નિભાવ માટે સંગૃહીત કરેલું મધ ખૂંચવી લેવું તે પણ હિંસા છે તો પછી તેનો ઉપયોગ કરનાર એ હિંસાના અદશ્ય ભાગીદાર ખરા ને?
યંત્રોની વપરાશમાં હિંસા
મિસાઈલનાં યંત્રોમા તેલની જરૂર પડે છે ત્યારે વ્હેલ માછલીની નિર્દય હત્યા થાય છે. હારપૂન ગ્રેનેડથી તેનો શિકાર થાય છે. તો આ યંત્રો આપણે વાપરીએ એટલે આમાં પણ આપણે અદૃશ્ય ભાગીદાર ખરા ને? ગાંધીજીના અહિંસા વિશેના વિચારો જોઈએ:
Page #347
--------------------------------------------------------------------------
________________
(૩૨૮) ૦. “અહિંસાનો ધર્મ કેવળ ઋષિઓ અને સંતો માટે નથી. એ સામાન્ય
માનવીઓ માટે પણ છે. હિંસા એ જેમ પશુઓનો કાયદો છે તેમ અહિંસા એ માનવજાતનો કાયદો છે.” ૦ “દાનની જેમ અહિંસાની પણ ઘરમાંથી જ શરૂઆત થવી જોઈએ.”
૦ “આચારની અહિંસા સાથે જ વિચારની અહિંસા ન હોય તો તે લાંબો વખત ટકી શકે નહીં.”
૦ “હિંસા ઉપર કશું ચિરકાલીન રચી શકાય નહીં.”
૦ “હિંસા કાયદેસરની નથી તેમ છતાં જો આત્મરક્ષણ માટે કે અરક્ષિતના રક્ષણ માટે આચરાતી હોય તો એ કાયર શરણગતિ કરતાં ઘણું ઉત્તમ વીરતાનું કાર્ય છે.”
૦ “આખી જાતિ નપુંસક બની જાય એ કરતાં હું હિંસાનું જોખમ ખેડવાનું હજાર વાર પસંદ કરું”
૦. “હું અલબત્ત માનું છું કે જ્યાં કાયરતા અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યાં હું હિંસાની જ સલાહ આપું.” ૧ ૦ “હું માનું છું કે હિંસા કરતાંય અહિંસા અનંતગણી ચડિયાતી છે. સજા કરતાં ક્ષમા વધારે પૌરુષપૂર્ણ છે. ક્ષમા વીરનું ભૂષણ છે. પણ જયારે સજા કરવાની શક્તિ હોય ત્યારે જ સજા ન કરવી એ સમા છે. નિરાધાર પ્રાણી કે કાયર મનુષ્ય પાસેથી આવતી ક્ષમાનો કોઈ અર્થ નથી.”
ચમના એક અંગ તરીકે આપણે અહિંસા પર વિચાર કર્યો હતો. હવે યમના બીજા અંગ ઉપર વિચાર કરવાનો પ્રારંભ કરીએ. २. सत्य
અહિંસા અને સત્ય વિખૂટાં ન પાડી શકાય તેવાં એકબીજા સાથે ઓતપ્રોત થયેલાં અંગો છે.
સત્યનું સાચું સ્વરૂપ અસત્યની નિવૃત્તિ અર્થે જ સમજાવવામાં આવે છે. યોગશાસ્ત્રમાં તેની ઝીણવટપૂર્ણ મીમાંસા કે ચર્ચા છે.
આપણે જે વસ્તુને જેવી રીતે જોઈ હોય, અનુમાન કરી હોય અથવા શ્રવણ કરી હોય તે જ પ્રકારે તે વસ્તુને કહેવી એ સત્ય છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
જે વાત ખોટી હોય અને વક્તા તેને સાચી માનતો હોય અને પોતાની માન્યતા મુજબ સાચા રૂપે પ્રગટ કરતો હોય તો તેને પોતાના અજ્ઞાનનિમિત્તક પાપ લાગે છે. કારણ કે વક્તાની વાણી,યથાર્થ રીતે અસત્યની નિવૃત્તિ રૂપ નથી.
વકતા એક માહિતી એક રૂપે જાણતો હોય પણ જયારે તેને પ્રશ્ન પુછાય ત્યારે વિપરીત અર્થનો સામાને બોધ કરાવવા જે વાણીનો ઉપયોગ કરે છે તે વાણી કે શબ્દો તદ્દન અસત્ય ન હોય છતાં પણ તેને સત્ય કહેવાય નહીં કારણ કે ત્યાં સત્ય માહિતી છુપાવી અન્ય અર્થ ઘટાવવા, વાણીનો પ્રયોગ થયેલો છે. દા.ત., આપણે ઘેર આત્મારામ અતિથિ તરીકે આવેલા છે અને તેઓ રસોડામાં બેઠા બેઠા ભોજન કરે છે. ઘરના બીજા ડ્રૉઈંગરૂમમાં ટેલિફોનની ઘંટડી વાગે છે. આપણે ટેલિફોન લઈએ અને જો સામેથી પ્રશ્ન પુછાય કે “આત્મારામભાઈ છે?'' આ પ્રશ્નના ઉત્તરમાં જો આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ કે સાચી માહિતી આપવી નથી અને અસત્ય પણ બોલવું નથી તો આપણું વ્યવહાર-પારંગત મન આપણને પ્રેરણા આપે છે અને આપણે તરત જ જવાબ આપીએ છીએ કે “આત્મારામભાઈ અહીં નથી.’' ખરોખર તો જે રૂમમાંથી આપણે ટેલિફોન કરીએ છીએ ત્યાંથી આત્મારામભાઈ સીધા જ દેખાય છે. છતાં આપણે સંદર્ભ બદલીને કહ્યું, ‘આત્મારામભાઈ અહીં નથી'' અર્થાત્ ડ્રૉઈંગરૂમમાં નથી. આપણી ‘સામે નથી’ તે શબ્દો કે વાણી ખોટી નથી. પણ પ્રશ્ન પૂછનારનો સંદર્ભ છે કે આત્મારામ ઘરમાં છે કે નહીં; આપણે આગળ વાત કરતાં ફોનમાં કહીએ છીએ કે “કોઈ સંદેશો હોય તો આપી દો...આત્મારામભાઈને આપી દઈશું'' અને આપણે સંદેશો લઈ લઈએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ કે આપણે અસત્ય બોલ્યા નથી. આમ છતાં આપણે જે ઉત્તર આપ્યો કે “આત્મારામભાઈ અહીં નથી'' તે આપણા યથાર્થ જ્ઞાનથી વિપરીત અર્થ સામાને પહોંચાડવા માટે હતો. તેવા કથનથી અસત્યની નિવૃત્તિ થતી નથી. આમ, જો આપણું કથન અસત્યની નિવૃત્તિરૂપ સત્ય ન હોય તો સાચું દેખાતું કથન પણ સત્ય કદી નથી.
આપણું કથન ‘આત્મારામ અહીં નથી' તે, જો જાણીજોઈને સામી વ્યક્તિ ન સમજ શકે તેમ બોલાયું હોય તો પણ સત્ય નથી. પોતાને આત્મારામ
Page #349
--------------------------------------------------------------------------
________________
(૩૩૦) વિશે જે જ્ઞાન છે, તે જ નહીં પણ તેના જેવું જ્ઞાન આપવા પ્રયોજાયેલું હોય તોપણ કથન સત્યથી વેગળું છે. કારણ કે તેથી જે અસત્ય ઉચ્ચારણ થાય છે તેની નિવૃત્તિ નથી.
આ પ્રસંગે મહાભારતનું ખૂબ જ પ્રચલિત ઉદાહરણ લઈ શકાય. દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વત્થામા હતું અને એક હાથીનું નામ પણ અશ્વત્થામા હતું. જયારે અશ્વત્થામા હાથીનું મૃત્યુ થયું ત્યારે દ્રોણાચાર્ય સમજ્યા કે પોતાના પુત્રનું મૃત્યુ થયું. તેમણે પોતાના સંશયના નિવારણ માટે અને સત્ય જાણવા માટે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછયો: “હે આયુષ્યમા! અશ્વત્થામા હણાયો?” ત્યારે યુધિષ્ઠિર જાણતા હતા કે અશ્વત્થામા હાથી હણાયો છે. છતાં તેમણે જવાબ આપ્યો: “અશ્વત્થામા હણાયો.” હવે યુધિષ્ઠિરના આ ઉત્તરથી દ્રોણાચાર્યને યુધિષ્ઠિરના જેવું જ્ઞાન થયું નહીં. કારણ કે દ્રોણાચાર્ય પોતાના પુત્રના સંદર્ભમાં પ્રશ્ન પૂછતા હતા જયારે ઉત્તર હાથીના સંદર્ભમાં હતો. આમ દ્રોણાચાર્યને હાથીના મૃત્યુનો બોધ થાય તેવો ઉત્તર ન હતો અને તેમને તેવો બોધ તો ન થયો પણ પોતાના પુત્રનું મૃત્યુ થયું છે તેવું જ્ઞાન થયું.
અહીં યુધિષ્ઠિરનું વાક્ય “અશ્વત્થામા હણાયો” સાચું જ હતું. અશ્વત્થામાં નામના હાથીનું મરણ થયું તે હકીકત છે. છતાં બોલાયેલા વાક્ય કે ઉત્તરનો ઉપયોગ જાણીજોઈને દ્રોણાચાર્યના પુત્રનું મૃત્યુ થયું છે તે સમજાવવા માટે હતો. તેથી યુધિષ્ઠિરનો ઉત્તર અસત્ય ગણાયો અને ગણાય છે. કારણ કે દ્રોણાચાર્યને પોતાના ઉત્તરથી પોતે જે જાણે છે તે ઘટનાનું જ્ઞાન નહીં થઈ શકે તેમ જાણવા છતાં, ઉત્તરમાં પોતાના જ્ઞાન જેવી ભાષા ન વાપરવી કે નિમ્પ્રયોજન બોલવું તે કોઈ પણ પ્રયોજનને સિદ્ધ કરતું નથી. માટે અસત્ય રૂપ જ છે.
આપણે નિષ્ઠાપૂર્વક સત્ય બોલવાનો આગ્રહ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. અને તેવા પ્રયત્નમાં અસત્યનો ત્યાગ કરીને સત્ય બોલવું.તે જ સત્ય કહેવાય છે. આમ સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરી સત્ય આચરવું જોઈએ.
જે સત્ય ન બોલાય તો વાંધો નહીં, પણ અસત્ય તો ન જ બોલવું. “અસત્ય બોલવા કરતાં તો મૌન શ્રેષ્ઠ છે. અને મૌન કરતાં નિર્દોષ સત્ય ભાષાણ શ્રેષ્ઠ છે.” એ કે નિર્દોષ સત ભાયાણ કરવું કઠિન છે. પણ
Page #350
--------------------------------------------------------------------------
________________
(૩૩૧). સાવધાની સેવવાથી તેની કઠિનતા દૂર થાય છે. સત્ય ભાષણ કરવું તે મહાન તપ છે. તેથી જ કહ્યું છે કે
સત્યેન Oિા વિતતો દેવયાન: સત્ય દ્વારા દેવયાન માર્ગ ખુલ્લો થાય છે. શ્રુતિ સત્યવાદીને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, તેવું કહે છે.
સત્યના આચરણ માટે નીચેના મુદ્દાઓ સતત નજર સમક્ષ રહેવા જોઈએ: (૧) નિષ્ઠયોજન ભાષણ ન કરવું, (૨) સંદિગ્ધ કે ન સમજાય તેમ ન બોલવું, (૩) અપેક્ષા વિનાનું કથન, પોતાના જેવું જ્ઞાન બીજામાં ઉત્પન્ન ન કરે તો તે સત્ય નથી, (૪) સત્ય કથન સૌને ઉપકારક હોવું જોઈએ. અને અપકારક તો કદી
ન હોવું જોઈએ. દા.ત. આપણે બૅન્કના કર્મચારી છીએ. બૅન્કનો કેશિયર લાખોની કૅશ લઈ રિઝર્વ બૅન્કમાં જતો હોય અને અચાનક કોઈ ચોર જેવા જણાતા માણસો આવીને પૂછે કે કૅશ લઈને કેશિયર મોટરમાં કયા રસ્તે અને ક્યાં ગયો? આવા પ્રશ્નના ઉત્તરમાં જે આપણે સાચી વાત કહીએ તો સમાજના, લોકોના, પૈસા જ લૂંટાય અને કૅશિયર, ડ્રાઈવર, રક્ષક વગેરેની હિંસા થવાનો પણ સંભવ રહે; ઉપરાંત બેંકના જો આપણે નિષ્ઠાવાન કર્મચારી હોઈએ તો બેંકને વફાદાર ન રહ્યા તેવો ભાવ પણ આપણામાં જાગે; તદ્ઘપરાંત “સર્વભૂતોના હિતરૂપ સત્ય બોલવું જોઈએ તેવો સિદ્ધાંત પણ ન સચવાય. તેથી આપણે ચોરને નિશ્ચિત માર્ગ ન બતાવીએ પણ અન્ય કોઈ માર્ગ પર મોટર અને કેશિયર ગયા છે તેમ ઉત્તર આપીએ તો તે ઉત્તર સત્ય નથી છતાં ‘સર્વભૂતોના હિતમાં જરૂરી છે.” આવો ઉત્તર સત્યાભાસરૂપ
છે, વાસ્તવિક સત્ય નથી, (૫) શ્રોતાને ઉગ થાય એવું વચન બોલવું તે પણ સત્યરૂપ નથી. શ્રોતાને પ્રિય લાગે તેવી રીતે સત્ય બોલવું (૬) ઉચ્ચારેલી વક્તાની વાણી વિપરીત અર્થનો બોધ કરનારી, ભ્રાંતિયુકત, અજ્ઞાનયુક્ત કે અપ્રસિદ્ધ શબ્દોયુક્ત ન હોવી જોઈએ. જે તેવી હોય તો
Page #351
--------------------------------------------------------------------------
________________
(૩૩૨) તે વાણી સત્યરૂપ નથી. યોગશાસ્ત્રનું સૂચન છે કે જ્ઞાનના સાધકે ઉપરનાં છ વિધાનો ધ્યાનમાં રાખીને જ વાણીનો પ્રયોગ કરવો. અને જો તેમ ન થાય તો મૌન રાખવું. પણ અસત્ય તો ન જ બોલવું. મૌનવ્રત પણ અસત્યની નિવૃત્તિ રૂપ જ છે. તેથી તેને સત્ય ગણવામાં આવે છે.
હવે શંકા એવી જાગે છે કે ઉપરના છ મુદ્દા ધ્યાનમાં રાખીને સત્યનું પાલન કરવું અતિશય કઠિન છે અને મૌન રાખીને વ્યવહાર ચલાવવો પણ અત્યંત કઠિન છે. તો કરવું શું?
વ્યવહારમાં આજે અસત્ય જ બધે ફરતું હતું અને ઊંચે ચડતું દેખાય છે. કોઈ પણ વ્યાપારીને આવા શાસ્ત્રના કે સત્યના નિયમો ગળે ઉતરાવવા જઈએ તો તે આપણને જ ગળે ઉતારી જાય. તમે વ્યાપારીને પૂછો કે “સાચું કહો, તમને માલ શું ભાવે મળે છે?” તે તરત જ કહેશે કે “સાહેબ, તમારાથી છાનું કંઈ નથી, તમે ફિકર ન કરશો, તમારી સાથે છેતરપિંડી ન થાય; તમને તો વાજબી ભાવે જ આપીશું...” આવી વાતોમાં તમે પણ તમારો મૂળ સવાલ ભૂલી જાઓ છો અને વ્યાપારી તમને તમારા પ્રશ્નના અનુસંધાનમાં ઉત્તર આપવાનું ટાળે છે. અને હંમેશાં વાજબી ભાવ લે છે!
મોટા ભાગે કોઈને તમે તેની ઉંમર કે આવક પૂછો તો તેઓ સાચો જવાબ આપતા નથી. તેનો વાંધો નહીં. પણ ખોટો ઉત્તર પણ સાચો ગણાતો નથી. તે કરતાં મૌન સારું છે. સભ્યસમાજના વ્યવહાર માટે એવું કહેવાય છે કે કોઈને તેની ઉંમર કે આવક પૂછવી બરોબર નથી. અને તેમાં પણ અપરિણીત યુવતીને પૂછવું તે તો ખોટું જ ગણાય. છતાં આ સભ્ય જેવો દેખાવ કરતા સમાજે એવું કદી વિચાર્યું નથી કે “અસત્ય ભાષણ” સભ્યસમાજમાં કેવું દેખાય છે? નેતાઓને તો ચૂંટણીપ્રચાર સમયે વાયદાઓ, વચનો આપવાનો અને તેનું પાલન નહીં કરવાનો સમાજે હજારો આપ્યો હોય તેમ જણાય છે. આમ રાજકારણ, વ્યાપાર, શિક્ષણ કે વ્યવહાર અસત્ય વિના ચાલી શકે જ નહીં તેવી વિચારસરણી નૂતન સમાજના પાયામાં ઘર કરી ગઈ છે.
ખેર, જે હોય તે! આપણી શંકાના સંદર્ભમાં એટલું જ યાદ રાખવાનું
Page #352
--------------------------------------------------------------------------
________________
(૩૩૩) કે જો એમ લાગે કે સત્યનું આચરણ કઠિન છે અને મૌન દ્વારા વ્યવહાર ચલાવી શકાય તેમ નથી તો સૌ સૌએ પોતાનું ધ્યેય યાદ રાખવું. વિશેષ કરીને યોગના સાધકનો આશય યોગસિદ્ધિ છે. મુમુક્ષુનો ઉદ્દેશ્ય મુક્તિ છે. વ્યવહાર નભાવવો અને ચલાવવો એ સાધક કે મુમુક્ષુનો આશય નથી. તેથી સાધકે તો સત્ય ન બોલી શકાય ત્યાં મૌન ધારણ કરવું, પણ અસત્ય ન બોલવું. આ જ સંદેશ છે યોગશાસ્ત્રનો સત્યના સંદર્ભમાં. સત્ય એ બ્રહ્માનુભવનું પ્રથમ પગથિયું છે. જો આપણે બીજા પાસે સત્ય ભાષણની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે પણ સત્ય બોલવું જોઈએ. અસત્ય ભાષણ દ્વારા આપણે આપણો જ અનાદર કરીએ છીએ, આપણી જાત ઉપર જ આપણે નફરત અને ધૃણા પેદા કરીએ છીએ તે આપણને સરળતાથી સમજાતું નથી. સત્ય ભાષણમાં માત્ર નીડરતા નથી. નીડર તો ગુંડો અને ઘાતકી પણ હોઈ શકે. સત્યવાદીમાં તો અભય છે. સત્ય બોલવાથી પોતે તોડરતો નથી પણ તેના સત્ય કથનથી તે બીજામાં ભય પણ પેદા કરતો નથી. આવું અભયપ્રેરિત સત્યાચરણ આત્મજ્ઞાન વિના શકય નથી. આમ સત્ય અને અહિંસા આત્મજ્ઞાનની નીપજ છે. આત્મજ્ઞાન સાધ્ય છે. સત્ય અને અહિંસા પૂજારી છે તો આત્મજ્ઞાન પૂજય છે તેમ કહેવામાં પણ વાંધો નથી. પણ અહીં પૂજારી અને પૂજયમાં ભેદ છે તેમ કહી શકાય નહીં. કારણ કે સાચો અહિંસક અને સત્યવાદી આત્મજ્ઞાનથી વંચિત હોતો નથી. અને આત્મજ્ઞાનીને સત્ય અને અહિંસાનો અભ્યાસ કરવો પડતો નથી, અદશ્ય આત્મજ્ઞાનની દશ્ય બાજુ એ જ સત્ય અને અહિંસા છે. 3. अस्तेय
અસ્તેય એ યમનું ત્રીજું અંગ છે. તેય અર્થાત્ ચોરી કરવી અને અસ્તેય એટલે ચોરીનો અભાવ. યોગશાસ્ત્ર મુજબ સ્તેય એટલે કોઈ પણ વ્યક્તિની માલિકી કે મમત્વવાળી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું, માલિકની જાણ વિના, છૂપી રીતે, બળાત્કારથી, છળકપટથી, તેની આજ્ઞા કે ઈચ્છા વિના હરણ કરવું તે તેમ=ચોરી કહેવાય છે અને તેનાથી અસ્પૃહ રહેવું તે અસ્તેય કહેવાય છે. યાજ્ઞવલ્કયસંહિતામાં અસ્તેયનું સ્વરૂપ નીચે મુજબ વર્ણવ્યું છે:
कर्मणा मनसा वाचा परद्रव्येषु निःस्पृहाः। अस्तेयमिति संप्रोक्तमृषिभिस्तत्त्वदर्शिभिः॥
Page #353
--------------------------------------------------------------------------
________________
(૩૩૪)
કર્મ, મન, તથા વાણી વડે અન્યના દ્રવ્યમાં અસ્પૃહ થઈ રહેવું તેને જ તત્ત્વદર્શી ઋષિઓએ અસ્તેય ગણ્યું છે.
આથી સ્પષ્ટ સમજવું કે કોઈનો વિચાર પણ આપણો બને તેવી ભાવના અને તેનું આચરણ એ ચોરી જ છે=સ્તેય છે. તેથી સુઢ, અસ્પૃહા રાખી, શાસ્ત્ર નિષિદ્ધ કરેલી રીતે, કોઈનું કંઈ પણ ગ્રહણ ન કરવું. ४. ब्रह्मचर्य
બ્રહ્મચર્ય એ યમનું ચોથું અંગ છે. તેનો અર્થ વિશેષ કરીને ઇન્દ્રિયોના સંયમની સાથે ઉપસ્થેન્દ્રિયના નિગ્રહની સાથે સંકળાયેલ છે. ‘બ્રહ્મચર્ય' શબ્દ જાતીય વૃત્તિ અને જાતીય સંબંધોના સંદર્ભમાં અને તેના નિગ્રહ નિમિત્તે ઘણી જ્ગ્યાએ વપરાય છે. દક્ષસંહિતામાં બ્રહ્મચર્યના આઠ પ્રકારો જણાવી તેનું રક્ષણ કરવાનું સૂચન છે.
"ब्रह्मचर्य सदा रक्षेदष्टधा लक्षणं पृथक् । स्मरणं कीर्तनं केलिः प्रक्षणं गुह्यभाषणम् ॥ संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च ।
तमैथुनमष्टाङ्गं प्रवदन्ति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्तव्यं कदाचन । एतैः सर्वैर्विनिर्मुक्तो यतिर्भवति नेतरः ॥”
“પૃથક્ લક્ષણવાળા, આઠ પ્રકારના બ્રહ્મચર્યનું યોગી સર્વદા રક્ષણ કરે. રાગપૂર્વક સ્ત્રીનું સ્મરણ કરવું, રાગપૂર્વક તેની શ્રેષ્ઠતાનું કથન કરવું, તેની સાથે ક્રીડા કરવી, તેને રાગપૂર્વક જેવી, તેની સાથે ગુપ્ત વાર્તા કરવી, તેની સાથે ભોગ કરવાનો સંકલ્પ કરવો, તેની સાથે સંભોગ કરવો કે સંભોગ કરવાનો નિશ્ચય કરવો આ આઠ પ્રકારનું મૈથુન છે, એમ બુદ્ધિમાનો કહે છે. માટે યોગીએ કદી મૈથુનનું ચિંતવન ન કરવું, તે સંબંધી ન બોલવું, શરીર વડે પણ તેનું સંપાદન ન કરવું, તે સર્વથી અત્યંત મોળો થાય તે જ યોગી છે, અન્ય નહીં.”
‘બ્રહ્મચર્ય’ માટેનો અર્થ જ્ઞાનીઓ દ્વારા જુદા દૃષ્ટિકોણથી પણ થયો છે. શાની માને છે કે જ્યાં શરીર જ પોતે નથી, તો પછી ઇન્દ્રિયો કે તેના ભોગમાં તે કઈ રીતે આસક્ત હોય ? શરીરભાવમાં જ-દેહાભિમાનમાં જ-વીર્યસંયમ કે ઈન્દ્રિયસંયમ સાથે સંકળાયેલા બ્રહ્મચર્યનાં અર્થો છે. આત્મજ્ઞાની,
Page #354
--------------------------------------------------------------------------
________________
(૩૩૫)
તત્ત્વદર્શીની દૃષ્ટિમાં તો બ્રહ્મમાં સદાસર્વદા રમણ કરે તે બ્રહ્મચારી-તેવા અર્થો છે. ગીતામાં એવું કહ્યું છે કે જ્ઞાની એવું માને છે કે ઇન્દ્રિયો જ ઈન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ સમજીને પોતે કાંઈ જ કરતો નથી.
"इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ॥
જ્ઞાનીની દૃષ્ટિ જ કંઈક વિલક્ષણ છે, તેનો નિષ્કર્ષ કંઈક આવો છે. “આશા કરે જો ભોગકી; સો ભોગમેં હંસ જાત હેઃ જો દ્વેષ કરતા ભોગસે; સો ભી ન છુટ્ટી પાય હૈ॥ આશા, નિરાશાસે છૂટા, સો યોગ સમ્યક્ કર ચૂકા લ જ્ઞાનકા ભી પી ચૂકા; સબ કર ચૂકા; સબ ધર ચૂકા ॥ “નહિ રાગ કરતા ભોગમેં; નહિ દ્વેષ કરતા ભોગસે।
નહિ પાસ જાતા યોગ કે; નહિ દૂર રહતા યોગસે ॥
નહિ ઇન્દ્રિયાં હોતી વિકલ; નહિ રક્ત હૈ ન વિરક્ત હૈ।
હૈ તુમ અપને આપમેં; સો પ્રાશ જીવનમુક્ત હૈ!”
શ્રી રંગ અવધૂત પોતે બ્રહ્મચારી હતા અને તેમણે હું કેમ બ્રહ્મચારી
છું, કેવો છું બ્રહ્મચારી હું......તે જણાવતાં લખ્યું છે...
“ના મૈં નાહતા, ના મૈં ધોતા, સ્વૈર મોમેં ફિરતા કાલી કંબલ, ભગવી ચાદર; ઝોલી શ્વેત ટિંગાતા પંથ ભેખકી બાત ન જાનું-નિજાનંદમેં રહતા..... નિત નિત નૂતન ભોગ ભોગ કે બ્રહ્મચારી કહેલાતા નારી-નરકે વસ્ત્ર ખીંચકર દિવ્ય તનુ દિખલાતા ઈશ્ક હકીકી પીંક પ્યારે ઘોર અઘોરી બનતા આખર જીવ શિવકો પીંક નિરાલંબમેં સોતા.”
આમ, તત્ત્વની દૃષ્ટિએ નિત્ય નિરંતર આત્મસ્મરણમાં જ મગ્ન રહેનારો બ્રહ્મચારી છે. અને તત્ત્વાર્થ આત્મસાત્ થાય તો; દેહાભિમાન અને તેની ક્રિયાઓ થાય છતાં ન થાય; થાય છતાં ફળ ન આપે, આમ જ્ઞાનમાં નથી કોઈ સંયમ, નથી કોઈ નિગ્રહ. છતાં વ્યક્તિ બ્રહ્મચારી છે. બ્રહ્મચારીએ આશ્રમમાં નથી; આશ્રમ તેનામાં નથી, બ્રહ્મચર્ય કોઈ ઉપાધિ નથી, કોઈ
Page #355
--------------------------------------------------------------------------
________________
(૩૩૬)
ક્રિયા નથી, નિગ્રહ, નિરોધ કે સંયમ નથી. તે સ્થિતિ છે સ્વરૂપની; રમણ છે સર્વવ્યાપ્તમાં, સર્વસ્થળે, સર્વ સમયે, સભાન અવસ્થામાં...
સૌની સાથે... છતાં એકાન્તમાં.
૫. અપરિપ્રદ
અપરિગ્રહ એ યમનું પાંચમું અંગ છે.
પરિગ્રહ:
(૧) ભોગસાધનનો મમ ભાવ કે મમત્વ બુદ્ધિથી સ્વીકાર કરવો પરિગ્રહ કહેવાય છે,
(૨) જીવનજરૂરિયાતની વસ્તુ કરતાં વધુ એકત્ર થયેલાં ભોગવિલાસનાં સાધનો કે ધન તે પરિગ્રહ છે,
(૩) જીવનનિર્વાહથી અતિરિક્ત સંગ્રહ ભલે શાસ્ત્રવિધિ મુજબ થયો હોય છતાં તે અપરિગ્રહ નથી-બલકે પરિગ્રહ જ છે.
અપરિગ્રહ
જીવનયાત્રા પૂર્ણ કરવા માટે તેના નિર્વાહથી વધુ ભોગસાધનો, શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રાપ્ત થાય છતાં તેનો અસ્વીકાર કરવો કે અનંગીકાર કરવો તે અપરિગ્રહ કહેવાય છે.
ભોગસાધન, ધન, વૈભવનો મમ ભાવથી સ્વીકાર ન કરવો તે અપરિગ્રહ કહેવાય છે.
વિષયમાત્રનો અશક્તિથી સ્વીકાર ન કરવો તે અપરિગ્રહ નથી. ડૉક્ટરે જણાવ્યું હોય કે ખાંડ ન ખાવી કારણ કે મધુપ્રમેહનો રોગ છે અને તેવા કારણથી મીઠાઈ ન લેવી, તે અપરિગ્રહ નથી. શરીર તમામ ભોગ ભોગવી શકે તેવું સ્વસ્થ હોય, લોકો ધન અને વૈભવ-ભોગનાં સાધન આપે છતાં ન લેવામાં જ અપરિગ્રહ છે. દંભ ખાતર કે બીજાને બતાવવા ખાતર ન લેવું કે ન સ્વીકારવું તે પણ અપરિગ્રહ નથી. સંગ્રહ કે એકત્ર કરવાથી નિંદાનો ભય હોય અને ન સ્વીકારવું તે અપરિગ્રહ નથી. પણ જેનામાં નથી દંભ કે નથી નિંદાનો ભય; નથી સ્વીકારવામાં અશક્ત કે નથી રોગગ્રસ્ત કે નથી સમાજથી તિરસ્કૃત; સૌ આપે છતાં જરૂરિયાતથી વધુ ન લે તે જ સાચો અપરિગ્રહી છે. કારણ કે તેને પરિગ્રહ કે સંગ્રહમાં દોષદર્શન થાય છે. પરિગ્રહમાં કેટલાક દોષો પણ છે. જેવા કે
Page #356
--------------------------------------------------------------------------
________________
(૩૩૭) (૧)અર્જનદોષ:
જે વસ્તુની વિષયની પ્રાપ્તિ માટે અયોગ્ય પ્રવૃત્તિ કરવી પડે; લાંચરુશવત કે છેતરપિંડી કરવી પડે, બીજાને અને જાતને અર્થાત્ સ્વયંને તેમ જ સમાજને છેતરવો પડે, અસત્ય ભાષણ અને આચરણ કરવું પડે, નૈતિક અને રાજકીય કાયદા તોડવા પડે અને ત્યાર બાદ જ જે ધન કે ભોગ્યપદાર્થો મળે તો તે મેળવવામાં જે દોષ થાય છે તેને અર્જનદોષ કહે છે. (૨)રાણદોષ;
ભલે શાસ્ત્રોક્ત રીતે ધન કે ભોગ મળતાં હોય કે પછી અનાયાસે મળ્યાં હોય પણ તેના રક્ષણની સતત ચિંતા રહે તો તે સ્વીકારેલ વિષય કે વસ્તુમાં રહેલો રક્ષાગદોષ કહેવાય છે. રાત્રે ઊંઘ ન આવે કારણ કે પ્રાપ્ત કરેલી વસ્તુનો નાશ થવાની ચિંતા રહે. જે પોતાની ચિંતા પ્રભુને ન સોંપે, તેને પ્રભુ ભોગ પણ આપે છે. અજાણતાં જ આપણે ભોગ માગી ચિતા જેવી ચિંતા આવકારીએ છીએ. (૩)મયદોલ:
પ્રાપ્ત કરેલી વસ્તુમાં તેના વિનાશને ભય છે, અને વિનાશ થાય તો દર્દ કે ક્લેશનો ભય છે. અને એક વસ્તુ તો સત્ય જ છે કે સમય અને દેશમાં મનુષ્ય પ્રયત્ન દ્વારા જે આજે મળ્યું...તે કાલે જવાનું જ છે. જેની ઉત્પત્તિ થઈ તેનો નાશ થયા વિના રહેવાનો નથી. આમ સંગ્રહ કે પરિગ્રહમાં સદોષ રહેલો છે. (૪) સંગદોષ:
જેમ જેમ પ્રાપ્ત કે ભેગી કરેલી વસ્તુનો ભોગ કરીએ તેમ તેમ ઈન્દ્રિયો ક્ષીણ થતી જાય છે. અને જેનો ભોગ થાય તેના તરફ રાગ વધતો જાય છે. આમ, મન વિષયાસક્ત બને છે, ચંચળ બને છે અને ઇન્દ્રિયોનું તેજ હણાઈ જાય છે. આને સંગદોષ કહે છે. (૫) હિંસાદો:
કોઈ પણ વિષય કે વસ્તુને એક્ત કરી, પરિગ્રહ કરી તેનો ભોગ ભોગવવામાં જાણે-અજાણે હિંસા થતી જ હોય છે. સૂક્ષ્મ અને શુદ્ર જંતુઓની હિંસા વિના ભોગ શક્ય જ નથી. આને હિંસાદોષ કહે છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
(૩૩૮) આવા દોષનું દર્શન થવાથી જ્ઞાની, યોગી કે ચિંતક પરિગ્રહથી મુકત થઈ અપરિગ્રહી રહેવા માટે સંકલ્પબદ્ધ બને છે.
શ્રી કણાદ મુનિ કણ કણ વીણીને પોતાનું ગુજરાન ચલાવતા તેથી તેમનું નામ કણાદ મુનિ પડયું તેવું સાંભળવામાં આવ્યું છે. કણાદ મુનિનો એવો નિયમ હતો કે તેઓ કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નહોતા. ખેતરોમાંથી અનાજ લઈ જતાં, અનાજ સાફ કરતાં. જે કંઈ દાણા વેરાયેલા હોય, તેવા કણ કણને તેઓ એકત્ર કરતા અને જીવનનિર્વાહ ચલાવતા હતા. એક દિવસ તે રાજ્યના રાજને કાને વાત પહોંચી કે પોતાના રાજ્યમાં કોઈ તપસ્વી અને જ્ઞાની સંત બિરાજે છે અને તેઓ કણ કણ એકત્ર કરી ગુજરાન ચલાવે છે. રાજા મોટા રસાલા સાથે ત્યાં આવી પહોંચ્યા. સાથે અનેક રથ હતા જેમાં ખાદ્યસામગ્રી, કવ્ય, ફળ, ફૂલ વગેરે હતાં. રાજાએ કણાદ મુનિને પ્રણામ કરીને સાથે લાવેલ સામગ્રી સ્વીકારવા કહ્યું. રાજાની પ્રાર્થનાનો જવાબ આપતાં મુનિ કણાદે કહ્યું કે “રાજા, આ બધું સાચવવાની ચિંતા અને રક્ષણની જવાબદારી કરતાં તો અપરિગ્રહી રહેવામાં જ સાર છે. ઉપરાંત, સંગ્રહ, સૂક્ષ્મ અને શુદ્ર જંતુની હિંસા વિના શક્ય જ નથી, તેવું કંઈક કણાદ મુનિની વાણી અને હાવભાવમાં અવ્યક્ત દેખાતું હતું તે રાજા સમજી ન શક્યા. તેથી રાજાએ ફરી વિનંતી કરી, હે દયાળુ! કૃપા કરી મને શરમાવો નહીં, મારા રાજ્યમાં કોઈ તપસ્વી સંતને કોણ કણ વીણીને ખાવું પડે તે મારા જેવા રાજવીને શોભે તેવું નથી. હું આપની સર્વ જવાબદારી ઉપાડીશ. આપ આ સર્વ વસ્તુનો, ખાદ્યસામગ્રીનો સ્વીકાર કરીને મને સેવાની તક આપો અને મારી ભૂલ બદલ મને શરમિંદો ન કરો.”
મુનિ કણાદે કહ્યું, “રાજન, આપના રાજ્યની સરહદ ક્યાં સુધી છે તે બતાવી દે. એટલે હું તારા રાજ્યને છોડી બીજે ચાલ્યો જઈશ અને તને શરમિંદો નહીં કરું.એવું કહેવાય છે કે મુનિ કણાદ ત્યાર બાદ બીજે વિહાર કરી ગયા.
Page #358
--------------------------------------------------------------------------
________________
(૩૩૯)
નિયમ નિયમ શબ્દથી આપણે ખૂબ જ પરિચિત છીએ. નિયમ અને સંયમ વિનાનું જીવન અવ્યવસ્થિત અને ધ્યેયહીન હોય છે. લૌકિક વ્યવહારમાં “નિયમ શબ્દ જુદા જુદા સંદર્ભમાં અવનવો અર્થ આપે છે. વ્યક્તિને પોતાના જીવનમાં ઉપયોગી એવા સ્વયંરચિત નિયમો હોય છે. શાળા કે કોલેજમાં શિસ્તના નિયમ, સમાજને સભ્યતા ટકાવી રાખવા પાળવા પડતા નિયમો, રાજ્ય કે સરકારે નાગરિક ઉપર લાદેલા નિયમો, સંસ્થાને સંસ્થાગત નિયમો, ધર્મમાં પણ પાળવા પડતા નિયમો; આશ્રમના તેમ જ માનવતાના વણલખ્યા નિયમો, નીતિ અને સદાચારના નિયમોનો ભંગ થાય છતાં સજા ન થાય તેવા નિયમો તેમ જ ધર્મ, અર્થ અને કામપ્રાપ્તિના નિયમો (જેને પુરુષાર્થની પ્રાપ્તિના નિયમ કહી શકાય) જેમાં સામાન્ય રીતે એમ કહેવાયું કે અર્થ એકત્ર જરૂર કરો પણ ધર્મની રીતે ધન કમાવ અને નીતિ અને સદાચારને રસ્તે કામાયેલા ધન દ્વારા “ભોગ” અર્થાત “કામ” ભોગવવામાં વાંધો નથી. અને ધર્મની પ્રાપ્તિ માટે પણ જો સ્વચ્છ નીતિ દ્વારા અર્જિત ધન વપરાય તો જ શ્રેષ્ઠ ગણાય. અને અંતે પરમ પુરુષાર્થના સંબંધમાં પણ કોઈ નિયમ છે. “નિયમ'નો અર્થ યોગીની દષ્ટિમાં તથા યોગશાસ્ત્રમાં જુદો છે. અને જ્ઞાની કે વેદાન્તની ઈષ્ટમાં જુદો અર્થ છે. ટૂંકમાં, પોતાના કલ્યાણ માટે પણ શાસ્ત્રોમાં નિયમ છે અને આત્મસાક્ષાત્કારની દિશામાં પ્રયાણ કરવા માટે પણ નિયમ છે.
રાજનીતિશાસ, નીતિશાસ, ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર દરેક કોઈ ને કોઈ નિયમની વાત કરે છે. આપણે અહીં યોગશાસ્ત્રમાં અને યોગીની દષ્ટિમાં નિયમનો અર્થ શું છે તે અને જ્ઞાન કે વેદાન્તમાં અને જ્ઞાનીની દષ્ટિમાં નિયમ શબ્દ કયો સંકેત પહોંચાડે છે તેના ઉપર વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. યોગશાસ્ત્ર અને નિયમ
શ્રી પાતંજલયોગદર્શનમાં સાધનપાદના સૂત્ર ૩૨મા નિયમની વ્યાખ્યા નીચે મુજબ કરવામાં આવી છે:
शौचसन्तोषतप: स्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥३२॥
Page #359
--------------------------------------------------------------------------
________________
(૩૪૦)
સૂત્રાર્થ=પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન (એ) નિયમો (છે) ॥૩૨॥ ઉપરના સૂત્ર મુજબ નિયમ પાંચ છે.
હઠપ્રદીપિકામાં નિયમની સંખ્યા દસ ગણાવવામાં આવી છે, જે નીચે મુજબ છે:
अहिंसा सत्यं अस्तेयं ब्रह्मचर्य क्षमाधृतिः ।
दया आर्जवं मिताहार: शौचं च नियमा दशा: ।। १६१ ॥
પ્રથમ આપણે પાતંજલયોગસૂત્ર મુજબ પાંચ નિયમને સમજવા પ્રયત્ન કરીએ. (૧)ૌષ અર્થાત્ શુદ્ધિ અથવા પવિત્રતા એ પ્રથમ નિયમ છે. ગૌત્તશુદ્ધિના બે પ્રકાર છે. (૧)સ્થૂળ શરીરની શુદ્ધિ અને (૨) મનની શુદ્ધિ.
(૧) શરીરની શુદ્ધિના બે પ્રકાર છે: બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિ.
(અ) શરીરની બાહ્ય શુદ્ધિ કરવા માટે સ્નાન કરવું અને તે માટે જળ મૃત્તિકા માટી કે ગોમય વગેરેનો પ્રયોગ કરવો એમ કહેવાયું છે. વર્તમાન યુગમાં માટીને બદલે સાબુ વગેરે વપરાય છે. આમ છતાં પરસેવો, મેલ વગેરે દૂર કરી શરીરશુદ્ધિ કરવી આવશ્યક ગણાઈ છે. હિન્દી ભાષામાં મળત્યાગ માટે સુંદર પ્રયોગ થાય છે. અને મોટા ભાગે રેલવે સ્ટેશન પર બોર્ડ જોવા મળે છે: શોષાલય અર્થાત્ જાજરૂ અને લોકો કહે છે કે “મૈં શૌચ કે લિયે ગયા થા” અર્થાત્ પવિત્ર થવા ગયો હતો. ટૂંકમાં, શરીરની બાહ્ય શુદ્ધિ કરવી તેવો નિયમ છે.
=
શરીરની આંતર શુદ્ધિ : પવિત્ર પદાર્થોના ભોજનથી થાય છે. ગોમૂત્ર અને યાવક = જવના લોટમાંથી બનાવેલ ભોજનનો પ્રયોગ શરીરની આંતર શુદ્ધિ માટે થાય છે. તેવા ભોજનથી શરૂરીની અંદરના ઘટક, રસ, રુધિર આદિ સપ્ત ધાતુની શુદ્ધિ થાય છે, જેને શરીરનું આંતર શૌચ કહે છે. આજ પ્રમાણે શરીરના શૌચ છે શુદ્ધિ માટે નેતિ, ધૌતિ, બસ્તિ નૌલિ, ત્રાટક, કપાલભાતિ, બ્રહ્મદાતણ વગેરેનો ઉલ્લેખ પણ મળે છે.
મનનું શૌય શુદ્ધિ. જેને આંતર શુદ્ધિ કહેવાય છે. મનનો મળ જેવોકે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મદ, માન, અસૂયા વગેરેને ચિત્તના દોષ પણ કહેવાય છે. તે દોષ કે મળને મૈત્રી, ણા અને મુદિતાના અનુષ્ઠાનથી ધોઈ નાખી દોષની નિવૃત્તિ કરવી તેને આંતર શુદ્ધિ કે અત્યંતર પવિત્રતા કહેવાય
Page #360
--------------------------------------------------------------------------
________________
(૩૪૧)
(૨) સંતોષ એ બીજો નિયમ ગણાય છે. જીવનયાત્રા ટકાવી રાખવા માટે જે પદાર્થોની જરૂર છે માત્ર તેના માટે જ પ્રયત્ન કરવો અને અન્ય પદાર્થો મેળવવાની આકાંક્ષા ન રાખવી, અથવા અન્ય બિનજરૂરી પદાર્થોમાં અસ્પૃહા તે જ સંતોષ કહેવાય છે.
પ્રારબ્ધગત જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું તે સંતોષ છે. પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગ મળે તો પણ દ્વેષ ન કરવો; અને અનુકૂળ સંજોગની અપેક્ષા ન રાખવી; તે જ સાચા સુખની નિશાની છે. જે સંતોષી છે તેને સમસ્ત જગતની દોલત કે સૃષ્ટિની સમૃદ્ધિ તૃણ સમાન છે કારણ કે તેને તૃષ્ણા જ નથી. જ્યારે અસંતુષ્ટને તેના અસંતોષની કોઈ સીમા જ નથી. તેથી સાધકે જે કંઈ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવો ઘટે. (૩) તા: એ ત્રીજો નિયમ છે. યોગશાસ્ત્રમાં તપ એ એક ક્રિયા છે. અને તે ક્યિા વ્યસ્થિત ચિત્તવાળા માટે અર્થાત અત્યંત પ્રબળ વાસનાગ્રસ્ત વ્યક્તિ માટે આવશ્યક માનવામાં આવેલ છે. વાસના વધુ હોવાથી તેના ચિત્તમાં રજસું અને તેમની પ્રધાનતારૂપ અશુદ્ધિ હોય છે. અને તેથી તેવી વ્યક્તિનું ચિત્ત અને ઈન્દ્રિયો વિષયોમાં સતત રમણ કરે છે. આમ હોવાથી તેનું મન યોગવિરોધી ગણાય છે. યોગમાં વૃત્તિઓનો નિરોધ જ મહત્ત્વ ધરાવે છે. તેથી તેવી વ્યક્તિ માટે અને આરક્ષ માટે તપ કરવાનું કહ્યું છે.
તપ કરવાથી શરીરનું શોષણ થાય છે, દેહને કષ્ટ પડે છે, ઈન્દ્રિયો નિર્બળ બને છે અને થાકેલી ઈન્દ્રિય તેના વિષય પ્રત્યે દોડતી નથી. તેથી વિષયાકાર વૃત્તિનો વિરોધ કરવામાં સરળતા રહે છે. તઉપરાંત તપ શુભકર્મ છે અને તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા ચિત્તના પાપરૂપ મળનો ક્ષય થાય છે તેથી ચંચળ અને વ્યસ્થિત ચિત્તવાળા માટે તપ આવશ્યક છે. જેનું અંત:કરણ સમાહિત છે અને જેનામાં રજસ અને તમસ દ્રવ્યની પ્રધાનતા નથી તેવા અધિકારી માટે તપની ક્રિયા કે કર્મ કહ્યાં નથી. અર્થાત જે યોગારૂઢ છે તે માટે કર્મ નહીં બલકે કર્મથી નિવૃત્તિ કે શમ જ કારણ કહેવાય છે. આવી ક્રિયાઓ તો આરુર માટે જ છે. તેવી વાત
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૪૨) ભગવદ્ગીતામાં પણ છે.
आरुरुक्षोर्मुनर्योगं कर्म कारणमुच्यते। યોગઢિયા તવ નમ: મુખ્યતાઅધ્યાય / “આરતુ માટે અશુદ્ધિનો ક્ષય કરનાર કિયા વગેરે સાધનરૂપ છે. અને યોગારૂઢને યોગની સિદ્ધિ માટે શમ-અર્થાત્ ક્રિયાનિવૃત્તિ જ કારણ છે.”
અહીં જે તપને ક્યિા કહેવાય છે તે તપ તે શું છે? કેવી ક્રિયાને તપ કહેવાય છે? તેવા પ્રરનના ઉત્તરમાં યોગશાસ્ત્રમાં અપાતા નિર્દેશો નીચે મુજબ છે:
તપ અથત શરીરનું શોષણ કરવું તેવું પણ કહેવાય છે, યાજ્ઞવક્તસંહિતામાં તો કહ્યું છે કે,
“રાષf yદુસ્તાન તપ ૩ત્તમ” શરીરનું શોષણ કરવું તે ઉત્તમ તપ છે.” એવું કછૂક્યાંદ્રાયણાદિ કિયાના સંદર્ભમાં કહેલું છે. ટૂંકમાં તપનો યોગશાસ્ત્રમાં જે અર્થ છે તે સંદર્ભમાં કાયાને કષ્ટ અને શરીરશોષણ એવો અર્થ છે. અને તે માટે વિવિધ ક્રિયાઓનો નિર્દેશ છે જેવી કે ભૂખ, તરસ, ઠંડી, ગરમી સહન કરવા; ઊભા રહેવું બેસવું તેવું વ્રત રાખવું ઘણા તપસ્વી બાર વર્ષ સુધી ઊભા જ રહે છે. તે જ પ્રમાણે મૌનવ્રત રાખવું પણ તપ છે.
મૌનરૂપી તપના બે પ્રકાર છે: (૧) કાષ્ઠમૌન અથત વાણીથી ન બોલવું એટલું જ નહીં પણ પોતાના અભિપ્રાયને શરીરની કોઈ પણ ચેષ્ટા દ્વારા અભિવ્યક્ત ન કરવો. વાણીના મૌનવાળા તો સ્લેટ કે કાગળમાં લખીને પણ વિચાર પ્રદર્શિત કરે છે જયારે કાષ્ઠમૌનમાં તેનો પણ નિષેધ છે,
(૨) આકારમૌન અર્થાત્ માત્ર વાણીથી જ ન બોલવું તે આકારમૌન છે. આવું તપ કરનારા પોતાના અભિપ્રાયને વ્યક્ત કરવા ઈશારા, હાવભાવ, મુદ્રાઓ અને કાગળ-પેન્સિલનો ઉપયોગ કરે છે. આમ વાણનો ઉપયોગ ન કરવો તે પણ તપ કહેવાય છે.
પંચાગ્નિ તપ, છૂચાંદ્રાયણ તપ, સાંતપન આદિ તો કરવા એ સૌ તપના જ પ્રકાર છે. આમ છતાં મન, વાણી અને શરીરની વધુ પડતી
Page #362
--------------------------------------------------------------------------
________________
(૩૪૩) નિષિદ્ધ પ્રવૃત્તિને રોકવી અને તે સૌને વિહિત કર્મમાં જોડવાં તે જ મુખ્ય તપ છે. માટે આવા મુખ્ય તપનું અનુષ્ઠાન કરવા જ સાધકે આગ્રહ રાખવો ઘટે.
આ તપના સંદર્ભમાં એવી સ્પષ્ટતા પણ કરી છે કે આવા તપ આચરનારે ધ્યાન રાખવું કે મનની પ્રસન્નતાનો ભંગ ન થાય અને શરીરમાં ધાતુઓની અતિ વિષમતા ન થાય. શાસ્ત્રની આજ્ઞા અને વિધાન પ્રમાણે જ તપ કરવું. જો શાસ્ત્રવિધિ મુજબ તપ ન થાય અને શરીરની ધાતુઓમાં અતિવિષમતા થાય તો હાનિકારક નીવડે છે. અને અતિ કઠિન તપ કરવાથી કફાદિ ધાતુના વૈષમ્ય દ્વારા યોગમાં વિનરૂપ રોગ વગેરે ઉત્પન્ન થાય છે અને મનમાં ક્ષોભ થાય છે. તેથી યોગના સાધકે તપ મૃદુ રીતે અને ચિત્તની પ્રસન્નતામાં વિદન ન થાય તેમ કરવાનું છે. જો ચિત્તમાં વિક્ષેપ થાય તેવું તપ હશે તો યોગભ્રષ્ટ થવાશે. તેથી યોગશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખી તપ કરવું અનિવાર્ય છે.
આપણે યોગશાસ્ત્રમાં ‘તપ'ની સમજ કેવી છે તેની પર વિચાર કર્યો આ તપના સંદર્ભમાં કૃષ્ણ પરમાત્મા ભગવદ્ગીતામાં કહે છે કે જ્ઞાનરૂપી તપ જ સાચું તપ છે. અને તેવા જ્ઞાનરૂપી તપમાં તપ્ત થઈને પવિત્ર થઈને અનેક મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે.
. વઢવો જ્ઞાનતપના પૂતા મમીવમાતા: ૨૦/૪ જ્ઞાનપી તપ વડે પવિત્ર થયેલાં ઘણાં મારા સ્વરૂપને પામ્યા છે.' (૪) સ્વાધ્યાય એ ચોથો નિયમ ગણાય છે.
સ્વાધ્યાય અર્થાત્ મોક્ષશાસ્ત્રનું અધ્યયન કે મનન, સ્વાધ્યાયનો બીજો અર્થ “સ્વ”નું અધ્યયન પણ થાય છે. તéપરાંત શ્રી સદ્ગુરુ દ્વારા અપાયેલ મંત્રનો જપ અથવા પ્રણવ કે ઇષ્ટમંત્રનો જપ એવો અર્થ પણ થાય છે, આવા સ્વાધ્યાયથી સાધકને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને તેના યોગનાં વિદન દૂર થાય છે. માટે જ ગીતામાં ભગવાને પણ જપયજ્ઞને સર્વયજ્ઞોમાં શ્રેષ્ઠ કહ્યો છે, અને કહ્યું છે કે યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. “યજ્ઞાનાં નવયરોઇસ્મિા ”
અહીં દશવિલ સ્વાધ્યાય પણ એક ક્રિયા છે. મુખ્યત્વે યોગમાં ક્રિયાનું
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
ક્રિયા નથી પણ અને તેથી તેના
વિશેષ મહત્વ છે, જ્યારે વેદાન્તમાં નિયમના સંદર્ભમાં ચિંતન છે. અહીં જપને પણ સ્વાધ્યાય કહેવાય છે. પ્રકાર સમજી લઈએ. જપના મુખ્યત્વે બે પ્રકાર છે: (૧)વાચિક જપ (૨)માનસ જપ
વાચિક જપના બે વિભાગ છે: (અ) વાચિક અને (વ) ઉપાંશુ જપ.
(અ) વાચિક જપ: અર્થાત્ એકાન્તમાં વૈખરીવાણીથી થતો જપ જે નજીકવાળી વ્યક્તિ શ્રવણ કરી શકે તેવો હોય છે.
(૬) ઉપાંશુ જપ: એટલો ધીમેથી થાય છે કે નજીકમાં નજીકની વ્યક્તિ પણ સાંભળી શકે નહીં. અને આ જપમંત્રના ઉચ્ચારણ સમયે માત્ર જીભ અને ઓષ્ઠનું સહજ ચલન થતું હોય છે.
(૨) માનસ જપના પણ બે પ્રકાર છે:
(અ) માનસ જપ અને (૬) ધ્યાન જપ. (અ) માનસ જય: જેમાં જીભ અને ઓષ્ઠનું કોઈ પણ પ્રકારે ચલન થતું નથી અને કેવળ મન દ્વારા જ જપ થાય છે. તેવા જપના ઉચ્ચારણમાં છે કે ન તો સ્વરયંત્રની પેટીમાં ચલન થાય છે.
તો અવાજ થાય
1
(૬) ધ્યાન જપ: જ્યારે માનસ જપનો સતત અભ્યાસ થાય છે અને લક્ષણાવૃત્તિ શબ્દવૃત્તિમાં સહજ રીતે આયાસ વિના લીન થાય છે અને તેવી સ્થિતિમાં જે જપ થાય છે તેને ધ્યાન જપ કહેવાય છે.
વાચિક જપ કરતાં ઉપાંશુ જપ સહઅગણો શ્રેષ્ઠ છે અને ઉપાંશુ કરતાં માનસ જપ શ્રેષ્ઠ છે, તેમ જ માનસ જપ કરતાં ધ્યાન જપ સહસ્રગણું શ્રેષ્ઠ છે. આવો જપ અર્થ સમજીને કરવો સારો છે. કારણ કે તેમ કરવાથી શબ્દવૃત્તિ ઉચ્ચારમાં અને લક્ષણાવૃત્તિ મંત્રના અર્થમાં રોકાયેલી હે છે. અને તેમ થવાથી અન્ય વૃત્તિઓનું સ્ફુરણ થતું નથી.
જપની જેમ જ શાસ્ત્ર અધ્યયન - મોક્ષશાસ્ત્રનું અધ્યયન પણ સ્વાધ્યાય જ કહેયવાય છે, જેમાં ‘સ્વ' નું અધ્યયન કે આત્મનિરીક્ષણ પણ આવી જાય છે. આ સ્વાધ્યાય પણ નિયમના સંદર્ભમાં સમજાવેલી ક્રિયા જ છે.
(૫) Üળિધાન: એ યોગશાસ્ત્રનો પાંચમો નિયમ ઈશ્વરપ્રણિધાન અર્થાત્
Page #364
--------------------------------------------------------------------------
________________
(૩૪૫)
તમામ કર્મો ઈશ્વરને સમર્પિત કરીને કરવાં. કર્મો ઈશ્વરપ્રીત્યર્થે કરવાં નિમિત્ત થઈને કરવાં. ઈશ્વર કરાવે છે માટે મારાથી થઈ રહ્યું છે તેમ સમજવું ટૂંકમાં ઈશ્વરની પ્રેરણા અને ઈશ્વરની સત્તાથી જ મારા વડે કર્મ થાય છે; હું કરતો નથી, તેવા ચિંતન દ્વારા કર્મો થવા દેવાં તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઈશ્વરપ્રણિધાનનો અર્થ છે કર્મોનો ત્યાગ કે સંન્યાસ અને સાથે સાથે કર્મના ફળની આસક્તિ કે અપેક્ષાનો પણ ત્યાગ કે સંન્યાસ. આમ કર્મ અને તેના ફળની અપેક્ષાના ત્યાગ સાથે થતું નિષ્કામ કર્મ એ જ ઈશ્વરપ્રણિધાન છે જેને સંપૂર્ણ સમર્પણ કે “ટોટલ સરેન્ડર” કહેવાય છે.
આવી ઈશ્વરપ્રણિધાનની વાત ભગવાને અર્જુનને ગીતામાં કહી છે:
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कृरुष्व मदर्पणम् ॥
“જે તું કરે, જે ખાય, જે હોમે, જે દાન કરે, જે તપ કરે, વગેરે જે જે કરે તે સર્વ હે કુન્તીપુત્ર! તું મને અર્પણ કર.”
આવી રીતે કર્મસંન્યાસ શક્ય છે. તદ્ઉપરાંત પોતામાં કર્તાભાવ છે તેનો ત્યાગ કરવો હોય તો સર્વ કર્મ ઈશ્વર કે બ્રહ્મથી થાય છે તેવી ભાવના કરવી જોઈએ. અને તેવા ચિંતનથી કર્મ થાય તો કર્મનો ત્યાગ થઈ જાય છે અને ભાવ ન રહેતાં કર્મફળ પણ ત્યજાય છે. જ્યારે દાન અપાય છે. ત્યારે બ્રહ્મ જ દાન આપે છે, બ્રહ્મને જ અપાય છે અર્થાત્ બ્રહ્મને પોતાને જ અપાય છે. કારણ સર્વ કાંઈ બ્રહ્મમય જ છે. આવું ચિંતન જ શ્રેષ્ઠ બ્રહ્માર્પણ છે અને તે જ સાચું ઈશ્વરપ્રણિધાન છે. સાચા ઈશ્વરપ્રણિધાનમાં હું ક્રિયાનો કર્તા નથી પણ ઈશ્વર જ છે તેમ ચિંતન કરવું “નારૂં વર્તા સર્વમૈતત્ વ્રોવવુંતે તથા’। (કૂર્મ પુરાણ)
નિયમના સંદર્ભમાં યોગશાસ્ત્ર મુજબ આપણે પાંચ નિયમની ચર્ચા કરી. તેમાં તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન આદિ ક્રિયાઓ કરતી વખતે આપણે આપણા તરફથી ભાવના કરવી પડે છે કે જે કંઈ થાય છે તે ઈશ્વર દ્વારા થાય છે. ઈશ્વર છે અને તે જ સર્વ કરાવે છે. વેદાન્ત કહે છે કે આપણે ભાવના કરીએ કે ન કરીએ છતાં જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ બ્રહ્મરૂપ છે બ્રહ્મથી ભિન્ન કોઈ વસ્તુ જ અસ્તિત્વમાં નથી. દ્વૈત
Page #365
--------------------------------------------------------------------------
________________
(૩૪૬) વસ્તુ નામ માત્ર પણ નથી. બીજી વસ્તુ હોય તો તેમાં ભાવના કરવી પડે, જયાં બીજી વસ્તુ જ નથી ત્યાં આપણા તરફથી ભાવના કેવી? ભાવના આપણાં તરફથી થતી હોય છે, જેમાં દ્વત જેવો ભાવ છે. જ્યારે શાનની પ્રધાનતા તો અધિષ્ઠાનથી થતી હોય છે. યોગમાં મનને, ઈન્દ્રિયોને
mતથી-વિષયથી પાછું ખેંચવાની વાત છે, વૃત્તિનિરોધની વાત છે. જયારે વેદાનમાં મન કે ઇન્દ્રિયોને ન તો કયાંયથી પાછી બોલાવવી છે, કે ન ક્યાંય મોક્લવી છે. જયાંથી મનને પાછું બોલાવશો તે પણ બ્રહ્મ છે; અને જ્યાં મોક્લશો તે પણ બ્રહ્મ છે. વૈતમાં જ આ બધી ખેંચતાણ છે. વૃત્તિનિરોધ છે. પણ અધિષ્ઠાનના જ્ઞાનમાં જ્યાં વૈત નાશ થયો છે; બધું એક જ થઈ ગયું છે ત્યાં મન જ્યાં જ્યાં જાય છે ત્યાં સમાધિસ્થ થઈ જાય છે.
આમ વેદાન્તના જ્ઞાનમાં જ્યાં જ્યાં મન જાય ત્યાં સમાધિસ્થ થઈ જાય તેમ કહેવાયું તે જ્ઞાનના સંદર્ભમાં “નિયમ શબ્દનો અર્થ શું છે તે સમજવા આપણે પ્રયત્ન કરીએ. જ્ઞાનના સંદર્ભમાં અને વેદાન્તના સંસર્ગમાં નિયમ નો તત્વાર્થ સમજાવતાં આદિ શંકરાચાર્યજી કહે છે કે
सजातीयप्रवाहश्च विजातीयतिरस्कृतिः।
नियमो हि परानन्दो नियमः क्रियते बुधैः ॥१०५॥ સનાતીયપ્રવાહ:- આત્મા સંબંધી વિચારવાળો ચિંતનપ્રવાહ ચલાવવો વિનાતીય તિરસ્કૃતિ =આત્મા સિવાયના અન્ય પદાર્થોના વિચાર કે ચિંતનનો
ત્યાગ કરવો તે પનઃ નિયમઃ જ્યિો પરમ આનંદ આપવાવાળો આ નિયમ છે, વધે નિયમ: ચિતે જ્ઞાની જ (આવો) નિયમ પાળે છે. સનાતીયવાદ અર્થાત્ આત્માના સંદર્ભમાં થતો વિચાર, આત્માના સંબંધમાં થતું આત્મચિંતન, જેમાં આત્મવસ્તુની જ વૃત્તિ દ્વારા મનન થતું હોય છે. અર્થાત્ આવા વિચારમાં સજાતીય-પ્રત્યય-પ્રવાહ નદીની જેમ વિના પ્રયત્ન સહજ અને સ્વાભાવિક રીતે વહેતો હોય છે. આવા સતત, નિરંતર, અખંડિત, અખ્ખલિત વહેતા વિચારપ્રવાહમાં શબ્દો અનેક, પણ સંકેત એક હોય છે; વિચારો અનેક, લક્ષ્ય એક હોય છે. જેમ નદીના ઓવારા અનેક, લક્ષ્ય
Page #366
--------------------------------------------------------------------------
________________
(૩૪૭) માત્ર સાગર એક હોય છે. તેમજ ચિંતનમાં કે વિચારમાં અંતિમ લક્ષ્ય માત્ર આત્મા જ હોય છે,
વિજાતીય વૃત્તિપ્રવાદ અર્થાત અનાત્માનો વિચાર. અનાત્મા એટલે પરમાત્મા નહીં પણ પદાર્થનું ચિંતન. પદાર્થનું ચિંતન એટલે જ “સ્વ” સ્વરૂપથી દૂર લઈ જનાર વિચાર. પદાર્થનું મનન એટલે નામ અને આકારવાળી વસ્તુમાં રાગ અને આસક્તિવાળા પદાર્થોમાં પરિભ્રમણ. આવા વિજાતીય પ્રવાહ દ્વારા થતું ચિંતન પદાર્થોની જ પ્રાપ્તિ કરાવશે; તેના માટે વાસના ઊભી કરશે અને અંતે ત્યાં જ લઈ જશે, પદાર્થો વિનાશી છે અને તેના વિચાર અવિનાશી તરફ કદી લઈ જઈ શકશે નહીં, વિજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા જે વિચારણા થાય છે તે નામીની છે, અનામીની નહીં, વ્યક્તિની છે અવ્યક્ત તત્વની નહીં, અનેકતાની વિચારણા છે એકની નહીં, અનિત્યની વિચારણા છે, નિત્યની નહીં, આમ અનાત્મવસ્તુના મનનથી અનેકતા પ્રાપ્ત થશે, અનેકતાથી ભેદ સર્જાશે, ભેદથી માત્ર ભય મળશે, અભય કદી નહીં. માટે જ કહ્યું છે કે અનાત્મા સંબંધી વિચારનો ત્યાગ કરવો; વિનાતીય પ્રવાહનો તિરસ્કાર કરવો. “વિનતીય તિરતિઃ” અર્થાતુ અનાત્માના, પદાર્થોના, નામ અને આકારના, અનેકતાના વિચારોનો તિરસ્કાર કરવો અને આત્માના વિચારને અર્થાત્ નિત્યનો, સત્નો, અવિનાશીનો, એકનો, વિચાર નિત્યનિરંતર કરવા માટે, સજાતીય પ્રવાહનો આશરો લઈ તેવો ચિંતનપ્રવાહ સદા ચાલુ રાખવો તે જ પરમાનન્દ આપનારો નિયમ હેવાય છે.
ઉપર જણાવ્યા મુજબ પરમ આનંદ આપનારો નિયમ મોજૂદ છે, છતાં આનંદ પ્રાપ્ત થતો નથી, તેને બદલે દુ:ખ અને દર્દની અનુભૂતિ થાય છે. અનેકની પ્રાપ્તિમાં પ્રયત્ન અને તેથી મળતી નિરાશા અને નિષ્ફળતા જ જીવનમાં વર્તાય છે. તેનું મુખ્ય કારણ માનવમન છે. અને મનની સ્થિરતામાં કદી કોઈએ સંસારનો અનુભવ કર્યો નથી. સંસારની અનુભૂતિ હંમેશા મનની અસ્થિરતામાં જ થાય છે. મન અશુદ્ધ છે, ચંચળ છે, અવિવેકી છે અને તેથી જ તે ભેદનું સર્જન કરે છે, તેનું દર્શન કરે છે અને તેવું મન જ મારો શત્રુ છે. વાસ્તવમાં મારા શુદ્ધ આત્મસ્વરૂપમાં તો મન જ નથી અને શુદ્ધ મન અને આત્મા એક જ છે, આમ મારા સ્વરૂપમાં મન નથી અથતિ ભેદભર્શન નથી.
Page #367
--------------------------------------------------------------------------
________________
(૩૪૮)
ભેદ નથી અર્થાત્ દ્વૈત નથી. જો બીજું નથી તો પ્રપંચ કેવો ?
દૃશ્યપ્રપંચ કે ગત નથી; તો મન કે ઇન્દ્રિયોને પાછાં બોલાવવાના
નિયમની વાત કેવી ?
મુથી ભિન્ન પદાર્થ જ નથી તો તેની પદાર્થાકાર વૃત્તિ ક્યાં? જે વિષયાકારવૃત્તિ જ નથી, તો વૃત્તિ નિરોધની વાત ક્યાં? જે અન્ય કંઈ છે જ નહીં તો તપની ક્રિયાથી મનને નિર્બળ બનાવવાની જરૂર ક્યાં?
સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા જો સમજાય કે બધું જ ચૈતન્ય છે. ચૈતન્ય બ્રહ્મથી અતિરિક્ત કંઈ છે જ નહીં તો પછી જે કંઈ આંખથી દેખાય છે તે, કાનથી સંભળાય છે તે, નાકથી સૂંધાય છે તે, અવયવોથી સ્પર્શાય છે તે; સર્વ કંઈ બ્રહ્મ જ છે. તો પછી મન ભલે જ્યાં જાય ત્યાં જવા દો; ઇન્દ્રિયો જેનો સંસર્ગ કરે તેનો કરવા દો. બ્રહ્મ કે આત્માનો જ તેઓ અનુભવ કરશે,
આવો અનુભવ કરવા તેમને કોઈ નિયમ કે સંયમની જરૂર નહીં રહે. હકીકતમાં જો આત્મસ્વરૂપ કે ચૈતન્ય સમજાય તો તમામ ક્રિયાની ભાંજગડથી મુક્તિ મળી શકે. મન એ તો કાલ્પનિક ઘડો છે. તે બન્યું તે પૂર્વે ચૈતન્યઆત્મા તો હતો; મનરૂપી ઘડો ઘડાઈ રહ્યો હતો ત્યારે પણ ચૈતન્ય તો હતું જ, મન નહીં હોય છતાં ઘડો તો રહેવાનો જ છે. મનરૂપી ઘડાએ ચૈતન્યમાં આકાર લીધો. પછી તે મનમાં બહારથી ગતના વિષયોની વાસના નંખાઈ તેથી મન વિષયાસક્ત બન્યું અને ત્યારથી તેની વિષયદોડ શરૂ થઈ. પરિણામે વિક્ષેપ આવ્યો. વિક્ષેપને દૂર કરવા ધ્યાનની ક્રિયા આવી. આ સર્વ દ્વૈતભાવમાં છે; અશુદ્ધ મનના સ્વીકારમાં છે. ભેદના આવકારમાં છે.
જો તત્ત્વથી સમજાય કે મારા શુદ્ધ સ્વરૂપમાં તો મન નથી અને આત્મવિવેક દ્વારા જે અશુદ્ધ મનની ભ્રાંતિ હોય તે નાબૂદ થઈ જાય તો પછી બચે માત્ર શુદ્ધ મન. આમ શુદ્ધ મન અને આત્મા એક જ છે જે વિવેક દ્વારા બચે છે. ત્યાર બાદ તો સર્વત્ર બ્રહ્મદર્શન જ હોય છે. પણ તેવા બ્રહ્મદર્શન માટે ભેદદર્શી, અશુદ્ધ મનને ઓગાળવાની જરૂર છે.
“મન ઓગાળો મનોરથી
Page #368
--------------------------------------------------------------------------
________________
(૩૪૯)
ક્યાં જવું છે જથારથી ? મેલો મનની વૃથા તથા
પથથી જુદો કહાં પથી ? મન પહેલાં પણ હતા સહી;
મન છે ત્યાં લગ મનો વ્યથી;
મન જ પછી મન રહે નહીં
પહોંચે થાતથી.
પાર
છે કે’તામાં બધે સહી; નથી કથો; તો નથી નથી.
-રાજેન્દ્ર શુકલ
સજાતીય વૃત્તિપ્રવાહ એટલે કેવો વિચારપ્રવાહ ? સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા ચિંતન કરવું અર્થાત્ પળે પળે વિજાતીય વૃત્તિપ્રવાહનો તિરસ્કાર કરતા જવું અને માત્ર આત્માના વિચારની દિશામાં પ્રયત્ન વિના સ્વાભાવિકતાથી વહન કરવું...ઢાળ હોય ત્યાં પાણી ઢળી જાય તેમ ‘સ્વ’ સ્વરૂપની દિશામાં વિચારોને ઢળવા દેવા; જે નીચે મુજબની ચિંતનક્રિયા દ્વારા સમજી શકાશે:
હું સ્થૂળ શરીર નથી.
કારણ સ્થૂળ શરીર જડ છે, હું ચેતન છું.
સ્થૂળ શરીર દૃશ્ય છે; હું અદશ્ય તત્ત્વ છું.
સ્થૂળ શરીર પૂર્વે હું હતો; છું અને રહેવાનો.
તેથી શરીર હું કદી નથી.
શરીર આવ્યું છે, ચાલ્યું જશે...
હું આવ્યો નથી, જઈશ નહીં તેવો અનાદિ, અનંત આત્મા છું.
શરીર વિકારી છે; હું અવિકારી ચૈતન્ય છું.
શરીર કાર્ય છે પંચમહાભૂતનું, હું કાર્યકારણથી પર છું.
સ્થૂળ શરીર નામી, સાકાર તથા ક્રિયાત્મક છે.
હું અનામી, નિરાકાર ને અક્રિય આત્મા છું. સ્થૂળ શરીર દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
(૩૫૦). હું દેશ, કાળ, વસ્તુથી મુક્ત, અપરિચ્છિન્ન આત્મસ્વરૂપ છું.
સ્થૂળ શરીર સત્વ, રજસ, તમસથી ઘેરાયેલું છે જ્યારે હું ગુણાતીત છું. ન તો શરીર કે તેના વિકાર, આકાર કે નામ મને સ્પર્શે છે. ન તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવા વિભાગો અને સ્પર્શે છે. હું શરીર નથી, તો શું હું ચિત્ત છું? નાના ના! ચિત્ત તો અપંચીકત પંચમહાભૂતનું સર્જન છે, હું તો અનાદિ, અનંત, પરબ્રહ્મ છું. ચિત્ત સુમિકાળે, અજ્ઞાનમાં લીન થાય છે; મારામાં નથી ઉદય, નથી અસ્ત, તેથી હું ચિત્ત કદી નહીં. ચિત્ત તો જડ છે, અવિદ્યાનું કાર્ય છે. હું ચેતન છું, જ્ઞાનસ્વરૂપ છું. ચિત્ત ચંચળતાને વરેલું છે, હું પરમ શાંત સ્વરૂપ બ્રહ્મ છું. નથી હું ઇન્દ્રિય, કારણ તે પ્રકાશ્ય છે અને હું સ્વયંપ્રકાશ આત્મા. ઈન્દ્રિય પોતાના વિષયને આધીન છે જ્યારે હું નિત્યમુક્ત છું. ઈક્યિો દય છે, મન છા છે, જ્યારે હું આત્મસ્વરૂપ દશ્યદ્રષ્ટાથી વિલક્ષણ છું.
આમ નથી હું શરીર, નથી ચિત્ત કે નથી હું ઈન્દ્રિય અને નથી બુદ્ધિ.
બુદ્ધિ અંત:કરણનો ભાગ છે. અંત:કરણ આત્મા નથી. તેથી હું બુદ્ધિ નથી. બુદ્ધિનો ધર્મ નિર્ણય લેવાનો છે જે આત્માનો ધર્મ નથી. જ્યારે હું આત્મસ્વરૂપ છું.
તો હું છું કોણ? હું જીવ પણ ન હોઈ શકે!
Page #370
--------------------------------------------------------------------------
________________
(૩૫૧)
જીવ અવિદ્યાની ઉપધિવાળો છે. હું નિરુપાધિક આત્મા છું.
જીવ અજ્ઞાનથી આત્મામાં આરોપિત છે;
હું તો સર્વનું અધિષ્ઠાન, આત્મા છું.
જીવ કર્તા - ભોક્તાનું અભિમાન રાખનાર છે.
હું અકર્તા, અભોક્તા, સર્વનો સાક્ષી છું. તેથી જીવ નથી.
જીવ અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે.
સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન એવો હું કોઈ જીવ ન જ હોઈ શકું. જીવ નિયમ્ય છે અને ઈશ્વર નિયંતા છે.
તે બન્નેથી ભિન્ન, અન્ય, નિરંકુશ આત્મા છું.
નથી હું પ્રાણ, નથી હું શ્યપ્રપંચ કે નથી હું ઈશ્વર. ઈશ્વર કારણ છે જ્ગતનું ને જગત કાર્ય છે.
હું કાર્ય અને કારણ બન્નેનું અધિષ્ઠાન છું.
જીવ અને ઈશ્વરની ઉપાધિથી હું મુક્ત છું. જીવની ઉપાધિ અવિઘા છે; ઈશ્વરની ઉપાધિ માયા છે.
હું નિરુપાધિક, પરબ્રહ્મ સ્વરૂપ છું.
ઈશ્વર જ્ગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કર્તા છે. જ્યારે
હું અકર્તા આત્મા છું. અસંગ, નિ:સંગ, અક્રિય, નિર્લેપ છું.
ઈશ્વર આનંદાનુભવ કરે છે. જ્યારે
હું સાક્ષાત્ આનંદ સ્વરૂપ છું. તેથી આનંદ અનુભવનાર ઈશ્વર કદી નહીં.
ઈશ્વર બહુરૂપી છે. હું એકરૂપ, અદ્વૈત, બ્રહ્મ છું.
આમ,નથી હું જીવ નથી ઈશ્વર,
નથી ક્ષર પુરુષ, નથી અક્ષર પુરુષ,
હું ક્ષર-અક્ષરથી ભિન્ન પુરુષોત્તમ સ્વરૂપ છું.
હું નાશવાન ક્ષર શરીરથી અને અવિનાશી જીવથી ભિન્ન છું. અક્ષર પુરુષ
Page #371
--------------------------------------------------------------------------
________________
(૩૫૨) ઈશ્વરથી હું ન્યારો છું. કાર્ય કારણથી વિલક્ષણ હું. નથી મારું કોઈ કારણ નથી મારું કોઈ કાર્ય એવો હું કેવો? (તે સમજવા સજાતીય પ્રવાહ દ્વારા ચિંતન કરીએ) ન દેખાઉ તેવો; છતાં દરેક સ્થળે હું હોઉં તેવો. હું ક્યાંયથી...આવ્યો નથી, છતાં હું છું. જો હું છું..તો કેવો છું? હું આકાર કે સાકાર નથી. અને છતાં નથી તેવું નથી. નામ અને આકારમાં હું કેદ નથી. છતાં હું છું. તો હું છું કયાં? એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં હું નથી. છતાં શોધવા નીકળો તો હાથમાં ન આવું તેવો હું. શોધકને શોધ સાથે ખોવાઈ જવું પડે; પછી મળે તે હું. અર્થાત્ હું સર્વવ્યાપ્ત છું.
અને
સર્વવ્યાપ્ત છું તેથી જ નિરાકાર છું. સાકાર અને આકાર જ એક સ્થળે હોય; આકાર પિગળાવી શકે તે જ સર્વ સ્થળે પહોંચી શકે. હું નિરાકાર છું તેથી જ દિશ” ના “સ્પેસના કારાવાસથી મુક્ત છું.
Page #372
--------------------------------------------------------------------------
________________
| (૩૫) સ્થળ” ના બંધન મને સ્પર્શતાં નથી. દેશથી મુક્ત છું માટે જ હું ‘કાળથી ('ટાઈમ'થી) પણ મુક્ત છું.
કારણ કે આકારથી સ્વતંત્ર-નિરાકાર છું હું. જો મારો કોઈ આકાર હોય તો હું એક જ સ્થળે હોલ, જો હું સાકાર તો મારો જન્મ હોઈ શકે; જે મારો જન્મ હોય તો કાળમાં હું બદ્ધ થઈ જાઉં; પણ નથી હું આકાર, તેથી એક સ્થળે સ્થળમાં કેદ નથી. તે જ કારણથી મારો જન્મ નથી, તેથી સમયમાં હું કેદ નથી. દેશ, કાળના સીમાડાથી પર હું સાકારની સરહદોની પેલે પાર હું, એવો હું સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું. માટે જ સર્વવ્યાપક, ને સર્વવ્યાપ્ત છું. સ્થૂળ વસ્તુ કદી સર્વવ્યાપ્ત ન હોઈ શકે; હું ધૂળ નથી છતાં સૌથી મહાન છું
કારણ સૂક્ષ્મ અને સર્વ સ્થળે, સર્વ સમયે, મોજૂદ છું. સર્વવ્યાપક જ સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય; અને સર્વવ્યાપ્ત હોઈ મહાન પણ હોય, હું તેવો છું. સૂક્ષ્મ છું પણ સાપેક્ષતાથી મુક્ત છું. હું નિરપેક્ષ તત્વ છું. નિરાકાર છું તેથી મારે નામ નથી. નામ નથી તેથી મારો નાશ નથી.
Page #373
--------------------------------------------------------------------------
________________
(૩૫) નાશ નથી એટલે અવિનાશી હું જ છું. અવિનાશી અર્થાત ત્રણે કાળે છું. કોઈ કાળે નહોતો, નથી, નહીં હોઉં તેવું નથી. અર્થાત હું છું, હતો અને હોઈશ. કાળાતીત હું અનાદિ અને અનંત હું. હું ત્રણે કાળમાં છું. એટલે હું સત્ છું. સતું એટલે જ અસ્તિત્વ છું હું. સનો કદી અભાવ નથી. તેથી મારે પ્રાગભાવ નહોતો, પ્રધ્વસાભાવ નહીં હોય. હું શરીરના જન્મ પૂર્વે નહોતો. એટલે મારો અભાવ હતો તેવું નહીં. શરીરના વિલય બાદ પુન: મારો અભાવ થશે તેવું પણ નહીં. સનો કદી અભાવ નથી, અસત્નો કદી ભાવ = અસ્તિત્વ નથી. હું સત્ છું. એટલું જ નહીં પણ હું જાણું છું કે હું સત્ છું. અને
આ
જાણવું એટલે જ હું ચિત્ સ્વરૂપ છું, ચૈતન્યમય છું. અસ્તિત્વ' કે “ભાવ” તો ઘણાને હોય; તે “સત કહેવાય. બે વૃક્ષો વર્ષોથી સાથે હોય છતાં એકબીજાથી અજ્ઞાત હોય પણ હું મારા સ્વરૂપથી અજ્ઞાત નથી.
Page #374
--------------------------------------------------------------------------
________________
(૩૫૫) હું જાણું છું કે હું સત છું. એનો અર્થ એ જ કે હું માત્ર હોઉં અને મને જાણતો ન હોઉં તો હું જડ થયો. હું જ નથી. કારણ હું મને જાણું છું ચિત્ દ્વારા; ચૈતન્ય દ્વારા તેથી જ ई सत् छ भने चित् छु. વિત એટલે જ જ્ઞાનસ્વરૂપ હોવું આમ હું કહુ રિત છું. અરે, હું જ્ઞાનસ્વરૂપ અને અનન્ત છું. “સત્યમ્ જ્ઞાનમ્ બનતમ્ બ્રહ્મ
હું સર્વનો જ્ઞાતા, જ્ઞાનસ્વરૂપ છું. હું અનંત છું. મારો દેશથી, કાળથી કે વસ્તુભેદથી અંત નથી. અન્ન તો સાકાર શરીરનો હોય. ન હું આકાર, ન શરીર, નથી મારે વૃદ્ધિ કે વિકાર, નથી મારે રોગ કે નાશ. હું તો આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત છું. હું નિરાકાર તેથી સ્થૂળ શરીર નથી. સૂક્ષ્મ શરીર માટે હોઈ શકે નહીં. તે તો આવજા કરનારું છે; વાસના સાથે; તેવા ગર્ભમાં હું આવાગમનના ફેરાથી સ્વતંત્ર છું. હું ક્યાંય જઈ શકું નહીં, કારણ કોઈ સ્થળ એવું નથી જ્યાં હું નથી. હું કારણ શરીર નહીં, તે તો અજ્ઞાન છે. હું સ્વયં જ્યોતિ, જ્ઞાનસ્વરૂપ છું.
Page #375
--------------------------------------------------------------------------
________________
(૩૫૬) સર્વનો સાક્ષી છું. હું સ્થૂળ શરીર નથી, તેથી જાગ્રત અવસ્થા મારી નથી કે હું નથી. હું સૂક્ષ્મ શરીર નહીં, તેથી સ્વપ્નાવસ્થા મારી નથી કે હું તે નથી. હું કારણશરીર નહીં તેથી સુપુમિ મારી નથી કે હું તે નથી. હું તો અવસ્થાત્રય સાક્ષી છું, ત્રણે અવસ્થાનો દ્રષ્ટા અને સાક્ષી છું. અવસ્થા અનેક છે. દશ્યો અનંત છે. પદાર્થો અગણિત છે. હું સર્વનો સાક્ષી એક-અતિીય છું. સર્વવ્યાસ કદી અનેક ન થઈ શકે! અનેકતામાં, ભેદમાં, સર્વવ્યાપકતા હોઈ શકે જ નહીં. આમ હું એકનો એક. અનેક ભ્રાંતિમાં પણ માત્ર એક હું એક છું. માટે જ પૂર્ણ છું. પૂર્ણ હોય તે જ એક હોઈ શકે. જ્યાં બે છે, તે છે, ત્યાં બન્ને અપૂર્ણ છે. જ્યાં બે છે અને બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે તો બન્ને એકબીજા વિના અપૂર્ણ જ છે. પૂર્ણતા એક અને અદ્વિતીયમાં જ શક્ય છે. હું એક અને પૂર્ણ છું. તેથી જ હું અખંડ છું, માટે અભેદ છું, હું અભેદ છું. તેથી મારે ભય નથી. ભય વૈતમાં છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
(૩૫૭)
દ્વૈત છે જ નહીં; સર્વત્ર બસ હું જ હું!
તો મને મારો ભય ક્યાંથી?
જે દૃશ્યમાત્ર બ્રહ્મ જ છે; તો પણ ભય નથી. ભય નથી, કારણ બીજું નથી.
દ્વૈત છે તેવી ભ્રાંતિ છે, તો ભય પણ ભ્રાંતિ છે.
હું ભ્રાંતિમાં નથી, ભ્રાંતિ મારામાં નથી.
તેથી
હું અભય છું.
અભયનું
અદ્વૈતનું
કોઈ વિજાતીય રૂપ નથી.
તેથી અનાત્મવિચારથી અસંગ હું
અને
આત્મવિચારનું કેન્દ્ર હું. સૃષ્ટિનો આધાર
ને
દૃશ્યપ્રપંચનું અધિષ્ઠાન હું.
હું અસ્તિત્વ માત્ર છું
એટલે સત્સ્વરૂપ છું.
હું મારા સત્ સ્વરૂપને જાણનાર છું.
એટલે ચિત્ સ્વરૂપ પણ હું જ છું.
હું જડ નથી, ચેતન છું.
ચૈતન્યમય છું તેવું પણ હું જાણું છું. આમ જ્યારે હું મને
Page #377
--------------------------------------------------------------------------
________________
મારા દ્વારા જાણું છું
કે હું કાળથી પર સત્ છું. જડથી મુક્ત ચિત્ છું.
અજ્ઞાનથી અન્ય જ્ઞાન છું.
ત્યારે પ્રગટે છે
માત્ર
આનંદ...આનંદ...આનંદ!
મને સમજાય છે મારા દ્વારા કે
(૩૫૮)
આનંદ સ્વરૂપ છું.
હું સત્ છું.
હું ચિત્ છે.
હું આનંદ છું
I am Awareness
I am Consciousness
I am Eternal Bliss
આ મારું સ્વરૂપ છે.
તેના પર અવતારો અવજા ર્યાં કરે છે.
મારા સ્વરૂપ ઉપર રૂપ-અરૂપની રમત રમાયે જાય છે.
હું એક અદ્વૈત છું.
એકમાં નથી કોઈ અંદર; નથી કોઈ બહાર;
નથી કંઈ સૂક્ષ્મ કે સ્થૂળ;
નથી કોઈ અણુ કે મહાન;
નથી કોઈ જીવ કે ઈશ્વર;
Page #378
--------------------------------------------------------------------------
________________
(૩૫૯)
નથી વ્યષ્ટિ કે સમષ્ટિ;
નથી કોઈ પિંડ; નથી ક્યાંય બ્રહ્માંડ;
નથી વ્યક્તિ કે વિરાટ;
નથી કોઈ કારણ કે નથી કોઈ કાર્ય આત્મા માત્ર એક અધિષ્ઠાન છે.
તેમાં કોઈ જોડકાં કે ધંધ નથી;
આત્મા તો કંધના યુદ્ધથી મુક્ત છે.
તે બધું આરોપમાં છે;
અધિષ્ઠાનમાં નહીં.
હું સૌનું અધિષ્ઠાન છતાં સૌથી નિર્લેપ છું.
હું નિત્ય મુક્ત છું.
મારે મુક્તિની જરૂર નથી.
બંધન મનની ભ્રાંતિ છે.
મારા શુદ્ધ સ્વરૂપમાં મન નથી તો બંધન ક્યાં?
મને બંધન નથી; તો મુક્તિની વાત ક્યાં?
હું તો દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન આત્મા છું.
‘દેશ’ મનની ભ્રાંતિ છે.
‘કાળ’ મનનો ખોટો ખ્યાલ છે.
‘દેશ’ કાળ, વસ્તુનાં બંધન તો ભ્રાંતિમાં છે,
અજ્ઞાનમાં છે, આરોપમાં છે,
હું અધિષ્ઠના છું. નિત્યમુક્ત છું.
મારી હાજરીમાં આરોપ હોય.
પણ
મારા જ્ઞાનમાં આરોપ હોઈ શકે નહીં.
Page #379
--------------------------------------------------------------------------
________________
(૩૦) આ પ્રમાણે જે સતત ચિંતન થાય છે તેને સજાતીય વૃત્તિપ્રવાહ કહેવામાં આવે છે. શબ્દો બદલાય છે છતાં તેમાં એક જ તત્ત્વ ઉપર વિચારપ્રવાહ ચાલે છે. અને તે તત્વ એ જ આત્મતત્વ કે બ્રહ્મતત્ત્વ વિચારનું કેન્દ્ર બદલાતું નથી; ભલે વિચારો બદલાય. આવું ચિંતન કરતાં કરતાં અંતે....
હું સત્ છું. ચિત્ છું. આનંદ છું. અભય હું અદ્વૈત હું. એક હું....અનન્ત.હું.
અને આત્મવિચારવાળી અખંડાકારવૃત્તિ પણ અંતે ડુબી જાય છે. જોવી રીતે કચરાને પાણીમાં ડુબાડી અને ફટકડી પોતે પણ ડુબી જાય છે તેમ,
અંતે બચે છે વૃત્તિવિહીનતા...અને “સ્વ” સ્વરૂપ સાથે અનાયાસે અલૌકિક અકસ્માત સર્જાઈ જાય છે....તે જ છે પરમ આનંદ આપનારો નિયમ...જેમાં સજાતીયવૃત્તિપ્રવાહનો સહારો લઈ આત્મચિંતન કરવામાં આવે છે અને અંતે તે વૃત્તિ પણ નામશેષ થઈ જાય છે, અને
સ્વ” સ્વરૂપની અનુભૂતિ માત્ર બચી જાય છે. આ જ છે મુમુક્ષુ માટે સર્વશ્રેષ્ઠ નિયમ.
Page #380
--------------------------------------------------------------------------
________________
(૩૬૧)
ત્યાગ
નિદિધ્યાસનનાં અંગોની ચર્ચાવિચારણા કરતાં અંતે સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા આત્મચિંતન કરતાં અનેકતા નષ્ટ થઈ જાય, ભેદ નાબૂદ થાય. જો બીજી વસ્તુ જ નથી તો પછી ત્યાગ શેનો? એ પ્રશ્ન ખૂબ જ સહજ અને સ્વાભાવિક છે. અહીં પણ તત્ત્વના દષ્ટિકોણથી દૃશ્યપ્રપંચના ત્યાગને જ સાચો ત્યાગ કહ્યો છે. જ્યાં સુધી આવો ત્યાગ થતો નથી, ત્યાં સુધી ભૌતિક ત્યાગ ને જ્ઞાનમાં વિશેષ મહત્ત્વ નથી. અને જ્યાં સુધી વૈરાગ્યનો નાગ કરડતો નથી, વિષયો વિષવત્ થતા નથી ત્યાં સુધી વ્યક્તિ જ્ઞાનની અધિકારી થતી નથી.
66
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના
કોટિ
ઉપાયજી”
કરિય
-નિષ્કુળાનંદ
પદાર્થ અને પરમાત્માનો સંગ સાથે ન હોય. પરમાત્મા મળતાં જ પદાર્થો ગુમનામ થઈ જાય છે. અને પદાર્થોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય પછી જ ખરેખર પરમાત્માની યાત્રા શરૂ થાય છે. આમ અહીં વૈરાગ્યવાન અને ત્યાગીને જ બ્રહ્મજ્ઞાનનો અધિકારી માનવામાં આવ્યો છે. માટે જ ત્યાગને મહત્ત્વ આપી કહ્યું છે કે મહાન પુરુષોને પણ ત્યાગ પૂજ્ય છે
त्यागः प्रपञ्चरूपस्य चिदात्मत्वावलोकनात् । त्यागो हि महतां पूज्यः सद्यो मोक्षमयो यतः ॥ १०६ ॥
વિવાત્મત્વસ્ય અવતોજ્નાત્= ચૈતન્યસ્વરૂપ એવા બ્રહ્મનું વારંવાર ચિંતવન કરવાથી પ્રપન્વરૂપસ્ય= પ્રપંચરૂપનો (સહજ) ત્યાગ થાય છે.
યત: મોક્ષમય: સઘ:=આવા ત્યાગથી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે, ત્યા:મહતાં ફ્રિ (અ)પૂન્ય:=માટે મહાન પુરુષો પણ ત્યાગને પૂજે છે. ત્યા:- ત્યાગ એ જીવનની સહજ, સ્વાભાવિક ઘટના છે. છતાં જીવનથી જોજન દૂર રહી છે એ જ મહાન દુર્ઘટના છે. જીવનનો પ્રારંભ ત્યાગથી જ થયો છે અને અંત પણ ત્યાગથી જ થાય છે. આપણે કદી વિચારી શક્યા નથી કે જે માતાએ ગર્ભથી બાળકનો ત્યાગ ન કર્યો હોત તો શું થાત? માતાએ ત્યાગ કર્યો અને પ્રસૂતિ થઈ તે જ છે બાળકની મુક્તિ ગર્ભથી; જ્યાં તેને ઊંધા માથે નવ નવ માસ સુધી, મળ-મૂત્રના સાન્નિધ્યમાં અંધારી કોટડીમાં લટકવું પડયું તે સ્થળથી પ્રસૂતિ દ્વારા તેની મુક્તિ થઈ તેથી જ તેને ડિલિવરી એવું નામ મળ્યું. ડેલિવરન્સ એટલે
Page #381
--------------------------------------------------------------------------
________________
(૩૨) મુક્તિ, મોક્ષ એવો અર્થ છે અને તે ઉપરથી પ્રસૂતિ માટે ડિલિવરી શબ્દ આવ્યો છે. આમ માતાએ કરેલા ગર્ભના ત્યાગથી જ આપણો જન્મ છે અર્થાત્ ત્યાગ દ્વારા જ આપણે વસુંધરા પર આવ્યા....આમ આપણા જીવનની પ્રથમ ઘટના છે ત્યાગ અને અંતે શરીરના ત્યાગ દ્વારા જ પુન: જન્મ કે મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાની જીવતાં જ જ્ઞાન દ્વારા શરીર ત્યાગે છે ‘નેતિ નેતિ' દ્વારા અને અમરતા પ્રાપ્ત કરે છે. અજ્ઞાની પણ સદ્ગતિ માટે સ્વર્ગલોક કે ઉત્તમ લોકની પ્રાપ્તિ માટે શરીર ત્યાગે છે. આમ જીવનની અંતિમ ઘટના પણ શરીર ત્યાગની છે.
આમ છતાં ત્યાગનું મહત્વ ન સમજાયું અનાત્મા સાથે તાદાત્મ કરી જીવનારને, વિષયાસક્તને, ભોગાસક્તને, અસતુને સત્ માની જીવનારને, હાડકાં અને ચામડાં ચૂંથનારને, આકાર અને નામી સાથે જ સત્સંગ કરનારને, અનિત્યના સમાગમમાં સમય વ્યતીત કરનારને, સ્વપ્નવતુ સંસારને સાચો માની સ્નેહીસગામાં ગળાડૂબ રહેનારને!
જીવનને અંતે અને પ્રારંભમાં તો ત્યાગ છે જ પણ પળે પળે પણ ત્યાગ, ત્યાગ અને ત્યાગ જ દેખાય છે જે દષ્ટિ અસંગની પ્રાપ્ત હોય તો!
થોડું વિચારીએ તો સમજાશે કે ત્યાગ વિના જીવન શક્ય જ નથી. આપણે પળે પળે શ્વાસમાં હવા લઈએ છીએ, તેનો ઉચ્છવાસ દ્વારા ત્યાગ ન કરીએ તો શું થાય? સવારથી સાંજ સુધી પીધેલું પાણી, ખાધેલું અન્ન, તેનો ત્યાગ ન કરીએ તો શું થાય? દિવસ દરમ્યાન શરૂ કરેલી પ્રવૃત્તિનો ત્યાગ કર્યા વિના પ્રવૃત્તિ ચાલુ જ રાખીએ; દિવસ અને રાત જો પ્રવૃત્તિમય જ રહીએ તો શું થાય? ટૂંકમાં, ત્યાગ ખૂબ જ આવશ્યક નહીં, બલ્ક અનિવાર્ય છે. પ્રવૃત્તિનો ત્યાગ કરી નિદ્રા પણ જરૂરી છે, અને નિદ્રાને ત્યાગી પ્રવૃત્તિ પણ જરૂરી છે.
ખરેખર જે વિચારીએ તો સમજાય છે કે ત્યાગમાં જ સુખ છે...આનંદ છે. જે આપણા રોજિંદા જીવનની કિંમતી અનુભૂતિ છે પણ આપણે તેને સમજી શક્યા નથી. આપણે જયારે સુમિમાં હોઈએ છીએ ત્યારે નથી આપણી પાસે સ્વપ્નગતની કાલ્પનિક કામનાઓ, નથી જાગૃતિમાં દેખાતા mતની સ્થાવરન્ગમ મિલકત, નથી આપણી પાસે આપણી દોલત, નથી મોજશોખનાં સાધનો, નથી આપણાં સ્નેહી-સગાં, સંતાન કે પત્ની, નથી સજવા આપણે શણગાર, ખિસ્સાં ખાલી છે, ઓછામાં ઓછાં વસ
Page #382
--------------------------------------------------------------------------
________________
(૩૬૩) છે, આપણે ભૂલી ગયા છીએ કે આપણે શેઠ, મિનિસ્ટર, ડૉકટર, વકીલ, વેપારી કે હોદ્દાદાર ઑફિસર છીએ, પૂજ્ય સંત કે સેવાભાવી કાર્યકર છીએ. આપણી ઉપાધિ, હોદો કે સત્તા સુષુપ્તિમાં આપણી પાસે નથી. અજાણતાં આપણે જે કંઈ એકત્ર કરેલું તે સર્વનો ત્યાગ થઈ ગયો છે. એટલે સુધી કે આપણે પિતા,માતા, પતિ કે પત્ની છીએ તે પણ ખ્યાલ નથી. આમ છતાં એ જીવનની વાસ્તવિક હકીકત છે કે જયારે કોઈ પૂછે કે સુષુપ્તિની તમારી અનુભૂતિ કેવી હતી તો આપણે કાંઈ પણ સંકોચ વિના, તરત જ ઉત્તર આપીએ છીએ કે હું ખૂબ જ સુખચેનથી સૂતો હતો.” આઈ હેડ સાઉન્ડ સ્લીપ. જયારે મારી પાસે કંઈ જ નહોતું ત્યારે હું આનંદમાં હતો. સુષુમિમાં જે આનંદનો અનુભવ આપણે કર્યો છે તે જ અનુભવ માટે આપણે રોજ પ્રયત્ન કરીએ છીએ અને જેને ઊંધ ન આવે તેને પૂછો કેટકેટલા પ્રયત્નો કરે છે વિદન વિનાની, સ્વપ્ન વિનાની સુપુતિને પ્રાપ્ત કરવા? આમ એક હકીકત સ્પષ્ટ છે કે જ્યારે સર્વ કાંઈ ત્યજાય છે ત્યારે જ સુષુપ્તિનો આનંદ મળે છે. આ જ છે આપણા જીવનની વિરોધાભાસી વાસ્તવિકતા! જીવનભર અનેક વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહીએ છતાં સુષુમિમાં પ્રવેશ કરવા એકત્ર કરેલી તમામ વસ્તુને ત્યાગવાથી, અરે સંગ્રહિત માલ-મિલકતના વિચારને પણ ત્યાગવાથી જ સુષુપ્તિ પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ ત્યાગનું મહત્ત્વ સમજાયું નથી. એ જ છે જીવનની મહાન દુર્ઘટના!
બધું ત્યાગતાં ત્યાગજે હુંપણાને બધું ભૂલતાં ભૂલજે દેહભાને.”
અને “બધું પામતાં પામજે તત્ત્વજ્ઞાને”
-સ્વામી શ્રી સ્વયંજ્યોતિ ત્યાગ વિશે સમાજમાં ભ્રાંતિ
મોટે ભાગે ત્યાગ શબ્દથી ઊભી થયેલી અનેક ભ્રાંતિઓ સમાજમાં પ્રચલિત છે. અને તે સર્વ ભ્રાંતિ સ્થૂળ વસ્તુ કે ભૌતિક પદાર્થોના ત્યાગ સાથે સંકળાયેલી છે, જ્યારે અહીં શંકરાચાર્યજી તો જ્ઞાનના ઉદયમાં દશ્યપ્રપંચના ત્યાગની વાત સમજાવે છે.
પ્રથમ આપણે ત્યાગ વિશેના ખોટા ખ્યાલો તરફ નજર કરીએ તેથી સાચી અસંગતા કે વૈરાગ્યનો ખ્યાલ આવશે. લૌકિક સમજ અને માન્યતામાં
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩૬૪) વસ છોડી નગ્નાવસ્થામાં રહેવું તેને ત્યાગ માનવામાં આવે છે. તો કેટલાક શરીરને કષ્ટ આપવું, ગરમી, ઠંડી સહન કરવી તેને ત્યાગ સમજે છે. જયારે કોઈ અન્ન છોડી માત્ર ફળાહારનું સેવન કરનારાને ત્યાગી સમજે છે. અન્ન છોડી દેનારને સદ્ય અન્ન જ સ્મૃતિમાં રહે છે કારણ કે તેને સતત યાદ રાખવું પડે કે ભૂલથી પણ અન્ન ન ખાઈ જવાય. આમ અન્ન છોડયું પણ સ્મૃતિમાં સદા “અન્ન, અન્ન” એવો શિલાલેખ છેતરાઈ જાય છે. તો ક્યાં રહ્યો ત્યાગ અન્નનો? એટલું જ નહીં, જ્યાં ફળાહારી તપસ્વી વિહાર કરશે, ત્યાં ફળ મળશે કે નહીં તેની જ ચિંતા તેને સતાવશે! એટલું જ નહીં અન્ન છોડી શકાશે, વસ છોડી શકાશે, પણ તેમાં રહેલી આસક્તિ છૂટશે નહીં તો તે સાચો ત્યાગ કહેવાશે નહીં.
કોઈ દાણચોર મોટરમાં સોનાની લગડીઓ લઈને જઈ રહ્યો હોય છે. અચાનક તેને ખબર પડે છે કે પાછળ પોલીસની મોટર પીછો કરી રહી છે. તેથી તરત જ તે દાણચોર મહાન પરિશ્રમથી મેળવેલ સોનું ચાલુ મોટરે બારીમાંથી બાજુની નદીમાં નાંખવા માંડે છે અને પોલીસ પકડે તે પૂર્વે તમામ લગડીઓનો ત્યાગ કરે છે. અહીં સોનાનો ત્યાગ તો થયો છે પણ દાણચોરના મનમાં સોના માટેની આસક્તિ ગઈ નથી તેથી આ ત્યાગ વાસ્તવિક નથી.
કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે જે સ્ત્રી અને ધનને જોઈ વિરુદ્ધ દિશામાં પ્રયાણ કરે અથવા પોતાથી સ્ત્રી અને ધનને દૂર રાખે તે ત્યાગી છે. કેટલાક પૈસાને અડવામાં કે સ્ત્રીનાં દર્શન માત્રમાં પોતાને વ્યથિત, દુ:ખી સમજે છે અને તે બન્નેથી દૂર નાસે છે. તે પણ ત્યાગ નથી. જે વ્યક્તિ સ્ત્રી કે પૈસાથી વિરુદ્ધ દિશામાં દોડશે તે વિરાગી કહેવાશે અને જે ધન અને સ્ત્રીની દિશામાં દોડશે તે રાગી કહેવાશે. ધન અને સ્ત્રીની સમીપ દોડશો કે તેથી વિરુદ્ધ દોડશો તોપણ મનમાંથી સ્ત્રી કે ધન દૂર થવાનાં નથી. જે સાચો વૈરાગ્યવાન છે, ત્યાગ સમજી ચૂક્યો છે, તે પોતાની દોડ થંભાવી દે છે. પૈસાને સ્પર્શ કરવામાં તે પાપ સમજતો નથી અને છતાં સંગ્રહમાં માનતો પણ નથી. તેમ જ સ્ત્રી-દર્શનથી મૂંઝવણમાં પડતો નથી અને સાથે જ તેમાં રાગ ઊભો થવા દેતો નથી. આવો ત્યાગી રાગ અને વિરાગથી પર છે. તે વીતરાગી છે અને વીતરાગ જ ત્યાગનો મર્મ છે, સત્વ છે, ત્યાગનું એ તત્ત્વ છે.
સંન્યાસી માટે દંડ અને કમંડળનો ત્યાગ પણ સાચો ત્યાગ નથી.
Page #384
--------------------------------------------------------------------------
________________
(૩૫) તેથી શાશ્વત શાન્તિ મળે તેમ નથી. શરીરનો ત્યાગ કરવાથી શાન્તિ મળશે તેવી માન્યતા તો મૂખમીની પરાકાષ્ઠા છે. યોગવાસિષ્ઠમાં એક સુંદર કથા છે પિતા અને પુત્રની. પિતા બૃહસ્પતિ છે અને પુત્ર કચ છે. પુત્ર કરા વેદાભ્યાસ કરીને પોતે પારંગત થઈ ગયા છે તેવું તેમને અભિમાન થયું. પિતા બૃહસ્પતિ પુત્રની આંખમાં તેના અભિમાનને જોઈ શક્યા. અને અભિમાનને ઓગાળવાના હેતુથી તેમણે પ્રશ્ન પૂછ્યો: બૃહસ્પતિ: વેદાભ્યાસ પછી હવે તને શાન્તિ મળી કે નહીં? કચ: ના; શાન્તિ તો નથી મળી! બૃહસ્પતિ: તો પછી શાન્તિ માટે પ્રયત્ન કર. કચ: શાનિ કેવા પ્રયત્નથી મળે? બૃહસ્પતિ: ત્યાગથી જ શાન્તિ ઉપલબ્ધ થઈ શકશે.
એવાં પિતાનાં વચન શ્રવણ કરી ત્યાગ માટે તત્પર થયેલ કચ ઘરબાર છોડી નીકળી પડ્યો. તેની સમજમાં ઘરબારનો ત્યાગ એ જ સાચો ત્યાગ હતો. તે પોતાની ભૂલ ન સમજો કે તેને વિદ્યાનું અભિમાન થયેલું. વેદાભ્યાસનું ઘમંડ હતું તે છોડવું જરૂરી હતું. વિદ્યાનું ફળ છે નમ્રતા; વિદ્યાનું ફળ જ શાન્તિ છે, જો સાચી વિદ્યા કે જ્ઞાન હસ્તગત થાય તો. પણ તેવી સમજ વિના કશ તો ઉપડ્યો યાત્રાએ. એક વર્ષ સુધી તીર્થાટન કર્યું. અંતે ઘેર પાછો ફર્યો ત્યારે ફરી પિતાએ પ્રશ્ન પૂછ્યો...
બૃહસ્પતિ ઘરબાર છોડ્યાં. હવે તને શાન્તિ મળી? કચ: શાન્તિનો કોઈ અણસાર પણ નથી મળ્યો. બૃહસ્પતિ: તો, ત્યાગ કરો. શાન્તિ જરૂર મળશે.
‘ત્યાગનો મંત્ર લઈ કચે દંડ-કમંડળનો ત્યાગ કર્યો અને ફરી એક વર્ષ તીર્થાટન કરી પાછા ફર્યા.
પિતાજીએ કહ્યું: “હવે તો તને શાંતિ મળી હશે.” કચ: ના, હજુ શાન્તિ મળી નથી! હસ્પતિ: તો ત્યાગ કરો.
કચ: અરે! હું તો અશ્ચિન છું. ધનમાત્ર છોડયાં છે. શું કહો છો ગુરુદેવ! કૌપીનનો પણ મેં ત્યાગ કર્યો છે.
બૃહસ્પતિ: છતાં તને શાન્તિ નથી તો ત્યાગ કરો! આ સાંભળી ક્ય મનોમન વિચારવા લાગ્યો કે લંગોટનો ત્યાગ પણ ત્યાગ નથી. ધનના ત્યાગની કોઈ કિંમત નથી. તો પછી બસ હવે તો મારી પાસે બચ્યું
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩૬૬) છે મારું શરીર. ચાલ, તેનો પણ ત્યાગ કરું! હજુ પણ ક્ય શરીરને પોતાની માલિકી સમજે છે તેથી જ શરીરના ત્યાગની વાત વિચારે છે. શરીર મારું છે તેવો ભાવ જ્યાં સુધી મોજુદ છે ત્યાં સુધી શરીર ત્યજાઈ જશે છતાં “મનમાવે- “મારે છે તેવો ભાવ બચી જશે. અને શરીરની વાસના એક નહીં અનેક શરીરને પ્રાપ્ત કરશે. પણ કચ આ વાત સમજયો નહીં તેથી તેણે ચિતા સળગાવી અને શરીર ત્યજવા અગ્નિમાં કૂદવાની તૈયારી કરી....અને જયારે કચ કૂદવા તત્પર થયા અરિમાં કે તરત જ બૃહસ્પતિએ આવીને તેમનો હાથ પકડયો અને કહ્યું આ રીતે શરીરત્યાગ ન થાય. જે શાન હશે તો જીવતાં જ શરીર તઈ જશે. જે ત્યાગ જ કરવો હોય તો હું શરીર છું અને શરીર મારું છે તેવા ભાવનો ત્યાગ કર; નહીં તો એક શરીર છોડવાથી અનેક શરીરો પ્રાપ્ત થશે.
કચં: તો ત્યાગ એટલે શું? બૃહસ્પતિ - “નિત્તાત્યા વિઃ સર્વ ત્યા”
ચિત્તનો ત્યાગ એ જ સર્વ વસ્તુનો ત્યાગ છે.” જ્ઞાની શરીર, મન, બુદ્ધિ, ઈોિ સૌને ત્યાગે છે “સ્વ” સ્વરૂપના જ્ઞાન દ્વારા. સ્વરૂપનું કે આત્માનું જ્ઞાન થવાથી આપોઆપ આનાત્માનો ત્યાગ થઈ જાય છે. દોરીના જ્ઞાનમાં સર્પનો સહજતાથી વિના પ્રયત્ન ત્યાગ થાય છે. અધિષ્ઠાનના જ્ઞાનમાં આરોપનો અનાયાસે જ ત્યાગ થાય છે. જ્ઞાન વિના ત્યાગ દુષ્કર છે; અસંભવ છે.
જ્યારે આપણે કોઈ વસ્તુનો, પદાર્થનો ત્યાગ કરીએ છીએ ત્યારે પ્રથમ માનીએ છીએ કે વસ્તુ કે પદાર્થ છે. જયારે જ્ઞાનમાં વાસ્તવમાં કોઈ વસ્તુની ઉત્પત્તિ જ નથી. અને જે વસ્તુ, પદાર્થ છે તો તે અજ્ઞાનમાં છે, આરોપ તરીકે છે, મિથ્યા છે. જે વસ્તુ જ નથી તો ત્યાગ ક્વો? અને મિથ્યાનો ત્યાગ તો ત્યાગ જ નથી. પણ મિથ્યા વસ્તુને આપણે આપણી માની છે તે તો ભ્રાંતિ છે. “વસ્તુ છે,’ ‘પદાર્થ છે અને તે ‘મારી મિલકત છે બન્ને ભાવ અજ્ઞાનની જ નીપજે છે. ચિત્ત કે મન જ આવો ભાવ પેદા કરે છે. કારણ કે ચિત્ત જ ભેદર્શન કરે છે અને અન્યને પોતાનું માની માલિકી ભાવ ઊભો કરે છે. માટે જ સમાજમાં ભાગની શાંતિ પ્રવર્તે છે. આવા ભેદદથી ચિત્તનો જ જયારે ત્યાગ થાય છે ત્યારે નથી કંઈ મારું નથી હું કોઈનો માલિક પછી જ ખરેખર ત્યાગ જન્મે છે. ચિત્ત જ જ્યારે ત્યજાઈ જાય ત્યારે સમગ્ર
Page #386
--------------------------------------------------------------------------
________________
(૩૬૭) દયપ્રપંચ અસ્તિત્વહીન ભાસે છે. અને માત્ર બ્રહ્મદર્શન જ થયા કરે છે. કારણ કે ભેદદશ ચિત્ત ન રહેતાં બચે છે માત્ર ચૈતન્ય. માટે જ કહ્યું છે કે પ્રપંચનો ત્યાગ જ સાચો ત્યાગ છે. કારણ કે જે પ્રપંચ છે જ નહીં અને બ્રહ્મમાત્ર જ છે તો પછી સંસારમાં નથી કોઈ પણ વસ્તુ નિંદા કરવા યોગ્ય કે નથી કંઈ સ્તુતિ કરવા લાયક! નથી કોઈ વસ્તુ સ્વીકાર્ય કે નથી કંઈ ત્યાW! હંમેશાં યાદ રાખીએ કે જેનો સ્વીકાર કરવો હશે, જે પ્રાપ્ત કરવું હશે તેનું સતત ચિંતન થયા કરશે; અને જેનો ત્યાગ કરવો હશે તેનું પણ ચિંતન થયા કરશે. અર્થાત્ પ્રાપ્તિની કે ત્યાગની વસ્તુ તો મનમાં જ રહેશે; કેમ કે તેમનું સતત ચિંતન થાય છે. ચિંતન જ સમાપ્ત થાય, ત્યાજયનું કે સ્વીકાર્યનું - તે જ ત્યાગ કહેવાય છે.
વાસ્તવમાં ત્યાગ એટલે શું?
પ્રપંન્નપરા ચાર- પ્રપંચ રૂપનો સહજ ત્યાગ જ વાસ્તવમાં ત્યાગ છે. આવો ત્યાગ કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે?
જિતાત્મવી અવનવનીતુ- ચૈતન્યસ્વરૂપ બ્રહ્મનું વારંવાર ચિંતન કરવાથી જ આવો ત્યાગ ઉપલબ્ધ થઈ શકે તેમ છે.. બ્રહ્મનું આત્માનું અધિષ્ઠાનનું સતત ચિંતન કરવાથી આત્મદર્શન કે ઐક્યદર્શન જ સર્વદા સમીપ રહેશે. ભિન્નતાવાળાં નામ અને આકાર અદશ્ય થશે. જે નામ અને આકારવાળો સંસાર દશ્ય છે તેને જ દશ્યપ્રપંચ કહેવાય છે અથવા તેને રૂપવાળો પ્રપંચ કહેવાય છે. જ્યાં સુધી તે સંસારમાં નામઅને આકાર જ દેખાશે ત્યાં સુધી તેનો ત્યાગ થવાનો નથી. પણ જયારે સતત બ્રહ્મચિંતનથી નામ અને આકાર હોવા છતાં તે સર્વ તો આરોપ છે તેમ સમજાશે; અને તત્ત્વ તો બ્રહ્મ જ છે એમ જણાશે ત્યારે નામ અને આકાર કે રૂપ હોવા છતાં તે નથી તેમ જણાશે. રૂપ તો ભ્રાંતિ છે, અધ્યાસ છે, આરોપિત છે, વાસ્તવિક નથી. અધિષ્ઠાન આત્મા ઉપર લદાયેલાં છે, ભાસે છે તે રૂપ છે અને રૂપ હોય તે જ ભાસે છે. નામ અને આકાર તો પ્રતીતિમાત્ર છે, હકીકતમાં તેમનું સાચું અસ્તિત્વ નથી. આવું જ્ઞાન બ્રહ્મનું સતત ચિંતન કરવાથી થાય છે અને આવા શાનથી જ yપશ્વચ ત્યાગ પ્રપંચનો, નામ અને આકારનો, રૂપનો સહજ ત્યાગ સિદ્ધ થાય છે. સંસારનો કે પ્રપંચનો સ્વરૂપત: ત્યાગ શક્ય જ નથી, માત્ર આત્મજ્ઞાન કે અધિષ્ઠાનના સંદર્ભમાં જ સાચો ત્યાગ સંભવિત છે. જે સોનાના ઘરેણામાં નામ અને આકાર દશ્ય થાય તો જ ત્યાગની વાત
Page #387
--------------------------------------------------------------------------
________________
(૩૬૮). જાગે, પણ રૂપ, રંગ અને આકાર કે નામ ન જણાતાં સોનું જ સોનું જેને દેખાય તેના માટે રૂપ હોવા છતાં પ્રતીતિમાત્ર છે, અને રૂપ સાથે, જ્ઞાનમાં રૂપનો થયેલો ત્યાગ છે. જેમ કે શરીરને છોડયા વિના નથી હું શરીર કે નથી શરીર મારું પણ હું તો પરબ્રહ્મ છું તેવા શાનમાં શરીર અર્થાતુ નામ અને આકાર એટલે કે પ્રપંચ હોવા છતાં જ્ઞાની માટે પ્રપંચનો ત્યાગ થયેલો જ છે. માટે જ કહ્યું છે કે ચૈતન્યસ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી પ્રપંચરૂપનો ત્યાગ થાય છે. ત્યારે પશ્વકપચ વિવાત્મવીવતોનq સર્વસ્વનો સ્વીકાર જ ભાગ છે.
મારું શરીર અને સર્વના શરીરનું મારું મન અને સર્વ મન મારો આકાર અને સર્વના આકાર; મારું નામ અને સર્વ નામ: વ્યષ્ટિ અને સમષ્ટિ; વ્યક્તિ અને વિરાટ; પિંડ અને બ્રહ્માંડનું સર્વ દશ્ય અને તમામ શેય વસ્તુ બ્રહ્મસ્વરૂપ જ છે. બ્રહ્મથી અતિરિક્ત, અન્ય, જુદું કે પૃથફ કંઈ જ નથી..બધું જ બ્રહ્મમય છે. આવા સ્વીકારમાં પણ પ્રપંચનો સહજ ત્યાગ સમાયેલો છે. અધિષ્ઠાન આત્માના સ્વીકારમાં પ્રપંચરૂપી આરોપ આપોઆપ ત્યજાઈ જાય છે. હવે ત્યાગને એક નવા અભિગમથી વિચારીએ | સર્વસ્વના સ્વીકાર માટે, આત્મચિંતન માટે, સંસારના મિથ્યાત્વને જાણવા માટે પણ વૈરાગ્યની અને ત્યાગની આવશ્યકતા જણાઈ છે. કારણ કે જયાં સુધી જગતના પદાર્થોમાં આસક્તિ હશે, વિષયોનો સંગ હશે, નામ અને આકારનો સમાગમ હશે ત્યાં સુધી આત્મચિંતનમાં એકાગ્રતા આવશે નહીં માટે જ આદિ શંકરાચાર્યજી જણાવે છે કે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય; અને આત્મજિજ્ઞાસા માટે પ્રયત્ન કરવો હોય તો શીઘ ગૃહનો ત્યાગ કરી ચાલ્યા જવું.
“आत्मेच्छा व्यवसीयतां निजगृहात् पूर्णविनिर्गम्यताम्" આવો સંદેશ એક અધિકારી માટે છે, કે જેનામાં વિવેક દ્વારા જન્મેલો વૈરાગ્ય હોય તેણે ક્ષણમાત્ર પણ થોભવાની જરૂર નથી. જેનામાં વૈરાગ્યની ઊણપ હોય છે તે જ અનેકનો સંપર્ક સાધે છે. ખરી વાત તો એવી છે કે જેને સંસારમાં આગના ભડા દેખાય તે કોઈની સંમતિ મેળવવા જતો નથી, કોઈને કન્સલ્ટ કરતો નથી. ઘર બાંધવું હોય તો અનેકની સલાહ સુચન આવશ્યક છે. જેને ઘર છોડવું છે તે કદી કોઈને પૂછતો નથી. આવા જ ત્યાગની વાત જાબાલોપનિષદમાં પણ છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
(૩૬૯)
यदहरेव विरजेत्तदहरेव प्रव्रजेत्। જે દિવસે વૈરાગ્ય જાગે તે જ દિવસે પરિવ્રાજક અર્થાત્ સંન્યાસી થવું'. અહીં એવો સંકેત કૃતિ દ્વારા મળે છે કે સ્મશાનવૈરાગ્ય નહીં પણ ખરેખર નિત્યઅનિત્યના વિવેક દ્વારા સંસારનું મિથ્યાત્વ સમજાય તો ક્ષણમાત્ર પણ વિચાર કર્યા વિના ત્યાગ કરવો અને સંન્યાસી થવું
સંન્યાસી થવું એટલે શું? સંન્યાસથી ત્યાગ ફલિત થાય? સંન્યાસ એટલે જ ત્યાગ.
ત્યાગ અને વૈરાગ્ય જ આત્મપ્રાપ્તિનો અંતિમ માર્ગ છે તેવું જણાવતાં બૃહદારણ્યક શ્રુતિ જણાવે છે કે
एतमेव प्रवाजिनो लोकमिच्छन्त: प्रव्रजन्ति આ આત્મલોકની ઇચ્છાથી જ ત્યાગી પુરુષ સર્વસ્વનો ત્યાગ કરી ચાલ્યા જાય છે અથતુ સંન્યાસી થાય છે. અને જે સંન્યાસી થાય છે તે પુત્રની ઇચ્છા, ધનની ઇચ્છા, અને લોકેચ્છા- એટલે માન, મોભો, મરતબો, સન્માન વગેરેને ત્યાગે છે અને ભિક્ષાચર્યા કરતા ફરે છે. તેમ જણાવતાં બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે __ "पुत्रैषणायाश्च वितैषणायाश्चलोकैषणायाश्च व्युत्थायाय भिक्षाचर्य चरन्ति।"
આમ સ્મૃતિ, શ્રુતિ અને શાસ્ત્રોમાં ત્યાગનું મહત્ત્વ ખૂબ જ છે. અને તેવા ત્યાગને ધ્યાનમાં રાખીને જ કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ગીતામાં અનેક સ્થળે વૈરાગ્ય અને ત્યાગનો સંદેશ આપ્યો છે. અહીં જે પ્રપંચરૂપના ત્યાગની વાત થઈ છે; તે જ વાત ગીતામાં સંસારવૃક્ષના છેદન માટે; અસંગશસ્ત્રથી કરવામાં આવી છે. અને અસંગશસ્ત્ર એટલે જ વૈરાગ્ય. વૈરાગ્યરૂપી શસ્ત્ર વિના સંસારવૃક્ષનું છેદન અશક્ય છે. માટે જ ભગવાને કહ્યું કે અશોખ ન છિન્દી | વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે દઢતાથી કાપી નાખ', અર્થાત્ પ્રબળ વૈરાગ્ય અને ત્યાગ દ્વારા તું નામ અને આકારવાળા સંસારનો નાશ કર. અહીં સ્પષ્ટ છે કે સંસારનો સંગ હશે ત્યાં સુધી અસંગ આત્માનો સાક્ષાત્કાર થઈ શકશે નહીં. અને જે ક્ષણે વૈરાગ્ય કે ત્યાગ દ્વારા સંસારનો નાશ થશે, પ્રપંચનો લય થશે, તે જ ક્ષણે મોક્ષ પ્રાપ્ત થશે. અને દશ્યપ્રપંચથી છુટકારો થશે. માટે જ અહીં શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજી જણાવે છે
યતઃ મોલમ: સદ: આવા ત્યાગથી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે. કામનો તાગ જ સર્વશ્રેષ્ઠ ભાગ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
(૩૭૮) ગીતામાં ભગવાને કહ્યું છે કે,
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्ट: स्थितप्रज्ञस्तदोच्यते॥अ.२/५५॥ હે અર્જુન! જ્યારે (આ પુરષ) મનમાં રહેલી બધી કામનાઓને ત્યજી દે છે (અને) મનમાં આત્મા વડે જ સંતુષ્ટ થાય છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
આમ વાસનાના, કામનાઓના ત્યાગથી જ બુદ્ધિ સ્થિર થાય છે. અને ચંચળતાનો લય થાય છે. અને સ્થિર બુદ્ધિવાળો જ પોતા દ્વારા પોતામાં સંતુષ્ટ રહે છે. આવો સંતોષ ત્યાગ વિના શક્ય નથી. એટલું જ નહીં પણ જેની બુદ્ધિ સ્થિર થાય છે તે જ પોતાના સ્વરૂપને સમજી શકે છે અને આત્મચિંતનમાં તે સ્થિર થાય છે; સ્વરૂપમાં તેની નિષ્ઠા થાય છે. અને તે જ્ઞાનીને સમજાય છે કે હું જ સર્વનું અધિષ્ઠાન છું. જે હું અધિષ્ઠાન છું.... તો હું જ સર્વસ્વ છું. તો પછી પરિગ્રહ કોનો?
-સંગ્રહ શેની? નિગ્રહ કોનો?
જો સર્વમાં હું જ હું તો પૂર્વગ્રહ કોના માટે?
અનુગ્રહ કોના ઉપર? પણ આવું સમજાય ક્યારે? બુદ્ધિ સ્થિર થાય ત્યારે. બુદ્ધિ સ્થિર થાય ક્યારે?.... કામનાઓનો, વાસનાઓનો ત્યાગ થાય ત્યારે જ... કામનાના ત્યાગથી જ સમજાય છે કે હું અધિષ્ઠાન છું ગતનું જે કંઈ દ૨ય છે...તે મારું જ સ્વરૂપ છે. તો કોની કરું હું પ્રતીક્ષા.... લઉ કોની છું....પરીક્ષા.. છે ક્યાં મારામાં કોઈની ઉપેક્ષા બચી ક્યાં છે કોઈની અપેક્ષા કરું કઈ રીતે મારી જ હું રક્ષા?.....
Page #390
--------------------------------------------------------------------------
________________
(૩૭૧)
ત્યાગ દ્વારા જ અમરતા કે મુક્તિ પ્રાપ્ત થાય છે
ભગવાન શંકરાચાર્યે પ્રપંચના ત્યાગ દ્વારા જ મોક્ષ મળે છે તેમ કહ્યું છે. ‘“સઘો મોક્ષમયો યતઃ’’,‘ત્યાગથી તરત જ મોક્ષ મળે છે.’
આ વિચાર ભગવાન શંકરાચાર્યની કપોળકલ્પિત કલ્પના નથી. શ્રુતિ, સ્મૃતિનું દોહન કરીને ભગવાને આ સત્ય કથનનું ઉચ્ચારણ કરેલું છે.
વાસનાના ત્યાગથી જ પ્રપંચનો ત્યાગ થાય છે. અર્થાત્ પ્રપંચનું મિથ્યાત્વ સમજાય છે. વાસનાનો સંહાર થાય તો જ જન્મ અને મૃત્યુના ચક્રથી છુટકારો મળી શકે તેમ છે. અર્થાત્ જન્મ, મૃત્યુના ફેરાથી મુક્તિ મેળવવા વાસના અને કામનાનો ત્યાગ આવશ્યક છે. અને તે જ પ્રમાણે સ્થિતપ્રજ્ઞ થવા પણ વાસના-ત્યાગ અનિવાર્ય છે.
વાસનાત્યાગથી કઈ રીતે અમરતા મળે ?
ઉપનિષદોમાં એવી સ્પષ્ટ વાત છે કે વાસનાક્ષય એ જ મુક્તિ છે. બૃહદારણ્યક શ્રુતિ એવી ઘોષણા કરે છે કે
यः अकामो निष्काम: आप्तकाम आत्मकामो न तस्य प्राणा उत्क्रामन्ति ब्रह्मैव सन् ब्रह्माप्येति ॥
“જે અકામ, નિષ્કામ, આમકામ=વાસનાશૂન્ય, આત્મકામ=આત્માની જ ઇચ્છા કરનાર છે તેના પ્રાણોનું ઉત્ક્રમણ થતું નથી. તે બ્રહ્મ થઈ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે.
અર્થાત્ વાસના ત્યાગી ચૂકેલો જ આત્મચિંતન દ્વારા; બ્રહ્મને પોતાના સ્વરૂપ તરીકે; પોતાનાથી અભિન્ન જાણે છે અને બ્રહ્મને જાણનાર બ્રહ્મથી જુદો કે ભિન્ન રહેતો નથી. આમ પોતાને સત્ ચિત્ અને આનંદસ્વરૂપ જાણનાર તત્કાળ મોક્ષને પ્રાપ્ત થાય છે. આ જ છે મહત્તા ત્યાગની! આ જ છે ચમત્કાર ત્યાગનો! આ જ છે અલૌકિક ફ્ળ ત્યાગનું! માટે જ ત્યાગ પૂજનીય છે.
ત્યાગથી અમરતા પ્રાપ્ત થાય છે
કૈવલ્યોપનિષદમાં તો પ્રારંભમાં જ ત્યાગની સ્તુતિ છે. અને સ્પષ્ટતા કરેલી છે કે અમરતા, મોક્ષ, મુક્તિ કે બંધનથી છુટકારો કર્મથી નહીં, પ્રજાથી નહીં; ધનથી કદી નહીં; પરંતુ ત્યાગથી જ પ્રાપ્ત થાય છે.
" न कर्मणा न प्रजया धनेन त्यागेनैके અમૃતત્ત્વમાનમુઃ ।''
આ અમરતા એ જ અભય છે. સર્વ શાસ્ત્રોનો; વેદોનો, શ્રુતિનો,
Page #391
--------------------------------------------------------------------------
________________
(૩૭૨)
સ્મૃતિનો જો કોઈ સંદેશ હોય તો માત્ર એક જ છે કે અભય પ્રામ કરો. અને અભય સંગ, સાથ, સંગાથ કે સંગ્રહથી કદી પ્રાપ્ત થવાનો નથી. કારણ આત્મા તો અસંગ છે. અસંગ હોય તે જ અભય હોઈ શકે. વૈરાગ્યશતકમાં ભર્તૃહરિએ ગાયું છે કે જ્ગતની દરેક વસ્તુના સંગમાં ભય છે. સર્વવસ્તુ ભયયુક્ત છે. માત્ર વૈરાગ્ય કે ત્યાગ જ અભય છે.‘‘સર્વે वस्तु भयान्वितं भुवि नृणां... वैराग्यम् एव अभयम्”
સંક્ષેપમાં, સારમાં,નિષ્કર્ષમાં ત્યાગ કે વૈરાગ્ય વિના નથી અભય, નથી અમરતા, નથી પ્રપંચની નાબૂદી, નથી પરબ્રહ્મનો સાક્ષાત્કાર! માટે જ શંકરાચાર્યજીએ કહ્યું છે કે ત્યાગથી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે પ્રપંચરૂપના ત્યાગથી મોક્ષ કે મુક્તિ ઉપલબ્ધ છે, અને તે જ કારણથી ભગવાને શ્લોકમાં કહ્યું છે કે ‘ત્યાર: મહતાં હિ પૂછ્ય’=‘માટે મહાન પુરુષો પણ ત્યાગને પૂજે છે.’ ત્યાગનો તત્ત્વાર્થ
(૧) જાગ્રત થતાં, વિના પ્રયત્ને સ્વપ્નપ્રપંચનો લય થાય છે; તેમ આત્મજ્ઞાનથી અનાયાસે પ્રપંચરૂપનો ત્યાગ થાય છે તે જ વાસ્તવિક ત્યાગ છે. (૨) સર્વસ્વનો સ્વીકાર જ ત્યાગ છે.
(૩) અધિષ્ઠાનના સ્વીકારમાં જ આરોપનો સહજ ત્યાગ છે.
(૪) “મેં ત્યાગ કર્યો છે” એ વિચારનો ત્યાગ થાય તે જ ત્યાગ છે.
(૫) મેં જેનું સર્જન કર્યું નથી તેનો ત્યાગ નિરર્થક છે. જેના સર્જન માટે નિમિત્ત અને ઉપાદાન કારણ હું નથી, તેના ત્યાગની વિચારણામાં સાર્થકતા નથી. તે ત્યાગ વ્યર્થ છે.
(૬) સ્વપ્નમાં ઘરબાર, સ્નેહી, મિત્રો, મિલકત ત્યજવાનો કોઈ અર્થ નથી. તેમ જ સ્વપ્નવત્ સંસારના સ્નેહી કે પદાર્થોનો ત્યાગ અનર્થ છે.
(૭) ચિત્તનો ત્યાગ જ સર્વત્યાગ છે. “ચિત્તત્યામાં વિદ્યુઃ સર્વત્યાનમ્'
Page #392
--------------------------------------------------------------------------
________________
(૩૭૩)
મૌન
મૌન મોટા ભાગે તપશ્ચર્યાનો એક ભાગ છે તેવું મનાય છે અને વાણીના સંદર્ભમા જ મૌન વપરાય છે. અને તેવા મૌનના બે પ્રકાર છે: (૧) કાષ્ઠ મૌન અર્થાત્ માત્ર વાણીથી જ અભિપ્રાય વ્યક્ત ન કરવો તેમ નહીં પણ શરીરનાં અવયવોની કોઈ પણ ચેષ્ટા વડે પોતાના અભિપ્રાયને અભિવ્યક્ત ન કરવો અને કાષ્ઠ જેમ=લાકડા જેમ=જડવત્ પડ્યા રહેવું. (૨) આકાર મૌન અર્થાત્ માત્ર વાણી દ્વારા જ પોતાના અભિપ્રાયને વ્યક્ત ન કરવો. આવા આકાર મૌનનું વ્રત રાખનાર બે તોલાની જીભ હલાવવાનું મુશ્કેલ સમજે છે પણ પાંચ કિલોનું માથું હલાવવામાં સરળતા સમજે છે! કયું સરળ છે!
સંત કવિ શ્રી નરસિંહ મહેતા જણાવે છે તે પ્રમાણે વાદવિવાદથી મુક્ત થવું તે જ મૌન છે. કારણ કે જ્યાં પક્ષાપક્ષ છે ત્યાં પરમેશ્વર નથી. ધર્મ અને ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે. વાદવિવાદથી શ્રદ્ધાનું ખંડન થાય છે. તેથી ધર્મ અને ઈશ્વર સંબંધે વાદવિવાદ ન કરતા મૌનસેવન જ શ્રેષ્ઠ છે.
સાધકને સંબોધન કરતાં સાધનપંચકમાં આદિ શંકરાચાર્યજી જણાવે છે કે...
" देहेऽहम्मतिरुझ्यतां बुधजनैर्वादः परित्यज्यताम् ” ‘દેહમાં અહમ્બુદ્ધિનો ત્યાગ કરો અને જ્ઞાની જોડે વાદવિવાદ છોડી દો.” અર્થાત્ જ્ઞાની સાથે મૌન રાખી જ્ઞાન પ્રાપ્ત કરો.
નિદિધ્યાસનના સંદર્ભમાં અહીં ભગવાન શંકરાચાર્યજી અર્વાચીન અભિગમ દ્વારા મૌનને ત્રણ શ્લોક દ્વારા સમજાવે છે.
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।
यन्मौनं योगिभिर्गम्यं तद्भजेत्सर्वदा बुधः ॥ १०७ ॥
યત: અપ્રાપ્ય નિવર્તતે-જે (બ્રહ્મને) જાણ્યા વિના વાવ: મનસા સમન સહિત વાણી વગેરે ઇન્દ્રિયો પાછી વળે છે, યત્ માનં યોશિમિ: મ્યમ્=જે યોગીઓથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ મૌન છે.
બુધ: સર્વલા તત્ મનેત્=જ્ઞાનીએ સર્વદા તે મૌનરૂપ
=
બ્રહ્મરૂપ થવું.
Page #393
--------------------------------------------------------------------------
________________
(૩૭૪) वाचो यस्मानिवर्तन्ते तद्वक्तुं केन शक्यते।
प्रपञ्चो यदि वक्तव्य: सोऽपि शब्दविवर्जितः ॥ १०८॥ ચશ્મા( વાવ: રિવર્તને જે બ્રહ્મથી વાણી આદિ પાછાં ફરે છે. તન (દ) વવત્ત ન રાવતે તે (બ્રહ્મનું) વિવેચન કોઈથી થઈ શકે? વિ પન્ન: વસંતવ્ય: જે પ્રપંચ વાણી દ્વારા કહેવાય (એમ કહો) સ: મ શબ્દ વિવર્જિત તોપણ તે અનિર્વચનીય છે અર્થાત્ શબ્દવર્જિત
इति वा तद्भवेन्मौनं सतां सहजसंज्ञितम् ।
गिरामौनं तु बालानां प्रयुक्तं ब्रह्मवादिभिः॥१०९॥ તિ વા.. =બ્રહ્મ અને સંસાર બન્ને અનિર્વચનીય છે, તત્ મને ખવે... તેથી મૌન થવું (તથી બ્રહ્મ કે પ્રપંચ માટે વાદવિવાદનો
ત્યાગ) તે જ મૌન થવું છે, સતાં સદર સંતિમુ (આમ) સંતોનું મૌન=વાદરહિત થવું તે સહજ સંજ્ઞક
હોય છે. જામીનં તુ વાતાનામ્ બ્રહ્મવામિ. યુવા વાણીનું મૌન મૂંગા-મૂંગા રહેવું તે તો બાળકો માટે અજ્ઞાની માટે છે. તેવું બ્રહ્મજ્ઞાનીઓએ કહ્યું છે.
અહીં મૌનની એક અલૌકિક વ્યાખ્યા આપવાનો અદ્ભુત પ્રયત્ન થયો છે. જેમાં એવું કહેવાયું છે કે જે યોગીઓને ગમ્ય સ્થિતિ છે તે જ મૌન છે અથતું “યત મીનં યોિિમ ” યોગીઓને, જ્ઞાનીઓને જે ગમ છે તે તો બ્રહ્મ છે અને તે બ્રહ્મમાં સ્થિતિ એ જ મૌન કહેવાય તેવું સ્પષ્ટ છે.
બ્રહ્મને કે બ્રહ્મસ્થિતિને મૌન એટલા માટે કહ્યું છે કે તે પરબ્રહ્મ મન, વાણી અને ઇન્દ્રિયોનો અવિષય છે. પરબ્રહ્મ પ્રત્યક્ષ નથી તેથી ઈન્દ્રિયો તેને પ્રાપ્ત કરવા અશક્તિમાન છે. તેમ જ તે બ્રહ્મ પરોક્ષ પણ નથી તેથી મનના અનુમાનનો વિષય પણ ન થઈ શકે. આમ જે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી, નામી કે સાકાર નથી; દશ્યોદશ્યથી પર છે અને તે જ કારણથી તે વાણીનો વિષય પણ નથી. બ્રહ્મ તો વાચાતીત છે. માટે જ બ્રહ્મને મૌન કહ્યું છે અને મૌન તે જ બ્રહ્મ છે તેવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. પરબ્રહ્મ તો પરમ શાન્ત સ્વરૂપ છે. વિષમતાથી મુક્ત સમ છે તેથી પણ બ્રહ્મને મૌન કે મૌનને બ્રહ્મ કહ્યું તે યથાયોગ્ય જ છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
(૩૭૫)
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। “જેને (બ્રહ્મને જાણ્યા વિના મન સહિત વાણી વગેરે (ઇન્દ્રિયો) પાછાં ફરે છે.” આ વિચાર તૈત્તિરીય ઉપનિષદમાંથી લેવાયો છે. શ્રુતિના સાથમાં કૃતિસંમત વાત કરવી એ આદિ શંકાચાર્યજીની અનોખી શૈલી છે તે અહીં સ્પષ્ટ છે. તૈત્તિરીય કૃતિમાં પણ આ જ શબ્દો, આ જ સંકેત
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। __ आनन्दं ब्रह्मणो विद्वान न बिभेति कदाचनेति। અહીં એવો સંકેત છે કે બ્રહ્મ મન અને વાણીનો અવિષય છે. એટલું જ નહીં પણ વાણીનું શબ્દ-ઉચ્ચારણ કરવું તે ચુપચાપ મૌન રહેવું તે બન્ને ક્યિાનો સાક્ષી જ બ્રહ્મ છે. મનનું સંકલ્પ-વિકલ્પોમાં વિહાર કરવું કે શાન્ત રહેવું તેવી સ્થિતિનો જે સાક્ષી છે તે જ બ્રહ્મ છે. આમ બ્રહ્મ તો ચૈતન્યસાક્ષી છે મન અને વાણી જડ છે. તે બ્રહ્મને પ્રાપ્ત કરી શકતાં નથી. તેથી જે વિવેકી હોય, વિદ્વાન હોય તેણે મૌનરૂપ થવું. “મૌનરૂપ થવું” અર્થાત્ બ્રહ્મરૂપ થવું તેવો જ સંકેત સ્પષ્ટ છે. વધઃ સર્વદા તત્ મને-“વિવેકીએ સદા તે મૌનરૂપ થવું.” આવા આદેશનો બે દષ્ટિકોણથી વિચાર થઈ શકે. પ્રથમ તો બ્રહ્માનંદનો અનુભવ અવર્ણનીય છે. આત્માનુભૂતિને શબ્દમાં સમજાવી શકાય તેમ નથી તેથી વિદ્વાન, જ્ઞાનીએ તે બાબત મૌન રાખવું જ ઉચિત છે. જેમ કોઈ ગૂંગાએ ગોળ ખાધો હોય તો કઈ રીતે વર્ણન કરે? શ્રીરંગ અવધૂત આવા જ વિચારને સુંદર રીતે વ્યક્ત કરતાં જણાવે છે કે વાણી અન્તવાન છે તે કઈ રીતે અનન્તનું વર્ણન કરી શકે! માટે ચૈતન્યસાગરમાં ડૂબકી મારી મૌન રહેવું
“અનન્તને એ સાન્ત વાણી રીત શી વણીં શકે? માબાપની શાદી-ખુશાલી બાળ શું જાણી શકે? પોથાં તણો ના વિષય એ; ના તર્કની ત્યાં તો ગતિ અગમ અગોચર પંથ એ; ગુરુગમ બધી ચાવી રહી. લઘુ અને સિદ્ધાંતથી જે ધ્યેય હાંસલ ના થયો બાળી મૂકો સિદ્ધાંતને; એ પાણિનિ પડતો મૂકો.
રંગ પોથાં પુસ્તકો ફેંકી બધાં દરિયાવમાં “મૂંગો થઈ ડૂબી રહે સમુંદર એ શાહના”
Page #395
--------------------------------------------------------------------------
________________
(૩૭૬) આમ, એક દષ્ટિકોણથી સમજાયું કે બ્રહ્માનંદની અનુભૂતિનું વર્ણન વાણી દ્વારા શક્ય નથી માટે શાનીએ મૌન સેવન કરવું
બીજા અભિગમથી વિચારતાં પણ સ્પષ્ટ છે કે વાણી દ્વારા પ્રભુ પ્રાપ્ત થઈ શકે તેમ નથી માટે પણ મૌન જ શ્રેષ્ઠ છે. અને તેથી જ કહ્યું “તમત્સવંત ૩૫.”
“લખવું અને બકવું નકામું હા! વધ્યું અવળું બધે! લખવા અને બકવા થકી; પ્રભુ ના મળે, પ્રભુ ના મળે!”
“વૃથા બકવાદમાં ભાઈ ન ઝાંખી ઈશની ક્યાંઈ? બકી મૂવા વિબુધ ભારી; ન શાન્તિની કણી પાઈ?”
-શ્રી રંગ અવધૂત અને જે એમ વિચારાય કે મૌનરૂપ થવું એટલે જ બ્રહ્મરૂપ થવું તોપણ શ્લોકમાં અપાયેલ સંદેશ અને આદેશ ખૂબ સૂચક છે કે જ્ઞાનીએ સર્વદા બ્રહ્મરૂપ થવું. અને બ્રહ્મરૂપ થવું તે સર્વશ્રેષ્ઠ મૌન છે. બ્રહ્મથી વધુ શાન્તિમય કાંઈ જ નથી. જે બ્રહ્મરૂપ થાય છે તે જ પોતાને શાન્ત સ્વરૂપ તરીકે જાણે છે અને શાશ્વત શાનિ પામે છે. તેથી જ હયું “તમત્સર્વા
.”
જ્ઞાનીએ બ્રહ્માનંદની અનુભૂતિને અભિવ્યક્ત કરવામાં મૌનસેવન કરવું. બ્રહ્મપ્રાપ્તિ માટે પણ મૌન રાખવું અને વાદવિવાદ કે વિતંડાવાદથી બચવા માટે પણ મૌન રાખવું. આમ છતાં જો કોઈ શિષ્યભાવે, નમ્રતાથી આવે અને પ્રણિપાત દ્વારા પ્રશ્ન કરે તો સંવાદ કરવો; વાદવિવાદ નહીં. આવો સંવાદ જરૂરી છે, સાર્થક છે તેમ છતાં જો જ્ઞાનીને જરૂરી જણાય તો શિષ્યના પ્રશ્નના સંદર્ભમાં તે મૌન રાખી શકે છે. અને જ્ઞાની કે ગુરુનું મૌન સાધક કે શિષ્યના સંશયોને, શંકાઓને પ્રશ્નોનું નિર્મૂળ કરવા માટે સમર્થ બને છે.
गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः। માટે જ, મૌનને સાંભળો અગોચરને ઓળખો અસ્પશ્યને સ્પર્શી અગમને વાંચો
Page #396
--------------------------------------------------------------------------
________________
(૩૭૭)
અગમને વાંચે તે આત્મા મૌનનું શ્રવણ કરે તે મુમુક્ષુ
-નાનાલાલ (ઉપનિષદપંચક) ગુરુના મૌનમાંથી જ તો સર્જાયાં છે શા; પ્રગટ થઈ છે શ્રુતિ; ગવાઈ છે સ્મૃતિ અને તેથી જ કહ્યું છે કે ગુરના મૌનમાં સ્થિત થવા; તેના મૌનને જાણવાનું પ્રણિપાત દ્વારા, સેવા દ્વારા, તેને શરણે જાવ. પ્રશ્ન પૂછો અને મૌન થઈ શ્રવણ કરો. “તરદ્ધિ કાન પારનેર સેવર'. આવો સંકેત પ્રદાન કરવા માટે પણ કહ્યું છે કે “વધ: સર્વતા તત્ મને'. વિવકીએ સર્વદા મૌનરૂપ થવું. અર્થાતુ ગુરુ સમક્ષ વાદવિવાદના ત્યાગરૂપે મૌન અને બ્રહ્મ જાણ્યા પછી; “સ્વ”સ્વરૂપને પિછાન્યા પછી પણ મૌન જ અભિપ્રેત છે.
હવે ભગવાન શંકરાચાર્યજી શા માટે મૌન ધારણ કરવું તેનું તબદ્ધ કારણ સમજાવે છે.
“વાવો યમત્રિવર્તિ તત્વનું ન શક્યો” “જે (બ્રહાથી) વાણી આદિ પાછાં ફરે છે; તે (બ્રહ્મનું વર્ણન કોના દ્વારા શક્ય છે!” અર્થાત્ બ્રહ્મ તો વાચાતીત છે તેથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. તેથી મૌન જ ઉચિત છે. તેનો અર્થ એ જ થયો કે જ્યાં જ્યારે બ્રહ્મચર્ચા કે બહ્મ વિશે વાદવિવાદ થતો હોય ત્યાં મૌન રાખવું. બ્રહ્માથી ભિન્ન, અન્ય જે ગત છે; જે દશ્યપ્રપંચ છે, તેના વિશે જ વાણીનો પ્રયોગ કરવો જોઈએ તેવી સામાન્ય માનવીની લૌકિક સમજ છે. કારણ કે બ્રહ્મ અદશ્ય, અનામી અને નિરાકાર છે તેથી તેનું વર્ણન ન થઈ શકે; પણ જ્જત તો વ્યક્ત છે, દશ્ય છે, નામી અને સાકાર છે તેથી તેનું વર્ણન તો જરૂર વાણી દ્વારા થઈ શકે. આવી લૌકિક માન્યતાનો પણ અહીં શ્લોક ૧૦૮ મુજબ ઇન્કાર કરવામાં આવે છે.
प्रपञ्चो यदि वक्तव्य: सोऽपि शब्द विवर्जितः॥१०८॥ “જે પ્રપંચ વાણી દ્વારા વર્ણવી શકાય (એમ કહો) તો તે પણ શબ્દવર્જિત છે, અર્થાત્ અનિર્વચનીય છે.”
બ્રહ્મ વાણીનો વિષય નથી તે તો સ્પષ્ટ છે. પણ ક્વત કે દશ૩પ્રપંચ પણ વાણીનો વિષય નથી તે સમજવું થોડું કઠિન છે, છતાં સત્ય છે. જે સરળ હોય, સારું હોય, તે સાચું હોય તેવું કદી નહીં અને સમજવું
Page #397
--------------------------------------------------------------------------
________________
(૩૭૮).
મુકેલ, લાગે તે અસત્ છે તેવું પણ નથી.
અહીં એમ કહ્યું કે નામ અને આકારવાળું mત જેને પ્રપંચ કહેવાય છે તેની ખરેખર વાસ્તવિક ઉત્પત્તિ જ થઈ નથી. તે તો જેમ ઘેરી ઉપર સાપનો આરોપ છે તેમ જ mત પણ આરોપ છે આત્માના અધિષ્ઠાન ઉપર. જેમ પડદા ઉપર ચિત્રો આરોપિત છે તેમ જ આત્મા અધિષ્ઠાન રૂપી પડદો છે જેના ઉપર પ્રપંચના નામ અને આકાર આરોપિતા છે. આમ જે આરોપ હોય તેનું વાસ્તવિક અસ્તિત્વ જ ન હોય અને છતાં તે પ્રતીતિમાત્ર હોય છે.
હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રપંચ શા માટે વાણીનો વિષય નથી કે શબ્દવક્તિ છે. (૧) જગત કે પ્રપંચ પ્રતીતિ માત્ર છે. જે પ્રતીતિ છે તે માત્ર અજ્ઞાનકાળે હોય છે. અને જે માત્ર અજ્ઞાન સમયે જ અનુભવાય છે તેના વિશે શું કહેવાય? જે કંઈ કહી શકાય તે પણ અજ્ઞાનમાં જ કહેવાય તેથી કહેલું ન કહેવા બરાબર જ છે. માટે પ્રપંચ શબ્દવર્જિત છે, (૨) પ્રપંચની અનુભૂતિ તો ભાંતિ છે. ભ્રાંતિ જે ખરેખર છે જ નહીં તેના માટે વાણીનો પ્રયોગ કરવો વ્યર્થ છે. ગત જે ભ્રાંતિમય છે તો પછી આવી ભ્રાંતિના વર્ણન માટે વાપરવામાં આવેલી વાણી કે શબ્દો માત્ર ભાષાનો વિલાસ છે અથવા નિરર્થક વાણીનો શ્રમમાત્ર છે. તેથી પ્રપંચ શબ્દવર્જિત છે, (૩) જગત કે પ્રપંચની સત્તા અથવા અસ્તિત્વ પ્રાતિભાસિક છે. અર્થાત્ તેનું અસ્તિત્વ સ્વપ્નવતુ છે જે એક સમયે સ્વપ્નમાં જ જણાય છે.
mતને સાચી સત્તા નથી તો પછી તેનું વર્ણન કરવામાં શબ્દોનો ઉપયોગ કરવો વ્યર્થ છે. જે સ્વપ્ન જેવું છે તેની સ્તુતિ કરો કે નિંદા બધું જ સમાન છે. સ્વપ્ન જેમ પ્રતિભાસિક સત્તાવાળું ગત પણ ક્ષણજીવી છે તેથી વાણીનો ઉપયોગ અર્થહીન છે, (૪) પ્રપંચ અનિર્વચનીય છે તેથી વાણીનો વિષય જ નથી. પ્રપંચ અનિર્વચનીય છે અથત મિથ્યા છે. અને મિથ્યા એટલે જેને સતું કે અસત્ કંઈ જ ન કહેવાય છે. જે પ્રપંચ સતુ હોય તો તેને વિશે કંઈ કહી શકાય, અગર તેનું વર્ણન થઈ શકે. પણ ગત સત્ નથી. પ્રપંચ
Page #398
--------------------------------------------------------------------------
________________
(૩૭૯). સતું નથી. કારણ કે તે ત્રણે કાળમાં રહેતું નથી. માત્ર અશાનકાળે તેની પ્રતીતિ થાય છે; તે ભાસે છે. પણ શાનકાળે સંસાર રહેતો નથી. “જ્ઞાને તત્તે : સંસાઃ” “શાનકાળે સંસાર ક્યાં?” જગતની, પ્રપંચની કે સંસારની સાચી ઉત્પત્તિ જ થઈ નથી. જે ઉત્પત્તિ માનીએ તો તે દોરીમાં ભ્રાંતિને લીધે સર્પની ઉત્પત્તિ થઈ છે તેવી જ રીતે ગતની ઉત્પત્તિ થઈ છે. જેમ દોરીના જ્ઞાનથી સર્પની નાબૂદી કે લય થાય છે તેમ અધિષ્ઠાન આત્માના શાનથી mત, પ્રપંચ કે સંસારની નાબૂદી કે લય થાય છે.
તેથી સ્પષ્ટ છે કે પ્રપંચ ત્રણે કાળમાં નથી. જે તે ત્રણે કાળમાં નથી; તો તે સહુ કદી નથી. સતું નથી તેથી તેનું વર્ણન શક્ય નથી. તો શું તેને અસત્ ન કહી શકાય! ના! ના! ના! પ્રપંચ તદન અસતું પણ નથી. કારણ કે એક કાળે તે અનુભવાય છે. જે કોઈ કાળે ન અનુભવાય તે જ અસતુ છે.
ગત તો અજ્ઞાનકાળે અનુભવગમ છે. તેથી તેને અસત્ પણ ન કહી શકાય. જેવી રીતે દોરી ઉપર દશ્ય સર્પ તદન અસત્ નથી. જો સર્પનો અનુભવ જ ન થાય તો ભય ન લાગે. ભય ન હોય તો; ઘડીએ નહીં. પ્રકાશ લાવીએ નહીં પ્રકાશ આવતાં સર્પ અદશ્ય થાય છે. તેથી સર્પ નહોતો તેવું નથી. અને સર્પ અદશ્ય થઈ ગયો તેથી તે સત્ય છે તેવું પણ નથી. આમ સર્પ નથી સતું નથી અસંતુ પણ મિઠ છે. તેવી જ રીતે પ્રપંચ પણ નથી સત્ કે કંઈ કહી શકાય.
Page #399
--------------------------------------------------------------------------
________________
(૩૮૦)
પ્રપંચ નથી અસત્ કે ‘અસત્’ તરીકે વર્ણવી શકાય.
પ્રપંચ
સંસાર કે
ગત
નથી સત્ કે
નથી અસત્
તેથી વાણી તેને વર્ણવી શકે તેમ નથી.
માટે જ પ્રપંચ અવર્ણનીય છે.
તેથી જ સંસાર અનિર્વચનીય છે. તે જ કારણથી જગત શબ્દવર્જિત છે. નિષ્કર્ષમાં
પરબ્રહ્મ વાચાતીત છે
તેથી વર્ણન અશક્ય છે. જ્યારે
દૃશ્યપ્રપંચ અનિર્વચનીય છે; મિથ્યા છે.
તેથી વાણી નિરર્થક છે. માટે જ જ્ઞાનીએ
બ્રહ્મ
કે
પ્રપંચ
સંબંધમાં શું કહેવું? માત્ર મૌન જ
શ્રેષ્ઠ છે.
અહીં જે મૌનનો નિર્દેશ છે તે પરથી એટલું જ ફલિત થાય છે કે બ્રહ્મ અને પ્રપંચ બન્ને અનિર્વચનીય છે. તેથી તે બન્નેની બાબતમાં “કૃતિ વા તત્ માનં મનેત્”=મૌન જ રહેવું. તાત્પર્યમાં બ્રહ્મ કે ગત બાબત વાદવિવાદનો ત્યાગ કરવો તે જ મૌન કહેવાય છે.
“મિત્ત માત્રં તુ વાત્તાનામ્” અર્થાત્ બોલવું નહીં અને જેવા અપરિપક્વ માટે છે.
“વાણીનું મૌન તો બાળકો માટે છે.” ગૂંગા – મૂંગા થઈ ફરવું તેવું મૌન તો બાળક અરે, એ તો અજ્ઞાનીઓ માટે જ કહ્યું છે.
-
Page #400
--------------------------------------------------------------------------
________________
(૩૮૧)
નવા નિશાળિયા કે નવા સાધકોને શરૂ શરૂમાં ખૂબ વાચાળ હોય તો ચૂપ કરવા અને આશ્રમમાં કે ઘરમાં શોરબકોર ઓછો કરવા જ શીખવવામાં આવે છે. જ્ઞાની માટેનું મૌન તો મૌનરૂપ કે બ્રહ્મરૂપ થવામાં છે અને બ્રહ્મ કે પ્રપંચના વાદવિવાદથી મુક્ત રહેવામાં જ..મૌન છે.
બાળમંદિરમાં શિક્ષક બાળકને અવાજ કરતાં અટકાવવા મોં પર આંગળી મુકાવે છે અને ઘરમાં તોફાની છોકરાને ચૂપ રહેવાનું કહેવાય છે. તેમ જ સંતપુરુષોને સાધકો જ્યારે અર્થહીન પ્રશ્નો પૂછી પરેશાન કરે છે ત્યારે મૌન વ્રત રાખવાનું કહેવાય છે. આવા મૌનવ્રતધારીની બોલવાની ઇચ્છા કે વાસના મૌનથી સમાપ્ત થતી નથી. જ્યારે તેવી વ્યક્તિ મૌન તોડે છે અગર સાત દિવસ ભોંયરામાં કે મૌનમંદિરમાંથી બહાર આવે છે ત્યારે એટલું બધું બોલે છે કે વાત ન પૂછો. તમે ચૂપ રહ્યા તો તમારું આવી જ બન્યું! તેની પિન ઘસાઈ ન જાય અને તમે કંટાળીને નાસી ન જાવ ત્યાં સુધી તે ભાઈ કે બહેન તો એલ. પી. ઉપર એલ. પી. ચઢાવે જશે. તમે તેને કહી દો કે હવે મારી “મા” કે મારા ‘અદા” ખમાતું નથી! છતાયે તમને સાંભળે તે બીજા. તમે તે મૌનવ્રતધારીના હાથમાં આવ્યાં. હવે તમને છટકવા દે એ જ બીજો! આવી સવા નવ અને પાંચ જેવી કેટલીયે વ્યક્તિઓ તમને તીર્થધામોમાં, હરદ્વાર, હૃષીકેશ; કાશી કે કોઈ મૌનમંદિરના ઓટલે ભટકાઈ જાય તો જરાય નવાઈ ન પામશો. આવા લપિયા માટે જ વાણીનું મૌન છે. તેથી કહ્યું છે “NિT મૌન તુ વાતાનામ્”.
મૌન વ્યર્થ નથી છતાં નવા સાધકો માટે વાણીનું મૌન છે તે નિર્વિવાદ હકીકત છે. જો વાણીના મૌનથી વાસનાનો ક્ષય થાય, સંયમ વધે, ઇન્દ્રિય પર કાબૂ આવે; વિક્ષેપ ઓછા થાય તો તે મૌન સાધન છે. બાકી મૌનવ્રત ધારણ કરનાર અને તેના સંપર્કમાં આવનાર સૌ માટે વિન જ છે. મૌનને સરળ અર્થ છે
(૧) અહંકારને વધારે અને પ્રબળ કરે તેવું ન બોલવું, (૨) નિંદા કે દોષદર્શનવાળું ન બોલવું, (૩) પોતાની સ્તુતિ પોતા દ્વારા ન કરવી,
(૪) જો બોલવું જ પડે તો “સ્વસ્વરૂપની દિશામાં લઈ જાય તેવું બોલવું,
(૫) અસત્ય, અપ્રિય, અહિતકારી ન બોલવું તે જ મોટું તપ છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
(૩૮૨) મૌનનો તત્વાર્થ
વાસનાનો ક્ષય એ જ સાચું મૌન છે. વાણીનું નહીં, મનનું મૌન જ સ્વરૂપની દિશામાં પ્રગતિ છે.
જ્યાં મનની માગોનું સ્મશાન છે તે જ મૌન છે. જ્યાં ઇન્દ્રિયદોડનો અંત છે, તે જ મૌન છે.
શારાવાસના જ્યાં વિરામ પામે તે તાત્વિક મૌન છે. માટે બૃહદારણ્યક શ્રુતિએ કહ્યું કે
तमेव धीरो. विज्ञाय प्रज्ञां कुर्वित ब्राह्मणः। नानुध्यायाद् बहूञ्छब्दान् वाचो
विग्लापनं हि तदिति॥ બુદ્ધિમાન બ્રાહ્મણે તેને (આત્માને જ) જાણીને તેમાં જ પ્રજ્ઞા કરવી જોઈએ. વધુ શબ્દોનો અભ્યાસ ન કરવો; તે તો માત્ર વાણીનો શ્રમ
આમ તત્વથી મૌન સમજાય તો વાસનાનું કબ્રસ્તાન અને મનની માગોનું સ્મશાન મનમાં રચાઈ જાય. અંતે શાસવાસના પણ છૂટી જાય, કારણ કે શાસ્ત્રોની મદદથી નિત્યાનિત્યનો વિવેક સમજાઈ ગયો, શાસ્ત્રોનો નિચોડ પકડાઈ ગયો કે હું આધિ, વ્યાધિ, અને ઉપાધિથી મુક્ત છું. અભેદ આત્મામાં ભેદની ભ્રાંતિ પણ બચી શકે નહીં તેવા દઢ નિશ્ચય પછી શાસ્ત્રોનો અને પંડિતાઈનો ત્યાગ થઈ જાય છે. અને જ્ઞાનીમાં બાળક જેવી નિર્દોષતા જ શેષ રહી જાય છે. અંતે બાળક જેવો ભાવ પણ ત્યજાય છે અને મૌન જ થઈ જવાય છે.
પણ જ્યારે મૌનમાં એકત્વનું દર્શન થાય છે ત્યારે મૌન કે અમૌન જેવું કંઈ જ રહેતું નથી. પછી તો “સ્વ”સ્વરૂપ જ સાચું મૌન છે તે અનુભૂતિ થઈ જાય છે. અને જીવનની સાચી ખુમારીનું એક જ ગીત રસના ગાયા કરે છે કે
“આત્મા સદા હૈ મુક્ત તુ, ફિર ક્યા કરે છે ધ્યાન જબ દૂસરા હૈ હી નહીં તો સર્વથા મૌનત્વ છે.”
Page #402
--------------------------------------------------------------------------
________________
(૩૮૩)
દેશ આગળ મૌન વિશે ચર્ચા થઈ તેથી એક શંકા ઊભી થઈ કે જે બ્રહ્મ વિશે પણ મૌન જ રાખવાનું હોય તો શા માટે વેદાન્તાનાં પુસ્તકો, સંતો, સૌ આત્માનું વર્ણન કરે છે?
વાસ્તવમાં વેદાન્તાશા આત્મા કે બ્રહ્મનું સીધેસીધું વર્ણન તો કરતું જ નથી. બલકે બ્રહ્મનો લક્ષણા દ્વારા માત્ર નિર્દેશ કરે છે. જે જે અનાત્મા છે તેનો નેતિ નેતિ' દ્વારા ઈન્કાર કરે છે અને અંતે જે શેષ છે તે આત્મા છે તેવી વેદાન્તની સાર સમજ છે. વેદાન્તશાસ્ત્ર બ્રહ્મનું વર્ણન કરતું નથી પણ ભ્રમ દૂર કરવા પ્રયત્ન કરે છે. વેદાન્તનો મુખ્ય હેતુ શબ્દો કે વાણી દ્વારા સત્યમાં જે અસત્ય છે, આત્મામાં જે અનાત્મા છે, નિત્યમાં જે અનિત્ય છે, નિરાકાર અને અનામીમાં જે નામ અને આકારનો આરોપ છે તેને દૂર કરવાનો છે. ટૂંકમાં, વેદાન્તશાસ્ત્ર હોય, શ્રુતિ હોય, સ્મૃતિ હોય કે સંતોનો ઉપદેશ હોય, સૌ આરોપ, ભ્રાંતિ, અધ્યાસ અને અજ્ઞાનનો નિષેધ કરવાનું જ કાર્ય કરે છે. જ્યારે વાસણ સાફ કરાય છે ત્યારે સાબુ કે આંબલીનું પાણી વાસણ બતાવવાનું કાર્ય કરતાં નથી, ' માત્ર તેના ઉપરનો મેલ સાફ કરે છે. અને તેથી વાસણ આપોઆપ
જેવું પૂર્વે હતું તેવું દેખાય છે. તે જ પ્રમાણે સાવરણી પૃથ્વીને બતાવવાનું કાર્ય કરતી નથી; પણ કચરો સાફ કરવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે વેદાન્ત અવિદ્યા અને આરોપને દૂર કરી આપે છે જેથી આપોઆપ બ્રહ્મદર્શન થાય છે. આરોપ અને અપવાદ દ્વારા જ વેદાન્ત બ્રહ્મનો નિર્દેશ કરે છે. .
હવે નિદિધ્યાસનના પાંચમા અંગ તરીકે દેશ આવે છે. એકાન દેશ કે પ્રદેશ વિશે લોકોમાં અનેક જાતની અવનવી માન્યતાઓ પ્રવર્તે છે. એકાન્તની શોધ માટે લોકો પર્વત, ગુફા અને જંગલોમાં જાય છે. કૃત્રિમ ગુફા ન મળે તો ભોંયરા ચણી ગુફા તૈયાર કરે છે. માણસોથી દૂર જ એકાન્ત દેશ હોય છે તેવી માન્યતા પણ પ્રચલિત છે. તે સૌનો નિષેધ કરી અહીં એકાન્ત દેશની નવી વ્યાખ્યા આપવામાં આવી છે.
आदावन्ते च मध्ये च जनो यस्मिन्न विद्यते।
એનેવં સતતં વ્યાપ્ત સંશો વિનામૃત: ૨૨૦ | માલો અંતે ર મ == આદિમાં, અંતમાં અને મધ્યમાં
Page #403
--------------------------------------------------------------------------
________________
(૩૮૪) મન (ર) નન: વિદતે જે બ્રહ્મમાં જન્મેલું કંઈ છે જ નહીં વેન [ સતત| ચામુ= જેનાથી આ ન્ગત નિરંતર વ્યાપીને રહેલું છે. સ. વિઝન: મૃત: ટેક તે જ જનરહિત સર્વ દશ્યરહિત દેશ ગણાય
એકત્તાની શોધ માટે લોકો નિર્જન પ્રદેશની શોધમાં યાત્રા કરે છે. પણ જયારે એકાન્તનું સંશોધન બંધ થાય છે ત્યારે એકાન્ત દેશ પોતાની અંદર જ પ્રાપ્ત થાય છે.
જો એકાના દેશની શોધ માટે હિમાલય જઈશું તો ઠંડી અને બરફ વિઘ્ન તરીકે આવશે. ઠંડીથી બચવાના ઉપાયમાં જ સમય ચાલ્યો જશે. ચિંતન મનનનો સમય વ્યર્થ નષ્ટ થશે. ભૂલથી જંગલમાં તંબુ તાણીશું તો જંગલી જાનવરોનો ભય સતાવશે અને ભયભીત મન કદી ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકે. એટલું જ નહીં ન્ગલમાં ગાય, ભેંસ અને બકરાં ચરાવનારા આવશે. તમને તપસ્વી સમજી પોતાના સ્વાર્થે અનેક પ્રશ્નો પૂછશે. જે ગામની ભાગોળે રહેવાનું પસંદ કરીશું તો ગામડાના લોકો દર્શનાર્થે આવશે, ગામની સમસ્યાઓનું સમાધાન કરવાની જવાબદારી આવશે. મોટાં શહેરોમાં રહેવાનું પસંદ કરીશું તો મુલાકાતીઓની વણઝાર ઊભી થઈ જશે. આમ અનેક પ્રયત્નો છતાં એકાન્ત મળવાનું નથી. બધે જ વિઘ્ન દેખાશે પણ એકાન્ત કે શાન્ત પ્રદેશ દેખાશે નહીં. આમ એકાન્ત પ્રદેશ શોધવાથી મળવાનો નથી. સાચો એકાન્ત દેશ એટલે જ અનેકમાં એકનું જ્ઞાન થવું જે આત્માથી સર્વ કંઈ વ્યાપ્ત છે અને જેના આદિ, મધ્ય કે અન્તમાં કોઈ પણ જન્મેલું જ નથી તે આત્મસ્વરૂપ જ નિર્જન પ્રદેશ છે અને તે જ એકાના દેશ છે.
એકાન દેશ વાસ્તવમાં મનમાં જ છે મનમાં અનેક પદાર્થોની વાસના હશે તો ત્યાં અવનવા વિષયોની માગણી માટે શોરબકોર અને ઘોંધાટ હશે. અને વસ્તુ, વિષયો, પદાર્થો, વ્યક્તિઓની અવરજવર અને હિલચાલ મનમાં ચાલ્યા જ કરશે પણ જ્યારે વાસનાનો અંત આવશે, ભેદદષ્ટિ સમાપ્ત થશે અને મન અભેદદશ બનશે ત્યારે તે મનમાં પોતાથી અન્ય, ભિન્ન, જુદો કોઈ કાંઈ હશે જ નહીં. અને તેવા અતિશ, ઐક્યદશી મનમાં જ એકાન્ત પ્રદેશ હાથ આવશે. “સ્વસ્વરૂપથી
Page #404
--------------------------------------------------------------------------
________________
(૩૮૫)
જેમ જેમ દૂર જઈશું તેમ તેમ એકાન્ત પ્રદેશથી વિખૂટા થઈશું. ‘સ્વ’સ્વરૂપને જાણી તેમાં સ્થિત રહેવું તે જ એકાંત દેશ છે. જો પ્રપંચ પણ મારું જ સ્વરૂપ છે તો તો સર્વ સ્થળે એકાન્ત દેશ જ છે. અને ગત, પ્રપંચ સત્ય છે અને મુજથી ભિન્ન છે તેવા ભાવમાં જ્યાં જ્યાં જગતમાં જશો ત્યાં ક્યાંય એકાન્ત નહીં મળે. મનના ભેદ નાશ કર્યા વિના ક્યાંય એકાન્ત નથી અને બાકી તો એકાન્ત ક્યાંય દૂર નથી. અભેદદર્શી મન જ સાચું એકાન્ત છે.
નિર્જન પ્રદેશની શોધ ભ્રાંતિ છે
મોટા ભાગે જ્યાં કોઈ વ્યક્તિ ન હોય તેને આપણે નિર્જન પ્રદેશ કહીએ છીએ. કારણ કે જનનો અર્થ સમજ્યા નથી “નયતે કૃતિ નન: જે કંઈ ઉત્પન્ન થાય છે તે ‘જન' છે. અને માણસ કે વ્યક્તિ પણ જન્મેલ છે માટે તે પણ જન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જો નિર્જન પ્રદેશની શોધ કરવી હોય તો એવું સ્થળ શોધવું પડે જ્યાં કોઈ જન્મેલું હોય જ નહીં અને જ્યાં કોઈ કદી કોઈ કાળે જન્મ્યું નહોતું, જન્મેલું નથી, જન્મશે નહીં તે જ નિર્જન પ્રદેશ કહી શકાય. આવી સ્પષ્ટતા પછી જ્યાં જ્યાં નજર કરશો ત્યાં ત્યાં સર્વ કાંઈ જન્મેલું જ જણાશે અને જન્મેલું હશે, તે નામ અને આકારવાળું હશે, તે જ દૃશ્ય થશે. આમ જોતાં સમગ્ર દશ્યપ્રપંચ પણ જન્મેલો જ છે. અરે, પંચ-મહાભૂત પણ જન્મેલાં જ સ્થળ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્રો, આકાશ સર્વ કાંઈ જન્મેલાં જ છે. તો હવે નિર્જન સ્થળ છે ક્યાં? ચિત્ત પણ જન્મેલું જ છે. તેથી ચિત્ત પ્રદેશ પણ નિર્જન નથી. ગમે તેવા પાતાળમાં પેસી ઈએ કે ગુફામાં ત્યાં આપણું પોતાનું શરીર તો હશે જ અને તે શરીર પણ નન: છે, જન્મેલું છે. તેથી નિર્જન પ્રદેશ કે એકાન્ત શોધવાથી મળે તેમ નથી. પોતાના સ્વ’સ્વરૂપ સિવાય અર્થાત્ બ્રહ્મ કે આત્મા સિવાય ક્યાંય એકાન્ત દેશ નથી.
પોતાના સ્વરૂપમાં પૂર્વે= આદિમાં પણ કોઈ જન્મ નહોતો, મધ્યમાં=હાલમાં પણ આત્મા જન્મેલ નથી અને ભવિષ્યમાં=અંતે પણ આત્માનો જન્મ થવાનો નથી કે આત્મામાં જન્મેલું કાંઈ હોઈ શકે નહીં માટે આત્મા જ એક વિજન છે, નિર્જન એકાન્ત દેશ છે. માટે જ કહ્યું
Page #405
--------------------------------------------------------------------------
________________
(૩૮૬) आदावन्ते च मध्ये च जनो यस्मिन्न विद्यते। સ્વસ્વરૂપમાં કે બ્રહ્મમાં જન્મેલું જગત કે પ્રપંચ છે જ નહીં. જેમ ઘેરીમાં ભ્રાંતિથી જન્મેલો સર્પ આદિ, મધ્ય કે અંતે નથી. અને તેથી જ સ્પષ્ટ છે કે આત્માથી અન્ય કોઈ એકાન કે વિજન દેશ નથી. જેની દૃષ્ટિમાં વૈતભાવ છે જ નહીં તેને જનસમૂહમાં પણ એકાન્ત છે, અને જેનામાં તે ભાવ છે તેને જ્વલની ગુફામાં પણ ઘોંધાટ છે. અતિ દષ્ટિથી જો ભેદનો નાશ થયો છે તો પછી પર્વતની ગુફામાં કે શહેરોની મધ્યમાં ગમે ત્યાં વસવાટ થાય છતાં કોઈ ફરક પડતો નથી. તેવી જ ભાવ અષ્ટાવક્સીતામાં જોવા મળે છે.
__ अहो जनसमूहेऽपि न द्वैतं पश्यतो मम।
अरण्यमिव सर्वृत्त क्व रतिं करवाण्यहम्॥ તે જ ઉપદેશનો ભાવાનુવાદ ભોલેબાબાએ કર્યો છે તે ખૂબ જ હૃદયગમ્ય અને હૃદયંગમ છે.
“જો આપ અપના જાન કરકે આપમેં હી મગ્ન હૈ સંતૃમ અપને આપમેં હૈ, આપમેં સંલગ્ન, હૈ!! બસ્તી બૂરી લગતી નહીં, રુચતા નહીં અરણ્ય છે! સો શુદ્ધ હૈ સો બુદ્ધ હૈસો ધન્ય હૈ, સો મને હૈ
તદર્શનમાં અને ભેદમાં જ એકાન્ત દેશની શોધ છે. જે ગત ખરેખર ઉત્પન્ન થયું નથી, જે છે જ નહીં તેનું વિધ્ધ કેવું? દોરીને કદી ભ્રાંતિરૂપી સાપનો ભય હોય? જે સર્પ છે જ નહીં તેનો વિક્ષેપ કેવો? અને જો વિક્ષેપ જ નથી તો એકાન્ત દેશની શોધ કયાં? પણ આવું તો અષ્ટાવક જેવા કોઈ જ્ઞાની જ સમજી શકે અને કહી શકે કે
નહીં દેહ મેં, નહીં દેહ મેરા, શુદ્ધ હું મેં બુદ્ધ હું ફૂટસ્થ હું, નિઃસંગ હું નહીં દેવસે સંબદ્ધ હું ઐસા જિસે નિશ્વય હુઆ, ફિર ક્યા ઉસે એકાન્ત હૈ, બસ્તી ભલે જંગલ રહે, હોતા તુરત હી શાન છે.”
ભોલેબાબા
Page #406
--------------------------------------------------------------------------
________________
(૩૮૭)
કાળ
આપણે સામાન્ય સમજ પ્રમાણે દેશ અને કાળને તદ્દન ભિન્ન કે જુદાં માનીએ છીએ. વાસ્તવમાં તેવું નથી. દેશ અને કાળ બન્ને, બનાવ સાથે જ જન્મે છે તેવું હવે તો આપણે સાપેક્ષવાદના સંદર્ભમાં વિચારી શકીએ તેમ છીએ. એટલું જ નહીં, વિજ્ઞાનમાં દેશ અને કાળ બે નહીં પણ એક તત્વ માનવામાં આવે છે. જેમ સ્વપ્નાવસ્થામાં સ્વપ્નસૃષ્ટિની ઉત્પત્તિનો બનાવ બનતાં નવા દેશ અને કાળ સર્જાય છે અને જાગૃતિમાં આવતાં જ સ્વપ્નમાં દેશ અને કાળ ‘ટાઇમ એન્ડ સ્પેસ” સમાપ્ત થઈ જાય છે તેવું જ જાગૃતિમાં થાય છે. સાપેક્ષવાદ પ્રમાણે દેશ અને કાળનાં સર્વ માપ” જોનારનાં, દ્રષ્ટાના દેશ અને કાળ પ્રમાણે જ ઉત્પન્ન થાય છે. આમ છતાં આપણને સમયના સંદર્ભમાં એવી ટેવ પડી ગઈ છે કે ૨૪ કલાકનો જ દિવસ હોય; ૩૦ દિવસનો મહિનો હોય અને બાર મહિનાનું વર્ષ હોય. છતાં જાગ્રત અવસ્થાની આવી ટેવ અને સમયનો આવો ખ્યાલ સ્વપ્નમાં રહેતો નથી. સ્વપ્નમાં ૨૪ કલાકનો દિવસ રહેતો નથી. ત્યાં તો એક કલાકની નિદ્રામાં સ્વપ્ન થોડી મિનિટો જ ચાલે છે છતાં વર્ષો વીતી જાય છે, હજારો માઈલનું અંતર કપાઈ જાય છે, એક દેશમાંથી બીજા દેશમાં સ્વપ્નદ્રષ્ટા પહોંચી જાય છે; અરે! વ્યક્તિ જન્મીને યુવાન પણ થઈ જાય છે. અર્થાત્ ત્યાં નવો દેશ, અને નવો કાળ જન્મે છે. સ્થિતિ બદલાતાં અર્થાત્ જાગ્રતથી સ્વપ્નમાં જતાં દેશ અને કાળના ખ્યાલ બદલાઈ જાય છે.
આમ, શરીર દષ્ટિએ જોતાં આપણે બાળક, યુવાન, ઘરડા થઈએ છીએ તેથી લાંબો સમય વીતી ગયો તેવું માનીએ છીએ. જીવદષ્ટિએ જોઈએ છીએ ત્યારે જ જન્મ છે તેવું અનુભવીએ છીએ અને તરત જ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની ઉત્પત્તિ થાય છે. જીવભાવમાં જ જન્મ અને મોત છે. જો આત્મભાવે વિચારીએ તો આપણો જન્મ પણ નથી અને મોત પણ નથી. તો પછી ક્યાં રહ્યો કાળ! શરીર કે પદાર્થની દષ્ટિમાં જ કાળ છે. આત્મદષ્ટિએ તો આપણે માત્ર છીએ, સદા વર્તમાન! પણ આપણે આત્મદષ્ટિએ વિચારવાનું શીખ્યા નથી તેથી જ દેશકાળની ભ્રાંતિમાં અટવાઈએ છીએ. આવી ભ્રમણાથી આપણને મુક્ત કરવા ભગવાન શંકરાચાર્યજી કાળની નવી વ્યાખ્યા, અર્વાચીન અભિગમ સાથે જણાવે છે.
कलनात्सर्वभूतानां ब्रह्मादीनां निमेषतः। कालशब्देन निर्दिष्टो ह्यखंडानन्द अद्वयः।। १११॥
Page #407
--------------------------------------------------------------------------
________________
નિમેષતઃ... નિમેષની ગણતરીથી
બ્રહ્માવીનામ્ સર્વ ભૂતાનામ્ તના=બ્રહ્માદિ સમસ્ત પ્રાણી પદાર્થોની ક્લન-આક્લન (ઉત્પત્તિ-સ્થિતિ-લય) કરવાથી
અણંડાનન્દ્ અય: ફ્રિ=અખંડાનંદ અય (બ્રહ્મ) જ વાતાબ્વેન નિર્વિષ્ટઃ=‘કાળ’શબ્દથી ઓળખાય છે.
(૩૮૮)
અહીં આ વ્યાખ્યામાં કાળ એટલે જ બ્રહ્મ એમ કહેવાયું છે. બ્રહ્મનો બીજો શબ્દ કાળ છે તેવો અર્થ અહીં થયો. તેથી સ્વાભાવિક પ્રશ્ન ઊઠે કે બ્રહ્મને કાળ કેમ કહ્યો છે?
કારણ કે બ્રહ્મ જ સર્વનું અધિષ્ઠાન છે. અને પરમાણુથી માંડીને બ્રહ્માજી આદિ સર્વ ભૂતોના આયુષ્યની ગણતરી બ્રહ્મના સંદર્ભમાં જ થાય છે. અર્થાત્ સૌના આયુષ્યની ગણનામાં અખંડાનંદ અય બ્રહ્મ આધાર છે તેથી બ્રહ્મ જ કાળ છે તેમ કહ્યું છે.
પ્રાચીન સમયમાં કાળને માપવા માટે પદ્ધતિ હતી તેમાં એવી પ્રથા હતી કે જેટલા સમયમાં સૂર્ય પરમાણુસ્થાનનું અતિક્રમણ કરે, તેટલા સમયને પરમાણુકાળ એવું નામ આપવામાં આવતું. અને તે મુજબ
બે પરમાણુ=એક અણુ ત્રણ અણુ=એક ત્રસરેણુ ત્રણ ત્રસરેણુ=એક ત્રુટિ ૧૦ત્રુટિ=એક વેધ
ત્રણ વેધ=એક લવ
ત્રણ લવ–એક નિમેષ
અઢાર નિમેષ=એક કાષ્ઠા
ત્રીસ કાષ્ઠા=એક કલા
ત્રીસ કલા=એક ક્ષણ અથવા એક પળ સાઠ (૬૦) ક્ષણ=એક ઘડી સાઠ (૬૦)ઘડી=એક અહોરાત્ર ત્રણસો સાઠ (૩૬૦) અહોરાત્ર=એક વર્ષ ૧૭,૨૮,૦૦૦ વર્ષી=સત્યયુગ ૧૨,૮૬,૦૦૦ વર્ષોં=ત્રેતાયુગ ૮,૬૪,૦૦૦ વર્ષોં=દ્વાપરયુગ ૪,૩૨૦૦૦ વર્ષો=કળિયુગ
Page #408
--------------------------------------------------------------------------
________________
(૩૮૯)
૪૩,૨૦,૦૦૦ વર્ષો=૪ યુગ ૪ યુગ=એક મહાયુગ ૧૮૦૦ મહાયુગ=બ્રહ્માનો દિવસ ૧૦૦૦ મહાયુગ=બ્રહ્માની રાત્રિ ૨૦૦૦ મહાયુગ=બ્રહ્માનું એક અહોરાત્ર બ્રહ્માનું એક અહોરાત્ર=એક કલ્પ બ્રહ્માના ૩૬,૦૦૦ અહોરાત્ર=બ્રહ્માનું આયુષ્ય બ્રહ્માનું આયુષ્ય=એક મહાક્પ
કદાચ કાળની આ પ્રાચીન ગણતરીથી આપણે વિસ્મયમાં, આશ્ચર્યમાં મુકાઈએ. પણ આજના વિજ્ઞાનમાં પણ સમયની ગણતરીમાં સેકન્ડના સોમો ભાગ હજારમો ભાગ અને ‘સેન્ડનો લાખમો ભાગ માપવાની પદ્ધતિઓ શોધાઈ છે. સેન્ટિસેકન્ડ, મિલીસેકન્ડ અને માઇક્રોસેકન્ડ જેવાં નામ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આશ્ચર્યમાં મુકાતા નથી કારણ કે વિજ્ઞાનની વાત સ્વીકારવા અને શાસ્ત્રની વાત ઇન્કારવા આજનો કહેવાતો શિક્ષિત વર્ગ ટેવાયેલો છે. છતાં ભૂલવું ન જોઈએ કે કોઇ પણ યંત્રની મદદ વિના આપણા જ્યોતિષશાસ્ત્રીઓ માત્ર ગણતરીની મદદથી સૂર્ય કે ચંદ્રગ્રહણની આગાહી મહિનાઓ અને વર્ષો પૂર્વે કરે છે અને તે સાચી જ પડે છે. ખેર! તે ચર્ચા અહીં અસ્થાને છે. આપણે તો કાળને કેમ બ્રહ્મ ક્યો છે તે જ ચર્ચા કરીએ.
થોડું વિચારતાં સમજાશે કે કાળમાં ભૂત, ભવિષ્ય કે વર્તમાન તેવા ભેદ નથી. પદાર્થ કે શરીરને ઉત્પત્તિ છે અને તેઓના સંદર્ભમાં જ ભૂત, વર્તમાન, ભવિષ્ય વગેરે ઉપાધિ ‘કાળ’ ઉપર આરોપાયેલી, લદાયેલી છે. કાળ કે સમયના ભાગલા વાસ્તવિક નથી; કલ્પિત કે માનસિક છે. જેમ જેમ કોઈ ‘ઘટના’,‘બનાવ’ કે ‘ઈન્વેન્ટ પસાર થાય છે તેમ તેમ કાળના ભાગલા મન દ્વારા થતા હોય છે. કાળમાં સેકન્ડ, મિનિટ ક્લાક વગેરે આરોપિત છે. જ્યારે ઘડિયાળની શોધ નહોતી ત્યારે આવાં નામ નહોતાં, બીજા નામ હતાં. છતાં ‘કાળ’નો ખ્યાલ તો હતો જ. સુષુપ્તિમાં જ્યારે કોઈ ‘બનાવ' કે ‘ઈવેન્ટ' બનતી નથી ત્યારે સમયનો ખ્યાલ પણ હોતો નથી. તેમ જ જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિત થવાય છે ત્યારે ‘સ્વ’સ્વરૂપમાં નથી જન્મ કે નથી મોત; નથી જીવન કે નથી વૃદ્ધિ, નથી ક્ષય, નથી વિકાર કે પરિવર્તન. ત્યાં કોઈ ઘટના ઘટતી નથી. તેથી ‘સ્વ’ સ્વરૂપના
Page #409
--------------------------------------------------------------------------
________________
(૩૯૦)
સાથમાં સમય હોતો નથી.
સમયનો ખ્યાલ કે કોન્સેપ્ટ આત્મસ્થિતિ પ્રાપ્ત થતાં નાબૂદ થાય છે. છતાં જે કંઈ વિકાર કે પરિવર્તન જણાય છે તે સ્વરૂપના સંદર્ભમાં જ સમજાય છે. આત્મા, બ્રહ્મા કે “સ્વસ્વરૂપ જ, નિત્ય છે. બાકી જેની ગણતરી થાય છે, જેની સમયમાં માપણી થાય છે, જે સમય સાથે આવે છે અને જાય છે તે સર્વ અનિત્ય છે; નાશવંત છે, આદિ-અંતવાન છે. જ્યારે પરબ્રહ્મા તો અનાદિ અને અનંત છે. અને જે અનાદિ અને અનંત છે, અપરિવર્તનશીલ છે તેના સંદર્ભમાં જ કાળમાં જન્મ લેનારા અને મરનારાની ગણના થાય છે. તે અપરિવર્તનશીલના સંદર્ભમાં જ સૌ પરિવર્તનો, ફેરફારો દૃશ્ય થાય છે. અને સૌ પ્રાણી પદાર્થોનાં રૂપાંતરો સમયમાં સમજાય છે. પરબ્રહ્મમાં કોઈ પરિવર્તન થતું નથી. તે તો રૂપાંતર સાથે જોડાયેલ કલ્પિત-કાળનો પણ કટા અને સાક્ષી છે. તેથી બ્રહ્મ તો કાળનો પણ કાળ કહેવાય છે. અને જે પરબ્રહ્મ કાળનો પણ ‘કાળ” છે; તે જ મારું સ્વાસ્વરૂપ છે તેવું પરખાય છે.
હું કાળથી મુક્ત છું. નથી મારે આકાર કે નથી શરીર; નથી મારે ઉદય કે અસ્ત; નથી મારે પુષ્યઘડી કે પાપી સંજોગ; નથી કોઈ શુભ મુહૂર્ત કે અશુભ મુહૂર્ત નથી કુંભસ્નાનની પવિત્ર ઘડી કે કોઈ અપવિત્ર પળ નથી નિદિધ્યાસન માટે મંગળમય; પવિત્ર કે અપવિત્ર સમય કે કાળ; નથી કોઈ કાળી ચૌદશ જેવો અમંગળમય દિવસ છે, નથી પૂર્ણિમા કે અગિયારસનો પવિત્ર દિવસ. હું સ્વરૂપે તો દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છું. દેશકાળનો પણ સાક્ષી છું. નથી મારે ભૂત, ભવિષ્ય કે વર્તમાન. કારણ કે નથી હું આકાર, સાકર કે નામ. અને જે હું કંઈ પણ છું.
હું અખંડ મળ છું,
અખંડ દેશ છું,
અખંડ વસ્તુ છું.
Page #410
--------------------------------------------------------------------------
________________
(૩૯૧) એમ વિચારતાં વિચારતાં જ સ્વરૂપનું ચિંતન થશે તો અખંડ દેશ, અખંડ વસ્તુ અને અખંડ કાળ બધું એક જ થઈ જશે. અને તે જ મારું સાચું સ્વરૂપ હશે. આમ નિદિધ્યાસન જે “કાળ' ઉપર થશે તો સમજાશે કે હું કાળનો સાક્ષી, કાળથી પર છું. પછી ક્યાં છે શુભ કે અશુભ ચોઘડિયાં? કાળ તો મનનો ખ્યાલ કે કોન્સેપ્ટ' છે તેમાં વળી લાભ-અલાભ, શુભ-અશુભ, ચળ-અચળ વગેરે ક્યાંથી!
જો હું પરબ્રહ્મ સર્વવ્યાપ્ત, તો મારે ક્યાં છે અબ્રહ્મ કે બ્રાહ્મમુહૂર્ત? હું કાળમાં નથી. પણ સ્વરૂપે કાળ મારી અંદર ફર્યા કરે છે. હું તો કાળનો પણ કાળ” પરબ્રહ્મ છું.
તો છે જ્યાં ચિંતા પતનની ?
અપેક્ષા કેવી ઉદયની?
સદ્ગતિ કે અવગતિની ભ્રાંતિ કેવી! યહ દેહ ઠહરે કલ્પ તક; યા આજ ઉસકા અન હો તેરા ન કુછ બિગડે બને; યહ જાન કર નિશ્ચિત હો
દિનરાત તુઝમેં હૈ નહીં; ના હિ સબેરા શામ હૈ – કાલ કો ભી કાલ હૈ; ફિર સોચ કા ક્યા કામ હૈ
– ભાવાનુવાદ - અષ્ટાવક્રગીતા જો મન પવિત્ર હોય તો તમામ સમય, સંજોગ, પ્રસંગ, ઘડી કે કાળ પવિત્ર જ છે. નિરવયવ કાળ પોતાના “સ્વ”સ્વરૂપ - કે જે સર્વનું અધિષ્ઠાન છે - તેથી ભિન્ન નથી.
નિદિધ્યાસનના સંદર્ભમાં આપણે દેશ અને કાળનો વિચાર કર્યો અને નિષ્કર્ષ પર આવ્યા કે બ્રહ્મ જ એકાન્ત દેશ છે અને તે જ અદ્વૈત, અખંડાનંદ તત્વ 'કાળ' કહેવાય છે. પારમાર્થિક દૃષ્ટિએ દેશ અને કાળ સાચા નથી. આજનું વિજ્ઞાન અને વિશેષ કરીને સાપેક્ષવાદ પણ “દેશ અને કાળ’ ‘ટાઈમ એન્ડ સ્પેસ'ને વાસ્તવિક માનતું નથી. આપણા દેશ અને કાળ'ના ખ્યાલ કેટલા ભ્રાંતિમય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ દેશ અને કાળની ભ્રમણા
દેશ અને કાળ એ આપણા જ મનની કલ્પના છે. દેશ અને કાળ
Page #411
--------------------------------------------------------------------------
________________
(૩૯૨)
ગતમાં નથી, પણ આપણા મનમાં છે. ગત સાથે જ્ગતના દ્રષ્ટાનો કઈ જાતનો સંબંધ છે તેના ઉપર દેશ અને કાળ આધારિત છે. સંસારનો કે દુનિયાનો આધાર દેશકાળ ઉપર છે, પણ દેશકાળનો આધાર દ્રષ્ટાની ભૂમિકા ઉપર છે. ૠાની ગતિ ઉપર પણ દેશ કાળનો આધાર છે તેવું સાપેક્ષવાદ સમજાવે છે.
સૂર્ય અને પૃથ્વીની ગતિના સંદર્ભમાં સમયની કલ્પના થયેલી છે. આમ છતાં ‘સમય’ કે ‘કાળ’ સામાન્ય નથી. આપણે પૃથ્વી ઉપર ઊભા રહી અને જોવાનો પ્રયત્ન કરીએ છીએ માટે જ સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાય છે. જેને આપણે પ્રાત:કાળ' કે ‘સંધ્યાકાળ' એવું નામ આપીએ છીએ. જો આપણે પૃથ્વીનું સ્થળ છોડી ર૦૦ માઈલના વાતાવરણની બહાર ચાલ્યા જઈએ કે સૂર્ય ઉપર જઈએ તો ‘સંધ્યાકાળ' કે ‘પ્રાત:કાળ' જેવો કોઈ કાળ દેખાય નહીં અને સમજાય કે પૃથ્વીના દેશ ઉપરથી અને તેની ગતિના સંબંધમાં જ ઉદય કે અસ્ત જણાય છે. હકીકતમાં સૂર્યમાં નથી ઉદય કે અસ્ત; નથી સવારનો સમય કે સાંજનો સમય; નથી પી. એમ. કે એ. એમ. છતાં પૃથ્વીની ગતિ અને તેના દેશ અર્થાત્ સ્થાનના લીધે જ કાળનો ભ્રમ થાય છે. જેવું રેલ્વે ટ્રેનની ગતિને લીધે એમ લાગે છે કે સ્ટેશન આવ્યું કે સ્ટેશન ગયું. ‘ગયું’ અને ‘આવ્યું” એ તો મુસાફરનો દૃષ્ટિકોણ છે. સ્ટેશન માસ્તરની દૃષ્ટિમાં સ્ટેશન નથી આવતું કે નથી જતું.
મેળામાં જ્યારે બાળકો ચગડોળમાં ગોળ ગોળ ફરે છે અને માતાપિતા એક સ્થળે ઊભાં હોય ત્યારે પણ બાળકોનો ઘોડો તેમને લઈ ફરે છે તેથી એવો ભાસ થાય છે કે પિતાજી આવ્યા અને ગયા છતાં પિતાજી એક જ સ્થળે ઊભા છે. તેવી જ રીતે ચગડોળ ફરે છે તેથી જ કોઈ બાળક આગળ, કોઈ પાછળ એવું જણાય છે. બાકી સૌ ચગડોળમાં જ
છે.
આપણે જે સમયના વિભાગ પાડયા છે કે આજે બીજ છે, કાલે ત્રીજ થશે, પછી પૂર્ણિમા આવશે. આમ છતાં આ બધું જ પૃથ્વી દેશ ઉપરથી જણાય છે. અને ૠા પૃથ્વી ઉપર છે માટે જ આવા ભેદ જણાય છે. ચંદ્ર ઉપર નથી પૂર્ણિમા કે અમાવાસ્યા, નથી અજવાળિયું કે અંધારિયું, નથી કૃષ્ણપક્ષ કે શુક્લપક્ષ. તમામ પક્ષાપક્ષી આપણા મનમાં,
Page #412
--------------------------------------------------------------------------
________________
(૩૯૩) આપણા સ્થાનમાં અને આપણી ગતિમાં છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે કાળ” એ મનની કલ્પના છે. દેશ બદલાતાં કાળ બદલાય છે.
૧૯૮૨ના જુલાઈ-ઓગષ્ટમાં મારે ક્લાસ માનસરોવરની યાત્રાએ ચીનમાં જવાનું થયું. મારું નિવાસસ્થાન હિમાલયમાં 60ની ફૂટની ઊંચાઈએ શ્રી નારાયાણ આશ્રમમાં હતું. ત્યાંથી પદયાત્રા કરી છ દિવસ પછી અમે લગભગ ૧૭ થી ૧૮ હજાર ટની ઊંચાઈએ, લીપુપાસ પહોંઆ, જ્યાં ભારત અને ચીનની સરહદ હતી. હવે અમારે ચીનની ભૂમિમાં પ્રવેશવાનું હતું. અમારી ઘડિયાળમાં સવારના દસ વાગ્યા હતા, પણ ચીનમાં પ્રવેશ્યા કે તરત જ અમને કહેવામાં આવ્યું, “સમય બદલી નાખો. અત્યારે ચીનની ઘડિયાળ મુજબ દિવસના ૧ અને ૩૦ મિનિટ થઈ છે.” અમે સૂચના મુજબ સમયમાં ફેરફાર કર્યો. આમ સ્થાન, સ્થળ અને દેશ બદલાતાં કાળ બદલાઈ ગયો. એટલું જ નહીં ભારતમાં અમે કદી સૂર્યાસ્ત સમયે સૂતા નહોતા; પણ ચીનમાં રાત્રે ૧૦ ક્લાકે સૂર્યાસ્ત થતો છતાં સૌ સૂઈ જતા હતા. આમ નવા સમય સાથે નવી ઘટના અને નવી ઘટના સાથે નવા કાળ જન્મે છે તે સમજાયું. મેં અનુભવ્યું કે હવે તો નવા સમય મુજબ • જ ભૂખ લાગવા માંડી, અને ભૂખ લાગે ત્યારે નવો જ સમય ઉત્પન્ન થવા લાગ્યો. આ બતાવે છે કે 'કાળ” મનની જ પેદાશ છે અને તે, સ્થાન, અને દેશ’ પર આધારિત છે.
આપણે એવું પણ અનુભવ્યું છે કે જ્યારે સ્ટીમરમાં કે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે થોડા થોડા સમયે જેમ જેમ સ્ટીમરનું સ્થાન કે દેશ અથવા “સ્પેસ' બદલાય છે તેમ તેમ ઘડિયાળના કાંટા પણ ફેરવવાની સૂચના અપાય છે. અર્થાત્ દેશ બદલાય તો કાળ પણ બદલાય છે. એટલું જ નહીં પણ જે પશ્ચિમથી પૂર્વની દિશામાં પ્રવાસ થતો હોય તો સ્ટીમરના અથવા પ્લેનના સૌ પ્રવાસીઓને તારીખ અર્થાત દિવસ બદલવાનું કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમય અથવા કાળ કોઈ સર્વ સામાન્ય વસ્તુ નથી. પણ કટાનાં સ્થાન, ગતિ અને દેશ મુજબ તે બદલાય છે. તેથી કાળ સત્ય નથી. એક જ સમયે દૂરના દેશમાં રહેતા બે માણસો ટેલિફોન પર વાત કરતા હોય છતાં બન્નેના ‘કાળ'માં ફેર જોવા મળે છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
(૩૯૪).
એક દિવસે બોલતો હોય તો તેને તે જ સમયે સાંભળનાર રાત્રે અંધારામાંથી જવાબ આપતો હોય તેવું બની શકે છે. આવું બને છે કારણ કે બન્નેના સ્થાનમાં ફેર છે. ટાની ગતિ કાળમાં ચમત્કાર સર્જી શકે છે
હનુમાન પ્રસાદ જો ક્લત્તાથી વાયુત વિમાન લઈ લંડન જવા રવિવારે બપોરે ૧૨ વાગે નીકળે તો તેઓ તે જ દિવસે લગભગ ૧૨ વાગ્યે લંડન પહોંચી શકે. પણ એક જ શી કે તેમનું વિમાન ક્લાકના ૧૦૦ માઈલની ઝડપે ઊડવું જોઈએ. જો તેમ થાય તો હનુમાનપ્રસાદને યાત્રા દરમ્યાન સાંજ કે રાત્રીનો અનુભવ જ ન થાય. સતત મધ્યાહન જેવું જ લાગ્યા કરે. કારણ કે પૃથ્વી પણ લગભગ તેટલી જ ઝડપથી સૂર્યની આસપાસ ફરે છે, અને વિમાન પણ તે જ ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. માટે જ આવો ચમત્કાર થઈ શકે. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે શાંતિ છે. “આજ', “ગઈકાલ” અને “આવતીકાલ' ભ્રામક છે.
સમયના ખ્યાલમાં વ્યતીત થનારું જીવન અને સમય બન્ને ખોટાં છે. દા. ત. આજે શુક્વાર છે. અર્થાત શુક્રવારને આપણે “આજ’ કહીએ છીએ. પણ તે જ શુક્રવારને શનિવારે “ગઈકાલ’ કહીએ છીએ. અને તે જ શુક્રવારને ગુરુવારે આપણે “આવતીકાલ’ કહીશું આ શુક્વાર છે શું? “આજર, ગઈકાલ” કે “આવતીકાલ'! “આજને શા માટે શુક્વાર કહેવાની જરૂર? રાત અને દિવસ તો એનાં એ જ છે પણ ‘કાળની કલ્પનાનું તેના ઉપર આરોપણ છે.
આજ = વર્તમાનકાળગઈ કાલ = ભૂતકાળ, આવતી કાલ = ભવિષ્યકાળ = આ સર્વ કલ્પિત છે. ખરેખર ભૂત, ભવિષ્ય કે વર્તમાન જેવું છે જ નહીં. શુક્રવારને દિવસે આપણે તેને વર્તમાનકાળ કહીએ અને તે જ શુક્રવારને ગુરુવારે જોતાં ભવિષ્યકાળ કહીએ છીએ અને તે જ શુક્વારને શનિવારે જોતાં ભૂતકાળ કહીએ છીએ. ખરેખર આ શુક્રવારને ક્યો કાળ વળગ્યો છે? શુક્રવારને કંઈ થયું નથી પણ આપણા ભેદર્શી મનમાં જ કાળના ભેદ છે. તેથી જ પૂર્વે પશ્ચાત, આગળ પાછળ દેખાય છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
(૩૯૫)
આપણે શરીર કે જીવ છીએ તેવો ભાવ જ્યારે હોય છે ત્યારે જ જીવની ગતિ કે શરીરની વૃદ્ધિના સંદર્ભમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ જન્મે છે. આપણે શરીર છીએ, તો આપણો જન્મ છે, અને જન્મ છે તો જન્મપૂર્વે ભૂતકાળ છે. અને શરીરને વૃદ્ધાવસ્થા છે તો ભવિષ્યકાળ પણ છે. આપણે જે અજ્ઞાનમાં પોતાને જીવ માનીએ તો જ આપણે શરીર છોડી જવાની ક્રિયા છે, સદ્ગતિ કે અવગતિ છે. જીવે ભૂતકાળમાં અનેક શરીર લીધાં હતાં; અને ભવિષ્યમાં શરીર ધારણ કરશે તેવી વાત આપણને લાગુ પડી શકે. પણ નિદિધ્યાસન કરતાં જ્ઞાન પ્રાપ્ત થાય અને સમજાય કે હું શરીર નથી, સાકાર નથી, જીવ નથી, તો પછી ક્યાં છે મારે જન્મ અને ક્યાં છે મારો કોઈ કાળ? જીવ જે બ્રહ્મ સાથે ઐક્ય સાધે અને બ્રહ્મ જ થઈ જાય તો તેને હંમેશાં વર્તમાન કાળ જ છે. શરીરભાવ અને દેહનું તાદાત્મ તોડી બ્રહ્મભાવમાં જીવીએ તો આપણે સર્વવ્યાપી થઈએ અને બ્રહ્મની જેમ જ આપણે ઉત્પત્તિ, સ્થિતિ અને લયથી મુક્ત થઈ શકીએ. અને તે જ ક્ષણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બંધનથી પણ છૂટી શકીએ. ‘કાળા’નો ખ્યાલ ખોટો છે તે નીચેના દષ્ટાંતથી સમજાશે: — — — — — — — — — — — — — —
– – – – – 4'7 — — — — — — — — — — — — — — નારેશ્વર
_ _ અ અરે,
ધર .
– – – – – નર્મદા નદીના કિનારે ત્રણ ગામ છે. નારેશ્વર, અંગારેશ્વર અને ઝાડેશ્વર. એક યાત્રાળુઓનો સંઘ નૌકા દ્વારા નારેશ્વરથી પોતાની યાત્રા શરૂ કરે છે. નૌકા નદીમાં જતી હોય છે. તે વખતે નારેશ્વરના કિનારે જે લોકો ઊભા છે તેઓ કહે છે કે સંઘ તો ગયો અને અંગારેશ્વરના કિનારે જ્યારે સંઘ પહોંચ્યો ત્યારે તે ગામના લોકોએ સ્વાગત કરતાં કહ્યું કે સંઘ “આવ્યો છે. જ્યારે ઝાડેશ્વરના ઓવારા ઉપર જે લોકો ઊભા છે તેઓ જણાવે છે કે સંઘ હજુ આવવાનો છે. આમ એક જ ઘટનાનો જ્યારે જુદા જુદા સ્થળેથી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બુધ જુદા કાળ પડી જાય છે. અંગારેશ્વરવાળા માટે સંઘ વર્તમાનમાં છે, ઝાડેશ્વરવાળા માટે
– – – કેશ્વ૨
Page #415
--------------------------------------------------------------------------
________________
(૩૯૬)
સંઘ ભવિષ્યકાળમાં અને નારેશ્વરવાળા માટે સંઘ ભૂતકાળમાં છે. પણ જે નૌકાના નાવિકને પૂછવામાં આવે તો તે કહેશે કે “હું ગયો પણ નથી ને આવ્યો પણ નથી. હું તો નૌકામાં હતો અને છું. મારે કોઈ કાળ નથી.” જે યાત્રાળુઓ નૌકામાં પ્રવાસ કરે છે તેમને માટે બરોબર છે કે નારેશ્વર ગયું અને ઝાડેશ્વર આવવાનું છે. જે પ્રવાસી નથી તેને માટે નથી કંઈ આવતું કે નથી કંઈ જતું.
હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ.
ઉપરના દષ્ઠતમાં નૌક દ્વારા જે યાત્રાળુઓ પ્રવાસ કરી રહ્યા છે તેમને ઝાડેશ્વર ભવિષ્યમાં આવશે તેવું દેખાય છે અને નારેશ્વર તેમને માટે ભૂતકાળમાં છે. હવે આ જ સમયે અનંતકુમાર વડોદરાથી મુંબઈ પ્લેનમાં જતા હોય છે. તેમનું પ્લેન નર્મદા નદી ઉપર ઊંચે ઊડતું હોય છે. આ અનંતકુમાર નીચે નજર કરે છે તો એકસાથે જ તેઓ નારેશ્વર, અંગારેશ્વર અને ઝાડેશ્વર જોઈ શકે છે. આથી તેમને માટે આ ત્રણે સ્થળ વર્તમાનકાળમાં છે. અનંતકુમાર પ્લેનમાં બેઠા બેઠા ઘડિયાળ જોઈ કહે છે કે મુંબઈ ૩૦ મિનિટ પછી આવશે. અર્થાત તેમને માટે મુંબઈ ભવિષ્યકાળમાં છે. પણ અનંતકુમાર જો ચંદ્ર ઉપર પહોંચી અને ત્યાંથી જવનો પ્રયત્ન કરે તો તેમને વડોદરા અને મુંબઈ એકસાથે જ જણાય છે. અને બન્ને સ્થળ વર્તમાનકાળમાં જ છે એવું તેઓ અનુભવે છે.
આ બંને ઉદાહરણ ઉપરથી એક હકીકત નિર્વિવાદ છે કે “કાળ એ સાચી વસ્તુ નથી. સ્થળ-દેશ-સ્પેસ કે પછી દ્રષ્ટાની ગતિ બદલાતાં કાળ બદલાય છે. જે વસ્તુના ધર્મમાં પરિવર્તન થાય તે નિત્ય નથી પણ અનિત્ય છે. કાળ” સાપેક્ષ છે. આ સમજવા આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. જે વડે આપણે જોઈશું કે
ભૂતકાળને ભવિષ્યકાળ બનાવી શકાય છે ઉપરોક્ત દાંતમાં નારેશ્વરના કિનારે જે લોકો ઊભા છે તે કહે છે કે સંઘ ગયો. તેઓ માટે સંઘ ભૂતકાળમાં છે. પણ હવે તેમનામાંથી થોડા લોકો હેલિકૉપ્ટર લઈ ઝડપથી જો ઝાડેશ્વર પહોંચી જાય તો જે સંધ તેમને માટે ભૂતકાળમાં હતો તે જ સંઘ હવે તેમને માટે ભવિષ્યકાળમાં થઈ જાય અને પુન: તેઓ ઝાડેશ્વરના લોકો સાથે સંઘનું સ્વાગત કરી શકે. તે જ પ્રમાણે જે ઝાડેશ્વરથી કોઈ હેલિકૉપ્ટરમાં નારેશ્વર જાય તો
Page #416
--------------------------------------------------------------------------
________________
(૩૯૭)
ભવિષ્યનો સંઘ ભૂતકાળ પણ થઈ શકે. આથી સમજવાનું કે કાળ સાપેક્ષ છે, સત્ય નહીં. જ્યારે પરબ્રહ્મ નિરપેક્ષ તત્ત્વ છે. તેથી જ બ્રહ્મ તો કાળનો પણ કાળ છે. અને હું બ્રહ્મથી અભિન્ન છું તે જ સાચું ચિંતન, મનન કે નિદિધ્યાસન છે. જીવ જે શરીર સાથે તાદાત્મ્ય કરી, શરીર સાથે પ્રવાસ કરે તો જીવ આવે, અને જીવ જાય. અર્થાત્ જેને ઘેર શરીરનો જન્મ થાય તેને ઘેર કહેવાય કે જીવ આવ્યો. અને જેને ઘેર શરીરનું મૃત્યુ થાય ત્યાં હેવાય કે જીવ ગયો. આમ જીવાત્મા આવજા ત્યારે જ કરે છે જ્યારે શરીર સાથે રહે છે, શરીર સાથે તાદાત્મ્ય અનુભવે છે અને શરીર સાથે પ્રવાસ કરે છે. જો જીવાત્મા બ્રહ્મ સાથે એક થઈ
જાય તો બ્રહ્મ સાથે જ રહે. પછી તેને નથી જવાનું, નથી ક્યાંયથી આવવાનું! નથી ઉત્પત્તિ કે નથી લય, નથી ભૂત કે નથી ભવિષ્ય. આમ કાળની ભ્રમણાથી જીવ મુકત થઈ શકે છે, જો તે ચિંતન કરે સ્વરૂપનું તો. નહીં તો તે ‘કાળ’ ના ખપ્પરમાં હોમાય છે.
દેશનો ભ્રમ
દેશ માટેનો ભેદ પણ વ્યક્તિ પોતાના સમય અને સ્થળ મુજબ નકકી કરે છે.
દા.ત. દિનેશભાઈ દિનેશ હૉલમાં બેસી એક પ્રવચન સાંભળી રહ્યા છે. અને છેલ્લા ૧૦ દિવસથી એક નિશ્ચિત કરેલી સીટ ઉપર બેસીને જ તે પ્રવચન સાંભળે છે. તે પોતે માને છે કે હું એક જ સ્થળે બેસી પ્રવચન સાંભળી રહ્યો છું. દિનેશભાઈના પિતાશ્રીને જે ઘેર કોઈ પૂછે કે દિનેશભાઈ કયાં છે, તો તેઓ જવાબ આપશે કે દિનેશ હૉલમાં પ્રવચન સાંભળે છે. દિનેશભાઈના પિતાશ્રી જો મુંબઈ જાય અને તેમને કોઈ પૂછે કે દિનેશભાઈ હાલ શું કરે છે? તો તેઓ કહેશે કે અમદાવાદમાં પ્રવચન સાંભળે છે. પ્રવચનમાંથી એક શ્રોતા, જે દિનેશભાઈનો મિત્ર છે તે અમેરિકા જાય, અને તેને કોઈ પૂછે તો તે કહે છે કે દિનેશભાઈ ભારતમાં પ્રવચન સાંભળી રહ્યા છે. આમ દિનેશભાઈને જુદા જુદા સ્થળેથી જોનાર માટે દિનેશભાઈ અને તેના ૠાનું અંતર વધે કે ઘટે છે. છતાં દિનેશભાઈ માને કે હું એક જ સ્થળે રહી પ્રવચન સાંભળું છું. વળી દિનેશભાઈનો પણ દેશનો ખ્યાલ સાચો નથી. કારણ કે એક દિવસ જે દેશ”માં બેસી પ્રવચન સાંભળ્યું છે તે દેશમાં પૃથ્વી રહી જ નથી. પૂરી
Page #417
--------------------------------------------------------------------------
________________
(૩૯૮). પૃથ્વી જ તે દેશ છોડી ૨૪ ક્લાકમાં લગભગ ૧૫ લાખ માઈલ દૂર ચાલી ગઈ છે. એવું કહેવાય કે પૃથ્વી સૂર્યની આસપાસ એક સેકન્ડમાં ૧૮ માઈલ ફરે છે. તેથી દિનેશ હૉલના શ્રોતા, વક્તા અને તે હૉલની સાથે જ પૃથ્વીએ દેશ બદલ્યો છે; અને ગઈ કાલે જે દેશમાં દિનેશભાઈએ પ્રવચન સાંભળેલું તે જ દેશમાં બીજા દિવસે તે હોતા નથી. છતાં એક જ સ્થળે પ્રવચન સાંભળે છે તેવી ભ્રાંતિ દિનેશભાઈ અને સૌ શ્રોતાને થાય છે.
તેવું જ ટ્રેનની મુસાફરીમાં બને છે. અમદાવાદથી પ્રફુલ્લભાઈ સવારની ટ્રેનમાં મુંબઈ જવા નીકળે છે. અને પોતાના જ થરમૉસમાંથી ૮ વાગ્યે ચા પીવે છે. ૧૨ વાગ્યે પોતાની જ સીટ પર બેસી પોતાનું જ ટિફિન ખોલી ભોજન લે છે. અને પ્રફુલ્લિત ચહેરે કહે છે કે મેં ટ્રેનમાં એક જ સ્થળે બેસી ચા પીધી; અને ભોજન કર્યું છે. પણ ટ્રેન જ્યારે વલસાડ પહોંચે છે ત્યારે સ્ટેશન ઉપર પ્રફુલ્લભાઈને સ્ટેશન માસ્તર વાત કરતાં જણાવે છે કે તેમણે એક જ સ્થળે નહીં પણ વડોદરામાં ચા પીધેલી અને સુરતમાં ભોજન લીધેલું સ્ટેશન માસ્તરની દૃષ્ટિમાં જયારે પ્રફુલ્લભાઈએ આઠ વાગ્યે ચા પીધી ત્યારે વડોદરા હતું. બપોરે બાર વાગે સુરત હતું જ્યાં તેમણે ભોજન લીધું. એનો અર્થ એ થયો કે એક જ સ્થળમાં, દેશમાં, જુદા જુદા સમયે જે બનાવ બન્યો છે તેને જુદી દૃષ્ટિથી જોતાં જુદી જુદી ગ્યા કે દેશના ભેદ જોવામાં આવે છે.
- પ્રફુલ્લભાઈ મુંબઈ પહોંઆ અને પોતાના અનુભવની વાત એક સ્વામીજીને કહી ત્યારે તેમણે કહ્યું કે માનવશરીર જ એક ટ્રેનનો ડબ્બો છે. અને દરેક ડબ્બાની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી માનવી પોતાની ગતિ અને સ્થળ પ્રમાણે જ પોતાના દેશ અને કાળ નકકી કરે છે. સ્વામીજીએ વાત આગળ ચલાવતાં કહ્યું “પ્રફુલ્લભાઈ, આપની દૃષ્ટિએ આપે એક જ સ્થળે, આપની સીટ ઉપર જ, ચાહ અને ભોજન લીધું છે. પણ ભૂલશો નહીં કે આપની સીટ, તે ડબ્બો અને પ્રેમ ગતિમાં હતાં અને વળી ટ્રેન સાથે આખી પૃથ્વી પણ ગતિમાં જ હતી. તેથી આપ ભલે એક જ દેશ કે સ્થળની વાત કરો છો, પણ ગતિના લીધે દરેક ક્ષણે નવો કાળ અને નવો દેશ પેદા થાય છે. તેથી જ સ્ટેશન માસ્તર જે જમીન ઉપર છે તેની દષ્ટિમાં તમે વડોદરામાં ચા પીધી, અને સુરતમાં
Page #418
--------------------------------------------------------------------------
________________
(૩૯૯)
ભોજન લીધું તે પણ યોગ્ય જ છે. તેમ જ જો પૃથ્વીની ગતિ ધ્યાનમાં લઈએ તોપણ આપ એક જ સ્થળે હતા તેમ કહી શકાય નહીં, માનવી પોતાની ગતિ અને સ્થળ પ્રમાણે જ પોતાનો દેશ અને કાળ સર્જે છે. તે સાંભળી પ્રફુલ્લભાઈએ તરત જ પૂછ્યું કે શરીર ડબ્બો છે અને તેને પણ પિત છે અર્થાત્ શું?
સ્વામીજી: શરીર ડબ્બો અર્થાત્ ગતિમાં છે. દરેકને પોતાની ગતિ પ્રમાણે જ સમયનું ભાન થાય છે. જે શરીરરૂપી ડબ્બો ખૂબ જ ઝડપથી જતો હોય અર્થાત્ જેના જીવનમાં બનાવો ઝડપથી બનતા હોય, એક પછી એક ઘટનાઓ ઘટતી જ હોય તેને સમય ખૂબ લાંબો લાગે છે. આપણે યાદ રાખીએ કે સમય-હંમેશાં ઘટના, બનાવ કે ‘ઈવેન્ટ'ની સાથે જ જન્મે છે. તેથી તેવા લોકોને સમયનું-‘કાળ’નું સતત ભાન હોય છે. જે લોકો સંસાર કે પ્રપંચની દુનિયામાં પ્રપંચી બની ચૂક્યા છે, રાતદિવસ રાજકારણની ગંદી રમતમાં જે નેતાઓ કાદવ ઉછાળવા સિવાય, લોકોને ખોટા વાયદાઓથી છેતરવા સિવાય અને ભ્રષ્ટાચારના પાયા મજબૂત કર્યા સિવાય કંઈ કરતા જ નથી, તેવા નેતાને પૂછો તો કહેશે કે, “આજે કોઈ એપોઈન્ટમેન્ટ નથી, કોઈ મીટિંગ નથી, પ્રેસ કૉન્ફરન્સ નથી, ઉદ્ઘાટન માટે નિમંત્રણ નથી, કોઈ જગ્યાએ હડતાળ નથી તેથી સમય જતો નથી.” આવા પ્રપંચી લોકોનો શરીરરૂપી ડબ્બો ખૂબ જ ઝડપથી જાય છે. તેની ગિત તે જ છે કારણ કે બનાવ ઉપર બનાવ બને છે- તેથી જ ઉપરોક્ત કોઈ પ્રવૃત્તિ ન હોય ત્યારે સમય જતો નથી તેવી ફરિયાદ જાગે છે. કારણ, તેઓની પ્રવૃત્તિ સમય પસાર કરવાની હોય છે. જ્યારે તેથી તન વિરુદ્ધની વાત કે જેના શરીરરૂપી ડબ્બાની ગતિ નહીંવત્ છે, જ્યાં ઘટના જ ઘટતી નથી ત્યાં સમયનું ભાન જ હોતું નથી. શ્રી રમણ મહર્ષિએ એકાંતમાં લગભગ એક જ સ્થળે ૫૩ વર્ષ ચિંતનમાં વિતાવ્યાં અને છતાં એક વાર ક્યું હતું કે પ૩ વર્ષ તો માત્ર વીજળીના ચમકારની જેમ ચાલ્યાં ગયાં.
સ્વામીજીએ કહ્યું- તેથી જ પ્રફુલ્લભાઈ, એમ હેતો હતો કે જ્યાં ઘટના કે બનાવ બનતા નથી ત્યાં શરીરરૂપી ડબ્બાની ગતિ નહીંવત્ હોય છે. અર્થાત્ ત્યાં સમયનું સતત ભાન રહેતું નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા નિરંતર સ્વ’સ્વરૂપના સાન્નિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરવો જ
Page #419
--------------------------------------------------------------------------
________________
(૪૦) : ઉચિત છે.
દેશ અને કાળની ચર્ચા ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આત્મા નિરપેક્ષ તત્ત્વ છે અને કાળ” અને દેશ બન્ને સાપેક્ષ છે. જાગૃતિમાં જે દેશ અને કાળના અનુભવ થાય છે તે સ્વપ્નદશાના દેશકાળ જેવો જ છે. દા.ત. રમેશભાઈ સવારે સાત વાગે એક પ્રવચન સાંભળવા ગયા અને દીવાલને અડીને શ્રોતાઓમાં સૌથી છેલ્લે બેઠા. બન્યું એવું કે રમેશભાઈ સવારે પ્રવચનમાં ઊંધી ગયા. ત્યાં તેમને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તે ખૂબ જ ઉતાવળે તૈયાર થાય છે. થોડીવારમાં સુટેડ, બુટેડ, કટેડ થઈ રેલવે-સ્ટેશન પર પહોંચી જાય છે અને સામાન સાથે ટ્રેનમાં બેસે છે. ટ્રેનની મુસાફરી શરૂ કરે છે. આ ટ્રેન વલસાડથી મુંબઈ જવાની હોય છે. આ રમેશભાઈ સવારે પ્રવચનમાં ઊંધતા હોય છે. છતાં સ્વપ્નમાં તેમની ટ્રેન સાંજની હોય છે. ટ્રેનમાં રાત્રે દીવા થાય છે. આથમતા સૂર્યન રમેશભાઈ ટ્રેનની બારીમાંથી જુએ છે અને મુંબઈ આવે ત્યાં સુધી તેઓ જાગતા રહે માટે દરેક સ્ટેશને વારંવાર ચા પીએ છે. છેવટે મુંબઈ પહોંચી ટૅકસી કરી વિમાનઘર ઉપર આવે છે. અને અમેરિકાના પ્લેનમાં બેસી જાય છે. સભાગે તેમને બારીવાળી જગ્યા મળી હોય છે. પ્લેનની બારીમાંથી તેઓ અવકાશમાં જુએ છે તો તેમને ચંદ્ર, તારા, નક્ષત્રો વગેરે દેખાય છે. જ્યારે વિમાન કોઈ મોટા શહેર પરથી ઊડે છે ત્યારે ધરતી ઉપરની રોશની પણ દેખાય છે. પ્લેનની ગતિને લીધે દરેક ક્ષણે પોતે નવો દેશ અને નવો કળ અનુભવે છે. આ બધું જોતાં જતાં પાછા પ્લેનમાં રમેશભાઈ તો ઊંધી ગયા. ત્યાં અચાનક સૂચના અપાઈ કે “ચુક આવવાની તૈયારીમાં છે. દરેકે પોતાની કમરના પટ્ટા બાંધી લેવા” અને રમેશભાઈએ પણ બંધ આંખે પોતાનો પટ્ટો શોધવા હાથ લાંબો ક્ય, પટ્ટો ખેંઓ ત્યાં તો એક બહેને કહ્યું “એ ભાઈ! પ્રવચન સાંભળવા આવ્યા છો કે બહેનોના ચોટલા ખેંચવા?” રમેશભાઈ તરત જ જાગી ગયા, પાછા પ્રવચનમાં સ્વસ્થ થઈ ગયા.
અહીં સ્વપ્નમાં સંધ્યાકાળ, રાત્રિ અને જે નવો દેશ ઉત્પન્ન થયો હતો તે કાલ્પનિક હતો છતાં સ્વપ્નદ્રષ્ય માટે તે સાચો હતો. સ્વપ્નદ્રષ્ટા માટે તો સ્વપ્નના દેશ અને કાળ તેનાથી ભિન્ન નહોતા. જે સ્વપ્નદ્રષ્ટા જાગે તો જ તેણે અનુભવેલા દેશ અને કાળ ખોટા છે તેમ સમજી
Page #420
--------------------------------------------------------------------------
________________
(૪૦૧) શકે છે. આ જ રીતે જાગ્રતના દેશ અને કાળ પણ ખોટા છે, સાપેક્ષ છે, અનિત્ય છે. પણ તે સમજવા જાગૃતિની બહાર જવું પડે, અર્થાત જાગૃતિ પણ અવિદ્યાની નિદ્રા છે; તેમાંથી જાગવું પડે તો જ સમજાય કે જાગ્રત અને સ્વપ્ન બંનેના દેશ અને કાળના ખ્યાલ ખોટા છે.
દેશકાળની આવી વિચારણા બાદ નિષ્કર્ષરૂપે જે મહત્ત્વના મુદ્દા છે તે નીચે મુજબ જણાવી શકાય: (૧) દેશ અને કાળ કલ્પિત છે. તે ક્વતમાં નથી; પણ આપણા જગત
સાથેના સંબંધ પર આધારિત છે, (૨)દેશ અને કાળ સાપેક્ષ છે, જ્યારે આત્મા કે “સ્વસ્વરૂપ નિરપેક્ષ
તત્ત્વ છે. (૩) દ્રષ્ટાની ગતિ, સ્થિતિ અને સ્થળ પર દેશ અને કાળ આધારિત
(૪) બનાવ ઘટના કે ઈવેન્ટ સાથે જ કાળ જન્મે છે, (૫) સુષુપ્તિમાં ઘટના ઘટતી નથી તેથી કાળનો ખ્યાલ ત્યાં નથી, (૬) જીવ શરીર સાથે રહે તો જ “આવે” અને “જાય” અર્થાત્ કાળનો અનુભવ કરે. જો જીવ બ્રહ્મ સાથે એક થાય તો ન જન્મે કે ન મરે-કાળથી મુક્ત થઈ જાય, (૭) દેશ-કાળ અને વસ્તુ-પરિચ્છિન્નતા અનાત્મ વસ્તુમાં જ છે, (૮) mતમાં, બ્રહ્મમાં કે સાક્ષીમાં દેશ અને કાળ નથી. દેશ અને કાળ તો માત્ર ભેદદશી મનની ભ્રાંતિમાં જ સંભવી શકે.
મુમુક્ષુ કે સાધકે તો બ્રહ્મને જ એકાન દેશ; અને “સ્વસ્વરૂપને જ કાળનો પણ કાળ માની ચિંતન કરવું અને દેશ, કાળ અને વસ્તુની પરિચ્છિન્નતાથી મુક્ત થવું એ જ તાત્પર્ય છે.
આસન - આસનનો સામાન્ય અર્થ બેસવાની વિશિષ્ટ પદ્ધતિ તેવો થાય છે." આસનની ચર્ચા ચિત્તની એકાગ્રતા, તપશ્ચર્યા કે પરમાત્માની પ્રાપ્તિના સંદર્ભમાં જે કરીએ તો ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ આસન લાંબો સમય
Page #421
--------------------------------------------------------------------------
________________
(૧૦૨)
ટકે તેમ નથી અને આસનમાં હોઈએ તેટલો જ સમય જો પરમાત્માની પ્રાપ્તિ થાય તો પ્રાપ્ત કરેલ પરમાત્મા જ અનિત્ય થઈ જાય! જે પરમાત્મામાં સદા સ્થિતિ રહે તેવું ઇચ્છીએ તો આસન પણ ખૂબ જ સહજ અને સ્વાભાવિક હોય તેવું જોઈએ. જે ખૂબ જ પરિશ્રમ અને અંગોના બળપૂર્વક મરોડથી આસન સિદ્ધ થશે તો લાંબો સમય તેવું આસન ટકી શકશે નહીં અને ધારો કે શરીરને અવનવા અંગમરોડમાં રાખવાનો અભ્યાસ સિદ્ધ થશે, પણ મન વક્ર થશે તો પણ આસનસિદ્ધિનો અર્થ રહેશે નહીં. જો ‘સ્વ’સ્વરૂપમાં સ્થિત થવા જ આસનની જરૂર હોય તો ‘સ્વરૂપ’તો દરેક્ને સહજ રીતે પ્રાપ્ત જ છે, માત્ર ‘સ્વરૂપ’નું જ્ઞાન નથી; અથવા ‘સ્વરૂપ’ની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને તે બળપૂર્વકની ક્રિયા કે અંગમરોડથી પાછી મળી શકે તેમ નથી. જો તેને પ્રાપ્ત કરવા કંઈ પણ કરવું હોય તો તે સહજ સ્વાભાવિક આસન હોવું જોઈએ. કારણ, આત્મસ્વરૂપ સહજ છે.
આસન કરવા પાછળનો હેતુ દરેક સાધક કે મુમુક્ષુને ખૂબ સ્પષ્ટ હોવો જોઈએ. શરીરના સુખ માટે આસન જરૂરી છે કે રોગોની નાબૂદી માટે મહત્ત્વનું છે અથવા આત્મચિંતન માટે તેની ઉપયોગિતા છે? તે જાણ્યા પછી જ તેણે આસનની પ્રક્રિયા શરૂ કરવી રહી.
આસન કેવી રીતે કરવું? ઊભા રહીને, સૂઈ જઈ ને કે ચાલતાં ?
આવા પ્રશ્નોના ઉત્તર યોગશાસ્ત્રમાં મળે છે. અને ત્યાં એવું કહેવાય છે કે યોગોભ્યાસમાં આસન ઊભા રહીને થઈ શકે નહીં, કારણ કે તે કાળે ચિત્ત, શરીરને ધારણ કરવાના કાર્યમાં પ્રયત્નશીલ હોય છે. ચાલતાં ચાલતાં પણ આસનનો અભ્યાસ થઈ શકે નહીં, કારણ કે ચાલતી વખતે નેત્રેન્દ્રિય માર્ગનું કે વચ્ચે આવતા વિઘ્નનું અવલોકન કરવામાં રોકાયેલી હોય છે. અને ચિત્ત, નેત્રને માર્ગદર્શન આપવામાં તેમ જ શરીર ધારણ કરવામાં વ્યસ્ત હોય છે. સૂતાં સૂતાં પણ આસન થઈ શકે નહીં; અને તેવી રીતે જે યોગાભ્યાસ થાય તો નિદ્રા કે ઝોકાં આવવાની શક્યતા રહેલી છે. જેને યોગમાં ‘લય’ નામનો દોષ કહે છે, તેથી સ્પષ્ટ છે કે આસન એવી રીતે કરવું કે જેમાં શરીર સ્થિર રહે અને મન પ્રસન્ન રહે તેમ બેસીને જ યોગાભ્યાસ માટે આસનનો અભ્યાસ કરવો.
Page #422
--------------------------------------------------------------------------
________________
(૪૦૩) વેદાન્ત દર્શનમાં પણ બેસીને જ આસન કરવાની વાત માન્ય રાખવામાં આવી છે. અને કહ્યું છે કે “માસીનઃ સંભવીતા” “ઉપાસના બેસીને થઈ શકે છે તેવા સંભવથી” ઉપરોકત સૂત્ર વપરાયું છે.
યોગશાસ્ત્રોમાં ૮૪ આસનોને મુખ્ય માનવામાં આવ્યાં છે. અને તેમાં શરીર ડોલે નહીં અને મન વ્યાકુળ ન થાય તેવી રીતે શરીરને રાખવાની કિયા આસન છે તેમ કહેવાય છે. ૮૪ આસનોમાંથી કેટલાંક આસનોનાં નામ નીચે મુજબ છે: (૧) સિદ્ધાસન (૨) પદ્માસન (૩) દઢાસન (૪) પવન મુક્તાસન (૫) વીરાસન (૬) વામજાસગમનાસન (૭) વાતાયનાસન (૮) મયૂરાસન (૯) મત્સ્યદ્રાસન (૧૦) કુકુરાસન (૧૧) ગોરક્ષાસન (૧૨) મકરાસન (૧૩) વૃક્ષાસન (૧૪) ચકાસન (૧૫) નાડાસન (૧૬) અર્ધકુર્માસન (૧૭) ગરુડાસન (૧૮) સિંહાસન (૧૯) અંગુષ્ઠાન (૨૦) યષ્ટિકાસન (૨૧) વાસવદાસન (૨૨) હસાસન (૨૩) ગોમુખાસન (૨૪) કુર્માસન (૨૫) મત્સ્યાસન (૨૬)મંડૂકાસન (૨૭) ભુજંગાસન (૨૮) શક્રાસન (૨૯) લોલાસન (૩૦) પર્વતાસન (૩૧) ગ્રંથિભેદાસન (૩૨) કોકિલાસન (૩૩) કુંજરાસન (૩૪) વ્યાઘાસન (૩૫) ઊનિષદનાસન
ઉપરોક્ત આસનોનાં નામ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઘણાંખરાં આસનોનું તો પક્ષી અને પ્રાણીઓના અંગમરોડ ઉપરથી જ અનુકરણ કરવામાં આવ્યું
પંખી અને પ્રાણીઓને તો પ્રભુએ તેવું જ શરીર આપ્યું છે તેઓ કંઈ કોઈનું અનુકરણ કરતાં નથી, તો શા માટે માનવી અનુકરણ કરતો હશે? કદાચ એવું બને કે માનવીની પૂર્વયોનિ કોઈ પશુ કે પંખીની હોય અને દઢ થયેલા સંસ્કારો ફરી જાગે તો જ તે તેવું કરવાનો પ્રયત્ન
જો કોઈ પણ પૂર્વગ્રહ વિના વિચારીએ તો સમજાય કે આસનો કોઈ પણ પ્રાણી કે પક્ષીઓના અંગમરોડનું અનુકરણ છે પણ તે કેટલો સમય ટકી શકે? અને તેવા અનુકરણથી શો લાભ? અરે, જે લોકો વ્યાયામશાળામાં નિત્ય જાય છે અને જે સરકસમાં કામ કરે છે તેઓ ખૂબ સરળતાથી જ અંગમરોડના ખેલ કરી શકે છે તો પછી તેમને જ શ્રેષ્ઠ યોગી માનવા પડે! દેડકાં તો મહિનાઓ સુધી જમીનમાં એક જ આસને પડ્યાં રહે છે, તેમનું શું?
યોગશાસ્ત્રમાં આસન શરીર સાથે અને તેની ક્રિયા સાથે સંકળાયેલું
Page #423
--------------------------------------------------------------------------
________________
(૪૦૪) છે. જ્યારે વેદાન્તમાં આસન સ્થિર શરીર નહીં પણ સ્થિર સુખ સાથે સંકળાયેલું છે; શરીરની ક્રિયા સાથે કદી નહીં
વેદાનમાં આસન તેને કહેવાય છે કે જ્યારે તેમાં કોઈ બળપૂર્વકની ક્યિા ન હોય. “આસન કરું છું” તેવો કત્વભાવ પણ ન હોય અને આસનસિદ્ધિ મળી છે તેવો સિદ્ધિના આનંદનો ભોક્તાભાવ પણ ન હોય. છતાં સરળતા અને સહજતાથી જે થાય તે આસન છે. વેદાન્તની સમજ સ્પષ્ટ છે કે આસનસિદ્ધિ મેળવવાના પ્રયત્નમાં તો અને દેહનું અભિમાન વધશે અને અનાત્મા સાથેનું તાદાત્મ દઢ થશે.
યોગશાસ્ત્રમાં અમુક પવિત્ર સ્થળે મેં આસન સ્થાપેલું છે, અને અમુક આસનની સિદ્ધિ મેં પ્રાપ્ત કરી છે તેવો ભાવ છે. તેનો અર્થ એ જ છે કે શરીરનું જે આસન છે તેમાં હું મર્યાદિત છું. વેદાનમાં જ્ઞાનની ખુમારી છે. શરીરભાવનો ધ્વંસ છે.
હું કયાંય બેઠો નથી; સારી સુષ્ટિ મારામાં બેઠી છે. હું અધિષ્ઠાન છું સર્વનું; મારે વળી આસન કેવું? “પૂર્ણચવાહનું સુત્ર સારા રાસનમુil”
(પરાપૂજા)”-આદિ શંકરાચાર્ય પૂર્ણનું આવાહન ક્યાં? સર્વના આધારને આસન કેવું?
હું અધિષ્ઠાન છું; સદા સ્થિર અને નિશ્ચળ છું. શરીરને સ્થિર કરવાની ભ્રાંતિ મારામાં નથી. શરીરને નિશળ કરવા તેને પીડા થાય તેવી ક્રિયા મારી કદી નહીં. એવી સમજ સાથે થાય તેને જ વેદાન્તમાં આસન કહે છે.
सुखेनैव भवेदस्मिनजस्त्रं ब्रह्मचिन्तनम्।
आसनं तद्विजानीयात् नेतरत्सुखनाशनम्॥११२ ।। શ્નન- જે (આસનમાં) બેસીને દ્રવિત્નમ્ મનસ્રમ્ સુપ્લેન મ ત વ માસન વિનાનીયા = પરમાત્માનું ચિંતન નિરંતર અને સુખપૂર્વક થાય તે જ આસન જાણવું સુહનાશનમ્ યત્ તત્ આસનમ્ ર (વે) જે આસન સુખનો નાશ કરનારું
છે તે આસન કહેવાય નહીં. (અથવા)
(અથવા). મુકનારાના આક્ષ ર (પતિ) સુખનાશક અન્યને આસન ન કહેવાય
અહીં ભગવાન શંકરાચાર્યજી સ્પષ્ટ કરે છે કે જે રીતે બેસવાથી, જે આસનમાં બેસવાથી, પરમાત્માના ચિંતનમાં સુખ સ્થિર રહે છે તેને
Page #424
--------------------------------------------------------------------------
________________
(૪૦૫) જ આસન જાણવું અહીં શરીરની સ્થિરતા મહત્વની નથી. પણ સુખની સ્થિરતા મહત્ત્વની છે. શરીરની સ્થિતિ કરતાં ભેદભાવ વિનાની સ્થિતિ, તભાવ વિનાની સ્થિતિ, અભેદ અને અભય સ્થિતિ જ અગત્યની છે.
યોગદર્શનમાં સાધનપાદમાં સૂત્ર ૪૬માં નિર્દેશ છે કે સ્થિરકુઉમાસનમુI૪૬ | “નિશ્ચળ અને સુખ કરનારું હિોય તે] આસન છેિ] અર્થાત્ શરીર નિશ્વળ રહે અને મનને સુખ થાય તેમ બેસવું તે આસન છે. પણ યોગશાસ્ત્રમાં જણાવેલાં આસનોનો અભ્યાસ ઘણી વાર એટલો મુશ્કેલ જણાય છે કે શરીર તો સ્થિર થઈ શકે છે, પણ મન અસ્થિર થાય છે. કારણ કે શરીરને સ્થિર કરવા જતાં ઘણી વાર પગ ઉપર પગ ચડાવેલ હોય તેથી ત્યાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થતું નથી; પગે ખાલી ચડે છે; તેથી મન પરમાત્માને બદલે પગમાં જાય છે.
આવી મુશ્કેલીથી બચવા અને શરીરના કષ્ટથી મુક્ત થવા વેદાન્તમાં શરીરની સ્થિરતા નહીં પણ ચિંતનના સુખની સ્થિરતાને જ અગત્ય અપાઈ છે. તેથી તાત્પર્ય એ જ છે કે સુખચેનથી બ્રહ્મચિંતન થાય તેવી રીતે જ આસનમાં બેસવું જોઈએ.
યોગશાસ્ત્રમાં આસનો માટે જે વિધિ અને પદ્ધતિ છે તેનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. જો તેવું ન થાય તો તેની વિપરીત અસર થાય તેવું પણ જણાવેલું છે.
"वंशासने तु दारिद्धं पाषाणे व्याधिसंभवः। धरण्यां दःखसंभूतिर्भाग्यं छिद्रिदारजे॥
तृणे धनयशो हानि:पल्लवे चित्तविभ्रमः॥ “વાંસના આસનમાં દરિદ્રપણું, પાષાણના આસનમાં વ્યાધિની ઉત્પત્તિ, ઉઘાડી પૃથ્વી પરનાં આસનોમાં દુ:ખનો પ્રાદુભવ, છિદ્રવાળા કાષ્ઠના આસનમાં દુર્ભાગ્યપણું, તૃણના આસનમાં ધન અને યશની હાનિ અને પાંદડાંના આસનમાં ચિત્તનો વિભ્રમ થાય છે,”
આમ જે અનેક પ્રકારનાં આસનો કરવા જતાં ભૂલ થાય અને અંતે દુ:ખ જ થવાનું હોય તો તેવાં શરીર સ્થિર રાખવાવાળાં અને ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાં પડતાં આસનોની ભાંગડમાં પડવાની શી જરૂર!
તેથી જ ભગવાન શંકરાચાર્યે આસનમાં થતા દોષથી મુમુક્ષુને મુક્ત કરવા એટલું જ કહ્યું કે જે રીતે બેસવાથી પરમાત્માનું ચિંતન સુખપૂર્વક થાય તેને જ આસન જાણવું અને સાથે જ કહ્યું....
રૂતરત્ માસનં ર મવતિ -અન્ય આસનો કે જેનાથી સુખનો નાશ
Page #425
--------------------------------------------------------------------------
________________
થાય છે તેને આસન ન જાણવાં.
(૪૦૬)
સિદ્ધાસન
સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન અને સ્વસ્તિક આસનમાંનું કોઈ પણ એક આસન સાધક યોગીએ સિદ્ધ કરવું જોઈએ એવું યોગશાસ્ત્રમાં છે તેથી અહીં સિદ્ધાસનનું મહત્ત્વ સમજી ચર્ચા કરવામાં આવી છે.
હઠયોગ પ્રદીપિકામાં સિદ્ધાસન, પદ્માસન અને ભદ્રાસનનું વર્ણન નીચે મુજબ કર્યું છે.
“ योनिस्थानकमंत्रिमूलघटितं कृत्वा दृढ विन्यसेत मेठ्र पादमथैकमेव हृदये कृत्वा हनुं सुस्थिरम् ।
स्थाणुः संयमितेन्द्रियोऽचलदृशा पश्येद् भ्रुवोरन्तरम् ह्येतन्मोक्षकपाटभेदजनकं सिद्धासनं प्रोच्यते || "
''
ડાબા પગની પાનીની, ગુદા અને ઉપસ્થનો મધ્યભાગ જે સીવની તેમાં દૃઢ સ્થાપના કરવી અને જમણા પગની પાનીને ઉપસ્થના મૂલભાગ ઉપર સારી રીતે સ્થાપન કરવી, હડપચીને હૃદયની ઉપર ચાર આંગળ પર સુસ્થિર કરવી અને સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખીને સ્થાણુની પેઠે સ્થિત થઈ સ્થિર દૃષ્ટિ વડે ભ્રમરનો મધ્ય પ્રદેશ જોવો; તેને યોગીજનો મોક્ષદ્વારને ઉઘાડું કરનાર સિદ્ધાસન કહે છે.”
વેદાન્તમાં સિદ્ધાસન यत्सर्वभूतादि
विश्वाधिष्ठानमव्ययम्।
सिद्धं यस्मिन् सिद्धाः समाविष्टास् तद्वै सिद्धासनं विदुः ॥ ११३ ॥ સર્વમૂતાતિ યત્ સિદ્ધમ્=જે સર્વપ્રાણીઓમાં સિદ્ધ છે, यत् विश्वस्य अधिष्ठानम्
अव्ययम् = ने
(બ્રહ્મ)
વિશ્વનું
અધિષ્ઠાન અને અવિનાશી છે
યસ્મિન્ (બ્રહ્મ)િ=જે (બ્રહ્મમાં)
સિદ્ધા સમાવિષ્ટાઃ-સિદ્ધ પુરુષો સમાવિષ્ટ છે અથવા પ્રવેશ પામ્યા છે,
તત્ મૈં સિદ્ધાસનમ્ વિવુઃ-તે જ સિદ્ધાસન એક સ્થિતિ છે, એક દૃષ્ટિ છે. તે શરીરનું આસન માત્ર નથી. સિદ્ધાસન અર્થાત્ બ્રાહ્મી સ્થિતિ કે અદ્વૈત અભેદ ષ્ટિ.
Page #426
--------------------------------------------------------------------------
________________
(૪૦૭)
આ બ્રાહ્મી સ્થિતિ તે જ ‘સ્વ’સ્વરૂપમાં સ્થિતિ અર્થાત્ આત્મસ્થ થયેલી સ્થિતિ કે સ્વરૂપ સાથે ઐક્ય. આપણું સ્વરૂપ કે આત્મા કંઈ ‘સાધ્ય’ કરવાની વસ્તુ નથી; તે તો સ્વયં સિદ્ધ જ છે. જે વસ્તુ, વિષય, પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિ દેશ અને કાળમાં મનુષ્યપ્રયત્ન દ્વારા પ્રાપ્ત થઈ શકે અર્થાત્ સાધ્ય થઈ શકે તે કદી નિત્ય ન હોઈ શકે.
“યત્ સાધ્યમ્ તત્ અનિત્યમ્ કૃતિ” જો સિદ્ધાસન માનવપ્રયત્ન દ્વારા પ્રાપ્ત થઈ શકે તો તો તે સાધ્ય છે તેમ કહેવાય. અને ખૂબ પુરુષાર્થયુક્ત પ્રયત્નથી જે તે સિદ્ધ થાય તો સિદ્ધાસન અનિત્ય કહેવાય. જો સાધન જ અનિત્ય હોય તો ી તે નિત્યની પ્રાપ્તિ કરાવી શકે જ નહીં. તેથી સિદ્ધાસન પોતે જ અનિત્ય છે તો તેથી આત્મા જે નિત્ય વસ્તુ છે તે મળી શકે તેમ નથી.
તે બાબત ધ્યાનમાં રાખીને જ શંકરાચાર્ય ભગવાને કહ્યું કે જે સર્વ પ્રાણીઓમાં સિદ્ધ છે તે જ સિદ્ધાસન છે.
“સર્વમૂતાદ્રિ યંત્ સિદ્ધમ્” જે વિશ્વનું અધિષ્ઠાન અને અવિનાશી છે તે જ સિદ્ધાસન છે. તૂ વિવસ્ય અધિષ્ઠાનમ્ અવ્યયમ્; જે બ્રહ્મમાં સિદ્ધ પુરુષો પ્રવેશ પામ્યા છે તે જ સિદ્ધાસન છે. “સ્મિન્ સિદ્ધા: સમાવિષ્ટા: તત્ વે સિદ્ધાસનમ્” આમ અહીં પરબ્રહ્મને જ સિદ્ધાસન કહ્યું છે. કારણ કે બ્રહ્મ સ્વયં સિદ્ધ છે. તેને સાબિત કરવાની જરૂર નથી. એ સિદ્ધ તત્ત્વ જ છે. ઇન્દ્રિયો અને મનને બ્રહ્મને જાણવાની પ્રેરણા આપનાર જ બ્રહ્મ છે. મન, બ્રહ્મને જાણે તે પૂર્વે અને મનોનાશ પછી પણ બ્રહ્મ છે. બ્રહ્મ તો મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જેવી ત્રણ અવસ્થાઓ વગેરે સૌનો સાક્ષી છે. મન, વાણી કે ઇન્દ્રિયો પોતે જડ છે અને તેથી બ્રહ્મ જે સાક્ષીચૈતન્ય છે તેની સાબિતી આપી શકે તેમ નથી. બ્રહ્મ કે આત્મા સ્વયંસિદ્ધ અર્થાત્ સ્વયંપ્રકાશ છે. તે જ અધિષ્ઠાન તરીકે દૃશ્યપ્રપંચને, પ્રાણીમાત્રને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તેથી બ્રહ્મમાં સ્થિતિ કરવી અને દ્વૈત કે ભેદવાળી સ્થિતિથી મુક્ત થવું તેવી અભેદ સ્થિતિને જ સિદ્ધાસન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મ અને અકર્મની ચિંતાનો નાશ થાય છે તેથી જ દૃષ્ટિની સ્થિરતા આવે છે. આવી અચલ અદ્વૈત સ્થિતિ જ સ્વયંસિદ્ધ સ્થિતિ છે; તે જ સિદ્ધાસન કહેવાય છે.
..
Page #427
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
મૂળબંધ
યોગશાસ્ત્રમાં જ બંધની વાત છે. વેદાન્તમાં તો કોઈ બંધ નથી, સૌ મુક્ત જ છે.
યોગશાસ્ત્રમાં મુખ્ય ત્રણ બંધ છે: (૧) મૂળબંધ (૨)જાલંધરબંધ (૩) ઉડ્ડીયાનબંધ અને મહાબંધ મુદ્રા પણ છે.
(૧) મૂળબંધ: આ સૌ બંધની ક્રિયા મોટાભાગે પ્રાણાયામ દરમ્યાન કરવામાં આવે છે. પૂરક પ્રાણાયામ અર્થાત્ બહારના વાયુને અંદર લેતી વખતે મૂળબંધ કરવાનું સૂચન યોગશાસ્ત્રમાં જોવા મળે છે.
પૂરક પ્રાણાયામ કરતી વખતે ગુદાને તથા ઉપસ્થને ઊર્ધ્વ તથા નાભિને મેરુદંડભણી સારી રીતે બળપૂર્વક સંકોચી અપાનવાયુને ઊંચો ચઢાવવો તે મૂળબંધ કહેવાય છે.; એવું કહેવાય છે કે મૂળબંધ કરવાથી અધોગતિ કે અવગતિ થતી નથી અને જીવન નિર્વિકાર થાય છે.
(૨) જાલંધરબંધ: કુંભક પ્રાણાયામ સમયે મૂળબંધ સહિત જાલંધરબંધ કરવો તેવું સૂચન થયેલું છે. જાલંધરબંધમાં કંઠને સંકોચી અને નીચે નમાવીને દાઢીને હૃદયથી ચાર આંગળાં જેટલા અંતરે રાખવી અને ત્યાં દૃઢ કરવી તે જાલંધરબંધ છે.
જાલંધરબંધથી ઈડાપિંગળાના વહનનું સ્તંભન થાય છે. આ બંધથી સર્વજ્ઞત્વ જેવી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેમ પણ કહેવાય છે.
(૩) ઉડ્ડીયાનબંધ: રેચક પ્રાણાયામના આરંભમાં મૂળબંધ સહિત ઉડ્ડીયાન બંધનું સૂચન છે.
નાભિના ઉપરના તથા નીચેના ભાગને બરડાને અડાડીને રાખી બળપૂર્વક પાછળ ખેંચવાની ક્રિયાને ઉડ્ડીયાનબંધ કહેવામાં આવે છે. આ બંધ પ્રાણોને સુષુગ્ગામાં પહોંચાડી ઊર્ધ્વગતિની પ્રાપ્તિ અર્થે પણ કરવામાં આવે છે.
મહાબંધ મુદ્રા: ડાબા પગની પાની યોનિસ્થાનમાં લગાડી, જમણો પગ ડાબા પગના સાથળ ઉપર રાખી, દષ્ટિ ભ્રૂકુટિમાં રાખી, ડાબા હાથની આંગળીઓથી જમણું નાસાપુટ દબાવી; ડાબા નાસાપુટથી પૂરક કરી; જલંધરબંધ કરી કુંભક કરવો. આ સમયે ડાબા હાથનો પંજો; જમણા પગના ઢીંચણ પર સારી રીતે ભરાવી દેવો. પછી કુંભક કાળે મૂળબંધ કરી મનનો સુષુમણામાં પ્રવેશ કરાવવો. કુંભક પછી ડાબો હાથ ઉપાડી તેના અંગૂઠાથી ડાબું નાસાપુટ
Page #428
--------------------------------------------------------------------------
________________
(૪૦e)
દબાવી જમણા નાસાપુટથી શનૈ: શનૈ: રેચક કરવો. આવા ચંદ્નાંગના અભ્યાસ બાદ સૂર્યંગનો અભ્યાસ કરવો. (સૂર્ય દ્વારા પૂરક અને ચંદ્ર દ્વારા રેચક) આવા અભ્યાસને મહાબંધ મુદ્રા કહેવાય છે.
આ મુદ્રાના અભ્યાસથી ઈડા, પિંગળા અને સુષુમ્ગાનો સંગમ થાય છે, અને મન ભ્રૂકુટિ વિશે રહે છે.
આ બધા યોગના બંધનું વર્ણન વાંચવાથી જ પ્રથમ તો મગજ બંધ થઈ જશે તેવું લાગે છે. ઘણી જ અટપટી ક્રિયાઓ છે અને જો ભૂલ થાય તો દોષનું નિવારણ કરવા પાછી ખટપટ કરવી પડે એટલું જ નહીં પણ અંતે મળે શું? મુમુક્ષુને તો કોઈ સિદ્ધિની જરૂર નથી. તેને અનિત્ય સિદ્ધિ જે ક્રિયાથી પેદા થાય છે તે નથી જોઈતી. તેને રસ છે માત્ર નિત્ય આત્મસ્વરૂપમાં, જે સ્વયંસિદ્ધ છે.
આગળ કહ્યું તેમ આ તમામ બંધ યોગમાં છે. જેમાં ક્રિયા છે, અભ્યાસ છે, પ્રયત્ન છે. વેદાન્તમાં ક્રિયાવાળા કોઈ બંધ નથી.
વેદાન્તમાં મૂળબંધ;
વેદાન્તમાં મૂળબંધ કોઈ ક્રિયામાં નથી. પણ જે તમામ દૃશ્યપ્રપંચનું મૂળ છે, અધિષ્ઠાન છે, આધાર છે તે જ મૂળબંધ છે.
यन्मूलं सर्वभूतानां यन्मूलं चित्तबन्धनम् ।
मूलबन्ध: सदा सेव्यो योगोऽसौ राजयोगिनाम् ॥ ११४ ॥ યત્ સર્વમૂતાનામ્ મૂલમ્=જે સર્વ પ્રાણી પદાર્થોનું મૂળ છે. વિત્તબંધનન્યત્મૂતમ્=જેને માટે ચિત્ત એકાગ્ર થાય છે તે (બ્રહ્મ જ) મૂળ છે.
અસૌ મૂત્રવન્ય:... આ બ્રહ્મરૂપ મૂળબંધ
રાનયોગિનાં સલા સેન્ચઃ ચોઃ-રાજ્યોગીઓને સદા સેવવા લાયક છે.
યમૂર્ત સર્વમૂતાનામ્=જે સર્વ પ્રાણી પદાર્થોનું મૂળ છે તે જ બ્રહ્મ કે આત્મા છે અને તે જ મારું સ્વરૂપ છે. તેથી મારા સ્વરૂપમાં કે જ્ગતના અધિષ્ઠાનમાં સ્થિતિ કરવી તે જ મૂળબંધ છે. પરબ્રહ્મ પૂર્ણ સંસારનું મૂળ છે. તેથી અહીં એવો સંકેત છે કે મુમુક્ષુએ, વેદાન્તીએ કે રાજ્યોગીએ બ્રહ્મમાં સ્થિતિરૂપ મૂળબંધ સેવવા યોગ્ય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ એવો ઉલ્લેખ છે કે બ્રહ્મ જ સંસારનું
Page #429
--------------------------------------------------------------------------
________________
મૂળ છે.
(૪૧૦)
उर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् ।
શાખાવાળા
‘‘ઊંચા શ્રેષ્ઠા પરબ્રહ્મરૂપ મૂળવાળા; નીચી અશ્વત્થ=ક્ષણભંગુર સંસારરૂપી પીપળાના વૃક્ષને અવિનાશી કહે છે.' બ્રહ્મ જ અધિષ્ઠાન છે, આધાર છે સંસારનો. સંસારના સૌ પદાર્થોને, પ્રાણીઓને સત્તા અને સ્ફૂર્તિ તે જ મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સંસારની સત્તા તો પ્રાતિભાસિક છે, સ્વપ્નવત્ છે.પારમાર્થિક સત્તા માત્ર બ્રહ્મની જ છે જે સૌનું મૂળ છે. તેથી તેમાં જ ચિત્ત એકાગ્ર કરવાનો અનુરોધ છે. એવી ચિત્રૈકાગ્રતા તે જ મૂળબંધ છે. મુંડકોપનિષદમાં જણાવ્યું છે કે બ્રહ્મ જ મન, પ્રાણ અને પંચમહાભૂતની ઉત્પત્તિનું કારણ છે તેથી બ્રહ્મ જ સર્વ પ્રાણીપદાર્થનું મૂળ છે તે સ્પષ્ટ છે.
तस्मात् जायते प्राणो मनः सर्वेन्द्रियाणि च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणि ॥ ३ ॥
“આ પરબ્રહ્મથી જ સૃષ્ટિકાળમાં પ્રાણ, મન, તેજ, જળ, અને સર્વ પ્રાણીઓ ધારણ કરનારી પૃથ્વી તથા પાંચે મહાભૂત વગેરે ઉત્પન્ન થાય છે.’
બ્રહ્મ જ સર્વની ઉત્પત્તિનું કારણ છે તેવું તૈત્તિરીય શ્રુતિમાં પણ સમજાવેલું છે.
तस्माद्वा एतस्मादात्मन आकाशस्सभूतः । आकाशाद्वायुः । વાયોમિ: । અમેરાપઃ । अद्भ्यः पृथिवी। पृथिव्या
ओषधयः। ओषधिभ्योऽन्नम्। अन्नात्पुरुषः।
“નિશ્ચય જ તે સર્વ પ્રસિધ્ધ આ પરમાત્માથી જ સૌ પ્રથમ આકાશ ઉત્પન્ન થયું છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી, પૃથ્વીથી ઔષધિઓ; ઔષધિથી અન્ન અને અન્નથી પુરુષ ઉત્પન્ન થયો છે.''
આમ જોતાં બ્રહ્મ જ સર્વની ઉત્પત્તિનું કારણ છે. તેથી તે જ સર્વનું મૂળ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેના જ આધારે છે. અર્થાત્ જો ઈશ્વર માયા દ્વારા સર્વ કાંઈ રચે છે, તો માયા અને ઈશ્વરનું મૂળ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ ક્ષરપુરુષ અને અક્ષરપુરુષનો આધાર છે અને તેથી પરમપુરુષોત્તમ છે. તે બ્રહ્મને જ તત્પદ અને ત્સંપદનું લક્ષ્યાર્થ મનાય છે. ચિત્તવન્ધનમ્ યત્ મૂત્તમ્ જેને માટે ચિત્ત એકાગ્ર થાય
Page #430
--------------------------------------------------------------------------
________________
(૪૧૧)
છે તે બ્રહ્મ જ મૂળ છે., ચિત્ત ઈન્દ્રિયોના પદાર્થો તરફ ગમન કરવાની ચેતના પણ બ્રહ્મ તરફથી જ મેળવે છે. અને વિષયોથી પાછું વળી જેનામાં એકાગ્ર થવા પ્રયત્ન કરે છે તે તત્વ પણ બ્રહ્મ જ છે. તેથી તે જ મૂળબંધ છે અને તે જ રાજયોગીઓને સદા સેવવા લાયક છે.
કેનોપનિષદમાં સમજાવ્યું છે કે ચા, શ્રોત્ર, મન, પ્રાણ, વાણી, સૌ અંતે તો બ્રહ્મની પ્રેરણાથી જ પોતાના વિષય તરફ ગમન કરે છે.
केनेषितं पतति प्रेषितं मनः केन प्राण:प्रथम प्रेति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति
चक्षु श्रोत्रं क उ देवो युनक्ति ॥१॥ કોની પ્રેરણાથી પ્રેરાયેલ મન પોતાના વિષય તરફ ગમન કરે છે?
કોની પ્રેરણા વડે મુખ્ય એવો પ્રાણ ઊધ્વદિ સ્થાન તરફ જાય છે? કોની ઇચ્છાથી આ વાણીનો ઉચ્ચાર થાય છે? કયા દેવ ચક્ષુ તથા શ્રોત્રને તેમના વ્યાપાર પ્રતિ પ્રેરે છે?
બીજું કોઈ નહીં પણ પરબ્રહ્મ જ સૌને પ્રેરે છે. કારણ કે બ્રહ્મ સિવાય સૌ ચેતનહીન છે; જડ છે; મૃતવત્ છે, તેથી બ્રહ્મ જ ઈન્દ્રિયો, પ્રાણ, વાણી અને મનનું મૂળ છે. અને તેમાં સ્થિતિ કરવી તે જ વેદાન્તનું મૂળબંધ કહેવાય છે.
બ્રહ્મ સર્વનું મૂળ છે. તે જ નિર્વિવાદ વાસ્તવિક્તાને જો નિદિધ્યાસનના સંદર્ભમાં વિચારીએ તો કહી શકાય કે જે સર્વનું મૂળ છે તે મુજથી અભિન્ન છે. મન, ઇન્દ્રિય, વાણી, પ્રાણ સૌ પોતાના કાર્ય માટે મુજથી જ શક્તિ પ્રાપ્ત કરે છે. હું છું તેથી જ તેઓ છે. એટલું જ નહીં પણ સ્વપ્નમાં અને જાગૃતિમાં મન અને ઈક્યિો અનેક સ્થળોએ વિહાર કરી, વિચરી, સંકલ્પ-વિકલ્પ કરી, જેઈ સૂધી, સાંભળી, સ્પર્શ કરી પ્રત્યક્ષ, પરોક્ષ અનુભવ કરીને, અંતે ફરી-ચરીને સુમિ સમયે મારા સ્વરૂપમાં જ પાછાં ફરે છે. તેથી હું સત્ ચિત્ આનંદસ્વરૂપ જ તે સૌનું મૂળ છું; હું જ બ્રહ્મસ્વરૂપ છું. સૌનું અધિષ્ઠાન છું. આવું ચિંતન કરી સ્વરૂપમાં સ્થિત થવું તે જ સાચું મૂળબંધ છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
(૪૧૨)
દેહસામ્ય
યોગશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે ધ્યાન કે સમાધિ કરતી વખતે શરીરને સ્થિર રાખવું. અર્થાત્ કમર કે કરોડરજ્જુ સ્થિર રહે અને તેના પર ગરદન પણ સ્થિર રહે તેવી રીતે બેસવું. તેવી વાત આસનના સંદર્ભમાં પણ આવી ગઈ છે. જ્યાં સાધનપાદના સૂત્ર ૪૬માં વાત આવી હતી કે શરીર સ્થિર રહેવું જોઈએ ‘“સ્થિરપુલમાસન ” ।। ૬ । અને તેવી જ શરીરની સ્થિરતા વિશે શ્રીમદ્ભગવદ્ગીતામાં, ધ્યાનયોગના સંદર્ભમાં; અધ્યાય છના શ્લોક ૧૩માં પણ કહેવાયું છે કે
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
“શરીર, માથું અને ગરદનને સીધાં અને સ્થિર રાખી દૃઢ થઈ” આમ ગીતામાં પણ થોડી યોગની વાત છે; કારણ કે ગીતા એવો અદ્ભૂત ગ્રંથ છે કે જેમાં સંપૂર્ણ વેદનો સાર છે. ગીતા જેવા દિવ્ય ગ્રંથમાં તો ભારતની પૂર્ણ આધ્યાત્મિક પરંપરાનું દર્શન છે. આમ છતાં યોગશાસ્ત્રમાં શરીરની સ્થિરતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે યોગશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે ઇષ્ટદેવનું ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરવા માટે, પ્રાણને સુષુમ્યા નાડીમાં મોકલવા માટે, સમાધિ લગાડવા માટે તેમ જ કુંડલિની જાગ્રત કરવા માટે શરીરની સ્થિરતા અતિ આવશ્યક છે.
વેદાન્તમાં દેહસામ્ય કે દેહની સમતા
વેદાન્તમાં સ્પષ્ટ સમજ છે કે શરીર સ્થિર હોય અને મન ચંચળ હોય તો શરીરની સ્થિરતા ઉપયોગી નથી, એટલું જ નહીં પણ જીવનની મૂળભૂત સમસ્યા ‘બંધન'નો ભાવ કે ખ્યાલ દૂર કરવાની છે. બંધનનો અનુભવ મન કરે છે; અને મનને જ બંધનના ભાવથી મુક્ત કરવાની જરૂર છે.
શરીર તો પોતાના ધર્મ પ્રમાણે જન્મશે અને મરશે; તેથી તેના માટે પોતાના શરીરધર્મથી મુક્તિ નથી. આત્મા નિત્યમુક્ત છે તેથી તેને મુક્તિની જરૂર નથી. પણ ‘બંધન’નો ખોટો ભ્રમ મન અનુભવે છે તેથી ‘મન”ને શિષ્ય બનાવી, તેને જ સ્વરૂપનું જ્ઞાન આપવાથી, જીવનની મૂળભૂત સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તેમ છે. તે હેતુથી અહીં દેહસામ્યની વ્યાખ્યા નીચે મુજબ કરવામાં આવી છે. જે યોગશાસ્ત્રથી ભિન્ન છે.
·
Page #432
--------------------------------------------------------------------------
________________
(૪૧૩)
अंगानां समतां विद्यात् समे ब्रह्मणि लीयते।
नो चेन्नैवं समानत्वमृजुत्वं शुष्कवृक्षवत्॥११५॥ यानि अंगानि समे ब्रह्मणि
જે અંગો સમરૂપ બ્રહ્મમાં લીન लीयते तेषाम् अंगानाम् समताम् । થાય છે તે અંગોમાં જ સમતા છે अस्ति इति विद्यात्
એમ જાણવું જોઈએ. નો રે..
નહીં તો વૃક્ષવત્ તેવાકુ અંનામું | સૂકા વૃક્ષના ટૂંઠામાં જેમ સમાનપણું समानत्वम् ऋजुत्वम् च स्त: 7 અને સરલપણું મનાય નહીં તેમ જ इति न एव विद्यात्
અંગો બ્રહ્મમાં લીન ન થાય તેમનું
સમાનપણું કે સરળપણું મનાય નહીં બામાં લીન થયેલાં અંગોમાં જ સમતા છે
વેદાન્તમાં શરીરની સમતા નહીં, પણ સ્વરૂપની સમતા મહત્વની છે, કે જ્યાં કોઈ વિષમતાનું અસ્તિત્વ નથી. અંગોને બ્રહ્મમાં લીન કરવા માટે કાર્યથી કારણ તરફ, આરોપથી અધિષ્ઠાન તરફ વિચારણા કરવી પડશે. આવી વિચારણાથી જ સમજાશે કે પદાર્થ અને પરમાત્મા જુદા નથી, કાર્ય અને કારણ અભિન્ન છે. આવો વિચાર તે જ સ્વરૂપનો વિચાર કે બ્રહ્મવિચાર કહેવાય છે.
પ્રથમ વિચારવું જોઈએ કે અંગો આવ્યાં ક્યાંથી?
શરીરમાંથી. શરીર ક્યાંથી આવ્યું? ગર્ભમાંથી. ગર્ભ ક્યાંથી આવ્યો? વીર્યમાંથી કે શુક્રજંતુથી. વીર્ય કયાંથી આવ્યું? અનાજમાંથી - કારણ કે અનાજનો ખોરાક બનાવ્યો; તેનું લોહી થયું - તેમાંથી જ વીર્ય થયું, અથતું વીર્ય અનાજથી આવ્યું છે. અનાજ ક્યાંથી આવ્યું? વિભિન્ન વનસ્પતિથી કે ઔષધિમાંથી જ અનાજ આવ્યું છે. વનસ્પતિ ક્યાંથી આવી? પૃથ્વીમાંથી. પૃથ્વી ક્યાંથી આવી? પાણીમાંથી. કારણ કે ત્રણ ભાગનું આજે પણ પાણી છે અને એક ભાગ જમીન છે. કહેવાય છે કે કોઈ કાળે સૂર્યથી કોઈ ટુકડો છૂટો પડ્યો હશે; પણ શરૂઆતમાં વાયુરૂપ હશે અને પછી વાયુથી જ પાણી થયું હશે તેથી પાણીથી જ પૃથ્વી આવી છે તેમ કહેવામાં શું વાંધો છે? જો પાણીથી પૃથ્વી આવી તો પાણી ક્યાંથી આવ્યું?
Page #433
--------------------------------------------------------------------------
________________
(૪૧૪)
અગ્નિથી. અગ્નિ ક્યાંથી આવ્યો? વાયુથી. આજે પણ એવું જ કહેવાય છે કે પ્રાણવાયુ ન હોય તો અગ્નિ પ્રગટે નહીં તેથી અગ્નિ વાયુથી જ આવ્યો છે. તો પછી વાયુ ક્યાંથી આવ્યો? આકાશથી અને અંતે આકાશ ક્યાંથી આવ્યું ? તો એવું કહેવાય છે કે પરબ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે. આ પરબ્રહ્મ કેવો છે? તો કહેવાય છે કે બ્રહ્મ તો સમતાવાળો છે, સમમ્ છે નિીષ ફ્રિ સમન્ વ્રુક્ષ (અધ્યાય-૫ ભગવદ્ગીતા) જો બ્રહ્મ સમતાવાળો છે અને અંગોથી માંડી પંચમહાભૂત સુધીનું સર્વ કાંઈ તેમાંથી જ ઉત્પન્ન થયું છે તો પછી કારણમાં કાર્ય સમાવિષ્ટ છે. તેનો અર્થ એ જ થયો કે અંગો અંતે બ્રહ્મમાં જ લીન છે. અંગો કાર્ય છે અને બ્રહ્મ કારણ છે. જે આવું વિચારે છે તે જ સમભાવવાળા બ્રહ્મમાં સ્થિર થઈ શકે છે. આવા સ્વરૂપના જ્ઞાન વિના જો માત્ર શરીરની જ સ્થિરતાનો પ્રયત્ન થશે અને સમાધિ લાગશે; તો તે સમાધિ આવનારી અને જનારી હશે. ઉપરાંત હું સમાધિવાળો કે “સમાધિ લગાડી શકું તેવો છું” તેવો અહંભાવ પણ જાગશે. સાચી સમાધિ તો અહંકારશૂન્ય સમતામાં જ સંભવી શકે. અને જ્ઞાનથી સમજાય કે હું સ્વરૂપે સર્વવ્યાપ્ત અને સમાધિસ્થ જ છું. પછી શરીરની સ્થિરતાની કે અંગોની સમતાની જરૂર નથી. હું તો સ્વરૂપથી વિષમભાવરહિત, સદા સમત્વ જ છું.
" सदा मे समत्वं न मुक्तिर्नबंध : चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥”
સમતા એટલે જ જ્યાં બંધન અને મોક્ષ જેવી વિષમતા નથી તે. જ્યાં જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ, દેશ, કાળ, વસ્તુ, વિષય નથી તેને જ સાચું સ્વરૂપનું સમત્વ કહેવાય છે. અને તે જ સાચી સમતા છે.
શરીર, અંગો કે અવયવોની સ્થિરતા કે સમતા તો સુકાયેલા વૃક્ષોમાં પણ છે. તે માત્ર સ્થિરતા છે, સમતા નથી. વૃક્ષ તો માત્ર સત્ છે, ચિત્ નથી. આંબો અને પીપળો સાથે સાથે હોય, છતાં બન્ને એકબીજાના અસ્તિત્વથી અનભિજ્ઞ અને અજ્ઞાત હોય છે. બન્ને અસ્તિત્વમાં છે. છતાં આંબાને ખબર નથી કે બાજુમાં પીપળો છે, પીપળાને ખબર નથી કે બાજુમાં આંબો છે. એટલું જ નહીં પણ તે બન્ને પોતે કોણ છે તેનો પણ ખ્યાલ તેમને નથી. છતાં બન્ને છે માટે સત્ છે પણ ‘જાણતા’ નથી તેથી બેમાંથી એક પણ ચિત્ નથી. તેથી સ્પષ્ટ છે કે માત્ર શરીરની
Page #434
--------------------------------------------------------------------------
________________
(૪૧૫)
સ્થિરતાનો કોઈ અર્થ નથી, જ્યાં સુધી સ્વરૂપની સમતાનું જ્ઞાન ન હોય.
અંગો અને શરીરની સ્થિરતા સાથે થયેલી સમાધિ આવે છે અને જાય છે. તેથી તે નિત્ય નથી. ઉપરાંત શરીર સાથેની આવી રમતમાં દેહભાવ વધુ ને વધુ દૃઢ થાય છે. વાસ્તવમાં સ્વરૂપની સમતા નથી આવતી કે નથી જતી. એક વાર જ્ઞાન થયું સ્વરૂપનું પછી તે જતું નથી. તાત્પર્ય એ જ છે કે સ્વરૂપની સમતા નિત્ય છે અને અંગોની અનિત્ય છે. બ્રહ્મમાં સ્થિર થયેલો કદી અસ્થિર થતો નથી. સદા, સર્વદા, અચળ અભય અને અચ્યુત જ રહે છે.
દૃષ્ટિની સ્થિરતા
નિદિધ્યાસનનાં અંગો ઉપર વિચાર કરતાં આપણે દેશ, કાળ, આસન, શરીરની સમતા વિશે વિચાર કર્યો તેથી સ્વાભાવિક છે કે હવે આપણે વિચારવું જોઈએ કે આસન ઉપર શરીર સ્થિર રાખીને બેઠા પછી દૃષ્ટિ કેવી અને ક્યાં રાખવી જોઈએ? યોગશાસ્ત્રમાં તો સ્પષ્ટતા કરી છે કે નાકના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ અને તેવી દૃષ્ટિને ‘નાસાપ્રાવતોજિની કહે છે.
શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ અધ્યાય ૬માં તેવી વાત છે.
સંપ્રેક્ષ્ય નાસિઋદ્રં સ્વ વિશવાનવતોનયન્ || ૬-૧૩ ॥ “પોતાના નાકની અણી ઉપર દષ્ટિ રાખીને બીજી બાજુએ કે બીજી દિશામાં ન જોતાં” ષ્ટિને પોતાના નાક ઉપરના અગ્ર ભાગમાં કેન્દ્રિત કરવી તેવું સૂચન ગીતામાં પણ થયેલું છે. જો ખરેખર તેવો જ શબ્દાર્થ લઈને નાક ઉપર દષ્ટિ રાખીએ તો ધ્યાન કોનું થવાનું? નાકનું કે બ્રહ્મનું? સિદ્ધાંત તો એમ કહે છે કે કીટભ્રમર ન્યાય મુજબ જેનું ધ્યાન ધરો તે જ થઈ જવાય. તો શું નાકનું ધ્યાન ધરવું ઇષ્ટ છે? વાસ્તવમાં લક્ષ્યાર્થ લેવાનો છે. બન્ને આંખે જો નાકના અગ્રભાગ ઉપર જોવાનો પ્રયત્ન થાય તો આજુબાજુની દિશાનાં નામ અને આકાર દેખાશે નહીં. પ્રત્યક્ષીકરણનું ક્ષેત્ર ‘ફીલ્ડ ઓફ પરસેપ્શન' સીમિત થઈ જશે. તેથી દષ્ટિ ઇન્દ્રિય તેના વિષયરૂપ છે તેમાં ગમન નહીં કરે. અર્થાત્ સંત એવો છે કે ઇન્દ્રિયોને
Page #435
--------------------------------------------------------------------------
________________
તેના વિષયો તરફ જતાં રોકો. અને જેમ આંખ રૂપ ન જુએ તેવી જ રીતે બાકીની ચારેય ઇન્દ્રિય પોતાના વિષયથી પાછી ફરશે. અને તો જ ઈન્દ્રિયોને બહિર્મુખી થતી અટકાવી શકાય અને અંતર્મુખી બનાવી શકાય. તેવા હેતુથી ગીતામાં નાકના અગ્રભાગ પર દષ્ટિ કરવી તેવું કહ્યું છે. પણ લોકો શબ્દાર્થ લઈને અનુસરે છે તેથી કેટલાયને માથાનો દુ:ખાવો થાય કે ન સમજીને ત્રાટક જેવું કરવા જાય તો ડાગળી ચસકે તેમાં નવાઈ
નહીં!
યોગશાસ્ત્રમાં તો દૃષ્ટિને પૂર્ણ રીતે ખુલ્લી રાખીને બેસવાની ક્રિયાને પુષ્ટિ કહે છે. અને જે દષ્ટિ બંધ કરીને બેસવામાં આવે તો તેને મમાઈ કહે છે. તે જ પ્રમાણે જો અધખુલ્લી આંખે બેસવાનો પ્રયત્ન થાય તો તેને પ્રતિપદ્ગ કહે છે.
વેદાન્તમાં પૂર્ણિમાની જેમ આંખો ખુલ્લી રાખવાની, અમાસની જેમ તદ્દન બંધ રાખવાની કે આઠમની જેમ આંખો અધખુલ્લી રાખવાની વાત જ નથી, કારણ કે વેદાન્તની દષ્ટિમાં એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે માનવીનાં ચર્મચક્ષુ આત્મસાક્ષાત્કાર માટે નિરર્થક છે. અને કોઈ પણ ક્રિયા દ્વારા અયિ, અકર્મ આત્મા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તેથી વેદાન્તમાં તો જ્ઞાનચક્ષુની જ વાત છે. અને જ્ઞાનચક્ષુથી જ જીવ અને બ્રહ્મના ઐક્યનું દર્શન થઈ શકે તેમ છે. જ્ઞાનચક્ષુથી જ જીવ તે બ્રહ્મ છે તેમ જાણી શકાય છે. અને અજ્ઞાન દ્વારા બ્રહ્મ જ જીવરૂપે દેખાય છે, તત્ત્વની દષ્ટિએ તો જીવ અને બ્રહ્મ અભિન્ન છે પણ તેવું જાણવા માટે જ્ઞાનદષ્ટિની જરૂર છે. માટે જ ગીતામાં કહ્યું છે કે “વિતા નાનુપતિ પત્તિ જ્ઞાનવલુક:” “અજ્ઞાનીઓ જાણતા નથી, પણ જ્ઞાનરૂપી ચક્ષુવાળા જાણે છે.” જ્ઞાનચક્ષુવાળા જ શરીર છોડીને જતા તથા શરીરમાં રહી ભોગ ભોગવતા જીવાત્માને બ્રહ્મથી અભિન્ન જાણે છે. આમ વેદાન્તની દષ્ટિમાં દષ્ટિની સ્થિરતા કેવી હોય છે તેનું વર્ણન નીચેના બે શ્લોકમાં કરવામાં આવે છે.
दृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येद् ब्रह्ममयं जगत् । सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी॥११६ ॥ દૃષ્ટિ જ્ઞાનમય કૃત્વા દષ્ટિને જ્ઞાનમય બનાવીને
Page #436
--------------------------------------------------------------------------
________________
(૪૧૭) નાત્ બ્રહ્મમય પચ્ચે=જગતને બ્રહ્મમય જોવું
સા દિઃ પરમ ૩૯Tતે દષ્ટિ પરમ ઉદાર મનાય છે. નાસાયા: અ અવતરે ) = નાસિકાના અગ્રભાગનું અવલોકન તિ નાવિનોવિકની સા ન ઈ કરનારી જે દષ્ટિ છે કે નહીં.
दृष्टदर्शनदृश्यानाम् विरामो यत्र वा भवेत्। दृष्टिस्तत्रैव कर्तव्या न नासाग्रावलोकिनी॥११७॥ વા. ...અથવા પત્ર. . (જે બ્રહ્મમાં) જ્યાં દૃનયાનામુ... કટા દર્શન અને દશ્યનો વિસામો આવે . લય થઈ જાય છે, તત્ર વ... ... ત્યાં જ કૃષ્ટ વર્તા .. ) = દષ્ટિ કરવી જોઈએ.
(અંત:કરણની વૃત્તિને ત્યાં સ્થિર કરવી
જોઈએ) નાસવિનોવિકની દૃષ્ટિ નનાકના અગ્રભાગને જોવાની દષ્ટિ સાચી નથી. દૃષ્ટિ જ્ઞાનમય ત્વી દષ્ટિને જ્ઞાનમય બનાવવી તેવી વાત વેદાન્તની છે. જ્ઞાનમયી દષ્ટિ અર્થાત કેવી ?િ જ્યાં સુધી જગતને જોવાની દષ્ટિ જ અજ્ઞાનમય છે ત્યાં સુધી જે નથી તે દેખાશે, જે પ્રતીતિ માત્ર છે તે સાચુ લાગશે, જે અધ્યાત છે તે હકીકત જણાશે, જે mત આરોપ છે, ભ્રાંતિ અને ભ્રમણા છે તે વાસ્તવિક જણાશે, જે સંસાર મિથ્યા છે, સ્વપ્નવત્ છે તે અજ્ઞાન કાળે સત્ય છે તેવું જ ભાસશે અને તેથી મોહ પેદા થશે અને વ્યક્તિ છતી આંખે મોહાંધ થશે. જ્યાં જ્યાં મોહ હશે ત્યાં શોક અનિવાર્ય છે, જ્યાં કોઈ પણ વસ્તુ માટે, વ્યક્તિ માટે, પરિસ્થિતિ માટે મોહ હશે ત્યાં તેની વિદાયમાં શોક પેદા થવાનો તે નિર્વિવાદ છે. જેને માટે મોહ હશે તેનાથી વિખૂટા પડવાનું મન નહીં થાય; અને મોહવાળો પદાર્થ રાગ ઊભો કરશે; જે તે પદાર્થ અપ્રાપ્ત હશે તો તેને પ્રાપ્ત કરવા મરણિયો પ્રયત્ન ર્યા વિના મોહાંધ રહી શકશે નહીં. પ્રયત્નમાં જો નિષ્ફળતા મળશે તો પુન: તે શોકના સાગરમાં ડૂબી જશે. હતાશા, નિરાશા અને નિષ્ફળતાનાં વાદળોથી ઘેરાઈ જશે. આ તો પરિણામ છે
Page #437
--------------------------------------------------------------------------
________________
(૪૧૮).
અજ્ઞાનમય દષ્ટિનું
વ્યક્તિ ને પોતાની ટિને જ્ઞાનમયી બનાવી શકશે, અર્થાત્ બધામાં એકતા જોઈ શકશે, પ્રાણી, પદાર્થ અને જીવમાત્રમાં જો આત્માના જ દર્શન કરી શકશે તો તેને પોતાથી ભિન્ન કંઈ જ દેખાશે નહીં, સર્વ આત્મસ્વરૂપ જ જણાશે. જડ અને ચેતન સર્વમાં અધિષ્ઠાન બ્રહ્મ જ જણાશે, અને મિથ્થા સંસારને, પ્રતીતિમાત્રને, અધ્યાસ કે આરોપને અને સમગ્ર સંસાર કે દશ્યપ્રપંચને જ્યારે તે જ્ઞાનમયી દષ્ટિ દ્વારા બ્રહ્મસ્વરૂપે જ જોશે ત્યારે તેવા એક્વનાં દર્શનમાં નહીં હોય શોક કે નહીં હોય મોહ! “તત્ર વો મોડ : શો ત્વનુપરતઃ” (ઈશોપનિષદ)
આ જ ઈષ્ટ કે જેમાં શોક અને મોહ નથી અને જેનાથી માત્ર ઐક્યનું જ દર્શન થાય છે, તે જ્ઞાનમયી દષ્ટિ છે. ઐક્યનાં દર્શનમાં નથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી; તેથી નથી ત્યાં રાગ કે પ્રાપ્તિનો પ્રયન, તેથી જ નથી ત્યાં નિરાશા કે નિષ્ફળતા.ત્યાં તો પૂર્ણતા છે પોતાના જ સ્વરૂપમાં અને બહારની કોઈ પણ પ્રાપ્તિ વિના પોતે પૂર્ણ છે, પોતામાં, પોતા દ્વારા. આવી સમજમાં ઈષ્ટ સ્થિર છે પોતાના સ્વરૂપમાં અને તે જ સાચી સ્થિરતા છે દષ્ટિની કે જ્યાં દષ્ટિ છે માત્ર અધિષ્ઠાનમાં..નહીં કે નાકના અગ્રભાગમાં! સૂમ દષ્ટિ જ શાનમથી દષ્ટિ છે
સૂક્ષ્મ દષ્ટિ અથતું નામ અને આકારને બાદ કરીને દરેક નામી અને સાકારમાં, અનામી અને નિરાકારનાં દર્શન કરવા ટેવાયેલી દષ્ટિ. સૂક્ષ્મ દષ્ટિ એટલે જ રૂપરંગને ત્યાગી તેના આધારને પકડનારી દષ્ટિ. જે ઘાટ અને ઘરેણાને જુએ છે તે છેતરાઈ શકે છે; પણ જેની દષ્ટિમાં માત્ર સોનું જ છે તેને ઠગવાનો કોઈ રસ્તો જ નથી. આમ જે વ્યક્તિ કાયન છોડી માત્ર કારણને જ જુએ છે, તેની દષ્ટિમાં પદાર્થ નહીં પણ સતત પરમાત્મા જ દેખાય છે, તેને નામ અને આકારવાળું જગત નહીં, પણ જે સર્વ નામ અને આકારમાં અદશ્ય તત્ત્વ છે; જે દરેક નામ અને આકારનો આધાર છે, “અધિષ્ઠાન' છે; કારણ છે; તેનાં જ દર્શન થાય છે. આવી સૂક્ષ્મ દષ્ટિવાળો તે જ્વતથી નાસતો નથી. જગતને ત્યજતો
Page #438
--------------------------------------------------------------------------
________________
(૪૧૯):
નથી, કારણ કે તેની ષ્ટિમાં સંસાર ત્યજાઈ ચૂક્યો જ છે. તેથી ત્યાગનો સંઘર્ષ નથી; બધું બ્રહ્મ છે માટે પ્રાપ્તિની આકાંક્ષા કે અપેક્ષા જ નથી. તેના જીવનમાં ક્વતને પાછળ પાડી દેવાનો કે હાર આપવાનો પ્રયત્ન જ નથી. કારણ, પોતાની દષ્ટિથી જ તે ઝૂતને જીતી ચૂક્યો છે. આ જ ઈષ્ટિને શાનમથી દષ્ટિ કહે છે.
આવી સૂક્ષ્મ દૃષ્ટિના અભાવમાં સર્વવ્યાપ્ત પરબ્રહ્મ અદશ્ય રહે છે. પણ જેને સૂક્ષ્મ ષ્ટિ પ્રાપ્ત છે; તેને પોતામાં અને જે પોતાની અંદર છે, તે જ સર્વમાં છે તેવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. માટે કઠોપનિષદમાં કહ્યું છે કે “આત્મા સર્વ ભૂતોમાં રહેલો હોવા છતાં છુપાયેલો છે; પ્રત્યક્ષ થતો નથી. પણ કેવળ સૂક્ષ્મ તત્ત્વોને જોનારા પુરુષોથી જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જોઈ શકાય છે.”
"एषः सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते
દૃશ્યતે ત્વચા યુદ્ધયા સૂરમાં સૂક્ષ્મfમ: ” અભેદ દષ્ટિ જ શાનાથી દષ્ટિ છે
જેની દષ્ટિમાં ભેદ છે તેને જ વૈત ભાસે છે. ભેદ દષ્ટિવાળાને જ જીવ, જગત અને ઈશ્વર ત્રણે જુદાં ભાસે છે એટલું જ નહીં ત્રણે સાચાં છે તેવું પણ તેને લાગે છે. જે જીવ સાચો જ હોય તો જીવ, જીવ જ રહેવાનો. કદી બ્રહ્મ થઈ શકે જ નહીં અને મોક્ષ કે મુક્તિ સંભવે જ નહીં. જો જગતની સત્તા સત્ય છે અને પારમાર્થિક દષ્ટિએ પણ જગત સાચું જ છે તો શા માટે સ્વપ્ન કે સુષુમિમાં તે રહેતું નથી? અને જો સંસાર સત્ય છે તો પછી જ્ઞાન કાળે પણ તેની નાબૂદી ન થવી જોઈએ. અને “જ્ઞતે તત્ત્વ છે. સંસા:?” તે વાત ખોટી થઈ જાય; ઉપનિષદોમાં એકત્વનો જે સંદેશ છે તે સંદેશ અને ઉપનિષદો પોતે પણ અસત્ય થઈ જાય. આમ, છતાં જીવ ગત અને ઈશ્વર ત્રણેયને શાવિત સત્ય માનનારા લોકો છે. આમ જેની દષ્ટિમાં ભેદ હોય તેને અભેદનું દર્શન કદી થઈ શકે તેમ નથી. તે સમાજમાં એક્તાના પ્રયત્નને બદલે; ભેદ ઊભા કરી વિખવાદ અને વિતંડાવાદ તરફ જ લઈ જઈ શકે. એક, અતિ અભયાનંદ તરફ સમાજને પ્રેરી શકે નહીં.
Page #439
--------------------------------------------------------------------------
________________
(૪૨૦) અભેદ દષ્ટિમાં તો આત્મા કે પરબ્રહ્મ સિવાય બીજું કંઈ જ જોઈ શકાય નહીં. નામ અને આકારના ભેદ તેવી દષ્ટિમાં નથી. પણ જે પરબ્રહ્મ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી મુક્ત છે; દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે; જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, વગેરે ભેદભાવથી ભિન્ન છે તે પરબ્રહ્મનાં જ દર્શન અભેદદશીને થાય છે. અને તેથી જ નામ અને રૂપવાળા ક્વતને પણ તે બ્રહ્મરૂપ જ જોવાનો પ્રયત્ન કરે છે. આવા અભેદદશીને, વ્યક્તિમાં ઊંચનીચ દેખાવાનો પ્રશ્ન જ ઊઠતો નથી અને તેથી જ આદિ શંકરાચાર્યજીએ ચાંડાલ અથવા હરિજનને પણ પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે.
जाग्रत्स्वप्नसुषुप्तिषु स्फुटतरा या संविदुज्जूभते या ब्रह्मादिपिपीलिकान्ततनुषु प्रोता जगत्साक्षिणी।
सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्तिचेत्
चांडालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम॥१॥ “જાગ્રત, સ્વપ્ન અને સુષુમિમાં સ્પષ્ટ રૂપે જે જ્ઞાન પ્રકાશે છે, જે બ્રહ્માથી માંડીને કીડીનાં શરીરમાં પરોવાયેલું છે અને જે જગતનું સાક્ષી છે તે જ હું છું. દશ્ય વસ્તુ હું નથી. આવી દઢ સમજણ જેનામાં હોય, તો તે ચાંડાલ અર્થાત્ હરિજન હોય કે બ્રાહ્મણ હોય, પણ એ જ મારો ગુર છે તેવી મારી મતિ છે” આમ, અભેદ દષ્ટિ એટલે જ જ્ઞાનમયી દષ્ટિ. કારણ કે જ્ઞાનમયી દષ્ટિમાં બધું જ્ઞાનમય જ દેખાય અને આત્મા કે બ્રહ્મ તો જ્ઞાનસ્વરૂપ જ છે. “સત્યં જ્ઞાનં અનન્ત બ્રહ્મ તેથી જેની પાસે અભેદ દષ્ટિ છે તેને જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ જ દેખાય છે. તેથી અતિરિક્ત અનાત્મ દર્શન થતું નથી તેથી જ અભેદ દષ્ટિને જ્ઞાનમયી દષ્ટિ કહેવાય છે. આથી સૂક્ષ્મ દષ્ટિ કે અભેદ દષ્ટિને બ્રહ્મદષ્ટિ પણ કહેવાય છે. ઉપનિષદોએ તો એવું પણ કહ્યું છે કે અભેદ દષ્ટિનો ત્યાગ કરી જે ભેદદષ્ટિ અપનાવી ભેદર્શન કરે છે તેઓ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં જ પડે છે અર્થાત જન્મ-મૃત્યુના ચક્રને જ પ્રાપ્ત કરે છે.
કૃત્યો જ મૃત્યુ પછતિ દ નેવ પશ્યતિ (કશ્રુતિ) 'नेह नानास्ति किञ्चन" “મૃત્યઃ સ મૃત્યુના નોતિ વાદ નાનેવ પરણ્યત્તિ” (બૃહદારણ્યક કૃતિ)
Page #440
--------------------------------------------------------------------------
________________
(૪૨૧)
આમ, જેવી જેની દષ્ટ તેવી તેની સૃષ્ટિ. જેના મનમાં ભેદ હશે તેને ભેદ જ દેખાશે, અને તેને તે સત્ય પણ માનશે. સૂક્ષ્મ દૃષ્ટિવાળો નામ આકાર બાદ કરી સૂક્ષ્મ આત્માંનાં જ દર્શન કરશે. અભેદદીઁ ભેદત્યાગી, અભેદ તત્ત્વ જ ગતમાં પણ જોશે, તેથી તેને વ્યક્ત અને અવ્યક્ત સર્વ કાંઈ પરમાત્મામય દેખાશે. જે પંચમહાભૂતની દૃષ્ટિથી જોશે તેને સર્વ કાંઈ પંચમહાભૂતમય દેખાશે. મિથ્યાના દષ્ટિકોણથી ગત મિથ્યા જણાશે. માયાની દૃષ્ટિથી જ્ગત માયામય જણાશે. મનની દૃષ્ટિથી જ્ગત મનોમય અને બ્રહ્મ દૃષ્ટિથી જગત બ્રહ્મમય દેખાશે.
જેવી, જેની ષ્ટિ તેવી તેની સૃષ્ટિ તે સમજાવતાં સ્વામી માધવતીર્થ એક સુંદર ઉદાહરણ આપે છે.
“કોઈ એક જગ્યાએ કોઈ પક્ષી ઝાડ પર કંઈ બોલતું હતું. ત્યાંથી એક ફકીર પસાર થતો હતો. તેણે કહ્યું કે આ પક્ષી તો જાણે એવું બોલે છે કે ‘કરીમ તેરી કુદરત!' તે પછી કોઈ પહેલવાન ત્યાંથી નીકળ્યો ત્યારે તેના મનમાં એવો સંકલ્પ આવ્યો કે આ પક્ષી તો કહે છે કે ‘દંડ કુસ્તી કસરત !' તે પછી થોડી વારમાં કોઈ રામભક્ત ત્યાંથી નીકળ્યો તો તેણે કહ્યું કે આ પક્ષી તો કહે છે કે રામ લક્ષ્મણ દશરથ’. તે પછી કોઈ ગાંધી ત્યાંથી બીજે ગામ મસાલો વેચવા જતાં ત્યાંથી પસાર થયો તો તે કહેવા લાગ્યો કે આ પક્ષી તો કહે છે, હળદર, મરચી, અદરખ'. તે પછી કોઈ ડોસી ત્યાંથી નીકળી તેણે જાણ્યું કે આ પક્ષી તો કહે છે કે “અટ, પૂણી, ચમરખ'. છેવટે એક પીંજારો ત્યાંથી નીક્ળ્યો. તેણે કહ્યું કે આ પક્ષી તો ક્યે છે કે હૈં કૈં ક!” આ પરથી એક વસ્તુ સ્પષ્ટ છે કે જેવી જેની દૃષ્ટિ તેવી જ તેની સૃષ્ટિ. સાપેક્ષવાદ પણ કહે છે કે દૃશ્યમાં ૠાની દૃષ્ટિ ભળવાથી જ સાપેક્ષતા ઊભી થાય
છે.
જ્યારે વિજ્ઞાન કહે છે કે ‘ઈચ એન્ડ એન્રી એનિમલ મેક્સ હિસ ઓન વર્લ્ડ ઓફ પરસેપ્શન' આમ વિચારતાં સમજાય છે કે જે ટિ બ્રહ્મમયી હશે તો જ્ગત પણ બ્રહ્મમય દેખાશે. અને જે આવી જ્ઞાનમયી ષ્ટિ થઈ જશે તો જ્યાં જ્યાં મન જશે ત્યાં સમાધિસ્થ જ થઈ જશે. “યત્ર ચત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય:' કારણ કે અભેદ, અદ્વૈત, સૂક્ષ્મ અને બ્રહ્મષ્ટિવાળાને અધિષ્ઠાન બ્રહ્મ સિવાય કંઈ દેખાશે જ નહીં. આમ જ્ઞાન દ્વારા, અભેદ દષ્ટિ દ્વારા મન કોઈ પણ આકાર-સાકારને સ્પર્શ કરે છતાં પોતાને સમાધિસ્થ જ અનુભવે, તે જ જ્ઞાનમયી અને સ્થિર દૃષ્ટિ
Page #441
--------------------------------------------------------------------------
________________
(૨૨) છે. નાકના અગ્રભાગનું અવલોકન કરનારી દષ્ટિ નહીં.
સા દિ. પરમલ” “ તે દષ્ટિ પરમ ઉદાર મનાય છે.” પરમ અને ઉદાર દષ્ટિ એટલે શું? જે દષ્ટિમાં નામ અને આકારનો ભેદ નથી, પણ જેમાં માત્ર અતિ પતિ અને પ્રિય જ દેખાય છે અથતિ સત્ ચિત્ અને માનં જ દેખાય છે, જે દષ્ટિમાં હું અને તું ના ભેદ સમાપ્ત થયેલા છે પણ હું તે જ તું અને હું તે જ હું છું અર્થાત્ સર્વમાં અહમુબુદ્ધિ જ દેખાય છે તેને પરમ ઉદાર દષ્ટિ કહેવાય છે. આથી શ્રી રંગઅવધૂત કહે છે –
“ભુલાવી હું-મારું, હું તારામાં ડુબાડી
તું-તારામાં ભેદ ન દેખું એવો દિ દેખાડ!” જે દષ્ટિ દ્વારા રૂપાંતર પામતા સર્વ પદાર્થો કે પ્રાણીઓમાં અરૂપાંતર રહેનાર જે તત્ત્વ દેખાય છે, અર્થાત્ સર્વ પરિવર્તિત થતા નામ અને આકારમાં અપરિવર્તનશીલ આત્મા જ દેખાય છે તે દષ્ટિ જ પરમ ઉદાર
કમાલની પરમ ઉદાર દષ્ટિ
એવું કહેવાય છે કે એક વાર સંત કબીર વિસ્મય પામીને એક સ્થળે ઊભા રહી જાય છે. તેમની આંખો ભીની થાય છે. હૃદયમાં કરુણા જાગે છે. તેઓએ ઘંટીના બે પડની વચ્ચે પિસાતા અનાજના દાણા જોયા; અને શોકમગ્ન બન્યા. તેમને લાગ્યું કે
“અરેરે! કાળનાં આ બે પડની ભીંસમાં આવીને કોઈ જ સહીસલામત નીકળ્યો નથી.”
દુઈ પટ ભીતર આઈ કે સાબૂત બચા ન કોઈ.” એવું વિચારતાં તેઓ જ લખે છે કે પોતે રોઈ ગયા.
“ચલતી ચક્કી દેખિકે દિયા કબીરા રોય.” ત્યાં અચાનક સંત કબીરના પુત્ર કમાલ ત્યાંથી નીકળે છે. પણ પિતાજીને ઉદાસ જોઈને કમાલને નવાઈ લાગી. કમાલે પિતાજીને પ્રશ્ન પૂછીને જાણી લીધું કે પિતાજી કેમ ઉદાસ છે અને પછી કમાલ સંત કબીરને કહે છે કે એમાં શોક કરવાની ક્યાં જરૂર છે? તમે તો બે ઘંટીના પડને ફરતાં જુઓ છો માટે જ શોક અનુભવો છો પણ જે કોઈ બે પડની વચ્ચે જે અફર ખીલો છે તેને જુએ છે તે દી નિરાશ થતો નથી. તેમ પરિવર્તન પામતા સંસારને જવાને બદલે; જેના આધારે પરિવર્તન
Page #442
--------------------------------------------------------------------------
________________
(૪૨૩)
થાય છે તે અપરિવર્તનશીલ પરમાત્માને જોવાથી આપ કદી શોક નહીં અનુભવો. જે અનાજના દાણાએ પેલા અફર ખીલાનો આધાર લીધો છે, તે કદી પિસાતો નથી, તે વાતને આપ શા માટે ભૂલી જાઓ છો? આ જ રીતે પરમાત્માને જ જોવાની; અને તેના શરણમાં જ સર્વસ્વ સમર્પણ કરવાની દષ્ટિ હશે, તો કાળચકો ફરશે છતાં આપણે અફર રહેવાના. તમામ પરિવર્તનના આપણે સાક્ષી રહી શકીએ જે કમાલ જેવી અપરિવર્તનશીલ આત્માને જોવા દષ્ટિ પ્રાપ્ત થાય તો!
આમ, જે વિનાશીમાં અવિનાશીને, વ્યક્તિમાં અવ્યક્તને, સાકારમાં નિરાકારને, દૃશ્યમાં અદશ્યને અને પરિવર્તનમાં અપરિવર્તનશીલ આત્માને કમાલની જેમ જોઈ શકે છે તેને જ ઉદાર દષ્ટિ કહેવાય છે. બાકી તો પરિવર્તનને જોઈ શોકમગ્ન કરનારી ઈષ્ટ છે.
આવી અભેદ દષ્ટિ, અદ્વૈત દષ્ટિ, સૂક્ષ્મ દષ્ટિ, જ્ઞાનમથી દષ્ટિ કે પરમ ઉદાર દષ્ટિ કંઈ દરેકને પ્રાપ્ત થતી નથી. મોટાભાગે તો ભેદદષ્ટિવાળા જ લોકો સમાજમાં ઘેટાં-બકરાંનાં ટોળાંની જેમ હરતાં-ફરતાં દેખાય છે. જેમ જંગલમાં અનેક વૃક્ષોનાં ઝુંડ હોય અજ્ઞાનીઓના સમૂહો જ જોવા મળે છે, તેમાં કોઈક જ ચંદનનું વૃક્ષ હોય. ભેદદષ્ટિવાળા ભયભીત લોકોના ટોળામાં કોઈ જવલ્લે જ શૂરવીર મળે છે અને દરિયામાં ક્યારેક જ મોતી મળે છે. તેમ સૂક્ષ્મ અને પરમ ઉદાર દષ્ટિવાળા, કમાલની જેમ જીવનમાં કમાલ કરનારા ભાગ્યે જ મળે છે. જેમ કબીર કહે છે કે આત્મતત્વને જેનારા સાધુઓ બધે જ મળતા નથી, પણ ભાગ્યે જ જોવા મળે છે.
“સબ બન તો ચંદન નહીં, સૂરા કા દલ નાહિં,
સબ સમુદ્ર મોતી નહીં સાધુ જગ માંહિ,” અભેદદશ, આત્મદશ કે જ્ઞાનમયી ષ્ટિવાળા સંતજનો જે બહુમતીમાં ન દેખાય તો મૂંઝાશો નહીં! મેજોરિટી હમેશાં મૂખની જ હોય છે. અભેદદશ કે બ્રહ્મદશ જ્ઞાનીઓ ટોળામાં ફરતા નથી. વાડાબંધીમાં જીવતા નથી. સિંહના ટોળાં ન હોય અને હંસોની પંક્તિઓ હોતી નથી. ઉદાર દષ્ટિ એટલે શું?
પાશ્ચાત્ય mતમાં તો એવી વાતો થાય છે કે જગતના સૌ પુરુષો આપણા જ ભાઈઓ છે. સૌ સ્ત્રીઓ આપાણી બહેનો છે. કારણ કે આપણે સૌ ઈશ્વરનાં સંતાનો છીએ. અને પરમાત્મા જ આપણો પિતા
છે.
આ સિવાય દીર્ધદષ્ટિથી એમ પણ કહેવાયું કે સમગ્ર વિશ્વ એક
Page #443
--------------------------------------------------------------------------
________________
(૨૪)
કુટુંબ છે અને આપણે સૌ એક જ કુટુંબનાં સભ્યો છીએ.
જ્યારે વેદાંતની ઉદાર દષ્ટિમાં તો એવું કહ્યું છે કે હું એ જ તુ' છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પોતાનું જ સ્વરૂપ દેખાવું જોઈએ. અને જે હું સર્વ સ્થળે સર્વમાં મને જ જોઈ શકું તો હું કેવી રીતે કોઈનું અપમાન કરી શકું? ત્યાં બીજો છે જ નહીં. હું કઈ રીતે મારા પર કોધિત થઈ શકું? જ્યાં બીજામાં પણ હું જ છું ત્યાં કઈ રીતે હું મારું જ હનન કરી શકું? આત્મભાવમાં નથી સ્વમાન કે નથી અપમાન, નથી સ્વીકાર કે ત્યાગ, નથી નિંદા કે સ્તુતિ, નથી સત્કાર કે તિરસ્કાર, નથી ગુનો કે ક્ષમા, નથી બચાવ કે હિંસા, કારણ કે મારાથી ભિન્ન કંઈ જ નથી. માટે જ આવી ષ્ટિને ઉદાર દષ્ટિ કહેવામાં આવે છે.
આવી જ ઉદાર દષ્ટિને ભગવદ્ગીતા આત્માની ઉપમાથી જેવાવાળી ઈષ્ટ કહે છે. અર્થાત્ બીજાના સુખ-દુ:ખમાં, વિજ્ય-હારમાં, વ્યક્તિ જ્યારે પોતાની ઉપમાથી જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે ન તો તે બીજાને દુ:ખી કરી શકે છે કે પરાજિત કરી શકે છે. કેમ કે તેમ કરવામાં પોતાનો જ પરાજય અને પોતાને જ પીડા પહોંચાડવા જેવું છે. તેથી અધ્યાય છના શ્લોક ૩૨માં એવું કહ્યું છે કે
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः॥६/३२॥ હે અર્જુન! જે યોગી સર્વ ભૂતોમાં સુખ અથવા દુ:ખને પણ પોતાની ઉપમાથી-અર્થાતુ પોતાના પ્રાંતથી સમાન જુએ છે; તે યોગી પરમ શ્રેષ્ઠ
માનેલો છે.”
આ જ છે સાચી ઉદાર દષ્ટિ, જેમાં દરેકે દરેક નામ અને આકારમાં પોતાને જ જોવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેથી જ આવી જ્ઞાનમથી ટિને ઉદાર દષ્ટિ કહેવાય છે. સ્થળ દષ્ટિની સ્થિરતા કેવી રીતે જન્મી?
કર્મની ભ્રાંતિમાંથી દષ્ટિને સ્થિર કરવાની વાત આવી છે. મોટા ભાગે આપણા સંસ્કારો જ એવા છે કે કંઈ પણ કાર્ય કે કર્મ વિના કંઈ જ પ્રાપ્ત થઈ શકે નહીં. જ્યાં જુઓ ત્યાં કર્મ, કર્મ અને કર્મ વસ્તુના સ્વીકારમાં કર્મ અને ત્યાગ કરવામાં પણ જાગૃતિમાં મન, વાણી, ઈન્દ્રિયોનું કર્મ અને સ્વપ્નમાં પણ મનનું પ્રક્ષેપણ= (પ્રોજેકશન) રૂપી કર્મ. શરીર કાર્ય ન કરે તો મને સંકલ્પવિકલ્પ કરે, બુદ્ધિ નવા નિર્ણય લે અર્થાત્
Page #444
--------------------------------------------------------------------------
________________
(૪૨૫)
માનસિક કર્મ ચાલુ હોય છે. તેથી એવી ભ્રાંતિ સમાજમાં પ્રચલિત થઈ ગઈ છે કે કર્મ વિના સંસાર ચાલી શકે જ નહીં. અને અંતે મહાધ્યમ ઊભો થયો કે પરમાત્માની પ્રાપ્તિ માટે પણ કર્મ કરવાની જરૂર છે. અને તે સમાધિરૂપી કર્મ કહેવાય છે. અને સમાધિરૂપી કર્મ કરવા માટે યમ, નિયમ, આસનસિદ્ધિ, શરીરની સ્થિરતા અને પછી દષ્ટિ સ્થિર કરવાની વાત પેદા થઈ છે. આમ વાત સ્પષ્ટ છે કે કર્મની ભ્રાંતિમાંથી જ સમાધિ લગાડવાની, દષ્ટિ સ્થિર કરવાની, વૃત્તિનો નિરોધ કરવાની અને પરમાત્માને પ્રાપ્ત કરવાની વાત જન્મેલી છે.
સૌથી મહત્ત્વની ભ્રમણા છે પરમાત્માને પ્રાપ્ત કરવાની. આપણે ચર્ચા ગયા છીએ કે પરબ્રહ્મ પરમાત્માપ્રાપ્તિનો વિષય જ નથી. અને કર્મથી તે પ્રાપ્ત થઈ શકે તેમ પણ નથી. આત્મા કે પરમાત્મા તો સૌના હૃદયમાં બિરાજમાન છે; અનંતરૂપે પણ તે એક છે. અનેક રંગોમાં તે અપંગ છે. અને છતાં કોઈનો નથી તેવો અસંગ પણ છે.
“જહાંપે દેખું વહેપે સાહેબ; વો નંગાચંગા છિપા રહા હૈ, ન સિીને ઉસકો નજરસે દેખા, ન કિસીને ઉસકા કિયા હૈ લેખા,
કિસીકો લે હું કિસીકો છોÇ કહાંપે ટૂંઢે કિધરકો મુ? ન નામ ઉસકા, ન રૂપ ઉસકા, સભી ઉસીક, ન વો કિસીકા અનંતરૂપી વો રૂપ એકા, બેરૂપરંગા સમા રહા હૈ”
– રંગ અવધૂત તેથી પરબ્રહ્મ તો સૌને પ્રાપ્ત જ છે. અંતરાત્મા તરીકે સૌની અંદર હાજરાહજૂર છે. આમ જોતાં જે આત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી તો પ્રયત્ન વ્યર્થ છે.
જે અહીં નથી તેને જ પ્રાપ્ત કરવા દોડવું પડે, પ્રયત્ન કરવો પડે. જે વર્તમાનમાં ઉપલબ્ધ નથી તે જ કર્મથી ભવિષ્યમાં મળી શકે. જે મુજથી દૂર છે તેની જ પ્રતીક્ષા કરવી પડે.
જે મુજથી ભિન્ન છે તેની પ્રાપ્તિ માટે જ દેશ, કાળમાં પ્રયત્ન જરૂરી છે.
આત્મા અને હું જુદા હોઈએ તો જ અમારો યોગ થઈ શકે. પણ આત્મા તો મને પ્રાપ્ત જ છે....
Page #445
--------------------------------------------------------------------------
________________
(૨૬)
આજે જ, આ પળે, અને અહીં જ છે.... આત્મા તો મુજથી અભિન્ન છે.... તો આત્માને પ્રાપ્ત કરવા કહ્યું કર્મ કરશો? જે આત્મા કે બ્રહ્મ પ્રાપ્ત જ છે અને છતાં.... જો કોઈ પ્રયત્ન કરશે. તો દુ:ખ માત્રને નોંતરશે.
BHચ yr નો પ્રયત્ન જ બંધન છે. જે આત્મપ્રાપ્તિ માટે સમાધિરૂપી ક્યિા થશે તો તે • મહાન બંધન ઊભું કરશે....
માટે જ અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે કે “अयमेव हि ते बन्ध: समाधिमनुतिष्ठसि"
તેથી પ્રાપ્તિનો પ્રશ્ન ભ્રમણાત્મક છે. માત્ર જ્ઞાન દ્વારા જાણવાની જરૂર છે કે જગતનું અધિષ્ઠાન બ્રહ્મ અને હું અભિન્ન છીએ. આવા જ્ઞાનથી જ સમજાય છે કે હું સર્વનું અધિષ્ઠાન છું. તેથી...
હું સમાધિ-સ્વરૂપ છું. મારા સ્વરૂપમાં હું સમાધિસ્થ જ છું.
આવવાવાળી અને જવાવાળી, લાગીને છૂટી જનારી સમાધિ હું નથી કે નથી તે મારી. આવા સ્વરૂપના જ્ઞાનમાં નથી સમાધિનો પ્રયત્ન કે સમાધિની ઇચ્છા. જેઓ ખૂબ જ આતુર છે સમાધિ લગાડવા, તેઓ તેવા પ્રયત્નથી વધુ બેચેન બને છે. અને સતત વિક્ષેપ અને ચાંચલ્યનો જ અનુભવ કરે છે. અને અંતે સમાધિનો પ્રયત્ન જ તેમને બંધનકર્તા લાગે છે. તે બાબતના ખ્યાલમાં અને સંદર્ભમાં જ કહયું છે કે ઈષ્ટિને જ્ઞાનમથી બનાવી અહીં અને અત્યારે જ સ્વ” સ્વરૂપનો અનુભવ કરવો ઉચિત છે. અને તેવી દષ્ટિથી જગત પણ બ્રહ્મરૂપ જણાશે, જેથી ઝૂતમાંથી મન અને ઈન્દ્રિયોને પાછાં વાળવાનો પ્રયત્ન સમાપ્ત થશે. અને જે પ્રાપ્ત જ છે તેની વિના પ્રયત્ન જ્ઞાન દ્વારા પ્રાપ્તિ થશે, અર્થાત્ હું અને જે કંઈ છે તે સર્વ બ્રહ્મ છે, અને બ્રહ્મ જ સર્વ કંઈ છે તેમ અનુભવાશે.
दृष्टदर्शनदृश्यानां विरामो यत्र वा भवेत्। दृष्टिस्तत्रैव कर्तव्या।"
Page #446
--------------------------------------------------------------------------
________________
(૪૨૭) “જ્યાં જે બ્રહ્મમાં કણા, દષ્ટિ અને દશ્યનો લય થઈ જાય છે ત્યાં જ ઈષ્ટ કરવી.”
દષ્ટિ ક્યાં સ્થિર કરવી?
પોતાના સ્વરૂપમાં જ્યાં દ્રષ્ટા, દશ્ય અને ઈષ્ટ વિરામ પામે અર્થાત બાધિત થઈ જાય તે પદાર્થ પ્રત્યક્ષ કે પરોક્ષ હોય, ત્યાં દ્રષ્ટા અને દૃશ્ય જુદાં હોય છે. તેમની વચ્ચે દેશ અને કાળનું અંતર હોય છે. અને ત્યાં જ કટા, દૃશ્ય, દષ્ટિ; પ્રમાતા, પ્રમા અને પ્રમેય; ધ્યાતા, ધ્યાન અને ધ્યેય; ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય; ભોગ્ય પદાર્થ, ભોગ અને ભોક્તા; શેય, જ્ઞાતા અને જ્ઞાન તેવી ત્રિપુટી હોય છે. પણ આત્મા નથી પ્રત્યક્ષ કે પરોક્ષ. તેથી આત્મા કે સ્વરૂપમાં જ આવી ત્રિપુટીનો અંત છે, વિરામ છે, લય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ વસ્તુ કે પદાર્થમાં જ દેશ અને કાળનું અંતર હોય છે.
“સ્વ'સ્વરૂપ કે આત્મા તો અપરોક્ષ છે. તેથી સ્વરૂપમાં જ્ઞાન, જ્ઞાતા અને શેય જેવી ત્રિપુટીનો સંભવ જ નથી. જે આત્મા દશ્ય હોય તો તેના દ્રષ્ટા અને આત્મા વચ્ચે દેશનું અંતર છે તેમ કહી શકાય.
જો આત્મા જોય છે અને હું જ્ઞાતા છું તો અર્થ એવો થયો કે વર્તમાનમાં આત્માને હું જાણતો નથી પણ ભવિષ્યમાં જાણીશ. આ ય અને જ્ઞાતા વચ્ચે કાળનું અંતર કહેવાય. પણ આત્મા તો દેશકાળથી મુક્ત છે, અપરિચ્છિન્ન છે. તેથી જોય અને જ્ઞાતા કે દશ્ય અને કટાનો ભેદ સંભવી શકે તેમ નથી.
હું આ સમયે, અત્યારે જન્મ આ જ સ્થળે, અહીં જ, આત્મસ્વરૂપ છું. તો પછી મારે મને મળવા, દેશ અને કાળમાં .. પ્રયત્ન કેવો? .... દા. ત. હું દરવાજા સામે ઊભો છું. દરવાજો બંધ છે. મેં ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો “કોણ છો?” મેં ન કોઈને કન્સલ્ટ ક્ય, ન કોઈને પૂછયું!
Page #447
--------------------------------------------------------------------------
________________
(૪૨૮) ન કોઈની મદદ લીધી, ન કોઈ પ્રયત્ન કર્યો, ન કયાંય નજરો દોડાવી, ન સંદેહ પ્રગટ કર્યો; ન મૂંઝવણ અનુભવી, ન કોઈ પ્રતિક્રિયા જન્મી; વિના વિલંબે, સહજતાથી સ્વાભાવિકતાથી,
મેં કહ્યું.
અહીં મને જાણનાર જ્ઞાતા બીજો નહોતો. મારો “જ્ઞાતા દેશ અને કાળના અંતરે ન હતો. મારો જ્ઞાતા હું જ. એટલે હું ને હું એ જ જાણ્યો. મને જણાયું તે ‘ય’ પણ મુજથી અન્ય નહોતો. જ્ઞાતા હું અને ‘ય’ પણ હું. એટલે હું એ હું ને હું દ્વારા જાણો એમ થયું. જ્ઞાતા હું, તો મને જેનું જ્ઞાન થયું તે મુજથી ભિન્ન નહોતો અર્થાત્ મને જ્ઞાન થયું મારું, મારા દ્વારા આમ હું એ હું ને હું દ્વારા જાણ્યો. તેથી જ્ઞાતા” હું મારો. ‘ય’ પણ હું જ અને મને જ્ઞાન પણ મારું જ થયું. તેથી જ્ઞાન પણ હું જ છું. અહીં જ્ઞાન, જ્ઞાતા અને શેય વચ્ચે કોઈ પ્રકારનું દેશાન્તર, કાળાન્તર
Page #448
--------------------------------------------------------------------------
________________
(૪૨૯)
કે પદાર્થાન્તર નથી. તેથી નથી કોઈ જ્ઞાતા અને શેય વચ્ચે ભેદ કે શેય અને જ્ઞાન વચ્ચે તફાવત. તેથી ત્રિપુટીનો લય થાય છે. તેવી જ રીતે
સ્વ” સ્વરૂપના સાક્ષાત્કારમાં શેય વસ્તુ આત્મા છે, જ્ઞાતા પણ આત્મા છે અને જ્ઞાનસ્વરૂપ પણ આત્મા જ છે. આત્મા જ, આત્માને, આત્મસ્વરૂપે જાણે છે અને તે અપરોક્ષ છે. આત્મજ્ઞાન કે સ્વરૂપની અનુભૂતિમાં કોઈ પણ પ્રકારની ત્રિપુટી સંભવી શકે નહીં. તેથી જ કહ્યું છે કે જે બ્રહ્મ કે આત્મામાં કટા, દશ્ય કે દષ્ટિ વિરામ પામે છે ત્યાં જ દષ્ટિ સ્થિર કરવી, “ર ના શ્રાવનોવિકની નહીં કે નાના અગ્ર ભાગ ઉપર. - તાત્પર્ય: સ્વપ્નની જેમ જાગ્રતનાં જ્ઞાન, શાતા અને શેય મિથ્યા
જે આત્માને પ્રત્યક્ષ કે પરોક્ષ માને છે તે જ તેને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે છે.
અજ્ઞાની આત્માને પોતાથી ભિન્ન માને છે. તેથી જ તેને પ્રાપ્ત કરવા અનેક ક્રિયાઓ કરે છે. અને ક્રિયા દ્વારા આત્માને જાણે કે પેદા કરવાનો હોય તેવો પ્રયત્ન કરે છે. પણ આવા અજ્ઞાની ભૂલે છે કે આત્મા તો પેદા થઈ શકે તેમ નથી. તે તો અજન્મા છે, અનાદિ અને અનંત છે. જો કોઈ કર્મઠ મોક્ષ કે મુક્તિ માટે પ્રયત્ન કે કર્મ કરે તો પણ તે નિરર્થક છે. કારણ કે આત્મા તો નિત્યમુકત જ છે. | મુક્તિ કે મોક્ષ દેશ અને કાળમાં, માનવપ્રયત્નથી પેદા થઈ શકે તેમ નથી. (લિબરેશન કેન નોટ બિ ક્રિએટેડ બાય હ્યુમન એક્ટર્સ ઇન ટાઈમ ઈન સ્પેસ)
જે કર્મની ભ્રાંતિમાં કોઈ તેને સુસંસ્કૃત કરવાનો કે પરિમાર્જનનો પ્રયત્ન કરે તો પણ મિથ્યા જ છે. આત્માની શુદ્ધિ શક્ય જ નથી. કારણ કે તેને કોઈ સંગ જ નથી. તે તો અસંગ જ છે. કર્મ દ્વારા એક વાસણનો મેલ દૂર કરી શકાય. મેલ દૂર કરવાથી કંઈ વાસણ પ્રાપ્ત થાય છે તેવું નથી. પણ આત્માના સંદર્ભમાં તો નથી આત્માને કોઈ મેલ કે અશુદ્ધિ: નથી આત્મા અપ્રાપ્ત કે તેની પ્રાપ્તિ માટે કર્મની જરૂર પડે. ક્યાં આત્માની પ્રાપ્તિ માટે લોકો અનેકવિધ પ્રવૃત્તિમાં પડ્યા છે. ક્રિયાનું અને કર્મનું ભૂત કે ઝોડ જેને વળગ્યું છે તે ક્રિયાના કારાવાસ કે કર્મના સકંજામાંથી પોતાને છોડાવી શકે તેમ નથી. તેવા અજ્ઞાનીઓ જે નિત્યપ્રાપ્ત છે તેની શોધમાં રાત અને દિવસ મંડયા જ રહે છે. તેવા પોતે પણ આંધળા છે અને આંધળાને દોરી રહ્યા છે. પોતે પડ્યા
Page #449
--------------------------------------------------------------------------
________________
(૪૩૦) છે. અને છતાં ઊઠવાને બદલે બીજાને પણ કર્મમાં નાંખી-પાડી રહ્યા છે. તેથી જ બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે
कर्तव्य-दुष्ट-मार्तण्ड-ज्वालादग्धान्तरात्मनः।
कुत: प्रथमपीयूषधारासारमुखे सुखम्॥ | (ભાવાર્થ: “આ કરવું ન કરવું” એમ કર્તવ્યની પ્રચંડ માતડ જવાળામાં જેનું અંત:કરણ બળ્યા કરે છે તેને ઉપશમરૂપી ઝરણાનું ઝરતું અમરતારૂપી સુખ કેમ મળે?) અષ્ટાવક્સીતામાં પણ તેવો જ ભાવ છે જેનો ભાવાનુવાદ ભોલેબાબાએ ક્યોં છે.
કર્તવ્ય જલતી આગ હૈ સબકો જલાતી હે યહી. સૌ વૃક્ષ કેસે હો હરા; હો આગ જિસમેં લગ રહી કર્તવ્ય સે છુટ જાય સો; ઇસ ગસે બચ જાય હૈ.
પીયુષ-ધારા નિત પિયે, ભય શોક સબ જગ જાય છે ઊંઘમાંથી જાગવા કયો પ્રયત્ન જરૂરી?
કદી આપણે વિચાર્યું નથી કે ઊંઘમાંથી જાગવા આપણે શું કરીએ છીએ. કંઈ પણ કર્યા વિના જાગી શકાય? હા, જાગવા માટે આપણે કંઈ જ કરતાં નથી છતાં જાગી શકાય છે. તેવી જ રીતે અજ્ઞાનની નિદ્રામાંથી જાગવા પણ કોઈ યિા કે કર્મની જરૂર નથી અને છતાં જાગી શકાય તેમ છે.
જે “સ્વસ્વરૂપમાં જાગે છે તે તમામ ક્રિયાથી અને ભ્રમણાથી મુક્ત થાય છે. અને જે નથી જાગી શકતો તે પોતે પણ કર્મના કૂવામાં પડે છે અને બીજાને પાડે છે.
“કોઈ કહે શ્વાસા રોકો, કોઈ કહે સામું તાકો કોઇ કહે થોડું ભાખો; રાખો નાટકી હાટ' વાંચી વાંચી પંડિત મુઆ, ખોદી ખોદી મુવા યુવા બાપ એ તો પડવાના કૂવા, બુદ્ધિએ ચડ્યો છે કાટ.”
– રંગ અવધૂત આત્મજ્ઞાનમાં નથી કોઈ ક્રિયાનું બંધન, નથી કોઈ કર્મનો ભાર નથી ભૂતકાળનું સ્મરણ કે ભવિષ્યની ચિંતા. આત્મજ્ઞાનમાં તો સદા શાશ્વત વર્તમાન
આત્માજ્ઞાનમાં
(૧) જાણવા જેવું કંઈ જ નથી,
Page #450
--------------------------------------------------------------------------
________________
(૪૩૧)
(૨) કર્તવ્ય કર્મ પણ કોઈ નથી, (૩) ત્યાગ કરવાનું પણ કાંઈ નથી, (૪) પ્રાપ્ત કરવાનું પણ નથી.
(૧) આત્મશાનમાં જાણવા જેવું કંઈ નથી
આત્મા જ્ઞાનનો વિષય થઈ શકે તેમ નથી. તેથી તે જ્ઞેય હોય અને તેનો જ્ઞાતા તેનાથી ભિન્ન હોય તેમ થઈ શકે નહીં. તેથી આત્મા જાણી શકાય નહીં. વાસ્તવમાં આત્મા પોતે જ ‘જ્ઞાનસ્વરૂપ’ છે. સત્યં જ્ઞાન અનન્ત બ્રહ્મ. તેથી સ્પષ્ટ છે કે આત્મા જ્ઞાનનો આશ્રય માની શકાય નહીં. શ્રુતિમાં એમ પણ કહ્યું છે કે આત્મા જ્યોતિરૂપ કે જ્ઞાનરૂપ છે. માર્ભવ સ્થાઝ્યોતિ
સ્મૃતિમાં પણ નિર્દેશ છે કે
ज्ञानं नैवात्मनो धर्मो न गुणो वा कथंचन । ज्ञानस्वरूप एवात्मा नित्यः सर्वगतः शिवः ॥
“જ્ઞાન આત્માનો ધર્મ નથી, તેમ કોઈ પણ રીતે ગુણ પણ નથી, પણ સર્વવ્યાસ ક્લ્યાણમય આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ જ છે.” આમ જે પોતાને આત્મા કે બ્રહ્મ સમજી શકે છે તે એવું પણ સમજે છે કે ‘હું જ્ઞાન સ્વરૂપ છું.’
અર્થાત્ મને જ્ઞાન મળી શકે નહીં. જો જ્ઞાન મારી પાસે ન હોય તો જ મળી શકે. પણ જ્યાં હું જ જ્ઞાનસ્વરૂપ છું ત્યાં જ્ઞાન મેળવવાનું કે જાણવાનું રહેતું નથી.
સાથે સાથે એ પણ સમજી લેવું કે જે આત્માને જાણે છે, અધિષ્ઠાનને જાણે છે, કારણને જાણે છે તેને કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. આત્મજ્ઞાન તો સૌ જ્ઞાનનું પણ જ્ઞાન છે. જેનાથી સર્વ કાંઈ જાણી શકાય છે છતાં તે આત્મા બીજા દ્વારા જાણી શકાતો નથી. માટે જ બૃહદારણ્યક શ્રુતિમાં કહ્યું છે કે
येनेदं सर्वं विजानाति तत् केन विजानीयात् ॥
આમ વિચારતાં આત્માને અન્ય દ્વારા જાણી શકાય નહીં તેથી સ્પષ્ટ છે કે આત્મજ્ઞાનમાં ‘અન્ય’ ને જાણત્રવાનું બચતું નથી, અને આત્મજ્ઞાન થતાં દ્વૈતની સમાપ્તિ થાય છે. તેથી જાણવા જેવું કંઈ શેષ પણ રહેતું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્મા વિશે કવિ ન્હાનાલાલે ગાયું કે
Page #451
--------------------------------------------------------------------------
________________
(૪૩૨)
“અશેય નથી; હોયે જ્ઞાનપરો એ,
સૌ જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાન અજ્ઞાનનું એ” કેનોપનિષદે તો કહ્યું છે કે આત્મજ્ઞાની સદા મુક્ત જ છે.
જે શ્રોત્રના શ્રોત્રરૂપે, મનના મનરૂપે, વાણીની વાણીરૂપે, તથા ચક્ષુના ચક્રુરૂપે (આત્માને જાણીને, જ્ઞાનીએ અહમભાવનો ત્યાગ કર્યો છે તેઓ આ લોકમાંથી મુક્ત થયા છે. અને અમૃતરૂપ = અમરતા ધારણ કરે છે.”
"श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राण:।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लीकादमृता भवन्ति। આત્માનો શાતા આત્માથી ભિન્ન રહેતો નથી અને સદાય મુક્ત જ થઈ જાય છે.
જે જાનના થા જાનકર; સ્વસ્વરૂપમેં સંયુક્ત હૈ.
ભોલા નહીં સદેહ; સો ઈચ્છા બિના હી મુક્ત હૈ” (૨) આત્મજ્ઞાનમાં કર્તવ્ય પણ કંઈ જ નથી
આત્મજ્ઞાનમાં હું આનંદસ્વરૂપ છું. પછી શું ભોગવવા હું કર્મ કરું? આત્મજ્ઞાનમાં નથી કોઈ વાસના કે સ્પૃહા “મારામાર્ચ | પૃહી?” તો પછી કર્મ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આત્મજ્ઞાનમાં જ્ઞાની આતકામ છે; અકામ છે; નિષ્કામ છે; આત્મકામ છે. પછી શા માટે કર્મ કરે? કર્મ કે ક્રિયાથી આત્મા મળતો નથી, અને પ્રારબ્ધ જ શરીરનું પોષણ કરે છે, તેવો નિષ્કર્ષ છે જ્ઞાનીનો. પછી ક્યાં છે કર્મનો ભાર કે કિયાની ચિંતા?
“સર્વ વણિતં પાર્થ જ્ઞાને પરિક્ષમા” (ગીતા અધ્યાય-૪-૩૩)
આત્માજ્ઞાનમાં તમામ કર્મો સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. પછી શા માટે જ્ઞાની કર્તવ્ય કે અકર્તવ્યની જવાળામાં તપ્ત થાય?
તાત્પર્ય એ જ છે કે આત્મજ્ઞાનમાં કોઈ પણ કર્તવ્ય કર્મ કરવાનું - રહેતું નથી. ભગવદ્ગીતામાં પણ અધ્યાય ત્રીજાના ૧૭મા શ્લોકમાં એવો જ નિર્દેશ છે.
आत्मन्येव च संतुष्टस्तस्य कार्य न विद्यते॥३-१७॥ (જે) આત્મજ્ઞાનમાં કે આત્મામાં જ સંતોષ પામેલો
હોય તેને કંઈ પણ (કમ) કરવાનું રહેતું નથી.” આવા આત્મશને પોતાની જ્ઞાનનિષ્ઠા દ્વારા દઢ નિશ્ચય હોય છે કે
Page #452
--------------------------------------------------------------------------
________________
(૪૩૩)
તેને કંઈ જ કરવાનું નથી, કારણ કે કંઈ જ મેળવવાનું બાકી નથી. “કર્તવ્ય થા સો કર લિયા, કરના ન કુછ ભી શેષ હૈ। થા પ્રાપ્ત કરના પા લિયા, પાના ન અબ કુછ લેશ હૈ -ભાવાનુવાદ, અષ્ટાવક્રગીતા-ભોલેબાબા
(૩) આત્મશાનમાં તાય કંઈ નથી
આત્મજ્ઞાન એટલે જ એકત્વનું, અદ્વૈતનું દર્શન. જ્યાં બીજો છે જ નહીં ત્યાં ત્યાગ કોનો? તદ્ઉપરાંત ‘સ્વ’સ્વરૂપ કંઈ ત્યાજ્ય નથી અને જે મિથ્યા છે, ભ્રાંતિ છે, આરોપ છે, તે તો પ્રતીતિ માત્ર છે, તેથી જેમ સ્વપ્નનાં સગાંવ્હાલાં, માલમિલકત, સત્તા, પ્રતિષ્ઠાના ત્યાગનો અર્થ નથી, તેમ જ જાગ્રતમાં ભાસતા સ્નેહના બીબામાં તૈયાર થયેલા આમજનો, સ્ત્રી, દારા, સુત કે સ્થાવર જંગમ દોલતને છોડવાં તે સર્વથા નિરર્થક છે. આત્મજ્ઞાન તો એવી સમતા છે સ્વરૂપની કે જ્યાં કોઈ બંધ નથી. જ્ઞાનીની દૃષ્ટિમાં નથી કંઈ અતિ કે અલ્પ કે જ્યાં ત્યાગ કે સ્વીકારની ભાવના જાગે.તેની સમત્વની દષ્ટિમાં નથી કોઈને નમસ્કાર કે નથી કોઈને તિરસ્કાર. જ્ઞાનમાં જ્યાં સર્વસ્વ પોતે છે, સર્વવ્યામ પોતે છે, જડ અને ચેતનમાં પોતે જ સચરાચર વ્યાપ્ત છે ત્યાં પોતે પોતાને કઈ રીતે તરછોડે કે ત્યાગે? અને તે જ પ્રમાણે કઈ રીતે પોતે પોતાને ગ્રહણ કરે? આત્મા બીજે નથી કે ગ્રાહ્ય થઈ શકે. આમ, જ્ઞાનમાં ...સ્વરૂપમાં નથી કંઈ ગ્રાહ્ય કે ત્યાજ્ય... ...સ્વીકાર અને ત્યાગ તો દૈતમાં છે... .....ભેદમાં જ વસ્તુના ત્યાગનો ભય છે...
..ભિન્નતામાં જ ઊણપનો ભાવ છે, સ્વીકારની અપેક્ષા છે...
એકમાં,
અભેદમાં,
અદ્વૈતમાં,
“નહીં ત્યાજ્ય હું નહીં ગ્રાહ્ય હું પર હું ગ્રહણસે ત્યાગસે। અક્ષર પરમ આનંદઘન, છોટૂં કિસે! પકડૂં કિસે ॥” ભાવાનુવાદ-અષ્ટાવક્રગીતા-ભોલેબાબા
(૪) આત્મશાનમાં પ્રાપ્ત કરવાનું કંઈ નથી
આત્મજ્ઞાન થતાં સમજાય છે કે હું નિત્ય મુક્ત છું. બંધન અને મોક્ષ સાપેક્ષ છે. હું નિરપેક્ષ તત્ત્વ છું. સત્ છું. ચિત્ છું, આનંદસ્વરૂપ છું. પછી રહી ક્યાં ખેવના મોક્ષની ? બંધન તો મનની ભ્રાંતિ હતી. મારા સ્વરૂપમાં જ્યાં મન જ નથી ત્યાં મનની ભ્રમણા કેવી? જાણેઅજાણે
Page #453
--------------------------------------------------------------------------
________________
(૪૩૪) :
મોક્ષ, મુક્તિ, શાંતિ, સુખ અને જ્ઞાન માટે જીવનભર પ્રયત્ન કર્યો, તે મોક્ષ ઉત્પન્ન કરી શકાય તેમ નથી, સુખ અને શાન્તિ બહારથી આવી શકે તેમ નથી, કારણ કે હું શાન્તસ્વરૂપ છું, આનંદઘન છું અને જ્ઞાનસ્વરૂપ
તેવું આત્મજ્ઞાન થતાં સમજાયું. અને તેથી જ હવે...
ન રહી પ્રાપ્તિ જ્ઞાનની
હું જ્ઞાનસ્વરૂપ છું માટે ન બચી અપેક્ષા શાન્તિની
હું શાંતસ્વરૂપ છું માટે. નથી ભ્રમણા મુક્તિની
હું નિત્ય મુક્ત છું માટે શેષ નથી પ્રતિક્ષા સુખની
હું સુખ અને આનંદસ્વરૂપ છું માટે આમ જોતાં આત્મજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની રહેતી જ નથી. આત્મા તો નિત્ય પ્રાપ્ત જ છે. તેથી તે તો સદા સર્વદા પ્રાપ્ત છે, હતો, અને રહેશે.
“આત્મા સદા હી પ્રાપ્ત હૈ, નહીં દૂર હૈ નહીં પાસ હૈ
નહીં આત્મ પાને કે લિયે, કરના પડે આયાસ હૈ” નિષ્કર્ષ આત્મજ્ઞાનમાં
– જાણવાનું કંઈ જ નથી –
– કર્તવ્ય પણ કંઈ જ નથી - ત્યાગ કરવાનું પણ કંઈ નથી
– પ્રાપ્ત કરવાનું પણ કંઈ નથી માટે જ કહ્યું કે જ્ઞાનમયી દષ્ટિ..
“સા દૃષ્ટિ. મોત',
‘તે દષ્ટિ પરમ ઉદાર છે' માટે સૌ સાધક કે મુમુક્ષુએ....
“દષ્ટિ જ્ઞાનમય કૃત્વા”
જ્ઞાનમયી દષ્ટિ બનાવવી. ... ... ... કે જયાં
Page #454
--------------------------------------------------------------------------
________________
(૩૫) અંત થાય દષ્ટિ, દ્રષ્ટા અને દશ્યનો... .. અંત આવે જીવવાની ઈચ્છાનો.... .
કારણ કે હું સત્ છું. અંત આવે જાણવાની ઇચ્છાનો ... ... .. ...
કારણ કે હું ચિત્ છું • • અંત આવે ભોગવવાની અપેક્ષાનો .. ... ...
કારણ કે હું સુખ અને આનંદસ્વરૂપ છું. જ્ઞાનની દષ્ટિમાં અનાત્માનો અંત છે.
.
• ...
કારણ કે
..
અનાદિ છું
•
•
•
અનંત
પ્રાણાયામ
યોગશાસ્ત્રની દૃષ્ટિએ પ્રાણાયામ] યોગશાસ્ત્રમાં એવું સૂચન છે કે આસનની સિદ્ધિ થયા પછી જ પ્રાણાયામનો આરંભ કરવો. યોગશાસ્ત્રની સમજ પ્રમાણે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ સર્વ સાધનોનું આસનસિદ્ધિ થયા પછી જ અનુષ્ઠાન કરવાનું છે. અને તેથી જ પ્રાણાયામ સમજાવતા સૂત્રમાં “તમિનું સતિ વપરાયું છે. પાતંજલ યોગદર્શનમાં સાધનપાદના સૂત્ર ૪૯માં પ્રાણાયામની વ્યાખ્યા નીચે મુજબ કરી છે.
तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायामः॥ “આસનની સિદ્ધિ થવાથી શ્વાસ અને પ્રશ્વાસની ગતિને રોધવી તે પ્રાણાયામ
તમિનુ પતિ-આસનની સિદ્ધિ થયા પછી. શવાસપ્રવાસયો:=શ્વાસ અને પ્રશ્વાસની, બહારના વાયુનો પોતાની મેળે જ અંદર પ્રવેશ તે શ્વાસ છે અને અંદરના વાયુનું બહાર જવું તે પ્રશ્વાસ
તિવિષે ગતિનો રોધ; એટલે અંદર જનાર અને બહાર જનાર વાયુની
ગતિનો રોધ. પ્રાણાયામ=પ્રાણ એટલે વાયુ. અને આયામ અર્થાત્ રોધ. તેથી વાયુનો આયામ
છે તે જ પ્રાણાયામ છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
(૪૩૬) પ્રાણાયામ એટલે શ્વાસોચ્છવાસની ગતિનો અવરોધ કરી પ્રાણને રોકવો તે પ્રાણાયામ છે.
યોગશાસ્ત્ર મુજબ પ્રાણાયામના મુખ્ય ત્રણ વિભાગ છે:
(૧) રેચક (૨) પૂરક (૩) કુંભક. (૧) રેચક પ્રાણાયામ: ઈડા નાડી અથતુ ડાબી નાસિકા, અગર પિંગળા નાડી અર્થાત્ જમણી નાસિકા વડે શરીરમાંના વાયુને ધીરે ધીરે બહાર કાઢવો તે રેચક પ્રાણાયામ કહેવાય છે. (૨) પૂરક પ્રાણાયામ: જમણી કે ડાબી નાસિકા વડે અગર પિંગળા કે ઈડા નાડી વડે, બહારના વાયુનું શરીરની અંદર આકર્ષણ કરવું તે પૂરક પ્રાણાયામ કહેવાય છે: (૩) કુંભક પ્રાણાયામ: શરીરમાં પૂરેલા વાયુને બહાર નહીં નીકળવા દેતાં, શરીરમાં જ નિરોધ કરવામાં આવે તે કુંભક પ્રાણાયામ કહેવાય છે.
કેવળ કુંભક પ્રાણાયામ: બહારના વાયુને બહાર અને અંદરના વાયુને અંદર રાખી તેનો ગ્રહણ અથવા ત્યાગ ન કરવો તે કેવળ કુંભક પ્રાણાયામ કહેવાય છે. અને પૂરક તથા રેચક દ્વારા જે કુંભક કરવામાં આવે છે તે સહિત કુંભક કહેવાય છે.
પ્રાણાયામનો સાધારણ કાળ ૧:૪:૨ના પ્રમાણમાં હોય છે. અર્થાતુ પૂરક સમયે એક, કુંભક સમયે ચાર અને રેચક સમયે બે. જે કોઈ મંત્ર વડે પ્રાણાયામ કરવા ઇચ્છે તો પૂરક સમયે ૧૬ મંત્ર, કુંભક સમયે ૬૪ મંત્ર અને રેચક સમયે ૩ર મંત્રનો જપ કરવો. અને જે તેવું ન થાય તો ૮:૩૨: અને ૧૬ એમ મંત્ર જપ કરવો. નવા સાધક માટે પ્રાણાયામનો પ્રકાર (૧) પ્રથમ ડાબી નાસિકા વડે વાયુને બહાર કાઢવો. (૨) બાદ જમણી નાસિકાને, જમણા હાથના અંગૂઠાથી દબાવી રાખી, ડાબી નાસિકાથી પૂરક કરવો. (૩) પૂરક કર્યા બાદ ડાબી નાસિકાને (ઈડાને) કનિષ્ઠિકા અને અનામિકા, એ બે આંગળી વડે દબાવી, શક્તિ મુજબ કુંભક કરવો. (૪) પછી જમણા હાથના અંગૂઠાને, જમણી નાસિકા પાસેથી ઉપાડી લઈ ધીરે ધીરે નિયમિત કાળમાં રેચક કરવો. (૫) ત્યાર બાદ જમણી નાસિકથી પૂરક કરવો અને જમણા હારને અંગૂઠા વડે દબાવી પૂર્વવત્ કુંભક કરવો. (૬) તત્પશ્ચાત કનિષ્ઠિકા અને અનામિકાને ડાબી નાસિકા આગળથી ઉપાડી
Page #456
--------------------------------------------------------------------------
________________
(૪૩૭)
લઈ, ડાબી નાસિકા દ્વારા રેચક કરવો.
આ સામાન્ય પદ્ધતિ મુજબ શક્ય તેટલા પ્રાણાયામ કરવા. પણ ધ્યાન રાખવું કે જે નાસિકાથી વાયુ પૂરણ કર્યો હોય તે જ નાસિકાથી તે જ સમયે રેચક કરવો નહીં. અને જેનાથી રેચક કર્યો હોય તેનાથી જ પૂરક કરવો.
હઠયોગ પ્રદીપિકામાં પ્રાણાયામ કુંભકના ૮ પ્રકાર છે
सूर्यभेदनमुज्जायी सीत्कारी शीतली तथा । भस्त्रिका भ्रामरी मूर्च्छा प्लाविनीत्यष्ट कुम्भकाः ।
(૧) સૂર્યભેદન (૨) ઉજજાયી (૩) સીત્કારી (૪) શીતલી (૫) ભસ્તિકા (૬) ભ્રામરી (૭) મૂર્છા અને (૮) પ્લાવિની
(૧) સૂર્યભેદન: જમણી નાસિકાથી વાયુ અંદર લઈ, યથાશક્તિ રોકી, પછી બે નાસિકાથી વાયુ ઉતારવો તે સૂર્યભેદન છે. આ કુંભક કે પ્રાણાયામથી કફ, શરદી અને કૃમિરોગ દૂર થાય છે અને મસ્તિષ્કની શુદ્ધિ થાય છે તેમ કહેવાય છે.
(૨) ઉજ્જાયી: બન્ને નાસિકાથી વાયુને અંદર ખેંચી, યથાશક્તિ રોકી, ડાબી નાસિકાથી બહાર કાઢવો તે ઉજજાયી પ્રાણાયામ છે. આથી અજીર્ણ, ધાતુરોગ, નાડીવિકાર, ઉદરવિકાર દૂર થાય છે.
(૩) સીત્કારી: બે હોઠની વચ્ચે જીભને અર્ધગોળાકારે રાખી, નાસિકા બંધ રાખી, મુખ દ્વારા સીત્કાર સાથે વાયુ અંદર લેવો. પછી યથાશક્તિ રોકવો, અને પછી ડાબી નાસિકા દ્વારા બહાર કાઢવો, તે સીત્કારી પ્રાણાયામ છે. આ કુંભક કે પ્રાણાયામથી શરીરનું સૌંદર્ય વધે છે. નિદ્રાનો જ્ન્મ થાય છે.
(૪) શીતલી: જીભને હોઠથી બહાર કાઢી, નાસિકા બંધ રાખી, મુખથી વાયુને અંદર ખેંચી, યથાશક્તિ રોકી, પછી ડાબી નાસિકાથી રેચક કરવો, અગર બન્ને નાસિકાથી રેચક કરવો, તે શીતલી પ્રાણાયામ છે. આથી શરીરની ગરમી દૂર થાય છે, અને ઠંડક પ્રાપ્ત થાય છે. વર અને પિત્તવિકાર દૂર થાય છે. સર્પના વિષથી હાનિ થતી નથી, જો આ પ્રાણાયામની સિદ્ધિ થાય તો.
(૫) ભગ્નિકા: મણી નાસિકા બંધ રાખી, ડાબી નાસિકા વડે ઝડપથી પૂરક રેચક કરવાં, અંતેના પૂરક પછી વાયુને યથાશક્તિ રોકવો, અને ડાબી નાસિકા બંધ રાખવી, જમણી નાસિકાથી ધીરે ધીરે રેચક કરવો, અને પછી તે જ નાસિકાથી પૂરક રેચક ઝડપથી કરવો. અંતે છેલ્લો પૂરક
Page #457
--------------------------------------------------------------------------
________________
(૪૩૮) ક્ય પછી વાયુને રોક્વો, જમણી નાસિકા બંધ રાખવી, ડાબી નાસિકાથી રેચક કરવો.
આમ, પૂરક, રેચક ધમણની જેમ કરવાના છે આથી જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે; કફ, પિત્ત, વાયુદોષથી મુક્તિ થાય છે અને કુંડલિની જાગ્રત થાય છે. (૬) ભ્રામરી: જમણી નાસિકા બંધ રાખી, ડાબી નાસિકાથી, ભમરાની જેમ અવાજ સાથે વાયુ અંદર લેવો, પછી રોક્યો, ત્યાર બાદ જમણી નાસિકાથી ભમરી જેવા અવાજ સાથે રેચક કરવો. તે ભ્રામરી પ્રાણાયામ કહેવાય છે. આથી ચિત્તની ચંચળતા ઓછી થાય છે. (૭) મૂચ્છ: ડાબી નાસિકાથી પૂરક કરી, પછી જાલંધર બંધ કરવો અને બન્ને હાથના બન્ને અંગૂઠાથી બંને કાન, બંને તર્જનીથી બંને આંખો, બંને મધ્ય-માંથી નાક, અને બાકીની આંગળીઓથી મોટું બંધ કરવું અને કુંભક કરવો. ત્યાર બાદ ધીરે ધીરે જાલંધર બંધ સહિત જ જમણે નસકોરેથી રેચક કરવો.
આ કુંભકથી મન મૂચ્છ પામે છે. ચંચળતા દૂર થાય છે. સુખ મળે છે. (૮) પ્લાવિની: અર્ધ પદ્માસન વાળી, છાતી બહાર કાઢી બંને હાથને માથા તરફ લાંબા કરી, અંગૂઠો અને આંગળા એકબીજામાં પરોવી, શરીરમાં અધિક વાયુ ભરી સ્થિર થઈ સૂઈ રહેવું તે પ્લાવિની કુંભક કહેવાય છે. આથી પાણીમાં કમળપત્ર જેમ તરી શકાય છે.
અત્યાર સુધી પ્રાણાયામની ચર્ચા યોગશાસ્ત્રના સંદર્ભમાં જ આપણે કરી છે. મુખ્યત્વે હઠયોગમાં આ બધી જ ક્રિયાઓ વિસ્તારથી સમજાવેલી
આ બધી જ પ્રાણાયામની ક્રિયા એટલી બધી અટપટી અને જટિલ છે કે જે કોઈ યોગ્ય વ્યક્તિની દોરવાણી વિના કરવામાં આવે તો ખૂબ જ નુકસાન કરે છે અને ભૂલ થાય તો સાધકને હણે પણ છે. હઠયોગ પ્રદીપિકામાં કહ્યું છે કે
“યથા સિંહો નો વ્યાધ્રો ભવેત્તર: ને. દા.
तथैव सेवितो वायुरन्यथा हन्ति साधकम्॥ “જેમ સિંહ, હાથી અને વાઘ ધીમે ધીમે યુક્તિથી વશ થાય છે; જો તેમ ન થાય તો વશ કરનારના પ્રાણ લે છે; તેમ જ વાયુ પણ ગુરુની નિર્દેશ કરેલી યુક્તિથી વશ થાય છે, નહીં તો સાધકને હણે છે.”
Page #458
--------------------------------------------------------------------------
________________
(૪૩૯) વેદાન્તની દષ્ટિમાં પ્રાણાયામ
હદ્યોગ દ્વારા જે પ્રાણાયામ થાય છે તેમાં આસનસિદ્ધિ, મૂળબંધ, શરીરની સમતા, દષ્ટિની સ્થિરતા પછી જ પ્રાણાયામ થાય છે. જ્યારે વેદાનમાં તેવું નથી. | વેદાનમાં તો બ્રહ્મમાં સ્થિતિ તે જ સિદ્ધાસન છે, ગતના મૂળરૂપ બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા તે જ મૂળબંધ છે, અંગોનું બ્રહ્મમાં લીન થવું તે જ સાચી સમતા છે અને દૃષ્ટિને જ્ઞાનમયી બનાવવી તે જ દષ્ટિની સ્થિરતા છે.
પ્રાણાયામ બાબતમાં વેદાન્તની ખૂબ જ વિચક્ષણ દષ્ટિ છે. વેદાન્તમાં પ્રાણાયામ શરીરની ક્યિા સાથે સંબંધિત નથી. તેમાં યોગ જેવો કોઈ કમ નથી. યોગના પ્રાણાયામમાં તો શરીર અને ઉમરની યોગ્યતા પણ જરૂરી છે. જયારે વેદાન્તમાં તો વાત ખૂબ જ સરળ છે. જે લોકો હઠયોગનો પ્રાણાયામ ન કરી શકે તેમને માટે અહીં રાજયોગ દ્વારા પ્રાણાયામ કરવાનું વેદાન્ત સમજાવે છે.
વેદાન્તનો પ્રાણાયામ વાયુમાં નથી, વિચારમાં છે. વેદાન્તમાં પૂરક, કુંભક, રેચક ફેફસાંમાં નથી પણ મનમાં છે, વેદાન્તમાં એક જ વાયુમાં ભિન્ન ભિન્ન નામનું આરોપણ નથી. એક જ વાયુને રેચક, પૂરક, કુંભક વગેરે નામ આપવાં તે તો કલ્પિત ભેદ ઊભા કરવાની વાત છે જે યોગમાં છે. યોગમાં પ્રાણાયામથી રોગનાબૂદી થાય, નાડીની શુદ્ધિ થાય,“વિવિધ ધારણા કરવા અંત:કરણ યોગ્ય થાય છે” “ધારણા, ૨ યોગ્યતા મનસ:” | જરૂા. જયારે વેદાનના પ્રાણાયામથી આપોઆપ વૃત્તિઓનો નિરોધ થાય છે, પ્રપંચનો નિષેધ થાય છે.
હવે વેદાન્તમાં પ્રાણાયામનો જે અર્થ છે કે ત્રણ શ્લોકમાં સમજાવવામાં આવે છે.
चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात्।
निरोध: सर्ववृत्तिनां प्राणायाम: स उच्यते॥११८॥ નિકિ સમાવેષ ચિત્ત આદિ તમામ દશય પદાર્થોમાં દહાત્વેન વિ ભાવનાતક બ્રહ્મભાવના રાખવાથી સર્વ વૃત્તિના ય નિરોધ = સર્વ વૃત્તિઓનો જે નિરોધ થાય છે, સ: પ્રયા: ૩જો તે પ્રાણાયામ કહેવાય છે.
સર્વ વૃત્તિનાં : નિરોધ: સ: પ્રાણાયામ કચ= સર્વ વૃત્તિઓનો નિરોધ થાય તેને જ વેદાન્તમાં પ્રાણાયામ કહ્યો છે. શ્વાસન નિરોધ એ પ્રાણાયામ
Page #459
--------------------------------------------------------------------------
________________
(૪૪૦)
નથી.
વૃત્તિઓનો વિરોધ કઈ રીતે થાય?
ચિત્તવિસર્વમાવેવુ વહનૈવ માવત' ચિત્ત આદિ તમામ દશ્ય પદાર્થોમાં અર્થાતુ અનાત્મ પદાર્થમાં બ્રહ્મભાવના કરવાથી ચિત્તની વૃત્તિઓનો નિરોધ થઈ શકે તેમ છે.
એવો વિચાર કરવો જોઈએ કે જે કંઈ દશ્ય છે, નામ છે, આકાર છે, શેય છે, સાધ્ય છે તે સર્વ બ્રહ્મમય જ છે. જો સર્વ કાંઈ બ્રહ્મસ્વરૂપ છે તો સર્વ એકરૂપ છે, અભેદ છે, ત્યાં નથી કોઈ નામ, નથી કોઈ આકાર. તેથી સર્વ કાંઈ અદશ્ય થઈ ગયું- તો પછી ક્યાં રહી પદાર્થાકાર વૃત્તિ? પદાર્થમાં બ્રહ્મભાવ કરવાથી આકાર રહેતો નથી. જો આકાર નથી, તો ત્યાં ઘટાકાર, મઠાકાર, પટાકાર વગેરે વૃત્તિ સંભવી શકે જ નહીં. પદાર્થ હોય તો પદાથકાર વૃત્તિ હોય. જયાં પદાર્થ જ નથી ત્યાં વૃત્તિ બચી શકે નહીં. અને નિરાકાર બ્રહ્મમાં વૃત્તિનો પ્રશ્ન જ રહેતો નથી.
પદાર્થાકાર વૃત્તિઓ જુએ છે કોણ? ચિતિ કે મન જ દ્રષ્ટા છે વૃત્તિનું. જે પદાર્થ જે આકારવાળો હોય તેવી જ ચિત્તની વૃત્તિ તૈયાર થાય છે. ઇન્દ્રિય દ્વારા મન પણ તે પદાર્થ સમીપ પહોંચે છે. અને તેનું પ્રત્યક્ષીકરણ કરે છે. તેથી જેટલા પદાર્થો તેટલા આકારની તેટલી વૃત્તિઓ અને જેટલી વધુ વિષયાકાર વૃત્તિ તેટલો મન કે ચિત્તમાં વધુ વિક્ષેપ.
યોગમાં પ્રાણાયામની ક્રિયા દ્વારા અને બીજી પણ યૌગિક ક્રિયા દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાનું કહેવામાં આવે છે, જયારે વેદાનમાં તો બ્રહ્મવિચાર અને બ્રહ્મભાવ દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે તે સમજાવવામાં આવ્યું છે.
જે મન જ વૃત્તિઓનો દ્રષ્ટા છે તો મનની જ બ્રહ્મ તરીકે ઉપાસના કરવી તેવું સૂચન પણ વેદાન્તામાં છે. તેનાં બે મુખ્ય કારણ છે.
(૧) “મન બ્રહ્મ છે. “મનોવ્ર રૂત્યુપાસી” (તૈત્તિરીય કૃતિ). તેવી ઉપાસના કરવાથી મનમાં ભેદવૃત્તિ સમાપ્ત થશે અને જે વિષયો કે પદાર્થોના ભેદ જ નથી તો મન ઈન્દ્રિયો દ્વારા વિહારે જ નહીં જાય, અને પદાર્થાકાર વૃત્તિ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જશે.
(૨) મન એક જ વાયુમાં અનેક ભેદ કહ્યું છે. જેવા કે પૂરક, રેચક, કુંભક-તેમ જ જગતમાં તેને ભેદ દશ્ય છે માટે જ વિવિધ વૃત્તિઓ છે. પણ મન જ બ્રહ્મ થઈ જાય તો વૃત્તિઓ શૂન્ય થઈ જાય. આમ
Page #460
--------------------------------------------------------------------------
________________
(૪૪૧) બ્રહ્મભાવથી કે મનને બ્રહ્મ માની ઉપાસના કરવાથી વૃત્તિઓ બાધિત થાય છે તેને જ વેદાન્તમાં પ્રાણાયામ કહેવામાં આવે છે, નહીં કે શ્વાસના નિરોધને. શ્રી રમણ મહર્ષિ કહે છે કે જેણે મનનો નાશ કર્યો છે તે જ ઉત્કૃષ્ટ યોગી છે. તે સ્વરૂપમાં સ્થિત છે, તેથી તેને માટે કોઈ કર્મ નથી.
“નષ્ટનો નિકા ત્યમતિ કિં સ્થિર્તિ યતદા” (ઉપદેશસાર) આ મનનો નાશ કઈ રીતે થાય? તેના ઉત્તરમાં મહર્ષિજી કહે છે કે
મનરં તુ ફ્રિ માને જો
નવ મન મા માર્નવતા (ઉપદેશસાર) મન કોણ છે? ક્યાં છે? મન ઉપર વિચાર કરવાથી સમજાશે કે મન જ નથી. આ જ આત્મચિંતનનો સરળ ઉપાય છે.
આમ બ્રહ્મવિચારથી સમજાય છે કે મન કે ચિત્ત તો જડ છે. તેને પોતાનું ચેતન ક્યાં છે? ચેતન તો બ્રહ્મનું જ છે ચિત્તમાં ભલે પછી તે વિષયગમન કરે, વૃત્તિઓમાં આસક્ત થાય, પણ શુદ્ધિ પછી ચિત્ત અને ચૈતન્ય તો એક જ છે. અર્થાતુ જો મન ઉપર મન દ્વારા જ ચિંતન થશે તો મને ત્યાં રહેશે જ નહીં. આમ, મનોનાશ થતાં પણ વૃત્તિઓનો નિરોધ થશે.
યોગશાસ્ત્રમાં પ્રાણાયામનો અભ્યાસ મનના લય માટે જ કરાવવામાં આવે છે. તેમાં એવી પ્રબળ માન્યતા છે કે પ્રાણ અને મનને સીધો સંબંધ છે. તેથી જો પ્રાણ ઉપર કાબૂ થાય તો મન ઉપર પણ થઈ શકે. અમનસ્ક ખંડમાં કહ્યું છે કે
પ્રો યત્ર વિતી તે મનેત્ર નિતીયો પ્રાણનો જયાં વિલય થાય છે, ત્યાં મનનો પણ લય થાય છે.”
આમ હોવાથી એકનો જે નિરોધ થાય તો બીજાનો પણ થઈ શકે. આવી ધારણાથી યોગમાં પ્રાણનો, સ્વાસનો નિરોધ સમજાવવામાં આવે છે. ટૂંકમાં, પ્રાણ ઉપર નિરોધ સરળ છે તેમ માની; મનના નિરોધની પ્રાપ્તિ માટે જ પ્રાણ નિરોધ કરવાનું પ્રાણાયામ દ્વારા સૂચન છે. શ્રી રમણ મહર્ષિ સમજાવે છે કે
प्राणबन्धनाल्लीनमानसम्। પ વિનાનાચવા (ઉપદેશસાર)
Page #461
--------------------------------------------------------------------------
________________
(૪૪૨)
“પ્રાણાયામથી મનનો લય થાય છે. પણ એકાત્માના ચિંતનથી મનનો નાશ થાય છે.” પ્રાણાયામથી મનનો લય શક્ય છે. અને આવા લય દ્વારા માત્ર થોડા સમયને માટે વૃત્તિનો નિરોધ ભાસે છે. અને પુન: વૃત્તિઓ જાગે છે. લય એ વૃત્તિઓનો વિનાશ નથી. લય તો જેમ ઊંઘી ગયેલી વ્યક્તિ થોડા સમયને માટે જ્ગત ખેતી નથી; પણ જાગે છે ત્યારે પુન: જગતને જુએ છે તેવો છે. જ્યારે મનોનાશ તો જેમ મૃત પામેલી વ્યક્તિ પુન: જાગતી જ નથી તેવો છે. જ્યારે મનોનાશ જ ઉત્તમ છે. અને આવો મનનો નાશ તો એક આત્માના ચિંતનથી જ પ્રાપ્ત થઈ શકે છે. મનના નાશ બાદ જે વૃત્તિઓનો નિરોધ થાય છે તે સદાસર્વદા તેવો જ રહે છે. મનોનાશ બાદ પુન: કદી ચિત્તની વૃત્તિઓ, વિષયાકાર વૃત્તિઓ પેદા થતી નથી. અને તેને જ વેદાન્તમાં પ્રાણાયામ કહેવાય છે.
મનનો નાશ થવો તે જ બ્રહ્મભાવે ચિંતન કરવાથી મનનું બ્રહ્મરૂપ થવું છે. પછી તો ત્યાં અર્થાત્ બ્રહ્મભાવમાં દ્વૈત નિવૃત્તિ છે, તેથી નથી ચિત્તની વૃત્તિ, નથી વિષયાકાર વૃત્તિ; અને બ્રહ્મમાં તો વૃત્તિનો પ્રશ્ન જ રહેતો નથી.
વેદાન્તમાં રેચક, પૂરક અને કુંભક શું છે? તેનો ઉત્તર બે
છે.
વૃત્તિ
શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો
निषेधनं प्रपञ्चस्य रेचकाख्यः समीरणः ।
ब्रह्मैवास्मीति या वृत्ति: पूरको वायुरीरितः ॥ ११९ ॥
પ્રપન્વસ્થ (યત) નિષેધનમ્=પ્રપંચનો નિષેધ કરવો તે રેખાબઃ સમીરળ: રેચક નામનો પ્રાણાયામ છે.
બ્રહ્મ વ (મહં) અસ્મિ કૃતિ યા વૃત્તિ:- હું બ્રહ્મ છું એવી જે
પૂ વાયુ: રિત:- તે પૂરક નામનો પ્રાણાયામ છે. ततस्तद्वृत्तिनैश्चल्यं कुम्भकः प्राणसंयमः
अयं चापि प्रबुध्दानाम् अज्ञानाम् घ्राणपीडनम् ॥ १२० ॥ તઃ......
=પછી तद्वृत्तिनैश्चल्यम् .. =(હું બ્રહ્મ છું) તેવી વૃત્તિમાં નિશ્ચળતા તે વુમ્ભવ: પ્રાળસંયમ:= કુંભક નામનો પ્રાણાયામ છે.
અયમ્ ૨ અપિ પ્રાનામ્ =આ પ્રાણાયામ તો શાની માટે કહ્યો અજ્ઞાનામ્ પ્રાળપીડનમ્ =મૂર્ખાને માટે તો નાક દબાવીને પ્રાણાયામ
Page #462
--------------------------------------------------------------------------
________________
(૪૩) કરવો તે જ છે. - પ્રપંચનો નિષેધ એ રેચક પ્રાણાયામ છે
निषेधनं प्रपञ्चस्य रेचकाख्य: समीरण: અહીં શાની માટે જે પ્રાણાયામ ભગવાન શંકરાચાર્ય સમજાવવા માગે છે તેના સંદર્ભમાં તેઓ કહે છે કે જેમ યોગમાં રેચક અથત અંદરના વાયુને બહાર કાઢવો તે છે, તેમ જ્ઞાનમાં, વેદાન્તમાં, પ્રપંચની ભ્રાંતિ મનમાં ભરેલી છે તેને બહાર કાઢી નાખવી તે જ પ્રાણાયામ છે.
પ્રપંચનો નિષેધ કઈ રીતે થાય?
તેની પ્રસિદ્ધ પદ્ધતિ છે નેતિ નેતિ' દ્વારા. અથતું જે અનાત્મા છે તે હું નથી. જે દશ્ય છે તે હું નથી, જે શેય છે તે હું નથી, જે ક્ષેત્ર છે તે હું નથી, સર અને અક્ષર પુરુષ હું નથી, કાર્ય ને કારણ હું નથી અને છતાં હું સર્વનો સાક્ષી છું. હું એ જ છું જે સૌના નિષેધ કરતાં શેષ છું; છતાં મારો નિષેધ થઈ શકે તેમ નથી. નેતિ નેતિ” એટલે વિચારવું કે
"मनोबुद्धयहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे॥ न च व्योमभूमिर्न तेजो न वायुः।
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम्॥ હું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, શ્રોત્ર, જિહવા, ઘાણ કે નેત્ર નથી. હું આકાશ, ભૂમિ, તેજ કે વાયુ પણ નથી. હું તો ચિદાનન્દસ્વરૂપ લ્યાણકારી શિવસ્વરૂપ છું.”
આમ, તમામ દશ્યપ્રપંચનો નિષેધ કરતાં કરતાં ‘સ્વ-સ્વરૂપ વિશે વિચારવું, તે રેચક પ્રાણાયામ છે.
નિષેધન પશ્વર્ય પ્રપંચનો નિષેધ તર્ક અને યુક્તિથી પણ શક્ય છે. એમ વિચારવું કે જે આદિમાં નહોતું, અન્તમાં રહેવાનું નથી, છતાં જે વર્તમાનમાં દશ્ય છે, તો પણ તે નથી જ. અર્થાત્ જેની ઉત્પત્તિ અને અંત છે; તે વર્તમાનમાં પ્રતીતિમાત્ર છે. વાસ્તવિક સત્ય નથી. જેમ પંચમહાભૂતથી બનેલ શરીર જન્મ પૂર્વે નહોતું; શરીરના મૃત્યુ પછી નહીં રહે, તેથી વર્તમાનમાં અનુભવગમ છે છતાં શરીર સત્ય નથી જ. તેવી જ રીતે સમગ્ર સંસારની ઉત્પત્તિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. અને તે મુજબ તમામ દશ્ય-પ્રપંચ સર્જન પૂર્વે નહોતો અને પ્રલય પછી નહીં રહે તેથી અનુભવગમ છે છતાં તે સતુ નથી. જે પ્રપંચ સત્ હોય તો ત્રણે કાળે
Page #463
--------------------------------------------------------------------------
________________
(૪૪૪) રહે, પણ સુપુમિમાં પ્રપંચ રહેતો નથી તેથી પણ તે સત્ નથી. આમ વિચારતાં પણ દશ્યપ્રપંચની નાબૂદી કે નિષેધ થાય છે. અને આ નિષેધને જ રેચક પ્રાણાયામ કહ્યો છે. પ્રપંચનો નિષેધ એટલે કોનો નિષેધ?
=ઉપસર્ગ છે; પર્વ=જે પાંચ પાંચનું પંચક છે, g+Bળ્યું પ્રપંચ. પ્રપંચમાં અનેક પંચકનો સમાવેશ છે.
(૧) પાંચ ઈન્દ્રિયોના વિષય (૨) પાંચ જ્ઞાનેન્દ્રિય (૩) પાંચ કર્મેન્દ્રિય (૪) પાંચ મહાભૂત (૫) પાંચ પ્રાણ (૬) પાંચ તન્માત્રા
(૭) પાંચ ભેદ-(૧) વસ્તુ-વસ્તુનો ભેદ (૨) જીવ+જગતનો ભેદ (૩) જીવ+જીવનો ભેદ (૪) જીવ-ઈશ્વરનો ભેદ (૫) જગત+ઈશ્વરનો ભેદ.
આમ, જે સાત પ્રકારના પંચક છે તે સર્વનો ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા નિષેધ કરવો, ઈન્કાર કરવો કે સ્વરૂપમાં કોઈ પણ પંચક છે નહીં, તે જ દશ્યપ્રપંચનો નિષેધ છે.
આવા નિષેધ માટે ઋષિ અષ્ટાવક્ર જેવો વિવેક અને નચિકેતા જેવા પ્રબળ વૈરાગ્યની જરૂર છે. વિવેક અને વૈરાગ્યના સંદર્ભમાં જે ચિંતન થાય, આત્મવિચાર થાય, તો અનાયાસે જ જેમ સર્પ દ્વારા કાંચળીનો ત્યાગ થાય છે તેમ અધિષ્ઠાનમાં સ્થિત થતાં જ આરોપરૂપી પ્રપંચનો નિષેધ થઈ જાય છે. જેમ સ્વપ્નના નિષેધ માટે પ્રયત્ન જરૂરી નથી; તેમ બ્રહ્મભાવનાથી પ્રપંચનો નિષેધ થઈ જાય છે. અને તેવા જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાનરૂપી પ્રપંચ અદશ્ય થઈ જાય છે તેને જ રેચક પ્રાણાયામ કહે છે.
“વહેવાWીતિ યા વૃત્તિઃ પૂરો વાયુરીતિઃ” હું બ્રહ્મ છું એવી જે વૃત્તિ તે પૂરક પ્રાણાયામ છે. યોગમાં જેમ વાયુને અંદર લેવો તે પૂરક પ્રાણાયામ છે તેમ વેદાન્તમાં પૂરક પ્રાણાયામ એટલે “હું બ્રહ્મ છું” એવી અખંડાકાર કે બ્રહ્માકાર વૃત્તિથી ચિત્ત ભરી દેવું તે.
રેચક પ્રાણાયામ દ્વારા જે પ્રપંચનો નિષેધ થઈ ગયો હોય તો પછી બચે શું ? આરોપ ગયા બાદ રહે શું? નામ અને આકાર ગયા બાદ બચે શું? આદિ અને અંત ચાલ્યાં જાય તો બાકી રહે માત્ર અનાદિ
Page #464
--------------------------------------------------------------------------
________________
(૪૫) અને અનંત પરબ્રહ્મ. એટલે જ કહ્યું છે કે ભરચક બાદ પૂરક પ્રાણાયામ દ્વારા હું બ્રહ્મ છું તેવા વિચારથી મન, હૃદય ભરી દો અને પછી ધીરે ધીરે હું બ્રહ્મ છું,’ ‘બ્રહ્મ એ જ હું છું, હું અને બ્રહ્મ અભિન્ન છીએ, તેવી વૃત્તિને સ્થિર થવા દો. તેમાં ચલન ન થાય તેમ તે વૃત્તિને દઢ થવા દેવી તેને કુંભક પ્રાણાયામ કહે છે. તાત્પર્ય
જ્ઞાની માટે જે પ્રાણાયામની અહીં વાત કરી છે તેનો અર્થ એટલો જ કે રેચકથી પ્રપંચનો નિષેધ કરો (બહાર કાઢો), પૂરકથી બ્રહ્મભાવનાને ભરી દો,... કુંભથ્રી બ્રહ્મભાવમાં સ્થિર થઈ જાઓ. “મજ્ઞાનાન્ પ્રાણવડન' અજ્ઞાનીઓ માટે તો નાકને દબાવીને જે પ્રાણાયામ થાય છે તે જ યોગ્ય છે. જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ નથી; અભેદ દષ્ટિ નથી; આત્મતત્વને સમજવાની તત્પરતા ને સામર્થ્ય નથી, જે બ્રહ્મવિદ્યાના, અદ્વૈત વેદાન્તના અધિકારી નથી, ઉપરાંત જેના મનમાં કિયા અને કર્મનું ભૂત ભરાયેલું છે, તેના માટે ગૂંગળામણ થાય તેવો, નાક દબાવીને થનારો પ્રાણાયામ જ ઇષ્ટ છે.
પ્રત્યાહાર યોગશાસ્ત્રમાં પ્રાણાયામ વડે ચિત્તનો લય થાય પછી પ્રત્યાહાર કરવાનું કહેવામાં આવે છે. પાતંજલ યોગદર્શન મુજબ પ્રત્યાહાર
સાધનપાદના સૂત્ર ૫૪માં નીચેનો અર્થ પ્રત્યાહાર માટે છે.
"स्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥५४॥ સૂત્રાર્થ: પોતાના વિષયના વિયોગકાળે પોતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે એ પ્રકારની ઈન્દ્રિયોની જે સ્થિતિ તે પ્રત્યાહાર છે.
યોગશાસ્ત્રના સંદર્ભમાં પ્રત્યાહાર વિશે સ્પષ્ટ સમજાય છે કે ઈન્દ્રિયોને પ્રથમ તેના વિષયોથી પાછી બોલાવવી પડે છે. અર્થાત્ ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવવાની વાત છે. તેથી વિષયોના વિયોગ કે નિરોધને યોગમાં મહત્ત્વ આપવામાં આવે છે. યોગમાં ઈન્દ્રિયોનો નિરોધ થાય પછી જ અગર વિષયોથી વિયોગ થાય પછી જ ચિત્તની વૃત્તિને ઇન્દ્રિયો અનુસરે છે અર્થાત જેવી જેવી ચિત્તની વૃત્તિ થાય તેવી જ ઇન્દ્રિયોની થાય છે. ઇન્દ્રિયોની આવી સ્થિતિને જ યોગમાં પ્રત્યાહાર કહે છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
(૪૬) યોગમાં જે યોગીની ઇન્દ્રિયો તેના ચિત્તને અનુસરે તેને જિતેન્દ્રિય કહેવાય છે, અને અજિતેન્દ્રિય પુરુષનું મન તેની ઇન્દ્રિયોને અનુસરે છે. તેથી બળવાન ઇન્દ્રિયો મનને વિષયાભિમુખ કરી વિક્ષેપ ઊભો કરે છે. યોગમાં ચિત્ત ધ્યેયવસ્તુ પ્રમાણે, ધ્યેયાકાર થવાનો પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્નમાં ઈન્દ્રિયો જે ચિત્તને અનુસરે તો તે પણ બેયાકાર થઈ શકે. ઈન્દ્રિયોની આવી અનુસરણીય સ્થિતિને જ યોગમાં પ્રત્યાહાર કહ્યો છે. યોગમાં કહ્યું છે, “પ્રત્યાહારની સિદ્ધિથી ઈન્દ્રિયોનો પરમ થ થાય છે.”
“તતઃ વિરયન્ડિયાના” પાતંજલદર્શન સાધનપાદ III વેદાન્તમાં પ્રત્યાહાર | વેદાન્તમાં ઈન્દ્રિય પર જ્ય મેળવવા પુરુષાર્થ થતો નથી, કે ન તો ઈન્દ્રિયોને તેના વિષયોથી પાછી વાળવારૂપી નિરોધ માટે શક્તિ વેડફાય છે. વેદાનમાં ઈન્દ્રિયોને બહિર્મુખી થતી અટકાવવાની કે અંતર્મુખી કરવાની વાત નથી. યોગ કહે છે કે વિષયથી પાછા વળો, જ્યારે વેદાન્ત કહે છે:
જ્યાં છો ત્યાં જ સ્થિર થઈ જાઓ અને ચિંતન કરો કે જે જે નામ અને આકાર છે, તે બ્રહ્મસ્વરૂપ જ છે. પદાર્થમાં પરમાત્મભાવ કરો, પછી પાછા વળવાની જરૂર નથી. પદાર્થ માત્ર પરમાત્મા છે. અને તેને પકડનારી ઈન્દ્રિય પણ પરમાત્મા છે પછી ક્યાં રહ્યો ઇન્દ્રિય ઉપરનો વિજય? નથી કોઈ જિતેલો ઇન્દ્ર કે નથી કોઈ હારેલો ઇન્દ્ર, જ્યાં ઇન્દ્ર જ નથી પછી ક્યાં રહી જીત કે હાર સર્વ કાંઈ બ્રહ્મમય જ છે. પછી તે ઈન્દ્રિય હોય, તેના વિષય હોય કે ઈન્દ્રિય દ્વારા વિષયોનો સમાગમ કરનારું મન હોય! | વેદાન્ત કહે છે કે ઈન્દ્રિયો જેને પકડે છે તે બ્રહ્મ છે. મન જેનો વિચાર કરે છે તે પણ બ્રહ્મ જ છે અને બુદ્ધિ જેનો નિર્ણય લે છે તે પણ બ્રહ્મસ્વરૂપ જ છે. તેથી મન, બુદ્ધિ કે ઇન્દ્રિયને જગતથી પાછાં વાળવાનો પ્રશ્ન જ નથી. તે જ્યાં જાય ત્યાં જવા દો, અંતે સર્વ નામ અને આકાર તે અનામી અને નિરાકાર પરબ્રહ્મનાં જ છે, તેવું વિચારો તો જ્યાં જ્યાં મન, તેની સાહેલી જેવી ઈન્દ્રિય સાથે જો ત્યાં જ સમાધિસ્થ થઈ જશે.
આમ, યોગ કહે છે ઈન્દ્રિયોને ગતથી પાછી બોલાવો અથત રિવર્સ ડ્રાઈવિંગ કરો, જ્યારે વેદાન્ત કહે છે. આગળપાછળ ક્યાંય દોડવાની જરૂર
Page #466
--------------------------------------------------------------------------
________________
(૪૭)
નથી. બ્રેક મારો, જ્યાં છો ત્યાં જ થોભી જાવ! ચિંતન કરો, વિવેક કરો. પદાર્થ એટલે શું? નામ અને આકાર અંતે આવ્યા ક્યાંથી? જે તે સાચાં નથી તો તેનો ભય નથી અને જે તે બીજાને આધારે છે તો અધિષ્ઠાન છે કોણ? તેવા વિચારમાં ચિત્તની, ઈન્દ્રિયોની ઘેડનો અંત આવી જશે.
દરેક ઇન્દ્રિય તેના આહાર પ્રતિ દોડે છે. ખરેખર તો એક એક ઈયિને વિશિષ્ટ આહાર છે. આંખનો આહાર રૂપ છે, નાકનો આહાર ગંધ છે, ત્વચાનો આહાર સ્પર્શ છે. જિહવાનો આહાર સ્વાદ છે અને શ્રોત્રનો આહાર શબ્દ છે. ઇન્દ્રિયનો આહાર જગતમાં છે, તેથી ઈન્દ્રિય બહિર્મુખી થઈ આહાર પ્રતિ દોડે છે. તેથી જ યોગશાસા તેમની દોડની દિશા જ માત્ર બદલે છે, પણ દોડ ચાલુ રાખે છે. આહારથી વિરુદ્ધ દિશામાં દોડવું તે પ્રતિ-આહાર કે પ્રત્યાહાર છે. આમ આહાર અને પ્રત્યાહાર બન્નેમાં યિા, છે દોડ છે. જ્યારે વેદાંત કહે છે કે ક્રિયા માત્ર બંધ કરો, દોડ જ થોભાવી દો..જે આહારની દિશામાં દોડતો નથી તેને કદી પાછા પણ વળવું પડતું નથી, વિવેક દ્વારા સમજો કે ઈન્દ્રિયોના સંપર્કથી, સંસ્પર્શથી જે ભોગ કે સુખ પ્રાપ્ત થાય છે, તે દુ:ખની યોનિ છે. ભોગ ક્ષણિક છે, ઈન્દ્રિયોને હણનારા છે તેવું માની જ્ઞાની તો ઈન્દ્રિયોના વિષયોમાં રમણ કરવા પ્રયત્ન જ કરતા નથી તેથી તેમને અંતર્મુખી કે ઇન્દ્રિયોના નિરોધરૂપ પ્રત્યાહારની જરૂર જ જણાતી નથી. ભગવદ્ગીતામાં અધ્યાય પના શ્લોક ૨૨માં કહ્યું છે કે.....
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः॥५-२२॥ કેમ કે ઈન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થનારા જે ભોગો છે (સુખ છે) તે દુ:ખના કારણરૂપ (દુ:ખની યોનિરૂપ) જ આદિ અને અંતવાળા છે. (માટે) હે અર્જુન, વિવેકી પુરુષ તે (વિષયોમાં) રમણ કરતો
નથી.”
હવે વેદાન્તમાં પ્રત્યાહારના સંદર્ભમાં ભગવાન શંકરાચાર્યજીએ આપેલા અર્થ પર ચિંતન કરીએ.
विषयेष्वात्मतां द्रष्टवा मनसश्चिति मज्जनम्। प्रत्याहार: स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः ॥१२१॥
Page #467
--------------------------------------------------------------------------
________________
(૪૪૮)
વિષયેષુ આત્મતામ્ દૃષ્ટવા=(શબ્દાદિ) વિષયોમાં આત્માનું અનુસંધાન કરીને; (અર્થાત્ વિષય આત્મા જ છે તેમ સમજીને)
મનસ: ચિતિમગ્નનÇ=મનને ચૈતન્યરૂપી (બ્રહ્મમાં) ડુબાડી દેવું સ: પ્રત્યાહાર:... ...=તે જ પ્રત્યાહાર છે,
સ: મુમુક્ષુમિ: વિશેષ: અભ્યસનીય:-જે મુમુક્ષુઓએ જાણવો અને અભ્યાસ કરવો જોઈએ.
“મનસ: નિતિમમ્નનમ્” મનને ચૈતન્યસાગરમાં ડુબાડી દેવું તે જ પ્રત્યાહાર છે. એટલે શું ચૈતન્યસાગર બીજે છે અને મનને ત્યાં જ પ્રવાસ માટે લઈ જવું? ના, ના! જ્યાં મન છે ત્યાં બ્રહ્મદર્શન કરવું, એટલું જ નહીં પણ મનને બ્રહ્મથી અભિન્ન સમજાવું. તે જ પ્રત્યાહાર છે.
મનને બ્રહ્મ કઇ રીતે સમજી શકાય ?
જ્ઞાનની અલૌકિક, અદ્ભુત દૃષ્ટિમાં બ્રહ્મમાત્ર હૃદયની ગુફામાં જ છે અને બહાર નથી તેવું નથી. અંતર્યામી એટલે બહાર ન જઈ શકે તેવો તો નથી જ. એ તો બધે જ છે. સર્વવ્યાપ્ત છે, સર્વ સ્થળે છે. દેશ, કાળ અને વસ્તુની સીમા તેને સ્પર્શ કરી શકે તેમ નથી. બ્રહ્મ તો દશ્યમાં-અદશ્યમાં, વ્યક્ત કે અવ્યક્તમાં, દૃશ્ય કે જ્ઞેયમાં, પ્રત્યક્ષ કે પરોક્ષમાં, કાર્ય કે કારણમાં-સર્વમાં, સર્વસમયે, સર્વસ્થળે મોજૂદ છે. એનો અર્થ એ જ છે કે મન જ્યાં જાય છે, ત્યાં બ્રહ્મ જ છે. મનના સંલ્પ-વિકલ્પમાં પણ બ્રહ્મ જ છે. એટલું જ નહીં પણ મનની ગતિ અને સ્થિતિ પણ બ્રહ્મને જ આભારી છે અને તે પણ બ્રહ્મસ્વરૂપ જ છે. ચૈતન્ય અમુક સ્થળે નથી તેવા વિચાર માટે પણ મનને ચૈતન્યસ્વરૂપ બ્રહ્મની જરૂર પડે છે. તેનો અર્થ એ જ કે મનને ક્યાંયથી પાછું બોલાવવાની જરૂર નથી. મન જ્યાં જાય; જેને સ્પર્શ કરે; તેમાં બ્રહ્મદૃષ્ટિ કરવી જ અનિવાર્ય છે. કારણ કે ચૈતન્યથી ભિન્ન કંઈ જ નથી અને હોઈ શકે પણ નહીં. નિરાકાર છે માટે જ સાકારનું અસ્તિત્વ છે. આકાશ નિરાકાર છે માટે જ ગ્રહો સાકાર થઈ તેમાં ફરી શકે છે. ગ્રહો, ઉપગ્રહો, સૂર્ય કે તારાઓ, નક્ષત્રો, ધૂમકેતુ કે સમગ્ર આકાશગંગા સતત વિહારમાં છે, કારણ ‘સ્પેસ’—આકાશ કદી વિહાર કરતું નથી, પણ સૌ સાકારને અવકાશ આપે છે વિહાર માટે, પરિભ્રમણ માટે. આમ, નિરાકાર આકાશ જ સાકારનો આધાર છે. સાકાર કદી નિરાકારથી ભિન્ન થઈ શકે નહીં. પડદો ક્દી ચિત્રથી દૂર
Page #468
--------------------------------------------------------------------------
________________
જઇ શકે નહિ. પડદો છે માટે જ ચિત્રો દેખાય છે. પડદો સ્થિર છે માટે જ ચિત્રોમાં હલનચલન શક્ય છે. પડદો ક્યાંય જતો નથી, માટે જ ચિત્રોમાં, નામ અને આકારમાં આવા દેખાય છે. જ્યાં સુધી ચલચિત્ર દેખાય છે, ત્યાં સુધી પડદો દેખાતો નથી, તેમ જ જ્યાં સુધી વિષયના આકારો દેખાશે ત્યાં સુધી અધિષ્ઠાન બ્રહ્મ દેખાશે નહીં. માટે જ કહ્યું છે કે “વિષયેષુ આત્મતાં દવા” વિષયોમાં આત્માનું અનુસંધાન કરવું અને મનને ચૈતન્યબ્રહ્મમાં ડુબાડી દેવું. વિષયોમાં બ્રહ્મભાવ કરીને સમજવું કે જેમ પડદા વિના ચિત્ર નથી; દોરી વિના સર્પ નથી; તેમ પરમાત્મા વિના પદાર્થ હોઈ શકે જ નહીં. એટલું જ નહીં પણ પદાર્થ તે પરમાત્મા જ છે. વિષયોને આલિંગન કરનાર ચિત્ત અને વિષય સૌ ચૈતન્યસ્વરૂપ જ છે. તેથી જ તો નરસિંહ મહેતાએ ગાયું કે
“ચિત્ત ચૈતન્ય વિલાસ હૂપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” ચિત્તમાં વાસનારૂપી મળ નિર્મૂળ થતાં જે બચે છે તે ચૈતન્ય જ છે. અને છતાં ચૈતન્ય પોતે ચૈતન્યની શોધ ચલાવી રહ્યું છે!
જ્યારે દોરીમાં સર્પ દેખાય છે ત્યારે ત્યાં દોરી નથી તેવું નથી જ. અરે! દોરી જ સર્પ રૂપે ભાસે છે. તેવી રીતે પદાર્થનું દર્શન થતાં પરમાત્મા અદાય થતો નથી જ, તું પરમાત્મા જ પદાર્થપે ભાસે છે.
ચિંતન દ્વારા પદાર્થનાં નામ અને આકારને દૂર કરવાની કળા હસ્તગત કરવી જરૂરી છે. તો પછી ક્યાં રહ્યો આકાર? કે છે જ્યાં કોઈ નામ? બધે જ માત્ર ચૈતન્ય-ચૈતન્ય અને ચૈતન્ય! રૂપમાં. અરૂપ બ્રહ્મ
ગન્ધમાં..છે અગધ બ્રહ્મ શબ્દમાં છે મૌન બહ્મ
સ્પર્શમાં અસ્પૃશ્ય બ્રહ્મ સ્વાદમાં...અસ્વાદ બ્રહ્મ
સંકલ્પ-વિકલ્પમાં...છે સાક્ષી બ્રહ્મ રસમાં..નીરસ છે બ્રહ્મ
વિચારમાં...અવિચાર બ્રહ્મ
વચનોમાં અનિર્વચનીય છે બ્રહ્મ આવી મનની દષ્ટિમાં, મન જ રહેતું નથી. જ્યાં જ્યાં નજર પહોંચે, જ્યાં જ્યાં મન વિરામ લે ત્યાં ત્યાં અનાદિ અને અનંત ચૈતન્યનો સાગર જ જણાય છે! અને ચૈતન્ય ચૈતન્ય કરતાં, ચિત્ત...ચૈતન્યમાં એકાકાર થઈ
Page #469
--------------------------------------------------------------------------
________________
(૪૫૦) જાય છે. અખંડ છું, અનંત છું, અદ્વૈત છું, અવિચાર છું અભેદ છું; તેવી કોઈ વૃત્તિ પણ બચતી નથી. કારણ કે અનેક વસ્તુ એક થઈ જાય છે. આમ “વસ્તુના સ્વગત, સ્વજાતીય અને વિજાતીય જેવા ભેદ મટી જાય છે અને વસ્તુમાં બ્રહ્મભાવ થાય છે અર્થાત્ મન માટે દશ્ય વસ્તુ જ રહેતી નથી, તો મન દ્રષ્ટા કેવું? અને બધે બ્રહ્મદર્શનથી, ચૈતન્યસાગરમાં પડી ચિત્ત પણ બ્રહ્મભાવ અનુભવે છે. મનની આવી સ્થિતિને જ વેદાન્તમાં પ્રત્યાહાર કહે છે.
મન ચૈતન્યસાગરમાં ડૂબે છે, તરે છે; છતાં તે ચૈતન્યથી અભિન્ન જ છે જેવી રીતે સાગરની અંદર બરફના પર્વતો ઉત્તર ધ્રુવ તરફ તરતા દેખાય છે તેનો મોટો ભાગ દરિયામાં ડૂબેલો હોય છે અને થોડો ભાગ તરતો હોય છે. છતાં ડૂબેલો અને તરતો તમામ પર્વત બરફ તો છે જ તેમાં કોઈ શંકા નથી. પણ તત્વદષ્ટિથી તો તે સાગરથી ભિન્ન નથી. કારણ કે અંતે તો બધું જળસ્વરૂપ જ છે. ભલે પછી સાગર હોય કે વાદળ હોય, ફીણ હોય કે મોજાં, મોતી હોય કે માછલી હોય, તરંગોની અનેકતા હોય કે સાગરની એકતા હોય, વરાળની સૂક્ષ્મતા હોય કે બરફની ઘનતા હોય, પણ સ્વરૂપે તો સૌ જળ જ છે.
દરિયાવકી લહર દરિયાવ હૈ જી દરિયાવ ઔર લહરમેં ભિન્ન કોય. ઉઠે તો નીર હૈ, બૈઠે તો નીર હૈ કહો જો દુસરા કિસ તરહ હોય....
ઉસીકા ફેર કે નામ લહર ધરા લહરકે કહે ક્યાં નીર ખોય...”
-કબીર બરફનો પર્વત ડૂબે કે તરે તે પાણી જ છે. તે જ રીતે ચિત્ત કે મન ચૈતન્યસાગરમાં ડૂબે કે તરે તે ચૈતન્યસ્વરૂપ જ છે તેવી સમજ
જ્યારે આવે છે, તેવો નિષ્કર્ષ જયારે પકડાય છે, તેવી નિષ્ઠા જયારે જ્ઞાનમાં પેદા થાય છે ત્યારે ભેદદર્શીિ મન ત્યાં રહેતું નથી. ચિત્ત કે મન તો ચૈતન્ય ઉપર આરોપ છે, ચૈતન્યમાં ચિત્ત કલ્પિત છે. અને
જ્યારે કલ્પિત કલ્પના અને આરોપ, અધિષ્ઠાન ચૈતન્યમાં ડૂબી જાય છે ત્યારે ભેદ સમાપ્ત થાય છે. અને ભેદ ન રહેતાં ઈન્દ્રિય કે મન પોતે જ નથી તો, જગત જ નથી - તો તે જાય ક્યાં? આવી અભેદ મનની સ્થિતિ જ પ્રત્યાહાર છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
(૫૧)
આત્મચિંતન દ્વારા જે પ્રત્યાહાર જન્મે છે તેમાંથી માત્ર એક જ સૂર નીકળે છે, માત્ર એક જ સંકેત સાંપડે છે. તે છે અભેદ..અભેદ..અને અભેદ, વિચાર દ્વારા જ ભેદ નષ્ટ થાય છે અને અભેદ પ્રાપ્ત થાય છે. અને તે જ પ્રત્યાહાર છે; અદ્વિતની અભય દષ્ટિમાં.
“તમારે ને હમારે ના કશો સંબંધ છે મૂળ, મળ્યા વચ્ચે પડયા છૂટા નદીના કાષ્ઠસમ પૂરે! રમા કંઈ દિન ભલે ભેગા; બધી એ સ્થળની લીલા; પળ્યા પંથે વિવિધ તોયે; બધા છે બ્રહ્મના ચીલા! બરફ ટુકડો વહ્યો જળમાં; જનારાને જુદો ભાસે, કઠણ મૃદુ ભેદ દષ્ટિમાં, વિચારે ભિન્નતા નાસે!”
-શ્રી રંગઅવધૂત
ધારણા નિદિધ્યાસનના સંદર્ભમાં ચાલતી વિચારણામાં મુખ્યત્વે જુદી જુદી રીતે બ્રહ્મભાવ કરવાનું વર્ણન છે. પ્રત્યાહારમાં દરેક વસ્તુમાં બ્રહ્માભાવની વાત વિચારાઈ ગઈ છે. તેથી બ્રહ્મ ભેદરહિત છે તેવું ચિંતન થયું. પણ બ્રહ્મ, દેશકાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે. તે માટે હજુ દેશ અને કાળમાં પણ બ્રહ્મભાવ કરવામાં આવે તો જ દેશ, કાળ અને વસ્તુનો બાધ થઈ શકે તે હેતુથી અહીં દેશમાં બ્રહ્મભાવ કરી ધારણા સમજાવી છે. અને પછી કાળમાં બ્રહ્મભાવના કરી ધ્યાન સમજવામાં આવશે. યોગદર્શન મુજબ ધારણા:
પાતંજલ યોગદર્શન મુજબ અષ્ટાંગયોગ સૂચવેલો છે. જેમાં (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ એવાં આઠ અંગો છે. જેમાં પ્રથમ પાંચને બહિરંગ સાધન કહે છે. તે મંદ અધિકારી માટે છે, તેમ સૂચવેલું છે.
જ્યારે અંતિમ ત્રણ અંગો ધારણા, ધ્યાન અને સમાધિ એ અંતરંગ સાધન છે. જે સર્વ અધિકારી માટે સાધારણ છે. તેથી તેમનો આરંભ નવા પાદમાં અર્થાત્ ‘વિભૂતિપાદ’માં કરવામાં આવેલો છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેનો એકબીજા સાથે કારણ અને કાર્યનો સંબંધ છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
(૫૨) તેથી ધારણાની, ધ્યાન અને સમાધિની પૂર્વે અપેક્ષા રાખવામાં આવે છે. તે જ હેતુથી યોગદર્શનમાં પ્રથમ ધારણા સમજાવેલી છે.
પાતંજલ યોગદર્શનમાં વિભૂતિપાદના પ્રથમ સૂત્રમાં ધારણાનું સ્વરૂપ નીચે મુજબ છે.
- રાવન્દ્રિત થRUTIBIL સૂત્રાર્થ ચિત્તની [બેય દેશમાં સ્થિતિ (તે) ધારણા (છે).
યોગશાસ મુજબ ધારણાનો અર્થ જે દેશમાં ધ્યેયનું ચિંતન કરવાનું છે, તે ધ્યાનના આધારભૂત દેશરૂપ વિષયમાં ચિત્તને સ્થાપન કરવું અથવા એકાગ્ર કરવું તે. ટૂંકમાં, બેય વસ્તુ કે બેયનું સ્થળ હોય ત્યાં ચિત્તને એકાગ્ર કરી સ્થિત કરવું તે જ દેશબધ કહેવાય છે અને તે જ ધારણા છે.
દેશ અથતિ સ્થળ કે ગ્યા, જ્યાં ચિત્તને એકાગ્ર કરવાનું છે. યોગમાં દેશ બે પ્રકારના છે: (૧) બાહ્ય દેશ (૨) આત્યંતર દેશ.
(૧) બાહ્ય દેશ:
બહારના પદાર્થો કે જેના વિશે ચિત્તને સ્થિર કરવું અને ધારણા કરવી. જેમાં મુખ્ય નીચે મુજબના પદાર્થો છે: (૧) સૂર્ય (૨) ચંદ્ર (૩) મણિ (૪) વિદ્યુત (૫) શુકનો તારો (૬) શાલિગ્રામ આદિ દેવો (૭) સગુણ ઈશ્વર સ્વરૂપ (૮) સદ્ગર વગેરે અસંખ્ય પદાર્થો ગ્રહણ કરી શકાય. (૨) આત્યંતર દેશ:
અંદરના પદાર્થો જેના વિશે ચિત્ત સ્થિત કરી ધારણા કરી શકાય તે. જેમાં (૧) પંચમહાભૂત જે શરીરમાં છે (૨) સમચક્ર (૩) ૫ઘ (૪ નાસિકા (૫) જિહુવા (૬) તથા વિશેષ ફળ આપનારાં સુષુમણા નાડીનાં ચકો ઉપર પણ ધારણા થઈ શકે. જેમાં મુખ્ય નીચે મુજબ છે. આધારચક, સ્વાધિષ્ઠાનચક્ર, મણિપુર ચક, અનાહતચક, વિશુદ્ધચક્ર, આજ્ઞાચક્ર, અજરામરચક
ધારણા કરવા માટે બીજા દેશ નીચે મુજબ જણાવવામાં આવે છે. (૧)નાભિ (૨)હૃદય (૩)ઉરમ્ (૪)કંઠ (૫)જિવાઝ (૬)નાસિકાગ્ર (૭)નેત્ર ભૂમધ્ય (૮)મૂધ ધારણા માટે જે દેશ છે તેના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એમ ત્રણ વિભાગો પણ જોવા મળે છે. છતાં સ્થળ તો ઉપર જે બાહ્ય અને આત્યંતર દેશમાં ગણાવ્યાં તેવાં જ હોય છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
(૫૩)
ધારણાનો અધિકારી
ધારણા એકાગ્ર ચિત્તવાળાથી જ શક્ય બને છે. જેનું ચિત્ત ક્ષિપ્ત, મઢ કે વિક્ષિમ છે તેને ધારણાની સિદ્ધિ થતી નથી.
ધારણાનું ફળ
ધારણાના અભ્યાસથી ધ્યાનમાં યોગ્યતા આવે છે અને જુદા જુદા ધ્યેયમાં ધારણા કરવાથી જુદાં જુદાં ફળ મળે છે. વેદાન્તમાં ધારાણા
જે દેશમાં ધારણા કરવાની વાત યોગમાં છે તે વેદાન્તમાં નથી. વેદાનની દષ્ટિમાં તો દેશ જ એક કલ્પના, મિઠ છે. દેશ સાપેક્ષ છે, દેશ મનનો ખ્યાલ છે, “કૉન્સેપ્ટ છે મનનો, જે મન જ અસ્તિત્વમાં નથી. આમ જોતાં દેશની જે વાત યોગમાં છે તે દેશનું અધિષ્ઠાન છે તે જ બ્રહ્મ છે અને તે જ સત્ય છે. બાકી દેશ, કાળ, વસ્તુ તો આરોપિત છે. અને આરોપ પર ધારણા કરવાની વાત વેદાનમાં નથી. બ્રહ્મ ક્યાં નથી? તે તો સર્વ દેશમાં છે. જયાં જયાં મન પહોંચી શકે ત્યાં ત્યાં બ્રહ્મ છે. અને જ્યાં મનની પહોંચ નથી ત્યાં પણ બ્રહ્મથી અતિરિક્ત કંઈ જ નથી. તેથી જ્યાં મન જાય અને બ્રાહ્મદર્શન કરી શકે, જ્યાં તે સ્થિત થઈ શકે તેવી મનની સ્થિરતા જ શ્રેષ્ઠ ધારણા છે. આમ જોતાં વેદાન્તની ધારણા કોઈ વિશિષ્ટ સ્થળે નથી. તેનો કોઈ ખાસ દેશ કે વસ્તુ નથી, તેથી જ અહીં ધારણાને નવા રષ્ટિકોણ સાથે સમજાવી
यत्र यत्र मनो याति ब्रह्मणस्तत्र दर्शनात् । मनसो धारणं चैव धारणा सा परा मता॥१२२॥ ર... અને યત્ર યત્ર મન: યતિ તત્ર તત્ર જયાં જયાં મન જાય ત્યાં ત્યાં બ્રહ્મા: નાતબ્રહ્મનાં દર્શન કરવાથી મનસ: ચતું ગાળમુમનની જે સ્થિરતા (છે) કે મનનું ધારણ થવું) સા પ્રવ ઘારણ અ મતાજો જ ધારણા શ્રેષ્ઠ માનેલી છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
(૫૪)
યોગમાં વિભિન્ન ચકો અને શરીરનાં વિવિધ સ્થાનો જેવાં કે નાસિકાગ્ર, જિવા, નેત્ર, ભૂમધ્ય અને કઠાદિ વગેરે ધારણા માટેના યોગ્ય દેશ છે તેમ કહ્યું છે.
જયારે વેદનમાં સ્પષ્ટ જ છે કે “હું શરીર નથી કે શરીર મારું નથી” તો પછી શરીરનાં ચકો મારાં કઈ રીતે હોઈ શકે? જયાં મૂળ નથી ત્યાં શાખા કેવી? આમ જો શરીરનાં ચક્રો કલ્પિત છે તો કલ્પિત વસ્તુ પર ધારણા કેવી? અને તેથી મળે પણ શું? નાસિકાગ્ર ઉપર કે ચકો પર ધારણા કરવાની વાત દેહના અભિમાન અને શરીરના તાદાત્મમાંથી જ જન્મેલી છે. જે શરીર આરોપ છે, અધ્યાસ છે, ભ્રાંતિ છે, તેનાં ચકો પર ધારણા કેવી? ભ્રાંતિ ઉપર ધારણા કરવાથી ધ્યાન શેનું થશે! ભ્રાંતિનું જ. અને મળશે શું? આરોપની ધારણા કે ધ્યાનથી, અધિષ્ઠાન કદી હાથ ન આવે. ભિન્ન ભિન્ન સ્થળે કે દેશમાં ધારણા કરવાની વાત તો સસલાનાં શીંગડાં પર ધારણા કરવા જેવી વાત છે. જે બ્રહ્મથી કે આત્માથી અજ્ઞાત છે તેની જ આવી વાત છે. બ્રહ્મ કે આત્મા કોઈ વિશિષ્ટ સ્થળે નથી કે તેના પર ધારણા થઈ શકે! અને જે ખરેખર અસ્તિત્વમાં નથી તેના પર ધારાણા કેવી? અજ્ઞાત વસ્તુ પર ધારણા થઈ શકે નહીં અને જે જ્ઞાત જ છે તેની ધારણાનો અર્થ જ નથી. જે આત્મા જ્ઞાત જ છે, તો તે પ્રાપ્ત જ છે. અને તે સર્વવ્યાપ્ત છે. માટે
જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં મનને જવા દેવું અને બ્રહ્મદર્શન કરનારું મન, આપોઆપ જ બ્રહ્મસ્થ થઈ જશે. કારણ કે નહીં હોય ત્યાં રૂપ, રંગ, ગંધ, સ્પર્શ કે શબ્દ. નહીં હોય ત્યાં આકાર કે નામ. નહીં હોય ત્યાં ગુણ કે દોષ. પછી મનના વિહારનો પ્રદેશ જ નહીં બચે. તેથી મન વિના પ્રયત્ન સ્થિર થઈ જશે. એકાગ્ર થઈ જશે. જે બ્રહ્મદર્શનની કળા હસ્તગત થશે તો! આવી મનની સ્થિરતા જ વેદાન્તમાં ધારણા કહેવાય છે. તે માત્ર એકત્વનાં, અભેદના, અલિતનાં દર્શનથી પ્રાપ્ત થાય છે.
આત્મજ્ઞાનમાં જે ધારણાની વાત કરી છે. તેથી સ્પષ્ટ થાય છે કે દેશ જેવી કોઈ વસ્તુ જ નથી; જ્યારે બધે જ બ્રહ્મદર્શન થાય તો ક્યાં રહી ભિન્નતા પ્રદેશની? દેશની? સ્થળની? જે દેશના ભેદ નથી તો ક્યાં રહ્યું કોઈ પણ પ્રકારનું અંતર! અંતર મં તો બે સ્થૂળ પદાર્થો વચ્ચે
Page #474
--------------------------------------------------------------------------
________________
(૫૫) હોય; કાં તો અલગ અલગ દેશ વચ્ચે હોય. પ્રત્યાહારના સંદર્ભમાં વિચારેલું કે દરેક વસ્તુ બ્રહ્મ છે તેથી બે પદાર્થો પણ નથી અને તેમની વચ્ચે અંતર પણ નથી. અને ધારણાના સંદર્ભમાં આપણે વિચાર્યું કે દરેક દેશમાં બ્રહ્મ જ છે. બ્રહ્મથી ભિન્ન કોઈ દેશ નથી. તેથી અનેક દેશ જેવું પણ નથી અને તેમની વચ્ચે અંતર પણ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે જે બે વસ્તુ વચ્ચે દેશનું અંતર નથી તો કાળનું અંતર પણ હોઈ શકે જ નહીં. પણ જ્યાં સુધી દેહનું તાદાત્મ તૂટશે નહીં, શરીરનું અભિમાન નષ્ટ નહિ થાય ત્યાં સુધી આ વાત સમજાશે નહીં. જે પોતાને દેહ અને સાકાર માને છે તે બ્રહ્મને અશરીરી કે નિરાકાર સ્વીકારી શકશે નહીં. શરીર દ્વારા પોતે એક સ્થળે છે માટે પરમાત્મા બીજા સ્થળે છે એવી ભ્રાંતિમાંથી જ દેશમાં ધારણા કરવાની વાત પેદા થઈ છે.
આત્માના જ્ઞાનમાં અને “સ્વ” સ્વરૂપના ભાનમાં જ્યાં જ્યાં મન છે ત્યાં ત્યાં “સ્વસ્વરૂપ જ છે. અને સ્વરૂપમાં સૌ સમાધિસ્થ જ છે! આ તો ઈષ્ટિ છે આરૂઢની, સ્થિતપ્રજ્ઞની. આરક્ષ કે નવો સાધક આવી દશાનો, સ્વરૂપમાં મનની સ્થિરતાનો અભ્યાસ કરે છે, જે સિદ્ધનાં લક્ષણ છે તે સાધકનાં સાધન છે. તેથી સ્વરૂપમાં મનની સ્થિરતારૂપી ધારણા કરવા સાધકે નિત્ય નિરંતર, સર્વ દેશમાં, બ્રહ્મદર્શન કરવાનો અભ્યાસ કરવો જોઈએ.
તાત્પર્ય: તત્ત્વજ્ઞાનમાં ધારણા માટે કોઈ સ્થાન કે દેશ નિશ્ચિત નથી. કોઈ પણ આકાર કે નામમાં બ્રહ્મભાવ થઈ શકે છે. કારણ સર્વનામ અને આકાર અંતે નિરાકાર અને અનામીનાં છે. બ્રહ્મભાવ એટલે જડમૂર્તિમાં અમૂર્ત ચેતનને જોવાનો પ્રયત્ન વ્યક્તમાં અવ્યક્તનો અને દયમાં અદશ્યનો ભાવ લાવી ધારણા કરવાનો પ્રયત્ન કરવો. ભક્તિમાં તેવી જ ધારણા સમજાવેલી છે. માટે જ લિંગમાં શિવ અને શાલીગ્રામમાં વિષ્ણુની ભાવના કરવા કહ્યું છે. પણ અહીં નિદિધ્યાસનના સંદર્ભમાં તો દેશમાં બ્રહ્મભાવ કરી ચિત્તની સ્થિરતા કરવી તે જ ધારણા છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
(૫૬)
ધ્યાન કોઈ પણ વ્યક્તિ કદી બેધ્યાન હોતી નથી. કોઈ ને કોઈ સ્થળે તો તેનું ધ્યાન હોય છે જ. અર્થાત તેના ચિત્તની એકાગ્રતા તેને જેમાં રસ, અભિરુચિ, આસક્તિ કે રાગ હોય તેમાં હોય છે. એક જ સમયે વ્યક્તિ એક જ વસ્તુમાં ધ્યાન આપી શકે છે. છતાં ધ્યાનમાં ઘણી વાર વિષય, બેય કે વસ્તુ બદલાય છે. અર્થાત્ મન ધ્યેય વસ્તુને છોડી બીજે જાય છે અને ધ્યાતા પ્રયત્નથી પુન: તેને ધ્યેય વસ્તુમાં જોડે છે. મનનો સ્વભાવ જ છે કે તે લાંબો સમય એક વસ્તુમાં કે પદાર્થમાં રહેતું નથી. વિષયાંતર થયા જ કરે છે. વિજ્ઞાન જેને લક્ષ્યએશન ઓફ એટેન્શન' કહે છે તેને જ શાસ્ત્રોમાં મનની ચંચળતા હી છે. વ્યવહારમાં ધ્યાન વિષયના સંદર્ભમાં સમજવામાં આવે છે. જ્યારે વેદાન્તમાં મનમાં કોઈ પણ વિષય ન પ્રવેશે તેને ધ્યાન કહે છે, યોગશાસ્ત્રમાં મન કે ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. આમ, સંદર્ભ બદલાતાં ધ્યાનના અર્થો પણ બદલાઈ જાય
પ્રથમ આપણે યોગશાસ્ત્રના સંદર્ભમાં ધ્યાનનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ. પાતંજલ યોગદર્શનના ‘વિભૂતિપાદીમાં બીજા સૂત્રમાં ધ્યાન નીચે મુજબ સમજાવેલું
तत्र प्रत्ययैकतानता ध्यानम्॥२॥ સૂત્રાર્થ ધાણના દેશમાં બેયવિષયક પ્રયત્નથી જે એકતાનતા તે ધ્યાન
તત્રધારણાના દેશમાં પ્રત્યવિdાનતા એટલે બેય વસ્તુને આલંબન કરનાર જે વૃત્તિ છે તેની એકાગ્રતા.
બાન:ધારણાના વિષયને આલંબન કરી રહેલી ચિત્તવૃત્તિઓનો જે એકધારો પ્રવાહ છે તે ધ્યાન છે. અર્થાતુ એમ કહી શકાય, કે ધ્યેય વિષયમાં અંતરાયસહિત એકાકારવૃત્તિનો પ્રવાહ ધ્યાન છે અર્થાત ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ તૈલધારાવતું હોતો નથી પણ વચ્ચે વચ્ચે વિચ્છેદ વાળો અર્થાતુ શંકર ભગવાન પર અભિષેક થાય છે તેવો હોય છે. વૃત્તિવિચ્છેદ સમાપ્ત થાય અને તૈલધારાવતું પ્રવાહ ચાલે ત્યારે તેને સમાધિ કહેવાય છે. વેદાન્તમાં ધ્યાન
વેદાન્તામાં ધ્યાનયોગ બે સંદર્ભમાં સમજાય છે. (૧) અંત:કરણની શુદ્ધિરૂપે (૨) નિદિધ્યાસનરૂપે ભગવદ્ગીતાના અધ્યાય છને ધ્યાનયોગ અથવા આત્મસંયમયોગ કહે છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
(૫૭) તેમાં બ્લોક ૧૨માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધ્યાનયોગ અંત:કરણની શુદ્ધિ અર્થે છે. “વિરયાને યુજ્યાત્મિવિલ” “ત) આસન ઉપર બેસીને અંત:કરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે.” આ જ શ્લોકની પ્રથમ પંક્તિમાં કહ્યું છે કે મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને રોકીને પછી અંત:કરણની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો. તેથી સ્પષ્ટ થાય છે કે ધ્યાન એક પ્રકારની શુદ્ધિ માટે છે. શુદ્ધિ એટલે શું?
શરીરની શુદ્ધિ તો સ્નાનાદિથી શક્ય છે. પણ ચિત્તની શુદ્ધિ કરતાં પૂર્વે તેની અશુદ્ધિ શેને લીધે છે તે જાણવું આવશ્યક છે. ચિત્ત શુદ્ધ સ્વરૂપે તો ચૈતન્ય જ છે. પણ તેમાં વિષયોની વાસના પ્રવેશી છે તેથી જ અશુદ્ધ છે. અને જે ચિત્ત કે મનની શુદ્ધિ કરવી હોય તો મનને વિષયરહિત કરવું જોઈએ. મનમાં જે વિષય જ નહીં રહે તો તેની વાસનાનો પ્રશ્ન જ રહેતો નથી. તેથી મનને વિષયરહિત કરવું તે જ મનને શુદ્ધ કરવું એ છે. અને તેવી શુદ્ધિ માટે જ ધ્યાન અનિવાર્ય છે. તેથી જ કહ્યું છે કે “થન નિર્વિષય મનઃ” મનમાં વિષયો જ ન આવે તે ધ્યાન છે. આ પ્રકારનું વેદાન્તનું ધ્યાન સમાધાનરૂપ ધ્યાન છે.
બીજી દષ્ટિએ વિચારીએ તો સ્પષ્ટ છે કે એકાત્માના ચિંતનથી મનનો નાશ થાય છે. “મારા શુદ્ધ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાંથી હોય?”
-શ્રી નથુરામ શર્મા આવી વાત ચિંતનથી વિવેક દ્વારા જો બુદ્ધિગમ્ય થઈ જાય તો સ્પષ્ટ થઈ જાય છે. મારા “સ્વ”સ્વરૂપમાં મન નથી તો... એકાગ્ર કરું કોને ?. મન નથી તો વૃત્તિ નથી.... વૃત્તિ જ નથી...તો નિરોધ કોનો? મન અને વૃત્તિ નથી તો... વિક્ષેપ ક્યાં? વિક્ષેપ નથી તો ધ્યાન ક્યાં?
આમ, જે દ્વિતીય પ્રકારનું ધ્યાન વેદાન્તામાં કહેવાય તે નિદિધ્યાસન પ્રકારનું છે જેમાં ન તો બેય વિષયની મહત્તા છે કે ન વૃત્તિની અગત્ય છે. પણ તે બન્નેના સાક્ષીની વિશેષતા છે. સૌના અધિષ્ઠાનની અનિવાર્યતા છે. આ નિદિધ્યાસન પ્રકારનું ધ્યાન એટલે જ વિજાતીય વૃતિઓનો તિરસ્કાર
Page #477
--------------------------------------------------------------------------
________________
(૪૫૮) અને સજાતીય વૃત્તિઓનો સહજ, સ્વાભાવિક, સતત, નિરંતર, અખંડ, અસ્મલિત, પ્રયત્ન રાહિત્યવાળો, તેલધારાવત્ પ્રવાહ અને તે જ ધ્યાન અહીં અભિપ્રેત છે.
ब्रह्मैवास्मीति सवृत्या निरालम्बतया स्थितिः।
ध्यानशब्देन विख्याता परमानन्ददायिनी ॥१२३ ॥ વૃહ gવ (ગરમ) મહ્નિ રૂતિ = હું બ્રહ્મ જ છું એ સવ્રુત્તિથી જે નિપાનખ્વતિય સત્ નૃત્ય =નિરાલંબ સ્થિતિ છે, પરમાનન્દવાયિની સ્થિતિ તે પરમ આનંદ આપનારી સ્થિતિ છે, ધ્યાન બ્લેન વિચાતા તે જ ધ્યાન શબ્દથી ઓળખાય છે. દ્રવિસ્મિ” “હું બ્રહ્મ જ છું” તેવી બ્રહ્માકાર વૃત્તિથી ચિંતન થાય ક્યારે? જ્યારે યોગ્ય શ્રવણ કર્યું હોય ત્યારે. શ્રવાણ કેવી રીતે થાય?
સંચચ શ્રવ કુર્યાત” સમ્યફ ન્યાસ અર્થાત્ ત્યાગ કર્યા પછી જ શ્રવણમાં ચિત્ત ચોંટી શકે. આજ કાલ શ્રવણનો તો અતિરેક થઈ ગયો છે પણ તે શ્રવણ ભોગ સાથેનું છે, ભોગમય છે, કાર્યમય શ્રવણ છે! શ્રવણ કરતાં કરતાં લીલવા ફોલાય, સ્વેટર ગૂંથાય, રોતાં છોકરાંને દૂધ પિવડાવાય, આવું બધું ડીંડવાણું કથાઓમાં ચાલ્યા જ કરે છે. અને કેટલાંકનું શ્રવણ હતાશાપ્રેરક છે! ઘરના ધમપછાડા અને કકળાટ કરતાં કથા સારી! કેટલાંકની કથા ભયપ્રેરિત છે. આવતા જન્મ થશે શું? પાપથી કઈ રીતે છુટાય? આમ અનેક સંજોગો જે શ્રવણ માટે પ્રેરે છે તે શ્રવણ ધારણા” (રિટેન્શન) વિનાનું છે. અને જે શ્રવાણ ભોગવિલાસ સાથે થાય છે, ત્યાગ વિના સંભળાય છે તે શ્રવણ તો સંત અખાજી કહે છે તેવું છે.
કથા સૂણી સૂણી ટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન....
ઊંડો કૂવો ને ફાટી બોખ શીખ્યું, સાંભળ્યું સર્વે ફોક!
કહ્યું કંઈ ને સાંભળ્યું કશું
જ્યમ આંખનું કાજળ ગાલે ઘસ્યું.”વગેરે. શ્રી નરસિંહ મહેતાએ ગાયું કે
“અંતે તો હેમનું હેમ હોયે!” અને શ્રોતાઓએ શ્રવણ કર્યું...
- “અંતે તો એમનું એમ હોયે” જે શ્રવણ થયા પછી ચિંતન થતું નથી તે શ્રવણ વાંઝણું છે, કારણ
Page #478
--------------------------------------------------------------------------
________________
(૪૫૯) કે ચિંતન વિનાના શ્રવણની ફળશ્રુતિ કોઈ નથી. તો શ્રવણ કરવું કેવી રીતે?
સાચા મુમુક્ષુ થઈ, ત્યાગ દ્વારા, પ્રતિકિયારહિત શ્રવણ થાય તો તેવું શ્રવણ ધ્યાન કહેવાય છે. આપણે પ્રતિક્યિા વિના સાંભળી શકતા નથી તેથી ધ્યાનસ્થ પણ થઈ શકતા નથી. (To Listen to anything Without recation is nothing but contemplation) walde all rum 4134 2012 que શ્રવણ થવું જરૂરી છે. પછી જે શ્રવણની સચોટ ધારણા થઈ હોય તેના ઉપર મનન આવશ્યક છે. જેના ઉપર મનન થયું હોય તેનું જ નિદિધ્યાસન શક્ય બને છે. જે કોઈએ શ્રવણ જ ન કર્યું હોય અને જે તે નિદિધ્યાસનનો કે ધ્યાનનો પ્રયત્ન કરશે તો તેને સરિયામ નિષ્ફળતા જ હાથ લાગશે તેમાં શંકા નથી. “ હેવા”િ “તેથી હું બ્રહ્મ છું” તેવી વૃત્તિથી જ્યારે ચિંતન કરવાનો પ્રયત્ન થાય ત્યારે સતત જાગૃતિ રાખીને વિજાતીય વૃત્તિપ્રવાહને તિરસ્કારવો અને સજાતીય વૃત્તિપ્રવાહને પ્રયત્ન વિના નદી જેમ વહેવા દેવો.
હું બ્રહ્મ છું' અર્થાત્ અંતરાત્માથી અભિન્ન છું. તેથી જ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહનો પ્રકાશક છું. માટે જ હું સાક્ષી કે કષ્ટા કહેવાઉં છું. સ્વપ્ન, જાગ્રત, સુપુમિ મારાં દશ્ય છે. તેથી હું કોઈ અવસ્થા નથી. પણ અવસ્થાત્રયનો સાક્ષી છું. મારે લીધે જ ત્રણ અવસ્થામાં પરિવર્તન થાય છે. છતાં હું પરિવર્તનરહિત છું. તે જ કારણથી ફૂટસ્થ કહેવાઉં છું. રૂપાંતર પામનાર દશ્ય-પ્રપંચનું કારણ પંચમહાભૂત છે. તે ન્યાયે સર્વ કાંઈ પંચમહાભૂત જ છે. પંચમહાભૂત માયાથી ઉત્પન્ન થયાં છે. તેથી તે માયાથી અભિન્ન છે. માયા તેના અધિષ્ઠાનથી જુદી નથી. તે અધિષ્ઠાન બ્રહ્મ છે અને હું બ્રહ્માથી અભિન્ન છું.
Page #479
--------------------------------------------------------------------------
________________
(૪૬૦) તેથી હું જ સર્વનું અધિષ્ઠાન છું. જીવનું
ગતનું અને ઈશ્વરનું અધિષ્ઠાન પણ હું જ છું. ઈશ્વરરચિત ગત મિથ્યા છે તેથી બ્રહ્મજ્ઞાનમાં વિદન નથી. જીવરચિત ર અનિર્વચનીય છે, ભ્રાંતિ છે. માટે જ જ્ઞાનમાં વિરોધી નથી. તિના ભેદ ઉપાધિના છે. હું નિરુપાતિક બ્રહ્મ છું. નથી વ્યષ્ટિ કે સમષ્ટિની ઉપાધિ મારે; નથી આધિ બ્રહ્માંડની નથી વ્યાધિ પિંડની હું તો જીવ, જગત, ઈશ્વરનું અધિષ્ઠાન છું માટે જ અસંગ વાસનામુક્ત આત્મા છું. હું અસંગ આત્મા છું માટે જ મારા સ્થૂળ શરીરમાં રહેલા આત્માને સામવેદે કહ્યું... તે બ્રહ્મ તું છે, “તત્વમસિ મારા સૂક્ષ્મ શરીરની અંદરના આત્માને અથર્વવેદે કહ્યું... “આ આત્મા બ્રહ્મ છે,“મયમાત્મા ” મારા કારણશરીરની અંદર રહેલા આત્માને શ્વેદે કહ્યું,
જ્ઞાન જ બ્રહ્મ છે” “પ્રજ્ઞા વ્ર” આથી મારો અફર નિર્ણય છે
હું બ્રહ્મ જ છું. તેથી જ કહું છું કે ‘મહં હાWિ ‘હું બ્રહ્મ છું અને “બ્રહ્મ જ હું છું તેથી જ હું અશાના નથી; પરમ શાન્ત સ્વરૂપ છું ઈચ્છારહિત છું. તેથી નિત્યતમ હું નિત્યતુમ છું.
કારણ કે
Page #480
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપે હું આનંદ છું. ચિત્તે હું ચૈતન્ય છું. અસ્તિત્વમાં સત્ છું.
અને
સત્ ચિત્ આનંદ સ્વરૂપે એક છું. માટે ‘હું’ મને જ પ્રિય છું. મારો આત્માજ પરમ પ્રિય છે.
બીજો છે જ નહીં તો કરું પ્રેમ કોને? જગત મારું વિવર્ત છે.
માટે જ ગત મુજથી અભિન્ન છે. તેથી મને જ
‘સર્વ ત્વિયં બ્રહ્મ કહે છે.
જે કંઈ છે તે હું જ છું. પ્રાપ્તિથી મુક્ત છું. કંઈ પ્રાપ્ત કરવાનું શેષ નથી. માટે જ કહું છું કે
(૪૬૧)
“જો પાના થા સો પા લીના અબ ના પાના ના ખોના હૈ ના જાના હૈ ના આના હૈ; ના જીના હૈ ના મરના હૈ” બસ આપ હિ મેં રમ રહના હૈ; આન પડે સો સહના હૈ
હું પૂર્ણ છું. મારામાં, મારા દ્વારા !
તેથી નથી મારે કોઈ કર્તવ્ય.
નથી મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી મારે કંઈ કાર્ય કરવાનું માટે જ હું બ્રહ્મસ્વરૂપે
પૂ. રંગ અવધૂત
“કુરના થા સો કર લીના; અબ ના કરના ના ભરના હૈ બસ આપ હી હાસ્ય બના ફિર કર્યો; કરનીકા બોજ ઉઠાના હૈ ના ધ્યાના હૈ ના ગાના હૈ બસ ધ્યેય મહિં મિલ જાના હૈ તનમંદર આતમદેવ બના, ના પૂજના હૈ, પૂવાના હૈ”
-પૂ. રંગ અવધૂત
Page #481
--------------------------------------------------------------------------
________________
(૪૬૨) આત્મરૂપે કેવો કૃતાર્થ છું!
જ્યકક્ય હું ધન્ય હું, જે કંઈ છે, તે સર્વે મુજમાં છે. જડમાં હું સત્ રૂપે છું. અજ્ઞાનીમાં હું સત્ અને ચિત્ રૂપે છું શાનીમાં સત, ચિત્ અને આનંદસ્વરૂપે હું. ને છતાં જ્ઞાની-અજ્ઞાનીની ઉપાધિથી મુક્ત હું, નિત્ય મુક્ત છું. બધાં મારાં છે પણ.. હું કોઈનો નથી તેવો અસંગ આત્મસ્વરૂપ હું બસ.. હું જ છું. માત્ર...
અમ્...અરમ્... અસ્તિત્વ. હું
સ,
ચિત્.. આનંદ...
આ જ છે ધ્યાનનો બીજો પ્રકાર. જેમાં વિજાતીય વૃત્તિનો તિરસ્કાર છે અને સજાતીય વૃત્તિપ્રવાહનો અર્થાતુ અખંડાકાર વૃત્તિનો કે બ્રહ્માકારવૃત્તિનો સહજ પ્રવાહ છે. આને જ નિદિધ્યાસન કહેવાય છે. આવી વૃત્તિના આવર્તન દ્વારા નિદિધ્યાસન થાય છે ત્યારે અને જે સ્થિતિ અનુભવાય છે તે જ “ નિતત્વતિય સ્થિતિ છે. અને તે જ “પમાનન્દવાસિની” પરમ આનંદ આપનારી કહેવાય છે. અને આવી સ્થિતિને જ અહીં ધ્યાન કહેવામાં આવે છે.
શન અને વિક્ષતિ” આ આનંદમય સ્થિતિ પછી નથી રહેતા શબ્દો, નથી રહેતું શબ્દોના અર્થનું ચિંતન....બચે છે...માત્ર આનંદ.. આનંદ!.આનંદ! માટે જ તે પમાનનવયિની સ્થિતિ છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
હું બ્રહ્મ છું તેવી અખંડાકારવૃત્તિથી ચિંતન કરતાં સમજાયું કે હું સત્ છું. અથતુ હતો, છું અને રહેવાનો, અર્થાત્ ત્રણે કાળમાં હું છું. કોઈ કાળે હું નહોતો તેવું નથી. આ ભાવને જ કાળમાં બહાભાવના કહેવાય છે. ધ્યાન એ કાળમાં બ્રહ્મભાવના છે. આવી બ્રહ્માકારવૃત્તિ દ્વારા જ્યારે સતત આવર્તન થાય છે ત્યારે અતિ બ્રહ્માકારવૃત્તિ પણ શેષ રહેતી નથી. અન્ય | વૃત્તિઓને ડુબાડી પોતે પણ ચૈતન્યસાગરમાં ડૂબી જાય છે.
અને એકનો અનાયાસે એકાન્તમાં એકાકાર થઈ જાય છે. જેવી રીતે ફટકડી કચરાને પાણીમાં ડુબાડી પોતે પણ અંતે નામશેષ થઈ જાય છે. માટે જ કહ્યું છે કે બ્રહ્મનું ધ્યાન કરતો અને પોતાને બ્રહ્મથી અભિન્ન જાણે છે.
स यो ह वै तत्परमं ब्रह्मवेद ब्रह्मैव भवति"
-મુંક કૃતિ
“જે કોઈ તે પરબ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મ જ થઈ જાય છે.” “હું બહ્મ છું' તેવું ધ્યાન કરનાર બહા કઈ રીતે થાય? શ્રી રંગ અવધૂત સરળ ભાષામાં તે સમજાવે છે “કિશોરવયની બાળા નિતદિન માત થવા તલસાયા ઢીંગલા ઢીંગલી કોડે રમતાં તે માતા થાય
જેવી જેની બુદ્ધિ રે તેવા નર તે થાય. કીટ ભમરીનું ધ્યાન ધરે છે જાત વિજાતીય એહ ભયથી ધ્યાતાં ભમરી થાએ કેમ ખાલી જશે નેહ ધ્યાતા ધ્યેય નિલે જીવ તે તો શિવ થયા હરિગુણ ગાતાં રે હરિજન હરિ થયા નિર્ગુણ ધ્યાતાં રે ગુણાતીત પોતે થયા.” આદિ શંકરાચાર્યજી પણ એ જ વાત સમજાવતાં જણાવે છે કે
सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया। कीटको भ्रमरं ध्यायन्भ्रमरत्वाय कल्पते॥३५९॥
-વિ ચૂડામણિ “એક નિષ્ઠાથી હંમેશા બ્રહ્મનું ધ્યાન કરતો માણસ બ્રહ્મસ્વરૂપ થાય છે. જેમ કીડો ભમરીનું ધ્યાન કરતો ભમરી થાય છે.”
Page #483
--------------------------------------------------------------------------
________________
(૪૪)
એવું કહેવાય છે કે ભમરી પોતે જાણતી નથી પણ અન્ય ઇયળને પકડી લાવે છે. તેના ઉપર માટીનો લેપ કરી દર બનાવે છે. અને એક નાનું છિદ્ર તે દરમાં રાખે છે કે જેથી તે ઇયળને પોતાની સુંઢથી ડખ મારી શકે. પણ ઈયળ બહાર ન આવી શકે. બિચારી ઈયળને ભમરીનો ડખ પડે છે અને તેની વેદનામાં તે ભમરીને જ સ્મરે છે. થોડી વારે ભમરી ક્યાંકથી ફરી-ચરીને ખોરાક સાથે પાછી તો આવે છે, પણ દૂરથી જ ભમરીના અવાજથી ઇયળને ભમરીનું સ્મરણ તાજું થાય છે. ડખની વેદનાથી ઇયળ સતત ભમરીનું જ સ્મરણ કરે છે, તેના અવાજનો પડઘો તેને સંભળાય છે. આમ કહેવાય છે કે જ્યારે પેલી ઈયળ જે અન્ય જાતની હોય તે થોડા વખતમાં તેમાંથી ભમરી જ જન્મીને બહાર આવે છે. આને “કીટ-ભ્રમર-ન્યાય' કહેવાય છે. તેથી જ કહ્યું છે કે ઈયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી થાય છે તેમ જીવ બ્રહ્મના ધ્યાનથી, ચિંતનથી, મનનથી, નિદિધ્યાસનથી બ્રહ્મ જ થાય છે. અર્થાતુ પોતાને બ્રહ્મ તરીકે જાણે છે. આ જ છે ચમત્કાર ચિંતનનો કે નિદિધ્યાસનનો કે જે દ્વારા પ્રHચ ર થાય છે. આમ જે ચિંતન દ્વારા અન્યની નહીં પણ “સ્વ”સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તેને જ વેદાન્તમાં ધ્યાન કહે છે. સ્વરૂપ સમજાય ત્યારે તો સાપની કાંચળી જેમ સર્વ ક્રિયા, સર્વ કર્મ, તમામ ઉપાધિનો ત્યાગ થઈ જાય છે. જેમ અષ્ટાવક્ર કહે છે કે
મત ધ્યાન કર કુછ હૃદય મેં સર્વત્ર ત્યજ દે ધ્યાન દ્વા આત્મા સદા હૈ મુક્ત , ફિર ક્યાં કરે છે ધ્યાન તૂા.
જબ દૂસરા હૈ હી નહીં તો સર્વથા મૌનત્વ હૈ ભોલા સુખી હો શાન્ત હો, અદ્વૈત હૈ એકત્વ હૈ
– અષ્ટાવક્રગીતાનો ભાવાનુવાદ
ભોલેબાબા “જે દસે સો તો હૈ નાહીં, હૈ સો કહા ન જાઈ, બિન દેખે પરતીત ન આવૈ કહે ન કો પતિયાના, સમઝ હોય તો શબ્દ ચીન્હ, અચરજ હોય અયાના,
કોઈ ધ્યાવૈ નિરાકારકો, કોઈ ધ્યાવૈ આકારા, યા વિધિ ઈસ દોનો તે ન્યારા અને જાનમહારા”
- કબીર
Page #484
--------------------------------------------------------------------------
________________
(૪૬૫)
સમાધિ
નિદિધ્યાસનનાં અંગોની ચર્ચા-વિચારણામાં અંતે આપણે તેના અંતિમ અંગ ઉપર આવી પહોંચ્યા છીએ તે ઈશ્વરનો અલૌકિક અનુગ્રહ છે. તેણે જે બોલાવ્યું તે બોલાઈ ગયું. વાણી નિમિત્ત બની, અવ્યક્ત વિચારની અભિવ્યક્તિ કરવા; વાણી થાકી ત્યારે અંતર્યામીની અલૌકિક પ્રેરણા દ્વારા મનોમંથન કર્યું. મન જ્યાં થંભી ગયું ત્યાં “અ-મના” સ્થિતિ આવી. જે કોઈ નિમિત્ત બનેલા તે કોઈ “અ-મના” સ્થિતિમાં ન રહ્યા. ન રહ્યો દેહભાવ અને ન રહી ધ્યાતા, ધ્યાન, ધ્યેયની ત્રિપુટી; રહી ત્યારે સૌની સાક્ષી સમાધિ સ્થિતિ. સમજાવવા માટે એવું કહ્યા વગર છૂટકો જ નથી. કારણ કે વાચાતીતનો, વાણીના માધ્યમ દ્વારા, માત્ર નિર્દેશ કરવાનો સાહસપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે.
સમાધિમાં નિદિધ્યાસનનાં અંગોની સમાપ્તિ છે. અને બીજાં અંગોનું ગંતવ્યસ્થાન પણ અંતે સમાધિ જ છે. સમાધિની વિચારણામાં પ્રથમ આપણે યોગશાસ્ત્રનો અભિગમ અને અંતે વેદાન્તનો અભિગમ ધ્યાનમાં લઈ, તે ઉપર આપ સૌના સાથમાં મંથન કરવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌ ધ્યાન રાખીએ, સતત જાગૃતિમાં રહીએ, [કારણ કે સમાધિ બેહોશી નથી, નિરંતર જાગૃતિ છે.] અને વિચારીએ કે જેમ જેમ દેહભાવ છૂટતો જશે તેમ તેમ સ્વરૂપમાં સ્થિતિ દૃઢ થતી જશે!
યોગશાસ્ત્ર મુજબ સમાધિ
પાતંજલયોગદર્શનમાં સમાધિ વિભૂતિપાદમાં સમજાવી છે, તે આ પ્રમાણે છે:
तदेवार्थ मात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥ ३ ॥
સૂત્રાર્થ: તે (ધ્યાન) જ જ્યારે (સાક્ષીમાં) ધ્યેય માત્રરૂપે પ્રકાશનારું, સ્વરૂપથી રહિત જેવું (થાય છે) (તે) સમાધિ કહેવાય છે.
સમાધિનો યોગશાસ અભિપ્રેત અર્થ
“જ્યારે ધ્યાન, ધ્યેયરૂપ અર્થના આકારનો જ સાક્ષીને નિર્ભાસ કરાવે છે અને પોતાના સ્વરૂપથી રહિત હોય તેવું થાય છે ત્યારે સમાધિ કહેવાય
Page #485
--------------------------------------------------------------------------
________________
(૪૬૬)
છે.” “સ્વરૂપથી રહિત હોય તેવું થાય છે” અર્થાત્ “હું અમુક ધ્યેયનું ધ્યાન કરું છું” એવી ભિન્ન વૃત્તિનો અસ્ત થાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે.
-
જ્યારે ધ્યાનનો પરિપાક થાય ત્યારે જ સમાધિ થાય છે. અર્થાત્ લાંબા સમય સુધી અંતરાયરહિત ધ્યાનનો સતત અભ્યાસ થાય છે ત્યારે ધ્યાનનો પરિપાક થાય છે અને તેથી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીમાંથી ધ્યાતા અને ધ્યાનનો ભાવ નષ્ટપ્રાય થાય છે, અને પ્રકાશ પામનારું ધ્યેય જ બચે છે. અને “હું અમુક ધ્યેયનું ધ્યાન ધરું છું” “તેથી હું ધ્યેયાકાર છું” તેવું ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી. ધ્યાન એ એક વૃત્તિ કે પ્રત્યય છે, તે વૃત્તિ રહેતી નથી; તેથી જ સૂત્રમાં કહ્યું છે કે “સ્વરૂપશૂન્યમિત્ર સમાધિ:' એટલે પોતાની વૃત્તિ કે પ્રત્યયરૂપ સ્વરૂપથી શૂન્યવત્ થયેલું ધ્યાન સમાધિ છે.
બીજા શબ્દોમાં એવું કહેવાય કે (૧) ધ્યેયવસ્તુનું ભાન હોય છે અને (૨) ધ્યાનની વૃત્તિ કે પ્રત્યય “હું ધ્યેયનું ધ્યાન કરું છું હું ધ્યેયાકાર છું” તેનું ભાન પણ હોય છે. એમ ધ્યાતા બે-ભાનથી અભિજ્ઞ હોય છે. જ્યારે આવા સતત અભ્યાસથી ધ્યેયાકાર વૃત્તિનો પ્રવાહ અખંડિત થાય છે ત્યારે ધ્યેયાકાર વૃત્તિનો અભિમાની પોતાને ધ્યેયથી પૃથક્ જણાતો નથી. અને ધ્યેય સ્વરૂપનો જ નિર્ભાસ થાય છે. તેથી માત્ર ધ્યેયમાત્રનો નિર્ભ્રાસ કરાવનાર વૃત્તિ તે સમાધિ છે.
યોગશાસ્ત્રમાં ધારણા, ધ્યાન અને સમાધિ, ત્રણની વચ્ચે કાર્યકારણભાવ હોવાથી સ્પષ્ટ કરીએ કે
(૧) વિજાતીય વૃત્તિથી યુક્ત ચિત્તની એકાગ્રતા તે ધારણા છે.
(૨) વિજાતીય વૃત્તિથી રહિત ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીનું સ્ફુરણ જેમાં હોય છે તે ધ્યાન છે.
(૩) ધ્યેયમાત્રનું જેમાં સ્ફુરણ હોય તે સમાધિ છે.
તદ્ઉપરાંત પાતંજલયોગદર્શનના સમાધિપાદમાં સૂત્ર ત્રીજામાં કહ્યું છે.
तदा द्रष्टः
Page #486
--------------------------------------------------------------------------
________________
(૪૬૭) स्वरूपेऽवस्थानम्॥३॥
અથત ચિત્તની વૃત્તિઓનો નિરોધ થતાં દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આ સ્થિતિ સમાધિ જેવી છે એમ કહેવાય છે. સમાધિ વિશે વેદાન્તનો અભિગમ
વેદાન્તમાં કહેવાય છે કે વૃત્તિઓનું સંપૂર્ણ વિસ્મરણ એ જ્ઞાનસંજ્ઞક સમાધિ છે. જ્યારે યોગમાં પણ “ચિત્તની વૃત્તિઓનો નિરોધ યોગ કહ્યો છે.” થોત્તિવૃિિનયારા (પાતંજલયોગદર્શન) સાથે જ કહેવાયું છે કે ચિત્તની વૃત્તિઓના નિરોધ પછી જ દ્રા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે જે સમાધિ જેવી સ્થિતિ છે. બન્ને અભિગમમાં ચિત્તની વૃત્તિઓની વાતને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી આ ચિત્ત છે શું? તેણે આપણે માટે કેવા પ્રશ્નો ઊભા કર્યા છે? અને ચિત્તની અવસ્થાઓ કઈ છે તે જાણવું અત્યંત આવશ્યક નહીં બલ્ક અનિવાર્ય છે જેથી સમાધિ વિશે સ્પષ્ટતા થઈ શકે. તો પ્રથમ ચિત્ત વિશે વિચાર કરીએ. તત્પશ્ચા સમાધિ ઉપર આવીએ.
બંધન એ ચિત્તનો ભ્રમ છે અને મુક્તિ એ મહાભ્રમ છે. વાસ્તવમાં પુરુષ કોઈ કાળે બંધનમાં નથી. સ્વરૂપે તો વ્યક્તિ સદા મુક્ત જ છે. તેથી મોક્ષ નવો ઉત્પન્ન થાય છે તેવું પણ નથી. મોક્ષ કે મુક્તિ તો શાશ્વત જ છે. માત્ર અજ્ઞાનકાળે, ભ્રાંતિકાળે મુક્તિની પ્રતીતિ થતી નથી. કારણ કે ચિત્તરૂપી ઉપાધિના સંબંધથી અથવા એમ પણ કહેવાય કે ચિત્તના કલ્પિત તાદાત્મથી જ પુરુષ બંધનમાં કે બદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા જેવો જણાય છે. અર્થાત ચિત્તની ઉપાધિથી જ વ્યક્તિ પોતાને બંધનમાં પડેલો માને છે, તેથી જ જ્યારે જ્ઞાન દ્વારા ઉપાધિનો નાશ થાય છે ત્યારે વ્યક્તિ, પોતાને મુક્ત કે મુક્તાવસ્થાને પ્રાપ્ત માને છે. કેવી છે આ અજબ-ગજબની ભ્રાંતિ! કે ચિત્તનાં બંધન અને મોક્ષ, પુરુષ પોતામાં આરોપે અને ચિત્તની સાથે તાદાઓથી જીવે તો બંધન માને અને તાદાત્મ તોડે તો પોતાને મુક્ત માને! વાસ્તવમાં કેવી છે વિટંબણા માનવ જીવનની!
બંધન નથી છતાં છૂટવું છે!
Page #487
--------------------------------------------------------------------------
________________
(૪૬૮)
મુક્ત જ છે છતાં મુક્ત થવું છે!
જ્યાં સુધી વ્યક્તિ ચિત્ત સાથે તાદાત્મ્ય કરી જીવે છે ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓનો આરોપ તે પોતા પર કરે છે. અને ચિત્તની વૃત્તિઓથી જ વ્યક્તિ સુખી-દુ:ખી થયા કરે છે. માટે જ કહ્યું છે કે સુખ-દુ:ખમાંથી છૂટવા વૃત્તિઓનું વિસ્મરણ જ એક ઉપાય છે. પ્રથમ વિષયાકાર વૃત્તિઓથી મુક્ત થવા ચિત્ત સાથેનું તાદાત્મ્ય તોડવું પડશે અને અખંડાકાર વૃત્તિનો સહારો જોઈશે. અને જે અખંડાકાર કે બ્રહ્માકારવૃત્તિના સહારે વિષયાકાર વૃત્તિઓનું વિસ્મરણ થયું છે તે બ્રહ્માકારવૃત્તિનું પણ અંતે વિસ્મરણ જ થવું ઘટે અને વૃત્તિવિહીન દશા જ સ્વરૂપની સાચી નિવૃત્તિ છે. તે જ જ્ઞાનરૂપી સમાધિ છે.
આવી રીતે વૃત્તિઓની વિસ્મૃતિરૂપ જ્ઞાનદશામાં સ્થિત થવા, ચિત્તની ઉપાધિ, ચિત્તની મોક્ષરૂપી આધિ અને બંધનરૂપી વ્યાધિ એ ત્રણેને સમાધિની બરમાં દફનાવી દેવાં પડશે. ભસ્મીભૂત કરીએ તો તો કદાચ તેમની ભસ્મ પણ નિશાની રૂપે બચે; તેથી જ ચિત્તની આધિ, વ્યાધિ અને ઉપાધિનું દફન તે જ વેદાન્તની સમાધિ છે. કદાચ તે જ કારણથી જ્ઞાની સંતોના શરીરનો અંત થાય છે તેને મહાસમાધિ એવું શીર્ષક અપાય છે. જ્ઞાનીની જીવનવારતાનું શીર્ષક ખરેખર યોગ્ય છે. અને તેવા જ કોઈ સંક્તને અભિવ્યક્ત કરવા સંન્યાસીને અગ્નિસંસ્કાર નહીં પણ જમીનમાં અગર જળમાં સમાધિ અપાય છે. શરીરને સમાધિ બીજા આપે છે. સ્વરૂપે જ્ઞાની સમાધિસ્થ છે, તેને સમાધિની જરૂર નથી.
-
જે ચિત્તને દફનાવવાની વાત કરી તે જ ચિત્તને મુખ્ય પાંચ અવસ્થા છે તેમ કહેવાય છે.
ચિત્તની પંચાવસ્થા
(૧) શિમ: વિષય અને વાસનાથી જેમનું મન કે ચિત્ત સભર હોય છે તેમની ચિત્તવૃત્તિઓ સંસારના વિષયોમાં ભ્રમણ કરે છે. તે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા કહેવાય છે.
(૨) મૂઢ: જે ચિત્ત આળસ, નિદ્રા અને તમોગુણથી આચ્છાદિત
Page #488
--------------------------------------------------------------------------
________________
(૪૬૯)
હોય અને વિના કારણે ક્રોધનો અનુભવ કરે તે ચિત્તની મૂઢ અવસ્થા કહેવાય છે.
(૩) વિક્ષિપ્ત: જે ચિત્તમાં સત્ત્વગુણ પ્રભાવશાળી હોય અને જે પોતાના ધ્યેયમાં અલ્પ સમય માટે સ્થિર રહી શકે તે ચિત્તની વિશ્ચિમ અવસ્થા છે.
(૪) એકાગ્ર અવસ્થા: સત્ત્વગુણની વૃદ્ધિથી ચિત્ત પોતાના ધ્યેયવિષયમાં ચંચળતારહિત થઈ લાંબો સમય સ્થિર રહી શકે ત્યારે તેને ચિત્તની એકાગ્રાવસ્થા કહે છે. આવી એકાગ્ર અવસ્થાને સમજાવવા ગીતામાં અધ્યાય ૬માં કહ્યું છે કે
यथा दीपो निवातस्थो नेते सोपमा स्मृता । योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥ १९ ॥
“જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ચલાયમાન થતો નથી તેવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં જોડાયેલા યોગીના જીતેલા ચિત્તને અપાય છે.”
ચિત્તની આવી એકાગ્રતાને જ સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે. સંપ્રજ્ઞાતયોગને જ સવિકલ્પ સમાધિ કહેવાય છે. સવિકલ્પ સમાધિ જ્ઞાતા, જ્ઞાન અને શેયરૂપ ત્રિપુટીના લય વિના અદ્વિતીય બ્રહ્મના આકારે થયેલી ચિત્તવૃત્તિની જે સ્થિતિ છે તે છે.
સવિક્લ્પ સમાધિના બે પ્રકાર છે:
શબ્દાનુવિદ્ધ
સવિકલ્પ સમાધિ
[અથવા સંપ્રજ્ઞાતયોગ
સાલંબન યોગ = સબીજ યોગ ]
=
શબ્દોનનુવિદ્ધ
(અ) શબ્દાનુવિદ્ધ સમાધિ
ધીરે ધીરે બ્રહ્મનો નિર્દેશ કરનાર
શબ્દનું ઉચ્ચારણ કરી અંત:કરણને બ્રહ્મમાં જોડવાનો પ્રયત્ન તે શબ્દાનુવિદ્ધ સમાધિનો પ્રકાર છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
(બ) શબ્દાનનુવિદ્ધ સમાધિ - કોઈ પણ શબ્દના ઉચ્ચારણનું આલંબન લીધા વિના અંત:કરણને બ્રહ્મમાં જોડવાનો જે પ્રયત્ન છે તેને શબ્દાનનુવિદ્ધ સમાધિ કહેવામાં આવે છે.
(૫) ચિત્તની વિરુદ્ધ અવસ્થા: જ્ઞાતા, જ્ઞાન અને શેયની ત્રિપુટીના ભાનરહિત અદ્વૈત પરબ્રહ્મમાં ચિત્તની જે સ્થિતિ છે તેને નિરુદ્ધાવસ્થા કહેવામાં આવે છે. આવી ચિત્તની નિરુદ્ધ અવસ્થાને જ નિર્વિલ્પ સમાધિ અથવા અસંપ્રજ્ઞા યોગ કહેવામાં આવે છે.
નિર્વિકલ્પ સમાધિના પણ બે પ્રકાર છે નિર્વિકલ્પ સમાધિ =[ અસંપ્રજ્ઞાતયોગ = નિરાલંબ
યોગ = નિબજ યોગ] દશ્યાનુવિદ્ધ
દક્ષાનનુવિદ્ધ (અ) દયાનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ કોઈ પણ દશ્ય વસ્તુમાં બ્રહ્મભાવના કરી તે દશ્યવસ્તુને આકારે પોતાના અંત:કરણની વૃદ્ધિ કર્યા કરવી તે દક્ષાનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ છે.
(બ) દયાનનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ: કોઈ પણ દશ્ય વસ્તુના કે વ્યક્તિના અધિષ્ઠાનમાં પોતાના અંત:કરણને સ્થિર કર્યા કરવું તે દસ્થાનનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ છે.
ચિત્તની વિવિધ અવસ્થાઓને સમજ્યા બાદ, ચિત્તરૂપી ઉપાધિ સાથેના તાદાત્મથી અજ્ઞાનકાળે જન્મેલાં ભ્રાંતિરૂપ બંધન અને મોક્ષને જાણ્યા બાદ હવે વેદાન્તની દષ્ટિમાં અને આત્મજ્ઞાનના સંદર્ભમાં જેને જ્ઞાનસંજ્ઞક સમાધિ કહે છે તેના ઉપર ભગવાન શંકરાચાર્યની વિચારણા સમજવા પ્રયત્ન કરીએ.
___ निर्विकारतया वृत्त्या ब्रह्माकारतया पुनः।
वृत्तिविस्मरणं सम्यक् समाधिर्ज्ञानसंज्ञकः॥१२४।। નિર્વિવતિય = નિર્વિકાર થયેલી વૃત્તિ (અથ નિર્વિય થયેલી વૃત્તિ. કારણ વિષયમાં જ વિકાર છે) પુન: = પુન: (ફરીથી) હ તય વૃજ્ય = બ્રહ્માકાર થયેલી (વૃત્તિ) જણાય (તો)
Page #490
--------------------------------------------------------------------------
________________
(૪૭૧)
સમ્ય વૃત્તિ વિસ્મરળમ્ = સર્વથા વૃત્તિઓનું વિસ્મરણ (એ જ) ज्ञानसंज्ञकः समाधिः = જ્ઞાન સંજ્ઞાવાળી સમાધિ કહેવાય છે.
निर्विकारतया
વૃત્તિ પ્રથમ નિર્વિકાર થવી જોઈએ. એનો અર્થ જ છે કે વૃત્તિ-વિષયથી મુક્ત થવી જોઈએ. વિકાર સૌ વિષયમાં છે, આકારમાં છે, સાકારમાં છે. જ્યાં વિષય જ નથી ત્યાં વિકાર નથી. તેથી વિષયરહિત વૃત્તિ થવી તે જ નિર્વિકાર થવી તેમ કહેવાય. નિર્વિકાર થવું એટલે જ નિરાકાર થવું. પણ વૃત્તિ કદી નિરાકાર કે નિર્વિકાર ન થઈ શકે. તેથી જ કહ્યું છે કે પુન: નિર્વિકાર થયેલી વૃત્તિઓને બ્રહ્માકાર જાણવી. કારણ માત્ર બ્રહ્મ કે આત્મા જ નિર્વિકાર અને નિરાકાર છે. તેથી નિર્વિકાર થવું તે જ બ્રહ્માકાર થવું છે. જ્યારે વૃત્તિ નિર્વિકારથી બ્રહ્માકાર થાય ત્યારે ત્યાં વૃત્તિ બચી શકે જ નહીં. બ્રહ્માકાર થવું તે જ વૃત્તિરહિત થવું છે. બ્રહ્મનો નથી કોઈ આકાર કે નથી તે નિરાકાર. સાકાર-નિરાકાર, સગુણ-નિર્ગુણ, નામી-અનામી, કાર્ય-કારણ, આદિ-અનાદિ બધું જ સાપેક્ષ છે. બ્રહ્મ તો નિરપેક્ષ સત્ છે. “એબ્સોલ્યુટ ટૂથ છે.'' નિરપેક્ષમાં કદી બે ન હોઈ શકે. તેથી બ્રહ્માકાર વૃત્તિ કદી ન સંભવી શકે. અર્થાત્ નથી વૃત્તિમાં બ્રહ્મ કે નથી બ્રહ્મમાં કોઈ વૃત્તિ. વૃત્તિનું બ્રહ્માકાર થવું તે જ નિર્વિકાર, નિરાકાર અને બ્રહ્માકાર તમામ વૃત્તિઓનું વિસ્મરણ થવું! જેને માટે કહ્યું “સમ્યદ્ વૃત્તિવિસ્મરણં' આમ જ્યારે વૃત્તિઓનું અશેષ વિસ્મરણ થઈ જાય છે ત્યારે જ નિર્વિશેષ જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશે છે. અને પોતે પોતાને, પોતા દ્વારા વિશેષણ કે વિશેષતારહિત નિર્વિશેષ જાણે છે. અનુભૂતિ હમેશાં વિશેષતાની જ થાય છે. તેથી હું અનુભૂતિનો વિષય છું તેમ નહીં પણ અનુભૂતિસ્વરૂપ છું, અદ્વૈત છું, વાસનાશૂન્ય છું, વૃત્તિરહિત છું એવું જે જ્ઞાન છે તે જ સમાધિ છે. અને જ્ઞાનરૂપી સમાધિ એટલે સંપૂર્ણ વૃત્તિઓનું વિસ્મરણ. “સમ્યજ્ वृत्तिविस्मरणम्”
=
જ્ઞાન સંજ્ઞ: સમાધિ: ‘‘જ્ઞાન સંજ્ઞાવાળી સમાધિ છે.’’ અર્થાત્ ‘સ્વ’સ્વરૂપનું અપરોક્ષજ્ઞાન તે જ સમાધિ છે. સ્વરૂપનું જ્ઞાન જ અનિવાર્ય છે; મારા સ્વરૂપનો નથી ઉદય કે નથી અસ્ત! તેથી ‘સ્વરૂપ’, ન તો સમાધિ સમયે આવે કે સમાધિના અસ્ત સમયે જાય! સ્વરૂપ એ જ આત્મચૈતન્ય. જેમાં
Page #491
--------------------------------------------------------------------------
________________
(૪૭૨)
નથી પ્રાગભાવ કે પ્રધ્વંસાભાવ. તેથી જ કોઈ પણ કાળે આત્મચૈતન્ય નહોતું, મારું સ્વરૂપ નહોતું કે નહીં રહે એમ હોઈ શકે જ નહીં. તો પછી સમાધિ લાગે અને છૂટી જાય, આવે અને જાય, તેવું કદી થઈ શકે જ નહીં. અને આવવાવાળી અને જવાવાળી, લાગીને છૂટનારી સમાધિ વેદાન્તની નથી, વેદાન્તમાં નથી. વેદાન્તને આદિ-અંતવાળી સમાધિ સ્વીકાર્ય નથી. કારણ કે સ્વરૂપ આત્મચૈતન્ય તો અનાદિ અને અનંત છે. ઉદય અને અસ્તવાળી સમાધિ તો શાશ્વત શાન્તિનું એક ‘સેમ્પલ’ છે. IT IS A PIECE OF PEACE (ઈંટ ઈસ એ પિસ ઓફ પીસ) પ્રાગભાવ અને પ્રöસાભાવવાળી સમાધિ તો અનંત સુખનો અંતવાન નમૂનો છે. મિત્રો! દોસ્તો! સ્નેહીઓ! સુહૃદો! સૌ યાદ રાખજો! અનેક સેમ્પલ હશે છતાં તે થીંગડાં મારવા જ કામ લાગશે. પૂર્ણ વસ્ત્ર નહીં બની શકે.
જ્ઞાનસંજ્ઞક સમાધિ એટલે જ...
જેમાં
કોઈ ક્રિયાને અવકાશ નથી;...
જ્યાં
છે માત્ર વૃત્તિઓનું વિસ્મરણ... વૃત્તિ-વિસ્મરણ રૂપી જ્ઞાનમાં
હું સર્વવ્યાપ્ત છું... તેથી જવાની ક્રિયાનો અંત છે. હું પરમપ્રિય છું... તેથી પ્રેમની અપેક્ષાનો અંત છે.
હું નિર્મળ છું... તેથી સ્નાનાદિ ક્રિયાનો અંત છે. હું સત્ છું... તેથી જીવવાની ઇચ્છાનો અંત છે. હું નિરાકાર છું... તેથી શૃંગારનો અંત છે. હું જ્ઞાનસ્વરૂપ છું... તેથી જિજ્ઞાસાનો અંત છે. હું અનંત છું... તેથી પરિભ્રમણનો અંત છે.
હું નિરવયવી છું... તેથી આભૂષણોનો અંત છે.
હું વાચાતીત છું... તેથી સ્તુતિ-પ્રાર્થનાનો અંત છે.
હું આનંદ છું... તેથી ભોગવવાનો અંત છે.
હું અનુભૂતિ સ્વરૂપ છું... તેથી અનુભવની આકાંક્ષાનો અંત છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
(૪૭૩)
હું પૂર્ણ છું. તેથી પ્રાપ્તિનો પ્રશ્ન સંપૂર્ણ છે. “આત્મા સદા હિ પ્રાપ્ત હૈ, નહીં દૂર હૈ નહીં પાસ હૈ નહીં આત્મ પાને કે લિયે; કરના પડે આયાસ હૈ”
– વેદાન્ત છન્દાવલી આ... છે સ્વરૂપજ્ઞાન સંયુક્ત સમાધિ. . જે .. શબ્દમાં ન સમજાવી શકાય. અવચન સિદ્ધ છે. વાક્યમાં ન વાવી શકાય. વાચાતીત છે. ન કવિતામાં કેદ થાય. અવર્ણનીય છે. ગ્રંથોમાં ન ગોઠવી શકાય. નિર્વિશેષ છે. કારણ કે. આત્મા અનુભવગમ્ય નથી બ્રહ્મ અનુભૂતિનો વિષય નથી. સ્વરૂપ સાક્ષાત્ સામે આવી શકે તેમ નથી. પણ આત્મચૈતન્ય સ્વયં અનુભૂતિ છે. આવી અનુભૂતિ એ જ વાસનાનો લય છે.
જ્યાં નથી અપેક્ષા સમાધિની નથી આકાંક્ષા શાન્તિની કારણ, પોતે શાન્ત સ્વરૂપ છે. “ભોગે ભલે બહુ ભોગ નાના કર્મ આચરતા રહો અથવા સમાધિ પર સમાધિ લાખ ટૂ કરતા રહો જબ તક રહેગી વાસના; બન્ધન ન તેરા જાયેગા નિવસના હો જાયેગાતબ શાન્તિ અક્ષય પાયગાા
(વેદાન છન્દાવલી અથતુ અષ્ટાવક્રગીતા) વાસનાલય એ જ મનોનાશ છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
(૪૭૪)
કરણ વાસનાનું સંગ્રહસ્થાન જ મન છે.
જ્યાં મન નથી! ત્યા ભેદ ક્યાં? કર્તવ્ય ક્યાં? ત કયાં? અને વિક્ષેપ છે ક્યાં? વિક્ષેપમાં જ સમાધિનો પ્રયત્ન છે. “વિક્ષેપ મનકા જિન્સ પુરુષકે દેખને મેં આય હૈ કરતા વહી મને રોકને કો અમદમાદિ ઉપાય હૈ જિસ પ્રાજ્ઞ નરકી દષ્ટિમેં, નહીં કેંત ભાસે લેશ હૈ વિક્ષેપ ભી હોતા નહીં, કરના ઉસે ક્યા શેષ હે?
| (અષ્ટાવક્રગીતાનો ભાવાનુવાદ - ભોલેબાબા) સ્વરૂપની જ્ઞાનરૂપી સમાધિમાં
નથી મન, નથી વાસના,
નથી વિક્ષેપ, નથી વૃત્તિ વિશેષ.
નથી શેષ સમાધિ, છે, માત્ર જ્ઞાન
પણ તે
કોઈનું નહીં ‘નો', “ની' નું' 'ના'
લાગે
સવું
હરગિજ નહીં
તે તો
Page #494
--------------------------------------------------------------------------
________________
‘ફ્રીડમ ફ્રોમ બોન્ડેન્ટ'થી ઉલ્લેખાય છે. પ્રપંચ નાબૂદીથી પરખાય છે. ઉપાધિનાશથી વરતાય છે.
એ જ વૃત્તિ વિસ્મરણથી ઓળખાય છે.
જે
અપરોક્ષ
અનુભૂતિથી
નિર્દેશાય છે.
(૪૭૫)
જ્યાં નથી લય કે ઉત્પત્તિ
નથી કોઈ બદ્ધ કે સાક
નથી કોઈ મુમુક્ષુ કે મુક્ત !
‘સ્વ’નો ‘સ્વ’ને થયેલો ‘સ્વ’ દ્વારા
સાક્ષાત્કાર છે.
તે જ આત્માનુભૂતિ છે
જે
આત્મજ્ઞાન કહેવાય છે.
“રિયલાઈઝેશન”થી ઓળખાય છે. ‘ડેલીવરન્સ” બોલાય છે.
Page #495
--------------------------------------------------------------------------
________________
(૪૭૬)
નિદિધ્યાસનનાં પ્રકરણનો ઉપસંહાર
ભગવાન શંકરાચાર્યે અનંતકૃપાદષ્ટિથી આત્મજ્ઞાનમાં નિષ્ઠા ઊભી કરવા વેદ, ઉપનિષદ, સ્મૃતિ અને શાસ્ત્રોમાં ગહન રહસ્યોને પોતાની યુક્તિ અને સ્વાનુભૂતિ દ્વારા સરળ બનાવી આપણી સમક્ષ મૂક્યા. બાકી અપરોક્ષ અનુભૂતિ જેવા વિષયમાં આપણો પ્રવેશ કદી શક્ય ન બન્યો હોત! એકના એક વિચારને કેવી રીતે વાગોળી શકાય અને છતાં તેમાં અણગમો ઊભો ન થાય, અતિરેક ન થાય પરંતુ પુન: પુન: તેનું આવર્તન કરવાની સ્ફુરણા જાગે એ જ તેમની આગવી શિક્ષણપ્રણાલિકાનું અલૌકિક લક્ષણ છે. મુખ્યત્વે અહીં વાંચાતીત ‘સ્વરૂપ' છે તેનું વર્ણન નથી અને જ્યાં ઉલ્લેખ ભાસે છે ત્યાં લક્ષણાવૃત્તિથી સંકેત છે, નિર્દેશ છે. પ્રયત્ન તો અનાત્મા સાથેના તાદાત્મ્યને તોડવાનું જરૂર વર્તાય છે. આરોપના વિસર્જન માટે કે અજ્ઞાનની નાબૂદી માટે શ્રુતિ, યુક્તિ અને સ્વાનુભૂતિનો સહારો સ્પર્શાય છે. એ સ્પષ્ટ છે કે વેદાન્તનો હેતુ અનિર્વચનીય આત્માનું વર્ણન કરવાનું નથી પણ તેની આજુબાજુ અવિદ્યાનું જે આવરણ છે તે દૂર કરવાનો છે. ઉપાધિ નિર્મૂળ કરવાનો છે. દ્વૈત અનુભવગમ્ય છે છતાં અસત્ છે તે દર્શાવવાનો જ છે. મોહ અને માયાનાં અદૃશ્ય મૂળ, અદશ્ય એવા અસંગશસ્ત્રથી કાપવાનો પ્રયત્ન જરૂર છે. તેવું આપણે સ્પષ્ટ જોઈ શક્યાં છીએ.
હવે ઉપસંહાર કરતાં એક શંકા ઊભી કરે છે અને સમજાવે છે કે નિદિધ્યાસનનાં જે પંદર અંગોનું વર્ણન કર્યું છે તેનો અભ્યાસ ક્યાં સુધી કરવો ? અને તેનું ફળ શું છે?
इमं चाकृत्रिमानन्दं तावत्साधु समभ्यसेत्
वश्यो यावत्क्षणात् पुंसः प्रयुक्तः संभवेत् स्वयम् ॥ १२५ ॥ યાવત્ ક્ષળાત્...=જ્યાં સુધી પુંસ ... પુરુષને
યુવત્ત: (સન્ સમાધિ:) સ્વયમ્ વશ્યક સંમવેત્=(ઉપર જણાવેલી નિર્વિકાર અને બ્રહ્માકારવૃત્તિરૂપી સમાધિ) પ્રયત્ન વિના સ્વયં સ્વાધીન ન થાય.
ચાવત્ ર્ અત્રિમાનમ્ સંમવે-(અને) જ્યાં સુધી (પુરુષને) અકૃત્રિમ= સહજ આનંદ પ્રગટે નહીં ત્યાં સુધી.
તાવત્ ફમમ્ (સમાધિ) સાધુ સમય્યક્ષેત્=આ સમાધિનો સારી રીતે અભ્યાસ
Page #496
--------------------------------------------------------------------------
________________
(૪૭૭) કરવો જોઈએ
तत: साधननिर्मुक्त: सिद्धो भवति योगिराट्।
तत्स्वरूपं न चैतस्य विषयो मनसो गिराम्॥१२६ ॥ તત પછી સાપને નિવૃત્ત. (૨) સિદ્ધઃ (:) યોનિદ્ મવતિ સાધનમુક્ત થયેલ તે સિદ્ધ યોગીરા બને છે. (અગર યોગીરા સિદ્ધ બને છે) મનસ: જામ ર (ડ) વિષય (જે) મન અને વાણીનો વિષય છે. તત્ તારા સ્વપ = તે તેનું સ્વરૂપ નથી. શંકા: ૧૫ અંગો સહિત નિદિધ્યાસન કયાં સુધી કરવું?
આવી શંકા જો કોઈ સાધકને જાગે તો તેના નિવારણાર્થે અહીં ભગવાને કહ્યું છે કે... સમાધાન:
(૧) જ્યાં સુધી સાધકને નિર્વિકાર અને બ્રહ્માકાર વૃત્તિરૂપી સમાધિ પ્રયત્ન વિના અર્થાત્ અનાયાસે, સ્વયં સ્વાધીન ન થાય અને પછી તમામ વૃત્તિઓનું વિસ્મરણ ન થાય ત્યાં સુધી પંદર અંગો સાથેના નિદિધ્યાસનનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ.
(૨) જ્યાં સુધી સાધકને સહજ આનંદ પ્રગટે નહીં ત્યાં સુધી વૃત્તિઓના વિસ્મરણ રૂપી સમાધિનો સારી રીતે અભ્યાસ કરવો. “યાવત્ ૨ ગરિમાન્ડ સંમવેત્ તાવત્ મમ્ (સમાધિ) સાધુ સમગલે” (બીજા દષ્ટિકોણથી એવું પણ કહી શકાય કે જ્યાં સુધી “સ્વ” સ્વરૂપાકાર કે બ્રહ્માકાર વૃત્તિનો ઉદય ન થાય ત્યાં સુધી પ્રયત્ન દ્વારા અકૃત્રિમ આનન્દવાળી સમાધિનો પ્રયાસ ચાલુ રાખવો.)
(૩) જ્યાં સુધી સાધકની અવસ્થા છે ત્યાં સુધી નિદિધ્યાસનનો પ્રયાસ, પ્રયત્ન, પુરષાર્થ ચાલુ રાખવો. સિદ્ધ થયા પછી કે યોગીરા થયા પછી, નથી સાધના કે નથી સાધ્ય. તેવું જ અહીં સમાધાન રૂપે જણાવેલ છે. “તતઃ સાપન નિકુંવર: સિદ્ધો મવતિ યો ”
(૪) સિદ્ધિની પ્રાપ્તિ માટે જ સાધન છે. “બેય' માટે જ ધ્યાન છે. જો હું ધ્યેય સ્વરૂપ છું તો ક્યાં રહ્યું ધ્યાન સાધ્ય જયારે સિદ્ધ
Page #497
--------------------------------------------------------------------------
________________
(૪૭૮)
થાય છે ત્યારે સાધન નિરર્થક થઈ જાય છે, ત્યાં જ સાધના સમાપ્ત થાય છે. કોઈ નૌકા વડે નદી પાર કરવી તે જ ઉદ્દેશ્ય હોય તો નદી પાર કર્યા પછી નૌકાને માથે મૂકીને કોઈ આગળની યાત્રા કરતું નથી. તેનો અર્થ એવો નથી જ કે નદી ઓળંગતા પૂર્વે જ નૌકાનો ત્યાગ કરવો.
અહીં જે સમાધાન છે તેનું તાત્પર્ય એ જ છે કે પંદર અંગો સહિત જે નિદિધ્યાસનનું વર્ણન કર્યું છે તે તો સાધન છે. તેના સહારે જ સાધ્ય સુધી પહોંચી જવાનું છે. પણ જ્યારે સાધ્ય સિદ્ધ થઈ જાય ત્યારે સાધન ત્યાગી શકાય છે, એવું સાધક માટે કહી શકાય. સિદ્ધની દષ્ટિમાં તો સાધન વિના પ્રયત્ન જ છૂટી જાય છે. જેવી રીતે ‘પૉલવોલ્ટ જમ્પ' વાંસકૂદકામાં અમુક ઊંચાઈ ઉપર આવતાં વાંસ આપોઆપ છૂટી જાય છે અને ખેલાડી ઊંચાઈ ઓળંગી પેલે પાર કૂદી જાય છે. અમુક ઊંચાઈ પર જવા વાંસ આવશ્યક જરૂર છે પણ ઊંચાઈ ઓળંગતાં તેને સાથે લઈ જઈ શકાય તેમ નથી. તેથી સ્પષ્ટ છે કે અમુક હદ કે ઊંચાઈ સુધી જ તે આવશ્યક છે. તેમ અધ્યાત્મિક ઊંચાઈ પર જવા જે ઊંચાઈ પર સાધક સિદ્ધ થઈ જાય, ત્યાં સુધી સાધન અનિવાર્ય છે; પછી તે અનાયાસે છૂટી જવાં જોઈએ.
કારણ કે અંતે તો એક અને અદ્વૈતની જ અપરોક્ષ અનુભૂતિ છે. ત્યાં સાધ્ય કોણ અને સાધક કોણ? જ્યાં નથી સાધ્ય ત્યાં સાધન કેવાં ? ત્યાં તો સાધક, સાધના, સાધ્ય અને સાધન સર્વ કાંઈ એકમાં એકાકાર થઈ જાય છે.
આમ છતાં સદા સાવચેતી રાખવી કે સિદ્ધ કે યોગીરાટ્ થયા પૂર્વે જ સાધન ત્યાગવાની મૂર્ખામી ન કરી બેસીએ! તેથી સાધનમાં અપૂર્વ શ્રદ્ધા રાખવી; શ્રદ્ધાના દીપકને સદા પ્રજ્વલિત રાખવા સતત જાગૃતિ જરૂરી છે. જેથી ‘સ્વ’ સ્વરૂપની અનુભૂતિ પૂર્વે સાધનની શ્રદ્ધાનો ત્યાગ ન થાય. અપરોક્ષ અનુભૂતિ પછી તો શ્રદ્ધાની આવશ્યકતા જ જણાતી નથી. પછી તો શ્રદ્ધેય અને શ્રદ્ધા જેવા ભેદ જ રહેતા નથી. તેથી આપણે યાદ રાખીએ કે કદી જ્ઞાન પૂર્વે સાધન ત્યાગ ન થાય.
Page #498
--------------------------------------------------------------------------
________________
(૪૭૯)
વૃત્તિ-વિસ્મરણ રૂપી સમાધિ પૂર્વે-નિદિધ્યાસન ન છોડાય. શાસ્ત્રનાં રહસ્યો સમજ્યા વિના-શ્રવણત્યાગ ન થાય. જપમંત્રના સાક્ષીને જાણ્યા વિના-મંત્રજપ ન છોડાય. અવિભક્ત તત્ત્વને પારખ્યા વિના-ભક્તિ ન મુકાય. ચિત્તશુદ્ધિ પૂર્વે..નિષ્કામ કર્મ ન ત્યજાય. સ્વરૂપની અનાયાસે પ્રાપ્તિ પૂર્વે સમાધિત્યાગ ન થાય.
જો કોઈ તેવો ત્યાગ કરશે તો તે વિના વૈરાગ્યે ગૃહત્યાગ જેવું થશે. પરીક્ષા પૂર્વે છોડેલા અભ્યાસ જેવું થશે. નીરોગી થયા પૂર્વે છોડેલી સારવાર જેવું હશે.
નિદિધ્યાસના ફળ: પંદર અંગો સહિત નિદિધ્યાસન અહીં સમજાવવામાં આવ્યું છે. તેનું ફળ શું? એવો પ્રશ્ન જો ઉપસ્થિત થાય તો અહીં સમજાવ્યું છે કે નિદિધ્યાસનથી સાધક અંતે...
" ततः साधननिर्मुक्तः सिद्धो भवति योगिराट्।
“સાધનમુક્ત થયેલ સિદ્ધ યોગિરાષ્ટ્ર બને છે.” અને તેનું સ્વરૂપ વાણી અને મનનો વિષય રહેતો નથી. અર્થાત્ તેને અનાયાસે જ ‘સ્વ’સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ થાય છે. આવી અપરોક્ષ અનુભૂતિ એ કોઈ શાસ્ત્ર નથી, વાદ નથી, વિવાદ નથી. અરે, તે કોઈએ થાપેલો કે ઉથાપેલો “અદ્વૈતવાદ” પણ નથી. અદ્વૈત એટલે જ આત્મા. આત્માને ન કોઈ થાપી શકે,ન કોઈ ઉથાપી શકે. આત્મા એટલે જ અનુભૂતિ. આત્મા સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે અને તે નથી પ્રત્યક્ષ કે પરોક્ષ પણ સાક્ષાત્ અપરોક્ષ છે અને તેથી પણ અદ્વિતીય છે. તેથી જ નથી તે અનુભૂતિ કોઈ સંપ્રદાયની માલિકી કે મોનોપોલી કે નથી કોઈ ધર્મગુરુ કે મહાત્માઓની ઈજારાશાહી, નથી તેમાં કોઈ પણ ધર્મનું પાખંડ કે નથી તે અખંડ. તે તો મન અને વાણીનો અવિષય છે.”
“મનસ: શિાં ૬ વિષયક તંત્ તસ્ય સ્વરૂપમ્ ન' તેથી જ જ્યારે કેનોપનિષદમાં ગુરુ શિષ્યને પૂછે છે કે...
ગુરુ:- તું બ્રહ્મને જાણે છે? શિષ્ય: જાણું છું અને નથી જાણતો.
Page #499
--------------------------------------------------------------------------
________________
(૪૮૦) ગુર:- કેવા સ્વરૂપે તું બ્રહ્મને જાણે છે? શિષ્ય:- હું જાણું છું. પણ વિષયરૂપે નથી જાણતો માટે હું જ્ઞાત છું અને અજ્ઞાત પણ છું. ગુર:- તું અજ્ઞાત છે? નથી જાણતો? શિષ્ય:- હું તદ્દન અજ્ઞાત નથી. મારા સ્વરૂપ તરીકે બ્રહ્મને જાણું છું. પણ મુજથી ભિન્ન નથી જાણતો તેથી અજ્ઞાત પણ છું. હું જ બ્રહ્મ અને બ્રહ્મ તે જ હું પછી જાણવા ન જાણવાનું રહ્યું કયાં? તેથી હું જ્ઞાત-અજ્ઞાતથી પર છું. “અપરોક્ષ છું”.
આમ, જે કોઈ બ્રહ્મને પ્રત્યક્ષ કે પરોક્ષ જાણે તે બ્રહ્મથી, સ્વરૂપથી અજાણ છે. પણ જેને માટે બ્રહ્મ અપરોક્ષ છે તે જ બ્રહ્મનો જ્ઞાતા
કેનોપનિષદનું આ કેવું ગેબી રહસ્ય! “નાદ મને સુવેતિ નોનવેતિ વે રા. यो नस्तद् वेद तद् वेद नोनवेदेति वेद च।
__ॐ तत् सत्
સાધનમાં વિન અપરોક્ષ અનુભૂતિ માટે જ્યારે નિદિધ્યાસન જેવું સાધન કરવામાં આવે છે ત્યારે અનેક પ્રકારનાં વિઘ્નો આવે છે. વિપ્ન તો કોઈ પણ પ્રવૃત્તિના આરંભકાળે ડોકિયાં કરતાં દેખાય છે. પણ જેઓ આરંભમાં જ અંતરાય; વિબ, આપત્તિ કે મુક્લીના ભયથી કોઈ પણ પ્રવૃત્તિનો આરંભ જ કરતા નથી કે પ્રવૃત્તિનો અધવચ્ચે ત્યાગ કરે છે તેમને જીવનમાં કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. વિઘ્ન આવે અને છતાં તેને સહન કરી કે અવગણીને દઢ શ્રદ્ધાથી પ્રયત્ન ચાલુ રાખવામાં આવશે તો વિપ્નની હાર થશે અને આપણી જીત થશે. તેથી સાધનામાં આવતાં વિન સામે યુદ્ધ ચડવાનો માત્ર એક ઉપાય છે અને તે સાધનાનો સતત અભ્યાસ અને ચિત્તમાં વૈરાગ્ય. જો વિનને મહત્વ આપી તેના સંહાર માટે પ્રયત્ન કરશો તો શક્તિ વેડફાઈ જશે. અને જે વિનને મિત્ર બનાવી આવકારશો તો તેમાં
Page #500
--------------------------------------------------------------------------
________________
(૪૮૧) ફસાઈ જવાશે. તેથી વિતને તેની જગ્યાએ રહેવા દઈ, આપણે આપણા સ્વરૂપમાં રહી સાધના ચાલુ રાખવી, તે જ શ્રેયમાર્ગ છે. વિપ્નનો ન સ્વીકાર, ન તેનો તિરસ્કાર પણ તે પ્રત્યે ઉપેક્ષાદષ્ટિ રાખવી. અર્થાત્ (વિ શુડનોટ સિલેક્ટ ઈટ, નાઈધર રિજેક્ટ ઈટ બટ વિ મસ્ટ નિગલેક્ટ ઈટ.)
યોગદર્શનમાં તો સાધનામાં આવતાં વિદ્ધની વિસ્તૃત ચર્ચા છે. અહીં થોડાં નામનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. (૧) વ્યાધિ: શારીરિક કે માનસિક રોગ, વાતપિત્તકપાદિ
(૨) સ્વાન: તમોગુણની વૃદ્ધિથી યોગમાં ચિત્તની અયોગ્યતા (૩) સંશય: યોગના ઉપાયમાં શંકા (૪) અવિરતિ : વૈરાગ્યનો અભાવ (૫) અલબ્ધ ભૂમિકત્વ: સમાધિની કોઈ પણ ભૂમિકાની અપ્રાપ્તિ (૬) પ્રમાદ: સાધના અને સાધનમાં આળસ (૭) ભ્રાંતિ : યોગ અને સાધનમાં મિથ્યા જ્ઞાન (૮) અવિદ્યા: અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી તે (૯) અસ્મિતા: સાત્ત્વિકી બુદ્ધિના એકપણાની ભ્રાંતિ (૧૦) અભિનિવેશ: મૃત્યુનો ત્રાસ, મોતનો સ્વાભાવિક ભય,
જે જ્ઞાની અજ્ઞાની બન્નેને સતાવે છે. આવાં વિઘ્નો આવે અને સાધક સાધના છોડી દે તો વિપ્નની જીત થઈ અને સાધકની હાર! વિઘ્ન માટે કહેવાય છે કે તે બળપૂર્વક પણ આવે છે. ભલભલા વિશ્વામિત્રની તપશ્ચર્યાનો ભંગ કરવા મેનકા વિન બનીને આવી હતી!
આવી વાત કોઈ આચાર્ય સંભળાવી રહ્યા હતા અને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછયો!
“ગુરુજી, શું ખરેખર ધ્યાનમાં વિઘ્ન આવે?” તેમાં શંકા કેમ રાખે છે? વિશ્વામિત્ર જેવાના તપમાં પણ મેનકા
Page #501
--------------------------------------------------------------------------
________________
(૮૨)
આવી હતી!” તે સાંભળી શિષ્ય અધ્યયન મૂકી દોડી નીકળ્યો. જે મેનકા જ આવે તો તપ કરવું અનિવાર્ય છે.
આ મેનકા કે પરીઓ આવે, અપ્સરાઓ આવે, એટલે જ સાધનાકાળમાં કામવાસના આવે, સુંદર કલ્પનાઓ જાગે, આને જ વિદ્ગ કહેવાય છે.
વેદાન અને જ્ઞાનમાર્ગની દષ્ટિમાં, તત્વચિંતનમાં આવતાં વિઘ્નોની ચર્ચા અહીં બે શ્લોક દ્વારા જણાવી છે.
____समाधौ क्रियमाणे तु विघ्ना आयान्ति वै बलात्।
अनुसन्धानराहित्यमालस्यं भोगलालसम्॥ १२७॥ સમાપી ક્રિયામાળે તુ= વળી સમાધિનો અભ્યાસ કરતાં "રિનાને વાત વૈ માયાતિ વિદ્ગો બળાત્કારે પણ જરૂર આવે છે. મનુસંધાનસાહિત્યમ્ માતચમ્ પોતાનસમુ= જેમાં બ્રહ્મના અનુસંધાનથી
રહિતપણું આળસ અને
ભોગલાલસા મુખ્ય છે. लयस्तमश्च विक्षेपो रसास्वादश्च शून्यता।
एवं यद्विघ्नबाहुल्यं त्याज्यं ब्रह्मविदा शनैः ॥ १२८॥ તા: તમ: - લય (બ્રહ્માકાર વૃત્તિનો) અને તમસ્ (નિદ્રા)નો વિક્ષેપ...મનની ચંચળતા ૨ રસીના માસ્વ: (સમાધિના આનંદ કે શાન્તિ રૂપી) રસનો આસ્વાદ સૂચતા... અંત:કરણની જડતા (સમાધિનો ભ્રમ) પર્વ. આ પ્રકારે ય વિખવાદુન્યમ્ તત્ =જે ઘણાં વિબો છે તે વલ્લવિતા (પુ) ને ચાક્ય બ્રહ્મવિદે ધરિ ધીરે ત્યજવાં જોઈએ. જ્ઞાનમાર્ગમાં મુખ્ય વિઘ્ન નીચે મુજબ છે: (૨) અનુસંધાનાહિત્ય સ્વરૂપચિંતનનો જયારે પ્રયત્ન થાય છે ત્યારે
Page #502
--------------------------------------------------------------------------
________________
(૪૮૩) ત્યાં ચિત્ત થંભી જાય છે. અનુસંધાન કરું કોનું? તે સમજાતું નથી. બ્રહ્મભાવના શેમાં કરું? સાકારમાં કે સગુણમાં? જીવમાં કે જગતમાં? મૂર્તિમાં કે પંચમહાભૂતમાં? જીવને જ બ્રહ્મ માની ચિંતન કરું કે બ્રહ્મનું જ ચિંતન કરું? કેવી વૃત્તિથી અનુસંધાન કરવું એ જ જયારે ન સમજાય અને ચિંતન વિના રહી પણ ન શકાય ત્યારે, તેવી ચિત્તની સ્થિતિ તે અનુસંધાન રહિત ગણાય છે. બાકી “અનુસંધાનભિI અંત:કરણવૃત્તિ:” અર્થાત અંત:કરણની અનુસંધાન કરનારી વૃત્તિને જ ચિત્ત કહેવાય છે. પણ અનુસંધાન બ્રહ્મ સાથે ન થાય ત્યારે જ અસ્થિર બુદ્ધિ, ચંચલ ચિત્ત અને વાસનામય મનને અનુસંધાનરાહિત કહેવાય છે.
(૨) માનવામ- સાધના શરૂ કરવા માટે જેઓ આળસ અને પ્રમાદથી પ્રભાવિત થઈ નિદિધ્યાસનનાં સાધનોની ઉપેક્ષા કરે છે, સાધના શરૂ કરવા માટે સંજોગની રાહ જુએ છે, તેમનો સમય સાધના વિના વીતી જાય છે. પરિણામે આળસ વધુ ને વધુ દઢ બને છે. તમોગુણની વૃદ્ધિ થાય છે અને સાધના ભવિષ્યમાં ધક્લાય છે. આવી વૃત્તિ તે જ આળસ કહેવાય
(૩) મોડાસાતસ- નિદિધ્યાસન સમયે ખાવાની,પીવાની, સ્પર્શની, સુંઘવાની, જોવાની, જાણવાની, શ્રવણની જે ઇચ્છા થવી તે જ ભોગલાલસા છે. તેથી બ્રહ્મચિંતન છૂટે છે અને ભોગચિંતન શરૂ થાય છે. તેથી ભૂતકાળમાં જે જે સુખનો અનુભવ કર્યો હોય છે તેની તેની વર્તમાન સમયે સ્મૃતિ તાજી થાય છે. અને તેવું થવાથી સાધક દિવાસ્વપ્નમાં પડી જાય છે. બ્રહ્મને છોડી ભ્રમમાં રાચે છે. અને આ ભોગલાલસા જ સાધકમાં રાગ પેદા કરે છે. જેમાં રાગ થાય તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય અને અંતે વિક્ષેપ, ક્રોધ અને સ્વરૂપની વિસ્મૃતિ થાય છે.
(૪) તા - અખંડાકાર વૃત્તિ વિના કે વિજાતીય વૃત્તિના તિરસ્કાર સહિત સજાતીય વૃત્તિના ચિંતન વિના નિદિધ્યાસન શક્ય જ નથી. આ વૃત્તિનો લય થવો તે જ સ્વરૂપચિંતનના નાશ જેવું થયું. તેટલું જ નહીં પણ ઘણી વાર સાધકને ઝોકાં પણ આવે છે. આ જ ચિંતનમાં લય નામનું વિM છે.
Page #503
--------------------------------------------------------------------------
________________
(૪૮૪)
(૫) તમર્ – તમોગુણની વૃદ્ધિ થવાથી જ ‘સ્વરૂપ’ના જ્ઞાનમાં વિઘ્ન આવે છે તમર્ ગુણ જ આવરણશક્તિ પેદ્ય કરે છે. ‘સ્વરૂપ’ના આવરણને લીધે જ પ્રમાદ અને આળસની વૃદ્ધિ થાય છે. તેના કારણે શરીર અને ચિત્તમાં ‘ભારેપણું’ આવે છે, જેથી સાધના સમયે પણ ‘નિદ્રા' જેવો અનુભવ થાય છે. આમ શરીર અને ચિત્તની શિથિલતા, નિદ્રાનો અનુભવ અને તેમાં સમાધિની ભ્રાંતિ એ સર્વ તમરૂપી વિઘ્નથી થાય છે.
(૬) વિક્ષેપ – નિદિધ્યાસનમાં ચિત્તમાં બ્રહ્માકાર વૃત્તિના બદલે જ્યારે સંકલ્પ, વિકલ્પ અને સંશય જાગે છે ત્યારે ચિત્તની ચંચળતા વધી જાય છે. અને ચિત્ત જ્ઞેયવસ્તુ કે સ્વરૂપને છોડી વિષયોમાં પરિભ્રમણ શરૂ કરે છે. આવી ચિત્તની ચંચળતા એ જ વિક્ષેપ છે. વિક્ષેપમય ચિત્તને વિષયોમાં દોષદર્શન અને વૈરાગ્ય દ્વારા શાંત કરી શકાય છે.
G
(૭) રસાસ્વાદ્ – નિદિધ્યાસનમાં જ્યારે વિષયાકાર વૃત્તિઓ શાંત પડવા માંડે છે અને જ્યારે વૃત્તિઓ નિર્વિકાર થાય છે ત્યારે સહજ સ્વાભાવિક શાન્તિ કે આનંદ હોય છે. જ્યારે સાધક તે શાન્તિનો કે આનંદનો આસ્વાદ લેવા જાય છે ત્યારે પુન: દ્વૈત પેદા કરે છે. કારણ કે ‘હું શાન્ત સ્વરૂપ છું' પછી તેનો રસાસ્વાદ લેનાર બીજો કોણ? “હું આનંદસ્વરૂપ છું” પછી આનંદની અનુભૂતિ કરનાર બીજો કોણ? આમ રસાસ્વાદ જ ચૈત સર્જે છે. તે જ મોટું વિઘ્ન છે. તેથી ખૂબ જ જાગૃતિ સાથે નિદિધ્યાસન થવું જરૂરી છે. હંમેશા ખ્યાલ રહે કે રસાસ્વાદ અને બ્રહ્મવિચાર સાથે ન થાય. સ્વાદ લેવા જતાં જ બ્રહ્મવિચાર છૂટે છે, વૃત્તિનું સ્મરણ શરૂ થાય છે, બ્રહ્માકાર વૃત્તિ તૂટે છે અને ભ્રમણાઓ જાગે છે.
ચિંતનમાં કોઈને ઇષ્ટદેવનાં દર્શન થાય છે, કોઈને પ્રકાશ દેખાય છે, કોઈને પોતે સમાધિ સિદ્ધયોગી છે તેવું ભાસે છે, કોઈને બ્રહ્મનાદ સંભળાય છે...ખરેખર તો આ બધાં જ રસાસ્વાદ રૂપી વિઘ્ન છે.
એવું પણ કહેવાય છે કે નિર્વિકલ્પ સમાધિની શરૂઆતમાં જ્યારે સવિકલ્પ સમાધિનો આનંદ ત્યજવાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે તે આનંદ ત્યજવાની ઇચ્છા થતી નથી; પણ તેમાં જ રમમાણ કરવાનું મન થાય છે. સવિકલ્પનો જ આસ્વાદ કરવા ચિત્ત પ્રયત્ન કરે છે, તેનો રસાસ્વાદ માણ્યા કરે
Page #504
--------------------------------------------------------------------------
________________
(૪૮૫)
છે. નિર્વિકલ્પ સમાધિના પ્રવેશ માટે બેદરકાર રહે છે. તેને પણ રસાસ્વાદરૂપી વિઘ્ન કહેવામાં આવે છે.
એવું સાંભળવામાં આવ્યું છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ કાળીના ઉપાસક હતા અને મા કાળી સાથે વાર્તાલાપ કરતા કરતા આનંદવિભોર બનતા, બેહોશ થઈ જતા અને મા કાળીની સાથેનું તાદાત્મ્ય તોડવા અને નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશવા શરૂઆતમાં તૈયાર થયા નહોતા પણ અંતે શ્રી તોતાપુરીની પ્રેરણાથી નિર્વિકલ્પ સમાધિ માટે પ્રયત્નશીલ થયા અને નિર્વિકલ્પ સમાધિમાં સમાધિસ્થ થયા.
(૮) શૂન્યતા - નિદિધ્યાસનમાં અંત:કરણની કે શરીરની જડતા આવી જાય તે સમાધિ નથીં; વિઘ્ન છે. ઘણા શરીરની બેહોશીને સમાધિ સમજે છે, જ્યારે કેટલાક ધ્યાન, ભજન અને કીર્તનની ભાવાવેશમય સ્થિતિને લીધે પરિણમતી શરીરની શૂન્યતાને સમાધિ સમજે છે.
જો શૂન્યતા જ સમાધિ હોય તો પછી સુષુપ્તિમાં તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અવયવો અને શરીર સૌનું મૌન જ છે. અને એ મૌનરૂપી શૂન્યતા જ સમાધિ થઈ જાય તો તો રોજ-બ-રોજની સુષુપ્તિમાં વારંવાર સમાધિસ્થ થઈ જવાય.
યાદ રહે કે શૂન્યતા કે સુષુપ્તિ સમાધિ નથી. સમાધિ છે સતત જાગૃતિ. નિત્ય જાગૃતિ. તેમાં દશ્યપ્રપંચનો લય છે. તમામ વૃત્તિઓની વિસ્મૃતિ છે. શરીરની જડતા, શૂન્યતા, બેહોશી કે સુષુપ્તિમાંથી વ્યક્તિ જ્યારે જાગે છે ત્યારે પુન: તેને સંસાર જણાય છે. તેના પ્રશ્નો, શંકાઓ, હતાશા, નિષ્ફળતા, આકાંક્ષા, અપેક્ષા જેમનાં તેમ જ રહે છે. અને જાગ્યા બાદ પોતે હતો તેવો જ બંધનમાં પોતાને અનુભવે છે. તેને સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. જ્યારે સમાધિ પછી નથી રહેતો સંસાર કે તેની વૃત્તિઓ અને ‘સ્વ’ સ્વરૂપનું સ્પષ્ટ ભાન હોય છે કે હું સચિત્ આનંદ સ્વરૂપ છું. સમાધિનો આનંદ એ ‘સ્વ’ સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિનો સ્વરૂપાનંદ છે, આત્માનંદ છે, નિજાનંદ છે, સહજાનંદ છે, બ્રહ્માનંદ છે. જ્યારે સુષુપ્તિમાં જે હર્ષ અનુભવાય છે, સુખ ભાસે છે તે દ્વૈત-પ્રપંચની થોડા સમયની નાબૂદીનો અલ્પાનંદ છે. સુષુપ્તિમાં જીવનની વિટંબણા, પ્રશ્નો, ચિંતા કે સંઘર્ષ નથી
Page #505
--------------------------------------------------------------------------
________________
(૪૮૬)
· માટે આનંદ છે. સ્વરૂપનું જ્ઞાન પણ તે અવસ્થામાં કે જાગ્રત થયા પછી રહેતું નથી. તેવું જ નિદિધ્યાસનમાં શૂન્યતાના વિઘ્ન સમયે ભાસે છે.
12
નિષ્કર્ષ - અનાત્માનું, આકારનું, દૃશ્યનું, જ્ઞેયનું, અનિત્યનું, પ્રતીતિનું, આભાસનું, આરોપનું ચિંતન કરવું તે તો વિઘ્ન જ છે, પણ તેવા દેશ, કાળ વસ્તુથી પરિચ્છિન ચિંતનમાં સંતુષ્ટ રહેવું તે પણ વિઘ્ન જ છે.
વૃત્તિ દ્વારા પૂર્ણત્વનો અભ્યાસ
હવે પદાર્થાકાર, વિષયાકાર અને સંસારાકાર વૃત્તિથી દૂર રહેવા માટે બ્રહ્માકાર અથવા પૂર્ણાકાર વૃત્તિથી પૂર્ણત્વનો અભ્યાસ કરવાનું સૂચન અપાય છે.
भाववृत्त्या हि भावत्वं शून्यवृत्त्या हि शून्यता । ब्रह्मवृत्त्या हि पूर्णत्वं तथा पूर्णत्वमभ्यसेत् ॥ १२९ ॥
માવતૃત્ત્વા હિ માનત્વમ્ =(ભાવ અર્થાત્ પદાર્થ) પદાર્થોનો વિચાર કરવાથી વૃત્તિ પદાર્થોકાર થાય છે.
શૂન્યવૃત્ત્વાહિશૂન્યતા =(અંત:કરણમાં પદાર્થની) શૂન્યતા થતાં થતાં વૃત્તિ શૂન્યાકાર થાય છે,
બ્રહ્મવૃત્ત્વા ત્તિ પૂર્ણત્વમ્ =વૃત્તિ બ્રહ્માકાર થતાં પૂર્ણત્વ પ્રાપ્ત થાય છે, તથા પૂર્ણત્વમ્ અભ્યસેત્ -તેથી પૂર્ણત્વનો અભ્યાસ કરવો.
મુખ્ય બે પ્રકારની વૃત્તિઓ છે. ભ્ વૃત્તિ અને અમ્ વૃત્તિ. જેના માટે આ, ચદ્દ, THIS વપરાય છે તે સર્વ વસ્તુ ભ્ વૃત્તિમાં આવે છે. જેટલાં જેટલાં પદાર્થો તેટલી તેટલી વૃત્તિઓ, જેટલાં આકાર તેટલી વૃત્તિઓ, જેટલાં વિષય તેટલી વિષયાકાર વૃત્તિઓ. આમ, વૃત્તિઓ તો અનેક છે. અને અમ્ વૃત્તિ એક છે. સર્વ લમ્ વૃત્તિ મમ્ વૃત્તિના આશ્રમે જ છે. સ્વપ્નમાં વ્યક્તિ, પાત્રો, પદાર્થો અનેક છે પણ તે સૌનો શાતા હું એક છું. આપણે કહીએ છીએ કે અહમ્ સ્વપ્નદ્રષ્ટા. તેવી જ રીતે જાગ્રતમાં પણ અનેક વૃત્તિઓનો છા કે શાતા અમ્ છે=હું છું. અને તે જ પ્રમાણે સુષુપ્તિમાં પણ કહેવાય છે અહમ્ =હું કંઈ જાણતો નથી. આમ ત્રણે અવસ્થામાં પદાર્થાકાર કે વિષયાકાર વૃત્તિઓ બદલાય છે. પણ અમ્ વૃત્તિ બદલાતી નથી. ત્રણે અવસ્થા અને અનેક પદાર્થોને જાણનારી અહમ્ વૃત્તિ છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
(૪૮૭)
રમણ મહર્ષિ કહે છે કે
वृत्तयस्त्वहं
वृत्तिमाश्रिता: ।
વૃત્તયો મનો વિદ્ધયદું મન: ॥ (ઉપદેશસાર)
‘“સર્વ વૃત્તિઓ અહંવૃત્તિના આશ્રયે છે, વૃત્તિ એ જ મન અને મન એ જ વૃત્તિ જાણો.’’
અહીં એવો ઉપદેશ છે કે ભાવ અર્થાત્ પદાર્થોનું ચિંતન કરશો તો વૃત્તિ પદાર્થાકાર થશે. અને તેનાથી સતત જગતનું જ ધ્યાન થશે. અને જેવી વૃત્તિ હશે તેવો જ બંધન કે મોક્ષનો ખ્યાલ રહેશે. પદાર્થાકાર કે વિષયાકાર વૃત્તિઓ અંતે બંધનમાં નાંખશે, સંસાર તરફ લઈ જશે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. જો ચિત્તમાં કોઈ વૃત્તિ જ નહીં રહે અને શૂન્યતા થશે તો તો જડતા આવશે, શૂન્યતા જેવું વિઘ્ન આવશે, કારણ કે વૃત્તિ શૂન્યાકાર થશે. તેથી તે પણ ઇચ્છનીય નથી. કારણ કે શૂન્યતા એ આપણું સ્વરૂપ નથી. પણ હું તો નિત્ય તૃપ્ત છું. “પૂર્ણ છું’” એવી સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરવા બ્રહ્માકાર વૃત્તિ દ્વારા જ ચિંતન કરવું જોઈએ. જેથી પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે.
બ્રહ્માકાર વૃત્તિ દ્વારા જ પૂર્ણત્વ પ્રાપ્ત થાય છે. કારણ કે બ્રહ્માકારવૃત્તિ એટલે જ સ્વરૂપાકાર વૃત્તિ અને તે દ્વારા જે પ્રાપ્ત થાય તે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. જે સ્વરૂપ કે આત્મા પ્રાપ્ત જ છે તેની પ્રાપ્તિ છે. આત્મા સર્વત્ર છે, સર્વવ્યાપ્ત છે, તેમાં નથી ઉદય કે નથી અસ્ત, જયારે વક્ વૃત્તિઓમાં, વિષયાકાર વૃત્તિઓમાં ઉદય અને અસ્ત છે. તે આવજા કરે છે. જયારે આત્મામાં ગમનાગમનનો પ્રશ્ન જ નથી. વૃત્તિઓમાં અનેકતા છે. જયારે આત્મા એક છે અને સૌનો સાક્ષી છે. અને તેની પ્રાપ્તિ માટે પૂર્ણત્વનો અભ્યાસ આવશ્યક છે. જેથી ચિંતન કરવું કે હું પૂર્ણ છું; હું પરબ્રહ્મ છું; હું કારણ છું-જગતનું; તો જગત પણ પૂર્ણ છે. કારણ કે તે મારું જ કાર્ય છે. પૂર્ણ કારણમાંથી પૂર્ણ કાર્ય જ ઉત્પન્ન થાય. તેથી પૂર્ણમાંથી પૂર્ણ બાદ કવામાં આવે તો પણ પૂર્ણ જ રહે અને પૂર્ણમાં પૂર્ણ ઉમેરવામાં આવે તો પણ પૂર્ણ જ અવશેષ રહે. જે હું અધિષ્ઠાન છું અને જગત આરોપ કે ભ્રાંતિ છે તો પણ નિત્ય ચૈતન્યમાં ભ્રાંતિ ઉમેરો કે બાદ કરો, કંઈ જ ફેર પડતો નથી. હું અનંત વૃત્તિનો સાક્ષી એક અને અદ્વિતીય છું. માટે જ પૂર્ણ છું, પૂર્ણ હતો, પૂર્ણ જ રહીશ. આમ, પૂર્ણતાનો અભ્યાસ પૂર્ણત્વને પ્રાપ્ત કરવા માટે કરવો તેવું સૂચન છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
(૪૮૮)
વૃત્તિવિહીનની નિંદા અનેક જન્મોના પુણ્યકર્મોના સંચયથી જ અતિ મૂલ્યવાન માનવદેહ મળ્યો છે. તેનો જે સઉપયોગ કરતો નથી પણ જીવનનો સમય હાડકાં અને ચામડાં ચૂંથવામાં જ પસાર કરે છે અને મોક્ષ કે મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી તેની અહીં નિંદા અને તેવી વ્યક્તિના જીવનની વ્યર્થતા દર્શાવી છે.
ये हि वृत्तिं जहत्येनां ब्रह्माख्यां पावनी पराम्।
ते तु वृथैव जीवन्ति पशुभिश्च समा नराः ॥१३०॥ છે.. = જે બ્રહાયામ્ પાવનીમ્ પરમ્ = બ્રહ્મનામની પવિત્ર અને શ્રેષ્ઠ પનામુ વૃત્તિમ્ ગતિ = આ વૃત્તિને તજે છે, તે પશુમિ: ૨ સમા: ની: = તે નર પશુ સમાન છે, વૃથા ઇવ નીતિ = તે વૃથા જ જીવન જીવે છે.
પરમાત્માના પરમ ઉપકાર દ્વારા માનવજન્મ મળ્યો છે. આ એક જ યોનિ કર્મયોનિ છે, જેમાં સત્કર્મ દ્વારા, નિષ્કામ કર્મ દ્વારા, અંત:કરણ શુદ્ધ કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ મેળવી શકાય છે. તેવું નથી શકય પ્રાણી કે પશુયોનિ માટે, નથી દેવયોનિ માટે, કારણ કે તે બન્ને ભોગયોનિ છે. મનુષ્યયોનિમાં જ આવી તક મળે છે કે જયાંથી વ્યક્તિ નરમાંથી નારાયણ થઈ શકે તેમ છે. પુન: નરમાંથી પશુયોનિ પણ પ્રાપ્ત કરી શકે તેમ છે. આવી સ્વતંત્રતા પ્રભુએ બક્ષી છતાં, જેઓ ચિંતન, મનન, નિદિધ્યાસન ત્યજીને બ્રહ્માકારવૃત્તિ ત્યજે છે, નિશ્ચય તેમનું જીવન પશુ સમાન જ છે.
જેઓ અજ્ઞાની છે અને બ્રહ્માકાર વૃત્તિને ત્યજે છે તેમને માટે તો દયાદષ્ટિ જ વાજબી છે. પણ અજ્ઞાનીનો અર્થ એ નથી કે તે કર્મના કાયદાથી છટકી શકશે. તેઓ જ્ઞાનીની દષ્ટિમાં સહાનુભૂતિને પાત્ર છે. પણ જેઓ માનવદેહ ધારણ કરી જાણે છે કે મુક્તિનો ઉપાય છે અને તે બ્રહ્માકાર વૃત્તિ દ્વારા શકય છે, છતાં જ તેને ત્યજે છે તેઓ આ લોકમાં કે પરલોકમાં કયાંય દયાને પાત્ર નથી. તેમનું તો વર્તમાન અને ભાવિ બન્ને જીવન પશુ સમાન જ ગણાય. તેઓ તો જન્મમૃત્યુના સંસારને જ પાત્ર છે. યાદ રાખીએ કે પશુની જેમ માત્ર ખાઈપીને વધારેલા
Page #508
--------------------------------------------------------------------------
________________
(૪૮૯)
શરીરનું થશે શું?
ખિલા પિલાકે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ” માટે જ પ્રમાદ છોડ, આવરણ તોડ અને
“કર સત્સંગ અભીસે પ્યારે નહિ તો આખર રોના હૈ! અંતકાલ કોઉ કામ ન આવત, વૃથા mત રિઝવના છે! પડા રહેગા મહલ ખજાના, છોડ પ્રિયા સુત જાના હૈ! નર થઈને પણ જે નારાયણને ન ઓળખ્યા તો! “વેદના મૂળને શાસના સૂરને
mત કિરતારને જે ન જોયો; વ્યર્થ નર અવતરી માતયૌવન હરી : રંગ ચિંતામણિ જન્મ ખોયો”
– રંગ અવધૂત
બ્રહ્માકાર વૃત્તિવાળાની પ્રશંસા હવે જેને બ્રહ્માકારવૃત્તિ પ્રાપ્ત થઈ છે તેની બે શ્લોકમાં પ્રશંસા કરે
ये हि वृत्ति विजानन्ति ये ज्ञात्वा वर्धयन्त्यपि।
ते वै सत्पुरूषा धन्या वंद्यास्ते भुवनत्रये॥१३१ ।। હિ.... વળી જે વૃત્તિ વિનાનનિ જે આ વૃત્તિને જાણે છે, જ્ઞાત્વી મા જે તામ્ વર્ધતિ જાણ્યા પછી પણ જે આ વૃત્તિની વૃદ્ધિ કરે છે, તે સત્યુષા બન્યા તે સત્યપુરુષોને ધન્ય છે, તે અવનવે વાતે ત્રણે ભુવનમાં પૂજ્ય છે.
येषां वृत्ति: समावृद्धा परिपक्वा च सा पुनः।
ते वै सद्ब्रह्मतां प्राप्ता नेतरे शब्दवादिनः॥१३२॥ વા વૃત્તિ: સમવૃદ્ધા જેમની (બ્રહ્માકાર) વૃત્તિ વધેલી છે, પિકિ ર સ પુન: અને વધીને પરિપક્વ થઈ છે, છે કે બ્રહતાર્યું તે ખરેખર બ્રહ્મત્વને પામેલા છે, ફતરે શક્તવાહિન ન બીજા શબ્દવાદી બ્રહ્મત્વને પામ્યા નથી.
Page #509
--------------------------------------------------------------------------
________________
(૪૯૦)
બ્રહ્માકાર જેવી પવિત્ર વૃત્તિ જ અજ્ઞાનનો નાશ કરી સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી છે. તેથી જ જે કોઈ આ વૃત્તિ જાણે છે, જાણ્યા પછી તેની વૃદ્ધિ કરે છે અને અજ્ઞાન દૂર કરે છે, તે ધન્ય છે. કારણ કે માત્ર તેને જ બ્રહ્મત્વ પ્રાપ્ત છે. અન્ય શબ્દવાદીને નહીં.
માટે જ કહ્યું છે કે જેમનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ બ્રહ્મમાં લીન થાય છે તેનું કુળ પવિત્ર થાય છે. તેની માતાને ધન્ય છે. પૃથ્વી પણ તેનાથી જ પાવન થાય છે.
कुलं पवित्रं जननी कृतार्था
वसुंधरा पुण्यवती च तेन । अपार संवित्सुखसागरेऽस्मिन् लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥
શાબ્દિક જ્ઞાનની નિંદા
બ્રહ્માકાર વૃત્તિવિહીન જે છે, પણ માત્ર શાબ્દિક જ્ઞાન ધરાવે છે તેમની ગતિ સમજાવી છે.
कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः । तेऽप्यज्ञानतया नूनं पुनरायान्ति यान्ति च । १२३ ।।
બ્રહ્મવાર્તાયામ્ પુરાતા:=બ્રહ્મવાર્તા કરવામાં કુશળ
પિવૃત્તિીના સુરાશિળ કૃતિ તે-અને બ્રહ્માકારવૃત્તિરહિત તથા અત્યંત રાગી તેવા તે પુરુષો
અજ્ઞાનતયા...=અજ્ઞાનથી
નૂનમ્ પુનાયાન્તિ યાન્તિ T=ખરેખર વારંવાર જન્મ-મરણને પામે છે.
જેઓ વિદ્વાન છે, પંડિત છે, વેદાન્તમાં આચાર્યની ઉપાધિથી અલંકૃત છે પણ જો તેમની વૃત્તિ બ્રહ્માકાર નથી તો તેઓ અજ્ઞાની જ છે. ભલે વેદાન્તની ચર્ચામાં નિપુણ હોય, તેથી તે આત્મજ્ઞાની છે તેવું ન જ કહી શકાય. શબ્દજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. જ્યાં સુધી અપરોક્ષ અનુભૂતિ થતી નથી ત્યાં સુધી તેવા વેદાન્તમાં વાચાળ વ્યક્તિ માટે જન્મ અને મૃત્યુનું ચક્ર નિશ્ચિત જ છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
(૪૯૧)
બ્રહ્મનિષ્ઠની સ્થિતિ બ્રહ્મવૃત્તિને પ્રાપ્ત બ્રહ્મનિષ્ઠની સ્થિતિ સમજાવી છે.
निमेषा न तिष्ठन्ति वृत्तिं ब्रह्ममयीं विना।
यथा तिष्ठन्ति ब्रह्माद्या: सनकाद्या: शुकादायः ॥ १३४॥ બ્રહમ વૃત્તિ વિના બ્રહ્માકાર વૃત્તિ વિના તે પુરુષો નિમેષ ન તિત્તિઅડધી પળ પણ રહેતા નથી. (જેવી રીતે) બ્રહા .. =બ્રહ્માજી વગેરે સના સનકાદિ વગેરે
યા..શુકદેવજી વગેરે યથા તિછત્તિ.=પણ બ્રહ્મમય વૃત્તિ વિના રહેતા નથી.
અહીં વેદાન્તની સમાધિનો સંકેત આપ્યો છે, અને તેથી અન્ય યોગાદિની સમાધિથી ભિન્ન અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદાન્ત એ ઐક્યની, અભેદની, અભયની, અસંગની, અદ્વૈતની દષ્ટિ છે. વેદાન્ત મનની દીવાલોથી પેલે પાર પહોંચેલી સ્થિતિ છે. વેદાન હંકાતીને થયેલા ચિત્તની અનુભૂતિ છે. વેદાન્તની સમાધિનો સંબંધ શરીરની આકૃતિ, પ્રકૃતિ કે વિકૃતિ કરતાં ચિત્તની વૃત્તિ સાથે છે. તેથી સામાન્ય લૌકિક દષ્ટિએ જેને સમાધિ સમજવામાં આવે છે તેથી તે અન્ય છે, ભિન્ન છે. શરીરને ખાડામાં ઉતારી દેવું, સાત દિવસ દાટી રાખવુંપછી જીવતા બહાર આવવું, પાણીમાં શરીરને ઉતારી કાચની (એરટાઈટ) પેટીમાં રહેવું, જ્યાં હવા અવરજવર ન કરે છતાં પણ શરીરને પાણી ન અડે તેવા પ્રયોગો દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોગીઓ કરે છે. આવી શરીર સાથે સરકસ જેવી કરામતોને વેદાન્તની સમાધિ સાથે નિસ્બત નથી. ન તો ક્લાકોનું મૌન, ન તો દિવસો સુધી આંખો બંધ અને શરીર જડવ-શબવતુ-પડયું હોય તે; ન તો વિચાર કે ચિત્તની શૂન્યતા સમાધિ છે.
વેદાન્તની સમાધિ એ જ બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ કે નિરાકાર બ્રહ્મમાં સ્થિતિ. આવી બ્રહ્મમય વૃત્તિ હોય છતાં સતત કાર્ય ચાલ્યા કરે છે, જેમ બ્રહ્માજી સતત સર્જન ક્યાં જ કરે છે યોગ્ય ન્યાયાધીશ થઈ જીવોને કર્મ પ્રમાણે યોનિ, સદ્ગતિ, અવગતિ પ્રદાન કર્યા જ કરે છે, અડધી પળ પણ વિશ્રામ લેતા નથી છતાં તેઓ કદી બ્રહ્માકારવૃત્તિથી ચુત થતા નથી. તેવી જ રીતે શંકરજી નિરંતર વિસર્જન કર્યા કરે છે - કારણ કે ક્ષણે ક્ષણે ક્ષયની, લયની, વિકૃતિની રૂપાન્તરની કિયા તો સંસારમાં
Page #511
--------------------------------------------------------------------------
________________
(૪૯૨)
ચાલ્યા જ કરે છે. આ સર્વ શંકરજીને આભારી છે. છતાં તેમની અખંડાકાર વૃત્તિમાં નથી કોઈ સંહાર, નથી પોતે સંહારક. શુકદેવજી નિરંતર નિરાકાર વૃત્તિમાં જ હોય છે, સમાધિસ્થ જ છે. સૌ જે તે સ્વરૂપમાં સ્થિત છે. જે સ્વરૂપે સર્વવ્યાપ્ત છે તે આકાશ જેમ સમાધિસ્થ છે, તેને સમાધિ લગાડવાની જરૂર નથી. આકાશમાં વાદળાં આવે અને જાય, વીજળી ચમકે અને કડાકા થાય, વાદળાં ફાટે ને ધરતી ભીની થાય પણ આકાશ કોરું કટ! કડાકા થાય, વીજળી પડે ને ધરાનો,પદાર્થોનો ધ્વંસ થાય! પણ આકાશ સદા નિર્ધ્વસ છે. વીજળી તેમાં જ બિરાજે અને છતાં આકાશને સ્પર્શ નથી. આકાશ જેમ અસ્પર્શી છે તેમ ‘સ્વ’સ્વરૂપની અનુભૂતિ થયેલી સમાધિ પણ અસ્પર્શી છે. તેવી સમાધિને કામ, લોભ, ભોગ, સંહાર કે સર્જન જેવી કોઈ પણ વૃત્તિનાં વાદળાં સ્પર્શ કરી શકતાં નથી. તેથી જ જ્ઞાનીની બ્રહ્માકાર વૃત્તિવાળાની તમામ વૃત્તિઓ બ્રહ્માકાર જ થઈ ચૂકી છે. પણ લૌકિક દષ્ટિથી, સમાજની ઘેલછા, ગાંડપણ અને વેવલાવેડાથી જેમનું ચિત્ત મુક્ત નથી તેમને આ સમજવું મુશકેલ છે. લોકો તો નિત્ય પોતાના માપદંડથી જ જ્ઞાનીને, બ્રહ્મનિષ્ઠને (નિત્યસંન્યાસીને) આત્મશ કે બ્રહ્મજ્ઞને માપતા આવ્યા છે અને માપતા જ રહેવાના. તેમાં નુકસાન તે માપનારાને છે. જ્ઞાનીને કદી નહિ. જ્ઞાનીની દષ્ટિમાં તો માપદંડ, માપનારા અને સંસારનાં સૌ પ્રમાણપત્રો, સ્તુતિ કે નિન્દા સર્વ કાંઈ બ્રહ્મમય જ છે. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાની કે જેને ‘સ્વ’સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ થઈ છે, તેની કામવૃત્તિ, ભોગવૃત્તિ, લોભવૃત્તિ કે કોઈપણ વૃત્તિ જે બહારથી લૌકિક દષ્ટિએ દૃશ્ય છે તે સર્વ વૃત્તિઓ બ્રહ્માકાર જ થયેલી હોય છે.
માટે જ અહીં દૃષ્ટાંત આપવામાં આવે છે કે શુકદેવજી બ્રહ્માકાર વૃત્તિમાં સમાધિસ્થ રહેતા છતાં ભાગવતશ્રવણ કરતા અને તેનો ઉપદેશ પણ કરતા હતા. અને તેવી જ રીતે સનકાદિ નગ્નાવસ્થામાં ભ્રમણ કરતા હતા છતાં સમાધિસ્થ હતા. લોકોએ તેમને નગ્ન કહ્યા, કારણ કે લૌકિક દષ્ટિમાં તો પિતામ્બર, શ્વેતામ્બર અને દિગંબર તેવા જ ખ્યાલ હોય છે. જ્યારે સનકાદિ તો ચિદંબર સ્વરૂપે હતા. ચૈતન્ય જ જેનાં વસ્ત્ર હોય તેને નિર્વસ્ત્ર અને વસ્ત્ર શું?
તાત્પર્ય: બ્રહ્માકારવૃત્તિ અજ્ઞાનસંહારક છે. જે અજ્ઞાન જ દૃશ્યપ્રપંચનું કારણ છે. અને સાથે સાથે તે વૃત્તિ જ સ્વરૂપભૂત છે, ‘સ્વ’સ્વરૂપમય છે. જે અનાદિ અને અનન્ત છે. અને જેમ સ્વરૂપ અર્ધ નિમેષ માટે ત્યાગી
Page #512
--------------------------------------------------------------------------
________________
(૪૯૩)
ન શકાય, તેમ જ બ્રહ્માકાર વૃત્તિ પણ ત્યાગી શકાય નહીં; તે તો ત્યાજ્જ અને ગ્રાહ્યથી મુક્ત છે. પરમ પાવન પૂજ્ય છે.
બ્રહ્માકાર વૃત્તિની પદ્ધતિ
હવે પાંચ શ્લોક દ્વારા ભગવાન શંકારાચાર્ય બ્રહ્માકાર વૃત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તેની ઝીણવટભરી સમજ આપે છે. અને આ સૂક્ષ્મ પતિ દ્વારા અહીં વેદાન્તસિદ્ધાન્તનું પણ નિરૂપણ થયેલું છે.
कार्ये कारणता याता कारणे न हि कार्यता । कारणत्वं ततो गच्छेत् कार्याभावे विचारतः ॥ १३५ ॥ વાર્યું જાળતા યાતા =કાર્યમાં કારણતા પરોવાયેલી છે. ાળે વાર્યતા ન હિ =પણ કારણમાં કાર્ય નથી. . તેથી
તતઃ...
ાર્યસ્ય અમાવે =કાર્યના અભાવનો
વિષાતઃ... વિચાર કરવાથી
વત્વમ્ યાōત્ =કારણ-પણ જતું રહે છે. “હાર્યે વાળતા યાતા” =“કાર્યમાં કારણતા છે” “જાણે ન દિ વાર્યતા” =‘“પણ કારણમાં કાર્ય નથી” આ વેદાન્ત સિદ્ધાંતની એક મહત્ત્વની વસ્તુ છે. અર્થાત્ કાર્યમાં કારણ છે. પણ કારણમાં કાર્ય નથી. બંગડીમાં...સોનું છે. પણ સોનામાં બંગડી નથી. ઘડામાં...માટી છે. પણ માટીમાં ઘડો નથી. ટેબલમાં...લાકડું છે. પણ લાકડામાં ટેબલ નથી.
સાડીમાં...કપાસ કે રૂ છે. પણ રૂમાં સાડી નથી.
રૂ કે કપાસનાં તો અનંત રૂપ છે. પ્રથમ તાર નીકળે જેને તાણા, વાણા એવું કાલ્પનિક નામ અપાયું. છતાં કોઈ તારમાં ભેદ નથી. નામમાત્રનો ભેદ છે. પછી તારથી કપડું બન્યું, તેનાં અવનવાં નામ છે માદરપાટ,
Page #513
--------------------------------------------------------------------------
________________
(૪૯૪)
જીન, સેનો, પોપલીન, વોયલ, મલમલ અને ત્યાર બાદ દરજીએ આ કાપડમાંથી અનેક વસ્રો તૈયાર કર્યાં તેનાં પણ રૂપ, રંગ, નામ સર્વ કાંઈ જુદાં છે. છતાં રૂ તો એકનું એક છે. અને દરેક સુતરાઉ વસ્ત્રમાં તેનું કારણ રૂ અનુસૂત છે. પણ રૂ કે કપાસમાં નથી કોઈ વસ્ત્રો કે નથી કપડાંની જાત કે તેનાં નામ. આમ એક વાત નિર્વિવાદ છેકે
રૂ કે કપાસના પરિચયથી તમામ સુતરાઉ વસ્ત્રોનું જ્ઞાન થાય છે. પણ વસ્ત્રના જ્ઞાનથી રૂનું જ્ઞાન થતું નથી. તેમ જ માટીના જ્ઞાનથી માટીના તમામ આકાર કે કાર્યનું જ્ઞાન થાય છે. પણ ઘડાના જ્ઞાનથી માટીનું કે બંગડીના જ્ઞાનથી સોનાનું જ્ઞાન થઈ શકે નહીં. તેથી સિદ્ધાંત એવો સ્પષ્ટ છે કે કાર્યના જ્ઞાનથી કારણનું શાન ન થાય; પણ કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય. તેથી ઈશ્વર કારણ છે તેના જ્ઞાનથી, જગત જે કાર્ય છે તેનું જ્ઞાન થઈ શકે; પણ જગતના જ્ઞાનથી ઈશ્વરનું જ્ઞાન ન થઈ શકે.
આમ, કાર્યમાં કારણ વિદ્યમાન જ છે; અનુચૂત જ છે. જેમ વૃક્ષ કાર્ય છે તેમાં બીજ કારણ અનુસ્મૃત છે. પણ સાથે સાથે સમજવું જોઈએ કે કારણમાં નામ, રૂપ, રંગવાળું કાર્ય ન હોઈ શકે. છતાં પણ જે કાર્ય કારણમાં દેખાય છે તે પ્રતીતિ માત્ર જ છે.
કાર્ય-કારણમાં કલ્પિત નામ અને આકાર માત્ર છે. ઘડો, નળિયાં, ઈંટ વગેરે કાર્ય માટીમાં કલ્પાયેલાં નામ-રૂપમાત્ર છે. બંગડી, અછોડો, વીંટી આદિ કાર્ય સોનામાં કલ્પિત નામ અને આકાર છે. સંસારનાં પ્રાણી, પદાર્થાદિ કાર્ય ઈશ્વરમાં કલ્પિત, આરોપિત નામરૂપ છે. વાસ્તવમાં, હકીકતમાં કાર્ય છે જ નહીં...અર્થાત્ કાર્યમાં દૃશ્ય, નામ અને આકાર કલ્પિત છે. આરોપિત છે. ભ્રાંતિ છે, અધ્યાસ છે. તેથી અંતે તો જો કાર્ય જ નથી તો કારણ કયાં હોઈ શકે? અર્થાત્ કાર્યના જન્મ પૂર્વે કારણમાં કારણત્વ જ નહોતું. આમ વિચારતાં જયારે કાર્ય જ નથી તો કારણ પણ હોઈ શકે નહીં.‘ાર્યસ્ય અમાને વિશ્વાત: બાળત્યું મòત્'' કાર્યમાં જે ભેદ છે નામ અને રૂપના તે તો વાણી દ્વારા જ થયેલો વિકાર છે. બાકી તો માટી કે સોનું જ સત્ય છે. એમ પણ વિચારી શકાય કે જો કાર્યની ઉત્પત્તિ દોરીમાંથી ઉત્પન્ન થયેલા સર્પ જેવી ભ્રાંતિમય છે તો પણ કાર્ય સત્ નથી, અને કાર્ય જ જે સત્ નથી તો કારણ
Page #514
--------------------------------------------------------------------------
________________
(૪૯૫) કઈ રીતે સાચું હોઈ શકે? આમ સ્પષ્ટ જ છે કે કાર્યના અભાવમાં કારણનો પણ અભાવ જ છે. તેથી જો જગત કાર્ય છે અને ઈશ્વર કારણ છે, તો પછી સંસાર તો મિથ્યા છે. તો તેનું કારણ ઈશ્વર કઈ રીતે સત્ હોઈ શકે? - નિષ્કર્ષ માટે જ કહ્યું છે કે જે કંઈ અસ્તિત્વમાં છે તે બ્રહ્મમય છે. બ્રહ્મથી ભિન્ન કંઈ જ નથી. નથી કારણ કે નથી કોઈ કાર્ય. જયારે કાર્ય અને કારણ, બન્નેનો બાધ થાય છે. ત્યારે જ ખરેખર તો સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે તેવું સમજાય છે. બ્રહ્મ અદ્વિતીય છે તેવા સિદ્ધાંતમાં કારણ અને કાર્યનો બાધ અનિવાર્ય છે. બ્રહ્મ તો કાર્ય-કારણથી વિલક્ષણ છે, અને તે જ મારું, તમારું, આપણું સ્વરૂપ છે, અને સ્વરૂપ એક છે તેની અનુભૂતિ થતાં “મારું', 'તારું, ‘તમારું કે “આપણું રહેશે નહીં. રહેશે માત્ર સ્વરૂપ.
"एकमेव सदनेककारणं कारणांतरनिरासकारणम्। कार्यकारणविलक्षणं स्वयं ब्रह्म तत्त्वमसि भावयात्मनि।।।
. -વિ. ચૂડામણી જે પોતે એક છે છતાં અનેક પદાર્થોનું કારણ છે અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ નથી, છતાં જે કાર્ય અને કારણથી ભિન્ન કે વિલક્ષણ છે; એ જ બ્રહ્મ તું છે; એમ તું મનમાં ધ્યાન કર.”
આમ કાર્ય-કારણ સંબંધ કાલ્પનિક છે. આત્મવસ્તુને તેની સાથે કોઈ સંબંધ નથી તેથી જ કોઈ પણ કાર્યથી આત્મવસ્તુ પ્રાપ્ત થાય તેમ નથી. માટે જ કહ્યું છે કે
વસ્તુસિદ્ધિર્વિવાળ ન વિશ્વિનોદિમિ'' II (વિ. ચૂ) __ अथ शुद्धंभवेद्वस्तु यद्वै वाचामगोचरम्। ।
दष्टव्यं मृद्घटेनैव दृष्टान्तेन पुनः पुनः॥१३६ ॥ અથ... આવો વિચાર કરવાથી થતું શુદ્ધ વસ્તુ વાવમ્ ગોવરમ્ =જે વાણીથી અગોચર છે તે શુદ્ધ
વસ્તુ તત્વૈ મવેત્... તે (વિચારક) જ થાય છે. [અથવા તે શુદ્ધ વસ્તુ જ બચે છે). મૃત્ ઘટેન દૃષ્ટાંતનાવ પુનઃ પુનઃ તત્ દૃષ્ટવ્યમુ=માટી અને ઘડો એ દષ્ટાંત
Page #515
--------------------------------------------------------------------------
________________
(૪૯૬)
લઈને વારંવાર વિચાર કરવો જોઈએ કે કાર્ય-કારણના
અભાવમાં બ્રહ્મ જ રહે છે] માટી અને ઘડાનું દષ્ટાંત લઈને વારંવાર વિચારવું જોઈએ કે “ઘડો’ નામ છે અને તે નામને એક આકાર છે. “નામ” અને “આકાર” બન્નેને પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ છે. જયારે માટીને તેમાંનું કંઈ જ નથી. ઘડાનાં રૂપ અને રંગ, માટીમાં માત્ર આરોપિત છે. તેથી ઘડો કાર્ય જ જયાં વાસ્તવિક નથી, પ્રતીતિ-માત્ર છે ત્યાં તેનું કારણ’ પણ સાચું ન જ હોય. તેથી જયાં કાર્ય નથી ત્યાં કારણ પણ નથી. તેવી જ રીતે સંસાર કાર્ય નથી અને ઈશ્વર કારણ પણ નથી. આમ બન્નેના અભાવમાં તે બન્નેનું અધિષ્ઠાન બ્રહ્મ જ બાકી બચે છે. '
તે બ્રહ્મમાં પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, દેશ, કાળ, વસ્તુ કે કાર્ય-કારણભાવ નથી. તે તો શુદ્ધ છે અને વાણીથી અગોચર છે. “વાવામગોવરમું.”
કાર્ય અને કારાણના અભાવમાં તે બન્નેનું અધિષ્ઠાન બ્રહ્મ જ બચે છે. તેવો વિચાર વારંવાર કરવાનું શું ફળ છે તે દશવિ છે.
अनेनैव प्रकारेण वृत्तिर्ब्रह्मात्मिका भवेत् ।
उदेति शुद्धचित्तानां वृत्तिज्ञानं ततः परम्॥१३७॥ શુદ્ધવિત્તાનામ્...=શુદ્ધ અંત:કરણવાળાને મને પ્રાન પર્વ આ પ્રકારના વિચારથી વૃત્તિજ્ઞાનમ્ તિવૃત્તિનું જ્ઞાન ઉદય પામે છે. તત: પમ્.. તે પછી વૃત્તિઃ હાત્મિક મવેડૂ-વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
અહીં એવું સમજાવ્યું છે કે વિચારથી જ વૃત્તિ બ્રહ્માકાર થાય છે. તો આપણે પણ વિચારીએ કે કેવા વિચારથી તેમ થાય છે.
(૧) કાર્યના અભાવમાં કારણનો અભાવ છે અને કાર્ય-કારણના અભાવમાં જ બ્રહ્મ અધિષ્ઠાન છે, ચૈતન્ય છે અને તે ચૈતન્ય હું જ છું કેમ કે તેથી અન્ય કંઈ જ બચ્યું નથી-નથી જગત કે નથી તેનો કર્તા-આમ વિચારવાથી વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
(૯૭).
(૨) ઘડાની ઉત્પત્તિ પૂર્વે માટી હતી. નાશ પછી પણ માટી જ રહે છે. ઘડાની અંદર માટી છે, બહાર માટી છે. અરે! ઘડો જ માટી છે, માટી સિવાય કંઈ જ નથી. પછી ઘડો જીવે કે મરે, જન્મે કે જાય, ક્યાં કંઈ આપત્તિ છે? માટી તો રહેવાની જ છે, તેમ જ સંસારની ઉત્પત્તિ પૂર્વે બ્રહ્મતત્વ હતું. વર્તમાનમાં છે, સંસારના પ્રલય પછી પણ બ્રહ્મ જ રહેશે! સંસાર આરોપ હોય તોપણ અધિષ્ઠાન બ્રહ્મથી ભિન્ન તો નથી જ. અર્થાત્ સંસાર પણ બ્રહ્મ જ છે. તો પછી સંસાર રહે કે જાય! જેની દૃષ્ટિમાં બ્રહ્મ જ છે તેને સંસારના રહેવાથી કે વિનાશથી કોઈ આપત્તિ નથી. આવા વિચારમાં સંસારની, દય-પ્રપંચની કે mતની નાબૂદીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ છે જાકારવૃત્તિ જેમાં સર્વ કાંઈ ચેતન છે, જા છે. અર્થાત નિષેધ વિના જ પ્રપંચ બાદ થઈ તેનો અનાયાસે બાધ થઈ જાય છે. કારણ કે જયાં પપંચ જ બહા, ત્યાં બચે શું? આવા વિચારથી પણ વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
(૩) વિજાતીય વૃત્તિના તિરસ્કારપૂર્વક સજાતીય વૃત્તિનો પ્રવાહ સતત રાખવાથી પણ વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
જ્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે વૃત્તિ જ્ઞાન ઉદય થાય છે. પ્રથમ, વસ્તુનું પરોક્ષ જ્ઞાન થાય છે પણ અંતે સતત વિચારણાથી વસ્તુ યથાર્થ સમજાય છે અને પછી જ વૃત્તિ બ્રહ્માકાર થાય છે. વસ્તુને યથાર્થ સમજવી એટલે કે બ્રહ્મ નિરાકાર કે નિર્ગુણ પણ નથી તેમ સમજવું. કારણ કે તે તો સાપેક્ષના ઈષ્ટિકોણની ભાષા છે. ગિત સાકાર છે તેથી બ્રહ્મ નિરાકાર છે અને કોઈ ગુણ છે માટે નિર્ગુણ બ્રહ્મ છે.]
વાસ્તવમાં ગુણ જ નથી તો નિર્ગુણ ક્યાં? ગત અસત્ છે તેમ માની બ્રહ્મને આપણે સત્ કહ્યું છે. જ્જત જડ છે, તેથી બ્રહ્મને ચિત્. કહ્યું છે. જ્જત દુ:ખમય છે, તેથી બ્રહ્મને આનંદ કહ્યું છે. આમ ખરેખર તો આ ભાષા સાપેક્ષવાદની છે. બ્રહ્મ તો નિરપેક્ષ છે. એટલે બ્રહ્મ માટે
જે સત્ ચિતુ અને આનંદ વગેરે શબ્દો કે પદ વપરાય છે તે પદનો વાર્થ પણ બ્રહ્મ નથી. તેથી બ્રહ્મ અત' પદ નથી કે નથી “અતિ” પદનો વાર્થ. કારણ કે તેના સંદર્ભમાં જે અદ્વૈત સમજાય તો તેવું બ્રહ્મ નથી. જો કૅત જ નથી તો અદ્વૈત કેવું? તેથી બ્રહ્મ, ભાષાનાં તમામ લક્ષણો, પદો, શબ્દોથી મુક્ત છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
(૪૮)
જ્યાં સુધી અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અખંડાકાર, નિર્વિકાર વૃત્તિ દ્વારા ચિંતનમાં વારંવાર પુનરાવર્તનની જરૂર છે. બાકી બ્રહ્મજ્ઞાનમાં ઉદય કે અસ્ત નથી; તેથી તેમાં આવર્તન કે પુનરાવર્તનની પણ જરૂર નથી. બ્રહ્મજ્ઞાન થાય પછી તેનો કદી વિનાશ થતો નથી. માટે જ કહ્યું છે કે “યત્ત્વ ન નિવર્તિ'.
અન્વય-વ્યતિરેક દ્વારા આત્મવિચાર અહીં તર્કબદ્ધ વિચારણા માટેની પદ્ધતિનું નિરૂપણ છે. કઈ રીતે કાર્યના સ્વીકાર દ્વારા પ્રથમ કારણનો સ્વીકાર થાય છે અને પછી જે કારણ અધ્યારોપ છે તેનો અપવાદ પણ કાર્યના ઇન્કાર કે અસ્વીકાર દ્વારા થાય છે તે સમજાવવાનો સુંદર પ્રયત્ન છે.
कारणं व्यतिरेकेण पुमानादौ विलोकयेत।
अन्वयेन पुनस्तद्धि कार्ये नित्यं प्रपश्यति॥१३॥ પુમાન ખાવી.=પુરુષે પ્રથમ
વ્યતિ વિતાવતુ-વ્યતિરેક પદ્ધતિથી કારણનો વિચાર કરવો જોઈએ. પુન:.. પછી અન્વયેન.=અન્વય પદ્ધતિથી વિચાર કરવાથી)
થૈ તા () કાર્યમાં તે (કારણને) નિત્ય પ્રપતિ નિત્ય જુએ છે.
પ્રથમ આપણે વ્યતિરેક અને અન્વય શું છે તે સમજી લઈએ તેથી સ્પષ્ટતા થઈ જશે. વ્યતિરેક પદ્ધતિ: આ પદ્ધતિમાં પ્રથમ નિષેધાત્મક રીતે વિચાર કરવામાં આવે છે અર્થાતુ વિચાર થાય છે કે
કારણ ન હોય તો કાર્ય ન હોય... માટી ન હોય તો ઘડો ન હોય... कारणस्य अभावे कार्यस्य अभाव :
यस्य अभावे यस्य अभाव: આવો વિચાર કરવાથી એક વાત ખૂબ જ સ્પષ્ટ થઈ જશે કે ઘડો તો શ્ય જ છે તેથી માટી જરૂર છે. તેવી જ રીતે ગત દશ્ય છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
(૪૯૯)
તેથી તેનું કારણ પણ છે જ. જેમ ઘડાથી માટી ભિન્ન નથી તેમ જગતથી તેનું કારણ ઈશ્વર પણ ભિન્ન નથી. આથી એક નિષ્કર્ષ પર આવી શકાય છે કે કાર્ય અને કારણ બન્ને એક છે અથવા કારણ જ કાર્ય બન્યું છે. અને કાર્યમાં જ કારણ અનુસૂત છે; જેમ ઘડામાં જ માટી સમાયેલી છે.
આ ઉપરથી આપણે માટીને કારણ તરીકે જાણી. આને માટીમાં કારણત્વનો અધ્યારોપ કહેવાય છે. ઘડાના જન્મ પૂર્વે ‘માટી’કારણ નહોતી પણ કાર્ય જન્મ્યું તેથી ‘કારણ’ પણ આવ્યું. કારણના આવા વિચાર પછી અન્વય પદ્ધતિ દ્વારા કાર્યનો વિચાર કરવો જોઈએ.
અન્વય પદ્ધતિ: આ પદ્ધતિમાં હકારાત્મક રીતે વિચાર કરવામાં આવે છે. कारणस्य सत्त्वे कार्यस्य सत्त्वं
यस्य सत्त्वे यस्य सत्त्वं માટી હોય તો ઘડો હોય કારણ હોય તો કાર્ય હોય
આ રીતે વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે માટી છે તેથી ઘડો છે અને માટી તે જ ‘કારણ’ તેવા ભાવમાં; અસ્તિત્વમાં ઘડો જેને ‘કાર્ય’ કહેવાય છે, તે છે. અગાઉ એ પણ વિચારાઇ ગયું કે ‘કાર્યમાં જકારણ અનુસૂત છે. અર્થાત્ ઘડામાં જ માટી છે તેમ જગતમાં જ ઈશ્વર છે. અર્થાત્ જયાં જયાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. જયાં જયાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે. અને જયાં જયાં જગત છે ત્યાં ત્યાં ઈશ્વર છે. કારણ કે જગત કાર્ય છે અને ઈશ્વર અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવાય છે.
આવી રીતે વિચારણા કરવાથી આપણે ‘કારણત્વ’નો અધ્યારોપ કર્યો કહેવાય. હવે પછીના શ્લોકમાં કરેલા આરોપનો અપવાદ કેવી રીતે કરવો તેની વિચારણા સમજાવી છે.
कार्ये हि कारणं पश्येत् पश्चात्कार्यं विसर्जयेत् ।
कारणत्वं ततो गच्छेदवशिष्ट भवेन्मुनिः ॥ १३९ ॥
ાર્યે દિ ઝારખં ક્ષેત્ર-કાર્યમાં કારણ વ્યાપ્ત છે તેવો વિચાર પ્રાપ્ત કરવો. પરત્તાત્=પછી
ાર્યમ્ વિસર્નયે-તે કાર્યને ત્યજી દેવું
ાળત્વમ્ તત: છે=કાર્યની સાથે (અંત:કરણથી) કારણ પણ જતું
Page #519
--------------------------------------------------------------------------
________________
(૫૦૦)
રહેશે. અવશિષ્ટ મત મુનિ બાકી રહેશે તે જ (સ્વરૂપ હશે જેને જાણી
તે) મુનિ થઈ જાય છે. અપવાદને સમજવા અર્થાત્ આરોપેલા કારણત્વને નાબૂદ કરવા કેવી વિચારણા જરૂરી છે તેની ઉપર હવે આપણે વિચારીએ. આપણે સમજી ચૂકયા છીએ કે કાર્યમાં જ કારણ વ્યાપ્ત છે, તેનો પ્રથમ વિચાર કરવો “ દિ ન વયેત્ પરત વર્ષ વિત” આ એક મહત્ત્વની વિચાર પ્રક્રિયા છે જેમાં કહ્યું છે કે કાર્યમાં પ્રથમ કારણનાં દર્શન કરવાં, પછી કાર્યનો ઈન્કાર કરવો. કાર્યનો ઈન્કાર કઈ રીતે થાય?
(૧) પ્રથમ તો વિચારવું કે જે કાર્યરૂપે ભાસે છે તે કાર્ય, કારણમાં હોતું જ નથી. માટીને કોઈ નામ કે આકાર નથી. તેથી સ્પષ્ટ થાય છે કે કારણમાં જો કાર્ય છે જ નહીં તેમ છતાં ભાસે છે, તો તે ભ્રાંતિ કે આરોપ છે; વાસ્તવિક નથી. આથી જ નરસિંહ મહેતા જેવા જ્ઞાનીએ કહ્યું, “જાગીને જોઉં તો mત દીસે નહીં, ઊંધમાં અટપટા ભોગ ભાસે.” આમ જે કાઈ જ વાસ્તવિક નથી, તો પછી માટી તેનું કારણ પણ વાસ્તવિક નથી. કાર્યના અભાવમાં આવી રીતે કારણનો પણ અભાવ જ છે. માટીમાં “કારણત્વ' ત્યારે જ હોય જયારે તેમાં કાર્ય હોય. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે જે “કારણત્વને આપણે “અધ્યારોપ કરેલો તેનો અહીં કાર્ય-કારણના અભાવમાં “અપવાદ થઈ જાય છે. અર્થાત્ ‘કાય” અને “કારણ બને સંબંધ આરોપિત છે.
આમ કાર્ય ઉત્પન્ન થયું અને વ્યવહારમાં નષ્ટ પણ થયું અને તેની સાથે કારણના પણ તે જ હાલ થયા અથતું જે શેષ રહ્યું છે તે જ આપણું સ્વરૂપ છે. જેને જાણીને વિચાર કરનાર; ચિંતન કરનાર મુનિ થઈ જાય છે તેમ કહ્યું છે. “મવશિષ્ટ મત મુનિઃ”
(૨) જે કંઈ કાર્ય છે તે નામ અને આકાર માત્ર જ છે. જેમ ધડો અને તેનો આકાર માટી પર આરોપિત છે. ખરેખર તો માટી જ ઘડારૂપે દેખાય છે. ઘડાને પકડતાં માટી જ પકડાય છે, જેની દષ્ટિમાં ઘડો અને માટી ભિન્ન છે તેને જ કર્યું અને કારણ જુદાં દેખાય છે. જ્ઞાનીને તે “ધડો દેખાતો જ નથી અર્થાત તે નામ અને આકારને બાદ કરીને માત્ર માટી જ જુએ છે. અને જે માત્ર માટી જ માટી દેખાય
Page #520
--------------------------------------------------------------------------
________________
(૫૦૧)
તો કાર્ય અદૃશ્ય થઈ જાય છે. જે કાર્ય જ ન હોય તો ‘માટી’ ને કારણ કેવી રીતે કહેવાય ? આવા વિચારથી પણ ‘કાર્ય’ અને ‘કારણ’નો બાધ થાય છે. અને તે બાધનો સાક્ષી છે તે જ અવશિષ્ટ રહે છે. તે જ ચૈતન્ય છે જેને જાણીને મનનશીલ મુનિ થઈ જાય છે. “અશિષ્ટ મવેત્ મુનિઃ’।
(૩) જે કાર્ય છે તે જ જન્મે છે. પણ જ્યારે સમજાય કે જન્મ જ નથી, ઉત્પત્તિ જ નથી તો તેનું કારણ પણ નથી. જો ‘કાર્ય’ની નામ અને આકારની કે સંસારની ઉત્પત્તિ છે તો સર્પ જેવી ભ્રાંતિમય છે. ઉત્પત્તિ જ કલ્પનામાત્ર છે. આમ જો કાર્ય ઉત્પન્ન જ થયું નથી; તો તેનું કારણ કઈ રીતે હોઈ શકે ?
જો સંસારી હોય તો સંસાર હોય! અને સંસારૂપી કાર્ય હોય તો જ ઈશ્વર હોઈ શકે! છતાં આપણે રાતદિવસ રોદણાં રોઈએ છીએ કે અમે સંસારી છીએ, સંસારમાં છીએ! કેવી ભ્રાંતિ! જ્યાં નથી સર્જક ત્યાં સંસાર કે સંસારી કેવો ?
જ્યાં બે હોય, દ્વૈત હોય ત્યાં જ કોઈ કારણ ને કોઈ કાર્ય હોઈ શકે! એકમાં નથી કોઈ પૂર્વે કે કોઈ પછી.
આમ, કાર્યના ત્યાગ દ્વારા કારણે ત્યજાઈ જાય છે અને સ્વરૂપ કે અધિષ્ઠાન માત્ર બચે છે. આ વાત અન્વય વ્યતિરેક પદ્ધતિના વિચાર દ્વારા સમજાવી છે. તદ્ઉપરાંત અધ્યારોપ અને અપવાદનો સિદ્ધાંત પણ સમજાવ્યો છે.
બ્રહ્મભાવથી બ્રહ્મત્વ
અહીં સમજાવ્યું છે કે જેવી ભાવનાથી જેનું ધ્યાન થાય છે તેવો જ તે પોતાને જાણે છે. અર્થાત્ બ્રહ્મનું બ્રહ્માકાર વૃત્તિથી ચિંતન કરનાર બ્રહ્મથી અભિન્ન થાય છે.
भावितं तीव्रवेगेन वस्तु यन्निश्चयात्मना । पुमांस्तद्धि भवेच्छीघ्रं ज्ञेयं भ्रमरकीटवत् ॥ १४० ॥ નિશ્ર્વયાત્મના પુછ્હેપ=નિશ્ચય બુદ્ધિવાળા પુરુષથી તીવ્ર વેન્ટેન... તીવ્ર વેગથી
ચણ્ વસ્તુ માનિતમ્=જે વસ્તુનું ચિંતન કરવામાં આવ્યું છે,
Page #521
--------------------------------------------------------------------------
________________
(૫૦૨) તત દિ. તે રૂપ જ પુન શીધ્ર પુરુષ ત્વરાથી થાય છે, રૂતિ કમીટવત્ યમુકઆ વાતને ભ્રમર-કીટના જેવી જાણવી.
અહીં એમ કહ્યું છે કે પ્રથમ સ્વરૂપનો દઢ નિશ્ચય કરી પછી તેનું ચિંતન કરવામાં આવે તો જેનું ચિંતન થાય છે તે જ રૂપનો પુરુષ થઈ જાય છે. અર્થાત્ અજ્ઞાની જીવ કે જેને “ત્વનું પદ કહે છે તે જો બ્રહ્મ' અર્થાતુ ‘ત પદનું ધ્યાન કરે, ચિંતન કરે, મનન કરે, નિદિધ્યાસન કરે તો ધીરે ધીરે તેની વૃત્તિ તદાકાર થાય છે. અર્થાત્ ચિંતન કરનારનું રૂપ પણ “તત્ પદના લક્ષ્યાર્થ જેવું તરૂપ થાય છે. અંતે તો તે તન્મય બને છે, તરૂપ થાય છે, તે પોતાને તરૂપાનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ, વિવેકાનંદ અને અભેદાનંદ તરીકે જાણે છે. કીટભ્રમર ન્યાય પ્રમાણે બ્રહ્મભાવથી ચિંતન કરનાર બ્રહ્મતત્વને પામે છે. તે જ અહીં તાત્પર્ય છે.
“આતમજ્ઞાન બિના જગ જૂઠા”-કબીર
પ્રપંચમાં પરબ્રહા દષ્ટિ અહીં અદશ્ય અને દશ્યમાં ભેદ ન રાખતાં સર્વને બ્રહ્મભાવનાથી બ્રહ્મરૂપ જોવાનો પ્રયત્ન કરવો તેવો નિર્દેશ છે.
____ अदृश्यं भावरूपं च सर्वमेव चिदात्मकम्।
सावधानतया नित्यं स्वात्मानं भावयेद् बुधः॥१४१॥ મરયમ્ પાવરૂપમ્ ા=જે અદશ્ય છે તે અને (દશ્ય છે) અસ્તિત્વ
રૂપે છે સર્વ વ... =સર્વ વાત્માન...અને હું પણ રિલાભમ્ બ્રહ્મરૂપ છીએ (તિ) સાવધાનતા એમ સાવધાનીથી વધ: નિત્ય માવત વિવેકી પુરુષે નિત્ય ભાવના કરવી જોઈએ. વિવેકી પુરુષે સદા સર્વદા નિદિધ્યાસનનો અભ્યાસ ચાલુ રાખવો અને
Page #522
--------------------------------------------------------------------------
________________
(૫૦૩)
વિચાર્યા કરવું કે જે જગત દશ્ય છે તેમાંથી નામ અને રૂપ બાદ કરતાં તે ચૈતન્યથી ભિન્ન નથી. તેથી સર્વદશ્ય, સર્વય અને તેનો કણ કે જ્ઞાતા સર્વ બ્રહ્મમય છે. બ્રહ્મથી અતિરિક્ત કંઈ જ નથી.
“બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” -નરસિંહ મહેતા જેને હજુ દેહભાવ છે તેણે તો નિરંતર આવો નિદિધ્યાસનનો અભ્યાસ કરવો. પણ જેની દેહાત્મભાવના નષ્ટ થઈ છે, જેને પ્રપંચની નાબૂદી થયેલી જ છે, જેનામાં સંશય કે વિપર્યય નથી અને જેને વૃતિવિસ્મરણ થયું છે તેને આવા વિચારની જરૂર નથી. કારણ કે તેના માટે તો હવે જીવનનું એક જ સૂત્ર બચી ગયું છે:
ચિન્માત્ર હું મેં એકરસ, મમ કલ્પના યહ દશ્ય હૈ. મેં કલ્પનાસે બાહ્ય હું આશ્ચર્ય છે આશ્ચર્ય હૈ.
[ભાવાનુવાદ-અષ્ટાવક્રગીતા-ભોલેબાબા] “સર્વમેવ વિરામ' આ વાત ગ્રંથને અંતે કહી તેમાં એક સંશય દૂર કરવાનું સૂક્ષ્મ તાત્પર્ય પણ છે. “વેતિ નેતિ દ્વારા જયારે દક્ષપ્રપંચનો નિષેધ થાય છે ત્યારે રખે કોઈ માને કે mત ત્યજાઈ ગયું છે. પણ અધિષ્ઠાનથી અન્ય જગત જેવું કંઈક જરૂર હોવું જોઈએ. જો mત નથી તો તો ત્યજવાનો પ્રશ્ન જ નથી. જ્યારે કોઈ એવું પણ સમજે કે જેમ સર્પ કાંચળીનો ત્યાગ કરે છે તેમ જગતનો ત્યાગ સહજ રીતે થાય છે. પણ આવાં દાંતો માત્ર સમજાવવા શરૂઆતમાં અપાય છે. તેનો કોઈ એવો અર્થ ન કરે કે જેમ સર્પ અને કાંચળી ત્યજાયા છતાં જુદા છે; તેવી જ રીતે દક્ષપ્રપંચના ત્યાગ પછી જગત પણ જુદું રહેતું હશે. જે તેવું સ્વીકારીએ તો તો વૈત જ સિદ્ધ થાય. અને આવી સૂક્ષ્મ કે સુષુપ્ત શંકા કે સંદેહના નિરાકરણ માટે જ અહીં કહ્યું છે કે દૃશ્ય જગત અને હું (જે અદશ્ય છે) તે સૌ બ્રહ્મરૂપ જ છીએ એમ વિવેકીએ ચિંતન કરવું. આવા ચિંતનમાં જગત પણ અવશિષ્ટ નહીં રહે અને એક અદ્વૈત દિશામાં સંદેહ વિના ચિંતન શક્ય બની શકશે. માટે જ ગ્રંથને અંતે આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
Page #523
--------------------------------------------------------------------------
________________
(૫૦૪)
દશ્યથી અદશ્ય दृश्यं ह्यदृश्यतां नीत्वा ब्रह्माकारेण चिन्तयेत्।
विद्वान् नित्यसुखे तिष्ठेद् धिया चिद्रसपूर्णया॥१४२॥ દૃરમ્ દિ કરતા નીત્વાકદરશ્ય જગતને અદશ્યબ્રહ્મમાં લીન કરી (જગતને
બ્રહ્મ માનીને) તત દૃશ્ય રહાન ચિંતન્ત દશ્યને બ્રહ્માકાર વૃત્તિથી વિચારવું, વિકલા ધિયાચિસપૂર્ણ બુદ્ધિથી વિન નિત્યસુણે તિકે વિદ્વાને નિત્ય સુખમાં સ્થિતિ કરવી.
આ અંતિમ સંદેશ છે, સંકેત છે. આદેશ છે - કાર્યથી કારણમાં જવાનો, દશ્યથી અદશ્યમાં જવાનો, સાકારથી નિરાકારમાં જવાનો, નામીથી અનામીમાં જવાનો, વ્યક્તથી અવ્યક્તમાં જવાનો, પ્રપંચથી પરમાત્મા તરફ જવાનો અને આરોપથી અધિષ્ઠાનમાં જવાનો. પણ સતત જાગૃતિથી વિચારવાનું કહ્યું છે કે કંઈક દશ્ય છે અને તેથી જ તેનો કટા અદશ્ય છે. જે “દશ્ય” વસ્તુ જ નથી તો અદશ્ય કષ્ટ કેવો? ચિંતન એ જ કરવાનું કે દૃશ્ય અને અદશ્ય સાપેક્ષ છે, દશ્ય અને અદય ભાવરૂપ છે, પણ હું તો બન્ને ભાવનો સાક્ષી છું. હું તો દશ્ય અને અદશ્યનું અધિષ્ઠાન છું. મારે કોઈ ભાવ નથી. મારામાં નથી કલ્પના, નથી અવસ્થા, નથી સૃષ્ટિ, નથી સર્જન, નથી સમાધિ, નથી વૃત્તિ, નથી સંશય, નથી નિર્ણય, નથી કાર્ય, નથી કારણ, નથી મારામાં....
જ્ઞાન
જ્ઞાતા
અને
“નહીં જ્ઞાન જ્ઞાતા જોયમેંસે એક ભી હૈ વાસ્તવિકા મેં એક કેવલ સત્ય હું જ્ઞાનાદિ તીનોં કાલ્પનિક અજ્ઞાનસે જિસ માંહિ ભાસે જ્ઞાન જ્ઞાતા શેય હો
સો મેં નિરંજન દેવ હું આશ્ચર્ય છે આશ્ચર્ય હો (ભાવાનુવાદ-અષ્ટાવક્સીતા-ભોલેબાબા)
દશ્યપ્રપંચ નથી તેવું નથી, તે અનુભવગય છે જરૂર, પણ તે મારો જ પડછાયો છે. હું બિંબ છું અને દશ્ય સર્વ મારું જ પ્રતિબિંબ છે.
દશ્ય વસ્તુ મારૂં જ પ્રતિબિંબ છે તેથી જ તે પ્રપંચ છે. હું છું અધિષ્ઠાન પંચમહાભૂતનું અને દશ્ય છે સર્જન પંચમહાભૂતનું. રખે કોઈ માને કે ગત છે, દશ્ય છે, તેથી હું છું. ના ના...ના. હું બિંબ છું
Page #524
--------------------------------------------------------------------------
________________
(૫૦૫)
તેથી તે દશ્ય છે મારું પ્રતિબિંબ.
નેતિ નેતિ દ્વારા સર્વનો હું નિષેધ કરી શકું છું. પણ મારો નિષેધ થઈ શકે નહીં. હું કેવો છું તે ન કહી શકાય, પણ જેનો નિષેધ ન થાય તે હું જેનો અભાવ ન થાય તે હું આવી રીતે જે પોતાના સ્વરૂપને જાણે છે તેની બુદ્ધિ ચિસથી પૂર્ણ થઈ જાય છે. તે પરિસ્થિતિ કહેવાય છે. તે સ્થિતિમાં નથી હર્ષ કે વિષાદ, નથી ગ્રાહ્ય કે ત્યાય, નથી સુષુપ્તિ કે સમાધિ, નથી દંડ કે સામ, નથી પિંડકે બ્રહ્માંડ!
ગ્રંથનો ઉપસંહાર હવે ગ્રંથની પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસંહાર કરી ગ્રંથની સમાપ્તિ કરે છે.
एभिरंग: समायुक्तो राजयोग उदाहृतः।
किञ्चित् पक्ककषायाणां हठयोगेन संयुतः ॥१४३॥ ઈમ મી સમયુર: =આ પંદર અંગોથી યુક્ત નિયા: ૩૯દા:રાજયોગ (જેમના રાગદ્વેષ નિર્મૂળ થયા છે તેમને માટે)
કહ્યો છે. વિજિતુ વિષાયા જેમના રાગદ્વેષ શેષ રહ્યા છે તેના માટે હઠયોનિ સંયુતઃ 1નયોગ: વાદ: હઠયોગ સંયુક્ત રાજ્યોગ કહ્યો છે.
અહીં સ્પષ્ટ સંકેત છે કે આ રાજયોગ જે નિદિધ્યાસનનાં પંદર અંગો સહિત સમજાવવામાં આવે છે તે સર્વને માટે નથી પણ માત્ર જેના અંત:કરણમાંથી રાગદ્વેષની નાબૂદી થઈ હોય તેના માટે છે. જેનું અંત:કરણ રાગદ્વેષથી સભર હોય તેણે તો હઠપૂર્વક પણ અંત:કરણની શુદ્ધિનાં સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
અર્થાતુ અંત:કરણની શુદ્ધિ માટેના વિવિધ માગોમાંથી ગમે તે એકને પસંદ કરી શકાય. યાદ રાખવું ઘટે કે ચિત્તશુદ્ધિના માર્ગ જુદા જુદા હોઈ શકે, આત્મશાનના નહી તેથી સમજી લેવું કે અંત:કરણશુદ્ધિનો એક માર્ગ હઠયોગ પણ છે. તે ઉપરાંત નિષ્કામ કર્મ પણ છે, જપયોગ અને ધ્યાનયોગ પણ છે. તેથી જ તો ભગવદ્ગીતાના ધ્યાનયોગ કે આત્મસંયમયોગમાં ભગવાને કહ્યું છે કે “કવિરારને ગુંચાતુ યોગનું આત્મવિલે', ત) આસન પર બેસીને અંત:કરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. તેથી જેનું અંત:કરણ અશુદ્ધ છે તેણે થાક્યા વિના, કંટાળ્યા વિના, હઠપૂર્વક પણ પ્રથમ અંત:કરણની શુદ્ધિના ઉપાય કરવા અને ત્યાર બાદ જ રાજ્યોગ જેને કહ્યો છે, તેવું ૧૫ અંગો સહિત નિદિધ્યાસન કરવું
Page #525
--------------------------------------------------------------------------
________________
(૫૦૬)
જો કોઈ દેહાસક્ત, શરીરાભિમાની કે અશુદ્ધ અંત:કરણવાળો સમજ્યા વિના વિચારમાર્ગે જશે તો વિખૂટો પડશે અને તેને ખૂબ ખૂબ ભટકવું પડશે. વળી ભેદદર્શનથી તો તે વારંવાર જન્મમૃત્યુના ચક્રને જ પામશે.
રાજ્યોગનો અધિકારી
અપરોક્ષ અનુભૂતિ માટે ૧૫ અંગ સંયુક્ત નિદિધ્યાસન દર્શાવ્યું, જેને વૃત્તિઓના વિસ્મરણ રૂપ સમાધિ કહી તેને જ રાજ્યોગનું બિરુદ આપ્યું; તેનો અધિકારી કોણ અને કેવો હોય તેનો અંતિમ નિર્દેશ આપી, પોતાની અવ્યક્ત વાણીને વ્યક્ત કરવાનો જે લોકકલ્યાણાર્થે પ્રયત્ન કરેલો તે પાવન વાણી થંભાવતાં, સ્વરૂપમાં સ્થિર કરતાં ભગવાન શંકરાચાર્યજી કહે છે કે
परिपक्कं मनोयेषां केवलोऽयं च सिद्धिदः । गुरुदैवत भक्तनां सर्वेषां सुलभो जवात् ॥ १४४ ॥ • =કારણ કે
7...
વિમ્ મન: યેષામ્=જેનું મન પરિપક્વ છે, રાગદ્વેષથી રહિત છે તેઓને
અયમ્ વત: સિદ્ધિવઃ-કેવળ આ રાજ્યોગ જ ફળ આપનાર છે (હઠયોગની જરૂર નથી.)
ગુરુવેવત મત્તાનામ્ સર્વેષામ્=જે ગુરુ તથા ઇદેવના ભક્ત છે તે સર્વને
નવાત્ મુત્તમ:-આ રાજ્યોગ ત્વરાથી પ્રાપ્ત થાય છે અને તેમને સુલભ છે.
આ રાજ્યોગનો અધિકારી કોણ? કહ્યું છે કે “પિનાં મન: યેષામ્
(“Ripeness is all'' -shakespeare)
જેમના ચિત્તમાં કષાય અદશ્ય છે તે જ આ રાજ્યોગના અધિકારી છે. અર્થાત્ જેના ચિત્તમાં રાગદ્વેષ નષ્ટ થયા છે, અંત:કરણ શુદ્ધ થયું છે, વિષયોની આસક્તિ સમાપ્ત થઈ છે અને જેના ચિત્તની વાસનાઓ સળગીને ભસ્મીભૂત થઈ છે તે જ આ રાજ્યોગનો અધિકારી છે.
આવાં સૂચનથી એ પણ પ્રતિપાદિત છે કે જેનું અંત:કરણ અશુદ્ધ અને અપરિપક્વ છે તેને જ હઠયોગના સહરાની આવશ્યકતા છે. પણ જેનું ચિત્ત શુદ્ધ અને પરિપકવ છે તેને માટે હયોગ નિરર્થક અને અનાવશ્યક છે. વૃત્તિવિસ્મરણરૂપી સમાધિની પ્રાપ્તિ માટે તો માત્ર રાજ્યોગ પર્યાપ્ત છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
(૫૦૭)
રાજ્યોગ, વિચારમાર્ગ, જ્ઞાનમાર્ગ, વૃત્તિવિસ્મરણ રૂપ સમાધિ, બ્રહ્માકાર વૃત્તિ કે નિદિધ્યાસનવાળી સાધના ક્યારે ફળીભૂત થાય? ક્યારે સિદ્ધ થાય ? કેવી રીતે પ્રાપ્ત થાય ?
એવા પ્રશ્નના ઉત્તરરૂપે અહીં યથાર્થ શ્રુતિસંમત સમાધાન આપી ગ્રંથકારે પોતાની અભય દૃષ્ટિ સાથે હૃદયની નમ્રતાનાં અદ્ભુત દર્શન કરાવ્યા છે.
“ગુરુવત મત્તાનાં સર્વેષા' અહીં અવો અર્થ અભિપ્રેત છે કે જે કોઈને ગુરુ અથવા ઇષ્ટદેવની કૃપા કે અનુગ્રહ ઉપલબ્ધ છે તે સર્વને આ રાજ્યોગની સિદ્ધિ વિના વિલંબે અને સરળતાથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. માટે કહ્યું છે કે “નવાત્ મુત્તમ:” અહીં એવી સ્પષ્ટતા પણ છે કે જેને જેને ગુરુ કે ઇટની કૃપા મળી છે અર્થાત્ જે કોઈ ગુરુ કે ઇષ્ટદેવના ભક્ત છે, અર્થાત્ જે કોઈ પોતાને ગુરુ કે ઇષ્ટદેવથી વિભક્ત નથી માનતો; તે સૌને નિદિધ્યાસનવાળી સમાધિ, સુલભ રીતે પ્રાપ્ત થાય છે. અહીં ‘“સર્વેષાં’ વપરાયું છે તેથી સ્પષ્ટ છે કે ગુરુ અને ઇષ્ટદેવનો કોઈ પણ ભક્ત -તેમાં વર્ણ કે આશ્રમના ભેદ પાડવામાં આવ્યા નથી, અર્થાત્ વર્ણાશ્રમભેદ વિના આ સમાધિનો અધિકારી છે. તેથી સ્પષ્ટ થયું કે આ સહજ સમાધિ માટે બ્રહ્મચારી કે સંન્યાસી થવું કે અમુક જાતિવાળા હોવું તે જરૂરી નથી. તેવું જ શ્રી સ્વામી વિદ્યારણ્યજીની ટીકામાં છે. “સર્વેષામિતિ વર્ણાશ્રમાવિ નિપેક્ષ મનુષ્યમાત્ર પ્રીતવ્યમ્' માત્ર વ્યક્તિ પાસે ભક્તનું હૃદય જરૂરી છે અને સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે, જેથી તે લાગણીતંત્રમાં ખેંચાઈ ન જાય અને પોતાને પ્રભુનો સદાય સેવક જ માને. પણ સાચો ભક્ત એટલે જ જે પ્રભુથી વિભક્ત નથી તે એવું સમજે તે સૌ આ રાજ્યોગના અધિકારી છે. માટે જ કહ્યું છે કે” ગુરુ અને ઇષ્ટદેવના સૌ ભક્તોને આ રાજ્યોગ સરળતાથી વિના વિલંબે પ્રાપ્ત થાય છે.”
આ જ સંદર્ભમાં શ્રી વિઘારણ્ય સ્વામી પોતાની ‘દીપિકા ટીકા'માં દર્શાવ છે કે આવું અપરોક્ષ જ્ઞાન કે રાજ્યોગ કોને પ્રાપ્ત થાય ? જેને ઇષ્ટદેવ અને ગુરુમાં સમાન ભક્તિ હોય તેને,
यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ । तस्येते कथितार्थाः प्रकाशन्ते महात्मनः ॥
( શ્વેતારવતોપનિષત્ ) શ્રુતિ પણ એવી જ વાતને સમર્થન આપતાં દર્શાવે છે કે જેની ઇષ્ટદેવમાં પરાભક્તિ છે અને જેવી પરાભક્તિ ઇષ્ટદેવમાં છે તેવી જ ગુરુદેવમાં છે, તેને જ મહાત્માઓ શ્રુતિ-પ્રતિપાદિત આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરે છે.
આ તો સર્વવિદિત અને નિર્વિવાદ હકીકત છે કે ગુરુકુપા અને ઇષ્ટદેવના
Page #527
--------------------------------------------------------------------------
________________
(૫૦૮)
અનુગ્રહ વિના ‘સ્વ’સ્વરૂપના પડછાયાનો પરિચય પણ મુશ્કેલ છે. તો પછી સ્વરૂપના સાક્ષાત્કાર માટે તો ગુરુકુપા જોઈએ, માર્ગદર્શન જોઈએ, તેમની મીઠી રહેમ અને કરુણાભર્યા કટાક્ષ પણ જોઈએ. સામાન્ય પર્વતોના પરિભ્રમણમાં જો ભોમિયાની જરૂર જણાય, જાતે પ્રયત્ન કરવા જતાં ભટકી જવાય; ખૂબ સમય લાગે, દુષ્કર યાત્રા જણાય, તો પછી આ તો અનંતની યાત્રા છે. તેને માટે ગુરુની આવશ્યકતા કેમ ન હોય ? હા, એ સાચું છે કે જેનો અહંકાર અત્યંત કઠોર હોય, અહંકાર મજબૂત હોય, તેવાને ગુરુના સ્વીકારમાં તે જ અહંકાર વિઘ્ન બને છે, બાકી જેની પાસે ભક્તનું હૃદય હોય અર્થાત્ શરણાગતિ હોય; જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના અને ગ્રહણશીલતા હોય, મન મુક્ત અને પૂર્વગ્રહરહિત હોય, ગુરુ સાથે આત્મીયતા હોય, ગુરુસેવા માટેની ઉત્કંઠા હોય, અહંકારને ઝુકાવી પ્રશ્ન પૂછવાની નમ્રતા હોય તેને કદી જ્ઞાનીજનો જ્ઞાન ન આપે તેવું બન્યું નથી. અને તેવા ભક્તને-શિષ્યને જ્ઞાન ન મળ્યું હોય તેવું પણ બન્યું નથી. માટે ભગવદ્ગીતામાં કહ્યું છે:
" तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ॥ " તે જ્ઞાનીને દંડવત પ્રણામ કરી; સેવા વડે; તથા પ્રશ્ન પૂછીને જાણ, તત્ત્વને જાણનાર જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ કરશે.
અને તેવો જ સંદેશ મુંડક શ્રુતિમાં છે.
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥
“તે પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હાથમાં સમિધ લઈ શ્રોત્રિય =અર્થાત્ વેદ-વેદાન્તને સારી રીતે જાણનાર અને ‘બ્રહ્મનિષ્ઠમ્ અર્થાત્ પરબ્રહ્મમાં સ્થિત થયેલા ગુરુની પાસે વિનયપૂર્વક જવું.”
ગુરુની સમક્ષ ઉપસ્થિત તો ઘણા થાય છે, થયા છે અને થતા રહેશે. પણ જે ગુરુ અને ઈશ્વરમાં ભેષ્ટિ હશે, તો તમે ગુરુના શરીરની સાથમાં હશો પણ ગુરુ તમારાથી જોજન દૂર હશે. કૃપા કરી યાદ રાખજો...ગુરુની મહાનતાને સ્પર્શ કરવા પોતાની પામરતાની કબૂલાત કરજો. આપણે કદી ન ભૂલીએ કે ઈશ્વરનો અનુગ્રહ કંઈ ઈશ્વર દ્વારા કે ઈષ્ટદેવદ્વારા વ્યક્ત થતો નથી, પણ તે ગુરુ દ્વારા જ અભિવ્યક્ત થાય છે. ઈષ્ટદેવ જો અનુગ્રહ કરવા ધારે તો પ્રથમ વિવેક-વૈરાગ્યનું દાન દે છે. પછી જ્ઞાનપ્રાપ્તિના સંજોગ પેદા કરે છે, શિષ્યત્વની ભાવના જન્માવે છે, અને પછી અનાયાસે કોઈ ને કોઈ રૂપમાં ગુરુનો ભેટો કરાવે છે. અને ગુરુ દ્વારા જ જ્ઞાન આપી અનુગ્રહ કરે છે. તેથી સદાય સ્મરણ રહે કે ઈશ્વરનો અનુગ્રહ, દેવની
Page #528
--------------------------------------------------------------------------
________________
(૫૦૯) કૃપા તે જ સદ્ગુરુની પ્રાપ્તિ છે.
“ઈશ્વર ગુરમાં ભેદ લગાર; ના માને તે સમજે સાર ગુરુ-શિષ્ય એ નામ જ માત્ર; રૂપે એક ને જુદાં ગાત્ર”
-શ્રી રંગ અવધૂત તેથી શંકરાચાર્યજી પણ ગુરુના ભક્ત થવાનું જણાવે છે. કારણ કે આત્મજ્ઞાનમાં માત્ર સ્વયંનો પુરુષાર્થ નિરર્થક છે. ભણતર અને તર્ક અનર્થ છે.
ભણતરની ના ચાલે બડાઈ; તર્ક વડાઈ થાકે પોથાં થોથાં કામ ન આવે; ગુરુગમ મારગ ચતુરસુજાણ જ્ઞાની ખપ્યો પોથાં પઢી; ખોલો (ગધેડો) વહી ચંદન મૂવો!
માંહે ખજાનો જે ભર્યો હા! અન્યને તે સાંપડ્યો! પોથાં તણો ના વિષય એ, ના તર્કની ત્યાં તો ગતિ! અગમ અગોચર પંથ એ, ગુરુગમ બધી ચાવી રહી!”
-શ્રી રંગ અવધૂત માટે જ કહ્યું છે કે ગુરુકૃપા વિના ઉદ્ધાર નથી.
મોહ પડદો ખરે! સંસ્કૃતિભય ટળે.
ગુરુકૃપા હોય તો ભેદ ખૂલે” શું કહું! ગુરુની કૃપા તો અપરંપાર છે. તેની નિર્દોષ દષ્ટિથી કોઈ શિષ્યના દોષ બચી શકતા નથી. તેને પથ્થર જેવા શિષ્યમાં અનુપમ મૂર્તિ દેખાય છે. તેથી જેમ શિલ્પી પથ્થરમાં મૂર્તિનાં દર્શન કરે છે અને મૂર્તિ સિવાયના પથ્થરને ટાંકણાથી ટાંચી ટાંચી દૂર કરે છે, અને તેથી જ અંતે મૂર્તિ પ્રગટ થાય છે. તેમ ગુરુ પણ શિષ્યને નિર્દોષ બ્રહ્મની સ્થિતિમાં સ્થિત કરવા પોતાના કર્ણાકટાક્ષોથી ટીપી ટીપીને શિષ્યના તમામ દોષ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ખરેખર તો તે શિષ્યને ટીપી ટીપી સાકારથી નિરાકાર તરફ લઈ જાય છે. પણ કદાચ શિષ્યની પરિપક્વતા ન હોય તો તેને તે ન સમજાય.
શિષ્ય પોતાને અપમાનિત માને, ગુરકપાને કોધ માને; પણ ગુરુની અગમ્ય દષ્ટિનો અણસાર ન પામી શકે. સંત કબીર ગુરુની આ કૃપાને બિરદાવતા કહે છે કે
"गुरु कुम्भार औ शिष्य कुंभ है घट घट काढे खोह
अंतर हाथ सहार देत और बाहर मारे चोट ॥ ગુરુ કુંભાર જેવો ઘડવૈયો છે અને શિષ્ય ઘડો છે. જેમ ઘડાને સુંદર સ્વરૂપ આપવા માટે જ કુંભાર તેને ટીપી ટીપીને ત્રુટિઓ દૂર કરે છે,
Page #529
--------------------------------------------------------------------------
________________
(૫૧૦)
તેમ ગુરુ પણ શિષ્યની ત્રુટિઓથી તેને મુક્ત કરવા કટાક્ષરૂપી ગુરુ શબ્દબાણ, મીઠો ક્રોધ અને તીખી ટીકાનો પ્રયોગ કરે છે. પણ જયારે કુંભારરૂપી ગુરુ ઘડાને બહારથી ટપાકા મારે છે ત્યારે ઘડાની અંદરની બાજુ અર્થાત્ શિષ્યના હૃદયમાં બીજા હાથથી સહારો આપે છે. અર્થાત્ પ્રથમ અંદરથી આધાર આપે છે, પછી બહારથી ટીપે છે. ઘડાને તોડવા તે ટીપતો નથી પણ સૌંદર્ય પ્રદાન કરવા તે ટીપે છે. સૌંદર્ય પ્રાપ્ત કર્યા પૂર્વેની પ્રક્રિયા તે જ ‘“ટિપાવું'' છે, તેવું ગુરુ સમજે છે. ગુરુની દૃષ્ટિમાં જે અનિવાર્ય છે તે જ શિષ્યની દૃષ્ટિમાં ટીકાપ્રહાર છે, જરૂરિયાત વિનાની શિક્ષા છે. કારણ કે શિષ્યને તો ટીપનારો બહારનો હાથ જ દૃશ્ય છે, અંદરનો આધાર દશ્ય થતો નથી. આવા કલ્યાણકારી ઉપકારી ગુરુને અનંત વંદન કરીએ કે મસ્તક ઉતારી આપીએ તો પણ ઓછું છે. કારણકે “હિર રૂઠે ગુરુ ઠૌર હૈ ગુરુ રૂઠે નહીં ઠૌર.''
ભગવાન રૂઠે તો ગુરુ આશ્રય છે; પણ જ્યારે ગુરુ રૂઠે તો, કોપે તો બચવાનો કોઈ ઉપાય નથી.
આ ગુરુની શું વંદના! શું સ્તુતિ !
“સબ ધરતી કાગદ કરૂં લેખન કરું વનરાય; સાત સમુંદર કી મિસ (સહી) કરું,
ગુરુ ગુન લિખા ન જાય.''
-સંત કબીર
તેથી કોટી ઉપાયે પણ સદ્ગુરુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ,. જો માથું આપતાં પણ ગુરુ મળે તો સસ્તો મળ્યો છે તેમ માનજો.
“સીસ દિયે જો ગુરુ મિલૈ તો ભી સસ્તા જાન''
આમ જો જીવનમાં કંઈ જ ન મળે અને માત્ર ગુરુ મળે તો પણ જીવન ધન્ય છે.
ગુરુ મળે તો જ દૃષ્ટિ મળે.
કેવી દૃષ્ટિ ?
જ્યાં સરી પડે સૃષ્ટિ !
તે છે અખંડ દૃષ્ટિ, અભેદ દૃષ્ટિ, અદ્વૈત દૃષ્ટિ!
સૂક્ષ્મ દૃષ્ટિ, અભય દૃષ્ટિ.
જ્યાં મને સમજાય કે
હું સર્વ કાળમાં - છતાં કાળાતીત છું સર્વ દેશમાં - છતાં દેશાતીત છું સર્વ વસ્તુમાં - છતાં વસ્તુથી અતીત છું સર્વ સાકારમાં - છતાં નિરાકાર છું
Page #530
--------------------------------------------------------------------------
________________
(૫૧૧) સર્વ કાર્યમાં - છતાં કાર્ય-કારણથી વિલક્ષણ હું. આવી દષ્ટિ એ જ વૃત્તિ વિસ્મરણરૂપી જ્ઞાન સંજ્ઞાવાળી સમાધિ છે. અને આ જ મને “મારા દ્વારા થયેલી મારી અનુભૂતિ છે, જેને અપરોક્ષ અનુભૂતિ કહેવાય છે, જેમ બ્રહ્મ કે આત્મા અપરોક્ષ છે તેવી જ આ અનુભૂતિ છે. માટે જ તેને અપરોક્ષાનુભૂતિ કહેવાય છે.
જગતમાં માત્ર એક ગુર જ છે, જેની કૃપાથી અપરોક્ષ અનુભૂતિ થઈ શકે તેમ છે. અને જો તેવો ચમત્કાર અનાયાસે સર્જાય તો ગુરુ અને શિષ્ય બન્ને કહી શકે, ઋષિ અષ્ટાવક્રની જેમ -
“હું દુઃખ સારા દૈત મેં; કોઈ નહીં ઉસકી દવા યહ દશ્ય સારા હૈ મૃષા, ફિર વૈત કૈસા વાહ! વાહ.. ચિન્માત્ર હું મેં એકરસં; મમ કલ્પના યહ દશ્ય હૈ.'
મેં કલ્પના સે બાહ્ય હું આશ્ચર્ય હૈ આશ્ચર્ય હૈ. નહીં બન્ધ હૈ, નહીં મોક્ષ હૈ મુઝમેં ન કિંચિત્ ભ્રાંતિ હૈ માયા નહીં કાયા નહીં; પરિપૂર્ણ અક્ષય શાન્તિ હૈ. મમ કલ્પના હૈ શિષ્ય; મેરી કલ્પના આચાર્ય હૈ.
સાક્ષી સ્વયં હું સિદ્ધ મેં, આશ્ચર્ય હૈ! આશ્ચર્ય હૈ” આથી શ્લોકમાં જે કહેવાયું કે “મુવતમત્તાનાં સર્વેવાં અનમો નવી” તે ખૂબ જ યથાયોગ્ય અને અંતે પરિપૂર્ણ સંદેશ છે, આદેશ છે, સંકેત છે અને ઉપદેશ છે.
આવા ગહન ગ્રંથોમાં મારો ચંચુપાત કદાપિ શકય ન બન્યો હોત જો હું ગુરુકૃપાથી વંચિત રહ્યો હોત તો. તેથી આપ સૌની રજા લઈ, હું જગતગુરુ ભગવાન શંકરાચાર્યજીને અને મને અદ્વૈત દષ્ટિનો ગુરુપ્રસાદ આપી, અભય પ્રદાન કરનાર પ.પૂ. સ્વામી દયાનંદજીને કોટી કોટી પ્રણામ કરું છું. મને તો સાક્ષાત્ પરમાત્મા જ ગુરુ રૂપે ભેટ્યા અને સંસારના કાટમાળ નીચે દટાયેલા મને જેવો હતો તેવો બહાર ખેંચી લાવ્યા અને મને મારું દર્શન કરાવ્યું. તેની કરું કેમ હું સ્તુતિ!
સદા ભજો ગુરુદેવ; ગુરુ બિન નાહિ કોઈ અપના; નાતે ગોતે સબ સ્વારથ કે; નિસ્વારથ ગુરુ રાના.' આપ સમાન કરે શિષ્યનકો દેવે પદ નિરબાના
કરે લોહકા પારસ સોના; નહીં પારસ કર જાના નહીં ઉપમા ગુરુ કી ત્રિભુવનમેં; સાક્ષાત્ દેવ પિછાના.'
-શ્રી રંગ અવધૂત આજે આ પાવન ગ્રંથની પૂર્ણાહુતિનો પ્રસંગ; સાડત્રીસ સાડત્રીસ દિવસના
Page #531
--------------------------------------------------------------------------
________________
(૫૧૨)
ચિંતન, મનન અને મનોમંથનની સમાપ્તિ થાય ત્યારે આ હૃદય પણ પરિપૂર્ણ જ થાય. હવે હું શું કહું?
મારા વહાલા શ્રોતાઓ
“કહના થા સો કહ દિયા
અબ કુછ કહા ન જાય ! એક રહા દૂજા ગયા દરિયા લહર સમાય.
99
“હવે (તો) ગ્રંથનો પંથ છૂટી રહ્યો છે અને શબ્દ સંબંધ તૂટી રહ્યો છે હકીમો કે વૈદ્યોની કયાં છે જરૂરત? ખરલ ખુદ જડીબુટ્ટી ઘૂંટી રહ્યો છે. નિકટ આવતા જાવ છો આપ મુજથી હવે માર્ગ લાગે છે ખૂટી રહ્યો છે.’’
“મન મસ્ત હુઆ તબ ક્યોં બોલે?
હીરા પાયો ગાંઠ ગઠિયાયો, બાર બાર વાકો ક્યોં ખોલે, સુરત કલારી ભઈ મતવારી, મદવા પી ગઈ બિન તોલે, હંસા પાયે માનસરોવર, તાલ તલૈયા કર્યો ડોલે તેરા સાહબ હૈ ઘટમાંહી, બાહર નૈના કોં ખોલે.'
મને કહી રહ્યું છે કોઈ વધારે બોલ મા
બહુ બોલવું બાલિશ લાગે છે.
શીખી લે મૌન
આખરે એ જ સાથે લઈ જવાનું છે. ॐ इति श्रीमत् परमहंस परिव्राजकाचार्य
श्रीमद् शंकराचार्य विरचिता
श्री अपरोक्षानुभूतिः संपूर्णाः। शान्तिः
शान्तिः
શાન્તિ:
-સંત કબીર
:
Page #532
--------------------------------------------------------------------------
_