________________
પ્રાશૂકરજ
અપરોક્ષાનુભૂતિ વિષય પરનાં દિનેશ હૉલ (અમદાવાદ)માં અપાયેલા મારાં સાડત્રીસ દિવસનાં પ્રવચનો પુસ્તકરૂપે પ્રગટ થાય તેવી ઇચ્છા ઘણા શ્રોતાઓ અને મુમુક્ષુઓએ મારી સમક્ષ વ્યક્ત કરી હતી. એ બધાં જ પ્રવચનોને શબ્દબદ્ધ કરી પ્રકાશનની જંજાળમાં પડવાનું કંટાળાભરલું કાર્ય મેં ટાળ્યું હતું છતાં ઈશ્વરેચ્છા બલિયસી.
કેટલાક સહૃદયી શ્રોતાઓએ પોતાના શ્રવણને અક્ષરોમાં અંકિત ક્ય, હું તેમાં સુધારો, યથાયોગ્ય પરિવર્તન અને રૂપાંતર કરવા નિમિત્ત બન્યો. અને તે સામગ્રી એ આ ગ્રંથ.
સવિચાર પરિવારના શ્રી હરિભાઈ પંચાલે પ્રકાશનનો બધો ભાર પોતાના માથે લેવાની તૈયારી બતાવી અને પછી તો જ્યાં જ્યાં જેની જરૂર પડે તેમ હતું તે સૌ અનાયાસે આવી મળ્યાં. તે સૌએ સ્વેચ્છાએ કામ ઉપાડવાની તત્પરતા દર્શાવતાં કામ આગળ ચાલ્યું. તે સૌનો વ્યક્તિગત આભાર શક્ય નથી અને જરૂર પણ નથી.
વધુ ના લખાય તોપણ શું? આટલું લખ્યું તે પણ મારા જેવા માટે વધારે ખતું નથી શું! અસ્તુ
- સ્વામી દૂપાનંદ સરસ્વતી