SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૮) ન કોઈની મદદ લીધી, ન કોઈ પ્રયત્ન કર્યો, ન કયાંય નજરો દોડાવી, ન સંદેહ પ્રગટ કર્યો; ન મૂંઝવણ અનુભવી, ન કોઈ પ્રતિક્રિયા જન્મી; વિના વિલંબે, સહજતાથી સ્વાભાવિકતાથી, મેં કહ્યું. અહીં મને જાણનાર જ્ઞાતા બીજો નહોતો. મારો “જ્ઞાતા દેશ અને કાળના અંતરે ન હતો. મારો જ્ઞાતા હું જ. એટલે હું ને હું એ જ જાણ્યો. મને જણાયું તે ‘ય’ પણ મુજથી અન્ય નહોતો. જ્ઞાતા હું અને ‘ય’ પણ હું. એટલે હું એ હું ને હું દ્વારા જાણો એમ થયું. જ્ઞાતા હું, તો મને જેનું જ્ઞાન થયું તે મુજથી ભિન્ન નહોતો અર્થાત્ મને જ્ઞાન થયું મારું, મારા દ્વારા આમ હું એ હું ને હું દ્વારા જાણ્યો. તેથી જ્ઞાતા” હું મારો. ‘ય’ પણ હું જ અને મને જ્ઞાન પણ મારું જ થયું. તેથી જ્ઞાન પણ હું જ છું. અહીં જ્ઞાન, જ્ઞાતા અને શેય વચ્ચે કોઈ પ્રકારનું દેશાન્તર, કાળાન્તર
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy