SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૩) તવત્ ત્મિર રેહત્વપૂતે જ પ્રમાણે આત્મામાં દેહપણું મજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ દેખાય છે. ૩૫નેત્રત: પૂતત્વમ્ અહીં ઉપનેત્ર અથતિ ચશ્મા, બાયનોક્યુલર, મોનૉક્યુલર, મેગ્નિફાઇંગ ગ્લાસ કે સૂક્ષ્મદર્શક યંત્ર ગમે તે લઈ શકાય. પણ અર્થ એ જ છે કે જેમ સૂક્ષ્મ પદાર્થો પણ ચશ્માં કે સૂક્ષ્મદર્શકમંત્રથી મોટા અને સ્થૂળ દેખાય છે. તેવી જ રીતે આત્મા સર્વવ્યાપ્ત છે. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. મળપળીયા કઠોપનિષદમાં કહ્યું છે કે ઈન્દ્રિયોના વિષયો ઈન્દ્રિયોથી સૂક્ષ્મ છે. તે વિષયો - શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શથી મન સૂક્ષ્મ છે. મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે અને બુદ્ધિથી સૂક્ષ્મ જો કોઈ હોય તો તે આત્મા છે. इन्द्रियेभ्य: परा ह्या: अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥१०॥ આમ આત્મા સૌથી સૂક્ષ્મ છે. છતાં જેની દષ્ટિ સ્થૂળ છે; જેના ‘૫નેત્ર અર્થાત્ જોવાનાં સાધન - પછી તે ચશ્મા કે કોઈ યંત્ર ગમે તે હોય; તે સ્થૂળ હોય, અગર સાકારને જ જોવાની શકિતવાળાં હોય; અવયવીને જ પકડી શકે તેવાં હોય; ભેદરૂપી દોષથી યુક્ત હોય, તો તેવા અજ્ઞાનીને સૂક્ષ્મ; સર્વ વ્યાપ્ત આત્મા પણ સ્થૂળ દેહાકાર જણાશે. આત્માને જેવો છે તેવો જ જાણવા માટે તો ઉપનેત્રનો ઉપયોગ બંધ કરવો પડશે કે જેનાથી ભેદ, સાકાર, અવયવી અને મિથ્યા કે અનિર્વચનીય પણ પાસે અને મોટું સ્થૂળ દેખાય છે. આત્મદર્શન માટે ચર્મચક્ષુ નકામાં છે સ્થૂળતા દેખાડે તેવાં ઉપનેત્ર તો વ્યર્થ જ છે. સાર્થક છે માત્ર અભેદ દષ્ટિ અથવા સૂક્ષ્મ બુદ્ધિ કે જેના દ્વારા આત્મા જેવો છે તેવો “અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન “મોળીયાનું મદતો મદીયાન' જોઈ શકાય છે. તેવું જ શ્રુતિનું પણ કથન છે. "दृश्यते त्वम्यया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः" । આત્મા આંખથી જોવાની વસ્તુ નથી, કારણ કે તે એક સ્થળે નથી, સાકાર નથી. તે તો માત્ર સૂક્ષ્મ બુદ્ધિથી પોતાથી અભિન્ન છે તેમ જાણી
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy